________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ धविवरणादवरकलेशानां संघट्टेन बृहत्सरा अत एवामहतामप्युपकारिणीxxxवृत्तिरारभ्यते ।”
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના આ કથનથી એ વાત સુનિશ્ચિતપણે સાબીત થાય છે કે જે સમયે તેમણે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરી, તે સમયે શ્રી ભગ વતીજી સૂત્રની પ્રાચીન ટીકા અને ચૂર્ણિ વિદ્યમાન હતી તેમજ શ્રી જીવાભિગમાદિ સૂત્રો ઉપરનાં પ્રાચીન આચાર્યોનાં બનાવેલાં વિવરણ પણ તે સમયે વિદ્યમાન હતાં. એટલે તે મુનિશ્રીએ જણાવ્યું છે તે મુજબ બીજાં સૂત્રો ઉપર પણ પ્રાચીન ટીકાઓ તે સમયે વિદ્યમાન હવાના શ્રી અભયદેવસૂરિજીના પિતાના જ ઉલ્લેખ છે. આમ એ મુનિશ્રીનું કથન બરાબર હેવા છતાં પણ, વિચારવા જેવું એ છે કે એ મુનિશ્રીઓ, પ્રભાવક ચરિત્રમાંની શાસનદેવીની પ્રેરણાવાળી હકીકતને માટે, “એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે”—એવું જે જણાવ્યું છે, તે બરાબર છે?
એ મુનિશ્રીએ કરેલી કલ્પનાને જે વ્યાજબી માનવી હેય, તો પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અંગ સૂત્રો ઉપરની ટીકાઓ વિદ્યમાન હેવા છતાં પણ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ અંગસૂત્રો ઉપર ટીકાઓની રચના કરી, તેને હેતુ શે?” આવા પ્રશ્નના ઉત્તરમાં કદાચ એમ કહેવામાં આવે કે-“ઓછા વિદ્વાન મુનિઓને પણ, નિશબાધપણે, સૂત્રમાં સૂચવેલી હકીકત સમજાય, એ માટે જ મેં આ ટીકાઓની રચના કરી છે, એ શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ પિતે જ ખૂલાસે કર્યો છે.'