________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ અનુરાગી બનવું. કેઈને ય દ્વેષ ખરાબ છે, પણ ગુણવાનને. &ષ તે બહુ જ ભયંકર છે. આપણું ગુણપ્રાપ્તિના દ્વારને માટે એ અર્ગલા સમાન છે. બીજાના છેડા પણ ગુણને જોઈને, હયાને પ્રફુલ્લ બનાવવું. વિચાર કરો કે-“સંસારમાં ગુણ જ દુર્લભ છે, સંસારમાં દેને તે તોટો જ નથી. આવા સંસારમાં જેને છેડે પણ ગુણ મળે છે તે ભાગ્યશાળી છે.” ગુણને ગુણરૂપે સમજવાને માટે પણ વિવેકી બનવું. અવિવેકી તે પરિણામે દોષ રૂપ બને તેવા દેખીતા ગુણનો પક્ષપાતી બની જાય છે. આપણે તો વિવેકપૂર્વક ગુણના અનુરાગી બનવાનું છે. ગુણને અનુરાગ હોય, તો બીજાના સારાને ખમી શકાય અને દયાભાવ હોય, તે દોષિતના દોષને પણ ખમી શકાય. એથી ગુણને અધિગુણી અને દેષિતને નિર્દોષ બનાવવાને પ્રયત્ન થઈ શકે. ઈર્ષ્યા હોય તે આમાંનું કાંઈ જ બની શકે નહિ. - ઈર્ષાળુ લોકેએ જ્યારે એ જ પ્રચાર આદરી દીધું કે
શ્રી અભયદેવસૂરિજીએ અંગસૂત્રની વૃત્તિઓની રચનાઓમાં ઉસૂત્રકથન ક્યું છે અને એથી જ કુપિત થયેલા શાસનદેવેએ એ વૃત્તિકારના દેહમાં કોઢ રોગ ઉત્પન્ન કર્યો છે ત્યારે એ પ્રચારને શ્રી અભયદેવસૂરિજી મહારાજા સહી શક્યા નહિ.
પિતાનાથી, અજ્ઞપણાના ગે પણ, ઉસૂત્રકથન થઈ જવા પામે નહિ, એ માટે શ્રી અભયદેવસૂરિજી મહારાજાને કેટલી બધી ચિન્તા હતી, તે આપણે જોઈ આવ્યા છીએ. શાસનદેવીએ જ્યારે નવ અંગસૂત્રની વૃત્તિઓની રચના કરવાનું તેમને જણાવ્યું, ત્યારે પણ તેમણે એ જ વાત કહી હતી, “શંકા હતી બાબતે શ્રી સીમંધરસ્વામીજી ભગવાનને પૂછી લાવીને