________________
શારદા સુવાસ
૧૩ બાળપણમાં મૂકીને પરલોક સિધાવી ગયા હતા. આ નિરાધાર છોકરાને શેઠ પિતાના ઘેર લાવેલા. આ છેક શેઠના ઘરનું બધું કામ કરતા હતા. સાથે ઢોર ચરાવવા પણ જાય. શેઠ તેને ખૂબ સારી રીતે રાખતા હતા પણ એને મા બાપ નહિ એટલે કયારેક ઓછું આવી જતું. શેઠાણી પિતાના પુત્રને હેત કરે ત્યારે એને એમ થતું કે મારે મા બાપ નહિ એટલે મને કણ લાડ લડાવે, હેત કરે ? એવું એના મનમાં એછું આવતું ત્યારે એક ખૂણામાં જઈને રડી લેતે હતે. “રડતા બાળકને આપેલું આશ્વાસન” :- એક દિવસ છોકરાને જંગલમાં ગાયે ચરાવતાં મા બાપ યાદ આવ્યા. એટલે ઝાડ નીચે બેસીને ઇસકે ધ્રુસકે રડવા લાગે. હે માતા-પિતા! તમે મને મૂકીને કયાં ચાલ્યા ગયા ? દુનિયામાં બધુ જ મળે છે પણ માતાના હેત મળતા નથી. ” મા તે મા અને બીજા બધા વગડાના વા.” શેઠ મને ખાવા પીવાનું, કપડા બધું જ આપે છે, મારા કામની કદર કરે છે પણ હૈયાનું હેત નથી મળતું. આમ કરીને ચે ધાર આંસુએ રડતો હતો. આ સમયે ત્યાંથી એક જૈન સંત નીકળ્યા. બાર તેર વર્ષના બાલુડાને રડતે જોઈને સંતને તેની દયા આવી. તે સહજભાવે બેલી ઉઠયા બેટા ! આ જંગલમાં તું એકલે કેમ બેઠે છે ને શા માટે રડે છે ? આ શબ્દો છોકરાએ પહેલી જ વાર સાંભળ્યા હતા. જાણે પિતાની માતા ન મળી હોય તેમ છલાંગ મારીને સંતને વળગી પડે. સંતે રડવાનું કારણ પૂછયું એટલે છોકરાએ બધી વાત કરી અને ખૂબ રડ્યો. એટલે સંતે તેને સમજાવ્યું કે જે બેટા? પૂર્વભવમાં તે એવા કર્મો કર્યા હશે, તે તને ઉદયમાં આવ્યા છે. તે તું હસતા મુખડે ભેગવી લે, રડીશ નહિ, આ દુનિયામાં તેની કિંમત થાય છે. તે તું જાણે છે ? તે સાંભળ. આફત આવે ત્યારે જે મુખ મલકાવે, એને આતની ના થાએ અસર હે. દુઃખના ડુંગર તૂટે પણ મમતા ને ખૂટે, એવા વિરલાની છે જગમાં કદર છે.
જે પિતાના માથે દુઃખના ડુંગરા તૂટી પડે છે છતાં હસતે રહે છે તેની દુનિયામાં કદર થાય છે. મહાનપુરૂષોને કેવા દુઃખે પડ્યા છે છતાં અખિનો ખૂણે લાલ કર્યો નથી દુઃખમાં હસતા જ રહ્યા છે, ત્યારે આજે આપણે તેમને યાદ કરીએ છીએ. એમ કહી તેને મહાન પુરૂષની વાત સમજાવી એટલે છોકરાનું મન શાંત થયું, એણે સંતને પૂછ્યું-ભગવાન ! તમે કેણુ છે. ને ક્યાં જાઓ છે ? સંતે કહ્યું કે હું જૈન મુનિ છું અહીંથી ચાર માઈલ દૂર એક ગામ છે ત્યાં મારું ચાતુર્માસ છે. હવે ચાતુર્માસના દિવસે નજીક આવે છે એટલે હું ત્યાં જાઉં છું. છેક રે ભક્તિભાવથી પૂછે છે ભગવાન ચાતુર્માસ એટલે શું? સંતે સરળ ભાષામાં સમજાવ્યું કે ચાતુર્માસ એટલે ચોમાસું. અમે ચેમાસામાં એક ગામથી બીજે ગામ ન જઈએ. એક ગામમાં રહીએ તેનું નામ ચોમાસું