________________
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ ગયા છે, છતાં આજે પણ આપણને એ મહાપુરૂષ રેગમુક્ત બન્યા એ હકીક્ત સાંભળતાં કે સંભારતાં આનંદ થાય છે કેમ કે-આપણા ઉપર એ મહાપુરૂષને પણ અસાધારણ કટિનો ઉપકાર છે. આજે તમે ને અમે આ શ્રી ભગવતીજી સૂત્રને રસાસ્વાદ લઈ શકીએ છીએ, સૂત્રોના અર્થો કરીને રહસ્યને સમજી શકીએ છીએ, તે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રાભારને પ્રભાવ છે. એ મહાપુરૂષે શ્રી ઠાકુંગસૂત્ર આદિ નવ અંગસૂત્રો ઉપર એવી તે સરલ, સરસ અને સવિસ્તર ટીકાઓ રચી છે કે-એના જ પ્રતાપે, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રોમાં ગુંથેલી શ્રી જિનવાણીનું આપણે સુધાપાન કરી શકીએ છીએ. અગીઆર અંગસૂત્રોના શબ્દાર્થને સમજવાને માટે, શ્રી શીલાંક ચાર્ય મહારાજાની બનાવેલી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂયગડાંગસૂત્રની બે ટીકાઓ તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજાની બનાવેલી શ્રી ઠાણગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની નવ ટીકાઓ, એ જ આપણે માટે આ કાળમાં અજોડ અને પરમ ઉપયોગી સાધન છે. આથી આપણે અત્યાર સુધીમાં શ્રી જિનેશ્વર ભગવાનની, શ્રી ગણધર ભગવાનની, દ્વાદશાંગીની અને ટીકાકાર મહાપુરૂષની કથા કરી. જો કે-આપણે પ્રારંભમાં જ, ટીકાકાર મહાત્માએ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાના આરંભમાં કરેલ મંગલાચરણનું ઉચ્ચારણ કરવા દ્વારા, આપણે કરવા
ગ્ય મંગલાચરણ પણ કરેલ જ છે; છતાં પણ, અત્યાર સુધીમાં આપણે જે શ્રી જિનેશ્વર ભગવાન આદિની કથા કરી આવ્યા, તે કથા પણું આપણે માટે પવિત્ર મંગલાચરણની જ ગરજ