________________
૪૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા સૂત્રાર્થને બાધ દુર્લભ સમજીને જ અને શ્રી શીલાંકાચાર્ય મહારાજે રચેલી અગીઆર અંગેની વિસ્તૃત વૃત્તિઓમાંથી નવ અંગસૂત્રોની વૃત્તિઓ વિચ્છેદ પામેલી હોવાથી, શ્રી અભયદેવસુરિજીને નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાની પ્રેરણા કરી હોય. આથી, અહીં આપણે જે રીતિએ વિચારણા કરી તેવી રીતિએ જે એ વિદ્વાન મુનિશ્રીએ વિચારણા કરી હોત, તે શ્રી અભયદેવસૂરિજીને નવાગની ટીકાની રચના કરવાની શાસનદેવીએ કરેલી પ્રેરણાના પ્રસંગની બાબતમાં, તેઓ એવું ન જ લખી શકત કે-એ હકીકત દન્તકથા માત્ર ઠરે છે.”
પ્રભૂબિઅન પ્રગટીકરણથી રોગનું નિવારણ
પ્રશ્નશ્રી અભયદેવસૂરિજી મહારાજાને થયેલ લેહીવિકારને રેગ તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના બિઅને પ્રગટાવવાથી દૂર થયો હતો ને ?
એ સંબંધમાં એમ કહેવાય છે કે-નવ અગસૂત્રોની વૃત્તિઓને જોવાનું ભગીરથ કાર્ય પરિપૂર્ણ કર્યા બાદ, સંયમયાત્રોના નિર્વાહને નિમિત્તે વિહાર કરતા કરતા શ્રી અભયદેવરિજી મહારાજા ધવલક નામના નગરે પધાર્યા. આયંબિલ તપને અંગે વર્ષો પર્યન્ત તેઓ ઘી, દૂધ આદિ લઈ શકેલ નહિ. વળી ઉજાગરા પણ ઘણા થયેલા અને અમ પણ ઘણે પડેલ. આ સંગેમાં શ્રી અભયદેવસૂરિજી મહારાજાને લેહીવિકારને કારમો રેગ ઉત્પન્ન થવા પામે. - આચાર્યશ્રી તે સમજતા જ હતા કે મારાં પૂર્વકૃત દુષ્કર્મોના ઉદયને જ આ પ્રભાવ છે. મારાં કરેલાં કર્મો