________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
સાધવા દ્વારા, પિતાના ભવિષ્યને સુધારી શકે છે. - શ્રી અભયદેવસૂરિજી મહારાજા તે મહા વિવેકી અને મહા જ્ઞાની હતા, એટલે લેહીવિકારના ભયંકર રોગની પીડાથી તેઓ અસમાધિને પામે એવું તે હતું જ નહિ, પરંતુ આ રોગના નિમિત્તથી તેઓશ્રીને પણ એવું એક કારણ મળ્યું, કે જે કારણે તેઓશ્રીને પણ બેચેન બનાવી મૂક્યા. એ કારણથી તેઓ શેથી માત્ર બેચેન જ બની ગયા એમ નહિ, પણ તેઓ પોતાના દેહાન્તની ઈચ્છાવાળા પણ બની ગયા.
એ કારણ એ હતું કેઈર્ષ્યાળુ જનેએ તદ્દન જુઠ્ઠો પ્રચાર આદરી દીધું હતું. ઈર્ષાળુ લેકએ એ પ્રચાર આદર્યો હતે કે-“ઉસૂત્રના કથનથી કુપિત થયેલા શાસનદેવતાઓએ આ વૃત્તિકારને કેહરોગ ઉત્પન્ન કર્યો છે. આવા પ્રચારથી દેખીતી રીતિએ બે ફાયદા થાય. એક તે, શ્રી અભયદેવસૂરિજી પ્રત્યે ચતુવિધ શ્રીસંઘમાં અનાદરભાવ પ્રગટે, કારણ કેચતુર્વિધ શ્રીસંઘ ઉસૂત્રપ્રરૂપકે પ્રત્યે આદરભાવને ધરનારે હેય જ નહિ. ચતુર્વિધ શ્રીસંઘ તે એમ જ માનનારા હોય કે-“ઉસૂત્રપ્રરૂપક પ્રત્યે સહજ પણ સદ્ભાવ એ મહા પાપનું કારણ છે અને એથી એવાનું દર્શન પણ પાપને માટે થાય છે.” આમ હોવાથી, ચતુર્વિધ શ્રીસંઘમાંની વ્યક્તિઓ જે એવું માની લે કે-“શ્રી અભયદેવસૂરિજીએ ઉસૂત્રપ્રરૂપણ કરી છે તે તેથી તેમના અન્તરમાં શ્રી અભયદેવસૂરિજી પ્રત્યે અનાદરભાવ પ્રગટયા વિના રહે જ નહિ. આ પહેલે ફાયદો અને બીજે ફાયદો એ થાય કે–શ્રી અભયદેવસૂરિજીની રચેલી વૃત્તિઓ ચતુવિધ શ્રીસંઘમાં આદરપાત્ર બને નહિ અને શ્રીસંઘ તેને નાશ કરે.