________________
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાન સારનાર છે, એ નિર્વિવાદ વસ્તુ છે કારણ કે એ સઘળી જ કથા આપણે એ તારકે પ્રત્યેના ભક્તિભાવપૂર્વક જ કરી છે અને વાત વાતમાં આપણું હૃદયમાં તેઓ પ્રત્યે નમસ્કારને ભાવ જાગૃત થતા રહ્યા છે. ખરેખર, તારકેના ઉપકારની ઝાંખી થાય, એટલે હૈયું નમ્યા વિનાનું રહી શકે જ નહિ.
૨. મંગલાચરણ માટે શ્રી જિનસ્તુતિ કેમ?
ટીકાકાર મહર્ષિ શ્રી જિનસ્તુતિ કરવા દ્વારે
આપણામાં રેગ્યતાનું સ્થાપન કરે છે. આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું જ્ઞાનામૃતપાન, આત્માની સ્વાભાવિક એવી જે અજરામર અવસ્થા, તેને પ્રાપ્ત કરાવનાર છે. મુક્તિગામી આત્માઓ જ આનું શ્રવણ ભાવપૂર્વક કરી શકે છે. સૂત્રનું સુધાપાન કરતાં પહેલાં, સૂત્રનું સુધાપાન કરવાની લાયકાત મેળવવાને માટે અને લાયક બનીને પણ સૂત્રનું સુધાપાન આપણે નિર્વિધનપણે કરી શકીએ એ માટે, આપણે ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ રૂપ સુધાપાન કરવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ રૂપ સુધાપાન, વક્તાની અને શ્રોતાની–ઉભયની શક્તિને -ક્ષપશમને વધારે છે. શ્રી જિનસ્તુતિ રૂપ સુધાપાન કરવાના
ગે, આપણે સૂત્રામૃતના ઘૂંટડેઘુંટડા સુખેથી પીઈ શકીએ અને એમાં આવતાં વિદનેના ટૂકડેટુકડા કરી શકીએ, એ માટે જ પ્રથમ ટીકાકાર મહર્ષિ, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ રૂપ અમૃતપાન કરાવે છે. ભગવાન