________________
--
-
१४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન શ્રી ભગવતીજી પરમ મંગલસ્વરૂપ છે, એની ટીકા પણ પરમ શ્રેયસ્કર હોવાથી પરમ મંગલસ્વરૂપ છે, છતાં પણ મંગલ કરવું આવશ્યક છે. કેમ? વિદને આવે નહિ અને આવે તે દૂર થઈ જાય-એ માટે મંગલ જરૂરી છે જ; પણ મંગલ કરવાથી એ પણ એક ફાપદે થાય છે કે-“આ શાસ્ત્ર મંગળસ્વરૂપ છે”—એવા પ્રકારની બુદ્ધિ, શિષ્યજામાં, આ મંગલના - આચરણથી પ્રગટાવી શકાય છે. એવું કહેનારા પણ નીકળે કે-મંગળ રૂ૫ ભગવતીને વળી મંગળ શા માટે? સાકરમાં સાકર? મરચાંનું શાક અને એમાં વળી મરચાં? આંબાના વૃક્ષને આંબાનું તોરણ?” આવું કહેનારાઓને કહેવાય કેશ્રી ભગવતીજી સૂત્ર આખુંય મંગલસ્વરૂપ છે, એ વાત તદ્દન સાચી છે, પણ આ સૂત્ર મંગલસ્વરૂપ છે”—એવા પ્રકારની પિછાણુ શિષ્યને કરાવવાને માટે પણ મંગળ આવશ્યક છે. મંગલસ્વરૂપ વસ્તુને પણ મંગલસ્વરૂપ વસ્તુ તરીકે ગ્રહણ કરાય, તો જ તે વસ્તુ, તેને ગ્રહણ કરનારને માટે, મંગલસ્વરૂપે પરિણમે છે. મંગલસ્વરૂપ વસ્તુને પણ જે અમંગલબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તે તે ગ્રહણ કરાએલી વસ્તુ મંગલસ્વરૂપ હોવા છતાં પણ, તેને અમંગલબુદ્ધિથી ગ્રહણ કરનારને માટે તે વસ્તુ મંગલકારી બની શકશે નહિ. આ કારણે, શિષ્ય આ શાસ્ત્રને મંગલની બુદ્ધિથી જ ગ્રહણ કરે, એ માટે મંગલને આચરવાની જરૂર છે. શ્રી ભગવતીજી સૂત્ર આખું ય મંગલસ્વરૂપ છે ખરું, પણ આ શ્રી ભગવતીજી સૂત્ર આપણે માટે મંગલ રૂપ ક્યારે બને? ત્યારે જ, કે જ્યારે આપણે આ શ્રી ભગવતીજી સૂત્રને મંગલ તરીકે ગણુને ગ્રહણ કરીએ.