________________
૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૌષધવત લેવું મને એગ્ય લાગતું નથી. પણ બધી માયાને જ્ઞાનપૂર્વક ત્યાગ કરીને પૌષધવ્રત લેવું યોગ્ય લાગવાથી મેં પૌષધવ્રત સ્વીકારી લીધું છે. માટે તમે બધા તમારી ઈચ્છા પ્રમાણે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરે અને સુખેથી વિહરે.”
ત્યાર પછી પુષ્કલી શ્રાવકે પૌષધશાળામાંથી બહાર આવીને બધા શ્રાવકે પાસે બનેલી વાત કહી સંભળાવી. બધા શ્રાવકે ભેજનપાણીમાં મસ્ત બન્યા.
પૌષધમાં સ્થિરચિત્ત થયેલા “શંખ” શ્રાવકને રાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં એ વિચાર થયે કે, સૂર્યોદય સમયે ભગવાન મહાવીરસ્વામીને વંદન–નમન તથા પર્ય પાસન કરીને પછી પૌષધ પારીશ. આ પ્રમાણે પૌષધવેશમાં જ “શંખ” શ્રાવક ઈસમિતિને પાલનપૂર્વક ભગવંત પાસે આવ્યા. આ બાજુ બધા શ્રાવકે સવારમાં સ્નાન પાણી પતાવીને સારાં વસ્ત્રો તથા આભૂષણો પહેરીને ભગવંતને વંદન-નમન કરવા આવ્યા, ધર્મોપદેશ સાંભળે અને જ્યાં “શંખ શ્રાવક હતા ત્યાં જઈને કહ્યું કે, “હે શંખ! તમારા કહેવાથી અમે ખાનપાન તૈયાર કર્યા, કરાવ્યાં પણ તમે ન આવ્યા, તે ઠીક કર્યું નથી. કેમકે આમાં તે અમે અમારી મશ્કરી સમજીએ છીએ.” તે સમયે ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ભાગ્યશાળીઓ! તમે “શંખની ૧. હીલના-જાતિ કુલાદિના મર્મ પ્રકટ કરીને ભત્સના કરવી. ૨. નિંદા કુત્સિક શબ્દોનું ઉચ્ચારણ કરી અનાદર કરે. ૩. ખિસના-હાથ મુખના વિકારપૂર્વક નિંદનીય શબ્દોથી
કેપ કરે.