________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
પ્રશ્ન॰
આ કાંઈ ફાયદા કહેવાય ?
ભલા માણસ, ઇર્ષ્યાળુ લેાકેા તે એવાં જ પરિણામેાને ફાયદા રૂપે માનનારા હોય ને? એમને કાંઈ એવી ચિન્તા ચેાડી જ હોય કે–સૂત્રાનુસારી કથનને ઉત્સૂત્રકથન કહેવા રૂપ ઉત્સૂત્રકથનથી અમારી કયી દુર્દશા થશે ? અને અમારા જુઠ્ઠા પ્રચારથી ચતુર્વિધ શ્રીસંઘનું સૂત્રાને સમજાવનારૂં મહાન આલંબન નષ્ટ થશે, તે તેથી ચતુર્વિધ શ્રીસ ંઘના ભાવકલ્યાણુના સાધનને નષ્ટ કરી નાખવા રૂપ અમારૂં આ પાપ, અમને કયી ક્રુતિમાં ઘસડી જશે ?' જો આટલે વિચાર હાય, તે તે ઈર્ષ્યા જ કરે નહિ; અને કદાચ ઇર્ષ્યા આવી જાય, તેા પશુ સૂત્રાનુસારી કથનને ઉત્સૂત્રકથનના રૂપમાં ઓળખાવવાનું ઘાર પાપ તા તેઓ કરે જ નહિ.
૫૧
ઇર્ષ્યાળુએ શું કરે અને શું ન કરે, એ કહી શકાય નહિ. ઈર્ષ્યાની માત્રા વધી ગયા પછી, કેવળ પેાતાની ઇર્ષ્યાને સતાષવાને માટે, સારામાં સારા લાગતા માણુસા પણુ ભયંકરમાં ભયંકર કાટિના અનાચરણને આચરતાં અચકાતા નથી. અહંતા અને મમતા, એ ઈર્ષ્યાની જડ છે. જ્યાં અહંતા અને મમતા ન હોય, ત્યાં ઇર્ષ્યા હાઈ શકે જ નહિ. અર્હતા અને મમતાનું જોર જેટલું વધારે, તેટલું જ ઈર્ષ્યાનું જોર પણ વધારે. અહં'તામાં રાચતા આદમી, બીજા કોઇ પણ સારા કે ખેાટા, ઉપકારી કે અપકારીના ઉત્કર્ષ ને સહી શકતા નથી અને એથી તે એની ઈર્ષ્યા કર્યા કરે છે. મમતામાં રાચતા આત્મા પશુ, ખીજાઓને થતા લાભને ખમી શકતા નથી અને એથી તે એની ઈર્ષ્યા કર્યા કરે છે. રાગ અને દ્વેષ છે, ત્યાં સુધી અહંતા