________________
-
૭
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ ચૌર્ય—મૈથુન અને પરિગ્રહરૂપ મેટા પાપ દ્રવ્ય પાપ છે. અને ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, અભ્યાખ્યાન, પૈશુન્ય, કલહ, પરંપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વ-ભાવ પાપ છે જે આત્માના કટ્ટર વૈરી છે. આ બંને પાપે કારણ વિશેષ વિના સદાને માટે પાપ જ છે. પાપી પેટ કે વ્યવહાર સંચાલનને ખાતર પણ દ્રવ્ય-પાપ અનિવાર્ય હોવાથી સેવવા પડે છે, પરંતુ પાછળનાં તેર પાપે નિરર્થક હોવાથી માનવજીવનમાં સૌ પ્રથમ ત્યાગવા લાયક છે. માટે જ તીર્થકરેએ કહ્યું કેઃ “સૌથી પહેલાં પાપને ત્યાગવા માટે અને તેમને કંટ્રોલમાં લેવા માટે અભ્યાસ કરે જોઈએ.”
(૫) આશ્રવ તત્ત્વ: વર્ષાત્રતુમાં વરસાદનું પાણી નદી નાળાં દ્વારા સરેવરમાં આવે છે, તેવી રીતે સંસારમાં પુણ્ય અને પાપકર્મો મન, વચન અને કાયારૂપી નળે દ્વારા માનવજીવનમાં પ્રવેશ કરે છે. “મભૂયતે-૩૫ાકીય રૂતિ સાથa: " એટલે કે કર્મો અને કર્મોની વર્ગીણાએ જેનાથી ગ્રહણ થાય તે આશ્રવ છે, જે શુભ અને અશુભ હોય છે. મન વચન અને કાયાની સરળતા શુભ આશ્રવ છે અને વકતા અશુભ આશ્રવ. પાંચ ઈન્દ્રિયોને સંયમિત રાખવી તે શુભ આશ્રવ, અને અસંયમિત રાખવી તે અશુભ આશ્રવ. ચારે કષાયોને નિયંત્રિત કરવા તે શુભ આશ્રવ, અને અનિયંત્રિત કરવા તે અશુભ આશ્રવ. વ્રતમય જીવન રાખવું તે શુભ આશ્રવ, વ્રત વિનાનું જીવન રાખવું તે અશુભ આશ્રવ. આ આશ્રવ તત્ત્વ સૌને માટે સર્વદા અને સર્વથા ત્યાગ કરવા લાયક છે. છતાં પણ જીવન વ્યવહારમાંથી જ્યાં સુધી વકતા, અસંયમ તથા પાપ ભાવનાઓ કે પાપ કિયાઓને દેશવટો આપવામાં ન આવે ત્યાં સુધી દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવે સાથે પુણ્યકાર્યો પણ