________________
પહેલે ભાગ–શ્રી નિતુતિ શ્રી જિનેશ્વરદેના ગુણગણની સ્તવના રૂપ સુધાથી જેનું હૃદય પાવન બન્યું હોય અને જે આત્માએ અમુક કર્મોનું છેદન કર્યું હોય, તે જ આત્મા આ સૂત્રને સાંભળવાને માટે પણ લાયક ગણાય છે. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ
જ્યાં સુધી એક કેડીકેડીથી પણ ઓછી થતી નથી, ત્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં વચનનું, ભાવથી શ્રવણ થઈ શકતું જ નથી. મિથ્યાત્વમેહનીય કર્મની સ્થિતિ સીત્તેર કેડીકેડી પ્રમાણ છે. એ સીત્તેર કલાકેડી પ્રમાણ સ્થિતિમાંથી અગન સીત્તેર કેડીકેડીથી પણ કાંઈક વધુ સ્થિતિ મિથ્યાત્વમેહનીય કર્મની કપાય અને તે સાથે વીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિવાળાં નામ અને ગોત્ર કર્મોની પણ ઓગણીસ કોડાકડીથી, પણ કાંઈક વધુ સ્થિતિ કપાય તેમજ જ્ઞાનાવરણીય આદિ શેષ કર્મોની ત્રીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિમાંથી ઓગણત્રીસ કેડીકેડીથી પણ કાંઈક વધુ સ્થિતિ કપાય, એટલે કે આયુષ્ય કર્મ સિવાયનાં સાતેય કર્મો જ્યારે એક કેડીકેડી સ્થિતિથી પણ ઓછી સ્થિતિવાળાં બનવા પામે, ત્યાર પછી જ આત્મા, ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં વચનનું ભાવથી શ્રવણ કરી શકે છે. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોની સ્થિતિનું પ્રમાણ, એટલી હદ સુધીનું ન્યૂન બને નહિ, ત્યાં સુધી તે આ વચનોને - ભાવપૂર્વક સાંભળવાની યેગ્યતા જ આત્મામાં પ્રગટી શકતી નથી. આવી લઘુર્મિતાને પામેલે આત્મા, જે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિના આલમ્બનવાળે બને, તે તેને સકલ કર્મોને હરવામાં વિલંબ ન થાય. શ્રી જિનવચનનું શ્રવણ કરવા જોગી લઘુકમિતાને પામેલા આત્માને, શ્રી જિનસ્તુતિ,