________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ માંગતે માનવ અને પાપકર્મોને ઉદય વિદ્યમાન હોવા છતાં પણ તે પાપમાંથી પિતાના આત્માને બચાવી શકે છે.
(૭) બંધ તત્ત્વ : આશ્રવદ્વારા ઉપાર્જિત કરેલાં કર્મોને આત્માના પ્રત્યેક પ્રદેશ સાથે બાંધવાનું-મિશ્રિત કરવાનું કામ ઈશ્વરને અધીન નથી. પણ કર્મોને કર્યા પછી શુભ કે અશુભ લેક્શામાં આગળને આગળ વધતો આત્મા પોતે જ કર્મોથી બંધાય છે. અર્થાત્ તે ભૂતપૂર્વનાં અનંતાનંત કર્મો અને પ્રતિસમયે કરાતાં નવાં કર્મો આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર જેનાથી ચોંટે છે તે બંધતત્ત્વને આભારી છે.
(૮) નિર્જરા તત્ત્વ: દૂધ અને સાકરની જેમ આત્માની સાથે એકમેક થયેલાં કર્મોને ખસેડવાં, ભગાડવાં, બાળી નાંખવાં અને ભસ્મીભૂત કરવાનું કામ આ તત્ત્વનું છે.
(૯) મોક્ષ તત્વ : અને એક દિવસે સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને આત્મા મુક્ત થાય છે. કર્મોના બે ભેદ છે. ૧. ઘાતી કર્મ, ૨. અઘાતી કર્મ. ઘાતી કર્મઅનંત શક્તિના સ્વામી આત્માની સંપૂર્ણ શક્તિઓને ઘાત કરનારું, દબાવી દેનારું કર્મ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયઃ આ ચાર ઘાતી કર્મ છે. અઘાતી કર્મ-આત્માની અમુક શક્તિઓને જ દબાવે છે. કેવળજ્ઞાન મેળવવાને માટે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય અનિવાર્ય છે, અને તે વિના કેઈ પણ જીવ મેક્ષ મેળવી શકતું નથી.
ઉપર્યુક્ત પ્રમાણે પ્રતિદિન, પ્રતિક્ષણ તની વિચારણા કરતાં તે શ્રમણોપાસકેમાં “શંખ” નામને મહાશ્રાવક અગ્રેસર હતું. તેને ઉત્પલા નામની મહાશ્રાવિકા ધર્મપત્ની હતી, જે