________________
}ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતાં
શ્રી જિનવચનના શ્રવણ માટેના જરૂરી સંસ્કારાનુ દાન કરી શકે છે, પણ માત્ર લભ્ય આત્માએ જ એ સંસ્કારોના દાનને ઝીલી શકે છે. આપણે કહી તેવી લઘુમિતાને તે અલભ્ય આત્માએ પણુ પામી શકે છે, પરન્તુ તે આત્માએ શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સસ્કારોના દાનને ઝીલી શકતા નથી. ભવ્ય આત્માઓમાં પણ જે આત્માઓની ભવિતવ્યતા સારી હાય છે, એટલે કે જે ભવ્યાત્માએ અલ્પસ’સારી હોય છે, તેઓ જ આપણે કહી તેવી લઘુકમિતાને પામ્યા બાદ જ, શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સંસ્કારોના દાનને ઝીલી શકે છે. અભબ્યા તા એ સંસ્કારદાનને ઝીલી શકતા જ નથી અને ભવ્યે પણ લઘુકર્મિતાની સાથે સારી ભવિતવ્યતાવાળા હાય તા જ શ્રી જિનસ્તુતિ દ્વારા કરાતા સંસ્કારદાનને ઝીલી શકે છે. આપણને એ સંસ્કારદાનને ઝીલવાને માટે લાયક બનાવવા છે, એ માટે ટીકાકાર મહર્ષિએ આ સૂત્રગ્રન્થની વૃત્તિના આરંભમાં શ્રી જિનસ્તુતિ કરી છે. દરેક વસ્તુ માટે પહેલાં લાયક બનવું જોઈએ. લાયકાત ન હોય તે સારામાં સારી ચીજ પણ ક્ળે નહિ. પાચનશક્તિ ન હોય તે પૌષ્ટિક પદાર્થોં કાઈ ખવડાવે ત્યારે પુષ્ટિ થવાને બદલે ઝાડા થઈ જાય અને એથી જે શક્તિ હાય તેમાં પણ ન્યૂનતા આવી જાય, મ ંદિરમાં જવું હોય તે શુદ્ધિ જોઈએ અને પૂજા કરવી હોય તે વિશેષ શુદ્ધિ જોઇએ. પૂજાના વિધિમાં શું કહ્યું ? પ્રથમ જ્ઞાનમાત અર્થાત્–પ્રથમ સ્નાન કરવું જોઈ એ. સ્નાન કરીને પવિત્ર વસ્ત્રાનું પરિધાન કરવુ જોઈ એ. એમ કર્યાં વિના કોઈ અશુદ્ધપણે જ મંદિરમાં પેસી જવાને ઇચ્છે તે ચાલી શકે