________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
કુચી વાતની કમીના રહે ? ખરેખર, એવા આત્મા શાસનના પરમ આરાધક અને સાથે સાથે શાસનના પરમ પ્રભાવ પશુ પાકે, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.
પાટણમાં સુવિહિત મુનિઓના પ્રવેશને અને સિને નિર્વિઘ્ન મનાવવાનું શાસનરક્ષાનું શુભ કાર્ય સહાય પરિપૂર્ણ કરીને, આચાર્ય શ્રી જિનેશ્વરસૂરિજી વિહાર કરતા કરતા, કેટલાક સમય બાદ પુનઃ ધારાનગરીમાં વખતે ધારાનગરીમાં મહીધર નામે પણ એક શેઠ વસતા હતા અને ધનદેવી નામે તેમની ધર્મપત્ની હતી. તેમને અભયકુમાર નામે પુત્ર હતો. એ અભયકુમાર બાલપણથી જ ગુણાના સમૂહને ધરનારા હતા.
૩૦
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અભયકુમારનું નામ એટલું બધું પ્રસિદ્ધ છે કેઅભયકુમાર નામ આવતાંની સાથે જ, શ્રી શ્રેણિકપુત્ર અભયકુમાર આપણને ચાદ આવ્યા વિના રહે નહિ. એ અભયકુમાર અને આ અભયકુમાર–મને ય આ શાસનમાં જૂદી જૂદી રીતિએ પણ સુન્દર પ્રકારની ખ્યાતિને પામેલા છે; પરન્તુ એકની ખ્યાતિ તેમના સંસારિપણાના નામથી એટલે કે—અભયકુમાર એવા નામથી છે, જ્યારે આ બીજાની ખ્યાતિ શ્રી અભયદેવસૂરિજી એ નામથી છે. આ અભયકુમાર તા, નવાંગી ટીકાકાર તરીકે સુવિખ્યાત થયા છે.
આ અભયકુમાર કેવી રીતિએ નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મન્યા, તે પણ હવે જોઈ લઈએ. આચાયૅ શ્રી જિનેશ્વરસૂરિજી ધારાનગરીમાં પધારતાં, મહીધર શેક