________________
૧૧
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૬. ઘાસના બનેલા સંથારાને સ્વીકાર કરું.”
ઈત્યાદિક વિચાર કરીને તે મહાશ્રાવક પૌષધશાળામાં આવ્યું. ભૂમિનું પ્રમાર્જન કર્યું. લઘુશંકા, મળત્સર્ગ આદિ પતાવીને એકલે જ પૌષધવ્રતને સ્વીકાર કરીને વિહરવા લાગે.
બીજી બાજુ બધા શ્રાવકે ભેજનપાણી માટે “શંખ” શ્રાવકની રાહ જોઈ રહ્યા છે. તે સમયસર નહીં આવવાથી પુષ્કલી શ્રાવકે સૌને કહ્યું, “તમે બધા અહીં જ વિશ્રામ કરો. હું “શંખ” શ્રાવકને બોલાવવા માટે તેમના ઘેર જાઉં છું.” આમ કહી તેણે “શંખ” શ્રાવકના મકાન તરફ પ્રસ્થાન કર્યું. તેને આવતે જઈ “શંખની ધર્મપત્ની “ઉત્પલા” હર્ષિત થઈને ઊભી થઈ સામે આવી. તેણે વંદન નમનપૂર્વક “જય જિનેન્દ્ર” કહીને પુષ્કલી શ્રાવકને આસન ઉપર બેસાડ્યા, અને પૂછયું કે, “હે શ્રાવક ભાઈ! તમારે આવવાનું શું પ્રયોજન છે?” ત્યારે પુષ્કલી શ્રાવકે કહ્યું, “શંખ શ્રાવકને જમવા માટે આમંત્રણ આપવા આવ્યો છું.’ ઉત્પલાએ કહ્યું કે, “શંખ શ્રાવક અત્યારે પૌષધશાળામાં બ્રહ્મચારી થઈને પૌષધવત સ્વીકારીને ધર્મધ્યાન સાધી રહ્યા છે.” પછી તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં આવ્યા અને ગમનાગમનનું પ્રતિક્રમણ “ઈર્યાવહી” સૂત્ર દ્વારા કરીને પૌષધવ્રતધારી “શંખ” શ્રાવકને વંદન નમન કરીને તેણે કહ્યું કે “હે દેવાનુપ્રિય ! અમે ઘણા અશન-પાન ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યું છે. તે આપણે જઈએ અને ભેજન–પાણી પતાવીને પૌષધવ્રત સ્વીકારી ધર્મધ્યાનમાં વિહરીએ.” જવાબમાં “ખ” શ્રાવકે કહ્યું કે,
હે ભાગ્યશાલિન, વિપુલ પ્રકારે આહાર-પાનને આસ્વાદ લીધા પછી અને સંસારની માયાને તે દિવસ પૂરતી છોડીને