________________
શારદા સુવાસ આત્મિક સુખ મેળવવા માટે ત્યાગ એ અમૂલ્ય સંજીવની છે. આત્મિક સુખની પ્રાપ્તિ માટે સૌથી પ્રથમ સંસાર સુખની વિસ્મૃતિ કરવી પડશે. જો તમે સંપૂર્ણ ત્યાગી બનવા શક્તિમાન ન હો તે બને તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન કરે, તપ કરે, દાન કરે. દાન પણ એક પ્રકારના પરિગ્રહનો તાગ તે છે જ. જે સંપત્તિને ત્યાગ કરી દાન દે છે તેનું જીવન મીઠું અને મધુર બને છે. એક ન્યાય આપીને સમજાવું. એક વખત એક ગુરુ અને શિષ્ય બંને નદી કિનારા પાસે થઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે હે ગુરૂદેવ ! આ નદીનું પાણી મીઠું છે ને સમુદ્રનું પાણી ખારું છે. આ નદીનું પાણી સમદ્રમાં જાય છે છતાં સમુદ્રનું પાણી કેમ મીઠું થતું નથી? જયારે જોઈએ ત્યારે સમુદ્રનું પાણી તે ખારું ને ખારું જ હોય છે, ત્યારે ગુરૂએ હસીને કહ્યું –હે શિષ્ય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. તેનું કારણ એ છે કે નદી સતત દાન કરતી રહે છે એટલે તે બધાને મીઠું પાણી પીવડાવે છે ને પાછી ઉદારતાથી સમુદ્રને તે સમર્પણ થઈ જાય છે. જયારે સમુદ્ર કેઈને આપને નથી. એ સદા સંગ્રહ કરતો રહે છે. આ ન્યાય ઉપરથી આપણે એ વાત સમજી લેરી જોઈએ કે જે આપને રહે છે તે મધુર બને છે અને સંગ્રહ કરનાર કેઈને દેતે નથી પણ લેવાની ભાવનાવાળે છે તે તિરસ્કારને પાત્ર બને છે. માટે તમે પણ નદીની માફક દાન આપી પરિગ્રહને મોહ છોડી જીવન મધુર બનાવજો. બે વ્યક્તિઓના નામ આપણી સામે મોજુદ છે. શાલીભદ્રને ઘેર સંપત્તિને તૂટે ન હતું અને મમ્મણ શેઠને ઘેર પણ અઢળક સંપત્તિ હતી. તેમાં શાલીભદ્દે સંપત્તિને દાનમાં વાપરી અને છેવટે સાચું જ્ઞાન થતાં તેને ત્યાગ કરીને ચારિત્ર માર્ગે ચાલી નીકળ્યા. ત્યાં ચારિત્રની સુંદર આરાધના કરી કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયા ને એકાવતારી બન્યા. જ્યારે મમ્મણ શેઠે ભયંકર લેભવૃત્તિના કારણે એક રાતી પાઈ પણ દાનમાં વાપરી નહિ. તે મરીને નરકે ગયા. શાલીભદ્રનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું અને મમ્મણ શેઠનું નામ કાળા અક્ષરે લખાયું. જે તમારું નામ સુવર્ણાક્ષરે લખાવવું હોય તો સંપત્તિને સદુપય કરજે,
ભગવાને દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે. તેમાંથી તમારાથી જે બને તે ધર્મ કો પણ જીવનમાં કંઈક અવશ્ય કરે. ધર્મ વિનાનું જીવન શૂન્ય છે. તમે તે કેવા મહાન પુણ્યવાન છે. તમને બધી સામગ્રી મળી છે. માટે નિર્ણય કરો કે મારાથી જે આરાધના થશે તે હવે હું જલ્દી કરીશ. ફરીને આ અવસર મળે મુશ્કેલ છે. સમજે તે જૈન ધર્મ મળે તે મહાન ભાગેદય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું,
એક શ્રીમંત વણિક શેઠને ત્યાં એક ગરીબ ક્ષત્રિયન કરે નોકરી કરતો હતે. શેઠ વૈષ્ણવ ધમી હતા પણ ધર્મમાં શ્રદ્ધાવાન હતા. આ છોકરાના મા બાપ એને