________________
પર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા અને મમતાને સર્વથા અભાવ થાય નહિ, પરંતુ અહંતા અને મમતા આપણને ઈર્ષાળુ બનાવે નહિ તેને ખ્યાલ તે જરૂર રાખ જોઈએ. ઈર્ષ્યા આવે, એટલે ગુણવાનના ગુણેને ગુણ રૂપે જોવાની શક્તિ નષ્ટ થઈ જાય; ગુણાનુરાગેય ન રહે અને દયાભાવ પણ ન રહે. ઈર્ષાળુઓ તે સ્વન અને પરના હિતના ઘાતક બને છે. આમ છતાં, આ જગતમાં ઈર્ષ્યાનું સામ્રાજ્ય પણ ઘણું જ વિસ્તરેલું છે. આજે ઈર્ષાના યોગે પણ ચતુવિધ શ્રીસંઘમાં કેટલીક નહિ ઈચ્છવા જોગ પરિસ્થિતિઓ, ઉત્પન્ન થવા પામેલી છે. શ્રી અભયદેવસૂરિજી મહારાજાના કાળમાં, એમના જેવા સમર્થ વિવેકી અને સમર્થ વિદ્વાન મહાપુરૂષેની પણ ઈર્ષ્યા કરનારાઓ જે હતા, તે આ કાળમાં સૂત્રાનુસારી ઉપદેશકની અને પુરૂષની ઈર્ષ્યા કરનારા હોય, તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે?
ઈર્ષ્યાથી બચવાને માટે, મૈત્રી આદિ ભાવનાઓથી પિતાના અન્તઃકરણને ભાવિત બનાવી દેવું જોઈએ. સૌનું ભલું ચિન્તવવું. આપણું ભલું ન થતું હોય તે પણ, બીજાનું ભલું થતું હોય તે એ જોઈને રાજી થવું. કેઈનું ય ભૂંડું ચિન્તવવું નહિ. આપણું ખરાબમાં ખરાબ કરનારનું પણ ભૂંડું ચિન્તવવું નહિ અને ચિન્તવવું કે એ તો બીચારે મારા અશુભ કર્મના ઉદયમાં નિમિત્ત બનીને, પિતાના આત્માને પાપથી લેપી રહ્યો છે. એને નિમિત્તે મારું અશુભ કર્મ તે ખપવા માંડ્યું, એટલે વાસ્તવિક રૂપમાં મને તે એણે લાભ જ કર્યો છે; પરન્તુ એ બીચારે દુષ્કર્મને ઉપાઈ રહ્યો છે એ ઠીક નથી.” આવું ચિન્તવીને, એની પણ દયા જ ચિન્તવવી. આ ઉપરાન્ત, ગુણના