________________
દર્શનમોહમિથ્યાત્વ અને સ્વાત્માનુભૂયાવરણ કર્મ, એ ત્રણેના એભાવમાં થાય છે. એટલે કે ત્રણે ગુણરૂપી રત્નત્રય પ્રગટ થાય છે. '
કષાયની વ્યાખ્યા सुखदुःखसुबहुसस्यं कर्मक्षेत्रं कृषति जीवस्य । '. संसारदूरमर्यादं तेन कषाय इतीमं अवन्ति ॥ ३ ॥ અર્થ- જીવનમાં સુખદુઃખ આદિ અનેક પ્રકારનાં ધાન્યને ઉત્પન્ન કરવાવાળા, તથા જેની સંસારરૂપ મર્યાદા અત્યંત દૂર છે: અર્થાત અપરિમિત છે. એવા કમરૂપ ખેતરનું જે કર્ષણ કરે છે? અર્થાત ખેડે છે, એટલા માટે એને કષાય કહે છે. ભાવાર્થ- અનંત સંસાર પરિભ્રમણનું કારણ જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વિશાળ ખેતરને ખેડી કરી જીવનાં સુખદુ:ખ આદિ અનેક પ્રકારનાં ઝેરી ફળરૂપી ધાન્યને ઉત્પન્ન કરે છે, તેથી એને કષાય કહે છે.
आत्मनो ये परिणामाः मलतः सन्ति कस्मलाः ।
सलिलस्येव कल्लोलास्ते कषाया निवेदिताः ॥ ४ ॥ અર્થ - જેમ પાણીમાં પવનના યોગે કરી અનેક તળે ઉપજા થાય છે, તેમ કર્મના ઉદયે કરી આત્મામાં જે મલિન ભાવે ઉત્પન્ન થાય છે, તે કષાય છે. ભાવાર્થ- તે કષાયરૂપી પરિણામે આત્મામાં સદાય આકુલતા, અશાંતિ, અસ્થિરતા અને નકાદિ દુર્ગતિનાં ભયંકર દુકાને