________________
૪૨.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નવી ટીકાઓ બનાવી, પણ અભયદેવસૂરિના પિતાના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. દાખલા તરીકે અભયદેવસૂરિ ભગવતીની ટીકામાં ભગવતી ઉપર તે વખતે બે પ્રાચીન ટીકાઓ હોવાનું લખે છે. એ જ પ્રમાણે બીજા સૂત્રો ઉપર પણ તે સમયે ટીકાઓ વિદ્યમાન હોવાના તેમના ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં કાલવશાત્ ટીકાઓના નાશથી અભયદેવે શાસનદેવીના આદેશથી નવી ટીકાઓ બનાવી, એ હકીકત દન્તકથા માત્ર કરે છે.”
- આ હકીક્ત વિષે પણ, અહીં પ્રસંગ છે તો થેડીક વિચારણા કરી લઈએ. શાસનદેવીની પ્રેરણાથી શ્રી અભયદેવસૂરિજીએ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરી, એવી શ્રી પ્રભાવકચરિત્રમાં જણાવેલી હકીકતને “દન્તકથા” રૂપ ઠરાવવાને માટે, માત્ર એક જ હેતુ જણાવવામાં આવ્યું છે અને તે એ કે-ખૂદ શ્રી અભયદેવસૂરિજીના જ લેખ પ્રમાણે તે વખતે સૂત્રો ઉપર પ્રાચીન ટીકાઓ વિદ્યમાન હતી. આ હેતુના સમર્થનમાં, એ આધુનિક વિદ્વાન મુનિ
જે શ્રી ભગવતીજી સૂત્ર ઉપરની શ્રી અભયદેવસૂરિજી કૃતા તેમાંના કથનને એક જ દાખલો મેંળે છે. આ વાત પણ સાચી છે કે–આ શ્રી ભગવતીજી સૂત્ર ઉપરની શ્રી અભયદેવસૂરિજી-કૃત ટીકામાં, ઉઘાતમાં જણાવવામાં આવ્યું છે કે__ "मुनियोधैरनाबाधमधिगमनाय पूर्वमुनिशिल्पिकल्पितरोबहुमक्रगुणत्वेऽपि स्वतया महतामेव वाछितवस्तुसाधनसमर्थयोवृत्ति पूर्णिनडिकयोस्तदन्येषां च जीवाभिगमादिविवि