________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કર્તવ્ય ગણાય છે. ગ્રન્થની આદિમાં, મધ્યમાં અને અન્તમાં મંગલ કરવું જોઈએ. એ ત્રણ સ્થાનેએ કરાતાં ત્રણ મંગલેના જૂદા જૂદા હેતુઓ છે. ગ્રન્થના આરંભમાં કરાતા મંગલને મુખ્ય હેતુ એ છે કે-શાસ્ત્રના અર્થના પારને વિનરહિતપણે પામી શકાય. જે શાસ્ત્રની રચના કરવાની ઈચ્છા હોય, તે શાસ્ત્રની રચનાને નિવિધ્યપણે સમાપ્ત કરી શકાય, એ માટે પહેલું મંગલ છે; જ્યારે શાસ્ત્રના મધ્ય ભાગમાં કરાતું મંગલ, શાસ્ત્રાર્થની સ્થિરતાના હેતુએ કરાય છે અને શાસ્ત્રના અન્ત ભાગમાં કરાતું મંગલ, શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરામાં શાસ્ત્રાર્થને વિચ્છેદ થવા પામે નહિ, એ માટે કરાય છે. આ ટીકા પુણ્યકાર્ય છે, માટે ટીકાકાર મહર્ષિએ સ્તુતિ રૂપ મંગલજલને પ્રવાહ છોડ્યો છે, જેથી વિદનેની આગ ઉત્પન્ન થવા પામે નહિ અને ઉત્પન્ન થઈ જાય તો બુઝાઈ જવા પામે. કાદંબરીમાં મંગલ હોવા છતાં ય તે ગ્રંથનું કાર્ય અપૂર્ણ રહ્યું, આથી કેઈએમ કહેવાને તૈયાર થાય કે-મંગલ વિદનને હરવામાં અસમર્થ છે, તે તે ખોટું છે, કેમ કે-ઘર સળગી રહ્યું હોય ત્યાં આગના પ્રમાણમાં પાણી છંટાવું જોઈએ. તે વખતે કઈ એકાદ લેટે પાણી છટે તેથી આગ ન બુઝાય, પણ એથી “પાણી આગને શાન્ત કરનાર નથી એમ કહેવું તે ખોટું છે. “પાણી આગને શાન્ત કરનાર નથી—એમ કહેનાર જેટલો ખૂટે છે, તેટલો જ છેટો “મંગલ વિદ્ધ શમાવનાર નથી” એમ કહેનાર છે. વિશ્વની આગ વધારે લાગી હોય, ત્યાં મંગલ-જલનો છંટકાવ પણ પુષ્કલ જોઈએ. સળગતા ઘરની આગને બુઝાવવાને માટે બંબાઓ પાણીની રેલમછેલ કરી