________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
પુર
અહી બધાને આશ્ચર્ય થાય છે. બધાને એમ થાય છે કે રાજ ને રાજ એ ગાય એ જ જગ્યાએ આવીને મધા દૂધને કેમ ઝરી જાય છે ?, પણ તેનું કારણ શું છે તે કાઇ સમજી શકતું નથી.’
આવી બાતમી મળવાથી, આચાર્ય શ્રીએ તે ગેાવાળને તે જગ્યા બતાવવાનું કહ્યું. ગાવાળાની સાથે આચાય શ્રી તે જગ્યાએ આવ્યા અને ત્યાં દૂધ ઝર્યાની નિશાનીઓ જોઈ. આચાર્યશ્રીને ખાત્રી થઈ ગઈ કે ધરણેન્દ્રે જે સ્થળ વિષે મને સ્વપ્નમાં સૂચવ્યું હતું, તે જ આ સ્થળ છે.
આથી, પંચાંગ પ્રણિપાતને કરીને આચાય શ્રી તે સ્થળે બેઠા અને પાતાની નાસિકાના અગ્રભાગ ઉપર પેાતાની દૃષ્ટિને સ્થિર બનાવીને, મનની એકાગ્રતાપૂર્વક, શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિમય અત્રીસ પ્રાકૃત ગાથાવાળુ શ્રી જયતિહૂયણ સ્નાત્ર આચાર્ય શ્રી બાલ્યા. એ સ્તવનાના પ્રતાપે, હળવે હળવે જાણે ખૂઢ પ્રભુનું જ પ્રતિબિમ્બ હોય તેવું, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તેજસ્વી મિસ્થ્ય પ્રગટ થયું. સંઘસહિત આચાર્ય શ્રીએ તે બિમ્બને વંદન કર્યું અને એથી આચાય શ્રીના શરીરના સમસ્ત રાગ નાબૂદ થઈ ગયા.
કેટલાકાનું કહેવું એવું છે કે-શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુના બિમ્બનું ન્હવણુ શરીરે લગાડવાથી, શ્રી અભયદેવસૂરિજી મહારાજાના શરીરના સમસ્ત રાગ ગયા.
આ શ્રી જિનમિમ્બના સબંધમાં એમ કહેવાય છે કે—પ્રતિવાસુદેવ શ્રી રાવણના સમયની નીલ મણીની બનાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ બહુ જ ચમત્કારી મૂર્તિ છે.