________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના. પણ અનેક ગુણો રહેલાજ છે તેથી આજકાલના બાહસ પંડિતએ સ્વામીજીના વિચારને અયોગ્યતામાંજ કાઢી નાખેલા છે તે વિચારોનું પ્રકરણ ૩૬મું જશે એટલે આપ સજજનેની પણ ખાતરી થશે. આવા મોટા પુરૂ થઈ તદ્દન અયોગ્યતા વાપરે તે પછી તેવા મહા પુરૂષને આપણે જેવાઓએ શું કહેવું અને શું લખવું?
(૩૬) અનેકાંતવાદમાં આધુનિક પંડિતને જયઘોષ.
પૂર્વકાળની અંધાધૂંધિના વખતમાં વૈદિકના કેટલાક પંડિતાએ જુઠી. કે સાચી જે ધમાલ મચાવી હતી તે સાધનના અભાવે ચાલતી રહી, પરંતુ આજ કાલ છાપાના સાધનથી પુસ્તકો બહાર પડી જવાથી સર્વજ્ઞોના સત્ય તની સત્યના શેધક પંડિતેમાં કાંઈ કિંમત થવા લાગી તે આપણા હિંદુ
સ્થાનને સુદિન સમજવાને છે. પાશ્ચાત્ય પંડિતની શોધખોળના અંતે જેમ જેમ પ્રકાશમાં આવતું જાય છે તેમ તેમ આપણી દષ્ટિમાં પણ સત્યતાને વિકાશ વધતો જાય છે. પૂર્વકાળના કેટલાક પંડિતોએ જેનોના અનેકાંતવાદ (સ્યાદ્વાદવાદ) ને તુકારી કાર્યો હતો તે આજકાલના બાહોશ પંડિતાએ ખાસ જરૂર છે એમ નિડરપણાથી તેમાં જાહેર કર્યો છે. તેના દશ બાર મહાન પંડિતેના વિચારે તો અમે પણ મેળવ્યા છે અને તેમના નામની સાથે વિચારવાને પણ મૂકેલા છે.
શંકર સ્વામીના વખતે આ એકજ વાત ઉંધી ચિતરવામાં આવી હોય તેમ નથી પણ કેઈ સેંકડો વાતો જાણી બૂજીને તેમના પંડિતોએ ચીતરી નાખી હોય તેમ જણાય છે. અને તેમાંની કેટલીક વાતે સર્વજ્ઞોના પરિચયમાં આવ્યા પછી વેદમૂળક ઠરાવવા વેદમાં પણ દાખલ કરી દીધેલી હોય એમ પણ જોવામાં આવે છે.
અહીં શંકરદિગવિજ્યના પહેલા સગમને એકજ દાખલે વિચારવાને મુકુ છું-અને તે ઘણુ પંડિતેની બધિરૂપ કશોટીમાંથી કશાતે આવેલો છે. જો કે “બ્રહ્માદિક દેએ-શંકરદેવ પાસે ફરિયાદ કરી કે વિષગુએ બૌદધ શાસ્ત્રોની રચના કરીને વેદાદિકને હાનિ પહચાડી. શંકરદેવે ઉત્તર અમે કેતમે જાવે, હું શંકરસવામીપણે અવતાર ધારણ કરીને જ્ઞાનકાંડને ઉધાર કરીશ.”
આમાં જરા વિચારવાનું કે અનાદિકાળના બ્રહ્મા, દરેક વખતે સૃષ્ટિની આદિ કરવાવાળા અને ચાર ઋષિઓના હદયમાં ચારે વેદને પ્રકાશ કરવાવાળા અને ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, તે બ્રહ્મા હાલમાં થએલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org