________________
પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ જિનેશ્વરસૂરિજી મહારાજાએ શ્રી અભયકુમારને દીક્ષિત બનાવ્યા.
શ્રી અભયકુમારે. દીક્ષિત બન્યા બાદ, ગુરૂમહારાજાની પાસે ગ્રહણ અને આસેવન રૂપ બને ય પ્રકારની શિક્ષાને ગ્રહણ કરી. ગુરૂમહારાજાએ તેમને, પોતાને પિતાના ગુરૂમહારાજે કરાવ્યો હતો તેમ, સિદ્ધાન્તને અભ્યાસ પણ કરાવ્યો. આથી તેઓ જબરા ક્રિયાનિષ્ઠ અને જબરા શાસ્ત્રજ્ઞ બન્યા. એ સમયે તેમના દાદાગુરૂ આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી પણ ત્યાં જ વિરાજતા હતા. શ્રી વર્ધમાન સૂરિજીએ તેમને શ્રી સૂરિપદને એગ્ય ધાર્યા અને એથી તેમણે પિતાના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિજીને શ્રી અભય મુનિજીને શ્રી સૂરિપદે પ્રતિષ્ઠિત કરવાનો આદેશ કર્યો. પિતાના ગુરૂના આદેશથી, આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજીએ પણ, શ્રી અભય મુનિજીને શ્રી સૂરિપદે પ્રતિષ્ઠિત ક્યાં અને તે સમયથી તે મુનિ, શ્રી અભયદેવસૂરિજીના શુભ નામથી સુવિખ્યાત થયા.
આવા ભવ્ય વારસાને પામેલા હોવા છતાં પણ અને પિતે સમર્થ જ્ઞાની હેવા છતાં પણ, આચાર્ય શ્રી અભ દેવસૂરિજી મહારાજા, શાસનદેવીને જવાબ દેતાં શું બોલ્યા
તે અલ્પમતિ જડ જેવો અને અલ્પજ્ઞ છું”—એવું કહ્યું ને? આ જેવી–તેવી નમ્રતા અને નિરહંકારતા છે વળી એ ગંભીર પણ કેવા હતા? “અંગસૂત્રોની વૃત્તિ રચવાની લાયકાત મારામાં નથી—એમ તેમણે સૂચવ્યું, પણ તેમ કરવાની ના પાડી નહિ અને શાસનદેવીની પાસેથી જ તેનો ખૂલાસે મેળવવા પ્રયત્ન કર્યો.. . . .