________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ વૃત્તિઓની રચના કરવામાં એ મહાપુરૂષને કશું જ વિન નડયું નહિ. શાસનદેવીએ આપેલા વચન મુજબ શાસનટેવીએ પણ એ મહાપુરૂષને સહાય કરી. આટલું છતાં પણ, નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, તે કાલમાં વિદ્યમાન એવા મહા મૃતધારા મુનિવરની પાસે, પિતાની રચેલી વૃત્તિઓને શુદ્ધ કરાવી, અને તે પછીથી જ, તે વૃત્તિઓનું શ્રાવકે દ્વારા લેખનકાર્ય એટલે કે તેની નકલ કરાવવાનું કાર્ય શરૂ કરાવાયું. ' - આ વસ્તુ જે તમારા લક્ષ્યમાં હોય, તે મૂળ સૂત્ર પ્રત્યે જેમ ભક્તિભર્યો વિશ્વાસભાવ રહે, તેમ આ ટકા પ્રત્યે પણ ભક્તિભર્યો વિશ્વાસભાવ રહે. એ હેતુથી જ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાને લગતી કેટલીક વિગતે, તમને અહીં કાંઈક વિસ્તારથી જણાવવામાં આવી છે. શાસનદેવીની પ્રેરણાને પ્રસંગ, એ દન્તકથા માત્ર નથી
નવાંગી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શાસનદેવીની પ્રેરણાને પામીને નવ અંગસૂત્ર ઉપરની વૃત્તિઓની રચના કરી, એવું શ્રી પ્રભાવકચરિત્રના રચયિતા આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિજીના પ્રબંધમાંની આ હકીકતના સંબંધમાં, એક આધુનિક વિદ્વાન મુનિશ્રીએ, એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે. “પ્રબન્ધના લેખ પ્રમાણે અભયદેવના સમયમાં નવ અંગસૂત્ર ઉપર કઈ ટીકા નહેતી રહી તેથી અભયદેવે