________________
૧૫
શારદા સુવાસ નહિ લે. હેશિયાર છે ને? તમને સંત દર્શન કરતાં એક લાખ રૂપિયાની નોટ મળી જાય તે વધુ આનંદ થાય ને ! (હસ હસ) હવે તમારું માથું કેવું હાલ્યું. જરા સમજી લેજે કે લાખની નેટે પસ્તી સમાન છે. હમણાં ને ટેનું શું બન્યું તે તે તમને ખબર છે ને હજુ હજારની તે અડધામાં ગઈ પણ દશ હજારની તે પસ્તી જ થઈ છે ને ? કેમ બરાબર છે ને ? વિચાર કરો. સંસારમાં પુદગલ પસ્તી જ છે. “જો પુદગલ ભાવની દૂર થાય પસ્તી તે મળે આત્માની મસ્તી.” જે સંસારના પુદ્ગલ પસ્તી સમાન લાગશે તે એટલે લાખ રૂપિયા મળતા આનંદ, થાય છે તેનાથી અધિક આનંદ સંતદર્શન થતાં થશે. એની મસ્તી કઈ અલૌકિક હશે! પેલા નોકરના આનંદને પાર નથી. સંતને સમાગમ જીવનમાં શું નથી કરતો ?
પત્થરો પીગળાવી નાંખે રે સંતની વાણી, હૃદય ઓગાળી નાંખે છે તેની વાણી ભૂલેલાને રાહે લાવે, હાથ પકડીને ચલાવે, જીવનપલ્ટ કરાવી દે રે સંતની વાણી.
- સંતના ઉપદેશથી નોકરના દિલમાં અલૌકિક જેમ આવ્યું. જાણે કઈ મોટું રાય ન મળી ગયું હોય ! એના અંતરને અંધકાર નષ્ટ થઈ ગયે. તે ગાય લઈને ઘેર આવ્યા. શેઠનું બધું કામ કરતાં મુખે નવકારમંત્રનો જાપ કરે છે, એના મુખ ઉપરનો આનંદ જોઈને શેઠ પૂછે છે-છોકરા! આજે તારા મુખ ઉપર આટલે બધે આનંદ શેને છે? ત્યારે છોકરાએ કહ્યું–મને ભગવાન માન્યા. શેઠે કહ્યું –ભગવાન કેવા હતા ? તે કહે એમનું વર્ણન મારાથી થઈ શકે નહિ. જુઓ, મને ભગવાને એક મંત્ર આપે છે. બેલ જોઈએ એ મંત્ર. એટલે એક નવકારમંત્ર છે. શેઠ સમજી ગયા કે આને કાઈ જૈન મુનિ મળી ગયા લાગે છે. કામ કરતે જાય ને નવકારમંત્રનું મરણ કરતે જાય છે.
દેવાનુપ્રિય? નવકારમંત્ર તે તમે પણ ગણે છે પણ તેનું મહાસ્ય સમજે છે ? નવકારમંત્રમાં ઘણાં રહસ્યો રહેલા છે તે સમજાય છે ને ? નવકારમંત્ર શુદ્ધ ભાવથી ગણનારને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. કદાચ તમને એમ થશે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં સમ્યગદર્શન ક્યાં આવ્યું? પંચપરમેડિ ભગવંતને નમસ્કાર કરવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે તેનું કારણ શું ? નવકારમંત્રનું સ્મરણ કરતી વખતે કઈ ભાવના આવે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય? માત્ર મુખે નવકાર બેલી જવાથી નહિ પણ શ્રદ્ધાપૂર્વક નવકારમંત્રનું સ્મરણ કરવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. જે પંચપરમેષ્ઠિ ભગવતેને હું નમસ્કાર કરું છું તેઓએ જે ફરમાવ્યું છે તે મારે કરવું જોઈએ. તેનાથી વિપરીત કરું છું તે બે છે. પંચપરમેષ્ઠિ ભગવંતે મને કર્મક્ષય કરવાનું કહે છે. એ વાત આત્માને રૂચે, શક્તિ મુજબ કરવાની ભાવના રહે. એવી માન્યતા થાય તે સમ્યગદર્શને આવે ને ? એ તારક