Book Title: Kalashamrut 6
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008393/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - કલશામૃત-૬ emu Page #2 -------------------------------------------------------------------------- ________________ A જો આ SP પર વક . श्री सिद्ध परमात्माने नमः। श्री सदगुरुदेवाय नमः। श्री निजशुद्धात्माने नमः। કલશામૃત ભાગ – ૬ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી કલશટીકા – મોક્ષ અધિકાર તથા સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ઉપરના પરમોપકારી આધ્યાત્મિક પુરુષ પરમ પૂજ્ય કાનજી સ્વામીના સ્વાનુભવ મુદ્રિત પ્રવચનો. પ્રકાશન ) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫. પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ – ૩૬૦૦૦૧. ટેલી નં. – ૨૨૩૧૦૭૩ ( ૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ કહાન સંવત ૨૮ વીર સંવત ૨૫૩૪ લેસર ટાઈપ સેટિંગ પૂજા ઇમ્પ્રેશન્સ પ્લોટ નં. ૧૯૨૪/B 2 પ્રકાશન “ઉત્તમક્ષમા ધર્મ” પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ મંગલ દિવસે. ભાદરવા સુદ-૫, તા. ૪-૯-૨૦૦૮, ગુરુવાર પડતર કિંમત ૧૬૫/વેચાણ કિંમત – ૬૦/ ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : (૦૨૭૮) ૨૫૬ ૧૭૪૯ વિક્રમ સંવત ૨૦૬૪ પ્રાપ્તિ સ્થાન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫. પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૦૩ — - — મુદ્રક ચંદ્રકાંત આર. મહેતા ઈ. સ. ૨૦૦૮ જેકેટ અને મલ્ટીકલર ફોટા ડોટ એડ ૨૨૦, લેન્ડ માર્ક, મહાવીરસ્વામી ચોક એસ્ટ્રોન સીનેમા સામે રાજકોટ ૩૬૦૦૦૧. ફોન નં. ૨૪૭૬૧૩૨ ૨૩૪, રાજ ચેમ્બર્સ માલવિયા પેટ્રોલ પંપ સામે ગોંડલ રોડ રાજકોટ ફોન નં. - ૬૬૨૬૦૭૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request The Gujarati version of Kalashamrut - Part 6 has been donated by Shree Digamber Jain Swadhyay Mandir Trust, Rajkot, India who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Kalashamrut - Part 6 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Version History Version Number 001 Date 28 October 2008 Changes First electronic version. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન વર્તમાન તીર્થના નાયક ચરમ તીર્થંકર શ્રી મહાવીરભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં દ્વિતિય શ્રુતસ્કંધની રચના થઈ. આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ કુંદકુંદઆચાર્ય થયા, જેમનું સ્થાન જૈન પરંપરામાં સર્વોત્કૃષ્ટ છે. તેઓશ્રીએ સદેહે વિદેહક્ષેત્રની જાત્રા કરી, શ્રી “સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન કરી, તેઓશ્રીની વાણી સાંભળી. ત્યાંથી પાછા આવી વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાંનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર શ્રી સમયસારજીની રચના કરી. આશરે ૧000 વર્ષ પૂર્વે શ્રીમદ્ “અમૃતચંદ્રઆચાર્ય નામના પ્રખર આચાર્ય થયાં. તેઓશ્રીએ શ્રી સમયસારજી શાસ્ત્રની ટીકા કરી તથા મંદિર પર શોભીત કળશની જેમ ટીકા પર કળશરૂપી શ્લોકોની રચના કરી. કાળક્રમે જેમ જેમ જીવોનો ક્ષયોપશમ ઘટતો ગયો તેમ આચાર્ય ભગવંતોના ભાવો જીવોને સમજવા કઠીન લાગતાં, “શ્રી રાજમલ્લજી પાંડેએ “અમૃતચંદ્રઆચાર્યના કળશો ઉપર સાદી દેશભાષામાં ટીકા કરી. આ ટીકામાં તેઓશ્રીએ શ્લોકના શબ્દોના સીધા અર્થો કરવા કરતાં તેના અનુભવગર્ભિત સારરૂપ ભાવાર્થ સહિત ટીકાની રચના કરી. શ્રી “સમયસારજી શાસ્ત્ર ઉપર ઘણાં આચાર્યો તથા જ્ઞાની પંડિતોએ ટીકા કરી છે. પરંતુ “અમૃતચંદ્રાચાર્યના કળશ ઉપર પંડિત શ્રી રાજમલ્લજીની ટીકા પૂજ્ય ગુરુદેવશ્રીને એટલી પસંદ પડી ગઈ કે તેઓશ્રીએ તેનો અનુવાદ કરવાની પ્રેરણા આપી તેના ઉપર સાદી ભાષામાં ભાવવાહી પ્રવચનો આપ્યાં. આ પ્રવચનો પૈકી કલશાકૃત ભાગ ૧થી૫ આ સંસ્થા તરફથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેનો જ ભાગ – ૬ પ્રકાશિત કરતાં સંસ્થા હર્ષનો અનુભવ કરે છે. અગાઉના ૪ ભાગોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સંકલિત કરીને પ્રકાશિત થયા હતા. પાંચમાં તથા છઠ્ઠા ભાગમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત કર્યા છે. જેથી મુમુક્ષઓને પ્રવચનોની ટેપ સાંભળતી વખતે સાથે રાખી શકાશે. આ ભાગમાં મોક્ષ અધિકારના થોડા કળશો તથા સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારના Page #6 -------------------------------------------------------------------------- ________________ થોડા કળશો ઉપરના પ્રવચનો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે દરેક અધિકારમાં તે તે તત્ત્વોનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ કરી, તે દરેક સ્વાંગથી રહિત પોતાનો ત્રિકાળી શુદ્ધાત્મા બતાવવાનો જ આચાર્ય ભગવંતોથી લઈ પૂજ્ય ગુરુદેવશ્રી' સુધીના દરેક ધર્માત્માનો આશય હોય છે. તે આશયને સમજી આપણે પણ શુદ્ધાત્મદ્રવ્યની દૃષ્ટિ પ્રગટ કરીએ એ જ ભાવના. પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાનુભવમયી વાણી જીવોને પંચમકાળના છેડા સુધી સ્વાનુભવમાં નિમિત્ત થવાની છે. તે પરંપરામાં જ આ પ્રકાશન એક કડી છે. આ પ્રવચનોના અર્થોનો મર્મ જીવો જ્યારે તેનું અધ્યયન કરશે ત્યારે જ ખ્યાલ આવશે. તેથી તે સંબંધી વિશેષ વિસ્તાર ન કરતાં, મુમુક્ષુઓ આનો ઊંડાણથી અભ્યાસ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આ પ્રવચનોને અક્ષરશઃ ઉતારી તથા તેનું મુફરિડીંગ કરવામાં જે જે સાધર્મી આત્માર્થી ભાઈઓનો સહકાર મળેલ છે તેનો સંસ્થા અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ “કલશામૃત” ભાગ-૬ પેટે આવેલ દાનરાશિની યાદી પાછળના Page પર આપવામાં આવેલ છે. “કલશામૃત ભાગ-૬' સ્વ. રેવાબેન નાગરદાસ ટીંબડીયા – રાજકોટના સ્મરણાર્થે પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમના તરફથી રૂ. ૫૧,૦૦૦/ ની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે તે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રવચન નં. | કળશ નં. તારીખ પેઈજ નં. ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૧૮૬ ૧૮૬ ૧૮૬, ૧૮૭ | ૧૮૮ ૧૮૯ ૧૮૯, ૧૯૦ ૧૯૦ ૧૯૧ ૧૯૨ ૧૯૩ ૧૯૩, ૧૯૪ ૧૯૪ ૦૦૨ ૦૦૫ ૦૧૪ ૦૨૫ ૦૩૪ ૦૪૨ ૦૫૧ ૦૬ ૧ ૦૭૧ ૦૮૨ OCO ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૦૯૯ ૧૯૫ ૧૫/૦૧/૭૮ ૧૬/૦૧/૭૮ ૧૭/૦૧/૭૮ ૧૮/૦૧/૭૮ ૧૯/૦૧/"૭૮ ૨૦/૦૧/૭૮ ૨૧/૦૧/૭૮ ૨૨/૦૧/૭૮ ૨૪/૦૧/૭૮ ૨૫/૦૧/૭૮ ૨૬/૦૧/૭૮ ૨૭/૦૧/૭૮ ૨૮/૦૧/૭૮ ૨૯/૦૧/૭૮ ૩૦/૦૧/૭૮ ૩૧/૦૧/'૭૮ ૦૨/૦૨/૭૮ ૦૩/૦૨/૭૮ ૦૩/૦૨/'૭૮ ૦૫/૦૨/૭૮ ૦૬/૦૨/૭૮ ૦૮/૦૨/૭૮ ૦૯/૦૨/૭૮ ૧૦/૦૨/૭૮ ૧૧/૦૨/'૭૮ ૧૧૦ ૧૧૯ ૧૩૦ ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૦. ૨૨૧ ૨૨૨ ૨ ૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૧૪૧ ૧૯૬ ૧૯૬, ૧૯૭ ૧૯૭ | ૧૯૮ ૧૯૮, ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૧, ૨૦૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૩, ૨૦૪ | ૨૦૫, ૨૦૬ ૧૫૧ ૧૬ ૨ ૧૭૩ ૧૮૪ ૧૯૪ ૨૦૬ ૨૧૬ ૨૨૯ ૨૪૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ કળશ ન. પ્રવચન નં. તારીખ પેઈજ નં. ૨૪૭ ૨૬૦ ૨૭૪ ૨૮૯ ૩૦૧ ૩૧૩ | ૩૨૯ ૨૩૦ ૨૦૬ ૨૩૧ ૨૦૭ ૨૩૨ ૨૦૮ ૨૩૩ ૨૦૯ ૨૩૪ ૨૧૦ ૨૩૫ ૨૧૧ ૨૩૬ ૨૧૨. ૨૩૭ ૨૧૩ ૨૩૮ ૨૧૪, ૨૧૫ | ૨૩૯ ૨૧૫ ૨૪૦ ૨૧૬ ૨૪૧ ૨૧૬, ૨૧૭ ૨૪૨ ૨૧૭, ૨૧૮ | ૨૪૩ ૨૧૮ | ૨૪૪ ૨૧૮, ૨૧૯ | નાટક સમયસારના પદ ૧૨/૦૨/૭૮ ૧૩/૦૨/૭૮ ૧૪/૦૨/૭૮ ૧૬/૦૨/૭૮ ૧૭/૦૨/'૭૮ ૧૮/૦૨/૭૮ ૧૯/૦૨/૭૮ ૨૦/૦૨/૭૮ ૨૧/૦૨/૭૮ ૨૩/૦૨/૭૮ ૨૪/૦૨/'૭૮ ૨૫/૦૨/૭૮ ૨૬૦૨/'૭૮ ૨૭/૦૨/૭૮ ૨૮/૦૨/૭૮ ૩૪૩ ૩પ૭ ૩૭૨ | ૩૮૬ ૩૯૯ ૪૧૬ ૪૩૧ ૪૪૩ ૪૫૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવના અમૃત વહેતાં મૂક્યાં છે. આચાર્યદેવો ધર્મના સ્તંભ છે, જેમણે પવિત્ર ધર્મને ટકાવી રાખ્યો છે. ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદતાં પરિષદોને જીતીને પરમ સતુને જીવંત રાખ્યું છે. આચાર્યદેવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી રહ્યા છે. આવા મહાન શાસ્ત્રોની રચના કરીને ઘણા જીવો ઉપર અમાપ ઉપકાર કર્યો છે. રચના તો જુઓ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે ! આ તો સત્યની જાહેરાત છે, આના સંસ્કાર અપૂર્વ ચીજ છે. અને આ સમજણ તો મુક્તિને વરવાના શ્રીફળ છે. સમજે તેનો મોક્ષ જ છે. પરમાગમસાર – ૧૦૦૬) Page #10 -------------------------------------------------------------------------- ________________ 8 શ્રી સમયસારજી સ્મ્રુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હ્રદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુષ્ટુપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યાં, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યાં. શિખરણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિશ્વ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રશાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂછ્યું તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટુપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #11 -------------------------------------------------------------------------- ________________ 9 જિનજીની વાણી સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર–સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે... સીમંધર. ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્થું પંચાસ્તિ, ગૂંછ્યું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું ૨યણસાર, ગૂંથ્યો સમયનો સાર રે, જિનજીની વાણી ભલી રે... સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો ૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ કારનાદ રે, જિનજીની વાણી ભલી રે... સીમંધ૨. હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે... સીમંધ૨. Page #12 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રી સદ્ગુરુદેવ સ્તુતિ (રિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દ૨વ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદાન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં - અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર ! તને નમું કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉ૨- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, - મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય ગુરુદેવશ્રીના રાજકોટ પ્રવચન માટે આવેલી દાનરાશિ કલશામૃત ભાગ-૬માં લેવામાં આવેલ છે, તેની યાદી. ૦૧ ૦૨ 11 ૦૩ ૦૪ ૦૫ οξ ૦૭ ૦૮ ૦૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ એક મુમુક્ષુભાઈ, થાન ચીમનલાલ ભુરાભાઈ શાહ હ. કિરીટભાઈ તથા ડૉ. શ્રી કિરણભાઈ શાહ ભૈરવીબહેન અમૃતલાલ, મુંબઈ સિદ્ધેશ જગદીશભાઈ સંઘવી પૂનમબહેન કેતનભાઈ પારેખ રમાબહેન નગીનદાસ ભાયાણી બ્ર. ઇચ્છાબહેન પારેખ ભુપતરામ છોટાલાલ ભાયાણી પ્રવીણભાઈ મથુરદાસ ડુંગર મધુકરભાઈ પી. મહેતા કાંતિલાલ રતિલાલ શાહ મુકેશભાઈ કે. પુનાતર જ્યોતિબહેન કનુભાઈ મહેતા સ્વ. રેવાબહેન એચ. કોઠારી મનહરભાઈ ઉત્તમચંદ દોશી ચીમનલાલ પ્રેમચંદ શાહ મીતાબહેન શૈલેશભાઈ દેસાઈ, બોરીવલી સ્વ. સંજ્યભાઈના સ્મરણાર્થે, હ. પાનુભાઈ મોદી રસીકલાલ છોટાલાલ કામદાર નટવરલાલ ચત્રભુજ મહેતા દિનેશભાઈ મનહરલાલ દોશી મોહનભાઈ પટેલ, હ. ભાનુબહેન નરેન્દ્રભાઈ જૈન બળવંતભાઈ મહેતા અનિલકુમા૨ અગ્રવાલ જ્યંતીલાલ રવાણી મણીલાલ ઝવેરચંદ બાટવીયા ૧૧૦૦૧/ ૧૦૦૦૧/ ૩૦૦૦/ ૨૫૦૦/ ૨૫૦૦/ ૨૫૦૦/ ૨૦૦૦/ ૧૧૧૧/ ૧૧૧૧/ ૧૦૦૧/ ૧૦૦૧/ ૧૦૦૧/ ૧૦૦૧/ ૧૦૦૧/ ૧૦૦૧/ ૧૦૦૦/ ૧૦૦૦/ ૧૦૦૦/ ૧૦૦૦/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ ૫૦૧/ Page #14 -------------------------------------------------------------------------- ________________ 12 ૨૮ ૩૦. ૩૧. ૩૨. ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭. ૩૮ ૩૯ સુશીલાબહેન દફ્તરી મંજુલાબહેન હસમુખલાલ શેઠ વિનોદભાઈ સંઘવી ભાનુબહેન પટેલ રજનીકાંત મોરબીવાળા શારદાબહેન શાંતિલાલ મોદી મીનાબેન આર. મહેતા રાજુભાઈ કાપડિયા શાંતિલાલ મગનલાલ તુરખીયા ઋષભ મહેન્દ્ર મહેન્દ્રભાઈ હિંમતલાલ શાહ સોનલબહેન મનીષકુમાર જતીના રક્ષિતકુમાર શાહ હીરાબહેન સંઘવી જગુભાઈ કસ્તુરચંદ શાહ રમણીકલાલ અવલાણી પદ્માબહેન અવલાણી બ્ર. જસુબેન મહેતા શાંતાબહેન મહેતા ચંદાબહેનના સ્મરણાર્થે વસંતબહેન અજમેરા વિમલભાઈ દેસાઈ ચંદ્રકાંત જે. કોઠારી ૫૦૧/૫૦૦/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૧/૨૫૦/૨૫૦/૧૦૧/ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪. ૪૫ ૪૬ ४७ ४८ ૪૯. પપ૮૫૮/ Page #15 -------------------------------------------------------------------------- ________________ नम: श्रीसिद्धेभ्यः કિલામૃત (અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર-કળશ” ઉપર પ્રવચન) (ભાગ-૬) મોક્ષ અધિકાર (અનુષ્ટ્રપ) परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्। વધ્યેતાનપરાધો રે સ્વદ્રત્યે સંવૃતો યતિઃTI૭-૧૮૬IT ખંડાન્વય સહિત અર્થ :- “RTધવાન્ વગૅત પવ' (અપરાધવાનું) શુદ્ધ ચિતૂપઅનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ તે (વચ્ચે) જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે. કેવો છે ? “પદ્રવ્યપ્રદં ચુર્વ (પરદ્રવ્ય) શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ, તેમના (પ્ર૬) આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને (પુર્વ) કરતો થકો. “નપરાધ: મુનિ ન વધ્યેત (અનYRIધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે નિ:) પરદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે (ન વગૅત) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ વડે બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ, તેમને પોતારૂપ જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે, જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? સ્વદ્રત્યે સંવૃતઃ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે. ૭-૧૮૬. Page #16 -------------------------------------------------------------------------- ________________ કલશમૃત ભાગ-૬ પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮ કળશ-૧૮૬ પ્રવચન–૨૦૫ ૧૮૬, ૧૮૬ કળશ. परद्रव्यग्रह बध्येतानपराधो (અનુષ્ટ્રપ) कुर्वन् न स्वद्रव्ये बध्येतैवापराधवान् । संवृतो यतिः।।७-१८६।। ખંડાન્વય સહિત અર્થ :- “અપરાધવાનું વચ્ચેત gવ છે? શુદ્ધ ચિતૂપ-અનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે.” ભગવાનઆત્મા! આહાહા.! શુદ્ધ ચૈતન્ય નિર્મળ સ્વરૂપથી ભ્રષ્ટ છે તે જીવ રાગને પોતાનો માને છે તે કારણે વિદ્વૈત) “જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે.” આહાહા...! સમજમાં આવ્યું? શું કહ્યું? જે કોઈ શુદ્ધ ચિતૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, તેના અનુભવથી ભ્રષ્ટ છે. કેવી રીતે? તે કહેશે. એ જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધન થાય છે. કેવો છે ? “પૂરદ્રવ્યપ્રદં પુર્વ (પદ્રવ્ય) “શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ...” તે પદ્રવ્ય છે. આહાહા.! શરીર તો માટી છે, ધૂળ છે, આ તો પુગલ છે, આ કાંઈ આત્મા નથી, આત્મા તો ભિન્ન છે, શરીરથી ભિન્ન છે. પછી મનથી ભિન્ન છે. આ જે મન છે, મન. આઠ પાંખડીનું અહીંયાં મન છે, વિચાર કરવામાં નિમિત્ત છે એ જડ છે અને આ વચન બોલે છે તે પણ જડ છે. અવાજ ઉત્પન્ન થાય છે એ જડ છે, એ આત્મા નથી. આહાહા...! “શરીર, મન, વચન... તેનાથી ભિન્ન અને “રાગાદિ અશુદ્ધ પરિણામ.” અને પુણ્ય-પાપના મલિન પરિણામ. “તેમના આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને...” એ મારી ચીજ છે, એમ માનનારને. રાગ મારો છે, પુણ્ય મારું છે, વ્રતના પરિણામ એ મારા છે, શરીર મારું છે, મન મારું છે, વચન મારા છે એમ માનનારને. છે? આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને કરતો થકો.” આહાહા..! “વચ્ચેત’ તેને પોતાના માનતો થકો અજ્ઞાની કર્મથી બંધાય છે, એ અપરાધી છે. આહાહા.! ગુનેગાર છે. દૃષ્ટાંત આપશે. જેમ ચોર પરની ચીજ ચોરે છે તો ગુનેગાર છે. તેમ ભગવાન આત્મા પોતાનું શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ, તેને છોડીને શરીર, વચન, મન અને પુણ્ય-પાપ ભાવને પોતાના માને છે, આત્મબુદ્ધિ કરે છે, તે પણ આત્માના છે અને તેનાથી મને લાભ થશે એમ જે માને છે) Page #17 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ તે ગુનેગાર-અપરાધી છે. આહાહા.! છે કે નહિ? આહા..! સમજાણું કાંઈ? શું કહ્યું? “શુદ્ધ ચિતૂપઅનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે...” શા કારણે? કેવો છે?” “પૂરદ્રવ્યપ્રદં વર્તન તે પરદ્રવ્યને પોતાના માને છે. આહાહા.. ચોર જેમ બીજાની ચીજ લઈ લ્ય છે તો એ ચોર છે, ગુનેગાર છે. એમ ભગવાન આત્મા પોતાનું ચૈતન્ય અનંત શાંતિનો સાગર ભગવાન, પોતાના સ્વરૂપને છોડીને મન, વચન, કાયા અને પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે તે ગુનેગાર અપરાધવાન ચોર છે. આ અંતરનો ચોર છે, પેલો બહારનો ચોર છે. આહાહા.! આવો વીતરાગનો માર્ગ છે). ‘આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વ...” કહ્યું ને? “ગ્રÉ કહ્યું ને? રાગને ગ્રહણ કરે છે. એ મહાવ્રતના પરિણામ મારા છે. દયા, દાનનો ભાવ આવ્યો પણ એ રાગ મારો છે એમ માનીને તેનો સ્વામી થાય છે. તે આત્મબુદ્ધિમાં પોતાના માને છે. તે ગુનેગાર છે અને નવા આઠ કર્મોથી બંધાય છે. આહાહા.. છે કે નહિ? પંડિતજી સંસ્કૃતના પ્રોફેસર છે. જયપુરમાં સંસ્કૃતના મોટા પ્રોફેસર છે. હવે ત્યાં રહે છે. પ્રોફેસર-બોફેસર બધા મીંડાં છે. આહાહા...! અહીંયાં તો ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર ભિન્ન, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપની મૂર્તિ એટલે સ્વરૂપ, તેનાથી ભ્રષ્ટ થઈને મન, વચન અને કાયા ને અશુદ્ધ વિકારી ભાવ, તેમાં પોતાપણાની બુદ્ધિ કરે છે (અર્થાતુ) તે આત્મા છે, આત્માને લાભનું કારણ છે, આત્માની ચીજ છે એમ માનનાર) ગુનેગાર છે, એ અપરાધી પ્રાણી છે, ચાર ગતિમાં રખડનારો છે. આહાહા.! સમજાણું કાંઈ? છે? “આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને કરતો થકો.” ગુનેગાર હવે, બીજી વાત. “નપSTધ: મુનિ ન વળેત’ (અપરાધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી...... આહાહા. જે કોઈ પ્રાણી કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલા પુણ્યના, પાપના ભાવ, કર્મના નિમિત્તે મળેલા શરીર, વાણી, મનને પોતા સ્વરૂપે અનુભવતો નથી, તેને પોતાના માનતો નથી એ નિરપરાધી–અનપરાધી જીવ છે. આહાહા...! સમજાણું કાંઈ? છે? “સનપરાધ: મુનિ ૧ વÀત’ (નપરાધ:) “કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે પદ્રવ્યથી વિરક્ત પરદ્રવ્યથી વિરક્ત રાગાદિ ભાવ, પદ્રવ્યથી વિરક્ત અને પોતાના ચૈતન્ય સ્વભાવમાં રક્ત (છે) તે અનપરાધી છે, તે અપરાધ કરતો નથી. જી પોતાના ચૈતન્ય સ્વરૂપથી વિરક્ત અને પુણ્ય-પાપના ભાવમાં રક્ત છે) એ અપરાધી–ગુનેગાર આઠ કર્મનું બંધન કરીને રખડે છે. આહાહા...! ભાષા તો સમજાય છે ને? શેઠા ભાષા તો સાદી છે, ભાવ બહુ ગંભીર છે. માર્ગ તો આવો છે, ભગવાન! અરે...! સાંભળવા મળે નહિ, સમજણમાં આવે નહિ. આહાહા...! અનંતકાળથી પરિભ્રમણ કરતા કરતા ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત વાર જન્મ ધારણ કર્યા. આહા. એ Page #18 -------------------------------------------------------------------------- ________________ કલશમૃત ભાગ-૬ સમ્યગ્દર્શન વિના. મિથ્યાદર્શન-મિથ્યાશ્રદ્ધા અપરાધ – રાગ મારો, વાણી મારી–વચન મારા, શરીર મારું, પુણ્ય મારું, પાપ મારું, પુણ્યનું ફળ આ ધૂળ –સંયોગ) મળે એ મારા), લક્ષ્મી મારી એમ માનનાર ગુનેગાર અપરાધી છે. આહાહા.! એ અપરાધી ગુનો કરીને આઠ કર્મને બાંધે છે. - નિરપરાધી જીવ પોતાના આનંદસ્વરૂપમાં પોતાની ચીજ માને છે અને રાગાદિ ભાવ કે જેમાં પુણ્યબંધ થાય છે એ રાગ પણ મારો નહિ, એમ માનનાર) નિરપરાધી પ્રાણી નવા કર્મથી બંધાતો નથી અને કર્મથી છૂટે છે. સમજાણું કાંઈ? વાત તો ઘણી મોટી છે, ભગવાના નિવૃત્તિ નહિ, નિવૃત્તિ નહિ આખો દિ ધંધો. પૈસા રળવા, બાયડી, છોકરા, કુટુંબ, ધંધામાં બાવીસ કલાક પાપમાં રચ્યાપચ્યા રહે, એકાદ-બે કલાક મળે એમાં) દેવદર્શન કરે ને થોડાઘણા પુણ્ય બાંધીને ચાલ્યો જાય. (આત્મા) શું ચીજ છે? અને કેવી રીતે તે ચીજ પ્રાપ્ત થાય? અને કઈ ચીજને પોતાની માનવાથી સંસારમાં રખડવું પડે છે એનો નિર્ણય કરવાનો અવકાશ નહિ. સમજાણું કાંઈ? એ કહે છે. અનપરાધી મુનિ. મુનિનો અર્થ કર્યો– “પદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા.! અંદર પોતાની ચૈતન્ય ચમત્કારી વસ્તુ ભગવાન બિરાજે છે એ મારી ચીજ છે અને જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ ઉત્પન્ન થાય છે તે મારા નથી, તે પર છે એમ માનનારો અનપરાધી જીવ કર્મથી બંધાતો નથી, તે ગુનેગાર નથી. આહાહા.. દુનિયામાં પરની ચોરી કરે તો ગુનેગાર કહેવામાં આવે છે. અહીંયાં પણ રાગાદિ પર છે તેને પોતાના માને છે તે પણ ગુનેગાર છે, એમ કહે છે. પરમાત્માના ઘરમાં તે ગુનેગાર છે. આહાહા...! સમજાણું કાંઈ? “કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે પદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે જ્ઞાનાવરણાદિ કર્મપિડ વડે બંધાતો નથી.” આહાહા..! ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ...” જડકર્મ અને ભાવકર્મ...” પુણ્ય-પાપના ભાવ અને “નોકર્મ...” શરીર, મન, વાણી તેને આત્મા જાણીને તેમને પોતારૂપ જાણી....... આત્મા જાણીને “અનુભવે છે....... મારા છે તેમ માને છે. આહાહા.! તે સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે. આહાહા.! તે પોતાના ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ છે અને રાગમાં રોકાઈ ગયો છે, પોતાની ચીજને જાણતો નથી. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #19 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ પોષ સુદ ૮, સોમવાર તા. ૧૬-૦૧-૧૯૭૮. કળશ-૧૮૬ પ્રવચન–૨૦૬ કળશટીકા' ૧૮૬ કળશ. આ બાજુ છેલ્લી લીટી છે ને? પરદ્રવ્ય સ્વરૂપ છે. છેલ્લી લીટી. શું કહે છે? જરી ઝીણી વાત છે. આ આત્મા જે છે એ તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, તે સ્વ-ચીજ છે, સ્વ-ચીજ છે અને તેનાથી આ શરીર, વાણી, મન અને શુભ-અશુભ રાગ, આ શુભ-અશુભ કર્મ કહે છે ને? સત્કર્મ. સત્કર્મ. એ બધો રાગ (છે). એમાં આવ્યું છે. ૧૮૯ જુઓ. ૧૮૯ શ્લોક છે ને? એમાં છે. ઉપરથી બીજી લીટી, ૧૮૯. બીજી લીટીથી. પઠન-પાઠન. પાછળ પ્રતિક્રમણની વ્યાખ્યા છે. નહિ. ફેર છે? આ પાનું ફેર છે. ૧૮૯ પણ પાછળ છે. પ્રતિક્રમણ... પાછળ, પાછળ પ્રતિક્રમણની વ્યાખ્યા છે. છે? શું છે? પ્રતિક્રમણ અર્થાત્ આ શાસ્ત્રપઠન... છે? ભાઈ! શાસ્ત્રપઠન. જરી ઝીણી વાત છે. પઠન-પાઠન. બીજાને શાસ્ત્ર ભણાવવા, એ બધો રાગ છે, વિષ-ઝેર છે. છે એમાં? શેઠા પઠન-પાઠન, સ્મરણ” પરમાત્માનું સ્મરણ. વિકલ્પ છે ને? રાગ છે, પરદ્રવ્ય છે ને? એ કહે છે, અહીંયાં પરદ્રવ્ય લેવું. પરદ્રવ્ય સ્વરૂપ. એ પરદ્રવ્ય છે. એ પઠન-પાઠન, સ્મરણ, ચિંતન ચાહે તો પરમાત્માનું, દેવ-ગુરુ-શાસ્ત્રનું કે દયા, દાનનું ચિંતવન કરવું એ. “સ્તુતિ...” કરવી. પરમાત્માની સ્તુતિ કરવી. વંદના...’ કરવી ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પ...” એ બધી ક્રિયારૂપ રાગના વિકલ્પ છે, રાગ છે. આજે તો ઝીણી વાત છે. ક્યારેય ક્યાંય સાંભળી નથી. અંદર છે? શું કહે છે? પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઈત્યાદિ. પ્રતિમાનો આશ્રય કરવો, પૂજા કરવી, ભક્તિ કરવી ઈત્યાદિ. ઈત્યાદિ ક્રિયારૂપ વિકલ્પ.” વિકલ્પ નામ એ રાગ છે. એ વિષ સમાન કહ્યા છે....” ઝેર સમાન કહ્યા છે. શેઠા આહાહા.! ઝીણી વાત છે, ભગવાના અંદર આત્મા ચૈતન્યસ્વરૂપ, જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ! તેનાથી, આ વિકલ્પ ઊઠે છે, રાગ, આ રાગ, હોં! શુભરાગ-પઠન-પાઠન, સ્તુતિ, વંદન, વિદ્યા, સ્મરણ કરવું, વંદન કરવું, દેવ-ગુરૂશાસ્ત્રને વંદન કરવા એ બધો શુભરાગ છે). મુમુક્ષુ :- પૂરી ચીજને છોડી દેવી? ઉત્તર :- પહેલા દૃષ્ટિમાંથી છોડવા. પોતાની ચીજ નથી. દૃષ્ટિ ત્યાં ન રાખવી, દૃષ્ટિ અંતરમાં રાખવી. (રાગ) આવે છે, પણ એની ઉપર દૃષ્ટિ ન રાખવી. તે આદરણીય છે અને હિતકર છે એમ ન માનવું). રાત્રે પ્રશ્ન કર્યો હતો ને કે, સત્કર્મ કરે તો કાંઈ છોતરા Page #20 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૬ છૂટે. ડૉક્ટરે પૂછ્યું હતું. અહીંયાં તો કહે છે, પ્રભુ! સાંભળ, ભાઈ! આહાહા.! આ તો શાંતિથી સાંભળવાની ચીજ છે, ભગવાના આખા જગતથી ભિન્ન છે. આ પઠન-પાઠન... આ પડિકમ્પણા આઠ બોલ આવ્યા ને? ભાઈ! લાલચંદભાઈ ! પ્રતિક્રમણ, પરિહાર બધા આઠ બોલ. અહીંયાં આઠ બોલ આ લીધા છે. પ્રતિક્રમણ કરવું, પાપનું મિચ્છામિ દુક્કડમ્ (કરવું) એ પણ શુભરાગ છે, વિષ છે–ઝેર છે. મુમુક્ષુ :- આત્માનો અનુભવ થતાં એ પણ છૂટી જાય છે. ઉત્તર :- છૂટી જાય છે. જે આત્મા અંદર છે તેની દૃષ્ટિ કરવાથી એ વાત છૂટી જાય છે. નહિંતર તે વાત ઝેર છે. તેમાં ધર્મ માનવો, કલ્યાણ માનવું એ મહામિથ્યાત્વ, પાખંડ, મહાપાપ છે. ઝીણી વાત છે, ભગવાના શું કરે? અધિકાર તો એ આવ્યો છે. આહાહા.! લીધા ને? કેટલા બોલ લીધા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ વગેરે ઇત્યાદિ. વંદના કરવી, સ્તુતિ કરવી, શાસ્ત્ર વાંચન કરવું, શાસ્ત્ર ભણાવવા. પઠન-પાઠન એ વિકલ્પ છે. એ હોય છે, પણ છે દુઃખ. ધર્મીની દૃષ્ટિ, એ વિકલ્પ આવે છે પરંતુ તેના ઉપર દૃષ્ટિ નથી. આહાહા.! અંદર ભગવાનઆત્મા તેનાથી ભિન્ન છે તેના ઉપર ધર્મીની દૃષ્ટિ અને તેનો સ્વીકાર છે. આહાહા...! કહો, પંડિતજી! અશુભભાવની વાત તો શું કરવી, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ તો પાપ છે, તે તો ઝેર છે જ... આહાહા.! પણ પઠન-પાઠન, સ્મરણ, પ્રતિક્રમણ, પ્રતિમાનું પૂજન કરવું, પ્રતિમાની સ્થાપના (કરવી), શાસ્ત્રશ્રવણ કરવું, શાસ્ત્ર ભણાવવા, વંદન કરવા, સ્તુતિ કરવી એ બધા વિકલ્પ રાગ છે, વૃત્તિ છે. તો ધર્મીને પહેલેથી એ વૃત્તિને ઝેર સમાન જાણવી જોઈએ. અને આત્મા તેનાથી ભિન્ન અમૃત સ્વરૂપ છે એમ જાણવું જોઈએ. મુમુક્ષુ :- આત્મામાં પહોંચવા માટે આ બધું કરવું જોઈએ કે નહિ? પછી છોડવું. ઉત્તર :- નહિ, નહિ. એ વાત કરે છે. પહેલેથી તે દૃષ્ટિ છોડવી. એ આત્માને હિતકર છે જ નહિ. આહાહા..! આ વિષ-ઝેર કહ્યું ને? છે? વિષ સમાન કહ્યા છે... “વિષે ઇવ પ્રીત સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ તેને ઝેર કહે છે. આહાહા.! આકરી વાત છે, ભાઈ! પહેલા પોતાની દૃષ્ટિ કરવા માટે તેને ઝેર સમાન જાણીને ભિન્ન રાખવા, પોતામાં ભેળવવું નહિ. હોય છે, પરંતુ આત્મા આનંદ, ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, અતીન્દ્રિય સચ્ચિદાનંદ પ્રભુ એ આત્મા છે, તેનાથી આ બધી ચીજ પરદ્રવ્ય છે, એમ કહે છે. આહાહા.! અંદર પોતાનું નિજ સ્વરૂપ તો પરમાત્મા શુદ્ધ આનંદકંદ, અતીન્દ્રિય અનાકુળ આનંદની મૂર્તિ પ્રભુ છે, એ તો અમૃતનો સાગર આત્મા છે. તેમાં આવા જે પરિણામ થવા – પઠન-પાઠન, શ્રવણ, સ્મરણ આદિ આવે છે પણ છે ઝેર સમાન, દુઃખ છે. આહાહા.! જગતને ચૈતન્યતત્ત્વ શું છે એ સાંભળવા મળતું નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ અને સાંભળ્યા વિના તેનો વિચાર ક્યાંથી આવે? અને વિચાર વિના રાગથી હટીને સ્વરૂપ તરફ ઝુકાવ કરવો, ઉન્મુખ થવું, શુદ્ધ ચૈતન્ય સન્મુખ થવું અને રાગાદિથી વિમુખ થવું એ ક્યાંથી થાય)? (રાગ) આવે છે પણ તેની સન્મુખતા છોડી દેવી, દૃષ્ટિમાં તેનો આશ્રય ન લેવો. આહાહા.! આવો માર્ગ છે. આપણે અહીંયાં એ ચાલ્યું ને? ૧૮૬ ચાલે છે ને? પરદ્રવ્યરૂપ....” એ પરદ્રવ્યરૂપ છે. પહેલા આપણે ચાલ્યું છે. એ પરદ્રવ્યરૂપ છે. આહાહા.. પરવસ્તુ છે, પોતાની ચીજ નહિ. પોતાની હોય તો પોતાથી ભિન્ન થાય નહિ. જો પોતાની ચીજ હોય તો સદાય રાગ રહે, સદાય દુઃખી રહે સદાય સંસારમાં પરિભ્રમણ કરવું પડે. તે પોતાની નહિ, પરદ્રવ્યરૂપ છે. શું? એ દ્રવ્યક–જડકર્મ, જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ છે. પુણ્ય-પાપના ભાવથી કર્મ બંધાય છે એ આઠ કર્મ છે તે પદ્રવ્ય છે, સ્વદ્રવ્ય-સ્વસ્વરૂપ નહિ. અને ભાવકર્મ–આ માથે કહ્યા ઈ. પઠન-પાઠન, સ્મરણ, વંદન, સ્તુતિ એ બધા ભાવકર્મ છે, વિકારભાવ છે, શુભભાવ છે. આહાહા...! મુમુક્ષુ :- પઠન-પાઠનમાં હેતુ તો આત્મ-અનુભવનો છે. ઉત્તર :- હો, લક્ષ ભલે હો પણ છે વિકલ્પ, રાગ. મુમુક્ષુ :- એ અસલ ચીજ નથી, પછી છોડી દેવા. ઉત્તર :- પહેલેથી જ દૃષ્ટિમાંથી છોડવા. આવે છે, થાય તો છે પણ દૃષ્ટિના જોરમાં તેની ઉપર દૃષ્ટિ ન રાખવી. સૂક્ષ્મ વાત છે, ભગવાના અત્યારે ચાલતા પ્રવાહથી બીજી ચીજ છે. એ દ્રવ્યકર્મ, ભાવકર્મ. ભાવકર્મ (એટલે પહેલા) જે કહ્યા તે–પઠન-પાઠન, સ્મરણ, વંદન, સ્તુતિ એ પુણ્યભાવ છે, તે પણ ઝેર છે. ભગવાનઆત્મા અનીન્દ્રિય અનાકુળ આનંદનું રૂપ છે તેનાથી આ રાગાદિનું વિકારરૂપ પોતાના સ્વરૂપથી ભિન્ન છે. ભગવાન સ્વરૂપ અમૃત આનંદ છે, તો એ રાગ સ્વરૂપ ઝેર છે. આહાહા...! પહેલા દૃષ્ટિમાં–શ્રદ્ધાનમાં પલટો ખાવો. પલટો સમજ્યા? પલટવું. દૃષ્ટિમાં–શ્રદ્ધામાં પલટવું કે રાગ છે, આવે છે પણ એ ઝેર છે, દુઃખ છે, પોતાની દૃષ્ટિનો વિષય તો ત્રિકાળી આનંદકંદ છે. એ દૃષ્ટિનો વિષય ધ્યેય બનાવવો. ત્યારે તેને ધર્મની શરૂઆત થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? આ બહારની ક્રિયા પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, (જોઈને) ચાલવું ને જોવું એ બધી રાગની ક્રિયા છે. એ પરદ્રવ્યસ્વરૂપ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ નોકર્મ એટલે શરીર, વાણી, મન, “તેમને પોતારૂપ જાણી” તેમને પોતાના માનનારો. પોતાના માનનારો. જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે....” છે? આહાહા.! એ રાગને પોતાનો માની જાણીને અનુભવે છે તે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આહાહા...! આવી વાત છે, ભાઈ! ઝીણી પડે. અત્યારે ઈ વાત જ ચાલે છે), એ કરો, એ શુભકર્મ કરો, સત્કર્મ કરો. પણ સત્કર્મ જ નથી, એ તો અસત્કર્મ છે. સત્કર્મ તો આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદનું દળ છે તેમાં એકાગ્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ કિલશામૃત ભાગ-૬ થવું, લીન થવું એ સત્કર્મ છે. આહાહા.! દુનિયાથી જુદી જાત છે. શેઠ નથી આવ્યા? ઠીક નથી, એને ઠીક નથી. એ અનુભવથી ભ્રષ્ટ છે. શું કહ્યું? જે કોઈ આત્મા પોતાના આનંદ અને જ્ઞાનસ્વરૂપને છોડી આવા જડકર્મ અને પુણ્ય, દયા, દાન, વ્રતના વિકલ્પને પોતાના માનીને અનુભવે છે, પોતાના જાણીને અનુભવે છે, માને છે એ સ્વરૂપથી ભ્રષ્ટ છે. છે? શેઠ! શેઠ કહેતા હતા કે, કૉલેજમાં ભણ્યા હતા પણ આ બીજી ચીજ છે. આહાહા...! અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય ધ્રુવ, ધ્રુવ ધ્રુવ ધ્રુવ એટલે નિત્ય. નિત્યાનંદ પ્રભુ અંદર બિરાજે છે. આહાહા....એ તો અમૃત અને અતીન્દ્રિય આનંદનો પિડ-કંદ છે. તેનાથી આ જે શુભરાગ છે એ તો વિકાર છે, દુઃખ છે, પોતાથી ભિન્ન છે. તેને પોતાના માનીને અનુભવવા, તેનાથી લાભ થશે, તેનાથી મને લાભ થશે એમ અનુભવવું એ સ્વરૂપથી ભ્રષ્ટ છે. ક્યારેય સાંભળી નથી એવી વાત છે, ડૉક્ટરા ન્યાં ડૉક્ટરીમાં તો આવે નહિ. આહાહા. છે? પરમાર્થબુદ્ધિએ વિચારતાં....” શું કહ્યું? છે? પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે...” છે? એ ગુનેગાર છે. આહાહા.! કોણ ગુનેગાર છે? પોતાના જ્ઞાન, ચૈતન્ય ને આનંદ અનાકુળ શાંતતત્ત્વ, તેનાથી વિરૂદ્ધ જે આ ભાવ છે–પઠન-પાઠન, શ્રવણ, મનન, ચિંતવન શુભરાગ તેને પોતાના માનીને, પોતાના છે અને પોતાને લાભ કરશે એમ માનીને અનુભવે છે એ ગુનેગાર છે, ગુનો કરે છે, ચોર છે. આહાહા.! આ તો હજારો વર્ષ પહેલાના પાઠ છે. બે હજાર વર્ષ પહેલા કુંદકુંદાચાર્યના પાઠ છે. આ ટીકા છે એ એક હજાર વર્ષ પહેલાની છે. “અમૃતચંદ્રાચાર્ય દિગંબર મુનિ જંગલમાં વસતા હતા. આહાહા..! કહે છે કે, જે કોઈ પોતાની ચીજ આનંદ અને જ્ઞાનની મૂર્તિ, જ્ઞાનઘન છે તેનાથી વિપરીત ભાવ-શુભભાવ ઝેર છે તેને પોતાના માનીને અનુભવે છે, તે હું કરું તો મને લાભ થશે એમ માનનારા સ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થથી ચોર–ગુનેગાર છે. ભાષા તો સમજાય છે ને? આહાહા.. સમજાણું કાંઈ? આવો માર્ગ છે, પ્રભુ! આહાહા...! પરમાર્થબુદ્ધિએ વિચારતાં...” પરમાર્થ શું? ખરેખર તત્ત્વદૃષ્ટિએ વિચારતાં. પોતાનું સ્વરૂપ પરમપદાર્થ. પરમાર્થ એટલે પરમપદાર્થ. પરમાર્થ એટલે) આ દુનિયાની સેવા ને દયા-ફયા એ પરમાર્થ-ફરમાર્થ નથી. પરમાર્થ, પરમાર્થ, પરમ-અર્થ, પરમ-અર્થ-પદાર્થ. પરમપદાર્થ ભગવાન આત્મા, તેની દૃષ્ટિએ વિચારતાં તે બધા ભાવ ગુનેગારના છે. સમજાણું કાંઈ? ક્યાં ગયા? “જેઠાભાઈ! ત્યાં બેઠા છે, ઠીકા શેઠને યાદ કર્યા ને તમે યાદ આવ્યા. હૈદ્રાબાદ! આહાહા.! પ્રભુ માર્ગ તો કોઈ અપૂર્વ છે. પરિભ્રમણ કરતા... કરતા... કરતા... અનંત અનંત કાળ થયો. ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત વાર જન્મ-મરણ કર્યા, ભાઈ! આહાહા...! શાસ્ત્રમાં તો એવા લેખ આવે છે, ભાઈ! તારી યુવાન અવસ્થામાં તું મરી ગયો, મૃત્યુ પામ્યો હતો) તારી માતાને Page #23 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ આંસું આવ્યા, માતાને એટલા આંસુ આવ્યા અને એટલી વાર તું યુવાન અવસ્થામાં મરી ગયો કે એ આંસના આખા દરિયા ભરાય. એટલી વાર તું મરી ગયો અને તારી માતા તારી માટે રોઈ. એટલા ભવ કર્યા છે, પ્રભુ તને ખબર નથી, તું ભૂલી ગયો. ભૂલી ગયો માટે નહોતું એમ કોણ કહે? અહીંયાં જન્મ થયા પછી છ મહિના શું હતું ઈ ખબર છે? શું કહ્યું? ડૉક્ટરા અહીંયાં જન્મ થયો ને? એમાં છ મહિના શું હતું એ ખબર છે? ખબર નથી માટે નહોતું? ખબર નથી માટે નહોતું લોજીકથી સમજાય એવું છે. જમ્યા પછી છ મહિના માતાએ શું કર્યું કેવી રીતે ધવડાવ્યો? છ મહિનાની ઉંમરની ખબર નથી. તો ખબર નથી માટે નથી? નહોતું? એમ પૂર્વભવ અનંત કર્યા એ ખબર નથી માટે નહોતા? લોજીકથી તો કહીએ છીએ). આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.! આ ભવ પહેલા પ્રભુ અનંત અનંત ભવ કર્યા છે, પ્રભુ! તું ભૂલી ગયો. પણ ભૂલી ગયો માટે નથી? તો તો આ ભવમાં પણ ભૂલી ગયો તો તે વખતે નહોતું? આહાહા...! એ અનંત અનંત અવતાર આત્માનું જ્ઞાન કર્યા વિના, સમ્યગ્દર્શન વિના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને, એ પુણ્ય અને પાપના ભાવને પોતાના માનીને ચાર ગતિમાં રખડે છે. નરક ને કીડા, કાગડા, કૂતરાના અવતાર કરે છે. બધું અનંત વાર કર્યું છે. આ કંઈ પહેલોવહેલો અવતાર નથી. આવા મનુષ્ય અવતાર તો અનંત વાર આવી ગયા છે. આહાહા.! અને મનુષ્ય કરતાં પણ નરકયોનિના અવતાર... નરક યોનિ છે. માંસ ખાય છે, દારૂ પીવે છે, ઇંડા અભક્ષ્ય ખાય છે, પરસ્ત્રીનો ઘણો લંપટી હોય તો એ મરીને નીચે નરકમાં જાય છે. લોઢું હોય છે આવું લોઢું, લોઢાનો ગોળો પાણી ઉપર મૂકો તો નીચે ચાલ્યો જાય. એમ ઘણા પાપ કર્યા તો એ પાપના કારણે નીચે નરકમાં ચાલ્યો જાય છે. એવી નરકયોનિમાં પણ આ આત્મા અનંત વાર અવતર્યો છે. નરકનું દુઃખ તો એટલું છે, લોકોએ સાંભળ્યું નથી. ઓહોહો. એક ક્ષણનું નરકનું દુઃખ... નીચે સાત પાતાળ છે. સાત પાતાળ છે. જઘન્ય અવસ્થાને શું કહે છે? નાની. નાનામાં નાની અવસ્થા દસ હજાર વર્ષની છે અને મોટામાં મોટી અવસ્થા અસંખ્ય અબજ વર્ષની છે. એની એક ક્ષણનું દુઃખ સિદ્ધાંત કહે છે કે, કરોડો ભવમાં કરોડો જીભે કહો તો એક ક્ષણનું દુઃખ કહી શકે નહિ. એટલા દુઃખ પ્રભુ તે વેહ્યા છે. અનંત અનંત ભવમાં એટલી વાર નકરમાં ગયો. હમણાં છાપામાં આવ્યું છે ને? ગુજરાતીમાં ભાઈએ નાખ્યું છે. કરોડો ભવ અને કરોડો જીભે એક ક્ષણનું દુઃખ (કહી શકાય નહિ). પચીસ વર્ષનો રાજકુમાર હોય અને અબજની પેદાશ હોય અને લગ્નમાં બે-ચાર-પાંચ કરોડ ખર્ચ નાખ્યા હોય. લગ્ન સમજાય છે ને? શાદી. લગ્નની પ્રથમ રાત હો, પહેલી જ રાત્રિ હો એ સમયે કોઈ એ રાજકુમારને સીધો ટાટાની ભઠ્ઠીમાં નાખી દે અને જે પીડા થાય તેનાથી અનંતગુણી પીડા નરકમાં હોય છે. પ્રભુ! તું ક્યાં રહ્યો તેની ખબર નથી. આ મિથ્યાત્વની ભ્રમણાને કારણે રહ્યો. સત્કર્મ પણ અનંતવાર કર્યા. ત્યાંથી સ્વર્ગમાં ગયો અને ત્યાંથી પટક્યો Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કલશમૃત ભાગ-૬ પશુમાં અને પશુમાંથી નરકયોનિમાં ગયો. આહાહા.! સમજાણું કાંઈ? એટલા દુઃખ ત્યાં છે કે એક ક્ષણનું દુઃખ, બે ઘડીના દુખ કરોડો જીભ અને કરોડો ભવમાં કહી શકે નહિ એટલી પીડી ત્યાં છે. એ અબજોપતિ રાજકુમારને લગ્નની પહેલી રાત્રે તાતાની ભઠ્ઠીમાં નાખે અને જે દુખ એને થાય એનાથી અનંતગણું દુઃખ નીચે (નરકમાં) છે. આહાહા...! બધી વાતું પરમસત્ય છે, પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથે કહી છે. આહાહા! તને ખબર નથી. ખબર નથી માટે નથી એમ કેમ મનાય? પ્રભુ! આહાહા. અહીંયાં કહે છે કે, એવા પાપના ભાવ કરવાથી તો નરકે ગયો પરંતુ એવા કોઈ પુણ્યભાવ કર્યા, પઠન-પાઠન આદિ તોપણ સ્વર્ગમાં ગયો પણ ત્યાં પણ દુઃખ છે, રાગનું દુખ છે. આહાહા..! એ દુઃખમાં અનંત અનંત ભવ કર્યા. એ પરિભ્રમણ મટાડવાનું સત્કર્મ એ કામ-કાર્ય નથી. એ સત્કર્મ દયા, દાન, વ્રત, પઠન-પાઠન એ ભવના અંત લાવવાનું કારણ નથી. આહાહા...! “પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે” આહાહા...! છે? ગુનો છે. એ શુભભાવ પણ આત્માના સ્વરૂપથી ભિન્ન જાતના છે. તેને પોતાના માનવા એ ગુનો છે, ચોર છે. આહાહા...! આવી વાત ક્યારેય સાંભળવા મળતી નથી. બહારમાં રાજી રાજી થઈ જાય. આહાહા...! તમે ઘણું કર્યું, સેવા કરી, તમે દાન ઘણું દીધું, પૈસા આપ્યા, મંદિર બનાવ્યા, ઘણો ધર્મ (ક). મરી ગયો એમાં, અભિમાનમાં. રાગની ક્રિયા પોતાની માની સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગુનેગાર થયો છે. આહાહા...! છે? ગુનેગાર છે). “જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. એ તો અનંત કર્મનું બંધન કરે છે. શુભભાવથી પણ અનંત કર્મનો બંધ થાય છે. આહાહા...! એ રાગ છે ને વિકલ્પ–વૃત્તિનું ઉત્થાન છે. આમ કરું, આમ કરું, આમ કરું. દયા, વ્રત, ભક્તિ, પઠન-પાઠન. એ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ ભગવાન (છે) એમાં વૃત્તિનું ઉત્થાન છે). ઉત્થાન નામ વૃત્તિ ઊઠે છે. વૃત્તિ ઊઠે છે એ ગુનો છે. તેને પોતાના માનવા એ ગુનો છે. આહાહા...! સમજાણું કાંઈ બંધ કરે છે.' સમ્યગ્દષ્ટિ જીવ.” હવે સવળી વાત લ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ–ધર્મી જીવ. આહાહા.! એવા ભાવથી રહિત છે.” સમ્યગ્દષ્ટિ જીવ (રાગ) ભાવથી પોતાનું સ્વરૂપ રહિત છે તેને પોતાનું સ્વરૂપ માને છે. રાગ થાય છે પણ એ મારું સ્વરૂપ નથી, ગુનો છે, દોષ છે એમ માને છે). આહાહા...! સમ્યફ નામ સત્યદૃષ્ટિવંત, સત્ય સ્વરૂપ જે રાગના ગુનાથી રહિત છે તેને પોતાનું માનનારો સમ્યગ્દષ્ટિ જીવ “એવા ભાવથી રહિત છે.” એ ગુનાના ભાવને પોતામાં માનતો નથી, તેનાથી) ભિન્ન માને છે. આહાહા.. સમજાણું કાંઈ? એવી વાત છે, ભાઈ! બહુ સૂક્ષ્મ છે. વાદવિવાદ કરે તો પાર ન આવે. આહાહા...! મુમુક્ષુ :- આવું કહેશો તો કોઈ મંદિર બનાવવા માટે પૈસા જ નહિ આપે. ઉત્તર :- આપી શકતો જ નથી. આવવાવાળા આવે છે. અમે કોઈને ક્યારેય કહ્યું Page #25 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ ૧૧ નથી. અહીં તો કરોડો રૂપિયા આવી ગયા. છવીસ લાખનું મકાન બની ગયું. કોઈને અમે કહ્યું નથી કે, પૈસા દો કે અહીંયાં (મંદિર) બનાવો. કોઈને અમે કહ્યું નથી. બનનારી ચીજ છે તો બન્યા વિના રહેતી નથી. એ વાત છે. બહારની ચીજ બનનારી હોય ને તો બને છે. ના પાડે તો પણ તેને ભાવ આવ્યા વિના રહે નહિ. ભાવ આવે પણ કરી શકતો નથી. બને છે તેને કારણે. આ તો પરમાણુ માટી છે. પરમાણુ રજકણ છે તેનો પિંડ છે, સ્કંધ... સ્કંધ, પિંડ તેની આ બધી રચના છે. આત્મા એ જડની રચના કરી શકતો નથી. આહાહા.! બહુ સૂક્ષ્મ છે, ભગવાના | મુમુક્ષુ :- આત્માને પંગુ બનાવી દીધો. ઉત્તર :- આત્મા અનંત શક્તિવંત પોતાના સ્વભાવમાં છે. પરનું કરવામાં એ શક્તિવાન છે? પોતે જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, મહા અનંત પુરુષાર્થથી પોતામાં રહે છે, પરનું શું કરે? સૂક્ષ્મ વાત છે, ભગવાના મુમુક્ષુ :- પરનું કરવું કે ન કરવું? ઉત્તર :કરી શકતો નથી પછી કરવું શું? વકીલ છે ને એટલે પ્રશ્ન કરે છે. સૂક્ષ્મ વાત છે, ભગવાના મુમુક્ષુ :- આ ડૉક્ટરો નાડી જોવે છે ના ઉત્તર :- એ નાડી જોવે છે એ આત્માનું કાર્ય નહિ. વિકલ્પ ઊઠે છે એટલી વાત છે, બાકી એ બધું જડનું કાર્ય છે. મુમુક્ષુ :- હાથ અડાડે તો હાથની તો જરૂર પડે ને? ઉત્તર :- જોવે ને, જડ દેખે આંગળી. ઘણું સૂક્ષ્મ છે, ભગવાના શાંતિથી સાંભળો! આ આંગળી છે એ શરીરને અડતી નથી. કેમકે આ તત્ત્વ ભિન્ન છે, આ તત્ત્વ ભિન્ન છે. એકબીજામાં અભાવ છે. અભાવ છે તો પોતાનો ભાવ પોતાથી રાખે છે, પરના ભાવ સાથે સંબંધ નથી. તો આંગળી તેને અડતી પણ નથી. કઠણ છે. દુનિયાથી જુદી જાત છે. આ લાકડી છે, જુઓ! આ પુસ્તક ઉપર લાકડી રહી નથી. સાંભળો! લોજીક-ન્યાય સાંભળો! આ લાકડી તેના આધારે રહી નથી. કેમ કે, લાકડીમાં પરમાણુ છે. આ તો પરમાણુ છે), ઘણા પરમાણુનો પિંડ છે. ટુકડા કરતા કરતા છેલ્લો નાનો પરમાણુ રહે તેને પરમાણુ કહે છે. એક પરમાણમાં છ શક્તિ છે. અનંત શક્તિ છે એમાં છ શક્તિ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. નિશાળમાં વિભક્તિ આવતી હતી. છ વિભક્તિકર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એ રજકણમાં પોતામાં કર્તા થઈને અધિકરણ નામ પોતાના આધારે રહ્યો છે એવો ગુણ એનામાં છે. તો એક પરમાણુ બીજાના આધારે રહ્યો છે એવી ચીજ નથી. થોડી થોડી સૂક્ષ્મ વાત કરીએ છીએ, હોં! બહુ સૂક્ષ્મ લઈએ તો તો ... આહાહા...! Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કલશામૃત ભાગ-૬ આ જમીન છે. સાંભળો તો ખરા એકવાર, શું છે? પગ છે, પગ જમીનને અડતો નથી. જમીનના આધારે પગ ચાલતો નથી. કેમકે પગના રજકણ ભિન્ન ચીજ છે અને એક એક રજકણ પોતાની કરણ–સાધન શક્તિથી પોતાના આધારે ચાલે છે, પરના આધારે નહિ. પરને અડતા પણ નથી. બહુ સૂક્ષ્મ થઈ જાય, ભાઈ! અહીંયાં તો ઘણી વાર કહ્યું છે. આ તો ડોક્ટર કરી નવા છે એટલે... સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભગવાના તત્ત્વ કહો, જડ તત્ત્વ કહો તો એ તત્ત્વ પોતાની શક્તિથી જ્યાં રહ્યું છે ત્યાં પોતાના આધારે રહ્યું છે. પરના આધારે રહે એમ પરને અડતું જ નથી. એમ વસ્તુ તત્ત્વની પૃથકતાનું પૃથક લક્ષણ પૃથક રહેવાનો સ્વભાવ છે. આહાહા.! શેઠા ક્યારેય સાંભળ્યું નથી. શેઠ તો શીખેલા. કુંદકુંદાચાર્ય અભ્યાસ કર્યો હતો. આહાહા.. એમાં એ કહે છે, કર્તા, કર્મ છે શક્તિ આવે છે? વિભક્તિ આવે છે ને? નિશાળમાં આવે છે. કર્તા – કરે તે કર્તા, કર્મ – કાર્ય કર્તાનું ઈષ્ટ તે કર્મ. કરણ – કર્તાનું સાધન તે કરણ. સંપ્રદાન – કર્તા થઈને પોતામાં રાખે એ સંપ્રદાન. અપાદાન – પોતાથી થાય છે એ અપાદાન. અધિકરણ – પોતાના આધારે રહે છે એ અધિકરણ. એ છ શક્તિ દરેક તત્ત્વમાં છે, તો કોઈ શક્તિ, કોઈ તત્ત્વ કોઈના આધારે રહ્યું છે એવું ત્રણકાળમાં છે નહિ. મુમુક્ષ – પેટ્રોલથી તો મોટર ચાલે છે ને? ઉત્તર:- બિલકુલ ચાલતી નથી. છે તો વળી આગળની વાત છે. પેટ્રોલથી મોટર ચાલતી નથી. માણસ તેને અડી શકતો નથી. ચલાવતો નથી, ચાલે છે તેના કારણે. ત્યારે તે ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી, તો નિમિત્ત કહેવામાં આવે છે. આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સરકારનું વિજ્ઞાન છે ને? અત્યારે આ વિજ્ઞાન નથી ચાલતું? વિજ્ઞાન. ઉપર લઈ જાય છે ને ફલાણું લઈ જાય છે, વિમાન આમ લઈ જાય ને... એ બધા વિજ્ઞાનની પણ ખબર છે. આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સમજાણું કાંઈ? આહાહા.! મુમુક્ષુ :- એ બધો રાગ છે. ઉત્તર :- રાગ છે. આહાહા.! આ વકીલાતની બુદ્ધિ, આ ડોક્ટરની બુદ્ધિ બધું કુજ્ઞાન છે. શેઠ! “રામજીભાઈ તો મોટા વકીલ હતા. ૩પ વર્ષ પહેલા પાંચ કલાક કોર્ટમાં જાતા હતા. બસો રૂપિયા લેતા હતા, બસો. મોટા વકીલ હતા. બધું છોડી દીધું. અત્યારે તો ૯૫ વર્ષ થયા છે. સોમાં પાંચ ઓછા. પાંત્રીસ વર્ષથી બધું છોડી દીધું છે. એ વખતે તો પાંચ કલાકના બસો રૂપિયા લેતા હતા અને એની સલાહ લેવા આવે તો એક કલાકના સો રૂપિયા લેતા હતા. એમાં શું? એ ધૂળ છે, એમાં શું? એ જ્ઞાન જ્ઞાન નથી, એ જ્ઞાન કુશાન છે. - જ્ઞાન તેને કહે છે, ભગવાન આનંદકંદ પ્રભુ છે એ જ્ઞાનનું જ્ઞાન થાય, રાગનું ભિન્ન જ્ઞાન થાય તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ દેવાધિદેવ આમ ફરમાવે છે. ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે એમની આ વાણી છે, ભાઈઆહાહા...! Page #27 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ ૧૩ અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે, પણ એ કોને પડી છે? જન્મે એટલે બાળક.. બચપન ખેલમેં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહ્યા, ઘડપણ દેખકર રોયા. જ્યાં વૃદ્ધ થયો ત્યાં આહાહા.! કોણ છું? કેવો છું? આ શું ચીજ છે? કેમ થાય છે? તેની ખબર વિના... આહાહા...! અહીંયાં (કહે છે), પરમાર્થબુદ્ધિએ જુઓ તો સમ્યગ્દષ્ટિ એ ભાવથી રહિત છે. પરને હું અડતો જ નથી. આહાહા...! સમજાણું કાંઈ સ્ત્રીના શરીરનો જે ભોગ છે તો આ શરીર (બીજા) શરીરને અડતું નથી. એમ સમ્યગ્દષ્ટિ જાણે છે. રાગ આવે છે, એ ક્રિયા થાય છે પણ જ્ઞાની ધર્માત્મા જાણે છે કે, એ હું કરતો નથી. આહાહા...! હું તો મારા જ્ઞાનસ્વરૂપમાં છું. એ મારી ચીજ છે. હું ક્યારેય પરને અડ્યો જ નથી અને પરચીજ ક્યારેય મને અડી નથી. આહાહા.! આવી વાત કોણ માને? પાગલ જેવી લાગે. પાગલ જેવી લાગે. આ પાનાં આંગળી વિના આમ ઊંચા થાય છે. કોણ માને? મુમુક્ષુ :- આત્મજ્ઞાન થયા પહેલા તો એ ભાવ નહિ આવે. ઉત્તર :- શું કહ્યું? મુમુક્ષુ :- આત્મજ્ઞાન થયા પહેલા તો એ ભાવ નહિ આવે. ઉત્તર :- ભાવ આવશે પણ એ છે અજ્ઞાન. આહાહા.! ઝીણી વાત બહુ, ભાઈ! મુમુક્ષુ :- ડૉક્ટર અને વકીલનું જ્ઞાન તો આત્માનું છે ને? ઉત્તર :- એ કુજ્ઞાન છે, રખડવાનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન નથી, એ જડનું જ્ઞાન છે. ભૈયા! મુમુક્ષુ – થાય છે તો આત્માની પર્યાયમાં ને ઉત્તર :- પર્યાય છે એ બીજી વાત છે. એ તો રાગ છે, રાગ પણ તેની પર્યાયમાં થાય છે, તો છે એનો એ જ્ઞાનની પર્યાય થાય છે પોતાની દશામાં પણ એ પર્યાય અજ્ઞાન છે, કુશાન છે. પોતાના ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું અંતરજ્ઞાન થયા વિના પોતાની પર્યાયમાં જ્ઞાનમાં, વર્તમાનમાં ત્રિકાળી શેય, આત્માને શેય બનાવ્યા વિના ક્યારેય જ્ઞાન થતું નથી. પરને શેય બનાવીને જે જ્ઞાન થાય એ જ્ઞાન છે જ નહિ. સમજાણું કાંઈ કેટલી વાત કહે? બહુ સૂક્ષ્મ છે. બહુ સૂક્ષ્મ ઝીલી શકે નહિ એવી વાત છે, ભગવાના આહાહા..! સાડા નવ થઈ ગયા? થઈ ગયા લ્યો, તમારો પોણો કલાક થઈ ગયો. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કલશમૃત ભાગ-૬ પોષ સુદ ૯, મંગળવાર તા. ૧૭-૦૧-૧૯૭૮, કળશ–૧૮૬, ૧૮૭ પ્રવચન–૨૦૭ કળશટીકા “મોક્ષ અધિકાર ચાલે છે. ૧૮૬ (કળશ). વાત એ આવી કે, મિથ્યાષ્ટિ જીવ અનાદિથી પુણ્ય-પાપના ભાવ જે અશુદ્ધ વિકાર છે તેને પોતાના માનીને અનુભવે છે. એ મિથ્યાદૃષ્ટિ નવા સંસારના બંધનના કર્મને બાંધે છે. કર્મને બાંધે છે. પોતાનું સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ આનંદ, તેને ભૂલીને, તેનાથી) ભ્રષ્ટ થઈને, છે ને છેલ્લે? અનુભવથી ભ્રષ્ટ છે. પહેલી લીટી છે. પુણ્ય અને પાપ ને કર્મ ને શરીર, તેને પોતાના માને છે એ અનુભવથી ભ્રષ્ટ છે. તે પોતાની ચીજથી ભ્રષ્ટ થયો છે. આહાહા.. એ નવા કર્મ બાંધે છે , એ ગુનેગાર છે. શેઠા ગુનેગાર કહ્યું હતું ને? છે? પરમાર્થબુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે,... આહાહા..! અત્યારે તો ભારે આકરું પડે છે માણસને. એ બધી શુભક્રિયાને આગમમાં સાધન કહી છે, એમ કહે છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. વસ્તુસ્વરૂપ ચૈતન્ય અનંત આનંદ આદિ શક્તિઓનો ભંડાર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. તેનો અનુભવ, (તેની સન્મુખ થઈને તેનો અનુભવ નહિ કરતાં પુણ્ય-પાપના ભાવ ને કર્મ ને શરીર, વાણી મારા છે એમ માનીને અનુભવે છે એ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ છે. ઝીણી વાત છે, ભાઈ! કાલે તો પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય, ત્યાં સુધી લીધું હતું. મિથ્યાત્વ પૂર્વ પર્યાય કારણ છે. પછી સમકિત કાર્ય છે? મિથ્યાત્વ કારણ છે? એ તો પૂર્વપર્યાયનો વ્યય થઈને નવી પર્યાય ઉત્પન્ન થાય છે તેને કારણ-કાર્ય કહ્યું છે. આહાહા...! શું કહ્યું? પોતાના સ્વરૂપમાં અનુભવની દૃષ્ટિ નહિ હોવાથી રાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવને પોતાના માને છે, તે પોતાની પર્યાયમાં વિકારની ઉત્પત્તિ કરે છે અને નિર્વિકારી પોતાના સ્વભાવનો ઉદાસ ભાવ પ્રગટ નથી કરતો. સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ! થોડી વાત પણ બહુ સૂક્ષ્મ અને દુર્લભ છે. ભગવાન આત્મા! હવે અહીંયાં કહે છે, જુઓ! “સમ્યગ્દષ્ટિ જીવ...” બીજી લીટી. સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યગ્દષ્ટિ કોને કહીએ? કે, નિજ આનંદસ્વરૂપ ને જ્ઞાન શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે અને નિજ ચૈતન્ય સ્વભાવ જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ થઈને પ્રતીતિ થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. ધર્મની પહેલી સીઢી, મોક્ષમહેલની પહેલી સીઢી એ સમ્યગ્દર્શન, ચોથું ગુણસ્થાન. આહાહા.! સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. એવા ભાવ એટલે પુણ્ય-પાપના ભાવ, દ્રવ્યકર્મ Page #29 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ જડ, નોકર્મ શરીર, વચન, મન અને ભાવકર્મ પુણ્ય-પાપ, તેનાથી સમ્યગ્દષ્ટિ રહિત છે. (તેને) પોતાના માનતો નથી. સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! પોતાની ચીજ જે જ્ઞાન ને આનંદ ત્રિકાળી શક્તિ-સ્વભાવ પડ્યો છે ને? આત્મા ત્રિકાળી ચીજ છે ને? અને ત્રિકાળીમાં સ્વભાવ ત્રિકાળ પડ્યો છે કે નહિ? ત્રિકાળ સ્વભાવ તો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા આદિ અનંત શક્તિઓનો પિંડ તો આત્મદ્રવ્ય છે. તેની જેને દૃષ્ટિ અને અનુભવ થાય. અનુભવ નામ એ વસ્તુ સ્વરૂપને અનુસરીને સમ્યજ્ઞાન, શાંતિની પ્રાપ્તિ થાય. અનાદિથી પુણ્ય અને પાપના ભાવ (થાય છે તેમાં) અશાંતિ છે. કષાય છે, દુઃખ છે, ઝેર છે. એવો અનુભવ કરનારો મિથ્યા જૂઠી અસત્ય દૃષ્ટિવંત છે. જેનાથી અસત્યદૃષ્ટિને કા૨ણે ચોરાશી લાખ યોનિમાં) અનંતકાળથી પરિભ્રમણ કરે છે. આહાહા..! સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપ પવિત્ર છે તેનું અંતર ભાન થયું છે, અનુભવ થયો છે, પ્રતીતિ થઈ છે તે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત છે. પોતાની ચીજમાં તેની ખતવણી કરતા નથી. ખતવણી સમજાય છે? પોતાના) ખાતામાં નથી નાખતા. સમજાણું કાંઈ? નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ છે તેની દૃષ્ટિ કરનારો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો છે. આહાહા..! એ પોતામાં જ્ઞાન, આનંદ, શાંતિની મેળવણી કરે છે ખતવે છે. શું કહ્યું? પોતાના ખાતામાં નાખે છે, પણ પુણ્ય-પાપના, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવને પોતાના ખાતામાં નથી નાખતો. આહાહા..! આ દીકરા ને દવાખાના ક્યાં રહ્યા? બહાર રહી ગયા? આહાહા..! ૧૫ અંત૨ ચીજ–વસ્તુ છે ને? અને છે તો અનાદિથી છે. અનંત કાળ રહેનારી છે. અને જેમ ત્રિકાળ ચીજ છે, સ્વભાવ, એમ જ્ઞાન, આનંદ, શાંતિ પણ તેનો ત્રિકાળી સ્વભાવ છે. એ ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરનારો પોતામાં, પોતાના ખાતામાં પવિત્રતા અને શુદ્ધિ છે તેને ખતવે છે. પણ અપવિત્ર ભાવ છે, પરંતુ પોતાના જ્ઞાનમાં પરશેય તરીકે જાણે છે, પરંતુ પોતામાં ભેળવતો નથી. આહાહા..! તેનું નામ ભેદજ્ઞાન, તેનું નામ સમ્યગ્દર્શન કહે છે ધર્મની પહેલી સીઢી. આહાહા..! સમજાણું કાંઈ? છે? સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ” ધર્મી. સ્વદ્રવ્ય સંવૃત્ત:’ ‘સ્વદ્રવ્યે સંવૃતઃ નિજ આનંદ અને જ્ઞાન સ્વરૂપમાં રહે છે. ‘સંવૃતઃ’ છે તેમાં રહે છે. પુણ્ય-પાપ ને રાગમાં તેઓ રહેતા નથી. તેને ભિન્ન જાણીને તેને જાણે છે પરંતુ તેમાં રહેતા નથી. આહાહા..! આવો માર્ગ છે. છે? ‘સ્વદ્રવ્ય સંવૃતઃ” પોતાના આત્મદ્રવ્યમાં સંવરૂપ છે...’ એ પુણ્ય ને પાપના ભાવ તો આસવ છે, મલિન છે, અશુદ્ધ છે. તેનાથી રહિત સમ્યગ્દષ્ટિ ધર્માં જીવ પોતાના સ્વરૂપમાં સંવૃત્ત છે. એ આસ્રવથી રહિત છે. આહાહા..! પોતાના સ્વરૂપમાં રહેનારા છે. બાહ્ય ચીજ હો, બધાને દેખે-જાણે છે, પોતામાં ખતવતા નથી. આહાહા..! Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કલશામૃત ભાગ-૬ સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?” “સ્વદ્રત્યે સંવૃતઃ આહાહા...! સ્વદ્રવ્ય એને કહીએ કે જે પુણ્ય-પાપના ભાવથી રહિત છે). ૧૮૬ (કળશમાં) છેલ્લે છેલ્લે આવી ગયું). સમજાણું કાંઈ? આહાહા...! બહુ થોડી પણ સૂક્ષ્મ પણ પરમસત્ય વાત છે. આહાહા...! એની ક્યારેય દૃષ્ટિ કરી નથી અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ભાવ એ તો શુભભાવ છે. તેનાથી મારું કલ્યાણ થશે, એ સાધન છે અને નિશ્ચય સાધ્ય છે એ તો ભ્રમણા, મિથ્યાશલ્ય છે. અહીંયાં તો ધર્માજીવ સ્વદ્રવ્યમાં સંવૃત્ત છે. મિથ્યાદૃષ્ટિ જીવ પરદ્રવ્યમાં પ્રવૃત્ત છે. બસ ! ટૂંકી વાત છે). અજ્ઞાની જીવ પરદ્રવ્ય નામ પુણ્ય ને પાપ એ પદ્રવ્ય છે, તેમાં પ્રવૃત્ત છે. સમ્યગ્દષ્ટિ જીવ સ્વદ્રવ્યમાં સંવૃત્ત છે. નિજ જ્ઞાન, દર્શન, આનંદમાં અંદર પોતાપણું માનીને અનુભવે છે. આહાહા.! પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે.” આહાહા.. તેને રાગ થાય છે પણ ધર્મી તેમાં મગ્ન નથી, લીનતા નથી. તેનું જ્ઞાન કરીને, તેનો જ્ઞાતા થઈને તેને શેય બનાવીને જાણે છે અને રહે છે પોતાના જ્ઞાનમાં. રાગને જાણે છે, રાગનું જ્ઞાન અને પોતાના જ્ઞાનમાં રહે છે. આહાહા.! આ કુંદકુંદાચાર્યનું શાસ્ત્ર છે, શેઠા શેઠે તો અભ્યાસ કર્યો છે. આહાહા...! મુમુક્ષુ :- બહુ પ્રમોદ બતાવે છે. ઉત્તર – હા, પ્રમોદ પ્રમોદ બતાવે છે. નરમ જીવ છે નો વાત તો બાપા, બહુ મુશ્કેલી છે. લોકો વિરોધ કરે છે. કાલે આવ્યું છે ને ભાઈનું – “જગમોહનલાલજીનું, કે આત્મામાં અધ્યાત્મથી તો પુણ્ય-પાપ બંધનું કારણ છે પરંતુ આગમદષ્ટિથી એ પુણ્ય પરિણામ સાધક છે અને ધર્મ સાધ્ય છે. તેનાથી ધર્મ થશે, એમ આવ્યું છે. અરરર! પ્રભુ પ્રભુ અને ત્યાં સુધી આવ્યું છે કે, પૂર્વપર્યાય કારણ છે અને ઉત્તરપર્યાય કાર્ય છે એમ શાસ્ત્રમાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં અને સ્વામી કાર્તિકેયમાં આવે છે. પરંતુ શું કહે છે? ફક્ત પૂર્વપર્યાય જે છે એ કારણ છે અને પછીની પર્યાય કાર્ય છે). કેમ કે, પૂર્વપર્યાયનો વ્યય થાય છે અને પછીની પર્યાયનો ઉત્પાદ થાય છે. એ અપેક્ષાએ કારણ-કાર્ય કર્યું. પરંતુ એમાં એવું લગાવી દયે કે, પૂર્વનો શુભભાવ કારણ છે અને પછી શુદ્ધભાવ કાર્ય છે. એવું લગાવી દીધું છે. આહાહા.! શાસ્ત્રમાં એવું આવે છે કે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય (કાર્ય). પૂર્વપર્યાય શું? પોતાના આત્મામાં જે પ્રથમ વર્તમાન અવસ્થા થાય છે તેને પૂર્વપર્યાય) કહે છે અને તેને કારણ બનાવીને પછીની પર્યાય થાય છે તેને કાર્ય કહે છે. તો શુભરાગ કારણ અને શુદ્ધ પર્યાય) કાર્ય એમ લગાવ્યું છે. પરંતુ એમ છે નહિ. જો એમ લગાવો તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે, પૂર્વપર્યાયતમાં) મિથ્યાત્વ છે તે કારણ છે અને સમ્યગ્દર્શન કાર્ય છે, એવો પાઠ છે. પૂર્વપર્યાય યુક્ત દ્રવ્યમ્ કારણમે, એ “સ્વામી કાર્તિકેયમાં આવે છે. ઉત્તરપર્યાય Page #31 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૬ ૧૭ યુક્ત દ્રવ્યમ્ કાર્ય. તો ત્યાં તો પૂર્વપર્યાય(માં) મિથ્યાત્વ પણ છે. મિથ્યાત્વ કારણ અને સમ્યગ્દર્શન કાર્ય (એમ છે) પણ પૂર્વપર્યાયનો વ્યય કા૨ણ અને ઉત્ત૨૫ર્યાય કાર્ય. મિથ્યાત્વનો વ્યય થઈને સમ્યગ્દર્શનનું કાર્ય થાય છે. એમ શુભભાવનો વ્યય થઈને શુદ્ધભાવ થાય છે. ત્યાં તો એમ લીધું છે કે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય. તો પૂર્વપર્યાય અશુભ પણ છે. શું કહે છે? પૂર્વપર્યાય કા૨ણ (હોય) તો અશુભભાવ કારણ અને પછી શુભભાવ કાર્ય. એમ લીધું છે. પંડિતજી! એ તો પૂર્વપર્યાય... એ તો ક્ષણિક છે ને તેથી. મુમુક્ષુ : ઉત્તર ઃ– એ તો એક સિદ્ધ કરવું છે, એટલી વાત છે. એ તો સિદ્ધ કરવું છે કે, પૂર્વપર્યાય વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એટલી વાત સિદ્ધ કરવી છે. તો ત્યાં તો ત્યાં સુધી લીધું છે, સ્વામીકાર્તિકેય'માં પણ છે અને ન્યાયશાસ્ત્રમાં (લીધું છે), પૂર્વ અશુભભાવ કારણ છે અને પછીની પર્યાય કાર્ય છે. તો એનો અર્થ શું? અશુભભાવ મિથ્યાત્વ કારણ છે અને શુભભાવ કાર્ય છે? એ અશુભભાવનો વ્યય કારણ છે. ભાઈએ નાખ્યું છે, ફૂલચંદજી’! શેઠ! જૈનતત્ત્વ મિમાંસા’ આવ્યું છે? ફૂલચંદજી”નું છે, જૈનતત્ત્વ મિમાંસા’. જેઠાભાઈ’! શેઠ.. શેઠ પાસે આવ્યું છે? જૈનતત્ત્વ મિમાંસા’. નહિ આવ્યું હોય. આપણે છે? વધારાનું છે? જૈનતત્ત્વ મિમાંસા’ એક શેઠને આપજો. જૈનતત્ત્વ મિમાંસા’. ‘ફૂલચંદજી’ પંડિત છે ને? એમણે જૈનતત્ત્વ મિમાંસા' બનાવ્યું છે. એમાં આ અર્થ લીધો છે કે, પૂર્વપર્યાય કા૨ણ. અને જગમોહનલાલજી'નું આજે જ આવ્યું છે, એમણે તો એમ જ લગાવ્યું છે, પૂર્વપર્યાય અશુભ કારણ અને શુભ કાર્ય. શુભપર્યાય કા૨ણ અને અશુદ્ધ કાર્ય. મુમુક્ષુ :- તો તો પૂર્વપર્યાય અશુભ કારણ ને શુભકાર્ય થઈ જાય. ઉત્તર ઃ– એ લીધું છે ને કે, શુદ્ધપર્યાય કા૨ણ અને શુભપર્યાય કાર્ય. થોડી સૂક્ષ્મ વાત છે. ન્યાયશાસ્ત્રમાં એમ આવે છે કે, પૂર્વપર્યાય કારણ, ઉત્તરપર્યાય કાર્ય. તો એમ પણ આવ્યું કે, શુદ્ધભાવ જે આવ્યો અને શુદ્ધભાવનો વ્યય થઈને શુભ થયું, શુભ. તો શુદ્ધભાવ એ કા૨ણ અને શુભ કાર્ય થયું. એવું આવે છે. પણ એનો અર્થ એમ નથી. શુદ્ધ ઉપયોગનો વ્યય કારણ અને શુભઉપયોગનો ઉત્પાદ કાર્ય છે. એમ અર્થ છે. કાલે આવ્યું છે, ઘણું વિપરીત નાખ્યું છે. શું થાય? ‘સન્મતિ સંદેશ’માં જગમોહનલાલજી”નું બહુ લખાણ આવ્યું છે. અરેરે..! એક અધ્યાત્મ, એક આગમ અને એક ન્યાય ત્રણની વાત લીધી છે. મુમુક્ષુ :– એમ કાંઈ પરસ્પર વિરોધ હોય? ઉત્તર :- ૫૨સ્પ૨ અવિરુદ્ધ તો જૈનવાણી કહે છે. (એ એમ કહે છે કે), અધ્યાત્મમાં શુદ્ધઉપયોગ જ મોક્ષનો માર્ગ છે અને આગમમાં શુભઉપયોગ પણ મોક્ષનો માર્ગ પરંપરાએ છે. અને ન્યાયમાં, ન્યાયશાસ્ત્ર આવે છે ને? ત્યાં પૂર્વપર્યાય શુભ કારણ છે, પછીની ઉત્તરપર્યાય Page #32 -------------------------------------------------------------------------- ________________ કલશમૃત ભાગ-૬ કાર્ય છે, એવું આવ્યું છે. ત્રણ બોલની વ્યાખ્યા આવી છે. પરંતુ એમ નથી. આહાહા.! તો તો કહ્યું કે, શાસ્ત્રમાં એમ કહ્યું કે, પૂર્વપર્યાય કારણ છે. તો મિથ્યાત્વ કારણ છે. પૂર્વે મિથ્યાત્વ છે પછી સમતિ થયું. એક સમયમાં (થયું). મિથ્યાત્વ કારણ અને સમકિત કાર્ય શાસ્ત્રમાં પાઠ તો એવો છે, પૂર્વપર્યાય કારણ અને ઉત્તરપર્યાય કાર્ય. એનો અર્થ એમ છે કે, પૂર્વપર્યાયનો વ્યય કારણ અને પછીની પર્યાયનો ઉત્પાદ કાર્ય. સમજાણું કાંઈ? “દેવીલાલજી'! મોટી ગડબડ છે. અરેરે...! “જગમોહનલાલજીએ આવું નાખ્યું મુમુક્ષુ - ત્યાં તો એટલું જ બતાવવું છે ને કે પ્રાયોગ્યલબ્ધિનો અભાવ કારણ છે. ઉત્તર :- ના, ના. એ તો કંઈ નહિ. છે તો બીજી વાત કરે છે, બધી આગમની વાત કરે છે. આગમમાં શુભભાવને સાધન કહ્યું છે, નિશ્ચય સાધ્ય છે, એમ કહે છે. આવ્યું છે ને, કાલે આવ્યું છે. “સન્મતિ સંદેશ છે ને? દિલ્હી: દિલ્હી. દિલ્હી...! આહાહા...! મોટું લખાણ આવ્યું છે. કાલે વાંચ્યું હતું. ભાઈ! અહીં તો કહે છે, એ પૂર્વપર્યાયને શાસ્ત્રમાં કારણ કહ્યું છે પણ એ પર્યાયનો ઉત્પાદ કારણ છે અને પછીની પર્યાય ઉત્પાદ (થયો) તે કાર્ય એમ નહિ. વ્યય કારણ છે, પૂર્વની પર્યાયનો વ્યય કારણ છે અને પછીની પર્યાયનો ઉત્પાદ કાર્ય છે. અહીંયાં એ કહે છે, જુઓ! સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે.” શુભ આદિ પૂર્વપર્યાય હતી તેનો તો નાશ કરીને પોતાના સ્વરૂપમાં સંવૃત્ત છે, પોતાના સ્વરૂપમાં એકાગ્ર છે. સમજાણું કાંઈ પૂર્વપર્યાય શુભ હતી, છેલ્લે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના કાળમાં પૂર્વે શુભ હોય જ છે પરંતુ એ શુભથી શુદ્ધતા થતી નથી. શુભનો વ્યય થઈને શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. એવો અર્થ નહિ કરતા શુભ કારણ છે અને શુદ્ધ કાર્ય છે એમ કહે છે). વિપરીત છે, ભાઈ! માનો ન માનો દુનિયા. આહાહા...! પંડિત લોકો પણ આવું કરે. સન્મતિ સંદેશ દિલ્હીથી આવે છે ને? “શાંતિસાગર'. હિતેષી’ એમાં કાલે આવ્યું છે અને એક દેવેન્દ્રશાસ્ત્રી’ છે કોઈ. પહેલા અહીંનો વિરોધ હતો. એણે ઘણું લખ્યું છે, ઘણું સારું લખ્યું છે કે, શુદ્ધભાવ એ મોક્ષનું કારણ છે. શુભને (કારણ કહે છે) તે જૂઠ છે. બધા લોકો વિચારો. સોનગઢની વાતનો વિચાર કરો. તેનો તમે એકદમ બહિષ્કાર કરી છે અને આવું કરો છો તો આમ કરતા કરતા બહિષ્કાર તમારો થઈ જશે. સાધુ-બાધુ આવું કહે તો દ્વેષ છે એ. ઘણું લખ્યું છે. પૂર્વપર્યાયને કારણ બનાવી, શુભને કારણ બનાવી શુદ્ધને કાર્ય કહેવું છે એ વસ્તનું સ્વરૂપ છે નહિ. દેવેન્દ્રશાસ્ત્રી છે, પહેલા વિરોધ હતો. હવે અનુકૂળ થઈ ગયા છે. પત્ર આવ્યો હતો કે, મારે તમારી પાસે આવવું છે. આહાહા..! ભાઈ! આ તો શાંતિથી સાંભળવાની (સમજવાની) ચીજ છે. આ કોઈ વિદ્વત્તાની ચીજ નથી. આહાહા...! અહીંયાં કહ્યું, “સમ્યગ્દષ્ટિ જીવ એવા ભાવથી રહિત છે” એવા ભાવ કોણ? દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. તેનાથી રહિત છે. પોતાના અસ્તિત્વમાં તેનું રહિતપણું છે. છે પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૭ ૧૯ તેને પરશેવ તરીકે જાણે છે અને કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?” “સ્વદ્રત્યે સંવૃતઃ “પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે.” આહાહા! હો, વિકલ્પ આવે છે, છે, રાગ છે, શરીર છે, હો. પરંતુ પોતાની દૃષ્ટિ તો અંતર આત્મામાં છે. એ દૃષ્ટિ કોઈ રાગ ઉપર છે અને રાગમાં લીન છે, એમ છે નહિ. દેવીલાલજી! આમ વાત છે. એ ૧૮૬ (કળશ પૂરો) થયો. માલિની) सापराध: अनवरतमनन्तैर्बध्यते स्पृशति निरपराधो नियतमयमशुद्धं भवति निरपराधः बन्धनं स्वं साधु नैव जातु । भजन्सापराधो शुद्धात्मसेवी।।८-१८७।। ખંડાન્વય સહિત અર્થ:- “સાપરાધ: નવરતમ્ મનજોઃ વધ્યતે” (સાપરાધ:) પદ્રવ્યરૂપ છે પુગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદૃષ્ટિ જીવ (નવરામ) અખંડધારાપ્રવાહરૂપે (અનન્ત:) ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે પુગલવર્ગણા, તેમના વડે (વધ્યતે) બંધાય છે. નિરપરાધ: નીતુ વન્દન ન થવ સ્મૃતિ (નિરપરાધ:) શુદ્ધસ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ (નાત) કોઈ પણ કાળે (વશ્વનું) પૂર્વોક્ત કર્મબંધને ન ગૃતિ) સ્પર્શતો નથી, (4) નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે-“યમ્ શુદ્ધ નિયતમ મનન સાપરાધ: મવતિ' () મિથ્યાદૃષ્ટિ જીવ, (શુદ્ધ) રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા (સ્વ) પોતાના જીવદ્રવ્યને (નિયતમ્ મનન) એવું જ નિરંતર અનુભવતો થકો (સાપરાધ: મવતિ) અપરાધ સહિત હોય છે. “સાધુ શુદ્ધાત્મસેવી નિરપરાધ: મતિ' (સાધુ) જેમ છે તેમ (શુદ્ધાત્મ) સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને (સેવી) સેવે છે અર્થાતુ તેના અનુભવથી બિરાજમાન છે જે સમ્યગ્દષ્ટિ જીવ તે (નિરપરાધ: મવતિ) સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી. ૮-૧૮૭. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કલશમૃત ભાગ-૬ ૧૮૭, ૧૮૭ કળશ. (માલિની) अनवरतमनन्तैर्बध्यते स्पृशति निरपराधो बन्धनं नियतमयमशुद्धं स्वं भवति निरपराधः साधु सापराध: नैव जातु। भजन्सापराधो शुद्धात्मसेवी।।८-१८७।। શું કહે છે? જુઓ. “સાપરાધ: અનવરત” નનૈઃ વધ્યતે” પરદ્રવ્યરૂપ છે પુદ્ગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદૃષ્ટિ જીવ... પુદ્ગલકર્મને, પુણ્ય-પાપના ભાવને અને શરીર, વાણી, કર્મને પોતાના માને છે એ મિથ્યાદૃષ્ટિ સ્વરૂપથી ભ્રષ્ટ છે. છે? “જાણે છે એવો મિથ્યાષ્ટિ જીવ...” (નવરતમ) “અખંડધારાપ્રવાહરૂપે ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે.” આહાહા.! અજ્ઞાની અગણિત અનંત કર્મથી બંધાય છે. પોતાના સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય છે તેને નહિ જાણતો, નહિ માનતો, પુણ્ય-પાપ, કર્મ, નોકર્મને પોતાના જાણે છે, અનુભવે છે તે ધારપ્રવાહવાહી અનંત કર્મની વર્ગણાથી બંધાય છે. આહાહા...! ભાષા તો સાદી છે, ભાવ તો છે ઈ છે. શું કહ્યું? ફરીથી, મિથ્યાદૃષ્ટિ જીવ અખંડ ધારાપ્રવાહ ગણના રહિત. કર્મના પરમાણુની ગણના શું? એ અનંત પરમાણું છે. જ્ઞાનાવરણાદિ અનંત પરમાણુ છે. અનંત અનંત પરમાણુ ગણના રહિત અનંત, એવા અનંત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે. પુદ્ગલવર્ગણા, તેમના વડે બંધાય છે.” આહાહા! બીજી રીતે કહીએ તો સ્વયંના અનંત આનંદ આદિ સ્વરૂપને નહિ માનતો મિથ્યાદૃષ્ટિ રાગ ને પુણ્ય ને કર્મને પોતાના માને છે એ ધારપ્રવાહવાહી અનંતા પરમાણુથી બંધાય છે. આહાહા...! સમજાણું કાંઈ? અખંડ ધારપ્રવાહરૂપ અનંત. સમયે સમયે આવે છે અને આવે છે તો અનંત પરમાણુ આવે છે. મિથ્યાષ્ટિને જે બંધન થાય છે એ પુણ્યપાપ ને કર્મ, નોકર્મને પોતાના માને છે, જે મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વને સેવે છે તેને ગણના રહિત જ્ઞાનાવરણાદિ અનંત પરમાણુઓ બંધાય છે. આહાહા. આ સમજાય એવી વાત છે. તેમના વડે બંધાય છે.” નિરપરાધ: ગાતુ વન્થ નવ સ્મૃતિ પરંતુ નિરપરાધિ જીવ (અર્થાતુ) “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ... આહાહા.! એ શુભ-અશુભ ભાવથી ભિન્ન પોતાની ચીજ શુદ્ધ ચૈતન્ય, તેને જે જાણે છે, અનુભવે છે, માને છે, વેદે છે એ સમ્યગ્દષ્ટિ જીવ (છે). આહાહા...! છે? “નિરપરાધ: તેની વ્યાખ્યા (કરી). “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ Page #35 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૭ ૨૧ જીવ.” નિરપરાધી છે. કેમકે રાગ અને પુણ્યને પોતાના માનતો નથી. પોતાના માને છે એ ગુનેગાર, ચોર છે. એ ગણનારહિત અનંત કર્મથી બંધાય છે અને સમ્યગ્દષ્ટિ જીવ, શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ કોઈ પણ કાળે....” “ન' એટલે પૂર્વોક્ત કર્મબંધનને સ્પર્શતો નથી”. “નાતુનો અર્થ બધે ઠેકાણે એ થાય છે. કોઈ કાળ, કોઈ કાળમાં. આહાહા.. પૂર્વોક્ત કર્મબંધનને નહિ સ્પર્શતો, નહિ અડતો. આહાહા. એમાંય એણે લીધું છે કે, ઉત્કૃષ્ટ અનુભૂતી તો સાતમે (ગુણસ્થાને) થાય છે. ચોથે તો જઘન્ય છે. પણ જઘન્ય છે ને? એમ ગણવામાં આવ્યું છે. બંધન નથી. અજ્ઞાનીને બંધન છે, જ્ઞાનીને બંધન નથી. એ રાગ છે તોપણ બંધન નથી. અસ્થિરતા છે. પોતાના માનતો નથી એ અપેક્ષાએ. રાગ છે તેટલું બંધન છે પણ સમ્યગ્દર્શનના જોરે, સમ્યગ્દષ્ટિથી બંધ થતો નથી એ અપેક્ષાએ બંધ થતો નથી. એવો અર્થ લીધો છે. આમ તો સમ્યગ્દષ્ટિને જેટલો રાગ છે તેટલું બંધન તો છે પણ તે પોતાના સ્વરૂપમાં માનતો નથી. એ રાગ ને બંધન પોતાના સ્વરૂપમાં માનતો નથી. જુદું પાડ્યું છે. પોતામાં નહિ. શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ કોઈ પણ કાળે પૂર્વોક્ત કર્મબંધનને સ્પર્શતો નથી, નિશ્ચયથી.” આહાહા.! આવે છે. અહીંયાં એ બતાવવું છે, રાગ આવે છે પણ જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. રાગ તો છે ને? હજી ચોથ, પાંચમે, છë રાગ તો આવે છે પણ તે પોતાના જ્ઞાનમાં પરશેય તરીકે જાણે છે, નિજ શેય તરીકે માનતો નથી. આહાહા.! સ્પશેય અને પરશેયમાં ભિન્નતા છે. એ અપેક્ષાએ બંધાતો નથી એમ કહ્યું છે. નિશ્ચયથી તો બંધ અધિકારમાં તો એમ લીધું છે કે, નિશ્ચયથી તો તે અબંધ જ છે. કેમકે વસ્તુ અબંધ છે, વસ્તુ અબંધ-મુક્ત છે તેની દૃષ્ટિ થઈ, અનુભવ થયો તો નિશ્ચયથી તો તેને પણ અબંધ કહેવામાં આવે છે. એમ બંધ અધિકારમાં લખ્યું છે. જયચંદ્રજી પંડિત આહાહા.! સૂક્ષ્મ વાત છે. (રાગ) આવે છે તેટલું) બંધન છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિને પણ બંધન છે, પરંતુ તેને અહીંયાં ગણતરીમાં લેવામાં આવતું. નથી). અહીંયાં સમ્યગ્દર્શન અને જ્ઞાનના જોરમાં અલ્પ સ્થિતિ રસવાળું બંધન છે તેને ગૌણ કરીને બંધાતો નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! સમજાણું કાંઈ? બિલકુલ બંધન છે જ નહિ, એમ નથી. બિલકુલ બંધન તો કેવળી ભગવાનને નથી. પરંતુ અહીંયાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે બંધન છે એ બંધન ગણવામાં આવ્યું છે તો એ બંધન નથી. સમજાણું કાંઈ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવ નથી. પરને પોતાના માનવા અને પરમાં એકાગ્ર થવું એ ભાવ નથી. એ અપેક્ષાએ તેને વિપરીત ભાવથી જે બંધન હતું એ બંધન નથી. આહાહા...! નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે-' હવે જુઓ લક્ષણ કહે છે? ભયમ્ અદ્ધ સ્વં નિયત મનન સાપરાધ: મવતિ આ વ્યાખ્યા. અપરાધીની વ્યાખ્યા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કલશમૃત ભાગ-૬ શું? કે, “મિથ્યાષ્ટિ જીવ, રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા પોતાના જીવદ્રવ્યને એવું જ નિરંતર અનુભવતો થકો...” તે અપરાધી છે. આહાહા...! અહીંયાં એ અપરાધ ગણવામાં આવ્યો છે. આવે છે, પરંતુ પોતાના માનીને અનુભવતો નથી. આહાહા..! સમજાણું કાંઈ? છે? અપરાધીનું અને નિરપરાધીનું બેયનું લક્ષણ કહે છે. મિથ્યાષ્ટિ જીવ, રાગ...” એટલે પુણ્ય-પાપ આદિ “અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા પોતાના જીવદ્રવ્યને.” તે મારો છે એમ માનીને અનુભવે છે. એવું જ નિરંતર અનુભવતો થકો અપરાધ સહિત હોય છે.' જે રાગાદિ છે તે પરચીજ છે તેને પોતાના માનીને અનુભવે છે તે અપરાધી છે. જ્ઞાની, રાગ આવે છે પરંતુ પોતાના માનીને અનુભવતો નથી એ અપેક્ષાએ નિરપરાધી છે. સમજાણું કાંઈ? આહાહા.. ફેર ઘણો, ભાઈ! છે? નિયતમ મન નિશ્ચયથી અનુભવતો થકો. અજ્ઞાની પુણ્ય-પાપને ખરેખર પોતાના માનીને અનુભવતો થકો. આહાહા.! અને ધર્મી જીવ – “સાધુ. “સાધુ એટલો ભલો. અહીં સાધુ એટલે પેલા સાધુની વાત નથી. સાધુનો અર્થ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ. “સાધુનો અર્થ એમ છે ને? જુઓ! જેમ છે તેમ...” કોણ? આત્મા. “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન...” સાધુની આ વ્યાખ્યા કરી – ભલો. જેવી વસ્તુની સ્થિતિ છે, રાગથી, પુણ્ય-પાપથી રહિત... કેમકે નવ તત્ત્વ છે એમાં પુણ્યતત્ત્વ ભિન્ન છે. દયા, દાન, વ્રત એ પુણ્યતત્ત્વ છે. હિંસા, જૂઠું, ચોરી એ પાપતત્ત્વ છે. એ બન્ને મળીને આસવતત્ત્વ છે. ભગવાન આત્મા એ ત્રણે તત્ત્વથી ભિન્ન છે. (જો ભિન્ન ન હોય તો) નવ તત્ત્વ થતા નથી. આહાહા...! સમજાણું કાંઈ? એ ધર્મી જીવ પુણ્ય-પાપને પરતત્ત્વ તરીકે જાણીને પોતાના માનીને અનુભવતો નથી. આહાહા.! અજ્ઞાની પુણ્ય, દયા, દાનના ભાવથી મને લાભ થશે એમ પોતાના માનીને અનુભવે છે. એ અપરાધી છે, એ ગુનેગાર છે. આહાહા. આવી વ્યાખ્યા છે. ઝીણી વાત છે. બાકી તો શાસ્ત્રમાં તો જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જેટલો થોડો રાગ છે તેનો બંધ તો સમકિતી મુનિને પણ થાય છે. એ વાત અહીંયાં ગૌણ કરીને (કહ્યું છે). પરને પોતાનું માનતા એવા અપરાધથી જે બંધ થતો હતો એ બંધ નથી. સમજાણું કાંઈ? આહાહા..! આસવ અધિકારમાં તો એમ લીધું છે, પહેલા એમ કહ્યું કે, સમ્યગ્દષ્ટિને આસવ, બંધ નથી. પછી કહ્યું કે, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જઘન્ય હીણું પરિણમન જ્ઞાનીને છે તો તેટલું બંધન પણ છે. જેટલો રાગ છે તેટલું બંધન પણ છે. પરંતુ અહીંયાં પરને પોતાનું માનીને અપરાધ કરે છે એ અપરાધ નથી, એટલું કહેવું છે). એ અપરાધથી જે બંધન થાય તે બંધન થતું નથી. આહાહા.! સમજાણું કાંઈ? મુમુક્ષુ :- અનંત સંસારનું કારણ નથી. ઉત્તર :- અનંત સંસારનું કારણ નથી. અલ્પ સ્થિતિનો બંધ પડે છે. ખરેખર તો એમ Page #37 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૭ ૨૩ વાત છે, સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય કે તિર્યંચ હોય, તેને પણ અશુભભાવ તો આવે છે, પણ પોતાનો માનતા નથી. બીજી વાત, જ્યાં સુધી અશુભભાવ છે ત્યાં સુધી પરભવનું આયુષ્ય બંધાતું નથી. સમ્યગ્દષ્ટિ જીવ ધર્મદષ્ટિ થઈ છે તેને અશુભભાવ થાય છે પરંતુ અશુભભાવના કાળે ભવિષ્યનો બંધ-આયુષ્યનો બંધ નથી પડતો. જ્યારે શુભભાવ આવે છે ત્યારે ભવિષ્યનો બંધ પડે છે. એટલું જોર છે. કેમકે એને સ્વર્ગમાં જવાનું છે તો અશુભભાવ વખતે ભવિષ્યના ભવનો બંધ થતો નથી. શુભભાવ આવે ત્યારે જ ભવિષ્યના ભવનો બંધ થાય છે. આહાહા.! થોડી પણ સત્ય વાત અંદર બેસવી જોઈએ, અંદરમાં બેસવી જોઈએ. આહાહા...! બહારથી (એમ કહે કે, આ આગમમાં આમ કહ્યું છે અને આમાં આમ કહ્યું છે. તો પૂર્વાપર વિરોધી વીતરાગની વાણી હોય છે? એક બાજુ ભગવાન પુણ્યને અધર્મ કહે અને બીજી બાજુ અધર્મથી ધર્મ થાય એમ કહે? વીતરાગની વાણી એવી હોય નહિ. આહાહા..! સાધુ નામ જેમ છે તેમ. કોણ? આત્મા. શુદ્ધાત્મ “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર.” શુદ્ધ જ્ઞાનસ્વરૂપ માત્ર. હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પવિત્ર છું, એવી દૃષ્ટિ હોવાથી, “એવા જીવદ્રવ્યને...” છે? “અનુભવથી બિરાજમાન છે.” “શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યના અનુભવથી બિરાજમાન છે.” અજ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં-પદાર્થમાં પુણ્ય-પાપ, કર્મ, શરીર પોતાના માનીને જાણે છે. જ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં પુણ્ય-પાપના ભાવ મારા નથી એમ અનુભવે છે. આહાહા.! છે? સાધુ નામ જેમ છે વસ્તુનું સ્વરૂપ તેમ. “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર” ચિ–જ્ઞાન. જ્ઞાન... જાણન... જાણન... જાણન... જાણન ધ્રુવ સ્વભાવ મારો છે, બીજો કોઈ મારો સ્વભાવ નથી. એમ અનુભવતો થકો. “એવા જીવદ્રવ્યને....” “શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને” હું જીવદ્રવ્ય જે છું, વસ્તુ છું એ શુદ્ધ ચિન્માત્ર છું. શુદ્ધ પવિત્ર જ્ઞાનમાત્ર છું એવું મારું જીવદ્રવ્ય છે. અજ્ઞાની જીવદ્રવ્યને પુણ્ય-પાપવાળું માને છે, કર્મવાળું અને શરીરવાળું માને છે. એ મોટી અપરાધ દશા છે. આહાહા! સમજાણું કાંઈ? “અનુભવથી બિરાજમાન છે.” “સેવી કહ્યું છે ને જે સમ્યગ્દષ્ટિ જીવ તે...” (નિરપરાધ:) સમસ્ત અપરાધથી રહિત છે.” કેમ? સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને સેવે છે... આહાહા...! ઝીણી વાત, ભાઈ! આ તો “મોક્ષ અધિકાર છે ને જેટલું પોતાનું શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપ, પુણ્ય-પાપના પરિણામથી રહિત એ મારું જીવદ્રવ્ય છે એમ અનુભવે છે એ નિરપરાધી છે. નિરપરાધીને બંધન થતું નથી. રાગાદિનું બંધન છે તેને અહીંયાં ગૌણ કરીને, મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી અનંત સંસારનું બંધન હતું તે બંધન નથી, એમ લેવું છે. સમજાણું કાંઈ? આહાહા...! અજ્ઞાની ત્યાગી હો, બહારથી સાધુ (થયો) હોય, હજારો સ્ત્રીનો, રાણીનો ત્યાગ કર્યો હોય), પંચ મહાવ્રત પાળતો હોય, પરંતુ પંચ મહાવ્રત રાગ છે તેને પોતાનો માને અને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કલશામૃત ભાગ-૬ તેનાથી મને લાભ થાય છે, એમ માને છે તો જીવદ્રવ્યને અશુદ્ધ અનુભવે છે. તે કા૨ણે તેને અનંત સંસારનું બંધન થાય છે. અને ધર્મી જીવદ્રવ્યને શુદ્ધ ચિન્માત્ર અનુભવે છે. રાગ થાય છે પરંતુ તેને ભિન્ન રાખીને પોતાના શુદ્ધ જ્ઞાનમાત્ર આત્માને જાણે છે. આહાહા..! કહો, સમજાણું કાંઈ? સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી.' આહાહા..! આ કારણે સમ્યગ્દષ્ટિને કર્મનું બંધન થતું નથી. આહાહા..! આ અપરાધની અપેક્ષાએ, હોં! શુભ-અશુભ ભાવકર્મ, શુભ-અશુભ ભાવ એ ભાવકર્મ છે, જડકર્મ (એટલે) ૨જકણ, શરીર, વાણી, મન એ નોકર્મ. ત્રણેને પોતાના શુદ્ધ જીવદ્રવ્યમાં પોતાના માનતો નથી તે કા૨ણે તે નિ૨૫૨ાધી છે અને અજ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં પુણ્ય-પાપ કર્મ, શરીર, વાણી, મન પોતાના છે એમ માને છે માટે તે અપરાધી છે. એ અપરાધથી અનંત સંસારનું બંધન છે. જ્ઞાનીને અનંત સંસારનું બંધન નથી. થોડો રાગ, અસ્થિરતા રહી છે તેટલું બંધન છે. એમ બેયનો ખુલાસો કર્યો છે. લ્યો, અડધો કલાક થઈ ગયો. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं आत्मन्येवालानितं चापलमुन्मूलितमालंबनम् । च વિત્ત માસંપૂર્ણવિજ્ઞાનઘનોપાો: ।।૧-૧૮૮।। ખંડાન્વય સહિત અર્થ :- ‘અત: પ્રમાવિન: તા:' (અત: પ્રમારિનઃ) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ (હતાઃ) મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાદૃષ્ટિ જીવોનો ધિક્કા૨ કર્યો છે. કેવા છે ? ‘સુવાસીનતાં તાઃ’ કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે. ‘ચાપલમ્ પ્રભીનં’ (વાવતમ્) રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા (પ્રતીનં) તે પણ હેય કરી. ‘જ્ઞાનમ્નનમ્ ઇમ્યૂનિતમ્” (નવનમ્) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું ભણવું, વિચારવું, ચિતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે (ઉન્મૂતિતમ્) મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. ‘આત્મનિ વૅ વિત્તમ્ આલાનિતં (આત્મનિ વ) શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને (વિત્તમ્ આતાનિત) મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે-આસમ્પૂર્ણવિજ્ઞાનધનોપનધે:' (આસમ્પૂર્ણવિજ્ઞાન) નિાવરણ કેવળજ્ઞાનનો (ઘન) સમૂહ જે આત્મદ્રવ્ય, તેની (ઉપનÈ:) પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ૯–૧૮૮. Page #39 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૮ ૨૫ પોષ સુદ ૧૦, બુધવાર તા. ૧૮-૦૧-૧૯૭૮. કળશ–૧૮૮ પ્રવચન–૨૦૮ अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालंबनम् । आत्मन्येवालानितं च चित्तમાસંપૂuffવજ્ઞાાના પાદ: TI૧-૧૮૮TI ત: પ્રમાવિનઃ રતા: શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ...” “મોક્ષ અધિકાર" છે ને? શુદ્ધ સ્વરૂપ જે અંદર છે. પર્યાય, એક સમયની પર્યાય પાછળ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત ઈશ્વરતા આદિ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ છે. વર્તમાન એક સમયની પર્યાયની પાછળ, સમીપમાં અનંત શુદ્ધ ચૈતન્ય આનંદ છે, તેની દૃષ્ટિથી જે ભ્રષ્ટ છે. આહાહા.. છે? શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે. પોતાની બુદ્ધિ રાગમાં અથવા એક સમયની પર્યાયમાં જેણે પોતાની બુદ્ધિને રોકી છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ અને પૂર્ણ સ્વચ્છતા, એવો જે પોતાનો શુદ્ધ ત્રિકાળી સ્વભાવ, તેનાથી જે ભ્રષ્ટ છે. છે? “તેઓ મોક્ષમાર્ગના અધિકારી નથી;.” દુઃખથી છૂટવાનો એ અધિકારી નથી. મોક્ષમાર્ગનો, દુઃખથી છૂટવાનો એ અધિકારી નથી. એ અનંત આનંદ સ્વરૂપ છે. તેની દૃષ્ટિથી તો ભ્રષ્ટ છે. આહાહા...! અને પુણ્ય આદિ, રાગ આદિ, વિકલ્પ કે પર્યાય તેના પ્રેમમાં ફસાયો છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આહાહા...! તે મોક્ષના અધિકારી નથી. છે? “મોક્ષમાર્ગના અધિકારી નથી. મોક્ષના અધિકારી નથી, એ તો ઠીક, મોક્ષમાર્ગના અધિકારી નથી. કેમકે મોક્ષમાર્ગ, આગમમાં અને અધ્યાત્મમાં ભલે ગમે તે વાત કહી હોય, પણ ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે ને? ભાઈ! જીવ અધિકાર, જીવ-અજીવ, સાત તત્ત્વમાં જીવ-અજીવ અધિકાર. આગમથી છ દ્રવ્ય આદિ ભલે જાણે પણ અધ્યાત્મથી વીતરાગવિજ્ઞાનનું કારણ... ભાઈ! જ્યાં જીવઅજીવની ભૂલ બતાવી છે ને? સાતમા અધ્યાયમાં. આગમનો અભ્યાસ ભલે હો પણ વિતરાગવિજ્ઞાનનું કારણ એવો અધ્યાત્મ સ્વભાવ ભેદજ્ઞાનનું કારણ, તેનો અભ્યાસ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આગમમાં છ દ્રવ્યની વાત આવે છે. અનેક પ્રકાર હો પણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કલશામૃત ભાગ-૬ અધ્યાત્મમાં વીતરાગવિજ્ઞાનનું કારણ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, જે રાગથી ભિન્ન ભેદજ્ઞાન નથી કરતો તો તેને જીવ-અજીવનું જ્ઞાન સાચું નથી. સમજાણું કાંઈ? બપોરે પણ એ ચાલતું હતું ને? અવ્યક્તમાં. કે, ખરેખર તો એક બાજુ જીવ છે અને એક બાજુ અજીવ છે. અજીવ અધિકાર છે ને એ સૂક્ષ્મ વાત છે. ભગવાન અનંત અનંત અનંત આનંદ અને શુદ્ધ સ્વરૂપનો પિંડ પ્રભુ એ જીવ છે), એ અવ્યક્ત (છે). પર અપેક્ષાએ પર વ્યક્ત છે તો આ અવ્યક્ત છે. તેની અપેક્ષાએ તો, એક જીવની અપેક્ષાએ તો બીજા બધા અજીવ કહેવામાં આવ્યા છે. અજીવ અધિકાર છે ને? આ જીવ નહિ, સમજાણું કાંઈ? જે આ શુદ્ધ સ્વરૂપ આનંદકંદ પ્રભુ પૂર્ણ શુદ્ધ સ્વરૂપથી ભરેલો એવો ભગવાન આત્મા, એને જ જીવ કહ્યો અને એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભલે સમ્યગ્દર્શન છે પર્યાય, તે અવ્યક્તમાં આવતી નથી પણ અવ્યક્ત જે શુદ્ધ સ્વરૂપ, તેનો નિર્ણય અને જ્ઞાન તો પર્યાય કરે છે. આહાહા...! એ પર્યાયનો વિષય જે શુદ્ધ સ્વરૂપ છે તે જીવ અને તેનાથી ભિન્ન બધા અજીવ. અજીવનો અર્થ–આ જીવ નહિ. ભલે સિદ્ધ ભગવાન હો, પંચ પરમેષ્ઠી હો, પણ આ જીવ જે શુદ્ધ અનંત આનંદકંદ પ્રભુ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જીવ, આ એ નહિ. એ અપેક્ષાએ બધાને વ્યક્ત કહીને, અન્ય કહીને જીવથી ભિન્ન બતાવ્યા છે. આહાહા...! એવા જીવને આગમજ્ઞાનનું વાંચન હોય પણ એવું ભેદજ્ઞાન ન હોય, જીવ-અજીવમાં લીધું છે. છે? “જીવ-અજીવ તત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા.” આ તો કેમ વિચાર આવ્યો કે, આગમમાં એમ કહ્યું, અધ્યાત્મમાં એમ કહ્યું, ન્યાયમાં એમ કહ્યું, બધામાં કહ્યું. જૈનશાસ્ત્રોથી કહેલા જીવના ત્ર-સ્થાવરદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે. અજીવના પુદ્ગલાદિભેદોને તથા તેના વર્ણાદિભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદજ્ઞાનના કારણભૂત...” આહાહા..! આ ચીજ છે. મુમુક્ષુ :- આગમમાં ભેદજ્ઞાન... ઉત્તર :- આગમમાં વ્યવહારની પ્રધાનતાનું ઘણું કથન છે. આગમ છ દ્રવ્યનું કથન કરે છે ને? અને અધ્યાત્મમાં આત્માનું કથન છે. એમ થોડો ફેર છે. આગમમાં પણ અધિકાર તો એ જ છે પણ કથનશૈલી જરી વિશેષ વ્યવહારથી છે. સમજાણું કાંઈ? અંતે તો તેણે પણ વ્યવહાર છોડાવ્યો છે. પણ ઘણા અધિકાર વ્યવહારના છે અને તેમાં એમ પણ આવે, ચરણાનુયોગ આદિમાં એમ પણ આવે કે, વ્યવહાર આદેય છે-ઉપાદેય છે એમ પણ આવે. પણ તે બધાનો સાર તેને છોડીને વીતરાગવિજ્ઞાન જેને થાય તે છે). છે? જુઓ! ‘અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.” આગમને જાણે પણ આ જાણતો નથી. આહાહા.! જીવ-અજીવની ભૂલ બતાવી છે ને ત્યાં આ આવ્યું છે. રાત્રે એ વિચાર આવ્યો કે, આ બધા આગમ આગમ બધી વાતો કરે છે, બધી હો પણ વીતરાગવિજ્ઞાન અને ભેદજ્ઞાન... Page #41 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૮ આહાહા.! જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.’ મૂળ પ્રયોજન છે એ તો જાણતો નથી અને બીજા આગમ આદિની અનેક વાતો કરી કરીને ત્યાં રોકાઈ જાય. ખરેખર તો ચારે અનુયોગનો સાર વીતરાગવિજ્ઞાનતા છે. આમાં લીધું ને? વીતરાગવિજ્ઞાન. છે? વીતરાગ દશા થવાનું કારણ ભેદજ્ઞાન. ચારે અનુયોગોમાં સાર તો વીતરાગતા છે). એ આવ્યું છે ને? “પંચાસ્તિકાય? ૧૭૨ ગાથા. ચારે અનુયોગોનો સાર તો વીતરાગતા છે. ક્યાંય તેનો સાર રાગ છે અને રાગથી લાભ છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ? સૂત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. વીતરાગતા ક્યારે થાય છે? કોઈ પરાશ્રયથી કે રાગના આશ્રયે વીતરાગતા થતી નથી. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છેતેનો અર્થ કે, સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગ સ્વભાવનો આશ્રય લેવો, ત્યારે વીતરાગ થાય છે. એ તાત્પર્ય થયું. સમજાણું કાંઈ? સર્વ શાસ્ત્રનો સાર વીતરાગતા છે તો વીતરાગતા ઉત્પન્ન કેવી રીતે થાય? તેનો અર્થ બધા શાસ્ત્રમાં સ્વદ્રવ્યનો આશ્રય લેવો તેનાથી વીતરાગતા ઉત્પન્ન થાય છે એમ નીકળે છે. આહાહા.! સમજાણું કાંઈ? કોઈ શાસ્ત્રમાં અનેક પ્રકારના કથન હો, પણ તેનું તાત્પર્ય તો વીતરાગતા બતાવવી છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગ જે વિધિએ થયા તે વિધિ બતાવવી છે. એ વિધિમાં વીતરાગતાનો સાર આવવો જોઈએ. તો વીતરાગતા ક્યારે થાય? કે, વીતરાગ જિનસ્વરૂપ પ્રભુ આત્મા, જિન સ્વરૂપ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત અનંત શુદ્ધ શક્તિ અને શુદ્ધ પવિત્રતાનો પિંડ એ આત્મા, તેનો આશ્રય લેવો એ સર્વ શાસ્ત્રનો સાર છે. જઘન્ય લેતાં સમ્યગ્દર્શન (થાય) છે, વિશેષ આશ્રય લેતા ચારિત્ર છે, વિશેષ આશ્રય લેવાથી કેવળજ્ઞાન થાય છે. પરંતુ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા.! સમજાણું કાંઈ? અહીંયાં પણ એ કહ્યું, “વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય, ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી” છે? તેમાં પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો શુદ્ધ ચિદાનંદઘન પ્રભુને પોતારૂપ જાણી (તેમાં) પરનો અંશ પણ ન મેળવવો અને પરમાં પોતાનો અંશ ન મેળવવો. છે ને? સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પર રાગાદિનો અંશ પણ ન મેળવવો અને રાગાદિમાં પોતાનો અંશ ન મેળવવો કે શુદ્ધ સ્વરૂપ છે તેમાં રાગ છે, એમ મેળવણી કરવી નહિ. તેનું નામ જીવઅજીવનું ભેદજ્ઞાન ભિન્નતા છે. નહીંતર તો જીવ-અજીવ બેય તત્ત્વમાં ભૂલ છે, જીવ-અજીવ બેય તત્ત્વમાં ભૂલ છે. ત્યાં એ કહ્યું. સાતમા (અધિકારમાં) છે. ૨૨૯ પાનું. નવ તત્ત્વની વિપરીત શ્રદ્ધાનું સ્વરૂપ લીધું છે ત્યાં છે. અહીંયાં એ કહેવું છે, જુઓ! જે પ્રાણી શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આ એ જ વાત થઈ. વીતરાગ શાસ્ત્રમાં તો શુદ્ધ સ્વરૂપનો આદર કરવો, વેદન કરવું – અનુભવ કરવું એ કથન છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા! ભગવાને કેવો પોતાનો આશ્રય લઈને પરમાત્મપદ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કલશમૃત ભાગ-૬ પ્રગટ કર્યું શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે એનો અર્થ શું થયો? કે, નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય લેતો નથી. અંદર ભગવાન પરમ આનંદ, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતાથી ભરેલો છે. આ તો અવ્યક્ત ઉપરથી બધો વિચાર આવ્યો. એ વસ્તુ છે એ અવ્યક્ત બાહ્ય પ્રગટ નથી. એવી ચીજની અંદરમાં દૃષ્ટિ કરી અનુભવ કરવો એ બધા શાસ્ત્રનું તાત્પર્ય છે. તેનાથી જે ભ્રષ્ટ છે તો તેણે શાસ્ત્રનું તાત્પર્ય જાણ્યું જ નથી. આહાહા.! સમજાણું કાંઈ છે? સ્વરૂપથી ભ્રષ્ટ છે તે “મોક્ષમાર્ગના અધિકારી નથી; આહાહા.. તેનો અર્થ શું થયો? કે, શુદ્ધ સ્વરૂપ છે તેનો આશ્રય લેવો એ મોક્ષમાર્ગનો અધિકારી છે અને તેનાથી ભ્રષ્ટ થઈ શુભ-અશુભ રાગનો આશ્રય લેવો એ મોક્ષમાર્ગનો અધિકારી નથી. એ સંસારમાર્ગના અધિકારી છે. “રમણીકભાઈ'! આ માર્ગ આવો છે. આહાહા...! વીતરાગ જિનેન્દ્રદેવ પરમાત્મા આમ ઇન્દ્રો અને ગણધરોની વચમાં આ વાત ફરમાવે છે. આહાહા.! માર્ગ આ છે. શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ “તેઓ મોક્ષમાર્ગના અધિકારી નથી; “હતા: (કહીને) તેનો ધિક્કાર કર્યો છે. આહાહા.! છે? “મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાદૃષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે.” “હતા: હણ્યો છે. તુચ્છતા કરી છે. તારી ચીજ શું છે? રાગ અને પુણ્યાદિમાં ધર્મ માને છે. “તા: (એમ કહીને) ધિક્કાર કર્યો છે. આહાહા...! ઢેષ છે? ધિક્કાર કર્યો અને દ્વેષ નથી? કરુણા છે. પ્રભુ! તું ક્યાં છો? તારી ચીજ અંદર મહાન પ્રભુ બિરાજે છે ભગવતુ સ્વરૂપ, એ તરફ તારો ઝુકાવ નથી અને તારી ચીજમાં એ ચીજ છે નહિ અને પુણ્યાદિ પરિણામ નુકસાનકર્તા છે તે તરફ તારો ઝુકાવ છે. ધિક્કાર છે. તારા આત્માનો ધિક્કાર તું કરે છે, એમ કહે છે. તારા આત્માનો તું ધિક્કાર કરે છે તો અમે ધિક્કાર કરીએ છીએ એમ બતાવીએ છીએ. આહાહા.! સમજાણું કાંઈ? માર્ગ બાપા, ભગવાન! જિનેન્દ્ર પરમાત્માની અલૌકિક વાતું છે. લોકોને તો બહારથી મળી નથી, સાંભળી નથી. આહાહા...! જીવન ચાલ્યા જાય છે. અમૂલ્ય જીવન. દુનિયા ગમે તે માનો ન માનો. સત્ય તો આ છે. નહીંતર તો અહીંયાં તો ધિક્કાર કર્યો છે. આહાહા...! જે કોઈ પ્રાણી વ્યવહાર રત્નત્રય આદિ રાગથી આત્માને લાભ થાય એમ માને છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. “દતા. પોતાના આત્માને ધિક્કારે છે અને રાગનો આદર કરે છે તો શાસ્ત્ર કહે છે કે, તને ધિક્કાર છે. આહાહા...! તારો આનંદનો નાથ અંદર ભગવાન... આહાહા.! શુદ્ધ સ્વરૂપનો પિડ પડ્યો છે તેનો તે અનાદર કરે છે અને રાગનો આદર કરે છે તો તારા સ્વરૂપમાં તારો ધિક્કાર થાય છે તો અમે પણ “તા:” કહીએ છીએ. આહાહા...! સંતો એમ કહે છે કે, ધિક્કાર છે, પ્રભુ તને આ શું થયું? આહાહા....! તારી રુચિ નહિ પરમાત્મા પ્રત્યે તને પ્રેમ નથી અને પામર પ્રત્યે તારો પ્રેમ છે એ રાગાદિ Page #43 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૮ ૨૯ ભાવ એ તો પામર છે, રાંક છે, ભિખારા છે. આહાહા..! ઝેર પ્રત્યે તને પ્રેમ છે અને અમૃત પ્રત્યે તને ધિક્કાર છે. આહાહા..! સમજાણું કાંઈ? “ધિક્કા૨ કર્યો છે. કેવા છે?” “સુહાસીનતાં ગતા:’ ‘કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે.’ એ શુભરાગ પણ કર્મની સામગ્રી છે. આહાહા..! તેમાં સુખબુદ્ધિ રાખે છે. રાગ, શુભરાગ આવે છે તેમાં સુખબુદ્ધિ રાખે છે તો એ કર્મની સામગ્રીમાં તેને સુખબુદ્ધિની વાંછા છે. ભગવાન આનંદની સામગ્રી અંદર પડી છે તેનો પ્રેમ નથી. આહાહા..! આવી વાત સાંભળવી કઠણ પડે એવી વસ્તુ છે. વસ્તુ તો પણ આ છે. અરે..! જન્મ-મ૨ણ કરતા કરતા દુઃખી થઈને દુઃખના દરિયામાં એણે ડૂબકી મારી છે. આનંદનો સાગર પડ્યો છે તેમાં ડૂબકી નથી મારતો. શું કહ્યું? આનંદસાગર ભગવાન.... આહાહા..! એમાં તો દૃષ્ટિ કરતો નથી અને દુઃખનો સાગર જે રાગાદિ એમાં પ્રેમ કરે છે. આહાહા..! તો કહે છે કે, તું તારા આત્માનો અનાદર કરે છે તો અમે કહીએ છીએ કે, અરેરે..! તને ધિક્કાર છે, ભાઈ! અને રાગાદિ સામગ્રીમાં, વાંછામાં સુખમાં પડ્યા છે. ‘ચાપતમ્ પ્રતીનં’ (વાપતમ્) ‘રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા તે પણ હેય કરી.’ અમે તો તેને હેય કરી છે. જેમાં તને પ્રેમ છે તેને તો અમે હેય કહીએ છીએ. આહાહા..! થોડી વાત પણ વાત મૂળની વાત છે. આહાહા..! શું કહ્યું? ‘સુવાસીનતાં ગતા:” ૫૨માં સુખની વાંછા કરે છે તેનો ધિક્કાર કર્યો. વાપતમ્ પ્રતીનં’ (ચાપતમ્) ‘રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા તે પણ હેય કરી.’ અને તે માને છે કે આદરણીય છે. આહાહા..! સમજાણું કાંઈ? સત્ય તો સત્ય હોય ને! તેને અસત્યના અંશની મદદ નથી. આહાહા..! ચપળતા, વિકલ્પ ઊછે છે એ બધી ચપળતા છે, એમ કહે છે. આહાહા..! છે ને? “વાપતમ્” વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ છે તેમાં જે વિકલ્પ ઊઠે છે એ ચાપલ્ય છે, ચપળપણું છે. આહાહા..! તેને તો હેય કહ્યું છે. તેનાથી નિશ્ચય થાય એમ હોય નહિ. સમજાણું કાંઈ? ચાપલ્ય શબ્દ વાપર્યો છે, જુઓ! ચપળપણું. અંદર સ્થિ૨૫ણું આવવું જોઈએ. આહા..! વિકલ્પમાં ચપળપણું આવે છે. ચાહે તો શુભ હો કે અશુભ હો તેને તો હેય કર્યો છે. આહાહા..! ‘જ્ઞાનન્વનમ્ ઉન્મૂતિતમ્” ‘બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું...' આહાહા..! બુદ્ધિપૂર્વક. કહે છે કે, અજ્ઞાની બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં જેટલું ભણવું,...' ઝીણી વાત પડે, પ્રભુ! પણ સત્ય તો આ છે. આ વસ્તુ જ્ઞાનમૂર્તિ છે તેને બહારનું ભણવું એ તો વિકલ્પ છે, કહે છે. પદ્મનંદિ પંચવિંશતિમાં એમ કહ્યું કે, શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે એ વ્યભિચારીણિ છે. આહાહા..! મુમુક્ષુ :– એમાં તો ઝગડા થયા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કલશમૃત ભાગ-૬ ઉત્તર :- ઝગડો થાય તો શું કરે? પ્રભુ! ભાઈને તે દિ’ કહ્યું હતું. “ઉજ્જૈનથી આવ્યા હતા પેલા, કેવા? “સત્યેન્દ્ર “સત્યેન્દ્ર પંડિત. તેને કહ્યું હતું કે, ભાઈ! શાંતિથી સાંભળો તો આ વાત છે. પદ્મનંદિમાં તો એમ કહ્યું છે કે, પોતાની બુદ્ધિ, શાસ્ત્ર પર વસ્તુ છે તેમાં જાય છે એ બુદ્ધિને વ્યભિચારી કહી છે. આહાહા..! સમજાણું કઈ? ભગવાન બિરાજે છે પ્રભુ અંદર આનંદનો નાથ, આહાહા.... એ તો જ્ઞાનનો સાગર છે તેને ભણવાથી જ્ઞાન થાય છે એ ચીજ નથી. જ્ઞાનસ્વરૂપી છે. સમજાણું કાંઈ? આહાહા.! ભણવું એ એક વિકલ્પ છે. આવી વાત છે. મુમુક્ષુ :- વર્તમાનમાં તો અભ્યાસ કરવો જોઈએ ને? ઉત્તર :- અભ્યાસ કરે એ વિકલ્પ છે. આવે છે. અભ્યાસ પહેલા આવે છે પણ છે વિકલ્પ, એ કોઈ વાસ્તવિક જ્ઞાન નથી. આહા...! બે ઠેકાણે આવશે. કાલે એક આવ્યું હતું ને? ૧૮૯. આ તો પહેલા ૧૮૮માં આવે છે. ૧૮૯માં આવશે. આહાહા...! જેટલું ભણવું...” છે? “વિચારવું...? પરદ્રવ્યના જેટલા વિચાર કરવા એ બધો વિકલ્પ. રાગ છે. આહાહા.! “ચિંતવવું...” નિજ શુદ્ધ સ્વરૂપથી હટીને પરદ્રવ્યનું ચિંતવન કરવું. આહાહા...! “સ્મરણ કરવું ઈત્યાદિ છે તે મોક્ષનું કારણ નથી.” આવે છે. હો, પણ મોક્ષનું કારણ નથી. ચિંતવનનો વિકલ્પ. ચિંતવનના બે અર્થ છે. અહીંયાં વિકલ્પના અર્થમાં ચિંતવન છે અને નિયમસારમાં આત્માની એકાગ્રતાની અપેક્ષાએ ચિંતવન છે. ચિંતવનના બે અર્થ થાય છે. એ નિશ્ચય ચિંતવન–અંતરની એકાગ્રતા. આ વ્યવહાર વિકલ્પ ચિંતવન કહ્યું. નિયમસારમાં છે. આહાહા.! પોતાનું ચિંતન કરવું. એ ચિંતનનો અર્થ શું? વસ્તુમાં એકાગ્રતા. ચૈતન્ય સ્વરૂપની સન્મુખતા એનું નામ ચિંતવન. આ ચિંતવન તો વિકલ્પ છે. સમજાણું કઈ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહએમ સમજવું. શબ્દ તો એના એ હોય છે પણ એનો પ્રયોજન, અર્થ શું છે? તે સમયે કોની વાત ચાલે છે? કઈ અપેક્ષાએ ચાલે છે? તે પ્રમાણે તેનો અર્થ થવો જોઈએ. અહીંયાં ચપળતા વિકલ્પની વાત છે. ચિંતવન કરવું, ભગવાનનું સ્મરણ કરવું. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું. ઇત્યાદિ.” વગેરે વગેરે ઘણા અસંખ્ય પ્રકારના વિકલ્પ. શુભઅશુભ અસંખ્ય લોક પ્રમાણે. આહાહા.! “તે...” “નૈનિતમ્' ઉમૂલ. મૂળમાંથી ઉખાડી નાખ્યું છે. ‘૩મૂનિતમ્ મૂળમાંથી ઉખાડી નાખ્યું છે. બિલકુલ મોક્ષનું કારણ નથી. આહાહા.... સમજાણું કાંઈ? “ભૂતિત. ગધેડા જેમ ઘાંસ મૂળમાંથી ખેંચીને ખાય ને અંકૂર ન રહે, પછી ઊગે નહિ એમ આ ધર્માત્માએ “ઉજૂનિતમ્'. વિકલ્પને, ચાપલ્યને મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. આહાહા.! સમજાણું કાંઈ “ભૂતિ મૂળ શબ્દ તો આટલો છે. “મૂનિતમ્ મૂળમાંથી કાઢી નાખ્યું છે. પછી સાધારણ અર્થ કર્યો. “મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે.” “ભૂતિનો Page #45 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૮ ૩૧ અર્થ “હેય ઠરાવ્યું છે. આહાહા..! આવો માર્ગ એટલે માણસને આકરો પડે. પ્રભુ માર્ગ તો આ છે. પહેલા આની હા તો પાડ, માર્ગ તો આ છે. હા પાડ તો આગળ વધીશ, ના પાડીશ તો નરક અને નિગોદ પડ્યા છે. આહાહા...! સ્મરણ, ચિંતવન, આહાહા...! ભણવું, વિચારવું એ “જૂનિતમ્'. વિકલ્પ છે ને વિકલ્પ વિચારનો અર્થ અહીંયાં વિકલ્પ લેવો. વિચારનો અર્થ એકલું જ્ઞાન એમ નહિ. સમજાણું કઈ? મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો એમ પણ કહ્યું છે કે, વિચાર છૂટી જાય તો તો આત્મા જડ થઈ જાય. એમ કહ્યું છે. ત્યાં વિચાર તો નિર્વિકલ્પના અર્થમાં (છે). રાગ નહિ પણ વિચાર, જ્ઞાનની પર્યાય ચાલે છે તેને વિચાર કહે છે. જ્ઞાનની પર્યાય ચાલે છે તેને વિચાર કહ્યું છે. અને અહીંયાં વિચાર કહ્યું છે તે વિકલ્પને વિચાર કહ્યું છે. એકના એક શબ્દનો જ્યાંત્યાં જે ઠેકાણે લાગુ પડે તે પ્રમાણે અર્થ કરવો જોઈએ. સમજાણું કાંઈ? મુમુક્ષુ :- “નિયમસારમાં જુદો અર્થ કર્યો છે. ઉત્તર :વિચારનો અર્થ એક જ–આત્માનું ધ્યાન કરવું એ વિચાર. નિયમસારમાં કહ્યું કે, ચિંતવન? એ પહેલાં કહી દીધું. એ ચિંતવનનો અર્થ ત્યાં ધ્યાન, એકાગ્રતા છે. આ ચિંતવનનો અર્થ વિકલ્પ છે. કહ્યું હતું ને પહેલું? કહ્યું હતું પહેલું. મુમુક્ષુ :- ત્યાંથી જ વિષય શરૂ કર્યો. ઉત્તર :- શરૂ કર્યો છે. ખ્યાલ છે ના કોઈ વખતે બહાર આવે ન આવે. બાકી ખ્યાલ તો બધો વર્તે છે. આહાહા.! આકુળતા તે પણ હેય કહી છે. આહાહા. થયું? “મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. આહાહા...! “લાત્મન gવ વિત્તમ્ માનાનિત’ (નાત્મનિ વ) “શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને...” “માનિ ? (અર્થાતુ) આત્મામાં જ. એમ. “બાત્મનિ વ’ એટલે આત્મામાં જ. શુદ્ધ આત્મામાં. “જીવ' છે ને? “ગાર્માનિ અવ' આત્મામાં જ. “શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને...” એમ અર્થ કર્યો. “બાત્મનિ વ શબ્દ પડ્યો છે ને? તો આત્મામાં જ, એમ. એટલે શુદ્ધ સ્વરૂપમાં જ. “એકાગ્ર થઈને...” આહાહા.! સમજાણું કાંઈ? (વિરમ્ ગાનાનિત) મનને બાંધ્યું છે. શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને જ્ઞાનની પર્યાયને ત્યાં લઈ ગયા છે. મનને બાંધ્યું. “મન” શબ્દ જ્ઞાનની પર્યાય ત્યાં લઈ ગયા છે. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં લગાવી દીધી છે. આહાહા.! સમજાણું કાંઈ? મુમુક્ષુ :- શુદ્ધસ્વરૂપની એકાગ્રતામાં મનનું અવલંબન નથી રહેતું? ઉત્તર:- દ્રવ્યમનનું મન નથી, ભાવમનમાં વિકલ્પ છે તે પણ નહિ. નિર્વિકલ્પ ભાવમન કહેવામાં આવે છે. એક અપેક્ષાએ કહેવામાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક”માં “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું છે કે, મનથી થાય છે એમ પણ કહેવામાં આવે છે. “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે. કેમકે મન આમ હતું અને આમ આવ્યું એ અપેક્ષાએ કહ્યું). જે મન રાગ તરફ હતું Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કિલશામૃત ભાગ-૬ એ મનને આ તરફ લીધું તો એ અપેક્ષાએ મનથી પણ કહેવામાં આવે છે. પરંતુ મનનો અર્થ ત્યાં વિકલ્પ ન લેવો. સમજાણું કાંઈ? આહાહા.! મુમુક્ષુ :- મનના અવલંબનમાં વિકલ્પ તો હોય જ. ઉત્તર :- હા. વિકલ્પ છૂટ્યો છે તોપણ મનથી થયું એમ કહેવામાં આવે છે. મન નામ મનન. જ્ઞાનનું મનન થયું ને? મનન. એ અપેક્ષાએ મનથી થયું એમ પણ કહેવામાં આવે છે, પણ તે નિર્મળ નિર્વિકલ્પ મન. ત્યાં છે – “મોક્ષમાર્ગ પ્રકાશક “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એમ છે. “મનને બાંધ્યું છે. આત્માના સ્વરૂપમાં પોતાની પર્યાયને જોડી દીધી છે. કહ્યું હતું નહિ? મોક્ષાર્થી, મોક્ષાર્થીની વ્યાખ્યા કહી હતી. મોક્ષાર્થી મુમુક્ષુ, મોક્ષાર્થી યોગી. નિજ શુદ્ધ સ્વરૂપમાં જોડાણ થવું તે મોક્ષાર્થી, તે યોગી. સમજાણું કાંઈ કહ્યું હતું ને? ત્રણ. મોક્ષાર્થી મુમુક્ષુ પોતામાં લીન થાય છે, તેને યોગી કહે છે. આહાહા.... જે મન-વચન-કાયાના કંપનમાં જોડાવું થાય છે તે અયોગી છે, ભોગી છે. આહાહા...! નિજ સ્વરૂપમાં એકાગ્રતા થવી ત્યાં મનથી થઈ એમ નિર્વિકલ્પથી કહેવામાં આવ્યું છે. વિકલ્પ નહિ. એકાગ્ર થઈને...” (વિત્તમ્ નિાનિત) આત્માને આત્મામાં લગાવી દીધો છે. એમ કહે છે. આત્માને આત્મામાં લગાવી દીધો છે. રાગથી, વિચાર કલ્પનાથી છોડાવી આત્માને, મન નામ આત્મામાં લગાવી દીધો છે. આહાહા.! સમજાણું કાંઈ? “આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે...” આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે. “કાસપૂઈ-વિજ્ઞાનનોપનાઘે:” આહાહા...! (માપૂર્ણવિજ્ઞાન) નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહ જે આત્મદ્રવ્ય આહાહા...! હવે આત્મદ્રવ્યની વ્યાખ્યા કરી. જેમાં લીન થાય છે તે શું છે? આત્મદ્રવ્ય શું છે? પૂર્ણ કેવળજ્ઞાન પિંડ છે. એ તો એકલો જ્ઞાનસ્વરૂપી છે. કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. સમજાણું કાંઈ? નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહ... આહાહા.! ભગવાન દ્રવ્યના જ્ઞાનમાં આવરણ નથી. આહાહા.! બેનના શબ્દમાં એક આવ્યું છે ને કંચનને કાટ નહિ, અગ્નિને ઊધઈ નહિ, ભગવાન આત્મામાં આવરણ, અશુદ્ધતા અને ઊણપ નહિ એમ વચનામૃતમાં ત્રણ શબ્દ આવ્યા છે. ભગવાન આત્મસ્વરૂપમાં આવરણ નથી, અશુદ્ધતા નથી અને ઊણપ નામ કમી નથી. સમજાણું કાંઈ? આહાહા...! આવી વાતું ધર્મની. ઓલું તો સહેલું હતું). એકેન્દ્રિય, બેઇન્દ્રિયની દયા પાળો ને આ કરો, સહેલું હતું, લ્યો. રખડવાનું હતું. આહા. માર્ગ તો આ છે, ભાઈ! સામૂવિજ્ઞાન “નિરાવરણ કેવળજ્ઞાન...” એમ છે ને? “ગાસપૂર્ણ પૂર્ણ વિજ્ઞાનઘન આત્મા. તેનો સમૂહ જે આત્મદ્રવ્ય. આહાહા.. તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી.” રાગથી ભિન્ન પડ્યો તો આત્મા પોતાની જ્ઞાનની પર્યાયથી, પરની અપેક્ષા વિના વિજ્ઞાનઘન આત્માને પ્રાપ્ત કરે છે. પ્રત્યક્ષ પ્રાપ્ત કરે છે. જે પ્રાપ્ત કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. છે? પ્રત્યક્ષપણે Page #47 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૮ ૩૩ પ્રાપ્ત થવાથી. જ્યાં રાગ ને વિકલ્પ ને સ્મરણનો વિકલ્પ પણ રહ્યો નહિ ત્યાં અંદરમાં આત્મા સીધો આત્મા જ્ઞાનથી પોતાની પ્રાપ્તિ કરે છે. તેનું નામ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. વિશેષ લઈશું...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) (વસન્તતિલકા) यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नघोऽघः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।१०.१८९।।) ખંડાન્વય સહિત અર્થ :- “તત્ બનઃ ૐ પ્રમાદ્યતિ (તત) તે કારણથી (નન) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ ( પ્રમાદ્યતિ) કેમ પ્રમાદ કરે છે ? ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન ? “ઘઃ અધઃ પ્રતિ જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી “નન: ઉર્ધ્વમ કણ્વ વિ વિરોદતિ' (નર) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (ર્ણમ્ કર્ણ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ (વુિં ન વિરોદતિ) કેમ પરિણમતો નથી ? કેવો છે જન ? “નિ:પ્રમાઃ નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? યત્ર પ્રતિક્રમણમ્ વિષે ઇવ પ્રીત (યત્ર) જેમાં (પ્રતિમામ) પઠનપાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઈત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (વિષે ઇવ પ્રીત) વિષ સમાન કહ્યા છે, તત્ર અપ્રતિમામ્ સુધાર: Pવ ચા (તત્ર) તે નિર્વિકલ્પ અનુભવમાં (પ્રતિક્રમણમ) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (સુધાવુc: વ ચાતુ) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦-૧૮૯. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પોષ સુદ ૧૧, ગુરુવાર તા. ૧૯-૦૧-૧૯૭૮. કળશ-૧૮૯ પ્રવચન-૨૦૯ કળશટીકા' ૧૮૯ કળશ. મોક્ષ અધિકાર' છે ને? મોક્ષ અધિકાર.’ (વસન્તતિલકા) यत्र કલશામૃત ભાગ-૬ तत्राप्रतिक्रमणमेव सुधा તાઃ प्रमाद्यति ખન: नोर्ध्वमूर्ध्वमधिरोहति तत्किं किं प्रतिक्रमणमेव विषं प्रणीतं સ્વાત્। प्रपतन्नघोऽघः निष्प्रमादः।।१०-१८९ ।। ખંડાન્વય સહિત અર્થ :- તત્ નન: હ્રિ પ્રમાઘતિ” શું કહે છે? આત્મામાં આત્મા અપ્રતિક્રમણ સ્વરૂપ છે. જે અજ્ઞાનીનું અપ્રતિક્રમણ–પાપ છે તેની તો અહીં વાત નથી, પણ જ્ઞાનીનું જે પ્રતિક્રમણ છે, પ્રતિક્રમણ વગેરે આઠ બોલ છે, તે પણ વિષકુંભ છે. કેમકે ભગવાનઆત્મા અનંત અતીન્દ્રિય આનંદ, અનંત આનંદ સ્વરૂપ, અતીન્દ્રિય અનંત આનંદરૂપ, આનંદ સ્વરૂપ, તેનું વેદન કેમ નથી કરતો? એમ કહે છે. આહાહા..! શુભભાવ જે પ્રતિક્રમણ આદિનો છે તેને તો ઝેર કહ્યું. અમૃત તો આત્માનો અનુભવ (છે). કેમકે આત્મા જે છે એ અતીન્દ્રિય અનંત આનંદરૂપ જીવતર શક્તિનો ભંડા૨ (છે). શું કહ્યું? આત્મા જે છે એ તો અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત જીવતર શક્તિ; પહેલી શક્તિ છે ને? અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત જીવતર શક્તિ. જીવતર શક્તિમાં અનંતતા. આહાહા..! એવી એવી અનંત અતીન્દ્રિય આનંદરૂપ અનંત શક્તિ જેનું રૂપ છે, એવા ભગવાનઆત્માનો અનુભવ કેમ નથી કરતો? એમ કહે છે. અમે જ્યારે શુભભાવને વિષ કહ્યો તો તેને છોડી, અજ્ઞાનીના અપ્રતિક્રમણ અશુભભાવની તો વાત છે જ નહિ, અપ્રતિક્રમણ જે અજ્ઞાનીના છે, મિથ્યાદર્શન, અજ્ઞાન આદિ તેની વાત તો અમે છોડી દીધી છે, ફક્ત શુભભાવ જે છે એ વિકલ્પમાં વિકલ્પ કરતા કરતા કરતા કરતા કરતા તો બધા ઝેર છે. આહાહા..! તેને જ્યારે ઝેર કહ્યું તો નીચે ઊતરવા માટે નથી કહ્યું. હૈં? આહાહા..! અંત૨ ભગવાનઆત્મા એક એક શક્તિ અનંત અતીન્દ્રિય અનંત આનંદરૂપ Page #49 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ ૩૫ અને તે એક શક્તિ અનંત શક્તિરૂપ, એવો અતીન્દ્રિય અનંત આનંદરૂપ, અનંત શક્તિઓ, એક એક શક્તિ પણ અનંતરૂપ, તેનો ધરનારો ભગવાનઆત્મા, તે અમૃતનો અનુભવ કેમ નથી કરતો? એમ કહે છે. આવી વાત છે. તત્ નન: વિં પ્રમાદ્યતિ જ્યારે અમે શુભભાવને ઝેર કહ્યું તો તેનાથી નીચે ઊતરી અશુભભાવ કરવાનું કહ્યું નથી. આવો પ્રમાદ કેમ કરે છે? અર્થાત્ તે કારણથી જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ” કેમ પ્રમાદ કરે છે? આહાહા...! એ શુભભાવમાં કેમ રમે છે? શુભભાવ પ્રમાદ છે. આહાહા.! અત્યારે તો બધું જોર એનું ચાલે, શુભભાવથી શુદ્ધ થાય. અહીં તો શુભભાવને ઝેર કહ્યું તો કૃપાસાગર, ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી.” એમ કહે છે. આહાહા...! ચાહે તો અસંખ્ય પ્રકારના શુભ વિકલ્પ હો, તેનાથી આત્માનું સાધ્ય નામ મુક્તિની સિદ્ધિ નથી. આહાહા...! સાધ્ય તો ભગવાન પરમાત્મા અનંત આનંદ સિદ્ધ દશા પ્રગટ કરવી, સાધ્ય તો તે છે. ઉપેય કહ્યું ને? ઉપાય-ઉપેય કહ્યું ત્યાં સાધ્યને ઉપેય કહ્યું છે. પરમાનંદ અનંત અતીન્દ્રિય શક્તિઓ, અનંત અતીન્દ્રિય આનંદરૂપ, તેની પર્યાયમાં અતીન્દ્રિય અનંત આનંદરૂપ સર્વ શક્તિની વ્યક્તતા-પ્રગટતા (થાય) તે સાધ્ય છે. સમજાણું કાંઈ? તો એ સાધ્ય, પ્રમાદ-શુભભાવથી તો સાધ્યની સિદ્ધિ થતી નથી. આહાહા...! સમજાણું કઈ? આચાર્ય કૃપાસાગર કહે છે, “નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી.” આહાહા.! વિકલ્પ છે એ તો. અહીં તો વિશેષ કહેશે. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન?” “અધ: અધઃ પ્રપત આહાહા.! ભાષા (જુઓ ! ત્યાં “ગધ: : ભાષામાં તો શુભથી ઊતરીને અશુભમાં જવું, એમ લીધું હતું. અહીં બીજી વાત લીધી છે. ત્યાં એમ લીધું કે, અમે જ્યારે આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવને જ્યારે અમૃત અને અપ્રતિક્રમણ કહીએ છીએ તો વિષપરિણત શુભને છોડીને અશુભમાં જવું એમ તો અમે કહ્યું નથી. અહીં તો વળી એથી જુદો અર્થ કરે છે. “અધ: અધ: પ્રપતન” જેમ જેમ અધિક ક્રિયા કરે છે,” જુઓ! બહુ ક્રિયા કરવામાં તત્પર છે. દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને વાંચન ને શ્રવણ ને ચિંતવન ને મન ને... આહાહા..! શું કહે છે? જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે.... આહાહા.. જેમ જેમ ઘણા વિકલ્પ કરે, શાસ્ત્ર ભણવા, વાંચન ને પઠન ને પાઠન ને, એમ તો અધ અધઃ એ તો શુભભાવમાં વિશેષ ઊતરે છે, એ તો વિકલ્પમાં ઊતરે છે. આહાહા...! ભગવાન કૃપાસાગરા આમાં આવ્યું ને? સંસારી જીવમાં નથી આવ્યું? “સંસારી જીવના ભાવમરણો ટાળવા કરુણા કરી ભગવાન કુંદકુંદાચાર્યે કરુણા કરી. કરુણાનો વિકલ્પ આવ્યો ને દુનિયાને કહ્યું, અરે...! પ્રભુ! અમે કહીએ છીએ પ્રભુ આત્મા મોટો અનંત આનંદકંદ, એક એક શક્તિ અતીન્દ્રિય અનંત આનંદથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કલશામૃત ભાગ-૬ ભરી છે. એક એક શક્તિ, એવી અનંત શક્તિ અતીન્દ્રિય અનંત આનંદથી ભરી છે અને એ શક્તિ પાછી અનંત છે. એક એક શક્તિમાં અનંત રૂપ છે. એવી અનંતી શક્તિમાં અતીન્દ્રિય અનંત આનંદરૂપ અનંત શક્તિ, અનંત રૂપ પડ્યા છે, એવા ભગવાન આત્મામાં કેમ નથી જાતો? આહાહા! આવી વાત છે. પંચમ આરો છે તો એમ નથી કહ્યું કે, પંચમ આરામાં તો અત્યારે શુભભાવ જ બસ છે. કેટલાક સાધુ ઈ કહે છે, અત્યારે તો શુભભાવ એ બસ છે, મોક્ષ નથી. અરે.. ભગવાના આત્મા મુક્તસ્વરૂપ જ છે, પ્રભુ! તને ખબર નથી. એ મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ તરીકે અત્યારે મુક્તસ્વરૂપ છે. એ તો પર્યાયમાં મુક્તિની વાત ચાલે છે તો પહેલા મુક્તસ્વરૂપની દૃષ્ટિ તો કર, એમ કહે છે. ક્રિયાકાંડ કરતા કરતા કરતા અધઃ અધઃ અધઃ અધઃ, શુભભાવના વિકલ્પ કરતા કરતા અધોઃ અધોઃ આઘો ક્યાં જા છો? આહાહા...! શ્રીમદુમાં તો એક વાક્ય એવું છે કે, બહુ વાંચન કરે એની બુદ્ધિ મંદ થઈ જાય છે. શું કાંઈક ભાષા બીજી છે. મનનશક્તિ.? બહુ વાંચન, વાંચન, વાંચન આખો દિ પાના ને પાના જોયા જ કરે. આહાહા...! મનનશક્તિ અંદરની જે અંતરમાં વળવાની શક્તિ એ તો વિપરીત થઈ જાય છે. આહાહા...! અહીં શું લીધું અધઃ અધ, અધિક અધિક વિકલ્પ કરે છે. વાંચનનો, દયાનો, વતનો, ભક્તિનો, પૂજાનો, ભગવાનની ભક્તિમાં બેસે, બસ. આઠ આઠ કલાક, દસ કલાક બેસે). મુમુક્ષુ :- પાંચ-છ કલાક ધ્યાન કરે તો? ઉત્તર :ધ્યાન તો અંતરનું ધ્યાન છે કે બહારનું ધ્યાન છે? અંતર નિર્વિકલ્પ (સ્વરૂપમાં) જવું તે ધ્યાન છે. ભગવાનનું ધ્યાન આઠ કલાક કરે તો એ તો વિકલ્પ છે, રાગ છે. આહાહા...! અનંત શક્તિઓ અને અનંત શક્તિમાં પણ એક એક શક્તિનું અનંત રૂપ અને એક એક શક્તિ પણ અતીન્દ્રિય અનંત આનંદરૂપ, અનંત જેનું રૂ૫, એવી અનંત શક્તિઓનો પ્રભુ દ્રવ્ય ભગવાન, એના તરફ કેમ જાતો નથી? કહે છે. આહાહા.! અને વિકલ્પની પરંપરા હાંક્યા જ કરે છે, કર્યા જ કરે છે, એમ કહે છે. તું એક પછી એક વિકલ્પ કર્યા જ કરે છે. અંતરમાં જવાનો તો જરીયે પ્રયત્ન પણ કરતો નથી. જે કરવાનું છે એ તો કરતો નથી. આહાહા...! દિગંબર સંતોની એવી વાણી છે. પાંચમા આરાને જોતા નથી કે, આ પાંચમો આરો છે નો આરા-ફારા આત્મામાં કાંઈ છે જ નહિ. આત્મામાં રાગ નથી, ત્રિકાળ આત્મામાં તો પર્યાય નથી તો વળી કાળ ક્યાંથી આવ્યો? આહાહા...! આહાહા.! અહીંયાં કહે છે, “અધઃ અધઃ પ્રપતન જેમ જેમ અધિક ક્રિયા....” બહુ ક્રિયા કરે). અપવાસ ને ઉણોદરી ને રસપરિત્યાગ ને કાયોત્સર્ગ ને કાયક્લેશ ને ભગવાનને ખમાસણા દેવા ને... આહાહા.. જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે.' આકરું પડે એવું છે. વસ્તુસ્થિતિ પહેલી અનુભવ કરાવે છે. દૃષ્ટિથી અનુભવ વિના ધર્મની Page #51 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ ૩૭ શરૂઆત થતી નથી. બીજામાં વિશેષ કાળ આપે છે, અધઃ અધઃ વિકલ્પમાં જાય છે એ કરતાં આ બાજુ તો જા. આહાહા...! “ધનપાલજી'! આ ધન છે. એ ધનને પાળ ને, એમ કહે છે. રાગાદિ વિકલ્પમાં કેમ ઊતરે છે? આહાહા...! એક તો ભગવાને દૃષ્ટિનો વિષય બતાવ્યો અને તેમાં લીન થવાની આજ્ઞા કરી. આહાહા..! સમજાણું કાંઈ? અરે.. જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે.” આહાહા..! આકરી વાણી છે. જેમ જેમ શુભ શુભ વિકલ્પ, હોં! આહાહા..! જેમ જેમ શુભ વિકલ્પ કરતો જાય છે તેમ તેમ અધિક વિકલ્પ ઉત્પન્ન થાય છે અને તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. આહાહા...! ગજબ વાણી છે ને! આ વસ્તુનું સ્વરૂપ. આહાહા...! સમજાણું કાંઈ? જેમ જેમ વિકલ્પ કરે છે, વિકલ્પ તો રાગ છે ને, પ્રભુ ઝેર છે નો આહાહા.. તો જેમ જેમ વિકલ્પમાં ખૂબ ક્રિયાકાંડમાં જોડાય છે તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. હજી તો શ્રદ્ધાના ઠેકાણા નથી કે, સ્વરૂપ તરફની એકાગ્રતા થાય એ જ ધર્મની શરૂઆત (છે). સમજાણું કાંઈ? કાલે કહ્યું હતું ને? પંચાસ્તિકાય”માં ૧૭૨ ગાથામાં એમ કહ્યું છે, શાસ્ત્રનું તાત્પર્ય, સૂત્ર તાત્પર્ય તો ગાથાદીઠ કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર તાત્પર્ય, બધાનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા...! અને વીતરાગતા તો ત્યારે થાય છે કે જ્યારે ભગવાન પૂર્ણ અનંત શક્તિનો સાગર, તેનો આશ્રય લે છે તો વીતરાગતા ઉત્પન્ન થાય છે. તો સર્વ શાસ્ત્રનો સાર તો સ્વનો આશ્રય લેવો તે છે. હૈ? પહેલેથી ઠેઠ આગળ સુધી, શરૂઆત સમ્યગ્દર્શનથી માંડી કેવળજ્ઞાન પર્યંત સ્વનો આશ્રય વધારવો અને સ્વનો આશ્રય લેવો. આહાહા.! સમજાણું કાંઈ? અહીં કહે છે કે, પરનો આશ્રયથી અધો અધો, આઘો આઘો કેમ જાય છે? જેમ જેમ ક્રિયાકાંડ કરતો જાય છે તેમ તેમ અંતર સ્વરૂપથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. એકલું ભ્રષ્ટ કહ્યું નથી. આહાહા. એવો માર્ગ છે, પ્રભુ! દુનિયા સાથે તો મેળ ખાય એવું નથી. શું થાય? માર્ગ તો આ છે. આહાહા.! કહે છે કે, તું કોણ છો? તું તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ છો ને, નાથા જેમ જેમ ક્રિયાકાંડમાં વિકલ્પ કરતો જાઈશ તો અનુભવથી ભ્રષ્ટ થઈશ. આહાહા...! એ ક્રિયાકાંડના વિકલ્પ છોડી અશુભમાં જાવું એ વાત તો છે જ નહિ. સમજાણું કાંઈ? આહાહા...! એ તરફનો જેમ જેમ વિશેષ વિકલ્પ છે એમ એ તો વિશેષ વિશેષ પ્રમાદ છે. આહાહા...! પંચ મહાવ્રત આદિ પાંચ સમિતિ, સાધુના અઠ્યાવીસ મૂળગુણ પાળવાનો) વિકલ્પ એ તો પ્રમાદ છે. છë ગુણસ્થાને વિકલ્પ) ઉત્પન્ન થાય છે એ તો પ્રમાદ છે. આહાહા! કહે છે કે, આટલી આટલી ક્રિયાકાંડમાં એક અપવાસ, બે અપવાસ ને ત્રણ અપવાસ ને ચાર અપવાસ ને પાંચ અવપાસ કરવા, એમ) ચડતા ચડતા ક્રિયાકાંડમાં ચડતો જાય Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કલશમૃત ભાગ-૬ છે એ તો અધો અધો જાતા, ભગવાનઆત્માનો જે નિર્વિકલ્પ અનુભવ, તેનાથી તો ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. આહાહા. આવું સાંભળવું પણ કઠણ પડે. હૈ? આ સાંભળવા મળે નહિ. આહાહા..! પ્રભુ! તું તો નિર્વિકલ્પ અમૃતકુંડ છો ને, નાથા આહાહા...! ત્યાંથી હટી અધઃ અધઃ આઘે આઘે કેમ જાય છે? નજીક કેમ આવતો નથી? એમ કહે છે. આહાહા.! ભાષા કેવી લીધી છે? કે, “કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે.” આહાહા.! કૃપાના સાગર છે. વિકલ્પ કરુણા ઉત્પન્ન થઈ છે. આહાહા...! ક્રિયાકાંડમાં વિકલ્પ બહુ કરે છે, પંચ મહાવ્રત ને દયા, દાન ને આમ ખાવું ને આમ પીવું ને આમ ન લેવું ને. એ તો બધું વિકલ્પની ઝાળ, રાગની ઝાળ છે. જેને ભગવાને તો વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યો છે. કુંભ, કુંભ, કુંભ, કુંભ તો પાણીથી ભર્યો હોય. આ તો ઝેરથી ભરેલો છે, એમ કહે છે. કુંભ” શબ્દ છે ને? કુંભ. કુંભ-પાણી છે ને? કુંભા કુંભનો અર્થ પાણી થાય છે. ભ (એટલે) ભરેલો. પાણીથી ભરેલો તેને કુંભ કહે છે. અહીંયાં કહે છે કે, વિષથી ભરેલો એવો વિષકુંભ છે. આહાહા...! વાણી તો વાણી છે. દિગંબર સંતોની વાણી કયાંય છે નહિ. આહાહા...! એને એકવાર ઊંચો ઊભો કરે છે. જાગ રે જાગ, નાથા વિકલ્પમાં રહેવું એ તારે માટે ઠીક નથી. આહાહા...! દુનિયાના માન ને સન્માન. અમને કોઈ માને ને અમે દેખાવમાં બહાર પડીએ. શું છે? ક્યાં જાવું છે તારે? એ બધી બહિરાત્મબુદ્ધિમાં કેમ ચાલ્યો જાય છે? આહાહા.! ભગવાન કૃપાસાગર કુંદકુંદાચાર્ય, “અમૃતચંદ્રાચાર્ય બધા કહે છે ને? આ ગાથા તો કુંદકુંદાચાર્યદેવની છે. એ તો પછી “કળશટીકા' (થઈ. આહાહા...“તે કારણથી.” “ન: ટ્વમ્ ઝર્ધ્વ વિ ધરોહતિ આહાહા...! અરે. અમે એમ કહ્યું કે, શુભભાવ ઝેર છે તો એને છોડી નીચે નીચે કેમ ઊતરે છે? એ વિકલ્પમાં ને વિકલ્પમાં કેમ ચાલ્યો જાય છે? શુભમાં ને શુભમાં સમજાણું કાંઈ? કોઈ સ્થળે એને સાધન કહ્યું હોય તો એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવું છે. અહીંયાં ઝેર કહે અને ત્યાં સાધન કહે તો એ તો વિરુદ્ધ છે. ભગવાનની વાણી વિરુદ્ધ હોય નહિ. અરે.! દિગંબર સંતોની વાણી વિરુદ્ધ હોય નહિ. આહાહા...! મહા અમૃતનું વેદન કરનારા, પ્રચુર અતીન્દ્રિય અમૃત, અતીન્દ્રિય અમૃત, ભાઈ! એ શું ચીજ છે? આહાહા...! અતીન્દ્રિય આનંદ શું છે? આહાહા.! જ્યાં ઇન્દ્રિયના વિષયો, ઈન્દ્રાસનના ને ઈન્દ્રાણીઓના (વિષયો) અશુભભાવરૂપી ઝેર છે. આહાહા...! અહીંયાં તો શુભભાવને ઝેર કહ્યું. આહાહા...! ભગવાન એમ કહે કે, અમારું સ્મરણ કરે, અમારી ઉપર લક્ષ રાખો, અમે કહેલા શાસ્ત્રનું વાંચન કરો, વિચાર કરે એ બધું તો વિકલ્પ છે ને, ભગવાના આહાહા...! કહો, શશીભાઈ! આહાહા...! અને તું ક્યાં છો? પ્રભુ! તને ઊંચે ચડાવવાની વાત કરીએ છીએ અને તું વિકલ્પની ઝાળ (કર્યા કરે), ખૂબ ક્રિયાકાંડ શાસ્ત્રમાં ચાલ્યો છે. વ્યવહારનયનું નિમિત્ત Page #53 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ ૩૯ અવલંબન જોઈને ખૂબ કહ્યું છે. નથી આવ્યું શાસ્ત્રમાં અગિયારમી ગાથા. હૈ? આહાહા.! નિમિત્ત હસ્તાવલંબ જોઈને વ્યવહારનું કથન તો કર્યું છે. આહાહા.! જયચંદજી પંડિત ખુલાસો કરે છે. ભગવાને એ વ્યવહારનું કથન કહ્યું છે એ બધો સંસાર છે. આહાહા. એક સમયનો સંસાર (છે) બાકી આખો આત્મા ભગવાન અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ! અરે.! આત્મા! આવો મનુષ્યભવ મળ્યો, જૈનદર્શનની વાણી મળી. આહાહા...! તું શુભમાં આગળ આગળ એની ક્રિયા, પ્રવૃત્તિ કરતો જાય છે અને કરે છે.. આહાહા.! ગન: કર્ધ્વ કર્ધ્વ વિ વિરોદતિ' અરે.! જના સંસારી સમસ્ત પ્રાણી જીવરાશિ.” (ર્ણમ્ કર્ધ્વમ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ....” “ િન થિરોદતિ આહાહા.! એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ભગવાન સ્વરૂપ નિર્વિકલ્પ. અરે.. એક એક શક્તિ અનંત અનંત આનંદસ્વરૂપ નિર્વિકલ્પ. આહાહા.! એવી અનંત શક્તિના સાગર-સમુદ્રથી ભરેલો પ્રભા એમાં આરૂઢ કેમ થતો નથી? આહાહા.! એને કહે કે, નિશ્ચયાભાસ થઈ ગયો. સાધન-ફાધન એને કહેતા નથી. ભાઈ! સાધન-ફાધન નથી, સાંભળ તો ખરો. પ્રજ્ઞાછીણી સાધન કહ્યું. કહ્યું નહિ? પ્રજ્ઞાછીણીનો અર્થ અનુભવ છે. પ્રજ્ઞાછીણી શબ્દનો અર્થ જ અનુભવ છે. આહાહા...! રાગથી ભિન્ન પોતાનો અનુભવ નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવવો)... આહાહા.! સમજાણું કાંઈ? તેને ત્યાં ભેદજ્ઞાન અને પ્રજ્ઞા કહ્યું છે. પ્રજ્ઞા એટલે એકલી જ્ઞાનની પર્યાયનો વિકાસ, એમ નહિ. આહાહા.પ્રજ્ઞા છે. પ્ર-વિશેષ જ્ઞ એટલે સ્વરૂપ તરફનું ભેદજ્ઞાન કરવું એ સાધન છે. આહાહા...! અરે.! પ્રભુ! નીચે નીચે કેમ જાય છે? તું ઊંચે કેમ આવતો નથી? એમ કહે છે. સમજાણું કાંઈ નીચે નીચેની વ્યાખ્યા પણ અહીંયાં તો એ કરી, શુભને જ નીચે નીચેની વ્યાખ્યા કહી છે. શુભથી નીચે ઊતરી અશુભમાં જવું એ વાત તો છે જ નહિ. આહાહા. વ્યવહારના કથન શાસ્ત્રમાં ઘણા આવે છે તો એવા વિકલ્પ અને વિકલ્પની ઝાળમાં તું કેમ ગુંચવાઈ જાય છે? આહાહા.. કેમકે અમારે સર્વ શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા બતાવવું છે. તને વીતરાગતા થાય એ કહેવું છે. કેમકે વસ્તુ વીતરાગસ્વરૂપ છે. જિનસ્વરૂપ આત્મા! આહાહા...! તમારી છોડી બોલતી હતી. “નરેન્દ્રાની. પાંચ વર્ષની છે ને? ધનપાળભાઈના ભાઈની, એની છોડી જ કહેવાય ને? તમારા ભાઈની દીકરી–છોડી. ઘટ ઘટ અંતર જિન વસે' એમ કહેતી હતી. ઠીકા કીધું બેન. નાની ઉંમરમાં આવા શબ્દો તો બોલે છે). “ઘટ ઘટ અંતર જિન વસે અંદર વિકલ્પથી પાર પરમાત્મા, પૂર્ણ પરમાત્મ સ્વરૂપ વસે છે, પ્રભુ! તેને અમે આત્મા અને તેને પરમાત્મા કહીએ છીએ. આહાહા...! એવા નિર્વિકલ્પ, નિર્વિકલ્પમાં કેમ જાતો નથી? “ઝર્બન ઝર્ઝન' જોયું? ઓલામાં બે અધઃ અધઃ' શબ્દ હતા. “અધ: ધ' હતું. અહીં “áમ્ ર્ધ્વ છે). આહાહા...! ગજબ ટીકા! સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તે વાણી કહેવાય. ક્યાંય છે નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કલશમૃત ભાગ-૬ આહાહા...! અરે...! પ્રભુ! તું શુભ-અશુભ અધઃ અધઃમાં ક્યાં ચાલ્યો જાય છે? ત્યાં “ર્બન ટ્વે બે વખત) લીધું. થોડું હો પણ સત્ય હો, પ્રભુઅહીં તો એ વાત છે. સમજાણું કાંઈ? મુનિ પણ આ તો કોઈ અલૌકિક વાતું છે, ભગવાના આહાહા...! કાલે કોઈ લખાણ આવ્યું હતું ને? (કહેતા હતા), અહીં બાવન જિનાલય બનાવો. અરે.. ભગવાના ક્યાં કરે? આ તો થઈ ગયું છે થઈ ગયું. એક જણ કહે કે, “બાહુબલીની પ્રતિમા બનાવો. કોણ બનાવે? ભગવાના આહાહા..! એ તો થઈ ગયું છે થઈ ગયું. હવે તો પહેલા શાસ્ત્રને સસ્તા બનાવો અને શાસ્ત્રમાંથી નીકળી પછી અંદરમાં જાઓ. શું કહ્યું? આ જે શાસ્ત્ર છે તેને સસ્તા-સોંઘા બનાવો જેથી લોકોને પહોંચે અને પછી સસ્તો તમારો આત્મા છે ત્યાં જાઓ. વચમાં રાગની જરૂર નથી. સરૂપતા શરીરની જરૂર નથી કે શરીર નિરોગ હોય તો અમે અનુભવ કરી શકીએ, આહાહા.. પૈસા હોય તો અનુભવ કરી શકીએ, અમારો નિભાવ કરનારા દીકરા-દીકરી રસ્તે ચડી ગયા હોય તો પછી અમે અનુભવ કરી શકીએ. પંડિતજી! તમારે કાંઈ છે કે નહિ? કાંઈ નથી? એક છોકરો છે. આહાહા. એમ કે, એકાદબે છોકરાવ સરખા (લાઈન) ચડી જાય તો પછી અનુભવ થાય). પ્રભુ! તને ખબર નથી. એ વખત તને ક્યાં મળશે? અહીં કહે છે, આહાહા...! “નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ કેમ પરિણમતો નથી?” આહાહા. જોયું? “ઘરોદતિની વ્યાખ્યા કરી. આહાહા.. વીતરાગપણે કેમ પરિણમતો નથી? એ શુભરાગ ઝરપણે કેમ ત્યાં અટકી જાય છે? સમજાણું કાંઈ? કેમ પરિણમતો નથી?’ ઘરોહતિ વ્યાખ્યા કરી. આહાહા! કેવો છે જન?” “નિ:પ્રમાઃ “નિર્વિકલ્પ છે.” વિકલ્પથી ભિન્ન થઈને અનુભવ થાય એ તો નિર્વિકલ્પ અનુભવ છે. એમાં કોઈ વિકલ્પની સહાય નથી. એમ કહે છે. આટલા આટલા વિકલ્પ કરે પછી (અનુભવ થાય). એક ફેરી કહ્યું હતું ઓલા “છોટાલાલજીએ. “છોટાલાલજીનું આવ્યું હતું કે, વ્યવહાર પહેલો કરે પછી વિશ્રામ મળે પછી અંદરમાં જાય. પછી બિચારા ફરી ગયા, પછી ફરી ગયા. પહેલું ઠીક હતું, વચમાં ફેરફાર થઈ ગયા પછી (કહે), મારી ભૂલ થઈ ગઈ. “છોટાલાલ બ્રહ્મચારી હતા. “ઈન્દોર. અરે. ભગવાન માર્ગ તો આ છે. પહેલી કબુલાતમાં પણ નકાર છે એ અંદરમાં કેવી રીતે જશે? હેં? આહાહા! શાસ્ત્રનો બોધ દેવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. લ્યો! એમ આવે છે. શાસ્ત્ર વેંચવા, વસાવવા એ બધી વાતો વિકલ્પની છે, ભગવાના પાઠ એવા આવે. શાસ્ત્ર વેંચો, ભણો, ભણાવો તો જ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે. એ શુભરાગ હો તો ક્ષયોપશમ છે, પણ એ ક્ષયોપશમ કંઈ યથાર્થ નથી. શાસ્ત્રદાન આદિમાં રાગ મંદ થયો છે તો ક્ષયોપશમ થાય પણ એ તો પરલક્ષી ક્ષયોપશમ છે, ભગવાના આહાહા.! અહીંયાં તો નિર્વિકલ્પમાં કોઈ વિકલ્પની અપેક્ષા જ નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આહાહા.! છે? Page #55 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ કેવો છે જન ?” નિ:પ્રમાઃ” નિ:પ્રમાવ:' એમ છે ને? નિર્વિકલ્પ છે...’ એમાં પ્રમાદ નથી. પ્રમાદ નામ વિકલ્પ જેમાં નથી. જેટલા વિકલ્પ છે એ બધા પ્રમાદ છે. આહાહા..! ‘કેવો છે...’ નિર્વિકલ્પ અનુભવ છે. એ નિઃપ્રમાદ છે અને નિર્વિકલ્પ અનુભવ છે. આહાહા..! રાગનો સહારો છોડી જે અનુભવ છે એ તો નિર્વિકલ્પ છે. નિષ્ક્રમાદ છે એ જ નિર્વિકલ્પ અનુભવ છે. આહાહા..! સમજાણું કાંઈ? 'યત્ર પ્રતિમળમ્ વિષે વ પ્રખીતું જેમાં પઠન-પાઠન,...' આહાહા! લોકો એમ કહે કે, આપણે શાસ્ત્ર ખૂબ ભણો, ભણાવો, ઉપદેશ ક્યો, એમાંથી કર્મનો ક્ષય થશે. ભગવાન! એ વાત (રહેવા દે). એ બધા વિકલ્પ છે, પ્રભુ! આહાહા..! ૪૧ મુમુક્ષુ :- ક્ષય ન થાય પણ મોળા તો પડે ને! ઉત્તર :- પાતળા-બાતળા જરીયે થતો નથી. પાતળો ક્યારે કહેવાય? મિથ્યાત્વનો અભાવ થાય ત્યારે પાતળો કહેવામાં આવે છે. અહીં તો વાત જ જુદી છે, ભાઈ! આહાહા..! લોકોને કઠણ લાગે. શાસ્ત્રમાં ભાષા પણ એવી આવે. દસ પ્રકારના ધર્મમાં આવે છે, ત્યાગધર્મમાં. પુસ્તક બીજાને આપે તો ત્યાગધર્મ. પણ એનો અર્થ બીજો છે, ભાઈ! એમાં રાગ ઘટાડે છે અને પુસ્તકની દરકાર કરતા નથી અને પોતાના સ્વભાવ તરફ જાય છે તેને યથાર્થ ત્યાગધર્મ હોય છે. આહાહા..! સમજાણું કાંઈ? એક લખાણનો ભાવાર્થ ન સમજે તો શું (થાય)? શાસ્ત્રમાં તો ઘણા લખાણ છે, પ્રભુ! જેમાં આત્માનો આશ્રય ન થાય એ કોઈ ચીજ નથી. ભગવાનઆત્મા જ્યાં પરિપૂર્ણ પરમાત્માનો નાથ, પરમાત્મ સ્વરૂપ એનું રક્ષણ છે, પરમાત્મ સ્વરૂપનો રક્ષક આત્મા છે. આહાહા..! એનો રક્ષક નિર્વિકલ્પ બને ત્યારે વીતરાગતા થાય છે. આહાહા..! એ નિર્વિકલ્પ અનુભવ છે. યંત્ર પ્રતિક્રમણમ્' પઠન-પાઠન,...’ છે? આ આવ્યું હતું, બે દિ' પહેલા કહ્યું હતું. ઓલા શેઠ હતા ને? પઠન-પાઠન, સ્મરણ, ચિંતન,...’ ભગવાનની ‘સ્તુતિ,... દેવ-ગુરુ-શાસ્ત્રની સ્તુતિ. આહાહા..! વંદના...' દેવ-ગુરુ-શાસ્ત્રની વંદના, જાત્રા. સમેદશીખર'ની જાત્રા, ગિરનાર’ની જાત્રા. ‘ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે,' ભગવાને તો તેને ઝેર કહ્યું છે. આહાહા..! લોકો સાંભળી શકે નહિ. ઝેર કહ્યા છે. વાંચન, શ્રવણ આદિમાં વિકલ્પ ઊઠે છે. એ હોય, પણ એ છે વિકલ્પ, રાગ. આહાહા..! અહીંયાં તો પઠનપાઠન, મનન, સ્તુતિ, વંદનાને ઝેર કહ્યું છે. છે? વિષ સમાન કહ્યા છે...’ એમ કહ્યું ને? ‘વિષ વ પ્રળીતેં' ઝે૨ જ કહ્યું છે. એમ. ‘વ’ છે ને? આહાહા..! ઝેર સમાન કહ્યા છે,...’ અપ્રતિક્રમણ આત્માનો જે અનુભવ એ શું છે, તે વાત કહેશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કલશમૃત ભાગ-૬ પોષ સુદ ૧૨, શુક્રવાર તા. ૨૦-૦૧-૧૯૭૮. કળશ–૧૮૯, ૧૯૦ પ્રવચન–૨૧૦ કળશટીકા' ૧૮૯ કળશ ચાલે છે, અહીં સુધી આવ્યું છે. “અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે ત્યુ સુધી આવ્યું છે ને? હું શું કહ્યું કે, આત્મા વસ્ત તરીકે તો શુદ્ધ આનંદપ્રભુ છે. સચ્ચિદાનંદ શુદ્ધ અતીન્દ્રિય અનંત આનંદ, શુદ્ધ અનંત દર્શન, શુદ્ધ અનંત આનંદ, જ્ઞાન સ્વરૂપ એવી અનંતી શક્તિનો પિંડ પ્રભુ વસ્તુ સ્વભાવ, તેમાં જે આ પ્રતિક્રમણ ને શાસ્ત્ર ભણવા અને ભણાવવા, સ્તુતિ, ભગવાનની સ્તુતિ ને વંદન, એ બધો રાગ છે, વિકલ્પ છે. આહાહા..! સમજાણું કાંઈ? હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો તીવ્ર ઝેર છે જ પણ અહીંયાં જે રાગની મંદતામાં શાસ્ત્ર ભણવા, ભણાવવા, વંદન, સ્તુતિ આદિ સ્મરણ, પરમાત્માનું સ્મરણ, ભક્તિ, પૂજા આદિનો ભાવ બધો શુભરાગ છે, ઝેર છે. ગજબ વાત છે, પ્રભુ એ તારી ચીજમાં નથી. એ તો આગળ આવશે કે, ભાવકૃત જ્ઞાનની ચૈતન્ય પરિણતિથી ચેતના સ્વરૂપ ચેતન અનુભવમાં આવે એવી એ ચીજ છે. એ આગળ કહેશે. શું કહ્યું કે, એ વિકલ્પ આદિ જેટલા ભક્તિ, પૂજાના ભાવ, ભગવતુ નામ સ્મરણ બધો રાગ છે, એ આત્માના આનંદ સ્વરૂપથી વિપરીત વિષકુંભ છે, ઝેરના ઘડા છે. આહાહા...! ત્યારે ભગવાનઆત્મા ચેતનાસ્વરૂપ ચેતન એમ કેમ લીધું? નીચે લેશે. ચેતનામાં બધું જાણવામાં આવે છે એ ચેતના. રાગ જાણવામાં આવે એ વિકારને વિષકુંભ કહ્યું તે પણ જાણવાની ભૂમિકામાં જાણવામાં આવે છે. જાણવાની ચેતનાભૂમિમાં ચેતનાની પરિણતિમાં, પર્યાયમાં એ રાગ જાણવામાં આવે છે કે, આ રાગ ભિન્ન છે. તો એ રાગથી આત્મામાં લાભ થાય છે, ભગવાનની ભક્તિ ને પૂજા ને દયા, દાનથી આત્માને ધર્મ અને લાભ થાય છે એમ છે નહિ. આહાહા.! આકરી વાત છે. એ કહે છે, જુઓ! “પ્રીત “ઝેર સમાન કહ્યા છે....” “તત્ર અપ્રતિમામ રાધાદ:” સમયસારમાં એવો અર્થ લીધો છે કે, પઠન, પાઠન, પ્રતિક્રમણ, વંદન, સ્તુતિને જ્યારે ઝેર કહ્યું તો પાપ જે અપ્રતિક્રમણ છે, અનાદિનું પાપ, એને સુધા કેમ (કહીએ)? એ અમૃત કેમ હોય? એ ઠીક કેમ હોય? એમ. સમજાણું કાંઈ? જ્યારે શુભભાવ(ને) વિષ કહ્યું, જેને દુનિયા સદાચાર કહીને ધર્મ માને છે. ભગવાનની ભક્તિ, પૂજા, સ્મરણ, દાન એવો જે વિકલ્પ છે એ પણ જ્યાં ઝેર કહ્યું તો પછી પાપ પરિણામને શું કહેવું? એ તો અમૃત નહિ, એ તો ઝેર જ છે. એવો અર્થ સમયસારમાં કર્યો છે. અહીંયાં બીજો અર્થ કહેશે. “સમયસારમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ ૪૩ અર્થમાં આમ લીધું છે. અહીંયાં બીજું કહેશે. શું? પ્રતિક્રમણ આદિ શુભભાવ... આહાહા.. આત્માની પ્રાપ્તિમાં એ કારણ નથી. ત્યારે પ્રાપ્તિનું કારણ કોણ? કે, અપ્રતિક્રમણ. “સુધાવુર: વ ચા” “તે નિર્વિકલ્પ અનુભવમાં...” અંતરમાં જ્ઞાનની ભાવ પરિણતિ દ્વારા, ભાવકૃતજ્ઞાનની પર્યાય દ્વારા ચેતના સ્વરૂપ ચેતનનો અનુભવ (થવો) એ અમૃત છે, તે ધર્મ છે. આહાહા...! આકરી વાત છે, ભાઈ! અનંત અનંત કાળ થયા પણ કદી એણે ચેતના, ચેતના, ચેતના જેમાં જાણવું દેખવું સ્વભાવ છે). પરવસ્તુ પણ છે તેની કબુલાત કોણ કરે છે? એ તો ચેતના (છે). આહાહા.! શરીર, વાણી, મન, રાગ કે પરમાત્મા આદિ છે, તે છે એ કઈ ભૂમિકામાં જાણવામાં આવે છે? કે, ચેતનાની વર્તમાન પરિણતિની ભૂમિકામાં જાણવામાં આવે છે. ચેતના ત્રિકાળી ગુણ છે અને ચેતના સ્વરૂપ એ ચેતન દ્રવ્ય છે. આહાહા.. જેમાં, જે ભૂમિકામાં જાણવામાં આવે છે કે, આ છે, આ છે, આ છે, એ આ છે એ તેને જાણવામાં આવતું નથી પણ આ જ્ઞાનની પર્યાયમાં આ છે, એમ જાણવામાં આવે છે. આહાહા.. તો ખરેખર તો ત્યાં જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધિ પામે છે. આહાહા.! એ પરવસ્તુ પ્રસિદ્ધિ નથી પામતી. સમજાણું કાંઈ ચેતન ભગવાન, આ ચેતન ભગવાન આત્મા, તેની ચેતના શક્તિ-ગુણ-સ્વભાવ છે), તેની ચૈતન્ય પરિણતિ–ભાવકૃત. એ ભાવકૃત પરિણતિમાં આ છે, આ છે, રાગ છે, વ્યવહાર છે, આ છે તેની પ્રસિદ્ધિ ચૈતન્યની પર્યાયમાં, ચૈતન્યની પર્યાયની પ્રસિદ્ધિ થાય છે. હૈ? આહાહા.. આ છે, છે, તેની પ્રસિદ્ધિ તેમાં નથી. આ છે તેની પ્રસિદ્ધિ ચૈતન્ય પરિણતિમાં છે. ચૈતન્યની પરિણતિ જે પર્યાય છે તેની પ્રસિદ્ધિ છે. અહીંયાં આત્મખ્યાતિ કહ્યું ને? એ આત્મખ્યાતિ છે. ટીકાનું નામ “આત્મખ્યાતિ' છે ને? આહાહા. ચૈતન્યની વર્તમાન, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના રાગથી ભિન્ન ચૈતન્યની પરિણતિમાં જ આ છે, એવી પ્રસિદ્ધિ ચૈતન્ય પરિણતિ કરે છે તો એ ચૈતન્ય પરિણતિની જ પ્રસિદ્ધિ છે. એ પરિણતિ દ્વારા ચેતના સ્વરૂપ ચેતનને અનુભવવો એ અમૃત છે. આહાહા...! આવી વાત છે. ઝીણી વાત બહુ બાપુ! અત્યારે તો દુનિયામાં બહારમાં ધર્મને નામે કંઈક કંઈક ચાલ્યું છે પણ પ્રભુ! એમાં હિત નથી. જેમાં જન્મ-મરણ મટે નહિ એ હિત ક્યાંથી આવ્યું? આહાહા...! શુભભાવ તો જન્મ-મરણ સંસારરૂપ છે. શુભભાવ ઝેર, સંસારરૂપ છે. ભગવાન આત્મા એ ઝેરના કાળમાં પણ ચેતન પરિણતિ ઝેરને પોતામાં પોતાને કારણે જાણે છે. જે જાણે છે એ જાણનપર્યાય, ચેતના ગુણ તેને ધરનારો ચેતન, તેનો અનુભવ એ અમૃત છે. આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભગવાનજી તારી ચીજની શું મહિમા! આહાહા...! સર્વોત્કૃષ્ટ ભગવાન અંદર બિરાજમાન છે. સર્વજ્ઞ પરમાત્માની તો એ પર્યાય છે અને આ તો દ્રવ્ય સ્વભાવ છે. ભગવાન આત્મા વસ્તુ છે જે વસ્તુનો સ્વભાવ છે. આગળ કહેશે. “સ્વનિર્ભર આહાહા.! પછીના શ્લોકમાં–૧૯૦માં કહેશે. છેલ્લું પદ છે. એ તો સ્વરસથી પરિપૂર્ણ ભર્યો Page #58 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૬ છે. આત્મ ભગવાન અંદર આત્મા જે છે એ નિજ સ્વભાવ ચેતના, આનંદથી ભરપૂર ભર્યો છે. આહાહા..! તેનો અનુભવ એ અહીંયાં કહ્યું–એ અપ્રતિક્રમણ. અપ્રતિક્રમણનો અર્થ શું કર્યો? ‘ન ભણવું,...’ ભણાવવું નહિ. ૫૨ને ભણાવવું એ તો વિકલ્પ, રાગ છે. આહાહા..! ‘ન ભણવું,...' આહાહા..! ‘ન ભણાવવું,..’ છે ને? જેને પોતાને ભણવું નથી અને નથી ભણાવવું, એ અપ્રતિક્રમણ છે. એ વિકલ્પરહિત નિર્વિકલ્પતા છે, એમ કહે છે. આહાહા..! આવી ઝીણી વાતું છે. એને હિતને માટે (વાત છે). મુમુક્ષુ :- નિશ્ચયનયનો પક્ષ તો કરવો કે નહિ? ઉત્તર :– પક્ષ શું કરવો? એ તો પહેલો પક્ષ વિકલ્પથી આવે કે, માર્ગ આ છે. નિર્મળ શુદ્ધ પરિણતિથી આત્માને લાભ થાય છે એમ પહેલા વિકલ્પમાં આવે, પણ એ કંઈ સત્ય નિર્ણય નથી. એ નિર્ણય સત્ય નથી. પક્ષ કરવા ભૂમિકામાં પહેલા આવે છે કે, મારી ચીજ શુદ્ધ ચૈતન્ય અમૃત સ્વરૂપ, ચેતના સ્વરૂપમાં તેનો પક્ષ એ મારી ચીજ છે અને વિકલ્પ જે દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રતાદિના વિકલ્પ છે એ હું નહિ. એવા વિકલ્પ સહિત વીર્યમાં શુભભાવમાં આવો નિર્ણય કરવાની યોગ્યતા પ્રથમ આવે છે પણ એ આવ્યો માટે ત્યાં અનુભવ થાય છે, એમ છે નહિ. સમજાણું કાંઈ? અનુભવ તો ચેતન સ્વરૂપને અનુસરીને થવું તે અનુભવ છે. રાગને અનુસરીને થવું એ તો અહીંયાં ઝેર કહ્યું. આકરું કામ છે, ભાઈ! મોટા પંડિતો ભણી ભણીને મોટી વાતું કરે અને આવી વાતને ઊડાડી રે. આ સત્ય વાત છે એને ઊડાડી દો (અને કહે), સત્ય વાત નથી, આમ કરો, આમ કરો, આમ કરો. હવે એ તો અનંત વાર કર્યું છે, સાંભળ તો ખરો. ભગવાન ભક્તિનું નામ સ્મરણ, જાપ અનંત વાર કર્યાં છે અને પ્રતિક્રમણ, પરિહાર, ધારણા, નિંદા, ગર્હ એવો ભાવ-શુભભાવ અનંત વાર થયા છે. અહીંયાં તો જેનાથી જન્મમ૨ણ મટે અને ભવના ફંદ ટળે અને આનંદ-ભવના અભાવરૂપ આનંદનો સ્વાદ આવે એ વાત કહે છે. સમજાણું કાંઈ? અહીંયાં કહે છે કે, ભણવું-ભણાવવું તેને ઝેર કહ્યું. ન ભણવું તે અમૃત છે. આહાહા..! અર્થાત્ ભણવું એ તો એક વિકલ્પ છે, રાગ છે. શાસ્ત્ર ભણવા એ પણ એક રાગ, વિકલ્પ છે. આહાહા..! આમ તો આગમનો અભ્યાસ કરવો એમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં બહુ આવે છે. પહેલા અધ્યાયમાં જ આવ્યું છે. અભ્યાસ કરવાની વાત તો કરે પણ તે વિકલ્પ છે તેનાથી અંત૨માં આત્મજ્ઞાન થશે એમ છે નહિ. શાસ્ત્રમાં બુદ્ધિ જવી એ પણ એક વ્યભિચાર છે. કેમકે નિજ સ્વભાવને છોડી રાગની સાથે જોડાણ કર્યું તેનું નામ વ્યભિચાર છે. આહાહા..! ઝીણી વાત છે, ભગવાન! ૪૪ ‘ન ભણાવવું,..’ ભણવું નહિ, ભણાવવું નહિ. એ વિકલ્પ રહિત દશા છે, એમ કહે છે. આહાહા..! એમ કે, ખૂબ લાખો માણસમાં વાંચન કરવું, ઉપદેશ દેવો એ ધર્મ છે, એમ Page #59 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ છે નહિ. એ તો વિકલ્પ છે, ભગવાન! આહાહા..! ન ભણવું, ન ભણાવવું, ન વંદવું,...' વંદના ન કરવી. આહાહા..! વંદના કરવી એ વિકલ્પ, રાગ છે. વંદના ન કરવી નામ સ્વરૂપ તરફની એકાગ્રતા કરવી. એ ન વંધ્યું છે. આહાહા..! ‘ન નિંદવું,...’ પાપભાવ કર્યાં તેની નિંદા કરવી એ શુભભાવ છે. તે ન નિંદવું,...’ એ પણ ન કરવું. શેઠ! આવી વાત છે, ભગવાન! તું તો ભગવાન છો ને, પ્રભુ! અતીન્દ્રિય આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ – સત્—શાશ્વત જ્ઞાનમૂર્તિ પ્રભુ અને આનંદનો સાગર આત્મા, તેમાં વંદના, સ્તુતિ એ તો બધું વૃત્તિનું ઉત્થાન છે. વિકલ્પની ઉત્પત્તિ છે. આહાહા..! ન નંદવું તો અનાદર કરવો? ન વંદવુંનો અર્થ એ નથી. વંદનનો ભાવ છે, વિકલ્પ છે તો ન નંદવું એ નિર્વિકલ્પ છે, એમ. ન વંદવુંનો અર્થ દેવ-ગુરુ-શાસ્ત્રની વંદના નહિ, આદર કરવો નહિ. એટલે અનાદર કરવો એમ છે? અહીંયાં તો આદર કરવો એ વિકલ્પ છે તેને છોડવો. આહાહા..! આવી વાત છે. ‘લક્ષ્મીચંદભાઈ’! દુનિયાથી જુદી છે. આહાહા..! ઓહોહો..! પ્રભુ! તું તો ચેતન પરિણતિથી અનુભવમાં આવે એવો છો ને! ચેતનનું ચેતના સ્વરૂપ એ તો ચેતનની પરિણતિથી અનુભવમાં આવે એમ છે ને! પોતાની ચૈતન્ય પરિણતિથી તે અનુભવમાં આવે એવો છે, એ રાગથી અનુભવમાં આવે એવી એ ચીજ જ નથી. સમજાણું કાંઈ? કઠણ પડે પણ પહેલા એનો નિર્ણય તો કરો. વિકલ્પ સહિત નિર્ણયમાં પણ પહેલા આમ આવવું જોઈએ. આહાહા..! હું તો ચેતન પરિણતિથી, નિજ ચેતન સ્વરૂપ, ચેતના સ્વરૂપ ચેતનને અનુભવ કરી શકું છું. મારો પત્તો ચૈતન્ય પરિણતિથી, ચેતના સ્વરૂપ ચેતનનો પત્તો લાગે છે. આહાહા..! મારો ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ, એ મારી ચૈતન્ય પરિણતિ વિકલ્પ રહિત, એ પરિણતિથી તેનો પત્તો અને અનુભવ થઈ જાય છે. પત્તો લાગવો કહો કે અનુભવ કહો. આહા...! ‘ન નંદવું,..’ વંદનાનો અર્થ વંદનાનો વિકલ્પ ન કરવો, એમ. આહાહા..! નિજ ભગવાન સ્વ સિવાય કોઈપણ ચીજ પરવસ્તુ, ત્રણલોકના નાથ તીર્થંકર સર્વજ્ઞ ૫રમેશ્વર હો અને નિગ્રંથ દિગંબર સંત આનંદની લહેરમાં ઝુલનારા, એમની વંદના અને આદર એ પણ એક વિકલ્પ છે. આહાહા..! અનુભવ એ વિકલ્પથી નથી થતો. આહાહા..! ન વેંદવું, ઇત્યાદિ છે ને. ૪૫ ‘ન નિંદવું, એવો ભાવ...' ‘સુધાદ: વ ચાત્' ઓલામાં એમ લીધું છે કે, એ અમૃત કેમ હોય? એ તો અપ્રતિક્રમણ–પાપ. જ્યારે પુણ્યને, શુભભાવને ઝેર કહ્યું તો અશુભ અમૃત કેમ હોય? અહીંયાં એમ કહે છે કે, ન વંદવું, ન સ્તુતિ કરવી એ અમૃતનો ઘડો છે. છે? અમૃત ‘સુધાદ: વ ચાત્” ‘અમૃતના નિધાન સમાન છે.’ આહાહા..! હજી પહેલી કબુલાત ક૨વામાં ૫૨સેવા ઊતરી જાય. અહીંયાં તો ભગવાનઆત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ, તેનો અનુભવ ક૨વામાં.. શું કહ્યું? “અમૃતના નિધાન સમાન છે.’ પ્રભુ તો. આહાહા..! ભગવાન અંદર આત્મા જેને કહીએ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કલશમૃત ભાગ-૬ એ તો અમૃતનું નિધાન છે. અતીન્દ્રિય અનંત સુખનો સાગર છે, અતીન્દ્રિય અનંત જ્ઞાનનો તો ભંડાર છે. આહાહા.! એ ઇન્દ્રિયથી, મનથી, રાગથી જાણવામાં નથી આવતો. આહાહા! અરે.. “સુધાવર: કવ રચા” “અમૃતના નિધાન સમાન છે. કૂટનો અર્થ નિધાન કર્યો. સુધાનો અર્થ અમૃત કર્યો. કૂટ. કૂટપર્વત ઉપર મોટા કૂટ હોય છે. એમ આ કૂટ–નિધાન છે. આ પર્વત ઉપર મોટા કૂટ નથી હોતા? આપણે શાસ્ત્રમાં પણ આવે છે ને? ચારસો કૂટનો, પાંચસો કૂટનો. પર્વત ઉપર શિખર, શિખર હોય. એમ આ આત્મા તો અમૃતનું શિખર છે. આહાહા.! અમૃતનો કુંડ છે, અમૃતનો કૂટ છે, અમૃતનું નિધાન છે. આહાહા.! અહીં બે બીડી, સિગારેટ જ્યાં પીવે ત્યાં મોજ લાગે, મજા લાગે. સવારમાં ઉકાળો પીવે. ઊઠે એટલે પા શેર, દોઢ પા શેર ચા પીવે ત્યારે મગજ ઠીક (ચાલે). આહાહા. એને એમ કહેવું કે. પ્રભુ તારો આત્મા અતીન્દ્રિયનું નિધાન છે ને આ તારો પીવાનો ભાવ છે એ તો ઝેર છે ને! આહાહા...! સમજાણું કાંઈ? અમૃતકૂટા આહાહા...! આ નિષિધ પર્વત ને નિલય પર્વત નથી? પર્વત ઉપર કૂટ હોય છે. ઊંચા ઊંચા. શાશ્વત, શાશ્વત. એને કૂટ કહે છે. અહીંયાં ભગવાન અમૃતનો કૂટ છે. આહાહા...! એ પત્થરના કૂટ છે. નિષિધ, નિલય પર્વત આદિ છે. આ પરમાત્મા ભગવાન અંદર છે, ભાઈ! એને ક્ષેત્રની જરૂર નથી. ઘણું લાંબુ ક્ષેત્ર હોય તો આમ હોય, એવું કાંઈ છે નહિ. શરીર પ્રમાણે ભગવાન અંદરમાં અનંત આનંદનો કૂટ ભંડાર ભર્યો છે. આત્મા જ્યારે ભગવાન પરમાત્મા થાય છે ત્યારે તેને અનંત આનંદ આવે છે. એ અનંત આનંદ પ્રત્યેક ક્ષણે ભિન્ન ભિન્ન આવે છે. ભિન્ન ભિન્ન અનંત આનંદનો સાગર તો અંદર છે. એ તો એક સમયની આનંદની પર્યાય છે. પરમાત્મા જિનેન્દ્રદેવ અરિહંત થાય છે. ણમો અરિહંતાણું કહે છેએ કોઈ પક્ષનો શબ્દ નથી. ભગવાન આનંદથી ભર્યો પડ્યો છે તેનાથી વિરુદ્ધ ભ્રમણા, શ્રદ્ધા ને રાગ-દ્વેષને અરિ કહે છે. અરિ, જેને હંતા નામ હયા, અરિને જેણે હંતા-હણ્યા એ ણમો અરિહંતાણં. એમને હું નમસ્કાર કરું છું. એ આવે છે. એ કોઈ પક્ષનો શબ્દનો નથી. આહાહા...! ણમો અરિહંતાણં. જેણે ભગવાન આનંદના નાથનો અનુભવ કરીને ભ્રમણા મિથ્યાત્વ ને રાગદ્વેષરૂપી વેરીને હંતા નામ નાશ કર્યા અને પૂર્ણ આનંદની પર્યાયનો ઉત્પાદ કર્યો અને ધ્રુવ સ્વરૂપ તો અનાદિનું છે જ. આહાહા.. ઉત્પાદ-વ્યય-ધ્રુવ. ણમો અરિહંતાણે એવા અરિહંત. અરિ નામ વિકાર-દુશમનને હણીને જેણે નિજ અતીન્દ્રિય આનંદની પર્યાય-દશા પ્રગટ કરી, જેને સુધા-તૃષા નથી, જેને એકલો આનંદ આનંદ આનંદ છે એવા પરમાત્માને અરિહંત કહેવામાં આવે છે. આહાહા. એ પરમાત્માને જે અનંત આનંદ આવે છે તે પણ એક સમયની પર્યાય છે. આહાહા...! આ તો નિધાન છે. આવા અનંત અનંત આનંદનું તો નિધાન ભગવાન છે. અહીં “અમૃત” શબ્દ કહ્યો. આહાહા...! આવી વ્યાખ્યા ને ઉપદેશ. માંડ પકડાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૮૯ ४७ કઠણ પડે. ભઈ! માર્ગ તો આ છે, બાપા! દુનિયાએ કંઈને કંઈ ચડાવી દીધા છે. આહાહા.! ત્યાંથી પાછો વળ, પ્રભુ! અને જ્યાં સ્વરૂપ નિધાન છે ત્યાં આવ ને આહાહા! છે? તે “અમૃતના નિધાન સમાન છે. સુધાનો અર્થ કર્યો અમૃત. કૂટનો અર્થ કર્યો નિધાન. “જીવ ચા અમૃતના નિધાન “ઇવ’ (અર્થાતુ) નિશ્ચય રચાત’ હોય છે, એમ. સમજાણું કાંઈ? એ ચાર શબ્દમાં આમ પડ્યું છે. અમૃત–સુધા, કૂટ–નિધાન “વ રચાત’ એ જ છે. એ તો અમૃતનું નિધાન છે. આહાહા..! ભગવાન અંદરમાં તો અનંત આનંદનો નાથ છે પણ એની દશામાં ખબર નથી, ચોરાશી લાખો યોનિમાં ચાર ગતિમાં ભટકે છે. આહાહા.. જેને આત્માનું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો એ ઝેરના વિકલ્પથી ભિન્ન કરી અમૃતના નિધાનનો અનુભવ કરવો. આહાહા...! આવો માર્ગ. આવો જૈનધર્મ હશે? આત્મધર્મ. આ તો કહે દયા પાળો ને છ કાયની દયા પાળો ને વ્રત પાળો ને અપવાસ કરો ને રાત્રે ન ખાવું, છ પરબી આમ કરવું ને ઢીકણું કરવું. બાપુ એ તો બધી વિકલ્પની, રાગની વાતું છે. આહાહા...! આ તો રાગથી, વિકલ્પથી પાર પ્રભુ અંદર છે. એનું નિધાન, સુધા નિધાન. “વ ચાત આહાહા.! અમૃતનું નિધાન જ છે. “ચાત્' એટલે હોય છે, છે. “સુધાર: વ’ એ જ રચાતા હોય છે. એના સમાન છે, એમ. આહાહા.! સમજાય છે ને કાંઈ? માર્ગ તો આવો છે, પ્રભુ. આહાહા...! આ તો કહે, એકેન્દ્રિયની દયા પાળવી, બેઇન્દ્રિયની દયા પાળવી, ત્રણઇન્દ્રિયની દયા પાળવી. અહીં કહે છે કે, ત્રણ કાળમાં દયા પાળી શકતો જ નથી. પરની ક્રિયા કોણ કરી શકે? આહાહા.... અને તને દયાનો ભાવ આવ્યો એ ભાવ પણ રાગ છે. આહાહા.! સુધાદ: ચા’ અમૃતનું નિધાન “વ' (અર્થાતુ) એ જ, એના સમાન. આહાહા...! “વ ચાત' એ જ છે. આત્મા તો અમૃતનું નિધાન એ જ છે. આહાહા...! ભાવાર્થ આમ છે કે નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે.” અમૃત કીધું ને? રાગભાવ જે છે વિષપરિણત એ તો ઝેર છે અને આ ભગવાન આત્માનો અનુભવ છે એ તો આનંદસુખ છે. આહાહા.! “નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે... આહાહા.! આત્મા આનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ, એ જ આદરણીય ને સત્કાર, સ્વીકાર કરવાલાયક છે. આહાહા..! “નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે,...” નાના નામ અનેક પ્રકારના જે વિકલ્પ, રાગ ઊઠે છે... આહાહા.! એ બધા દુઃખરૂપ છે તેથી હેય છે. બે વાત લઈ લીધી. નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે તેથી ઉપાદેય છે, અનેક પ્રકારના વિકલ્પ દુઃખરૂપ છે, આકુળતારૂપ છે તેથી હેય છે. ટૂંકમાં કહી દીધું. આહાહા. ૧૮૯ (કળશ પૂરો થયો). Page #62 -------------------------------------------------------------------------- ________________ ४८ प्रमादकलितः कषायभरगौरवादलसता स्वरसनिर्भरे अतः नियमितः मुनिः परमशुद्धतां व्रजति मुच्यते (पृथ्वी) कथं १८०. भवति प्रमादो કલશામૃત ભાગ-૬ शुद्धभावोऽलसः यतः । खंडान्वय सहित अर्थ :- 'अलसः प्रमादकलितः शुद्धभावः कथं भवति' (अलसः) अनुभवमां शिथित छे खेवो भव, [वजी देवो छे ?] (प्रमादकलितः) नाना प्रहारना विडयोथी संयुक्त छे खेवो भव, (शुद्धभावः कथं भवति) शुद्धोपयोगी ज्यांथी होय ? अर्थात् नथी होतो. ‘यतः अलसता प्रमादः कषायभरगौरवात्' (यतः) ४२७ डे (अलसता) अनुभवभां शिथिलता (प्रमादः) नाना प्रहारना विहस्य छे. शा अराएाथी थाय छे ? (कषाय) रागाधि अशुद्ध परिशतिना (भर) अध्यना (गौरवात्) तीव्रपाशाथी थाय छे. भावार्थ खाम छे }જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું अशुद्धयाशानुं भूज छे. 'अतः मुनिः परमशुद्धतां व्रजति च अचिरात् मुच्यते' (अतः) डारएाथी (मुनिः) भुनि अर्थात् सम्यग्दृष्टि व (परमशुद्धतां व्रजति) शुद्धोपयोगपरिशति ३५ परिश्रमे छे (च) खेवो थतो थो (अचिरात् मुच्यते) ते ४ अणे उर्भबंधथी भुत थाय छे. दे॒वो छे भुनि ? ‘स्वभावे नियमितः भवन्' (स्वभावे) स्वभावमां अर्थात् शुद्ध स्व३५भां (नियमितः भवन्) खेडाग्रपणे भग्न थतो थो. देवो छे स्वभाव ? ‘स्वरसनिर्भरे' (स्वरस) येतनागुएाथी (निर्भरे) परिपूर्ण छे. ११–१८०. प्रमादो स्वभावे भवन् वाऽचिरात् ।।११-१९०।। (पृथ्वी) प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभरगौरवादलसता यतः । अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।।११-१९०।। Page #63 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ ૪૯ આહાહા.... “મનસ: પ્રમાનિત: શુલ્કમાવઃ મવતિ “અનુભવમાં શિથિલ...” આહાહા...! એ પ્રતિક્રમણ ને પરિહાર ને વંદન ને સ્તુતિ ને એ બધા ભાવ તો પ્રભુ આળસભાવપ્રમાદભાવ છે. આહાહા. ભગવાન આત્માનો જ્યાં આનંદ ન આવે એ બધો પ્રમાદભાવ છે. આહાહા.! ભગવાન તો અંતર અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. આહાહા.! પ્રમાદ. છે? ‘અનુભવમાં શિથિલ...” પ્રમાદની વ્યાખ્યા આળસ, આળસ. આળસ કહો કે પ્રમાદ કહો, પ્રમાદ કહો કે બધા વિકલ્પ કહો. આહાહા.! રાગની વૃત્તિ ઊઠે છે એ એક આળસ છે, એ પ્રમાદ છે. એવો જીવ (વળી કેવો છે?) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે. અનેક પ્રકારના રાગની આકુળતાથી સહિત છે. “એવો જીવ” “શુદ્ધમાવ: શું મવતિ એવો જીવ શુદ્ધ ક્યાંથી હોય? અને શુદ્ધભાવ વિના ધર્મ હોતો નથી. આહાહા.! એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિનો શુભભાવ એ અશુદ્ધ છે. આહાહા...! રાડ નાખી જાય છે ને છે? “નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, શુદ્ધોપયોગી ક્યાંથી હોય?” જુઓ! આહાહા...! હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, કામ, ક્રોધ ભાવ પાપ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવત્ સ્મરણ એ પુણ્ય. બેય ભાવ આળસ અને પ્રમાદ છે, એ અશુદ્ધભાવ છે. એમાં શુદ્ધભાવ કયાંથી આવ્યો? તેનાથી શુદ્ધભાવ ક્યાંથી થાય? એમ કહે છે. આહાહા.! છે? “શુદ્ધમાવ: ભવતિ “શુદ્ધોપયોગી કયાંથી હોય? અર્થાત્ નથી હોતો.” શું કહ્યું? કે, વિકલ્પ જે રાગ ઊઠે છે એ તો આળસભાવ, પ્રમાદભાવ છે ના તો આળસ અને પ્રમાદ ને વિકલ્પથી શુદ્ધભાવ કેવી રીતે થાય? આહાહા.! શુદ્ધભાવ તો એ વિકલ્પથી રહિત ભગવાન ચેતના સ્વરૂપનો, ચેતનનો અનુભવ કરવો, એ શુદ્ધભાવ છે. એ શુદ્ધભાવ ધર્મ છે. આહાહા...! છે કે નહિ અંદર? શુદ્ધોપયોગી ક્યાંથી હોય? અર્થાતુ નથી હોતો.” “યત: તરતા પ્રમાઃ વષાયમરરવાત' કારણ કે અનુભવમાં શિથિલતા....” આહાહા! અંતર આનંદના અનુભવમાં શિથિલતા. આહાહા...! ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ, પ્રભુ તેના અનુભવમાં જે શિથિલ છે, પ્રમાદી છે–આળસુ છે. એમ કહ્યું ને? “શિથિલતા નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે?’ આહાહા.! “ષાયમરૌRવાત' એ તો કષાય “રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી થાય છે. આહાહા...! એ વિકલ્પ થાય છે, ભણવું, ભણાવવું, આહાહા. પ્રભુ! “સમાધિ શતકમાં તો એમ કહ્યું કે, અમે બીજાને ઉપદેશ આપીએ છીએ એવો વિકલ્પ ઉન્માદ છે. આહાહા...! કેમકે ભગવાન આત્મા તો એ વિકલ્પ, રાગથી ભિન્ન અંદર છે. તો બીજાને સમજાવવામાં જે વિકલ્પ ઊઠે છે એ તો શુભભાવ છે. તેને પણ ત્યાં... આહાહા. ઉન્માદ કહ્યું. આહાહા...! અને તારા વિકલ્પથી શું એ સમજી જાય છે? સમજી શકે છે? આહાહા.. તેની યોગ્યતાથી તે સમજે છે. તેને સમજાવું એવો વિકલ્પ ઊઠે છે તો એ ઉન્માદ , સમાધિ નહિ. “સમાધિ શતકનો અધિકાર Page #64 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૬ ૫૦ છે. આહાહા..! સમજાણું કાંઈ? રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી...' આહાહા..! અહીં તો તીવ્ર લીધું, જોયું? કેમ? કે, છઠ્ઠ ગુણસ્થાને પણ જે પંચ મહાવ્રતનો પ્રમાદભાવ છે તે સંજ્વલનનો તીવ્ર ભાવ છે. મંદ થઈ જાય તો તો સપ્તમ થઈ જાય. આહાહા..! શું કહ્યું? સાચા મુનિ હોય, આત્મઆનંદના જ્ઞાની, અનુભવી, તેમને પણ કોઈ પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તો ત્યાં સંજ્વલનનો તીવ્ર ભાવ કહેવામાં આવ્યો છે. કષાયનો તીવ્ર ભાવ છે. આહાહા..! એ અહીંયાં લીધો છે. પછી સાતમે (ગુણસ્થાને) આનંદમાં જાય છે પછી અબુદ્ધિપૂર્વકનો મંદ રાગ રહે છે. આહાહા..! તે કારણે શુભભાવને પણ તીવ્ર કષાય કહેવામાં આવ્યો છે. આહાહા..! સમજાણું કાંઈ? છે ને? “અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી...' અહીં કંઈ અશુભભાવની એકલી વાત નથી. ખરેખર તો શુભભાવની જ વાત ચાલે છે. છે? એને અહીંયાં તીવ્રપણું કહ્યું છે. આહાહા..! મંદપણું તો અપ્રમત્તદશામાં અબુદ્ધિપૂર્વક રાગ રહી જાય તેને મંદ કષાય કહે છે. આહાહા..! છઠ્ઠી ભૂમિકામાં મુનિને પંચ મહાવ્રત, વંદન, સ્તુતિનો ભાવ આવે એ પણ કષાય તીવ્ર છે. આહાહા..! તો તેમાં શુદ્ઘ ઉપયોગ ક્યાંથી આવે? એમ કહે છે. સમજાણું કાંઈ? જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી;...' આહાહા..! ‘કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.’ લ્યો! શિથિલપણું એટલે વિકલ્પ, રાગપણું એ અશુદ્ધપણાનું મૂળ છે માટે શુદ્ધતા હોતી નથી. શુદ્ધતા તો સ્વભાવનો આશ્રય લેતા શુદ્ધતા થાય છે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) I Page #65 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ પોષ સુદ ૧૩, શનિવાર તા. ૨૧-૦૧-૧૯૭૮. કળશ-૧૯૦ પ્રવચન-૨૧૧ ૫૧ ૧૯૦ કળશ છે, થોડું ચાલ્યું છે, ફરીને (લઈએ). ‘મનસ: પ્રમાવòતિતઃ શુક્રમાવ: વયં મતિ” છે? દરબારને બતાવો. શું કહે છે?૧૯૦. સૂક્ષ્મ વાત છે. ૧૯૦ કળશ. અહીંયાં કહે છે કે, આ આત્મા જે દેહથી ભિન્ન છે ને, આ દેહ છે એ તો જડ છે, અચેતન, અજીવ છે અને ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ જે સચ્ચિદાનંદ પ્રભુ, એ આત્મા તો દેહથી ભિન્ન છે. એનાથી તો ભિન્ન છે પણ અંદરમાં જે શુભ-અશુભ રાગ થાય છે, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ પાપ વાસનાથી પણ આત્મા અંદર વસ્તુ ભિન્ન છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના ભાવ થાય છે એ પણ એક પુણ્યકર્મ, પુણ્યભાવ છે. તેનાથી પણ અંતર આત્મા ભિન્ન છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન! આત્મધર્મની વાત (છે), આત્મજ્ઞાનની વાત છે, જે અનંતકાળમાં કદી એક સેકંડ પણ ક્યારેય આત્મજ્ઞાન કર્યું નથી. અનંતકાળમાં ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર ધારણ કરી પરિભ્રમણ કરે છે. તેને આત્મજ્ઞાન થાય તો જન્મ-મરણ મટે, નહિતર આ જન્મ-મરણ મટશે નહિ. આહાહા..! કહે છે, ‘અલસઃ’ છે? ‘મનસ:’ ‘અનુભવમાં શિથિલ છે એવો જીવ,..’ બીજી લીટી. અનુભવમાં શિથિલ (છે) એવો જીવ. શું કહે છે? આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેની વર્તમાન દશામાં–હાલતમાં ભૂલ છે તો અનાદિથી રખડે છે પણ અંદર સ્વરૂપ એનું સચ્ચિદાનંદ-સત્—શાશ્વત ચિદ્ જ્ઞાન અને આનંદ એનું સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા અંદર ઘટ ઘટમાં ભિન્ન ભિન્ન બિરાજે છે પણ તેની ચીજની તેને ખબર નથી. અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' પોતાની ચીજને ભૂલીને ચોરાશી (લાખ યોનિમાં) અવતાર કરે છે. કહે છે, અનુભવમાં શિથિલ છે એવો જીવ,...' આહાહા..! ભગવાનઆત્મા આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ સ્વભાવ, તેનો અનુભવ. જે ચિદાનંદ પવિત્ર પ્રભુ આત્મા ભગવાન સ્વરૂપ એનું છે, તેનો જે અનુભવ છે) એ શુદ્ધભાવ (છે). પુણ્ય ને પાપના શુભ-અશુભભાવથી ભિન્ન અંદર શુદ્ધભાવ પ્રગટે છે). સૂક્ષ્મ વાત છે, ભગવાન! આહાહા..! આત્માનો અનુભવ એ શુદ્ધભાવ છે. એ શુદ્ધભાવ પુણ્ય-પાપના ભાવમાં રહેનારને એવો શુદ્ધભાવ કેવી રીતે થાય? એમ કહે છે. આહાહા..! અનંત અનંત કાળમાં પુણ્ય ને Page #66 -------------------------------------------------------------------------- ________________ પર કલશમૃત ભાગ-૬ પાપના ભાવ, બે પ્રકારના ભાવથી એ રખડ્યો છે, રહ્યો છે. અહીં કહે છે કે, હવે જો તારે ધર્મ કરવો હોય, આત્મજ્ઞાન કરવું હોય તો આત્માનો અનુભવ તો પુય ને પાપ, શુભ-અશુભભાવથી ભિન્ન અનુભવ થશે. સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, પ્રભુ આ દેહ તો જડ, માટી, ધૂળ છે. મસાણની રાખ છે આ તો. મસાણમાં રાખ થશે. ભગવાન અંદર નિત્ય અવિનાશી પ્રભુ છે પણ એની એને ખબર નથી. તો કહે છે કે, કેવી રીતે ખબર પડે? કે, અંદરમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય છે તેનાથી પણ અંદર ભિન્ન પડી, પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ કરવો અને અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાનમાં સ્વસંવેદન (કરવું, સ્વ નામ પોતાથી પોતાનું વેદન કરવું તેને અહીંયાં શુદ્ધભાવ, અનુભવ અને ધર્મ કહે છે. આહાહા..! સમજાણું કાંઈ? કહે છે કે, “અનુભવમાં શિથિલ છે એવો જીવ, નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે.” વિકલ્પની વૃત્તિઓ, રાગ. શુભ-અશુભ રાગની વૃત્તિમાં જે રોકાઈ ગયો છે, આહાહા. તેને અહીંયાં અંતરનો અનુભવ, શુદ્ધભાવ કેવી રીતે થશે? એમ કહે છે. ભગવાન અંદર પવિત્ર છે, સચ્ચિદાનંદ નિર્મળ છે. તે પવિત્રતાનો અનુભવ શુભભાવ અને અશુભભાવમાં રોકાવાથી એ અનુભવ નથી થતો. આહાહા...! આકરી વાત છે. સમજાણું કાંઈ? એ કહે છે. અનુભવમાં શિથિલ, વિકલ્પથી સહિત એવો જીવ શુદ્ધ ઉપયોગી કેવી રીતે થાય છે? બહુ ટૂંકા શબ્દો છે. અધ્યાત્મની વાત છે ને, ભાઈ! અધ્યાત્મની, આત્માની વાત છે. કહે છે કે, જેને આત્મામાં પ્રમાદ નામ આળસ, આળસ નામ શુભ કે અશુભભાવ (થાય) એ બન્ને પ્રમાદને આળસ ને અશુદ્ધ છે. આહાહા.. તેનાથી ભગવાનઆત્માનું સ્વરૂપ જે અંદર છે એ તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ? એ ભિન્નનો અનુભવ, પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી તેને એ શુદ્ધભાવનો અનુભવ કેવી રીતે થાય છે? ઝીણી વાત છે, ભાઈ! અનંતવાર આવા દયા, દાન, વ્રત, ભક્તિ, તપ પણ અનંતવાર કર્યા છે પણ એ બધા વિકલ્પ, વૃત્તિઓ, રાગ છે. તેનાથી અંદર ભિન્ન ચૈતન્યસ્વરૂપ આનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ એનું છે તેનો અનુભવ, તેની સન્મુખતા, તેના આનંદનો સ્વાદ એ પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી કેવી રીતે થાય? આહાહા...! ઝીણી વાત છે. દરબારા સમજાય છે? તમારી હિન્દી ભાષા જુદી છે. કુરાવલીથી આવ્યા છે. “અંબાલાલભાઈ લાવ્યા છે. કુરાવલી'નું નક્કી કરવા. આહાહા...! સમજાણું કાંઈ? અહીંયાં પ્રભુ ચૈતન્ય અંદર આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ છે ને આહાહા...! સત્ શાશ્વત, આત્મા સત્ શાશ્વત અવિનાશી છે અને તેનો સ્વભાવ પણ અતીન્દ્રિય આનંદ છે. આ પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ ને સુખ-દુઃખની કલ્પના એ તેનો સ્વભાવ નથી, એ તો વિકાર છે. આહાહા.! એ વિકારથી રહિત પોતાના આત્માનો અનુભવ, એ પ્રમાદમાં રહેવાવાળા જીવને કેવી રીતે થાય છે. પ્રમાદ શબ્દ શુભ-અશુભભાવ... આહાહા! ઝીણી વાત બહુ ભાઈ! Page #67 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ ૫૩ તેને આત્માના શુદ્ધભાવનો અનુભવ કેવી રીતે થાય છે? ‘અર્થાતુ નથી હોતો.” યત: સતા પ્રમાઃ વષાયમરગૌરવા કારણ કે અનુભવમાં શિથિલતા નાના પ્રકારના વિકલ્પ છે. આહાહા.! રાગની વૃત્તિઓ ઊઠે છે, શુભ કે અશુભ, એ બધો વિકાર છે, એ ચૈતન્ય સ્વરૂપના અનુભવમાં એ વાત બેકાર છે. તેનાથી અનુભવ થતો નથી. આહાહા...! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અંદર (છે). દષ્ટાંત તો દર વખતે દઈએ છીએ. આ કરકંદનું દૃષ્ટાંત આપીએ છીએ. શકરકંદ થાય છે ને આ? દરબારા આ શકરિયા, શકરકંદ ખાય છે ને? ઉપલી જે લાલ છાલ છે, લાલ છાલ, તે સિવાયની મીઠાશનો સાકરનો કંદ. શકરકંદ નામ કેમ પડ્યું કે શકર નામ સાકરની મીઠાશનો એ પિંડ છે. લાલ છાલ થોડી છે તેનાથી ભિન્ન જુઓ તો એ શકરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા અંદર શુભ ને અશુભ વિકલ્પ જે રાગ છે એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ અંદર જુઓ તો જેમ શકરકંદ એ સાકરની મીઠાશનો પિંડ છે એમ આ આત્મા અતીન્દ્રિય આનંદનો પિડ છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! પોતાને પોતાની ખબર નથી અને બહારની બધી માંડી. અંદર ચીજ શું છે? હું કોણ છું? અનાદિઅનંત અવિનાશી છું અને હું જેમ અનાદિ અવિનાશી છું એવો મારો સ્વભાવ, સ્વ-ભાવ, પોતાનો કાયમ રહેવાવાળો અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય પ્રભુતા, ઈશ્વરતા એ પણ અવિનાશી સ્વભાવ કાયમ છે. વર્તમાન દશામાં પુણ્ય અને પાપના ભાવ વિકૃતરૂપે થાય છે એ તો દોષ છે. આહાહા.! સમજાણું કાંઈ? તેનાથી મારી ચીજ શુદ્ધ ભિન્ન છે. શા કારણથી થાય છે? રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી થાય છે.” આહાહા! જરી આકરો શબ્દ છે. મુનિ હોય છે ને, સાચા મુનિ, આત્મજ્ઞાની આનંદનો અનુભવ કરનારા. જેમ સમુદ્રમાં કાંઠે ભરતી આવે છે, સમુદ્રના કાંઠે ભરતી આવે છે ને? આપણી ગુજરાતી ભાષામાં ભરતી કહે છે, એ લોકો બાઢ કહે છે. બાઢ! એમ આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અંદર છે. તેની વર્તમાન દશામાં જેમ કાંઠે ભરતી આવે છે એમ વર્તમાન હાલત-દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહાહા.. એમ અતીન્દ્રિય આનંદનો અનુભવ કરનારને અહીંયાં ધર્મી અને મુનિ કહેવામાં આવે છે. આવી વાત છે. એ અનુભવમાં, કહે છે કે, અશુદ્ધ પરિણતિના ઉદયનું તીવ્રપણું છે. જેને અંદર રાગ થાય છે, ભાવ-શુભરાગ કે અશુભરાગ, એ તો રાગની તીવ્રતા છે. બુદ્ધિપૂર્વક રાગ થાય છે ને? શુભ-અશુભને અહીંયાં તીવ્ર કહેવામાં આવ્યા છે. એવો તીવ્ર રાગ જેને છે તે તેનાથી રહિત ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરી શકે? આહાહા...! સમજાણું કાંઈ? આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ! ભગ એટલે આનંદ અને જ્ઞાનની લક્ષ્મી આત્મા, તેનો વાન છે. ભગવાન. ભગ નામ આ ધૂળની લક્ષ્મી) નહિ. આ પાંચ-પચીસ કરોડ ધૂળ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કલશમૃત ભાગ-૬ –પૈસા) મળે છે એ માટી, ધૂળ છે. એ લક્ષ્મી નહિ. “લક્ષ્મીચંદભાઈ! આ બધા પૈસાવાળા બેઠા, લ્યો! કીધું આ “મલકચંદભાઈ મોડા કેમ આવ્યા આજે? આજે મોડા આવ્યા હતા. કો’ક છોકરો-બોકરો આવ્યો હતો ને? મોડા આવ્યા ને આજે? એટલે મનમાં એવો વિકલ્પ આવી ગયો. ઓલો આવવાનો છે ને? પાંચ કરોડ રૂપિયા છે ને એક છોકરા પાસે તો? હૈ? મેં કીધું, આ આજે મોડા કેમ આવ્યા? છોકરો કોઈ આવ્યો હશે? મુમુક્ષુ – એમ જ હોય ને. ઉત્તર :- પણ ના આવ્યો નથી. બેય છોકરા આવવાના હતા. એક મુંબઈ રહે છે (એની પાસે) પાંચ કરોડ (છે), એક “સ્વીન્ઝરલેન્ડમાં રહે છે એની પાસે) ચાર કરોડ (છે). બે છોકરા પાસે નવ કરોડ રૂપિયા છે. ધૂળ ધૂળ. એવો વિકલ્પ આવ્યો હતો, ભાઈ! મેં કીધું મોડા કેમ? ખાલી જોયું ને, ખાલી. મોડા આવ્યા હતા આજે. આહાહા.! અરેરે.. ધૂળમાં શું? એ તો માટી છે, ભાઈ! આ —શરીર) માટી છે તો પૈસા તો માટી દૂર રહી. આ - શરીર) પણ માટી છે ને? કોઈ ખીલો કે ચૂંક. ચૂંક વાગે છે ને? ચૂંક હોય છે ને લોઢાની? વાગે છે ને? તો કહે કે, મારી માટી પાકણી છે. પાણી અડવા દેશો નહિ. ત્યાં એમ કહે કે, મારી માટી પાકણી છે. આ માટી છે. એ. “અંબાલાલભાઈ! ત્યાં માટી કહે કે, મારી માટી પાણી છે એટલે પાણી અડવા દેશો નહિ. આ તો માટી, ધૂળ છે. અંદર ભગવાન જાણનારો, જેની સત્તામાં આ જાણવામાં આવે છે, જેની સત્તામાં આ શરીર, વાણી, મન, આ, આ, આ જેની સત્તામાં જાણવામાં આવે છે એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે. આહાહા! એ આત્માનો અનુભવ જેને તીવ્ર રાગ છે, અહીં તો કષાયની મંદતાને પણ તીવ્ર રાગ કહ્યો છે. આહાહા.! છઠ્ઠા ગુણસ્થાનની વાત કાલે કહી હતી ને? પંચ મહાવ્રત, અહિંસા, સત્ય, દત્ત એ વૃત્તિ પણ રાગ છે. આત્મા આનંદ, જ્ઞાન સ્વરૂપ છે. જેને તીવ્ર રાગ છે એ આવા આત્મામાં કેવી રીતે જઈ શકે? ભાઈ એવા અંતરગઢમાં, આનંદકંદમાં જાવું. આહાહા...! અને એ આનંદનો અનુભવ કેવી રીતે કરી શકે? ભાવાર્થ આમ છે કે જે જીવ શિથિલ છે,... પોતાના આનંદ સ્વરૂપમાં જવા માંગતો નથી. છે અંદર? શિથિલ. જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે.' રાગ કરે છે. પુણ્ય અને પાપની વૃત્તિઓ ઊઠે છે તે શુદ્ધ નથી. “તે જીવ શુદ્ધ નથી. આહાહા...! છે દરબાર ત્યાં? સમજાણું કાંઈ? આહાહા. શું કહ્યું? જે જીવ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય આનંદ તેની તરફ જાતો નથી અને પુણ્ય-પાપમાં રોકાય છે તે જીવ શુદ્ધ કેવી રીતે હોય? તેની પવિત્રતા કેવી રીતે પ્રગટ થાય? એમ કહે છે. આહાહા...! અંદર પવિત્રતાનું તો ધામ છે. “સ્વયં જ્યોતિ સુખધામ'. ચૈતન્ય અંદર સ્વયં જ્યોતિ, આનંદકંદ પ્રભુ, સુખનું સ્થાન અને આનંદનું ધામ એ છે. આહાહા...! જેને પુણ્ય ને પાપના ભાવ પ્રમાદ છે, આળસ છે એ તીવ્ર રાગ છે. આહાહા.! તેની રુચિમાં અને તે ભાવમાં જે રોકાઈ ગયો તેને અંતરમાં શુદ્ધભાવ કેવી રીતે Page #69 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ ૫૫ થાય? આહાહા.! આવી વાત છે, પ્રભુ! ઝીણી વાતું છે. અનંત કાળથી કર્યું નથી. ચોરાશી લાખના અવતાર કરતા કરતા કરતા અનંત ભવ થઈ ગયા. આ પહેલો ભવ નથી. આત્મા તો અનાદિનો છે, છે, ને છે. આ તો શરીરનો સંયોગ નવો આવ્યો છે. આત્મા નવો થાય છે? આત્મા તો અનાદિનો છે, છે અને છે અને અવિનાશી છે. આવા શરીરનો સંયોગ અને વિયોગ થાય એવા ભવ તો અનંત કર્યા. અનાદિકાળથી અનંત ભવ કરતા કરતા કરતા કીડા, કાગડા, કૂતરા, નારકી, અબજોપતિ શેઠિયો થયો, ભિખારી અનંતવાર થયો, એવા અવતાર અનંત કર્યા પણ પોતાની ચીજ શું છે તેની દૃષ્ટિ અને અનુભવ કર્યો નહિ. આહાહા...! આત્મજ્ઞાન કર્યું નહિ. આત્મજ્ઞાન વિનાની જે કોઈ ક્રિયાકાંડ છે તે બધી રખડવાની ચીજ છે. આહાહા. એમાં તો ભવભ્રમણ છે. ઝીણી વાત છે. આહાહા...! છે? “તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.” કાલે અહીં સુધી આવ્યું હતું. આત્મા આનંદ સ્વરૂમાં નહિ આવીને પુણ્ય-પાપમાં રોકાય છે તે શિથિલ છે. એ અશુદ્ધપણાનું મૂળ છે. એ તો અશુદ્ધપણામાં રહ્યો. ગજબ વાત છે, પ્રભુ, ઓહો! આહાહા...! દયા, દાન, અનુકંપા, ભક્તિ આદિ ભાવ હોય છે, પણ છે બધો રાગ. એ પ્રભુ ચૈતન્યનું સ્વરૂપ નથી. આહાહા..! તેનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યઘન છે. ચૈતન્ય આનંદકંદ છે. જે પ્રમાદમાં રોકાઈ ગયો, શુભ-અશુભભાવમાં જે રોકાઈ ગયો છે તેને શુદ્ધપણું કેવી રીતે થાય? તેને “અશુદ્ધપણાનું મૂળ છે.” આહાહા.! શુભ કે અશુભભાવ અશુદ્ધપણાનું મૂળ છે. એ શુદ્ધ નહિ. સમજાણું કાંઈ છે? કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.” “અત: મુનિ મુનિ નામ સમ્યગ્દષ્ટિ લેવા છે. “પરમશુદ્ધતાં વ્રતિ વ વિરાત્ મુખ્યતે” “આ કારણથી મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ...” જોયું? આવો અર્થ કર્યો. મુનિનો અર્થ આ કર્યો. આહાહા...! મનન કરતે ઇતિ મુનિ. પોતાના આનંદ સ્વરૂપનો મનન કરે છે–અનુભવ કરે છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે. સમ્યકુ નામ સત્ય દૃષ્ટિ. સત્ય સ્વરૂપ જે ભગવાન આત્મા. જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની સમ્યફ દૃષ્ટિ, સત્ય દૃષ્ટિ થઈ અને તેનો અનુભવ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. આહાહા.! સમજાણું કાંઈ? બાકી જેટલા પાપ ને પુણ્યભાવ કરે છે, ભલે અબજોપતિ, કરોડપતિ હો, એ બધા પાપ ને પુણ્ય અશુદ્ધ ને મલિન અને દુઃખ છે. આહાહા...! છે? “સમ્યગ્દષ્ટિ જીવ“પુરમશુદ્ધતાં વૃનતિ આહાહા...! ધર્મી એને કહીએ કે જે શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે છે. આહાહા.! છે? “શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે....... આહાહા. શું કહે છે? સત્યદૃષ્ટિ પૂર્ણ આનંદસ્વરૂપની જેને પ્રતીતિ થઈ, હું તો પૂર્ણ આનંદ અવિનાશી અનાદિઅનંત પ્રભુ ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું, એવી જેને અનુભવ કરીને પ્રતીતિ થઈ તેને અહીંયાં સમ્યક નામ સત્યદષ્ટિ કહેવામાં આવે છે. તેને ધર્મની શરૂઆત થાય છે. આહાહા...! 9 7 Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૬ કલશમૃત ભાગ-૬ મુનિનો અર્થ જ એ કર્યો છે-મુનવું. મુનવું એટલે જાણવું. જાણવું એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેને જાણવું તે મુનિ. આત્માનું જ્ઞાન નથી અને આત્માનું ભાન નથી એ બધા બાવા, જોગી ફરે છે તે મુનિ નથી. સમજાણું કાંઈ? ઘરબાર છોડી બાવો થઈ ગયો, જંગલમાં ચાલ્યો ગયો એમાં શું થયું? નિજ ચીજ જે અંદર છે, આત્મા અને તેનું આત્મજ્ઞાન, તેનું જ્ઞાન નથી અને બાહ્યનું જ્ઞાન, શાસ્ત્ર આદિનું જ્ઞાન એ કંઈ જ્ઞાન નથી. આહાહા.! સમજાણું કાંઈ? “મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ...” “પરમશુદ્ધતા વ્રતિ’ પરમશુદ્ધતા ગ્રહણ કરે છે. વૃતિ’ નામ પરિણમે છે. “શુદ્ધઉપયોગપરિણતિરૂપ પરિણમે છે...... આહાહા...! જે કંઈ પુણ્ય ને પાપરૂપી ભાવ કરે છે એ અશુદ્ધ છે અને તે સંસારમાં પરિભ્રમણનું કારણ છે અને તેનાથી ભિન્ન પોતાના આત્માનો, શુદ્ધપણાનો અનુભવ કરે છે એ શુદ્ધઉપયોગી–શુદ્ધ વેપાર, આત્મા પવિત્ર છે તેનો વેપાર શુદ્ધઉપયોગ છે. આહાહા! છે અંદર? ત્યાં છે. શુદ્ધઉપયોગપરિણતિરૂપ પરિણમે છે... આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! આત્મા તો અંદર સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે. તેનો શુદ્ધઉપયોગ પવિત્ર પરિણામથી ઉપલબ્ધ કરે છે, શુદ્ધપરિણમનની પરિણતિ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. બીજાને મોક્ષ થતો નથી. ભલે બાવા થાય, જોગી થઈ જાય, ઘરબાર છોડીને જંગલમાં જાય પણ આત્મા આનંદસ્વરૂપ (છે) તેનું આત્મજ્ઞાન અને અનુભવ નથી, એ બધા ચાર ગતિમાં રખડવાના છે. સમજાણું કાંઈ? અને ગૃહસ્થાશ્રમમાં પણ જેણે) આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કર્યું તો તે પણ એકાદ, બે ભવમાં મોક્ષ જશે. સમજાણું કાંઈ? એ કહ્યું ને? “શુદ્ધઉપયોગપરિણતિરૂપ...” પરિણતિ, શુદ્ધ દશા. જે પુણ્ય ને પાપરૂપ અવસ્થા, દશા કરે છે તેની દૃષ્ટિ, રુચિ છોડી, ત્રિકાળી ભગવાનની રુચિની શુદ્ધઉપયોગરૂપી દશા થાય છે એ શુદ્ધઉપયોગ દશા. “એવો થતો થકી... ગરિત મુચ્યતે” છે? “અવિરત તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે.” “વિર એટલે ચિર કાળ નહિ. તત્કાળ આત્માના આનંદનો અનુભવ કરતા કરતા મુક્તિ થઈ જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? “વિરત' શબ્દ પડ્યો છે ને? (અર્થાતુ) ચિર કાળ નહિ, તે જ કાળે, એમ. આહાહા...! ઝીણી વાતું બહુ બાપુ મારગડા જુદા છે, ભાઈ! મુક્તિના પંથ અલૌકિક માર્ગ છે, ભાઈ! કદી મુક્તિ થઈ નથી. અનંતકાળથી સંસારમાં બંધનમાં પડ્યો છે. શુદ્ધઉપયોગ નિજ આત્મા, પોતાના સ્વરૂપ તરફ સન્મુખ થઈ શુદ્ધ પરિણતિ, શુદ્ધ દશા, પવિત્ર દશાને પ્રગટ કરે છે તે અલ્પકાળમાં પૂર્ણ પવિત્રતારૂપી મુક્તિને પ્રાપ્ત કરે છે. બીજ ઊગે તે પૂનમને પ્રાપ્ત થાય જ. બીજ. બીજ. દૂઈ. દૂઈ. દૂઈ છે તે તેરમે દિએ પૂનમ થાય જ છે. એમ જેને સમ્યગ્દર્શન, હું શુદ્ધ ચૈતન્ય છું, એવો અનુભવ, પ્રતીતિ થઈ અને શુદ્ધ પરિણમન થયું તેની અલ્પકાળમાં મુક્તિ થશે. તેના ચોરાશીના અવતાર બંધ થશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ આહાહા..! કેટલા પૈસા ખર્ચે તો ધર્મ થાય? નહિ? શેઠ! શેઠ તો ઘણા પૈસા ખર્ચે છે. કરોડોપતિ છે. શેઠ ઘણા ખર્ચે છે. ત્રણ લાખની ધર્મશાળા બનાવી છે. ત્યાં સાગ૨માં મોટા બીડીના વેપારી છે. એને બુંદેલશહેર’ના બાદશાહ કહે છે. બુંદેલખંડ’ના બાદશાહ. બે ભાઈ છે. આ નાના છે. મોટા ભાઈનું નામ ભગવાનભાઈ’, એ તો ઘણા ખર્ચે છે ને! લક્ષ્મી પણ ઘણી ખર્ચે છે, દાનમાં ઘણા ખર્ચે છે. શું એ ધર્મ છે? દુનિયા ગાંડી, પાગલ કહે. રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય. પુણ્ય સોનાની બેડી. પાપ લોઢાની બેડી છે, પુણ્ય સોનાની બેડી છે. દરબાર! બન્ને બેડી છે. આહાહા..! ૫૭ મુમુક્ષુ :મુનિરાજ પાસે એક પણ પૈસો હોતો નથી પણ ધર્મ ઘણો હોય છે. ઉત્તર ઃ– પૈસા વગર ધર્મ થાય છે તો પોતાથી થાય છે. એક તો અહીંયાં પ્રતાપગઢ’નો (માણસ) આવ્યો હતો. પાગલ જેવો. બુદ્ધિ તો આમ ઠીક હતી પણ મગજ (અસ્થિર). (એ કહે), હું તીર્થંકર છું, હું કેવળજ્ઞાની છું. ઓ..ઈ...! મને અહીંયાં સગવડ આપો. પૈસા નથી. કેમ? કે, ભગવાન સર્વજ્ઞ પરમાત્મા હતા તેમની પાસે પણ પૈસા નહોતા. મારી પાસે પૈસા નથી અને હું કેવળજ્ઞાની છું. પ્રતાપગઢ’નો એક આવ્યો હતો. ‘અંબાલાલજી'! પ્રતાપગઢ’ નો એક દિગંબર હતો પણ મગજ ફેર. આમ પાગલ નહોતો પણ એવું અભિમાન, પાવ૨ ચડી ગયું હતું. હું તીર્થંકર છું, હું કેવળી છું. સારા સારા ઉત્તમ જીવો મારી માટે પાકી ગયા છે. મને સગવડતા આપો. હજી તો કપડા પહેરે તો સાધુ પણ હોય નહિ, સમકિતની ખબર નથી. તું મિથ્યાસૃષ્ટિ છો, કીધું. આ શું કહે છે? તીર્થંકર કેવળી કોને કહે? જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન (હોય). જેને આનંદ આનંદ અતીન્દ્રિય (હોય), જેને એક નગ્ન શરીર જ હોય, એ છૂટી જાય પછી પરમાત્મા થઈ જાય છે. મેં કીધું, મિથ્યાર્દષ્ટિ છો, તારી દૃષ્ટિ જૂઠી છે. પ્રતાપગઢ’નો હતો. હમણા આવ્યો હતો, ચાર-છ મહિના થઈ ગયા. પ્રતાપગઢ’ ખબર છે? પાગલ નહિ, પણ મગજનો પાગલ હતો. મુમુક્ષુ :- હમણા ગાંડા થઈ ગયા. ઉત્તર ઃ- હવે થઈ ગયો? અહીંયાં કહ્યું હતું. આહાહા..! છે દિગંબર. નામ શું કીધું? મુમુક્ષુ :– ચાંદમલ ડોડી’. ઉત્તર :– ચાંદમલ ડોડી'. હા, ઇ. આવ્યો હતો, અહીં આવ્યો હતો. અહીં તો નામ પ્રસિદ્ધ (છે એટલે) ચારે કોરથી ઘણા માણસો આવે છે. કીધું, ભાઈ! માર્ગ બીજો છે. ગૃહસ્થાશ્રમમાં રહીને (કહે) કેવળી થઈ ગયો ને તીર્થંકર થઈ ગયો. આહાહા..! હજી સમ્યગ્દર્શન પણ બીજી ચીજ છે. એ અહીં કહ્યું, જુઓને! સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે એવો થતો થકો તે જ કાળે કર્મબંધનથી મુક્ત થાય છે.’ પૂર્ણ શુદ્ધતા જ્યાં પ્રગટે (ત્યાં) અશુદ્ધતાનો નાશ થઈને પરમાત્મા સિદ્ધ ૫૨માત્મા થઈ જાય છે. સમજાણું કાંઈ? આહાહા..! અહીં આવીને એ કહેતો હતો. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કલશામૃત ભાગ-૬ આવ્યા પહેલા અમારી ઉપર કાગળ આવ્યો હતો. પાલીતાણા’ એક મહિનો હતો. હું કેવળી છું, તીર્થંકર છું. ચાર ઘાતિકર્મનો નાશ કર્યો છે અને અત્યારે હું નિર્ધન છું. ભગવાન પણ નિર્ધનતા હતી. ભગવાન પાસે ક્યાં પૈસા હતા? તો મારી પાસે પણ પૈસા નથી. સાંભળ્યું હતું ભાઈ તમે? નહોતા? હૈં? સાંભળ્યું હતું? અહીંયાં આવ્યો હતો. સામે આવીને બેઠો, વ્યાખ્યાન સાંભળવા બેઠો. સાંભળીને પછી અંદર આવ્યો. અરે..! બાપુ! હજી તો સમ્યગ્દર્શન કોને કહેવાય અને આત્માનુભવની ખબર નથી અને થઈ ગયા કેવળી પરમાત્મા? અહીં કહે છે કે, જેને અંદરમાં શુદ્ધ આત્મા પવિત્રનો ઉપયોગ થયો તો અલ્પકાળમાં મુક્તિ થશે. ‘કેવો છે મુનિ?” “સ્વમાવે નિયમિતઃ મવન્” સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રપણે મગ્ન થતો થકો,...' આહાહા..! ભગવાનઆત્માનો જે પવિત્ર ત્રિકાળી સ્વભાવ છે તેમાં મગ્ન રહે છે, અંદરમાં લીન રહે છે. આહાહા..! તેને મુક્તિ અને તેને ધર્મ થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? પાઠ એવો લીધો છે એનો ખુલાસો કરશે. સ્વમાવે નિયમિતઃ મવન્” સ્વભાવનો અર્થ કર્યો-શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ પુણ્ય-પાપથી રહિત, તેની ચીજમાં અંતરમાં દૃષ્ટિથી લીન થાય છે તે અલ્પકાળમાં મુક્ત થાય છે અને તેનો મોક્ષ થાય છે. અહીંયાં સ્વભાવમાં શુદ્ધ સ્વરૂપ લીધું. નિયમિતઃ મવન્” નિયમિતઃ” નામ એકાગ્રરૂપ કહ્યું. નિયમિત:' ની વ્યાખ્યા એ કરી. એકાગ્રપણે મગ્ન થતો થકો.' આહાહા..! નિજ શુદ્ધ સ્વરૂપ ચૈતન્યઘન આનંદકંદ નાથ, તેમાં લીન-એકાગ્ર થતા થતા મુક્તિને પ્રાપ્ત થાય છે. નિજ સ્વભાવમાં, શુદ્ધ સ્વરૂપમાં પુણ્ય-પાપના ભાવથી ભિન્ન પોતાની ચીજમાં લીન થતાં થતાં, એકાગ્રપણે મગ્ન થતો થકો.' હવે ત્યાં સ્વભાવ કહ્યો હતો ને? સ્વભાવે શુદ્ધ સ્વરૂપ, એમ કહ્યું હતું ને? હવે અર્થ કરે છે. ‘કેવો છે સ્વભાવ” એ સ્વભાવમાં લીન છે એમ કહ્યું. તો કેવો છે સ્વભાવ? આહાહા..! ‘સ્વરસનિર્મર” ‘ચેતનાગુણથી પરિપૂર્ણ ભગવાન ભર્યો છે.’ કહે છે. આહાહા..! આ સ્વભાવની વ્યાખ્યા. આત્મા સ્વભાવવાન અને તેનો સ્વભાવ ચેતના. જાણવું-દેખવું જ્ઞાતા-દૃષ્ટા, એવા જાણવા-દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ ભર્યો છે તેને અહીંયાં સ્વભાવ કહે છે. આહાહા..! ભારે આકરી વાત. છે? પહેલા એમ કહ્યું હતું કે, સ્વમાવે’ શુદ્ધ સ્વરૂપમાં ‘નિયમિતઃ મવન્ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર મગ્ન થતો થકો. હવે કહે છે કે, એ સ્વભાવ કેવો છે? મગ્ન થતો થકો, એમ કહ્યું પણ એ સ્વભાવ કેવો છે? પોતાનો ત્રિકાળી સ્વભાવ. આહાહા..! ‘વરસનિર્મ’. સ્વ-૨સ, સ્વ-૨સ. ચેતના, ચેતના, ચેતના, જાણવું-દેખવું એવો સ્વ-૨સ એ તેનો સ્વભાવ છે. શરીર, વાણી, મન તો જડ છે, પુણ્ય-પાપભાવ મલિન છે તેનાથી ભિન્ન) ભગવાન ચેતના સ્વરસ છે. આહાહા..! ઝીણી વાતું પડે. પહેલા સ્વભાવનો અર્થ કહ્યો હતો. ‘સ્વમાવે’ (એટલે) શુદ્ધ સ્વરૂપમાં ભગ્ન થતો થકો.’ પણ હવે શુદ્ધ સ્વરૂપ કહ્યું એ સ્વભાવ છે કોણ? શુદ્ધ સ્વરૂપ (કહ્યું તો) આત્માનો ત્રિકાળી Page #73 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૦ ૫૯ સ્વભાવ છે કેવો? “સ્વરનિર્મરે એ તો સ્વરસમાં સ્વરસથી પરિપૂર્ણ છે. એ સ્વરસથી પરિપૂર્ણ છે. સ્વરસનો અર્થ ચેતનાથી પરિપૂર્ણ છે. એ જાણવા-દેખવાના સ્વભાવથી ભગવાન પરિપૂર્ણ આત્મા અંદર છે. આહાહા.! સમજાણું કાંઈ? “સ્વરનિર્મરે આટલા શબ્દો પડ્યા છે. સ્વનિર્ભર સ્વરસ–જ્ઞાનચેતના ગુણ, જાણવું ગુણ, દેખવું ગુણ એવો ત્રિકાળી સ્વભાવ (તેનાથી) “નિર્મરે પૂર્ણ ભર્યો છે. નિર્મરે છે ને? આહાહા..! “નિર્મરે ભરે, ભર. ભર. નિર્મર'. આહાહા. આ ગાડામાં ઘાસ ભરે છે ને તો ભર કહે છે ને? ભર કહે છે. ગાડામાં ખૂબ ભર ભર્યો છે. ભર કહે છે ને? દરબારા ઘાસ ભરે છે. આ તો “નિર્મર (કહ્યું). “નિ ઉપસર્ગ છે તો એનો અર્થ) વિશેષે ભર. ચેતનારસથી ભર્યો ભગવાન અંદર જ્ઞાન, દર્શન, આનંદનો કંદ છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! મુમુક્ષુ :- ભરચક છે. ઉત્તર :- ભરચક છે. વસ્તુ અંદર છે. આ તો અંદરમાં ભાન નથી અને બહારમાં રખડે છે. આ પુણ્ય કર્યા ને આ પાપ કર્યા. બહુ પુણ્ય કર્યા હોય તો તેનાથી પાંચ, પચીસ કરોડ રૂપિયા ધૂળ આદિ મળે. એમાં શું મળ્યું? આત્માને નુકસાન થયું, દુઃખી છે. પૈસા જડ છે તેને પોતાના માનવા એ તો ભ્રમણા છે. અને નિર્ધનપણું છે એમ માનવું એ પણ ભ્રમણા છે. આત્મા નિર્ધન કેવો? આત્મા તો સ્વરસથી નિર્ભર છે. આહાહા.! પોતાના આનંદરસથી નિર્ભર છે, એમ કહે છે. આહાહા.! “ચેતના” શબ્દ લીધો છે. એ સ્વભાવનો અર્થ લીધો છે. પહેલા સ્વભાવનો અર્થ એવો કર્યો કે, શુદ્ધ સ્વભાવ. એમ લીધું હતું ને? શુદ્ધ સ્વરૂપ, લીધું હતું ને? “મા”. “સ્વભાવે (કહ્યું, ત્યાં શુદ્ધ સ્વરૂપ લીધું હતું. પણ એ શુદ્ધ સ્વરૂપ છે કોણ? કે નિજરસ, આનંદરસ. ચૈતન્યનો કાયમી અનાદિ અવિનાશી જ્ઞાનરસ, દર્શનરસ, ચેતનારસ. આહાહા...! તેને સ્વભાવ કહે છે, તેને શુદ્ધ સ્વરૂપ કહે છે, તેને નિજરસ કહે છે, તેને ચેતનાનો સ્વભાવ કહે છે. એ ચેતનાના સ્વભાવથી ભગવાન પરિપૂર્ણ ભર્યો છે. આહાહા! આરે...! ક્યાં જોવું? બહાર જોયા કરે છે. આહાહા. જોનારને જોયો નહિ અને પરમાં માથાકૂટ કરી દેખરનારને દેખ્યો નહિ. હું કોણ છું અંદર? પરમાં જોયું. ધૂળ... ધૂળ બાહ્ય આદિ. સમજાણું કાંઈ દેખનારો, જાણનારો. રસ, નિર્ભર. રસ શબ્દ કહેવાથી એકાગ્રતા પણ બતાવે છે અને તેનો સ્વભાવ પણ બતાવે છે. આહાહા.! વસ્તુ છે ને? આત્મા પદાર્થ છે ને? મોજૂદ ચીજ છે ને? છે તો તેનો કોઈ સ્વભાવ મોજૂદ છે ને? તો એનો ત્રિકાળી સ્વભાવ શું છે? એ તો જ્ઞાનરસ, ચેતનારસના ત્રિકાળી સ્વભાવથી ભરેલો છે. આહાહા.! તેની સન્મુખ થઈ તેનો શુદ્ધઉપયોગ કરવો. એ શુદ્ધઉપયોગરૂપી ધર્મ, તેનાથી તેને મુક્તિ થાય છે. બાકી પુણ્ય-પાપથી સ્વર્ગ ને નરક (મળે). પુણ્ય કરે તો સ્વર્ગ આદિ મળે. પુણ્ય ઘણા હોય તો આ ધૂળના શેઠિયા કહે છે ને? Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ કલશામૃત ભાગ-૬ ધૂળના શેઠિયા બધા. શેઠ. શેઠા આ તો શ્રેષ્ઠ. શુદ્ધ ચૈતન્યલક્ષ્મીનો ધણી થાય એ શ્રેષ્ઠ અને એ શેઠ છે. સમજાણું કાંઈ? “નિર્મર ભાષા જોઈ ગજબ કામ કર્યા છે. રસથી નિર્ભર. રસવાન આત્મા, તેનો રસ ચેતના, જાણવું-દેખવું એનો રસ, ભાવસ્વભાવ નિર્ભર. તેનાથી પરિપૂર્ણ છે. આહાહા... તેનો અનુભવ કરવો ને દૃષ્ટિ કરવી ને ઉપયોગ કરવાનું નામ ધર્મ છે. ઝીણી વાત છે, બાપુ. જગતથી જુદી છે. જગતને તો જાણીએ છીએ કે અમે તો સમજાણું કાંઈ? તેને અહીંયાં અલ્પકાળમાં મુક્તિ થાય છે, એમ કહે છે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) (શાર્દૂલવિક્રીડિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ।।१२-१९१।। ખંડાન્વય સહિત અર્થ :- “: મુખ્યતે' (૧) સમ્યગ્દષ્ટિ જીવ (મુવ્ય) સકળ કર્મોનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કેવો છે? “શુદ્ધ ભવન' રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો. વળી કેવો છે ? “જ્યોતિરછોછ7ચૈતન્યામૃતપૂરપૂમહિમા' ( ળ્યોતિ:) દ્રવ્યના સ્વભાવગુણરૂપ, (૭) નિર્મળ, (૩છનત) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ એવો જે (વૈતન્ય) ચેતનાગુણ, તે-રૂપ જે (અમૃત) અતીન્દ્રિય સુખ, તેના પૂર) પ્રવાહથી (પૂર્ણ) તન્મય છે (મહિમા) માહાભ્ય જેનું, એવો છે. વળી કેવો છે ? “નિત્યમ્ દ્વિતઃ' સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. વળી કેવો છે ? “નિયત સર્વોપરાધભુતઃ (નિય) અવશ્ય (સર્વોપરાધ) જેટલા સૂક્ષ્મ-સ્થૂલરૂપ રાગ-દ્વેષ–મોહ પરિણામો, તેમનાથી (વ્યત:) સર્વ પ્રકારે રહિત છે. શું કરતો થકો આવો થાય છે ? “વશ્વધ્વંસમેં ૩પત્ય' (૩૫) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની (ધ્વંસમ) સત્તાના નાશરૂપ (પત્ય) અવસ્થાને પામીને. વળી શું કરતો થકો આવો થાય છે? “તત્ સમj પરદ્રવ્ય રહ્યું ત્યવવા દ્રવ્યકર્મ-ભાવકર્મ–નોકર્મ સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પદ્રવ્ય ? અદ્ધિવિધાવિ અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે. “વિત્ન નિશ્ચયથી. “વ: સ્વદ્રવ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૧ ૬૧ રતિમ્ તિ’ (ચ:) જે સમ્યગ્દષ્ટિ જીવ (સ્વદ્રવ્ય) શુદ્ધ ચૈતન્યમાં (રતિમ્ તિ) રત થયો છે અર્થાતુ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧. પોષ સુદ ૧૪, રવિવાર તા. ૨૨-૦૧-૧૯૭૮. કળશ–૧૯૧ પ્રવચન–૨૧૨ ટીકા ચાલે છે, “કળશટીકા”. “મોક્ષ અધિકાર ૧૯૧ શ્લોક. (શાર્દૂલવિક્રીડિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।।१२-१९१।।) મોક્ષની છેલ્લી ગાથા છે, એક કળશ બાકી છે. આ બધા છેલ્લા કળશ છે ને. “સ: મુચ્યતે” ત્યાંથી લીધું છે. તે જીવ બંધનથી મુક્ત થાય છે. કોણ? સમ્યગ્દષ્ટિ. પહેલી શરૂઆત એ લીધી. કેમકે સમ્યગ્દષ્ટિમાં પ્રથમ બંધન રહિત અબંધસ્વરૂપ ચૈતન્ય, એનો પ્રથમ એને સમ્યગ્દષ્ટિમાં અનુભવ હોય છે. મુક્તસ્વરૂપ આત્મા છે. અબંધ સ્વરૂપ કહો કે મુક્ત સ્વરૂપ કહો. એ મુક્ત સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ તદ્દન રાગ અને કર્મના સંબંધથી ભિન્ન મુક્ત છે. એ મુક્તપણાનું જેને પ્રથમ સમ્યગ્દર્શન થાય છે, સમ્યગ્દર્શન, એમાં એ મુક્ત સ્વરૂપ છે એમ એની પ્રતીતમાં આવે છે. અને તે સમ્યગ્દષ્ટિમાં સત્ સ્વરૂપ જે પૂર્ણ એનું જ્ઞાન હોવાથી એને અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ પણ આવે છે. આહાહા.! આને સમ્યગ્દષ્ટિ, શરૂઆત કહીએ. - “સમ્યગ્દષ્ટિ જીવ... “મુચ્યતે એ શબ્દ છે ને? અહીં પૂર્ણ બતાવવું છે પણ પ્રથમ મુચ્યતે રાગ અને કર્મના સંબંધથી મારી ચીજ પૂર્ણ શુદ્ધ આનંદ (છે), એવું અંતરમાં ભાન થતાં એ રાગ અને કર્મથી મુક્ત છું એવી મુક્તિ તો દૃષ્ટિમાં થઈ ગઈ. આહાહા...! દૃષ્ટિમાં તો મુક્ત સ્વરૂપ છું, એમ દૃષ્ટિ થઈ. ત્યારે એ બંધનથી મુક્ત થવાના ઉપાયમાં ચડ્યો. અહીંયાં તો અનાદિકાળથી રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપના ભાવ કરી કરીને બંધનમાં દુઃખી થઈને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ કિલશામૃત ભાગ-૬ રખડે છે. આહાહા! હજી સમ્યગ્દર્શનની પણ ખબર ન મળે, મુક્તિ-મોક્ષ તો પછી. સમજાય છે કાંઈ? અહીં તો પહેલેથી ઉપાડવું, ‘: “સમ્યગ્દષ્ટિ...” “સ: એટલે તે. તે એટલે સમ્યગ્દષ્ટિ એટલે સત્ દર્શન જેને થયું છે. આહાહા! શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્મળ આનંદ, એનું જેને વર્તમાન પર્યાયમાં ભાન થયું છે, પ્રતીતિ થઈ છે અને અંશે મુક્ત સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું છે. વસ્તુ મુક્ત છે, પર્યાયમાં અંશે મુક્ત શરૂઆત થઈ છે. આહાહા...! સમજાણું કાંઈ? એ “સમ્યગ્દષ્ટિ જીવ સકળ કર્મનો ક્ષય કરી...... હવે પૂર્ણ મુક્તની વાત કરે છે. પૂર્ણ અબંધ સ્વભાવ જે આત્માનો એને પ્રગટ કરવા, પૂર્ણ અશુદ્ધતાનું નિમિત્તકારણ જે કર્મ, એ કર્મનો નાશ કરે છે. આહાહા...! છે? “સકળ કર્મનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે.” મોક્ષની વ્યાખ્યા કરી. મોક્ષ એટલે શું? આમ તો મોક્ષ એટલે મૂકાવું થાય છે એથી પહેલો અર્થ એ કર્યોકર્મનો ક્ષય કરી. મોક્ષનો અર્થ–વ્યાખ્યા પહેલી મૂકાવું એમ થયું ને? એટલે કે રાગ ને દ્વેષ ને કર્મથી સર્વથા મુક્ત થયો. એ મોક્ષની વ્યાખ્યા નાસ્તિથી થઈ. અસ્તિથી કહો તો એ અનંત છે. “અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષ...” એ અસ્તિથી થયું. જેને અનંત અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય એને અહીંયાં મોક્ષ કહેવામાં આવે છે. આહાહા...! આ ઇન્દ્રિયના સુખોમાં અજ્ઞાનીની જે કલ્પના છે એ તો મિથ્યા ભ્રમ છે. પૈસામાં, સ્ત્રીમાં, આબરૂમાં, કીર્તિમાં મને ઠીક પડે છે એ તો મહા મોટું પાખંડ પાપ (છે). નરક ને નિગોદની ગતિમાં લઈ જવાના એ બધા પાપ છે. આહાહા.. સામે લેવું છે ને? એક કોર મોક્ષ અને એક કોર નિગોદ. વચ્ચે ગતિ મળે છે નરકની કે સ્વર્ગની, એ તો શુભાશુભ પરિણામનું ફળ. પણ વાસ્તવિક તત્ત્વનો અનારાધાક એટલે તત્ત્વનો વિરાધક, એનું ફળ એને નિગોદ હોય છે. આહાહા...! જેને આત્મા રાગથી ભિન્ન છે) એમ નહિ માનતા, રાગ તે હું પુણ્ય તે હું અને પુણ્યના ફળ જે આ મળે-લક્ષ્મી, ધૂળ, સંયોગ તે હું, એવો જે મિથ્યાત્વભાવ એ તત્ત્વનો વિરાધકભાવ, તત્ત્વનો અનારાધકભાવ, એના ફળ તરીકે નિગોદ છે. એક શરીરમાં અનંત જીવ અને એક એક જીવને અનંત દુઃખ, એવા નિગોદમાં કાં લસણમાં કાં ડુંગળીમાં એ અવતરવાના. આહાહા...! એ અનંત નિગોદ તત્ત્વની વિરાધનાનું ફળ છે અને અનંત સુખરૂપી મોક્ષ એ શુદ્ધ ચૈતન્યની આરાધનાનું ફળ છે. સમજાય છે કાંઈ? આહાહા...! વચ્ચે શુભઅશુભભાવ આવે એની ગતિ થાય. એ કંઈ મૂળ ચીજ નથી, એ ગતિ કઈ લાંબો કાળ રહે નહિ. સ્વર્ગની ગતિ રહે તો થોડો કાળ અને નરકની ગતિ રહે તો થોડો કાળ. આમાં તો અનંત કાળ (જાય). જેણે આત્મા ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, એનું જેણે વિરાધન કર્યું. આહાહા.. એટલે કે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને એના ફળો એ બધા મને છે, મારા છે, એવો જેણે તત્ત્વનો વિરોધ કર્યો એના ફળ તરીકે પરમાત્મા નિગોદ કહે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૧ ૬૩ આહાહા..! એની સામે હવે અહીં તો વાત છે. તત્ત્વનો આરાધક. હવે તત્ત્વ જે જ્ઞાનાનંદ પ્રભુ આત્મા, એની સેવા કરનાર એટલે આરાધક. પર્યાયમાં છે ને એ તો? આહાહા..! એના ફળ તરીકે અતીન્દ્રિયસુખલક્ષણ...' મોક્ષનું લક્ષણ કહ્યું. મોક્ષ એટલે શું ? કે અતીન્દ્રિય આનંદ. જેમાં અતીન્દ્રિય આનંદ અનંત છે એ જેનું લક્ષણ (છે) એવો મોક્ષ. એ સમ્યગ્દષ્ટિ રાગ ને કર્મના સર્વથા નાશથી તે અનંત સુખના લક્ષણવાળા મોક્ષને પામે છે. આહાહા..! અને (તત્ત્વનો વિરાધક) અનંત દુઃખના લક્ષણવાળી નિગોદ આદિ ગતિને પામે છે. સમજાણું કાંઈ? ‘કેવો છે?” શુદ્ધઃ મવન્” અતીન્દ્રિય અનંત આનંદલક્ષણ મોક્ષને પામે છે). સમ્યગ્દષ્ટિ – સ્વરૂપનો આરાધક, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સેવા કરનારો... આહાહા..! એ કેવો છે? શુદ્ધઃ મવન્” એ શુદ્ધ થયો થકો. એની વ્યાખ્યા જરી કરી કે, રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો.’ એમ. પુણ્ય અને પાપના ભાવ એ બધા રાગ, દ્વેષ ને દુઃખ છે. આહાહા..! ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, આ ૨ળવું, કમાવું એ એકલું પાપ છે, તીવ્ર દુઃખ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા, ભક્તિ એ રાગ મંદ છે, એ પણ દુઃખ છે. આહાહા..! બેય દુઃખ છે. બેય દુઃખની અહીંયાં રાગ-દ્વેષરૂપી વ્યાખ્યા કરી. ઓલા સુખની સામે લેવું છે ને? રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ...’ દશાથી ‘ભિન્ન... આહાહા..! જેને રાગ અને દ્વેષ ને મોહનો એક અંશ રહ્યો નથી, એનાથી ભિન્ન થયો થકો. ‘શુદ્ધ: મવન્” (અર્થાત્) શુદ્ધ થયો થકો, એમ શબ્દ લીધો છે. એટલે કે પર્યાયમાં—અવસ્થામાં અશુદ્ધ હતો. એથી એણે રાગ-દ્વેષમોહ રહિત એનો અર્થ કરવો પડ્યો. રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણિત...' એની હતી. પર્યાયમાં એ દશા હતી. એનાથી ભિન્ન થયો. સમજાણું કાંઈ? આહાહા..! વસ્તુ તો આનંદકંદ પ્રભુ શુદ્ધ ચિદાનંદ આત્મા છે પણ એની પર્યાયમાં અશુદ્ધતા, પુણ્ય અને પાપ આદિ અશુદ્ધ રાગ-દ્વેષના ભાવ (છે) અને તે હું છું એવો મિથ્યાત્વભાવ એ દુઃખરૂપ છે, તેનાથી ભિન્ન થયો છે. સમ્યગ્દષ્ટિ આ રીતે ભિન્ન થયો ત્યારે તેને મુક્તિ થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? ‘અશુદ્ધ પરિણતિ...’ પરિણતિ એટલે અવસ્થા. એ રાગ-દ્વેષ-મોહની મલિન–અશુદ્ધ દશા. અશુદ્ધમાં બેય આવે, પુણ્ય અને પાપ બેય. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, ૨ળવું, કમાવું, પૈસાનું વ્યાજ ઊપજાવવું, દુકાનની વ્યવસ્થા કરવી એ બધું એકલું પાપ. મુમુક્ષુ – પૈસાનું વ્યાજ ન ઊપજાવે પણ બેંકમાં મૂકે તો? ઉત્તર ઃબેંકમાં મૂકે તોય પાપ. એ વ્યાજ ઊપજાવવા માટે મૂકે છે ન્યાં. આહાહા..! અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ પુણ્ય. પણ બેય અશુદ્ધ અને મિલન છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કલશામૃત ભાગ-૬ આહાહા..! મુક્તિ કહેવી છે ને અહીં તો? એ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો.' ભિન્ન થતો થકો. શુદ્ધઃ મવત્ છે ને? શુદ્ધઃ મવન્” શુદ્ધ થયો, એમ. ‘શુદ્ધઃ મવન્” એનો અર્થ એ થયો કે, અનાદિથી પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધ ભવન-અશુદ્ધ હતો. વસ્તુ તો શુદ્ધ ચિદાનંદ પૂર્ણ છે પણ પર્યાયમાં અશુદ્ધ હતો એ શુદ્ધઃ મવ. એ અશુદ્ધતાનો નાશ કરીને શુદ્ધ દશા પ્રગટ કરી. જેવો એનો સ્વભાવ હતો એવી દશા પ્રગટ કરી. આહાહા..! વળી કેવો છે? અહીં થયો થકો, એમ કીધું ને? ભિન્ન થયો થકો. શુદ્ધ: મવન્’ છે ને? એનો અર્થ એમેય થયો કે, કર્મ એને છૂટ્યા માટે શુદ્ધ થયો (એમ નથી). એ પોતે શુદ્ધ પુરુષાર્થથી શુદ્ધ થયો છે. શુદ્ધઃ મવન્” પોતે પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ નિર્મળ, પૂર્ણ અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિની દશાને પોતે પ્રાપ્ત કરી છે. કર્મ નાશ થયા માટે આ થયું છે એ તો નાસ્તિથી એક વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? આહાહા..! નિશ્ચયથી તો એ રાગદ્વેષની અશુદ્ધતાનો નાશ થયો માટે શુદ્ધ થયો એમેય નથી. આહાહા..! એ સમયમાં શુદ્ધની અવસ્થા ષટ્કારકરૂપે પરિણતિ મુક્તિ થઈ છે. આહાહા..! સમજાય છે કાંઈ? પર્યાયમાં, હોં! દ્રવ્ય-ગુણને લઈને નહિ. આહાહા...! પર્યાય નિર્મળ શુદ્ધ મુક્તિની અનંત આનંદ, અનંત જ્ઞાન (થયા), ઇ એક એક પર્યાય પરિપૂર્ણ આનંદ ને જ્ઞાન, દર્શન આદિ સ્વચ્છતા, અનંતી ઈશ્વરતા, એ એક એક પર્યાય ષટ્કા૨કથી પિરણિત થઈને શુદ્ધ થઈ છે. આહાહા..! અનંત કેવળજ્ઞાન પામ્યા ૫રમાત્મસ્વરૂપ આત્મા એ પણ કેવળજ્ઞાનની પર્યાય ષટ્કા૨કથી પરિણતિ થઈને પામ્યા છે. અનંત આનંદ પામ્યા એ આનંદ પણ ષટ્કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એનાથી આનંદની એક એક પર્યાય પામ્યા છે. જ્ઞાનની પર્યાયથી આનંદની પર્યાય પામ્યા છે એમેય નહિ. આહાહા..! આવી ઝીણી વસ્તુ છે. કંઈ ખબર ન મળે. અનાદિથી રખડતો... આહાહા..! એથી ‘શુદ્ધ: મવન્” શબ્દ વાપર્યો. શુદ્ધ થયો થકો. એક એક પર્યાય જે વર્તમાન દુઃખરૂપ છે એનાથી મુક્ત થયો માટે આ શુદ્ધ થયો એ પણ એક વ્યવહાર છે. આહાહા..! પરમાર્થે તો ભગવાન પોતે જ પોતાની એ ષટ્કારકની પવિત્રતાથી શુદ્ધ દશા રૂપે પરિણમે છે માટે તે શુદ્ધ થયો છે. આહાહા..! ભારે વાતું, આવું છે. ‘વળી કેવો છે?” ‘સ્વખ્યોતિરોવ્ઝ દ્વૈતન્યામૃતપૂરપૂર્ણમહિમા' આહાહા..! શું કહે છે? ‘સ્વખ્યોતિરો∞ાદ્વૈત” ‘પછાત’ છે. ચૈતન્યઅમૃત પૂર પરિપૂર્ણ મહિમા. આહાહા..! દ્રવ્યના સ્વભાવગુણરૂપ.' દ્રવ્યના સ્વભાવગુણરૂપ. હવે વર્તમાનની વાત લેવી છે. દ્રવ્યનો સ્વભાવગુણરૂપ તો પરિપૂર્ણ નિર્મળ છે પણ તે સ્વભાવગુણરૂપ નિર્મળ વર્તમાન ધારા થઈ. આહાહા..! સમ્યગ્દર્શન થયા પછી સ્વરૂપમાં રમણતા, આનંદની લીનતા કરતા કરતા કેવળજ્ઞાન એટલે મુક્ત દશા થાય તે કેવી છે? કે, તે સ્વભાવગુણરૂપ નિર્મળ પરિણતિ છે. આહાહા..! Page #79 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૧ ૬૫ એ એનો સ્વભાવ જે શુદ્ધ ગુણ હતો એ ગુણની જે પરિણતિ છે. આહાહા..! મોક્ષ એટલે કોઈ એવી ચીજ નથી કે ઉપર લટકવું છે જાણે. મુક્તિશિલા ઉ૫૨ જવું, એ તો ક્ષેત્રની વ્યવહારની વાતું (છે). પોતાની દશામાં મિલનતા નામ દુઃખનું જે અનાદિથી વેદન છે એનો પણ વ્યય કરીને શુદ્ધ ઉત્પત્તિ કરવી એ પણ વ્યવહાર. ૫ણ ૫રમાર્થે પોતાથી શુદ્ધ ઉત્પત્તિ થાય છે તે એનો નિશ્ચય છે. સમજાણું કાંઈ? આહાહા..! આવો વખત મળે ક્યાં ? શાંતિભાઈ’! ઝવેરાતની આડે અને આ પથ્થર આડે. પોપટભાઈ'ને પથરા હતા. ઇ પોપટભાઈ’ ગયા. હજી તો અહીં બેઠા હતા. આજે રવિવાર છે, ગુરુવારે ગયા ને શનિવારે રાત્રે ખલાસ. ભાઈ આવવાના છે, કહે છે, હોં! ‘હસમુખ’ હૈં? આવવાનો છે. બે-ત્રણ કરોડ રૂપિયા, ચા૨ કરોડ છે, કેટલાય કોડ હતા એમ કહે છે. હમણા અહીં બેઠા હતા. દિવાળી પહેલા. શનિવારની રાત્રે (કહ્યું), હું જાઉં છું. આહાહા..! થઈ રહ્યું. બાપુજી! કેમ છે? છ છોકરા. પાંચ-પાંચ લાખનો એક એકનો... શું કહેવાય? બ્લોક! પાંચ પાંચ લાખનો એક બ્લોક, એવા સાત બ્લોક. છ છોકરા અને એક પોતે. મને દુઃખે છે. ઉ૫૨થી છોકરાને બોલાવ્યા. ‘હસમુખ’ ઘણું કરીને આવશે. આજે આવવાનો છે. મોટો છોકરો છે ને? આવ્યો, કહે, બાપુજી! કેમ છે? (તો કહ્યું), જાઉં છું. બસ! એટલું (બોલ્યા). હવે કરોડો રૂપિયા. ઘણા કહે છે, કો'ક તો કહેતું હતું, છ-સાત-આઠ કરોડ રૂપિયા (છે). પણ ધૂળેય કાંઈ સાથે આવી નહિ. અને દુઃખી. દુઃખે છે. બોલાવો, ‘હસમુખ’ને. ‘હસમુખ’ ઉ૫૨થી હેઠે ઉતરે ત્યાં તો, બાપુજી! કેમ છે? તો કહ્યું, જાઉં છું. હવે શરીર નહિ રહે. આહાહા..! એવા દુઃખો, એથી તો અનંતગુણા દુઃખો નરકમાં છે, બાપુ! એ દુઃખ તેં સહન કર્યા, તને ખબર નથી. આહાહા..! એ દુઃખથી મુક્ત થવું એ પણ વ્યવહાર અને અનંત આનંદ અને સુખની વર્તમાન પ્રાપ્તિ થવી તે ૫૨માર્થ. આહાહા..! કેમકે મોક્ષની પર્યાય પણ સત્ છે અને સત્ છે એને હેતુ હોઈ શકે નહિ. આહાહા..! વ્યય થયો માટે થયું એ પણ નહિ. ઉત્પાદ ઉત્પાદને કારણે, વ્યય વ્યયને કારણે, ધ્રુવ ધ્રુવને કારણે. આહાહા..! ૧૦૧ ગાથા, પ્રવચનસાર’ ૧૦૧ ગાથા. ભાઈ આવ્યું છે ને? કેવળજ્ઞાનનો ઉત્પાદ થયો એ ઉત્પાદ ઉત્પાદને કારણે (થયો). અશુદ્ધતા ટળી માટે, એને કર્મ ટળ્યું માટે એ પણ નહિ. આહાહા..! અને અશુદ્ધતાનો વ્યય થયો, નાશ થયો એ પણ ઉત્પાદ થયો માટે નાશ થયો એમેય નહિ. વ્યય વ્યયને કારણે, ઉત્પાદ ઉત્પાદને કા૨ણે, ધ્રુવ ધ્રુવને કારણે. શું હશે આ ઉત્પાદ? આ બહારમાં ઉત્પાદ કરે એવો ઉત્પાદ હશે? આ માણસ ઉત્પાદ કરે છે ને, લોહવાટ! આખો દિ' આ ધંધા. એ ઉત્પાદ હશે? એ તો ઉત્પાત છે અને આ તો ઉત્પત્તિ છે). આહાહા..! અનંત આનંદ અને અનંત શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ.. સાગર ઊછળ્યો. આહાહા..! પર્યાયમાં અનંત આનંદ અને શાંતિ પ્રગટ્યા) એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. એ ‘શુદ્ધ: મવન્’. આહાહા..! દ્રવ્યના સ્વભાવગુણરૂપ, નિર્મળ...’ છે? ‘પઘ્ધતત્” ઊછળ્યું. Page #80 -------------------------------------------------------------------------- ________________ કલશમૃત ભાગ-૬ ઊછળ્યું, કહે છે. પરિણમન થયું, એમ. “૩છત” એટલે “ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ...” આહાહા.! સંસારમાં અનાદિથી એક સમયના વિરહ વિના અનંત ધારાવાહી દુખને ભોગવતો હતો). આહાહા.! એ અહીંયાં આત્મજ્ઞાની પ્રાણી પોતાના સ્વરૂપનું આરાધન કરી અને અનંત ધારાવાહી પર્યાય, પ્રવાહ, જેનો પર્યાય તૂટે નહિ, ધારાપ્રવાહ... આહાહા...! ધારાપ્રવાહ, સમજાણું? એ આ ઓલાપણે ગયા હતા. નથી ઓલો મોટો શું કહેવાય? જોગફોલ જોધપુરમાં) ઉપરથી સદાય પાણીનો મોટો ધોધ વહે છે. પણ ઈ તો આપણે અહીં એક પાણી વહેતું. અહીં “બગસરા'! “બગસરા” છે ને ત્યાં ત્રણ નદીઓ છે. બગસરા ગામની નીચે નદી છે, આમ નદી છે અને આમ નદી છે (એમ) ત્રણ નદી છે. અમે એકવાર (સંવત) ૧૯૮૪માં ગયેલા. ત્યારે નદીમાં એટલું પાણી આમ એક પ્રવાહ (હતું) કે ત્યાં એક સંચો ગોઠવેલો હતો. ‘ગાંધી”. “રાજકોટના એક ગાંધી' હતા. આ ગુલાબચંદ ગાંધીના કો'ક કુટુંબી હતા. નામ ભૂલી ગયો. હું દિશાએ ગયો હતો ત્યાં એ ઊભા હતા, કીધું આ શું)? એમણે કહ્યું, આ સંચાને ચલાવવો પડતો નથી. પાણીનો ધોધ સંચા ઉપર પડે એટલે ચાલવા માંડે). ગાંધી હતા, ગાંધી'. નામ ભૂલી ગયો. ૧૯૮૪ની વાત છે. એવો ધોધ, નદીના પાણીના ધોધ, હોં પાણી એટલે કે સંચાને ચલાવવો ન પડે, એ સંચો ચાલ્યા કરે. એમ અહીંયાં આત્મામાંથી આનંદનો ધોધ પ્રવાહ વહે છે. આહાહા.! જેમ ત્રુટક વિના અનાદિ નિગોદથી માંડીને નવમી રૈવેયક સુધી અનંત દુઃખના ધારાપ્રવાહીને વેદે છે, આહાહા..! એમ મોક્ષમાં અનંત ધારાપ્રવાહી, પ્રવાહ શબ્દ છે ને? પ્રવાહ મૂક્યો છે ને? પ્રવાહ. આહાહા...! અનંત ધારાપ્રવાહરૂપ પરિણમન. જેની અવસ્થાશીલ જેનો સ્વભાવ થઈ ગયો. આહાહા.! પરિણમનશીલ. જેની પર્યાયનો સ્વભાવ અનંત આનંદ થઈ ગયો. આહાહા...! એનું નામ મુક્તિ. એ મુક્તિ સમ્યગ્દષ્ટિ પામે છે, અજ્ઞાનીને નિગોદ મળે છે. આહાહા... સમજાણું કાંઈ? આહાહા...! પરિણમન વળી “શીલ' શબ્દ વાપર્યો છે. પરિણમન–અનંત આનંદની ધારા પ્રવાહરૂપ જેનો સ્વભાવ છે, એમ. અનંત આનંદની ધારા પ્રવાહરૂપ જેનો સ્વભાવ છે. આહાહા.! “એવો જે ચેતનાગુણ” એટલે વર્તમાન દશાની વાત છે, હોં! તે રૂપ જે.” “અમૃત આહાહા...! પર્યાયમાં અમૃતધારા વહી, કહે છે. આહાહા.! ધર્મની પહેલી દૃષ્ટિ સમ્યગ્દર્શન થતાં સમ્યગ્દષ્ટિ હજી ચોથું ગુણસ્થાન, હોં! આ બાર વ્રત ધારે એ શ્રાવક તો પછી આવે, અત્યારે તો જે શ્રાવક છે એ બધા સમજવા જેવા છે. સાચા શ્રાવક તો એને કહીએ કે જેને આ પહેલું સમ્યગ્દર્શનમાં અમૃતના સ્વાદ આવ્યા હોય, નમૂનો આવ્યો હોય. આહાહા...! આત્મા તો અતીન્દ્રિય અમૃતનો સાગર છે. શેઠ! તમારું “સાગર! મુમુક્ષુ – એ તો સંસાર... ઉત્તર :- સાચી વાત છે, વાત તો સાચી છે. આહાહા...! Page #81 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૧ ૬૭ આ તો અનંત આનંદનો સાગર. પ્રવાહ કહે છે કે, અંદરથી વહે છે. આહાહા...! “જે અતીન્દ્રિય સુખ, તેના...” “પૂર' આહાહા...! જેમ પાણીના પૂર આવે છે ને? એમ પર્યાયમાં મોક્ષમાં અનંત આનંદનું પૂર વહે છે. આહાહા. સંસારમાં મિથ્યાદૃષ્ટિને અનંત દુઃખનું પૂર વહે છે. આ બધા પૈસાવાળા શેઠિયા સુખી નથી, હોં! એ બધા બિચારા દુઃખી છે, ભિખારા, રાંકા છે, બધા રાંક (છે). આત્માના ભાન વિનાના, લક્ષ્મી વિનાનાને શાસ્ત્રમાં વરાંકાં કહ્યા છે. ભિખારી છે, ભિખારા છે, માંગણ છે, માંગણ. આ લાવો, આ લાવો, આ લાવો (કર્યા કરે છે). આહાહા...! સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આનંદના સ્વભાવનો નમૂનો તો મળ્યો હતો એમાં લીન થતાં થતાં તેને ધારાપ્રવાહરૂપી મોક્ષની દશા અતીન્દ્રિય સુખ, તેનો પ્રવાહ એનો પ્રવાહ. આહાહા...! અમારે ઉમરાળ’ નદી મોટી છે. “કાળુભાર. નાની ઉંમરમાં અમે છોકરા દસ-દસ વર્ષના હતા તો નદીમાં રમતા. ત્યાં ડોસાઓ, વૃદ્ધ ઊભા હોય એ રાડ્યું પાડે, એકદમ રાડ્યું પાડે, એ. છોકરાઓ નીકળી જાઓ. અહીં કોરી નદી, કાંકરા, માથે વરસાદનું પાણી નહિ, બિંદુ નહિ પણ માથેથી વીસ વીસ ગાઉથી વરસાદનું પાણી આવે-ઘોડાપુર. ઘોડો જેમ ઊંચો આવે ને એમ એટલો પાણીનો પ્રવાહ આવે. પાણીનું દળ ઉપરથી ચાલ્યું આવે. ઘોડાપુર કહેતા એને. ઘોડા જેટલું ઊંચું અને ઘોડાની ગતિ. ગતિ એકદમ. એટલે આગળ ઊભા હોય એ છોકરાઓને રાડ પાડે, નીકળો રે નીકળો. શું છે પણ એ પાણી ધોડા આવ્યા, હમણા ચાલ્યા જશે. ઘોડાપુરા ઘોડા જેટલું ઊંચું અને ગતિ એકદમ. કેમકે ચારે કોર નદીના વરસાદના પાણી ભેગા થઈને આવે). આટલું આટલું દળ પાણીનું અને અહીં કાંકરા હોય. ચાલ્યું આવે. અહીં કહે છે, અંદર એવું આનંદનું પૂર વહે છે. આહાહા...! આ મોક્ષની વ્યાખ્યા છે. સંસાર અજ્ઞાનીને આનંદના પૂરના ઠેકાણે દુઃખના પૂર વહે છે. દુઃખી છે બિચારા દુઃખમાં ગરકાવ છે. આહાહા...! અહીંયાં કહે છે, અતીન્દ્રિય સુખ, તેનું પૂર–એનો પ્રવાહ. એનું પૂર. પૂર્ણ શબ્દ છે. એમ કે, તન્મય છે, પૂર્ણ છે. આહાહા...! જેની પર્યાયમાં અતીન્દ્રિય સુખના પૂરના પ્રવાહ તન્મયપણે વર્તે છે. આહાહા...! એને મોક્ષ કહીએ અને તેના માર્ગને મોક્ષનો માર્ગ કહીએ. આહાહા.! એ “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષમાર્ગ અત્યારે તો સમ્યગ્દર્શન એટલે કાંઈ નહિ. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા. હવે વ્રત ને તપ લઈ લ્યો એટલે શ્રાવક ને સાધુ થઈ જાય. કાંઈ ભાન ન મળે. હજી સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબરું ન મળે. આહાહા..! અહીંયાં કહે છે, સમ્યગ્દર્શનમાં તો અનંતા ગુણોના અંકુર ફૂટે અને આ છે તે હવે આખા મોટા ફળ ફાલ્યા. આહાહા...! મોક્ષની પર્યાયમાં તો, જે અંકુર ફૂટ્યા હતા તેના ફળ પાક્યા. આહાહા. અનંત ગુણનો દરિયો ભગવાનઆત્મા, એની સન્મુખ અને આશ્રય થતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કલશમૃત ભાગ-૬ જેટલા ગુણો (છે) તેના થોડા અંકુરો ફૂટ્યા. આહાહા.! સર્વ ગુણાંશ તે સમકિત, કહ્યું છે ને? સર્વ ગુણાંશ-સર્વ ગુણનો અંશ પ્રગટ થાય તે સમકિત. આહાહા...! એમાંથી જેને પૂર્ણ ગુણની પર્યાયના પૂર વહ્યા. આહાહા...! મોક્ષ. પૂર જેનું, તે પણ પૂર્ણ. “પૂર્ણ નો અર્થ તન્મય કર્યો. પૂર્ણ તન્મય. વસ્તુ એક સમયની પર્યાયમાં. આહાહા...! હમણા કહ્યું નહિ કે, નારકીના એક ક્ષણના દુઃખને કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય, ભાઈ! એવા દુઃખમાં તું અનંતવાર ગયો તો આ આનંદની શું વાતું કરવી? એમ કહે છે. દુઃખ તો વિકાર છે અને વિકાર પરિપૂર્ણ તો ક્યાંય હોઈ શકે નહિ. ભાઈ! વિકાર છે એ પરિપૂર્ણ હોઈ શકે નહિ કારણ કે દ્રવ્ય છે એટલે પૂર્ણ વિકારી થઈ શકે જ નહિ આહાહા.. એટલી એની યોગ્યતા રહે જ છે. આહાહા.. જેમ શુભભાવમાં શુદ્ધનો અંશ કહ્યો છે ને? આહાહા...! જેને અનંતમાં પૂર્ણ દશા પ્રગટ થઈ. આહાહા. એની પૂર્ણતાની વાતું શું કહેવી ? કહે છે. આહાહા.! એવા પૂર્ણ તન્મયની “મહિમા માહાસ્ય જેનું...” છે એવો મોક્ષ છે. આહાહા. છે તો આ બધી પર્યાય, હોં હૈ? આ તો પર્યાય છે. સમ્યગ્દર્શન એ પર્યાય છે, સમ્યજ્ઞાન એ પર્યાય છે, ચારિત્ર એ પર્યાય છે, કેવળજ્ઞાન એ પર્યાય છે. આહાહા. પર્યાયનું પણ આટલું જોર છે. એક સમયની મુદત છે છતાં એ પરિપૂર્ણ અનંત સુખના સ્વભાવના પૂરથી જેની મહિમા માહાભ્ય છે. આહાહા...! મહિમા છે, એવો છે.” વળી કેવો છે? “નિત્યમ્ તિઃ “સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. મોક્ષમોક્ષ. આહાહા...! આત્માની જ્યાં આનંદ દશા પ્રગટ થઈ એ તો સર્વ કાળ તે રૂપે રહેવાની છે હવે. આહાહા...! “સર્વ કાળ...” “નિત્યમ દ્વિતઃ સદાય પ્રગટ છે. “સર્વ કાળ અતીન્દ્રિય સખસ્વરૂપ...” એટલું કહ્યું. પ્રશ્ન તો એટલો છે), નિત્ય ઉદય છે, એમ. એ પૂર્ણ આનંદ અને પૂર્ણ પ્રવાહ જે પ્રગટ્યો એ કાયમ નિત્ય રહેનાર છે. છે તો પર્યાય પણ પર્યાય એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી રહેશે, એમ. છે તો એક સમયની પણ એવી ને એવી કાયમ રહેશે. આહાહા..! નિયત સર્વોપરીવ્યુતઃ હવે એ અતીન્દ્રિય સુખ પામ્યો શી રીતે? જરી અસ્તિ-નાસ્તિ કરે છે. નિશ્ચયથી નિયત’ નામ જરૂર. “અવશ્ય.” “સર્વોપરાધ' જેટલા સૂક્ષ્મ-સ્કૂલરૂપ રાગદ્વેષ-મોહરૂપ પરિણામો, સૂક્ષ્મ કે સ્થૂળ રાગ-દ્વેષ-મોહરૂપી પર્યાય. ‘તેમનાથી.” “ચુત સર્વ પ્રકારે રહિત છે. આહાહા.! સર્વ પ્રકારે રહિત છે ત્યાં કોઈ દુઃખનો અંશ નથી. આહાહા...! આનંદ આનંદ આનંદ તે અતીન્દ્રિય આનંદ. આ ઇન્દ્રિય આનંદમાં દુઃખ છે, ઈ તો દુઃખ છે, ઈ તો દુઃખી પ્રાણી છે. ઇન્દ્રિયના આનંદમાં આનંદ નથી, એ તો માને છે કે મને ઠીક છે. એ તો દુઃખ છે. આહાહા...! આ તો આનંદનું પૂર વહે છે. નિત્ય રહેનારું છે. આહાહા...! Page #83 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૧ ૬૯ શું કરતો થકો આવો થાય છે?” ‘વન્ધધ્વંસમ્ પેત્ય” જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની સત્તાના નાશરૂપ...’ સત્તા નાશ કરી નાખી છે. નથી કહેતા કે, આ સત્યાનાશ થઈ ગયો. એ સત્યાનાશ નહિ, સત્તા નાશ. એ ઇન્દૌર’ના પંડિત કહેતા, “બંસીધરજી’. સત્તાનાશ, સત્યાનાશ. અશુદ્ધતાનો તો સત્યાનાશ કરી નાખ્યો અને સત્ય એવું આ આનંદ અને જ્ઞાન જેને સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રના ફળરૂપે જેને દશા પ્રગટી.. આહાહા..! એ તો કાયમ રહેનારી છે, એમ. સત્તાના નાશરૂપ અવસ્થાને પામીને.’ જોયું? અવસ્થા લીધી. અશુદ્ધ અવસ્થાના નાશને પામીને શુદ્ધ અવસ્થા પામી. જ્ઞાન તો કરાવે ને! વળી શું કરતો થકો આવો થાય છે?” ‘તત્ સમમ્ર પરદ્રવ્ય સ્વયં ત્યવત્ત્તા' આહાહા..! એ ‘દ્રવ્યકર્મ...’ એટલે જડકર્મ જ્ઞાનાવરણાદિ. ભાવકર્મ...’ એટલે પુણ્ય-પાપના ભાવ. ‘નોકર્મ..’ એટલે શરીર, વાણી, મન. એ બધી સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને.’ આહાહા..! સમ્યગ્દર્શનમાં એ મૂળથી બધી ચીજના મમત્વથી રહિત થઈ. એક રાગનો કણ, દયા, દાન મારા છે એનાથી રહિત સમિકતી છે. આહાહા..! અને આની તો હવે તદ્દન પૂર્ણ દશા થઈ ગઈ. આહાહા..! ‘તત્ સમમાં પદ્રવ્ય સ્વયં ત્યવત્ત્તા” ભાષા છે ને? ‘સ્વયં ત્યવત્ત્તા” સ્વયં છોડીને.’ પોતે જાતે પુરુષાર્થથી અશુદ્ધતાને છોડીને એમ કહે છે. કર્મ છૂટ્યા માટે છૂટ્યો એમેય નહિ, એમ કહે છે. આહાહા..! અશુદ્ધતાને સ્વયં છોડીને. સ્વયં છોડીને, સ્વયં મોક્ષની ઉત્પત્તિ કરી છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! મમત્વ સ્વયં છોડીને.’ કેવું છે પરદ્રવ્ય” હવે ઇ પદ્રવ્ય કેવું છે? ‘અશુદ્ધિવિધાયિ” ‘અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે.’ બાહ્ય કર્મ જે છે જડકર્મ આદિ એ બધા અંદર વિકારી પરિણામને બાહ્ય નિમિત્ત છે. વિકારી પરિણામ તો પોતે જ કરે છે, એ કંઈ કર્મથી થયા નથી. આહાહા..! છે? ‘દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય” કે, ભાવકર્મ જે અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે.’ આહાહા..! કર્મ કંઈ વિકાર કરાવતું નથી એને. પોતે ઊંધો પડીને કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા..! ‘અશુદ્ધિવિધાયિ’ અશુદ્ધિનું નિમિત્ત. એમ. ‘વિતા” ‘નિશ્ચયથી’ Tઃ સ્વદ્રવ્યે રતિમ્ પતિ આહાહા..! પરદ્રવ્યના ભાવને છોડીને અને સ્વદ્રવ્યમાં રતિ. આત્મા આનંદ સ્વરૂપ ભગવાન (છે) એમાં સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ ચૈતન્યમાં રત થયો છે...' આહાહા..! રતિ, તિનો અર્થ કર્યો. લીન થયો છે, રત થયો છે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે.' આહાહા..! સમ્યગ્દષ્ટિ જીવને મુક્તિ હોય છે. જેને રાગ ને પુણ્ય, દયા, દાન મારા એવી માન્યતા છે એ મિથ્યાદૃષ્ટિને સંસાર નિગોદ ફળ છે. આહાહા..! આને આ મોક્ષનું ફળ કેવું છે? કે, નિત્ય રહેનારું છે. આહાહા..! એમાં લીન થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું,... એમ. બધું પૂર્ણ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કલશામૃત ભાગ-૬ અશુદ્ધ નાશ થતાં શુદ્ધપણું પ્રગટે છે. તેના સહારાનો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ.... આહાહા..! એને સહારો છે શુદ્ધ અનુભવ. શુદ્ધ પરિણતિને સહારો શુદ્ઘનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે.' આહાહા..! શુદ્ધ પરિણતિને સહારો છે પોતાનો પુરુષાર્થ, એમ કહે છે. શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ....' આનંદનો નાથ ભગવાન, એનો અનુભવ એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે દયા, દાન, વ્રત પરિણામ આવે એ તો બંધના કારણ છે, મોક્ષનો માર્ગ નથી. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) Sover (મન્દાક્રાન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१३-१९२ ।। ખંડાન્વય સહિત અર્થ :- તાત્ પૂર્ણ જ્ઞાનં ધ્વનિતમ્' (તત્) એ પ્રમાણે જે કહ્યું છે તે, (પૂર્વી જ્ઞાન) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું (જ્વલિતમ્) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું ? ‘મોક્ષમ્ લયસ્’(મોક્ષમ્) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (લયત્) તે અવસ્થારૂપ પરિણમતું થયું. કેવો છે મોક્ષ ? ‘અક્ષય્યમ્’ આગામી અનંતકાળ પર્યન્ત અવિનશ્વર છે, (અનુત્ત્ત) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું ? “વન્ધવાત્” (વન્ધ) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (છેવાતુ) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્ય) ? ‘નિત્યોદ્યોતટિતસદનાવસ્થમ્” (નિત્યોદ્યોત) શાશ્વત પ્રકાશથી (દિત) પ્રગટ થયું છે (સપ્નાવસ્થમ્) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે ? ‘પ્રાન્તશુદ્ધમ્’ સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે ? ‘અત્યન્તાશ્મીરધીર’ (અત્યન્તાશ્મીર) અનંત ગુણે બિરાજમાન એવું છે, (ધીર) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘ાળારસ્વસમરતઃ' (પુર) એકરૂપ થયેલાં (સ્વરસ) અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંતવીર્યના (મરતઃ) અતિશયના કારણે. વળી કેવું છે ? સ્વસ્ય અશ્વને મહિનિ તીનં' (સ્વસ્ય અપને મહિમ્નિ) પોતાના નિષ્કમ્ય પ્રતાપમાં (લીન) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે - સકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨. Page #85 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૨ ૭૧ પોષ વદ ૧, મંગળવાર તા. ૨૪-૦૧-૧૯૭૮. કળશ-૧૯૨ પ્રવચન–૨૧૩ આ “કળશટીકા ચાલે છે. “મોક્ષ અધિકારનો છેલ્લો કળશ છે. મોક્ષ... મોક્ષ. મોક્ષની વ્યાખ્યા કરશે. (ભન્દાક્રાન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ||१३-१९२।।) તત્વ પૂર્ણ જ્ઞાન ક્વનિત શું કહે છે? કે, આ આત્મા જે છે આત્મા અંદર એ તો જ્ઞાનાનંદ, સહજાનંદ સ્વરૂપ છે. તેનું મૂળ અસલી સ્વરૂપ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપ (છે). એ જેની પ્રગટ દશામાં પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય અને ચાર ગતિ પરિભ્રમણથી રહિત થાય તેનું નામ મોક્ષ કહે છે. મોક્ષ એ આત્માનું અતીન્દ્રિય શુદ્ધ પરિણામ છે તો તેનું કારણ પણ અતીન્દ્રિય શુદ્ધ પરિણામ હોવું જોઈએ. સમજાણું કાંઈ? મોક્ષ શું છે? છે ને? એ આવ્યું ને? “તત્ પૂર્ણ જ્ઞાન ક્વનિતમ્ “એ પ્રમાણે જે કહ્યું છે તે, સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું...” છે? સૂક્ષ્મ વાત તેમાં કહી છે. જીવ જે અંદર આત્મા છે એ તો જેવો હતો એવો પ્રગટ થયો. કેવો? કે, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત અતીન્દ્રિય શાંતિ, સ્વચ્છતાનો પિંડ, પુંજ આત્મા છે. એ આત્મા જેવો હતો, જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ હતી તો ઘૂંટવાથી પ્રગટ બહાર આવે છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, એમ જેવું હતું, ચોસઠ પહોરી તીખાશ એમાં–લીંડીપીપરમાં હતી તો ઘૂંટવાથી બહાર આવી). ચોસઠ પહોરી કે રૂપિયો કહો કે સોળ આના કહો, (એ) પ્રગટ થાય છે. એમ જીવદ્રવ્ય જેવું હતું... આહાહા! છે? આ મોક્ષની વ્યાખ્યા કરે છે. આ ભગવાન આત્મા દેહથી, આ તો માટી જડ ધૂળ છે. તેને જાણનારો. નિશ્ચયથી તો Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કલશામૃત ભાગ-૬ એમ છે, જરી સૂક્ષ્મ પડશે, પોતાની વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ તો અસદ્ભુતનયથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાયમાં ૫૨ જાણવામાં આવે છે એ વ્યવહા૨ છે પણ એ પર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. આ જેની સત્તામાં જાણવામાં આવે છે, સત્તા નામ જેની પર્યાય—અવસ્થા—હાલત વર્તમાન. આ તો જીવદ્રવ્યની વ્યાખ્યા છે પણ વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય-અવસ્થા છે તેમાં આ જાણવામાં આવે છે એ ખરેખર એ જાણવામાં નથી આવતું. જાણવામાં તો પોતાની જ્ઞાનની વર્તમાન અવસ્થાની તાકાત જાણવામાં આવે છે. આહાહા..! સૂક્ષ્મ છે, ભાઈ! ધર્મ બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહા૨થી કલ્પો છે, આ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને તપ એ ધર્મ-બર્મ નથી. ધર્મ અંતરની કોઈ અપૂર્વ ચીજ છે. કહે છે કે, એક સમયની પોતાની જે વર્તમાન દશા પ્રગટ છે એ દશામાં આ.. આ.. આ જાણવામાં આવે છે એ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી જાણવાની પ્રગટે છે તેને જ જાણે છે. આહાહા..! કેમકે જેમાં તન્મય થઈને જાણે તેને જાણવું કહેવાય છે. તો પ૨ને જાણવું (થાય છે એ) ૫૨ને શાનમાં તન્મય થઈને તો જાણતું નથી. ‘હસમુખભાઈ'! ઝીણી વાતું છે બધી. આહાહા..! આ તો અંદર આત્મદ્રવ્ય જેવું હતું તેવું પ્રગટ થયું, એમ કહે છે ને? તો અહીંયાં કહેવું છે કે, તેની વર્તમાન પર્યાયમાં જ્ઞાનની દશા પરને જાણતી હતી તે ખરેખર (જાણતી) નહોતી. કેમકે પરમાં તન્મય નથી માટે ખરેખર ૫૨ને જાણતી નથી. ૫૨ સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તેને જાણે છે. આહાહા..! હૈં? આવું ઝીણું છે. મારે તો બીજું કહેવું છે કે, જે એક સમયની જ્ઞાનની વર્તમાન દશા ૫૨ને જાણે છે એમ તો નથી. કેમકે તેમાં તન્મય, એકમેક તો છે નહિ. એકમેક થયા વિના તેને જાણે છે એમ કેમ કહેવાય? ભાઈ! આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! અહીં તો ભગવાન તરીકે બોલાવે છે. આત્મા અંદર ભગવાન સ્વરૂપ જ છે તેને ખબર નથી. અહીંયાં તો એક સમયની વર્તમાન આ જાણન છે ને? જાણન દશા, પ્રગટ, એ ખરેખર તો જ્ઞાનની પર્યાય શાનની પર્યાયને જ જાણે છે. આહાહા..! એ પણ હજી પર્યાયબુદ્ધિ થઈ. ઝીણી વાત છે, ભાઈ! સર્વજ્ઞ ૫૨માત્મા ત્રિલોકનાથ થયા તે ક્યાંથી થયા? એ અંદરમાં છે તેમાંથી થયા. જેવું હતું, એમ કહ્યું ને? અંદરમાં એની શક્તિ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ આદિનો સાગર ભગવાન અંદર છે. જેવું હતું...’ પ્રથમ પોતાની પર્યાયમાં ૫૨ને જાણતો નથી પણ પોતાને જાણે છે પણ એ તો એક સમયની પર્યાયબુદ્ધિ છે. એ એક સમયની અવસ્થા જેવું હતું તેને જાણે. ઝીણી વાત છે, ભાઈ! આ તો ધર્મની વાત છે. જો એક સમયની વર્તમાન દશા ચાલે છે એ પ૨ને જાણતી નથી. ખરેખર તો પોતાની પર્યાયમાં તન્મય છે તો તેને જાણે છે, ૫૨માં તન્મય નથી. હવે એ એક સમયની પર્યાય પોતાને જાણે છે પર્યાય, ત્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૧૯૨ ૭૩ સુધી તેની પર્યાયબુદ્ધિ, અંદબુદ્ધિ, વર્તમાનબુદ્ધિ થઈ. આહાહા.! હવે એટલું જાણે ત્યારે (આમ કહેવાય) પરને જાણે (છે) એ વાત તો ક્યાંય રહી ગઈ. આહાહા! સમજાણું કાંઈ? ધર્મ એવી ચીજ છે). સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વરે જે ધર્મ કહ્યો એ અલૌકિક ચીજ છે અને એ વિના જન્મ-મરણનો અંત કદી આવ્યો નથી. જન્મ-મરણ કરતા કરતા કરતા અનંતકાળથી રખડતો પરિભ્રમણ કરે છે. આહાહા.! શું કહેવું હતું? અહીંયાં મોક્ષની વાત ચાલે છે. પરંતુ પહેલા અહીંયાં વર્તમાન પર્યાય, મુક્ત સ્વરૂપ જીવદ્રવ્ય જેવું હતું તેવું વર્તમાન પર્યાયમાં જ્યારે જાણવામાં આવે છે ત્યારે તો તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત છે. હસમુખભાઈ! ત્યાં કયાંય પૈસાઐસામાં કાંઈ મળે એવું નથી, કરોડ-ફરોડમાં ને ધૂળમાં. બધી ધૂળ છે, પૈસા પાંચ કરોડ ને દસ કરોડ ને અબજ રૂપિયા. એ તો માટી છે, ધૂળ છે. આ પણ ધૂળ માટી છે. આ ચીજ ક્યાં છે? રાખ છે, આ તો મસાણની રાખ થશે. અંદર ભગવાન આત્મા જે છે એ તો આનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સત્ શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર હતો, છે, તે પહેલા પર્યાયમાં જાણવામાં આવ્યો. આહાહા.! કહેવું છે? મોક્ષ છે એ પૂર્ણ એકાંત શુદ્ધ છે એમ આગળ કહેશે. એકાંત શુદ્ધ. છે ને? “વત્તશુદ્ધ ‘સર્વથા પ્રકારે શુદ્ધ' જે મોક્ષ છે એ તો અતીન્દ્રિય આનંદને અતીન્દ્રિય જ્ઞાન, શાંતિ આદિથી પૂર્ણ શુદ્ધ છે. મોક્ષા અને સંસાર છે એ વિકાર દશાથી પરિપૂર્ણ વિકાર છે. એ પ્રાણી દુઃખી છે. ચાહે તો રાજા હો કે ચાહે તો અબજોપતિ (હો) પણ એ પૈસાના ધણી-માલિક થાય છે તો એ દુઃખી છે, અજ્ઞાની છે, મૂરખ છે. આહાહા.. જેવો આત્મા હતો એવો મોક્ષમાં પ્રગટ થયો તેનો અર્થ એ થયો કે વર્તમાન પર્યાયમાં જેવો હતો એવી અંતરમાં અનુભવ અને પ્રતીત થયા ત્યારે મોક્ષ જે પરિપૂર્ણ શુદ્ધ છે તેનો ઉપાય અપૂર્ણ શુદ્ધતાની પર્યાય પ્રગટ થઈ. હું શરૂઆત થઈ. આહાહા...! ઝીણી વાત, ભગવાના અનંતકાળથી રખડીને મરી ગયો છે, ચોરાશીના અવતાર કરી કરીને. કીડા, કાગડા, કૂતરા એવા અનંત ભવ કર્યા. ચોરાશી લાખ યોનિ એક એક યોનિમાં અનંત ભવ કર્યા. પ્રભુ! એને થાક લાગ્યો નથી, અને જોતો નથી કે હું કોણ છું અંદર? આહાહા...! અહીં તો એક સમયની વર્તમાન દશામાં પરનું જાણવું પણ નથી, એ તો પોતાને જાણે છે. કેમકે પરમાં તન્મય નથી. કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અદ્ભુત વ્યવહારનયથી છે. આહાહા.! કેમકે એમાં તન્મય થતો નથી, તે રૂપે થતો નથી. તો પર્યાયરૂપે તે રૂપે થાય છે તો તેને જ જાણે છે. એમ અહીંયાં નીચે અજ્ઞાની કે જ્ઞાની વર્તમાન દશામાં પરને તન્મય થઈને જાણતો નથી માટે તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં તન્મય થઈને જાણે છે તો તેનું નામ પર્યાયને જાણે છે એમ કહેવામાં આવ્યું. હવે અહીં તો એથી આગળ લઈ જવા છે. દેવીલાલજી' આવી વાતું છે, ભાઈઆહાહા.! અરે.! મનુષ્યપણું મળ્યું અને Page #88 -------------------------------------------------------------------------- ________________ ७४ કિલશામૃત ભાગ-૬ જો આ તત્ત્વ–આત્મતત્ત્વ, આત્મજ્ઞાન શું ચીજ છે તેને જાણ્યું નહિ (તો) ચાર ગતિમાં દુઃખી થઈને રખડશે. આહાહા...! અહીંયાં તો કહે છે કે, જેવું હતું તેવું પ્રગટ થયું. આ મોક્ષની વ્યાખ્યા કરી. જેવો અંદરમાં હતો, અનંત આનંદ મુક્ત, અનંત શાંતિ, શાંતિ શક્તિ એ જેવી હતી તેવી વર્તમાન દશામાં જેવો પૂર્ણ હતો તેવો પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો. એનું નામ મોક્ષ. હવે અહીંયાં તો મોક્ષનું કારણ પહેલા બતાવવું છે. આહાહા...! જેવું હતું, જેવું છે-અનંત જ્ઞાન, અનંત આનંદ એમાં છે, પ્રભુ. આહાહા.. જેમ એ પીપરના દાણામાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે. તીખાશને હિન્દીમાં ચરપરાઈ કહે છે, આપણે તીખાશ કહીએ છીએ. અંદર ચોસઠ પહોરી, રૂપિયે રૂપિયો, પૂર્ણ ભરી છે. તો જેવી હતી એવી ચોસઠ પહોરી લૂંટવાથી પર્યાયમાં પ્રગટ થઈ એમ જેવું (સ્વરૂ૫) હતું... આહાહા.! કેવું હતું કે, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતાથી ભરપૂર ભગવાન જેવો હતો તેવો છે. તેનું વર્તમાનમાં, વર્તમાન પર્યાયમાં પરને જાણવામાં જે પર્યાયની તાકાત માની છે પણ એ પર્યાયમાં સ્વને જાણવાની તાકાત છે એમ જાણીને એ પર્યાય સ્વને ત્રિકાળીને જાણે ત્યારે તેને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન થઈ. પૂર્ણ શુદ્ધ પર્યાય, આત્માની પૂર્ણ શુદ્ધ દશા છે તો શુદ્ધ પરિણામનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. આહાહા.! સમજાણું કાંઈ? આહા! ઝીણી વાત છે, ભગવાના એણે કદી સાંભળી નથી, કદી કરી નથી. આહાહા.! બાળપણું ખેલમેં ખોયા, બાળપણું ખેલ ને રમતુંમાં ખોયું), યુવાની સ્ત્રીમાં મોહ્યા, વૃદ્ધાવસ્થા દેખકર રોયા. વૃદ્ધાવસ્થા થઈ પણ આ તત્ત્વ અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વરે જેવું હતું તેવું પ્રગટ કર્યું, જેવું હતું તેવું પ્રગટ થયું તેનું નામ મોક્ષ. હવે, બીજી વાત. એ આત્મા તો જેવો હતો એવો પૂર્ણ શુદ્ધ દશા નામ મોક્ષ પ્રગટ થયો) તો એનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. આહાહા.! હોવું જોઈએ એટલે છે. આહાહા.! શુદ્ધ વસ્તુ જેવી છે... આહાહા...! પરિપૂર્ણ પરિપૂર્ણ વસ્તુ ભરી છે. તેની વર્તમાન પર્યાય-દશામાં અંદરમાં જેવું હતું તેવી પ્રતીતિ અનુભવમાં થઈ ત્યારે તો તેને મોક્ષનો માર્ગ પ્રગટ થયો. મોક્ષ જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે, પૂર્ણ પવિત્ર અનંત આનંદની દશા છે તેના અપૂર્ણ શુદ્ધ પરિણામ શુદ્ધ સ્વભાવના ભાનમાં જે પ્રગટ થયા, એ પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ છે. આવી વાતું હવે. માર્ગ આવો ભાઈ! અત્યારે સાંભળવો મુશકેલ પડે છે. આહાહા...! બહારથી ધમાધમ જાણે આમ બહારથી ધર્મ થઈ જશે. ધર્મ તો અંદર સ્વભાવ પડ્યો છે એમાં છે. આહાહા...! કહે છે કે, જેવું હતું... અહીં શબ્દ આવ્યો ને? “સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં....' શબ્દ તો પૂર્ણ જ્ઞાન છે પણ કર્મનો નાશ થતાં (એમ) કથન કર્યું. કેમકે પહેલા મલિન હતું એ બતાવવા માટે. આહાહા. “સમસ્ત કર્મમળકલંકનો.” પાછું સમસ્ત, હોં મોક્ષમાં એક Page #89 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૨ ૭૫ રાગ પણ નથી રહેતો કે જેથી ફરીને અવતાર કરવો પડે. જે ચણો હોય છે. ચણો. એ શેકવાથી ડાળિયા થઈ જાય છે ને? તમારે ડાળિયાને શું કહેવાય છે? ? ચણા. એ શેકેલા ચણા ફરીને ઊગે નહિ. કાચો હોય ત્યાં સુધી ઊગે. એમ ભગવાન આત્મા પાકો થઈ ગયો, પોતાના આત્મામાંથી અજ્ઞાનનો નાશ કરવાથી અને પૂર્ણ પર્યાય-દશાને પ્રગટ કરી એ હવે ફરીને સંસારમાં અવતાર ધારણ કરતા નથી. આહાહા! આ અવતાર ધારણ કરવા એ તો કલંક છે. અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો અંદર સાગર પડ્યો છે. ક્યાં જોવે? કોઈ દિ જોયું નથી. એ ચીજની વર્તમાન પરિણામમાં, પરિણામી એ વસ્તુ ત્રિકાળ જેવી છે તેવી પ્રતીતમાં, જ્ઞાનમાં, અનુભવમાં આવવી એ શુદ્ધ પરિણામ છે. એ શુદ્ધ પરિણામ પૂર્ણ શુદ્ધ પરિણામનું) કારણ છે. સમજાણું કાંઈ? આહાહા... એક તો સમજવું કઠણ પડે. એ કરે કે દિ? આહાહા...! મુમુક્ષુ :- આપ સહેલું કરી લ્યો. ઉત્તર :- સહેલી ભાષાથી તો આવે છે. કરવું તો એને છે કે નહિ? આહાહા...! સહેલામાં કોઈ કરી ત્યે? આહાહા...! મુમુક્ષુ :- મદદ કરે. ઉત્તર :- મદદ કરે તોય એ ખોટી વાત છે. જીવદ્રવ્ય...” છે? જીવદ્રવ્ય એટલે વસ્તુ. અંદર ભગવાન આત્મતત્ત્વ. તત્ત્વ કહો, દ્રવ્ય કહો, વસ્તુ કહો, પદાર્થ કહો, એ આત્મદ્રવ્ય, આત્મપદાર્થ, આત્મવસ્તુ, આત્મતત્ત્વ, વસ્તુ ત્રિકાળી અવિનાશી. કદી નવી ઉત્પન્ન થઈ નથી, નાશ થશે નહિ એવી જે અંતર વસ્તુ છે... “જેવું હતું...” આહાહા.! જેવું હતું...” કેવું હતું? “અનંત ગુણે બિરાજમાન...” આહાહા.! એ તો અનંત ગુણે બિરાજમાન હતું. આહાહા.! સૂક્ષ્મ વાત છે, પ્રભુ! અનંત શક્તિ અંદરમાં છે. અનંત જ્ઞાન, અનંત દર્શન એવા અનંત ગુણ બિરાજમાન છે તો કેવું હતું તેવું પ્રગટ થયું. છે? જેવું હતું એવું પરિણમનમાં બહારમાં પ્રગટ થયું. આહાહા.! શક્તિમાં હતું તે પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં (ઈ). પહેલા કહ્યું ને? કે, પર્યાયમાં દ્રવ્યની પ્રતીત, અનુભવ કરવાથી તેનો મોક્ષનો માર્ગ શરૂ થાય છે અને જ્યારે પૂર્ણ આશ્રય થયો, ત્રિકાળનો પૂર્ણ આશ્રય થયો તો કેવળજ્ઞાન અને મોક્ષ દશા થાય છે. એ મોક્ષ દશાના કારણમાં પહેલા તો આ કહ્યું. સમજાણું કાંઈ? કે, કર્મનો નાશ કરીને. આહાહા.! એમ કહ્યું ને? એ કલંકનો નાશ કરીને“જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું પ્રગટ થયું.' કેવું પ્રગટ થયું?” “મોક્ષમ વનયત આહાહા..! મોક્ષની વ્યાખ્યા. “જીવની જે નિ:કર્મરૂપ અવસ્થા...” આ મોક્ષની વ્યાખ્યા. જે રાગવાળી અને કર્મવાળી દશા છે એ તો સંસારમાં રખડવાની ચીજ છે. આહાહા.... કર્મ અને રાગ વિનાની નિષ્કર્મ અવસ્થા, પૂર્ણ નિષ્કર્મ અવસ્થા. નાસ્તિથી વાત કરી છે. રાગ અને કર્મથી રહિત નિષ્કર્મ અવસ્થા, તેનું નામ મોક્ષ. અને Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કલશમૃત ભાગ-૬ કર્મ અને રાગની અવસ્થા, તેનું નામ સંસાર. આહાહા...! જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા આ મોક્ષની વ્યાખ્યા કરે છે. “નયત એ રૂપે પરિણમી ગયું, પરિણમી ગયું. આહાહા. “નય છે ને? અનુભવ થઈ ગયો, પરિણમન થઈ ગયું. જેવી છે મોક્ષ અવસ્થા, પૂર્ણ કર્મકલંક રહિત, પૂર્ણ અશુદ્ધતાથી રહિત, પૂર્ણ શુદ્ધ જેવું હતું એવી અવસ્થારૂપ પરિણમન થયું, પર્યાયમાં દશા થઈ તેનું નામ મોક્ષ કહે છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત. ભાઈ! માર્ગ તો એવા છે. આહાહા...! અત્યારે તો જુઓને નાની નાની ઉંમરના કેટલાક હાર્ડ ફેઈલ થઈ જાય છે. દસ-દસ વર્ષની ઉંમર, પચીસ-પચીસ વર્ષની ઉંમર. હાર્ડ ફેઈલ. કાંઈ ખ્યાલ નહિ ને એક સેકંડમાં દેહ ઊડી જાય, ફટા સ્થિતિ પૂરી થઈ જાય એટલે દેહ છૂટી જાય, ફડાકા દેહ સંયોગી ચીજ છે. આ સંયોગી ચીજ તો એની સ્થિતિએ છૂટે છે. આ તો પોતાનું સ્વરૂપ જેવું હતું એવું પ્રગટ થયું તો રાગ અને શરીર ને કર્મ તેને કારણે છૂટી ગયા. આહાહા...! તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. જેમાં અનંત અતીન્દ્રિય આનંદ છે, જેમાં અતીન્દ્રિય અનંત જ્ઞાન છે. કેમ કે, “અનંત ગુણે બિરાજમાન...” હતું તેમ કહ્યું હતું ને? હું એવું જ પ્રગટ થયું. આહાહા.! નિષ્કર્મ અવસ્થા. (અનંત ગુણ) બિરાજમાન હતું) તેવું પ્રગટ થયું. શું પ્રગટ થયું? કે, “જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, તે અવસ્થારૂપ પરિણમતું થયું. આરે. આવા શબ્દો છે. પૂર્ણ દશા અનંત અનંત આનંદ. આહાહા...! સિદ્ધની દશાનું વર્ણન છે ને? બેનનું વાંચન હમણા આવશે. બેને સિદ્ધનું નથી લખ્યું? એનું વર્ણન કર્યું છે ને? આહાહા.. બેને સિદ્ધની વ્યાખ્યા શાંતિ. શાંતિ. શાંતિ. શાંતિ... પૂર્ણ શાંતિ. આહાહા.. બેન હોશિયાર છે, બાળ બ્રહ્મચારી બાઈ છે. હમણાં વ્યાખ્યાન પછી વંચાશે. એનો કાગળ એવો આવ્યો છે, એવી ભાષા છે એની કે આમ... બેનનું વાંચન કરીને તો ગાંડા-પાગલ થઈ જાય એવું છે. ધર્મ ધર્મરૂપે, હોં બીજું કાંઈ સૂઝે નહિ, એવું લખ્યું છે. હોશિયાર બાઈ છે. ઓલા દુનિયામાં પાગલ થઈ જાય એ નહિ. આ દુનિયાના પાગલ એટલે અંદરમાં બીજું કાંઈ સૂઝે નહિ. આત્મા... આત્મા... આત્મા... આત્મા... આત્મા... આનંદ, આનંદ. આનંદ. આનંદ. આનંદ. આનંદ. શાંતિ. વિભાવથી ભિન્ન, એ શબ્દ લખ્યો છે. એક ટૂંકો શબ્દ છે. બેને લખ્યું છે, વિભાવથી ભિન્ન તારી ચીજ છે નો વિભાવ નામ વિકાર. વિકાર નામ પુણ્ય ને પાપના ભાવ એ બધા વિકાર અને વિભાવ છે. તેનાથી ભગવાન આત્મા અંદર ભિન્ન છે. આહાહા....! એ જેવી શક્તિ હતી તેવી નિષ્કર્મ અવસ્થાનું પરિણમન થયું. જોયું? “નયનો અર્થ પરિણમન થયું, અભ્યાસ કર્યો, અનુભવ કહો. “વનય”માં અભ્યાસ કહો, અનુભવ કહો, અવસ્થા કહો બધું એક અર્થમાં છે. આહાહા.! “નયત અવસ્થારૂપ પરિણમન થયું. શું કહ્યું કે, જેમ લીંડીપીપર ચોસઠ પહોરી શક્તિરૂપે અંદર હતી એ ઘૂંટવાથી બહાર આવી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ৩৩ ચોંસઠ પહોરી એટલે પૂર્ણ પૂર્ણ તીખાશ બહાર પ્રગટ થઈ. એમ ભગવાનઆત્મામાં, એક લીંડીપીપર જેવી જડ ચીજમાં પૂર્ણ તીખાશ ભરી છે અને બહા૨ પ્રગટ થાય છે તો આ તો ચૈતન્યનો નાથ ભગવાન અંદરમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ચોસઠ પહોરી, ચોસઠ એટલે રૂપિયે રૂપિયો, ચોસઠ પૈસા, પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનથી ભર્યો હતો એ પર્યાયમાં, અનુભવમાં, દશામાં આવી ગયો. આહાહા..! ન્યાં ક્યાંય પૈસામાં સાંભળવાનું મળે એવું નથી. બધા પૈસાવાળા દુઃખી છે બિચારા. શાસ્ત્ર તો પૈસાવાળાને ભિખારી કહે છે. ભિખારી ભીખ માંગે છે, ભગવાન થઈને માંગે છે. પૈસા લાવો, પૈસા લાવો, બાયડી લાવો, છોકરા લાવો, આબરૂ (લાવો).. ભિખારી છે. અનંત અનંત અંદર આનંદ ને શાંતિ પડી છે ને તારામાં. તારી લક્ષ્મી અંદરમાં પડી છે ને સચ્ચિદાનંદ પ્રભુ! એ લક્ષ્મીનો સ્વામી થા ને, તેનો ધણી થા ને! આહાહા..! સમજાણું કાંઈ? ‘શાંતિભાઈ’! આકરી વાત છે. દુનિયાથી વિરૂદ્ધ છે પણ પ્રભુ! તારા આત્માના ઘરની વાત છે, નાથ! તું અંદર કોણ છો દેહમાં? આ તો માટી છે, હાડકા છે. આ તો મસાણની રાખ થઈને ઊડી જશે. આહાહા..! તું ઊડે–નાશ થાય એવો નથી. તું તો અવિનાશી છો, અનાદિઅનંત છો. છે તેની ઉત્પત્તિ નથી, છે તેનો નાશ નથી, છે તે પ્રગટ છે. આહાહા..! છે? કળશ-૧૯૨ ‘લયસ્” ‘કેવો છે મોક્ષ? આગામી અનંત કાળ પર્યંત અવિનશ્વર છે,...' આહાહા..! જેવી વસ્તુ છે આત્મતત્ત્વ અનંત આનંદ આદિ અવિનશ્વર, એવી મોક્ષ અવસ્થા પણ પર્યાય થઈ, દશા થઈ પણ હવે અવિનશ્વર રહેશે. કેમકે અવિનશ્વર આત્મા છે તેની દશામાંથી અનંત આનંદાદિ પૂર્ણ પ્રગટ થયા, મોક્ષ, તો એ અવિનશ્વર છે, એ પણ હવે અનંતકાળ રહેશે. આહાહા..! મોક્ષ થયા પછી કોઈ અવતાર ધારણ કરવો પડે (એમ નથી). મુમુક્ષુ :- ભક્તો ભીડમાં આવે ત્યારે ધારણ કરે. ઉત્તર :- આ વાત જ બધી ખોટી, ભક્તો ને ભીડ ને ભગવાનને ક્યાં હતી? પોતાના સ્વરૂપમાં જ્યાં આનંદમાં પૂર્ણ દશા થઈ ગઈ તેનું જ્ઞાન પણ કરતા નથી. એ જ્ઞાન તો પોતાની પર્યાયનું કરે છે. આહાહા..! હૈં? આહાહા..! બાપુ! મારગડા જુદા, પ્રભુ! આહાહા..! અત્યારે તો પ્રાણી જુઓને દુઃખી બિચારા, મોંઘવારી સાધારણ ગરીબ માણસને મળવું મુશ્કેલ પડે. પૈસાવાળાને ઘણું દેખાય. એ પણ દુઃખી ને એ પણ દુ:ખી. રાંકા દુઃખી, રાજા દુ:ખી, શેઠ દુઃખી ને દેવ દુઃખી. સુખી એક સંત. જેને આત્માનું ભાન થયું. હું અનંત આનંદકંદ છું, સચ્ચિદાનંદ પ્રભુ, તેનું જેને ભાન થયું એ જગતમાં સુખી છે. ‘સુખીયા જગતમેં સંત, દુરીજન દુઃખીયા' આહાહા..! આ બધા દુઃખીયા છે, ‘શાંતિભાઈ’! સાચી વાત હશે? આહાહા..! અહીં તો કહે છે, મોક્ષ અવસ્થા કોને કહીએ? આગામી અનંત કાળ સુધી રહેનારી અને ‘ઋતુતં’ ‘ઉપમા રહિત છે.’ આહાહા..! જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન અંદર છે એ જ્યાં પર્યાયમાં અનુભવ કરીને, અંત૨માં અનુભવ કરીને દશામાં પૂર્ણ આનંદ થયો Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કિલશામૃત ભાગ-૬ તેને ઉપમા શું આપવી? કોની ઉપમા આપવી? કે, ઈન્દ્રના સુખ કરતાં પરમાત્મામાં મોક્ષમાં અનંતગણું સુખ. ઈન્દ્રના સુખ તો ઝેરના સુખ છે. આ આત્માનું સુખ તો અતીન્દ્રિય સુખ છે. તો અતીન્દ્રિય સુખને કોઈ ઉપમા છે નહિ. સમજાણું કાંઈ? આહાહા...! “તુને ઉપમા રહિત છે.” “શા કારણથી?” વચ્છતા”. જુઓ! “મૂળ સત્તાથી નાશ દ્વારા.” આહાહા.... જેમ ઈ ચણાના ઉપરના ફોતરા, છીલકા નાશ થાય છે એમ ચણા પાકા થાય છે પછી એ ઊગતો નથી. મીઠાશ આપે છે. એ મીઠાશ આવી ક્યાંથી? કાચા ચણામાં મીઠાશ નહોતી, તરું હતું અને પાકામાં મીઠાશ આવી એ ક્યાંથી આવી? બહારથી આવી? અંદરમાં મીઠાશ પડી હતી એ બહાર આવી. શેકવાથી બહાર આવતી હોય તો લાકડાને શકે, કોલસાને શેકે તો બહાર આવવી જોઈએ. ક્યાં અંદરમાં છે ક્યાં? ચણામાં મીઠાશ પડી છે તો શેકવાથી ડાળિયા... તમારે ડાળિયા કહે છે ને? ના. આહાહા..! એ મીઠાશ જેમ છે એમ આત્મામાં અતીન્દ્રિય આનંદની મીઠાશ છે. આહાહા! એ મીઠાશને પણ ચણા તો જાણતા નથી. હૈ? અને ચણાની મીઠાશનું જ્ઞાન થયું એ ચણાની મીઠાશનું નથી. આહાહા...! એ સમયની એ પર્યાયમાં એવું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે. ચણામાં મીઠાશ છે એવું જ્ઞાન, હોં એ જ્ઞાનમાં તન્મય પોતાનું જ્ઞાન છે. તો જેમાં જ્ઞાનમાં મીઠાશનું જ્ઞાન છે એ અનંત જ્ઞાનની મીઠાશમાં જ્યારે જ્ઞાન લાગી ગયું... આહાહા.! અનંત આનંદ અંદર ભર્યો છે એમાં મીઠાશ લાગી ગઈ અંદરમાં તો પર્યાયમાં–દશામાં પૂર્ણ આનંદ થઈ જાય છે. તેનો પછી આગામી કાળમાં કદી નાશ થતો નથી. છે? શા કારણથી આઠ કર્મ...” એટલે કર્મ છે ને? રાગ, દ્વેષ, પુણ્ય-પાપ એ ભાવકર્મ છે અને જડકર્મ આઠ છે. એ બધાનો નાશ થાય છે તે કારણે. ક્યા કારણથી? મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્યો?' નિત્યોદ્યોતરપુતિનાવરથ આહાહા.! શાશ્વત પ્રકાશથી પ્રગટ થયું છે...” જેવો આત્મા અવિનાશી શાશ્વત છે, એની અનંત આનંદ આદિ શક્તિઓ શાશ્વત છે એવો પર્યાયમાં શાશ્વત અતીન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો. આહાહા....! વસ્તુ શાશ્વત, ગુણ શાશ્વત, પર્યાય-અવસ્થા શાશ્વત. આહાહા...! દ્રવ્ય-ગુણ શાશ્વત અને સંસારની રાગ-દ્વેષની પર્યાય અશાશ્વત, અસ્થિર હતી. તો જેવું દ્રવ્ય શાશ્વત વસ્તુ (છે), એની શક્તિ–ગુણ આનંદાદિ શાશ્વત છે) એવી પર્યાય શાશ્વત થઈ ગઈ. આહાહા...! આવો ઉપદેશ કઈ જાતનો હશે? ઓલા કહે કે, દયા પાળવી ને વ્રત કરવા, આ દેશની સેવા કરવી... કોણ કરે? ભગવાના આહાહા! તારા શરીરમાં રોગ આવે છે તો તારી મટાડવાની શક્તિ નથી. એ તો જડ છે, આ તો જડ છે. આહાહા....! તો પરના (રોગ) તો મટાડી શકતો નથી. અભિમાન છે, અજ્ઞાન (છે). આહાહા...! અહીંયાં તો પોતાની સંસાર અવસ્થા) મટાડી શકે છે. એમ કહ્યું ને? નિત્યોદ્યોત' “શાશ્વત પ્રકાશથી...” “પુરિત’ લ્યો, અહીં “દિત’ આવ્યું. કાલે આવ્યું હતું ને? “ “કુર'. Page #93 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૨ ૭૯ આ તો “દિત પ્રગટ થયું છે...” જેવો અંદરમાં આનંદ હતો તેવો પ્રગટ થયો. આહાહા...! કેવું છે જ્ઞાન પ્રગટ થયું નિત્ય અને “નાવરથમ “અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. આહાહા! અવસ્થા નામ પર્યાય-દશા એવી છે. જેવી સહજ શક્તિરૂપ ત્રિકાળ પ્રભુ છે એવો અનુભવ કરીને, આનંદનું વેદન કરીને આત્મજ્ઞાન કરતા કરતા, સ્થિર કરતા કરતા પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. એ પૂર્ણ શાશ્વત દશા છે. “અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે.” એ જીવદ્રવ્ય જ અનંત ગુણે બિરાજમાન) છે એવી પર્યાય પણ શુદ્ધ અનંત કાળ રહેશે. આહાહા.... સંસારનો નાશ અને મોક્ષની ઉત્પત્તિ, આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ. આહાહા.! શું કહે છે આ? આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે, અંતર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના કદી જન્મ-મરણના અંત આવશે નહિ. ચોરાશી અવતારમાં રખડી રખડી ઘાંચીના ઘાણીની પેઠે પીલાઈને મરી ગયો છે અનંતકાળથી. આહાહા...! અહીંયાં કહે છે, પોતે નિત્ય પ્રગટ થયો. સહજ અનંત ગુણથી “અવરથી બિરાજમાન છે. “શનીવરથમ શબ્દ છે. “ગવરથ’ નો અર્થ અવસ્થા ન લેવો. અનંત ગુણે બિરાજમાન ગવરથી નિશ્ચય છે. સહજ નિશ્ચયથી અનંત ગુણ છે, બસ એમ લેવું. અવસ્થા નહિ. “ગવરથ’ ચોક્કસપણે છે. આહાહા.! વળી કેવું છે?” “પુજાન્તશુદ્ધ' હવે આવ્યું. ઓહોહો! આત્મા જ્યાં અનંત એકાંત શુદ્ધ અંદર હતો એવી દશા પ્રગટ થઈ. અંતર અનુભવ કરતા કરતા, આત્મજ્ઞાનમાં લીન થતા થતા તો એ પર્યાય, એ અવસ્થા એવી થઈ કે, એકાંત શુદ્ધ, સર્વથા શુદ્ધ થઈ. કથંચિતુ શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એમ નહિ. આહાહા.! (કોઈ કહે, સિદ્ધને પણ દુઃખી કહો. એ દુઃખી નથી. પૂર્ણ આનંદ સ્વરૂપ છે. આહાહા.! પૂર્ણ આનંદ થયો તેને પછી જન્મ-મરણ નથી. આહાહા...! “વત્તશુદ્ધ” “સર્વથા પ્રકારે શુદ્ધ છે.” આહાહા.! પરમાત્મપ્રકાશમાં તો થોડું કહ્યું છે. ઇન્દ્રિયનું સુખ ભગવાનને નથી. પરમાત્મપ્રકાશમાં લીધું છે. ઇન્દ્રિયોનું સુખ ક્યાં છે? આ તો ઇન્દ્રિયની જડની કલ્પના છે. એ ઇન્દ્રિયનું સુખ નથી, એટલું ત્યાં પરમાત્મપ્રકાશમાં થોડું લીધું છે. અહીંયાં તો (કહે છે), એકાંત પરિપૂર્ણ શુદ્ધ સુખી જ છે. આહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન અંદર, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર નાથ અંદર બિરાજમાન (છે) તેનો અંતરમાં અનુભવ કરતા કરતા, તેનું અનુસરણ કરતા કરતા દશામાં જ્યાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ. આહાહા.. તે નિત્ય એકાંત શુદ્ધ છે. આહાહા.! “વળી કેવું છે?” “અત્યન્ત-શ્મીરીર આહાહા“અનંત ગુણે બિરાજમાન....” ગંભીર ઓહોહો.! કહેવું ગૂમડું થાય છે ને ગૂમડું? ગંભીર ગૂમડું બહુ પાકી જાય આમ સડો, સડો (થઈ જાય). વાટ પણ ગરે નહિ અંદર. આત્માનો આનંદ જ્યાં પ્રગટ થયો તે અત્યંત ગંભીર છે. એટલે? એ આનંદની એટલી ગંભીરતા છે કે જેનો પાર નથી. આહાહા.! એવો Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કલશમૃત ભાગ-૬ આનંદ અંદર ભર્યો જ છે પણ એની દૃષ્ટિ અને સમ્યગ્દર્શન, જ્ઞાન ને અનુભવ કરતા કરતા આ પ્રગટ થાય છે. આહાહા...! અનંત અનંત ગંભીર, જેની એક સમયની દશા પૂર્ણ મોક્ષ, તેનો પાર નથી. અક્ષય અનંત ગંભીર છે. આહાહા.! અક્ષય અનંતા જ્યાં ચારિત્રને અક્ષય અનંત કહ્યું તો પૂર્ણ દશાની અક્ષય અમેયની મર્યાદા શું કહેવી? કહે છે. અત્યંત ગંભીર છે, ભાઈ! આહાહા...! મોક્ષનો માર્ગ એ ધર્મ, એ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. એ કોઈ બહારથી પ્રાપ્ત થતી નથી. અંતર આત્મામાં પડ્યું છે, અંદરમાં ધ્યાન કરવાથી, અંતરના આનંદનું ધ્યાન કરવાથી આનંદ અને ધર્મ થાય છે. આહાહા. અહીં તો થોડી દયા પાળે ને પૈસા થોડા ખર્ચે તો કહે, ધર્મ થઈ ગયો, લ્યો ધૂળમાંય ધર્મ નથી. તારા કરોડ, બે કરોડ, અબજ ખર્ચ ને એ તો ધૂળ છે, માટી છે. માટીમાં તારો ધર્મ ક્યાંથી આવ્યો? આહાહા...! અહીંયાં તો કહે છે. અત્યંત ગંભીર અને ધીર. બે અર્થ વાપર્યા. અનંત ગુણે બિરાજમાન એવો અને ધીર. ધીરું છે એટલે સર્વ કાળ રહેનારું છે, શાશ્વત રહેનારું છે. સંસારનો નાશ થઈને આત્માનો મોક્ષ થયો, પોતાનો અનુભવ કરતા કરતા કેવળજ્ઞાન થયું, પરમાત્મા (થયો) એ શાશ્વત છે. આહાહા.! છે? “શા કારણથી?” “ વારવરસમરતઃ આહાહા...! “વિIR' શું કહ્યું? “એકરૂપ થયેલાં...” અનંત અનંત આનંદ એકરૂપ દશા થઈ ગઈ. જેવી વિકારી દશા હતી તો અનેકરૂપ હતી. મોક્ષ દશા અંદર થઈ (તો) અંદર આત્મા એકરૂપે આનંદ છે. દશામાં એકરૂપ આનંદ પૂર્ણ પ્રગટ થયો. અનેકાણું નાશ થઈ ગયું. એવો એકાકાર. આહાહા..! “સ્વર' “અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના અતિશયના કારણે.” વિશેષતાને કારણે સુખી છે. આહાહા...! “વળી કેવું છે?” “સ્વસ્થ અને મણિનિ નીને પોતાના નિષ્ઠમ્પ પ્રતાપમાં મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે-સાળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. ચાહે તો નરકમાં જાઓ, પશુમાં, મનુષ્યમાં કે દેવ બધા પરાધીન (છે). આ “મોક્ષનું સ્વરૂપ કહ્યું.” લ્યો! એ “મોક્ષ અધિકાર પૂરો થયો. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) - ડિવિણ Page #95 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૩ O - સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર (મંદાક્રાંતા) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लुप्तेः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः ।।१-१९३।। ખંડાન્વય સહિત અર્થ – “ય જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ(૧) આ વિદ્યમાન (જ્ઞાનપુષ્પો જ્ઞાનકુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય (પૂર્વતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનકુંજ ? “ટકોજીfપ્રદરિમા' (રોજી) સર્વ કાળ એકરૂપ એવો છે (પ્રવેદ) સ્વાનુભવગોચર (મહિમા) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? “વરસવિસર પૂર્ણપુળ્યાવસાર્વિ” (વરસ) શુદ્ધ જ્ઞાનચેતનાના (વિસર) અનંત અંશભેદથી (શાપૂ) સંપૂર્ણ એવું છે (પુષ્ય) નિરાવરણ જ્યોતિરૂપ (મન) નિશ્ચળ (ર્જિ: પ્રકાશસ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે ? “શુદ્ધ શુદ્ધ શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે ? “મોક્ષપ્રવસ્તૃપ્તઃ પ્રતિપમ્ ત્રીમૂત. (વશ્વ બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (મોક્ષ) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું,-એવા (પ્રવસ્તૃપ્ત ) જે બે વિકલ્પો, તેમનાથી (પ્રતિપટમ) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં (ટૂરીમૂત.) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે? “શ્વિનીનું મોવત્રારિબાવાનું સપળ પ્રયમ નીત્વા (સ્વિનીન) ગણના કરતાં અનંત છે. એવા જે (રૂં, “જીવ કર્તા છે” એવો વિકલ્પ, (મોવ7) “જીવ ભોકતા છે” એવો વિકલ્પ, (વારિમાવાન) ઇત્યાદિ અનંત ભેદ તેમનો ( ) મૂળથી (પ્રનયમ્ નીવા) વિનાશ કરીને. આમ કહે છે. ૧–૧૯૩. Page #96 -------------------------------------------------------------------------- ________________ કલશમૃત ભાગ-૬ પોષ વદ ૨, બુધવાર તા. ૨૫-૦૧-૧૯૭૮. કળશ–૧૯૩ પ્રવચન–૨૧૪ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર'. ત્યાં શુદ્ધાત્મદ્રવ્ય પણ લખ્યું છે. કયાંક છે. શુદ્ધાત્મદ્રવ્યનો અધિકાર, એમ લખ્યું છે, અને આમ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. પહેલો શ્લોક. (મંદાક્રાંતા) नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः ।।१-१९३।। યં જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ ત્યાંથી-છેલ્લા શબ્દથી લીધું છે. “યં જ્ઞાનપુષ્પઃ પૂર્વતિ માં” “આ વિદ્યમાન...” આ બતાવે છે-જ્ઞાનકુંજ પ્રભુ આ શુદ્ધ વિદ્યમાન છે. “યં જ્ઞાનપુષ્પ એટલે કે “શુદ્ધ જીવદ્રવ્ય...” “જ્ઞાનકુંજ અર્થાતુ શુદ્ધ જીવદ્રવ્ય...” “એટલે વિદ્યમાન, આ છે. “પ્રગટ થાય છે. શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય જે છે એ એવું ને એવું પ્રગટ થાય છે, ત્રિકાળ. ત્રિકાળ છે, પર્યાયમાં પછી પ્રગટ થાય છે, પણ વસ્તુ તો ત્રિકાળ એવી જ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પહેલા ગુણસ્થાનથી ચૌદ ગુણસ્થાનમાં બધામાં એ વસ્તુ એકરૂપ ચિદૂઘન આનંદકંદ છે. જેમાં ગુણસ્થાનભેદ પણ નથી, જેમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ભેદ નથી, એવી ચીજ પરના કર્તા-ભોક્તાપણાથી રહિત એટલે કે ઉત્પાદ ઉત્પાદથી શબ્દ છે ને? અહીંયાં મૂળ તો શું કહેવું છે. એ આત્મા પોતે ઉત્પાદક કર્તા અને પદ્રવ્ય ઉત્પાદ્ય (અર્થાતુ) તેનું કર્મ છે, એમ નથી. આત્મા ઉત્પાદક-કર્તા અને બીજા દ્રવ્યની પર્યાયનું ઉત્પાદ્ય-કર્મ-કાર્ય એમ નથી. એમાંથી ક્રમબદ્ધ કાર્યું છે. આ ગાથાની ટીકામાંથી ક્રમબદ્ધ કાર્યું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાય ક્રમસર જે સમયે જે થવાવાળી છે તે જ થાય છે, એમાં પરનું કર્તા-કર્મપણું આવતું નથી. ઓહો...! આત્મા શરીરને હલાવે-ચલાવે એવી કોઈ ક્રિયા આત્મામાં નથી. આહાહા.! પરમાર્થે તો ભગવાન આત્મા રાગના બંધન અને મોક્ષના કર્તાપણાથી પણ રહિત છે. આહાહા.! એ તો જ્ઞાનકુંજ, લીધું ને પહેલું? એ તો જ્ઞાનકુંજ છે. શુદ્ધ જીવદ્રવ્ય એનો અર્થ લીધો. એ તો શુદ્ધ વસ્તુ છે. એકેન્દ્રિયાદિપણું પણ એમાં નથી એને ગુણસ્થાન Page #97 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૩ પણ નથી અને પરના કાર્યનું કર્તાપણું પણ એમાં નથી. આહાહા..! આખો દિ' દુનિયાનું કામ કરે છે ને? માને છે અજ્ઞાની. હું વેપાર કરું છું, ધંધો કરું છું, આ દવાખાનું ચલાવું છું, ઇંજેક્શન લગાવું છે. એ પદ્રવ્ય જે છે એમાં તેની સમયે સમયે ક્રમસર થવાવાળી પર્યાય થાય છે, એમાં બીજું દ્રવ્ય શું કરે? થાય છે એમાં બીજો શું કરે? આહાહા..! એ કહે છે, એવું જ્ઞાનપુંજ શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. આહાહા..! પર્યાયમાં પ્રગટ (થાય છે), અંદર ત્રિકાળ તો એવું છે જ પણ ત્રિકાળની મહિમા ત્રિકાળથી કહેશે, પણ આવી ચીજ છે એવી જેને પ્રતીતિ આવી તેને માટે છે. જેને એની પ્રતીતિમાં, જ્ઞાનની પર્યાયમાં શેય તરીકે ભાન થયું તેને તે જીવદ્રવ્ય ત્રિકાળી કર્તા-ભોક્તા રહિત અને રાગાદિના કર્તાભોક્તાપણા રહિત અને પોતાની પર્યાય ક્રમસર થાય છે તેને પણ હું કરું, એવી ચીજ એમાં નથી. આહાહા..! સમજાય છે કાંઈ? સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ છે ને! ‘શુદ્ધાત્મદ્રવ્ય અધિકાર’ ક્યાંક લખ્યું છે, કો'ક ઠેકાણે લખ્યું છે. આમાં જોયું પણ હાથ ન આવ્યું. કોઈ ઠેકાણે કચાંક લખ્યું છે-શુદ્ધાત્મદ્રવ્ય અધિકાર. ૮૩ શુદ્ધાત્મા કેવો છે? કે, આ વિદ્યમાન શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનપુંજ? કેવો છે જ્ઞાનપુંજ? જ્ઞાનનો ઢગલો. એકલો જ્ઞાનસ્વભાવનો પુંજ. આહાહા..! એવી જે ચીજ છે એ ‘દોહીńપ્રćમહિમા” “સર્વ કાળ એકરૂપ એવો છે...’ આહાહા..! સર્વ કાળ એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ. સર્વવિશુદ્ધ જ્ઞાનસ્વભાવ સર્વ કાળ એકરૂપ ત્રિકાળ છે. એવો અનુભવ થયો તો જેવો શુદ્ધ ત્રિકાળ ૫૨થી ભિન્ન છે, એવો જ અનુભવમાં પણ પરના કર્તા-ભોક્તાથી ભિન્ન છે. આહાહા..! અહીંયાં તો રાગનો કર્તા, રાગનો ઉત્પાદ ને રાગ ઉત્પાદ્ય–કાર્ય એમ છે નહિ. આહાહા..! વ્યવહા૨ રત્નત્રયનો જે રાગ છે, તો આ તો જ્ઞાનપુંજ છે, હેં? આહાહા..! જ્ઞાનપુંજ છે, જ્ઞાનનો તો ગંજ છે. એ રાગ વ્યવહા૨ રત્નત્રયને કેમ કરે અને કેમ ભોગવે? આહાહા..! તો અહીંયાં તો (અજ્ઞાની) કહે છે કે, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થાય. અરે...! બહુ ફેર છે, ભાઈ! આહાહા..! વસ્તુમાં ક્યાં કમી છે કે એ પરના આશ્રયે તેમાં (શુદ્ધતા) ઉત્પન્ન થાય. આહાહા..! અહીં ‘જ્ઞાનપુંજ” કહ્યું પણ અનંત ગુણનો પુંજ (છે). એક એક ગુણ અનંત શક્તિવંત (છે) એવો પુંજ પ્રભુ છે એમાં ખામી ક્યાં છે? ઉણપ ક્યાં છે? ઓછપ ક્યાં છે? કે, ૫૨ના કા૨ણે તેમાં કાર્ય થાય. આહાહા..! સમજાય છે કાંઈ? જ્ઞાનપુંજ ભગવાન ઢંકોત્કીર્ણ. આહાહા..! ‘સર્વકાળ એકરૂપ એવો છે...’ જ્ઞાતા-દૃષ્ટા, અતીન્દ્રિય આનંદ આદિ સ્વભાવ, સર્વ કાળ શુદ્ધ જીવ જેવો છે તેવો સર્વ કાળ રહે છે. કોઈ કાળે એ એકેન્દ્રિયની પર્યાયમાં કે ગુણસ્થાનની પર્યાયમાં આવતો નથી. આહાહા..! હૈં? આહાહા..! સર્વ ગુણસ્થાન, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, જીવના ચૌદ ભેદ, પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ, એમાં એ જીવદ્રવ્ય આવતું નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ ८४ કિલશામૃત ભાગ-૬ એ જીવદ્રવ્યમાં છે જ નહિ. આહાહા...! હવે આવું જીવદ્રવ્ય જ્યાં સુધી એના જ્ઞાનમાં, પ્રતીતિમાં, અનુભવમાં ન આવે ત્યાં સુધી એને જીવની શ્રદ્ધા જ નથી. આવો આત્મા છે, એવો આત્મા પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી તેને તો આવો આત્મા છે, એમ છે જ નહિ. આહાહા...! પરના એક રજકણને પણ કરી શકે એવી તો આત્મામાં તાકાત છે નહિ પરના કર્તૃત્વમાં તો પોતાનો આત્મા પાંગળો છે. પંગુ, પંગુ છે). આહાહા.. પોતાના વીર્ય-પુરુષાર્થથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! એ ટંકોત્કીર્ણ જેવું છે એકરૂપ એવું છે. પ્રવેદ મહિમા “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે.' ભાષા જુઓ. છે તો છે એવો, પણ છે એકરૂપ ત્રિકાળ આનંદરૂપ, ગુણસ્થાનાદિ ભેદ જેમાં નથી અને કર્તા-ભોક્તા પણ નથી એમ કોને પ્રતીતિમાં આવે છે? આહાહા...! આવું ત્રિકાળ અસ્તિત્વ છે, તાદામ્ય સ્વરૂપ મોજૂદગી ધરાવતી ચીજ કોને દૃષ્ટિમાં આવે છે? કહે છે. મોજૂદ છે. છે તો છે પણ કોને છે? “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા તો છે એવો છે. ત્રિકાળ આનંદકંદ જ્ઞાનકુંજ, ગુણપુંજ, શાંત. શાંતરસનો પંજ, અકષાયરસનો પુંજ એમ એક એક શક્તિના રસનો પુંજ પ્રભુ (છે), પણ કોને? આહાહા. ‘ચીમનભાઈ ! આ તમારો પ્રશ્ન હતો ને? કારણપરમાત્મા છે તો કાર્ય કેમ આવતું નથી? ભાઈનો પ્રશ્ન હતો ને? કારણપરમાત્મા કહો, આવો છે એમ કહો), આહાહા.! તો કારણ છે તો કાર્ય કેમ આવતું નથી? પણ કોને? સ્વાનુભવગોચર મહિમા જેને છે, તેને. જે એ તરફનો, સ્વનો અનુભવ કરે તેને આવો કારણપરમાત્મા છે. આહાહા...! સમજાય છે કાંઈ? જેને નજરમાં અને પ્રતીતિમાં એ ચીજ જ આવી નથી તેને છે એમ ક્યાંથી આવ્યું? આહાહા...! સમજાય છે કઈ? એ કહ્યું, “સ્વાનુભવગોચર.” મહિમાની વ્યાખ્યા કરી. સ્વાનુભવગોચર મહિમા એમ નહિ કહેતા, “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો....” (એમ) મહિમાની વ્યાખ્યા કરી. સમજાય છે કાંઈ કહેવું એમ છે કે, સ્વભાવ આવો છે, સ્વાનુભવગોચર જ સ્વભાવ છે. સ્વભાવ છે પણ સ્વાનુભવગોચર થાય તેને માટે એ સ્વભાવ છે. આહાહા...! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! ભગવાનની વાત બહુ ઝીણી છે. લોકો બહારથી (ભાની બેઠા છે. આહાહા.! મુમુક્ષુ :- કેવળ ધારણાથી કામ ન ચાલે. ઉત્તર :- કેવળજ્ઞાન-બેવળજ્ઞાન અંદરમાં છે નહિ. એ વસ્તુ તો એકરૂપ છે. કેવળજ્ઞાન વ્યવહારનયનો વિષય છે. અહીં તો સાધકજીવની વાત લેવી છે ને? આહાહા.! કેવળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. અહીંયાં શુદ્ધનયનો વિષય એકરૂપ ત્રિકાળ બતાવવો છે. આહાહા! સમજાય છે કાંઈ? ટંકોત્કીર્ણ જેની મહિમા. આહાહા.! એટલે? સર્વ કાળ એકરૂપ રહેવું એવો સ્વભાવ સ્વાનુભવગોચર છે. આહાહા.! આમ ગુલાંટ મારીને વાત કરે છે. શું કહ્યું સમજાણું કે, સર્વ કાળ એકરૂપ એવો છે સ્વભાવ જેનો, એવો અનુભવગોચર સ્વભાવ છે. આહાહા..! Page #99 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૩ ૮૫ સમજાય છે કાંઈ? માર્ગ ભાઈ! બહુ અલૌકિક છે. આહાહા.. અહીંયાં તો રાગને જરી એમ કહે કે, રાગ કરવો એ તો નપુંસકતા છે. એ જિનવાણી (કહેવાય)? એમ (અજ્ઞાની) કહે છે. અરે...! બાપુ! જિનવાણી એ છે, ભાઈ! જિનવાણી રાગની વાત કરે પણ રાગને જાણવા માટે વાત કરે. રાગનો કર્તા અને રાગ એનું કાર્ય છે એ બતાવવા માટે જિનવાણી વાત નથી કરતી. આહાહા...! જિનવાણી નામ જેમાં વીતરાગતા ભરી હોય, જેમાંથી વીતરાગતા પ્રસિદ્ધ થાય, ચાર અનુયોગની જિનવાણીનો સાર તો વીતરાગતા છે. આહાહા...! પહેલેથી જ જિનવાણીમાં વીતરાગતા પ્રસિદ્ધ થાય એ જિનવાણી છે–વાચક. વાચ્યમાં વિતરાગતા ઉત્પન્ન થાય છે. આહાહા.. જેમ કેૐકારમાં બે શબ્દ લીધા છે ને? 5 કારશબ્દ વિશદ્ યાતૈિ એક આત્મિકભાવ એક યુગલ કો. 8 વિકલ્પ જે ઊઠે છે એને પુદગલ કહ્યું છે. આહાહા...! અને 5 વસ્તુ જે આત્મા છે એ આત્મિક રૂપ છે. આહાહા...! 5 શબ્દ વિશદ્ યાતૈ એક આત્મિકભાવ એક પુદ્ગલ કો. આહાહા.! એમ અહીંયાં કહે છે કે, વસ્તુ એવી છે આવી એક વાણી છે અને વસ્તુ આવી છે એવો સ્વાનુભવ છે. આહાહા.! સમજાય છે કઈ? - “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે. આહાહા. એની મહિમા જ એવી છે કે સ્વભાવથી જ અનુભવમાં આવે છે, કોઈ વ્યવહારથી, રાગથી અનુભવમાં આવતો નથી. સ્વાનુભવગોચર–સ-અનુભવગમ્ય. ગોચર એટલે ગમ્ય. સ અનુભવગમ્ય. પોતાના સ્વભાવને અનુસરીને થવાલાયક ભાવથી ગમ્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...! હૈ? મુમુક્ષુ - સ્વાનુભવનું શું સાધન છે? ઉત્તર :- સાધન, એ પોતે સાધન છે. સાધન શું? પ્રજ્ઞાછીણી કીધું નો પ્રજ્ઞાછીણી કહો કે સ્વાનુભવ કહો. આહાહા...! ત્યાં સ્વાનુભવ લીધું છે, પ્રજ્ઞાછીણીના અર્થમાં એ લીધું છે. આહાહા...! વસ્તુ છે, આત્મા છે એ જેવો છે તેવો ત્રણે કાળ એકરૂપ છે. જેવો છે તેવો ત્રણે કાળ એકરૂપ છે, એકરૂપ છે, (પણ) કોને? જે સ્વાનુભવગોચર, સ્વાનુભવગમ્ય કરે એને. આહાહા.! સમજાય છે કાંઈ? વાત તો અલૌકિક છે, ભગવાના આ બહારના વાદવિવાદે પત્તો ખાય એવું નથી. આહાહા.! જ્યાં લખ્યું હોય કે, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, ભાઈ! આહાહા...! પણ શું કરે? પાઠ એવો છે એટલે એવો અર્થ લગાડી થે. આહાહા...! નિશ્ચયથી તો અલિંગગ્રહણમાં એમ કહ્યું. દ્રવ્ય યતિના ભાવ રહિત આત્મવસ્તુ છે. દ્રવ્યલિંગ છે, પંચમહાવ્રતનો વિકલ્પ અને નગ્નપણું, તેનાથી રહિત ભગવાન આત્મા છે. તેમાં એ દ્રવ્યલિંગ છે જ નહિ. આહાહા.! સમજાય છે કાંઈ છે ને? ૧૭મા બોલમાં છે. ૨૦ બોલ છે ને ૨૦, અલિંગગ્રહણમાં ૧૮માં ગુણભેદના વિશેષ નથી, ૧૯માં પર્યાયના વિશેષ નથી, ૨૦માં દ્રવ્યનું આલિંગન નથી, પર્યાયનું આલિંગન છે. અને ૧૭માં એમ છે, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કલશમૃત ભાગ-૬ ભગવાન આત્મા, જેને યતિના બાહ્ય આચારનો અભાવ છે. આહાહા. જે સ્વરૂપમાં સર્વ કાળ એકરૂપ કહ્યું ને? સર્વ કાળ એકરૂપ તે સ્વાનુભવગોચર છે. પણ સર્વ કાળ એકરૂપ કેવો છે? કે, એમાં યતિના અઠ્યાવીસ મૂળગુણ અને નગ્નપણાનો તો ત્રિકાળ અભાવ છે. આહાહા...! સમજાય છે કાંઈ? જેમાં અભાવ છે તેને કારણે ભાવ થાય? દ્રવ્યલિંગ અઠ્યાવીસ મૂળગુણનો પણ જેમાં અભાવ છે, તો એ પંચ મહાવ્રતના ભાવથી આત્માનું કલ્યાણ થાય? સમજાય છે કાંઈ? દેહથી ભિન્ન, રાગથી ભિન્ન, પરના કર્તૃત્વ, ભોફ્તત્વથી ભિન્ન એવું વસ્તુનું સ્વરૂપ એની જ્ઞાનની પર્યાયમાં પ્રતીતિમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને છે એવો વિશ્વાસ નથી. હસમુખભાઈ! ઝીણી વાત છે, ભાઈ! આહા! આ કોઈ બહારના સાધનથી સમજાય કે પ્રગટે એવી ચીજ નથી. આહા. જેમાં તેરમું ગુણસ્થાન નથી, સયોગી ગુણસ્થાન જેમાં નથી. આહાહા.. જેમાં ચૌદમું ગુણસ્થાન નથી. આહાહા.! એવું સર્વ કાળ એકરૂપ. પેલું તો ભેદરૂપ થયું ને? સમજાય છે કાંઈ થોડું પણ સત્ય હોવું જોઈએ, ભગવાના આહા...! એવી ચીજ અંદર ગુણસ્થાનના ભેદરહિત, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય. પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદરહિત... આહાહા! ટંકોત્કીર્ણ સર્વ કાળ એકરૂપ રહેનારી ચીજ. આહાહા...! જેમાં દ્વતપણું નથી. આહાહા..! એવી ચીજનો સ્વાનુભવગોચર મહિમા છે અથવા સ્વાનુભવગમ્ય સ્વભાવ છે. આહા...! એ તો કોઈ બીજી ચીજ છે. નિર્વિકલ્પ જ્ઞાનથી તેનું ભાન થાય છે. એ ચીજ છે, એ નિર્વિકલ્પ જ્ઞાનથી આ છે એમ ભાન થાય છે, બીજો કોઈ ઉપાય નથી, ભગવાન! આહા.! સમજાય છે કાંઈ? અરે.! શરીર શું, કપડા શું, દાગીના શું, આ શરીરમાં રંગરોગાન કર્યા છે. આહાહા...! એ તો જડ છે, ભગવાન! એ તો તારામાં છે જ નહિ. તું એને અડ્યો નથી અને એ ચીજ તને અડી નથી. આહાહા...! પણ અહીં તો કહે છે કે, પરનો રાગ કરવો એવો કર્તા અને પરનું કાર્ય એવો સ્વભાવ એમાં નથી. આહાહા.! એ તો સર્વ કાળ એકરૂપ રહે છે. એકરૂપ કહેવામાં શું આવ્યું સમજાય છે કાંઈ આગળ કહેશે, આહાહા...! “વળી કેવો છે?” “સ્વરસવિસર/પૂર્ણપુખ્યવસર્વિ આહાહા...! “રવરર' “શુદ્ધ જ્ઞાનચેતના” એ સ્વરસ. શુદ્ધ જ્ઞાનચેતના એ પોતાનો સ્વરસ આત્મા છે. આહાહા..! શુદ્ધ જ્ઞાનચેતના, શુદ્ધ આનંદ ચેતના, આહાહા...! શુદ્ધ ઈશ્વર ચેતના–પ્રભુ ચેતના–પ્રભુત્વ, શુદ્ધ જીવત્વ ચેતના... આહાહા.! એવી અનંતી શક્તિની ચેતના... આહા...! એ “અનંત અંશભેદથી...” એ શુદ્ધ જ્ઞાનચેતના ‘વિસર ‘વિસર. વિસર એટલે અનંતભેદથી, “અનંત અંશભેદથી... આહાહા...! સંપૂર્ણ એવું છે.” ભગવાન સ્વરસથી જ્ઞાનરસથી, આનંદરસથી, અનંત શક્તિના શુદ્ધરસથી પરિપૂર્ણ... આહાહા. એવું “અનંત અંશભેદથી સંપૂર્ણ એવું છે. આહાહા.. ભેદ અનંત છે, પણ છે એકરૂપ. એકરૂપમાં એવા અનંત ભેદ છે, એમ કહે છે. પહેલા તો કહ્યું કે, Page #101 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૩ એકરૂપ ત્રિકાળ છે. હું છતાં એની શક્તિમાં કેટલી શક્તિ છે કે, અનંત અંશભેદ છે. અનંત સ્વભાવ, અનંત સ્વભાવ છે. “વિસર', “વિસરનો અર્થ છે. ઘણે ઠેકાણે ઈ અર્થ આવે છે. શબ્દ ઘણો ગોત્યો પણ મળતો નથી હજી. વિસરમાંથી અનંત કેમ કાઢ્યું? ઘણે ઠેકાણે આ આવે છે-વિસર. સંપૂર્ણ અંશભેદથી એવું છે. એટલે શું કહે છે? સર્વ કાળ એકરૂપ કહ્યું. પણ એમાં જે ગુણ છે ને, ગુણ? એ અનંત છે, અનંત. પણ એ અનંત પણ પૂર્ણ છે. અનંત ગુણ જે છે, ભેદ છે, વસ્તુમાં અનંત અંશભેદ છે પણ એ પણ પૂર્ણ છે. આહાહા..! આવી ચીજા આહાહા.! અરે.. વસ્તુસ્થિતિ જ આવી છે તે વસ્તુનું મોજૂદગીપણું, અસ્તિપણું, હૈયાતીપણું આમ જ છે, વસ્તુ આવી જ છે પણ એ તરફ અનુભવગમ્ય કરે એને એવું માનવામાં આવે છે. આહાહા...! રોગ ને રંગ તો ક્યાંય રહી ગયા. શરીરનો રંગ રૂપાળો ને આ રોગ અંદર આ ધૂળ ક્યાંય છે નહિ, એ બધું તો જડમાં છે. સમજાય છે કાંઈ? આહાહા...! “વિસર' વિશેષે. અંદર અનંત અંશભેદ છે. વિસર' શબ્દ ઘણે ઠેકાણે આવે છે. ખબર છે, એમાંથી શોધ્યું નથી. “વિસર વિશેષે અંદર અનંત ગુણો સરે છે. કોઈ સંસ્કૃત શબ્દ છે. જ્યાં હોય ત્યાં વિસર (શબ્દ) આવે છે ત્યારે અનંત છે, ઘણે ઠેકાણે “વિસર આવે છે. અનંત અંશભેદ. એ શું કહે છે? વસ્તુ તરીકે સર્વ કાળ એકરૂપ હોવા છતાં એમાં અનંત અંશ જે ગુણ છે એ પણ પરિપૂર્ણ છે. આહાહા...! દ્રવ્યથી પરિપૂર્ણ છે, ગુણથી પરિપૂર્ણ છે. ગુણ અનંત છે. આહાહા.! એવો ભગવાન આત્મા અંશભેદથી પણ પરિપૂર્ણ છે. આહાહા...! ગુણભેદથી પણ પરિપૂર્ણ છે. આહાહા.! સમજાય છે કાંઈ? માર્ગ એવો, ભાઈ! વીતરાગમાર્ગ છે. આહાહા. આમ દેહ છૂટશે. દેહ છૂટશે આ ભવે તો છૂટશે કે નહિ? આહાહા. કેની કોર લક્ષ રાખીને છૂટશે? એમ કહે છે. બાપુ! જ્યાં પૂર્ણ છે ને? ભલે એમાં ગુણો અનંત હો પણ એ પણ પૂર્ણ છે. ત્યાં લક્ષ, દૃષ્ટિ લગાવ ને દેહ છૂટે, ફરીને દેહ નહિ મળે અને એકાદ-બે દેહ હશે તોપણ એ જ્ઞાનના શેય તરીકે છે. સમજાય છે કાંઈ? આહાહા...! શું શૈલી દિગંબર સંતોના શ્લોકો, એની ટીકા, એનો પાઠ ઘણો ગંભીર, ઘણો ગંભીર. એની ઊંડપનો પાર નથી. આહાહા...! કહે છે કે, ભગવાન આત્મા તો સર્વ કાળ એકરૂપ છે પણ એના ભેદો કરો તોપણ એક એક ગુણ પૂર્ણ ભરેલ છે. આહાહા.! અરે. આમાં પરદ્રવ્ય અનુકૂળ દેખીને હરખનો અવસર ક્યાં? હું અને પ્રતિકૂળતા દેખીને એમાં શોકનો અવસર ક્યાં? આહાહા.. જ્યાં ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનકુંજ એક એક ગુણથી પરિપૂર્ણ, પરિપૂર્ણ, પરિપૂર્ણ ભરેલ છે. આહાહા...! તેને જેણે અંતરમાં અનુભવગમ્ય કર્યો તેને પછી બહારમાં કાંઈ છે નહિ. સમજાણું કાંઈ? આહાહા! ઝાપૂર્વ', “શાપૂર્ણ છે ને? “સંપૂર્ણ... લ્યો. નહિતર પૂર્ણનો અર્થ આપૂર્ણ થાય છે, Page #102 -------------------------------------------------------------------------- ________________ ८८ કલશામૃત ભાગ-૬ પણ “માપૂર્ણ–સમસ્ત પ્રકારે સંપૂર્ણ. આહાહા...! “ગાપૂ સમસ્ત પ્રકારે પૂર્ણ. આહા.! એવો ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ સ્વાનુભવગમ્ય છે, એ સ્વભાવ સ્વાનુભવગમ્ય છે, કોઈ વ્યવહાર ને રાગથી ને વિકલ્પથી પણ ગમ્ય થઈ શકે એવું એનું સ્વરૂપ જ નથી. આહાહા...! એનો નિર્ધાર–નિર્ણય તો કરે પહેલો કે, ચીજ આવી છે. આહા.! “પુષ્ય' “નિરાવરણ જ્યોતિરૂપ...” અહીંયાં પુણ્યનો અર્થ પવિત્રતા કહેવી છે. પુણ્યનો અર્થ આ પુણ્ય (-વિભાવ) નહિ. સમજાણું કાંઈ? આવ્યું ને? “સ્વરસવિસર/પૂર્ણપુષ્પાવતાર્વિ: અહીંયાં પુણ્ય એટલે પવિત્રતા લેવી છે. આ લોકો પુણ્યના ભાવને પવિત્રતા બનાવે છે કે, જુઓ! આ પુય છે, એ પુણ્ય એટલે પવિત્રતાનું કારણ પૂછ્યું. એ રાગનું પુણ્ય છે એ તો અપવિત્ર છે. આહાહા...! આ તો પવિત્ર સ્વભાવ છે. આહાહા...! એ નિરાવરણ જ્યોતિ છે તેને અહીં પુણ્ય કહેવામાં આવે છે. નિરાવરણ જ્યોતિ છે–આવરણ વિનાની વસ્તુ છે. ભેદ વિનાની વસ્તુ છે તેને અહીં પુણ્ય કહેવામાં આવે છે. આહાહા.! એ એક ઠેકાણે ટીકામાં આવે છે કે, પવિત્રતાને કરે તે પુણ્ય. એ પુણ્ય પછી લઈ જાય છે શુભભાવમાં. અરે...! ભાઈ! શુભભાવ તો રાગ છે, એ ઝેર છે, વિષકુંભ કહ્યું ને? તો વિષકુંભ એ વસ્તુનું સ્વરૂપ છે? વસ્તુના સ્વરૂપની પ્રાપ્તિ માટે વિષકુંભ કામ કરે? મદદ કરે? આહાહા..! હૈ મુમુક્ષુ – પુણ્યને તો પવિત્રતા જ કહેવાય ને? ઉત્તર:- પુણ્યમાં પવિત્રતા જ નથી. આ પુણ્ય પવિત્રતાના અર્થમાં છે. ઓલા શુભભાવના અર્થમાં આ પુણ્ય નથી. આ પુણ્ય છે ઇ પવિત્ર છે એના અર્થમાં પુણ્ય છે અને શુભભાવ પુણ્ય છે એ અપવિત્ર અને ઝેર છે. એક જ પુણ્યના અર્થ બે છે. જે ઠેકાણે જ્યાં જે (અર્થ) જોઈએ તે જોઈએ ને? આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! અહીં તો કાંઈક બે-ચાર-પાંચ કરોડ રૂપિયા થઈ જાય કે બે-ચાર અબજ રૂપિયા થઈ જાય તો ઓહોહો...! આ ભાઈ પુણ્યશાળી છે. આહાહા...! હૈ? મુમુક્ષુ :- કર્મી છે. ઉત્તર :કર્મી છે, ભાગ્યશાળી છે. કર્મશાળી છે એ તો. આહાહા.. પુણ્ય તો એને કહીએ કે ભગવાન પરિપૂર્ણ પવિત્રતા છે તેને પુણ્ય કહીએ. આહાહા...! આ પૈસાવાળાને પુણ્યશાળી કહે, ગરીબ માણસ હોય ને? પાંચ-દસ હજાર માંડ માંડ મળતા હોય અને જ્યાં પાંચ-પચાસ લાખ, કરોડ, બે કરોડ, પાંચ કરોડ થાય ત્યાં તો... ઓહોહો. જાણે શું થયું ને શું મળ્યું. ઝેર મળ્યા છે. આહાહા...! અમૃતનો સાગર ભગવાન એકરૂપ ત્રણે કાળ રહેનાર તેના ગુણો પણ ત્રણે કાળે એકરૂપે પરિપૂર્ણ રહેનાર છે. આહાહા. એવો ભગવાન આત્મા, એને અહીંયાં પુણ્ય કીધું છે. સમજાણું કાંઈ? પુણ નિરાવરણ જ્યોતિરૂપ...” એમ ભાષા લીધી છે ને? આવરણ વિનાની જ્યોતિ એ સ્વરૂપ તે પુણ્ય છે. તેને પુણ્ય કહીએ. આહાહા...! પવિત્રતાનો સાગર છે, પવિત્રતાનો Page #103 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૩ પિડ છે, પવિત્રતાથી ભરેલો મહાસમુદ્ર છે. આહાહા...! એ સ્વયંભૂ છે. એ પવિત્રતાથી સ્વયંભૂ છે. આહા...! પોતાથી પોતે પવિત્ર છે. આહાહા...! “વન નિશ્ચળ...” “ર્વિઃ પ્રકાશસ્વરૂપ જેનું...” “ર્વ એટલે પ્રકાશ. અચળ જેનો પ્રકાશ છે “એવો છે.” આહાહા. ભગવાન આત્મા ધૃવરૂપ નિત્ય દ્રવ્ય સ્વભાવ એવો છે. પહેલા અનુભવગોચર કહી ગયા પણ હવે તો વસ્તુ આવી છે, તે જેવી છે તેવી અનુભવમાં આવવી જોઈએ, એમ. આહા...! નિશ્ચળ પ્રકાશસ્વરૂપ જેનું એવો છે. વળી કેવો છે? શુદ્ધ-શુદ્ધ...” બે વાર લીધું. આહાહા...! બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. બીજામાં (શુદ્ધ-શબ્દનો અર્થ એમ કહ્યો કે, રાગથી પણ રહિત, પરથી પણ રહિત. બે વાર કહ્યું ને રાગથી પણ રહિત શુદ્ધ અને પરથી રહિત માટે બેય રીતે શુદ્ધ પરથી રહિત એકલું શુદ્ધ એમ નહિ પણ રાગથી રહિત પણ શુદ્ધ. આહાહા.! વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તેનાથી પણ રહિત શુદ્ધ અને પારદ્રવ્યથી પણ રહિત એ શુદ્ધ. આહાહા...! સમજાણું કાંઈ? હવે આવી તો ચોખ્ખી વાત છે પણ વ્યવહારની રુચિવાળાને બસ એ વ્યવહાર ક્રિયાકાંડ એ જ ધર્મ. બે વાત કરી). “મોક્ષપ્રવસ્તૃપ્તઃ પ્રતિપમ્ સૂરીમૂત આહાહા.! “જ્ઞાનાવરણાદિ કર્મપિડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ.” કર્મ, એનાથી “સૂરીમૂત. એક જ ક્ષેત્રમાં કર્મ અને આત્મા છે પણ એ કર્મથી અત્યંત “તૂરીમૂત. આહા! આકાશના ક્ષેત્રે, આકાશના ક્ષેત્રે એક, હોં! બાકી તો) આત્માનું ક્ષેત્ર ભિન્ન છે, પરમાણુનું ક્ષેત્ર ભિન્ન છે. આકાશના ક્ષેત્રે એકઅવગાહ હોવા છતાં અત્યંત દૂર છે. આહાહા...! એકબીજામાં અત્યંત અભાવ છે. સમજાય છે કાંઈ એ બંધની વ્યાખ્યા કરી. હવે, મોક્ષ. “સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું-એવા જે બે વિકલ્પો...” તેમનાથી રહિત છે. આહાહા...! બે પર્યાયના ભેદ પણ નથી એ તો ત્રિકાળ એકરૂપ છે. આહાહા...! બંધ એક સમયની પર્યાય, મોક્ષ એક સમયની પર્યાય. આહાહા...! એ બેથી ભિન્ન છે. ભગવાન દ્રવ્ય સ્વભાવ તો બેથી ભિન્ન છે. આહાહા! એ બે વિકલ્પથી રહિત છે. આહાહા.! આવી વાત છે, ભાઈ! “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને? જે બે વિકલ્પો, તેમનાથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં....” કર્મથી અને બંધ-મોક્ષથી “ઘણો જ ભિન્ન છે. આહાહા...! જ્યાં હોય ત્યાં બંધ અને મોક્ષ બેથી રહિત છે. આહાહા.! એવો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ ચિદાનંદ અનંત આનંદકંદ પ્રભુ. આહાહા...! પ્રતિપમ’ કીધું ને? “ત્યાં ઘણો જ ભિન્ન છે.” આહા. “ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?’ એ વસ્તુ જરી ઝીણી છે. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કલશમૃત ભાગ-૬ પોષ વદ ૩, ગુરુવાર તા. ર૬-૦૧-૧૯૭૮. કળશ-૧૯૩, ૧૯૪ પ્રવચન–૨૧૫ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છેલ્લે છે. દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે.” છે નીચે? છેલ્લેથી ત્રીજી લીટી છે, ત્રીજી લીટી. નીચેથી ત્રીજી લીટી, હિન્દીમાં, હોં છે? ‘દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થકું.” એમ કહે છે. જીવ જે જીવદ્રવ્ય વસ્તુ છે એ તો જેવી છે તેવી છે. શું કરતી થકી જેવી છે તેવી રહે છે? એમ કહે છે. આહાહા! “દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?’ આહાહા...! વિતા વર્તુમોવત્રાફિમાવીનું સચ પ્રનયમ નીત્વા ગણના...” “વ” “હિને એટલે “ગણના કરતાં અનંત છે. એવા જે જીવ કર્તા છે એવો વિકલ્પ...” આહાહા.! જીવ તો જ્ઞાનસ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એ જીવ રાગનો કર્યા છે એ વિકલ્પ છે એ મિથ્યાત્વ ભાવ છે. જીવ એવો છે નહિ. કેમકે જીવમાં એવો કોઈ ગુણ નથી. ત્રિકાળી શક્તિ-ગુણસ્વભાવ નથી કે રાગને કરે એવી કોઈ શક્તિ નથી. સમજાણું કાંઈ દ્રવ્ય જે આત્મદ્રવ્ય છે, વસ્તુ, એમાં એવી કોઈ શક્તિ નથી. અનંત ગુણ છે, બેસુમાર ગુણ છે. બેસુમાર કહે છે હિન્દીમાં. આહાહા.! જીવદ્રવ્ય છે એમાં બેસુમાર અનંત અનંત ગુણ છે. આકાશના પ્રદેશની સંખ્યા કરતા અનંતગુણા ગુણ છે પણ એમાં કોઈ એવો ગુણ નથી કે રાગ કરે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ કરે એવો કોઈ ગુણ નથી, એમ કહે છે. આહાહા...! ગુણ હોય તો રાગ થયા જ કરે. પણ છે જ નહિ એવો કોઈ ગુણ). જીવદ્રવ્ય જેવું છે તેવું શું કરતું થકું એવું છે? એમ કહે છે ને? “શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?” શું કરતું થયું જીવદ્રવ્ય એવું છે? આહાહા...! “વિનાન’ અખિલ નામ સંપૂર્ણ. જીવ કર્યા છે તેવો વિકલ્પ, “જીવ ભોક્તા છે' એવો વિકલ્પ આહાહા...! પરનો કર્તા ભોક્તા તો છે જ નહિ. શરીર, વાણી, પરની દયા પાળવી એ તો જીવ કરી શકતો જ નથી. અહીંયાં તો અંદરમાં રાગ થાય છે એની વાત છે. પુણ્ય, પાપના જે અસંખ્ય પ્રકારના વિકલ્પ છે એની વાત છે. અહીં તો ગણના કરવી અનંત છે, એમ કહ્યું. અનંત જીવ, અનંત પુદ્ગલ છે એમાં (લક્ષ કરીને) કોઈપણ વિકલ્પનો કર્તા થાય તો એ વિકલ્પ અનંત પ્રકારના છે. આહાહા.. સમજાણું કાંઈ? ઝીણી વાત બહુ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને? એવો વિકલ્પ, જીવ ભોક્તા છે એવો વિકલ્પ, ઈત્યાદિ અનંત ભેદ તેમનો...” ઠીકા આહાહા.! અનંત પ્રકારે અનંત દ્રવ્ય ભિન્ન છે તો તેનું અનંત લક્ષ કરીને, તેનો કર્તા Page #105 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ ૯૧ નથી, પણ તેમનું લક્ષ કરીને રાગનો કર્તા થાય છે અને રાગનો ભોક્તા થાય છે એ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ નથી પણ એના કોઈ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! છે? અનંત ભેદ તેમનો મૂળથી વિનાશ કરીને. આમ કહે છે. જેણે એ વિકલ્પના અનંત પ્રકારનો મૂળથી નાશ કરી દીધો છે તેનું નામ આત્મદ્રવ્યનું જ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આહાહા.! સમજાણું કાંઈ? અનંત પરદ્રવ્ય તરફનું લક્ષ કરીને કોઈપણ કાળમાં અનંત પદાર્થ પ્રત્યેનો જે વિકલ્પ ઊઠે છે તેનો કર્તા તો નથી પણ એ તરફનું લક્ષ કરીને અનંત પ્રકારના વિકલ્પ ઊઠે છે, એમ કહે છે. નહિતર તો છે તો અસંખ્ય પ્રકાર. પણ અનંત પદાર્થ છે એ પણ બેસુમાર અનંત પદાર્થ છે તેનું લક્ષ કરીને રાગનું કરવું, વિકલ્પનું કરવું... છે ને? “અનંત ભેદ તેમનો મૂળથી વિનાશ કરીને. આહાહા...! મૂળમાંથી પર તરફના લક્ષના અનંત પ્રકારના વિકલ્પના, રાગના ભેદ. આહાહા. તેમનો મૂળથી વિનાશ કરીને જેવો છે તેવો અનુભવ, સમ્યગ્દર્શન થાય છે, એમ કહે છે. આહાહા...! જેવું છે તેવું જ છે તે શું કરતું થકું એવું છે કે, મૂળમાં જે અનંત પ્રકારની વિકલ્પની જાત છે તેનો મૂળથી વિનાશ કરીને. અંતરમાં જેવો છે તેવા આત્માનું સમ્યગ્દર્શનમાં ભાન થઈ ગયું. આહાહા...! સમજાણું કાંઈ? અને જેવો છે તેવો પ્રગટ પણ થઈ ગયો. પર્યાયમાં જેવો છે તેવો પ્રગટ થઈ ગયો. સૂક્ષ્મ વાત છે. આ બહારની ધમાલ, આમ કરવું ને તેમ કરવું એ વાત તો અહીંયાં છે જ નહિ, પણ બહારનું લક્ષ કરીને વિકલ્પ ઉત્પન્ન થાય છે તેનો મૂળથી વિનાશ કરીને. આહાહા...! આત્મા જ્ઞાતા-દષ્ટા આનંદની ઉત્પત્તિ થઈ તે મૂળથી વિકલ્પનો નાશ કરીને ઉત્પન્ન થઈ. આહાહા...! ઝીણું બહુ ભાઈ! આહાહા.! ઈ પહેલા શ્લોકનો અર્થ થયો. હવે બીજો શ્લોક. (અનુષ્ટ્રપ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२-१९४।। ખંડાન્વય સહિત અર્થ :- “સર્ચ વિત: સ્તૃત્વ ન રમવા (ચ વિત:) ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો, (વર્તુત્વ) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (સ્વમાવ:) સહજનો ગુણ નથી; દૃિષ્ટાન્ત કહે છે–] વેયિતૃત્વવત જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે-જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. “વર્તી એજ્ઞાનાત્ વ' (ચં) આ. જ જીવ (વર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? (અજ્ઞાનાત્ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કલશમૃત ભાગ-૬ વ) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. “તદ્દમાવત્ કરવ:' (તદ્દમાવત) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (વIRવ:) જીવ સર્વથા અકર્તા થાય છે. ૨–૧૯૪. (અનુષ્ટ્રપ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२-१९४।। ચ વિત: ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો...” “ચ વિતઃ “વિત: આ ચેતનમાત્ર જીવનો સ્વભાવ. “ચ વિત: આ આત્માનો ચેતન સ્વભાવ. “મરચ વિત: આ આત્માનો ચેતન સ્વભાવ. “નૃત્વ ને સ્વમાવ: આહાહા. ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો. જ્ઞાનાવરણાદિ કર્મને કરે.” એવો કોઈ સ્વભાવ નથી. એ પરદ્રવ્ય જડ લીધું. “અથવા રાગાદિ પરિણામને કરે.” આહાહા...! શુભરાગ, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો ભાવ થાય છે એ પણ શુભરાગ છે અને એ શુભરાગનો કર્તા આત્મા થાય એમ છે નહિ. આહાહા.. કેમકે એમાં એવો કોઈ ગુણ, શક્તિ, સ્વભાવ નથી. આહાહા.. જેની દૃષ્ટિ સ્વભાવ ઉપર થઈ અને નિજ સ્વભાવનું ભાન થયું એમાં મૂળમાંથી પરના કર્તાપણાનો નાશ થઈ જાય છે. આહાહા...! સમજાણું કઈ છે? “રાગાદિ પરિણામને...” બેય લીધા. જડકર્મ તો નિમિત્તથી કથન છે. ખરેખર તો અંદર રાગાદિ છે. શુભરાગ છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પંચ મહાવ્રતના પરિણામ એ રાગ છે. આહાહા.! રાગાદિનો કર્તા આત્મા નથી. કેમકે જે વિભાવરૂપી પર્યાયની વિકૃત અવસ્થા છેએમાં કોઈ ગુણ એવો નથી કે વિભાવની ક્રિયા કરે. આહાહા.દ્રવ્ય, જીવદ્રવ્યના સ્વભાવમાં એવી કોઈ એક શક્તિ નથી. અનંત શક્તિઓ છે. જીવદ્રવ્યમાં અનંત શક્તિઓ છે પણ કોઈ એવી શક્તિ નથી કે દયા, દાનના વિકલ્પને કરે એવી કોઈ શક્તિ નથી. આહાહા! તેથી એમ કહ્યું કે, આત્મામાં અનંત શક્તિ છે પણ વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તેને આત્મા કરે એવો કોઈ ગુણ નથી. આહાહા...! “સુમનભાઈ ! આ તમારું બધું બહારનું કિરવું ક્યાં ગયું? આહાહા...! આ તો શાંતિનો માર્ગ છે, ભગવાના આત્મામાં અનંત બેસુમાર શક્તિ છે પણ કોઈ એવી શક્તિ નથી કે વ્યવહાર રત્નત્રયના રાગને કરે એવી કોઈ શક્તિ નથી. આહાહા.! આવે છે તો તેને જાણે છે. ઝીણી વાત છે, ભાઈ! અત્યારે તો માર્ગ બહુ ફરી ગયો છે, ઘણો ફેરફાર થઈ ગયો). એવું લાગે કે Page #107 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ ૯૩ આ તે કોની વાત કરે છે? કેવળીની વાત છે આ? સિદ્ધની વાત છે? આ તો જીવદ્રવ્ય જેવું છે તેવાની વાત છે. આહાહા...! ભગવાનઆત્મા જ્ઞાન, દર્શન, આનંદ ત્રિકાળી એવી અનંત બેસુમાર અનંત અમાપ અપરિમિત શક્તિનો ભંડાર (છે) પણ કોઈ એક એવી શક્તિ નથી કે વ્યવહાર રત્નત્રયનો રાગ કરે, એવી કોઈ શક્તિ, ગુણ, સ્વભાવ નથી. આહાહા...! તો વ્યવહાર રત્નત્રયથી આત્મા નિશ્ચય પામે છે, એ માન્યતા) મોટો મિથ્યાત્વભાવ છે. આહાહા..! અનંત વાર મુનિવ્રત ધારણ કર્યા. “મુનિવ્રત ધાર અનંત ઐર ટૈવેયક ઊપજાયો, પણ આતમજ્ઞાન...” આત્માનો સ્વભાવ રાગનો કર્તા એવો કોઈ સ્વભાવ નથી, એવા આત્માનો અનુભવ ન કર્યો. સમજાણું કાંઈ? પંચ મહાવ્રત લીધા, દીક્ષિત થયો, નગ્નપણે અનંત વાર લીધું, દ્રવ્યલિંગ અનંત વાર ધારણ કર્યું અને પંચ મહાવ્રત પણ અનંત વાર લીધા... આહાહા...! પણ રાગથી ભિન્ન ચૈતન્ય સ્વભાવ શુદ્ધ અનંત શક્તિનો પિંડ છે એવું આત્મજ્ઞાન ન કર્યું. એમ આવ્યું ને એમાં? “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન...” આતમજ્ઞાન એટલે આ આત્મા એવો છે કે રાગાદિનો કર્તા નથી. આહાહા...! સમજાણું કાંઈ ભગવાનનું સ્મરણ કરવાનો રાગ. આહાહા.! થાય છે પણ ભગવાન આત્મામાં સ્વભાવ એવો નથી કે એ રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! “વિત: કર્તૃત્વ સ્વમાવ: ભાષા આવી છે ને, જુઓ! ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવ...” એ તો ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એ જ્ઞાન ને આનંદ સ્વરૂપમાં રાગાદિ કરે એવો કોઈ સહજ ગુણ તો નથી. છે? આહાહા...! ભગવાન આત્મામાં કોઈપણ એવી શક્તિ, ગુણ કે સ્વભાવ રાગને કરે એવો કોઈ ગુણ, સ્વભાવ તો છે નહિ. સ્વભાવ નથી તો સ્વભાવ વિના આત્મા રાગ કરે કેવી રીતે? આહાહા.! મુમુક્ષુ – સ્વભાવ હોય તો એ ઉત્તર :- પણ સ્વભાવ છે જ નહિ. સ્વભાવ છે એ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે અને અનંત શક્તિ બેસુમાર હોવા છતાં કોઈ એક શક્તિ રાગને કરે એવી કોઈ શક્તિ નથી. એવી શક્તિ હોય તો સદાય ત્રિકાળ રાગરૂપ રહેવું પડે, પોતાનો મોક્ષ અને સમ્યગ્દર્શન થાય નહિ. આહાહા.! સમજાણું કાંઈ? મુમુક્ષુ :- વિભાવિક શક્તિ શું છે? ઉત્તર :- ગુણ છે, ત્રિકાળી ગુણ છે. વિભાવ કરે એ ગુણનું સ્વરૂપ નથી. વિભાવિક ગુણ છે તો વિભાવ કરે એવો એનો ગુણ નથી. એ તો શક્તિ નિમિત્તને આધીન થાય તો વિકાર કરે. વિભાવિક શક્તિ છે તો વિભાવ કરે એવો ગુણ છે એમ નથી. વિભાવિક શક્તિ તો ચાર દ્રવ્યમાં નથી, પોતામાં છે એ અપેક્ષાએ વિભાવિક શક્તિ કહેવામાં આવી પણ વિભાવ, વિકાર કરે એવી શક્તિ નથી. આહાહા...! ચાર દ્રવ્યમાં છે નહિ, જીવ અન Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કલશમૃત ભાગ-૬ પુગલ બે દ્રવ્યમાં) છે એ અપેક્ષાએ વિભાવ નામ વિશેષ ભાવ, ખાસ ભાવ લીધો. પણ વિભાવનો અર્થ એવો નથી કે વિભાવશક્તિ છે તો વિભાવશક્તિ વિકાર કરે. વિભાવિક શક્તિ સિદ્ધમાં પણ છે. સમજાણું કાંઈ? કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. આહાહા.! વિભાવિક શક્તિ પણ એક ગુણ છે પણ વિકાર કરે એવો એ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! એ તો નિમિત્તાધીન થઈને પર્યાયમાં વિકાર કરે એ કોઈ કંઈ ગુણ નથી, એ તો પર્યાયબુદ્ધિથી વિકાર થયો છે, ગુણબુદ્ધિથી થયો નથી. આત્મામાં વિભાવિક ગુણ છે તો એ ગુણને કારણે વિકાર ઉત્પન્ન થાય છે એવો ગુણ નથી. આહાહા.! ફક્ત વિભાવિક શક્તિ નામનો (ગુણ છે). જેમ જ્ઞાન ગુણ છે, જેવો દર્શન ગુણ છે એવો વિભાવિક શક્તિ નામનો ગુણ છે, બસ! પણ એ ગુણ વિકાર કરે એવો ગુણ છે, એમ નથી. સમજાણું કાંઈ? ચાર દ્રવ્યમાં નથી માટે વિભાવ-વિશેષે ભાવ, વિશેષ–ખાસ ભાવ ગણવામાં આવ્યો પણ એ ભાવ કોઈ વિકાર કરે અને ઉદય રાગને કરે એવું ત્રણકાળમાં નથી. આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! અહીં તો આત્મા જેવો છે તેવો કેવો છે? એમ કહે છે ને કે, કોઈ ગુણ એવો નથી કે રાગને કરે, એવો એ છે. એવી દૃષ્ટિમાં જ્યારે આત્મા આવે છે તો સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા થતો જ નથી, એમ કહે છે. આહાહા! વિભાવ એક સમયની નિમિત્તાધીન પર્યાયષ્ટિથી વિકાર થાય છે. વિકાર કોઈ ગુણથી, શક્તિથી, સ્વભાવથી થતો નથી. આહાહા...! તો જ્યારે પર્યાયદૃષ્ટિ નિમિત્તને આધીન થઈ વિકત તથઈ) એ દૃષ્ટિ જ્યારે છૂટી ગઈ અને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ તો દ્રવ્ય સ્વભાવમાં રાગને કરે એવો કોઈ (સ્વભાવ) નથી. આહાહા...! સમજાણું કાંઈ? અશુદ્ધ પરિણામ લીધા ને? જુઓ! રાગાદિ પરિણામને કરે એવો સહજનો ગુણ નથી.” “ન સ્વમાવઃ “ન સ્વમાવઃ'. વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ, પંચ મહાવ્રતનો વિકલ્પ રાગ... આહાહા.! શાસ્ત્ર વાંચવાનો રાગ... આહાહા.! શાસ્ત્ર સમ્મુખ બુદ્ધિ વ્યભિચારિણી છે, એ રાગ... આહાહા..! એ રાગને રચે એવો કોઈ સ્વભાવ તો નથી. સ્વભાવ નથી તો સ્વભાવદૃષ્ટિવંત રાગનો કર્તા નથી. આ ઝીણી વાત છે, ભાઈ! આ તો “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને બધા અધિકાર કહ્યા પછી હવે કળશ ચડાવે છે. મંદર થયા પછી કળશ ચડાવે છે ને? એમ આ કળશ ચડાવે છે. આહાહા...! લોજીક, ન્યાયથી વાત કરે છે). પ્રભુ! તું કાયમી છો અને તારામાં જે સ્વભાવ છે તે અનંત કાયમી, તો એ કાયમી કોઈ સ્વભાવ... આહાહા.! વ્યવહાર રત્નત્રયના રાગને કરે એવો તારા કાયમી સ્વભાવમાં કોઈ સ્વભાવ તો છે નહિ. સમજાણું કાંઈ? તો કેમ થાય છે એ વાત કરશે. કેમ થાય છે એ વાત કરશે. આહાહા...! થાય તો છે ને! અને કર્તા છે એમ માને છે ને તો કેવી રીતે થાય છે એ કહેશે. અજ્ઞાનથી (થાય છે). સહજનો ગુણ નથી.” આહાહા.દષ્ટાંતમાં પણ એમ લીધું, દૃષ્ટાંત પણ બહારનું Page #109 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ નથી લીધું. આહાહા..! વેલયિતૃત્વવત્ જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.' આહાહા..! ભગવાનઆત્માનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય (છે) એ વિભાવનો ભોક્તા પણ નથી. ભોક્તાવતુ કર્તા નથી એમ દૃષ્ટાંત લીધો છે. બહારનું કોઈ દૃષ્ટાંત નથી લીધું. છે? કેમકે ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે) એ રાગનો ભોક્તા કેવી રીતે થાય? જેમાં કોઈ સ્વભાવ નથી, શક્તિ નથી, દ્રવ્ય નથી તો એ રાગનો ભોક્તા કેવી રીતે થાય? સમજાણું કાંઈ? આહાહા..! ભોક્તાવત્. રાગનો ભોક્તા નથી એ કારણે રાગનો કર્તા નથી. આહાહા..! સમજાણું કાંઈ? છે ને? ૯૫ ‘વેચિતૃત્વવત્” જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.’ દૃષ્ટાંત પણ આ (લીધું છે). દૃષ્ટાંતમાં આ લીધું. આહા..! કેમકે વિકારનો ભોક્તા કેવી રીતે થાય? કેમકે એમાં કોઈ ગુણ તો એવો નથી તો વિકારનો ભોક્તા કેવી રીતે થાય? આહાહા..! વિકારનો ભોક્તા નથી કેમકે નિર્વિકારી અનંત ગુણ અને શક્તિઓ છે. (જો) વિકારનો ભોક્તા નથી તો કર્તા નથી. દૃષ્ટાંત આ દીધું. આહાહા..! સમજાણું કાંઈ! વિકારનો ભોક્તા નથી. આહાહા..! પાઠ એ છે ને? વેયિતૃત્વવત્” જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.’ એમ છે ને? એમ કરીને કર્તા પણ નથી (એમ કહ્યું). ભોક્તા પણ નથી તો કર્તા ક્યાંથી થયો? એમ કહે છે. કેમકે એનો આનંદ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, શાંત સ્વભાવ એ વિકારને કેવી રીતે ભોગવે? જો વિકારનો ભોક્તા નથી તો કર્તા કેવી રીતે થાય? આહાહા..! ઝીણી વાતું બહુ. અહીં તો ધમાલ.. બહા૨નું આ કર્યું ને આ કર્યું ને આ કર્યું... આહાહા..! આ રથયાત્રા કાઠી ને ગજરથ કાઢ્યા ને આ મંદિરો બનાવ્યા ને...... મુમુક્ષુ :- ઇ તો આપણે બનાવ્યા. ઉત્તર ઃ- કોણ બનાવે? રામજીભાઈ’ ધ્યાન રાખતા હતા. મુમુક્ષુ :- મેં બનાવ્યા હતા. ઉત્તર :– કાંઈ બનાવ્યા નથી. ધ્યાન રાખતા હતા, એમ મેં કહ્યું હતું. આહાહા..! ભારે વાત છે. ગજબ વાત છે, બાપા! પ્રભુ! તું કોણ છો? તારામાં ગુણ તો બેસુમાર છે પણ કોઈ ગુણ એવો નથી કે વિકારને વેદે. જો વિકા૨ને વેઢે નહિ તો કર્તા ક્યાંથી થાય? કહે છે. સમજાણું કાંઈ? આહાહા..! ‘હુકમચંદજી’! આવી વાતું છે, આકરી પડે લોકોને. આહાહા..! વસ્તુસ્થિતિ એવી છે. માથે કહ્યું ને? જીવદ્રવ્ય જ એવું છે ને, જીવદ્રવ્યનો સ્વભાવ જ એવો છે ને! જીવદ્રવ્ય એવું છે, એવો એનો સ્વભાવ જ એવો છે ને! તો રાગનો કર્તા ક્યાંથી થાય? કેમકે એના સ્વભાવમાં કોઈ (એવો ગુણ) નથી. તો કહે છે, કોની પેઠે? ‘વેવયિતૃત્વવત્” આહાહા..! દૃષ્ટાંતમાં (એમ લીધું કે), વિકારને ભોગવે એ આત્મા નહિ. આહાહા..! વિકારને ભોગવે નહિ એ કારણે આત્મા વિકારનો કર્તા નથી. દૃષ્ટાંત આમ લીધું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કલશમૃત ભાગ-૬ છે. આહાહા...! મુમુક્ષુ :- વિકારને ભોગવે એ તો વ્યવહારનય છે. ઉત્તર – ભોગવે જ નહિ. વ્યવહાર પણ ભોગવે નહિ. બિલકુલ નહિ. એ તો જ્ઞાનપ્રધાન કથન કરે ત્યારે એમ કહેવામાં આવે છે કે, પર્યાયમાં જેટલો રાગ છે તેટલો કર્તા છે. એ તો જ્ઞાનની પ્રધાનતામાં જાણવા માટે કથન કર્યું. ૪૭ નય. ૪૭ મયમાં કર્તાનય છે ને? સમ્યગ્દષ્ટિને છે. પણ એ જુદી વાત છે. એ તો એ પરિણમન છે એ અપેક્ષાએ કર્તા કહ્યો. પણ કરવા લાયક છે એવો કોઈ ગુણ, શક્તિ નથી. પણ પર્યાયમાં પરિણમે છે તો કર્તા (છે) એમ જ્ઞાન જાણે છે. પર્યાયમાં છે એમ) જ્ઞાન જાણે છે, દ્રવ્યમાં તો એમ છે નહિ. આહાહા.! કહ્યું ઈ? હૈ? ફરીને. દ્રવ્ય અને એના ગુણ જે સ્વભાવ છે એ દૃષ્ટિએ તો રાગનું પરિણમન તો એમાં છે નહિ. આહાહા.. પણ પર્યાયમાં રાગ થાય છે ને? કે, થાય છે તો જ્ઞાન જાણે છે કે, આટલું પરિણમન મારી કચાશ છે), મારે કારણે છે, એટલું. પણ કરવા લાયક છે, મારો ગુણ કરવા લાયક છે માટે કર્તા છું એમ નહિ પણ પર્યાયમાં મારી નબળાઈથી રાગ આવે છે અને તેનું પરિણમન કરે તે કર્તા, એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. આહાહા.! ભોક્તા પણ એમ કહ્યું. રંગરેજની પેઠે રાગનો કર્તા કહ્યો અને ભોક્તા. દરદી જેમ ઔષધ ખાય છે એમ પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થાય નહિ ત્યાં સુધી જરી ભોક્તા (છે). રાગનું પરિણમન છે એ પર્યાયની દૃષ્ટિથી, પર્યાયનું જ્ઞાન કરવાથી તેનો ભોક્તા પર્યાયમાં છે. અહીંયાં લેવું છે કે, કર્તા ને ભોક્તા છે એવો કોઈ એનો ગુણ નથી. એ તો પર્યાયમાં યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? શું શું કહ્યું? જે દ્રવ્ય વસ્તુ છે ને તેના જે અનંત અપાર ગુણ છે એ માહ્યલો કોઈ ગુણ એવો નથી કે રાગને કરે અને ભોગવે. પણ એની પર્યાયમાં. હવે દ્રવ્ય-ગુણ છોડી દીધા. આહાહા...! પણ પર્યાયમાં સમકિતીને પણ જે રાગ થાય છે ને? તો કહે છે, પરિણમન છે તો કર્તા કહેવામાં આવે છે. પર્યાય, હોં દ્રવ્ય-ગુણમાં તો છે નહિ. આહાહા...! પણ પર્યાયની યોગ્યતામાં જેટલો રાગરૂપ થાય છે તેટલો કર્તા છે એમ) જ્ઞાનમાં (જાણે છે). પર્યાયમાં પર્યાયને જાણવાનું જ્ઞાન કરે છે. પણ એ રાગ કોઈ ગુણ છે, કર્તા કે સ્વભાવ, શક્તિ કોઈ રાગનો સ્વભાવ છે એમ નથી. આહાહા. પણ જ્યાં સુધી પર્યાયમાં પુરુષાર્થની નબળાઈ છે... આહાહા.! ત્યાં સુધી પર્યાયમાં થાય છે એ દ્રવ્ય-ગુણથી થતો નથી. આહાહા...! મુમુક્ષુ :- દ્રવ્યથી પર્યાય થતી નથી. ઉત્તર :- એનાથી નથી. આહાહા...! ફક્ત પર્યાયમાં ધર્માત્માને પણ રાગ થાય છે અને તેનો ભોક્તા પણ થાય છે પણ એ તો પર્યાયમાં પર્યાયનું જ્ઞાન કરાવવું (કહ્યું). એ પર્યાયમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ થયો તો દ્રવ્ય-ગુણથી થયો એમ નથી. આહાહા! બે નયનું જ્ઞાન કરાવવું છે ને? હેં? મુમુક્ષુ :- દ્રવ્ય-ગુણ તો ત્રણે કાળે છે, પર્યાયમાં જ થાય ને... ઉત્તર :- પર્યાયમાં થાય છે. પર્યાયમાં થાય છે પણ માને છે કે મારો ગુણ એવો છે કે વિકાર થાય છે, એમ અજ્ઞાની માને છે. અને અહીં તો પર્યાયમાં નબળાઈને લઈને થોડો થાય છે એ કોઈ ગુણ ને દ્રવ્યને લઈને નહિ, દ્રવ્યના સ્વભાવને લઈને નહિ. મારી નબળાઈને લઈને પર્યાયમાં થાય છે. સમજાણું કાંઈ? આહાહા! ત્યારે કહ્યું કે, અજ્ઞાનીને પર્યાયમાં થાય છે. પણ ઈ અજ્ઞાનપણે માને છે કે હું એનો કર્તા છું. એમ અજ્ઞાનપણે માને છે અને જ્ઞાનીને થાય છે એ માનતો નથી કે મારો કોઈ ગુણ છે માટે થયો છે. પણ પર્યાયમાં કમજોરી છે તો રાગ થયો છે. આહાહા...! મુમુક્ષુ :- એક ખીલે બાંધો ને. ઉત્તર :- એક ખીલે બાંધ્યો છે. પ્રમાણજ્ઞાન. નિશ્ચય સ્વભાવ અને દ્રવ્યના જ્ઞાનમાં એ કર્તા-ભોક્તા નથી પણ પર્યાયની પરિણતિમાં પરિણમે છે એ અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. પ્રમાણજ્ઞાન કરાવવા માટે વાત કરી છે. આહાહા...! વ્યવહારનયનું પણ જ્ઞાન તો જેવું હોય એવું માનવું, જાણવું જોઈએ ને? રાગ (રૂપે) પરિણમે છે તો વ્યવહારનય જાણે છે કે, છે. અને બેનું ભેગું થાય ત્યારે પ્રમાણજ્ઞાન કહેવાય છે. આહાહા...! મુમુક્ષુ - હમણાં તો કીધું કે રાગને કરતો નથી. ઉત્તર :- એ તો સ્વભાવથી અને દ્રવ્યથી થતો નથી. પણ પર્યાયમાં થાય છે ને? ત્રણ પ્રકાર છે ને? દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણ છે. તો દ્રવ્ય અને ગુણથી તો છે નહિ. સમકિતીને પણ નથી અને મિથ્યાષ્ટિને પણ નથી. મિથ્યાષ્ટિને પણ કાંઈ દ્રવ્ય, ગુણને લઈને નથી. એ માને છે કે, આ રાગને હું કરું છું. દ્રવ્યથી કરું છું એમ એ માને છે. આહાહા. એમ માને છે. સમજાણું કાંઈ? અને આ તો પર્યાયમાં મારું પરિણમન કમજોરીથી (થાય છે). વ્યવહારનયનો વિષય પર્યાયને પર્યાય તરીકે જે રીતે થઈ છે તેને તે રીતે જાણવી. વ્યવહારનયનો વિષય જાણેલો પ્રયોજનવાન છે. અને અજ્ઞાની તો કર્તા થાય છે એમ આગળ કહેશે. જ્ઞાનાવ વર્તાાં જુઓ પાઠમાં છે. છે? અજ્ઞાનથી માને છે કે હું એનો કર્તા છું. દ્રવ્ય-ગુણ કર્તા છે એમ એ માને છે. એની દૃષ્ટિ દ્રવ્ય-ગુણ ઉપર ક્યાં છે? દ્રવ્ય-ગુણને તો ભૂલી ગયેલો છે પણ આ દ્રવ્ય જાણે એનો કર્તા છે એમ એ માને છેપણ ધર્મીને દ્રવ્ય-ગુણનું જ્ઞાન છે કે મારો કોઈ ગુણ ને દ્રવ્ય કોઈ વિકાર કરે એવી મારી શક્તિ નથી. પણ પર્યાયમાં મારી કમજોરીને લઈને રાગાદિ થાય તેનો કર્તા અને ભોક્તા (છું), તે જાણવા લાયક છે એમ માનું છું. આહાહા...! આવી વાતું છે. “શાંતિભાઈ! આહાહા...! એક કોર ના ને એક કોર હા. બાપુ કઈ અપેક્ષાએ હા, ના? આહાહા...! કોઈ દ્રવ્યની, ગુણની એવી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કલશામૃત ભાગ-૬ કોઈ શક્તિ નથી કે દ્રવ્ય, ગુણનો કોઈ સ્વભાવ નથી કે ઉદયભાવ કરે. પણ છે ને? ત્યારે કહે છે, પર્યાયમાં દ્રવ્ય, ગુણનું ભાન હોવા છતાં શુદ્ઘ દ્રવ્ય, ગુણ રાગને કરે નહિ એવી માન્યતા, અનુભવ હોવા છતાં પર્યાયમાં નબળાઈને લઈને પર્યાયને જાણવા માટે વ્યવહારનયથી પર્યાયમાં કર્તા-ભોક્તા છે. આહાહા..! અશુદ્ધનિશ્ચયથી એમ કહેવાય. અશુદ્ધનિશ્વય એટલે વ્યવહાર છે. આહાહા..! આ રીતે એમાં, હોં! પાછું દ્રવ્ય ને ગુણની દૃષ્ટિથી પર્યાયમાં વિકાર થયો છે એમ નહિ. સમ્યગ્દષ્ટિને પણ દ્રવ્ય ને ગુણના સ્વભાવને આશ્રયે ને દૃષ્ટિથી વિકાર થયો છે એમ નહિ. આહાહા..! વર્તમાન પોતાની કમજોરીને લઈને, નબળાઈને લઈને પર્યાયમાં રાગનું વ્યવહારનું પરિણમન છે એને એ જાણે છે. સમજાણું કાંઈ? એ પરિણમન ૫૨માં છે અને પરને લઈને છે એમ નથી. આહાહા..! ‘કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે—જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય;...' ભાષા દેખો! અહીં સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે. જેને ભોગવે તો તેનો કર્તા કહેવાય પણ એનો ભોક્તા નથી. શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિમાં દ્રવ્ય સ્વભાવના અનુભવમાં, એના આશ્રયના લક્ષમાં એ વિકા૨નો ભોક્તા નથી તો કર્તા પણ નથી. આહાહા..! આવું હવે વાણિયાને નવરાશ ન મળે અને નિર્ણય કરવો. આ વિના ઉદ્ધાર નથી, ભાઈ! ચોરાશીના અવતાર રખડીને દુઃખી થઈને મરી ગયો છે. આહા..! એ આવી ગયું હતું, નહિ? શું કીધું? મરણતુલ્ય. ભાષા નથી આવી? આમાં ક્યાંક આવી ગઈ છે. આ બાજુ (હતી). જીવ મરણતુલ્ય થઈ રહ્યો હતો. ક્યાંક છે, આ બાજુ છે, અહીં હેઠે. આહાહા..! છે ક્યાં? બધું કંઈ યાદ રહે છે? ભાવ યાદ રહે. શેમાં હતું ઇ? હૈં? ૨૮ કળશ? હા, જીવનો અધિકા૨ છે ને? ૨૮. આમાં તો હિન્દી છે, ઓલામાં ગુજરાતી હતું. ૨૮મો કળશ ને? પહેલેથી? આ બાજુ છે. આમાં ફે૨ છે. ૨૮૧ કળશ.. કળશ, બસ! આ. બીજી લીટી છે, બીજી બાજુમાં બીજી લીટી. હિન્દી છે ને? જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરંતુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! છતી ચીજ છે એનો નકા૨ કરીને રાગ જ છું એમ મરણતુલ્ય કરી નાખ્યું. આત્માને મરણતુલ્ય કરી નાખ્યો. આહાહા..! છે? ‘જીવ અધિકા૨’ છે ને? ૨૮મા (કળશની) (૩૦ મા પાને) છેલ્લેથી ચોથી લીટી. મરણતુલ્ય કર્યો છે. એમ છે ને? મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું;...' આહાહા..! એટલે? આમ છતી ચીજ છે એ નહિ અને આ રાગ તે હું, એ મરણતુલ્ય (થઈ ગયો). છે એનો નકાર કરતો હતો તો મરણતુલ્ય થઈ રહ્યો હતો. આહાહા..! સમજાણું કાંઈ? અહીંયાં જે કહ્યું, આપણે ચાલતો અધિકાર. કેટલામો આવ્યો? ૧૯૪. જેમ જીવદ્રવ્ય કર્મનું ભોક્તા પણ નથી. જીવદ્રવ્ય કર્મનો ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી.' આહાહા..! ત્યારે કર્તા કેમ થાય છે એ વાત વિશેષ ક૨શે. Page #113 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ પોષ વદ ૪, શુક્રવાર તા. ૨૭-૦૧-૧૯૭૮. કળશ-૧૯૪ પ્રવચન-૨૧૬ 22 ‘કળશટીકા’ શેઠ! હિન્દી સમજો છો? હિન્દી? તમે તો મુંબઈ” રહો છો. આજે હિન્દી ચાલશે. આ કેટલાક લોકો હિન્દી છે ને? મુંબઈ’વાળા તો સમજે. અહીંયાં આવ્યું છે. જુઓ! ૧૯૪ શ્લોક છે. ફરીને (લઈએ), શેઠ આવ્યા છે ને! કાલે અડધું વંચાઈ ગયું છે. ‘અચ વિતઃ તૃત્વ ન સ્વમાવઃ' છે? શેઠને બતાવો. કઠણ વાત છે થોડી. આહાહા..! મુમુક્ષુ :– અમને સમજાય એવું છે કે નહિ? ઉત્ત૨ :– સમજાય એવું છે. ન સમજાય એવી ચીજ (નથી). સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમજાય એવી વાત કરે છે. અમે દૃષ્ટાંત નથી દેતા? પાણીની તૃષા લાગી હોય તો ઘ૨માં ઘોડા અને બળદ હજાર, બે હજારના હોય તો એને કહે કે પાણી લાવો? બળદ ને હાથી ઘરમાં હોય, તૃષા લાગી હોય તો એને કહે કે પાણી લાવો? કેમકે સમજે છે કે એ પાણી નહિ સમજે. આઠ વર્ષની બાલિકા હશે તો સમજશે. આઠ વર્ષની બાલિકા (હોય એને કહે), બેટા! સાંકળી.. સાંકળી! પાણી લાવ. તો જે સમજે એને (કહે). એમ આચાર્યો સમજે એને વાત કરે છે. જેને સમજાય એવી વાત છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે એને કેમ ન સમજાય? એ કહે છે, જુઓ! ‘અસ્ય વિત: તૃત્વ ન સ્વમાવઃ” ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો,.. ઝીણી સૂક્ષ્મ વાત છે, ભગવાન! આ વસ્તુ જે આત્મા છે એ તો ચૈતન્યમાત્ર જીવ છે. મુમુક્ષુ :– ચૈતન્ય એવો શબ્દ.. એનો અર્થ શું? ઉત્તર :– વિશેષ હજી (સ્પષ્ટીકરણ) કરીએ છીએ. એમ જવા નહિ દઈએ. ચૈતન્યમાત્રનો અર્થ જાણન, દેખન જેનો સ્વભાવ (છે). આત્મા વસ્તુ છે તેનો સ્વભાવ શું? જાણન-દેખન, જ્ઞાતા-દૃષ્ટા જાણવું અને દેખવું એ ભગવાનઆત્માનો સ્વભાવ છે. સર્વજ્ઞ ૫રમાત્મા જિનેન્દ્રદેવ સર્વજ્ઞ થયા એ ક્યાંથી થયા? બહારથી ક્યાંયથી પર્યાય આવે છે? અંદ૨માં સર્વજ્ઞ સ્વભાવ છે, જ્ઞાન, દર્શન, આનંદ એવો સ્વભાવ છે એમાંથી સર્વજ્ઞ અને વીતરાગ થયા છે. કહે છે કે, ‘અન્ય વિતઃ ર્તૃત્વ ન સ્વમાવઃ’ આ ‘ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો...' ભગવાન! ઝીણી વાત છે, પ્રભુ! જેમ આ આંખ છે ઇ જોવાનું કામ કરે છે. એમ ભગવાનઆત્મા જાણવું-દેખવું જેનો સ્વભાવ છે. રાગનું કરવું કે પુણ્યભાવનું કરવું એ એનો સ્વભાવ નથી, એ સિદ્ધ કરવું છે. પ્રભુ! આહાહા..! બાકી તો અનંતવાર શુભ ઘણું કર્યું. પુણ્ય પણ કર્યાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કલશામૃત ભાગ-૬ ને પાપ પણ કર્યા ને ચાર ગતિમાં અનંતકાળથી રખડ્યો. એ કોઈ નવી ચીજ નથી. નવી ચીજ તો અંદર ચૈતન્યમૂર્તિ, ચૈતન્યનો પ્રવાહ ચાલે છે. જેમ પાણીનો પ્રવાહ હોય છે, ઘોડાપુર કહે છે. પાણીનું ઘોડાપુર સમજાય છે? શેઠા ઘોડાપુર સમજાય છે? પાણીનું પૂર જોરદાર આવે ને અમારે તો ‘ઉમરાળામાં નદી છે). અત્યારે ૮૮ વર્ષ થયા. ૭૦ વર્ષ પહેલા અમે રમતા ત્યારે ઉપરથી પાણી આવતું, વીસ ગાઉ છેટેથી. આટલા આટલા પાણીના દળ. પાંચ-દસ ઇંચ વરસાદ આવ્યો હોય. એને ઘોડાપુર કહે. અમે તો રમતા હતા. વૃદ્ધો ઉપરથી રાડ પાડે. છોકરાઓ જલ્દી બહાર આવો, ઘોડાપુર આવે છે. આટલું આટલું ઊંચું પાણીનું દળ ચાલ્યું આવે. ઈ પ્રવાહ છે. એમ ભગવાનઆત્મા ચૈતન્ય નૂરનું–તેજનું પૂર-પ્રવાહ છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ એણે કદી અનંતકાળમાં કદી કર્યું નથી, બાકી ધૂળધાણી કરીને અનંતવાર ભવ કર્યા. નરકના, નિગોદના... અરે.. અબજોપતિના ને ભિખારાના. સો વાર માંગે તો એક વાર મળે એવા ભિખારીના ભવ અનંત વાર કર્યા. એ કોઈ ચીજ નથી. એ તો ચાર ગતિનું દુઃખ છે. અહીંયાં કહે છે કે, પ્રભુ તારો સ્વભાવ શું? ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો,” આહાહા...! એ તો જાણન, દેખન એનો સ્વભાવ છે. એ “જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામોને કરે એવો સહજનો ગુણ નથી... આહાહા...! સૂક્ષ્મ વાત છે, ભગવાના અહીં તો ભગવાન તરીકે જ બોલાવે છે. અંદર ભગવાન સ્વરૂપ છે. પણ ક્યાં ખબર નથી, ખબર ન મળે. આત્મા પુણ્ય ને પાપના ભાવ જે શુભ-અશુભ થાય છે એ રાગ છે. એ રાગનો જ્ઞાનસ્વરૂપ પ્રભુ કર્તા નથી એવો તેનો સ્વભાવ છે. આહાહા. ચૈતન્યનું પૂર અંદર નૂર. ચૈતન્યના તેજનું–નૂરનું પૂર પ્રવાહ અંદર ધ્રુવ (છે). આહાહા...! એ ક્યાં હશે? એવી ચીજ જે છે એ પુણ્ય અને પાપ. છે ને? “રાગાદિ પરિણામ...” રાગ, પુષ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ આદિના ભાવ. સૂક્ષ્મ છે, પ્રભુ! તેનો કર્તા આત્મા નથી. આત્માનો સ્વભાવ એવો છે જ નહિ. તેનો જો કરવાનો સ્વભાવ હોય તો સ્વભાવ કર્તા મટે નહિ અને ક્યારેય મોક્ષ થાય નહિ. આહાહા...! એ કહે છે. ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો, રાગાદિ પરિણામોને કરે એવો સહજનો ગુણ નથી;.” શું કહે છે? સૂક્ષ્મ છે, પ્રભુ! અમે તો બધાને જાણીએ છીએ કે આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકારને કરે એવી કોઈ શક્તિ કે ગુણ નથી. આત્મામાં અનંત ગુણ છે. આહાહા.! અનંત બેસુમારા વસ્તુ એક અને ગુણ, એની શક્તિ, સ્વભાવ અનંત છે. જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તૃત્વ, પ્રમેયત્વ, પ્રભુત્વ વગેરે વગેરે, પણ કોઈ શક્તિ કે સ્વભાવ એવો નથી કે વિકારને કરે એવો કોઈ એનો ગુણ હોય, એવો કોઈ ગુણ નથી. સમજાણું કાંઈ? આહાહા.! એ ચૈતન્યસૂર્ય છે. જેમ આ સૂર્યનો પ્રકાશ જડ છે. એ જડનો પ્રકાશ, જે ચેતનાસત્તામાં ભાસ થાય છે કે આ જડ છે. એ ચેતનાસત્તા પ્રકાશનું પૂર છે. ચૈતન્યના પ્રકાશનું પૂર Page #115 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ ૧૦૧ એનો સ્વભાવ (છે). એમાં અનંત શક્તિઓ છે પણ કોઈ શક્તિ, ગુણ એવો નથી કે રાગ, દયા, દાનનો કરે એવો કોઈ ગુણ નથી. આહાહા! ઝીણી વાતું, ભગવાન! આહાહા...! અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યા નહિ અભિમાન.” અનંત અનંત કાળથી (રખડે છે). મોટો દેવ, નવમી રૈવેયક દેવ અનંતવાર થયો. પુણ્યની ક્રિયા કરી પણ એ રાગ મારું કર્તવ્ય છે એવી માન્યતા એ મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે. આહાહા...! એ કારણે તેને ચાર ગતિમાં રખડવું પડે છે. સમજાણું કાંઈ? છે? રાગાદિ પરિણામ “સહજનો ગુણ નથી; મહા અધ્યાત્મ છે ને, પ્રભુ! આ કોઈ કથા વાર્તા નથી. આત્મામાં દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજાનો ભાવ એ રાગ છે. રાગનો કર્તા થાય એવો આત્મામાં કોઈ સ્વાભાવિક ગુણ નથી. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય? અને વર્તમાનમાં તો ગડબડ બહુ થઈ ગઈ છે. આહાહા.. અંદર ચૈતન્યના તેજ (છે) એમાં કોઈ એવી શક્તિ, ગુણ નથી કે રાગ, દયા, દાન, પુણ્યના પરિણામનો કર્તા થાય એવો કોઈ આત્મામાં ગુણ છે જ નહિ. આહાહા.! એ તો અજ્ઞાનભાવથી માને છે. મિથ્યાશ્રદ્ધાથી માને છે કે રાગ મારું કર્તવ્ય છે અને રાગ મારું કાર્ય છે. આહાહા.. તો આ શરીર ને ધંધા-ફંધાના કાર્ય તો ક્યાંય રહી ગયા, ધૂળમાં. એનું કાર્ય આત્મા કરી શકે એ ત્રણકાળમાં નથી. અહીંયાં તો પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે, પ્રભુ તારામાં એવી કોઈ શક્તિ, ગુણ નથી કે એ શુભભાવ છે તેને કરે, રચે એવી કોઈ શક્તિ નથી. તો એ થાય તો છે ને? ભાવ, શુભ-અશુભ રાગ તો થાય છે. એ કહે છે. કોઈ સહજ ગુણ નથી. કોની પેઠે? જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી.” આહાહા.! પ્રભુ ચૈતન્યસ્વરૂપ તો આનંદનો જ ભોક્તા છે. એ રાગનો ભોક્તા પણ પ્રભુઆત્મા નથી. આહાહા...! દૃગંત પણ એ લીધું. આહાહા! પ્રભુ! તું ચૈતન્યદળ છો ને આનંદકંદા આહાહા...! શકરકંદનું દૃષ્ટાંત આપ્યું હતું. શેઠા સાંજે આપ્યું હતું. શકરકંદ, શકરકંદ. આપણે એને શકરીયા કહીએ છીએ ને? પણ એનું નામ શકરકંદ છે. એનો અર્થ કે, ઉપરની જે લાલ છાલ છે એને ન દેખો તો અંદર શકરકંદ-સાકરની મીઠાશનો એ પિંડ છે. શકરકંદ કહે પણ લોકો શકરીયા, શકરીયા કરે. મૂળ તો સાકરકંદ (છે). એ સાકરની મીઠાશનું દળ છે. ઉપરની છાલ ન જુઓ તો એ ચીજ તો એનાથી ભિન્ન છે. એમ આ ભગવાન આત્મા... આહાહા.! શરીર, વાણી, મન તો ભિન્ન ચીજ છે. જેમ શ્રીફળ હોય છે ને? શ્રીફળ, નાળિયેર. નાળિયેરના ઉપરના છાલા છે એ જુદી ચીજ છે અને એમાં કાચલી છે એ જુદી ચીજ છે અને કાચલી કોરની લાલ છાલ છે, આ બેનું, દીકરીયું ટોપરાપાક કરે છે ને ઘસીને? તો એ લાલ છાલ કાઢી નાખે છે ને? ધ્યાન રાખજો. એ છાલા જુદા છે, કાચલી જુદી છે અને લાલ છાલ જુદી છે અને લાલ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કલશામૃત ભાગ-૬ છાલની પાછળ અંદર ધોળો મીઠો શ્રીફળ ગોળો પડ્યો છે. ધોળો, મીઠો, સ્વાદિષ્ટ ગોળો પડ્યો છે એનું નામ શ્રીફળ છે. એમ આ દેહમાં ભગવાનઆત્મા (છે). આ દેહ છે એ ઉપરનું છાલું છે અને પુણ્યપાપના રજકણ કર્મ છે, એ કર્મને કારણે પૈસા-બૈસા, ધૂળ મળે ને વળી ધૂળ ન મળે, દરિદ્ર થાય એવા પુણ્ય-પાપના પરમાણુ કર્મ છે, એ કાચલી સમાન કર્મ જડ છે એ પણ ભિન્ન ચીજ છે અને કાચલી કોરની લાલ છાલ, એમ કર્મની કોરનો ભાવ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિના ભાવ એ લાલ છાલ જેવી ચીજ છે. આહાહા.. તેની પાછળ, જેમ એ નાળિયેર–શ્રીફળ ગોળો મીઠો અને સફેદ (છે) એમ આ રાગ ને પુણ્ય-પાપના ભાવના વિકલ્પથી અંદર ભિન્ન, ધોળો નામ શુદ્ધ, મીઠો નામ આનંદ, એ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા છે. પણ કોઈ દિ' સાંભળ્યું નથી હજી આત્મા શું છે? આહાહા.! સમજાણું કાંઈ? અંદર ભગવાન આત્મા ધોળો સફેદ જેમ શ્રીફળ છે એમ ધોળો નામ શુદ્ધ, મીઠો નામ આનંદ એ શુદ્ધ આનંદકંદ પ્રભુ અંદર છે. આહાહા...! એ વસ્તુનો સ્વભાવ રાગને કરે એવો કોઈ સ્વભાવ છે જ નહિ. આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ! શું થાય? સર્વજ્ઞ ત્રિલોકનાથ મહાવિદેહમાં તો બિરાજે છે, “સીમંધરપ્રભુ! ત્યાં ઈન્દ્ર ને નરેન્દ્ર જાય છે. વર્તમાનમાં બિરાજે છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, સમવસરણમાં બિરાજે છે અને પાંચસે ધનુષનો દેહ છે, બે હજાર હાથ ઊંચો. ઇચ્છા વિના 3% ધ્વનિ નીકળે છે. એ તો વીતરાગ છે, સર્વજ્ઞ છે તેમને ઈચ્છાબિચ્છા થતી નથી. ઇચ્છા વિના % ધ્વનિ નીકળે છે. ઇન્દ્ર, નરેન્દ્ર મોટા અર્ધ લોકના સ્વામી. શકરે આવે છે, સભામાં સાંભળે છે. એ સાંભળવામાં ભગવાને આ કહ્યું હતું. એ આ સંદેશ છે. આહાહા...! સમજાણું કાંઈ? પરમાત્મા એમ ફરમાવે છે કે, જેમ એ શ્રીફળમાં, શ્રીફળ નામ મીઠો ગોળો એને શ્રીફળ કહે છે. શ્રીફળ! એમ આ ભગવાનઆત્મા શરીર છાલા, કર્મ કાચલી અને પુણ્ય-પાપના ભાવ છાલ, તેનાથી ભિન્ન અંદર આનંદગોળો, ચૈતન્યગોળો ભિન્ન આત્મા છે. આહાહા....! આકરી વાત, ભાઈ! દુનિયાનો સત્ય વાત મળવી મુશ્કેલ છે, સાંભળવી મુશ્કેલ, પામવી તો મહા મુશ્કેલ છે. આહાહા. અનંત વાર રાજા થયો, દેવ થયો, ભિખારી થયો, નારકી થયો. પ્રભુ તો કહે છે કે, અનંત વાર નરકમાં ગયો. એ નરકની પીડા એક ક્ષણના દુઃખ કરોડો જીભ અને કરોડો ભવથી ન કહી શકે એવા દુઃખ પ્રભુ વર્ણવે છે. નીચે નરક, નારકી છે. સાત નરક છે. રત્નપ્રભા, શુક્લપ્રભા. નામ તો ઊંચા છે પણ છે તો નરક. સમજાણું કાંઈ આહાહા.! એક બાઈને ભાન નહોતું. પહેલી નરકનું નામ રત્નપ્રભા છે. છે તો દુઃખનો દરિયો પણ એનું નામ રત્નપ્રભા છે. એક બાઈને સાધુએ પૂછ્યું કે, બેના તમારે રત્નપ્રભા જાવું છે? મહારાજા અમારા જેવા રત્નપ્રભા જાય? આપના જેવા જાય. શેઠા રત્નપ્રભા એટલે શું હશે જાણે? એનું નામ છે. સિદ્ધાંતમાં સાત નરકના નામ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા, Page #117 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ ૧૦૩ વાલુકાપ્રભા એવા નામ છે. ઓલી જાણે રત્નપ્રભા એટલે શું હશે? ઈ તો એણે પૂછ્યું કે, બા! તમારે રત્નપ્રભા જાવું છે? મહારાજા અમારા જેવા ગરીબ માણસ કેમ જાય? આપ જેવા જાય. અરે.! એને ખબર નથી કે આ રત્નપ્રભા નારીનું સ્થાન છે. જેના દુઃખનો પાર નથી. પ્રભુ તો કરોડ જીભે અને કરોડ ભવે એના ક્ષણના દુખ ન કહી શકે એટલું દુઃખ છે, પ્રભુત્યાં અનંતવાર આ જન્મીને આવ્યો છે. અનાદિ કાળનો છે, ઈ ક્યાં નવો છે? છે... છે... ને છે. અનાદિથી છે એ ક્યાં રહ્યો? આ રખડવામાં રહ્યો. આહાહા. પણ એની ચીજ એ પોતે સ્વભાવ શું છે? અને એના સ્વભાવનું સામર્થ્ય શું છે એ કોઈ દિ. સાંભળ્યું ને રુચ્યું નથી એને. ભગવાનના સમવસરણમાં પણ અનંત વાર ગયો પણ એ વાત એણે અંદર પ્રેમથી સાંભળી નથી. પ્રેમથી, હોં! આમ તો સાંભળી છે. આહાહા..! અહીંયાં કહે છે કે, તારો સ્વભાવ... આહાહા.! જેમ ભોક્તા નથી. આહાહા.! શું કહે છે? શુભ-અશુભ ભાવ છે એનો કર્તા નથી. કેમ કે એનો ભોક્તા નથી. આનંદકંદ પ્રભુ છે એ વિકારનો ભોક્તા કેમ થાય? આહાહા.! સમજાણું કાંઈ? એ તો અતીન્દ્રિય આનંદનું દળ છે. શ્રીફળ કહો, શકરીયું કહો. આહાહા...! અંદર પૂર્ણાનંદની શક્તિથી ભરેલો, પ્રભા આહાહા! એ શુભાશુભભાવ રાગનો રચનારું એ વસ્તુનું સ્વરૂપ નથી. કેમ કે, વસ્તુ આનંદકંદ પ્રભુ છે એ વિકારનો ભોક્તા પણ નથી. વિકારનો ભોક્તા ને કર્તા થાય છે એ અજ્ઞાનભાવે થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? એ કહે છે, જુઓ! ભોક્નત્વવત્. “જીવ કર્મનો ભોક્તા પણ નથી.” આહાહા...! ઝેર–પુણ્ય અને પાપના ભાવ. પ્રભુ! સૂક્ષ્મ પડે પણ છે તો શુભ-અશુભભાવ ઝેર. પ્રભુ આત્મા અમૃતનો સાગર અંદર છે. એ અમૃતનો અતીન્દ્રિય અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ, એનાથી પુણ્ય અને પાપના ભાવ એ વિરુદ્ધ છે. આ સુખ છે તો એ દુઃખ છે, આ ચૈતન્ય છે તો એ અચેતન છે, આ શાંત છે તો એ અશાંતિ છે, આ જીવસ્વભાવ છે તો એ જડસ્વભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ? - રાગનો કર્તા નથી. કઈ રીતે? કે, રાગનો ભોક્તા નથી (એ રીતે). કેમકે ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એ વિકારને કેમ ભોગવે? વાસ્તવિક સ્વરૂપનું જેને ભાન થયું એ વિકારને કેમ ભોગવે? વિકારનો ભોક્તા નથી તો એ વિકારનો કર્તા પણ નથી. “સુમનભાઈ ! ઝીણી વાત છે, ભાઈ! બધી ખબર છે ને, અમે તો આખી દુનિયા જોઈ છે ને બધું જોયું છે. પણ આ વાત કાંઈ બીજી છે, અનંતકાળમાં એને મળી નથી. સમજાણું કાંઈ? કાં મોટા (શેઠ) હોય તો બે-પાંચ-દસ લાખ દાનમાં ખર્ચે તો ધર્મ થઈ જાય એમ માને. માને, ધર્મ ધૂળમાંય નથી. કરોડ શું અબજો રૂપિયા હોય તોય જડ છે, માટી છે, ધૂળ છે. સ્વામી થઈને ધૂળ આપે તો મિથ્યાત્વ છે. કદાચિત્ રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે. એ પણ રાગ છે, શુભ છે. એ આત્મા નહિ, આત્માનો ધર્મ નહિ. આહાહા...! સમજાણું કાંઈ? શું કહ્યું? જેમ) Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કલામૃત ભાગ-૬ ભોક્તા નથી તેમ કર્તા નથી. ભાવાર્થ આમ છે કે જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય. આહાહા.! ભગવાન અતીન્દ્રિય આનંદનો પિંડ, ચૈતન્યના નૂરનું પૂર એ રાગને ભોગવે કેવી રીતે? ત્યારે કહે છે કે, જો એ રાગને ભોગવતો નથી તો એ રાગનો કર્તા કેવી રીતે હોય? હૈ? મુમુક્ષુ :- કેન્સર થાય ત્યારે દુઃખ થાય છે. ઉત્તર :- કેન્સરનું દુઃખ નથી. કેન્સર તો જડની દશા છે. તેમાં હું છું, મને થાય છે એવો ભાવ દુઃખનું કારણ છે. આ (દેહ) તો જડ, માટી, ધૂળ છે. કેન્સર હો કે શું કહેવાય તમારે? ક્ષય રોગ, આ બધું કહેવાય છે ને? મોટા સોળ રોગ આવે છે. નરકમાં ઊપજે ત્યારે સોળ રોગ હોય છે. ભગવાન કહે છે, નરકમાં ઊપજે ત્યારે પહેલેથી સોળ રોગ (હોય છે). કેન્સર શું ક્ષય ને દમ ને શ્વાસ ને એવા સોળ રોગ અનંત વાર ભોગવ્યા, પ્રભુ એ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના. બાકી તો પુણ્ય પણ અનંતવાર કર્યા અને પાપ પણ અનંતવાર કર્યા અને કરીને ચાર ગતિમાં રખડ્યો. આહાહા...! ભવનો અંત કરનારી જે ચીજ અંદર છે. આહાહા...! પ્રભુ! તેં એનું જ્ઞાન કર્યું નથી, એની પ્રતીતિ થઈ નથી એ વિના તને અનુભવ થયો નહિ અને એ વિના તારા ભવના અંત આવ્યા નહિ. સમજાણું કાંઈ? અહીં એ કહે છે કે, “જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી.” આહાહા...! વસ્તુ છે તે રાગની કર્તા નથી. આહાહા...! ત્યારે કોઈ કહે કે, આ દેખાય છે ને? રાગ કરે છે, શુભભાવ કરે છે, પાપભાવ કરે છે ને? એ હવે કહે છે. અહીં સુધી તો પહેલા આવ્યું હતું, અહીં સુધી કાલે સવારે આવ્યું હતું. આ તો શેઠ આવ્યા એટલે ફરીને લીધું. પહેલા શું હતું એ ખ્યાલમાં આવે એટલે. આહાહા...! હવે અહીંથી નવું. ‘યં છર્તા અજ્ઞાનાત્ વ “આ જ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે. આહાહા... પુણ્ય અને પાપના ભાવ, શુભ કે અશુભભાવ રાગ એને તો અશુચિ કીધા છે. ભગવાન તો નિર્મળાનંદ અંદર શુદ્ધ છે અને પુણ્ય-પાપને તો અજીવ કહ્યા છે, જડ કહ્યા છે. ભગવાન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પુણ્ય-પાપને તો પ્રભુએ દુઃખ કહ્યા છે, પ્રભુ આનંદ સ્વરૂપ ભિન્ન છે. આહાહા.! એવું જેને ભાન નથી. એ કહે છે, જુઓ! “વર્તા અજ્ઞાનાત્ વ' “આ જ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી?” “જ્ઞાનાત્ વ' “કર્મજાનત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ.” આહાહા...! કહે છે કે, આત્મદ્રવ્ય જે રાગનો ભોક્તા પણ નથી ને રાગનો કર્તા પણ નથી તો આ પ્રત્યક્ષ દેખાય છે ને? તો કહે છે કે, પ્રભુ તારા સ્વરૂપનું તને ભાન નથી. એ અજ્ઞાનને કારણે અર્થાતુ મિથ્યાશ્રદ્ધાને કારણે. છે? જુઓ! Page #119 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૪ ૧૦૫ કર્મનિત ભાવમાં આત્મબુદ્ધિ...' આહાહા..! એ શુભ-અશુભભાવ કર્મજન્ય છે, આત્મજન્ય નથી. વસ્તુનું સ્વરૂપ નથી. એ ઉપાધિ ભાવ છે, મેલ છે. એમાં આત્મબુદ્ધિ (અર્થાત્) એ મારું કર્તવ્ય છે, એવી આત્મબુદ્ધિ એ અજ્ઞાનભાવ છે. આહાહા..! અહીં પહોંચવું, માણસને નવરાશ ન મળે. આખી જિંદગી વેપાર ને ધંધા આડે ફસાઈ ગયા. એમાં અકસ્માત થઈ જાય તો! આહાહા..! જુઓને હમણા તો ત્રણે ગુજરી ગયા, નહિ? સાહૂજી’, ‘નવનીતભાઈ’, ‘નવનીતભાઈ વેરી’. અહીંયાં બે લાખનો બંગલો છે. અહીં રહેતા હતા. બે-ત્રણ દિવસમાં વિશેષ થઈને ગુજરી ગયા. અને આ પોપટભાઈ’. પોપટલાલ મોહનલાલ વોરા’ ‘વઢવાણ’ના. ‘હસમુખભાઈ’ આવ્યા હતા, એમના દીકરા છે). છ ભાઈઓ, કરોડપતિ માણસ. અહીં હમણાં જ ચાર દિ' રહી ગયા. દિવાળી. રિત, સોમ, મંગળ, બુધ. અહીંથી ગુરુવારે ગયા. શનિવારે રાત્રે બાર વાગે ‘હસમુખે’ પૂછ્યું, બાપુજી! કેમ છે? (તો કહ્યું), હું જાઉં છું. આહાહા..! ‘હસમુખભાઈ’! પાંચ મકાન છે ને ત્યાં? સાત... સાત. છ છોકરા, એક એકને પાંચ પાંચ લાખના.. શું કહેવાય તમારે? બ્લોક! છ છોકરાના પાંચ પાંચ લાખના છે અને એક પોતાનો. પાંત્રીસ લાખના સાત (બ્લોક) છે. ભાઈ ઉપર સૂતા હશે, આ નીચે (હતા). એકદમ દુઃખાવો ઉપડ્યો. વિચાર કર્યો, સાંભળ્યું. એમ તો અહીં રહેનારા ને? અહીં મકાન છે. વિચાર કર્યો, થોડું ધ્યાન કર્યું. એકદમ અંદરથી દુઃખાવો (ઊપડ્યો). ‘હસમુખ’ની બાને બોલાવ્યા. દુઃખાવો છે, બોલાવો. બસ! ત્યાં તો... ચૂં... કર્યું. આ ગયા. કેમ બાપુજી? તો કહે, હું જાઉં છું. શરીરની સ્થિતિ જે સમયે છૂટવાની તે સમયમાં મોટા ઇન્દ્ર, નરેન્દ્ર આવે તો ફેરફાર થાય એમ ત્રણકાળમાં ન બને. આહાહા..! આ દેહ છૂટી જાય એ પહેલાં જો આત્માનું કામ ન કર્યું. આહાહા...! અહીં એ કહે છે, એ રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? કર્મનિત ભાવમાં આત્મબુદ્ધિ... આહાહા..! એ શુભ-અશુભભાવ રાગ છે એ તો કર્મનિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ છે. એમાં આત્મબુદ્ધિ–આ મારી ચીજ છે અને મને લાભદાયક છે એવી આત્મબુદ્ધિ અજ્ઞાન છે તે કારણે કર્તા, ભોક્તા થાય છે. સમજાણું કાંઈં? છે તો વાત લોજીકથી પણ અભ્યાસ નહિ, અંદરમાં આત્મા શું ચીજ છે? શું આત્મા છે? અને ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ ઇન્દ્રની, ઊર્ધ્વલોકના શકરેન્દ્ર છે, અત્યારે માથે બત્રીસ લાખ વિમાન છે. એમાં એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શકરેન્દ્ર છે, એકભવતારી છે. એક ભવે મોક્ષ જના૨ છે. શકરેન્દ્ર ભગવાનની સભામાં જાય છે. ત્યાં મહાવિદેહમાં. અહીં હતા ત્યારે અહીં આવતા. એની સભામાં ભગવાન આમ કહેતા હતા. આહાહા..! એ વાણી ‘કુંદકુંદાચાર્ય’ સંવત ૪૯માં અહીંથી ભગવાન પાસે ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. આ ‘કુંદકુંદાચાર્યદેવ' એમણે આ બનાવ્યું. ભગવાનનો આ સંદેશ છે. અમારો અનુભવ પણ આ છે. આહાહા..! Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કલશમૃત ભાગ-૬ આ આત્મા વસ્તુ છે એ તો ચિઘન શુદ્ધ નિર્મળ (છે). જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, જેમાં નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે...... આહાહા...! “શ્રી જિન વીરે ધર્મ પ્રકાશ્યો, શ્રી જિન વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ રે...” એ પુણ્યના, પાપના ભાવ કષાય છે, વિકાર છે, સંસારનું કારણ છે. આહાહા...! એનાથી રહિત ભગવાને વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય અભાવ.” એ પુણ્ય-પાપનો ભાવ, કષ–કષ નામ સંસાર અને આય નામ લાભ. કષાય કહે છે ને? કષાય. આ કસાઈ નહિ, કષાય. કષ નામ સંસાર અને આય નામ લાભ. જેમાં પરિભ્રમણનો લાભ મળે એવા ભાવને કષાય કહેવામાં આવે છે. એ કષાયભાવથી રહિત અકષાયભાવ આત્માની દૃષ્ટિ ને અનુભવ થવો તે અકષાયભાવધર્મ છે. આહાહા...! એવું ભાન નથી. આહાહા...! તો “અજ્ઞાનાત’ અજ્ઞાનથી રાગાદિનો કર્તા છે એવો પણ છે. છે ને? જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ. આહાહા.! મિથ્યાશ્રદ્ધા છે, જૂઠી માન્યતા છે તે કારણે એ શુભ-અશુભભાવનો ભોક્તા થાય છે અને કર્તા થાય છે અને ચાર ગતિમાં રખડે છે. આહા...! સમજાણું કાંઈ? “સુખીયા જગતમાં સંત, દુરીજન દુખીયા” સંત નામ રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ, દૃષ્ટિ છે એ જીવ સમકિતી સુખી જગતમાં છે. બાકી બધા પ્રાણી દુઃખી, દુઃખી દુઃખના દરિયામાં ડૂબી ગયા છે. એ વાત અહીં કરે છે. આહાહા...! મિથ્યાત્વ લીધું ને? “આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ....” આહાહા...! મિથ્યાદર્શન શલ્ય, મિથ્યાત્વનું મહા વિપરીત શ્રદ્ધાનું શલ્ય છે. શું? કે પુણ્ય અને પાપ મારા છે એવી આત્મબુદ્ધિ અને મારું કર્તવ્ય છે એવો ભાવ તે મિથ્યાત્વભાવ છે. આહાહા! છે? સૂક્ષ્મ તો છે, ભગવાન! શું થાય? માર્ગ તો જેવો છે તેવો છે. દુનિયાને અભ્યાસ ન મળે અને આવી વાત અત્યારે સાંભળવા મળે નહિ. આ કરો, આ કરો, આ કરો. ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, સિદ્ધચક્રની પૂજા કરો ને ફલાણું કરો... આહાહા...! અહીં કહે છે કે, “કર્મજનતભાવમાં આત્મબુદ્ધિ... કર્મ નામ ઉત્પન્ન થયેલા પુણ્યપાપના ભાવ, એમાં આત્મબુદ્ધિ. “એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ... આહાહા...! મિથ્યાશ્રદ્ધાને કારણે કર્મના સંગે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના ભાવ, તેને કર્માનિત કહેવામાં આવે છે. ભગવાન આત્મા આનંદકંદ (છે) તેનાથી ઉત્પન્ન થતા નથી. અંદર સ્વભાવમાં એવું કાંઈ છે નહિ. પર્યાયમાં વર્તમાન દશામાં કર્મના સંયોગનું લક્ષ કરીને ઉત્પન્ન થયેલા પુણ્યપાપના ભાવ, તેનો મિથ્યાત્વભાવથી કર્તા-ભોકતા થાય છે. આહાહા.! આવો માર્ગ છે, ભાઈ! સમજાણું કાંઈ? શેઠા આહાહા.. “સાગરના મોટા વેપારી છે, બીડીના મોટા વેપારી છે. ભગવાનદાસ શોભાલાલ. “શોભાલાલ' છે ને? આ શેઠ નાના છે અને બીજા મોટા શેઠ છે. અહીંયાં બે લાખનું મકાન છે. બીડીના મોટા વેપારી છે. કરોડપતિ છે. દુખી છે અમારે હિસાબે તો. શેઠ! આહાહા.! Page #121 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૪ ૧૦૭ અહીં ભગવાન શું કહે છે? કે, પુણ્ય અને પાપના ભાવ મારા છે એમ માને છે એ અજ્ઞાનથી મિથ્યાદૃષ્ટિથી માને છે. આહાહા...! સમજાણું કાંઈ? છે? “કર્માનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે.” અજ્ઞાન જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ...” મિથ્યાશ્રદ્ધારૂપી વિકારી ભાવ, વિભાવભાવ. પોતાના સ્વભાવભાવથી વિરુદ્ધ ભાવ. આહાહા...! સાંભળવું કઠણ પડે એ સમજે ને બેસાડે ક્યારે? હજી બેસાડવું કઠણ પડે અંદર, એવી વાત છે, પ્રભુ! મોક્ષનો માર્ગ ધર્મ સમ્યગ્દર્શન. આ મિથ્યાત્વ છે તેની સામે સમ્યગ્દર્શન. (જેને) સમ્યગ્દર્શન છે તે રાગનો કર્તા થતો નથી. સમ્યગ્દષ્ટિ થાય છે તો રાગ થાય છે પણ મારું કર્તવ્ય છે અને મારી ચીજ છે એમ નથી માનતો. આહાહા.! શ્રેણિક રાજા ભગવાનના વખતમાં થયા. શ્રેણિક રાજા! અબજો રૂપિયાની દિવસની રાજને પેદાશ. એ તો અત્યારે પણ છે ને એક દેશ નહિ? ક્યો આરબ? કયો દેશ છે? એક કલાકની દોઢ કરોડની પેદાશ. એક કલાકની દોઢ કરોડા પેટ્રોલ નીકળ્યું છે. દેશ તો નાનો છે પણ પેટ્રોલના કૂવા નીકળ્યા છે ને તો એક કલાકની દોઢ કરોડની પેદાશ છે અને એ સિવાય બીજો દેશ છે એની એક દિવસની એક અબજની પેદાશ છે. ક્યો દેશ? નામ ભૂલી ગયા, નામ કંઈ આવડતા નથી. કોઈ કહેતું હતું. શું નામ? (સાઉદી અરેબિયા). નામ કહેતા હોય, આપણને બહુ યાદ ન હોય. આરબંદેશા આરબ દેશમાં એક દિવસમાં એ રાજાને, દેશ નાનો પણ ઓલા પેટ્રોલના કૂવા નીકળ્યા તે એક દિવસની એક અબજની પેદાશ. અત્યારે છે. પણ મરીને બધા જવાના હેઠે. નરક, નીચે નરક છે ને સાત પાતાળ છે ને? આ મધ્યલોક કહેવાય. નીચે સાત નરક છે એ અધોલોક કહેવાય અને ઉપર દેવ છે એ ઊર્ધ્વલોક કહેવાય. ઊર્ધ્વ, મધ્ય અને અધો-ત્રણ લોક. ભગવાને ત્રણલોક ત્રણકાળ જોયા છે. સમજાણું કાંઈ? કારણ કે એ તો માંસ ખાનારા ને અજ્ઞાની છે, મુસલમાન છે. માંસ ખાય. મુસલમાન દારૂ ન પીવે. માંછલા, ઇંડા ખાય. આહાહા.! એ મરીને, બાપુ આકરું કામ છે, ભાઈ! એવા ભવ અનંત કર્યા છે, ભાઈ! તેં અનંત કર્યા છે, એ કંઈ નવા નથી. અનાદિકાળનો... આહાહા...! આત્મા છે, છે ને છે. કે દિ નહોતો? ક્યાં નહોતો? ક્યાં ભવ વિના રહ્યો છે? ગયા કાળમાં કયાં ભવ વિના રહ્યો છે. અનંત અનંત ભવમાં દરેક ભવમાં પોતે રખડીને મર્યો છે. એનું કારણ આત્મબુદ્ધિ-પુણ્ય-પાપમાં આત્મબુદ્ધિ કરી. આહાહા. મિથ્યાશ્રદ્ધાને કારણે પુણ્ય-પાપની આત્મબુદ્ધિમાં એ મારું કર્તવ્ય છે અને હું એનો ભોક્તા છું એવી માન્યતાને કારણે ચાર ગતિમાં રખડે છે. આહાહા...! છે કે નહિ અંદર? છે તેનો અર્થ થાય છે. વાણિયા ચોપડા મેળવે નહિ? આ શું કહેવાય? દિવાળી આવે ત્યારે મેળવે ને? ઓલો કહે તારી પાસે દસ હજારનું લેણું, ઓલો કહે મારામાં પાંચ હજારનું નીકળે છે. જુઓ! ચોપડા મેળવે. ત્યાં માળા ગ્યાસતેલ બાળે. ચાર પૈસાનો ફેરફાર હોય તો કહે, નક્કી કરો. અહીં ભગવાન કહે છે, તે નક્કી તો કર પહેલું. અમે શું કહીએ છીએ અને Page #122 -------------------------------------------------------------------------- ________________ કલામૃત ભાગ-૬ ૧૦૮ તારી માન્યતા શું છે એ તારા ચોપડામાં મેળવ તો ખરો! આહાહા..! અહીંયાં કહે છે, મિથ્યાત્વભાવ તેના કારણે જીવ કર્યાં છે.’ આહાહા..! છે? એ મિથ્યાશ્રદ્ધા. જૈન પરમેશ્વરે જેવો આત્મા કહ્યો તેવી શ્રદ્ધા નથી. આહાહા..! એ પુણ્ય અને પાપના ભાવ આત્મા નહિ. નવ તત્ત્વ છે કે નહિ? તો આ પુણ્ય-પાપ તત્ત્વ ભિન્ન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જા, બંધ ને મોક્ષ (એમ) નવ છે. તો પુણ્યતત્ત્વ ભિન્ન છે, પાપતત્ત્વ ભિન્ન છે અને ભગવાન અંદર ભિન્ન છે. આહાહા..! એ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ રૂપ, તેમાં જે પુણ્ય ને પાપભાવ ઉત્પન્ન થાય છે તેમાં આત્મબુદ્ધિ કરીને એ મારા છે એમ માનીને અજ્ઞાની કર્તા-ભોક્તા થાય છે. આહાહા..! જો પોતાના ન માને તો પોતાનો આનંદકંદ પ્રભુ છે, એ રાગ થાય છે તો તેનો જ્ઞાતા-દૃષ્ટા રહે છે અને રાગ થાય તેને ઝે૨ માને છે, દુઃખ માને છે. આહાહા..! નિજ સ્વરૂપ સર્વજ્ઞ જિનેન્દ્રદેવ ૫૨માત્માએ, જેમ નિર્મળતા સ્ફટિકની (છે) એમ ભગવાનઆત્માનો નિર્મળ સ્વભાવ (છે). પણ એ ચીજ વર્તમાન પર્યાય સિવાય વેપાર-ધંધા કર્યો જ નથી. વર્તમાન પર્યાય એટલે અવસ્થા. વર્તમાન-પ્રગટ. બસ! એમાં એની રમત છે. અંદર પાછળ આખું તત્ત્વ શું પડ્યું છે? એક ક્ષણિક અવસ્થા ઉ૫૨ એનો અનાદિકાળનો વેપાર છે. પણ એ પર્યાયની પાછળ અવસ્થાયી, ત્રિકાળ ટકનારું તત્ત્વ (છે) એવી દૃષ્ટિ થયા વિના મિથ્યાબુદ્ધિથી રાગ અને પુણ્ય-પાપના ભાવનો કર્તા ને ભોક્તા થાય છે. આહાહા..! કરે કર્મ સો હી કરતાા, જો જાને સો જાનનહારા, જાને સો કર્તા નહીં હોય, કર્તા સો જાને નહીં કોઈ॰ આ શ્લોક છે. આહાહા..! કરે કર્મ સો હી કરતારા,..' મિથ્યાદષ્ટિ, રાગ અને પુણ્ય-પાપનો કર્તા થાય છે તો એ મિથ્યાદૃષ્ટિ કર્તા થાય છે. આહાહા..! જો જાને સો જાનનહારા' ધર્માંજીવ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆત, પહેલી સીઢી, એ સમ્યગ્દર્શનમાં આવતા જ રાગનો અકર્તા થઈ જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? જાને સો જાનનહારા’. જાને સો કર્યાં નહીં હોઈ, કર્તા હૈ સો જાને નહીં કોઈ' આહાહા..! એક મ્યાનમાં બે તલવા૨ રહી ન શકે. આહાહા..! અજ્ઞાનભાવે પુણ્ય-પાપનો કર્તા પણ રહે અને જ્ઞાનભાવે જાણનાર રહે, એમ ક્યારેય બની શકે નહિ. સમજાણું કાંઈ? એ કહે છે. ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી.’ આહાહા..! અનંત અનંત ગુણ જેમાં છે પણ કોઈ ગુણ, શક્તિ એવી નથી કે વિકારને કરે. એવી કોઈ શક્તિ જ એમાં નથી. આહાહા..! ભારે વાતું, બાપુ! એકે એક વાતમાં ફેર. ઓલા કહે છે ને? આનંદ કહે ૫૨માનંદા માણસે માણસે ફેર, એક લાખે તો ન મળે ને એક ત્રાંબિયાના તે૨’ એમ આવે છે ને? ભાઈ! એમ અહીં ભગવાન કહે છે, તારે ને મારે શ્રદ્ધામાં મોટો ફેર છે, પ્રભુ! આહાહા..! જેની કિંમતું લાખોય મળે નહિ એવા છે અને એક ત્રાંબિયાના તેર, પૈસાના તેર. આહાહા..! એમ આ વાત કહે છે, ક્યાંય Page #123 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૫ ૧૦૯ વીતરાગની શ્રદ્ધા સાથે તારી શ્રદ્ધા ક્યાંય મેળ ખાય નહિ, પ્રભા એ જો મેળ ખાય ને અંદર જોયું, જાણ્યું, એ છૂટ્યો. એ સંસારના રખડવાથી છૂટ્યો. એ સિવાય છૂટવાનો બીજો ઉપાય નથી. કહે છે ને? “એવો જીવનો સ્વભાવગુણ નથી. પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે.” આહાહા.. એ પુણ્ય-પાપના ભાવ અશુદ્ધ નામ મલિન દશા છે. એ કોઈ સ્વભાવભાવ નથી. આહાહા...! “તદ્દમાવા કIRવ: મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે...” પણ મિથ્યાશ્રદ્ધાનો નાશ કરીને. હું તો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું એવું સમ્યગ્દર્શન થતાં જ અકારક છે. તે મટતાં જીવ સર્વથા અકર્તા થાય છે. આહાહા...! શરીરની એક ક્રિયા પણ મારાથી થાય છે એમ માનતો નથી. શરીર ચાલે છે એ તો જડ, માટી છે. આમ ચાલે છે તે પોતાની ક્રિયા નહિ. તો સર્વથા પ્રકારે એમ છેલ્લે કહ્યું ને? “જીવ સર્વથા અકર્તા થાય છે. જ્યારે સમ્યગ્દર્શન થાય છે અને મિથ્યાત્વનો નાશ કરીને, આત્મા આનંદ સ્વરૂપની પ્રતીત, અનુભવ થયો તો બધા પરનો સર્વથા પ્રકારે અકર્તા છે. પછી કિંચિત્ પરનો કર્તા નથી. એવી સૂક્ષ્મ વાત છે, ભાઈ! વિશેષ કહેશે...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) (શિખરિણી) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।।३.१९५।।) ખંડાન્વય સહિત અર્થ :- “ગર્વ નીવઃ અકર્તા તિ સ્વરઃ સ્થિતઃ (ાં નીવડ) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (વર્તા) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (તિ) એવું સહજ (વરતઃ ચિતા) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? “વિશુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મ–નોકર્મથી ભિન્ન છે. પુષ્યિજ્યોતિર્મિફુરિતમુવનામોમવન' (ર) પ્રકાશરૂપ એવા (ખ્યિોતિર્ષિ ચેતનાગુણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કિલશામૃત ભાગ-૬ દ્વારા (રિત) પ્રતિબિંબિત છે (મુવનામોગામવન:) અનંત દ્રવ્ય પોતાના અતીત–અનાગતવર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. તથાપિ વિન ફુદ કરી પ્રવૃતિમઃ વત્ આસૌ વન્ધઃ ચાત’ (તથાપિ શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (નિ) નિશ્ચયથી (૪) સંસારઅવસ્થામાં (મરચ) જીવન (પ્રવૃતિમિ.) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (ચત્ સૌ વન્ધઃ ચાત) જે કાંઈ બંધ થાય છે “સ: રતુ જ્ઞાનચ : પિ મહિમા તિ' (સ:) તે (વ7) નિશ્ચયથી (જ્ઞાનચ વ: પિ મહિમા »રતિ) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે ? “દિન: અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ–મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે–અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩–૧૯૫. પોષ વદ ૫, શનિવાર તા. ૨૮-૦૧-૧૯૭૮. કળશ-૧૯૫ પ્રવચન-૨૧૭ કળશટીકા ૧૯૫ કળશ છે. (શિખરિણી) अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।।३-१९५।। શું કહે છે? “મય નીવ: વર્તા રૂતિ સ્વરસતઃ શ્ચિતઃ આ જીવ વિદ્યમાન ભગવાન, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય. દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય સ્વભાવ, જે કર્મ, નોકર્મ અને ભાવકર્મ પુણ્ય-પાપના ભાવ એનાથી રહિત “યં નીવ: ‘વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય” ધ્રુવ ટકતું તત્ત્વ ત્રિકાળી એવો જે દ્રવ્ય સ્વભાવ તે જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી.” વસ્તુમાં એવી કોઈ શક્તિ નથી, વસ્તુમાં કોઈ સ્વભાવ એવો નથી કે રાગને કરે અને રાગને ભોગવે, વસ્તુમાં એવું કોઈ સત્ત્વનું સત્ત્વપણું નથી. સત્ એવો જે ભગવાન આત્મા જેનું સત્ત્વપણું એટલે ગુણપણું-ભાવપણું એનો એવો કોઈ Page #125 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૧૯૫ ૧૧૧ ભાવ નથી કે દયા, દાન, વ્રતના વિકલ્પનો કર્તા થાય અને ભોક્તા થાય, સ્વભાવમાં એવી કોઈ શક્તિગુણ નથી. આહાહા...! સમજાણું કાંઈ? “સ્વરસેત: રિશત: એવું ચૈતન્યદ્રવ્ય અકર્તા–કર્તા નથી એવું સહજ “સ્વરરત: રિશતઃ'. પોતાના સ્વભાવથી સ્વરસથી એ સ્થિત છે. પોતાના આનંદાદિ, જ્ઞાન સ્વભાવથી એવો સ્થિત છે કે જે રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ, તેનો કર્તા-ભોક્તા થાય એવો કોઈ સ્વભાવ નથી. ઝીણી વાત છે. આહાહા....! પરનો કર્તા-ભોક્તા તો છે જ નહિ. મુમુક્ષુ - આખી દુનિયા પરનું કામ કરે છે. ઉત્તર – કોઈ કરતું નથી. કોણ કરે છે? “સુમનભાઈ કરે છે આ બધું? “રામજીભાઈએ વકીલાતમાં આ બધું કર્યું હતું? સ્પષ્ટ કરાવે છે. ભાષા થઈ હતી, એ તો જડ છે. “સુમનભાઈ શું કરે? રાગ કરે. પરનું કરી શકે છે? અહીં તો રાગના કરવાપણાનો કોઈ ગુણ નથી, એમ સિદ્ધ કરવું છે. પર્યાયમાં રાગ ઊભો થાય છે એ અજ્ઞાનને લઈને છે. આહાહા.! સમજાણું કાંઈ? ભગવાન વસ્તુ જે ધ્રુવ વિદ્યમાન ટકતું તત્ત્વ, જ્ઞાયકભાવ.... બેનની ભાષામાં જાગતો જીવ, જ્ઞાયકભાવ ઊભો છે ને એ કોઈ ચીજ રાગને કરે કે ભોગવે એ કોઈ સ્વભાવમાં, સ્વભાવવાનમાં છે નહિ, એવું છે નહિ. આહાહા.! સમજાણું કાંઈ? સંસારનો કોઈપણ વિકલ્પ, અહીંયાં તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ (આવે) તેનો પણ કર્તા અને ભોક્તા દ્રવ્ય સ્વભાવ નથી. વસ્તુમાં કોઈ એવી શક્તિ નથી, કોઈ ગુણ નથી. આહાહા.! સત્ એવું જે સ્વરૂપ, તેનો ભાવ, સત્ એ ભાવવાન તેનો ભાવ. અનંત ભાવ છે, અનંત અનંત ભાવ છે પણ એ ભાવમાં કોઈ ભાવ, ગુણ-શક્તિ એવી નથી કે રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? એવું ‘સહજ.” “રતઃ સ્થિત તો પોતાના સ્વભાવના રસથી એ સ્થિત છે. એ કોઈ રાગને કરે એવી વસ્તુમાં સ્થિતિ જ નથી. આહાહા.! અશુભથી બચવા શુભ આવે છે એમ કહેવું એ તો સમ્યગ્દષ્ટિ માટે છે. જેને દ્રવ્યનો સ્વભાવ, રાગનો કર્તા નથી એવો સ્વભાવ અનુભવમાં આવ્યો હોય... આહાહા.! સમજાણું કાંઈ? એવી દૃષ્ટિ જેને અંતરમાં અંતર્મુખ થઈને થઈ હોય), દ્રવ્ય જેવું સ્થિત છે એમ અનુભવમાં આવ્યું હોય એને અશુભથી બચવા રાગ આવે છે પણ તે રાગનો કર્તા નથી. આહાહા! કેમકે વસ્તુમાં અનંત અનંત અનંત બેસુમાર શક્તિ (ભરી છે), પણ બેસુમારમાં કોઈ એક શક્તિ એવી નથી કે જે વિકારને કરે. આહાહા...! હવે અહીં તો (અજ્ઞાની) કહે કે, અશુભથી બચવા વ્યવહાર કરે છે તો એ શુભ વ્યવહાર છે અને એ શુભથી શુદ્ધ થશે. ફેરફાર છે, પ્રભુ વસ્તુની સ્થિતિ એમ નથી. અહીંયાં એ કહ્યું ને? “વરતઃ સ્થિતઃ એ સ્વના આનંદ અને જ્ઞાનાદિ સ્વભાવથી સ્થિત છે, ધુવ છે. એમાં એવી કોઈ શક્તિ, સ્વભાવ, રાગ કરવાની શક્તિ છે જ નહિ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કલામૃત ભાગ-૬ આહાહા...! આ સંસારના ઉદયભાવને ઊભા કરવા એવી કોઈ શક્તિ આત્મામાં નથી. આહાહા...! ભગવાન આત્મા જ્ઞાયકભાવ (છે) એમાં તો અનંતી શક્તિઓ પડી છે. શક્તિ શબ્દ ગુણ, ગુણ શબ્દ ભાવ, ભાવ શબ્દ સનું સત્ત્વપણું, સત્નો માલ. આહાહા.! એ અનંત ગુણના માલમાં એવી કોઈ શક્તિ નથી કે રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? માર્ગ એવો છે, ભાઈ! આહાહા.! વસ્તુસ્થિતિ એવી છે. કોઈપણ એક શક્તિ રાગને કરે એવી હોય તો શક્તિનો તો ક્યારેય નાશ થતો નથી તો રાગનો પણ કદી નાશ ન થાય. સમજાણું કાંઈ? શક્તિ જે ગુણ છે, એવો કોઈ ગુણ રાગ કરવાનો હોય (તો) પણ હોય ક્યાંથી? વસ્તુ છે આત્મા, એમાં વસ્તુપણું, વસેલા, રહેલા વસ્તુમાં વસેલા, રહેલા ગુણો અમાપ છે, બેસુમાર છે. એમ હોવા છતાં કોઈ શક્તિની એવી શક્તિ નથી કે સંસારનો ભાવ કરે), રાગ છે તે સંસાર છે. આહાહા.! ચાહે તો શુભરાગ હો. એ તો કહ્યું ને? જગપંથ છે. મુનિને પણ રાગ આવે છે તો એ જગપંથ છે. આહાહા...! પણ એને કરે એવી કોઈ શક્તિ નથી. જ્ઞાનીને નબળાઈથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને સ્વરૂપના અજ્ઞાનથી વિકારનું કર્તાપણું ઉત્પન્ન થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? જ્ઞાનીને નબળાઈથી (થાય છે), પર્યાયમાં યોગ્યતા એવી છે તો ઉત્પન્ન થાય છે. ગુણદ્રવ્યમાં તો એવી (શક્તિ) નથી. આહાહા. વિષયમાં સુખબુદ્ધિ, એ સુખબુદ્ધિનો વિકાર કોઈ જીવ કરે એવો કોઈ આત્મામાં ગુણ નથી. આહાહા.પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, આબરૂમાં સુખ છે એવો જે સુખ નામનો વિકાર... આહાહા...! ભગવાન તો અતીન્દ્રિય આનંદના સુખથી સ્થિત છે ના એવા સુખના વિકલ્પનો એ કર્તા કેવી રીતે હોય? આહાહા...! હસમુખભાઈ! ઝીણી વાતું છે, બાપુ ક્યાં લાદીનો ધંધો ને ક્યાં આ વેપાર? આહાહા...! અરે ! પોતાનો નિજ સ્વભાવ સ્વયં, સ્વરૂપ સ્વયં સ્વરૂપ જે કાયમી, અસલી, અસલી સ્વભાવ એમાં કોઈ અસલી સ્વભાવમાં કોઈ એવો અસલી ભાવ નથી. આહાહા...! એ શુભરાગને ઉત્પન્ન કરે અથવા રચે એવો કોઈ ગુણ અસલી સ્વરૂપમાં નથી. આહાહા...! સ્વભાવના અભાનમાં પર્યાયમાં અજ્ઞાનથી વિકાર થાય અને વિકારનો કર્તા થાય તો એ તો અનાદિનો સંસાર છે. આહાહા.! આવું ઝીણું છે. આવ્યું છે તમારા ભણતરમાં? ક્યાંય આવ્યું નથી. આહાહા.! હે મુમુક્ષુ :- એમાં તો ફસાવાનું આવે. ઉત્તર :- પોતે ફસે છે ના આહાહા. જ્યાં જ્ઞાતા-દષ્ટાના સ્વભાવથી અનંત અનંત અવિનાભાવી ગુણથી ભરેલો ભગવાન છે આ, એ ભગવાનની દૃષ્ટિ થઈ, નિજ સ્વભાવની પ્રતીતિ અનુભવમાં થઈ એ રાગનો કર્તા થતો જ નથી. નબળાઈથી રાગ આવે છે પણ તેનો તે જ્ઞાતા-દષ્ટા રહે છે. આહાહા...! ધર્મીને વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે પણ આવે છે તેનો એ કર્તા નથી, તેમ તેનો તે ભોક્તા, Page #127 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૫ ૧૧૩ વેદનનો કર્યા છે તેમ પરમાર્થદષ્ટિએ નથી. અહીં દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય જે છે એ વાત ચાલે છે ને? પર્યાયમાં કર્તા-ભોક્તા છે એ વાત જ્ઞાન જાણે. એ વાત તો ૪૭ નવમાં આવી છે. આહાહા.. ‘સ્વરતઃ સ્થિત: એ તો સ્વરસથી જ સ્થિત છે. આહાહા. એનો અર્થ શું કર્યો? સ્વભાવથી અનાદિનિધન એમ જ છે.” રાગનો કર્તા નથી એવો સ્વભાવ અનાદિનો જ છે. આહાહા.! સમજાણું કાંઈ? ભાષા થોડી પણ ભાવ તો છે ઈ છે. આહાહા...! આમાં વાદવિવાદ કરે કાંઈ પાર પડે એવું નથી. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે. અશુભથી બચવા શુભ આવે તો એને તો વ્યવહાર કહો. ઈ તત્ત્વજ્ઞાન સહિત હોય તો અશુભથી બચવા વ્યવહાર આવે છે તેને વ્યવહાર કહે છે. પણ તત્ત્વજ્ઞાન, જ્યાં તત્ત્વ જ એવું છે કે રાગનો કર્તા નથી એવો સ્વભાવ છે, એવી દૃષ્ટિ જ જ્યાં નથી ત્યાં અશુભથી બચવા શુભ આવે છે એમ ક્યાં છે? હજી મિથ્યાત્વથી બચ્યો નથી ત્યાં અશુભથી બચવાનું ક્યાં આવ્યું? આહાહા...! સમજાણું કાંઈ? એવો સહજ સ્વભાવ. “વરસતઃ છે ને? રસ એટલે સ્વભાવ. “અનાદિનિધન...” રિશતનો અર્થ એ કર્યો. અનાદિઅનંત એમ જ છે. “રિશતઃ આહાહા.! અનાદિઅનંત સ્વરસથી સ્થિત. પરનો કર્તા-ભોક્તા નથી એવા સ્વભાવથી ભર્યો છે. આહાહા.! સમજાણું કાંઈ? “કેવું છે? એ “રિશતઃકહ્યું હતું ને? “વરતઃ રિશત: “કેવું છે?’ ‘વિશુદ્ધ છે. દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે. આહાહા.! એને વિશુદ્ધ કહીએ. શુભભાવને પણ વિશુદ્ધ કહે છે, શુદ્ધભાવને પણ વિશુદ્ધ કહે છે, ત્રિકાળીને પણ વિશુદ્ધ કહે છે. વિશુદ્ધ જે ઠેકાણે લાગુ પડે તે પ્રમાણે પાડવું. વિશુદ્ધ શબ્દ શુભભાવમાં પણ આવે છે, વિશુદ્ધ શબ્દ શુદ્ધભાવમાં પણ આવે છે અને વિશુદ્ધ શબ્દ ત્રિકાળીમાં પણ આવે છે. આહાહા...! અહીંયા ત્રિકાળીની વાત છે. વિશુદ્ધ. સમજાણું કાંઈ? આહાહા..! એ ભગવાનઆત્મા ત્રિકાળ વિશુદ્ધ (છે). જડકર્મ, નોકર્મ–મન, વાણી, દેહ અને ભાવકર્મ– દયા, દાન, પુણ્ય-પાપના ભાવથી અનાદિઅનંત ભિન્ન છે. એવું વિશુદ્ધ છે. આહાહા...! વિશુદ્ધ છે. વિશેષે ખાસ શુદ્ધ છે એ. આહાહા. એ સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા...! સમજાણું કાંઈમૂલ્યમરિવો’ કીધું ને? ભૂતાર્થનો આશ્રય લેવો એમ કહો, જ્ઞાયકભાવ કહો, બેનની ગુજરાતી સાદી ભાષામાં જાગતો કહો અને તે ધ્રુવ છે એને ઊભો કહો. આમાં એક શબ્દ આવ્યો છે ક્યાંકી “શ્રીમદ્ના વચનમાં ક્યાંક છે. ઊભો છે. ઊર્ધ્વ તો બીજું છે. ઊભો છે એવો શબ્દ છે ક્યાંક. આ બે ચોપડી છે ને કાંઈક? આ “જ્ઞાનામૃત” અને “સંતવાણી. ક્યાંક એક શબ્દ આવ્યો હતો. અનાદિ ઊભો છે નો અનાદિ છે. આહાહા! મુમુક્ષુ :- અનાદિનો ઊભો છે તો થાકતો નહિ હોય? ઉત્તર :- ઊભો છે ઈ ચાલતો નથી, એમ કહે છે. ચાલે તો થાકે. અને ચાલે એ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કલશામૃત ભાગ-૬ તો શુદ્ધ પરિણમનમાં ચાલે તોય થાકે નહિ. વિશુદ્ધ શુભ-અશુભભાવમાં ચાલે તો થાકી જાય. થાક, દુઃખ. દુખ. આહાહા...! અહીં એ કહ્યું. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન છે. એને અહીં વિશુદ્ધ કહેવામાં આવે છે, એને અહીંયાં સ્વરસમાં સ્થિત કહેવામાં આવે છે. સ્વરસથી એમાં સ્થિત છે. ત્રિકાળી પોતાનો સ્વભાવ જે શુદ્ધ છે એમાં એ સ્થિત છે તેને અહીંયાં વિશુદ્ધ કહેવામાં આવે છે. આહાહા...! અહીંયાં તો હજી દેહની ક્રિયામાં પણ આત્માનું નિમિત્તપણું છે નહિ અને નિમિત્ત છે માટે દેહની ક્રિયા થાય એની હજી હા પાડવી લોકોને મુશ્કેલ પડે. એની મેળાએ દેહ ચાલે? ભાષા એની મેળાએ બોલાય? આહાહા. અહીં તો સ્વભાવની દૃષ્ટિવાળું જે દ્રવ્યવિશુદ્ધ, એ તો રાગનો કર્તા નથી. એ તો રાગ અદ્ધરથી નબળાઈને લઈને થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. આહાહા...! મુમુક્ષુ :- એ તો જ્ઞાનીની વાત છે ને. ઉત્તર :- તોય કીધું ને? ત્યારે એને પ્રતીતમાં આવ્યું ને? દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત ભગવાન આવો છે. અહીંયાં તો એવું કહે છે, અહીં તો બીજું સિદ્ધ કરવું છે કે, એ એવો અનાદિથી જ છે. એ રાગ કરે એવો કોઈ એનામાં ગુણ નથી, એમ સિદ્ધ કરવું છે. પણ એનું ભાન કોને થાય? આહાહા...! કે, આ વસ્તુ અનાદિની અતીન્દ્રિય અનંત આનંદ અને ગુણનો પિંડ અનાદિ સ્થિત છે એવું સ્વસમ્મુખ થઈને) સ્વનો આશ્રય કરે એને એ વસ્તુ છે એમ પ્રતીતમાં આવે અને પ્રતીતમાં આવી એટલે એને રાગનું કર્તાપણું રહેતું નથી. વ્યવહાર રત્નત્રયનો કર્તા એ ધર્મ નથી. આહાહા...! આવી વાત છે. બહુ ઝીણી. વળી કેવો છે ઈ? “રવિખ્યોતિર્મિચરિતમુવનામોમવનઃ પ્રકાશરૂપ એવા ચેતનાગુણ દ્વારા આહાહા. એમાં ચેતનાગુણ છે. જે કારણે એ તો પ્રકાશ લોકાલોકને જાણે અને દેખે એવો સ્વભાવ છે. ધ્રુવમાં એવો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આહાહા.! પ્રકાશરૂપ એવા ચેતનાગણ દ્વારા પ્રતિબિંબિત છે...' શું કહે છે? શક્તિ તો છે પણ એનું પરિણમન જ્યારે થાય તો લોકાલોક જેમાં પ્રતિબિંબિત થાય એવી પરિણતિ, પર્યાયનો સ્વભાવ છે. આહાહા...! લોકાલોકમાં કોઈ ચીજનો કર્તા તો છે નહિ પણ એની જે શક્તિમાં જે અકર્તાપણું છે એવું પરિણતિમાં ભાન થયું તો એ લોકાલોકને જાણનારો રહ્યો. લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે), જાણે છે, બસ! આહાહા. લોકાલોકમાં તો બધું આવી ગયું ને? અલોકને એક કોર રાખો. લોક શબ્દમાં શરીર, વાણી, મન, ધંધા-વેપાર... એ બધા આત્મામાં પ્રતિબિંબિત (થાય છે) પોતાની પરિણતિમાં એ દૃષ્ટિનું ભાન થયું. લોકાલોક પ્રતિબિંબિત થાય છે. જાણવામાં આવે છે. આહાહા.! પણ કોઈનો કર્તા નથી). સ્ફરિત પ્રગટ દશા થઈ તોપણ કોઈનો કર્તાભોક્તા નથી. આહાહા...! આવું આકરું પડે માણસને. નિશ્ચય ને વ્યવહાર. આહાહા.! બાપુ! એના પરિણામ, વ્યવહારના પરિણામ તો રાગરૂપ છે ને, પ્રભુ! આહાહા...અને એ રાગને Page #129 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૫ ૧૧૫ કરવું એવો કોઈ દ્રવ્યમાં ગુણ-શક્તિ તો નથી. આહાહા..! તેથી તે વસ્તુની દૃષ્ટિ થતાં અંદર પરિણમન થતાં પણ લોકાલોકનું પ્રતિબિંબ (પડે), એમાં જણાય તેવો એનો સ્વભાવ છે. ત્રિકાળ સ્વભાવ તો લોકાલોકને જાણવાનો ધ્રુવ છે પણ પર્યાયમાં સ્ફુરિત પ્રગટ થતાં.. આહાહા..! જે વસ્તુ છે, રાગ ને વિકારનો અકર્તા એનો ગુણ (છે) એવી જ્યાં એની પિરણિત થઈ... આહાહા..! ભલે મતિ ને શ્રુતજ્ઞાન હો છતાં એ લોકાલોકને જાણે એવી એની પરિણિત છે. આહાહા..! ભારે! એક કોર ચક્રવર્તીના રાજમાં રહે એમ દેખે, રહે એમ દેખે, ઇ ત્યાં છે નહિ, ઇ તો તેની જાણવાની પરિણતિમાં છે. આહાહા..! એ તો તેના સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાથી થયેલું છે તેના જાણવામાં એ છે. એનાથી જ્ઞાન થયું છે, એ નહિ. એ તો પર્યાયમાં પોતાનું સામર્થ્ય એવું હતું કે જેથી સ્વપપ્રકાશક સામર્થ્ય સ્વતઃ પોતાથી થયું છે. એમાં આ જણાય છે એમ કહેવું એ વ્યવહા૨ છે. આહાહા..! સમજાણું કાંઈ? કેવળી લોકાલોકને જાણે એમ કહેવું એ પણ અસદ્ભુત વ્યવહાર છે. આહાહા..! એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે તેને પણ અહીંયાં વ્યવહા૨ કહેવામાં આવે છે. આહાહા..! ત્રિકાળને – દ્રવ્યને નિશ્ચય કહીએ તો પરિણતિને વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા..! એ શુદ્ધ પરિણતિને, હોં! આહાહા..! એમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, એમ કહે છે. છે ને? આહાહા..! ‘વિઝ્યોતિર્મિ:” ચેતનાગુણ દ્વારા... રિત” પ્રતિબિંબિત છે... ‘મુવનામોમવનઃ” ‘મુવનામોામવનઃ” ભુવન નામ લોક, એનો આભોગ નામ જાણવું, તેનું ભવન નામ થયું. ‘મુવનામો ભવન:’ આહાહા..! એની પછી વ્યાખ્યા કરી છે. નહિતર તો શબ્દ આટલો છે. ભુવન નામ લોકાલોક એનો આભોગ નામ જાણવું, તેનું ભવન. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! આજે આવ્યા નથી, નહિ? ‘હિંમતભાઈ’! અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં,...’ આહાહા..! અનંત દ્રવ્ય જે છે, અનંત અનંત દ્રવ્ય હવે લીધા. અનંત ગુણ આમાં છે એમાં કોઈ ગુણ વ્યક્ત, અવ્યક્ત... હવે તો એની પર્યાયમાં અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત...’ પોતાના દ્રવ્યની ગયા કાળની પર્યાય, વર્તમાન પર્યાય અને ભવિષ્યની પર્યાય. આહાહા..! સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે.’ સમસ્ત પર્યાય પ્રતિબિંબિત થાય છે, એમ. જ્ઞાનની પર્યાયમાં સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા એક એક દ્રવ્યની ભૂત-ભવિષ્ય ને વર્તમાન પર્યાય એવી અનંતી પર્યાયો) જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. પ્રતિબિંબિત શબ્દ તો (એટલા માટે છે) કે ઓલું બિંબ છે તો આ પ્રતિબિંબ છે, એમ. બાકી એ ચીજ કંઈ અહીં આવતી નથી. આહાહા..! સમજાણું કાંઈ? લીમડો દેખાય તો કાંઈ લીલો રંગ ન્યાં આવે છે અંદ૨? લીલા રંગ સંબંધીનું પોતાનું જ્ઞાન એમાં એ પ્રતિબિંબ છે એમ કહેવામાં આવે છે. આહાહા..! આવો માર્ગ (છે). આ તો ધીરાના કામ છે. ઘ૨, ઘ૨’ (અર્થ) કર્યો છે એમાંથી. સંસ્કૃત Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કિલશામૃત ભાગ-૬ ટીકામાં છે ક્યાંક. લોક વિસ્તાર થવો. લોકનો વિસ્તાર જણાવવો. એમ. સંસ્કૃતમાં એક “ઘર” શબ્દ છે. તથાપિ વિન રૂદ કરચ પ્રવૃતિfમઃ યત્ સૌ વ: રચા સ્વરૂપ તો આવું છે, કહે છે. અરેરે...આવી ચીજમાં આ બંધ થાય છે એ શું છે? રાગનો સંબંધ થાય છે અને કર્મનો બંધ થાય છે એવું આ ચીજમાં શું થયું? આ ચીજમાં તો રાગના કર્તાપણાનો પણ કોઈ ગુણ નથી ત્યાં આ રાગ અને કર્મના સંબંધનો બંધ, સંબંધનો બંધ, સંબંધરૂપી બંધ કેવી રીતે થયો? આહાહા.! સમજાણું કાંઈ? તથાપિ વિરુન રૂદ કશ્ય પ્રકૃતિમ ચત્ સૌ વન્ય: ચા” “શુદ્ધ છે જીવદ્રવ્ય...” તથાપિ' છે ને? ‘તોપણ' છે ને? તોપણ એટલે શુદ્ધ દ્રવ્ય અને ગુણ શુદ્ધ હોવા છતાં પણ, એમ. “તથાપિ એમ હોવા છતાં. આહાહા...! “શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ નિશ્ચયથી...” “વિન એટલે નિશ્ચય. આ સંસાર-અવસ્થામાં જીવને....... આહાહા...! જીવને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ...” વત્ સૌ વન્ય: રચા જે કંઈ બંધ થાય છે...” “ર: તુ અજ્ઞાનરચ વ: પિ મહિમા રતિ’ આહાહા.! ઓલામાંય “રતિ હતું, “રુરત'. આ કોઈ અજ્ઞાનની મહિમા ફરે છે, કહે છે. આહાહા.! વસ્તુમાં કોઈ રાગાદિનું કર્તાપણું નથી. પ્રભુઆત્મા દ્રવ્ય સ્વભાવની સાથે રાગ અને કર્મનો સંબંધરૂપી બંધ નથી છતાં સંબંધરૂપી બંધ (થાય છે તે) અજ્ઞાનની કોઈ ગહન મહિમા છે. આહાહા.! વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન, એની કોઈ ગહન મહિમા છે. આહાહા...! અજ્ઞાનને કારણે રાગ અને કર્મનો સંબંધ થાય છે. આહાહા...! આવું ઝીણું બહુ પડે માણસને. વસ્તુસ્થિતિ જ આવી છે. ભગવાને કહ્યું એટલે કોઈ આમ જ કથન કર્યું છે એમ નથી. છે એવું વાણીમાં આવ્યું છે. આવી વસ્તુ છે. આહાહા...! અહીંયાં પણ પ્રકૃતિનો બંધ થાય છે એ “સ: ઉનું અજ્ઞાનશે : પિ મહિમા રતિ આહાહા.! જે કાંઈ બંધ થાય છે તે નિશ્ચયથી...” છે? ‘મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ. અજ્ઞાનનો અર્થ કર્યો, અજ્ઞાનનો અર્થ કર્યો. ઓલામાં પહેલામાં પણ એમ કહ્યું. પહેલામાં આવ્યું હતું ને ત્યાં પણ એમ કીધું. “ર્તા જ્ઞાનાત્ વ' ત્યાં પણ એમ કીધું, “કર્મજાનત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વ.” ભાવ. ત્યાં પણ “અજ્ઞાન” શબ્દ પડ્યો છે, ત્યાં પણ મિથ્યાત્વભાવ લીધો છે. ૧૯૪ (શ્લોક). ૧૯૫માં અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ લીધો. આહાહા...! સત્ય વસ્તુ જેવી છે એવી દૃષ્ટિ નથી અને તેનાથી વિપરીત દૃષ્ટિ છે, મિથ્યાત્વભાવ, સત્ય સ્વરૂપથી વિપરીત દૃષ્ટિ અસત્ય છે એ અસત્ય મિથ્યાત્વની કોઈ ગહન મહિમા (છે). વસ્તુમાં કોઈ બંધનું કારણ નથી, શક્તિ નથી, ગુણ નથી છતાં બંધ થાય છે, રાગનો સંબંધ થાય છે. એ કોઈ અજ્ઞાનની, મિથ્યાત્વની ગહન મહિમા છે. આહાહા...! સમજાણું કાંઈ? ભગવાન તો આનંદ ને જ્ઞાનસ્વરૂપી શુદ્ધ ચૈતન્યઘન છે. તેમાં આ દુઃખનો સંબંધ Page #131 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૫ ૧૧૭ ક્યાંથી આવ્યો? કહે છે. આહાહા.. દુઃખ કહો, રાગ કહો, ઉદયભાવ કહો. સમજાણું કાંઈ? કર્મ પ્રકૃતિ તો નિમિત્તથી કથન છે. ખરેખર તો પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય હોવા છતાં દ્રવ્ય, ગુણમાં રાગનું કર્તાપણું નહિ હોવા છતાં કોઈ અજ્ઞાન, મિથ્યાત્વને કારણે સ્વરૂપ જેવું છે તેનાથી વિપરીત દૃષ્ટિથી ગહન મહિમા છે કે મિથ્યાત્વને કારણે સંસાર ઉત્પન્ન થાય છે. રાગની ઉત્પત્તિનું કારણ મિથ્યાત્વ છે. આહાહા...! સમજાણું કાંઈ? જ્ઞાનીને (રાગ) થાય છે તે મિથ્યાત્વ નથી. પછી એ તો પર્યાયમાં નબળાઈથી થયો તેનો તે જ્ઞાતા-દષ્ટા છે. અહીંયાં તો મિથ્યાત્વથી (રાગ) ઉત્પન્ન થયો તેનો તે કર્તા-ભોક્તા થાય છે. સમજાણું કાંઈ? બેમાં આટલો ફેર છે. આહાહા.! આવી વાત છે. સાધારણ દયા પાળો ને વ્રત પાળો ને અપવાસ કરો ને... આહાહા.. ઈ કહે છે કે, અપવાસ કરો ને વિકલ્પ કરો, રાગ એ કોઈ અજ્ઞાનની ગહન મહિમા છે કે રાગનો કર્તા થાય છે. વસ્તુનું સ્વરૂપ આવું હોવા છતાં એમાં કોઈ વિકલ્પ-ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ (ઊઠે, વ્યવહાર રત્નત્રયનો રાગ, તેને રચવો એવો કોઈ ગુણ જ નથી. તો કેમ થાય છે? આ પ્રકૃતિનો બંધ થાય છે ને એમ કહ્યું ને? છે ને? “પ્રવૃતિમિએમ કહ્યું ને? પછી જ્ઞાનાવરણીય કર્મ લીધું છે. પણ પ્રકૃતિનો વિરુદ્ધ ભાવ જે વિકાર છે એ જે પ્રકૃતિ છે તે સ્વભાવ નથી. આહાહા...! સમજાણું કાંઈ? જ્ઞાનાવરણીય કર્મ તો જડ છે એ તો તેને કારણે બંધાય છે. તેની પર્યાયમાં, પરમાણુમાં કર્મ થવાની પર્યાયથી થાય છે. આ પ્રકૃતિનો જે સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ પ્રકૃતિ. આહાહા.! વિરુદ્ધભાવ-પુણ્ય ને પાપ આદિ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ એ રાગની ઉત્પત્તિ થાય છે એ કોઈ મિથ્યાત્વની ગહન શક્તિ છે. આહાહા.. જેમાં છે નહિ, દ્રવ્યમાં છે નહિ, ગુણમાં છે નહિ અને તેના ગુણનું પરિણમન થાય એમાં પણ નથી. આહાહા...! આ કોઈ મિથ્યાત્વનો ભાવ, જૂઠી દૃષ્ટિ, પરમસત્ય પ્રભુ દ્રવ્ય-ગુણથી પૂર્ણ, પૂર્ણ ભરેલો એની દૃષ્ટિથી વિરુદ્ધ અસત્યદૃષ્ટિ, મિથ્યાષ્ટિ... આહાહા. એ અસત્યદૃષ્ટિની કોઈ ગહન મહિમા છે, એમ કહે છે. આહાહા...! એ “મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. પાછું એમાં એમ ન લેવું કે વિભાવ નામનો ગુણ છે માટે તેમ થાય છે. વિભાવગુણ છે એ છે. એ તો વિશેષ તરીકે વિભાવ (કહ્યું છે. વિકાર કરે માટે વિભાવશક્તિ છે) એમ વાત નથી. આહાહા.! અહીંયાં તો “મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિ...” એમ લીધું છે. જોયું? રાગ મારો છે અને રાગનો કર્તા (છું) એવી અસત્યદૃષ્ટિ, વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. આહાહા...! કેવો છે?” “ફનઃ “અસાધ્ય છે. આહાહા..! અસાધ્ય છે, અસાધ્ય. ઝટ દઈને સાધ્ય શકે એમ નથી. એમ કહે છે. એ ભાવ જ અસાધ્ય છે. એમાં આત્મા અસાધ્ય થઈ જાય છે. આહાહા...! મિથ્યાત્વને કારણે રાગનો સંબંધ જે ઉત્પન્ન કરે છે એમાં) આત્મા અસાધ્ય થઈ જાય છે. દૃષ્ટિમાં આત્મા સાધ્ય રહેતો નથી. આહાહા...! અહીં તો અસાધ્યનો અર્થ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કલામૃત ભાગ-૬ કે, એનો નાશ કરવો ગહન વાત છે, એમ કહે છે. અસાધ્ય છે. આહાહા...! સમજાણું કાંઈ? ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ...” જોયું? “રાગદ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે....... આહાહા.! અરેરે.વસ્તુ અને વસ્તુના અનંત ગુણ, છતાં એવી વસ્તુમાં આ મોહ, રાગ, દ્વેષરૂપી પરિણમન ક્યાંથી થયું એ ગહન વાત છે, કહે છે. આહાહા...! વસ્તુના સ્વભાવનું અજ્ઞાનપણું પર્યાયમાં, વસ્તુના સ્વભાવનું મિથ્યાત્વપણું માન્યતામાં ગહન વાત છે. આહાહા.! જે દ્રવ્ય-ગુણમાં વિકાર કરવું એમ નથી અને વિકાર થયો તો એ અસત્યશ્રદ્ધાની ગહન મહિમા છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! પરિણામરૂપ પરિણમ્યું છે....” પર્યાયમાં પાછું પરિણમ્યું છે. વસ્તુ અને વસ્તુના ગુણ શુદ્ધ અને સ્યુટ વિશુદ્ધ હોવા છતાં પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાને કારણે, પર્યાય જેટલો હું છું, આ રાગ તે હું, એવી મિથ્યાશ્રદ્ધાને કારણે અસાધ્ય એવો વિકાર ઉત્પન્ન થાય છે. આહાહા.! પરિણમ્યું છે...” તેથી જેવું પરિણમ્યું છે... હવે એમ કહે છે. જેનું પરિણમન થયું તેવા ભાવોનું કર્તા થાય છે. જેનું પરિણમન થયું તેનો કર્તા થાય છે. મિથ્યાશ્રદ્ધાથી મોહ-રાગ-દ્વેષરૂપી પર્યાયમાં પરિણમન થયું તો એવું પરિણમ્યું તેનો કર્તા થાય છે. આહાહા..! અશુદ્ધપણે પરિણમ્યો તો અશુદ્ધપણાનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહા...! ઝીણી વાતું ભારે, ભાઈ! હજી સમ્યગ્દર્શન શું છે અને કેમ ઉત્પન્ન થાય એની ખબરું ન મળે. આહાહા.! એને બહાર ચારિત્ર ને એ બધું આવી જાય. ભાઈ! આકરું કામ છે, બાપુ! અને તે તો તારી દયાની વાત છે, ભાઈ! હૈ? આહાહા...! કહે છે, પ્રભુ તું આવો છો નો છતાં એની જેને શ્રદ્ધા વિપરીત છે એટલે કે આટલો આવા ગુણવાળું દ્રવ્ય છે એવી જેને શ્રદ્ધા નથી, જેને શ્રદ્ધા રાગની અને વર્તમાન પર્યાય ઉપર એ જેની રુચિ જામી ગઈ છે, એવા મિથ્યાત્વના ગહનભાવને લઈને એનું પરિણમન વિકારરૂપે થાય છે અને જે પરિણમે છે તે તેનો કર્તા થાય છે. ભાષા તો સાદી છે. ભાવ તો છે એમ છે. આહાહા...! આ ભણતર કોઈ દિ ભણ્યો નથી. હું બહારના ભણતરમાં વખત ગાળ્યા બધા. આહાહા...! જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે–અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે.” એમ. અશુદ્ધભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. આહાહા.! એ તો રાગનો અકર્તા સ્વભાવ છે. આહાહા...! રાગ થાય છે પણ અકર્તા સ્વભાવ છે. થાય છે તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. અકર્તાપણું સિદ્ધ કર્યું. કર્તાપણું સિદ્ધ કર્યું, વસ્તુ સિદ્ધ કરી. કર્તા, પરિણમનમાં અશુદ્ધ પરિણમન છે તો અશુદ્ધ કર્તા થયો. જ્યારે તે મટે છે ત્યારે કર્તાપણું મટી જાય છે. અકર્તાપણાનું પરિણમન થાય છે તેનું નામ ધર્મ છે અને કર્તાપણાની બુદ્ધિથી પરિણમે તેનું નામ અધર્મ છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #133 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૧૯ (અનુપ) भोक्तृत्वं न स्वभावांऽस्य स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः ।।४-१९६।।) ખંડાન્વય સહિત અર્થ :- “ગર વિતઃ મોવસ્તૃત્વ સ્વમાવઃ જ મૃત (ચ વિતા) ચેતનદ્રવ્યનો (મોવસ્તૃત્વ ભોક્તાપણું જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છે–એવો (સ્વભાવ) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો ન મૃત:) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દષ્ટાન્ત કહે છે–] “વસ્તૃત્વવત’ જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. “ નીવ: મોવતા આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું પણ છે. તે શા કારણથી ? “જ્ઞાનાત ઇવ’ અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે. “તદ્માવત ગવર: મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે. ભાવાર્થ આમ છે કે –જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ–અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે. હવે મિથ્યાષ્ટિ જીવ દ્રવ્યકર્મનો અથવા ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. ૪–૧૯૬. પોષ વદ ૬, રવિવાર તા. ૨૯-૦૧-૧૯૭૮. કળશ–૧૯૬ પ્રવચન-૨૧૮ કળશટીકા ૧૯૬. (અનુષ્ટ્રપ) भोक्तृत्वं न स्वभावांऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। अज्ञानादेव भोक्ताऽयं तदभावादवेदकः ।।४-१९६।।) શું કહે છે? “ગર વિત: મોવસ્તૃત્વ સ્વમાવઃ મૃતઃ “ર વિત: ચેતનદ્રવ્ય જે ભગવાનઆત્મા એ તો જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. એનો-આત્માનો મૂળ અસલી સ્વભાવ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કલશામૃત ભાગ-૬ ચેતન, જાણવું-દેખવું અને આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ, સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સ્વભાવવાન આત્મા છે. એ આત્મા. ચેતનદ્રવ્યનો...’ એ ચેતનદ્રવ્યની વ્યાખ્યા થઈ. રવિવાર છે, ઠીક! શું કહે છે? જે આત્મા છે ને અંદર આત્મા, તેનો અસલી મૂળ સ્વભાવ ચેતન છે. ચેતન નામ જાણન, દેખન તેનો સ્વભાવ છે. બીજી દૃષ્ટિએ કહીએ તો એ ભગવાનઆત્માનો સ્વભાવ જાણવું-દેખવું, શાતા-દૃષ્ટા છે. એ ચેતનદ્રવ્યનો ભોક્તાપણું-જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુઃખરૂપ કર્મફળચેતનાનો...' જ્ઞાનાવરણીય એ જડકર્મની વાત છે. સુખદુ:ખ જે કર્મફળચેતના. ઝીણી, સૂક્ષ્મ વાત છે, પ્રભુ! સુખદુઃખની જે કલ્પના થાય છે તેનો પણ ભગવાનઆત્મા ચેતન સ્વરૂપ છે, તે તેનો ભોક્તા નથી. આહાહા..! ચેતનદ્રવ્ય જે જ્ઞાન સ્વભાવથી ભરેલું પરિપૂર્ણ (છે). આહાહા..! વસ્તુ છે ને? આત્મતત્ત્વ છે ને? તત્ત્વ. તત્ત્વ છે તો તેનો કોઈ સ્વભાવ છે કે નહિ? જેમ તત્ત્વ ત્રિકાળી છે, તેમ કોઈ સ્વભાવ ત્રિકાળી છે કે નહિ? વર્તમાન દશામાં ફેરફાર છે એ તો અનાદિથી ભૂલ છે. પણ વસ્તુસ્થિતિ જે આત્મા છે તે ત્રિકાળી છે. અણઉત્પત્તિ અને અવિનાશ. એની ઉત્પત્તિ નથી કદી અને ક્યારેય નાશ નથી. એવું એ સત્ સ્વરૂપ ભગવાનઆત્મા એ ચેતનદ્રવ્ય, તેનો અસલી સ્વભાવ, કાયમી સ્વભાવ, તેની કાયમી મોજૂદગી ચેતન, જ્ઞાન ને આનંદ તેની મોજૂદગી ચીજ છે. ભાષા સમજાય છે? ભાઈ! આ બધી જાત જુદી છે. એ ચેતનદ્રવ્ય સુખદુઃખ, અંદરમાં કલ્પનામાં જે સુખદુ:ખ થાય છે તે સુખદુઃખની કલ્પનાનો વસ્તુ સ્વભાવ ખરેખર ભોક્તા નથી. ફરીથી. ઝીણી વાત છે, બાપુ! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. આહાહા..! ચેતનદ્રવ્ય જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એ અનાદિ છે. એ કોઈ નવી ચીજ નથી. નવી હોય એ તો દશા પલટે એ નવી હોય. વસ્તુ છે તે નવી થતી નથી અને ચીજમાં વિચારનો પલટો થાય છે એ તો અવસ્થા હાલત છે. હાલત નવી થાય છે પણ વસ્તુ જે છે ત્રિકાળી એ નવી થતી નથી. એ તો અનુત્પન્ન અને અવિનાશી છે. ઉત્પન્ન પણ થતી નથી અને નાશ પણ થતો નથી. તો એ ચીજ શું છે? કે, એ તો ચેતનદ્રવ્ય છે. આહાહા..! જાણન ને દેખન સ્વભાવ સ્વરૂપ ભગવાનઆત્મા છે). આહાહા..! એ સુખદુઃખની કલ્પના અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ...' સૂક્ષ્મ છે, ભગવાન! એ પુણ્ય ને પાપના, દયા, દાન, વ્રત, ભક્તિના કે કામ, ક્રોધના ભાવ એ વિકલ્પ છે, વિકાર છે, વિકૃત છે. એ કારણે વસ્તુનો સ્વભાવ રાગાદિનો અને સુખદુઃખનો ભોક્તા અને કર્તા નથી. અજ્ઞાનીએ અજ્ઞાનપણે અનાદિથી માની રાખ્યું છે. આહાહા..! સમજાણું કાંઈ? છે તો લોજીકથી વાત આ. પણ કોઈ દિ’ સાંભળ્યું નથી, કર્યું નથી. આહાહા..! અંદર દેહથી ભિન્ન ભગવાન જે કાયમી ચીજ વસ્તુ છે એ તો ચેતન નામ જાણન, દેખન, આનંદ છે. એ ચીજ વસ્તુ છે અને વસ્તુમાં જે જાણન-દેખન આદિ શક્તિ-સ્વભાવ છે એ કોઈ રાગાદિ દયા, Page #135 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૨૧ દાનની કે રાગાદિના ફળની ભોક્તા નથી. સ્વભાવ ભોક્તા નથી. આત્મામાં કોઈ ત્રિકાળી સ્વભાવ એવો નથી કે જે રાગને ભોગવે કે ઇન્દ્રિયના વિષયના ભોગમાં સુખદુઃખની કલ્પનાને ભોગવે એવો કોઈ આત્મામાં સ્વભાવ અને ગુણ નથી. સમજાય છે કાંઈ? ગુજરાતી સમજાય છે (કહેવાય અને) હિન્દીમાં સમજ મેં આતા હૈ (એમ કહેવાય). આજે હિન્દી લોકો આવ્યા) છે ને એટલે હિન્દીમાં) ચાલે છે. આહા..! એ સુખદુઃખ અનુકૂળ ચીજને જોઈને હું સુખી છું એવી કલ્પના અને પ્રતિકૂળતાને જોઈ હું દુઃખી છું એવી કલ્પના, એ કલ્પનાનો ખરેખર ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમાં એવો કોઈ સ્વભાવ, કોઈ શક્તિ, કોઈ ગુણ, કોઈ એનું સત્ત્વ નથી કે એને ભોગવે. આહાહા.! સમજાય છે કાંઈ છે? પુસ્તકમાં છે કે નહિ? ત્યાં તમારા ચોપડા-બોપડામાં ક્યાંય નથી, ત્યાં તમારી ધૂળમાં. ત્યાં પૈસા-ધૂળ દેખાય, ધૂળ. મુમુક્ષુ :- ત્યાં તો પાના ફરે ને સોનું ઝરે. ઉત્તર :- ધૂળના પાના પણ એ તો ઉઘરાણી. વાણિયા લોકો વાતું કરે કે, જુઓ! ચોપડામાં કેટલી ઉઘરાણી છે? સોનું ઝરે તો એમાં આત્માને શું છે? આહાહા...! અહીં કહે છે કે, આત્મામાં આત્માનો અસલી સ્વભાવ, મૂળ સ્વભાવ તો આનંદ અને જ્ઞાન છે. જ્ઞાન અને આનંદ સ્વભાવ હરખ-શોકને ભોગવે એ ચીજ નથી. સમજાય છે કાંઈ આહાહા! અને પુણ્ય ને પાપના ભાવ, રાગાદિને કરે એવો કોઈ સ્વભાવ નથી. એ તો અનાદિ અજ્ઞાનથી રાગનો કર્તા અને રાગનો ભોક્તા અજ્ઞાનથી ઉત્પન્ન કર્યા, એવી ભ્રમણા છે. સમજાય છે કાંઈ એનો કર્તા-ભોક્તા આત્મા છે નહિ. એ કહે છે, જુઓ “રાગાદિ અશુદ્ધ પરિણામ કર્મચેતના...” એ કર્મચેતના એટલે વિકારી રૂ૫ ચેતન એમાં એકાગ્ર થઈ જાય. રાગમાં એકાગ્ર થઈ જાય એ કર્મચેતના અને તેના સુખ-દુઃખની કલ્પનામાં ભોક્તા થઈ જાય એ કર્મફળચેતના. કર્મ એટલે જડની અહીં વાત નથી. અહીં તો વિકારી પરિણામને કર્મ કહે છે. કર્મ નામ કાર્ય. પુષ્ય ને પાપના ભાવ અને હરખ-શોકના ભાવ એ વિકારી કાર્ય છે તેને કર્મ કહે છે. કર્મ નામ કાર્ય. એ કાર્યનો કર્તા-ભોક્તા (થાય એવી) આત્માના મૂળ સ્વભાવમાં કોઈ એક ચીજ કે શક્તિ પણ નથી. આહાહા. હસમુખભાઈ ! આ વેપાર ને ધંધા બધા નહિ? આ લાદીના, ધૂળના. હજી બહુ ઝીણી વાત તો નથી કરતા, હજી તો સ્થૂળ વાત કરીએ છીએ. બહુ સૂક્ષ્મ તો ઝીણી વાત છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, પ્રભુ! લોજીક, ન્યાય વસ્તુસ્થિતિ એવી છે કે જે ન્યાયથી સિદ્ધ કરવી જોઈએ. ન્યાયમાં નિ' ધાતુ છે. નિ. નિ ધાતુ, જાય. તો નિ (એટલે) લઈ જવું. જેવી વસ્તુની સ્થિતિ છે એ તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ જાય. તમારા સરકારના ન્યાય જુદા. આ વકીલાત કરે ને... ભાઈ વકીલ છે ને “રામજીભાઈ મોટા વકીલ હતા. પાંત્રીસ વર્ષ પહેલા પાંચ કલાક જતા તો બસો રૂપિયા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કલામૃત ભાગ-૬ લેતા. ધૂળ, હોં ધૂળા પાપ કર્યું હતું એકલું, બીજું શું કર્યું હતું? કોર્ટમાં જઈને બોલે, આમે છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું... બધો રાગનો ભાવ હતો, પાપ હતું. અહીં તો આવું છે. આહાહા...! ભગવાના કુજ્ઞાન, વકીલાતનું કુજ્ઞાન હતું, એમ ભાઈ કહે છે. આહાહા...! અહીં તો સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે, આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. આત્મા વસ્તુ છે ને વસ્તુ, તત્ત્વ પદાર્થ છે ને? અસ્તિ છે ને, અસ્તિ? મોજૂદગી ચીજ. એમાં સર્વજ્ઞ સ્વભાવ છે, શક્તિ છે). સર્વને–પોતાને અને પરને જાણવું-દેખવું એવી એની શક્તિ, સ્વભાવ છે. એ સર્વજ્ઞ સ્વભાવ એવો નથી કે જે રાગને કરે અને રાગને ભોગવે એવું સર્વજ્ઞ સ્વભાવમાં છે જ નહિ. આહાહા...! ઝીણી વાત છે, બાપુ! અત્યારે બધી ગડબડ બહુ ચાલે છે. બધી ખબર છે ને. આહાહા...! આ ચીજ અંદર ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ દેહદેવળમાં ભગવાન જ્ઞાનાનંદ સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વભાવિક સ્વરૂપ. એ તો જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ છે. એ સ્વભાવિક ચીજમાં એવી કોઈ શક્તિ અને સ્વભાવ નથી કે રાગને કરે અને સુખદુઃખને ભોગવે. એવી કોઈ શક્તિ ને સ્વભાવ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આ બધા લાદીના વેપાર ને ઢીકણાના વેપાર એ આત્મા ન કરી શકે, એમ કહે છે. એ તો વાત જ નથી અહીં તો. એના તરફનો વિકલ્પ ઊઠે છે એ વિકલ્પનો પણ કર્યા અને ભોક્તા આત્માના સ્વભાવમાં, શક્તિમાં, ગુણમાં નથી. અજ્ઞાનથી એણે ઊભો કરેલો કર્તાપણા અને ભોક્તાપણાનો ભાવ છે. આહાહા...! કહો, શેઠા આહાહા.! આવું છે. આવી વાત સાંભળવી કઠણ પડે. આહાહા...! એમ કહે છે કે, “જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો ગણધરદેવે કહ્યું નથી; છે? કર્મફળચેતના એટલે વિકારી સુખદુઃખનું વેતન કરવું અને કર્મચેતના એટલે રાગ-દ્વેષનું કરવું એવો જીવ છે, એવો જીવદ્રવ્યનો સહજ ગુણ તો ગણધરદેવો તો કહ્યો નથી. સંતોએ, સર્વજ્ઞએ તો કહ્યું નથી પણ સર્વજ્ઞની વાણી જે આવી એ વાણીમાં શાસ્ત્રની રચના કરી એ ગણધર નામ સંતના ગણના ટોળાના નાયક, એમણે કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે આત્મા રાગને કરે અને રાગને ભોગવે એવો આત્માનો સ્વભાવ છે. એવું તો ક્યાંય કહ્યું નથી. આહાહા...! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી પરિભ્રમણ કરે છે, ભાન ન મળે. હું કોણ છું? કેવો છું? શું મારી તાકાત છે? રાગને કરવું અને રાગને ભોગવવું એ તેની તાકાત છે? તાકાત નામ સ્વભાવ. સમજાય છે કાંઈ? આહાહા...! ભગવાન અહીં તો શ્લોક બહુ સારો આવ્યો છે. અમારા ડૉક્ટર તાકડે આવ્યા છે. શ્લોક બહુ સારો છે, ભાઈ! અહીંના ડૉક્ટર છે, ખબર છે? “જીવદ્રવ્યનો...” શું કહે છે? જીવદ્રવ્ય એટલે વસ્તુ. આ આત્મદ્રવ્ય એટલે દ્રવ્ય એટલે કવવું. દ્રવવું એટલે જેમ પાણી છે ને પાણી પાણીમાં તરંગ ઊઠે છે એમ આત્મા દ્રવ્ય Page #137 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૨૩ વસ્તુ છે એમાં તેની દશાના તરંગ ઊઠે છે. દ્રવતી ઈતિ દ્રવ્યમ્. દ્રવે, દ્રવે, દ્રવે. પર્યાયઅવસ્થાને દ્રવે તેનું નામ દ્રવ્ય. પણ એ દ્રવ્ય છે તે પર્યાયમાં નથી અને એ પર્યાય દ્રવ્યમાં નથી. આરે...! એ દ્રવ્યનો સ્વભાવ... આહાહા...! જ્ઞાનાનંદ પ્રભુ, આહાહા...! અતીન્દ્રિય આનંદ એ તેનો સ્વભાવ છે. અતીન્દ્રિય જ્ઞાના આ ઇન્દ્રિયજ્ઞાન તે એનો સ્વભાવ નથી. એ તો ભ્રમણાથી ઉત્પન્ન કરેલું ઇન્દ્રિયનું જ્ઞાન છે. આહાહા...! અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય અંદર પ્રભુતા એ તેનો સ્વભાવ છે. એ સ્વભાવમાં રાગને કરે અને રાગને ભોગવે એવો કોઈ સ્વભાવ સંતોએ તો કહ્યો નથી, સર્વજ્ઞોએ તો કહ્યો નથી. સમજાય છે કાંઈ કહ્યું ને? જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો...” “ર ઋતઃ “મૃત: સ્મરણમાં આવ્યું નથી અથવા સંતોએ કહ્યું નથી. આહાહા.! ભારે ઝીણી વાતું, બાપુ આવું છે. એ જ્ઞાનનો ગોળો છે એ તો. શ્રીફળનો દાખલો ઘણીવાર આપીએ છીએ ને. આ શ્રીફળ-નાળિયેર. નાળિયેર તો ખરેખર કોને કહીએ? શ્રીફળ, શ્રી-ફળ. છાલા નહિ, કાચલી નહિ અને કાચલી કોરની લાલ છાલ એ પણ નહિ, એ લાલ છાલની પાછળ ધોળો સફેદ ગોળો એ શ્રીફળ-નાળિયેર છે. ભાઈ! ન્યાય સમજાય છે? આ તો શ્રીફળનો દાખલો આપ્યો. ઉપરના છાલા, કાચલી અને લાલ છાલ. ટોપરાપાક કરે ત્યારે ઘસી નાખે છે ને? લાલ છાલ. ખરેખર તો એ લાલ છાલ એ શ્રીફળ નથી, કાચલી શ્રીફળ નથી, છાલા શ્રીફળ નથી. શ્રીફળ તો એ લાલ છાલની પાછળ ધોળો મીઠો ગોળો જે છે એ શ્રીફળ છે. એમ આ ભગવાનઆત્મા શરીરરૂપી આ છાલા છે એ આત્મા નથી. આ તો છાલા છે. આ પાપ ને પુણ્ય કર્મ બંધાણા હોય, એને લઈને આ પૈસા મળે. હસમુખભાઈ એ ડહાપણ કર્યું મળતું નથી, હોં! ડાહ્યા છે માટે પૈસા થઈ ગયા, કરોડો રૂપિયા કે ધૂળ રૂપિયા. એ તો પૂર્વના પુણ્યના રજકણ એવા હોય, પરમાણુ-માટી, તો બુદ્ધિના બારદાન પણ પાંચપાંચ લાખ પેદા કરે છે. બારદાન સમજ્યા? ખાલી. બુદ્ધિના બારદાન ખાલી હોય તોપણ પાંચ-પાંચ લાખ પેદા કરે, અત્યારે ઘણા જોયા છે... આહાહા..! અને બુદ્ધિવંત હોય છતાં મહિને બે હજાર પગાર કરવા હોય તો પરસેવા ઉતરતા હોય. કંઈકની સેવા ને ચાકરી ને માખણ ચોપડે. પૈસા મળવા એ કોઈ વર્તમાન પ્રયત્નનું ફળ નથી. એ તો પૂર્વના પુણ્ય ને પાપના રજકણ, કર્મ, માટી કાચલીની પેઠે હોય છે એ ભિન્ન ચીજ છે. એ કાચલી નહિ, છાલા નહિ. કાચલી એટલે કર્મ. અને પુણ્ય ને પાપ ભાવ જે ઊઠે છે, શુભ-અશુભ વિકલ્પ, દયા, દાન, કામ, ક્રોધ એ લાલ છાલ. એ લાલ છાલની પાછળ આત્મા જે છે એ ધોળોશુદ્ધ, આનંદનો ગોળો છે. આ તો સમજાય એવું છે, ભાઈ! આહાહા.! આ તો લોજીકથી સિદ્ધ કરે છે. એમ ને એમ માનવું એમ નથી. ભગવાન આત્મા! અંદરમાં તો જેમ એ ધોળો એટલે શુદ્ધ અને મીઠો એટલે આનંદ, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. કલામૃત ભાગ-૬ એમ આ શુદ્ધ આનંદકંદ પ્રભુ અંદર છે એને આત્મા કહીએ. એ પુણ્ય ને પાપના ભાવ એ આત્મા નહિ. એ તત્ત્વ તો વિકારી તત્ત્વ છે. અને શરીર તો પર છે, પ્રત્યક્ષ પર છે. એ તો છૂટી જાય છે, નવું આવે છે. એ છૂટી જાય ત્યારે ગયો, આત્મા ગયો એમ નથી કહેતા? એ આત્મા છૂટી ગયો. એ ભિન્ન છે. આ જડ છે, આ તો માટી છે. આ શરીર, કર્મ અને પુણ્ય-પાપના ભાવ. અહીં તો પુણ્ય-પાપના ભાવનું કર્તાપણું એવો કોઈ આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. તેમ હરખ-શોકનું ભોગવવું એવો કોઈ આત્મામાં ત્રિકાળી સહજ સ્વભાવ, ગુણ, શક્તિ નથી. આહાહા.ત્યારે આ છે શું આ બધું? ઊભું શું થયું આ બધું ત્યારે? આહાહા.! છે? “સ્વભાવ નથી એમ કહ્યું છે.' “દષ્ટાન્ત કહે છે-) જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. આહાહા...! ભગવાન આત્મા એ તો જ્ઞાનચક્ષુ છે. એ જ્ઞાનચક્ષુ રાગનો કર્તા નથી એમ રાગનો ભોક્તા નથી. આહાહા.! છે? “જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ.” “નીવ: મોવત્તા “આ જ જીવદ્રવ્ય પોતાના....' હવે ફરીથી લે છે. “યં નીવ: મોવત્તા ત્યારે આ ભોગવે છે ને? દેખાય છે ને આ રાગને ભોગવે, પુણ્યને ભોગવે, પાપના ભાવને ભોગવે, કરે. પરનું કરે, શરીરનું કરે, લાદીની વાત અહીં નથી. એને લાદીનું (કામ) નહોતું, તમારે બીજું હતું, નહિ? હેં? કાગળના પૂંઠા. પોપટલાલભાઈ હતા ને? ગુજરી ગયા. એના દીકરા છે. ગુજરી ગયા. દિવાળી પછી અહીં ચાર દિ રહી ગયા હતા. અહીંથી ગયા ને તરત બે દિએ ગુજરી ગયા. અહીં કહે છે કે, આ આત્મામાં કર્તા, ભોક્તા રાગનો ને વિકારનો કર્તા-ભોક્તાનો કોઈ સ્વભાવ નથી, એની કોઈ શક્તિ ને એનામાં કોઈ ગુણ નથી. ત્યારે કહે છે, આ ભોક્તા દેખાય છે એનું શું? આ રાગ ભોગવે છે. આ વિષય ભોગવે એમ કહે છે. વિષય ભોગવવામાં પણ કાંઈ સ્ત્રીનું શરીર ભોગવતો નથી. શરીર તો માંસ ને હાડકા જડ છે અને આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની અરૂપી ચીજ છે. નિરંજન નિરાકાર અરૂપી પ્રભુ છે. એ કાંઈ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. ત્યારે શું છે? આ ઠીક છે, એવો જે રાગ કરીને રાગને ભોગવે છે. એને વીંછીના કરડવા વખતે અઠીક છે એમ કરીને દ્વેષને ભોગવે છે. વીંછીના કરડવાને નહિ, સ્ત્રીના શરીરને નહિ, વીંછીના કરડવાને નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? એ રાગનો કર્તા ને રાગનો ભોક્તા કઈ રીતે છે ત્યારે? વસ્તુના સ્વભાવમાં નથી એમ તમે કહ્યું. હૈ? આમ તો દેખાય છે, અજ્ઞાનીઓ બધા રાગને કરે છે, રાગને ભોગવે છે. રાગને ભોગવે છે, હોં! શરીરને નહિ. સ્ત્રીનું શરીર, પૈસાને ભોગવે છે એ તો ત્રણકાળમાં નહિ. પૈસા તો માટી ધૂળ છે. આત્મા તો અરૂપી-રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાની ચીજ છે. એ રંગ, ગંધ, રસ વિનાની ચીજ રંગ, સ્પર્શને કેમ ભોગવે? ભોગવે તો એનામાં વિકૃત ભાવ કરે એનો કર્તા થાય અને એને ભોગવે એ અજ્ઞાનપણે થાય છે. વસ્તુના ભાન વિના આ પ્રમાણે ઊભું થયેલું છે, એમ કહે છે. જુઓ! Page #139 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૨૫ “યં નીવ: મોવત્તા” “આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું પણ છે. આ હરખ-શોખ ભોગવે છે એમ દેખાય છે કે આમાં ફેર છે? (શ્રોતા :આ ગુજરાતી છે). ગુજરાતી, ઠીક આ હિન્દી છે. ઠીક, લ્યો! આ પાનું આ બાજુ છે. સમજાય છે કાંઈ? શું કહે છે? આ આત્માનો મૂળ સ્વભાવ-અસલી સ્વભાવ, કાયમી આત્મા અને કાયમી સ્વભાવ. એમાં કોઈ સ્વભાવ ને કોઈ દ્રવ્ય એ રાગને કરે અને રાગને ભોગવે એ તો એનો કોઈ સ્વભાવ તો છે નહિ. તો આ થાય છે શું? રાગ છે, રાગ ભોગવે છે. એ કહે છે કે, સુખદુઃખ એવું પણ છે.....” શું કહ્યું? આત્મામાં સ્વભાવમાં વિકારનું કરવું ને વિકારનું ભોગવવું નથી. છે ખરું. પર્યાયમાં ભોક્તા છે એમ છે ને? એ શું છે? સમજાય છે કાંઈ? આહાહા.! પર્યાય એટલે અવસ્થા, વર્તમાન હાલત. ત્રિકાળીમાં કોઈ એવો ગુણ, શક્તિ નથી. આ ભોક્તા દેખાય છે ને રાગને ભોગવે, રાગ કરે. હરખ-ખુશી થઈ જાય, નારાજ થઈ જાય એ ભાવને ભોગવે છે ને? ખુશી થઈ જાય. એવા ભાવને એ ભોગવે છે ને? એ પણ છે. પણ કઈ રીતે છે? આહાહા...! તે શા કારણથી?” “અજ્ઞાનત વ’ આહાહા...! અરે! એને અજ્ઞાન છે, અનાદિનું ભાન નથી. આહાહા...! હું એક આત્મા આનંદનો ગોળો શુદ્ધ ચૈતન્યઘન છું એવું ભાન નથી. એ અજ્ઞાની મિથ્યાદષ્ટિ એટલે કે જે ત્રિકાળી સ્વભાવમાં રાગને કરવાનો ને ભોગવવાનો સ્વભાવ નથી તો એનાથી વિપરીત દૃષ્ટિ (છે). એ સ્વભાવમાં નથી એવા સ્વભાવની દૃષ્ટિ થાય તો તો સમ્યગ્દષ્ટિ–સત્યદૃષ્ટિ છે. પણ સ્વભાવનું ભાન નથી, અજ્ઞાનને કારણે એ રાગદ્વેષને કરે અને રાગ-દ્વેષને ભોગવે અજ્ઞાન, મિથ્યાત્વને કારણે છે. મિથ્યા નામ જૂઠી દૃષ્ટિને કારણે છે. સમ્યક્ વસ્તુનો જે સ્વભાવ છે એવી સમ્યક્ સત્ય દષ્ટિવંતને રાગનું કર્તા અને ભોક્તાપણું નથી. આ રાગનું કર્તા અને ભોક્તાપણું દેખે છે ને? એ શું છે? આહાહા...! “જ્ઞાનાત્ વ' અનાદિથી કર્મના સંયોગે... આહાહા. જડ કર્મનો સંયોગ છે. જેમ શ્રીફળ અને કાચલી સાથે છે. શ્રીફળ પહેલું આવ્યું અને પછી કાચલી આવી એમ કંઈ થયું છે એમાં? બેય સાથે જ છે. હું શ્રીફળ અને કાચલી સાથે જ છે ને? દૂધ અને દૂધમાં પાણી બેય સાથે જ છે પછી પાણી જુદું પડી જાય છે. છનો કરે ને? છનો કરે એમાં) લીંબુનું પાણી નાખે. શેર દૂધમાં, બશેર દૂધમાં. તમે જ કીધું હતું. સવારમાં દૂધનો છનો કરીને લેવો. એ ડૉક્ટર કહે છે. ભાઈ આવ્યા હતા ને? “ગાંગુલી’ એમ કહે કે, દૂધ એમ ને એમ ન લેવું. દસ્ત થઈ જશે. એટલે દૂધમાં કરી લીંબુ નાખી પાણી કાઢી નાખવું એટલે છનો એટલે એકલો લોચો રહી જાય એ લેવો. હમણા થોડા દિથી શું શરૂ કર્યું. ૮૮ વર્ષમાં પહેલું વહેલું. (લીધું. અહીં તો કોઈ દિ લીધું નથી. અહીં કહે છે કે, જે રાગને અને કર્મને, સુખદુઃખને ભોગવે છે એ મિથ્યાત્વને કારણે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કલશામૃત ભાગ-૬ છે. આહાહા..! ઝીણી વાત બહુ. મિથ્યાત્વ એટલે જૂઠી દૃષ્ટિ. સત્ય દૃષ્ટિ તો જ્ઞાન અને આનંદ સ્વભાવ જેનો છે એવી દૃષ્ટિ થાય તો એ સત્ય દૃષ્ટિ છે). એ તો રાગનો કર્તાભોક્તા નથી. ધર્મી તો રાગ આવે છે તેનો જાણનારો રહે છે અને દેખનારો રહે છે. તો આ શું થાય છે? રાગને, દ્વેષને ભોગવે છે એ શું છે? એ મિથ્યાશ્રદ્ધા છે. વસ્તુ સ્વરૂપ છે એવી સમ્યક્ શ્રદ્ધા નથી અને રાગ હું છું, પુણ્ય હું છું, પાપ હું છું અને હરખ-શોક હું છું એવી મિથ્યાશ્રદ્ધાવંત એ હરખ-શોકને કરે છે અને ભોગવે છે. આહાહા..! આકરું કામ ભારે. સમજાય છે કાંઈ? મૂઢ જીવ, મિથ્યાદૃષ્ટિ એટલે મૂઢ જીવ, વસ્તુના સ્વરૂપની ખબર નથી કે મારી ચીજ શું છે અને હું અસલી સ્વરૂપે ત્રિકાળ શું છું. એના જ્ઞાન અને આનંદ સ્વભાવની જેને ખબર નથી એવી મિથ્યા નામ જૂઠી દૃષ્ટિવંત એ રાગને કરે છે અને રાગને ભોગવે છે એ મિથ્યા-જૂદી દૃષ્ટિને કા૨ણે છે. સત્ય દૃષ્ટિને કારણે નહિ. આહાહા..! સમજાય છે કાંઈં? એ ચાર ગતિમાં રખડનારા, પરિભ્રમણ કરનારા જીવ મિથ્યાસૃષ્ટિને કા૨ણે વિકારના કર્તા અને ભોક્તા થાય છે. સ્વભાવમાં નથી, પર્યાયમાં—અવસ્થામાં અજ્ઞાનપણાને કારણે, મિથ્યાશ્રદ્ધાને કા૨ણે વાસ્તવિક સ્વભાવની શ્રદ્ધાના અભાવને કારણે (રાગને કરે છે અને ભોગવે છે). સમજાય છે કાંઈ? એ રાગ દયા, દાન કે કામ, ક્રોધના ભાવ એ તો વિકલ્પ છે, એ વિકલ્પ મારું કાર્ય છે અને વિકલ્પને હું ભોગવું છું, એ મિથ્યાદૃષ્ટિ સ્વભાવની સ્થિતિને નહિ જાણનારા મિથ્યા-જૂદી દૃષ્ટિવંત કર્તા-ભોક્તા થાય છે. આહાહા..! આકરું કામ છે, બાપુ! ‘લક્ષ્મીચંદભાઈ’! ‘આફ્રિકા’થી આવ્યા છે. ‘આફ્રીકા’માં અહીંનું મંડળ છે. ‘નાઈરોબી’. પોતે અગ્રેસ૨ છે. ગુજરાતી સમાજના ચાલીસ ઘ૨ છે. અહીંનું વાંચન કરે છે ન્યાં. પહેલા એમના મોટા ભાઈ હતા, પ્રેમચંદભાઈ’! ત્યાં ‘નાઈરોબી’માં દસ લાખનું મકાન-મંદિર કરવાના છે. દસ લાખ રૂપિયાનું મંદિર નવું (ક૨વાના છે). દોઢ-બે લાખનું છે ને? ભાઈ! દોઢ-બે લાખનું પહેલાનું છે. આ દસ લાખનું નવું કરવાના છે. ભેગા થઈને અહીંના વાંચન, મનન માટે. અહીંયાં કહે છે, પ્રભુ! એકવાર સાંભળ તો ખરો. આહાહા..! અનાદિકાળથી તારી ચીજ અંદર અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગરનો ભંડાર ભરેલો તારો પ્રભુ છે. આહાહા..! એ દૃષ્ટાંત પણ આપ્યું હતું ને? શેઠ આવ્યા હતા ત્યારે પણ કહ્યું હતું. નહિ? ‘સુમનભાઈ’ના શેઠ આવ્યા હતા ને? રામજીભાઈ’ના દીકરા છે ને? સુમનભાઈ’ એમાં નોકર છે, એના મોટા શેઠ આવ્યા હતા. ત્રણ-સાડા ત્રણ કરોડ રૂપિયાની વર્ષની પેદાશ છે. એના દીકરાની વહુ અહીં વ્યાખ્યાનમાં છે. કરોડ-સવા કરોડ તો સ૨કા૨ લઈ જાય. આહાહા..! કાલે શકરિયાનો દૃષ્ટાંત આપ્યો હતો. શકરકંદ છે ને? શક૨ણંદ. આપણે શકરકંદ કહીએ ને? ઉપરની લાલ છાલ છે એનાથી જુદી ઓલી ચીજ છે અને તેથી એને શકરકંદ કહે છે. શકછંદ એટલે સાકરની મીઠાશનો પિંડ. શકર એટલે સાકરની મીઠાશનો પિંડ. એની છાલ તે જુદી. એમ Page #141 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૨૭ આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે અને આ પુણ્ય, પાપ, દયા, દાન, કામ, ક્રોધના રાગ-દ્વેષના ભાવ એ ઉપરની લાલ છાલ છે. એ લાલ છાલ તે ટોપરું નહિ. એમ લાલ છાલ તે આત્મા નહિ. એમ પુણ્ય-પાપના ભાવ એ આત્મા નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? એ અહીંયાં ભોક્તા દેખાય છે ને? કે, અજ્ઞાન (અને મિથ્યાત્વને કારણે. આહાહા...! જેની સ્વભાવની દૃષ્ટિ નથી, અનાદિકાળથી ચૈતન્ય ભગવાન જાણન, દેખન ને આનંદ એવો સ્વભાવ (છે) એવી જેને ખબર નથી, દૃષ્ટિ નથી, સમ્યકુ-સત્ય નથી, સમ્યકુ સત્ય દૃષ્ટિમાં લીધું નથી એવો મિથ્યાદૃષ્ટિ જીવ અસત્ય જે વિકૃત ભાવ કરે છે અને ભોગવે છે તેનો કર્તા-ભોક્તા મિથ્યાષ્ટિ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત તો છે, ભાઈ! બીજું શું થાય? વસ્તુ તો આ છે. હૈ? ન્યાયથી, લોજીકથી પણ વસ્તુ આવી સિદ્ધ થાય છે, બીજી રીતે સિદ્ધ થતી નથી. અંદર ભગવાનઆત્મા કેમ રખડે છે, ચોરાશીના અવતારમાં પરિભ્રમણ કરે છે. આહાહા.. ઘણા ભવ કરે છે. અત્યારે હજારો જાતિસ્મરણવાળા છે. એ આવ્યા હતા ને આપણે બેનને જાતિસ્મરણ છે તેની તપાસ કરવા આવ્યા હતા. ક્યાંનો હતો? ઇંગ્લેન્ડનો? “અમેરિકાનો. બેન છે ને અહીં એમને જાતિસ્મરણ પૂર્વ ભવનું જ્ઞાન છે. ઝીણી વાત છે. “અમેરિકાથી એમનો રિપોર્ટ લેવા આવ્યા હતા. મેં એમને પૂછ્યું હતું, કેટલાક આવા છે? આવા હજારો છે. આખા હિન્દુસ્તાન ને યુરોપમાં અને બીજે પણ કોઈને) એક ભવ, કોઈને બે ભવ એવા જાતિ એટલે પૂર્વના ભવનું જ્ઞાન એ કંઈ ધર્મ નથી પણ એવું જાણપણુ ધરાવનારા) કેટલાક છે. એની પાસે રિપોર્ટ હતો. “અમેરિકાથી માણસ આવ્યો હતો. મારે બીજુ સિદ્ધ કરવું હતું કે, ભવ છે. આ પહેલા આત્મા બીજા ભવમાં હતો. એ પહેલા બીજામાં, ત્રીજામાં... આત્મા તો અનાદિનો છે ઈ છે પણ ભિન્ન ભિન્ન ભિન્ન ભવમાં રખડતો છે અને રખડે છે કેમ કે, પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન, જેમાં વિકારનો કર્તા અને ભોક્તાનો કોઈ ગુણ નથી, એવા ગુણને ધારણ કરવાવાળા ગુણીની દૃષ્ટિ જેને નથી તે કર્તા-ભોક્તા થાય છે અને ચાર ગતિમાં રખડે છે. આહાહા. આકરું કામ છે. આ બધું કરીએ છીએ ને? ઈ તો “નરસિંહ મહેતાએ કહ્યું છે. હું કરું હું કરું એ જ અજ્ઞાન છે “હું કરું હું કરું એ જ અજ્ઞાન છે” પછી શું કીધું “શકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડું હોય ને? ગાડું. એની હેઠે કૂતરો હોય ને? ઈ જાણે કે મારાથી ગાડું ચાલે છે. આ બધા ધંધા-વેપાર ચાલે છે ને? એ જડની ક્રિયા જડથી થાય છે. મૂર્ખ બેઠો હોય એ એમ માને કે આ મારાથી થાય છે. એ અંદર રાગ અને દ્વેષનો કર્તા, પુણ્ય ને પાપના વિકૃતભાવનો કર્તા અને ભોક્તા, સ્વભાવ-સ્વરૂપની દૃષ્ટિ વિના મિથ્યાષ્ટિવાળો કર્તા અને ભોક્તા થાય છે. પણ સમ્યગ્દષ્ટિ, સમ્યક્ એટલે જેવો એનો સ્વભાવ છે, રાગ કરવાની Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કલશામૃત ભાગ-૬ કોઈ શક્તિ કે સ્વભાવ નથી, એવા સ્વભાવની જેને દૃષ્ટિ છે તે રાગનો કર્તા-ભોક્તા થતો નથી. રાગાદિ થાય છે પણ કર્તા-ભોક્તા થતો નથી, જાણનારો રહે છે. આહાહા! આવી વાત આકરી છે. હું “જ્ઞાન“મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે....” જુઓ! અજ્ઞાની મિથ્યાશ્રદ્ધા રૂપે, જાણન-દેખન હું છું એમ નહિ માનતો, હું તો રાગ અને પુણ્ય-પાપ ભાવ મારા છે એમ માની અજ્ઞાની પ્રાણી, મિથ્યા નામ વિપરીત માન્યતા અને રાગ-દ્વેષ એવા મલિન વિભાવરૂપ પરિણમ્યો છે. વિશુદ્ધ વિકારરૂપે થયો છે. તે કારણે ભોક્તા છે. આહાહા.! આ કારણે તે વિકારનો ભોક્તા થાય છે. આહાહા.! ઝેરનો અનુભવ કરે છે, એમ કહે છે. અમૃતસ્વરૂપ ભગવાન છે તેની જેને દૃષ્ટિ નથી તે રાગનો ભોક્તા-ઝેરનો ભોક્તા થાય છે. સ્વનો ભોક્તા, સ્વની તો ખબર નથી. આહાહા! હું કોણ છું? અનાદિઅનંત કોઈ ચીજ અંદર છું અને જે ચીજમાં તદ્દન શુદ્ધ પવિત્ર સ્વભાવ જ ભર્યો છે. વસ્તુ છે તેમાં અપવિત્રતા હોઈ શકે નહિ. અપૂર્ણતા હોઈ શકે નહિ, અપવિત્રતા હોઈ શકે નહિ, આવરણ હોઈ શકે નહિ. એ તો વસ્તુ એવી ચીજ ભગવાન આનંદ સ્વરૂપ અનાદિ છે). એ ચીજની દૃષ્ટિ જેને થઈ તેને રાગ અને દ્વેષ આવે છે તેને પૃથક રાખીને તેનો જાણનાર રહે છે અને અજ્ઞાની રાગ-દ્વેષમાં, પોતાના સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાને કારણે રાગ-દ્વેષને પોતાના માની કર્તા-ભોક્તા મિથ્યાદૃષ્ટિ દુઃખી થઈને કર્તા-ભોક્તા થાય છે. ઝીણી વાતું બહુ ભાઈ આ. આ ઇંજેક્શન બહુ જુદી જાતનું છે. આહાહા...! આ ડોક્ટરો ઇંજેક્શન આપે છે ને? એમ આ ઇજેક્શન આપતા આપતા મરી ગયા હતા, નહિ તમારે? “ભાવનગર', હેમંતકુમાર'. હેમંતકુમાર' હતા ને ત્યાં પટણીના સગા હતા. ઈ કોકનું કાંઈક કરતા હતા ત્યાં કહે, મને કાંઈક થાય છે. ખુરશી ઉપર બેઠા હતા, ઊડી ગયા. હેમંતકુમાર અહીં બે-ત્રણ વાર આપણા વ્યાખ્યાનમાં આવ્યા હતા. એક વાર દાંત માટે બોલાવ્યા હતા. આવ્યા હતા, ત્રણ વાર આવ્યા હતા. એ તો દેહની સ્થિતિ, મુદ્દત છે તે સ્થિતિએ છૂટે છૂટકો. લાખ ઉપાય કરે ને દેવ ઉતારે ને દવા કરે ને ત્યાં મટી જાય ને શરીર રહે એ ત્રણકાળ ત્રણલોકમાં થાય નહિ. અહીં તો (કહે છે), તેનો કર્તા તો નથી, તેનો-શરીર, વાણીનો રક્ષક તો નથી પણ અંદરમાં જે રાગ ને દ્વેષ ને સુખ-દુઃખની કલ્પના થાય છે તેનો કર્તા અને ભોક્તા કોણ થાય છે? કે, જેને પોતાના સ્વભાવનું ભાન નથી ને ખબર નથી તે. મારી ચીજ શું છે અને મારામાં ત્રિકાળી શું છે? હું ત્રિકાળી છું અને મારામાં ત્રિકાળી સ્વભાવ શું છે? આત્મા ત્રિકાળી છે ને? ત્રિકાળી અવિનાશી છે. એમાં જ્ઞાન અને આનંદ આદિ ત્રિકાળી સ્વભાવ છે. એ ત્રિકાળી સ્વભાવની જેને ખબર નથી તે વર્તમાનમાં રાગ અને દ્વેષ કરીને રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા થાય છે. આહાહા. છે? તે કારણે ભોક્તા છે.” આહાહા...! Page #143 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૨૯ “તદ્દમાવત્ ઝવે: “મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં...' આહાહા.! જ્ઞાનાનંદ સ્વભાવ હું છું એવી દૃષ્ટિ થતાં રાગ ને પુણ્ય મારા છે, પુણ્ય ને પાપ મારા છે એવો મિથ્યાત્વ ભાવનો જેણે નાશ કર્યો છે અને સમ્યકુભાવ જેણે ઉત્પન્ન કર્યો છે, હું તો આનંદ, જ્ઞાતા-દ્રષ્ટા શુદ્ધ ચૈતન્ય છું એવો જીવ મિથ્યાત્વરૂપ વિભાવપરિણામનો નાશ થતાં...” તેને મિથ્યાશ્રદ્ધાનો નાશ થઈ ગયો. રાગ મારી ચીજ છે અને રાગને ભોગવું છે એ દષ્ટિ રહી નહિ. આહાહા...! ધર્મીની પહેલી દરજ્જાની ચીજ કહે છે કે, એને આત્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું કે આ તો આનંદ અને શાંતિનો સાગર ભગવાન છે એવી દૃષ્ટિ થઈ ત્યારથી તે અવેદક છે. ત્યારથી રાગનો ભોક્તા અને રાગનો કર્તા થતો નથી. આહાહા...! બહુ વાત. હા અને નામાં બે વાત આવી ગઈ. શુદ્ધ સ્વભાવની દૃષ્ટિવંતને રાગ થાય છે પણ તેનો) કર્તા-ભોક્તા નથી તેને જ્ઞાતા તરીકે જાણે છે. અજ્ઞાનીને પોતાના સ્વભાવની દૃષ્ટિની ખબર નથી, હું કોણ પવિત્ર આનંદ છું, તે રાગનો કર્તા અને ભોક્તા થાય છે. એ મિથ્યાત્વમાં કર્તા-ભોક્તા થાય છે અને તમારા મિથ્યાત્વનો નાશ કરી જેણે આત્માના સ્વભાવનું સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે અવેદક છે. આહાહા...! એ વિકારભાવનો ભોક્તા નથી. આ બહુ ઝીણી વાત, બાપુ! એનો અભ્યાસ જોઈએ. આહાહા! ડૉક્ટર ને એલ.એલ.બી. કે એમ.એ. શીખતા હોય તો જોઈએ છે ને કેટલાક વર્ષ આ વકીલાત ને એલ.એલ.બી. શીખે. પણ વખત તો જોઈએ ને? આ અનાદિકાળની ભૂલ કઈ છે અને કેવી રીતે છે એને કાઢવા) થોડો વખત અભ્યાસ જોઈએ, તો એને સમજાય. આહાહા...! અહીંયાં એમ કહ્યું ને? અનાદિથી ભૂલ એમ કહ્યું હતું ને? “અનાદિનો કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોક્તા છે.' અજ્ઞાની. “તદ્માવત મુવેર: રાગ નહિ, પુણ્ય નહિ, હું તો જ્ઞાતા-દષ્ટા આનંદકંદ પ્રભુ છું. એવી દૃષ્ટિ થવાથી સમ્યગ્દષ્ટિ અને ધર્મી થયો, ત્યારથી તે વિકારનો ભોક્તા થતો નથી. વિકારભાવ આવે છે તેનો જાણનાર-દેખનાર રહે છે. આહાહા! એ મારી ચીજ છે એમ માનતો નથી, અજ્ઞાની મારી ચીજ છે એમ માને છે. છે ને? જીવદ્રવ્ય સાક્ષાત્ અભોક્તા છે.” હું શું કહ્યું કે, વસ્તુ તો અભોક્તા છે જ. વસ્તુ છે એ તો આનંદ ને જ્ઞાન ને શાંતરસથી ભરેલી ચીજ તો રાગની ભોક્તા છે જ નહિ પણ પર્યાયમાં જે અજ્ઞાનપણે ભોક્તા હતો તે સમ્યગ્દર્શન થયું, સ્વરૂપની દૃષ્ટિનું ભાન થયું તો પર્યાયમાં સાક્ષાત્ અકર્તા થયો. આહાહા...! પર્યાયમાં અભોક્તા થયો. દ્રવ્યમાં તો હતો જ, કહે છે. આહાહા. આવો ઉપદેશ હવે કઈ જાતનો? આહાહા.. દુનિયામાં ચાલે કાંઈક ને (આ) વાત આવી. બાપુ! મારગડા એવા, ભાઈ! હૈ? આહાહા.! વસ્તુસ્થિતિ આવી છે, બાપુ! અહીં તો શરીરને ૮૮ વર્ષ થયા, શરીરને ૮૮ (થયા). આ વૈશાખ સુદ ૨, ૮૯મું Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કલામૃત ભાગ-૬ બેસશે. અહીં તો ૭-૭૧ વર્ષથી આ બધું છે. દુકાન ઘરની પિતાજીની હતી તો હું તો ત્યાં શાસ્ત્ર વાંચતો. પાલેજ છે ને? “ભરૂચ” “વડોદરા વચ્ચે પાલેજમાં દુકાન છે. અમારી દુકાનની પાસે પારસીનું મોટું જીન હતું. બધા અમારા જાણીતા હતા. હું ત્યાં પાલેજ નવ વર્ષ રહ્યો. (સંવત) ૧૯૬૮ની સાલમાં છોડી દીધું. અહીં કહે છે, આહાહા..! “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ.' હવે જરી વાત એવી કરી છે કે, જીવનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટય સ્વરૂપ છે. એટલે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એ તેનો ત્રિકાળી સ્વભાવ છે. આ જીવ જેને કહીએ તેનો ત્રિકાળી સ્વભાવ અનંત ચતુષ્ટય (સ્વરૂપ) છે. અર્થાત્ અંદર બેહદ જ્ઞાન, બેહદ દર્શન, બેહદ આનંદ, બેહદ વીર્ય-પુરુષાર્થ એટલે બળ, એ ચતુષ્ટય સ્વરૂપ છે. તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી...” જેવું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે એવું રાગનું કર્તા-ભોક્તા તેનું સ્વરૂપ નથી. આહાહા.! અજ્ઞાનપણાથી માન્યું છે. છે ને? કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. એ રાગ તો વિનાશિક છે. વિનાશિકનો કર્તા-ભોક્તા થાય છે એ તો અજ્ઞાન છે. તે વિભાવપરિણતિનો વિનાશ થતાં જીવ અકર્તા છે, અભોક્તા છે.” બસો મિથ્યાશ્રદ્ધાનો નાશ થઈ આત્મા જેવો છે તેવી પ્રતીતિ અનુભવમાં થઈ ત્યારથી રાગનો અકર્તા અને અભોક્તા છે, અકર્તા અને અભોક્તા છે. અજ્ઞાનપણે કર્તા અને ભોક્તા હતો ત્યારે ચાર ગતિમાં રખડતો હતો. પરંતુ જ્યારે પોતાના સ્વભાવનું આત્મજ્ઞાન થયું ત્યારથી અકર્તા અને અભોક્તા થયો તેનું પરિભ્રમણ રહેતું નથી. એ ચાર ગતિમાંથી છૂટીને તેનો મોક્ષ થઈ જાય છે. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પોષ વદ ૭, સોમવાર તા. ૩૦-૦૧-૧૯૭૮. કળશ–૧૯૬, ૧૯૭ પ્રવચન–૨૧૯ કળશટીકા ૧૯૬, ભાવાર્થ છે ને? “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે...” શું કહે છે? અહીંયાં તો અનંત ચતુષ્ટયની મુખ્યતા કરી છે. બાકી તો આત્મામાં અનંત શક્તિ છે એમાં કોઈ શક્તિ એવી નથી કે જે વિકાર કરે. આત્મામાં અનંત ચતુષ્ટય Page #145 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૩૧ મુખ્ય રૂપે લીધા. અનંત જ્ઞાન, અપરિમિત અનંત જ્ઞાન, અપરિમિત અનંત દર્શન, અપરિમિત અનંત સુખ, અપરિમિત અનંત વીર્ય, એની મુખ્યતા લીધી છે. બાકી એમાં આકાશના પ્રદેશ જે અનંત છે તેનાથી અનંતગુણા એક જીવમાં ગુણ નામ શક્તિ છે. આકાશના પ્રદેશ છે, લોક-અલોક સર્વ, અંત નહિ એવા જે અનંત પ્રદેશ તેનાથી અનંતગણી એક જીવમાં શક્તિ. ગુણ છે. કહે છે કે, અનંત ગુણ બેસુમાર શક્તિ છે. બેસુમાર કહો, અનંત અપરિમિત (કહો). એવી કોઈ શક્તિ નથી કે વિકાર કરે એવો કોઈ ગુણ નથી. સમજાય છે કઈ? અહીં ચતુષ્યના મુખ્ય નામ લીધા છે બાકી આત્મામાં, આત્મા એવી ચીજ છે, વસ્તુ છે તો એમાં વસી રહેલી શક્તિઓ છે. વસ્તુ છે તો તેમાં વસી રહેલ ગુણો છે). ગોમ્મદસારમાં વસ્તુની વ્યાખ્યા આવી કરી છે. જે વસ્તુ છે તેમાં ટકી રહેલા, વસી રહેલી અનંત શક્તિઓ છે. અનંત શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો, શક્તિ કહો. અનંત શક્તિમાં એક પણ ગુણ એવો નથી કે જે વિકાર કરે. ગુણનો કોઈ સ્વભાવ નથી કે વિકાર કરે એવો કોઈ ગુણ અનંતમાં છે જ નહિ. સમજાય છે કાંઈ વસ્તુ જે છે, વસ્તુ એમાં અનંત શક્તિ, ગુણ રહેલા છે. એ ગુણમાં અહીંયાં નામ ચતુષ્ટયના લીધા. “અનંત ચતુષ્ટય સ્વરૂપ છે તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી,...” એમ કહેવું છે. જેમ અનંત ગુણ, અનંત શક્તિ છે એ તેનો સ્વભાવ છે. વસ્તુ છે તે સત્ છે અને શક્તિઓ છે તે સત્ત્વ છે. વસ્તુ છે તે ભાવવાન છે અને શક્તિઓ ભાવ છે. પણ ભાવવાનની શક્તિમાં કોઈ એવી શક્તિ નથી કે વિકારનો કર્તા થાય એવો કોઈ ગુણ નથી. આહાહા. સમજાય છે કાંઈ? દયા, દાન, વ્રત, ભક્તિનો જે વિકલ્પ ઊઠે છે તો એ વિકલ્પનું ઊઠવું એ કોઈ ગુણનું કાર્ય નથી. એ ભગવાન આત્મા એક સમયમાં વસ્તુ એક છે પણ એની શક્તિઓ, ગુણો અપરિમિત અમાપ (છે). આકાશના પ્રદેશનો ક્યાંય અંત નથી. ચારે દિશાઓમાં અંત નથી, અંત નથી. પછી શું? પછી શું? પછી શું? એ ક્ષેત્ર પણ જ્યાં અપરિમિત અનંત છે, તેના પ્રદેશ જે સંખ્યામાં અનંત છે તેનાથી અનંતગુણી સંખ્યામાં તો એક જીવમાં ગુણ છે. આહાહા.... એમાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરે અને વિકાર ભોગવે. આહાહા.! સમજાય છે કાંઈ? દૃષ્ટિનો વિષય જે આત્મા છે, સમ્યગ્દર્શનનો ધ્યેયવિષય જે આત્મા છે અને તેમાં જે અનંત અનંત શક્તિઓ છે એ કોઈ શક્તિ કે દ્રવ્ય વિકાર, વ્યવહાર રત્નત્રયનો રાગ કરે કે ભોગવે એવી કોઈ શક્તિ નથી. આહાહા. એ તો પર્યાયબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. વિકાર થાય છે તે પર્યાયબુદ્ધિથી થાય છે. જ્ઞાનીને પર્યાયબુદ્ધિ નથી પણ એને વિકાર થાય છે તે નબળાઈને કારણે થાય છે. સમજાય છે કાંઈ? બે પ્રકાર છે. વસ્તુના સ્વભાવમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે અને ભોગવે. વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કે પંચ મહાવ્રતનો રાગ કે શાસ્ત્ર તરફ ઝુકેલી બુદ્ધિ તે પણ વ્યભિચારિણી બુદ્ધિ છે, વિકલ્પ છે. સમજાય છે કાંઈ? “પદ્મનંદિ પંચવિંશતિમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કલશામૃત ભાગ-૬ વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. શાસ્ત્ર તરફ ઝૂકેલી બુદ્ધિ તે વ્યભિચારિણી છે. પરદ્રવ્ય તરફ ઝૂકે છે ને! અહીં કહે છે કે, વિકલ્પ જે વ્યભિચાર છે તેનું રચવું અને ભોગવવું એવો ભગવાન આત્મામાં કોઈ ગુણ, શક્તિ નથી. છતાં થાય છે શું? એ કહે છે, જુઓ! “તેમ કર્મનું કર્તાપણું-ભોક્તાપણું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિથી વિભાવરૂપ–અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે,” આહાહા.! કર્મથી કહ્યું એ તો નિમિત્તનું કથન છે. નિમિત્ત કરાવતું નથી, કરતું નથી. પરંતુ નિમિત્તે કહ્યું કેમકે વિકારનું લક્ષ પર ઉપર જાય છે તો કર્મની ઉપાધિથી વિભાવરૂપઅશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે. આ કારણે વિકાર છે. નિમિત્તને વશ થયેલા પરિણામ વિકારરૂપ થાય છે. નિમિત્તથી થાય છે એમ નહિ. તેમ સ્વભાવથી થાય છે એમ નહિ. સ્વભાવમાં એમ છે નહિ અને નિમિત્ત કરાવતું નથી. આહાહા.. પર્યાયમાં નબળાઈથી અને પર્યાયબુદ્ધિવાળો મિથ્યાદૃષ્ટિ, જેને સ્વપરની એકત્વબુદ્ધિ છે, રાગ અને ભગવાન ત્રિકાળી સ્વભાવ ત્રિકાળી ધ્રુવ અને રાગ ક્ષણિક વિકૃત, એ સ્વપરની એકત્વબુદ્ધિ છે, સ્વપર એકત્વ શ્રદ્ધા છે, સ્વપર એકત્વ પરિણતિ છે તે તેનો કર્તા-ભોક્તા થાય છે. આહાહા...! આવો માર્ગ છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોક દેખ્યા, જાણ્યા એ પરમાત્માની વાણીમાં... પરમાત્માની વાણી કહેવી એ તો નિમિત્તથી કથન છે. વાણી તો વાણીને કારણે નીકળે છે. ભગવાનના ગુણ અને પરિણતિને કારણે વાણી નીકળતી નથી પણ વાણીમાં નિમિત્ત છે. એ તો લોકાલોકમાં કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે. નિમિત્તનો અર્થ એ ચીજ છે. પણ લોકાલોક છે તો કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. સમજાય છે કાંઈ? એમ અહીંયાં આત્મામાં વિકાર થાય છે તો કોઈ શક્તિ છે માટે વિકાર થાય છે અને નિમિત્ત છે તો વિકાર થાય છે, એમ નથી. પણ નિમિત્ત ઉપર જેનું લક્ષ છે અને પર ઉપર જેની એકત્વબુદ્ધિ છે, પર્યાયબુદ્ધિમાં એકત્વાની) માન્યતા છે. સ્વભાવબુદ્ધિમાં તો સ્વપરની વિભાગબુદ્ધિ છે. સમ્યકૂજ્ઞાનમાં સ્વપરની વિભાગબુદ્ધિ છે. સ્વપરની વિભાગ શ્રદ્ધા છે. વિભાગ એટલે વિવેક, ભિન્ન. સ્વપરનો વિભાગ, વિભાગ, વિ-ભાગ. ભાષા તો ચોખ્ખી આવે છે. એ સંસ્કૃત ટીકામાં એમ છે. સંસ્કૃત ટીકા છે ને? ‘વિભાગ’ શબ્દ પડ્યો છે. અહીં તો બધું જોયું છે ને નવું નથી કાંઈ. કેટલામો ચાલે છે? ૧૯૭માં છે. પછી આવશે, ૧૯૭માં આવે છે. “સ્વપૂરોરેવત્વજ્ઞાન સંસ્કૃત છે. વિકૃત(દશા) કેમ ઉત્પન્ન થાય છે? સ્વપૂરોરેવત્વજ્ઞાનેન, સ્વપૂરોરેવત્વને, સ્વપૂરોરેવત્વપરિખત્યા’ અજ્ઞાનીને વિકૃત(દશા) કેમ ઉત્પન્ન થાય છે કે, સ્વપરની એકત્વ પ્રતીતિ, સ્વપરનું એકત્વ જ્ઞાન અને સ્વપરની એત્વ પરિણતિ છે તે કારણે વિકૃત અવસ્થા ઉત્પન્ન થાય છે. ત્યારે જ્ઞાનીને? છે અંદર. વપરામિાજ્ઞાનેન' સંસ્કૃત છે. “વારર્વિમા+જ્ઞાનેન' સ્વભાવ શુદ્ધ છે અને રાગ વિકાર છે, બેની અંદર વિભાગ પડી ગયો. સમ્યગ્દષ્ટિને સ્વભાવ અને વિભાવનો વિભાગ થઈ ગયો છે, ભાગ પડી ગયો છે. આહાહા. હૈ? ભિન્ન થઈ ગયું છે. “સ્વ૫રયોર્વિમા જ્ઞાનેન છે? Page #147 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૩૩ સ્વ૫રયોર્વિમાનેન, સ્વઉપયોર્વિમા પરિજીત્યા ૧૯૭માં આવશે. અહીં તો હજી એનો ઉપોદૂધાત કરે છે. આત્મામાં વિકૃત અવસ્થા) કેમ થાય છે? કે, કર્મની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે. આહાહા. અને ભગવાન આત્માનો સ્વભાવ અનંત અનંત અનંત અનંત અનંત અનંતની વર્ગણા કરો, અનંતને અનંતની વર્ગણા કરો તોપણ તેની અનંતતા એટલી છે કે એ અનંતતાની પરિમિતતા હદ નથી. એટલા આત્મામાં સંખ્યાએ ગુણ છે, એટલી સંખ્યામાં ગુણ, શક્તિ છે પણ એ શક્તિમાં કોઈ શક્તિ વિકૃત થાય એવો એનો સ્વભાવ નથી. પર્યાયબુદ્ધિમાં પરની એકત્વબુદ્ધિમાં વિકાર ઉત્પન્ન કરે છે. આહાહા...! ત્યારે કોઈ કહે, જ્ઞાનીને થાય છે ને? જ્ઞાનીને થાય છે તે સ્વપરની એકત્વબુદ્ધિથી નથી થતો. તેને નબળાઈથી નિમિત્તને વશ થઈ જાય છે. નિમિત્ત કરાવતું નથી, નિમિત્તથી થતું નથી પણ નિમિત્તને વશ થાય છે. સ્વભાવને વશ નથી. ભગવાન અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ. સત્ નામ શાશ્વત, ચિત્ નામ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે તે જેની દૃષ્ટિમાં વશ નથી એ નિમિત્તને વશ થઈ જાય છે. જ્ઞાની પણ એટલો નિમિત્તને વશ થઈ જાય છે. કર્તુત્વબુદ્ધિથી નહિ, કરવા લાયક છે માટે નહિ પણ પરિણતિમાં કર્તુત્વ થઈ જાય છે. આહાહા...! એ શું કહ્યું? જ્ઞાનીને સ્વપર એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે. જ્ઞાનાનંદ સ્વભાવ હું છું, રાગ એ ભિન્ન ચીજ છે. છતાં તેને રાગ થાય છે એ સ્વપર એકત્વબુદ્ધિને કારણે નહિ તેમ તે નિમિત્તથી પણ નહિ પણ પર્યાયમાં ષકારકની પરિણતિથી સ્વતંત્રતાની યોગ્યતાથી વિકાર થાય છે. શું કહ્યું એ દ્રવ્ય-ગુણમાં તો છે નહિ, નિમિત્તથી થતો નથી, પરદ્રવ્ય અડતું નથી, પરદ્રવ્ય તો પોતાની પર્યાયને કદી અડતા નથી. કર્મનો ઉદય છે તે પરદ્રવ્ય છે અને અહીંયાં વિકાર થાય છે તેને તો એ અડતુંય નથી ત્રણકાળમાં. આહાહા...! છતાં કેમ થાય છે? કે, પોતાના સ્વલક્ષમાં પૂર્ણ નથી, આશ્રય પૂર્ણ નથી એ કારણે નિમિત્તને વશ થઈને રાગની પરિણતિ થઈ જાય છે. એ કર્તુત્વબુદ્ધિથી નહિ, કરવા લાયક છે એ બુદ્ધિથી નહિ પણ પરિણતિ થઈ જાય છે તે કારણે કર્તા કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? ૪૭ મયમાં લીધું છે. ૪૭ નય છે ને “પ્રવચનસાર ત્યાં જ્ઞાનીને પણ કર્તા-ભોક્તા કહ્યો છે. એક જ્ઞાનનય છે. જેટલો પરિણમે એ કર્તા. પરિણમે તે કર્તા. કરવા લાયક છે માટે કર્તા એમ નહિ. અજ્ઞાનીને તો કરવા લાયક છે એમ માનીને કરે છે તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને કરવા લાયક છે એમ નથી પણ નબળાઈથી રાગાદિ થાય છે તો એક નયથી ગણધર પણ જાણે છે કે આ પરિણતિ મારામાં છે. સમજાય છે કાંઈ? તો એ કર્તુત્વ નામ પરિણમન મારું છું અને એનો ભોક્તા પણ હું છું એમ પર્યાયનું વ્યવહારનયથી જ્ઞાન કરે છે. ત્રિકાળી દ્રષ્ટિ અને ત્રિકાળી સ્વભાવમાં તો એવી કોઈ ચીજ છે નહિ. આહાહા...! આવો Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કલશામૃત ભાગ-૬ માર્ગ છે, પ્રભુ લોકોને આકરો બહુ લાગે છે. એકાંત છે એમ કરીને. એને તો ખબર છે ને. અરે..! ભગવાના શું કહીએ? પ્રભુ માર્ગ તો આવો છે. આહાહા.. સમ્યફ એકાંત માર્ગ જ પછી અનેકાંત થઈ જાય છે. સમ્યકુ સ્વભાવની એકતાબુદ્ધિ થાય ત્યારે પર્યાયમાં રાગ થાય છે તેનું જ્ઞાન થાય છે તેનું નામ અનેકાંત છે. વ્યવહારથી નિશ્ચય થાય અને નિશ્ચયથી નિશ્ચય થાય એ અનેકાંત નથી. પોતાના સ્વભાવના આશ્રયે નિશ્ચય થાય છે અને વ્યવહાર નિમિત્તના આશ્રયે થાય છે પણ વ્યવહારથી નિશ્ચય થાય છે એમ નહિ. ધર્મીને પણ વ્યવહાર આવે છે અને પરિણમન છે તો કર્તા-ભોક્તા કહેવામાં પણ આવે છે. પર્યાયમાં, હોં દ્રવ્ય સ્વભાવથી નહિ સમજાય છે કાંઈ? આવી વાતું છે, ભગવાના માર્ગ એવો સૂક્ષ્મ છે. એનો વિવેક થયો એટલે ખલાસ! સંસાર ઊડી ગયો અંદરથી. સંસારનો ભવચ્છેદ થઈ ગયો. બાકી થોડો રાગાદિ રહ્યો હતો. બે-ચાર ભવ થાય છે એ જ્ઞાનીને તો શેય તરીકે છે. અજ્ઞાનીને પોતાના તરીકે છે. સમજાય છે કાંઈ? એ કહ્યું. ક”ની ઉપાધિથી વિભાવરૂપ-અશુદ્ધ પરિણતિરૂપ વિકાર છે, તેથી વિનાશિક છે.” શક્તિઓ જે ત્રિકાળી છે તે અવિનાશી છે. ભગવાન આત્મામાં અનંત શક્તિ, અનંત અનંત અનંત અનંત એકને અનંતે ગુણો અને તેને પાછું જે આવ્યું તેની સાથે અનંતને ગુણો એમ અનંત વાર ગુણો તો પાર ન આવે એટલી સંખ્યા છે. છતાં કેવળજ્ઞાની અનંતને અનંત જાણે છે. અનંતને જાણે છે માટે ત્યાં અંત થઈ ગયો એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે કે, ભગવાન પ્રભુ અને તેની શક્તિઓ તો અવિનાશી છે. અવિનાશી છે એમાં કોઈ નાશવાન રાગને કરવું એવો કોઈ સ્વભાવ નથી અને આ જે રાગ છે તે તો નાશવાન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ હોય એ પણ નાશવાન છે. આહાહા.! એ તો નિમિત્તને આધીન વશ થઈને થાય છે, છોડવા લાયક છે. આહાહા.! હવે મિથ્યાષ્ટિ જીવ દ્રવ્યકર્મનો... જડ. એ તો નિમિત્તથી કથન છે. દ્રવ્યકર્મ તો કંઈ કરતું નથી. દ્રવ્યકર્મ તો સ્વતંત્ર છે. “અથવા ભાવકર્મનો કર્તા છે....” મૂળ ભાવકર્મનો કર્યા પછી નિમિત્તના કર્તા-કર્મ કહેવામાં આવે છે. અજ્ઞાની પુણ્ય અને પાપના ભાવ જો વિકૃત ભાવ, જે વિભાવભાવ, જે આત્મા અમૃત આનંદ સ્વરૂપ તેનાથી વિરુદ્ધ ભાવ, વિષભાવ.... આહાહા.! એવો વિભાવનો કર્તા છે. મિથ્યાદૃષ્ટિ વિભાવનો કર્તા છે. કેમકે એની દૃષ્ટિમાં આત્મ સ્વભાવ (એણે) જોયો નથી. આહાહા...! એક સમયની પર્યાયની સમીપમાં, એક સમયની પર્યાયની સમીપમાં આખું દ્રવ્ય પડયું છે. પર્યાયની સમીપમાં જ પડ્યું છે. અંતર આમ દેખે તો દેખાય અને આમ દેખે તો પર દેખે. આહાહા..! સમજાય છે કાંઈ? અનાદિ કાળથી પ્રગટ પર્યાય વ્યક્ત છે તેમાં આખી રુચિ ને રમતું કરી પણ એ પર્યાયની સમીપમાં આખું તત્ત્વ પડ્યું છે, વાસ્તવિક તત્ત્વ જે છે એની ઉપર નજર ન કરી. નિધાનની નજર ન કરી. હૈ? Page #149 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૬ ૧૩૫ મુમુક્ષુ :- જોવામાં તો આવે છે... ઉત્તર :- જ્ઞાનમાં જોવામાં આવે છે. આહાહા! પણ જોવે એને ને? હૈ? આહાહા...! અહીં તો પરમાત્મા... આ તો સંતો કહે છે, દિગંબર સંતો (કહે છે તે) પરમાત્માનું જ કથન છે. દિગંબર સંતો છે એ કેવળીના કેડાયતો છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ તીર્થકરોના દિગંબર સંતો કેડાયતો છે. તેમની વાણી એ તો ભગવાનની જ વાણી છે. સમજાય છે કાંઈ? આહાહા. જેને પ્રચુર સ્વસંવેદન... કહે છે ને “સમયસાર પાંચમી ગાથા? હું મારા નિજ વૈભવથી સમયસાર કહીશ. આહાહા.! ભગવાન કહે છે માટે કહીશ એમ નહિ, મારા નિજ વૈભવથી કહીશ. શ્વેતાંબરમાં એમ આવે છે કે, ભગવાને કહ્યું તે કહીશ. કારણ કે એ તો પછી કલ્પિત બનાવ્યું છે કે આ તો વસ્તુની સ્થિતિ છે. આહાહા...! અંદરમાં નિજ વૈભવથી કહીશ). એ મારો નિજ વૈભવ શું? કે, પ્રચુર સ્વસંવેદન અને આનંદની જેમાં મુદ્રાછાપ છે. આહાહા.! “સમયસારની પાંચમી ગાથામાં આવે છે). આહાહા.! અમારો નિજ વૈભવ. આ ધૂળ નહિ, હોં પૈસા-ઐસા તો ક્યાંય રહી ગયા, શેઠા પૈસા-બૈસા... એ.ઈ. આ બધા કરોડપતિઓ છે. ધૂળપતિ છે. પૈસાની વાત નહિ, શરીરની વાત નહિ, કર્મની વાત નહિ. એ અહીંયાં છે નહિ. અહીંયાં તો પુણ્ય-પાપના ભાવ. આહાહા.! વિકારી ભાવ, તેનો મિથ્યાષ્ટિ કર્તા-ભોક્તા થાય છે. કરવા લાયક છે, ભોગવવા લાયક છે એવી બુદ્ધિથી કર્તા-ભોક્તા છે. જ્ઞાનીને રાગાદિ આવે છે પણ કરવા લાયક છે એમ નહિ પણ પોતાની પરિણતિમાં છે. એ વિકાર પરિણતિ કંઈ કર્મથી થઈ નથી. આહાહા.... જ્યાં સુધી પોતામાં રાગનો ઉદય તો દસમા ગુણસ્થાન સધી છે. એ તો પોતાની પરિણતિ છે. એ કંઈ પરથી નથી તેમ દ્રવ્ય-ગુણથી નથી. આહાહા...! પર્યાયમાં ષટ્કારકનું તે રીતે તે સમયમાં પરિણમનની યોગ્યતાથી થાય છે. તેનો કર્તા-ભોક્તા જ્ઞાની નથી. કરવા લાયક છે અને ભોગવવા લાયક છે એ અપેક્ષાએ કર્તા-ભોક્તા છે જ નહિ. આહાહા...! અહીંયાં મિથ્યાષ્ટિ જીવ... છે ને? ભાવકર્મનો કર્તા છે, “સમ્યગ્દષ્ટિ કર્તા નથી.” આહાહા.! કર્તા નથીનો અર્થ આટલો. સમ્યગ્દષ્ટિ ચોથેથી લ્યો તો રાગ તો થાય છે, પાંચમે પણ રાગ થાય છે, છહે પણ થાય છે) પણ રાગ ઉપર રુચિ નથી. દૃષ્ટિનો વિષય જે ભગવાન પૂર્ણાનંદ છે તેની ઉપર દૃષ્ટિ પડી છે. ધ્રુવ ઉપરથી સમકિતીની દૃષ્ટિ કદી એક સમય માટે પણ ખસતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ છે. ધ્રુવ ભગવાન અનંત શક્તિ ધ્રુવ, વસ્તુ ધ્રુવ તેમ તેની અનંત અનંત અનંત અનંત શક્તિ પણ ધ્રુવ, તેનું એકરૂપ તે દ્રવ્ય. તેની ઉપર દૃષ્ટિ, ત્રિકાળ ઉપર જ્યાં દૃષ્ટિ અંદર જામી એ દષ્ટિ એક સમય પણ ખસતી નથી જ્ઞાની અને અજ્ઞાનીને એક સમય પણ રાગની કબુદ્ધિની બુદ્ધિ ખસતી નથી. આહાહા...! આટલો ફેર છે, પ્રભુઆવો માર્ગ છે. પછી ગમે તેને કહે કે, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કલશમૃત ભાગ-૬ અશુભથી બચવા (શુભ) રાગ આવે છે. પણ રાગ કોને અશુભથી બચવા? જેને મિથ્યાત્વ ગયું છે, સમ્યગ્દર્શન થયું છે, આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેને શુભ થાય છે તેને અશુભથી બચવા કહેવામાં આવે છે. પણ છે તો એ પણ ઝેર અને દુઃખ. વ્રત, તપ ને ભક્તિના વિકલ્પ છે તે દુઃખ છે. કેમકે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે. આહાહા.! અતીન્દ્રિય આનંદ પ્રભુ તેનાથી વિરુદ્ધ છે તો એ દુઃખ છે. એ દુઃખનો કર્તા-ભોક્તા મિથ્યાદૃષ્ટિ થાય છે. એ કહ્યું ને? મિથ્યાદૃષ્ટિ જીવ ભાવકર્મનો કર્તા છે, સમ્યગ્દષ્ટિ કર્તા નથી એમ કહે છે. હવે એ વાત ૧૯૭માં વિશેષ કહે છે. (શાર્દૂલવિક્રીડિત) अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता।।५-१९७।।) ખંડાન્વય સહિત અર્થ:- “નિપૂળેઃ અજ્ઞાનતા ત્યmતાં' (નિપૂૌ.) સમ્યગ્દષ્ટિ જીવોએ (અજ્ઞાનિત) પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ (ત્યથતાં જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ? “મસ અવનિતૈ: શુદ્ધ ચિતૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ? “શુદ્ધેત્મિમયે” (શુદ્ધ) સમસ્ત ઉપાધિથી રહિત એવું જે (વરાત્મ) એકલું જીવદ્રવ્ય (મ) તે–સ્વરૂપ છે. બીજું શું કરવાનું છે ? “જ્ઞાનિતા ઝાલેવ્યતાં શુદ્ધ વસ્તુના અનુભવરૂપ-સમ્યકત્વપરિણતિરૂપ સર્વકાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય ? “તિ પર્વ નિયમ નિરુણ” (તિ) જે પ્રકારે કહે છે તેવું નિયમું) એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને (નિરૂપ્ય) અવધારીને. તે વસ્તુનું સ્વરૂપ કેવું ? “અજ્ઞાની નિત્યં વેઢ: ભવે’ (નાની) મિથ્યાદૃષ્ટિ જીવ (નિત્ય) સર્વ કાળે (વે: મત) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થાય છે એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની ? “પ્રવૃતિરૂમાવનિરતઃ” (પ્રવૃતિ) જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (વાવ) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુખપરિણતિ ઈત્યાદિમાં (નિરત:) પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. “તુ જ્ઞાની નાતુ વેતવર: નો ભવેત્ (7) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નાત) કદાચિતુ હવે: નો ભવેત) દ્રવ્યકર્મનો ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની? પ્રવૃતિસ્વમાવવિરતઃ” (પ્રવૃતિ) કર્મના સ્વભાવ) ઉદયના કાર્યમાં (વિરત:) હેય જાણીને છૂટી Page #151 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ ૧૩૭ ગણું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭. (શાર્દૂલવિક્રીડિત) अज्ञानी नित्यं भवेद्वेदको प्रकृतिस्वभावनिरतो ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां જ્ઞાનનિતા।।૬-૧૬૭||| આહાહા..! પ્રચુર સ્વસંવેદનની અનુભૂતિની દશામાં ઊભા છે. તેમાં આ વિકલ્પ આવ્યો છે અને પુસ્તક બની ગયું છે. વિકલ્પના પણ કર્તા નથી, આ વાણીના કર્તા તો જ્ઞાની છે જ નહિ. આહાહા..! વાણી તો જડ છે. જડને અડતા પણ નથી તો ક્યાંથી બનાવે? રચે શી રીતે? આહાહા..! આ આંગળી છે (ઇ) આ લાકડીને અડતી નથી. હૈં? મુમુક્ષુ :- તો થાય છે શું? ઉત્તર :– થાય છે શું? પર્યાય પોતાથી થાય છે. આ (લાકડી) ઊંચી થઈ એ આંગળીથી નહિ. તે પરમાણુમાં કરણ નામનો ગુણ છે અને અધિકરણ નામનો ગુણ છે તે કા૨ણે પોતાની પર્યાય ઊંચી થઈ છે, આંગળીથી નહિ. આ ચમત્કાર જડનો છે અને એ ચમત્કારને જાણનારો ચૈતન્યનો ચમત્કાર ભિન્ન છે. સમજાયું? મુમુક્ષુ :- જડેશ્વર પણ ભગવાન થઈ ગયા. ઉત્તર ઃ- ઇ ભગવાન જ છે, બધા ઈશ્વર છે. ‘શ્રીમદ્દે’ તો કહ્યું છે, બધા ઈશ્વર છે. જડેશ્વ૨ છે, અજ્ઞાની વિભાવેશ્વર છે, જ્ઞાની સ્વભાવેશ્વર છે. ત્રણ ઈશ્વર છે. શું કહ્યું? પરમાણુ આદિ બીજા બધા છ દ્રવ્ય છે આત્મા સિવાય એ બધા જડેશ્વર છે (અર્થાત્) પોતાની શક્તિમાં ઈશ્વર છે, પોતાની શક્તિની પર્યાય કરવામાં કોઈની મદદ-સહાય લેતા નથી. આહાહા..! નિશ્ચયથી તો પરમાર્થથી તો એક એક પર્યાય, પરમાણુની પણ એક પર્યાય તેનો નિજ ક્ષણ છે, તેની ઉત્પત્તિ કાળે થાય છે. જેને દ્રવ્ય-ગુણની પણ જરૂર નથી, જેને નિમિત્તની જરૂ૨ નથી. આહાહા..! એમ વિકૃત અવસ્થા હો કે અવિકૃત હો, બન્ને એક સમયની અવસ્થા ષટ્કારકથી ઉત્પન્ન થાય છે. ષકારક એટલે? પર્યાય કર્યાં, પર્યાય કાર્ય, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. છએ બોલ એક સમયની પર્યાયમાં પોતાથી થાય છે. ભગવાન! આમ વસ્તુ છે. આહાહા..! એ કહે છે કે, મિથ્યાદૃષ્ટિને પર્યાયબુદ્ધિ છે તો તેની દૃષ્ટિમાં) રાગ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કલામૃત ભાગ-૬ અને પુણ્ય-પાપનો કર્તા થાય છે. આહાહા..! આવી વાત છે, પ્રભુ! બહુ અલૌકિક વાત છે, ભાઈ! આ તો અંતર સ્વરૂપની વાત છે, ભગવાન! આહાહા..! એ કોઈ વાદવિવાદથી પાર પડે એવી ચીજ નથી. શાસ્ત્રમાં વ્યવહારનયના કથન તો ઘણા આવે છે અને તેનું ફળ સંસા૨ છે એમ કહ્યું છે. અગિયારમી ગાથામાં (કહ્યું છે). વવારોડમૂત્થો” જયચંદ્રજી પંડિત’ લોકોને ભેદનો, વ્યવહા૨નો પક્ષ તો અનાદિથી છે અને પ્રરૂપણા એકબીજા માહોંમાહે એવી કરે છે અને શાસ્ત્રમાં પણ વ્યવહાર પ્રધાનતાના કથન ઘણા છે. ‘સમયસાર’ અગિયારમી ગાથામાં, અર્થમાં છે. જયચંદ્રજી” પંડિત. ત્રણેનું ફળ સંસાર છે એમ લખ્યું છે. સમજાય છે કાંઈ? છે ને? સમયસા૨માં છે. આ તો ‘કળશટીકા' છે. આહાહા..! પ્રાણીઓને ભેદરૂપ...’ છે ગુજરાતી પણ પ્રાણીઓં કો એમ સમજવું. ભેદરૂપ વ્યવહા૨નો પક્ષ તો અનાદિ કાળથી જ છે...’ એક વાત. ‘અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે,...’ એ જ કરે છે કે, વ્યવહા૨થી થાય છે, નિમિત્તથી થાય છે, ભેદથી થાય છે. રાગથી થાય છે). આહાહા..! બે વાત થઈ ને? વળી જિનવાણીમાં વ્યવહા૨નો ઉપદેશ શુદ્ઘનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે;...' વ્યવહારનયના કથન ઘણા છે. પણ એનું ફળ સંસાર જ છે.' આહાહા..! શેઠ! શેઠ આવે છે ઘણીવાર, પ્રેમ છે ને! વસ્તુ આ (છે). ભેદનો પક્ષ અનાદિનો છે, પર્યાયનો, રાગનો, નિમિત્તનો. એનાથી થાય છે એવો પક્ષ છે. માંહોમાહે ઉપદેશ કરનારા જીવો પણ ઘણા છે. આહાહા..! અને જિનવાણીમાં પણ વ્યવહા૨ નિમિત્ત છે તો નિમિત્ત જોઈને ઘણી વાત કરી છે પણ ત્રણેનું ફળ સંસાર છે. આહાહા..! છે? એનું ફળ સંસાર જ છે.’ આહાહા..! ‘શુદ્ઘનયનો પક્ષ તો કદી આવ્યો નથી...' બહુ લાંબી વાત છે. આહાહા..! અહીં કહે છે, નિપૂણૈ: અજ્ઞાનિતા ત્યન્યતાં' ૧૯૭. નિપૂર્ણ, નિપૂર્ણ. આહાહા..! નિપૂણ ને પ્રવીણ ને વિચિક્ષણ તો એને કહીએ... આહાહા..! કે જેણે રાગનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ, ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પથી પણ ભગવાનને ભિન્ન કરી નાખ્યો છે... આહાહા..! તેને અહીંયાં નિપૂણ કહે છે. સંસારમાં બહુ જાણપણું હોય તો કહે ને, નિપૂર્ણ છે, આ માણસ નિપૂર્ણ છે. આ નિપૂણ સમ્યગ્દષ્ટિ જીવ. એની વ્યાખ્યા સમ્યગ્દષ્ટિ જીવ કરી છે. આહાહા..! ‘અજ્ઞાનિતા” પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ...' આહાહા..! શરીર, વાણી, મન, કર્મ ને રાગ એ બધા પદ્રવ્ય છે. એમાં આત્મબુદ્ધિ (અર્થાત્) એ મારા છે અને મને લાભ ક૨શે. જેને લાભ ક૨શે એમ માને તે તેને મારા જ માને. રાગ વ્યવહા૨ રત્નત્રયથી મને લાભ થશે એમ માન્યું તો તેણે વ્યવહા૨ રત્નત્રયના રાગને પોતાનો જ માન્યો છે. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! શું કરે? ભગવાનના તો અત્યારે વિરહ પડ્યા. ભગવાન તો ત્યાં મહાવિદેહમાં બિરાજે છે. એનો વિરહ પડ્યો, તેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિના વિરહ પડ્યા, અવધિ ને Page #153 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ ૧૩૯ મન:પર્યયની ઉત્પત્તિ પણ અત્યારે રહી નહિ. આહાહા.. એમાં આ માર્ગને અંતરમાં સમજવો, બાપુ! એ દુનિયાના બધા પક્ષો ગમે તે હો એ છોડીને પોતાના આત્મા માટે નિપૂૌ: આહાહા...! સને સંખ્યાની જરૂર નથી કે ઘણા માને તો એ સત્ છે, થોડા માને તો અસતુ છે એવું માપ એનું નથી, પ્રભુઆહાહા...! સત્ય તો સત્ય છે. એ ત્રિકાળી પ્રભુ આનંદનો નાથ સાગર. આહાહા. એને જેણે સ્વપરનો વિભાગ કરીને... આહાહા.. સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, સ્વપરનો વિભાગ કરીને સમ્યજ્ઞાન પ્રગટ કર્યું છે અને આગળ જતાં સ્વપરનો ભેદ કરીને પરિણતિ શુદ્ધ વિશેષ કરી છે, એ તો ચારિત્ર, એવો નિપૂણ જીવ. પરદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે. આહાહા..! એ જરી ભાષા એટલી કરી. પાઠમાં તો “ત્યmતાં (છે). તે તો શાસ્ત્રમાં તો એકદમ આવ્યું હતું ને કાલે આવ્યું હતું, આજે જ કરો. પ્રવચનસારના છેલ્લા બે કળશો આવે છે. આજ કરો, પ્રભુ જો તને આ આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ, તેની જો રુચિ થાય છે તો આજે જ અનુભવ કરો. આહાહા...! વાયદા ન કરો, પછી કરીશ, એમ. ત્યાં સુધી કહ્યું. પાંચમી ગાથામાં એમ કહ્યું. કુંદકુંદાચાર્ય પાંચમી ગાથામાં કહે છે), તે યજ્ઞવિદત્ત હા હું ભગવાન સ્વભાવની એકતા અને રાગની વિભક્તતા કહીશ. “થ7વિદત્ત' વિભક્ત. યજ્ઞવિદત્ત તાË દેખાડીશ. “ત્ત વિદત્ત હાર્દ અપૂળો સવિદા ' મારા વૈભવથી કહીશ, મારા અનુભવના વેદનમાં રહ્યો હું કહીશ. આહાહા...! “ગરિ વાઈ’ એ ત્રીજું પદ છે. પહેલા બે પદ આ છે. તું યત્તવિદત્ત વાણં અપ્પણો વિદMI Mદ્રિ વાળ” પ્રભુ! જો દેખાડું “દ્ધિ વાન્ગ પમા અનુભવ કરીને પ્રમાણ કરજે, હોં! એમ કીધું છે. આહાહા...! “નહિ વાઈબ્ન પૂમાણે એ ત્રીજું પદ છે. “વુવન્ન છi | વેત્તળું મારી ભાષામાં કોઈ ફેરફાર હોય), વ્યાકરણ, વિભક્તિ આદિમાં ફેર આવે તો એનું તને જ્ઞાન હોય તો એ ઉપર લક્ષ રાખીશ નહિ. મારે જે કહેવાનો આશય છે તે ઉપર તારું લક્ષ રાખ. “છને વેત્ત ચોથું પદ આવે છે ને? કારણ કે બોલવામાં ભાષામાં વિભક્તિ, કાળભેદ ભાષા આવી જાય તો એમાં તારું વ્યાકરણનું વિશેષ જ્ઞાન હોય અને તને ખ્યાલમાં આવે તો એ ઉપર ખ્યાલ રાખીશ નહિ. આહાહા.! અમે જે અંદર અનુભવની વાત કરીએ છીએ એને પ્રમાણ કરજે, પ્રભુ. આહાહા.! સંતોની કરુણા તો જુઓ! દિગંબર સંતો જંગલમાં વસતા હતા. આહાહા...! એને વસ્ત્રનો એક ધાગો પણ નહિ. અંતરમાં રાગનો કણ પોતાનો નહિ. બહારમાં એક રજકણ પોતાનું નહિ. પોતાનું-સ્વયં, પોતાનું નહિ. આહાહા...! એ અહીં કહે છે, જેમ બને તેમ, પ્રભુ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે.” ભ્રાંતિ, અજ્ઞાન છોડવા યોગ્ય છે. આહાહા.! છે? “કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો?” “મણિ નિતૈઃ મસિ નિતૈ: “શુદ્ધ ચિતૂપના...” “મરિનો અર્થ કર્યો. “શુદ્ધ ચિતૂપના.” Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કલામૃત ભાગ-૬ “અવનિતૈ: “અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. આહાહા...! “મસિ નવનિતૈ: મહિમાવંત પ્રભુ, આનંદનો કંદ નાથ, એમાં “વનિતૈ?' એની દૃષ્ટિમાં, અનુભવમાં લીન રહેજે. ભલે ઉપયોગ રાગમાં જાય પણ લબ્ધરૂપમાં તો લીન રહેજે. આહાહા.! સમજાય છે કાંઈ? શું કહ્યું? “મસિ વનિતૈ: શુદ્ધ ચિતૂપ ભગવાન આત્મા, એનો અનુભવ અખંડ ધારા. ધ્રુવમાંથી એક સમય પણ ખસીશ નહિ. ખસીશ નહિને શું કહે છે? હટના નહિ, ખીસકના નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! કહ્યું ને? કેવા છે (સમ્યગ્દષ્ટિ જીવો) “કસિ વિનિતૈ: મસિ’નો અર્થ શુદ્ધ ચિતૂપ. તેના અનુભવમાં “વનિતૈ'. દુનિયા ગમે તે કહો, ગમે તે માનો એની દરકાર છોડી દેજે. આહાહા.! તું તારી વસ્તુની દૃષ્ટિની સંભાળમાં રહેજે, એમ કહે છે. સમજાય છે કાંઈ? “મસિ નિતૈ” “અખંડ ધારાપ્રવાહ)રૂપ. આહાહા...! કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ?” “શુદ્ધેત્મિમયે’ ‘સમસ્ત ઉપાધિથી રહિત.” વિકલ્પથી રહિત “એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિના અનુભવમાં એકલું જીવદ્રવ્ય છે એમ કહે છે. આહાહા...! નિમિત્ત નહિ, રાગ નહિ ને પર્યાય પણ નહિ. પર્યાય તો ઝુકી છે દ્રવ્ય ઉપર. એક શુદ્ધ જીવવ્યનો અનુભવ, બસા આહાહા. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ પર્યાય દ્રવ્ય ઉપર ઝૂકે છે ત્યાં લીન રહેજે. આહાહા...! આવી વાતું છે. પર્યાય તો પર્યાયરૂપે રહે છે, પર્યાય કંઈ દ્રવ્યરૂપ થઈ જતી નથી. બન્ને ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્યનો અભાવ છે, દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. પણ પર્યાય છે તેને દ્રવ્ય ઉપર ઝુકાવી દે, ત્યાં રહે. આહાહા...! ભલે ઉપયોગ કોઈ વખતે વિકલ્પમાં શુભ-અશુભમાં આવે છે પણ અંદર પરિણતિની શ્રદ્ધા ને એકાગ્રતાને છોડીશ નહિ. અંદર શુદ્ધ ચિદૂઘનમાં જે પરિણતિ છે તેને છોડીશ નહિ. આહાહા.! “એકલું જીવદ્રવ્ય તે સ્વરૂપ છે. આહાહા..! સમ્યગ્દષ્ટિ તો એકલું જીવદ્રવ્ય જ દૃષ્ટિમાં, સ્વરૂપમાં છે, પર્યાય પણ એની દૃષ્ટિમાં નથી. કેમકે પર્યાય છે તે તો તેને વિષય કરે છે. વિષય કરે છે જે પર્યાય એ તો એમ કહે છે કે, હું તો અખંડ દ્રવ્ય છું તે હું છું. હું આ છું, એમ નહિ. આ હું છું. સમ્યગ્દષ્ટિએ ત્યાંથી ખસવું નહિ, એવો ઉપદેશ કરે છે. વિશેષ કહેશે.... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #155 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ પોષ વદ ૭, મંગળવાર તા. ૩૧-૦૧-૧૯૭૮. કળશ-૧૯૭ પ્રવચન-૨૨૦ ૧૪૧ કળશટીકા’ ૧૯૭, ૨૦૦ માં ત્રણ ઓછા. ફરીને. થોડું ચાલ્યું છે, ફરીને નિપૂણૈ: અજ્ઞાનિતા ત્યન્યતાં' નિપૂણ એને કહે છે, જે આત્મા દ્રવ્ય પ૨માત્મ સ્વરૂપ શુદ્ધ અખંડ અભેદ (છે) તેની અનુભવમાં પ્રતીતિ થઈ, અનુભવમાં પ્રતીતિ (થઈ). એ ચીજ શું છે એવો પર્યાયમાં અનુભવ આવવો. અનુભવમાં તો જેટલી શક્તિ આત્મામાં છે તેનો એક અંશ વ્યક્તપણે બધા ગુણોની પર્યાયનું વેદન છે. તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, નિપૂણ કહે છે. જેટલી સંખ્યામાં આત્મદ્રવ્યમાં ગુણ છે. અનંતાઅનંત છે ને! આકાશના પ્રદેશથી અનંતગુણા. સર્વ ગુણોનો એક અંશ વ્યક્તરૂપે થાય છે). અનંત ગુણ તો શક્તિરૂપે છે પણ સમ્યગ્દર્શનમાં સર્વ ગુણાંશ તે સમકિત’ એવું ‘શ્રીમદ્’નું વાક્ય છે. આપણું અધ્યાત્મનું વાક્ય છે, ‘રહસ્યપૂર્ણ ચિટ્ઠી’ જ્ઞાનાદિ એકદેશ વ્યક્ત’ એ ચોથે ગુણસ્થાને છે અને જ્ઞાનાદિ પૂર્ણ વ્યક્ત કેવળજ્ઞાનીમાં છે. અહીંયાં કહે છે, “નિપૂણૈઃ’ ‘સમ્યગ્દષ્ટિ જીવોએ પદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે.' આહાહા..! પહેલા નાસ્તિથી વાત કરી. પર્યાયબુદ્ધિ, રાગબુદ્ધિ, વિકલ્પબુદ્ધિ, ભેદબુદ્ધિ. અભેદ વસ્તુ અખંડ આનંદકંદ પ્રભુ છે તેમાં ભેદ (ક૨વા કે) આ ગુણી છે અને આ ગુણ છે, એવી ભેદબુદ્ધિ કરવી એ પણ વિકલ્પ છે. એ વિકલ્પમાં લાભ માનવો તે મિથ્યાસૃષ્ટિ છે. એ મિથ્યાર્દષ્ટિપણું જે રીતે મટે તે પ્રકારે મટાડવા યોગ્ય છે. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો?” આહાહા..! ‘મત્તિ અપલિત:’ ‘મસિ’ની વ્યાખ્યા શુદ્ધ ચિદ્રપ અનુભવ. ‘મસિ”ની વ્યાખ્યા – શુદ્ધ ચિદ્રુપ અનુભવ. ‘અવન્તિઃ” “અખંડ ધારારૂપ મન...’ બે શબ્દનો એ અર્થ છે. આહાહા..! શુદ્ધ ચિદ્રૂપ ભગવાન ધ્રુવ. કાલે આવ્યું છે ને? એક જણનું બેનના વચનમાંથી, વચનામૃતમાંથી આવ્યું હતું. એમાં છે, શબ્દ છે ને કો’ક? ભાઈ! વાંચન કર્યું કો'કે, દક્ષિણ કોરથી ક્યાંકથી પત્ર આવ્યો છે. વાંચીને બહુ ખુશી થયો. એમાં આ લખ્યું છે, આપણે તો પહેલેથી કહીએ છીએ. જાગતો જીવ ઊભો છે ને!” એમાં એ શબ્દ છે. ગુજરાતી. આપ્યું ને? એમાં એક શબ્દ છે. જાગતો જીવ ઊભો છે ને. એનો હિન્દીમાં અર્થ શું? જાગતો એટલે શાયકભાવ. ઊભો છે એટલે ધ્રુવ છે ને. ધ્રુવ છે. જાગતો જ્ઞાયકભાવ, જાગતો સ્વભાવ ઊભો છે ને. ઊભો છે એટલે ધ્રુવ છે ને! એ ધ્રુવ સ્વભાવ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કલશામૃત ભાગ-૬ ક્યાં જાય? એવો શબ્દ એમાં–વચનામૃતમાં છે. જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. એનો અર્થ. શાસ્ત્રીય ભાષામાં જ્ઞાયકભાવ ધ્રુવ છે તે ક્યાં જાય? આહાહા.! એ તો ગુજરાતી સાદી ભાષામાં લખ્યું છે) તેનો અર્થ આ છે. જ્ઞાયકભાવ ધ્રુવ છે તે ક્યાં જાય? એ એક સમયની પર્યાયમાં પણ આવતો નથી. એવા “શુદ્ધ ચિકૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. શુદ્ધ ચિદ્રુપ અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન. શુદ્ધ ચિતૂપ તો વસ્તુ છે. એમ કહે છે. કેવો છે શુદ્ધ ચિકૂપનો અનુભવ? “શુદ્ધાત્મમયે “સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ છે.” શું કહે છે? સમ્યગ્દર્શનમાં જે અનુભવ થાય છે એ દ્રવ્યનો અનુભવ થતો નથી. દ્રવ્યનું વદન થતું નથી. વેદના તો દ્રવ્ય ઉપરની દૃષ્ટિ કરવાથી જે એકત્વપણામાં શક્તિનો અંશ, દરેક શક્તિનો અંશ વ્યક્ત થાય છે તેનું વેદન થાય છે, ધ્રુવનું વેદન નથી થતું. પરંતુ અહીંયાં કહેવું છે કે, શુદ્ધ ચિકૂપ વસ્તુ. એમ કહ્યું ને? શુદ્ધાત્મમયે સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ.... તેનો અનુભવ. ઝીણી વાત છે, ભગવાના વસ્તુ છે વસ્તુ, એ તો ધ્રુવ (છે). આપણે બપોરે આવશે. ત્રિકાળી શુદ્ધ આત્માને જ આત્મા કહ્યો છે. નિશ્ચય આત્મા–ખરેખર આત્મા તો ત્રિકાળી, પર્યાય સિવાયનો, એકલા ત્રિકાળી ધ્રુવ સ્વરૂપને જ આત્મા કહ્યો છે. એ આત્મદ્રવ્યનો અનુભવ. તો દ્રવ્યના અનુભવનો અર્થ–એ ત્રિકાળી તરફ ઝુકવું. ત્રિકાળી વસ્તુનું વદન થતું નથી. ધ્રુવનું વેદન ક્યાં હોય? વેદન તો પર્યાયનું છે. સમ્યગ્દર્શન પર્યાય છે, સમ્યજ્ઞાન પર્યાય છે, સમ્યગ્વારિત્ર પર્યાય છે, સિદ્ધ પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય છે. તો પર્યાયનું વેદન છે પણ પર્યાયમાં વેદન કોનું છે? એમ કહે છે. શુદ્ધ ચિકૂપનું. આહાહા.. ભાષા એવી છે–શુદ્ધ ચિકૂપનો અનુભવ. છે તો વેદન પર્યાયનું. પણ શુદ્ધ ચિતૂપ જે ત્રિકાળ છે, ત્રિકાળ છે, તે તરફનું લક્ષ છે તે કારણે, એ લક્ષ છે એ પર્યાય છે, પણ એ પર્યાયનું લક્ષ ત્રિકાળ ઉપર છે તો શુદ્ધ ચિતૂપનો અનુભવ છે એમ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ? આહાહા.! સૂક્ષ્મ વાત છે, બાપુ ભગવાન વીતરાગ સ્વરૂપ અંદર છે એ બહુ સૂક્ષ્મ છે. આહાહા...! વીતરાગ સ્વરૂપ આત્મા છે. અહીં શુદ્ધ ચિતૂપ કીધું. શુદ્ધ ચિતૂપનો અનુભવ. પાઠ એમ છે ને? શુદ્ધ ચિતૂપ તો ત્રિકાળી છે, તેનો અનુભવ એ તો વર્તમાન પર્યાય છે. એ કહે છે. જુઓ કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ?” “શુદ્ધાત્મમયે “સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય...” એકલું જીવદ્રવ્ય એનું સ્વરૂપ, એ અનુભવ. આહાહા. શાસ્ત્રભાષા છે એ તો ગંભીર છે ને, ભગવાન! આ તો આચાર્યો, સંતો... આહાહા.! પ્રચુર અતીન્દ્રિય આનંદની પર્યાયમાં વેદન કરતા કરતા વિકલ્પ આવ્યો છે (તો) શાસ્ત્રની રચના થઈ ગઈ છે, બનાવ્યું નથી. એ તો પરમાણુની પર્યાય એ સમયે (એના) જન્મક્ષણે પરમાણમાં ટીકા થવાની પર્યાયની Page #157 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ ૧૪૩ યોગ્યતા હતી તો પર્યાય થઈ. સમજાય છે કાંઈ? આહાહા.! તો એમાં પણ આ આવ્યું. ભગવાન! એકવાર સાંભળ તો ખરો, પ્રભુ! તું કોણ છો? શુદ્ધ ચિતૂપ ત્રિકાળ, શુદ્ધ પવિત્ર ત્રિકાળ. એ શુદ્ધ ચિતૂપ. આવ્યું ને? “એકલું જીવદ્રવ્ય.” તે સ્વરૂપ અનુભવ. આહાહા...! સ્વરૂપ તો ત્રિકાળી ધ્રુવ છે, તેનો અનુભવનો અર્થ, તેને અનુસરીને થવું. શુદ્ધ ચિતૂપ દ્રવ્ય છે તેને અનુસરીને થવું, પણ છે. પર્યાય. સમજાય છે કાંઈ? આહાહા...! આવો માર્ગ છે, પ્રભુ દ્રવ્ય અને પર્યાય બન્ને ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. અનુભવની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં પર્યાય છે, દ્રવ્યમાં દ્રવ્ય છે. પણ પર્યાયમાં દ્રવ્ય જેટલી તાકાતવાળું છે એટલું જ્ઞાન અને શ્રદ્ધા આવે છે. સમજાય છે કાંઈ? શું કહ્યું? વસ્તુ જે છે, વસ્તુ અહીં શુદ્ધ ચિતૂપ કીધું ને? ચિતૂપ એ તો જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, બાકી છે તો અનંત ગુણનું એકરૂપ. ચિકૂપ કહ્યું છે એ તો જ્ઞાનની મુખ્યતાથી કથન છે પણ શુદ્ધ ચિતૂપ એટલે અનંત અનંત ગુણનું એકરૂપ એવો જે આત્મા, તેનો અનુભવ. આત્મા એ તો ત્રિકાળી ધ્રુવ પણ એનો અનુભવ થાય એ) પર્યાય છે. ઉત્પાદની પર્યાય), ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં દ્રવ્યનો અનુભવ. એનો અર્થ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી તેમ દ્રવ્યમાં પર્યાય ભળી જતી નથી. સમજાય છે કાંઈ? પર્યાયધર્મ અને દ્રવ્યધર્મ બેય ભિન્ન છે. આહા...! દ્રવ્યનો સ્વભાવ પર્યાયમાં આવતો નથી. એક સમયની દશામાં ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે આવે? અને એક સમયની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં તન્મય કેવી રીતે થાય? આહાહા...! ફક્ત ત્રિકાળી ભગવાન જે આત્મા આનંદ અને શુદ્ધ શક્તિ પૂર્ણ સ્વભાવ. પર્યાયનું લક્ષ એ બાજુ થાય છે તો એનો અનુભવ, ધ્રુવનો અનુભવ) છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! વાતમાં બહુ ફેર છે, ભાઈ! માર્ગ જે છે, વસ્તુસ્થિતિ અલૌકિક છે. એ વીતરાગે જાણી, પૂર્ણને અનુભવી અને વાણી દ્વારા આવી ગયું. એ કહ્યું, “બીજું શું કરવાનું છે?” ત્યાં સુધી તો આપણે આવ્યું હતું. “જ્ઞાનિતા સેવ્યતા “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” શુદ્ધ વસ્તુ એ ત્રિકાળી (દ્રવ્ય), એનો અનુભવ એ વર્તમાન પર્યાય. “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” પાછું અનુભવરૂપ એ “સમ્યક્ત્વપરિણતિ...” સમ્યફ પરિણતિ. સમ્યક્ છે તો પ્રતીતિરૂપ પણ શુદ્ધ ચિતૂપના અનુભવરૂપ પ્રતીતિ (છે). એમાં પ્રતીતિ થઈ કે આ ચીજ પૂર્ણ આનંદ છે. સમ્યરૂપી પરિણતિમાં વસ્તુ આવી નહિ. સમકિતની, અનુભૂતિમાં આનંદનું વદન થયું. સમ્યની સાથે અવિનાભૂત અનુભૂતિ. અનુભૂતિ નામ આનંદનું વેદન. અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન ખ્યાલમાં આવે છે. સમ્યગ્દર્શન સીધું ખ્યાલમાં નથી આવતું. એ અનુભૂતિના ખ્યાલથી સમ્યફ ખ્યાલમાં આવ્યું. એ સમ્યફનો અનુભવ અહીંયાં કહે છે. છે ને? શું કહ્યું? જુઓ! શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” શુદ્ધ વસ્તુના અનુભવરૂપ, એમ કહ્યું છે. શુદ્ધ વસ્તુ તો Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કલશામૃત ભાગ-૬ ત્રિકાળી. તેના અનુભવરૂપ સમ્યક્ત્વ. આહાહા.! છે? શાસ્ત્ર સામે છે ને? પ્રભુ! આ તો ભગવાનની વાણી છે ને આ ભગવાનની વાણી છે. સંતોની વાણી એ ભગવાનની વાણી છે. જિનવર કહે છે એ વાણી છે. આ તો વચમાં આડતિયા છે, સંતો આડતિયા છે. માલ સર્વજ્ઞનો છે. આહાહા! સમજાય છે કાંઈ? આડતિયા સમજાય છે? આ વેપારી આડતિયા હોય છે ને? માલ તો પૂર્ણ સર્વજ્ઞ પરમાત્માનો છે. આ સંતો પોતાની અનુભૂતિની પરિણતિના કાળમાં વિકલ્પ આવ્યો તો ભગવાન કહે છે એ વાત કહી દીધી. આહા...! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે કે, “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ સમ્યકત્વ...” ભાષા જુઓ! સમકિતની વ્યાખ્યા કરતાં આવી (વ્યાખ્યા) કરી. શુદ્ધ વસ્તુના, એ દ્રવ્ય. તેનો અનુભવ એ પર્યાય. એ અનુભવ પર્યાયરૂપ સમકિત પરિણતિ. આહાહા.. ઝીણું છે, પ્રભુ પણ વસ્તુ તો આ છે. ત્રણે કાળ આ સત્ય છે. એમાં ફેરફાર કાંઈ થાય એવું નથી. સમજાય છે કાંઈ? શું (કહે છે? ઓહો. ટીકાકાર “રાજમલ ! એમાંથી બનાવ્યું છે, સમયસાર નાટક'. આમાંથી હોં! આ “કળશટીકા'માંથી “સમયસાર નાટક' બનાવ્યું છે. “રાજમલ જિનધર્મી, જૈનધર્મ કા મમ એવું ‘સમયસાર નાટકમાં લખ્યું છે. અહીંયાં (કહે છે), “શુદ્ધ વસ્તુના...” એ તો વસ્તુ (થઈ. “અનુભવરૂપ-સમ્યકત્વ...” એ પર્યાય-અવસ્થા. સમકિત પરિણતિ પાછી, ભાષા લીધી ને? સમકિતરૂપી પરિણતિ. કારણ કે એ તો પર્યાય છે ને? સમ્યગ્દર્શન એ પર્યાય છે. ચાહે તો ક્ષાયિક સમકિત હો, અરે..! કેવળજ્ઞાન હો તોપણ એ પર્યાય છે. એની એક સમયની મુદ્દત છે. બીજા સમયે બીજુ કેવળજ્ઞાન. ભલે હોય એવું ને એવું પણ બીજું થાય છે. અહીં કહે છે કે, સમકિત પરિણતિરૂપ સર્વ કાળે રહેવું તે ઉપાદેય છે.” આહાહા...! સમ્યગ્દષ્ટિને તો પરિણતિ ત્રિકાળ દ્રવ્યને અનુસરીને અનુભવમાં આવી એ) પ્રતીતિરૂપ પરિણતિ સદા કાળ રહેવી જોઈએ. ભલે ઉપયોગ કોઈ વિકલ્પમાં જાય પણ એની શુદ્ધ પરિણતિ ખસે નહિ. ધ્રુવ ઉપરની જે પરિણતિ, અવસ્થા છે એ ક્યારેય એક સમય ખસે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા. “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” અનુભવરૂપ. ભાષા છે ને? “સમ્યકત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.” આહાહા! હૈ? મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાનમાં કે સાતમાં ગુણસ્થાનમાં ઉત્તર :- એ ચોથેથી. ચોથેથી શુદ્ધ સ્વરૂપની પરિણતિ છે). ભલે ઉપયોગ વિકલ્પમાં જાય પણ શુદ્ધ પરિણતિ સમકિતરૂપી પરિણતિ સદા કાળ રહે છે. આહાહા...! અહીં તો સમ્યક્ પરિણતિ લેવી છે, ચારિત્ર પરિણતિ તો વિશેષ આગળ છે. અહીંયાં તો શુદ્ધ સમકિત પરિણતિ પણ કાયમ રહે છે. પ્રતીતરૂપી, અનુભવમાં પ્રતીત થઈ એ પ્રતીત કાયમ રહે છે, અખંડ ધારા રહે છે. ઝીણી વાત છે ને, પ્રભુ આહાહા.! “મૂળ મારગ સાંભળો જિનનો Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ...’ ‘શ્રીમદ્ કહે છે, “મૂળ મારગ સાંભળો જિનનો રે' મૂળ માર્ગ આ. આહાહા..! એ માર્ગ અંત૨માં છે. માર્ગ પર્યાયમાં છે, માર્ગ રાગમાં નથી, માર્ગ દ્રવ્ય-ગુણમાં નથી. આહાહા..! સમજાય છે કાંઈ? કળશ-૧૯૭ શુદ્ધ વસ્તુના અનુભવરૂપ સમ્યક્ત્વપરિણતિરૂપ...’ એમ પાછું છે. એકલી પરિણિત નથી લીધી. ત્યાં પણ અનુભવ નથી લીધો. શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...’ એમ. શુદ્ધ વસ્તુના અનુભવસ્વરૂપ ‘સમ્યક્ત્વપરિણતિરૂપ... આહાહા..! સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.’ ધર્મીને તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનું ધ્યેય, જે ધ્યાનમાં ધ્યેય બનાવ્યું, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવ્યું, એ ધ્યેય એક સમય પણ ખસે નહિ. આહાહા..! ચાહે તો શુભઉપયોગ આવી જાય, અશુભઉપયોગ આવી જાય પણ ધ્રુવના ધ્યેયની પિરણિત જે છે એ ક્યારેય ખસતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ‘હસમુખભાઈ’! બધું ઝીણું છે બાપુ આ તો. રૂપિયામાં ક્યાંય હાથ આવે એવું નથી. ધૂળ છે બધી. આહાહા..! ત્રણલોકનો નાથ પરમાત્મ સ્વરૂપ પ્રભુ પોતે છે. આહાહા..! એ પરમાત્મ સ્વરૂપ, પરિણિત-અનુભવમાં આવતો નથી પણ તેનો અનુભવ થાય છે. એ અનુભવરૂપ સમ્યક્ત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.’ એમ લીધું ને? આહાહા..! એનો અર્થ–જે ધ્રુવનો અનુભવ કર્યો અને ધ્રુવને ધ્યેય બનાવ્યું એ ધ્રુવનું ધ્યેય એક સમય પણ ખસતું નથી. આહાહા..! ચાહે તો ખાતા હોય, પીતા હોય એવી ક્રિયામાં દેખાય પણ ધ્રુવનું ધ્યેયથી એક સમય પણ ખસતા નથી. આહાહા..! સમજાય છે કાંઈ? માર્ગ પ્રભુ (આવો છે). મોટો પ્રભુ પોતે છે તો એનો માર્ગ પણ પ્રભુ જેવો મોટો હોય. આહાહા..! સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે. શું જાણીને એવો થાય?” આહાહા..! ‘કૃતિ વં નિયમં નિરૂપ્ય” એ પ્રકારે કહે છે કે, એ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. નિયમનો અર્થ કર્યો. ‘વં નિયમં” “એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને અવધારીને.' આહાહા..! પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ એવું વસ્તુ સ્વરૂપ, તેના પરિણમનના નિશ્ચયને અવધારીને.’ તેની પર્યાયમાં પરિણમન કરીને નિશ્ચય અવધારીને, આહાહા..! છે? પવૅ નિયમં” “વં નિયમ” એ વસ્તુના સ્વરૂપનો નિશ્ચય. પરિણમનનો નિશ્ચય લીધો, પછી અર્થ કર્યો. પરિણમનના નિશ્ચયને અવધારીને.’ એ પરિણમન કાયમ રાખીને, અવધારીને પરિણમન કાયમ રાખીને, થોડું ઘણું ગુજરાતી આવી જાય છે, હિન્દીમાં થોડું સ્પષ્ટ થાય છે. આહાહા..! એવા વસ્તુસ્વરૂપ પરિણમનના નિશ્ચયને...’ મૂળ તો ‘વં નિયમં” શબ્દ છે. ‘વં’ એટલે વસ્તુ. ‘વં’ એટલે વસ્તુ ‘નિયમં” એટલે એનો નિશ્ચય. એના પરિણમનનો નિશ્ચય. આહાહા..! આ તો ભાગવત કથા છે. ‘નિયમસા૨’માં આવે છે ને? છેલ્લામાં. આ ભાગવત કથા છે. ભગવત સ્વરૂપ પરમાત્મા. અન્યમતિ ઓલું ભાગવત કહે છે એ નહિ, હોં! આહાહા..! ‘નિયમસાર’માં છેલ્લી ગાથામાં છે અને નિયમસાર'માં તો એમ પણ કહ્યું, બપોરે ચાલે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કલશમૃત ભાગ-૬ છેલ્લી ગાથામાં (એમ કહ્યું, મેં મારી ભાવના માટે આ બનાવ્યું છે, હોં! આહાહા. કુંદકુંદાચાર્ય કહે છે, આ નિયમસાર મેં મારી ભાવના માટે બનાવ્યું છે. આહાહા...! અલૌકિક વાતું છે, બાપા! આહાહા.! પ્રભુ! પ્રભુની શક્તિનો પાર નથી. એની અનુભવની શક્તિના સામર્થ્યનો પાર નથી. આહાહા! એમ અવધારીને. છે ને? નિરૂણનો અર્થ આમ કથન છે. પણ કથન છે વાચક છે. અહીંયાં વાચક ન લેતા એનું વાચ્ય લીધું છે. નિરુણ' કથન. પણ કથન ન લેતા એનું વાચ્ય લીધું. પરિણમનના નિશ્ચયને અવધારીને. પરિણમનને નિશ્ચયથી અવધારીને. આહાહા.! “તે વસ્તુનું સ્વરૂપ કેવું?” હવે બે ભાગ પાડે છે. “જ્ઞાની નિત્યં વેદવ: મવે અજ્ઞાની નામ મિથ્યાદૃષ્ટિ જીવ. આહા...! નિત્યં સર્વ કાળે દ્રવ્યકર્મનો દ્રવ્યકર્મનો વેદક તો નિમિત્તથી કથન છે. જડને તો અડતો નથી, જડ વેદનમાં નિમિત્ત છે તો કહ્યું. વેદક ભાવકર્મનો ભોક્તા થાય છે. એ યથાર્થ છે. અજ્ઞાની સ્વરૂપનો, શુદ્ધ ચૈતન્યનો અનુભવ નહિ હોવાથી, તે તરફનો ઝુકાવ નહિ હોવાથી પર્યાય અને રાગ ઉપર ઝુકાવ હોવાથી રાગનો ભોક્તા થાય છે. અજ્ઞાની રાગનો વેદકભોક્તા થાય છે. ભાષા તો સમજાય એવી છે, બાપા! હોં ભાષા તો સાદી છે, પ્રભુ ભાવ તો છે તે છે, ભાવ તો જે છે તે છે. આહાહા...! અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ જીવ સર્વ કાળે દ્રવ્યકર્મનો એ નિમિત્તથી કથન છે. ભાવકર્મનો... યથાર્થ (કથન છે). “ભોક્તા થાય છે.” જડકર્મને શું ભોગવે કર્મને? પણ નિમિત્ત છે, અહીં ભાવકર્મ થયું એમાં એ નિમિત્ત છે તો સાથે લઈ લીધું કે, દ્રવ્યકર્મ અને ભાવકર્મનો ભોક્તા છે. બાકી જડને ત્રણકાળમાં આત્મા ભોગવે નહિ. સમજાય છે કાંઈ? ભોક્તા છે વિકારનો. છે? ભાવકર્મ એટલે પુષ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એવા જે ભાવકર્મ છે તેને અજ્ઞાની ભોગવે છે. આહાહા..! થોડા શબ્દમાં કેટલું નાનું છે. જુઓ! આ કંઈ કથા નથી. આ તો અધ્યાત્મ વાણી છે, અધ્યાત્મ વાણી! આહાહા...! “એવો નિશ્ચય છે;” આહાહા...! શું કહે છે? કે મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે અર્થાત્ સત્ય જે વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચિતૂપ છે તેની દૃષ્ટિ નથી અને એક સમયની પર્યાય અને દયા, દાન વિકલ્પ આદિની દૃષ્ટિ છે, એ કારણે તેનો સદા ભોક્તા છે. આહાહા..! “એવો નિશ્ચય છે. એ નિશ્ચય છે, એવો નિશ્ચય છે. આહાહા...! એક જણો કહેતો હતો, તમે “સમયસારના બહુ વખાણ કરો છો. હું પંદર દિમાં વાંચી ગયો. બહુ સારી વાત, બાપુ પંડિતજી! એક જણો કહેતો હતો, તમે આટલા વખાણ કરો છે. એક એક પદમાં પાર ન આવે એવી વાત છે. આહાહા...! ગણધર જેવા પણ પાર ન પામે એવી ચીજ છે. એક એક શબ્દમાં અનંત આગમ છે. આહાહા...! ત્યારે ઓલો કહે, હું તો પંદર દિમાં ‘સમયસાર' વાંચી ગયો. બહુ સારી વાત, બાપા! ઈ પંદર દિમાં વાંચ્યું પણ શું વાંચ્યું? આહાહા. એના ભાવ શું છે એ સમજ્યા વિના વાંચ્યા ઘડિયા. ઘડિયાને Page #161 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ ૧૪૭ શું કહે છે? પહાડા. આહાહા.. થોડું પણ પરમ સત્ય હોવું જોઈએ. આહા...! કહે છે, મિથ્યાષ્ટિ સર્વ કાળ ભાવકર્મનો ભોક્તા છે એ નિશ્ચય છે. “મિથ્યાત્વનું પરિણમન એવું જ છે.' એકાંત કહી દીધું. મિથ્યાદૃષ્ટિનું પરિણમન એકાંત દુઃખરૂપ છે. આહાહા.! જ છે ને? “જ’. ‘ મિથ્યાત્વનું પરિણમન એવું જ છે.” આહાહા...! જેને આત્માના સ્વરૂપના આનંદનું વેદન નથી અને આનંદ તરફની દૃષ્ટિ નથી, તેની રાગરૂપી દૃષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. આહાહા.! સમજાય છે કાંઈ થોડું સમજવું પણ સત્ય હોવું જોઈએ. એક ભાવ પણ યથાર્થ જાણે તો “જયસેનાચાર્યદેવની ટીકામાં કહ્યું છે, એક ભાવ પણ યથાર્થ જાણે તો સર્વ ભાવ યથાર્થ જાણવામાં આવી જાય છે. જયસેનાચાર્યદેવની ટીકામાં એવો પાઠ છે. એક પણ વસ્તુ યથાર્થ, કોઈપણ ચીજ-દ્રવ્ય-ગુણ-પર્યાય, શુદ્ધતા આદિ એક ભાવને પણ યથાર્થ જાણે તો તેને સર્વ ભાવને યથાર્થ જાણવાની શક્તિ પ્રગટ થઈ ગઈ. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં એ કહે છે, “એવો નિશ્ચય છે; મિથ્યાત્વનું પરિણમન એવું જ છે. કેવો છે અજ્ઞાની?' “પ્રકૃતિરમાવરિત: આહાહા.! “જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો ઉદય થતાં....” પ્રકૃતિ સ્વભાવ શબ્દ લીધો છે ને? “નાના પ્રકારનાં...” (અર્થાતુ) અનેક પ્રકારના “ચતુર્ગતિ...” ચાર ગતિ. એને ગતિનું વેદન છે. હું મનુષ્ય છું કે દેવ છું કે તિર્યંચ છું. આહાહા.... મિથ્યાષ્ટિના વેદનમાં ચાર ગતિમાંથી જે ગતિમાં છે તે ગતિનું વેદન છે. આહાહા. અને શરીરનું વેદન. શરીર તો જડ છે પણ શરીર તરફ લક્ષ કરીને આ મારું શરીર છે, એમ મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિ પર્યાય ઉપર હોવાથી, શરીર છે તેની દૃષ્ટિ હોવાથી શરીર તરફનું લક્ષ કરીને રાગનું વેદન કરે છે એ શરીરનું વેદન કહેવામાં આવે છે. શરીર, “રાગાદિભાવ...” એટલું લીધું. રાગાદિભાવ સુખદુઃખનો ભોક્તા. રાગાદિભાવનો કર્તા, પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવનો કર્તા અને સુખદુઃખ એનું વેદન. એ સુખદુઃખનો ભોક્તા. ઇત્યાદિમાં પોતાપણું જાણી...” પોતાપણું જાણી, તેમાં પોતાપણું માનીને. આહાહા..! અજ્ઞાની શરીરને અને ચાર ગતિને પોતાની માનીને અને પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને અને તેના ભોક્તાના ભાવને પણ પોતાના માનીને. આહાહા...! છે? પોતાપણું. મૂળ તો “નિરત છે. “નિરત: નિવિશેષે રત શબ્દ છે પણ એનો ચોખ્ખો અર્થ કર્યો. પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. એ નિરત છે. એકત્વબુદ્ધિરૂપ એ તો પોતાપણું જાણીનો ખુલાસો કર્યો. પોતાપણું જાણી એકત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. એ નિરતની વ્યાખ્યા છે. એકત્વબુદ્ધિરૂપ પરિણમન. રાગમાં, શરીરમાં, ગતિમાં ને સુખદુઃખની પરિણતિમાં એકત્વ માનીને પરિણમ્યો છે. આહાહા.! “નિરતઃ ની વ્યાખ્યા કરી. “નિરતઃ “નિ વિશેષ રત. એકત્વબુદ્ધિ. આહાહા.! હું મનુષ્ય છું, હું દેવ છું, હું નારકી છું, હું શેઠ છું, હું ગરીબ છું, હું મૂર્ખ છું. આહાહા. બધું પર્યાયબુદ્ધિમાં એકત્વ માનીને... આહાહા.. પરિણમ્યો છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કલામૃત ભાગ-૬ એ અજ્ઞાનીની વ્યાખ્યા કરી. હવે, જ્ઞાની. ‘તુ જ્ઞાની નાતુ વે: નો મવે” “તુનો અર્થ કર્યો-મિથ્યાત્વ મટતાં એવું પણ છે. પાછું એકલું અજ્ઞાનનું જ પરિણમન છે, એમ નહિ. જ્ઞાનીને એ મટીને જ્ઞાન, આનંદનો પણ અનુભવ છે. આહાહા! “તુ’ ‘મિથ્યાત્વ મટતાં એવું પણ છે...” “એવું પણ છે કેમ કહ્યું કે, અજ્ઞાનમાં ગતિ આદિને પોતાની માનીને અનુભવે છે તો જ્ઞાનીને જ્ઞાનમાં એવો અનુભવ) નથી પણ પોતાનો અનુભવ કરીને માને છે એમ પણ છે. એકલો અજ્ઞાનપણે અનુભવ કરે છે એવી જ દશા જીવની સદાય છે એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! મિથ્યાત્વ મટતાં એવું પણ છે. કેવું છે? કે સમ્યગ્દષ્ટિ જીવ...' જ્ઞાની એટલે એમ લીધું. “જ્ઞાન” શબ્દ છે ને? “સમ્યગ્દષ્ટિ જીવ...” “ના, “કદાચિત્... આહાહા..! કદાચિત્.....” વે: નો મત’ આહાહા.! એ કાળને સૂચવે છે. “ના” એ કાળને સૂચવે છે. “નતુ' શબ્દ જ્યાં આવે ત્યાં કાળને સૂચવે છે. કોઈપણ કાળે, એમ. આહાહા...! દ્રવ્યકર્મનો ભાવકર્મનો ભોક્તા થતો નથી;.” દ્રવ્યકર્મનું નિમિત્ત લીધું. “આવું વસ્તુ સ્વરૂપ છે. આહાહા.! સમ્યગ્દષ્ટિ ભાવકર્મનો ભોક્તા પોતાના માનીને થતો નથી. એમ છે. પોતાપણું જાણીને, કહ્યું ને? પોતાનું માનીને નથી, પણ એને છે ખરા. જેટલો રાગ છે તેને જાણે કે આ રાગ છે અને રાગનો ભોક્તા પણ છે. એમ જાણે છે. સમજાય છે કાંઈ જાણે છે તો રાગના ભોક્તાપણાનો જ્ઞાયક થઈ ગયો. એ રાગના વેદકને શેય કરીને-પરણેય કરીને જાણનારો રહી ગયો. આહાહા...! સમજાય છે કાંઈ? અને અજ્ઞાની પોતાના માનીને, એ રાગ-દ્વેષ, પુણ્ય, દયા, દાન પોતાની ચીજ છે એમ માનીને ભોગવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણું પડે પ્રભુ પણ વાત તો આ છે. આહાહા..! આજે સાંભળ્યું, ભાઈ! એક છોકરો કોક ગરાશિયાનો નવ મહિનાનો છોકરો ગામમાં હતો) એને કોક રમાડતો હતો. ઊનું પાણી હતું તેમાં પડ્યો તો મરી ગયો. નવ મહિનાનો. ગરાશિયા છે ને અહીં? એનો છોકરો નવ મહિનાનો હશે ઈ આમ રમતો હતો. આહાહા...! પાણી ઊનું હતું એમાં પડ્યો તો મરી ગયો. આહાહા...! એવા અવતાર તો અનંત કર્યા છે. ઈ તો એક દાખલો દઈએ છીએ, હોં! અનંત અનંત કાળમાં પ્રભુ ક્યાં નથી રહ્યો છે? આહાહા! અનંત ભવ કર્યા, હવે તો ઉદાસ થઈ જા, પ્રભુ! એમ કહે છે. એ ભવના કામ અને ભવના કારણ, ભવ અને ભવના કારણના ભાવથી ઉદાસ થઈ જા ને! આહાહા...! સમજાય છે કાંઈ? રસ છોડી દે. અહીંયાં એ કહે છે, જ્ઞાની ભાવકર્મનો ભોક્તા થતો નથી. આહાહા.! વિકારી પરિણામ થાય છે પણ પોતાના માનીને અનુભવતા નથી. આહાહા.! જ્યાં સુધી રાગ છે. છછું ગુણસ્થાને કહ્યું ને? “સમયસાર નાટકમાં નહિ? કે, છહે ગુણસ્થાને પણ મહાવ્રતના જે વિકલ્પ ઊઠે Page #163 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૭ ૧૪૯ છે, રાગ એ જગપંથ છે. એવો પાઠ છે. “સમયસાર નાટક' પુસ્તક અહીંયાં નથી. ચાલીસમો બોલ છે. “મોક્ષ અધિકાર છે ને? એમાં ચાલીસમો બોલ છે. મુનિઓને પણ જેટલો વિકલ્પ ઊઠે છે એ જગપંથ છે. આહાહા.. એ સંસારપંથ છે, એ એટલો સંસારમાર્ગ છે. આહાહા.! કોઈ કાગળ અહીંયાં લાવ્યા હતા. આની ખબર નથી, ઓલામાં ખબર છે. “મોક્ષ અધિકારનો ચાલીસમો બોલ છે. નવું છે ને એમાં? આમાંય હશે ખરું. હું આમાંય હશે. ચાલીસમો બોલ છે ને? “મોક્ષ અધિકાર ને? “મોક્ષ અધિકારમાં હોવું જોઈએ. મોક્ષ દ્વારા ઠીકા આવ્યું. ૪૦, હા, ઈ આવ્યું. ‘તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર, પરમાદી જગક ધુકે, અપરમાદિ સિવ ઓર. આહાહા...! મુનિને પણ જેટલો પ્રમાદ છે એટલો જગપંથ છે. ગજબ છે. આહાહા...! એકદમ એમ જ કહી દે કે, સમ્યગ્દષ્ટિ થયો એટલે બસ, એને કંઈ મલિનતા છે જ નહિ, એમ નથી. એ તો દૃષ્ટિના અનુભવની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. પણ પર્યાયમાં જ્યાં સધી મલિનતા છે ત્યાં સુધી પરિણતિની અપેક્ષાએ તો કર્તા અને ભોક્તા બેય કહેવામાં આવે છે. અહીંયાં તો સ્વભાવની દૃષ્ટિથી કર્તા-ભોક્તા, કરવા લાયક છે એ અપેક્ષાએ કર્તાભોક્તા નથી. આહાહા.! સમજાય છે કાંઈ? અહીંયાં આવ્યું, જુઓ! “તા કારન જગપંથ...” આહાહા..! ઘટમેં હૈ પ્રમાદ જબ તાઈ, પરાધીન પ્રાની તબ તાઈ. જબ પ્રમાદકી પ્રભુતા નાસે, તબ પ્રધાન અનુભૌ પરગાસૈ.” એ પ્રમાદની, છઠ્ઠા ગુણસ્થાનની પ્રમાદી વાત કરી છે. પ્રમાદી છે ને? જેટલો રાગ આવે છે તેટલો પ્રમાદ છે). ‘તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર.” સ્વભાવ સન્મુખની ઉગ્રતા તે શિવપંથનું જોર છે અને રાગપંથ છે એ જગપંથ છે. આહાહા...! મુનિને પણ જેટલો) ઉદયભાવ છે એ જગપંથ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આમાં ચાલીસમો બોલ નીકળ્યો. (અહીંયાં કહે છે), વસ્તુનું સ્વરૂપ છે. “ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે.” જ્ઞાની ભોક્તા નથી. કેવો છે જ્ઞાની?” “પ્રકૃતિવમાવત: ઓલો હતો “પ્રકૃતિરૂમાવનિરતઃ. અજ્ઞાની “પ્રકૃતિવમાવનિરતઃ પ્રકૃતિ જડ, તેના લક્ષે ઉત્પન્ન થયેલો વિકાર, એમાં ‘નિરતઃ. અને ધર્મી “પ્રકૃતિરૂમાવવિરતઃ છે? ‘વિરતઃ કર્મના ઉદયના કાર્યમાં હેય જાણીને છૂટી ગયું છે.” “વિરતનો અર્થ કર્યો-વિરક્ત, વિરક્ત. રાગથી વિરક્ત છે, સ્વભાવમાં રક્ત છે. આહાહા...! મુમુક્ષુ :- સદાચાર પ્રકૃતિ સ્વભાવ છે? ઉત્તર :- સદાચાર શુભરાગ એ તો પ્રકૃતિ સ્વભાવ છે. લોકો જેને સદાચાર કહે એ સદાચાર છે જ નહિ. સદાચાર તો સત્ આચાર. સત્ સ્વરૂપ ભગવાન, એનું આચરણ કરવું તે સદાચાર છે. લોકો સદાચાર લૌકિકમાં કહે છે એ સદાચાર છે જ નહિ. આહાહા...! Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કલશામૃત ભાગ-૬ નૈતિક જીવન હો. પરસ્ત્રીનો ત્યાગ હો, આદિ બધું લૌકિક સજ્જનતા છે, શુભભાવ છે. એ સદાચાર નથી. વ્યવહારનયથી સદાચાર કહેવામાં આવે છે. આહાહા. માર્ગ તો એવો છે. “નિયમસારનું કહ્યું હતું. સમજાય છે કાંઈ કર્મના ઉદયના કાર્યમાં...” એનો અર્થ એવો નથી કે, કર્મનો ઉદય આવ્યો માટે અહીંયાં રાગ થયો. પણ ઉદય છે અને એ તરફનું લક્ષ છે તો કાર્ય–રાગ થયો. એ ઉદયના કાર્યમાં વિરત છે-વિરક્ત છે. ધર્મી ઉદયના કાર્યમાં વિરક્ત છે અને સ્વભાવના કાર્યમાં રક્ત છે. આહાહા.! સમજાય છે કાંઈ? વિરક્ત છે તેનો અર્થ કર્યો કે, હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને...” “હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને...” સમ્યગ્દષ્ટિને રાગ આવે છે પણ સ્વામિત્વપણું છૂટી ગયું છે. આહાહા...! ધણી નહિ. મારી ચીજ છે એમ માનતા નથી. આહાહા.! જ્ઞાતાના જ્ઞાનમાં શેય તરીકે–પરણેય તરીકે જાણે છે. સ્વામીપણું નથી. આહાહા...! આ દશા છે, બાપુ સ્વામીપણું જેને, એવો છે.” શું? “હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને ઓલું વિરત છે ને? વિરત. વિરતનો અર્થ સ્વામિત્વપણું છૂટી ગયું, એમ. “એવો છે.” “ભાવાર્થ આમ છે કે જીવને સમ્યક્ત્વ થતાં અશુદ્ધપણું મટ્યું છે....” દૃષ્ટિ અને સ્વભાવની અપેક્ષાએ કહ્યું કે, અશુદ્ધપણું મટી ગયું છે. દૃષ્ટિનું અને અનંતાનુબંધીનું અશુદ્ધપણું મટી ગયું છે પણ અહીંયાં અશુદ્ધપણું મટી ગયું છે એમ સામાન્ય કહ્યું છે. તેથી ભોક્તા નથી.” અશુદ્ધપણું દૃષ્ટિના વિષયમાં રહ્યું નહિ. દૃષ્ટિના વિષયમાં તો ભગવાન રહ્યો તો સમ્યગ્દષ્ટિને રાગનો ભોક્તા કહેવામાં આવતો નથી. કેમકે રાગનું સ્વામિપણું એને છે નહિ માટે તે ભોક્તા નથી એમ કહેવામાં આવે છે. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ) Page #165 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૫૧ (વસન્તતિલકા) ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम् । जानन्परं રાવેનોરમાવાच्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ।।६-१९८।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની ર્મ ન રોતિ વ ન વેયતે' (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ રોતિ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (૧) અને (ન વેયતે) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “વિત કયું તતવમાવત્ રૂતિ વેવનમ્ નાનાતિ' (વિન) નિશ્ચયથી (ય) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઈત્યાદિ છે તે સમસ્ત ( તમામ) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી- (તિ વતમ્ નાનાતિ) એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. “હિ સઃ મુવત્ત: વ’ (હિ) તે કારણથી (1) સમ્યગ્દષ્ટિ જીવ (મુત્ત: વ) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “પરં નાનન જેટલી છે પદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે ? “શુદ્ધત્વમાનિયતઃ (શુદ્ધવાવ) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (નિયત:) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી? “રવેવનયો: 31માવા (૨U) કર્મનું કરવું, (વેવન) કર્મનો ભોગ, –એવા ભાવ (માવાત) સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસંદેશ છે. ૬-૧૯૮. પોષ વદ ૯, ગુરુવાર તા. ૨-૦૨-૧૯૭૮. કળશ–૧૯૮ પ્રવચન–૨૨૧ સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી.... આહાહા.... કારણ કે શુદ્ધ જીવ સ્વભાવ જ્યાં અનુભવમાં આવ્યો તો શુદ્ધ જીવ તો વીતરાગ સ્વરૂપ જ છે. એવી સમ્યગ્દષ્ટિ થઈ, ચોથું ગુણસ્થાન. કહે છે કે, “રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી.... અશુદ્ધ પરિણામોનો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કલશામૃત ભાગ-૬ રચનારો નથી. થાય છે, પણ એ મારું કાર્ય છે એમ નથી. તેનું સ્વામીત્વપણું છૂટી ગયું છે અને પોતામાં રાગનું જ્ઞાન કરીને જ્ઞાનનું વેદન કરે છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! આહાહા...! ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ કોને કહીએ? કે, જેને પોતાનો સ્વભાવ ધ્રુવ શુદ્ધ ચૈતન્ય, જેને નિયમસાર’માં કા૨ણપ૨માત્મા કહ્યો, એને દૃષ્ટિમાં લઈ જેનો અનુભવ થયો છે કે, હું તો આનંદ અને જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવો સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી વિપરીત રાગાદિ ભાવ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ થાય છે તેનો કર્તા થતો નથી. સમજાય છે કાંઈ? તેને જ્ઞાતા-દૃષ્ટાપણે જાણે છે. મારી ચીજમાં એ રાગ નથી, વ્યવહાર આવે છે. દયા, દાનાદિ વિકલ્પ, ભગવાનની ભક્તિ એવો ભાવ આવે છે પણ તેનો તે જ્ઞાતા-દૃષ્ટા રહે છે. કેમકે પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ (છે), તેની અપેક્ષાએ રાગની, વિકલ્પની રચના કરવી એવું દૃષ્ટિમાં નથી અને દૃષ્ટિના વિષયમાં પણ એ નથી. સમજાય છે કાંઈ? કહે છે કે, રાગાદિ અશુદ્ધ પરિણામ. રાગાદિ એટલે દ્વેષ આદિ, અંશ આદિ. ‘અશુદ્ધ પરિણામોનો કર્તા નથી...’ આહાહા..! ‘કરે કર્મ સો હી ક૨તારા, જો જાને સો જાનનહારા’ એ નિર્જરા અધિકા૨’(માં) કહ્યું છે. ‘કર્તા સો જાને નહીં કોઈ, જાને સો કર્તા નહીં હોઈ,’ કરે કર્મ સો હી કરતારા' રાગ મારું કર્તવ્ય છે, એવું કરનારો છે તે મિથ્યાદૃષ્ટિ કર્તા જ હોય છે. કરે કર્મ સો હી કરતાા, જો જાને સો જાનનહારા' પણ પોતાનું સ્વરૂપ જે સ્વપપ્રકાશક છે, તેનું જેને અંત૨માં જ્ઞાન, દર્શન થયા છે તે રાગને જાણનારો રહે છે. યશપાલજી’! ઝીણી વાતું છે, ભગવાન! એ રાગ જાને સો જાનનહારા, એ વાત છે. આહાહા..! રાગ આવે છે તો રાગ સંબંધીનું જ્ઞાન, રાગ છે માટે રાગનું જ્ઞાન થાય છે એમ પણ નથી, પોતાના સ્વભાવની જ્યાં દષ્ટિ થઈ–સમ્યગ્દર્શન, આનંદનું અંશે વેદન (થયું) ત્યાં તે જ્ઞાનની પર્યાયમાં એક સમયમાં સ્વપપ્રકાશક પર્યાય પોતાથી, પોતાના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે તો રાગને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. આહાહા..! એ રાગ સંબંધી પોતાનું જ્ઞાન છે એ શાનને જ્ઞાન જાણે છે. આવી વાત છે. દેવલાલીજી’! ઉપદેશના વાક્યમાં તો એમ આવે કે, રાગને જાણે છે એમ આવ્યું લ્યો! રાગ તો ૫૨ છે. રાગને જાણે છે, જ્ઞાન સ્વપપ્રકાશકના સામર્થ્યમાં રાગનું જ્ઞાન થઈ જાય છે એ રાગ છે માટે નહિ, પોતાના સ્વરૂપની દૃષ્ટિ થઈ છે તો પોતાની સ્વપપ્રકાશક પર્યાય પોતાના સામર્થ્યથી પોતામાં થાય છે. આહાહા..! ફેર બહુ, બાપુ! સમજાય છે કાંઈ? આહા..! “અશુદ્ધ પરિણામોનો કર્તા નથી અને સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી.' આહાહા..! સુખદુઃખ (એટલે) આ કલ્પનાના, હોં! આ આત્માના સુખની વાત નથી. આ સુખદુઃખની કલ્પનાના સુખ. ઇન્દ્રિયો તરફ આ ઠીક છે એવો રાગ, અઠીક છે એવો દ્વેષ, એ સુખ. આત્માના સુખની વાત અહીં નથી. એ સુખદુઃખથી માંડી અશુદ્ધ પરિણામોનો...’ એમ લીધું ને? સુખ એટલે ઇન્દ્રિયમાં સુખ છે એવી કલ્પના, એ અહીંયાં લેવું છે. સુખ Page #167 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૫૩ (એટલે આત્માના સુખની વાત અહીંયાં નથી. સુખદુઃખ ઈત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી.” આહાહા.. કેમકે જે પોતાના આનંદને ભોગવે છે એ આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ ઝેર જેવો દેખાય છે. વિષકુંભ કહ્યું ને “મોક્ષ અધિકાર’માં? શુભભાવને પણ વિષકુંભ કહ્યો, ઝેરનો ઘડો. કુંભ એટલે ઘડોઘટ. ઝેરનો ઘડો. આહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ, તેનું ભાન થયું અને સમ્યગ્દર્શનમાં આત્માના અતીન્દ્રિય આનંદનો, અરે.. અનંત શક્તિ જેટલી છે તે સમજી શક્તિનો અંશ વ્યક્તપ્રગટ વેદનમાં આવ્યો. આહાહા. જેટલી શક્તિ છે, અનંત અનંત શક્તિની વ્યક્તતાનો અંશ. આહાહા. (તે જીવ) સુખદુઃખ ઝેરનો ભોક્તા થતો નથી. સમજાય છે કઈ? એ સુખદુઃખની કલ્પનાનો જાણનાર-દેખનાર રહે છે. આહાહા...! આવું સ્વરૂપ છે. કેમકે પ્રભુ તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાતા-દષ્ટા તેનો ત્રિકાળ સ્વભાવ છે. સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ ત્રિકાળ છે. આહાહા.! સમજાય છે કાંઈ? એ ભોક્તા પણ નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ’ ‘વિન માં તqમામ સુરિ નમ નીતિ જુઓ! આહાહા.! “જિન” એટલે ખરેખર. “નિશ્ચયથી..” “વિનાનો અર્થ ખરેખર, નિશ્ચયથી, વાસ્તવિક એમ (છે). નિશ્ચયથી” “” આ “શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઈત્યાદિ છે તે સમસ્ત.” તત્વમાવ કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી.” આહાહા.! સમજાય છે કાંઈ? ભગવાન જીવનું સ્વરૂપ-સ્વ-રૂપ, સ્વ પોતાનું રૂપ તો આનંદ અને જ્ઞાન એ પોતાનું સ્વરૂપ છે. આ રાગાદિ અશુદ્ધ આદિ એ પોતાનું સ્વરૂપ-સ્વભાવ-સ્વ-ભાવ, સ્વભાવવાનનો એ રાગાદિ સ્વભાવ નથી. તો પોતાના સ્વભાવને જાણનારો જીવ તે અશુદ્ધ પરિણામોનો કર્તા-ભોક્તા થતો નથી. એ કર્મનો ઉદય જીવનું સ્વરૂપ નથી. આહાહા...! અહીં તો ‘તરૂમાવ” એમ કહેવું છે ને? “તત્ત્વમાવત્ તિ વનમ્ નાનાતિ બસ! આહાહા...! શું “તત્વમાવ? ચૈતન્ય સ્વભાવની વાત અહીંયાં નથી. રાગ, દયા, દાન વિકલ્પ આદિ થાય છે “તત્વમાવતે સ્વભાવનો પોતાના જ્ઞાનમાં રહીને (કર્તા થતો નથી). એ લે છે, જુઓ! “જીવનું સ્વરૂપ નથી....” “તત્ત્વમવિ. કર્મનો ઉદય સ્વભાવ જીવનું સ્વરૂપ નથી...” “તિ વનમ નાનાતિ’ ‘એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે....” બસો પોતામાં છે નહિ. પોતાથી થયા જ નથી. વિકૃત અવસ્થા એ કર્મજન્ય (છે). એ કર્મજન્યનો અર્થ શું? કર્મો કાંઈ ઉત્પન કરાવી નથી. ઉત્પન તો પોતાની પર્યાયમાં નબળાઈથી નિમિત્તને વશ થઈને થઈ છે, પણ એ પરિણામ જીવ સ્વરૂપના નથી. એટલું બતાવવા એ કર્મ નિમિત્તનો સ્વભાવ છે એમ કહ્યું છે. નિમિત્તે કર્યા છે એમ અહીંયાં ન લેવું. પરદ્રવ્ય કોઈને વિકાર કે અવિકાર કરે એ કોઈમાં તાકાત નથી. સમજાય છે કાંઈ? અહીંયાં તો કર્મના સ્વભાવનો અર્થ એ વિભાવભાવ, વિકાર મારો સ્વભાવ નથી. તો એ કર્મ નામ દુઃખરૂપ વિકારી (ભાવ) એ કર્મનો Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કલશામૃત ભાગ-૬ સ્વભાવ છે. આહાહા..! આવી વાત છે. આકરું લાગે માણસને. શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત...’ કર્મનો સ્વભાવ છે. એમ. ‘તત્ત્વમાવસ્’ છે ને? ‘જીવનું સ્વરૂપ નથી...’ ‘રૂતિ વતમ્ નાનાતિ”. ‘વતમ્” એમ ખાસ કરીને, કેવળ ‘જ્ઞાનાતિ” બસ! કેવળ જ્ઞાનાતિ”, રાગને કેવળ જ્ઞાનાતિ”. કેવળ જ્ઞાનાતિ”નો અર્થ જરીયે એનો કર્તા-ભોક્તા થતો નથી. કેવળ જ્ઞાનાતિ”. આહાહા..! આવું સ્વરૂપ છે. કેવળ જ્ઞાનાતિ”. પોતામાં રહીને નબળાઈથી જે વિકારાદિ થયા તેને કેવળ જાણે જ છે. કેવળ નામ માત્ર જાણે જ છે. જરીયે કર્તા-ભોક્તા થતો નથી. એ માટે કેવળ” શબ્દ વાપર્યો છે. આહાહા..! દિગંબર સંતોની વાણી ઠેઠ સ્પર્શી નાખે એવી છે. આહાહા..! આવી વાત ક્યાંય છે નહિ. આ તો અંતરની વાત છે. સમજાય છે કાંઈ? શું કહે છે? ‘રૂતિ વતમ્ નાનાતિ” “એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી.’ ધણીપત્તે-પોતાના છે એમ થતું નથી. આહાહા..! વ્યવહાર રત્નત્રયના પરિણામ સમ્યગ્દષ્ટિને, પંચમ ગુણસ્થાનવર્તીને, મુનિને પણ આવે તો છે. સમજાય છે કાંઈ? પરંતુ તેના સ્વામીપણે પરિણમતો નથી. સ્વસ્વામીસંબંધ શક્તિ પોતામાં છે. ૪૭ શક્તિમાં છેલ્લી ૪૭મી સ્વસ્વામીસંબંધ (શક્તિ છે). સ્વ નામ પોતાનું દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ. સ્વ-પોતાનો, સ્વસ્વામી તેનો સ્વામી. તેનો સ્વસ્વામીસંબંધ ગુણ છે. તો ગુણની પક્કડ ગુણીની થઈ એ સ્વસ્વામીસંબંધનો જ સ્વામી થાય છે, એ રાગનો સ્વામી થતો નથી. શું કહ્યું? ફરીથી. (રાગનો) સ્વામી કેમ થતો નથી? કે, અંદર આત્મામાં એક સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે, શક્તિ છે. સત્ સત્ પ્રભુ, તેનું સત્ત્વ. સત્ત્વ કહો, ભાવ કહો, ગુણ કહો, શક્તિ કહો. એ ગુણમાં એક સ્વસ્વામીસંબંધ નામનો ગુણ છે. એ કારણે પોતાના સ્વભાવનું ભાન જ્યાં થયું છે, તે પોતાના સ્વરૂપના સ્વસ્વામીસંબંધમાં રહે છે. ૫૨ની સાથે સ્વ અને હું સ્વામી એમ થતું નથી. આહાહા..! આવું છે, ભાઈ! ભાષા તો સાદી છે, પ્રભુ! ભાવ તો છે ઇ છે. બીજું શું કરે? આહાહા..! ભગવાન છે ને પ્રભુ તું પણ! ભગવાન સ્વરૂપ અંદર છે. આહાહા..! કહે છે કે, વતમ્ નાનાતિ” અર્થાત્ કેવળનો અર્થ એટલો કર્યો કે, તેનું સ્વામીપણું નથી. નહિતર તો કેવળ કેવળ જાણનારો જ રહે છે. તેનો અર્થ કર્યો કે, તેનું સ્વામીપણું થતું નથી. સમજાય છે કાંઈ? આ તો ભાઈ, આ કંઈ વિદ્વત્તાની ચીજ નથી, આ તો અંત૨ની ચીજ છે. એ કોઈ ભાષામાં હોશિયાર થઈ જાય ને લોકોને સમજાવે માટે એ જ્ઞાન (એમ નથી). વિદ્વત્તા એ કોઈ જ્ઞાન નથી. જ્ઞાન તો કોઈ બીજી ચીજ છે. આહાહા..! લોકોને સમજાવતા પણ ન આવડે, એવી શક્તિ ન હોય તો એનું સમ્માન ચાલ્યું નથી જતું. આહાહા..! મુમુક્ષુ :– જ્ઞાનને હેય માનશે તો શિથિલ નહિ થઈ જાય? ઉત્ત૨ :– હેય માને એટલે અંદર ઉગ્ર પુરુષાર્થ થયો. કેમકે આત્મામાં એક વીર્ય નામનો = Page #169 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૫૫ ગુણ છે, એ ગુણનું કાર્ય ૪૭ શક્તિમાં શું લીધું છે? સમયસાર'માં છેલ્લે ૪૭ શક્તિ (આવે છે). આત્મામાં વીર્ય-પુરુષાર્થ નામનો ગુણ છે. આ જડ વીર્ય છે (જેનાથી) પુત્ર-પુત્રી ઉત્પન્ન થાય છે એ તો જડ, માટી–ધૂળ છે. આ તો અંદર એક વીર્ય નામનો ગુણ અનાદિઅનંત છે. પ્રભુએ એનું સ્વરૂપ એવું લીધું છે અને એવું છે કે, વીર્ય–સ્વસ્વરૂપની રચના કરે તેનું નામ વીર્ય કહીએ. પોતાના શુદ્ધ નિર્મળ પરિણામની રચના કરે તેનું નામ વીર્ય ગુણ કહીએ. અશુદ્ધ વ્યવહાર રત્નત્રયની રચના કરે... આહાહા..! તેને તો નપુંસક કહ્યા છે. પુણ્ય-પાપ અધિકા૨’માં છે અને બીજે ઠેકાણે છે. ક્લીબ’ કહ્યું છે, સંસ્કૃતમાં ‘ક્લીબ’ (કહ્યું છે). આહાહા..! પુણ્ય-પાપના ભાવની રચના કરે એ ક્લીબ છે. કેમકે જેમ ક્લીબ-નપુંસકને વીર્ય હોતું નથી તો તેને સંતાન થતા નથી. એમ શુભભાવમાં ધર્મ પર્યાય ઉત્પન્ન થતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? અહીંયાં (કહે છે), પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી.’ પરિણમે છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી રાગ પરિણમે તો છે ને? અને નયના અધિકારમાં તો એમ પણ લીધું, ૪૭ નયમાં કે, ધર્મી હો, સંત હો તોપણ રાગ આવે છે તે રાગનું પરિણમન છે તેટલો કર્તા છું એમ જાણે છે. કર્તા નામ ક૨વાલાયક છે એમ નહિ, કર્તવ્ય એમ નહિ. પણ કર્તા નામ પિરણમવું, હું મારાથી કરું છું એમ. ૪૭ નયમાં એમ લીધું છે અને ભોક્તા પણ હું છું, હું રાગનો ભોક્તા છું. પર્યાયદૃષ્ટિથી, હોં! પર્યાયથી. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિમાં કર્તાભોક્તા છે જ નહિ. પરંતુ પર્યાયમાં સમકિતીને પણ જ્યાં સુધી રાગ અને પુણ્યાદિનું પરિણમન થાય છે ત્યાં સુધી તે કર્તા છે એમ નયથી જાણે છે. આહાહા..! અને ભોક્તા પણ હું છું એમ જાણે છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાયદૃષ્ટિથી પર્યાંયનું જ્ઞાન કરવા, વ્યવહારનયનું (જ્ઞાન કરવા). અહીંયાં તો જ્યાં નિશ્ચયથી અંદર દૃષ્ટિના વિષયનું જ્ઞાન ચાલે છે ત્યાં તો તે પરિણમનનો કર્તા હું નથી (એમ આવે). આહાહા...! મનોહરલાલજી વર્ણી’ છે ને? એમણે બે પ્રશ્ન કર્યા હતા, જ્યપુર’ આવ્યા હતા, ‘જયપુર’ આવ્યા હતા ખાસ. ક્ષુલ્લક છે ને ક્ષુલ્લક આવ્યા હતા, બે દિવસ રહ્યા હતા. એમણે બે પ્રશ્ન કર્યાં હતા. પહેલા આ પ્રશ્ન કર્યો હતો કે, આ રાગને પુદ્ગલ પિરણામ કેમ કહ્યા? ભાઈ જાણો છો મનોહરલાલજી’ને? એને પુદ્ગલ પરિણામ કેમ કહ્યા? કેમકે એ નીકળી જાય છે, પોતાના નથી, નીકળી જાય છે માટે પુદ્ગલ કીધા. પોતામાં રહે તે જીવ છે. નીકળી જાય છે માટે પુદ્ગલ પિરણામ. પુદ્ગલ પિરણામ નહિ પણ પુદ્ગલ કીધું છે. ‘કર્તા-કર્મ (અધિકાર)માં તો રાગ દયા, દાનના વિકલ્પને પુદ્ગલ કીધા છે. આવ્યું છે ને ૭૫-૭૬ ગાથામાં? સમજાય છે કાંઈ? બે પ્રશ્ન થયા હતા. એક આ પ્રશ્ન થયો હતો. બીજો પ્રશ્ન (આ થયો હતો કે), તમે જો આ ઉદ્દેશિક આહારનો ખુલાસો કરો તો સારું. લોકો કરે છે, એમ. એટલું બોલ્યા નહોતા પણ ઉદ્દેશિકનો અર્થ થાય તો (સારું). મેં કીધું, પ્રભુના વિરહમાં શું Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કલશમૃત ભાગ-૬ કહું? લોકો કરે છે અને ત્યે છે એ તો ઉદ્દેશિક છે. એનો કહેવાનો આશય હતો કે, લોકો કરે છે ને? લેવાવાળાને શું? અરે...! પણ ખબર નથી લેવાવાળાને કે મારા માટે બનાવે છે? સમજાણું કાંઈ? અગિયારમી પડિમાવાળાને પણ ઉદ્દેશિક ખપે નહિ. નવ કોટિમાં એક કોટિ તૂટે છે. સમજાય છે કાંઈ? અનુમોદન થઈ જાય છે. ત્યાં નવ કોટિનો ત્યાગ નથી રહેતો. સમજાય છે કઈ? એ પ્રશ્ન તો અમારા ગૃહસ્થાશ્રમમાં હતો. (સંવત) ૧૯૬૯ ની સાલ. ૧૯૭૦ ની સાલમાં ઢુંઢિયાની દીક્ષા થઈ. ૬૯, ૬૯ સમજ્યા? ૬૯. અમારા ગુરુને મેં પ્રશ્ન કર્યો હતો. ૬૫ વર્ષ થયા. કીધું, સાધુ માટે આ મકાન બનાવે અને સાધુ વાપરે તો નવ કોટિમાં કઈ કોટિ તૂટે? નવ કોટિ સમજાય છે? મન-વચન-કાયા, કરવું-કરાવવું અને અનુમોદવું. એ તો એ વખતે પ્રશ્ન કર્યો હતો. ૬૫ વર્ષ પહેલા. એટલી વાત સાંભળી કે, સાધુ માટે અપાસરા બનાવ્યો હોય અને વાપરે તો એ સાધુ નહિ વાપરે. મેં પૂછ્યું કે, નવ કોટિએ ત્યાગ છે તો એને માટે મકાન બનાવ્યું અને વાપરે તો કઈ કોટિ તૂટે? તો અમારા ગુરુ બહુ ભદ્રિક હતા. દૃષ્ટિ તો સંપ્રદાયની હતી, મિથ્યાષ્ટિ હતી પણ આમ બહુ ભદ્રિક હતા એટલે મારી દીક્ષા અટકી જાય એ કારણે એવો જવાબ આપ્યો. કારણ કે મેં દીક્ષા નહોતી લીધી. મેં પ્રશ્ન કર્યો હતો. એમણે કહ્યું, તમારા માટે તમારા ભાઈએ મકાન બનાવ્યું હોય અને તમે વાપરો એમાં કયું કરવું આવે? મેં પછી જવાબ ન આપ્યો. મારા ખ્યાલમાં હતું એ વખતે કે, અનુમોદન થાય. નવ કોટિમાં એક કોટિ તૂટી જાય છે. સમજાય છે કાંઈ? બાપુ આ તો પ્રભુનો માર્ગ છે, આ કંઈ કોઈનો નથી. પોતાની કલ્પનાથી અર્થ કરવા એ કોઈ ચીજ નથી. ભગવાન બિરાજે છે. ભગવાન સાક્ષાત્ બિરાજે છે એની પેઢીને નામે કંઈક ચલાવવું એમ હોય નહિ). પ્રભુનો માર્ગ છે, ભાઈ! આહાહા.! ભવનો ભય એને હોવો જોઈએ ને? આહાહા. એ ઉદ્દેશિકનો પ્રશ્ન કર્યો હતો એમને કહ્યું, મેં તો શાંતિથી કહ્યું હતું, હોં હું તો દ્રવ્યલિંગી ક્ષુલ્લકને પણ કોઈને માનતો નથી. શાંતિથી સાંભળતા હતા. મેં પણ શાંતિથી કહ્યું. વસ્તુની સ્થિતિ આ છે). દ્રવ્યલિંગી ક્ષુલ્લક પણ હું તો કોઈને અત્યારે માનતો નથી. કેમકે એ પણ એની માટે બનાવેલું) ત્યે છે. મેં તો શાંતિથી (કહ્યું. અમને કોઈનો અનાદર નથી. વિરોધ હોય તોપણ ભગવાન છે. આત્માની સાથે પ્રેમ રાખવો. કોઈપણ માણસ હો, ગમે તેટલી વિરોધ શ્રદ્ધા હો પણ તેના પ્રત્યે વેરવિરોધ બિલકુલ ન કરવા. શાંતિથી. શાંતિથી. એ પણ અંદર ભગવાન છે. એક સમયની ભૂલ છે એ ભૂલ કાઢી નાખશે. આપણે તો એમ લેવું. સમજાય છે કાંઈ? હું તો શું કહું? પ્રભુ! અત્યારે ભગવાનના વિરહ પડ્યા અને એને માટે ત્યે તો દોષ નથી એમ નથી, ભાઈ! એની માટે બનાવેલું ત્યે છે. હમણા પાંચ સાધુ આવ્યા હતા ને? હમણા “ભાવનગર ગયા હતા ને? પાંચ સાધુ હતા, પાંચ આર્શિકા હતી, એક ક્ષુલ્લક (એમ) અગિયાર (હતા) અને એક માણસ હતો, Page #171 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૫૭ આહાર બનાવવા માટે ચાર-પાંચ બાયું હતી. મેં તો પ્રશ્ન કર્યો હતો, આ ઉદ્દેશિક આહાર કરે છે એનું શું)? એમ તો શું ખબર પડે? અમે કંઈ અવધિજ્ઞાની છીએ? કે, અમારી માટે બનાવે છે. બાર-તેર જણા માટે બનાવતા હતા. એમની સાથે એક બ્રહ્મચારી હતો એ બહુ નરમ હતો. ઈ મારી પાસે આવ્યો, કહે, મહારાજ! મને હિન્દી “મોક્ષમાર્ગ પ્રકાશક આપો ને. હિન્દી મળતા નથી. મેં કીધું, લઈ જાઓ, ભેટ લઈ જાઓ. જાઓ વાંચો બાપા, વાંચો. અહીંયાં તો ઘણા પુસ્તક છે. નરમ હતો. કાપડનો વેપારી હતો અને એક માણસ સાથે હતો. ભોજન માટે. ઉદ્દેશિક ભે છે એમાં બિલકુલ કોટિ નથી તૂટતી (એમ નથી). એષણા દોષ છે. અહિંસાનો દોષ છે અને એને માટે બનાવે છે અને જ્યાં ભોજન લેવા જાય છે તો એ શું કહે છે? આહાર શુદ્ધ. બોલે છે ને? આહાર શુદ્ધ, વચન શુદ્ધ, મન શુદ્ધ. તો એ તો જૂઠું છે. બનાવ્યું છે તો એને માટે, આહાર શુદ્ધ ક્યાંથી આવ્યો અને આવું બોલ્યા તોય લ્ય છે. જૂઠાની અનુમોદના (થઈ. પ્રભુ માર્ગ આવી છે. કોઈ વ્યક્તિ માટેની વાત નથી. આ તો વસ્તુના સ્વરૂપની સ્થિતિની વાત છે, ભાઈ! ભગવાના કોઈને દુઃખ થાય એવી તો કોઈની ભાવના નથી. સમજાય છે કાંઈ? આહાહા...! અહીંયાં તો ભઈ આ છે. અહીંયાં એ કહ્યું, અશુદ્ધ પરિણામ થોડા અસ્થિરતાના થાય છે તેનો પણ સ્વામી નથી. આહાહા.! મુનિ કે ક્ષુલ્લક માટે બનાવેલો આહાર ત્યે તો કોટિ તૂટે છે. એષણા તૂટે છે, અહિંસા તૂટે છે. નવ કોટિમાં કોટિ તૂટે છે. પ્રભુ માર્ગ આવી છે. પ્રભુના વિરહ પડ્યા, વીતરાગ પરમાત્મા અત્યારે હાજર નહિ અને પાછળ આવી ગડબડ ચલાવવી, બાપુ માર્ગ એવો નથી. આહાહા.! મુમુક્ષુ :- એમાં અવધિજ્ઞાનની વાત ક્યાં છે? ... ઉત્તર :- પણ એ બુદ્ધિ ક્યાં? ચોખા સાથે બાર માણસ અને રાંધનાર ચાર. કોને માટે રાંધે છે? જવાબ આવો બાપા, કીધું, હોય નહિ, ભાઈઆહાહા.. એવી વાત છે. અહીં એ કહે છે, કદાચિતુ મુનિને શુભરાગ આવી જાય, મુનિને શુભરાગ (આવે, તોપણ જાણનાર રહે છે. એ બારમી ગાથામાં આવ્યું ને? અગિયારમી ગાથામાં એમ કહ્યું કે, મૂલ્યમસિવો નુ સમૂવિટ્ટી રવિ નીવો.” પછી બારમી ગાથામાં એમ કહ્યું, વવરસિા પુખ ને હું પરમે ફિવા માવા' ત્યાં વ્યવહારનો ઉપદેશ છે, એ પ્રશ્ન નથી. “વવાર સિવા પુળ ને ટુ અપરણે ફિલા માવા' ત્યાં કેટલાક લોકો એવો અર્થ કરે છે કે, નીચેના માણસને વ્યવહારનો ઉપદેશ દેવો. ઇ વાત ત્યાં છે જ નહિ. એની વ્યાખ્યા એમ છે કે, “વવદારરિસતા ટીકામાં અમૃતચંદ્રાચાર્યે લીધું છે કે, રાગ આવે છે તેને જાણવો, તે કાળે જાણવો તેને “વહારવેસિવા' કહેવામાં આવ્યું છે. શું શબ્દ છે? ભૂલી ગયા. મુમુક્ષુ :- કાળે જાણેલો પ્રયોજનવાન છે. ઉત્તર :- તે કાળે... શબ્દ... Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કલશામૃત ભાગ-૬ મુમુક્ષુ :- તવાત્વે’. ઉત્તર ઃ- “તવાત્વે’. મારે તો ઇ શબ્દ (હતો). ‘તવાÒ” સંસ્કૃત શબ્દ છે. ‘તવાત્વે’ તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર આવે તે કાળે જાણેલો, એમ. બીજે સમયે બીજો વ્યવહા૨ (આવે) તો તે કાળે તે જાણેલો. કેમકે સમયે સમયે ધર્મીની શુદ્ધિ વધે છે અને અશુદ્ધિ ઘટે છે તો તે સમયે લીધું છે. એવો પાઠ છે, “તવાર્તો” લીધું છે. ‘તવાÒ” નામ તે તે સમયે જાણેલો પ્રયોજનવાન છે. જે પહેલે સમયે જાણ્યું કે, અશુદ્ધતા થોડી છે અને શુદ્ધતા વિશેષ છે. પછી શુદ્ધતા વિશેષ વધી, અશુદ્ધતા ઘટી. તો તે સમયે તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. સમય સમયનું ભિન્ન ભિન્ન જ્ઞાન તે તે સમયે જાણેલું પ્રયોજનવાન છે. એમ ‘તવાÒ” શબ્દ પડ્યો છે. સંસ્કૃત ટીકામાં અમૃતચંદ્રાચાર્યે' ઘણું સ્પષ્ટ કર્યું છે. એનો અર્થ લોકો એમ કરે છે કે, નીચેનાને વ્યવહા૨નો ઉપદેશ કરવો. એ ઉપદેશ કરવાની વ્યાખ્યા છે જ નહિ. આહાહા..! ભાઈએ પ્રશ્ન કર્યો હતો, શાહુજી’એ, ‘કલકત્તામાં. અહીંયાં આ કહ્યું છે ને? ‘વવહાવેસિવા’. કીધું, બાપુ! દેશનાનો અર્થ ત્યાં ઉપદેશ નથી. સંસ્કૃત ટીકા તો જુઓ. તે સમયે જેટલો વ્યવહાર આવે છે અને શુદ્ધિની જેટલી પર્યાય છે તે બેયને જાણવું તે વ્યવહા૨ છે. ત્રિકાળને જાણવું એ નિશ્ચય છે અને પર્યાયની શુદ્ધિ-અશુદ્ધિનું જાણવું તેનું નામ વ્યવહા૨ છે. શું થાય પ્રભુ? આમાં શું કરવું? માર્ગ તો આ છે. એ અહીં કહે છે, જુઓ! સ્વામીપણું. ‘કેવળ’ શબ્દ અહીંયાં લીધો છે. સ્વામીપણું નથી, તે તો કેવળ જાણનારો રહે છે. આહાહા..! ત્તિ સઃ મુત્ત: વ ગજબ વાત છે, જુઓ! ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા..! કેમકે પ્રભુ આત્મા મુક્ત સ્વરૂપ છે. શાસ્ત્રભાષાથી અહીંયાં મુક્ત આવ્યું છે અને ૧૪-૧૫ ગાથામાં અબદ્ધસૃષ્ટ આવ્યું છે. પ્રભુ અબદ્ધસૃષ્ટ છે તેને જાણ્યો તેણે જિનશાસન જાણ્યું. શુદ્ધ ઉપયોગમાં જાણવામાં આવ્યો કે, આ આત્મા તો અબદ્ધસૃષ્ટ છે. બદ્ધ અને સ્પષ્ટ છે જ નહિ. વિશેષ નથી, સંયુક્ત નથી. બોલ છે. અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અસંયુક્ત, અવિશેષ એવા પાંચ બોલ છે. એ પાંચ બોલમાં એમ છે, એકલો આત્મા શુદ્ધ ચૈતન્યઘન નિશ્ચય પૂર્ણ છે એમ જે જાણે છે તેણે જિનશાસન જાણ્યું. ‘પાવિ નિળસાસનું સળં', અત્યારે વળી આ પ્રશ્ન આવ્યો છે ને? વિદ્યાનંદજી” તરફથી. ‘અપવેસસંતમાં’. ‘અપવેસસંતમાં’નો અર્થ એણે એવો કર્યો છે—અખંડ પ્રદેશ. એમ નથી. યસેનાચાર્યદેવ’ની ટીકામાં ચોખ્ખો શબ્દ છે તેને જૂઠો કહે છે. જ્ગસેનાચાર્યદેવ'ની વાત ખોટી છે (એમ કહે છે). લ્યો, આચાર્યની વાત ખોટી છે. અમૃતચંદ્રાચાર્યને’ ‘અપવેસ’નો અર્થ સમજાયો નથી. માટે છોડી દીધો. અરે..! ‘અમૃતચંદ્રાચાર્ય’ કોણ છે? પ્રભુ! આહાહા..! એણે તો ગણધર જેવા (કામ કર્યાં છે). કુંદકુંદાચાર્યે” તીર્થંકર જેવા કામ કર્યાં છે અને ગણધર જેવા કામ Page #173 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ‘અમૃતચંદ્રાચાર્યે’ કર્યાં છે. પ્રભુ! તને ખબર નથી. આહા..! ઇ કહે, ‘અમૃતચંદ્રાચાર્યે’ ‘અપવેસ’નો અર્થ મૂકી દીધો છે માટે એ સમજ્યા નથી. ‘અપવેસ’ દ્રવ્યસૂત્ર છે, તો દ્રવ્યસૂત્રની વ્યાખ્યા નથી કરી. ભાવની કરી. મૂળ તો એમ છે. તો ઇ કહે, સમજી શક્યા નથી માટે અર્થ કર્યો નથી અને જ્ગસેનાચાર્યે” અર્થ કર્યો, ‘અપવેસ” એટલે દ્રવ્યસૂત્ર. એ ખોટું છે, કહે છે. ત્યારે શું છે? તો કહે, ‘અપવેસ’ એટલે અખંડ પ્રદેશ. પણ એવી વાત શાસ્ત્રમાં છે જ નહિ. કાં કહેવું અસંખ્ય પ્રદેશ અને કાં કહેવું એક પ્રદેશ, એમ શાસ્ત્રમાં આવે છે. ઇ શું કહ્યું? કાં કહેવું અસંખ્ય પ્રદેશ. ૪૭ શક્તિમાં આવે છે નિયતપ્રદેશત્વ શક્તિ, નિયતપ્રદેશત્વ શક્તિ. અસંખ્ય પ્રદેશી નિશ્ચય શક્તિ એમાં છે. એવું ગુણમાં આવ્યું છે. અને બહુ ટૂંકું કરવું હોય તો પંચાસ્તિકાય’માં ૩૧ ગાથામાં એમ આવ્યું છે, લોકપ્રમાણ એકપ્રદેશી, એમ આવ્યું છે. છે તો લોકપ્રમાણ પણ એકપ્રદેશી ગણવામાં આવ્યું. ભંગ નહિ કરીને. છે અસંખ્ય પ્રદેશ). પંચાસ્તિકાય’ની ૩૧ ગાથા છે. આ નિયતપ્રદેશત્વ છે એ ૪૭ શક્તિમાં છે. પ્રદેશ અખંડ છે એવી વાત ત્યાં છે જ નહિ. અસંખ્યપ્રદેશી ગણો કાં સામાન્યપણે કહેવું હોય તો એકપ્રદેશી કહો, બસ! સમજાય છે કાંઈ? વસ્તુનું સ્વરૂપ એવું છે. એ કોઈએ કર્યું નથી. જેવું છે તેવું ભગવાને કહ્યું છે. સમજાય છે કાંઈ? અહીંયાં એ કહે છે, સમકિતી તો મુક્ત છે, કહે છે. આહાહા..! અબદ્ધસૃષ્ટ લીધું ને? ‘નો પસ્સવિ અપ્પાનું અવન્દ્વપુä' અબદ્ધ નાસ્તિથી કહ્યું છે મુક્ત છે એ અસ્તિથી છે. સમજાય છે કાંઈ? અબદ્ધસૃષ્ટ છે ને? બદ્ધસૃષ્ટ નથી, એ નાસ્તિથી (છે). અને મુક્ત એ અસ્તિથી છે. તો મુક્ત અહીંયાં લીધું છે. આહાહા..! વસ્તુ છે એ તો મુક્ત સ્વરૂપ જ છે. પર્યાયમાં રાગ ને પર્યાયમાં નિમિત્ત-નિમિત્ત સંબંધ છે. દ્રવ્ય અને રાગને નિમિત્તનિમિત્ત સંબંધ છે જ નહિ દ્રવ્યની સાથે. આહાહા..! શશીભાઈ’! એ અહીં કહે છે, જુઓ! ‘સમ્યગ્દષ્ટિ જીવ...’ ‘ત્તિ સઃ મુત્તઃ વ” આહાહા..! “દિ”નો અર્થ કર્યો, તે કારણથી.’ સ’ નામ ‘સમ્યગ્દષ્ટિ જીવ... ‘મુત્તઃ વ” જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે.’ આહાહા..! આ અપેક્ષાએ. પવિત્ર જે શુદ્ધ ભગવાન દ્રવ્ય ને ગુણ પવિત્ર છે એવી પરિણતિ–પ્રતીત, સમ્યગ્દર્શનમાં પરિણતિ પણ શુદ્ધ થઈ ગઈ. એમાં રાગનો સંબંધ નથી તે અપેક્ષાએ મુક્ત જ છે એમ કહેવામાં આવ્યું છે. દ્રવ્યે તો મુક્ત છે જ પણ પર્યાયમાં ભાન થયું તો પર્યાયમાં પણ એટલું મુક્તપણું આવ્યું તો તેને મુક્ત જ છે એમ કહી દીધું છે. ફરીને, ‘મુજ્તઃ વ’ કહ્યું ને? પાઠ તો અમૃતચંદ્રાચાર્યદેવ’નો છે. ‘મુત્તઃ વ' (કહ્યું) તો પૂર્ણ મુક્ત તો છે નહિ. પણ બે પ્રકા૨ (છે). એક તો મુક્ત સ્વરૂપ છે એવો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો તો મુક્ત સ્વરૂપ છે, તે કારણે અબદ્ધસ્પષ્ટ કહ્યું. એ પણ મુક્ત થયો. હવે અંદરનું ભાન થયું, રાગથી ભિન્ન છે એવી પરિણિત પણ એટલી મુક્ત થઈ ગઈ. રાગથી ભિન્ન થઈને અને સ્વભાવમાં એકતા થઈને શુદ્ધ પરિણતિ થઈ તેટલી પણ રાગથી મુક્ત ૧૫૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કલશામૃત ભાગ-૬ થઈ ગઈ. પર્યાય પણ, હોં! તો તેને કહ્યું કે, ‘મુત્ત: વ’. આહાહા..! પૂર્ણ મુક્ત નથી પણ મુક્ત જેવો છે, એમ કહીને કહ્યું. એ તો નિર્જરા અધિકારમાં પણ આવે છે. લખ્યું છે આમાં, પાનું ૧૨૫, નિર્જા અધિકાર’. ત્યાં સાક્ષાત્ મોક્ષ લીધો છે. કળશ છે. ‘નિર્જરા અધિકાર’નો દસમો કળશ છે. આમાં છે. તે દિ’ મેળવતા મેળવતા લખી નાખ્યું હશે. નિર્જરા અધિકાર’ છે ને? (એનો) દસમો કળશ છે, દસમો. ‘નિર્જરા અધિકા૨’ ૧૪૨ કળશ, નિર્જરાનો દસમો, આમ ૧૪૨. એમાં લીધું છે, જુઓ! ઉપરથી પાંચમી-છઠ્ઠી પંક્તિ છે. કેવું છે જ્ઞાનપદ?” કેવું છે જ્ઞાનપદ?” ‘સાક્ષાત્ મોક્ષઃ’. છે? ‘પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે.' આહાહા..! (જેવું) સ્વરૂપ છે તેવી પરિણિત થઈ ગઈ તો એને (મુક્ત) કહી દીધો. આહાહા..! સાક્ષાત્. સમજાય છે કાંઈ? બહુ ગંભીર. આખા સમયસારમાં એક એક ગાથા, એક એક શબ્દ.. ઓહોહો..! ભગવાનની સીધી વાણી. અનુભવ, સમ્યગ્દર્શન સહિત ચારિત્રની અનુભવની ભૂમિકામાં આ ભગવાનની પાસે સાંભળ્યું અને આ આવ્યું છે. આહાહા..! હૈં? આહાહા...! અહીંયાં કહ્યું, “દ્દેિ સ: મુત્તઃ વ”. કીધું ને? ત્તિ સઃ મુત્તઃ વ” એમ. ‘સમ્યગ્દષ્ટિ જીવ...' ‘મુત્ત: વ’. જેવા નિર્વિકાર...' એ કીધું ખરું ને? એટલે મુક્ત કીધા. જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે.’ એમ. ઓલું વ” કીધું હતું ને? ‘મુત્તઃ વ” મુક્તની જેમ. કોની પેઠે? તો, સિદ્ધ ભગવાનની પેઠે, એમ. છે? ‘મુત્તઃ વ’ શબ્દ-પાઠ છે ને? ‘મુત્તઃ વ” “મુત્ત: વ” મુક્તની જેમ. જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો...’ એમ. આહાહા..! ‘રાજમલે’ ટીકા પણ કેવી કરી છે! આહાહા..! એક એક શબ્દની કિંમત છે, પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકનો નાથ કેવળી બિરાજે છે એની વાણી છે, એની ગાદીએ બેસીને અર્થ કરવા... ભગવાન! મોટી પેઢી છે ભગવાનની તો. આહાહા..! એવી વાત છે, પ્રભુ! બહુ સરસ. આચાર્યોની તો શું વાત કરવી પણ ‘રાજમલે' ટીકા બનાવી એ બહુ સરસ બનાવી. ‘રાજમલ’ ‘નાટક સમયસાર’ શું કહેવાય? બનારસીદાસ’, “ટોડરમલ’ આહાહા..! વસ્તુની સ્થિતિનું વર્ણન (છે). અંત૨માં વાત બેસવી જોઈએ, બાપુ! આહાહા..! એકલી ભાષા કંઈ કામ કરે નહિ. આહાહા..! કેવો જે સમ્યગ્દષ્ટિ જીવ?” પરં નાનન્” છે ને? પરં નાનન્” જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો શાયકમાત્ર છે,...’ છે? ઓલામાં ‘કેવળ’ આવ્યું હતું ને? ‘વનમ્ નાનાતિ’ ત્યાં સ્વામીપણું લીધું. સ્વામી નથી. અહીં તો પરં નાનન્” (લીધું છે). આહાહા..! જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો શાયકમાત્ર છે,...’ આહાહા..! એ જાણનારો છે. એમ છે. કેમકે પોતાનો સ્વભાવ જ્ઞાન અને આનંદ છે એવું સ્વસન્મુખ થઈને ભાન થઈ ગયું તો પ૨સન્મુખના જેટલા રાગાદિ છે તેનો તે કર્તા-ભોક્તા નથી. પરં નાનન્” કહ્યું ને? કેવળ ‘જ્ઞાયકમાત્ર છે.’ અહીંયાં લીધું છે, જુઓ! ‘જ્ઞાયકમાત્ર છે,..’ જ્ઞાયકમાત્ર છે, એમ. જ્ઞાયકમાત્ર છે,..’ આહાહા..! શરીર, વાણી, મનની ક્રિયા થાય છે એ તો જડથી થાય છે, તેનો પણ જ્ઞાયકમાત્ર છે અને Page #175 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૬ ૧ રાગાદિ અશુદ્ધભાવ થાય છે તેનો પણ જ્ઞાયકમાત્ર, જ્ઞાયકમાત્ર (છે). આહાહા.! સમજાય છે કાંઈ? મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી.” આહાહા...! મિથ્યાષ્ટિને તો રાગનું સ્વામીપણું હોય છે. રાગ મારો છે અને રાગથી, શુભ કરતા કરતા મારું કલ્યાણ થશે એમ માને છે તો) એ મિથ્યાષ્ટિ છે, તેનું તેને સ્વામીપણું છે. પોતાનો સ્વસ્વામીસંબંધપણાનો સંબંધ છોડીને રાગનો સ્વસ્વામી થયો. આહાહા...! સમજાય છે કાંઈ? મિથ્યાષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે?” “શુદ્ધવિમાનિયતઃ સમ્યગ્દષ્ટિ “શુદ્ધ ચૈતન્યવસ્તુમાં... “નિયતઃ ‘આસ્વાદરૂપ મગ્ન છે. આહાહા.! જુઓ! “નિયતઃ'નો અર્થ નિશ્ચય કર્યો છે ને? “નિયતઃ એટલે નિશ્ચય. નિશ્ચયનો અર્થ પોતાના આનંદનો સ્વાદ છે. આહાહા.! વસ્તુ સ્વરૂપના સ્વાદનો અહીંયાં નિયતઃ અર્થ કર્યો. આહાહા...! રાગના સ્વાદનું કર્તા-ભોક્તાપણું છોડી સમ્યગ્દષ્ટિ નિજ સ્વરૂપનો સ્વાદિષ્ટ છે. આહાહા.! ઝીણી વાતું છે, હસમુખભાઈ! “મુંબઈમાં કાંઈ મળે એવું નથી. આહાહા..! હેરાન હેરાન થઈને મરી જાય મફતના. પછી કરોડપતિ, દસ કરોડ ને ધૂળ કરોડ. આહાહા...! આહાહા...! આવો ભગવાન અંદર... કહે છે, ઈ તો નિયતઃ “શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં... “નિયતઃ આસ્વાદરૂપ મગ્ન છે. આહા...! “શા કારણથી?” રાવે નયોઃ કમાવા શું કારણે એવો છે? રાગને કરવું અને ભોગવવું એવો ભાવ “સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે.” “કમાવા છે ને? આહાહા...! કેમકે રાગ ઉપરની દૃષ્ટિ છૂટી ગઈ. દૃષ્ટિ જેમાં રાગ નથી ત્યાં દૃષ્ટિ લાગી ગઈ છે-ધ્રુવ ઉપર. આહાહા.! તો એમાં તો રાગ નથી, તો રાગનો કર્તા-ભોક્તા મટી ગયો. આહાહા! “અમાવા’ લીધું ને? “રાવેવાયો: સમાવત’.. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે. હવે જોર આપે છે. મિથ્યાત્વ એ સંસાર છે. આહાહા.! રાગને પોતાનો માનવો ને રાગથી લાભ માનવો ને રાગ ઉપર દૃષ્ટિ છે એ સંસાર, મિથ્યાત્વ છે. એ જ સંસાર છે. સંસાર છોડ્યો એમ કહે છે ને? બાયડી, છોકરી, કુટુંબ છોડડ્યા તો સંસાર છોડ્યો. નહિ. નહિ. નહિ. સંસારપર્યાય પોતાથી ભિન્ન નથી રહેતી. સંસાર પર્યાય છે, તો પોતાની પર્યાય પોતાથી ભિન્ન નથી રહેતી. વિકારી પર્યાય પોતામાં છે એ સંસાર છે. આહાહા... “મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદુશ છે. આહાહા.... મિથ્યાત્વનો નાશ થતાં સિદ્ધસદુશ છે. સિદ્ધપણું ભલે હજી નથી પણ સિદ્ધસદ્દશ કહેવામાં આવ્યું છે. વિશેષ કહેશે.... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ કલશામૃત ભાગ-૬ પોષ વદ ૧૦, શુક્રવાર તા. ૩-૦૨-૧૯૭૮. કળશ-૧૯૮, ૧૯૯ પ્રવચન-૨૨૨ કળશટીકા ૧૯૮ (કળશના) છેલ્લા થોડા શબ્દ છે ને? ૧૯૮ ભાવાર્થ. “ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે;” પાઠમાં “મુવર વ’ કહ્યું છે ને? છેલ્લો શબ્દ. સંસાર કોઈ આત્માની પર્યાયથી ભિન્ન નથી રહેતો. સંસાર એ આત્માની ભૂલ છે તો ભૂલ પોતાથી ભિન્ન નથી રહેતી. એ ભૂલ શું? રાગની એકતાબુદ્ધિ. “રવેવન’ પાઠ) છે ને? રાગનું કરવું અને ભોગવવું તેનાથી રહિત ભાવ એ સમ્યગ્દષ્ટિ. અને રાગનું કરવું અને ભોગવવું એ મિથ્યાષ્ટિ. એ મિથ્યાત્વ એ જ સંસાર છે. કહે છે ને, સ્ત્રી, કુટુંબ છોડીને, દુકાન છોડી એણે સંસાર છોડી દીધો. હું પણ સંસાર એમાં ક્યાં હતો? પરના ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. આત્મામાં એવી એક શક્તિ છે કે પરના ત્યાગ કે ગ્રહણ એમાં છે જ નહિ. પરના ત્યાગગ્રહણ કેવી રીતે હોય? એ તો અનાદિથી છે જ. પરનો ત્યાગ છે, ગ્રહણ તો છે નહિ. પરના ત્યાગગ્રહણ રહિત એવી શૂન્યત્વ શક્તિ આત્મામાં છે. ૪૭ શક્તિમાં ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ એનું નામ છે. આહાહા.! અહીંયાં તો રાગનો ત્યાગ અને સ્વભાવનો અનુભવ, તેનું નામ ત્યાગ અને ગ્રહણ છે. સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે કે, જેણે રાગનો ત્યાગ કર્યો નથી. શેમાંથી પોતાની જ્ઞાનની પર્યાયમાંથી. રાગ જે દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ છે તેનાથી જ્ઞાનની પર્યાય ભિન્ન કરી નથી) અને એકત્વ કર્યું. રાગને તાબે થઈને પર્યાયનું રાગની સાથે એત્વ કર્યું એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે. આહાહા. અનંતકાળથી રખડે છે તો આ દૃષ્ટિથી રખડે છે. કહે છે કે, મિથ્યાત્વ એ સંસાર છે. છે ને? મિથ્યાત્વનો અર્થ આ. એની પર્યાયમાં નિશ્ચયથી તો ભગવાન એમ કહે છે કે, જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ બધાને સ્વ જ જણાય છે. શું કહ્યું? આબાળગોપાળની જ્ઞાનની પર્યાયમાં... સમયસાર ૧૭ મી ગાથા, ૧૭-૧૮. - વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયનું સ્વપપ્રકાશક સામર્થ્ય હોવાથી જ્ઞાનની પર્યાયમાં સ્વ જ જાણવામાં આવે છે. સ્વ વસ્તુ જ જ્ઞાનની પર્યાયમાં જણાય છે. અજ્ઞાનીને અને બધા આબાળગોપાળને. ત્યારે એવું કેમ જાણતો નથી? એ જ્ઞાનની પર્યાય જે છે, ભલે અજ્ઞાનીની પર્યાય હો પણ પર્યાયનો સ્વભાવ, જ્ઞાનની પર્યાય છે ને? તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપપ્રકાશક છે ને? તો જ્ઞાનની પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન તો અજ્ઞાનીને પણ થાય જ છે. આર. આરે...આવી વાત. Page #177 -------------------------------------------------------------------------- ________________ કળશ-૧૯૮ ૧૬૩ ૧૭-૧૮ ગાથા છે. આબાળગોપાળને જ્ઞાનની પર્યાયમાં... “સમયસાર ટીકામાં છે, મૂળ પાઠમાં થોડું છે. ટીકામાં છે–આબાળગોપાળ ૧૭ મી ગાથા છે ને? जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि।। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ।।१७।। एवं हि जीवराया णादवो तह य सद्दहेदव्वो। अणुचरिदव्वो य पुणो सो चेव दु मोक्खकामेण ।।१८।। એના અર્થમાં ખુલાસો કર્યો. અસ્તિથી છે. ટીકામાં નાસ્તિથી ખુલાસો કર્યો. જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા...” એની ટીકા “જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા...” ત્રીજો પેરેગ્રાફ છે. “આબાળગોપાળ સોને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં... આહાહા.! શું કહ્યું? બધા જીવ, આબાળગોપાળ-બાળકથી માંડી વૃદ્ધ, બધાને તેમની જ્ઞાનની પર્યાયમાં શેય વસ્તુ છે તે જ જાણવામાં આવે છે. પોતાની ચીજ, હોં દ્રવ્ય. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપપ્રકાશક સ્વભાવ હોવાથી આબાળગોપાળ બધાને સર્વ કાળ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય શેય છે તે જ જાણવામાં આવે છે છતાં તેની દૃષ્ટિ ત્યાં નથી. અજ્ઞાનીની દૃષ્ટિ રાગ ઉપર છે. દયા, દાન, વ્રતાદિનો જે શુભ રાગાદિ વિકલ્પ છે તેના ઉપર દૃષ્ટિ છે. તે કારણે પર્યાયમાં આખું શેય આખું તત્ત્વ દ્રવ્ય, પૂર્ણાનંદનો નાથ પ્રભુ પર્યાયમાં જાણવામાં તો આવે છે પણ તેની દૃષ્ટિ ત્યાં નથી, તેની દૃષ્ટિ ત્યાં રાગરુચિ, પર્યાયબુદ્ધિમાં રાગમાં છે તે કારણે તેને ખ્યાલમાં આવતો નથી. સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- જણાતું હોવા છતાં ખ્યાલમાં નથી આવતું? ઉત્તર :- આ કહ્યું કે, અજ્ઞાનને કારણે ખ્યાલમાં નથી આવતું. કહ્યું ને એ તો? કે, રાગની રુચિના પ્રેમમાં જ્ઞાનની પર્યાયમાં આબાળગોપાળ બધાને આત્મા જ જાણવામાં આવે છે, આમ હોવા છતાં પણ. એમ અહીંયાં કહ્યું ને? જુઓને તેના અભાવને લીધે....” “અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું. તેના અભાવને લીધે, નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાનાં શિંગડાંના શ્રદ્ધાન સમાન હોવાથી, જુઓ! “નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની. બંધના વિશે પર દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી... આ ટીકા છે, બહુ સ્પષ્ટ છે. શું કહે છે? કે, આબાળગોપાળને. આબાળગોપાળ એટલે આ-બાળ (અર્થાતુ) બાળકથી માંડીને ગોપાળ નામ વૃદ્ધ. બધાને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ સ્વપપ્રકાશક હોવાથી જ્ઞાનની પર્યાયમાં શેય સ્વપ્રકાશમાં આવે છે. એ શેય જે પૂર્ણ દ્રવ્ય છે ને? એ જ સ્વપ્રકાશમાં આવે છે. અજ્ઞાનીને પણ આવે છે, આબાળગોપાળ બધાને. છતાં તેની દૃષ્ટિ ત્યાં નથી. દૃષ્ટિ એ રાગ ઉપર છે. રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ હું કરું, રચું, ભોગવું એ દૃષ્ટિ ત્યાં છે તો પર્યાયમાં પર્યાયવાન દ્રવ્ય જાણવામાં આવે છે છતાં તેની દૃષ્ટિમાં રાગ આવ્યો. આહાહા...! યશપાલજી'! સુક્ષ્મ છે ભગવાના વાત તો એવી છે. આહાહા..! ટીકામાં ઘણું સ્પષ્ટ કર્યું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કલશામૃત ભાગ-૬ “આબાળગોપાળ સૌને સદાકાળ...” અને સૌને એમ પાઠ છે. આહાહા. સમજાય છે કાંઈ? હમણા પહેલા શરૂઆતમાં કહ્યું હતું ને? પંડિતજી સાથે વાત કરતા હતા. કીધું, રાગ છે ને રાગ, રાગથી ભિન્ન પાડે તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય પૂર્ણને જાણે છે. રાગથી ભિન્ન કરે તો દૃષ્ટિ ત્યાં જાય છે. કેમકે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે. પર્યાયનું, હોં! પણ રાગથી ભિન્ન થઈને પર્યાયનું લક્ષ (ત્યાં જાય તો એ પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવે છે તો લક્ષ ત્યાં દ્રવ્ય ઉપર જાય છે. શું કહ્યું? આવી વાતું છે, બાપુ મૂળ વાત છે આ તો, ભાઈ! આવું કેમ થતું નથી? આબાળગોપાળને પર્યાયમાં આત્મા જાણવામાં આવે છે છતાં કેમ જાણવામાં નથી આવતો? કહે છે, રાગને વશ થઈને. બંધને વશાત. દષ્ટિ ત્યાં પડી છે. સમજાય છે કાંઈ? એ છે, જુઓ! “અનાદિ બંધના વિશે...' એમ ટીકા છે. અનાદિ બંધને વશ પડ્યો છે તો એની પર્યાયમાં શેય આવવા છતાં જાણતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આ તો આપણે ઘણીવાર વાત થઈ ગઈ છે પણ આ તો સહેજ એ વાત કરવી હતી કે રાગને વશ થાય છે તે કારણે પર્યાયમાં શેય જણાતું હોવા છતાં જાણી શકતો નથી અને ધર્મજીવ રાગથી જ્ઞાનની પર્યાયને ભિન્ન કરી તો એ પર્યાયમાં શેય-આત્મદ્રવ્ય જ જાણવામાં આવ્યું છે. ત્યાં ભિન્ન કર્યું તો દ્રવ્ય ઉપર તેનું લક્ષ ગયું. એ પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવ્યું છે. એ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ, પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહિ. આ બાજુ પર્યાયમાં રાગ પણ આવ્યો નથી. રાગ આવ્યો નહિ તેમ દ્રવ્ય આવ્યું નહિ. પણ રાગથી ભિન્ન કરીને જ્ઞાનની પર્યાય પકડે છે ત્યાં એ પર્યાયમાં પર્યાયવાન જાણવામાં આવે છે ત્યાં દૃષ્ટિ જાય છે. તેનું જ્ઞાન થાય છે. અરે.! એવી વાતું છે, પ્રભુ આહાહા.! સમજાય છે કાંઈ? આમાં તો આબાળગોપાળ પાઠ લીધો છે. છે? “અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં.” જોયું? આહાહા.! પોતે એટલે? સ્વય. આહાહા! કેમકે જ્ઞાનની પર્યાયનો... બાપુ! આ તો ધીરજની વાતું છે. આ કોઈ (કથા, વાર્તા નથી). જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનગુણ ત્રિકાળી છે તેનો પણ સ્વપપ્રકાશક સ્વભાવ છે પણ એ તો ધૃવરૂપ છે અને પર્યાયમાં પરિણમનમાં, જ્ઞાનની પર્યાયમાં સ્વપપ્રકાશક જાણવાની તાકાત છે, તાકાત છે તો પર્યાય સ્વને જાણે જ છે. આબાળગોપાળ બધાને, અજ્ઞાનીને પણ. પણ એની દૃષ્ટિ ત્યાં કેમ જાતી નથી કે, એ રાગને તાબે થઈ ગયો છે. પર્યાયમાં રાગ, વિકલ્પ (છે) તેનો કર્તા-ભોક્તા થઈને તેને તાબે થઈ ગયો છે. એને તાબે થઈને પર્યાયમાં દ્રવ્ય જણાય છે તો દ્રવ્ય પણ જાણ્યું નહિ અને જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું છે તેને પણ ન જાણ્યું. આહાહા.! આવું છે, બાપુ આ અંદરની વાતું છે. ઝીણી પડે પણ હવે (શું થાય? સમજાય છે કાંઈ? એ કહ્યું. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અહીંયાં કહે છે, ‘રળવેલનયો:' આહાહા..! એ બુદ્ધિ જ્યાં છૂટી ગઈ તો રાગથી જ્ઞાનની પર્યાય ભિન્ન થઈ, રાગથી ભેદજ્ઞાન થયું તો એ પર્યાયમાં જાણવામાં આવતી (સ્વ) ચીજ તો જણાતી હતી પણ એનું લક્ષ ત્યાં નહોતું એટલે જાણતો નહોતો, તો પર્યાય રાગથી ભિન્ન કરી, એ પર્યાયમાં શેય આખું દ્રવ્ય જણાતું હતું, તો આ પર્યાય શેયનું જ્ઞાન કરે છે (એમાં) પોતાનું પણ જ્ઞાન છે અને તેનું પણ જ્ઞાન છે, એવા સામર્થ્યની પ્રતીત આવતા દ્રવ્યની દૃષ્ટિ થઈ ગઈ. સમજાય છે કાંઈ? કળશ-૧૯૮ મુમુક્ષુ ઃ- રાગ ઉપરથી લક્ષ છૂટે નહિ તો દૃષ્ટિ શી રીતે કરવી? ઉત્ત૨ :– આ તો અનાદિથી રાગ ઉ૫૨ જાય છે. રાગથી ભિન્ન પાડે, પર્યાય ઉપ૨ લક્ષ જાય, રાગને ભિન્ન પાડે તો જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જણાય છે તો એ પણ જણાઈ ગયું કે પર્યાયનું આટલું સામર્થ્ય (છે). પર્યાયનું એટલું સામર્થ્ય છે કે અજ્ઞાનીને પણ પર્યાયમાં શેય આખું દ્રવ્ય જ જણાય છે. આહાહા..! અનાદિથી આબાળગોપાળને સૌને અને સદાકાળ એવો પાઠ છે. આહાહા..! સમજાય છે કાંઈ? આમ હોવા છતાં, એમ પાઠ છે ને? જુઓ! એમાં એવો પાઠ છે. રાગ ને બંધને વશ. દૃષ્ટિ ત્યાં અનાદિથી (છે). અંદર ચીજ શું છે અને એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય શું છે તેની પ્રતીતિ કરી જ નથી. આહાહા..! મુનિવ્રત લીધા, બાહ્ય ત્યાગ કર્યા, બધી ક્રિયા (કરી). હમણા આવશે. પછીની ગાથામાં આવશે, કળશમાં આવશે. ૧૯૯ કળશમાં (આવશે). પણ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે કે રાગને પોતાનો માને છે એ તો મિથ્યાબુદ્ધિ છે. આહાહા..! પણ એ જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્યને પણ જાણે છે અને રાગને પણ, રાગમાં એકત્વ થયા વિના રાગને પણ જાણે છે. એવું પર્યાયમાં સ્વપપ્રકાશક સામર્થ્ય છે એવી પ્રતીતિ થતાં આખા શેયની પ્રતીતિ તેમાં થઈ ગઈ. આહાહા..! સમજાય છે કાંઈ? અને એ મિથ્યાત્વ ટળતાં સંસાર ગયો. એ અહીંયાં (કહે છે), મિથ્યાત્વ ગયું તો સંસાર ગયો. કારણ કે મિથ્યાત્વ એ જ સંસાર છે. આવ્યું છે ને છેલ્લે? આહાહા..! એ મૂળ ચીજની વાત છે. સ્થિરતા કેવી રીતે થાય એ તો પછી, પણ આ મૂળ ચીજ છે. આહાહા..! મૂળ ચીજની જ્યાં ખબર નથી ત્યાં (સ્થિરતા કેવી)? અને જે ચીજ જાણવામાં નથી આવી તેની શ્રદ્ધા કેવી? ગધેડાના શીંગડાં જેવી છે. જે ચીજ જાણવામાં નથી આવી તેની શ્રદ્ધા કેવી રીતે કરવી? આહાહા..! પર્યાયમાં રાગથી જ્યારે એકત્વ કર્યું છે તો પર્યાયમાં શેય જણાતું હોવા છતાં તેની બુદ્ધિ રાગને વશ થઈ ગઈ છે. આહાહા..! તો એ નથી જાણતો સ્વને અને નથી જાણતો યથાર્થ ૫૨ને, સમજાય છે કાંઈ? અને રાગથી યથાર્થપણે ભિન્ન થઈને, રળવેવનયો:’ ભિન્ન થઈને એ આવી ગયું ને? ‘રાવેલનયોઃ અમાવાત્” છે ને? ‘સમ્યગ્દષ્ટિ જીવને મટ્યા છે...’ એ ‘વર્ળવેલનયો:’ મટી ગયું. આહાહા..! સૂક્ષ્મ છે. અંદર શલ્ય છે, એ મિથ્યા શલ્ય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કિલશામૃત ભાગ-૬ બીજું બધું તો પછી, પણ એ રાગથી લાભ થશે, શુભરાગની ક્રિયા કરે છે તો મને લાભ થશે એવી એકત્વબુદ્ધિ છે એ મહામિથ્યાત્વ શલ્ય છે. એ કારણે તેની દૃષ્ટિ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાતો હોવા છતાં જાણી શકતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? શેઠજી ભાષા સમજાય છે? કોઈ વખતે થોડી થોડી ગુજરાતી આવી જાય. આહાહા...! સમજાય છે કે નહિ? શેઠના દીકરા છે ને આહાહા.! કેમ સમજાય એમ પૂછે છે. આહાહા. અહીંયાં તો કહે છે કે, પર્યાયમાં–જ્ઞાનની પર્યાયમાં રાગનું રળવેદ્રનયો: જે છે એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે અને જેનું મિથ્યાત્વ છૂટી ગયું. એ આવ્યું ને? જુઓ! મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદ્દશ છે. આહાહા.! પછી પર્યાયમાં રાગની એકતાબુદ્ધિ છૂટી ગઈ અને રાગથી જ્ઞાનની પર્યાયને ભિન્ન કરી તો પર્યાયમાં શેય જાણવાની તાકાત છે એ પણ ખ્યાલમાં આવી ગયું કે, આ પર્યાયની તાકાત દ્રવ્યને જાણવાની છે અને આ પર્યાયની તાકાત રાગને રાગમાં એકમેક થયા વિના, રાગની હયાતી છે તો જ્ઞાન થાય છે એમ પણ નહિ, એ રાગ, વ્યવહાર હો પણ પોતાની પર્યાય પોતાથી સ્વનું જ્ઞાન કરતાં પરનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. આહાહા.! એ સિદ્ધસદ્દશ છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? આહાહા.! આવું ઝાઝી સભામાં મૂકે તો માણસને એમ થાય કે આ શું બોલે છે? પાગલ જેવું લાગે. અહીં તો નિરાંતની વસ્તુ છે. બહારમાં બે-ચાર હજાર માણસ આવે અને દેખે કે, આ શું કહે છે આ તે? પાગલ જેવું વાતું કરે છે. લાગે એવું, હોં પરમાત્મપ્રકાશમાં કહ્યું છે, હૈ? મુમુક્ષુ :- આપની વાતું આટલે દૂરથી સાંભળવા આવ્યા છે. પાગલ જેવું શું લાગે? ઉત્તર :- ના, આ તો મોટા શહેરની વાત છે. મોટા શહેરમાં પાંચ-પાંચ હજાર, દસ હજાર માણસ આવે છે. મુંબઈમાં દસ-દસ હજાર માણસ વ્યાખ્યાનમાં આવે). આવું માંડે તો કહે, શું કહે છે આ? “ભોપાળમાં ચાલીસ હજાર માણસ આઠ દિના વ્યાખ્યાનમાં. બાપુ! ત્યાં તો અમુક વાતને બહુ સ્પષ્ટ કરતા કરતા કરતા કરતા કેટલુંક સ્થૂળ કરવું પડે. વાત તો ઈ આવે. અહીંયાં તો થોડામાં પણ ઘણું આવી જાય. આહાહા..! અહીંયાં એ કહે છે, “ મિથ્યાત્વ સંસાર છે;” ભાષા જુઓ! પછી અવ્રત ને પ્રમાદ, કષાય, યોગ રહ્યા ને? એ તો અલ્પ સંસારની સ્થિતિ છે, એની ગણતરી નથી. એનાથી અલ્પ રસ, સ્થિતિ પડે છે તેને અહીંયાં ગણવામાં આવ્યા નથી. અને ખરેખર તો સમ્યગ્દર્શન થયા પછી રાગ આવે છે તેને પણ પરશેવ તરીકે જાણે છે. એટલે એ તો પોતે રાગથી ભિન્ન જ છે અને સ્વભાવથી એકત્વ છે તો સિદ્ધસદ્દશ છે. આહાહા...! સમજાય છે કાંઈ પાઠમાં છે ને? “સ દિ મુવર વ’ કળશમાં છે ને? ચોથું છેલ્લું પદ “સ રિમુવર વ’ કળશમાં છે એનો આ અર્થ છે. છેલ્લું, છેલ્લું. મૂળ શ્લોકનો છેલ્લો શબ્દ આહાહા...! હવે ૧૯૯ કળશ. Page #181 -------------------------------------------------------------------------- ________________ કળા-૧૯૯ ૧૬ ૭ આ તો ભગવાનની વાણી, બાપુ મુનિઓની સંતોની. આ કાંઈ કોઈ કથા, વાર્તા નથી. આ તો એક એક શબ્દમાં મહાન ગંભીરતા પડી છે. આહાહા...! એક એક શબ્દમાં અનંત અનંત આગમ રહ્યા છે એવી આ વાણી છે. આ કોઈ કલ્પનાથી બનાવેલી ચીજ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હવે ૧૯૯. (અનુષ્ટ્રપ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।७-१९९।। ખંડાન્વય સહિત અર્થ:- “તેષાં મોક્ષ: ન હતેષ એવા મિથ્યાષ્ટિ જીવોને ( મોક્ષ:) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો ? “મુમુક્ષતામ્ િજૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. કોની જેમ ? “સામાન્યળનવ જેમ તાપસ, યોગી, ભરડા ઈત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે, પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો ? “તુ કે માત્માનું વર્તારમ્ પશ્યતિ() જેથી એમ છે કે (૨) જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવો (માત્માનું) જીવદ્રવ્યને (વર્તારમ્ પશ્યત્તિ) કર્તા માને છે અર્થાતુ તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે એવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે ? “તમરા તતા: મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કે–તેઓ મહામિથ્યાદૃષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કતરૂપ માને છે, કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭–૧૯૯. (અનુષ્ટ્રપ) ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।७-१९९।। તેષાં મોક્ષ: ન ‘એવા મિથ્યાદૃષ્ટિ જીવોને કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” આહાહા...! જ્યાં મિથ્યાત્વનો નાશ નથી તો તેને સર્વ કર્મનો નાશ થતો જ નથી. એ તો Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કિલશામૃત ભાગ-૬ સંસારમાં રખડશે. કેવો છે? જુઓ! “એવા મિથ્યાષ્ટિ જીવોને કર્મનો વિનાશ.” અર્થાતુ “શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” “ન મોક્ષ છે ને એટલે એમ કહ્યું). કેવા છે તે જીવો?” “મુમુક્ષતામ્ જૈનમતાશ્રિત છે,... જૈનને માનવાવાળા છે. જેન દેવ-ગુરુ-શાસ્ત્રને માનનારા જૈન છે છતાં મિથ્યાષ્ટિ છે. કેમ? “ઘણું ભણ્યા છે....” ઘણું ભણ્યો છે, ઘણા શાસ્ત્રો વાંચ્યા છે. એમાં શું થયું છે? એવા જીવને સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા (જીવન)? “મુમુક્ષતામ્ પિ' તે મુમુક્ષ છે. મુમુક્ષ એટલે જૈનમતાશ્રિત છે.' જૈન મતને આશ્રિત (છે). “ઘણું ભણ્યા છે...” જાણપણું પણ ઘણું છે, એમાં શું થયું? અને ‘દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે....”દયા, દાન, વ્રતાદિના પરિણામ બરાબર પાળે છે, દ્રવ્યચારિત્ર. સમજાય છે કાંઈ? બ્રહ્મચર્ય પાળે છે, શરીરથી જાવજીવ બાળબ્રહ્મચારી પણ હોય છે. જૈનમતાશ્રિત મુમુક્ષુ જૈનમતાશ્રિત છે પણ દૃષ્ટિની ખબર નથી અને ઘણું ભણ્યો છે, એક વાત. દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે..... એક વાત. આ “મોક્ષના અભિલાષી છે. એને એમ છે કે, મારે મોક્ષ લેવો છે, મોક્ષ લેવો છે. પણ એમ લેવું છે, તેવું છે, વસ્તુદૃષ્ટિ વિના (મોક્ષના) “અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. આહાહા...! સમજાય છે કઈ છે? જેને રાગના વિકલ્પની એકતા તૂટતી નથી અને “રાનયો: હું રાગનો કરણ-કર્તા અને ભોક્તાપણામાં પડ્યો છે તે જૈનમતાશ્રિત હોય, સંપ્રદાયમાં હોય, ઘણું ભણ્યો હોય અને દ્રવ્યક્રિયા પણ કરતો હોય, જાવજીવ બાળબ્રહ્મચારી હોય, એમાં શું થયું? એ તો અનંત વાર કર્યું છે. બાળબ્રહ્મચારી તો શુભભાવ, રાગ છે. બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ, તેનું ચરી નામ ચરવું, આનંદમાં રમવું તો છે નહિ. સમજાય છે કાંઈ? એ કહે છે. દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી.” આહાહા...! વસ્તુની દૃષ્ટિની જ્યાં ખબર નથી, સમ્યગ્દર્શન કોને કહેવું અને સમ્યગ્દર્શન કેવી રીતે ઉત્પન્ન થાય? એ વિના બધી વાત થોથા છે. ભણ્યો, ગણ્યો, ચારિત્ર ક્રિયા બધું (થોથા છે). આકરું પડે માણસને, શું થાય? આહાહા.! ઉપમા આપે છે. કોની જેમ?” “સામાન્યનનવત’. ઈશ્વરને કર્તા માનનારા હોય છે ને સામાન્યજન. જગતનો કર્તા ઈશ્વર છે એમ માનનારા. પાઠમાં એ છે, મૂળ પાઠમાં. “સામાન્યજ્ઞનવ જેમ તાપસ, યોગી, ભરડા ઈત્યાદિ જીવોને મોક્ષ નથી...” મિથ્યાષ્ટિને. વેદાંત માનનારા, ઈશ્વરને કર્તા માનનારાને જેમ મોક્ષ નથી તેમ આ જીવને પણ મોક્ષ નથી. જૈનમતાશ્રિત ભણ્યો, ગણ્યો છે, દ્રવ્યચારિત્ર પાળે છે તોપણ એ મિથ્યાષ્ટિ છે, તેને મોક્ષ નથી, ધર્મ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી.” જૈનધર્મમાં તો છે, જૈનધર્મ પાળે તો છે ને વ્યવહાર ક્રિયા આદિ જૈનના Page #183 -------------------------------------------------------------------------- ________________ કળા-૧૯૯ ૧૬૯ શાસ્ત્રોનું જાણપણું છે તો બીજા કરતા એનામાં કાંઈક ફેર તો છે કે નહિ? કોઈ એમ કહે. છે? “કાંઈક વિશેષ હશે; (એમ) કોઈ કહે પરંતુ વિશેષ તો કાંઈ નથી. આહાહા...! “ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે....” જૈનની ક્રિયા કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, વ્રત પાળે છે, આહાહા...! જિનેશ્વરે કહ્યા એવા વ્યવહારના વ્રત પાળે છે... આહાહા...! તો “કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી.” આહાહા...! “કેવા છે તે જીવો?” “તુ કે આત્માનું વર્તારમ્ પશ્યન્તિ’ બસઅહીં વાત છે). પાઠમાં તો એમ લીધું છે, છ કાયના જીવની દયા હું પાળી શકું છું. મૂળ પાઠમાં એ છે. ચારિત્રની વ્યાખ્યા. છ કાય જીવ છે, એકેન્દ્રિય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની દયા હું પાળી શકું છું, તેની રક્ષા હું કરી શકું છું. તો જેમ ઈશ્વરકર્તા માનનારા છે તેમ આ છ કાયના જીવોની હું દયા પાળી શકું છે, બેય એક જાતિની શ્રદ્ધાવાળા છે. એ સામાન્યજનની વ્યાખ્યા છે. મૂળ પાઠમાં એ છે. સમજાય છે કાંઈ? આહાહા.! મુમુક્ષુ :- ગૃહીત મિથ્યાદૃષ્ટિથી તો એનામાં ફરક પડે ને? ઉત્તર :- નથી અને માને છે એ ગૃહીત મિથ્યાદૃષ્ટિ છે. સાધુપણું છે નહિ, એવી ક્રિયાકાંડમાં શ્રાવકપણું પણ નથી અને માને છે કે, અમે શ્રાવક છીએ. એ ગૃહીત મિથ્યાષ્ટિ છે. મુમુક્ષુ :- કોઈ એવો હોય કે મુનિ થયો હોય અને ગૃહીત મિથ્યાત્વ છોડ્યું હોય. ઉત્તર :- ગૃહીત મિથ્યાત્વ છોડ્યું હોય પણ અહીં તો એ પણ નથી. અહીં તો ગૃહીત મિથ્યાષ્ટિની સમતોલમાં નાખવા છે. સમાન કહ્યું ને? સમાન કહ્યું ને? જુઓને કોની જેમ?” એમ લીધું છે ને. આહાહા...! અહીં તો ભઈ એક એક શબ્દની કિમત છે. “કોની જેમ?” ત્યાં મૂળ પાઠમાં તો સામાન્યજનનો અર્થ એ લીધો છે કે, ઈશ્વરના કર્તા માને છે ને? એ ઈશ્વરને કર્તા માનનારા જીવ અને આ રાગનો કર્તા માનવાવાળો જીવ, બેય એક સરખી દૃષ્ટિવાળા છે. આહાહા...! અને ત્યાં બંધ અધિકારમાં તો એમ લીધું છે કે, જે શાસ્ત્રનું જ્ઞાન છે એ શબ્દનું જ્ઞાન છે, એમ ત્યાં લીધું છે. એ આત્માનું જ્ઞાન નહિ. અજ્ઞાનીને શાસ્ત્રનું અગિયાર અંગનું જ્ઞાન થાય તો ત્યાં પાઠ એવો લીધું છે કે, એ શબ્દજ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે. એમ લીધું છે. અને ત્યાં નવ તત્ત્વની શ્રદ્ધા લીધી છે, ત્યાં નવ તત્ત્વ લીધા છે. કોની શ્રદ્ધા? કે, નવ તત્ત્વ. શ્રદ્ધા કોની? કે, નવ તત્ત્વ. એમ લીધું છે. એ નવ તત્ત્વની શ્રદ્ધા, ભેદવાળી, હોં! એ મિથ્યાદૃષ્ટિ છે. અને છ કાયના જીવની દયા એ ચારિત્ર, એમ ત્યાં લીધું છે. છ કાયની દયા. પંચ મહાવ્રતની વાત નથી લીધી, એક લીધું કેમકે એકમાં ચારે સમય જતા હોય. છ કાયની દયા, છ કાયની રક્ષા કરું છું. ઈશ્વર જેમ જગતનો કર્તા છે એમ માને છે), આ કહે કે, છ કાયના જીવની દયાનો હું કર્તા (છું). આહાહા...! એમ વાત છે, ભગવાની વાત તો એવી છે, પ્રભુ! સત્ય તો આ રીતે છે. તેથી સમાન કીધું છે. મૂળ પાઠમાં પણ એમ છે. આહાહા.! Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કલશામૃત ભાગ-૬ મુમુક્ષુ :- બેયની શ્રદ્ધા એકસરખી છે? ઉત્તર :- સરખી છે માટે એકસરખા છે. છે ને? જુઓને “ગાત્માનં વર્તારમ્ પત્તિ શા કારણથી? ‘મિથ્યાદૃષ્ટિ જીવો જીવદ્રવ્યને કર્તા માને છે અર્થાત્ તે જ્ઞાનાવરણાદિ કર્મને. રાગાદિ અશુદ્ધ પરિણામને.” એટલું ટૂંકું લીધું છે. પાઠમાં તો એવો પાઠ છે, છ કાયના જીવની રક્ષા કરી શકું છું. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિયની રક્ષા કરી શકું છું. તો જેમ જગતનો ઈશ્વરકર્તા છે એમ આ કરું છું એમ માને છે તો તેનો કર્તા થયો. બેય) મિથ્યાદૃષ્ટિ સરખા છે. આહાહા..! આવી વાતું આકરી પડે પણ શું થાય)? ભાઈ! સત્ય તો આ છે. હૈ? વાત તો આ છે. બેસે, ન બેસે સ્વતંત્ર છે, જીવ સ્વતંત્ર છે. આહાહા...! ભગવાનના સમવસરણમાં પણ અનંતવાર ગયો. મહાવિદેહમાં અનંત વાર જમ્યો. મહાવિદેહમાં તો તીર્થકરનો કદી વિરહ હોતો નથી. સમવસરણમાં પણ અનંતવાર ગયો. અનંત વાર ગયો, હીરાના થાળ... આહાહા.! કલ્પવૃક્ષના ફૂલ, મણિરત્નના દીવા લઈને ગયો)... જય ભગવાના એવી પૂજા, ભક્તિ ભગવાનની અનંત વાર કરી. એ તો પરદ્રવ્યાશ્રિત શુભભાવ છે. આહાહા! જૈનમતાશ્રિત એવો હોય તોપણ મિથ્યાદૃષ્ટિ છે કેમકે એ રાગનો કર્તા માને છે. ઈશ્વરને જગતનો કર્તા માને છે, આ છે કાયની રક્ષા કરવાનું માને છે-બેય સરખા છે. મુમુક્ષુ :- દયા પાળવાનું ચારિત્રવ્રતમાં આવે છે. ઉત્તર :- દયા પાળવાનું નથી આવતું. એ જરી શુભરાગ આવે છે, બસ એટલું. પરને ન મારું એવો શુભરાગ આવે છે, એ વ્યવહાર. ત્રણકાળમાં પરની કોઈ દયા પાળી શકતું નથી. પરદ્રવ્યની પર્યાયની રક્ષા કોણ કરે? આહાહા...! અહીંયાં તો પરની દયાનો ભાવ આવ્યો એ રાગ છે, બસ એટલું. એ રાગને વ્યવહાર કહેવામાં આવે છે. કોને? જેને નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન સ્વના આશ્રયે અનુભવ થયો હોય તેના રાગને વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? પરની દયા પાળી શકું છું એમ ન માને અને રાગ થયો તો મને લાભ થયો એમ ન માને છે. આહાહા...! આવું આકરું પડે, શું થાય? એક એક શ્લોકમાં એટલી ગંભીર વાત પડી છે. “સમયસાર', પ્રવચનસાર', નિયમસાર” દિગંબર કોઈપણ શાસ્ત્ર લ્યો, સત્યના રહસ્યથી ભર્યા પડ્યા છે. બીજા અનુયોગ ભલે હોય, બીજા અનુયોગમાં તાત્પર્ય તો વીતરાગતા બતાવવી છે ને! આહાહા...! હૈ મુમુક્ષુ :- રાગને તો પાળવો જોઈએ ને? ઉત્તર :- રાગને પાળે છે એ જ મિથ્યાષ્ટિ છે, એમ કહે છે. અનાદિથી કરે છે. આહાહા! રક્ષા કરી, મેં રાગની રક્ષા કરી, રાગની રક્ષા. એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! “જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે–એવું માને છે...” જીવદ્રવ્યનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે, એમ નહિ માનતા હું પરની Page #185 -------------------------------------------------------------------------- ________________ કળા-૧૯૯ ૧૭૧ દયા પાળી શકું છું એવા રાગનો કર્તા થવું એ મારો સ્વભાવ છે, એમ માને છે. આહાહા.! મુમુક્ષુ :- બીજા જીવને બચાવવા નહિ? ઉત્તર :- કોણ બચાવી શકે? ત્રણકાળમાં બચાવી શકે નહિ. એના આયુષ્યની સ્થિતિ પૂરી થાય તો દેહ છૂટી જાય. આયુષ્ય હોય અને લાખ ઉપાય બીજા કરે તો મરે નહિ. જે ક્ષણમાં, જન્મક્ષણમાં તેની ઉત્પત્તિનો કાળ છે, દેહ છૂટવાનો (કાળ છે) તે ક્ષણે જ છૂટશે, તારાથી નહિ છૂટે અને એમાં રહેશે, શરીરમાં રહેવાની જ્યાં સુધી યોગ્યતા છે, આયુષ્યના કારણે રહે છે, એમ કહેવું પણ નિમિત્ત છે પણ પોતાના આત્માની શરીરમાં રહેવાની જેટલી યોગ્યતા છે તેટલો જ રહેશે, એમાં કોઈ દૂર કરી શકે કે જીવાડી શકે એવું ત્રણકાળમાં નથી. બહુ આકરું કામ, ભઈ! દુનિયાથી તો વાત જુદી છે. આ તો સર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે. આહાહા.! છે? એમ “આસ્વાદે છે...” ત્રણ શબ્દ લીધા. “એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે.” રાગ કરવો એ તો જીવનો સ્વભાવ છે, કરવાનો અમારો ભાવ છે, એમ. “એવું માને છે, પ્રતીતિ કરે છે, (અને રાગને) આસ્વાદે છે.” આહાહા...! રાગનો જ અનુભવ છે. આત્માના આનંદનો ત્યાં અનુભવ નથી. આહાહા.! શાસ્ત્રમાં લખ્યું છે કે નહિ? યશપાલજી'! આ કાંઈ “સોનગઢનું છે? આ “સોનગઢ'નું છે કે...? મુમુક્ષુ – અહીંયાંથી છપાયું છે. ઉત્તર :- ગમે ત્યાં છપાયા હોય. અરે...! ભગવાન! શું કરે છે? બાપુ! છાપ ગમે તે હોય. આ અહીંયાં છપાણું છે? આ હિન્દી? ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી અનુવાદક છે. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ છે. અમને તો છે પણ ખબર નથી. અહીં કોણ જોવે? કોઈને કહ્યું નથી કે, આટલું છપાવો. છપાવીને લાવે ત્યારે જોઈએ. મુમુક્ષુ :- કોઈએ ફેરફાર કર્યો હોય તો ઉત્તર :- ફેરફાર કરે, પોતાની દૃષ્ટિથી કરે તો કરે. અહીં તો ઘણા ખાનગીમાં કહેવા આવે છે. આ “શાંતિભાઈ ગુજરી ગયા ને? એ શાંતિભાઈ મારી પાસે ખાનગીમાં આવ્યા હતા, મારે લાખ રૂપિયા આપવા છે. મેં કીધું, હું કંઈ જાણતો નથી. આ ગુજરી ગયા ને? વીસ-પચીસ દિ પહેલા અંદર આવ્યા હતા. મારે લાખ રૂપિયા આપવા છે. કીધું, કયાં આપવા છે? આપણે કોઈ દિ કોઈને કહ્યું નથી. પછી પચાસ હજાર આપણે આ ઝીણા વ્યાખ્યાન ચાલ્યા હતા ને? પચાસ હજાર એમાં અને પચાસ હજાર એમ કહેતા હતા. આવશે હમણા. અહીં તો ઘણા લાખો રૂપિયા ખાનગી આપે છે. એક માણસ આવ્યો હતો, પાંચ મિનિટ બેઠો. પૈસા મૂક્યા. મેં કીધું, કેટલા હશે? બે-પાંચ હજાર હશે? જોયું તો પચાસ હજારા નોટ. અહીં મૂક્યા. હું અંદર બેસું છું ને ત્યાં. બે-ત્રણ વર્ષ થયા. આના વખતે. સાડા ત્રણ વર્ષ થયા ને? મેં કીધું, હજાર, બે હજાર હશે. આમ નોટ જોઈ ત્યાં દસ-દસ હજારની પાંચ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કલશામૃત ભાગ-૬ પચાસ હજાર. કોણ આપે છે? મેં તો લઈને આપી દીધા ‘રામજીભાઈ’ને, અમારે શું? અમારે નોટોને શું કરવી છે? રામજીભાઈ’ને દઈ દીધા. પચાસ હજાર! લાખ રૂપિયાય આપે છે. એમાં શું થયું પણ હવે ધૂળમાં? લાખ હોય કે કરોડ હોય. આહાહા..! એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે અને પુણ્ય મારી ચીજ છે એવી માન્યતા મિથ્યાત્વ છે. આહાહા..! અહીં તો એટલી સ્પષ્ટ વાત છે, ભઈ! આહાહા...! અહીં એ કહ્યું, ‘વળી કેવા છે?” “તમન્ના તતાઃ” મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે,...’ અજ્ઞાની અંધકારમાં પડ્યા છે. એ શુભરાગ મારો છે અને મને લાભ થશે એ અજ્ઞાન અંધકારમાં પડ્યા છે. આહાહા..! મુમુક્ષુ :– વ્રતાદિ પાળવા કે ન પાળવા? ઉત્તર :- શું પાળે? આવે છે, રાગ આવે છે એ આસવ છે. વ્યવહારનયથી કથનમાં આવે પણ રાગ છે એ તો વિકાર છે. હું પાળી શકું છું, રાખી શકું છું એ તો મિથ્યાત્વ છે. આવે છે, નિરતિચાર વ્રત પાળવા એવું વ્યવહારનયથી કથન આવે. સમ્યગ્દષ્ટિની વાત છે, હોં! અજ્ઞાનીને તો છે ક્યાં? આહાહા..! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં તો એમ કહ્યું, જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય એ અપરાધ છે. મૂળ પાઠ છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય’, ‘અમૃતચંદ્રાચાર્ય’. આહા૨ક શરીરનો જે ભાવે બંધ પડે એ ભાવ અપરાધ છે. ૫૨ની દયાનો ભાવ એ રાગ, હિંસા છે. એમ લખ્યું છે, પાઠ છે. આ તો સત્ય વાત છે, બાપુ! જગતથી વિપરીત છે. આહાહા..! એ કહ્યું, નહિ? મહામિથ્યાદૅષ્ટિ છે...’ એમ કહ્યું? આહાહા..! જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ ૫૨ના સંયોગથી છે,..' વિભાવ, રાગ એ પરના સંયોગે છે, એ નિશ્ચયથી પોતાની યથાર્થ પરિણતિ છે જ નહિ. તેને પોતાની માને એ મહામિથ્યાદૃષ્ટિ છે. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) Page #187 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૦ ૧૭૩ (અનુષ્ટ્રપ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।८-२००।। ખંડાન્વય સહિત અર્થ:- “તત પુરવ્યાત્મિતત્ત્વો: કર્નંતા તા (ત) તે કારણથી (પદ્રવ્ય) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને કાત્મતત્ત્વયો:) શુદ્ધ જીવદ્રવ્ય, તેમને (નૃતા) જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, પુદ્ગલદ્રવ્ય જીવભાવનું કર્તા એવો સંબંધ (:) કેમ હોય ? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી? “સ્કૂર્મસમ્ફન્જમાવે' (Ç) જીવ કર્તા, (*) જ્ઞાનાવરણાદિ કર્મ–એવો છે જે સત્પન્થ) બે દ્રવ્યનો એકસંબંધ, એવો (મારે) દ્રવ્યનો સ્વભાવ નથી તે કારણથી. તે પણ શા કારણથી ? “સર્વ: પિ સેવન્થ: નાસ્તિ (સર્વ) જે કોઈ વસ્તુ છે તે () જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ (સ્વત્થ: નાસ્તિ) પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પગલકર્મનો કર્તા નથી. ૮-૨૦૦. પોષ વદ ૧૧, શુક્રવાર તા. ૩-૦૨-૧૯૭૮. કળશ–૨૦૦ પ્રવચન–૨૨૩ કળશટીકા ૨૦૦ છે ને? ૨૦૦ કળશ છે. (અનુષ્ટ્રપ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।८-२००।। તત્ પરદ્રવ્યાત્મતત્ત્વયોઃ ઝૂતા પુત: ‘તે કારણથી.” ઈ કહેશે. “જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલનો પિંડ અને.” “કાત્મતત્ત્વયો: “શુદ્ધ જીવદ્રવ્ય” શુદ્ધ જીવદ્રવ્ય. તેમને જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, એમ છે નહિ. કર્મની પર્યાય આત્મા કરે છે કે શરીરની પર્યાય આત્મા કરે છે, આ હલનચલનની ક્રિયાનો કર્તા આત્મા નથી. જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું કર્તા, પુદ્ગલદ્રવ્ય Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કલશામૃત ભાગ-૬ જીવભાવનું કર્તા કર્મ જીવને રાગ કરાવે, રાગ થાય એમ નથી. કર્મ પરદ્રવ્ય છે, ભગવાન આત્મા પદ્રવ્ય છે. અહીંયાં પહેલું એટલું તો સિદ્ધ કર્યું કે, પદ્રવ્ય એને વિકાર કરાવે છે એમ નથી. તેમ આત્મા કર્મની પર્યાય કરે છે એમ નથી. જોકે અંદર તો બીજી ચીજ સિદ્ધ કરવી છે. ખરેખર તો એ ભાવકર્મનો કર્તા પણ આત્મા નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામ... કહેશે. ૨૦૨ માં છે. મોહ, રાગ, દ્વેષ અશુદ્ધ પરિણતિનો કર્તા, એ અજ્ઞાનથી માન્યું છે. આહાહા.. પુદ્ગલકર્મ શરીરાદિ કે કર્મની પર્યાય આત્મા કરે નહિ, કરતો નથી અને કર્મ આત્માને વિકાર કરાવતું નથી. વિકાર અજ્ઞાનભાવે જીવ પોતાની ભૂલથી, પોતાને ભૂલીને અપને કો આપ ભૂલકર અજ્ઞાની વિકાર કરે, પણ એ વિકાર કર્મ કરાવે, કર્મ ઉદયમાં આવ્યા માટે એ કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. સમજાય છે કાંઈ? રત્નત્રય શુભરાગ છે, પુણ્ય (છે), એ પણ કર્મ કરાવે છે એમ નથી. પરદ્રવ્ય કર્મ જીવનો ભાવ કેમ કરે? અજ્ઞાનભાવે ત્યાં સિદ્ધ કરવું છે ને? રાગાદિનો કર્તા અજ્ઞાની પોતાથી વિકારનો, વ્યવહાર રત્નત્રયનો કર્તા થાય છે. કર્મથી વિકાર, શુભભાવ થાય અને શુભભાવથી શુદ્ધભાવ થાય તો તો કર્મથી મુક્તિનો ઉપાય છે એમ એનો અર્થ થયો. સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે કે, પુદ્ગલકર્મને જીવ કરે નહિ અને પુગલ દ્રવ્ય જીવભાવનો કર્તા એવો સંબંધ કેમ હોય?’ આહાહા.. “સર્વોડપિ સન્વન્તઃ અહીં તો નિષેધ છે. તો નિમિત્તનિમિત્ત સંબંધ છે ને? પણ એનો અર્થ એ કે, નિમિત્ત પણ કર્તા નથી એટલે ખરેખર સંબંધ નથી. સમજાય છે કાંઈ નિમિત્ત હો પણ નિમિત્ત વિકાર કરાવે અથવા પરદ્રવ્યની પર્યાય થવામાં વિકાર, આત્મા નિમિત્ત છે તો આત્મા નિમિત્ત છે તો ત્યાં કર્મની પર્યાય થાય છે, આત્માએ રાગ-દ્વેષ કર્યો તો કર્મની પર્યાય કર્મમાં થઈ એમ નથી. સમજાય છે કાંઈ? કેમકે કર્મ પરમાણુમાં કર્મ થવાની પર્યાયનો સ્વકાળ હતો તેને કારણે કર્મની પર્યાય થાય છે. જીવે અજ્ઞાનભાવે રાગ-દ્વેષ કર્યો તો તેને કારણે કર્મની પર્યાય થઈ એમ નથી. સમજાય છે કઈ? જ્ઞાનાવરણીય છે કારણથી બંધાય છે. છ કારણ આવે છે ને? નિન્દવ, અશાતના, એ જ કારણ છે ને “તત્ત્વાર્થ સૂત્રમાં? એ ભાવ થયો તો અહીંયાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો એમ નથી. તેમ એ ભાવ કર્મએ કરાવ્યો છે, છ પ્રકારના છે કે જેનાથી) જ્ઞાનાવરણીય બંધાય છે? છ પ્રકારે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય જે આઠે કર્મના નિમિત્ત વિકાર છે ને? એ વિકાર છે તો અહીંયાં કર્મ થયા એમ નથી અને કર્મ ત્યાં છે તો તેને કારણે અહીંયાં કર્મ વિકાર કરાવે છે એમ પણ નથી. આવી વાત છે. મુમુક્ષુ - બે મળે છે તો વિકાર થાય છે. ઉત્તર :- નહિ, નહિ, નહિ. બે કદી મળતા જ નથી. મળ્યા ક્યાંથી? બે વચ્ચે તો અભાવ છે. રાગ કર્મને અડતો નથી, કર્મનો ઉદય જડ રાગને અડતો નથી. ધીમે ભગવાન, Page #189 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૦ ૧૭૫ વાત તો એવી છે, પ્રભુ! આહાહા..! અહીંયાં તો હજી અજ્ઞાની વિકાર કરે છે તોપણ વિકારને કા૨ણે ત્યાં કર્મની પર્યાય થઈ એમ નથી. એ તો તેના પરમાણુમાં તે સમયે વિકારની પર્યાય થવાની યોગ્યતાથી થઈ છે. આહાહા..! અને અહીં અજ્ઞાની જીવમાં જે વિકાર થયો, પુણ્ય દયા, દાન, વ્રતના પરિણામનો કર્તા હું છું, તો એ પરિણામનો કર્તા કર્મ છે, કર્મએ એ પરિણામ કરાવ્યા છે એમ નથી. આહાહા..! છે? પુદ્ગલદ્રવ્ય જીવભાવનું કર્તા' એવો સંબંધ કેમ હોય? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી?” “વર્નસમ્બન્ધમાવે” આહાહા..! અભાવની વ્યાખ્યા તો એવી ક૨શે કે આત્મામાં એ સ્વભાવ નથી. ખરેખર તો દયા, દાનનો, વ્યવહા૨ રત્નત્રયનો રાગ કરવો તેનું કરવું એવો જીવનો કોઈ સ્વભાવ નથી. આહાહા..! જીવની અનંત શક્તિ છે, સંખ્યાએ અનંત સ્વભાવ (છે) અને એક એક શકિતનું અનંત સામર્થ્ય છે પણ એ કોઈ શક્તિ એવી નથી કે વિકાર કરે. આહાહા..! એ અજ્ઞાનભાવે વિકાર અજ્ઞાની ઉત્પન્ન કરે છે. એ કર્મથી નહિ, સ્વભાવથી નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? કર્મથી વિકાર નથી થયો, સ્વભાવથી નથી થયો, સ્વભાવમાં એવી કોઈ શક્તિ નથી. પર્યાયમાં પોતાની યોગ્યતાથી ષટ્કારકરૂપે પિરણિત પર્યાય કરે છે તો ત્યાં અજ્ઞાનીને વિકાર થાય છે. આહાહા..! ઝીણી વાત બહુ, પ્રભુ! માર્ગ તો આવો જ છે. આહાહા..! અહીં તો કહે છે કે, Íર્મસમ્વન્ધમાવે” જીવ કર્તા, જ્ઞાનાવરણાદિ કર્મ-એવો... અહીંયાં પહેલા જડથી લીધું છે. કેમકે એ પરસ્પર લેવું છે ને? એટલે એમ લીધું છે. જીવ જડને કરતું નથી, જડ આત્માની પર્યાયને કરતું નથી, એમ લીધું છે. પછી તો આગળ ૨૦૨ કળશમાં ચોખ્ખું લેશે કે, વિકારનો કર્તા પણ જીવસ્વભાવ, જીવ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? જે વિકૃત દશા થાય છે, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ, પર્યાયબુદ્ધિવાળો મિથ્યાસૃષ્ટિ પરનો કર્તા થાય છે. તે નિમિત્ત થાય છે અને કર્મની પર્યાય જે બંધાય છે તે તેને કારણે છે. કર્મ કર્મને કારણે બંધાય છે. જ્ઞાનીને કર્મબંધ તો તેને પણ છે, દસમે ગુણસ્થાન સુધી છ કર્મનો બંધ છે. છે કે નહિ? દસમે. આયુષ્ય અને મોહ બે નથી. દસમે રાગ છે, અંશ છે, છ કર્મ બંધાય છે. પણ શાની રાગનો જ્ઞાતા રહે છે અને બંધ થયો તેનો પણ જ્ઞાતા છે. આહાહા..! સમજાય છે કાંઈ? જો રાગને ઉપાદેય માને તો તેણે આત્માને હેય માન્યો. એ પરમાત્મપ્રકાશ’માં આવ્યું છે, કહ્યું હતું. ૩૭ ગાથા? હૈં? ૩૬ ગાથા. ૫૨માત્મપ્રકાશ'ની ૩૬ મી ગાથા છે. જેણે રાગને ઉપાદેય માન્યો, શુભરાગ, હોં! દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો.. આહાહા..! તેણે આત્માને હેય માન્યો. આહાહા..! પરમાત્મપ્રકાશ' હમણાં વંચાઈ ગયું છે. ગાથા દીઠ અહીં તો ૪૩ વર્ષથી ચાલે છે. સમજાય છે કાંઈ? આહાહા..! નવમી ત્રૈવેયક જે સાધુ જાય છે તો તેના પંચ મહાવ્રતાદિ નિરતિચાર હોય છે. સમજાય Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કલશમૃત ભાગ-૬ છે કાંઈ સમ્યગ્દર્શનનું ભાન નથી. રાગની કર્તાબુદ્ધિ છે. છે તો નિરતિચાર, વ્રત-મહાવ્રત, હોં! પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ. આહાહા...! નહિતર ઉપર જઈ શકે નહિ કેમકે) મિથ્યાદૃષ્ટિ છે. પણ એ રાગનો કર્તા થાય છે. જ્ઞાનનો કર્તા (થતો નથી), આનંદનો સ્વાદ નથી. આહાહા.! આનંદનો સ્વાદ નથી તેથી તેને રાગનો સ્વાદ છે. છે નિરતિચાર પંચ મહાવ્રત, હોં પણ એને રાગનો સ્વાદ છે. આત્માનો સ્વાદ નથી. કેમકે રાગને ઉપાદેય માનીને ત્યાં જ તેની રુચિમાં રહ્યો છે. આહાહા. તે કારણે ભગવાન આનંદકંદ પ્રભુ, રાગને ઉપાદેય માનનારાને ભગવાન આત્મા હેય થઈ ગયો. યશપાલજી! આવી વાત છે. આહાહા...! અને જેણે ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ તેને જેણે ઉપાદેય તરીકે સમ્યગ્દર્શન, જ્ઞાનમાં માન્યો, અનુભવ્યો તેને રાગ હેય છે. વ્યવહાર આવે છે, સમ્યગ્દર્શન થયું, મુનિ થયો તોપણ રાગ, વ્યવહાર તો આવે છે કે નહિ? પણ છે હેય. આહાહા.! સમજાય છે કઈ? અહીં ત્યાં સુધી લેવું કે, કર્મ વિકાર કરાવે નહિ. કરાવે નહિ કહે છે ને? અને વિકાર થયો તો કર્મબંધન થયું એમ પણ નથી. છ કારણે જ્ઞાનાવરણીય બંધાય છે. જ્ઞાનાવરણીય તો સમકિતીને પણ બંધાય છે. તેને છ બોલ તો હોય છે. આહાહા..! પણ ધર્મજીવ તેનો કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. ભાવ અને ભાવથી બંધ-નિમિત્ત-નિમિત્ત સંબંધ, એ બેયનો જાણનારો રહે છે. ઝીણી વાત છે, ભાઈ! સમજાય છે કાંઈ? આહાહા.! અજ્ઞાની એ રાગનો કર્તા થાય છે તો ત્યાં કર્મની પર્યાય કર્મને કારણે થાય છે. એણે રાગ કર્યો માટે કર્મની પર્યાય થઈ એમ નથી). મુમુક્ષુ :- રાગ ન કર્યો હોત તો કર્મપર્યાય ન થઈ હોત. ઉત્તર:- પણ એ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન થયો હતો. (સંવત) ૨૦૦૬ની સાલમાં તમારા ગામમાં “રાજકોટમાં પ્રશ્ન થયો હતો. “ચુનીલાલ મૂળશંકરે પ્રશ્ન કર્યો હતો. “મૂળશંકર' નહિ? છઠ્ઠી સાલ, છઠ્ઠી. કેટલા વર્ષ થયા? ૨૮. ૨૮ વર્ષ પહેલા સભામાં પ્રશ્ન થયો હતો કે, રાગ ન કર્યો હોત કર્મ ઉત્પન્ન ન થયા હોત. પણ અહીંયાં એ પ્રશ્ન જ ક્યાં છે? અહીંયાં તો રાગ કરે છે, બસ! એટલી વાત છે. એ સમયે કર્મની પર્યાય થાય છે એ રાગથી થઈ નથી. રાગ ન કરત તો કર્મમાં પણ કર્મ થવાની લાયકાતવાળા પરમાણુ ન થાત. અરે ! પ્રભુ! શું કરે? સમજાય છે કાંઈ? એમ કે, રાગ ન કર્યો હોત તો કર્મ ન બંધાત માટે એટલું તો થયું કે નહિ? કે, ના, ના ભાઈ! એમ નથી, પ્રભુ! રાગ થયો તો ત્યાં બંધ થયો તે તેનાથી નહિ. એ તો પર્યાયમાં થવાવાળી પર્યાય ક્રમબદ્ધમાં એ જ આવનારી હતી. પણ રાગ ન કરત તો? પણ ન કરતનો પ્રશ્ન ક્યાં આવ્યો? રાગ તો છે એટલી વાત તો સિદ્ધ કરવી છે. ન થાય છતાં કર્મની પર્યાય તેનાથી થતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એક ન્યાય પલટે તો આખું તત્ત્વ પલટી જાય, પ્રભુશું થાય? આહાહા...! આ તો સર્વજ્ઞ ત્રણલોકના નાથ પરમાત્માથી માર્ગ આવ્યો છે. આમ છે. આહાહા...! Page #191 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૦ ૧૭૭ જ્ઞાનાવરણાદિ કર્મ–એવો છે જે બે દ્રવ્યનો એકસંબંધ, એવો... “મા” શબ્દમાં શું લીધું? જુઓ. બે દ્રવ્યના સંબંધનો અભાવ. તેનો અર્થ શું લીધો? “દ્રવ્યનો સ્વભાવ નથી...” એમ. એ દ્રવ્યનો સ્વભાવ નહિ. આહાહા. દ્રવ્યનો સ્વભાવ કર્મની પર્યાય કરે એમ નહિ અને કર્મની પર્યાય જીવને વિકાર કરાવે એવો કોઈ સ્વભાવ નથી. આહાહા..! અભાવની આ વ્યાખ્યા કરી. આ તો મધ્યસ્થતાથી સમજવાની વાત છે, ભગવાના આ કોઈ પંડિતાઈ અને વિદ્વત્તાથી પોતાની વાત માનવી અને એ શાસ્ત્રથી સિદ્ધ કરવી એ વાત નથી. સમજાય છે કાંઈ? આ તો ભગવાન ત્રિલોકનાથ જેવી વસ્તુસ્થિતિ છે એવું વર્ણન કરે છે, એવું જ્ઞાની માને છે. આહાહા...! સમજાય છે કાંઈ? અહીં કહે છે કે, અભાવ. બે દ્રવ્યનો એકસંબંધ, એવો અભાવ સ્વભાવ છે, એમ કહે છે. અહીંયાં રાગ થયો તો કર્મબંધન થાય એવો સ્વભાવ જ નથી અને કર્મનો ઉદય આવ્યો તો અહીંયાં રાગ કરવો પડે એવો કોઈ સ્વભાવ જ નથી. આહાહા.. જૈનમાં કર્મનું લાકડું એવું મોટું ગરી ગયું છે. સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો છે જ. કારણ કે એ તો કૃત્રિમ શાસ્ત્ર છે પણ આમાં આવી ચોખ્ખી વાત કરી છે એમાં પણ લાકડું એ જ છે કે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. વિકાર આત્મામાં તો છે નહિ તો વિકાર ક્યાંથી થયો? પર્યાયમાં વિકાર કેવી રીતે થયો? કે, કર્મને કારણે થયો. આહાહા...! મુમુક્ષુ – શરીર બહુ માંદુ થાય તો અશાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો તેમ કહેવાય ને? ઉત્તર :- એને કારણે નથી. એ નિમિત્તથી કથન છે. અશાતા વેદનીયના પરમાણુ ભિન્ન છે અને શરીરની પર્યાય ભિન્ન છે તો અશાતાના ઉદયથી અહીંયાં તાવ થયો. તાવ સમજાય છે ને? બુખાર, એવી વાત છે જ નહિ. આહાહા.. કેમકે અશાતાના ઉદયના રજકણ ભિન્ન ચીજ છે અને આ શરીરમાં તાવ આવ્યો એ ભિન્ન ચીજ છે તો એ ઉદયથી અહીંયાં તાવ આવ્યો એ તો નિમિત્તનું કથન કરવા વાત કરે છે પણ એ નિમિત્તથી અહીંયાં થયું એમ નથી. આહાહા...! એ તો અહીંયાં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ કર્મ આત્માને તાવ લાવી ક્યું કે આ રોગ આવે છે ને? ક્ષયનો કે અનેક પ્રકારના બીજા રોગ આવે, ઊલટી થાય છે. ઊલટી, ઊલટી કહે છે ને? વમન, તો એવો કર્મનો ઉદય આવ્યો તો વમન થયું. એમ છે નહિ. આહાહા.! કેમકે વમનની પર્યાય ભિન્ન છે અને કર્મના ઉદયના રજકણની પર્યાય ભિન્ન છે તો એ પર્યાય એને કરે, વસ્તુનો સ્વભાવ એવો છે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? બે દ્રવ્યનો એકસંબંધ, એવો દ્રવ્યનો સ્વભાવ નથી.” આહાહા. તે પણ શા કારણથી” સર્વ: પિ સન્વેન્થ: નાસ્તિ' આ શબ્દ. આહાહા...! એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને “સર્વ: બપિ સqન્ય: નાસ્તિ'. આહાહા...! ભગવાન (આ) કોઈ વાત છે). બે દિ' પહેલા નહોતું કહ્યું? આ પગ ચાલે છે એ જમીનને અડીને ચાલતા નથી. કાલે પ્રશ્ન હતો ને? ભાઈ બપોરનો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કલશામૃત ભાગ-૬ વાર આવે છે, મારે એમાંથી બે શબ્દ કાઢવા હતા. વારા છે ને? સમુદ્ર. વાસિ બેય એક જ વાક્ય છે કે વારાસિમાં બે ભિન્ન છે? એમ. વા નામ પાણી અને ચિસ નામ.. પહેલા આવ્યું હતું. વા નામ પાણી, જલ. ચિસ નામ ઢગલો એ ઉદધિ થયું. એમ. એમ બે શબ્દ ખ્યાલમાં હતા. એ કહ્યું હતું. વા-રાસ, વારાસ. પણ વા નામ પાણી, અને રાસિ (એટલે) ઢગલો એટલે પછી ઉદ્ધિ થયું, એમ. એ આવ્યું હતું, પહેલા આવી ગયું. ‘કળશીકા’માં, ખબર છે ને? મગજમાં એ ખ્યાલમાં આવ્યું હતું. બે શબ્દ જુદા છે કે એક જ વાક્ય છે? આહાહા..! અહીં કહે છે, એ દૃષ્ટાંત આવ્યું છે ને? દરિયામાં, સમુદ્રમાં જે તરંગ ઊઠે છે ને તરંગ? તો પવન આવ્યો તો તરંગ ઊઠે છે, એમ નથી. માણેકચંદજી શેઠ'! આવી વાત છે. એ આવે છે, સમયસાર'માં પાઠમાં આવી ગયું છે. ૮૩ ગાથા, ૮૩ માં છે. સમુદ્રમાં તરંગ ઊઠે છે તો પવન આવ્યો તો તરંગ ઊઠે છે એમ નથી. આવી વાત છે. મુમુક્ષુ :- પવન નિમિત્ત તો છે ને? ઉત્તર ઃ– પણ નિમિત્તની વ્યાખ્યા શું? એક ઉપસ્થિત ચીજ છે પણ નિમિત્ત એને કહીએ કે એમાં એનાથી થાય નહિ. એનાથી થાય તો નિમિત્ત કહેવાય નહિ, એ તો ઉપાદાન થઈ ગયું. આહાહા..! આવી વાત છે, બાપુ! આ તો સત્ય વસ્તુનું સ્વરૂપ છે ને, પ્રભુ! આ કાંઈ કોઈએ બનાવ્યું છે એમ છે? વસ્તુનું સ્વરૂપ આવું છે. આહાહા..! અરે..! પોતાને ન બેસે તેથી કાંઈ વસ્તુસ્થિતિ પલટી જાય? વસ્તુ તો જેવી છે એવી છે. આહાહા...! સર્વ: અવિ સમ્બન્ધઃ નાસ્તિ' આહાહા..! એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને સર્વ: અવિ સમ્વન્ધ: નાસ્તિ’. આકરી વાત. આત્મા અહીંયાં શરીરના આધારે રહ્યો છે એમ પણ નથી. આત્મા અહીંયાં કર્મના આધારે રહ્યો છે એમ પણ નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે જ નહિ. એટલે શરી૨માં આત્મા રહ્યો છે તો કર્મ છે એને આધારે રહ્યો છે એમ નથી. આત્મા પોતાના આધારે રહ્યો છે. આહાહા..! નિરાલંબી એવું નિજ આત્મદ્રવ્ય. આપણે સમવસરણ સ્તુતિમાં પંડિતજીએ બનાવ્યું છે. ભગવાન તીર્થંકરનું શરીર હોય છે ને? નીચે અંતરીક્ષ રહે છે. સિંહાસનને અડતા નથી. શરીર, હોં! સિંહાસન, કમળ. સિંહાસન ઉપ૨ કમળ, કમળ ઉ૫૨ શરીર. એ કમળને અડતા નથી. આહાહા..! અંતરીક્ષ. અમે ગયા હતા, ત્યાં અંતરીક્ષ’માં કહ્યું હતું કે, જે અંતરીક્ષ છે એ તો દિગંબરનું જ છે, પણ તકરાર કરે તો શું કરવું? શ્વેતાંબરનું અંતરીક્ષ છે જ નહિ. સિંહાસન ને કમળ ને ઉ૫૨ ભગવાન એવી વાત છે જ નહિ. ત્યાં અંતરીક્ષ નામ પડ્યું છે એની મોટી તક૨ા૨ કરે છે. ત્યાં એક શ્વેતાંબર સાધુ રોકાણા છે. મૂર્તિઓને બગાડી નાખવી ને આમ કરવું. પત્રમાં આવ્યું છે. અરે..! ભગવાન! ભાઈ! અંતરીક્ષ શબ્દ જ દિગંબરનો છે. પંડિતજી! અંતરીક્ષ છે ને? તો અંતરીક્ષ તો કચાં શ્વેતાંબરમાં તો એવું છે જ નહિ. મેં ત્યાં કહ્યું હતું. અંતરીક્ષ Page #193 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૦ ૧૭૯ બાપુ એમ છે જ નહિ. આ તો ન્યાયથી વિચાર કરો. ભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર કમળ અને કમળ ઉપર પણ એ અડતા નથી. એનાથી ચાર આંગળ ઉપર રહે છે. આહાહા.! એ અંતરીક્ષ... શું કહેવાય? સ્થળ... સ્થળ તીર્થ સ્થળ. શ્વેતાંબર તો આ છે જ નહિ શ્વેતાંબરમાં તો પૃથ્વી શિલાપટ છે. એના તો કરોડો શ્લોક જોયા છે ને, બધી ટીકા જોઈ છે). પૃથ્વી શિલાપટ છે ત્યાં ભગવાન બેસે છે, એમ આવે છે. અરે...! તકરાર આવી. બાપુ શું કરે? ભાઈ! સત્યને સત્ય રીતે પણ સ્વીકાર કરવો નહિ. શું થાય? કોણ કરાવે? એ પણ સ્વતંત્ર પ્રાણી છે. આહાહા! શ્વેતાંબરમાં છે, ઉપાસકમાં છે. ખોટી વાત છે. સમવસરણ સિવાય ભગવાન ક્યાંય બિરાજે નહિ એ સમવસરણમાં પણ અધ્ધર (રહે છે). કમળને અડતા નથી પછી બીજો પ્રશ્ન ક્યાં છે? આહાહા.! ત્યાં કોઈનો આધાર છે? પરમાણુ પરમાણુને આધારે ત્યાં રહ્યા છે. આહાહા...! ભગવાન! સત્ય તો આવું છે, પ્રભુ! પ્રભુનો વિરહ પડ્યો એથી કંઈ સત્ય બદલાય જાય એમ છે નહિ. આહાહા...! મુમુક્ષુ - ચાતુર્માસ વખતે તો... ઉત્તર :- રહે છે પણ એને કંઈ એવો કલ્પ નથી કે અહીંયાં રહેવું જ પડે. એ તો કલ્પાતીત છે. એ તો ઠીક છે. અહીંયાં તો ફક્ત આપણે અંતરીક્ષ સિદ્ધ કરવું હતું. કમળ ઉપર અધ્ધર રહે છે. એની પર્યાયમાં, પરમાણમાં આધાર નામનો ગુણ છે તો એને કારણે ત્યાં રહ્યો છે. બીજાને અડતા નથી. પાંચ હજાર ધનુષ ઊંચે પાંચ હજાર ધનુષ ઊંચા! આહાહા.! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે, “સર્વ: પિ સત્પન્થ: નાસ્તિ' છે ને? આહાહા.! ગજબ વાત કરે છે નો જુઓ. આ સંતોની વાણી છે એ કેવળીની વાણી છે. આહાહા.! “સર્વ: પિ સન્વન્ત: નાસ્તિ’ પોતપોતાના સ્વરૂપે છે. આહાહા.! છે? જે કોઈ વસ્તુ છે. જે કોઈ વસ્તુ છેદ્રવ્ય-ગુણ-પર્યાય, ‘તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે. એક ચીજ અને બીજી ચીજ આકાશના એકક્ષેત્રાવગાહ છે. એકક્ષેત્રાવગાહનો અર્થ? આકાશનું ક્ષેત્ર એક છે. બાકી સ્વનું ક્ષેત્ર અને પરનું ક્ષેત્ર તો ભિન્ન છે. પરમાણુનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર ભિન્ન છે. પણ એકક્ષેત્રાવગાહ નામ આકાશ જ્યાં છે ત્યાં જીવ છે અને ત્યાં કર્મ છે, એ એકક્ષેત્રાવગાહ છે. સમજાય છે કાંઈ? ક્યાં આવ્યું? એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ...” જોયું? તોપણ. એમ હોવા છતાં. આહાહા..! પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી....... આહાહા.! અભાવરૂપ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં અત્યંત અભાવરૂપ છે. અભાવરૂપ છે એ ભાવ કેવી રીતે કરે? સમજાય છે કાંઈ? એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે તો ભાવપર્યાય પરની પર્યાય કેવી રીતે કરે? ન્યાય સમજાય છે? આ તો ન્યાયથી (વાત કરે છે), ભગવાના આહાહા.! સમજાય છે કઈ? Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કલશામૃત ભાગ-૬ એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ...” “સમ્પન્થ: નાસ્તિ’ આહાહા! અહીં આત્મા છે તો કહે છે, એ કર્મના આધારે રહ્યો જ નથી. લ્યો! શરીરના આધારે રહ્યો નથી. “સમવસરણ સ્તુતિ” પંડિતજીએ લખી છે. જેવો નિરાલંબન આત્મા, એવું નિરાલંબન ભગવાનનું શરીર ત્યાં અંતરીક્ષમાં છે. પંડિતજી હિંમતભાઈએ સમવસરણની સ્તુતિ બનાવી છે ને? જેવો નિરાલંબન આત્મા, એવો નિરાલંબન દેહ ભગવાનનો, અધ્ધર. એમ પ્રત્યેક પદાર્થ કોઈના આલંબને રહ્યા જ નથી. એક જગ્યાએ હોવા છતાં. અહીંયાંથી આત્મા નીકળે છે તો આત્માને કારણે કર્મ સાથે આવે છે, એમ નથી. કર્મના પરમાણુ પોતાને કારણે ત્યાં જાય છે). એમાં ક્રિયાવર્તી શક્તિ છે તો તેને કારણે કર્મ કર્મથી જાય છે, આત્મા આત્માને કારણે (જાય છે). બે વચ્ચે કોઈ સંબંધ નથી. આત્મા છે તો કર્મ આમ ગયા, એમ નથી). શ્રેણિક રાજા નરકમાં ગયા તો નરકાનુપૂર્વીનો ઉદય આવ્યો તો ત્યાં આત્મા આમ ગયો, એમ નથી, એમ કહે છે. અરે...! ભગવાના સમજાય છે કાંઈ? એ સમયની જીવની પર્યાયની એવી ગતિ થવાની યોગ્યતા છે. કર્મ તો નિમિત્ત માત્ર છે અને પર સાથે સંબંધ છે નહિ. આહાહા...! ગજબ વાત છે. આકરી પડે વાત, બાપુ શું કરે? ભાઈ! આહાહા...! શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી (હતા). હીરો ચૂસીને દેહ છોડ્યો તોપણ) સમકિતમાં દોષ નથી. એ તો ચારિત્રનો દોષ હતો. આ વાત દેહના સંબંધની એટલી કે એક ગુણની પર્યાયમાં બીજા ગુણની પર્યાય કેવી રીતે થાય? આહાહા...! હીરો ચૂસીને મરી ગયા ને? માથુ કૂટીને. તો એનાથી ક્ષાયિક સમકિતમાં એના કારણે દોષ છે? એમ નથી. આહાહા...! કેમકે રાગ દોષ ભિન્ન છે, સમકિત ભિન્ન છે. આહાહા...! જો રાગદોષને કારણે સમકિતમાં દોષ આવી જાય તો રાગ હોય ત્યાં સુધી નિર્મળ સમકિત થાય જ નહિ, એમ થાય. સમજાય છે કાંઈ? વાત સમજાય છે? ભાષા તો સાદી હિન્દી કરીએ છીએ, થાય છે. આપણા ગુજરાતી પણ થોડી થોડી સમજે. આહાહા...! કોણિક એનો પુત્ર, કોણિક. કોણિક એનો પુત્ર છે ને? “શ્રેણિકનો પુત્ર. પોતાની ગાદી માટે એને જેલમાં નાખ્યો હતો. પછી એની માતાને ખબર પડી. કોણિક માતાને વંદન કરવા ગયો. હું તો રાજ કરવા બેઠો છું, મારા પિતાને આજે જેલમાં નાખ્યા. અરે..રે...! ભાઈ! તેં શું કર્યું? તારા પિતાને તારી ઉપર એટલી પ્રીતિ પ્રીતિ, પ્રેમ એટલો હતો, તારો જન્મ થયો તો તું મારા પેટમાં હતો ત્યારે મને એવો મનોરથ થયો કે “શ્રેણિકનું કાળજું. ખાઉં. એમ થયું. શ્રેણિકનું કાળજું ખાઉં, એવો મનોરથ થયો. પછી કહ્યું, ત્યારે મને ખ્યાલ હતો એ કારણે તારો જન્મ થયો તો મેં છોડી દીધો. શું કહેવાય? ઉકરડો. ઉકરડો. ઉકરડાને શું કહે છે? કચરે કા ઢેર. એમાં) નાખી દીધો. ત્યાં જન્મીને તરત છોડી દીધો. ત્યાં કૂકડો આવ્યો. કૂકડો નથી કહેતા? મૂર્ગા. (એણે) ચાંચ મારી. જન્મ્યો હતો ને ચાંચ મારી એમાં) પરુ થઈ ગયું. રાડું પાડે. Page #195 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૦ ૧૮૧ અહીંયાં શ્રેણિક “ચેલણા પાસે ગયા. એની માતા પાસે જઈને કહ્યું, બાળક કયાં ગયું? સાહેબા પેટમાં હતો ત્યારે એવો મનોરથ આવ્યો હતો એટલે મેં છોડી દીધો. અરે...! આ શું કર્યું? ભલે મનોરથ થયો, એમાં શું થયું? ત્યાં ગયા. જ્યાં નાખી દીધો હતો ત્યાં ગયા. પરુ (થઈ ગયા હતા. પરુને શું કહે છે? રસી. લોહી અને પરુ. “શ્રેણિકે ઉપાડીને એને ચૂસ્યો. અર.૨.! બાળકને આ દુઃખ થાય છે. તારા પિતાએ આવું કર્યું અને તે શું કર્યું તારા જન્મ વખતે તારા પિતાએ આવું કર્યું હતું. અર...૨.! મારી બહુ ભૂલ થઈ, મા! હું જાઉં. ઈ જેલમાં તો એને છોડવા જાતો હતો. શ્રેણિક રાજાને એમ થયું કે, આ મને મારવા આવે છે. સમકિત છે પણ એ બાહ્યનો દોષ થઈ જાય છે. સમજાય છે કાંઈ? આ મને મારવા આવ્યો. એ મારી નાખશે કારણ કે મને જેલમાં નાખ્યો છે. આ મને મારી નાખવા આવ્યો છે. હીરો ચૂસ્યો અને દેહ છૂટી ગયો. ક્ષાયિક સમકિત છે. ચારિત્રદોષ આવ્યો એને જાણે છે. આહાહા.! એ રાગને અને સ્વભાવને કાંઈ સંબંધ નથી એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અપેક્ષાએ તો રાગ પણ પરદ્રવ્ય છે. ભગવાન સ્વભાવ સ્વદ્રવ્ય એ દ્રવ્ય ભિન્ન છે. આહાહા...! અહીં કહે છે. “સર્વઃ પિ સન્વન્યઃ નાસ્તિ આહાહા.. જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી,... આહાહા...! આમાં આવે છે ને? ભાઈ! સમયસારમાં. શિલ્પી કરે છે પણ તન્મય નથી. શિલ્પી એટલે કારીગર કામ કરે છે, એવો પાઠ છે. કરતો નથી, શબ્દ એવો લખ્યો છે. એની તકરાર કરી છે ને? “રતનચંદજી મુખત્યાર) ઊંધો અર્થ કરે છે. એમ કે, જુઓ! કરે તો છે કે નહિ? એ તો કરે છે એમ લોકો દેખે છે માટે કહ્યું છે. શિલ્પી આ કરે છે પણ તન્મય થતો નથી. એવો પાઠ છે. મૂળ શ્લોક. એનો અર્થ કે કરતો તો નથી. લોકો એમ માને છે કે જુઓ આ કરે છે. શું કહેવાય? ઝેવરાત. ઝેવર. ઝેવર. સોની કરે છે ને? તો લોકો જોવે છે કે નહિ? કરે શું? અડતોય નથી એ. હથોડો સોનાને અડતો નથી તો કરે શું? મુમુક્ષુ :- સોનીએ ઘરેણા નથી કર્યા? ઉત્તર:- સોનીએ કર્યું નથી અને ઘરેણા બનાવ્યા નથી. આહા! “રામજીભાઈએ વકીલાત કરી નથી. ભાષા થઈ હતી (ત્યારે) માનતા હતા કે મેં કરી. એ અજ્ઞાન હતું. આ તો વસ્તનું સ્વરૂપ છે. એ કંઈ કોઈ વ્યક્તિની વાત નથી. મેં કર્યું. કર્યું. કર્યું. એ વખતે તો વકીલાત કરતા હશે તે દિ તો એની મોટી છાપ હતી. લોકો કહેતા હતા. મોટા છે. આહાહા...! અહીં કહે છે, પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી” અહીં બીજું કહેવું હતું કે, શિલ્પી કરે છે એવો પાઠ છે. તો કરતો જ નથી. કરે છે એ તો લોકો જુવે છે એ અપેક્ષાએ કરે છે, પણ તન્મય થતો નથી, એવો શબ્દ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કલામૃત ભાગ-૬ એટલે એ લોકો ત્યાં “સમયસારમાં એવો અર્થ કરે છે, શિલ્પી કરે તો છે. એમ કહે કરતો જ નથી. એ તો કરે છે એ તો તું જુએ છે એ અપેક્ષાએ કરે છે, એવું લખ્યું છે. તારી દૃષ્ટિ એવી છે કે આ કરે છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં છે. શિલ્પી કરે છે. શિલ્પી કરણ આપે છે, કરણ–સાધન. હથોડો હોય છે ને? હથોડો. હથોડો લ્ય છે. હથોડાથી કરણસાધન આપે છે. દે છે એમ લખ્યું એ તો ભાષા છે. લોકો જુવે છે એટલે કહે કે, જુઓ! એણે આ હથોડો લીધો. પણ તન્મય થતો નથી, એવો ત્યાં પાઠ છે. શિલ્પી કરે છે, કરણ આપે છે પણ તન્મય થતો નથી. પણ કરણનો અડતો જ નથી, સ્પર્શતો જ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભગવાના અરે...આવો વખત મળ્યો, પ્રભુ! આ મનુષ્યનો દેહ ક્યારે આવે? અને એમાં વીતરાગની વાણી અને એમાં વીતરાગના ભાવ.! આહાહા...! આવે કાળે નહિ બેસે તો ક્યારે બેસશે? પ્રભુ ક્યારે આ સમય મળશે? આહાહા. અનંતકાળમાં રઝળતો દુઃખી દુઃખી દુઃખી (છે). ભ્રમણામાં ભગવાનને ભૂલીને ભ્રમણામાં ભવ કરે છે. હું આહાહા.! અહીં કહ્યું, “એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પુદ્ગલકર્મનો કર્તા નથી.” આ વસ્તુનું સ્વરૂપ એવું છે. આહાહા.! જીવ આ આંખની પાંપણ હલાવે છે એમ ત્રણકાળમાં નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આંખની પાંપણ હલે છે એ કર્મનો ઉદય આવ્યો માટે હલે છે એમ પણ ત્રણકાળમાં નથી. પાંપણ સમજાય છે? આહાહા... ભાઈ આ વાત તો વસ્તુનું સ્વરૂપ એવું છે. આહાહા..! “તેથી જીવ પુદ્ગલકર્મનો કર્તા નથી.” હવે ૨૦૧ શ્લોક છે. (વસત્તતિલકા) ऐकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।९-२०१।। ખંડાન્વય સહિત અર્થ:- “તત્ વસ્તુમેન્ટે વર્તુર્મઘટના ન બસ્તિ (તત) તે કારણથી (વરંતુમે) “જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્ગલદ્રવ્ય અચેતનસ્વરૂપ' એવો ભેદ અનુભવતાં, (વસ્તૃવકર્મઘટના) જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ એવો વ્યવહાર (સ્તિ) સર્વથા નથી. તો કેવો છે ? “મુન: બના: તત્ત્વમ્ પશ્યન્ત' (મુન: બના:) સમ્યગ્દષ્ટિ છે જે Page #197 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૧ ૧૮૩ જીવો તે (તત્ત્વમ્) જીવસ્વરૂપને (અર્દૂ પશ્યન્તુ) ‘કર્તા નથી’ એવું અનુભવો આસ્વાદો. શા કારણથી ? યત: પ્રવક્ષ્ય વસ્તુન: અન્યતરેળ સાર્ધ સલોડપિ સમ્બન્ધઃ નિષિદ્ધ: વ (યતઃ) કારણ કે (ક્ષ્ય વસ્તુન:) શુદ્ધ જીવદ્રવ્યનું (અન્યતરેળ સાર્ધ) પુદ્ગલદ્રવ્ય સાથે (સત્ત: અપિ) દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ (સમ્બન્ધઃ) એકત્વપણું (નિષિદ્ધ: (વ) અતીત-અનાગત–વર્તમાન કાળમાં વધ્યું છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે, અન્ય દ્રવ્ય સાથે મળતું નથી; તેથી જીવદ્રવ્ય પુગલકર્મનું અકર્તા છે. ૯–૨૦૧. (વસન્તતિલકા) वस्तुन इहान्यतरेण ऐकस्य सम्बन्ध एव सकलोऽपि यतो तत्कर्तृकर्मघटनास्ति न पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च सार्धं निषिद्धः । वस्तुभेदे તત્ત્વમ્||૬-૨૦૧|| હવે અહીંયાં આવ્યું. ત્યાં ઓલામાં સર્વ: અવિ’ હતું, અહીંયાં ‘સતોપિ’ લીધું. મુનિઓ અને જે જનો ઈશ્વરકર્તા માનનારા છે તેમને જનમાં લીધા છે. અહીં બેઉ અર્થ ક૨શે–મુનિજન. પણ ‘સમયસાર’માં એવો અર્થ લીધો છે. મુનિ અને ઈશ્વકર્તા માનનારા બેય, તમારી કર્તાની દૃષ્ટિ છોડી દ્યો. આહાહા..! સમજાય છે કાંઈં? એ મુનિજનનો અર્થ છે, વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કલામૃત ભાગ-૬ પોષ વદ ૧૩, રવિવાર તા. ૫-૦૨-૧૯૭૮. કળશ-૨૦૧ પ્રવચન–૨૨૪ કળશટીકા' ૨૦૧ કળશ. કાલે કળશ બોલાય ગયો છે, એનો શબ્દાર્થ. “તત વરસ્તુમેન્ટે સ્કૂર્મપદના ન તિ’ શું કહે છે? તે કારણથી જીવદ્રવ્ય.” આ જીવવસ્તુ છે તે ચૈતન્ય વસ્તુ છે. જાણન સ્વભાવથી ભરેલો ચૈતન્ય છે. જેમ સાકર મીઠાશથી ભરી છે, અફીણ કડવાશથી ભર્યું છે એમ આ ભગવાન આત્મા જીવદ્રવ્ય એ ચૈતન્ય સ્વભાવથી ભર્યો છે, એ ચૈતન્ય સ્વભાવ છે. જ્ઞાયક જાણન-દેખન એવો ત્રિકાળી એનો જ્ઞાયક ધ્રુવ સ્વભાવ, એ ચૈતન્ય અને “પુગલદ્રવ્ય અચેતન...” કર્મ જે કર્મ અંદર જડ છે, વાત એ જડની લેવી છે. શુભઅશુભભાવ કરે છે ને એટલે પુણ્ય-પાપના રજકણો કર્મમાં કર્મપર્યાય થઈને બંધાય છે. એ કર્મ છે તે અચેતન છે. આ શરીર અચેતન છે, વાણી અચેતન છે. કહે છે કે, ચેતન અને અચેતન એવું સ્વરૂપ, એવો ભેદ અનુભવતાં, શું કહે છે? બેના પૃથકુપણાના ભેદને અનુભવતાં. બેય ભિન્ન છે તો બેય ભિન્ન છે એમ અનુભવતાં. આહાહા.! “જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિડ કર્મ એવો વ્યવહાર સર્વથા નથી.” આહાહા.! જીવ ક ... મુમુક્ષુ :- વ્યવહાર તો છે, નિશ્ચય નથી. ઉત્તર :- વ્યવહાર પણ જૂઠો છે એમ અહીં તો કહે છે. એવું છે, ભગવાના વસ્તુ એક છે એમાં બીજી વસ્તુનો અભાવ છે અને બીજી વસ્તુમાં આ આત્માનો પણ અભાવ છે. જેમાં) અભાવ છે તે બીજી ચીજનો કર્તા કેવી રીતે થાય? સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વિષય છે. આ ડૉક્ટર છે મોટા, આ હોમિયોપેથી ડૉક્ટર છે. ભાવનગરથી આવ્યા છે. અરે.. ભગવાના અહીં તો કહે છે, “સમયસાર નાટકમાં એક આવ્યું છે, “મૂઢ કર્મ કો કર્તા હોવે, ફલ અભિલાષ ધરે ફલ જોવે, જ્ઞાની ક્રિયા કરે ફલ સુની, લગે ન લેપ નિર્જરા દુની આહાહા...! શું કહે છે? એનો અર્થ શું? “મૂઢ કર્મકો. હું શરીરની ક્રિયા કરું છું અને જડ કર્મ માટી અંદર છે તેને હું કરું છું, વાણી હું કરું છું અને હું લખી શકું છું અને હું બીજાને પૈસા, લક્ષ્મી આપી શકું છું... આહાહા.! એ મૂઢ જીવ કર્મ નામ એ કાર્યનો કર્તા થાય છે. “મૂઢ કર્મકો કર્તા હોવે, ફલ અભિલાષ ધરે...” અભિલાષા ધરીને. મેં એનું કામ કર્યું તો મને એનું ફળ કાંઈક મળશે. ભૂલ છે. કામ કરી શકતો નથી તો ફળ ક્યાંથી મળશે? Page #199 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૮૫ વસ્તુની સ્થિતિ માટે છે. એ કરુણાનો શબ્દ છે. વ્યક્તિ પ્રત્યે તો પ્રેમ છે, બધા આત્મા ભગવાન છે. સમજાય છે કાંઈ? એ પછી કહેશે. અરે. ખેદથી કહીએ છીએ, એમ કહેશે. અરે.! પ્રભુ તું આત્મા છો ને નાથા તારી ચીજમાં બીજી ચીજનો તો અભાવ છે નો અને બીજી ચીજમાં તારો અભાવ છે. અભાવ છે તો તું બીજાના ભાવનો કર્તા કેવી રીતે થાય? આહાહા! સૂક્ષ્મ વાત છે, ભગવાના અહીંયાં તો કહે છે, અહીં તો કર્મ નજીક છે તેની વાત છે. શરીર, વાણીની વાત તો લીધી જ નથી. અહીંયાં તો જેટલા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આત્મામાં થાય છે તેટલા કર્મની પર્યાયમાં વર્ગણા રજકણની છે તે કર્મરૂપ પર્યાયરૂપે થાય છે તો તેનો પણ કર્તા આત્મા નથી. અજ્ઞાની રાગ કરે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એ રાગ છે તેનો અજ્ઞાની કર્તા થાય. કેમકે સ્વરૂપમાં તો રાગ છે નહિ. સ્વરૂપ તો જ્ઞાન, આનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે તો એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કાયમી અસલી ચીજ એ તો દયા, દાન, વ્રત, વિકલ્પ ઊઠે છે તેની પણ કર્તા નથી. આહાહાછતાં અજ્ઞાની તેનો કર્તા માને છે પણ છતાં રાગનો કર્તા માનતો હોવા છતાં નવા કર્મની રજકણની અવસ્થા બંધાય છે તેનો તો તે વ્યવહાર પણ કર્તા નથી. આહાહા.! સૂક્ષ્મ છે, ભાઈ! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન સૂક્ષ્મ છે. ડોક્ટરને બરાબર એક કલાક મળે છે, ઠીકા હોમિયોપેથી. આહાહા...! અહીંયાં કહે છે કે, એક ચીજ આત્મા ચૈતન્ય છે અને અંદર આ કર્મ, આ ધૂળ પડી છે ને અંદર? આ પુણ્યના રજકણ પડ્યા હોય ને અંદર? એનો ઉદય આવે છે તો બુદ્ધિ વિનાના માણસ હોય તો તેને પણ પાંચ-પાંચ લાખ પેદા થાય. અમે તો જોયા છે ને બુદ્ધિના બારદાન સમજ્યા? બારદાન નામ ખાલી ખોખા. બુદ્ધિ વિનાના હોય તોપણ પાંચપાંચ લાખ મહિને પેદા કરે છે. છે કે નહિ, બરાબર છે કે નહિ? તમારા આ ભાઈ નથી? “મલ્કચંદભાઈ નથી? “મલ્કચંદભાઈનો દીકરો. જુઓને પાંચ કરોડ, છ કરોડ રૂપિયા! હમણા મુંબઈ ગયા લાગે છે. ખુરશી ઉપર બેસતા. મલુકચંદભાઈ'. બુદ્ધિ કેવી છે ઈ બધી ખબર છે અમને. પણ પેદાશ મોટી. પાંચ-છ કરોડ રૂપિયાની પેદાશ. એક મહિનાની કેટલી? એક દિવસની દસ હજાર-પંદર હજારની પેદાશ, પેદાશ સમજાય છે? આમદાની. એમાં શું થયું? એ કોઈ બુદ્ધિથી (નથી આવતા). એ તો પૂર્વના પરમાણુ બંધાયા હોય), પૂર્વે કોઈ શુભભાવ થયા હોય, શુભભાવ તો એકેન્દ્રિયમાં પણ થાય છે, એમાં કોઈ નવી ચીજ નથી. એ શુભભાવ થયા હોય અને પુણ્યના રજકણ બંધાય ગયા હોય અને પુણ્ય રજકણનો પાક થઈને જ્યારે ખરવાની તૈયારી હોય તો નવા સંયોગમાં લક્ષ્મી આદિ દેખાય. એ કોઈ એના વર્તમાન પ્રયત્નનું ફળ લક્ષ્મી છે એમ નથી. શેઠા જુઓ! આ શેઠ રહ્યા, કરોડોપતિ. હૈ? વસ્તુની સ્થિતિ તો આવી છે ને, ભગવાના અહીં માનો કે બહાર માનો, વસ્તુ તો આમ છે. આહાહા...! અહીંયાં તો કહે છે, જરી સૂક્ષ્મ વાત છે કે, અંતરના પરમાણુઓ જે રજકણ છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કલશમૃત ભાગ-૬ આ ફોટા પાડે છે કે નહિ? ભૈયા. આ અમારા ફોટા પાડે છે. ફોટો પાડે છે તો સામેથી રજકણ અહીંયાં આવે છે? પહેલા ન્યાય સમજો. ફોટા પાડે છે ને? અહીંયાં બરાબર ફોટા પડે છે તો ત્યાંથી અહીંયાં રજકણ આવે છે? અહીંયાં રજકણ છે તે પોતાની પર્યાયથી પરિણમે છે એમાં સામો પદાર્થ) તો નિમિત્ત છે પણ નિમિત્તથી અહીંયાં કંઈ થયું છે એમ નથી. સામેથી ફોટો પાડે છે. અમેરિકામાં સિંહ થાય છે. બસો-બસો સિંહ, આફ્રિકાના જંગલમાં એને ફિલ્મવાળા (ફિલ્મ) લેવા જાય છે. પાંચ-પાંચ લાખની મોટર હોય). લોઢાના સળિયા હોય. સિંહ આવે તો અંદર ન કરડી શકે. બસો-બસો સિંહના ફોટા પાડે. જો ત્યાંથી રજકણ આવતા હોય તો એના શરીર સૂકાય જાય. ઝીણી વાત છે, ભગવાન! અહીંયાં ફોટા પડે છે, અહીંયાં પરમાણુના ભરેલા રજકણ છે ત્યાં એ પરમાણુમાં એ રીતે પરિણમન થઈને ફોટો પડે છે. એ સામી ચીજમાંથી એ રજકણ આવતા નથી. સમજાય છે કાંઈ? આહાહા.! એમ... આ તો દૃષ્ટાંત થયો. એમ આત્મા જ્યારે પુણ્ય અને પાપના ભાવ કરે છે, શુભભાવ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ (ક) એ વખતે સામે ત્યાં રજકણ છે એ પુણ્યરૂપે પરિણમી જાય છે. આણે શુભભાવ કર્યા તો ત્યાં પુણ્યરૂપે પરિણમવું થયું એમ નથી. આહાહા.! હવે આ વાત એવી છે, પ્રભુ! શું કરીએ? સમજાય છે કાંઈ? ફોટા પડે છે એ ત્યાંના રજકણને કારણે પડે છે. આને કારણે નહિ. આ વાત કોણ માને? પાગલ જેવી વાત છે. ડૉક્ટર માટે એકવાર હમણા કહ્યું હતું કે, આ જમીન છે ને જમીન? પગ ચાલે છે તો જમીનને અડતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે. વિજ્ઞાનનું વિજ્ઞાન સૂક્ષ્મ છે. પગ જમીનને અડતા નથી અને પગ ચાલે છે. કેમકે પગના રજકણ ભિન્ન છે અને જમીનના રજકણ ભિન્ન છે તો એકબીજામાં અભાવ છે. અભાવ છે તો અડે એમ બની શકતું નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાના આ તો કોઈને દષ્ટાંત દઈએ છીએ, હોં! વાત તો ઘણી મોટી છે. આહાહા.! સમજાય છે કાંઈ? અસ્તિ છે, જે તત્ત્વ અસ્તિ છે, છે અને બીજી ચીજ પણ છે તો છે એ છે, પોતાથી પરિણમન કરે છે, પલટે છે. પરથી પલટે તો પોતે પોતાની પર્યાય વિનાનો રહ્યો. પ્રત્યેક પદાર્થ પોતાનું અસ્તિત્વ રાખીને વર્તમાનમાં પલટે છે. એ પલટવું થવું પરને કારણે છે એમ ત્રણકાળમાં નથી. સૂક્ષ્મ છે, ભગવાના વિજ્ઞાનનું વિજ્ઞાન (છે). આ લોકો વિજ્ઞાન કહે છે એ નહિ આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. આહાહા...! કોઈ અજ્ઞાની અહીંયાં જેટલા શુભભાવ કરે તો તેટલા પ્રમાણમાં શુભ શાતાપણે પુણ્યપણે પરિણમે, પણ પરિણમે છે તો રાગ તેનો કર્યા છે અને કર્મની પર્યાય થઈ તે તેનું કાર્ય છે એમ નથી. આહાહા...! આવી વાત હવે. નિશાળમાં મળે નહિ, ડૉક્ટરમાં ક્યાંય મળે નહિ, વેપારીમાં મળે નહિ. આ શેઠ મોટા રહ્યા. છે “સાગર”માં વાત તમારે? “સાગરમાં આ Page #201 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૧ વાત છે? આહાહા..! પ્રભુ અહીં તો એ કહે છે, જુઓ! ચેતનવસ્તુ એ અચેતનની પર્યાયની કર્તા કેવી રીતે હોય? એમ કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ? આ ભાષા જે થાય છે ત્યાંના રજકણ ૫રમાણુમાં શબ્દ વર્ગણા, શબ્દની વર્ગણા નામ પરમાણુનો સમૂહ, તેમાં તે સમયે શબ્દ થવાની પર્યાયનો સ્વકાળ છે તો શબ્દ થાય છે, આત્માથી થાય છે અને આ બે હોઠથી પણ શબ્દ થાય છે એમ નથી. ૧૮૭ મુમુક્ષુ :– જીભથી તો થાય ને? ઉત્તર ઃધૂળમાંય જીભથી થાય નહિ. આ તો મેં નામ ન લીધું. આહાહા..! પ્રભુ! વાત શું કરીએ? વસ્તુ ભિન્ન ભિન્ન. ભિન્ન ચીજનો ભિન્ન કર્તા થાય તો ભિન્ન ચીજ રહી શકે નહિ. અનંત તત્ત્વ છે. આત્માઓ અનંત છે અને અનંત રજકણો છે. જો અનંત અનંતપણે પોતાની અવસ્થા-પર્યાયનો કર્તા થાય તો અનંતપણે રહી શકે. પણ અનંત છે તેમાં આ એનો કર્તા અને પેલો આનો કર્તા હોય તો અનંત રહી શકે નહિ. આહાહા..! સૂક્ષ્મ વાત છે. ભાઈ! આ ધર્મની વાત તો બહુ સૂક્ષ્મ છે. આ તો હજી સાધારણ વાત છે. સ્થૂળ સ્થૂળ વાત કરીએ છીએ. આહાહા..! અહીં કહે છે કે, ભેદ અનુભવતાં,...' આહાહા..! જેને જડની પર્યાય અને પોતાની ચૈતન્યની અવસ્થા, પર્યાય એટલે અવસ્થા, એ ભિન્ન ભિન્ન ભાસે છે. પોતાનો ભિન્ન અનુભવ કરતા થકા. આહાહા..! Íર્મઘટના” જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ' એવો વ્યવહા૨ સર્વથા નથી.’ આહાહા..! બહુ ઝીણું, બાપુ! આ તો ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે ને! આત્મામાં તો ચૈતન્ય સ્વભાવ ભર્યો છે ને! એ અનાદિઅનંત ચૈતન્યસ્વભાવથી ભરપૂર ભરેલો પરિપૂર્ણ છે. બીજી ભાષા કહીએ તો, શાસ્ત્રભાષાથી કહીએ તો સર્વજ્ઞ સ્વભાવથી જ આત્મા ભરેલો છે. સર્વ શબ્દ ન લઈએ તો શ’ સ્વભાવથી ભર્યો છે. જ્ઞ સ્વભાવ એ પરિપૂર્ણ, પરિપૂર્ણ અખંડ અભેદ પડ્યો છે. જ્ઞ’ સાથે સર્વ’ શબ્દ લાગુ પાડીએ તો સર્વજ્ઞ થાય છે. એ સર્વશ સ્વભાવી આત્મા છે. આહાહા..! રાગનો કર્તા કે પોતાની પર્યાયનો કર્તા કહેવો એ પણ હજી ઉપચાર છે. નિર્મળ પર્યાયનો કર્તા કહેવો એ પણ ઉપચાર છે. આહાહા..! કેમ ઉપચાર છે? કે, નિર્મળ પર્યાય કાર્ય અને આત્મા કર્તા એવો એમાં ભેદ પડી ગયો. એ પણ ઉપચારથી (કહ્યું). નિર્મળ પરિણતિનો કર્તા, નિર્મળનો, હોં! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ–અવસ્થા, ત્રિકાળના અવલંબનથી થાય છે છતાં કહે છે કે, તે પર્યાયનો કર્તા તે દ્રવ્ય નથી, વસ્તુ નથી. વસ્તુ પર્યાયની કર્તા એ તો ઉપચારથી, વ્યવહા૨થી કહેવામાં આવે છે. તો પછી રાગનો કર્તા આત્મા થાય અને જડની પર્યાયનો કર્તા આત્મા થાય એ માન્યતા મોટો મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહા..! Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કલશામૃત ભાગ-૬ જુઓ! અહીંયાં આવ્યું ને? ‘તો કેવો છે?“મુનય: બના: તત્ત્વમ્ પુરતુ મુનય: બના: આમાં અર્થ એક જ કર્યો છે. ઓલામાં બે કર્યા છે. મુનિઓ અને જન. જન એટલે જે કોઈ જગતનો કર્તા માને છે, હું આને કરું છું, આને કરું છું એ જનમનુષ્યો. અને “મુન: જૈનના મુનિ કે સમકિતી. એ બેય લીધા છે, અહીંયાં એક લીધો છે. “સમયસારમાં અર્થમાં બે લીધા છે. “મુન: બના: શબ્દ છે ને? “મુન: નામ સમ્યગ્દષ્ટિ જીવ. આહાહા...! ના. એટલે જીવ એમ લીધું છે અને મૂળ “સમયસારમાં, મૂળ તો જરૂર તો બેની જરૂર છે-“પૂનઃ ગના: કારણ કે ત્યાં પાઠ એવો છે ને કે, આ કર્તા છે. ઈશ્વર જગતનો કર્તા છે એમ માનનારા જનો તમે આમ ન માનો, છોડી દ્યો. એમ કહે છે. અને “મુનય' નામ જેનના માણસો તમે પરના કર્તા છો એમ ન માનો. એવી વસ્તુની સ્થિતિ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? મુનયઃ બના: “સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે જીવસ્વરૂપને “ર્તા નથી એવું અનુભવો.” આહાહા...! આ જરી સૂક્ષ્મ વાત છે. શું? કે, ભગવાન આત્મા એ રાગનો કર્તા પણ નથી એમ અનુભવો. અનુભવો નામ ચૈતન્ય જે આનંદ સ્વરૂપ ભગવાન છે, જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેને અનુસરીને થાવ. જે ચૈતન્ય ભગવાન આનંદ સચ્ચિદાનંદ પ્રભુ તેને અનુસરીને ભવો, અનુભવો. પણ રાગને અનુસરીને રાગના કર્તા ન થાવ. આહાહા..! “દેવીલાલજી વાત આવી ઝીણી, બાપુ! શું કહીએ? દરેકનું સ્પષ્ટીકરણ કરી શકાય છે પણ આ થોડું થોડું (કહીએ છીએ). આટલું બધું સ્પષ્ટીકરણ) કરવા જઈએ તો લાંબુ ચાલે નહિ. આહાહા...! વસ્તુસ્થિતિ એવી છે. આત્મા સ્વતંત્ર છે અને પરમાણુ પણ સ્વતંત્ર છે. એક એક પરમાણુ-Point. આહાહા...! પક્ષઘાત થાય છે તો આત્મા હલાવી શકે છે? શરીરને હલાવી શકે છે? ડોક્ટરા આ પક્ષઘાત થાય છે ને? આત્મા તો છે અંદર. એ આત્માનું કાર્ય છે જ નહિ. આહાહા. પણ અજ્ઞાની માને છે કે હું આમ પગ ચલાવું, આમ ચલાવું ને આમ ચલાવું. મુમુક્ષુ :- પગમાં ખાલી ચડે ત્યારે હલાવી શકતો નથી. ઉત્તર :- ખાલી ચડે તોય હલાવી શકતો નથી. આ ખાલી સમજ્યા? આ પગ (શૂન્ય થઈ જાય). જરીક આમ ચાલી શકે નહિ. અમારે અહીંયાં ખાલી કહેવાય છે. એ પણ જડની દશા છે, ભગવાના આહાહા.! તારાથી થઈ નથી ને તારાથી રોકાતી નથી અને તારાથી થતી નથી. આહાહા...! વસ્તુ આવી છે. આ તો સર્વજ્ઞથી, લોજીક-યુક્તિથી પણ એ સિદ્ધ થઈ શકે છે. ન્યાયમાં ‘નિ ધાતુ છે. નિ જાય. લઈ જવું, દોરી જવું. જેવી વસ્તુની મર્યાદા છે તે રીતે જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય કહેવાય છે અને એ ન્યાય લોકોત્તર નીતિ છે. લોકોત્તર નીતિ! આ જગતની નીતિ, લૌકિક સજ્જનતા એ બીજી ચીજ છે. આહાહા.! અહીંયાં કહે છે કે, લોકોત્તર નીતિ એવી છે કે પોતાની આત્મ ચીજ એ કર્મ, અંદરની Page #203 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૮૯ વાત અહીં તો લીધી છે, જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં ત્યાં કર્મની અવસ્થા થાય. છતાં એ કર્મની અવસ્થાનો કર્તા આત્મા નથી. તો પછી નજીકમાં આવું બને છે તેનો પણ કર્તા નથી તો દૂર શરીર, વાણી, મન તેનો આત્મા કર્તા થાય, હલાવી શકે, બોલી શકે છે, બીજાને પૈસા આપી શકે છે, હું બીજાને આપી શકું છું અને રાખી શકું છું, મિથ્યાદૃષ્ટિ અજ્ઞાનીનો ભ્રમ છે. સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! હૈ? મુમુક્ષુ :- કર્મ તો દેખાતા નથી. ઉત્તર :- કર્મ દેખાતા નથી પણ આ દૃષ્ટાંત ન આપ્યું? દેખાતા નથી પણ દષ્ટાંત આપ્યું ને કે, બુદ્ધિ સાધારણ હોય છતાં પાંચ લાખ પેદા કરે. તેમાં) શું દેખાય છે? અમને તો ઘણા અનુભવ છે. અમારા ભાઈ હતા ને? ભાગીદાર. સાધારણ બુદ્ધિ (છતાં) બે-બે લાખ પેદા કરતા હતા. અમારા કુંવરજીભાઈ ભાગીદાર હતા ને? ફઈના દીકરા. દુકાન હતી ને? પાલેજમાં અમારી બે દુકાન હતી. મેં પાંચ વર્ષ દુકાન ચલાવી હતી પણ નાની ઉંમર, ૧૭ થી ૨૨. સત્તર વર્ષે મોટી દુકાન ચલાવી. બે દુકાન છે, હજી દુકાન છે, મોટી દુકાન છે, અત્યારે મોટી દુકાન છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણ-ચાર લાખની પેદાશ છે. બેય દુકાન છે. પાલેજ ભરૂચ અને વડોદરાની વચ્ચે. અમારા ભાગીદાર હતા એ બુદ્ધિવાળા કેવા હતા ઈ અમને ખબર છે. હૈ? મુમુક્ષુ :- ઈ તો મોટા શેઠ. ઉત્તર – અમારા “રામજીભાઈએ એક ફેરી મશ્કરી કરી હતી. કુંવરજીભાઈ અહીં આવતા હતા. તમને કેટલી વાર શેઠ કહે? ભાઈ ત્યારે કહે, પાંચસો વાર કહે. આ કહે. હજાર વાર કહે. આવા, જવાબેય દેતા આવડે નહિ અને બે-બે લાખ વર્ષમાં પેદા કરે. બે લાખા એ વખતે, હોં! અગિયાર-બાર વર્ષ પહેલા ગુજરી ગયા. અત્યારે છોકરાઓ છે. વધારે પેદા કરે છે, ત્રણ-ચાર લાખ પેદા કરે છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. અમારી બે દુકાન હતી. ધૂળમાંય કોઈની દુકાન નથી ને પૈસા પણ નથી. અરર....આવી વાત છે. અહીં તો કહે છે કે, એક રજકણને પણ એક આત્મા ચલાવી શકે એ ત્રણકાળમાં બનતું નથી. આહાહા.! આવો માર્ગ છે). “મુન: બના: “એવું અનુભવો...” એટલે શું કહે છે કે, રાગનો અને પરની ક્રિયાનો કર્તા નથી. તું અકર્તા છો તો એવા જ્ઞાનસ્વરૂપને અનુભવ. આહાહા.! પરનો કર્તા નથી તો પરના કર્તાપણાથી બુદ્ધિ ઉઠાવી લે અને અકર્તા ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં દૃષ્ટિ લગાવી દે અને તેનો આસ્વાદ લે. આહાહા.! તેને આસ્વાદો–આત્માના આનંદનો સ્વાદ લો. રાગના કર્તાપણામાં તો મિથ્યાત્વનો સ્વાદ, આકુળતાનો-દુઃખનો સ્વાદ છે. આહાહા.! ભારે આવી વાતું, ભાઈ સમજાય છે કાંઈ? રાગનો અને કર્મનો કર્તા માનવામાં મિથ્યાશ્રદ્ધાનો, આકુળતાનું–દુઃખનું વેદન છે. આહાહા.! આવી વાતું છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કલામૃત ભાગ-૬ અહીં આચાર્ય મહારાજ કરુણા કરીને કહે છે, આહાહા...! છે ને? “આસ્વાદો. આહાહા...! “પશ્યન્તુ “કરૂં પશ્યન્તની વ્યાખ્યા કરી. “વર્તી તમે જુઓ અર્થાત્ રાગ અને પરની પર્યાયનો કર્તા નથી એમ “વર્ણ દેખો. આત્મા અકર્તા છે તેમ અનુભવો. આહાહા.! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત તો છે, ભાઈ! અમને તો બધાની ખબર છે ને આખી દુનિયામાં શું ચાલે છે (ખબર છે). આ તો ૮૮ વર્ષ થયા. અમારી તો આખી જિંદગી, ૭૦ વર્ષથી તો આમ જ ચાલે છે. નિવૃત્તિ, દુકાન ઉપર પણ અમે તો નિવૃત્ત જ રહેતા હતા. પિતાજીની દુકાન હતી. આહાહા.! અમે તો બહુ જોયું છે, આખું હિન્દુસ્તાન (ફર્યા છીએ). ધર્મ કહેનારા, બોલનારા ને સાંભળનારા ને કંઈક જોયા છે. આહાહા...! આ માર્ગભાઈ! શું કહીએ? અહીંયાં કહે છે, “કરૂં પશ્યન્ત આહાહા.! સંતો આનંદને વેદનારા પ્રભુ, અતીન્દ્રિય આનંદના અનુભવીઓ. આહાહા.! “અનુભવને એટલું રે આનંદમાં રહેવું શરીરની નાની ઉમર હતી, દસ વર્ષની, અગિયાર વર્ષની હતી. સીત્તેર, બોંતેર, પંચોતેર વર્ષ પહેલાની વાત છે. અમારી જોડે–પાડોશી હતા. પાડોશી સમજ્યા ને? પડોસી. એ બ્રાહ્મણ હતા પણ અમારી માતાજીનું જે પિયર હતું ત્યાંના હતા એટલે મામા કહેતા હતા. મૂળજીમામા કહેતા હતા. એ જ્યારે હાય ત્યારે એટલું બોલતા હતા. દસ વર્ષની અમારી ઉંમર હતી ત્યારની વાત છે, આ તો ૭૫ વર્ષ પહેલાની વાત છે. “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે....' આ તો આપણી ગુજરાતી ભાષા. “અનુભવીને એટલું...” આ શું કહે છે? કીધું, આ બોલે છે શું આ? મામા. આ તો પોણોસો વર્ષ પહેલાની વાત છે. એનેય ખબર ન મળે. ભાષા બોલે. ઓલા લૂગડા બદલે ને શું કહેવાય છે? કપડા. એને કપડાનું નામ હોય. ધાબળી નાની હોય. આ બોલતા હોય, “અનુભવીને.” આ કહે છે શું આ? “અનુભવીને એટલું....' એ અહીં કહે છે, હે પ્રભુ! “ગવર્ની પશ્યન્ત આહાહા. એટલે? અર્થાત્ શુભ-અશુભરાગ આવે છે તેના ઉપરથી લક્ષ છોડી દે. એ તારી ચીજ નથી, તારામાં નથી, તું એમાં નથી. આહાહા...! આ તે કંઈ વાત છે! રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય છે, ભાવ વિકલ્પ ઊઠે છે, વૃત્તિ ઊઠે છે એ વૃત્તિ રાગ છે તેમાં તું નથી. કેમકે તેમાં તું હોય તો રાગ છૂટી જાય છે અને તું તો રહે છે. રાગ અને તું એક હોય તો રાગનો નાશ થઈ જાય છે અને તારો નાશ નથી થતો, તું તો અવિનાશી રહે છે. તો રાગમાં તું નથી અને તારામાં રાગ નથી. એમ “વરૂં પશ્યન્તુ. આહાહા.! સમજાય છે કાંઈ? વાત તો ગંભીર છે, પ્રભુ! શું થાય? આહાહા...! ભગવાન છે બધા, અંદર પ્રભુ છે. બહાર પર્યાયમાં–અવસ્થામાં ભૂલ છે, વસ્તુ તો વસ્તુ છે. શેરડીનો રસ. શેરડી સમજાય છે? ગન્નાનો રસ અને કૂચા બેય ભિન્ન ચીજ છે. પીલે તો રસ જુદો પડી જાય અને કૂચા જુદા પડી જાય છે. કૂચા કહે છે ને? પંડિતજી શું કહે છે? આ શેરડીના કૂચા. શેરડી–ગન્ના. એમ આત્મરસ, આનંદરસ Page #205 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૯૧ અને પુણ્ય-પાપ ને શરીરના કૂચા ભિન્ન છે. આહાહા...! કૂચા કહે છે ને? આહાહા...! “વÇ પશ્યન્ત' પ્રભુ! તું પરદ્રવ્યનો કર્તા થઈ શકતો નથી. તેની સાથે અમે તો એમ પણ કહીએ છીએ કે, તારો રાગ પણ તારી ચીજ નથી. આહાહા...! જેમ પરનો કર્તા થઈ શકતો નથી, એ તો સ્થૂળ વાત થઈ, પણ અંદરમાં પુણ્ય-પાપના ભાવ છે તેની પણ ખરેખર રચના કરનારો તું નહિ. તું (કર્તા) માન તો અજ્ઞાન છે. આહાહા! “ઝવેરૂં પશ્યન્ત આહાહા.! સંતોની વાણી તો જુઓ! પ્રભુ! તું અકર્તા છો. એ શુભ-અશુભભાવને રચનારો પણ નથી. પરની ક્રિયા કરનારો નથી (એમ) એકવાર “પશ્યન્ત તું અંદરમાં દેખ તો ખરો. આહાહા...! અંદર આનંદકંદ પ્રભુ છે. શુદ્ધ ચિદાનંદ આત્મા છે. આહાહા.! સમજાય છે કાંઈ? આસ્વાદો” છે ને? “પશ્યન્ત આહાહા.! અનુભવો. “પશ્યન્ત અનુભવો. “પશ્યન્તુ આ સ્વાદો. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! એકવાર ખ્યાલમાં તો વાત લ્યો. આહાહા...! કહે છે કે, તું એક ચીજ છો કે નહિ? છે તો એની કોઈ શક્તિ-સામર્થ્ય છે કે નહિ? વસ્તુ છે તો વસ્તુનો કોઈ સ્વભાવ છે કે નહિ? જેમ વસ્તુ ત્રિકાળી છે તો તેનો સ્વ-ભાવ, ભાવવાનનો સ્વભાવ, સ્વભાવવાનનો સ્વભાવ. જેમ ત્રિકાળી સ્વભાવવાન છે એમ સ્વભાવ ત્રિકાળ છે. તેમાં જ્ઞાન, સચ્ચિદાનંદ, આનંદ, શાંતિ આદિ ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવમાં દૃષ્ટિ કરીને કબુદ્ધિ છોડીને અકર્તાપણાનો અનુભવ કરો તો તને શાંતિ મળશે, ધર્મ થશે અને જન્મ-મરણ મટશે, નહિતર જન્મ-મરણ મટશે નહિ. આહાહા...! આવી વાતું છે. સમજાય છે કાંઈ? આહાહા..! “qશ્યન્ત' ઓહોહો...! ગજબ વાત કરે છે ને દેખો દેખો એટલે આ દેખો. અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન છે તેને વર્તમાન દશામાં જે રાગને તું જોવે છે અને કર્તા માને છો, એ છોડી દે અને તારી વર્તમાન દશામાં દશાવાનને દેખ. આહાહા.! ધીરાના કામ છે, બાપુ આ તો. આ કાંઈ કોઈ પંડિતાઈ ભણી જાય ને મોટા વ્યાખ્યાન આપતા આવડે માટે... એ ચીજ નથી. આહાહા! સમકિતીને-જ્ઞાનીને વ્યાખ્યાન દેતા ન પણ આવડે, એટલો ક્ષયોપશમ ન હોય તો ન પણ કરી શકે. એની સાથે સંબંધ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! આ તો અંદર માલની વાત છે. પ્રભુ આ મનુષ્યપણું તને મળ્યું, આ એક એક પળ જાય છે. પ્રભુ! મહાકિંમતી જાય છે. આવું મનુષ્યપણું મળવું અનંત કાળે મુશ્કેલ છે. એમાં આ કર્તાપણું છે. પરના કર્તાપણાનો અભાવ અને પોતાની અનુભૂતિની પયયનું કર્તાપણું, એ તારું કાર્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...! છે? “શા કારણથી?” “યત: અન્ય વસ્તુનઃ મન્યતરે સાર્ધ સંવરનો સમ્પન્ય: નિષિદ્ધ: વર શું કહે છે? એક ચીજમાં બીજી “કન્યતરે'. બીજી ચીજ સાથે “સવનોદવિ સમ્પન્યા. એમાં જરી સૂક્ષ્મ વાત છે. શું? કે, ભગવાનઆત્મા અને પુણ્ય-પાપના ભાવ અને કર્મ, આત્મામાં Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કલશામૃત ભાગ-૬ એ બેનો તાદામ્ય સંબંધ છે જ નહિ. તાદાભ્ય સંબંધ એટલે? જેમ અગ્નિ અને ઉષ્ણતા એ તાદાભ્ય સંબંધ છે. સાકર અને મીઠાશ એ તાદાભ્યતદ્દ-આત્મ તત્ સ્વરૂપ સંબંધ છે. એમ આત્માનો અને પુણ્ય-પાપના ભાવનો અને કર્મનો તાદાભ્ય-તત્ સ્વરૂપ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ભાઈ! ભાષા તો સાદી છે પણ ભાવ તો આ તો અલૌકિક છે. જેમ અગ્નિ અને ઉષ્ણતા એ તાદાભ્યતત્ સ્વરૂપ છે. ઉષ્ણતા અને અગ્નિ બેય એક છે, તાદાભ્ય સંબંધ છે. એમ આત્મામાં અને આત્માના આનંદમાં તાદાભ્ય સંબંધ છે પણ આત્માને અને રાગને ને કર્મને તાદામ્ય સંબંધ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે. યશપાલજી! આહાહા...! ઘણા પ્રેમથી સાંભળે છે. વાત તો આવી છે, ભગવાના આહાહા.! કહે છે? પ્રભુ! તને આવું મનુષ્યપણું અનંત કાળે મળ્યું. મનુષ્યની વ્યાખ્યા તો “ગોમ્મદસારમાં એમ કહે છે, જ્ઞાયતે ઇતિ મનુષ્ય. જાણવું, આત્માનો અનુભવ કરવો એ મનુષ્ય છે. આહાહા...! નહિતર મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતિ. મનુષ્યરૂપે મૃગલા-હરણિયા છે. હરણ કહે છે? મૃગલા. આપણે નથી આવતું? મનુષ્યરૂપે મૃગા ચરતિ. મનુષ્યરૂપે મૃગલા-હરણિયા છે. આહાહા...! અહીંયાં તો ભગવાન આત્મા, આહાહા! અને તેનો જ્ઞાન અને આનંદનો આત્મા સાથે તાદાસ્ય તદ્દરૂપ સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતાની પેઠે, સાકર અને મીઠાશની પેઠે. સોનામાં સુવર્ણ અને પીળાશ, ચીકાશની પેઠે તાદામ્ય સંબંધ છે. એમ ભગવાનઆત્મામાં જ્ઞાન અને આનંદનો તાદામ્ય સંબંધ છે, તસ્વરૂપમાં. રાગ પુણ્ય-પાપના ભાવનો અને કર્મનો, શરીરનો આત્મા સાથે તાદામ્ય સંબંધ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એક વાત. ‘આલાપ પદ્ધતિમાં એ આવ્યું છે. આલાપ પદ્ધતિ એક શાસ્ત્ર છે ને? એમાં આવ્યું છે. મેં એમાથી લખ્યું છે. તે દિ વાંચતા વાંચતા થોડું લખ્યું છે. તાદાભ્ય સંબંધ ગુણગુણી ભાવ. શું કહે છે? કે, આત્મા ગુણી છે અને રાગ એનો ગુણ છે એમ નથી. આહાહા.! જેમ સાકર ગુણી છે, મીઠાશ ગુણ છે. તેમ એમાં મેલ છે, એ ગુણી સાકર છે, મેલ તેનો ગુણ છે એમ નથી. ન્યાય સમજાય છે? લોજીકથી તો વાત ચાલે છે. ન્યાયમાં નિ ધાતુ છે. નિ (એટલે) લઈ જવું. વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને અંદર દોરી જવું. આહાહા...! ઝીણી વાત તો છે, ભાઈ! એણે અનંતકાળથી કર્યું નથી. આ બહારની હોળીમાં મેં કર્યું... ઓલામાં એક આવે છે. મેં કર્તા મેં કિનહી કૈસી, કબ લો કહે જો ઐસી' એ આવે છે, સમયસાર નાટકમાં આવે છે. સમજ્યા? હું કર્તા, મેં આવું કર્યું, આમ કરીશ, આમ કરીશ. પણ ભાઈ! શું કર્યું તેં? કોનું કરીશ? “કાંતિભાઈ! મેં કર્તા મેં કિનહી કૈસી, કબ લો કહે જો ઐસી.’ શબ્દ ભૂલી જવાય છે, શબ્દ યાદ રહે નહિ. પહેલા બહુ વાંચતા ત્યારે યાદ રહેતું. “સમયસાર નાટક' તો સંપ્રદાયમાં વાંચતા. આહાહા...! સમજાય છે કાંઈ? ઘણા શબ્દો છે, અંદરથી આવી જાય. “સમયસાર નાટકમાં હતું. “જ્ઞાની ક્રિયા કરે ફળ સુની લગે ન Page #207 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૯૩ લેપ નિર્જરા દુની એ કહ્યું હતું ને? મૂઢ કર્મ કો કર્તા હોવે, ફળ અભિલાષ ફલે જબ જોવે, જ્ઞાની ક્રિયા કરે ફળ શૂન્ય' રાગ આવે છે, જાણે છે. એ હું નહિ, મારી ચીજ નહિ. લગે ન લેપ નિર્જરા દુનિ' દુનિ (શબ્દ) તો પદ્યની સાથે મેળવવા માટે કહ્યું. અસંખ્યગુણી નિર્જરા થઈ જાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે, તાદાસ્ય સંબંધ નથી, ગુણ-ગુણી સંબંધ નથી. ભગવાન આત્મા ગુણી એટલે ગુણવાળો અને રાગ તેનો ગુણ, આત્મા ગુણી અને શરીર તેનો ગુણ, આત્મા ગુણી અને કર્મ તેનો ગુણ, એમ નથી. આહાહા. ભગવાન આત્મા તો આનંદ અને જ્ઞાન તેનો ગુણ છે. એ ગુણ અને આત્મા ગુણીને તાદામ્ય સંબંધ છે. એ ગુણ-ગુણીનો ભાવ છે. આહાહા.! કર્મની સાથે ગુણ-ગુણીનો ભાવ નથી. છે? લક્ષ-લક્ષણ ભાવ. લક્ષણ રાગ અને લક્ષ આત્મા, એમ નથી. આહાહા. “આલાપ પદ્ધતિમાં છે. સમજાય છે કાંઈ? દયા નામનો વિકલ્પ એ લક્ષણ અને આત્મા લક્ષ, એમ નથી. જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ, એમ છે. આહાહા...! એમ કર્મ લક્ષણ અને આત્મા લક્ષ, એમ નથી. આહાહા! લક્ષ-લક્ષણ ભેદ છે. સમજાય છે કાંઈ? બીજું લખ્યું છે, વાચ્ય-વાચક ભાવ. અચેતન શબ્દ એ વાચક છે અને તેનું વાચ્ય ચેતન છે, એમ નથી. જેમ સાકર બોલે છે ને સાકર ત્રણ અક્ષર છે. તેનું વાચ્ય શું? સાકર પદાર્થ. પણ ઝેર શબ્દનું વાચ્ય સાકર છે? ઝેર શબ્દનું વાચ્ય તો ઝેર છે. એમ રાગ વાચક છે અને આત્મા તેનું વાચ્ય છે, એમ નથી. આહાહા.. સમજાય એટલું સમજવું, પ્રભુ તારામાં તો શક્તિ તો અનંતગુણી અનંત છે, પ્રભુ એક ક્ષણમાં કેવળજ્ઞાન ત્યે એટલી તાકાત પડી છે અંદર. એક ક્ષણમાં કેવળજ્ઞાના આહાહા...! પરમાત્મા થઈ જાય, પ્રભુતું એટલો છો પણ તને તારી પ્રતીતિ, વિશ્વાસ નથી. બહારના વિશ્વાસ આવે. આ શું તમારે કહેવાય? ક્વિનાઈન ક્વિનાઈન થોડી લે તો તાવ મટી જશે, એનો વિશ્વાસ (આવે). ક્વિનાઈન કહે છે ને? ભાઈ એ ત્યે તો તાવ મટી જાય. એનો એને વિશ્વાસ આવે. બીજી રીતે લઈએ. મોટો કોળિયો અહીં સલવાય જશે એની શંકા એને પડતી નથી. એમાં નિઃશંક છે કે, આ લઈએ છીએ એ બરોબર અંદર ચાલ્યું જશે. અંદર જોયું નથી કે ક્યાં જાય ને શું જાય છે? કોળિયો લે છે ને? આહાર... આહાર. ક્યાં જાય છે ને કેમ જાય છે? એમાં નિઃશંક છે. એ તો નીચે જશે અને બરાબર પચી જશે. પણ આ કાણુંબાણું હશે ને આટલો મોટો લોચો પડે છે અંદર સલવાય જશે કે નહિ? કરવા લાયક કર્યું નહિ અને નહિ કરવા લાયક કરીને ચોરાશી લાખ યોનિમાં રખડે છે. આહાહા...! સમજાય છે કાંઈ? વાચક-વાચ્ય કહ્યું ને? વિશેષ-વિશેષણ ભાવ. વિશેષ-વિશેષણ શું કહે છે? વિશેષ આત્મા અને વિશેષણ રાગ, એમ પણ નથી. વિશેષ-વિશેષણ કહે છે ને? જેમ દ્રવ્ય વિશેષ છે તો ગુણ તેનું વિશેષણ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કલશામૃત ભાગ-૬ છે. આત્મા દ્રવ્ય વસ્તુ છે એ વિશેષ છે અને વિશેષણ એટલે જ્ઞાનગુણ વિશેષણ છે. એમ આત્મા વિશેષ છે અને રાગ વિશેષણ છે, એમ નથી. આહાહા. સમજાય છે કાંઈ? તે દિ ઉતારી લીધું છે. ઓલા “આલાપ પદ્ધતિમાંથી. આ સંબંધ નથી એમ કહ્યું ને? તો ત્યાં સંબંધ લીધા છે. ‘આલાપ પદ્ધતિ છે ને? બહુ સૂક્ષ્મ. આહાહા! વિશેષ-વિશેષણ. ભગવાન આત્મા વિશેષ છે અને તેનું વિશેષણ શું? કે, જ્ઞાન, દર્શન, આનંદ એ તેના વિશેષણ છે. જાણન, દેખન, આનંદ એ વિશેષણ છે અને વિશેષ આત્મા છે. એમ આત્મા વિશેષ છે અને રાગ વિશેષણ છે એમ નથી. આહાહા! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ છે પણ થોડું થોડું તો કહીએ છીએ. આ તો આખો સંસાર ઉથલાવી નાખે, ભાઈ! અનંત કાળનું પરિભ્રમણ એ તે કંઈ સાધારણ વાત છે? આહાહા...! નવમી રૈવેયક જૈન સાધુ થઈને અનંતવાર ગયો છતાં સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નહિ. આહાહા...! હજારો રાણી છોડી, હજારો રાણી, રાજપાટ છોડ્યા, કુટુંબ છોડી એકલો જંગલમાં રહ્યો. પંચ મહાવ્રત લીધા પણ આત્મા આનંદકંદ પ્રભુ છે, રાગથી ભિન્ન છે એવો અનુભવ ન કર્યો. કર્તાબુદ્ધિ ત્યાં રહી ગઈ. આહાહા..! વિશેષ કહેશે, લ્યો! (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) પોષ વદ ૧૪, સોમવાર તા. ૬-૦૨-૧૯૭૮. કળશ–૨૦૧, ૨૦૨ પ્રવચન–૨૨૫ ૨૦૧ (કળશ), અહીંયાં સુધી આવ્યું છે. ફરીને થોડું લઈએ. “તત્ વસ્તુમેરે ર્રર્મવદના ન સ્તર સિદ્ધાંત. વસ્તુમાં ભિન્નતા છે ત્યાં કર્તા-કર્મપણું ઘટતું નથી. બે ભિન્ન વસ્તુમાં કર્તા-કર્મપણું (અર્થાતુ) આ કર્તા અને આ તેનું કાર્ય, એમ ઘટતું નથી. કેમકે દરેક પદાર્થ સ્વતંત્ર પોતાની પર્યાયનું પરિણમન કરનારા (છે). તેનું કાર્ય બીજો પદાર્થ) કરે એવી વસ્તુની સ્થિતિ નથી. વસ્તુનો નિયમ જ નથી. એ કહ્યું. કહ્યું ને? જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્ગલદ્રવ્ય અચેતનસ્વરૂપ એવો ભેદ અનુભવતાં.” એવી ભિન્નતાને જાણતા અને અનુભવતાં. આહાહા...! “ર્ફવર્મપદના “જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ એવો વ્યવહાર સર્વથા નથી.” વ્યવહાર સર્વથા નથી. આહાહા.. કેમકે પરની સાથે સંબંધ Page #209 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૯૫ કહ્યો ને (એટલે) વ્યવહાર થઈ ગયો ને? કર્તા આત્મા અને પદ્રવ્યની પર્યાય કાર્ય, તો એ તો વ્યવહાર થઈ ગયો. પરદ્રવ્ય થઈ ગયું ને એટલે વ્યવહાર. એ વ્યવહાર પણ સર્વથા નથી. આહાહા.! સમજાય છે કાંઈ? વ્યવહાર પણ નથી. વ્યવહાર ક્યાંથી આવ્યો? ઝીણી વાત છે, બાપુ અનંત પદાર્થ પોતાની સ્વયં પર્યાયપણે, ષકારકપણે વર્તમાન પર્યાય પરિણમે છે. પર્યાય ષકારકપણે પરિણમે છે, હોં! ચાહે તો વિકાર હો કે ચાહે તો અવિકાર હો. અહીં વિકારનો તો નિષેધ કરશે, સ્વભાવની અપેક્ષાએ. જગતમાં છએ દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય એ ષકારકરૂપે વિકારના કે અવિકારના ષકારકરૂપે પરિણમન સ્વતંત્ર એ સમયની સ્થિતિ છે. એમાં બીજો એને કરે, એના દ્રવ્ય અને ગુણ પણ કરે નહિ તો બીજો કરે એવું ક્યાંથી આવ્યું? એમ કહે છે. આહાહા.. કેમકે પર્યાય એક સમયની પણ સત્ છે, અહેતુક છે. તેનો કોઈ હેતુ નથી). છે એનો હેતુ શો? ચાહે તો વિકૃત અવસ્થા હો કે ચાહે તો અવિકૃત હો. એ પોતાના ષકારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકારણ તેનાથી પરિણમે છે એ વસ્તુનું સ્વરૂપ છે તો એ વ્યવહાર સર્વથા નથી. પરકર્મનું કાંઈ કરે, અહીં તો કર્મની વાત લેવી છે, કર્મ જે નજીકના સંબંધમાં છે તેનો પણ કર્તા નથી તો દૂર ક્ષેત્રે રહેલી ચીજનો, એની પર્યાયનો કર્તા આત્મા નથી. આહાહા...! તો કેવો છે?” “મુનય: બના: “કરૂં પશ્યન્તુ અહીંયાં “મુનઃ નનાનો અર્થ એટલો લીધો છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ લીધું છે અને આપણે “સમયસારમાં મુનય? એટલે સંતો, સાચા મુનિ અને જનો એટલે કર્તા માનનારા જન. બે અર્થ લીધા છે. સમજાય છે કઈ? મુનય: બના: મુનિ અને જન. જે લૌકિક વૈષ્ણવ કર્તા માને છે એ જીવો પણ પદ્રવ્યનો કર્તા ન માનો. સમજાય છે કાંઈ? અહીં એક અર્થ કર્યો-“મુન: નના: ન્યાં જયચંદ્રજી પંડિતે બે અર્થ કર્યા છે. અને બે અર્થ છે એ બરાબર છે. કારણ કે એ વિષ્ણુ કર્તાનું ચાલ્યું આવે છે ને. સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે જીવસ્વરૂપને “કર્તા નથી આહાહા...! કર્મનો કર્તા તો નથી પણ નિશ્ચયથી તો રાગનો કર્તા પણ નથી. એ માટે પહેલું કહ્યું હતું તે પહેલા? કે, જીવદ્રવ્ય તો ચેતનસ્વરૂપ છે એમ કહ્યું હતું. રાગરૂપ છે કે (જડ)રૂપ છે એમ નહિ), એ તો ચેતનસ્વરૂપ છે. જ્ઞાયક સ્વભાવ છે. એ જ્ઞાયકભાવ પરને કેવી રીતે કરે? આહાહા. તો “વા પશ્યન્ત “ પશ્યન્તની વ્યાખ્યા “કર્તા નથી એવું અનુભવો–આસ્વાદો.” આહાહા.! પરનો, રાગનો કર્તા પણ નથી એ તો ચેતનસ્વરૂપ છે, એવી દૃષ્ટિવંત હે જીવો. અકર્તા જોઈને “પશ્યન્તુ (અર્થાતુ) પોતાના સ્વરૂપને અનુભવો. આહાહા! સમજાય છે કઈ? સૂક્ષ્મ વાત છે, ભગવાના વાત તો એવી છે, શું થાય એમાં? “કરૂં પશ્યન્તની વ્યાખ્યા કે, રાગનો પણ અકર્તા દેખો. એનો અર્થ કે આત્મા આનંદ સ્વરૂપ છે તેનો આસ્વાદ લો. આહાહા.! સમજાય છે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કલશામૃત ભાગ-૬ કાંઈ? આ તો કાલે ચાલી ગયું છે આપણે, આ તો “ચંદુભાઈ આવ્યા છે એટલે ફરીને શરૂ કર્યો. સમ્યગ્દષ્ટિ જીવ અનુભવો. અકર્તા દેખો. “પશ્યન્ત દેખો. અર્થાત્ રાગનો પણ કર્તા નથી, અકર્તા દેખો. અર્થાત્ આત્મા રાગનો અકર્તા છે તો આત્માના આનંદનો આસ્વાદ લો. આહાહા...! સમજાય છે કાંઈ? થોડા શબ્દોમાં તો બહુ ભર્યું છે, ભગવાના આ સંતોની વાણી એટલી સૂક્ષ્મ છે. અધ્યાત્મ વાત. આહાહા...! જ્યારે રાગનો અકર્તા દેખો એમ કહ્યું) એનો અર્થ એ કે પોતાની દૃષ્ટિમાં સ્વભાવ આવ્યો તો સ્વભાવની દૃષ્ટિથી પોતાના અકર્તાપણાનો અનુભવ કરો. અર્થાત્ આનંદનો... આહાહા.! રાગ છે તે આકુળતા હતી, એ આકુળતાનો અકર્તા દેખો. ત્યાં એનો અર્થ કે આનંદનું વેદન કરો. આહાહા.! “ચંદુભાઈ! આવી વાત છે. આ દુનિયા સાથે કાંઈ ચર્ચા-વાદે પાર પડે એવું નથી. એ તો કાલે કહ્યું હતું ને? સમયસારમાં આવ્યું ને? સ્વયં સ્વ અને પરસમય સાથે વાદવિવાદ કરીશ નહિ પ્રભુ માર્ગ એવો છે, નાથા કે, ક્યાંય શબ્દ પાર પડે એવું નથી. આહાહા.! સ્વસમય અને પરસમય સાથે વાદ, વચનવિવાદ કરીશ નહિ. આહાહા... ભગવાન આત્મા જ્યારે ચેતનસ્વરૂપ છે તો રાગનો અકર્તા જોયો તો એનો અર્થ એમ થયો કે પોતાના આનંદનો કર્તા થાય અને કર્તાનું કર્મ આનંદ હો. એ પણ ઉપચારથી કહેવામાં આવે છે. એમાં એટલો ભેદ પડ્યો ને કે આત્મા કર્તા અને આનંદનો સ્વાદ લેનારું કર્મ. આહાહા.! એ પહેલા આવી ગયું છે, પહેલા કળશમાં આવી ગયું છે. ઉપચારથી કર્તા, પહેલામાં આવી ગયું છે. પોતાની પરિણતિનો કર્તા પણ ઉપચારથી છે. ભેદ પડ્યો ને? (એટલે). એ પહેલા આવી ગયું છે. આહાહા.. આવી વાતું છે. આ તો એકલો ભગવાન પરમાનંદ સ્વરૂપી પ્રભુઆહાહા...! એ ચીજ સ્વાભાવિક ત્રિકાળી આનંદ ચીજ એ વિકૃત અવસ્થાને કેમ કરે? આહાહા...! અને વિકૃત અવસ્થાને ન કરે તો આનંદ અવસ્થા પ્રભુ (એને કરે). પર ઉપર તો દૃષ્ટિ રહી નહિ. રાગ, દયા, દાન, વ્રતાદિનો પણ કર્યા નથી. આહાહા. એના ઉપરથી દૃષ્ટિ ઉઠી ગઈ. હું તેનો) રચનારો છું, એ દૃષ્ટિ તો ઉઠી ગઈ તો દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર આવી. ભગવાન તો ચેતન અને આનંદ સ્વરૂપ છે પ્રભુ તો. તો આનંદનો અનુભવ કરો. આહાહા...! દેવીલાલજી! સૂક્ષ્મ છે પણ પ્રભુ! માર્ગ તો આ છે. આહાહા...! આમાં કોઈ માટે નાનામોટા શરીરની કે નાના-મોટા આયુષ્યની કંઈ જરૂર નથી. હૈ? આહાહા..! તેમ ભણતર ઘણું છે તો આ સમજાય એવી કોઈ આ ચીજ નથી. આહાહા...! આ તો ભગવાન... ઓલું આવે છે ને? “શિવભૂત” અણગાર, નહિ? “શિવભૂતિને? મા-રૂષ અને મા-તુષ, એટલું યાદ નહોતું રહેતું. ગુરુએ એનો અર્થ એટલો કહ્યો કે, વીતરાગ તાત્પર્ય. પ્રભુ! કોઈ પ્રત્યે રોષ નહિ, કોઈ પ્રત્યે સંતોષ નહિ, રાગ નહિ. મા-રૂપ, મા-તુષ. એટલા શબ્દ પણ યાદ ન રહ્યો. પણ Page #211 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૧૯૭ તેનું તાત્પર્ય વીતરાગતા હતું એ અંદરમાં ભાવભાસન થઈ ગયું. સમજાય છે કાંઈ? એ શબ્દો પણ એટલા યાદ ન રહ્યા. અને એક સ્ત્રી અડદની દાળ અને શું કહેવાય છે? છીલકા! અમારે અહીંયાં આપણે શું કહેવાય છે દાળને? છડીદાળ કહે છે અમારે અહીંયાં. છડી. છડી, ધોળી. એ ફોતરા કાઢે પછી સફેદ રહે ને? એને છડીદાળ કહે છે. એક બાઈ આમ ઉપરના ફોતરા કાઢી નાખતી હતી. કોઈએ એને પૂછ્યું, શું કરો છો? બા! (એણે કહ્યું કે, ફોતરા કાઢું છું અને અડદને જુદા કરું છું. એટલું સાંભળ્યું. (અંદર ભાવનું) ભાસન તો હતું. સાંભળ્યું અને અંદર વિકલ્પ-ફોતરા થોડા હતા, ફોતરા આહાહા.! હું તો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન છું). અંદર ઊતરી ગયા (અને) કેવળજ્ઞાન થઈ ગયું. આહાહા...! મુમુક્ષુ :- તો તો પછી આ અભ્યાસ કરવાની કાંઈ જરૂરિયાત જ નથી ને? ઉત્તર :- પણ જેને ભાન નથી તેને તો પહેલા અભ્યાસ કરવો પડશે ને? જેને ઘણા શલ્ય છે, વિપરીત શલ્ય ઘણા છે, તેટલા પ્રમાણમાં તેને અભ્યાસ કરીને વિપરીત શલ્ય કાઢવા પડશે ને! એમને તો કોઈ વિપરીત શલ્ય હતા નહિ. સમજાય છે કાંઈ? અસંખ્ય પ્રકારના મિથ્યાત્વ ને ગૃહીત મિથ્યાત્વ અને અગૃહીત મિથ્યાત્વ અસંખ્ય પ્રકારના છે. સૂક્ષ્મપણે અનંત પ્રકારના છે. ક્યાં ક્યાં એની પકડ છે તેને છોડવા જ્ઞાન તો કરવું પડશે ને? જેને છૂટી ગયા છે તેને ખલાસ થઈ ગયું છે. આહાહા...! સમજાય છે કાંઈ? અનાદિકાળથી તત્ત્વ શું ચીજ છે એનો અભ્યાસ તો અંતરમાં કર્યો નથી તો એણે સ્વલક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો, એમ પ્રવચનસારમાં ચાલ્યું છે. પ્રવચનસાર'. બીજો અધિકાર શરૂ કરતા, “શેય અધિકાર' શરૂ કરતા ૯૩ ગાથામાં (કહે છે). ૯૨ ગાથા (સુધી) જ્ઞાન અધિકાર છે પછી ૯૩ થી શેય અધિકાર છે. શેય અધિકારનો અભ્યાસ કરો, એ પણ સ્વલક્ષે કરવો, એમ કહ્યું છે. કહ્યું છે ને “ચંદુભાઈ? આહાહા...! અને એ શેય અધિકારમાં એમ લીધું છે કે, શેયનું સ્વરૂપ એવું છે, જોકે શેય અધિકાર કહ્યું છે પણ જયસેનાચાર્યે તો એને સમકિતનો અધિકાર કહ્યો છે. પહેલા ૯૨ ગાથા સુધી જ્ઞાનનો અધિકાર, પછી ૧૦૮ ગાથા સમકિતનો અધિકાર અને પછી ચરણાનુયોગ, એમ ત્રણ (અધિકાર) છે. મારે તો બીજું કહેવું હતું કે, એ શેયના અધિકારમાં ૧૦૧ અને ૧૦૨ માં એમ લીધું કે, શેયનું સ્વરૂપ જ એવું છે કે જે ક્ષણે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન થશે. એવું શેયનું સ્વરૂપ છે. કોઈ બીજાથી ઉત્પન્ન થાય, દ્રવ્ય-ગુણથી નહિ અને પરથી પણ નહિ. આહાહા..! એ શેય અધિકાર છે અને ગર્ભિત રીતે સમકિતનો અધિકાર છે. એ તો જયસેનાચાર્યે સ્પષ્ટ કરી દીધું છે કે, આ સમકિતનો જ અધિકાર છે. કેમકે જેવી વસ્તુ છે એવી જ્ઞાનમાં, ખ્યાલમાં પ્રતીત આવે તો સમ્યગ્દર્શન થાય છે. સમજાય છે કાંઈ? શેય અધિકારમાં એમ કહ્યું કે, જોય આવું છે. શેય પોતાથી એવું છે કે, ઉત્પાદના કાળે ઉત્પાદ, વ્યયને કાળે વ્યય. ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, વ્યયને ઉત્પાદની અપેક્ષા નથી, ઉત્પાદમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કલામૃત ભાગ-૬ ધ્રુવની અપેક્ષા નથી. એ શેયનું એવું સ્વરૂપ છે. આહાહા...! “ચંદુભાઈ! પરની અપેક્ષા તો કાઢી નાખી. આહાહા.! ભગવાન! આ તો શાંતિની વાત છે, પ્રભુ! આ કોઈ... સમય સમયની પર્યાયમાં ઉત્પાદ થાય છે. શેય અધિકારમાં–સમકિતના અધિકારમાં જે સમયે જે પર્યાય જ્યાં ઉત્પન્ન થાય છે એ ઉત્પાદનો વ્યય અને ધ્રુવની અપેક્ષા નથી. પરની અપેક્ષા તો નથી... આહાહા! સમજાય છે કાંઈ? એક વાત. શેય અધિકાર ૧૦૧ ગાથામાં એ કહ્યું અને ૧૦૨માં એમ કહ્યું-જન્મક્ષણ. એ દ્રવ્યની પર્યાયનો જન્મ–ઉત્પત્તિનો કાળ છે. આહાહા..! કાલે વાત આવી હતી ને? ભાઈ! ઓલી પાંચ લબ્ધિ. એમાં એમણે કાળલબ્ધિ લીધી છે. અહીં આપણે આમ પાંચ લબ્ધિમાં ક્ષયોપશમ આવે છે, ક્ષયોપશમ. અને એમણે કાળલબ્ધિ લીધી છે. મારે બીજું કહેવું છે. કાળલબ્ધિમાં એ (વાત) છે કે, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે કાળલબ્ધિ છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એમ લીધું છે, પાઠ છે. કાળલબ્ધિ એને કહીએ કે જે સમયે છએ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાની છે, તે સમયે, હોં. તે સમયે આગળ-પાછળ નહિ પહેલા-પછી નહિ, ફેરફાર નહિ તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. એ છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં મૂળ ગાથા છે. છએ દ્રવ્યને કાળલબ્ધિ છે. આહાહા...! મુમુક્ષુ :- એમાં બે ગાથા છે. ઉત્તર :બે ગાથા છે, ખબર છે ને, બધું વંચાઈ ગયું છે, વ્યાખ્યાન થઈ ગયા છે. અહીં તો ૪૩ વર્ષ થયા. કાળલબ્ધિ એમ લીધી છે. સમજાય છે કાંઈ? પાંચ લબ્ધિમાં ક્ષયોપશમ લબ્ધિના સ્થાને કાળલબ્ધિ લીધી છે. સવારે આવ્યું હતું ને? નિયમસારમાં. ત્યાં આગળ એનો અર્થ એ કર્યો કે, જે સમયે (થવાની હોય તે થાય, પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. ત્યાં તો એ લેવું છે ને? ચાર ભાવ છે પણ એ ભાવ દ્રવ્યમાં નથી. આહાહા...! સમજાય છે કાંઈ? અહીં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ “પશ્યન્ત આહાહા...! એ રાગનો રચનારો પણ નથી એમ દેખો તો એનો અર્થ એ થયો કે, તારી આનંદની પર્યાયને આસ્વાદો. આહાહા..! તેનો કર્તા થઈને આનંદની પર્યાયને તારું કાર્ય બનાવ. આહાહા...! આવો માર્ગ છે, ભગવાના પરની દયા તો પાળી શકતો નથી. પરની દયા પાળી શકું છું એ કાર્ય તો વ્યવહાર પણ નથી. નકાર કર્યો ને? કારણ કે પરની દયા તો પરની પર્યાય છે, તેને આત્મા કેમ પાળી શકે? આહાહા.! પણ પરની દયાનો ભાવ આવ્યો તેનો પણ કર્તા થાય તો એ આત્માનો સ્વભાવ નથી. આહાહા.! સમજાય છે કાંઈ એવા આત્માને રાગનો પણ અકર્તા દેખો. આહાહા.! અર્થાત્ ભગવાનઆત્માને આનંદમય જ્ઞાનમય દેખો હૈ આહાહા.! એ આનંદમય અને જ્ઞાનમય દેખવાથી તારી પર્યાયમાં આનંદનો સ્વાદ આવશે. આહાહા...! સમજાય છે કાંઈ? Page #213 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૧ આ તો સંતોની વાણી છે, પ્રભુ! આ તો અધ્યાત્મની વાણી, નાથ! એક એક શબ્દમાં અનંત આગમ ભર્યાં છે. એક એક ગાથામાં નહિ પણ એક એક પદમાં! શું કહ્યું? અનંત આગમ! ‘શ્રીમદ્’ કહે છે ને, જ્ઞાનીના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આહાહા..! કેટલી એમાં ગંભીરતા અને અપેક્ષિત વાતું કેટલી છે એ જ્ઞાની જાણી શકે, અજ્ઞાનીને પત્તો લાગતો નથી. સમજાય છે કાંઈ? આહાહા..! ૧૯૯ “અનુભવો—આસ્વાદો. શા કારણથી?” શા કારણથી ૫૨નો અકર્તા દેખવો અને આત્માનો અનુભવ કરવો? આહાહા..! યત: ત્સ્ય વસ્તુનઃ અન્યતા સાર્ધ સ॰લોવિ સમ્બન્ધઃ નિષિદ્ધઃ ” ‘કારણ કે...' પુત્સ્ય વસ્તુનઃ’ ‘શુદ્ધ જીવદ્રવ્યનું... ‘અન્યતરેળ સાર્ધ’ પુદ્ગલદ્રવ્ય સાથે...’ અને રાગાદિ સાથે લેવું. સમજાય છે કાંઈ? સતઃ અપિ’ ‘દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ...' સમ્બન્ધઃ' ‘સમ્બન્ધઃ’ની વ્યાખ્યા ‘એકત્વપણું.... સમજાય છે કાંઈ? અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જ્ય છે.' કાલે લીધું હતું ને? કે, આત્મા અને રાગને તાદાત્મ્ય સંબંધ નથી. એ ‘કર્તા-કર્મ અધિકાર'ની પહેલી ગાથામાં આવ્યું છે. ૬૯ અને ૭૦ (ગાથા). ‘કર્તા-કર્મ’ની પહેલી ૬૯ અને ૭૦ ગાથામાં તાદાત્મ્ય સંબંધ નથી (એમ લીધું છે). ભગવાનને જ્ઞાન અને આનંદની સાથે તાદાત્મ્ય સંબંધ છે પણ રાગની સાથે તાદાત્મ્ય સંબંધ નથી એમ લીધું છે. ત્યાં છે ને, ૬૯-૭૦? આહાહા..! એમ અહીંયાં આત્મામાં... મુમુક્ષુ :– ક્ષણિક તાદાત્મ્ય છે એમ આપ કો'ક કો'ક વાર કહેતા. ઉત્તર ઃ- એ ક્ષણિક તો સમજાવવા માટે કહેતા હતા. અનિત્ય તાદાત્મ્ય. કહ્યું હતું, ખબર છે. એક પર્યાય છે ને, એક પર્યાયમાં તાદાત્મ્ય છે, અજ્ઞાનીને, હોં! પણ એ અહીંયાં લેવું નથી. ત્યાં ‘કર્તા-કર્મ'માં એ વાત નથી લેવી. ત્યાં તો તાદાત્મ્ય સંબંધ છે જ નહિ એમ કહ્યું છે. મૂળ સંસ્કૃત છે, “અમૃતચંદ્રાચાર્ય’ની વાત (છે). સમજાય છે કાંઈ? સંબંધ જ સંયોગસિદ્ધ સંબંધ કહ્યો. પાઠ જ એમ લીધો છે. રાગ અને ભગવાન સ્વભાવ સાથે સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે જ નહિ. આહાહા..! એવો પાઠ છે. એ વાત તો અહીંયાં ઘણી વાર ચાલી છે. આહાહા..! આહાહા..! પછી તો ખુલાસો કરવા કહ્યું કે, એ પર્યાય જડમાં નથી. રાગ છે તો અનિત્ય સંયોગ છે પણ તેને પરમાર્થે સંયોગ સંબંધ ત્યાં કહ્યો છે. આહાહા..! ‘કર્તા-કર્મ’ ૬૯-૭૦ (ગાથા). ૬૯ કહે છે ને? ૭૦ માં એક ઓછી. પહેલી શરૂઆતની ગાથા. અહીં કહે છે કે, તાદાત્મ્ય સંબંધ નથી. સર્વ સંબંધ કહ્યું ને? કાલે ચાર બોલ કહ્યા હતા. તાદાત્મ્ય સંબંધ નથી, ગુણ-ગુણી ભાવ નથી. ગુણી આત્મા અને રાગ તેનો ગુણ, એમ નથી. આહાહા..! વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ એ આત્માનો ગુણ અને આત્મા ગુણી, એમ નથી. સર્વ સંબંધ છે ને? આ સંબંધ પણ નહિ. તાદાત્મ્ય સંબંધ નહિ, ગુણ-ગુણી સંબંધ નહિ. બે (થયા). ત્રીજું, લક્ષણ-લક્ષ સંબંધ નહિ. રાગ લક્ષણ અને આત્મા લક્ષ એમ પરમાર્થ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કલામૃત ભાગ-૬ સંબંધ નથી. પરમાર્થ સંબંધ નહિ એમ કેમ કીધું કે, “પંચાસ્તિકાય'માં એમ આવ્યું છે, ચંદુભાઈ ચાહે તો ઉત્પાદ રાગનો થાય એને લક્ષણ કહ્યું છે અને દ્રવ્યને લક્ષ કહ્યું છે. સૂક્ષ્મ વાત છે થોડી, ભોઈ! ત્યાં તો અસ્તિકાય સિદ્ધ કરવું છે. પંચાસ્તિકાય છે ને? તો અસ્તિકાય સિદ્ધ કરવા છે. ત્યાં પહેલા એમ લીધું છે કે, ઉત્પાદ-વ્યય લક્ષણ છે, ધ્રુવ લક્ષ છે. તો ઉત્પાદ-વ્યય રાગાદિ ઉત્પાદ (થાય છે) એ પણ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. એ તો વસ્તુની સિદ્ધિ કરવા આમ છે, એમ સિદ્ધ કરવા કહ્યું છે. વાત સમજાય છે? આહાહા...! એક બાજુ જ્ઞાન લક્ષણ છે અને પ્રભુ લક્ષ છે. બીજી બાજુ પંચાસ્તિકાયમાં અસ્તિ સિદ્ધ કરવા શરૂઆતમાં પહેલી ગાથાઓમાં એમ લીધું છે કે, રાગ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. આત્માની અતિ ત્યાં સિદ્ધ કરવી છે, એટલું. હજી અનુભવ પછી. આહાહા...! પંચાસ્તિકાયમાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવમાં ઉત્પાદ-વ્યય લક્ષણ (કહ્યા છે). તો રાગાદિનો ઉત્પાદ અને વ્યય એ પણ લક્ષણ અને ધ્રુવ તે લક્ષ, એમ લીધું છે. આહાહા.! આ વાત. અહીંયા એ વાત નથી. અહીંયાં લક્ષલક્ષણ સંબંધમાં રાગ લક્ષણ અને આત્મા લક્ષ એવો સંબંધ નથી. અહીં સ્વભાવદૃષ્ટિનું વર્ણન છે અને ત્યાં વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવા વર્ણન કર્યું છે. બસ! જેવું છે તેવું સમજાય છે કાંઈ? આહાહા. એ લક્ષલક્ષણ કર્યું. વાચ્ય-વાચક ભાવ. વાચક રાગ છે અને વા ભગવાન છે, એવો એની સાથે કોઈ સંબંધ નથી. વાચ્ય-વાચક એ “આલાપ પદ્ધતિમાં છે. ‘આલાપ પદ્ધતિમાં સંબંધની આ વ્યાખ્યા લીધી છે. વાચ્ય-વાચક નહિ. વિશેષ-વિશેષણ નહિ. આત્મા વિશેષ અને રાગ તેનું વિશેષણ અથવા આત્મા વિશેષ અને કર્મ તેનું વિશેષણ, એમ નથી. સમજાય છે? વિશેષણ સમજાય છે? જેમ જ્ઞાન વિશેષણ છે અને આત્મા વિશેષ છે. એ તો વિશેષ-વિશેષણ છે. પણ કર્મ વિશેષણ છે અને આત્મા વિશેષ છે, એમ નથી. અને રાગ વિશેષણ છે અને આત્મા વિશેષ છે, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? હૈ? મુમુક્ષુ :- આગમજ્ઞાન પણ વિશેષણ નહિ? ઉત્તર :- આગમજ્ઞાન પણ ખરેખર તો વ્યવહાર લક્ષણમાં આવે છે. સવારે કહ્યું હતું. હમણાં કહ્યું ને? રાગને લક્ષણ કર્યું અને આત્માને લક્ષ કહ્યું, એ અપેક્ષાએ કહ્યું. વસ્તુની સ્થિતિની અપેક્ષાએ આગમજ્ઞાન પણ જ્ઞાન નથી. એ કહ્યું ને? “બંધ અધિકારમાં. કે, આચારંગ આદિના જ્ઞાનને ત્યાં શબ્દજ્ઞાન કહ્યું છે. ભાઈ! “બંધ અધિકાર”માં. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણ બોલની વ્યાખ્યા છે. એમાં શું કહ્યું હમણાં? આચારંગ જ્ઞાનની વ્યાખ્યા–આચારંગ આદિના જ્ઞાનને શબ્દજ્ઞાન કહ્યું છે. વ્યવહાર. તો એ શબ્દજ્ઞાન છે. ચાહે તો શાસ્ત્રના જ્ઞાનને શબ્દજ્ઞાન કહ્યું છે. એ માટે નિષેધ છે, એમ કહ્યું છે. “બંધ અધિકારમાં છે. અને નવ તત્ત્વની શ્રદ્ધા... સમજાય છે કાંઈ? એ પણ પર છે. હમણાં કહ્યું ને? શું કહ્યું? શબ્દજ્ઞાન. એમ શ્રદ્ધાને Page #215 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૧ ૨૦૧ વ્યવહારશ્રદ્ધાને, નવ તત્ત્વની શ્રદ્ધા એમ લીધું છે, એ શ્રદ્ધા જ નવ તત્ત્વ છે. જેમ શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દજ્ઞાન છે, એમ નવ તત્ત્વની શ્રદ્ધા તે નવ તત્ત્વ છે, એમ કહ્યું છે. એ આત્મા નહિ ત્યાં લીધું છે, ત્રણ બોલ લીધા છે. બંધ અધિકાર માં આવ્યું છે. છે? હૈ? મુમુક્ષુ :- ભેદની વાત. ઉત્તર :- હા, પણ અહીંયાં એ બતાવવું છે ને કે, એ તારી ચીજ નહિ. તારી સાથે ગુણ-ગુણી, વિશેષ-વિશેષણ સંબંધ એની સાથે છે જ નહિ. આહાહા...! ત્રીજી વાત. પહેલા તો એમ કહ્યું કે, આચારંગના જ્ઞાનને શબ્દજ્ઞાન કહે છે. એ આત્મજ્ઞાન નહિ. આહાહા...! નવ તત્ત્વની શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે. નવ તત્ત્વની શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે. જેમ આચારંગના જ્ઞાનને શબ્દજ્ઞાન કહે છે (એમ) નવના ભેદવાળી શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે, એ આત્મા નહિ. અને છ કાયની દયા ત્યાં લીધી છે. પંચ મહાવ્રતમાં એક જ લીધું છે. કેમકે એકમાં બાકીના) ચાર આવી જાય છે. એ વ્યવહાર ચારિત્ર કોણ? કે, છ કાય જીવ, એમ લીધું છે. વ્યવહાર ચારિત્ર કોણ? કે, છ કાય જીવ, એમ લીધું છે. આહાહા.! અરે.રે...! કેમકે એમાં એ નિમિત્ત છે તો નિમિત્તનો આશ્રય છે તો એને છ કાય કહી દીધું છે. વ્યવહાર ચારિત્ર જે રાગની મંદતા છે એ વ્યવહાર ચારિત્ર છ કાય જીવ છે, એમ કહ્યું છે. એ છ કાયનું લક્ષ છે ને તો એને છ કાય જ કહી દીધું છે. માટે તે હેય છે, એમ કહ્યું છે. આહાહા.! શું થાય? ભાઈ! માર્ગ તો આમ છે. આ તો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. આહાહા.! સમજાય છે કાંઈ? ત્યાં જેમ તેમ કહ્યું છે અને અહીંયાં એ લેવું કે, એ સંબંધ જ નથી. આહાહા...! વિશેષ-વિશેષણ સંબંધ જ નથી. રાગ વિશેષણ છે અને આત્મા વિશેષ છે એવો સંબંધ નથી. આહાહા! આવી વાત છે. પંચાસ્તિકાય”માં એમ કહે કે, ઉત્પાદ-વ્યય વિશેષણ છે અને ધ્રુવ વિશેષ છે. ત્યાં તો અસ્તિ સિદ્ધ કરવી છે એટલી વાત છે. અહીંયાં તો સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરી એને કાઢી નાખવું છે. દૃષ્ટિમાંથી તેનો આશ્રય કાઢી નાખવો છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ બોલ તો આવ્યો હતો. એક આ રહી ગયો હતો. સ્વસ્વામીસંબંધ, એ કાલે નહોતો આવ્યો. ૪૭ શક્તિ છે ને? “સમયસારમાં ૪૭ કહે છે ને? ચાર અને સાત. એની છેલ્લી શક્તિ-સ્વસ્વામીસંબંધ (છે). સ્વસ્વામીસંબંધ કોની સાથે છે? કે, પોતાનું દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એ સ્વ અને તેનો એ સ્વામી. પણ રાગ તેનું સ્વ અને આત્મા તેનો સ્વામી, એમ અંદર નથી. આહાહા! વ્યવહાર રત્નત્રય સ્વ અને આત્મા તેનો સ્વામી, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં એ કહ્યું, સ્વસ્વામી–રાગ સ્વ અને આત્મા સ્વામી એવો સંબંધ રાગ સાથે નથી. આહાહા...! અહીંયાં ધૂળરૂપે કથન કર્યું છે. કર્મ સ્વ અને આત્મા સ્વામી એવો સંબંધ નથી. એમાંથી કાઢીને કહ્યું કે, રાગ સ્વ અને આત્મા સ્વામી, એ સંબંધ પણ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કલશામૃત ભાગ-૬ નથી. એ પછી કહેશે, સ્પષ્ટ કરશે. પછીના ૨૦૨ શ્લોકમાં (કહેશે). સમજાય છે કાંઈ? કોઈ કહે કે, અહીં તો કર્મની સાથે વાત છે પણ રાગ સાથે વાત ક્યાં આવી એમાં? કે, એ તો કર્મ સાથે વાત કરે છે એમાં રાગની સાથે વાત આવી ગઈ. સમજાય છે કાંઈ? આહાહા...! સવઃ પિ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી એકપણાને “અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્યું છે. ત્રણે કાળ. આહાહા...! ત્રણે કાળ આત્માને કર્મની સાથે કાંઈ સંબંધ નથી. લોકો) એમ લગાવે છે, કર્મનો ઉદય આવે એટલે આત્માને વિકાર કરવો જ પડે. એ નિમિત્ત થઈને આવે છે, એમ કેટલાક લોકો કહે છે. કોણ કહે છે ખબર છે, સમજ્યા? એ નિમિત્ત થઈને આવે છે. નોકર્મ નિમિત્ત છે એ તો બનાવો તો બનાવો, પણ કર્મ તો નિમિત્ત થઈ જ આવે છે. ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે, એમ વાત નથી. હું ડિગ્રી ટુ ડિગ્રી. એ છે કે એક કહેતા હતા ને? કે, જેટલો ઉદય આવે એટલો ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે. ખબર છે. આહાહા...! પ્રભુ! એમ નથી. અહીં તો નકાર કરે છે. પરદ્રવ્યને પોતાના દ્રવ્ય સાથે સ્વસ્વામીસંબંધ છે જ નહિ. એ ભિન્ન ચીજ છે, એકબીજામાં અત્યંત અભાવ છે. કર્મની ઉદય પર્યાયમાં અને રાગની પર્યાયમાં બેમાં અત્યંત અભાવ છે. આહાહા! અને નિશ્ચયમાં તો રાગની પર્યાયમાં અને સ્વભાવની પર્યાયમાં પણ અત્યંત અભાવ છે. સમજાય છે કાંઈ ચાર સંબંધ (અભાવ) આવે છે ને? હૈ? પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યભાવ, અત્યંતઅભાવ. એ અત્યંત અભાવમાં આ રાગનો અભાવ નથી આવતો. ચારમાં આ નથી આવતો. આ તો અધ્યાત્મનો અભાવ છે. અધ્યાત્મની દૃષ્ટિમાં ચાર વ્યવહાર છે. ન્યાય ગ્રંથોમાં પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યભાવ અને અત્યંત અભાવ. એ અત્યંત અભાવ પર અને સ્વની વચ્ચેનો અભાવ છે અને સ્વભાવની સ્થિતિમાં રાગ અને સ્વભાવ વચ્ચે અત્યંત અભાવ છે. એ ચાર બોલમાં આ ન આવે. સમજાય છે કાંઈ આવે છે ને પેલું ૭૩ ગાથામાં, નહિ? “કર્તા-કર્મની ૭૩ (ગાથા). રાગનો સ્વામી કર્મ છે. આહાહા.! હૈ? શું કીધું? મુમુક્ષુ :- એમાં ને એમાં લખ્યું છે કે પછી આત્મા એનો સ્વામી છે. ઉત્તર :- એ તો આત્મા સ્વામી અજ્ઞાનપણે છે. અજ્ઞાનપણે થઈને સ્વામી થાય છે, એમ. બે બોલ છે. પહેલા એક બોલ પછી બે બોલ છે. ચેતના પરિણામની વાત છે. છે ને એમાં? ભાઈ! બે બોલ આવે છે, ખબર છે. પહેલા એ બોલ આવે છે, પછી બીજા બે બોલ છે. એ ચેતનાના પરિણામ છે, એમ આવે છે. ત્યાં તો એની વસ્તુની સ્થિતિ કહેતા પહેલા સ્વામીપણે કહી દીધું, પણ બન્યું છે, ચેતન પોતે પરિણમ્યો છે એ અપેક્ષાએ ત્યાં ચેતનાના પરિણામ કહ્યા છે. પણ એ ચાલતો અધિકાર હોય તો વધારે ખુલાસો આવે. Page #217 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૧ ૨૦૩ ત્રણ બોલ છે, ખબર છે ને. આહાહા...! ૭૩, ૭૩ ગાથા, “કર્તા-કર્મ. આહાહા! અહીં (કહે છે), સર્વ સંબંધ. સંબંધનો અર્થ શું કર્યો “એકત્વપણું....” સંબંધનો અર્થ આ કર્યો. આહાહા. સમજાય છે કાંઈ છે ને? સામે પુસ્તક છે કે નહિ? તેથી સામે પુસ્તક રાખીએ છીએ. નહિતર નીચે પુસ્તક અને ઉપર બેસવું એ બરાબર ઠીક ન કહેવાય. પંડિતજી! એ પ્રશ્ન થઈ ગયો છે. પણ બાપા એને વધારે સમજવા માટે એમાં વિનય છે એ માટે નીચે છે. એ પુસ્તકના (અવિનય) માટે નથી. શબ્દનો શું અર્થ થાય છે એ સમજાય તો એને બહુ માન આવે. એ માટે આમ છે. સમજાય છે કઈ? નહિતર નીચે પુસ્તક અને ઉપર બેસવું એ બરાબર નહિ). બધી ખબર છે, બાપુ ખબર નથી કાંઈ પણ વાંચનારને વધારે વિનય ત્યારે પ્રગટે કે, આ શબ્દનો આવો ભાવા એવું એને ખ્યાલમાં આવતા એને સીધું બહુમાન આવે છે. એ ખરો વિનય છે. આહાહા.! છે ઈ છે, બાકી શું થાય? ઈ હમણાં સાધુ આવ્યા હતા છે એમ કહેતા હતા કે, તમે પુસ્તક નીચે મૂકો તો અમે સાંભળવા નહિ આવીએ. હમણા હતા ને, ભાવનગર ગયા ને? હવે એને શું કહેવું? કઈ અપેક્ષા છે? બાપા! સમજાય છે કાંઈ? હૈ? મુમુક્ષુ :- અંધારામાં રહી ગયા. ઉત્તર – રહી ગયા. બાપુ અનાદિથી અંધારુ છે. એક એક બોલમાં પૃથકતા છે ને કેમ વિવેક છે, એને સમજવું કઠણ છે, ભાઈ! આહાહા...! એકત્વપણું અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જયું છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન” અનાદિનિધન એટલે? અન-આદિ અને અનનિધન, એમ. આદિ નહિ અને નિધન એટલે અંત નહિ. અનાદિનિધનનો એમ અર્થ કરવો. અનાદિ એટલે આદિ નહિ, નિધન એટલે નાશ નહિ નિધનનો અર્થ નાશ થાય છે. “અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે....પરની સાથે કોઈ સંબંધ છે જ નહિ, એમ. અને દ્રવ્ય પણ જેવું છે તેવું જ છે. આહાહા..! ખરેખર તો દ્રવ્યને પણ રાગ સાથે કાંઈ સંબંધ નથી. આહાહા...! થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી વાતું લાંબી લાંબી કરે એમાં સત્ય નીકળે નહિ એ કંઈ વસ્તુ કહેવાય? પ્રભુ આહાહા..! આ તો પરમાત્માનો વીતરાગનો માર્ગ છે. અન્ય દ્રવ્ય સાથે મળતું નથી, તેથી જીવદ્રવ્ય પુદ્ગલકનું અકર્તા છે. અહીંયાં પુગલની વ્યાખ્યા કહી છે તો હવે સ્પષ્ટ કરવા રાગ-દ્વેષની વ્યાખ્યા કરે છે. હવેની ગાથામાં. મૂળ તો ત્યાં પુગલ કહ્યું. પણ પુદ્ગલનો કર્તા થાય છે તે રાગ-દ્વેષનો કર્તા થાય જ છે. તે જ પુદ્ગલનો કર્તા માને છે. સમજાય છે કાંઈ પણ રાગ-દ્વેષનો કર્તા માને એ પુદ્ગલનો કર્તા નિમિત્તથી માને છે. એ સિદ્ધ કરવા હવે રાગ-દ્વેષ કહેશે. અહીંયાં એકલા કર્મ લીધા છે તો હવે રાગ-દ્વેષના ભાવ નાખશે. ૨૦૨. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ (वसन्ततिसडा) ये तु स्वभावनियमं कलयन्ति मज्ञानमग्नमहसो बत वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्मकर्ता स्वयं भवति चेतन एव नान्यः।।१०-२०२। કલશામૃત ભાગ-૬ (वसन्ततिलअ) तु स्वभावनियमं कलयन्ति मज्ञानमग्नमहसो बत खंडान्वय सहित अर्थ :- 'बत ते वराकाः कर्म कुर्वन्ति' (बत) हुःजनी साथै उडे छेडे, (ते वराकाः) खेवो ४ मिथ्यादृष्टि भवराशि ते (कर्म कुर्वन्ति) भोह-राग-द्वेष३य खशुद्ध परिशति ÷रे छे;-डेवो छे ? 'अज्ञानमग्नमहसः' (अज्ञान) मिथ्यात्व३५ भावना अरो (मग्न) खय्छाध्वाभां खाव्यो छे (महसः) शुद्ध यैतन्यप्राश भेनो, सेवो छे;-'तु ये इमम् स्वभावनियमं न कलयन्ति' (तु) ४२ डे (ये) , (इमम् स्वभावनियमं) 'वद्रव्य ज्ञानावर शाहि पुछ्ङ्गसाचिडनुं डर्ता नथी' सेवा वस्तुस्वभावने (न कलयन्ति) स्वानुभवप्रत्यक्षपणे अनुभवतो. નથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાસૃષ્ટિ જીવરાશિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે, તેથી पर्यायरत छे, तेथी मिथ्यात्व-राग-द्वेष-अशुद्ध परिणाम३५ परिशमे छे. ‘ततः भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति, न अन्यः' (ततः) ते अरएाथी (भावकर्म) मिथ्यात्व-राग-द्वेषअशुद्ध येतना३य परिशाभनुं, (कर्ता चेतनः एव स्वयं भवति) व्याध्य-व्याप३५ परिशमे छे खेवुं भवद्रव्य पोते ऽर्ता थाय छे, (न अन्यः) पुछ्गसर्भर्ता थतुं नथी. भावार्थ खाम છે કે–જીવ મિથ્યાદૃષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવોરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા थाय छे-खेवो सिद्धांत छे. १०-२०२. कुर्वन्ति कर्म तत एव हि कर्ता स्वयं भवति चेतन एव - नेम वराकाः । भावकर्म नान्यः ।।१०-२०२।। ‘वराकाः’नो अर्थ रांडा, भिखारी थाय छे. खेमां- 'समयसार'भां 'व्ययंद्र पंडिते' अर्थ ऽर्यो छे. ‘कुर्वन्ति कर्म तत एव हि भावकर्म-' भेयुं? हवे लावर्भ सीधु. 'बत ते Page #219 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૨ ૨૦૫ વરાવ: વર્ષ પુર્વત્તિ' “વત’ નામ “દુઃખ સાથે કહે છે કે...... આહાહા. આચાર્ય કહે છે, અરે.રે.... અમે શું કહીએ? દુઃખ સાથે કહીએ છીએ, કહેતા ખેદ થાય છે, એમ કહે છે. એવો જે.” “તે વરાવ: રાંકા, ભિખારી. પોતાની ચૂત લક્ષ્મીની ખબર નથી. ભગવાનભગ નામ આનંદ આદિ લક્ષ્મી જેનું સ્વરૂપ છે. આહાહા.! એની જેને ખબર નથી એ રાગનો ભિખારી કર્તા થાય છે. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો પણ ભિખારી રાંકો કર્તા થાય છે, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એનો અર્થ એમ કર્યો કે, “મિથ્યાષ્ટિ જીવરાશિ...” એમ. રાંકા, વરાકા એટલે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ, એમ. એવો અર્થ કર્યો છે. સમજાય છે કાંઈ? “ચંદુભાઈ! રાગને પોતાનો માને છે એ કોણ છે? રાંકો છે. રાંકાનો અર્થ મિથ્યાદૃષ્ટિ જીવ. આહાહા...! મુમુક્ષુ :- તો તો ગરીબ હોય છે મિથ્યાષ્ટિ થયો. ઉત્તર :- મિથ્યાષ્ટિ ગરીબ છે. નિર્ધન છે એની વાત અહીંયાં નથી. નિર્ધન-સધન ધૂળના હોય, બે-પાંચ અબજવાળા કે ગરીબ હોય એની સાથે શું સંબંધ છે? લક્ષ્મી એની છે ક્યાં? ખરેખર તો લક્ષ્મીપતિ કહે છે એ જડપતિ છે). નિર્જરા અધિકારમાં સમ્યગ્દષ્ટિની ગાથામાં તો એમ આવ્યું છે કે, હું રાગનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં. આહાહા.! એ ગાથા, પાઠ છે. કેમકે ભેંસ... ભેંસ હોય છે ને? ભેંસનો સ્વામી પાડો હોય છે. એમ લક્ષ્મી મારી છે અને રાગ મારો છે એમ માનું તો) હું જડ થઈ જાઉં. આહાહા...! નિર્જરા અધિકારમાં છે. ઘણા અધિકાર. “સમયસાર, પ્રવચનસાર'. દિગંબર સંતોની વાણીમાં તો દરિયા ભર્યા છે, દરિયા! આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા..! એ વરાકા આહાહા..! “મિથ્યાદૃષ્ટિ જીવરાશિ...” જયચંદ્રજી પંડિતે વરાકાનો અર્થ રાંકા કર્યો છે. સમયસાર'. આનો અર્થ રાંકા, રાંકા-ભિખારી (કર્યો છે). અને બીજો અર્થ છે છે. અહીં વરાકાનો અર્થ ભિખારી ન કરતા મિથ્યાદૃષ્ટિ ભિખારી રાંકા છે. મિથ્યાદૃષ્ટિને કહ્યા. મુમુક્ષુ :- સદાચાર ધર્મ પાળે તો? ઉત્તર :- સદાચાર ધર્મ પાળે તોપણ ભિખારા છે. રાગ છે, વિકલ્પ છે. સદાચાર બે પ્રકારના છે. એક સજ્જનતા, રાગની મંદતાનો સદાચાર અને એક સત્—આનંદકંદનો સતુનો આચાર. એ સદાચાર છે અને) એ વાસ્તવિક સદાચાર છે. વ્યવહાર રત્નત્રયનું આચરણ પણ અનાચાર છે, એમ લખ્યું છે. આહાહા.! નિયમસારમાં આવે છે. હૈ? મુમુક્ષુ :- મહાવ્રતને પણ અનાચાર કહ્યો છે. ઉત્તર :- અનાચાર કહ્યું છે, અનાચાર છે. ઝેર છે ને આહાહા.... લ્યો, થઈ ગયો વખત? ઓહોહો! વિશેષ કહેશે (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કલશમૃત ભાગ-૬ મહા સુદ ૧, બુધવાર તા. ૮-૦૨-૧૯૭૮. કળશ-૨૦૨ પ્રવચન–૨૨૬ ૨૦૨ (કળશ). થોડું ચાલ્યું છે, એક લીટી. ફરીને. શ્લોક બોલાઈ ગયો છે. ‘ત તે વરાવ: વર્ષ પુર્વન્તિ’ આહાહા...! અરે. આચાર્ય મહારાજ કહે છે, દુઃખ સાથે મારે કહેવું પડે છે, એમ કહે છે. આહાહા...! “દુઃખની સાથે કહે છે કે...” “તે વર : પોતાની ચીજ આનંદ અને જ્ઞાન લક્ષ્મીથી ભરી છે એની ખબર નથી એવા રાંકા. વરાંકા એટલે રાંકભિખારી. પરમાં પોતાનો લાભ માને છે. રાગ ને દયા, દાન ને વ્રતાદિના પરિણામ, જે પોતામાં છે નહિ તો પોતાની લક્ષ્મી અનંત આનંદ, અનંત જ્ઞાનાદિ સ્વભાવ, એ લક્ષ્મીને તો જાણતો નથી અને વરાંકા રાગ અને દયા, દાન વિકલ્પનો કર્તા થાય છે એ ભિખારી છે. આહાહા...! એમ કહ્યું છે. દુઃખની સાથે કહેવું પડે છે, એમ કહે છે. આહાહા...! કરુણા છે ને કરુણા! અરે.રે...! ખેદની સાથે કહીએ છીએ કે... આહાહા...! એ વરાંકા એટલે રાંકા. એનો અર્થ કર્યો ભાઈએ-મિથ્યાદૃષ્ટિ જીવરાશિ.” કેમ? કે સ્વરૂપનું લક્ષ નથી અને રાગના, દયા, દાન, વ્રતાદિના પરિણામનો કર્તા થાય છે એ મિથ્યાષ્ટિ જીવરાશિ છે. જીવરાશિ હૈ. લ્યો, કોક (હિન્દી શબ્દ) આવી જાય છે. સમજાય છે કાંઈ? આહાહા.! વરાંકાની વ્યાખ્યા એ કરી કે, મિથ્યાદૃષ્ટિ જીવરાશિ. કારણ કે એકાદ જીવ નથી ને અનંત જીવ મિથ્યાદૃષ્ટિ છે. પોતાની લક્ષ્મી જે આનંદ અને જ્ઞાન સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય ભગવાન, તેને તો જાણતો નથી, તેની કિંમત નથી, તેનું માહાત્મ નથી, તે તરફનું વલણ ઝુકાવ નથી. જ્યાં વસ્તુ પડી છે ત્યાં ઝુકાવ નથી અને જેમાં–રાગાદિમાં વસ્તુ નથી ત્યાં ભિખારી, રાંક તેનો કર્તા થાય છે, એમ કહે છે. આહાહા.! સમજાય છે કાંઈ? થોડું સૂક્ષ્મ છે, ભગવાના અહીંયાં સ્વરૂપ-લક્ષ્મીને છોડીને જે રાગભાવ આદિ આવે છે, શુભાશુભભાવ, એ મિથ્યાદૃષ્ટિ જીવરાશિ” “ર્મ પુર્વત્તિ' એ “મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ કરે છે.” આહાહા.! આ તો અબજોપતિ ને કરોડોપતિ હોય ને સાધુ હોય, મહા પંચ મહાવ્રત ધારણ કરતા હોય, જેને લાખો માણસ માનતા હોય તોપણ કહે છે કે, અરે..! પ્રભુ તારી લક્ષ્મી જે અંદર આનંદ પડી છે. આહાહા.! અનંત જ્ઞાન, શાંતિ આદિ સ્વભાવ તરફ તો તારી દૃષ્ટિ નથી, એ તરફનો તને અનુભવ નથી. એ આગળ કહેશે હમણાં, “નયન્તિ’, ‘ના વનયત્તિ કહેશે. “ર વયન્તિ’નો અર્થ તેનો અનુભવ નથી અને રાગ ને પુણ્યના પરિણામ ને પાપના પરિણામ ને મિથ્યાદૃષ્ટિ જીવ મોહ (અર્થાતુ) પરમાં સાવધાન રહીને) “રાગ-દ્વેષરૂપ Page #221 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૨ ૨૦૭ અશુદ્ધ પરિણતિ કરે છે;” આહાહા.! સમજાય છે કાંઈ? આહા! કેવો છે?? કોણ કેવો છે? મિથ્યાષ્ટિ જીવરાશિ. સ્વરૂપની દષ્ટિ, લક્ષ્મીની ખબર નથી એવા મિથ્યાદૃષ્ટિ જીવની રાશિ. એ રાગથી લાભ થશે, રાગ દયા, દાન, વ્રતાદિના પરિણામ, એવા મિથ્યાત્વભાવને-મોહને કરે છે અને રાગ-દ્વેષને કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ? કેવી છે જીવરાશિ? “જ્ઞાનમયનHEસ: આહાહા.! “મિથ્યાત્વરૂપ ભાવના કારણે એ રાગનો કર્તા થાય છે, જે આત્માના સ્વભાવમાં રાગને કરવાનો કોઈ શક્તિ, સ્વભાવ છે જ નહિ. આત્માના સ્વભાવમાં, ગુણમાં, શક્તિમાં, સતુના સત્ત્વમાં, સતુ જે ભગવાન આત્મા એનું સત્ત્વ જે સ્વભાવભાવ, એમાં કોઈ સ્વભાવ, શક્તિ રાગને કરે એવી કોઈ શક્તિ છે નહિ. એવા સ્વભાવનો અજાણ્યો પ્રાણી. આહાહા.! અજ્ઞાન નામ મિથ્યાત્વરૂપ પાપના ભાવને કારણે. “મન“મનની વ્યાખ્યા શું કરી? જુઓ. “આચ્છાદવામાં આવ્યો છે.. આચ્છાદિત થઈ ગયો છે. આહાહા...! ઢંકાઈ ગયો છે, એણે ચૈતન્ય વસ્તુને ઢાંકી દીધી છે. સમજાય છે કાંઈ? છે કે નહિ? “ચંદુભાઈ'. આહાહા.! જ્ઞાનાનંદ, સહજાનંદ સ્વરૂપ પ્રભુ એમાં તો મગ્ન (નથી). “જ્ઞાનમય સ્વરૂપને ઢાંકી દઈ મિથ્યાત્વમાં મગ્ન થઈ ગયો છે. આહાહા...! અજ્ઞાનમાં મગ્ન એટલે મિથ્યાત્વમાં મગ્ન અથવા મિથ્યાત્વથી પોતાનું સ્વરૂપ આચ્છાદિત થયું છે. આહાહા. છે તો ખરું. સમજાય છે કાંઈ? અગિયારમી ગાથામાં એમ કહ્યું ને? અગિયારમી ગાથા. તિરોભાવ અને આવિર્ભાવબે ભાષા લીધી છે. સંસ્કૃત ટીકામાં છે, અગિયારમી મૂળ ગાથા, જૈનદર્શનનો પ્રાણા! અજ્ઞાનીને આત્મા તિરોભૂત થઈ ગયો છે, એમ ત્યાં કહ્યું છે. જ્ઞાયકભાવ ભૂતાર્થભાવ, ભૂતાર્થ કહ્યું ને એ તિરોભૂત થઈ ગયો છે. તેનો અર્થ, જ્ઞાયકભાવ તિરોભૂત થતો નથી. છતાં પાઠ એવો છે. અગિયારમી ગાથામાં પાઠ એવો છે. આહાહા.. કે, ભગવાનઆત્મા જ્ઞાયકસ્વરૂપ, એની મિથ્યાષ્ટિને કારણે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. શાકભાવ તો જ્ઞાયકભાવ જ છે પણ એની દૃષ્ટિમાં ઢંકાઈ ગયો તે કારણે ઢંકાઈ ગયો એમ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? આચ્છાદિત કહ્યું ને? વસ્તુ આચ્છાદિત થતી નથી). વસ્તુ તો વસ્તુ છે જ. વસ્તુમાં તો કોઈ દિ આવિર્ભાવ પણ થતો નથી અને તિરોભૂત પણ થતી નથી. વસ્તુ તો ત્રિકાળી જ્ઞાયક આનંદકંદ છે. આહાહા...! સમજાય છે કાંઈ પણ મિથ્યાશ્રદ્ધાને કારણે રાગનો કર્તા થાય છે તે કારણે, વસ્તુનો સ્વભાવ ઢંકાઈ ગયો છે, ઢાંકી દીધો છે. વસ્તુ તો વસ્તુ છે જ. એમ અગિયારમી ગાથામાં સમ્યગ્દર્શનનો વિષય કીધો છે). મૂલ્યમો સમ્મારિકી વરિ નીવો’ ત્યાં એમ લીધું છે કે, એ જ્ઞાયકભાવનું જેને ભાન નથી અને રાગનો પોતાનો માને છે તેને આત્મા–જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે. તેને તિરોભૂત થઈ ગયો છે. વસ્તુ તો વસ્તુ છે, વસ્તુ તિરોભૂત-આવિર્ભાવ થતી નથી. આહાહા...! તિરોભૂત સમજાય છે? ઢાંકી દીધો છે. આવિર્ભાવ-પ્રગટ થઈ એમ કહેવાય. જ્ઞાનીને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કલશામૃત ભાગ-૬ શાયકભાવ આવિર્ભાવ થયો, એમ પાઠ છે. તો શાયક તો શાયક જ છે, એ આવિર્ભાવ કે તિરોભૂત ક્યારેય થતો નથી. સમજાય છે કાંઈ? પણ અજ્ઞાનમાં તેનો ખ્યાલ નહોતો, ભાન નહોતું એ કારણે જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો એમ કહેવામાં આવ્યું અને ભાન થયું કે આ તો ચૈતન્યમૂર્તિ શાયક છે, એવું સમ્યગ્દર્શનમાં ભાન આવ્યું તો આવિર્ભાવ થઈ ગયો અથવા શાયક તો શાયક છે જ પણ ખ્યાલમાં આવ્યો માટે આવિર્ભાવ થયો એમ કહેવામાં આવ્યું. આહાહા..! સમજાય છે કાંઈ? ભાઈ! અધ્યાત્મમાર્ગ સૂક્ષ્મ છે. આહાહા..! આ કોઈ કથા, વાર્તા નથી. આ તો ભગવત્ કથા આત્માની કથા છે. આહા..! કહે છે, જ્ઞાયકભાવ અજ્ઞાનભાવથી આચ્છાદિત થઈ ગયો છે. આહાહા..! છે ને? અજ્ઞાનની વ્યાખ્યા મિથ્યાત્વ કરી. મિથ્યાત્વરૂપ ભાવના કા૨ણે આચ્છાદવામાં આવ્યો છે...’ કોણ? શુદ્ધ ચૈતન્યપ્રકાશ જેનો.' એ. આહાહા..! દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ કોઈ ઢંકાય અને ખૂલે એવું છે નહિ. એ તો પર્યાયમાં ભાન નથી એને ઢંકાઈ ગયો કહેવામાં આવ્યું અને ભાન થયું તો પ્રગટ થયો એમ કહેવામાં આવ્યું. એ તો છે ઇ છે, જ્ઞાયક ત્રિકાળ દ્રવ્ય. સમજાય છે કાંઈ? આહાહા..! પણ જેને પોતાના શાયક સ્વભાવ ઉપ૨ અંદરમાં અસ્તિત્વની પ્રતીતિ આવી નથી, આ અસ્તિત્વ હું પરમાનંદ સ્વરૂપ અસ્તિત્વ છું, મારી હયાતી જ પૂર્ણ જ્ઞાન અને આનંદથી છે, એવી હયાતીની જેને કબુલાત નથી, અનુભવમાં નથી, એમ હવે તો લેશે, તે રાગને જ પોતાનો માની આખા આત્માને ઢાંકી દીધો છે. આહાહા..! સમજાય છે કાંઈ? કોણ ઢંકાઈ ગયો છે? મહા:”, “મહાઃ”. ‘શુદ્ધ ચૈતન્યપ્રકાશ...' આહાહા..! ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ પ્રકાશ, એ ઢંકાઈ ગયો છે. પર્યાયમાં ભાન નથી એટલે ઢંકાઈ ગયો એમ કહ્યું. બાકી છે ઇ તો છે જ. આહાહા..! સમજાય છે કાંઈ? ‘तु ये इमम् स्वभावनियमं ન નયન્તિ પહેલા વાંકા, ભિખારી કીધા ને? આહાહા..! અરે..! પ્રભુ! ભગવાન થઈને તું ભિક્ષા માગે છે? મારે રાગ જોઈએ ને રાગ હોય તો મને લાભ થાય, વ્યવહા૨ રત્નત્રયનો ભાવ શુભરાગ છે એ શુભરાગથી મને લાભ છે, એ તો ભિખારી–રાંકો થઈ ગયો. ૫૨માં માગે છે, વસ્તુ કંઈ ત્યાં છે? આહાહા..! સમજાય છે કાંઈ? વાંકા કહીને તો અર્થકારે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ કહ્યું. એનો અર્થ ઇ કે, જેને આ વસ્તુની સ્થિતિની ખબર નથી, એનો અનુભવ નથી તો એ વાંક–ભિખારી મિથ્યાદૃષ્ટિ જીવરાશિ પોતાના સ્વરૂપને અજ્ઞાનમાં મગ્ન થઈને ઢાંકી ધ્યે છે. આહાહા..! થોડા શબ્દો છે પણ અંદર ભાવ ઘણા છે. આહાહા..! આ તો સંતોની વાણી છે, પ્રભુ! આહાહા..! સુખીયા જગતમાં સંત, દુરીજન દુ:ખીયા' સંતની વ્યાખ્યા મુનિ જ એમ કંઈ ત્યાં નથી. સંતની વ્યાખ્યા તો સમકિતદૃષ્ટિને પણ સંત કહે છે. સમયસાર નાટક' છે ને? એમાં પહેલા ઘણા નામ આવ્યા છે. ત્યાં સંત શબ્દ પણ વાપર્યો છે. (સંત એટલે) સમ્યગ્દષ્ટિ. સમયસાર નાટકમાં પહેલા Page #223 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૨ ૨૦૯ નામ આવ્યા છે ને? એમાં છે. આહાહા...! યોગી શબ્દ પણ વાપર્યો છે. ઈ બપોરે આવશે. મોક્ષાર્થી શબ્દ છે ને? ત્યાં સંસ્કૃતમાં યોગી લીધા છે. મુમુક્ષુ યોગી, એમ લીધું છે. આહાહા...! જેને આત્માના અનુભવના રસનો સ્વાદ આવ્યો એ મુમુક્ષુ, એ યોગી છે. જેણે પોતાના સ્વભાવમાં પોતાની પર્યાયને જોડી દીધી છે. રાગથી તોડી દીધી અને સ્વભાવ સાથે જોડી દીધી. આહાહા.! સમજાય છે કાંઈ? એ અપેક્ષાએ તો મુમુક્ષુને પણ યોગી કહેવામાં આવે છે. આહાહા..! આ યોગી એટલે ઓલા બાવા, યોગી-બોગી છે અહીંયાં નથી, હોં! આ તો ભગવાન આત્મા પરમાનંદના રસથી, કસથી ભરેલો, લબાલબ ભરેલો છે એવો “નયત્તિ નામ અનુભવ થયો... આહાહા.... એ સ્વભાવનો સ્વીકાર થયો, એ ત્રિકાળ સ્વભાવનો સત્કાર કર્યો, સત્કાર–સતુ-કાર, સતુનું કાર્ય કર્યું... આહાહા...! તેને યોગી કહેવામાં આવ્યા છે. આહાહા.! સમજાય છે કાંઈ? ચાહે તો સમકિતી ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય. આહાહા.! પણ તેની દૃષ્ટિનું જોડાણ તો સ્વભાવ સાથે છે. આહાહા.! સમજાય છે કઈ? અહીંયાં એ કહ્યું, “શુદ્ધ ચૈતન્યપ્રકાશ...' આહાહા.! “યે રુમમ્ સ્વમાવનિયમ વનન્તિ “કારણ કે.” “તુનો અર્થ કર્યો. “કારણ કે જે.” “મમ્ સ્વમાવનિયમ જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડનું કર્તા નથી રાગનો કર્તા પણ નથી એમ ભેગું લઈ લેવું. “જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ ગુગલપિંડનું કર્તા નથી એવા વસ્તુસ્વભાવને...” અજ્ઞાની જ વનન્તિ '. “ વનન્તિ’ (અર્થાતુ) ન અભ્યસતિ, ન અનુભવતિ. આહાહા! સમજાય છે કાંઈ? પોતાનો સ્વભાવ ચૈતન્ય ભગવાન મહાપ્રભુ બિરાજે છે, તેનો તો સ્વીકાર–અનુભવ નથી અને રાગનો સ્વીકાર અને અનુભવ કરે છે, તે વસ્તુના સ્વરૂપનો નિયમ જાણતા નથી. કેમકે અજ્ઞાની રાગનો કર્તા થાય છે તેને વસ્તુના સ્વરૂપની ખબર નથી. વસ્તુ આત્મા છે એ રાગ કરે કે કર્મ કરે એ વસ્તુના સ્વરૂપમાં નથી. આહાહા.! સમજાય છે કાંઈ? “ યત્તિ’ વસ્તુ સ્વભાવને “ન વયન્તિ. આહાહા.! ઈ રાગનો કર્તા થાય છે અને કર્મનો કર્તા તો નિમિત્તથી કહેવામાં આવ્યું. કર્તા તો છે નહિ, પુદ્ગલની પર્યાય પુદ્ગલથી થાય છે અને વ્યય પણ તેનાથી થાય છે, પણ અહીંયાં રાગનો કર્યા છે તો પરનો કર્તા છે એમ નિમિત્તથી કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? તો કહે છે કે, જે કંઈ વસ્તુના સ્વભાવનો નિયમ નામ વાસ્તવિક સ્થિતિ નથી અનુભવતા. આહાહા.! ચૈતન્યદ્રવ્ય જે જ્ઞાયકમૂર્તિ પ્રભુ, તેને જ જયન્તિા (અર્થાતુ) તેનો જેણે અંતર અભ્યાસ કર્યો નથી. અભ્યાસ નામ અનુભવ. આહાહા...! સમજાય છે કાંઈ? આવું ઝીણું છે. લક્ષ્મીચંદભાઈ'! “વીરજીભાઈને પ્રેમ છે પણ આ વસ્તુ કોઈ એવી છે જુદી જાતની. બહારના પૈસામાં માણસ ગુંચાઈ જાય. કરોડ મળ્યા ને બે કરોડ મળ્યા ને ધૂલ મળી ને... અર.૨! બાપુ એ ચીજ તો જડ છે ને, ભાઈ! એ જડ તારી ક્યાંથી થઈ ગઈ? અહીં તો રાગનો કર્તા થાય છે તો મૂઢ છે, એમ કહે છે. આહાહા.. લક્ષ્મી ને શરીર ને સ્ત્રી ને કુટુંબ ને એ તો પરદ્રવ્ય અને Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કલામૃત ભાગ-૬ સ્વદ્રવ્યમાં અત્યંત અભાવરૂપ છે. સમજાય છે કઈ? એ અભાવરૂપ છે ત્યાં તારો ભાવ ક્યાંથી આવ્યો? અહીંયાં તો પોતાના સ્વરૂપને, શુદ્ધતાને “ર વનયત્તિ શુદ્ધનું વેદન–અનુભવ કરતો નથી એ અજ્ઞાની વસ્તુના નિયમને નથી જાણતો કે આત્મા રાગનો કર્તા નથી. એવા નિયમને એ જાણતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ધીમેથી ધ્યાન રાખવું. કંઈ ન સમજાય એમ માનવું નહિ. ભગવાન કેવળજ્ઞાન લેવાની તાકાતવાળો પ્રભુ (છે). એક સમયમાં કેવળજ્ઞાન લે, એક સમયમાં આહાહા.. તેને આવી વાત ન સમજાય, ન સમજાય એ શલ્ય એને સમજવા દેતું નથી. સમજાય છે કાંઈ? ભગવાન પૂર્ણાનંદનો નાથ, અહીંયાં તો જીવરાશિ બધાને કીધી ને? સર્વ જીવરાશિને કહ્યું કે, તું ભગવાન છો ને પ્રભુ! ત્રણકાળ ત્રણલોકમાં સર્વ જીવ ભગવત્ સ્વરૂપ છે એવી ભાવના તું કર. આહાહા...! ઈ આવી ગયું ને? “બંધ અધિકાર’માં. “વિનાશકર્તમ’. અથવા “સમયસાર જાણીને શું કરવું? બે ઠેકાણે ઈ આવે છે. આ કર ને આ વિચાર ને આ અનુભવ કરવો. આહાહા...! જેની પર્યાયદષ્ટિ ગઈ, રાગને પોતાનો માનવો એ દૃષ્ટિ ગઈ અને સ્વભાવદૃષ્ટિ થઈ તો બીજાને પણ સ્વભાવ સ્વરૂપે જ જુએ છે. આહાહા. ભગવાન સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. ભૂલ છે તો પર્યાયમાં છે તો પર્યાયબુદ્ધિ તો કાઢી નાખી છે. એ કારણે તેની પર્યાયમાં તેનું જ્ઞાન કરે છે પણ વસ્તુ ભગવાન સ્વરૂપ છે તેને તે સાધર્મી તરીકે આત્મા માને છે. આહાહા...! સમજાય છે કાંઈ? અહીં કહે છે કે, વસ્તુ સ્વભાવનો અનુભવ. પાછી ન વયન્તિના અર્થમાં ભાષા ક્યાં સુધી લીધી? “સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી. આહાહા.! કહ્યું છે? કેમકે એમાં એક પ્રકાશ નામની શક્તિ છે. ભગવાન આત્મામાં... ૪૭ શક્તિનું વર્ણન છે ને? એવી તો અનંત શક્તિ છે પણ ૪૭ શક્તિના વર્ણનમાં એમ લીધું છે. નય ૪૭, શક્તિ ૪૭, ઉપાદાનનિમિત્તના દોહા ૪૭ અને ચાર કર્મની પ્રકૃતિ ૪૭. ૪૭ સમજાય છે? ચાર અને સાત. ત્યાં આચાર્યે ૪૭ શક્તિએ પૂરું કર્યું, નયમાં ૪૭ નય લઈ લીધા. સમજાય છે કાંઈ? ચાર ઘાતિ કર્મની પ્રકૃતિ ૪૭ છે અને ભૈયા ભગવતીદાસે ઉપાદાન-નિમિત્તના દોહા બનાવ્યા એ ૪૭ છે. તારી ચીજમાં તો આનંદનો નાથ પ્રભુ અનંત ગુણ છે ને પ્રભુ! આહાહા...! એ ચાર ઘાતિ કર્મના નિમિત્તે પર્યાયમાં હિણી દશા છે એ પણ તારામાં નથી. આહાહા...! તું તો પૂર્ણ છો. એવો જેને “વનયત્તિ અનુભવ પ્રત્યક્ષ કરતો નથી. આહાહા..! આ તો સારનો સાર છે, પ્રભુ! સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી.” કોણ નથી અનુભવતો? મિથ્યાદૃષ્ટિ જીવરાશિ. પહેલા માથે કહ્યું. આહાહા! મિથ્યાદષ્ટિ જીવની રાશિ, પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ. આનંદનો અનુભવ કરતી નથી. આહાહા.! “સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી.” આહાહા.! અનુભવતો નથી તે સ્વભાવનો નિયમ જાણતો નથી તેથી તે રાગનો કર્તા થાય છે, એમ Page #225 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૨ ૨૧૧ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? વ્યવહાર રત્નત્રય જે છે એ પણ શુભરાગ છે અને રાગથી મને લાભ થશે અને રાગ મારી ચીજ છે એ પોતાના સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવથી રહિત થયો થકો રાગને પોતાનો માને છે. આહાહા.. સમજાય છે કાંઈ? અથવા એ રાગશુભરાગ છે એ સાધન છે અને મારી ચીજ સાધ્ય છે એમ માને છે. જેને સાધન માને તેનો પ્રેમ કેમ છોડે? સમજાય છે કાંઈ? જેને પોતાના લાભમાં–શુદ્ધ નિશ્ચયમાં કારણ માને એ કારણની રુચિ કેમ છોડે? આહાહા.! સમજાય છે કાંઈ કહે છે કે, પ્રત્યક્ષપણે અનુભવતો નથી. મિથ્યાદૃષ્ટિ જીવરાશિ રાગનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ? ભાવાર્થ આમ છે કે-મિથ્યાદૃષ્ટિ જીવરાશિ.” જુઓ! પહેલા આવ્યું હતું ને ઈ? “શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે,” આહાહા...! શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ પ્રભુ, તેના આનંદના સ્વાદથી મિથ્યાદૃષ્ટિ જીવરાશિ ભ્રષ્ટ છે. આહાહા...! જૈન હોય, જેનનો સાધુ હોય, આપણે પહેલા આવી ગયું છે, પહેલા આવ્યું હતું ને? જૈન મતાશ્રિત હો, ઘણું ભણ્યો હોય, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળતો હોય, મોક્ષનો અભિલાષી છે તો પણ તેને મોક્ષ નથી. પહેલા ૧૯૯ માં આવી ગયું છે. “અનુભવથી ભ્રષ્ટ છે? મિથ્યા નામ જૂઠી દૃષ્ટિ છે. રાગ જે શુભ છે એ મને લાભ કરશે). આહાહા.! એ પ્રવચનસારમાં કાલે ૭૭ ગાથામાં આવી ગયું. શુભ ને અશુભ બે ભાવમાં વિશેષ માને છે કે, શુભ ઠીક અને અશુભ અઠીક, એવો ભેદ પાડે છે તે ઘોર સંસારમાં રખડશે. પ્રવચનસારની ૭૭ ગાથા. પુષ્ય ને પાપ બે ભાવમાં ભેદ છે, વિશેષ છે, એકરૂપ છે એમ નહિ માનતા પુણ્ય ને પાપમાં કંઈક ફેર છે, એમ માનનારા ઘોર સંસારમાં નરક ને નિગોદમાં જાશે. આહાહા...! ઘોર સંસાર તો એ નરક ને નિગોદ છે. આહાહા.! વસ્ત્રનો એક ટુકડો રાખીને મુનિપણું માને, મનાવે ને માનતા હોય એને રૂડું જાણે તો નિગોદમ્ ગચ્છઈ એમ લીધું છે. એ કાકડીના ચોરને ફાંસી, એમ નથી. મોટો ગુનેગાર છે. આહાહા...! સમજાય છે કાંઈ? કોઈને એમ લાગે કે, એક વસ્ત્રનો ટૂકડો રાખે અને મુનિપણું માને, એટલામાં શું થયું? ભાઈ! એટલામાં તો આખા નવ તત્ત્વની વિપરીત દૃષ્ટિ થઈ ગઈ. સમજાય છે કાંઈ? કેમકે મુનિને જેટલો અજીવનો સંયોગ જોઈએ તેનાથી અધિક સંયોગ માન્યો તો અજીવની શ્રદ્ધા જ યથાર્થ નથી. અને ત્યાં જે વસ્ત્ર રાખવાનો વિકલ્પ આવ્યો તો ત્યાં એટલો આસવ હોતો જ નથી, તો એણે આસવને પણ માન્યો નહિ. અને જેને વિકલ્પ આવ્યો એનાથી સંવર થયો, ત્યાં એટલો સંવર ઓછો થયો, યથાર્થ મુનિદશામાં) ત્યાં સંવર વિશેષ હોય છે ત્યાં આવો વિકલ્પ નથી હોતો, તો સંવર તત્ત્વને પણ માન્યો નહિ સંવરની, આસવની, અજીવની-સંયોગની, જીવના આશ્રયની (ભૂલ છે). જ્યાં વસ્ત્ર લેવાનો વિકલ્પ આવ્યો અને મુનિપણું માને તો એ મિથ્યાત્વ છે). જીવનો આશ્રય ઉગ્રપણે લીધો છે ત્યાં સંવર વિશેષ થાય છે ત્યાં વસ્ત્ર લેવાનો વિકલ્પ ઉત્પન્ન થતો જ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કલશામૃત ભાગ-૬ નથી. ત્યાં જીવનો આશ્રય વિશેષ લીધો છે તો એ આશ્રયની પણ ખબર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભાઈ! તોય કેટલાક એમ કહે છે કે, કુંદકુંદાચાર્યે’ આ ભારે આકરું નાખી દીધું છે. અરે..! પ્રભુ! તું ન કહે, એમ ન કહે, ભાઈ! એમ કે, વસ્ત્રનો એક તાણો રાખે ને મુનિપણું માને તો પાધરા નિગોદ (જાય)! બસ! મુમુક્ષુ :– બહુ મોટો ગુનો છે. ઉત્તર = બિલકુલ નહિ. જેમ છે તેમ જ યથાર્થ છે. મોટો ગુનો કર્યો છે એણે. નવે તત્ત્વની વાસ્તવિક સ્થિતિની મર્યાદા તોડી નાખી છે. સમજાય છે કાંઈ? આહાહા..! એ કોઈ સંપ્રદાયની અપેક્ષાએ વાત નથી. વસ્તુની સ્થિતિની મર્યાદાથી એણે વિરૂદ્ધ કરી નાખ્યું. સમજાય છે કાંઈ? કોઈને દુઃખ લાગે એ કંઈ નથી, બાપુ! આહાહા..! અને એ મિથ્યાત્વનું દુઃખ, ભાઈ! આહાહા...! વર્તમાન તો દુઃખી પણ એના ફળ તરીકે દુઃખ. અરે..! જેને એક પ્રતિકૂળતા કાંટો વાગે તો ઠીક ન લાગે એને આ મિથ્યાત્વના ફળ તરીકે નરક ને નિગોદ, બાપુ! એવા જીવોનો કંઈ તિરસ્કાર ન કરાય. સમજાય છે કાંઈ? આહાહા..! અરે..! એને ત્યાં કેવું દુઃખ થશે ને શું થશે? સમજાય છે કાંઈ? અહીં એ કહે છે, ‘ન જયન્તિ” પોતાના અનુભવથી ભ્રષ્ટ છે તેથી પર્યાય૨ત છે,...’ આહાહા..! બસ! જ્યાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ નથી તો ત્યાં જ્યાં દૃષ્ટિ છે ત્યાં તો રાગ છે, ત્યાં રત છે. આહાહા..! ઝીણું છે, બાપુ! ભગવાન! તું તો છો ને, બાપુ! ભાઈ! જેને આ વસ્તુના સ્વભાવનો પ્રત્યક્ષ અનુભવ નથી.. આહાહા..! એ પર્યાય૨ત છે. કારણ કે આ બાજુ રત નથી તો આ બાજુ રત છે, એમ કહે છે. આહાહા..! આ બાજુ રતનો અર્થ પ્રત્યક્ષ અનુભવ. આ બાજુનો રત અર્થ પર્યાયમાં રાગ, રાગની રુચિ. આહાહા..! સમજાય છે કાંઈ? પર્યાય૨ત છે,...’ છે? ‘તેથી..’ આ કારણે. આ કારણ મૂક્યું. મિથ્યાત્વ-રાગ-દ્વેષ-અશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે.’ આહાહા..! મિથ્યાત્વ ને રાગ-દ્વેષ અશુદ્ધ પરિણામરૂપ જીવાશિ પરિણમે છે. જીવરાશિ કહ્યું ને? એ જીવરાશિ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ રૂપે પરિણમે છે. આહાહા..! જેને એ શુભરાગનો પ્રેમ છે અને શુભરાગને સાધક માને છે એને મોક્ષના માર્ગમાં કારણ માને છે. અહીં તો અત્યારે (અજ્ઞાનીઓએ) શુભ એ મોક્ષનો માર્ગ એમ ખુલ્લું મૂક્યું છે. ભક્તનલાલજી’. આહા..! પ્રભુ! એમ ન હોય, બાપુ! ભાઈ! શુભરાગ છે એ તો બંધનનું કા૨ણ છે. ચાહે તો મુનિઓને પંચ મહાવ્રતનો વિકલ્પ આવે એ જગપંથ છે, એટલો સંસાર છે. આહાહા..! એને મોક્ષમાર્ગ ન કહેવાય. આહાહા..! અત્યારે પ્રભુના વિરહ પડ્યા. લક્ષ્મી જાય, કુટુંબમાં ક્લેશ થાય અને બાપ મરી જાય પછી ઝગડા થાય. આહાહા..! એમ ત્રણલોકનો નાથ અત્યારે ન મળે, કેવળજ્ઞાન પ્રગટ થવાની લક્ષ્મી ઘટી ગઈ અને ઝગડા ઊભા કર્યાં. આહાહા..! એક કહે, શુભભાવ કરતા કરતા થાશે. આહાહા..! બાકી તો ઝગડો મટાડવાનો Page #227 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૨ ૨૧૩ માર્ગ આ છે. એને કોઈ માનનાર ઝાઝા મળે કે ન મળે એની સાથે કંઈ સંબંધ નથી. સતુને માનનાર કોઈ ઝાઝા હોય તો ઈ સત્ (છે), એવી કોઈ સને માટે સંખ્યાની જરૂર નથી. આહાહા...! સતુ તો સત્ સ્વરૂપે જ છે. એનાથી જે ભ્રષ્ટ છે તે રાગમાં રત છે. આહાહા.! સમજાય છે કાંઈ? તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ-અશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે.” “તત: ભાવવર્મર્તા વેતન ઇવ સ્વયં મવતિ, ન ન્ય:' આહાહા...! એ કારણે. જુઓ! અહીંયાં તો પુણ્ય-પાપના ભાવનો કર્તા ચેતન જ છે એમ કહ્યું). એક બાજુ અકર્તા કીધો એ તો સ્વભાવની દૃષ્ટિએ. જેને સ્વભાવની દૃષ્ટિ, અનુભવ થયો છે એ રાગનો કર્તા નથી, એ રાગનો જાણનાર છે પણ અજ્ઞાનીને હજી સ્વભાવની ખબર નથી એ એમ કહે કે, હું રાગનો કર્તા નથી, કર્મને કારણે રાગ થાય છે કાં કર્મનો કર્તા ને રાગનો કર્તા છું, એ વાત અજ્ઞાની માને છે. આહાહા...! સમજાય છે કાંઈ? (વાત) ઝીણી તો છે, ભાઈ! આહાહા. “ભાવ”ર્તા વેતન: Jવ સ્વયં મવતિ, ર અન્યઃ' એ પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનો કર્તા ચેતન પોતે જ અજ્ઞાનભાવે છે. એને એમ નહિ કે એને રાગ થયો માટે કર્મને લઈને થયો, એને કર્મને લઈને થયો એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! બે શબ્દ તો વાપર્યા છે. એક તો “માવવર્મવાર્તા વેતનઃ ” “વેતન: વ ચેતન જ. એમ. છે ને? “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું જીવદ્રવ્ય...”ઈ શું કહ્યું? જ “વ' છે ને? “મિથ્યાત્વરાગ-દ્વેષ-અશુદ્ધ ચેતનારૂપ પરિણામનું,” વાર્તા વેતનઃ પૂર્વ સ્વયં મવતિ “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે...” અજ્ઞાની. આત્માની પર્યાયમાં, આત્મા વ્યાપક એમ કહેવામાં આવે છે અને રાગ એ વ્યાપ્ય છે. અજ્ઞાનીનું વ્યાપ્ય-વ્યાપકપણું એ છે. આત્મા વ્યાપક નામ પ્રસરનાર, ફેલાનાર અને વ્યાપ્ય નામ કાર્ય, રાગ. એ અજ્ઞાનપણે અજ્ઞાની રાગમાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે. આહાહા...! એ કર્મને લઈને રાગપણું આવ્યું છે અને એમ છે, એ ખોટી વાત છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...! એક નરકના દુઃખનું વર્ણન “રત્નકરંડ શ્રાવકાચારમાં આવ્યું છે, ભાઈએ થોડું નાખ્યું છે. એના એક ક્ષણના દુઃખ કરોડો ભવ કરોડો જીભે ન કહી શકે. કરોડો જીભે આહાહા! બાપુ ભગવાન! તું ભૂલી ગયો. બહારની હોંશ ને હરખમાં, બહારની હોંશ ને હરખમાં તારા દુઃખો અનંતકાળમાં કેવા હતા એ ભૂલી ગયો). જેના ક્ષણના દુઃખને કહેવા કરોડો જીભ અને કરોડો ભવ પણ કહી શકે નહિ. એ દુઃખ કેવું હશે? બાપુ આહાહા.. આહાહા..! જેના આનંદ સ્વભાવને કહી શકાય નહિ એવી અગમ્ય વસ્તુ પણ જેના દુઃખના સ્વભાવને કહેવા માટે કરોડો જીભ અને કરોડો ભવમાં કહી શકાય નહિ એટલો ઊલટો-ઊંધો પડ્યો, (એટલા) નરકમાં દુઃખ છે. એક ક્ષણનું, હોં! આહાહા. ત્યાં તો દસ હજારની વર્ષની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો છે. દસ હજાર ને એક સમયની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો છે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કલશામૃત ભાગ-૬ દસ હજાર ને બે સમયની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો. એમ જતાં જતાં પલ્યોપમ લઈ લેવું ને સાગરોપમ લઈ લેવું ને ૩૩ સાગર લેવા. આહાહા...! ભાઈ! આદિ વિનાના કાળમાં પ્રભુ! તેં વિચાર્યું નથી. આદિ વિનાનો કાળ પ્રભુ ક્યાં રહ્યો તું? અનંત અનંત (કાળમાં) કોઈ કાળમાં ભવ વિનાનો રહ્યો નથી. એ ભવ તો બધા આ કર્યા. આહાહા.! ચારે ગતિ દુઃખી છે. એમ આ નરકના દુઃખનું વર્ણન તો ગજબ વાત છે, ભાઈ! આહાહા.. એ મિથ્યાત્વને કારણે, મિથ્યાત્વની કેટલી નીચતા છે અને એનું ફળ કેટલું હલકું છે એની ખબર નથી અને સમ્યગ્દર્શનનું ફળ કેટલું લાભદાયક છે, ભવચ્છેદ કરીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે એના માહાસ્યની એને ખબર નથી. સમજાય છે કાંઈ? વ્યાપ્ય-વ્યાપક સમજાણું? “વેતનઃ yવ સ્વયં મવતિ “સ્વયં મવતિની વ્યાખ્યા કરી. પોતે વ્યાપ્ય-વ્યાપક થાય છે, એમ. છે ને? “ર્તા વેતનઃ વ સ્વયં મવતિ' કર્તા વ્યાપક થઈ અને એ “સ્વયં મવતિ થાય છે એ વ્યાપ્ય છે. આહાહા...! શુભરાગનો વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા અજ્ઞાની થાય છે. “સ્વયં 4 મવતિ થવું તે વ્યાપ્ય છે, થનારો તે વ્યાપક છે. અજ્ઞાની વ્યાપક છે, રાગ તેનું વ્યાપ્ય છે. આહાહા! અરે. ભાઈ! આ વિચાર તો કર્યા નથી ને કોકની માંડીને આ છે ને તે છે (માંડી). આહા.! સમજાય છે કાંઈ? “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું.... પરિણમે છે, જુઓ થાય છે, ઈ રાગપણે થાય છે. તું એમ જ માની બેસ કે મને રાગ કર્મને લઈને થયો છે, અજ્ઞાની એમ માની લ્ય (તો) મૂઢ છે. તું પોતે જ વ્યાપક થઈને વ્યાપ્ય-કાર્ય રાગનું તેં કર્યું છે. સ્વરૂપની તો તને ખબર નથી. આનંદનો નાથ ભગવાન છે, એનું કાર્ય તો આનંદની દશા (છે). આહાહા...! સમજાય છે કાંઈ એક મિનિટ રહી ગઈ, બીજી એક વાત યાદ આવી. આત્મામાં એક અકાર્યકારણ નામની શક્તિ, ગુણ છે. અકાર્યકારણ નામનો આત્મામાં એક ગુણ છે કે જે ગુણને કારણે રાગનો કર્તા પણ નથી અને રાગનું કાર્ય એને નથી. રાગનું કારણ પણ નથી અને રાગનું એ કાર્ય નથી. કાર્ય એટલે નિર્મળ દશા થાય તે રાગને લઈને થાય એમ નથી અને નિર્મળ દશા રાગને ઉત્પન્ન કરે એ પણ નથી. અકાર્યકારણ નામનો આત્મામાં એક અનાદિઅનંત ગુણ છે. આહાહા. એ ચીજની ખબર નથી તેથી તે અજ્ઞાની મિથ્યાષ્ટિ રાગમાં વ્યાપ્ય-વ્યાપક થઈને પરિણમે છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા..! કર્તા થાય છે...” જોયું? એવું જીવદ્રવ્ય પોતે કર્તા થાય છે, પુદ્ગલકર્મ કર્તા થતું નથી. અહીંયાં તો પુદ્ગલકર્મનો કર્તા નથી એમ લેવું છે છતાં વ્યાપ્ય-વ્યાપકમાં પુગલ કર્તા નથી એમ લઈ લીધું. અજ્ઞાની રાગ પોતે કરે છે અને રાગ ઉપર તો દૃષ્ટિ છે, વસ્તુની તો ખબર નથી. આહાહા.! સમજાય છે કાંઈ? પુદ્ગલકર્મ કર્તા થતું નથી. ભાવાર્થ આમ Page #229 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૧૫ છે કે-જીવ મિથ્યાદૃષ્ટિ હોતો થકો જેવા અશુદ્ધ ભાવરૂપે પરિણમે છે તેવા ભાવોનો કર્તા થાય છે.” બસા અશુદ્ધરૂપી પરિણમન છે તો તેનો કર્તા થાય છે, એ અજ્ઞાનીનું કાર્ય છે. આહાહા...! અને એ પરિભ્રમણનું કારણ છે. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવા) (શાર્દૂલવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११-२०३।।) ખંડાન્વય સહિત અર્થ :- “તતઃ સચ નીવ: વર્તા ત વિના નીવર્સ ઇવ વર્ષ (તત:) તે કારણથી (ચ) રાગાદિ અશુદ્ધ ચેતનાપરિણામનું, (નીવ: વર્તા) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (a) અને (તત) રાગાદિ અશુદ્ધ પરિણમન, ( વિનુi) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે. તેથી, (નીવર્સ વ »ર્મ) તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી ? “યત્ પુન: જ્ઞાતા ન” (યત) કારણ કે (પુનઃ જ્ઞાતા 7) પુગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો–પાકો કરે છેવર્ષ ' (વર્ષ) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (વૃતં ન) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી ? “વાર્યત્વીત' કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. () તથા “તદ્ નીવપ્રત્યોઃ પ્રયોઃ વૃતિઃ ન” (તા) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (નવ) ચેતનદ્રવ્ય અને (પ્રત્યો:) પુદ્ગલદ્રવ્ય એવાં (હયો:) બે દ્રવ્યોનું (કૃતિઃ ન) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્યા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ–નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે “જ્ઞીયા: પ્રવૃતેઃ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કલશમૃત ભાગ-૬ વાર્યમુમાવાનુષ (અજ્ઞાયા:) અચેતનદ્રવ્યરૂપ છે જે પ્રતે.) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (વાર્ય પોતાના કરતૂતના (7) ફળના અર્થાત્ સુખ-દુઃખના (મુમાવ) ભોક્તાપણાનો (અનુષત) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કે-જે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે, પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢો–પાકો કરે છે- “ ચા. પ્રકૃતેઃ કૃતિઃ ન” (પરચા: પ્રતે.) એકલા પુદ્ગલકર્મનું કૃતિઃ ની કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ ચેતનપરિણામ એકલા પુલકર્મના કરેલા છે. ઉત્તર આમ છે કે એમ પણ નથી; કારણ કે, “કવિત્વસના અનુભવ એવો આવે છે કે પુગલકર્મ અચેતનદ્રવ્ય છે. રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે; તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ હોતા નથી. તે કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે. ૧૧-૨૦૩. મહા સુદ ૨, ગુરુવાર તા. ૯-૦૨-૧૯૭૮. કળશ–૨૦૩ પ્રવચન–૨૨૭ ર૩૦ કળશ છે. (શાર્દૂલવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११-२०३।।) આ અનાદિ અજ્ઞાનીની વાત છે. વિકાર (ભાવ) જે પુણ્ય-પાપના થાય છે એ જીવ પોતાની પર્યાયથી વિકાર કરે છે, કર્મથી થતો નથી. અત્યારે આ વાત સિદ્ધ કરવી છે. અજ્ઞાની આત્મા વિકારનો કર્તા વ્યાપ્ય-વ્યાપક થઈને, વ્યાપક નામ પ્રસરીને, વ્યાપ્ય નામ Page #231 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૧૭ વિકારી કાર્યને એ કરે છે, કર્મ નહિ. આત્માના સ્વભાવની દૃષ્ટિએ જુઓ તો તો રાગનો કર્તા આત્મા નથી. એ તો દૃષ્ટિનો વિષય શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જ્યાં દૃષ્ટિમાં આવ્યો તો એ અપેક્ષાએ ધર્મી–સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે. શુદ્ધ સ્વભાવ નામ પર્યાય. એ રાગનો કર્તા થતો નથી. કેમકે રાગ કરવાની અંદરમાં અનહદ શક્તિ છે એમાં કોઈ શક્તિ નથી. તે કારણે સમકિતી જીવ રાગનો કર્તા નહિ થતાં રાગનો જ્ઞાતા રહે છે. અહીંયાં બીજી વાત લેવી છે. આ તો અજ્ઞાની રાગ કરે છે તો એ રાગનો કર્તા છે કોણ? રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્ય-પાપના ભાવ. એ કહે છે, જુઓ! “તત: નીવ: વર્તા વ ત વિવ7માં નીવર્સ વ મ“તે કારણથી રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામનું, જીવદ્રવ્ય તે કાળે” તે કાળે. તે કાળે નામ જ્યાં સુધી અજ્ઞાનભાવ છે (અર્થાતુ) પોતાના સ્વભાવનું સમ્યગ્દર્શન થયું નથી ત્યાં સુધી તે કાળે. એમ. વ્યાપ્યવ્યાપકરૂપ...” પરિણમે છે. આહાહા...! કોઈ એમ કહે છે ને? શાસ્ત્રમાં ત્રણ વાત આવી. એક બાજુ જયસેનાચાર્યદેવની ટકામાં આવે છે, રતનચંદજી એ વાત મોઢા આગળ મૂકે છે, એમ કે, પુત્ર નથી માતાનો, નથી પોતાનો. બેનો પુત્ર હોય છે. એમ લાલ રંગ ખારી ફટકડી અને સાબુ, ફટકડી અને ખાર મળીને લાલ રંગ થાય છે તો બે મળીને લાલ થાય છે, એકથી નહિ. એમ આત્મા અને કર્મ બે મળીને કર્મ-વિકાર થાય છે, એકથી નહિ. એ “જયસેનાચાર્યદેવની ટીકામાં ત્યાં કહ્યું છે એ તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. “ચંદુભાઈ ! આહાહા.! શું થાય? એ તો નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ બેથી થાય છે એમ યથાર્થપણે નથી. આહાહા. એ વાત અહીંયાં સિદ્ધ કરે છે. એક બાજુ કહે કે, વિકાર યુગલના પરિણામ છે, જીવના નહિ. એ કઈ અપેક્ષાએ? જ્યાં પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદ પૂર્ણ પ્રભુ અનંત ગુણની રાશિ એવા ભગવાનઆત્માનું જ્ઞાન અને અનુભવમાં પ્રતીતિ થઈ તો એ આત્મા રાગનો કર્તા નથી. એ રાગનો કર્તા કર્મ છે એમ ત્યાં કહ્યું છે. કેમકે બેય વસ્તુ નીકળી જાય છે તો રાગનો કર્તા કર્મ છે, આત્મા નહિ. આહાહા...! વ્યાપ્ય-વ્યાપકભાવે પણ એવી એક ચીજ આવે છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ! એક બાજુ એમ કહે છે કે, પૂર્વ કર્મ વ્યાપક છે. ૧૦૮-૧૦૯-૧૧૦-૧૧૧ ગાથા, “સમયસાર'. પૂર્વ કર્મ વ્યાપક છે અને નવા કર્મ વ્યાપ્ય છે. “ચંદુભાઈ! આપણે આ બધું તો ઘણીવાર ચાલી ગયું છે. આ તો અહીંયાં શું કહે છે અને ત્યાં શું વાત છે? એ વાત કરીએ છીએ). સમજાય છે કાંઈ? જ્યાં બે થઈને વિકાર થાય છે એમ કહ્યું ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે અને રાગનો કર્તા આત્મા નથી, એ પુદ્ગલના પરિણામ છે તો એ પુગલ કર્યા છે, એમ કહેવાના કાળે જેને પોતાના સ્વભાવની દૃષ્ટિ જ્ઞાયક સ્વરૂપ સમ્યગ્દર્શન થયું તો એ રાગનો કર્તા નથી પણ રાગનો જ્ઞાતા છે એમ જાણીને રાગનો કર્તા એ આત્મા નથી, પુદ્ગલ છે, Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કલશામૃત ભાગ-૬ એમ કહેવામાં આવે છે. આહાહા...! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ એક સ્થાને કંઈક કહ્યું અને બીજે સ્થાને કંઈક કહ્યું પણ કઈ અપેક્ષાએ કહ્યું છે તે ન સમજે તો ગડબડ ઊઠે મોટી. અહીં તો બિલકુલ આત્મા જ વિકાર કરે એમ સિદ્ધ કરવું છે, “ચંદુભાઈ! આહાહા...! “કર્તા-કર્મ અધિકારની ૭૫ ગાથામાં (એમ કહ્યું કે, રાગ-દ્વેષ આદિ અને શરીરાદિ બધી પરવસ્ત છે, આત્મા તેનો કર્તા નથી. ૭૫. આહાહા.! અંતરંગ અને બહિરંગ, એવો શબ્દ ત્યાં આવ્યો છે. છે ને? અહીં તો ઘણું વાંચન ગયું છે. બહિરંગ નામ શરીર, વાણી, મન અને અંતરંગ નામ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, મિથ્યાત્વાદિ. એ બધામાં વ્યાપક આત્મા અને તેનું તે વ્યાપ્ય એમ છે નહિ. આહાહા! ત્યાં તો ૭૫માં તો જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાન સ્વભાવ હું ચૈતન્યમૂર્તિ પ્રભુ પૂર્ણ આનંદ અને જ્ઞાન (હું) એમ પ્રતીતમાં અનુભવમાં શેય થઈને, વસ્તુનો ત્રિકાળી સ્વભાવ વર્તમાન પર્યાયમાં જોય થઈને જાણવામાં આવ્યો અને એમાં પ્રતીતિ કરી કે આ આત્મા તો શુદ્ધ ચૈતન્યઘન છે. તેને રાગાદિનો વ્યાપ્ય-વ્યાપકપણે કરનારો આત્મા નથી. રાગનો કર્તા કર્મ અને કર્મ વ્યાપક થઈને વિકાર-વ્યાપ્ય થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? ૭૫-૭૬-૭૭-૭૮-૭૯ પાંચ ગાથામાં એ લીધું છે. ત્યાં જ્ઞાનીની વાત છે. સમજાય છે કાંઈ અહીંયાં કહે છે કે, “જીવદ્રવ્ય તે કાળે.” તે કાળે નામ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી, અજ્ઞાન છે. આહાહા.. તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી....” આત્મા–વ્યાપક જીવ અને વિકાર વ્યાપ્ય. વ્યાપક (અર્થાતુ) કર્તા, વ્યાપ્ય એનું કર્મ નામ અજ્ઞાનીનું કાર્ય જૈનમાં પણ ઘણા એમ કહે છે ને કે, કર્મ અને આત્મા બેય મળીને વિકાર થાય છે. તેની સામે આ દલીલ છે. અને સાંખ્યમતમાં એવો દૃષ્ઠત આવે છે કે, આ રજો, તમો અને સત્ત્વ જે વિકાર છે તે પ્રકૃતિનું કાર્ય છે. એ ટીકામાં છે. સાંખ્ય દર્શનની વાત ટીકામાં લીધી છે. સાંખ્ય પણ એમ કહે છે કે, રજો, તમો અને સત્ત્વ ગુણ છે ને? ત્રણ વિકાર છે. છે તો ત્રણ વિકાર પણ એ વિકારનો કર્તા પ્રકૃતિ છે, એમ કહે છે. એમ જૈનમાં પણ કોઈ અજ્ઞાની આ રાગનો કર્તા આત્મા નથી એમ અજ્ઞાની માને છે તેની સામે આ દલીલ છે. સમજાય છે કાંઈ? આમ છે. કેટલી વાત આવી? એક કોર કહે કે, જેમ બે વિના પુત્ર ન થાય એમ બે વિના વિકાર ન થાય, એમ પાઠ છે. જયસેનાચાર્યદેવની ટીકા, “સમયસાર'. ત્યાં બીજી વાત છે. ત્યાં તો નિમિત્ત અને ઉપાદાન સાથે લઈને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે અને જ્યાં કર્મ વ્યાપક અને નવું કર્મ વ્યાપ્ય છે, એમ લીધું છે. આ દ્રવ્ય ભિન્ન અને આ દ્રવ્ય ભિન્ન. ૧૦૯-૧૧-૧૧૧-૧૧૨ ગાથા છે. “અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકા અને “જયસેનાચાર્યદેવની બેયની ટીકા છે. સમજાય છે કાંઈ? ત્યાં તો એમ કહ્યું કે, પૂર્વકર્મનો ઉદય છે એ વ્યાપક છે અને નવું કર્મ બંધાય Page #233 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૧૯ છે તે વ્યાપ્ય છે. આહાહા.! ભારે વાતું આકરી બહુ લોકોને મેળવવું કઠણ, ભાઈ! માર્ગ તો અંતરનો અભ્યાસ હોય એને આ સમજાય એવું છે. એમ વાત છે. સમજાય છે કઈ? આહાહા...! ત્યાં એમ કહ્યું કે, પૂર્વનું કર્મ વ્યાપક અને નવું કર્મ વ્યાપ્ય. પરદ્રવ્ય વ્યાપ્ય અને આ દ્રવ્ય વ્યાપક. આહાહા...! એ કઈ અપેક્ષાએ કહ્યું કે, દ્રવ્યનો સ્વભાવ એવો છે નહિ કે વિકાર કરે. વિકાર કરે અને બંધન થાય એવો દ્રવ્યનો સ્વભાવ નથી. તો એ વિકારનો કર્તા ખરેખર પૂર્વનું કર્મ છે એ નવા કર્મનું કારણ છે તો નવું કર્મ વ્યાપ્ય છે, પૂર્વ કર્મ વ્યાપક છે. વચ્ચે રાગ થાય છે તે પણ કર્મના નિમિત્તે થાય છે, એમ. “ચંદુભાઈ'. આહાહા...! અહીંયાં બીજી વાત છે. જ્ઞાની બિલકુલ રાગનો કર્તા છે એમ નથી. આહાહા.! કેમકે એક સમયની વિકૃત દશા અને ત્રિકાળી આનંદકંદ પ્રભુ, શુદ્ધ સ્વભાવ જ્યાં પિંડ એકલો પ્રભુ એવી જ્યાં અંતર સમ્યક દૃષ્ટિ થઈ, સમ્યક નામ સત્ય, એ સત્ય એવું છે, તો એ રાગનો કર્તા નથી. સમજાય છે કાંઈ? અહીંયાં તો કહે છે કે, તે કાળે (અર્થાતુ) જ્યાં સુધી અજ્ઞાની છે અને આત્માનું ભાન નથી એ એમ કહે કે, આ વિકાર કર્મથી થાય છે, અમારાથી નહિ, તેની સામે દલીલ છે. સમજાય છે કાંઈ? આહાહા.તે કાળે” એમ શબ્દ પડ્યો છે ને? “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે.” આહાહા.! જીવદ્રવ્ય કર્તા. આ જીવદ્રવ્ય કર્તા. ખરેખર જે જીવ વસ્તુ છે તે તો કર્તા નથી પણ જીવદ્રવ્ય કર્તાનો અર્થ એ સમયની પર્યાયને જીવદ્રવ્ય કહ્યું. ઝીણી વાત છે. દ્રવ્ય જે છે તે તો ત્રિકાળી શુદ્ધ જ છે. ચાહે તો એકેન્દ્રિયની પર્યાય હો, બે ઇન્દ્રિયની પર્યાય હો, સ્વર્ગની પર્યાય ગમે તે હો, પણ દ્રવ્ય તો શુદ્ધ ચિહ્વન આનંદકંદ જ છે. દ્રવ્યમાં વિકાર પણ થતો નથી અને દ્રવ્યમાં અવિકારી પર્યાય પણ નવી થાય છે એમ નથી. આહાહા...! અહીંયાં તો કહે છે કે, જ્યાં સુધી જ્ઞાન અને આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ દૃષ્ટિમાં આવ્યો નથી ત્યાં સુધી તેની દૃષ્ટિ તો પર ઉપર છે તો તે કાળે પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિના પરિણામ થાય છે તેમાં વ્યાપક આત્મા (છે) અથવા તેની પર્યાય. ત્રિકાળી દ્રવ્ય તો પ્રસરતું નથી. જીવદ્રવ્ય તો અહીંયાં કહ્યું. સમજાય છે કાંઈ? દ્રવ્ય તો ધ્રુવ છે. ધ્રુવ કર્તા કેવી રીતે થાય? એઈ...! આહાહા.. પણ તે સમયની પર્યાય જે વિકૃત કરનારી છે, છ કારક છે ને? છ કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, તેમાં કર્તા જીવદ્રવ્ય ન લેવું. કારકો પર્યાયમાં હોય છે. આરે. આવી વાત છે. સમજાય છે કાંઈ? ત્યાં કર્તા જીવદ્રવ્ય લીધું પણ પર્યાયની જે દશા છે તેને જીવદ્રવ્ય કહી દીધું છે. પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. આહાહા...! સમજાય છે કાંઈ? તો અહીં જીવદ્રવ્ય કહ્યું તેમાં પણ પર્યાય લેવી. વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્યા છે અને રાગાદિ અશુદ્ધ પરિણમન, અશુદ્ધરૂપ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કલશામૃત ભાગ-૬ છે, ચેતનારૂપ છે. આહાહા.! દેખો! અહીંયાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષને પણ ચેતનારૂપ કહ્યું છે. છે ને? અંદર શબ્દ છે – “વિ-અનુ. સંસ્કૃત શબ્દ છે–વિદ્ર-મનુi'. સમજાય છે કાંઈ? આહાહા..! એનો અર્થ કર્યો છે, જુઓ! “ગિનુ. ચિદ્દ એટલે અશુદ્ધરૂપ ચેતનારૂપ છે. “ર્િગનુાં'. ચેતનને અનુસરીને થાય છે. એ વિકાર પરને અનુસરીને થતો નથી. આહાહા...! “ વિનુ અશુદ્ધરૂપ. અર્થ તો કરવો છે “ટ્રિકનુ એનો અર્થ ચેતનારૂપ અશુદ્ધરૂપ છે. સમજાય છે કાંઈ? “ચંદુભાઈ! પાઠમાં “ વિનુ છે. “મિનુ નો અશુદ્ધરૂપ એમ અર્થ થતો નથી પણ “ વિનુ' (એટલે) ચેતનને અનુસરીને થાય છે માટે તે ચેતન છે. હૈ લેવું, હોં છે' શબ્દ આવી જાય છે. મુમુક્ષુ – ઘડીકમાં એને જીવનો કહો, ઘડીકમાં પુદ્ગલનો કહો. ઉત્તર :- એ માટે તો વાત કરીએ છીએ. એકમાં એમ કહે કે, પુગલ સ્વામી છે. બીજામાં એમ કહે કે, બે કર્યા છે. ત્રીજામાં એમ કહે કે, જ્ઞાની પણ વિકારનો સ્વામી છે. કાલે આવ્યું ને? કાલે આપણે આવ્યું હતું ને? અધિષ્ઠાતા, નય અધિકાર. અનંત ધર્મનો અધિષ્ઠાતા આત્મા છે, સ્વામી આત્મા છે. એ સમકિતદૃષ્ટિનું જ્ઞાનપ્રધાનતાથી કથન છે. આહાહા...! વિકારનું કરવું અને વિકારના પરિણમનનો સ્વામી આત્મા છે, ત્યાં એમ લીધું છે. પ્રવચનસાર, ૪૭ નય જ્ઞાનપ્રધાન અધિકાર. હૈ? મુમુક્ષુ :- દોષ બતાવવો હોય ત્યારે એમ કહે કે, જીવનો છે. ઉત્તર :- એનો દોષ છે, પરિણતિ એની છે, એનો સ્વામી ઈ છે. એનો સ્વામી કંઈ જડ કર્મ નથી. આહાહા..! અહીંયાં તો જે બતાવે છે એ તો અજ્ઞાનીની વાત છે. આહાહા.! દોષ થાય છે, ભઈ! જેવો કર્મનો ઉદય આવે એમ અમારે વિકાર કરવો પડે અને કર્મનો ઉદય આવે એ તો નિમિત્ત થઈને આવે, પાકીને આવે છે, તો નિમિત્ત થઈને આવે છે તો અહીંયાં વિકાર કરવો જ પડે, એમ નથી. નોકર્મ છે એ તો અમે બનાવીએ તો બને પણ કર્મ જે છે એ તો નિમિત્ત થઈને આવે છે, એમ પ્રશ્ન ઊઠ્યો હતો, મોટી ચર્ચા થઈ હતી, લખાણ પણ થયું છે. નામ નથી આપતા. સમજાય છે કાંઈ? એમ કે, કર્મ જે છે. શું કહ્યું હમણાં? કહ્યું ને કે, નિમિત્ત થઈને આવે છે. સાંભળ્યું છે કે નહિ? ત્યાં “સમેદશીખરમાં થઈ ગયું છે, એક જણાએ મોટું લખાણ કર્યું છે કે, કર્મથી આ વિકાર થાય છે, કર્મથી થાય છે. એટલે? એ કર્મ નિમિત્ત થઈને આવે છે. એમ કે, કર્મ નિમિત્ત થઈને જ્યાં આવ્યું તો વિકાર કરવો જ પડે. એ નિમિત્ત થઈને આવે છે તો નિમિત્ત કરાવે જ છે, એમ કહે છે. પણ નિમિત્તને તો અડતોય નથી ને અહીં પણ નિમિત્તને અડતું નથી. અજ્ઞાની પણ નિમિત્તને અડતો નથી પણ પોતાની પર્યાયમાં પોતાના સ્વભાવનું ભાન નથી, હું જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છું, એવી ખબર નથી તેથી પર્યાયષ્ટિમાં વિકારરૂપ પરિણમવું, વ્યાપ્ય-વ્યાપક થઈને અજ્ઞાની Page #235 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૩ પોતે કરે છે. આહાહા..! સમજાય છે કાંઈ? જુઓ! રાગાદિ અશુદ્ધ પરિણમન,...' વિદ્અનુાં”. વિદ્અનુાં” નામ ચેતનારૂપ એમ લેવું છે. ‘વિ-અનુમાં”. જ્ઞાનને અનુસરીને થયો છે એટલે આત્માને અનુસરીને થયો છે, કોઈ કર્મને અનુસરીને થયો છે એમ નથી. આહાહા..! આવું બધું હવે... કેટલી અપેક્ષાઓ! એમેય છે. વિકારનો આશ્રય આત્મા છે એમ પણ આવે છે. પ્રવચનસાર’. પંડિતજી’! અહીં તો બધી વાત થઈ ગઈ છે. છે, કઈ ગાથા છે ખબર છે? ગાથા કંઈ યાદ રહે છે? હૈં? ૧૦, બસ, લ્યો, જુઓ! સ્વ-આશ્રયભૂત વસ્તુના અભાવમાં (અર્થાત્ પોતાને આશ્રયરૂપ જે વસ્તુ તે ન હોય તો) નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.’ એ સ્વનો આશ્રય છે, એમ. રાગના પરિણામને સ્વનો આશ્રય છે. આશ્રયનો અર્થ એનામાં થાય છે તેથી એનો આશ્રય છે એમ કહ્યું. સંસ્કૃત ટીકા છે ને? સમજાય છે કાંઈ? આહાહા..! સ્વ-આશ્રય છે. ‘કારણ કે સ્વ-આશ્રયભૂત વસ્તુના અભાવમાં નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.’ પરિણામથી જુદી વસ્તુ જોવામાં આવતી નથી. પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. જુઓ! ત્યાં લીધું છે. એને સ્વ-આશ્રય છે. પોતાનો આશ્રય છે. આથી પણ બીજો શબ્દ છે. અહીં કીધું ને? કોણ જાણે ક્યાં હશે? બીજો શબ્દ ચોખ્ખો છે. મૂળ સંસ્કૃત પાઠ છે. આહાહા..! શું કહ્યું એ? ૨૨૧ વિકારી પરિણામ કોઈ ૫૨ને આશ્રયે નથી થતા, એમ ત્યાં કહે છે. સ્વ આત્માને આશ્રયે થાય છે. આત્મામાં થાય છે માટે આત્માના આશ્રયે થાય છે, એમ કહ્યું. કોઈ એમ કહે કે, આત્માનો તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. તેના આશ્રયે વિકાર કેવી રીતે થયો? તેનો અર્થ અહીંયાં એવો ન લેવો. અહીં તો આત્મામાં આત્માને કા૨ણે થાય છે માટે આત્માના આશ્રયે થાય છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા..! ઇ કાઢજો બપોરે. ભાઈ! ચોખ્ખો ‘આશ્રય’ (શબ્દ) છે. બતાવ્યું હતું, નહિ? પંડિતજી! એમ કે, વિકારનું કારણ પણ આત્મા જ છે, આશ્રય છે. એમ છે. કેટલામી ગાથા છે? હેં? સમજાણું કાંઈ? અહીંયાં જે લેવું છે એ તો તે કાળે જ્યાં સુધી સ્વરૂપની દૃષ્ટિ, શુદ્ધ સ્વભાવ પૂર્ણ પવિત્ર ત્રિકાળ એની દૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી પર્યાયમાં લક્ષમાં અસ્તિપણું તો ત્યાં છે, અહીંયાં (સ્વભાવમાં) અસ્તિપણાની દૃષ્ટિ તો છે નહિ. સમજાય છે કાંઈ? સમ્યક્દષ્ટિને તો અસ્તિત્વ વસ્તુ અંદર પૂર્ણ છે તેની દૃષ્ટિ પ્રતીતિમાં છે. તેથી પૂર્ણ અસ્તિત્વ છે તે અસ્તિત્વની પ્રતીતના જ્ઞાનના, ભાનમાં ક્ષણિક વિકૃત (ભાવ) છે તેનો તે કર્તા થતો નથી. પણ અહીંયાં તો તે કાળે તેનું અસ્તિત્વ જે ત્રિકાળ શુદ્ધ છે તેની તો ખબર નથી. આહાહા..! તો તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ જ છે તો રાગ અને પુણ્ય, પાપ, વિકલ્પનો કર્તા તે થાય છે. તે કાળે. જ્યાં સુધી પોતાનું પૂર્ણ અસ્તિત્વ દૃષ્ટિમાં આવ્યું નથી ત્યાં સુધી એટલા અસ્તિત્વમાં રાગનો કર્તા, પુણ્ય-પાપનો કર્તા અન્નાની થાય છે. આહાહા..! શું થાય? પ્રભુ! ભગવાનનો માર્ગ એવો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કલશામૃત ભાગ-૬ એક કોર પેલા “રતનચંદજી' એવો દાખલો આપે કે, જુઓ! બે વિના ન થાય. ઈ જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે. હળદર ને... હળદર... હળદર કહે છે ને? હલદી. હળદર અને ખાર બે મળે તો લાલ રંગ થાય, એવો પાઠ છે. લાલ, લાલ સમજ્યા? ફટકડી અને હળદર બે મળીને લાલ થાય છે. તો એમ કે, ભગવાન આત્મા અને કર્મ બે મળીને વિકાર થાય છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, ભાઈ! તું એમ પકડી લે કે એને કારણે થયો છે તો એમ નથી). આહાહા! શું થાય? નીવચ્ચે વ વર્ષ તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી...” બે ઠેકાણે તે કાળે’, ‘તે કાળે' (શબ્દ) મૂક્યા છે. જ્યાં સુધી તેને સ્વભાવની દૃષ્ટિ – સમ્યગ્દર્શન થયું નથી ત્યાં સુધી તેની પર્યાયબુદ્ધિ રાગનું જ અસ્તિત્વ ભાસે છે. પૂર્ણ અસ્તિત્વનું ભાન નથી તો આ અસ્તિત્વ આવડું ભાસે છે. તે કારણે જીવ જ પોતે રાગ અને દ્વેષનો કર્તા થાય છે. છે? તેથી “જીવનું કરેલું છે. જુઓ! આહાહા.! જીવનું કરેલું છે નામ જીવની પર્યાયમાં જીવે કર્યું છે, એમ. સમજાય છે કાંઈ? દ્રવ્ય તો ધ્રુવ શુદ્ધ ત્રિકાળ છે. સમજાય છે કાંઈ? જ્ઞાનમાં જીવ ધ્રુવતાની ખબર નથી તો પર્યાયમાં અજ્ઞાનથી જ્ઞાન વ્યાપક થઈને-કર્તા થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થાય છે, તેનું કર્મ થાય છે. આહાહા.! આવું છે, ભગવાના શા કારણથી?”“વત્ પુનઃ જ્ઞાતા ન જુઓ! જે જાણે તે ભૂલે, એમ કહે છે. આહાહા.! પુદ્ગલમાં જાણવું ક્યાં થાય છે? જાણે તો ભૂલે. જાણનારો ભૂલે છે, જડ શું ભૂલે? આહાહા.! સમજાય છે કાંઈ? એ “પુનઃ જ્ઞાતા ન “કારણ કે પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, આહાહા! અને “રાગાદિ પરિણામ ચેતનારૂપ છે.” આહાહા...! કહો! પુણ્ય-પાપ, કામ, ક્રોધના ભાવ, દયા, દાનના ભાવ એ ચેતનારૂપ છે. હવે એક કોર આમ કહે. કઈ અપેક્ષા છે? એ ચેતનાની પર્યાય-કર્મચેતના, કર્મફળચેતના ચેતનાની પર્યાય છે. સમજાય છે કાંઈ? આહાહા...! જ્ઞાનચેતના, કર્મચેતના, કર્મફળચેતના. જ્ઞાનચેતના તો જ્ઞાનીને જ હોય છે. સમજાય છે કાંઈ અને કર્મચેતના, કર્મફળચેતના સમકિતીને ગૌણરૂપે હોય છે પણ તેનો તે કર્તાભોક્તા નથી. પરમાર્થે, હોં! સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ. પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. એ તો કહ્યું ને? અનંત નયોમાં વ્યાપક. કર્તા પોતે, અધિષ્ઠાતા–પોતે સ્વામી છે. એ અપેક્ષાએ પર્યાયનું જ્ઞાન કરાવવા, સમકિતીને પણ પરિણમનમાં જેટલો રાગ છે તેનો તે કર્તા અને એટલો ભોક્તા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અનંત નયોનો સમુદાય એવું શ્રુતપ્રમાણ, એ શ્રુતપ્રમાણથી આત્માનો અનુભવ કરે છે તેમાં પ્રમેય–આખું શુદ્ધ દ્રવ્ય પ્રમેય થઈ જાય છે અને તે પ્રમેયમાં પણ શ્રુતપ્રમાણમાં વિકારી, અવિકારી પર્યાય પણ પ્રમેય થઈ જાય છે. સમજાય છે કાંઈ? આહાહા...! આવી વાત હવે. પ્રવચનસાર’ ૪૭ નયની વાત છે. જ્યાં શક્તિનું વર્ણન ચાલ્યું, ૪૭ શક્તિ, ત્યાં વિકારની વાત નથી. શક્તિના વર્ણનમાં વિકારી પર્યાય તેમાં છે જ નહિ. કેમકે શક્તિ છે, સ્વભાવ છે અને તેનો સ્વભાવવાન બેયના Page #237 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૨૩ પરિણમનમાં વિકાર છે જ નહિ. ત્યાં શક્તિના પરિણમનમાં વિકાર અને વિકારનો જાણનારો એમ પણ નથી લીધું. ત્યાં તો નિર્મળ પર્યાય ક્રમસર થાય છે અને નિર્મળ ગુણ અક્રમ કાયમ રહે છે. ક્રમ, અક્રમ શબ્દ ત્યાં વાપર્યો છે, શરૂઆતમાં શક્તિનું વર્ણન કરતા પહેલાં. ક્રમમાં પણ નિર્મળ પર્યાય, અક્રમમાં નિર્મળ ગુણ. ૪૭ શક્તિના વર્ણનમાં ત્યાં ક્રમમાં વિકારી પર્યાય લીધી જ નથી. કેમકે શક્તિનું વર્ણન દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતાથી છે અને નયનું વર્ણન જ્ઞાનની પ્રધાનતાથી છે. આહાહા...! સમજાય છે કાંઈ? ક્રમ-અક્રમ ત્યાં નિર્મળ પરિણતિનો ક્રમ લેવો. આહાહા...! આટલી વાતું હવે ક્યાંની ક્યાં? સમજાય છે કાંઈ? અહીં તો અનેકવાર વાત થઈ ગઈ છે. સમજાય છે કાંઈ? બધું પુસ્તકમાં છપાઈ ગયું છે. ત્યાં (નયના અધિકારમાં) તો બીજી વાત કહેવી છે કે, પરિણતિમાં રાગાદિ છે પણ છતાં કર્તા પરિણામ અને ભોક્તા પરિણામ મને થાય છે, આખા શ્રુતપ્રમાણમાં, પણ તેનું લક્ષ આખા દ્રવ્યને પણ જાણે છે, ગુણને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. અહીં તો એકલી પર્યાયને જાણનારા અજ્ઞાનીની વાત ચાલી છે. આહાહા.! સમજાય છે કાંઈ? એમને એમ કહી દે કે, વિકાર થાય છે તે અમારામાં નથી, કર્મથી વિકાર થયો છે. અરે. જ્ઞાનીને પણ વિકાર થાય છે તે પોતાના અપરાધથી થાય છે, કર્મથી નહિ. આવ્યું છે ને? પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે આહારક શરીર બંધાય તે ભાવને અપરાધ કહ્યો છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય'. તે તો સમકિતી છે. તીર્થંકર ગોત્ર બંધાય, એવો વિકલ્પ આવે તે તો સમકિતીને હોય, મિથ્યાદૃષ્ટિને એ હોતું જ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! ત્યાં તો એમ કહ્યું છે કે, એ અપરાધ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. સમકિતીનો અપરાધ છે. આહાહા.! આહારક શરીર અને તીર્થંકર ગોત્ર કોઈ મિથ્યાષ્ટિ બાંધતા નથી. ત્યાં તો આહારક શરીર, તીર્થકર ગોત્ર લીધું છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં. આ શું છે? કે, અપરાધ છે. આહાહા.. એક બાજુ કહે કે, રાગનો કર્તા જ્ઞાની નથી. એક બાજુ કહે કે, એ અપરાધ જ્ઞાનીનો છે. કઈ અપેક્ષા છે? પ્રભુ! કરવાલાયક છે એમ કરીને કર્તા નથી, પણ પરિણમન છે તે અપેક્ષાએ કર્યા છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ ગંભીર બહુ, ભાઈ! વીતરાગનો માર્ગ. આહાહા...! શા કારણથી?”“પુઃિ જ્ઞાતિ ન “રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો–પાકો કરે છે. કહેલા ભાવને ગાઢો, નક્કી પાકો કરે છે. “ર્મ અવૃત્ત ન “રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ....' કાર્ય છે. તો કાર્ય ક્રિયા વિના હોતું નથી. આહાહા.. જેમ... છે ને? ઘટપટનો દાખલો આપ્યો છે. જુઓ! “અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી,” વિકાર કોઈના કર્યા વિના થયો છે એમ પણ નથી. આહાહા. “કોઈથી કરાયેલો હોય છે. કેમકે કાર્ય છે. વિકાર પુણ્ય-પાપ, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કલશામૃત ભાગ-૬ દયા, દાન, કામ, ક્રોધ આદિ કાર્ય છે. તો કાર્ય કર્યા વિના હોતું નથી. આહાહા...! સમજાય છે કાંઈ કોઈથી કરાયેલો હોય છે. કાર્ય છે ને? “એવો છે શા કારણથી?’ જુઓ! આવ્યું. જોયું? “ાર્યત્વતિ. એ કાર્ય છે, વિકાર એ કાર્ય છે. તો કર્યા વિના કાર્ય હોતું નથી. કરનારા વિના કાર્ય હોતું નથી. સમજાય છે કઈ? આહાહા.! અરે.! એક એક પદમાં કેટલું ભર્યું છે, જુઓનેઓહોહો. કંઈક અંદરથી કાઢી શકાય એનો પાર ન મળે. એટલી અંદર ગંભીરતા ભરી છે, હોં! સંતોની વાણી છે ને આહાહા.! ચારિત્રવંત. સ્વયં પ્રચુર સ્વસંવેદન, આનંદના વેદનમાં પડ્યા છે. એમને વિકલ્પ આવ્યો તેના પણ કર્તા નથી. એક અપેક્ષાએ પરિણમન છે તો જ્ઞાનદૃષ્ટિથી કર્તા છે. આહાહા...! અહીંયાં તો અજ્ઞાનીની વાત ચાલે છે. વિકાર એ કાર્ય છે ને? વિકાર પરિણામ એ કાર્ય છે કે અકાર્ય છે? પર્યાય છે એ તો કાર્ય છે. ચાહે તો નિર્મળ પર્યાય હો એ પણ કાર્ય છે અને મલિન પર્યાય હો એ પણ કાર્ય છે. સમજાય છે કઈ? તો વિકારી પર્યાય કાર્ય છે તો કર્યા વિના કાર્ય થતું નથી. આહાહા...! જુઓ. દૃષ્ટાંત આપ્યો છે. જુઓ! “એવો છે શા કારણથી? કારણ કે ઘડાની જેમ ઊપજે છે...” જુઓ. જેમ ઘટ કાર્ય છે. માટી કાર્ય નથી, પણ ઘટ તો કાર્ય છે. એમ વિકાર કાર્ય છે. ઘટ કાર્ય છે તો કર્યા વિના ઘડો થતો નથી. માટી કર્તા છે, પર્યાય એની અને ઘટ કાર્ય છે. કુંભાર કર્યા છે એમ નહિ. એ તો ૩૭ર ગાથામાં આવ્યું ને? “સમયસાર' ૩૭૨ (ગાથા). અમે તો કુંભારે ઘડો કર્યો એમ દેખતા નથી. “અમૃતચંદ્રાચાર્ય (કહે છે), ઘડો તો માટીથી થયો છે એમ અમે તો જોઈએ છીએ. આહાહા.! સમજાય છે કાંઈ? ૩૭ર ગાથા છે, ટીકામાં છે. આહાહા.. અમે તો જોતા નથી કે ઘડો કુંભારે કર્યો છે. છે અહીંયાં “સમયસારી ગુજરાતી છે. ૩૭૨ છે. કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઊપજે છે. આહાહા...! જુઓ! “માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે...” શું કહ્યું? જુઓ! માટીના સ્વભાવથી ઊપજે છે. આહાહા...! માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે દ્રવ્યના) પોતાના સ્વભાવને દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ.. આહાહા..! માટીની પર્યાય, માટી. ધ્રુવપણું તો ભેગું લીધું છે. માટી પોતે ઘડાની કર્તા છે, કુંભાર કર્તા છે એમ અમે તો જોતા નથી. છે? અંદર છે, હોં “સ્વપરિણામપળો માનાનિ વિ નિમિત્તભૂતકવ્યાન્તરવમાનોત્પત્તેિ. અહીં તો યાદ આવે ત્યારે વાત આવે. અહીં એ કહ્યું, જુઓ! કારણ કે ઘડાની જેમ ઊપજે છે...” ઘડો કાર્ય છે. તો કાર્ય કર્યા વિના હોતું નથી. માટી કર્તા છે અને ઘડો કાર્ય છે. કુંભાર કર્યા છે અને ઘડો કાર્ય છે એમ છે નહિ. સમજાય છે કાંઈ? કેમ? કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે...” Page #239 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૨૫ કાર્ય સિદ્ધ કરવું છે ને? ઊપજે અને વ્યય, ઊપજે અને વ્યય, ઊપજે અને વ્યય એ કાર્ય છે. ધ્રુવ ભિન્ન છે. ઊપજે અને વિણસે એ કાર્ય છે તો કાર્ય કર્યા વિના હોતું નથી. તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂ૫) છેતેથી પ્રતીતિ એવી છે કે વિકાર કાર્યરૂપ છે. આહાહા! સમજાય છે કાંઈ? આ તો ન્યાયનો વિષય છે, ભઈ! જરી સૂક્ષ્મ તો પડે એવું છે. શું કરે? લોજીકથી, ન્યાયથી વાત સિદ્ધ કરી છે પણ એણે સમજવું પડશે કે નહિ? તથા...” “તત્ નીવપ્રત્યો: યોઃ વૃતિઃ ન” “રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન ચેતનદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય એવાં બે દ્રવ્યોનું કરતૂત નથી.” લ્યો, ઠીકા જયસેનાચાર્યદેવની ટીકામાં એમ કહ્યું કે, કર્મ અને આત્મા બે થઈને કાર્ય થાય. ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું, નિમિત્તનું. બાકી એનાથી કાંઈ થતું નથી. ભાઈએ સિદ્ધ કર્યું હતું પણ અમારે તો તે દિ ચર્ચા થઈ હતી. ૨૧ વર્ષ પહેલા, “વર્ણજીની સાથે. નિમિત્તનું બિલકુલ કાંઈ કરતું નથી. તે વખતે તેઓ ન માન્યા. નહિ, એકાંત થઈ જાય છે. કોઈ વખતે નિમિત્ત પણ કરે છે. હમણા કૈલાસચંદજીએ પ્રસિદ્ધ કર્યું છે, “સોનગઢવાળા નિમિત્ત નથી માનતા એમ નથી પણ નિમિત્ત પરમાં કંઈ કરે છે એમ નથી. ક્રમબદ્ધ અને નિમિત્ત તે દિથી વિરુદ્ધ હતું, “વર્ણજીની શૈલીથી. એ પણ તે દિ તો બેઠા હતા. પણ એ વખતે આ વાત હતી નહિ. પછી વિચાર કરતા એને બેસી ગઈ કે, ક્રમબદ્ધ તો લાગે છે. દરેક દ્રવ્યની અવસ્થા જે સમયે જ્યાં થવાની ત્યાં થવાની, ક્રમસરા હાર... હાર. લ્યો, આ ક્રમબદ્ધનું આવ્યું. કોણે પૂછ્યું હતું? “ચેતનજી'! રાત્રે ક્રમબદ્ધનું કો’કે કહ્યું હતું ને? ભાઈ, “નવલચંદભાઈ! ક્રમબદ્ધનું આવ્યું નહોતું, તમે કહેતા હતા ને? પણ પહેલા થોડું આવી ગયું છે. રાત્રે કહ્યું હતું. મોતીનો હાર છે. ૯૯ ગાથામાં દાખલો છે. પ્રવચનસાર ૯૯ ગાથા. મોતીનો હાર છે તેમાં જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં તે તે મોતી છે. એમ આત્મદ્રવ્યમાં જ્યાં જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં તે કાળે તે પર્યાય ક્રમબદ્ધ છે. આહાહા....! સમજાય છે કાંઈ? છએ દ્રવ્યની ક્રમબદ્ધપર્યાય છે, પણ એ ક્રમબદ્ધપર્યાયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. ભગવાનના દરેક શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે). ક્રમબદ્ધપર્યાયમાં વીતરાગતા ક્યારે થાય? દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડે છે, સત્ય સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય તેને સાચો થયો. કબુદ્ધિ નાશ થઈ ગઈ. સમજાય છે કાંઈ? ક્રમબદ્ધ-જે સમયે જે પર્યાય) થનારી છે તે જ થશે, દરેક દ્રવ્યમાં. ત્યાં કર્તબુદ્ધિ ઊડી ગઈ. હું કરું તો થાય, હું કરું તો થાય એવી બુદ્ધિ ઊડી ગઈ, જ્ઞાતા બુદ્ધિ થઈ ગઈ. આહાહા.! જાણન-દેખન હું છું એવી બુદ્ધિ થઈ તેને ક્રમબદ્ધનું સાચું જ્ઞાન છે. કેમકે તેને કર્તા બુદ્ધિ નાશ પામી છે. અને આમ ને આમ ક્રમબદ્ધ. ક્રમબદ્ધ કહીને, હું કરું, હું કરું એમ રહે તો ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો છે જ ક્યાં? આહાહા...! અહીંયાં એ કહે છે, જુઓ! બે દ્રવ્યોનું કરતૂત નથી.’ આહાહા.! “ચેતનદ્રવ્ય અને Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કલશામૃત ભાગ-૬ પુદ્ગલદ્રવ્ય એળાં બે દ્રવ્યોનું કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે–કોઈ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે.' એ તો દ્વિક્રિયાવાદી થઈ ગયો. આવે છે ને દ્વિક્રિયાવાદી? દ્વિક્રિયાવાદી (અર્થાત્) એક દ્રવ્ય પોતાની પણ ક્રિયા કરે અને પરની પણ કરે. એ મિથ્યાદૃષ્ટિ છે. સમાધાન આમ છે કે બન્ને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ-નિમિત્તમાત્ર પુગલકર્મનો ઉદય છે...' આહાહા..! નિમિત્ત એમ પણ ન કહ્યું, નિમિત્તમાત્ર! એક પદાર્થ) છે એમ, બસ! આહાહા..! શાસ્ત્રમાં એમ આવે, જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન અવાયેલું છે. લ્યો! જ્ઞાનાવરણીય નામ પડ્યું છે. કર્મ કેવું છે? કે, જ્ઞાનાવરણીય (અર્થાત્) જ્ઞાનને આવરણ. એ તો નિમિત્તનું કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી તો આવરણ કરે કેવી રીતે? સમજાય છે કાંઈ? આહાહા..! ચાર ઘાતિકર્મ, એમ આવે છે ને? ઘાતિકર્મ નામ આવે છે ને? તો કર્મ ઘાત કરે છે ને? પદ્રવ્ય ૫૨નો ઘાત કરે છે કે નહિ? ઘાતિકર્મ આવે છે ને? એ તો પોતાથી ભાવઘાતિ પરિણમન કરે છે. પ્રવચનસાર’ની સોળમી ગાથામાં છે—સ્વયંભૂ, સ્વયંભૂ સોળમી ગાથામાં છે. દ્રવ્ય અને ભાવ બે ઘાતિકર્મ છે. પાઠ છે ને? ભાઈ! પ્રવચનસાર' સોળમી ગાથા. ભાવઘાતિ. પોતાની પરિણતિ પોતાથી ઘાત કરે છે ત્યારે ઘાતિકર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા..! અરે..! શું થાય? ભાઈ! અહીં તો આટલું બધું યાદ શી રીતે રહે? કેટલા પડખાં આમાં પાડવા. ભાઈ! એને અભ્યાસ તો કરવો પડે ને? સત્ય સત્ય છે. સત્યના શોધકને સત્યનું સ્વરૂપ શું છે એનો નિર્ણય તો કરવો પડે ને? એકાંત માની લે, કંઈનું કંઈ માની લે તો ગોટા ઊઠે. આહાહા..! બાહ્ય કારણ–નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે;...' જુઓ! આહાહા..! અંતરંગ કારણ તો જીવ પોતે છે. પેલી તો નિમિત્તમાત્ર બીજી ચીજ છે. એ કંઈ એને પરિણમાવતી નથી. આહાહા..! મોટો વાંધો, કર્મનો મોટો વાંધો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઘાતિકર્મ છે, એવો પાઠ નથી? અને નામકર્મ પ્રકૃતિમાં નથી આવતું? ઓલું શું કહેવાય? હૈં? આપઘાત, પરાઘાત નામકર્મની પ્રકૃતિ આવે છે. પરઘાતિ અને બીજું શું? ઉપઘાત. બે પ્રકૃતિ છે. ૧૯૩ નામકર્મની પ્રકૃતિ બે છે ને? એમાં ઉપઘાત પ્રકૃતિ છે અને એક પરઘાત પ્રકૃતિ છે. ઉપઘાત પોતાથી થાય છે અને પરઘાત પરથી ઘાત થાય છે. બે પ્રકૃતિ છે–ઉપઘાત, ૫૨થાત. એ તો નિમિત્ત પ્રકૃતિ છે, એમ. ઘાત તો પોતાથી પર્યાયનો થાય છે ત્યારે પ્રકૃતિને નિમિત્ત કહેવામાં આવે છે. શું થાય? પ્રભુ! એવો માર્ગ છે. અરે..! આહાહા..! આ ભવભ્રમણ એને અનંતકાળથી ટળતું નથી. એને ટાળવાનો ઉપાય તો આ છે. અંદર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે એની પરિણતિનો કર્તા સ્વતંત્ર છું, વિકા૨પણે પણ હું અને અવિકા૨પણે પણ હું. એ વખતની વાત છે, હોં! એકલા વિકા૨૫ણે (પરિણમે) છે એ તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! સમજાય છે કાંઈ? છે? Page #241 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૨૭ “અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે. હવે અહીંયાં વિભાવરૂપ પરિણમે છે તો કેટલાકને પ્રશ્ન થયો કે, વિભાવિકશક્તિ છે તો વિભાવરૂપ પરિણમે છે કે નહિ? વિભાવિકશક્તિ (એટલે) વિભાવરૂપે પરિણમે છે માટે વિભાવશક્તિ કહી છે એમ નથી. વિભાવશક્તિ તો ચાર દ્રવ્યમાં નથી એ અપેક્ષાએ વિશેષભાવરૂપ વિભાવરૂપ શક્તિ એમ કહ્યું છે, પણ વિભાવશક્તિ છે માટે વિભાવરૂપ પરિણમે, એમ નથી. સમજાય છે કાંઈ? કારણ કે વિભાવશક્તિ તો સિદ્ધમાં પણ છે. શક્તિ ક્યાં જાય? એ તો ગુણ છે. જેમ જ્ઞાનગુણ છે તેવો વિભાવગુણ છે. ગુણનો અર્થ ચાર દ્રવ્યમાં નથી અને આ વિશેષભાવ છે માટે વિભાવ (કહ્યું). આહાહા.. અહીં એ કહ્યું. “જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે. પર્યાયમાં. એ વિભાવશક્તિને કારણે નહિ. પર્યાયમાં વિભાવરૂપ પરિણમવાની યોગ્યતાથી પોતાથી વિભાવરૂપ પરિણમે છે. આહાહા.! સમજાય છે કાંઈ? તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી.” આહાહા.! વિકારનું કર્તાપણું જીવને ઘટે છે. કર્મથી વિકાર થાય છે એ બિલકુલ ખોટી વાત છે. સમજાય છે કાંઈ મોટી ચર્ચા થઈ હતી. (સંવત) ૧૯૭૧ની સાલ. દીક્ષિત થયા પછી બીજું વર્ષ. લાઠી”માં ચોમાસું હતું. મોટી ચર્ચા થઈ. વિકાર થાય છે એ કર્મ છે તો વિકાર થાય છે ને? પ્રશ્ન ઊઠ્યો હતો, મોટો પ્રશ્ન હતો. (સંવત) ૧૯૭૧. ઘણા વર્ષ થઈ ગયા. ૬૩ વર્ષ પહેલાની વાત છે. તો કહ્યું કે, બિલકુલ ખોટી વાત છે. શ્વેતાંબરમાં ભગવતીસૂત્રમાં એક પાઠ છે, એ વખતે વાંચતા હતા. ૧૬,૦૦૦ શ્લોક છે, સવા લાખ સંસ્કૃત ટીકા છે, બધી જોઈ છે. એ વખતે વાંચતા હતા. પહેલાવહેલા શરૂઆતમાં–૧૯૭૧. એમાં આવ્યું હતું કે, સંશય પોતાથી થાય છે, કર્મથી નહિ. તો એ ચર્ચા મેં બહાર મૂકી કે, જુઓ! મિથ્યાત્વનો કે રાગનો વિકાર થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, કર્મથી નહિ સ્થાનકવાસી, શ્વેતાંબર, દિગંબરમાં બધામાં એ ચાલે છે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. બધું ખોટું છે. વિકાર પોતાની પર્યાયમાં તે કાળે પોતાની યોગ્યતાથી પોતાના કારકોથી કરે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર કરે છે અને સુલટા પુરુષાર્થથી નાશ કરે છે. બીજી વાત નિમિત્તમાત્ર ગમે તે હો. આહાહા.! વિરોધ કર્યો હતો, એક શેઠ હતા, દામોદર શેઠ હતા, “દામનગર. ગૃહસ્થ હતા, એમણે વિરોધ કર્યો હતો. મેં કહ્યું), ગમે તે કહો, અમારી તો જે વાત હોય તે ફરતી નથી. સમજાય છે કાંઈ? શેઠ હતા. એ વખતે તો દસ લાખ રૂપિયા બહુ કહેવાતા હતા ને? હવે તો કરોડોપતિ ઘણા પડ્યા છે. તે દિ તો દસ લાખ, સાંઈઠ વર્ષ પહેલા. ચાલીસ હજારની પેદાશ હતી. ચાલીસ હજારની. તે વખતે ક્યાં એટલા બધા ગૃહસ્થ હતા? દામોદર' શેઠ “દામનગર'. મુમુક્ષુ :- આખું દ્રવ્ય વિકારી થઈ જાય છે? ઉત્તર :- બિલકુલ નહિ, પર્યાયમાં વિકાર થાય છે. એ તો એ ભાઈ રતનચંદજી) Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કિલશામૃત ભાગ-૬ કહે છે. હું મુમુક્ષુ :- પ્રવચનસાર' ૯ ગાથામાં લખ્યું છે. ઉત્તર :- ના, ના. બિલકુલ લખ્યું નથી. રતનચંદજી એમ કહે છે કે, વિકાર પર્યાયમાં શુભ થાય તો આખું દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. બિલકુલ ખોટી વાત છે. દ્રવ્ય તો જેવું છે તેવું જ રહે છે. પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધ થાય છે. “રતનચંદજી ઈ કહે છે, પર્યાયમાં અશુદ્ધતા થાય છે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ થઈ જાય તો પછી શુદ્ધતા આવી ક્યાંથી? દ્રવ્ય ત્રણકાળમાં અશુદ્ધ થતું જ નથી, ત્રણકાળમાં થતું નથી. મુમુક્ષુ :- અશુદ્ધદ્રવ્યાર્થિકનયે દ્રવ્ય અશુદ્ધ કહેવાય છે. ઉત્તર :- એ અશુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે, પર્યાયની અશુદ્ધતાથી. છે, અગિયારમી ગાથામાં છે, બારમી ગાથામાં છે. આહાહા. બારમી ગાથામાં છે. એમ કે, અશુદ્ધપણે દ્રવ્ય પરિણમે છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તે જાણવાલાયક છે. વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. તાત્વે પ્રયોજનવાન છે. સંસ્કૃત છે. અહીં એ કહ્યું કે, મુગલકર્મને કર્તાપણું ઘટતું નથી, કારણ કે.” “જ્ઞાયા: પ્રવૃતેઃ સ્વાર્થનમુમાવાનુષ ’ અચેતનદ્રવ્ય જો કર્તા હોય તો અચેતનદ્રવ્યને ભોક્તાપણાનો પ્રસંગ આવે છે. કર્તા હોય તે ભોક્તા હોય. જડને તો ભોક્તાપણું છે નહિ. આહાહા...! સુખ-દુઃખનો ભોક્તા જડ છે નહિ. સુખ-દુઃખનો, હોં! કર્તા અને ભોક્તા બેય છે. કર્મમાં જડમાં પણ કર્તા-ભોક્તાપણું છે. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં છે. નાખ્યું છે, આપણે બધું નાખ્યું છે. “તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આવે છે). પુદ્ગલ પરમાણુ પણ ભોક્તા છે. એ વ્યય ભોગવાય છે ને? વ્યય. ભોક્તા છે, કર્તા છે. આહાહા.! ‘તત્ત્વાર્થ રાજવાર્તિકામાં છે. એ તો બધું જોયું હતું, સંપ્રદાયમાં જોયું હતું. એમાં પણ બધા દિગંબર શાસ્ત્ર જોયા હતા. દૃષ્ટાંત ક્યાંક આપ્યું હતું. કોઈ ઠેકાણે આપ્યું હશે. અહીંયાં કહે છે કે, દ્રવ્ય જે ભાવનો કર્તા થાય છે, તે દ્રવ્યનો ભોક્તા પણ થાય છે. જો કર્મ કર્તા હોય તો કર્મએ ભોગવવું પડશે. તો એ કર્તા નથી. આહાહા...! “આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે; પરંતુ બંને ભોક્તા તો નથી.” આહાહા...! એમ છે નહિ. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય. અજ્ઞાનપણાની વાત છે. “પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતનપરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે,...” ચોખ્ખા શબ્દ છે. એકલો જીવ અજ્ઞાનપણે વિકારનો કર્તા થાય છે. સમજાય છે? અને ભોક્તા પણ છેઆ જ અર્થને વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #243 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૩ ૨૨૯ મહા સુદ ૩, શુક્રવાર તા. ૧૦-૦૨-૧૯૭૮. કળશ-૨૦૩, ૨૦૪ પ્રવચન–૨૨૮ આપણે અહીં સુધી ચાલ્યું છે). વળી આ અર્થને ગાઢો–પાકો કરે છે-' છેલ્લી છસાત લીટી છે, લીટી એટલે પંક્તિ. ૨૦૩ કળશની છેલ્લી પાંચ-છ લીટી છે. “ પચા પ્રકd: વૃતિઃ ન “એકલા પુદ્ગલકર્મનું કરતૂત નથી.” રાગ અને વિકાર પુણ્ય-પાપના થાય છે એ એકલું પુદ્ગલ કરે છે એમ નથી. તેમ બે થઈને કરે છે એમ પણ નથી. એકલો કરે છે એ પહેલા આવી ગયું છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ પરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. કર્મ પુદ્ગલ છે તો વિકાર થાય છે, ઉદય આવે છે તો જીવે વિકાર કરવો જ પડે છે એમ કોઈ માને તો એ મિથ્યાત્વ છે. એવું માને છે) એમ છે નહિ. “ઉત્તર આમ છે કે એમ પણ નથી; એમ છે કે આમ પણ નથી. કર્મથી વિકાર થાય છે એ બિલકુલ ખોટી વાત છે. આહાહા...! “કારણ કે...” “વિર્વતૈનાત “અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે.' એમ. કર્મ છે એ તો જડ અચેતન છે અને વિકાર છે એ તો ચૈતન્યનો ભાવ છે. આહાહા.! “ચંદુભાઈ! અહીં તો એકાંત અજ્ઞાની પણ એમ માને... આવ્યું છે કે પ્રકૃતિમાં ? બધું પ્રકૃતિ કરાવે. જ્ઞાનાવરણીય છે તે જ્ઞાનને ઢાંકે, પરાઘાત છે તે પરને હણે એ બધું પ્રકૃતિમાં આવ્યું છે ને? એટલે કર્મ જ કરાવે. એમ સાંખ્યમતિની જેમ તમારા જેનના માણસો પણ એમ માને તો એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! બધું ઈશ્વર કરાવે, પ્રકૃતિ કરે. એ સાંખ્યમાં તો રજો, તમો અને સત્ત્વ પ્રકૃતિના ગુણ કહે છે. એ પ્રકૃતિના છે, પુરુષ–આત્માના નહિ. એમ જૈનના માણસો પણ ઈ રીતે કોઈ કહે કે, વિકાર તો કર્મનું કાર્ય છે એ ખોટી વાત છે. આહાહા...! “કારણ કે અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે. રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે.” અજ્ઞાની અજ્ઞાન, રાગ, દ્વેષ કરે છે એ અજ્ઞાની પોતે કરે છે, સ્વયે કરે છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. નિમિત્ત કંઈ કરાવતું નથી. આહાહા..! અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે. બિલકુલ કર્થચિત્ અજ્ઞાનપણે કર્તા છે એમ ન માને તેને સમજાવે છે. પછીના શ્લોકમાં આવશે, કથંચિત્ કર્તા અને કથંચિત્ અકર્તા. જ્યાં સુધી અજ્ઞાન, મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી રાગ અને વિકારનો કર્તા છે. આહાહા...! સર્વથા અકર્તા, માનનારો Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કલશામૃત ભાગ-૬ અજ્ઞાની પણ રાગનો કર્તા નહિ માનનારા મિથ્યાદષ્ટિ છે, સાંખ્યની જેમ, એમ કહે છે. (પુદ્દગલકર્મ) અચેતનદ્રવ્ય છે, રાગાદિ તો ચેતનરૂપ (છે). તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે,...’ અચેતન દ્રવ્યના પરિણામ તો અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ નહિ અને આ (રાગાદિ) તો ચેતનરૂપ છે. આહાહા..! એક બાજુ પુણ્ય-પાપના ભાવને પુદ્ગલ કહે, પુદ્ગલના પરિણામ કહે એ કઈ અપેક્ષાએ? એ તો સ્વભાવની દૃષ્ટિ થઈ છે તો સ્વભાવનું વ્યાપ્ય-વ્યાપકપણું સ્વભાવમાં આવ્યું. વ્યાપક સ્વભાવ અને વ્યાપ્ય નિર્મળ અવસ્થા તે વ્યાપ્ય. એમ ગણીને રાગનો કર્તા આત્મા નથી, સ્વભાવદૃષ્ટિવંતને એ રાગ કર્મનું કાર્ય છે એમ કરીને છોડાવી દીધું... આહાહા..! પણ અજ્ઞાની પણ એમ માની લે કે અમારામાં વિકાર થાય છે એ કર્મથી થાય છે તો (એમ નથી). કથંચિત્ કર્તા છે એમ જિનસ્તુતિ છે, જિનવાણી છે. પાઠ છે ને? આહાહા..! એ કચિત્ કર્તાને તો એણે ઊડાવી દીધું. સમજાય છે કાંઈ? સર્વથા અકર્તા છે એ વાત ખોટી છે. અજ્ઞાનભાવે કર્યાં છે અને આત્મજ્ઞાનભાવે અકર્તા છે. આહાહા..! એવી વાત છે. સમજાય છે કાંઈ? અહીંયાં એ કહ્યું, “રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે.' આહાહા..! જ્યાં સુધી મિથ્યાદૅષ્ટિપણું (છે), દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ નથી, આનંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદનું દળ, જ્ઞાનરસકંદ એવી દૃષ્ટિ અનુભવ સમ્યક્ થયો નથી ત્યાં સુધી તો એની દૃષ્ટિ રાગના કર્તાપણામાં છે. એ કર્મથી રાગ થાય છે એમ પણ નહિ અને બે મળીને રાગ થાય છે, ૨ાગ એટલે વિકાર, એમ પણ નહિ. એકલો અજ્ઞાની આત્મા પોતાના અજ્ઞાનભાવથી વિકારનો કર્તા થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ ૨૦૩ (કળશ પૂરો થયો). હવે ૨૦૪. એમાં એ સ્તુતિ આવશે. (શાર્દૂલવિક્રીડિત) कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते । ।१२-२०४ । । ખંડાન્વય સહિત અર્થ :- વસ્તુસ્થિતિઃ સ્તૂયતે’ (વસ્તુ) જીવદ્રવ્યની (સ્થિતિઃ) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા (સ્તૂયતે) જેવી છે તેવી કહે છે. કેવી છે ? ‘ચાદાવપ્રતિવન્ધનવિષયા’ (સ્યાદ્વાવ) જીવ કર્યાં છે, અકર્તા પણ છે' એવું અનેકાન્તપણું, તેની (પ્રતિવન્ધ) સાવધાનપણે Page #245 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૪ ૨૩૧ કરવામાં આવેલી સ્થાપના વડે (નú) પ્રાપ્ત કરી છે (વિનયા) જીત જેણે, એવી છે. શા માટે કહે છે ? “તેષાં વોચ સંદ્ધયે' (તેષામ) જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદૃષ્ટિ જીવોની ( વોચ સંશુદ્ધ) વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ ? “ઉદ્ધતમોહમુદ્રિથયાં' (ઉદ્ધત) તીવ્ર ઉદયરૂપ (મો) મિથ્યાત્વભાવથી (મુદ્રિત) આચ્છાદિત છે (ધિય) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ સમ્યક્ત્વશક્તિ જેની, એવો છે. વળી કેવો છે ? “: ગાત્મા થઈશ્વ વર્તા રૂતિ વૈશ્ચિત્ શ્રુતિઃ વોfપતા' (: માત્મા) ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય (થગ્નિત વર્તા) કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે–(રૂતિ) એ રીતે વૈશ્ચિત્ શ્રુતિઃ) કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી (વરોfપતા) અત્યંત ક્રોધ ઊપજે છે. કેવો ક્રોધ થાય છે ? “તિતાજે અતિ ગાઢો છે, અમિટ –અટળ) છે. જેથી આવું માને છે–ગાત્મનઃ છતાં ફિલ્વા (માત્મન:) જીવને (છતાં) પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું (fક્ષત્પા) સર્વથા મટાડીને (–નહીં માનીને) ક્રોધ કરે છે. વળી કેવું માને છે ? “વ રતિ પ્રવિતર્ય” (“ વ) એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ () રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે (તિ પ્રવિતવર્ય એવું ગાઢપણું કરે છે–પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે ? દત : પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યાદૃષ્ટિ છે. ૧૨-૨૦૪. (શાર્દૂલવિક્રીડિત) कर्मैव प्रवितयं कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२-२०४।। આહાહા. “વત્ત' નામ જીવદ્રવ્યની સ્થિતિ અર્થાત સ્વભાવની મર્યાદા જેવી છે તેવી કહે છે. વસ્તુસ્થિતિ સ્વભાવની મર્યાદા જેવી છે તેવી કહે છે. કેવી છે?’ ચીદાદપ્રતિવર્ધનવિનયાં' “જીવ કર્તા છે, અકર્તા પણ છે. આહાહા.! વિશેષ ખુલાસો કરશે. “કર્તા છે, અકર્તા પણ છે' એવું અનેકાન્તપણું છે, તેની સાવધાનપણે...” “પ્રતિવસ્થા પ્રતિવન્ય’ શબ્દ કહ્યો છે ને? “સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના. યથાર્થપણે જાણીને કરવામાં આવેલી સ્થાપના, તેના વડે “નધિં નામ પ્રાપ્ત કરી છે.” “વિનયાં' “જીત જેણે...” જેનદર્શનમાં જૈનમાર્ગમાં જૈન સમજનાર જ્ઞાની, એ અજ્ઞાનભાવે હું કર્તા હતો એમ માનતો હતો. રાગનો કર્તા હું અજ્ઞાનભાવે હતો. એ રાગનો કર્તા કમ નહોતું. વ્યવહાર રત્નત્રયનો Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કલશામૃત ભાગ-૬ પણ કર્તા હું અજ્ઞાનપણે પરિણમતો હતો ત્યારે કર્તા હતો. એમ કથંચિત્ કર્તા પણ માનું છું. અને સ્વભાવનું ભાન થયું કે, હું તો શુદ્ધ ચૈતન્ય છું, એ વખતે રાગનો અકર્તા થયો. તો કર્તા, અકર્તા બેય સિદ્ધ થઈ ગયા. સમજાય છે કાંઈ? આહાહા.! પર, દ્રવ્યકર્મની વાત અહીંયાં નથી. અહીંયાં તો ફક્ત વિકાર જે અંદર છે તેનો અજ્ઞાનભાવે કર્યા છે, જ્ઞાનભાવે કર્તા નથી. એમ કથંચિત્ કર્તા-અકર્તા બેય લાગુ પડે છે. “ચંદુભાઈ! શું છે? પૂછવું છે? સમજાય છે કાંઈ? કારણ કે એણે વાંચ્યું છે બહુ વાંચે છે બહુ ખુબ વાંચ્યું છે. આહાહા...! એવું અનેકાન્તપણું...” છે. એ અનેકાન્તનો શું અર્થ કર્યો કે, જ્ઞાની પણ કથંચિતુ કર્તા છે અને કથંચિત્ અકર્તા છે એમ નહિ. મિથ્યાદૃષ્ટિ નામ દ્રવ્યના સ્વભાવની જ્યાં દૃષ્ટિ થઈ નથી તો ત્યાં સુધી તો અજ્ઞાની રાગનો કર્યા છે જ, વિકારનો કર્યા છે જ. સમજાય છે કાંઈ? સ્વભાવનું ભાન થયું તો તેને વ્યવહાર રત્નત્રય આવે છે, પણ કર્તા થતો નથી, જ્ઞાતા રહે છે. આહાહા.! એ પણ કર્તા થતો નથી એ કઈ અપેક્ષાએ? કર્તવ્ય તરીકે, કરવા લાયક છે એ અપેક્ષાએ કર્તા નથી, પણ પરિણમનમાં સમકિતીને પણ વ્યવહાર, રાગ થાય છે તો તેને કર્તા હું છું એમ માને છે, એ જ્ઞાનની દૃષ્ટિએ (કહ્યું. કારણ કે જ્ઞાન, પર્યાયને જાણે છે ને? જ્ઞાન દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. દષ્ટિ છે એ તો નિર્વિકલ્પ છે અને નિર્વિકલ્પ સામાન્યને જ વિષય કરે છે. એને પર્યાયનો વિષય નથી, ભેદ નથી. પોતે નિર્વિકલ્પ છે, એનો વિષય નિર્વિકલ્પ અભેદ છે. તેની સાથે થયેલું જ્ઞાન દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. સ્વપપ્રકાશક બેય શક્તિ છે ને? જ્ઞાન જાણે છે કે મારા કર્તવ્ય તરીકે રાગ મારો છે એમ જ્ઞાની માનતો નથી, પણ પરિણમન તરીકે મારું કર્તુત્વ અંદર મારામાં છે એમ જ્ઞાન જાણે છે. સમજાય છે કાંઈ? ૪૭ મયમાં બે નય લીધી છે. કર્તાનય, ભોક્તાનય. ગણધર પણ જ્યાં સુધી છઘ છે ત્યાં સુધી કર્તવ્ય તરીકે જ્ઞાનીને રાગ નથી, કર્તવ્ય તરીકે–કરવા લાયક છે એ તરીકે કર્તવ્ય તરીકે (કર્તા નથી, પણ પરિણમન તરીકે જેટલો રાગ છે તેટલો કર્તા છે, એમ જ્ઞાન જાણે છે. અરે.. આવી વાતું છે. માર્ગ અલૌકિક છે, ભાઈ! આહાહા.! સમજાય છે કાંઈ? ચોદી ‘જીવ કર્તા છે, અકર્તા પણ છે જ્ઞાની કર્તા પણ છે અને અકર્તા છે ઈ અહીંયાં સિદ્ધ કરવું નથી. અહીંયાં તો સામાન્ય રીતે જીવ કર્તા પણ છે અને અકર્તા પણ કઈ રીતે છે (તે સિદ્ધ કરવું છે). “એવું અનેકાન્તપણું, તેની સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના વડે પ્રાપ્ત કરી છે.” “વિનયા’ ‘જીત જેણે....” જૈનદર્શને એ વાસ્તવિક તત્ત્વ કહીને વિજય પ્રાપ્ત કર્યો છે. આહાહા...! શા માટે કહે છે?” “તેષાં વોચ સંશુદ્ધ જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે.” જીવને સર્વથા અકર્તા અજ્ઞાનભાવે પણ અકર્તા કહે છે. સમજાય છે કાંઈ? છે? “સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાષ્ટિ જીવોની.” “વોયર સંદ્વયે “વોયચ્ચે સંદ્ધયે' બોધ Page #247 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૪ ૨૩૩ નામ “વિપરીત બુદ્ધિ છોડાવવા માટે... આહાહા...! “જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ?” “ઉદ્ધતમોહમુદ્રિત થયાં આહાહા...! ત્યાં આવ્યું, જુઓ! “તીવ્ર ઉદયરૂપ મિથ્યાત્વભાવથી...” મુદ્રિત આનંદ ભગવાન સ્વરૂપ પોતે ઢંકાઈ ગયો છે. સમજાય છે કાંઈ? આહાહા...! મુમુક્ષુ – તિરોભાવ અને આવિર્ભાવ... ઉત્તર – એ તો પર્યાયમાં ભાન થયું તો આવિર્ભાવ થયો. ભાન નહોતું તો તિરોભાવ કરવામાં આવતો હતો. એવી વાત છે. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! વિપરીત બુદ્ધિ છોડવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે.” “સંશુદ્ધ છે ને? “કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? “ઉદ્ધતિમોદ મિથ્યાત્વભાવથી આચ્છાદિત છે... “fથયાં થયાં આહાહા.! “થિયા'નો અર્થ–શુદ્ધસ્વરૂપઅનુભવરૂપ સમ્યત્વશક્તિ જેની, એવો છે.' શુદ્ધ ભગવાન પૂર્ણ શુદ્ધ છે, પવિત્ર છે એવા અનુભવરૂપી “ઘ” (અર્થાતુ) બુદ્ધિ. “ઘ” નામ બુદ્ધિ, સમ્યગ્દર્શન નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા. “સમ્યક્ત્વશક્તિ જેની, એવો છે.” શું? ઢંકાઈ ગઈ છે. મિથ્યાત્વભાવથી ઢંકાઈ ગઈ છે. એ કારણે અજ્ઞાની રાગનો કર્તા થાય છે. એ રીતે કર્તા ન માને તો મિથ્યાદૃષ્ટિ છે. મિથ્યાદૃષ્ટિ તો છે જ પણ આ તીવ્ર મિથ્યાદૃષ્ટિ થયો. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે. હું “સમ્યક્ત્વ શક્તિ જેની... “થિયાં, “થિયાં' “ જેને કહે છે. “ નામ બુદ્ધિ. “થિયાં જેની બુદ્ધિ, સમ્યગ્દર્શન ઢંકાઈ ગયું છે, સમ્યગ્દર્શન નથી. “થિયાં એટલે સમ્યગ્દર્શન. મિથ્યાત્વને કારણે બુદ્ધિ ઢંકાઈ ગઈ છે. આહાહા...! સમજાય છે કાંઈ? “વળી કેવો છે?” N: ગાત્મા થગ્વિત્ વર્તા રૂતિ વૈશિ શુતિઃ વોપિતા આહાહા.! “ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય...” ઇ “PS: માત્માની વ્યાખ્યા કરી. “S: ગાત્મા’ આ ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય “શ્વિત કર્તા છે. કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે.” અજ્ઞાનપણે. અજ્ઞાનપણે કથંચિતુ કર્તા છે એમ પણ છોડી દીધું, સર્વથા અકર્તા માને છે એ મિથ્યાષ્ટિ જીવરાશિ છે. સમજાય છે કાંઈ? “અશુદ્ધ ભાવનું કર્તા પણ છે...' એ રીતે કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી.” શું કહે છે? અરે..! જીવ વિકાર કરે? જીવ તો મહા શુદ્ધ પ્રભુ છે ને એ વિકાર કરે? કર્મથી વિકાર થાય છે. એને કહે છે કે, ના, ના. તારાથી થાય છે. (આમ સાંભળે છે તો) કોપ કરે છે. હૈ? મુમુક્ષુ :- આત્મા રાગ કરે? આત્મા કોઈ દિ રાગ કરે? ઈ જ ચાલે છે. ઉત્તર :- ચાલે જ છે ને, ખબર છે ને બધી. પહેલા તો એ ચાલે છે કે, રાગ કર્મ જ કરે છે, કર્મ જ કરાવે. કીધું ને (સંવત) ૧૯૭૧ની સાલમાં ઘણા પ્રશ્ન ઊઠ્યા. સભા મોટી, ૧૯૭૧. ૬૪ વર્ષ થયા. કર્મથી થાય છે, વિકાર કર્મથી થાય છે. બિલકુલ ખોટી વાત છે, કીધું. કર્મ પરદ્રવ્ય છે એ પરદ્રવ્ય જીવને સ્વદ્રવ્યમાં વિકાર કરે? ઉદય તો પરદ્રવ્ય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કલામૃત ભાગ-૬ તેને તો રાગ અડતોય નથી. અડતો નથી એ રાગ કરાવે એમ વાત નથી. સાંખ્યની જેમ માનનારા જૈનને અહીંયાં સમજાવે છે. હૈ? આહાહા...! અજ્ઞાનપણે મિથ્યાષ્ટિપણે પણ વિકારનો કર્તા કર્મ છે, હું નહિ, એમ માનનારાને સમજાવે છે. જેને સંપ્રદાયમાં પડેલા માણસોને સમજાવે છે). સમજાય છે કાંઈ? એમ જ કહે છે ને? પાઠમાં આવ્યું ને? જ્ઞાનાવરણીય કર્મ. ચોખ્ખો પાઠ છે કે નહિ? જ્ઞાનાવરણયી શબ્દ આવ્યો તો જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને આવરણ કરે છે. આવે છે કે નહિ? ઘાતિકર્મ. ઘાતિકર્મ કેમ કહ્યું? ઘાતિ જડ ઘાત કરે છે? ઘાતિકર્મ કહ્યું ને? પણ કઈ અપેક્ષા? પ્રભુ! તને ખબર નથી. ઘાતિકર્મ આત્માની પર્યાયનો ઘાત કરે છે એમ બિલકુલ નથી. સમજાય છે કાંઈ? તારા અજ્ઞાનભાવથી તું તારી પર્યાયમાં વિકારનો કર્તા થાય છે અને તારા આત્માનો ઘાત થાય છે. ભાવઘાતિનો કર્તા તું થાય છે. આહાહા.! અહીં તો કહે છે, “વૈશ્ચિત કૃતિ એવું સાંભળવામાત્રથી...” એમાં તો એમ લીધું છે કે, જેને ભગવાનની શ્રુતિ એવી છે. જેને ભગવાનની કૃતિ એમ છે કે અજ્ઞાનભાવે રાગનો કર્યા છે. કેમકે એ શ્રુતિ ઉપર કોપ કરે છે, નહિ. રાગનો કર્તા ભગવાન નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્યપ્રભુ આનંદ (છે), એ વળી રાગ કરે? પણ કોણ રાગ કરે, ન કરે? આહાહા.! દેવીલાલજી! રાગ-દ્વેષ, વિષય વાસનામાં જેને સુખબુદ્ધિ છે, તેમાં જેને સુખબુદ્ધિ છે એ મિથ્યાદૃષ્ટિ છે, એ મિથ્યાષ્ટિ રાગનો કર્તા થાય છે. આહાહા...! એ મિથ્યાદૃષ્ટિ પણ રાગનો કર્તા નથી એમ જે માને છે, તેની ઉપર જૈનશ્રુતિનો કોપ છે. તેના ઉપર શ્રુતનો કોપ છે. આહાહા...! કોપ છે, આવે છે ને? “સમયસાર”માં. આહાહા..! તેની ઉપર ભગવાનની વાણીનો કોપ છે. ભગવાનની વાણી કહે છે કે, અજ્ઞાની રાગ-દ્વેષનો કર્તા છે. સર્વથા આત્મા અકર્તા છે એમ નથી. અજ્ઞાનપણે કર્તા છે, ભાનપણે કર્તા નથી. એવી વાણી છે તેનો તારી ઉપર કોપ આવે છે. આહાહા.! શ્લોક છે, છે ને? આહાહા...! અહીંયાં એ શબ્દ નથી લીધો, અહીંયાં સમુચ્ચય લીધું છે કે, “શ્ચિત્ શ્રુતિઃ એવો શબ્દ લીધો છે. કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી.” એમ લીધું. બીજાને સમજાવે કે, નહિ, કર્મથી આત્મામાં વિકાર થતો જ નથી. નહિ. પોતામાં થાય છે. કર્મથી થાય છે, બીજી વાત નથી. આત્મા રાગનો કર્તા છે એમ સાંભળે છે તો) કોપ કરે છે. અરે...! આત્મા રાગનો કર્તા છે? શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રભુ શુદ્ધ એ રાગ કરે? વિકાર કરે? એમ કોપ કરે છે, અજ્ઞાનીને કોપ થાય છે. અજ્ઞાનીને એ વાત બેસતી નથી તો અંદર ઊંડાણમાં એને અણગમો થાય છે. આહાહા. કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી...” આત્મા વિકાર કરે, એમ શબ્દ જ્યાં એને કાને પડે તો (ક્રોધ થાય છે કે, આ શું કહે છે? ખોટું બોલે છે. સાંભળ, ભાઈ સાંભળી શાંતિથી પ્રભુ તારું અજ્ઞાન જ્યાં સુધી છે, તારી ચીજ આનંદનાથ પ્રભુ છે... આહાહા.. તેના સ્વભાવની દૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી તો અજ્ઞાનભાવે વિકારનો કર્તા તું જ છો, કર્મ નહિ અને અકર્તા અજ્ઞાનભાવે Page #249 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૪ ૨૩૫ પણ નહિ. કર્મ નહિ અને અજ્ઞાનભાવે પણ તું રાગનો અકર્તા નથી. આહાહા.! સમજાય છે કાંઈ થોડી ધ્યાન રાખવાની વાત છે, પ્રભુ! આ તો મારગડા નાથા અંદરમાં વીતરાગનો માર્ગ છે, પ્રભુ! સાધારણનું ગજુ નથી. આ તો પરમાત્મા ત્રણલોકનો નાથ, જેની વાણીમાં આવ્યું કે અજ્ઞાનભાવે કર્તા છે. ત્યારે ઓલો અજ્ઞાની સાંભળનારો કોપ કરે છે. અરે...! આત્મા તે રાગનો કર્તા હોય? પણ તને અજ્ઞાનભાવ છે ત્યાં સુધી તારી દૃષ્ટિ જ ત્યાં રાગ ઉપર છે, રાગનો જ તું કર્તા છો, બાપા! આહાહા...! સમજાય છે કાંઈ? કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ એ તે દિ' કહ્યું હતું. (સંવત) ૨૦૧૩ ની સાલ, ૨૧ વર્ષ થયા. ઇન્દોરવાળા” બેઠા હતા. બંસીધરજી” ને “વર્સીજી બધા હતા. “કર્મ બિચારે કૌન? કર્મ તો જડ છે, અજીવ છે, માટી–ધૂળ છે. “ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિમાં આવે છે. ચંદ્રપ્રભુની સ્તુતિ છે ને? એમાં આવે છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ.” અગ્નિ ઉપર ઘણ પડે છે એ તો લોહ પેસે તો. એમ ને એમ અગ્નિ ઉપર કોઈ ઘણ ન મારે. એમ એકલો આત્મા રાગમાં એકત્વ ન કરે તો તેને દુઃખ નથી થતું, પણ રાગ સાથે એકત્વ કરે છે તો અજ્ઞાનથી માથે ઘણા પડે છે, દુઃખના ઘણ પડે છે. સમજાય છે કાંઈ? આહાહા.! ‘અત્યંત ક્રોધ ઊપજે છે.” જોયું “પિતા” અરે. આત્મા રાગ કરે? વિકાર કરે? ત્રિકાળી સ્વરૂપ નિર્વિકારી છે એ વિકાર કરે? ભગવાન કહે છે કે, વિકાર કરે અજ્ઞાનભાવે. જ્યાં સુધી મિથ્યાષ્ટિ છે ત્યાં સુધી મિથ્યાદૃષ્ટિ પોતે વિકાર કરે છે, કર્મ નહિ. સમજાય છે કાંઈ? ત્યાં ઓલાને અત્યંત ક્રોધ થઈ જાય છે. જોયું? વિકાર આત્મામાં નાખે છે? વિકાર તો કર્મનું કાર્ય છે. એમ અત્યંત ક્રોધ કરે છે. છે ને? “અત્યંત ક્રોધ ઊપજે છે.” આહાહા...! પાછું “પિતા”નો અર્થ ટૂંકો ન કર્યો. “અત્યંત ક્રોધ કર્યો. કોપ થાય છે. આ શું વાત કરે છે? ભગવાન આત્મા તે કંઈ વિકાર કરે? અરે..! ભાઈ! સાંભળ ને, બાપુ! ભગવાન આત્મા ન કરે પણ ભગવાન આત્માનું તને જ્ઞાન નથી. આહાહા.. તેથી અજ્ઞાનભાવે તું રાગનો અને વિકારનો કર્તા તું જ છો. આહાહા...! સમજાય છે કાંઈ? કેવો ક્રોધ થાય છે?” “વનિતા? જે અતિ ગાઢો છે, અમિટ (-અટળ) છે. આહાહા...! આત્માને સર્વથા અકર્તા માનનારા, અજ્ઞાનભાવે પણ રાગનો કર્તા નથી એમ માનનારાને કહે છે કે, તે આત્મા જ અજ્ઞાનભાવે વિકારનો કર્તા, સંસારનો કર્તા છો. સંસારની દશાનો કર્તા તું જ છો. સંસારના પરિભ્રમણના ભાવ, એનો કર્તા તું જ છો. (આવું સાંભળીને તેને કોપ થાય છે. કેવો કોપ થાય છે? કે, અમિટ. મટી શકે નહિ એવો. અમિટ છે ને? છે? આહાહા.! અમિટ છે. “અનિતા' છે ને? “અવનિતા'. ચળતો નથી, ચળે નહિ, ચળે નહિ. અજ્ઞાનભાવે કર્તા થાય અને માને કે હું કર્તા નથી. એ “અનિતા ટળે નહિ મટે નહિ. આહાહા. થોડી વાતમાં ભાવ શું છે? સમજાય છે કાંઈ? Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કલશામૃત ભાગ-૬ પર્યાયબુદ્ધિ છે, સ્વભાવબુદ્ધિ થઈ નથી અને તું કહે કે, દોષનો કર્તા આત્મા નથી. ભગવાન કહે છે કે, આત્મા દોષનો કર્યાં છે. એ શ્રુતિનો તા૨ી ઉપર કોપ આવે છે અથવા એ શ્રુતિ સાંભળીને તને કોપ થાય છે. આહાહા..! બેય વાત છે. અર્થમાં એમ લીધું છે. ભગવાનની વાણીનો કોપ આવે છે, એમ આપણે આવે છે. મૂળ શબ્દો, મૂળ ‘સમયસાર’ના અર્થમાં. ખબર છે ને. અહીંયાં આમ લીધું છે કે, ઓલાને સાંભળીને કોપ થાય છે. આત્મા કરે? રાગને કરે? નિર્દોષ પ્રભુ આત્મા દોષને કરે? વસ્તુ નિર્દોષ પવિત્ર પ્રભુ એ અપવિત્રતાને કરે? મુમુક્ષુ :- વેદાંત એમ જ કહે છે. ઉત્તર :– કહે છે ને. એક વેદાંતી મળ્યો હતો. ત્યાં એક બાવો આવ્યો હતો ને? રાજકોટમાં બાવો આવ્યો હતો. હેં? એ જાણે કે જૈનમાં આવું (કહેનારા) કોણ જાગ્યા? અધ્યાત્મની વાતું? ન્યાં તો ક્રિયા કરવી ને રાગ ક૨વો ને દયા પાળવી ને વ્રત કરવા ને એવું બધું ચાલે. આ વળી જૈનમાં કોણ છે? લાવ ને સાંભળવા જાઉં. વેદાંતી બાવો આવ્યો હતો, ‘બેચ૨ભાઈ’ના મકાનમાં. બેચ૨ભાઈ’નું ઓલું મકાન નહિ? (સંવત) ૧૯૯૯નું ચોમાસુ ત્યાં હતું, ૧૯૯૫માં ઓલી કોર ‘નાનાલાલભાઈ” “મોહનભાઈ’ના મકાનમાં હતું. આવ્યો ને પહેલી વાત મેં કરી, ભાઈ! આત્માની પર્યાય અનિત્ય છે. હૈં? અનિત્ય. ભાગ્યો. જૈનમાં વળી અધ્યાત્મની વાત કરનારા આ તે કોણ છે? ત્યાં તો દયા પાળો, વ્રત કરો, અપવાસ કો, ભક્તિ કરો, પૂજા કરો એવી બધી વાતું ચાલે. હેં? ઇ એમ માનનારો એટલે બિચારો આવ્યો કે, આ કોણ? ત્યાં જ્યાં આ મેં કહ્યું પહેલું, બાપુ! આત્મા અનિત્ય છે. નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. (બાવાને થયું) આત્મા અનિત્ય છે? ભાગ્યો. પર્યાય કોની છે? કીધું. આહાહા..! આપણે ભાઈ બાવો થયો, નહિ? રાજકોટ’નો સાધુ. માધવાનંદ પણ નામ શું હતું? મોતીલાલજી” વ્યાખ્યાનમાં આવતા હતા ને? (સંવત) ૧૯૮૯, ૧૯૯૫માં વ્યાખ્યાનમાં આવતા હતા. રેલનો મોટો ઉપરી હતો. ૭૦૦-૮૦૦નો પગાર તે દિ' હતો. પછી પરમહંસ થઈને આવ્યો. અમારા વ્યાખ્યાન કાયમ સાંભળતા પણ કાંઈક વાંધા ઉઠ્યા કે ગમે તે, પછી સાધુ થઈ ગયો, ૫૨મહંસ. ઇ પછી ત્યાં આવ્યો. રાજકોટ’ કે નહિ? ના. અહીંયાં આવ્યો હતો. પહેલો ત્યાં આવ્યો હતો, પહેલો ‘ગોંડલ’ આવ્યો હતો, ત્રણ-ચાર સાધુ લઈને. ગોંડલ’માં એનો મોટો આશ્રમ છે. પહેલા અમારી પાસે વ્યાખ્યાનમાં આવતો. પછી સાધુ થઈ ગયો. પછી અહીંયાં બહુ ચર્ચા થઈ. વેદાંત તો સર્વથા શુદ્ધ માને ને? અશુદ્ધ નહિ. કબુલ કર્યું હતું. કીધું, એકવાર સાંભળો. આત્મા વ્યાપક છે એમ નહોતો માનતો અને વ્યાપક છે એમ તમારે માનવું છે ને? નહોતો માનતો અને માન્યું ઇ શું છે? એ કોઈ પર્યાય છે કે કોઈ ધ્રુવ છે? ત્રણ-ચાર સાધુ Page #251 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૪ ૨૩૭ લઈને આવ્યો હતો. આમ તો મારા ઉપર એને પ્રેમ હતો ને? સંપ્રદાયમાં તો કાયમ આવતા. પણ વૈષ્ણવ એટલે પરમહંસ થઈ ગયો. એક વાત કીધું. જો આત્મા પવિત્ર છે તો એનો પરમાનંદનો સ્વાદ આવવો જોઈએ. તો પરમાનંદનો સ્વાદ નથી ત્યાં દુઃખનો સ્વાદ છે તો ઈ દશા થઈ, ઈ દશા છે. ઈ દશા વેદાંતે માની નથી. સમજાય છે કાંઈ? અને બીજું એમ કહ્યું હતું કે, જો એ દશા છે અને વેદાંતે એમ તો ઉપદેશ કર્યો ને કે સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ (થાઓ). એમ કહે છે ને એ લોકો સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ. ત્યારે સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ એમ ઉપદેશ કર્યો તો એની પર્યાયમાં કાંઈ દુઃખ છે કે નહિ? આત્યંતિક દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ એણે કેમ કર્યો? જો એની પર્યાયમાં દુઃખ જ ન હોય, ત્રિકાળમાં તો નહિ પણ એની જે આમ પલટે છે એમાં દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવું છે શું રહ્યું? ઉપદેશ કેમ કર્યો માટે એની પર્યાયમાં દુઃખ છે, રાગ છે, વિકાર છે, પલટતી દશા છે, એકલી ધ્રુવ સ્થિતિ નથી. ખૂબ ચર્ચા થઈ હતી, કબુલ કર્યું હતું. માળું આ છે ખરું. કીધું, એમ ન ચાલે, અહીં તો તત્ત્વ જેવું છે તેવું પ્રતિપાદન થાય). ભૂલ છે ઇ પર્યાયમાં છે. ભૂલ ટાળવી ને રહેવી એ ધ્રુવમાં છે? તેથી અહીં કહ્યું કે, “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ' અજ્ઞાનભાવે ભૂલ મારી છે. આહાહા! કર્મને લઈને ભૂલ થઈ છે ને રાગ કર્યો છે ને કર્મને લઈને ચાર ગતિમાં રખડું છું, એમ નથી. આહાહા.! ઘણા માણસો આવે ને (એટલે) ઘણી ચર્ચા થઈ ગઈ. અહીં કહે છે, ક્રોધ કરે છે. આહાહા...! છે? પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને (–નહીં માનીને) ક્રોધ કરે છે.” આહાહા! છે? પોતાના રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને.” એમ કીધું. કોણ? અજ્ઞાની. કર્તાપણાને સર્વથા છોડી દઈ ક્રોધ કરે છે. સમજાય છે કાંઈ? રાગ, પુષ્ય, પાપ. રાગાદિ છે ને? શુભ-અશુભ રાગ, વાસના, વિકલ્પ બધું. “અશુદ્ધ ભાવોનું કર્તાપણું સર્વથા મટાડીને..” એટલે કે એ બિલકુલ નથી કરતો એમ માનીને ક્રોધ કરે છે.” આહાહા...! વળી કેવું માને છે?” “ક” વ 7 રૂત્તિ વિતવય’ ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિડ...” આહાહા...! જુઓ! જ્ઞાનાવરણીય (શબ્દ) કેમ આવ્યો? એ પ્રશ્ન “વણજી સાથે બહુ થયો હતો. ૨૧ વર્ષ પહેલા). એમણે પુસ્તક બનાવ્યું છે ને એમાં નાખ્યું છે. રતનચંદજી હતા ને? એ કહે, મહારાજા કાનજીસ્વામી’ એમ કહે છે કે, જ્ઞાનની હિણી દશા કે અધિક દશા પોતાથી થાય છે, જ્ઞાનાવરણીયથી નહિ. ચોપડી છપાણી છે. મુમુક્ષુ :- જ્ઞાનાવરણીય કર્મ કંઈ કરતું નથી. ઉત્તર :- ઈ તો છે પણ આ ચોપડીની વાત છે. અહીં છે ક્યાંક. ચર્ચા થઈ ગઈ પછી હું જ્યારે સાત-આઠ દિવસ પછી જમશેદપુર ગયો ને? પછી આ લેખ લખ્યો, શું કહેવાય આ? ટેપ રેકોર્ડિંગ. “કાનજીસ્વામી” એમ કહે છે કે, જ્ઞાનની હિણી અને અધિક Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કલશામૃત ભાગ-૬ દશા પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મથી બિલકુલ નહિ. સમજાય છે કાંઈં? છે ક્યાંક, આમાં પુસ્તક હશે ક્યાંક. શેમાં છે કોને ખબર? ઘણા પુસ્તક છે. મુખત્યાર’ ‘સહરાનપુર' પ્રશ્ન કર્યો, ‘કાનજીસ્વામી એમ કહે છે કે, મહારાજ! જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી.’ વાત સાચી. ચર્ચા થઈ હતી, હજારો માણસો (હતા). સભામાં પાંચ-સાત હજાર માણસ હતા. આ ઇન્દોરવાળા’ હતા, ‘બંસીધરજી’. પોતાની યોગ્યતાથી જ્ઞાનમાં હિનાધિકપણું થાય છે. મહારાજ! જ્ઞાન હિણું થાય છે તે પોતાથી થાય છે, પોતાની યોગ્યતાથી થાય છે. કાનજીસ્વામી એમ કહે છે કે, જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. મહારાજ! આ શું બરાબર છે?” ‘વર્ણીજી’ ઉત્ત૨ (આપે છે), એ ઠીક છે. તમે જ સમજો. કેવી રીતે બરાબર છે? એ બરાબર નથી. કોઈ પણ કહે, અમે તો કહીએ છીએ કે, અંગધારી કહે તોપણ બરાબર નથી.’ જ્ઞાનાવરણીય ૫૨માં કાંઈ કરે નહિ અને જ્ઞાનની હિણી દશા થઈ જાય છે? કીધું, જ્ઞાનાવરણીય બિલકુલ ન કરે, એ તો જડ પ૨ કર્મ છે. પોતાની ભાવઘાતિ પર્યાયની યોગ્યતાથી પોતાની હિણી દશા થાય છે અને અધિક દશા પોતાથી થાય છે, ૫૨ને કા૨ણે બિલકુલ નહિ. છપાય ગયું છે, હજાર પુસ્તક છપાણા છે. આહાહા..! મૂળ તો આ વાંધો ત્રણે સંપ્રદાયમાં પહેલેથી છે. કર્મથી વિકાર થાય, કર્મથી (થાય), કંઈક કંઈક કર્મની અસ૨ છે. બિલકુલ અસ૨ ન હોય ને થાય? અહીં ભગવાન તો કહે છે કે, બિલકુલ અસર નથી. શેઠ! કર્મ પરદ્રવ્યની અસ૨ બિલકુલ નથી. કેમકે પદ્રવ્ય અને સ્વદ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. આહાહા..! અત્યંત અભાવ છે, ત્યાં ૫દ્રવ્ય બીજાના ભાવને કેમ કરે? જ્યાં અભાવ છે તે પરને કેવી રીતે? આહાહા..! સમજાય છે કાંઈ? ‘અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.’ ઇ પણ ભજનમાં આવે છે. અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા' પોતાની ભૂલથી પોતે હેરાન થાય છે, કોઈ કર્મે ભૂલ કરાવી છે (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? એવી વાત છે. અહીં કહે છે, એ તો ક્રોધ કરે છે.’ આહાહા..! વળી કેવું માને છે?” “ર્મ વ Í કૃતિ પ્રવિતવર્ષ” ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિંડ...' જ્ઞાનની હિણી દશા જ્ઞાનાવરણીયનો ઉદય છે તો જ્ઞાનની હિણી દશા થાય છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશ હોય તો જ્ઞાનની ક્ષયોપશમ દશા વિશેષ થાય છે, બિલકુલ ખોટી વાત છે, કીધું. આહાહા..! આ જ્ઞાનાવરણીય નામ પડ્યું છે ને? શાનનું આવરણ એ તો નિમિત્તનું કથન છે. આહાહા..! અરે..! હજી તો વિકારની દશામાં કોણ કર્યાં અને અકર્તાની ખબર ન મળે. આહાહા..! ત્યાં રોકાઈ ગયો અને અવિકારી ચિદાનંદ પ્રભુ ધ્રુવની દૃષ્ટિ કરવી અને રાગનું કર્તાપણું છૂટી જવું... આહાહા..! એ તો અલૌકિક વાત છે, ભાઈ! આહાહા..! ‘એકલો..’ લખ્યું છે ને? “ર્મ વ” શબ્દ પડ્યો છે ને? “ર્મ વ” એટલે એકલો Page #253 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૫ ૨૩૯ (એમ અર્થ કર્યો. કર્મ જ, એમ. “વ” એટલે જ. કર્મ ‘એકલો જ્ઞાનાવરણાદિ કર્મપિડ રાગાદિ અશુદ્ધ પરિણામોનો...” જ્ઞાનાવરણીય જ્ઞાનને હિણું કરે, દર્શનાવરણીય દર્શનની હિણી દશા કરે, મોહનીય આત્માને મિથ્યાત્વ અને રાગ, દ્વેષ ઉત્પન્ન કરાવે છે, અંતરાય કર્મ વીર્યનો ઘાત કરે છે. નહિ? ભગવાના (આ) વાતું નથી, બાપુ! શું થાય? આહાહા. એ આવ્યું છે એનો શ્લોક છે આ. એમ કે, જ્ઞાનાવરણીય જ્ઞાનનો ઘાત કરે છે. શ્લોક છે ને? “સમયસારમાં શ્લોક છે. દર્શનાવરણીય દર્શનનો ઘાત કરે છે નિંદ્રા. અને મોહનીય રાગને કરે છે, આયુષ્ય. પરાઘાત પરનો ઘાત કરે છે, પરથી પોતાનો ઘાત થાય છે એમ કહે છે. પછી આચાર્ય પોતે લખ્યું છે, સાંખ્યની પેઠે એમ જે ઉપદેશ માને છે તે મિથ્યાદૃષ્ટિ છે. કર્મ જગાડે છે, કર્મ સૂવડાવે છે, એવો પાઠ છે. આ એનો શ્લોક છે. આહાહા.! “રાગાદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ થઈને કર્તા છે. શું કહે છે? કર્મ વ્યાપક છે અને વિકાર એ વ્યાપ્ય છે, એમ છે. (શાર્દૂલવિક્રીડિત) माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः । ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।१३-२०५।। ખંડાન્વય સહિત અર્થ – એક કહ્યું હતું કે સ્યાદ્વાદસ્વરૂપ દ્વારા જીવનું સ્વરૂપ કહીશું. તેનો ઉત્તર છે-“મી માર્કતા: પિ પુરુષ વર્તાર મા પૃન્ત' (મી) વિદ્યમાન છે (માર્કતા: કવિ, જૈનોક્ત સ્યાદ્વાદસ્વરૂપને અંગીકાર કરે છે એવા સમ્યગ્દષ્ટિ જીવો તે પણ (પુરુષ) જીવદ્રવ્યને (વર્તારમ) અકર્તા અર્થાત્ રાગાદિ અશુદ્ધ પરિણામોનો તે સર્વથા કર્તા નથી એવું ( પૃશq) ન અંગીકાર કરો. કોની જેમ ? “રાંધ્યા: રૂવ' જેમ સાંખ્યમતવાળા જીવને સર્વથા અકર્તા જ માને છે તેમ જૈનો પણ સર્વથા અકર્તા ન માનો. કેવું માનવાયોગ્ય છે. તે કહે છે-“હા તે મેલાવવોધાત્ : વર્તાર વિન વનયતુ તુ કર્ણ પરં ચુર્તુમાંવમ્ પશ્યન્તુ (સવા) સર્વ કાળ દ્રવ્યનું સ્વરૂપ એવું છે કે (i) જીવદ્રવ્યને, (મેવાવવોધાત્ અધ:) શુદ્ધસ્વરૂપપરિણમનરૂપ સમ્યત્વથી ભ્રષ્ટ મિથ્યાદૃષ્ટિ હોતું થયું મોહ-રાગ-દ્વેષરૂપ પરિણમે Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કલશામૃત ભાગ-૬ છે તેટલો કાળ, વર્તાર વિન વનયન્ત) કર્તા અવશ્ય માનો અર્થાતુ મોહ–રાગદ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશય માનો–પ્રતીતિ કરો. (તું) તે જ જીવ (5ળું જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યક્ત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (ન વ્યુતરૂંભાવમ) તેને કર્તાપણા વિનાનો અર્થાત્ છોડ્યું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (પશ્યન્ત) શ્રદ્ધો-પ્રતીતિ કરો–એવો અનુભવો. ભાવાર્થ આમ છે કેજેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર–અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્યા છે. જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો“ઉદ્ધત વધઘાનિયતં (ઉદ્ધત) સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા એવા (વોઇધામ) જ્ઞાનનો પ્રતાપ છે (નિયd) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે ? “વયં પ્રત્યક્ષ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે ? “ ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે ? “જ્ઞાતારમ્ જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે ? “પરમ્ ' રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩–૨૦૫. મહા સુદ ૪, શનિવાર તા. ૧૧-૦૨-૧૯૭૮. કળશ–૨૦૫, ૨૦૬ પ્રવચન–૨૨૯ (આ પ્રવચન સી.ડી.માં અધુરું ચાલુ થાય છે). કોને? સમ્યગ્દર્શન થયું તેને જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. ઉદ્ધત નામ ઉતાવળું. ઉતાવળું નામ પોતાનું જ્ઞાન અને રાગનું જ્ઞાન કરવામાં એની પરિણતિ થઈ ગઈ. રાગના કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ. રાગ રહ્યો ખરો, પણ પોતાનું અને રાગનું જ્ઞાન કરવામાં ઉદ્ધત થઈ ગયું. ઉતાવળું થઈ ગયું. સમજાય છે કાંઈ? ભગવાન! આ તો વીતરાગમાર્ગ છે), બાપુ! એ કંઈ સાધારણ કથા-વાર્તા નથી. આ તો ત્રિલોકનાથ ભગવાન સર્વજ્ઞ પરમાત્માના તો અત્યારે વિરહ પડ્યા. આહાહા...! એની આ વાત છે. આહાહા...! એ કોઈ વાદવિવાદે પકડાય એવી નથી, બાપુ! આહાહા.! કહે છે કે, જ્યારે સમ્યફ ગુણ પ્રગટ થયો, ગુણ એટલે પર્યાય, ગુણ જે છે, શ્રદ્ધાગુણ તો ત્રિકાળ છે, શ્રદ્ધાળુણ ત્રિકાળ છે અને શ્રદ્ધાગુણની મિથ્યાત્વ પર્યાય છે એ વર્તમાન પર્યાય-અવસ્થા છે અને શ્રદ્ધાગુણની સમ્યગ્દર્શન, સમ્યક્ પર્યાય એ પણ વર્તમાન પર્યાય Page #255 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૫ છે. શ્રદ્ધાગુણ ત્રિકાળ છે. તેની મિથ્યાશ્રદ્ધા અને સભ્યશ્રદ્ધા એ બે પર્યાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? પણ અહીંયાં સમકિતને ગુણ કહેવામાં આવ્યો છે. આહાહા..! કેમકે જ્યારે રાગ-દ્વેષને અવગુણ કહ્યા, રાગ-દ્વેષ પણ છે તો પર્યાય, પણ અવગુણ કહ્યા તો સમકિતને ગુણ કહ્યો, એ અપેક્ષાએ વાત છે. ૨૪૧ મુમુક્ષુ :- રાગ-દ્વેષ અવગુણરૂપ પર્યાય છે કે ગુણરૂપ પર્યાય છે? ઉત્તર ઃ- અવગુણરૂપ પર્યાય છે. ઇ કીધું ને કે, અવગુણ પર્યાયનો નાશ (થયો) ત્યારે સમ્યક્ પર્યાયનો ગુણ પ્રગટ થયો એમ કહ્યું. કારણ કે છે તો બેય પર્યાય, પણ પેલા અવગુણનો અભાવ થયો તો અહીંયાં ગુણ કહ્યું, એમ. જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી...' જોયું? પરિણમન, પરિણમન ઇ પર્યાય થઈ. શ્રદ્ધાગુણ તો ત્રિકાળ છે અને સમ્યગ્દર્શન થયું એ તો પરિણમન, પર્યાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? પછી આવો જાણવો...’ અદ્વૈતવોધધાનનિયતં’ સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા..’ આહાહા..! સમ્યગ્દર્શન થયા પછી તો જ્ઞાન તો સકળ (શેયને) જાણે છે, બસ! આહાહા..! રાગથી માંડી બધા શેય (છે). આહાહા..! ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો પણ સકળને જાણે છે. સમજાય છે કાંઈ? આહાહા..! કેવળી પ્રત્યક્ષ જાણે છે, આ પરોક્ષ જાણે છે, પણ જાણે છે તો સકળને. સમજાય છે કાંઈ? ઉદ્ધૃતબોધ મહિમા જ્ઞાનનો પ્રતાપ છે...’ આહાહા..! શું કહે છે? એ જ્ઞાનનો જ પ્રતાપ છે કે જ્યાં સમ્યજ્ઞાન થયું તો પોતાને અને રાગાદિને જાણવામાં તૈયાર, જાગૃત થઈ ગયું, એવો જ્ઞાનનો પ્રતાપ છે. આહાહા..! સમજાય છે કાંઈ? એક એક શબ્દમાં એવું પડ્યું છે. ‘ઉતાવળા એવા...’ ‘વોધધામ' જ્ઞાનનું ધામ છે એ તો. આહાહા..! જ્ઞાનનો પ્રતાપ છે એ તો. ‘નિયતં’ ‘સર્વસ્વ જેનું,.. આહાહા..! સ્વને જાણે અને રાગને, ૫૨ને જાણે એવું જ્ઞાનસમ્યજ્ઞાન એકદમ સર્વસ્વ જ્ઞાનનો પ્રતાપ પ્રગટ થયો. આહાહા..! સમ્યગ્દષ્ટિ જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો, એમ કહે છે. વ્યવહાર રત્નત્રય આવે છે, ભેદ ઉપચાર આવે છે, આવે છે પણ (તેનો) જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો. એવી વાત છે. આહાહા..! સમજાય છે કાંઈ? કર્તા ન રહ્યો. એવું જ્ઞાનધામ–જ્ઞાનનો પ્રતાપ છે. આહાહા..! સ્વપપ્રકાશક શક્તિ હમારી, તાતેં (વચન) ભેદ ભ્રમ ભારી, જ્ઞેયશક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરરૂપા ભાસી’ રાગાદિ ૫૨માં (ગયા). આહાહા..! એ પરશેય તરીકે રાગને અને આનંદને, જ્ઞાનને સ્વજ્ઞેય તરીકે જાણવાનો આત્માનો પ્રતાપ પ્રગટ થયો. આહાહા..! સમજાય છે કાંઈ? ‘વોધધામ’ એ ‘જ્ઞાનનો પ્રતાપ છે...’ સ્વપ૨ને જાણવું એ પોતાનો-જ્ઞાનનો પ્રતાપ છે. સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું તેનો પ્રતાપ છે. એકદમ સ્વ અને પ૨ બેયને જાણે છે. આહાહા..! નિયતં” ‘સર્વસ્વ જેનું,.. પૂર્ણ-બધું જાણે, કહે છે. ચાહે તો રાગ તીવ્ર આવ્યો હોય કે રાગ મંદ હોય, રૌદ્રધ્યાનના પરિણામ સમકિતીને આવ્યા. આહાહા..! છે? પંચમ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કલામૃત ભાગ-૬ ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન છે. છહે ગુણસ્થાને આર્તધ્યાન છે, રૌદ્રધ્યાન નથી. આહા...! એ તો તેને જાણે છે, બસ! આહાહા...! સમજાય છે કાંઈ? “જ્ઞાનનો પ્રતાપ છે સર્વસ્વ જેનું, એવો છે.' વળી કેવો છે?” “સ્વયં પ્રત્યક્ષમ આહાહા...! જુઓ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. પ્રત્યક્ષનો અર્થ એ કર્યો. કર્યો છે ને? આહાહા.! પોતાનું જ્ઞાન થયું ત્યાં રાગની અપેક્ષા પણ જેને નથી, પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું. સમજાય છે કાંઈ મતિ-શ્રુત જ્ઞાન પણ પ્રત્યક્ષ થઈ ગયું. આહાહા...! “તત્ત્વાર્થસૂત્રમાં મન, ઇન્દ્રિયથી (થાય છે એમ જ કહ્યું હતું એ વ્યવહારની અપેક્ષાએ છે, આ નિશ્ચય છે. આહાહા. જેમાં મન અને ઇન્દ્રિયની અપેક્ષા નથી, એવું રાગથી ભિન્ન જ્ઞાન થયું એ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું. આહાહા...! સમજાય છે કાંઈ? પોતાને પોતાની મેળે છે ને? “સ્વયં પ્રત્યક્ષમ છે ને? સ્વયં એટલે પોતાને, પ્રત્યક્ષ એટલે પોતાની મેળે પ્રગટ થયું. પોતાને પોતાની મેળે પ્રત્યક્ષ થયું છે. કોઈ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો તો આ જ્ઞાન થયું, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? રાગથી ભિન્ન જે જ્ઞાન પ્રગટ થયું એ પોતાના પ્રતાપથી પ્રત્યક્ષ થઈને પ્રગટ થયું છે. સ્વને પણ જાણે અને પરને પણ જાણે. જેના જાણવામાં પરની અપેક્ષા નથી. આહાહા...! બીજી રીતે પ્રત્યક્ષમાં એમ કહે છે કે, રાગને જાણે છે એ પણ વ્યવહાર થયો. એ તો પોતાનું જે સ્વપપ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન છે તેને જાણે છે. સમજાય છે કાંઈ? આહાહા...! આમ છે. રાગ તો પર છે. સમજાય છે કાંઈ? એ કહ્યું હતું ને એકવાર? (સંવત) ૧૯૮૩ની સાલમાં મોટો પ્રશ્ન થયો હતો, સંવત ૧૯૮૩. મોટો પ્રશ્ન થયો હતો. એક કહે કે, લોકાલોક છે તો કેવળજ્ઞાન છે. એવો પ્રશ્ન ઊઠ્યો. એક કહે કે, કેવળજ્ઞાન પોતાથી છે, લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ નથી. એ કેવળજ્ઞાન પોતાથી છે. લોકાલોક છે તો લોકાલોકને જાણે છે એમ નથી. પોતાની જાણવાની તાકાત પોતાથી છે. લોકાલોકની સત્તા છે તો પોતામાં કેવળજ્ઞાનની સત્તા ઉત્પન્ન થઈ એમ નથી. અહીંયાં એમ કહે છે કે, રાગને જાણે છે, તો રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. અહીં તો પોતાનું પ્રત્યક્ષ જ્ઞાન થયું. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાતું બહુ વાણિયાને આખો દિ ધંધા આડે વખત ન મળે એમાં આવી ઝીણી વાતું. ધંધા... ધંધા. આવો માર્ગ છે, પ્રભુ! ઝીણો છે, ભાઈ! આહાહા...! આખો દિ ધંધાની પ્રવૃત્તિ, આ રળવું ને આ બાયડી ને આ છોકરા, વીસ-બાવીસ કલાક તો પાપમાં જાય, છ-સાત કલાક ઊંઘે, નિંદ્રા લે (એમાં) વખત ક્યાં રહે? અને નિવૃત્તિ થાય તો વ્યવહાર કરવા મંડી પડે. વ્રત ને તપ. આહાહા. અહીં તો કહે છે કે, વ્રત, તપનો જે વિકલ્પ આવ્યો છે... આહાહા....! તેને પણ જ્ઞાન પ્રત્યક્ષ થઈને પોતાને અને પરને જાણે છે પણ એ પ્રત્યક્ષ જાણે છે. રાગ છે તો Page #257 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૪૩ રાગને જાણે છે એમ નથી. પોતાનો સ્વભાવ જ એવો પ્રત્યક્ષ થઈ ગયો. આહાહા.! સમજાય છે કાંઈ? વળી કેવો છે?” “લવ “ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. આહાહા...! જ્યાં ભેદજ્ઞાન થયું, રાગથી ભિન્ન થયું અને આ પ્રત્યક્ષ જ્ઞાન થયું... આહાહા...! એને ગતિનું ભ્રમણ બંધ થઈ ગયું. સમકિતીને હવે પ્રરિભ્રમણ છે નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? એ પહેલાં આવ્યું હતું ને? “મુવત વ’ એક શ્લોકમાં આવ્યું હતું. “મુવર 90 આવ્યું હતું ને? પહેલા આવ્યું હતું. હું “મુવા વ’ ૧૯૮. ૧૯૮ કળશ (છે). “મુવર '. ૧૯૮ કળશમાં છે. આહાહા. “વનં “ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે.” વળી કેવો છે?” “જ્ઞાતાર એ તો “જ્ઞાનમાત્રસ્વરૂપ છે.” જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું છે. બાકી અનંત શુદ્ધ ગુણ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? અહીં તો જ્ઞાતા કહેવો છે ને? રાગનો કર્તા નથી. તેથી “જ્ઞાતારમ્ શબ્દ વાપર્યો છે. પણ જ્ઞાતામાં તો એક જ્ઞાન જ આવે છે. અનંત ગુણનું પરિણમન કરે છે તો જ્ઞાતા રહે છે. “જ્ઞાનમાત્ર સ્વરૂપ છે.” જ્ઞાનમાત્ર કહ્યું. એ તો જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. ત્યાં રાગનો સંબંધ જ નથી. આહાહા...! એ તો જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે?” “પરમ્ ' “પરમ્ આહાહા.! “રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત.” પરમ એટલે રાગાદિ અશુદ્ધ. “પર્વ' (એટલે “શુદ્ધ વસ્તુમાત્ર..” એમ. “પરમ્ ?. “પરમ રાગાદિ અશુદ્ધિથી રહિત) એકલું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, એકલો જ્ઞાતાદષ્ટા થઈ ગયો. આહાહા...! રહિત શુદ્ધ વસ્તુમાત્ર...” એકલો પવિત્ર ભગવાન ચિદાનંદ પ્રભુ એ એકરૂપ રહી ગયો. જે સાથે રાગનું દ્વિવિધ હતું એ દ્વિવિધ છૂટીને એકરૂપ જ્ઞાન થઈ ગયું. હવે રાગનું જ્ઞાન (અ) પોતાનું જ્ઞાન થયું એ પોતાનું એકરૂપ જ્ઞાન છે. સમજાય છે કાંઈ? આહાહા...! “પરમ્ વં” “પરમ્ પર્વ એટલે અશુદ્ધ પરિણતિ, એનાથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. લ્યો, એ ૨૦૫ શ્લોક પૂરો થયો. હવે ૨૦૬ (શ્લોક). (માલિની) क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौधेः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव ।।१४-२०६।। ) ખંડાન્વય સહિત અર્થ:- બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે-“રૂદ : નિગમનસ વર્તુમોવડ્યો: વિમેવમ્ વિઘરે” (રૂ૪) સાંપ્રત વિદ્યમાન છે એવો (વ:) બૌદ્ધમતને માનવાવાળો Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કિલશામૃત ભાગ-૬ કોઈ જીવ (નિગમનસ) પોતાના જ્ઞાનમાં (ર્તુમોવત્રો:) કર્તાપણા-ભોક્તાપણાનો (વિમેમ્ વિદત્તે ભેદ કરે છે. ભાવાર્થ આમ છે–તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે. એવું કેમ માને છે? “રૂમ્ માત્મતત્ત્વ ક્ષશિવમ્ વયિત્વા' (રૂદ્રમ્ યાત્મતત્ત્વ) અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય, તેને (ક્ષળિથમ વત્પયિત્વા) ક્ષણિક માને છે અર્થાતુ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિનિધન જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિના કારણે એમ માને છે કે એક સમયમાત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનશી જાય છે, અન્ય નવો જીવ મૂળથી ઊપજી આવે છે; આવું માનતો થકો માને છે કે ક્રિયાનો કર્તા અન્ય કોઈ જીવ છે, ભોક્તા અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને સમજાવે છે– “ઝયમ વિવાર: તપચ વિમોહં પતિઃ (શ્રયમ્ વિશ્વમર:) કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જોતાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું–આવી છે જે અતીતઅનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ તે (ત વિમોહં પરંપતિ) ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. ભાવાર્થ આમ છે કે જો જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય ? માટે જીવદ્રવ્ય સદા શાશ્વત છે એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. કેવી છે જીવવસ્તુ ? “ નિત્યીકૃતૌથૈઃ સ્વયમ્ મિષિષ્યન' (નિત્ય) સદાકાળ અવિનશ્વરપણારૂપ જે મૃત) જીવદ્રવ્યનું જીવનમૂળ, તેના (ગોધે.) સમૂહ વડે (વયમ્ ગામષિમ્યુન) પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. “વ” નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. ૧૪–૨૦૬. ભરતક્ષેત્રમાં ક્ષણિક માન્યતા ધરાવનારો) બૌદ્ધમત છે ને? આ ભરતક્ષેત્રના બૌદ્ધમતિનો અહીંયાં પ્રશ્ન છે. આ બૌદ્ધમત કંઈ બધે છે એમ નથી સમજાય છે કાંઈ બૌદ્ધમત ભરતક્ષેત્રમાં અત્યારે છે તો ટીકામાં એમ લીધું છે કે, ક્ષણિકની વ્યાખ્યા ભરતક્ષેત્રમાં બૌદ્ધ છે તો તેની વ્યાખ્યા છે. સમજાય છે કાંઈ? ભગવાન પાસે કાંઈ બૌદ્ધ નથી. ત્યાં ક્યાં છે? અહીં બૌદ્ધ થઈ ગયા છે. ભાલિની) क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम् । अपहरति विमोहं तस्य नित्यामृतौधेः स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४-२०६।। Page #259 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૪૫ આહાહા.! આવી ચીજ છે છતાં સંતો એમ કહે છે કે, અમે વ્યાખ્યા કરતા નથી, આ ટીકા અમારાથી થઈ નથી. આહાહા.. કેમકે અમે તો જાણનાર છીએ નો વિકલ્પ આવ્યો તેને પણ જાણ્યો, ટીકા થઈ ગઈ તેને પણ જાણી), એ છે તો જાણ્યું એમ નહિ, એ સમયની પર્યાય પોતાને અને પરને પ્રકાશે એવા સામર્થ્યથી પ્રગટ થઈ છે, પરની અપેક્ષા વિના. આહાહા...! આ તો થોડું કાંઈક ટીકા કરતા) આવડે ને કાંઈક કરતા આવડે તો અમે કર્યું ને અમે કર્યું ને અમે કર્યું થાય). આહાહા...! આ તો માર્ગ એવો છે, પ્રભુ! આવા સંત એ પણ એમ કહે કે, આ ટીકા અમે કરી નથી, એ તો અક્ષરથી બની છે. આહાહા...! “ : નિગમનસિ ર્તમોત્રો: વિમેવમ્ વિષત્તે' શું કહે છે? “સાંપ્રત વિદ્યમાન છે એવો બૌદ્ધમતને માનવાવાળો....” બૌદ્ધમતની વ્યાખ્યા કહે છે. ખરેખર તો જેને પર્યાયબુદ્ધિ છે એ બૌદ્ધમતિ છે. આહાહા. સમજાય છે કાંઈ ક્ષણિક પર્યાય ઉપર, રાગ ઉપર દૃષ્ટિ છે એ તો બધું ક્ષણિક માને છે, ત્રિકાળી વસ્તુ છે તેને તો માનતો નથી. સમજાય છે કાંઈ જેની ક્ષણિક પર્યાય ઉપર રમત છે, અને એ પર્યાયનું લક્ષ જાય છે રાગ ઉપર, વિકાર ઉપર તો એટલામાં જેની રમત છે, પર્યાયમાં રમે છે અને તે જ હું છું એમ માને છે, એ જૈન નામ ધરાવો તોપણ એ ક્ષણિક બૌદ્ધમતિ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આ તો એક બૌદ્ધમતનો દાખલો (છે). બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ પોતાના જ્ઞાનમાં કર્તાપણા-ભોક્તાપણાનો ભેદ કરે છે. શું કહે છે કે, કર્તા ભિન્ન જીવ છે અને તેનું ફળ ભોગવનારો) ભોક્તા ભિન્ન જીવ છે. બીજી પર્યાય છે ને એ તો એક સમયની પર્યાયને જ માને છે. બીજે સમયે આત્મા જ બીજો થઈ ગયો, એમ કહે છે. આહાહા! જે પર્યાય થઈ એ પર્યાય ભિન્ન રહી અને જે ભોગવ્યું... અહીંયાં બીજી અપેક્ષા લેવી છે. નિશ્ચયમાં તો જે સમયે રાગ કરે છે તે સમયે ભોક્તા છે. સમજાય છે કાંઈ? ૧૦૨ ગાથા, સમયસાર'. જે સમયે કરે છે તે સમયે ભોગવે છે. સમજાય છે કાંઈ પણ અહીંયાં સિદ્ધ કરવો છે બૌદ્ધિકમત, ક્ષણિકવાદ. એને કહ્યું કે, જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી. વાત તો એ પર્યાયને ભોગવે છે એ સાચી વાત છે, પણ એ તો કહે કે, આત્મા જે કરે એ બીજે સમયે બીજો આત્મા ભોગવે છે. એમ કહે છે. સમજાય છે કાંઈ? એક સમયમાં આત્મા જે રાગને કરે છે તે આત્મા બીજે સમયે તેના ફળને ભોગવતો નથી, બીજે સમયે) બીજો આત્મા છે, એમ કહે છે. સમજાય છે કાંઈ પાછળ આટલી વાત સિદ્ધ કરવી છે. નહિતર તો ખરેખર તો આત્મામાં જે સમયે વિકાર થાય છે, કર્તાપણું, તે જ સમયે તેનો ભોક્તા છે. સમજાય છે કાંઈ? અહીંયાં તો જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી માટે બીજો આત્મા માનવાવાળીની અપેક્ષાએ વાત લીધી છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં તો એમ આવ્યું છે, આવ્યું છે ને? ૧૦૨ (ગાથા). Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કલશમૃત ભાગ-૬ जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता। तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ।।१०२।। જે રાગ કરે છે તે જ સમયે રાગને ભોગવનારો તે છે. ૧૦૨ ગાથામાં છે. સમજાય છે કાંઈ? એ તો વસ્તુનો સિદ્ધાંત સિદ્ધ કર્યો કે, કર્તા ને ભોક્તા (બે જુદા નથી) કે કર્તા છે એ બીજો છે અને (ભોક્તા બીજો છે એમ નથી. એ તો કર્યા છે તે જ સમયે ભોક્તા છે. અહીંયાં બીજું કહેવું છે કે, જે સમયે રાગ કરે છે તેનું ફળ બીજે સમયે આવે છે તો બીજે સમયે ભોગવનારો બીજો છે, એમ કહેવું છે. “ચંદુભાઈ! એક બાજુ એમ કહે કે, જે સમયે કર્તા છે તે જ સમયે ભોક્તા છે. અહીં કહે કે, જે સમયે કર્તા અને બીજે સમયે ભોક્તા એમ માનનારો, આત્મા બીજો થઈ જાય છે માટે જૂઠો છે. પહેલો કર્તા આત્મા ભિન્ન છે અને ભોક્તા બીજો છે એમ અહીંયાં કાળભેદ લેવો છે. ભેદ કરે છે.' “ભાવાર્થ આમ છે–તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે.” એમ. રાગની ક્રિયા કરનારો કોઈ બીજો છે અને તેનું ફળ ભોગવનારો ભવિષ્યમાં બીજો આત્મા છે, એમ કહે છે. ત્રિકાળી નિત્ય પ્રભુ ચિન્ચમત્કારનું ભાન નથી તેને વર્તમાન પર્યાયમાં બધું દેખાય છે તો એ પર્યાય કરે છે અને પછીની પર્યાય ભોગવે છે. તો એ પર્યાય જેણે કરી તે ભોગવતી નથી, બીજો ભોગવે છે, એમ કહે છે. અજ્ઞાની એવો ભેદ કરે છે, એમ કહે છે. આહાહા...! છે? “ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે.” એવું કેમ માને છે?” “તમ્ માત્મતત્ત્વ ક્ષણમ્ વત્પયિત્વા' ઓહોહો! છે ને? “તમ્ કાત્મતત્ત્વ” “અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય...” “તમ્” આ. આ કોણ? કે, અનાદિઅનંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય. અનાદિ એટલે આદિ નહિ અને અનિધન. અઅંત નહિ. નિધન એટલે અંત. અન-આદિ અને અન-અંત. એવો અનાદિઅનંત પ્રભુ જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય તેને “ક્ષણમ્ વત્વયિત્વા? “ક્ષણિક માને છે અર્થાત્ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે. શ્વેત શંખ તો ધોળો જ છે. કમળાના રોગવાળાને એ પીળો દેખાય છે. “તેમ અનાદિનિધન જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિને કારણે એમ માને છે. આહાહા...! ૯૩ ગાથામાં ત્યાં લીધું ને પર્યાયમૂઢા પરસમયા', “પ્રવચનસાર'. એકલી પર્યાય લીધી, એ ક્ષણિક થઈ ગયો. ત્યાં ચોખ્યું છે, ૯૩ ગાથા છે. પર્યાયમૂઢા પરસમયા”. જેનમાં પણ હો પણ પર્યાયને જ માને છે, દ્રવ્ય ત્રિકાળી ભિન્ન પર્યાયની સમીપ પડ્યું છે, પર્યાયની સાથે છે તેની નજર નથી અને એક સમયની પર્યાય ઉપર જેની નજર છે તે પર્યાયમૂઢ છે. ૯૩ ગાથા છે. આહાહા.! એ બૌદ્ધમતિ છે, ભલે નામ ન ધરાવે. સમજાય છે કાંઈ? લ્યો, વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #261 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૪૭ મહા સુદ ૫, રવિવાર તા. ૧૨-૦૨-૧૯૭૮. કળશ–૨૦૬ પ્રવચન–૨૩૦ કળશ-૨૦૬. અહીંયાં અન્ય પર્યાય કર્યા છે અને અન્ય ભોક્તા છે તેમાં દ્રવ્ય પણ અન્ય છે એમ જે માને છે તે અભિપ્રાય મિથ્યાત્વ છે. શું કહે છે? જે સમયની પર્યાય કર્તા છે તે પર્યાય, અહીંયાં તો ભિન્નની વાત કરવી છે ને? નહિતર તો જે સમયે કત છે તે જ સમયે ભોક્તા છે. ૧૦૨ ગાથા. કાલે કહ્યું હતું. અહીંયાં તો ક્ષણિકવાદનો નિષેધ કરવા (કહે છે કે, જે સમયે રાગ કર્યો તેનું ફળ તે પર્યાય નથી ભોગવતી, પછીની પર્યાય ભોગવે છે, એમ અહીંયાં સિદ્ધ કરવું છે. અપેક્ષિત વાત છે. સમજાય છે કાંઈ? નહિતર તો ૧૦૨ ગાથામાં એમ કહ્યું, જે સમયે રાગ વિકાર કે નિર્મળ આનંદ ઉત્પન્ન થયો તે જ સમયે તેનું વેદન છે. રાગનો કર્તા થયો તે મિથ્યાદૃષ્ટિ છે. તે જ સમયે રાગનું વેદન કરનારો છે. કેમકે જ્યાં રાગનો કર્તા થાય છે ત્યાં દુઃખનું વદન તે જ સમયે છે. સમજાય છે કાંઈ? અહીંયાં બીજી વાત કહેવી છે. અહીં તો ક્ષણિક એક સમયની પર્યાય રાગ કરે અને એ પર્યાય ન ભોગવે, બીજે સમયે તો એ આત્મા જ બીજો થઈ જાય છે, એમ કહે છે તે વાત ખોટી છે. આહાહા..! થોડી સૂક્ષ્મ વાત છે. આગળ તો “મિષિશ્વન” કહેશે. આમ તો ધારણામાં અનંત વાર આત્મા પૂર્ણ નિત્ય છે એમ લીધું છે. અગિયાર અંગ ભણ્યો એમાં વાત નથી આવી? સમજાય છે કાંઈ? અગિયાર અંગ, નવ પૂર્વની મિથ્યાષ્ટિપણે લબ્ધિ થઈ તે વખતે) આત્મા નિત્ય છે એવું ધારણામાં તો આવ્યું હતું. એ અહીંયાં નથી લેવું. સમજાય છે કાંઈ? નિત્યનું વેદન ન થયું. સમજાય છે કાંઈ? એ આગળ કહેશે, “મિષિચ્ચન, સ્વયમ્ મિષિશ્વન છેલ્લા શબ્દો છે. પાછળ છેલ્લે બે લીટી છે. છેલ્લી બે લીટી છે. અહીંયાં તો કહે છે કે, એક ક્ષણની પર્યાય તે પર્યાય બીજે સમયે નથી રહેતી. તો એ પર્યાય કર્યા છે તે ભોક્તા નથી, એ બરાબર છે પણ એ દ્રવ્ય પર્યાયનો કર્તા નથી, બીજે સમયે એ દ્રવ્ય ભોક્તા એમ નથી માનતા, દ્રવ્ય જ બીજું થઈ જાય છે એ વાત ખોટી છે. એમ કેમ થાય છે? કે, ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે, અહીંયાં તો બૌદ્ધનું દૃષ્ટાંત છે, ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે તો બીજે સમયે બીજી પર્યાય થાય છે ત્યાં તેની દૃષ્ટિ ક્ષણિક ઉપર છે. પણ જેની દૃષ્ટિ ક્ષણિક પર્યાયથી હટીને, જેની પર્યાય છે તેનું અંદરમાં રાગની એકતામાં, પર્યાયબુદ્ધિમાં રાગ તે હું એમ દેખાતું હતું અને બીજે સમયે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કલશામૃત ભાગ-૬ સ્વભાવની એકતા થઈ તો ધ્રુવતાનું ભાન થયું, વેદન આવ્યું ત્યારે ધ્રુવની પ્રતિતિ યથાર્થ છે. આમ તો ધ્રુવ છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે, આત્મા નિત્ય છે, છ દ્રવ્ય નિત્ય છે એવી ધારણા તો અનંતવાર કરી છે. એ તો પરલક્ષી વસ્તુ છે, એ કંઈ વાસ્તવિક તત્ત્વદૃષ્ટિ આવી નથી. દેવીલાલજી! ઝીણી વાત છે. જે ક્ષણે પર્યાય ઉત્પન્ન થઈ અને બીજે સમયે બીજો જ આત્મા થાય છે એમ નથી. કેમકે જેની પર્યાય ઉપર બુદ્ધિ છે તેને એવું લાગે છે કે, આ પર્યાય છે અને બીજે સમયે હું બીજો થઈ જાઉં છું. પણ ધર્મજીવની દૃષ્ટિ. આહાહા.... ક્ષણિક પર્યાયમાં રાગની એક્તાબુદ્ધિ હતી, પર્યાયબુદ્ધિ (હતી) તેનો જ્યારે નાશ થાય છે ત્યારે તે જ સમયે નિત્ય વસ્તુ છે એમ પર્યાયમાં વેદન આવ્યું. આહાહા.! શું કહ્યું? સમજાય છે કાંઈ અહીંયાં તો બૌદ્ધનું દૃષ્ટાંત આપ્યું પણ ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે તે બૌદ્ધમતિ જ છે. આહાહા.! સમજાય છે કાંઈ? “મણિગ્વન અભિષેક કરશે, એમ પાઠ છે. આત્મા જ પોતાનો અભિષેક કરશે. પંડિતજી ‘મિષિષ્ય છે ને? તેનો સંસ્કૃતમાં (અર્થ) અભિષેક કર્યો છે. અભિષેક અર્થાત્ રાગની પર્યાયનું જ્યાં લક્ષ છૂટી ગયું, પર્યાય ઉપર બુદ્ધિ હતી ત્યારે તો રાગનું જ વદન હતું પણ એ દૃષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ, વેદનમાં હોં! આમ ધારણામાં નહિ, આહાહા...! સમજાય છે કાંઈ? તો તે જ સમયે અંતર દૃષ્ટિ જ્યાં ગઈ તો તે જ સમયે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ. નિર્મળ પર્યાયનો ઉત્પાદ કરનાર પણ દ્રવ્ય અને મલિન પર્યાયનો વ્યય કરનાર પણ દ્રવ્ય છે, અત્યારે એમ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? અત્યારે ૧૦૧ ગાથા લેવા જાય તો એ નહિ મળે. ૧૦૧ ગાથા, પ્રવચનસાર'. ઊપજે છે એ ઉત્પાદના આશ્રયે ઉત્પન્ન થાય છે, ધ્રુવના આશ્રયે નહિ. આહાહા...! “પ્રવચનસાર શેયનું આવું સ્વરૂપ છે. છ દ્રવ્યની વાત કરી છે, પણ અત્યારે તો આપણે આત્મા ઉપર લેવું છે. ત્યાં વિષય તો છએ દ્રવ્યનો છે. અને જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી અને જે પર્યાય વ્યય થાય છે એ ઉત્પાદની અપેક્ષા રાખતી નથી, ધ્રુવની તો અપેક્ષા છે જ નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? બેસો, જરા જગ્યા આપો. ડૉક્ટર આવે છે ને લોહી લેવા), એને કાંઈક હેમ પડ્યો. અમને તો કાંઈ ખબર નથી. શું છે એમ જોવે છે, બીજું કાંઈ નથી. આહાહા...! હૈ મુમુક્ષુ :- જાણેલો પ્રયોજનવાન. ઉત્તર :- એ ગમે તે હો. અહીંયા શું કહ્યું સમજાયું? તેથી એવા જીવને સમજાવે છે. લ્યો! કોને? કે, જેની એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ છે અને તે જ હું છું, બીજે સમયે બીજો થયો, બીજી પર્યાય થઈ પણ આત્મા બીજો થઈ ગયો એમ નથી). આહાહા.! આત્મા નિત્યાનિત્ય સ્વરૂપ છે, આત્મા નિત્યાનિત્ય સ્વરૂપ છે. એકલો અનિત્યસ્વરૂપ નથી, એકલો નિત્યસ્વરૂપ નથી. કાયમ Page #263 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૪૯ રહેનાર છે અને પલટે પણ છે). એ વેદાંત સાથે મોટી ચર્ચા થઈ હતી. તમારા પેલા આવ્યા હતા ને? “મોતીલાલજી! રાજકોટવાળા’, નહિ? વૈષ્ણવ. આપણા વ્યાખ્યાનમાં આવતા. (સંવત) ૧૯૯૫, ૧૯૯૦માં. બહાર ત્રણ-ત્રણ હજાર માણસ. વચ્ચે આવતા હતા પણ ઘરમાં ફેરફાર થઈ ગયો તો એણે દીક્ષા લઈ લીધી. પરમહંસ, સાધુ થઈ ગયો. પછી અહીં આવ્યા હતા, ત્યાં આવ્યા હતા. વેદાંત (કહે છે), એક સ્વરૂપ છે. કીધું, એક સ્વરૂપ છે એવી માન્યતા નહોતી અને એક સ્વરૂપ છે એવી માન્યતા શેમાં થઈ? વ્યાપક નહોતા માનતા અને પછી વ્યાપક માન્યો તો એ શેમાં માન્યું? દ્રવ્યમાં કે પર્યાયમાં? સમજાય છે કાંઈ? ફેર તો પડ્યો ને કે, પહેલા માન્યતા હતી કે આત્મા વ્યાપક છે, સર્વવ્યાપક છે. પણ એ વ્યાપક છે એમ વ્યાપકમાં નિર્ણય થયો કે વ્યાપકની પર્યાયમાં નિર્ણય થયો? દૈત થઈ ગયું, પર્યાય અને દ્રવ્ય બે થયા. સમજાય છે કાંઈ? અહીં એકવાર રાત્રે ચર્ચામાં પણ કહ્યું હતું, ‘આનંદમ્ બ્રહ્મણો રૂપમુ. એ પરમાનંદનો શબ્દ છે, એક “પરમાનંદ સ્તોત્ર છે એમાં ત્યાં આ શબ્દ છે, દિગંબર શાસ્ત્ર છે–પરમાનંદ સ્તોત્ર'. ત્યાં “આનંદમ્ બ્રહ્મણો રૂપમ્. ત્યાં શબ્દ લીધો છે. આ આત્માનો આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. આત્માનું રૂપ જ અતીન્દ્રિય આનંદ છે. પણ કોને? છે તો છે, પણ કોને? જેની દૃષ્ટિ રાગની પર્યાયથી હટી આનંદ ઉપર દૃષ્ટિ પડે છે, અતીન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં આવ્યું તેને “આનંદમ્ બ્રહ્મણો રૂપમ્.” (છે). શું કીધું? પરમાનંદ શું કીધું? “પરમાનંદ સ્તોત્ર'. એક “સ્વરૂપ સંબોધન” છે, બધા પુસ્તક છે. અહીંયાં બધા છે, જોયા છે. “આનંદમ્. બ્રહ્મણો રૂપમ્.” પણ કોને? ક્ષણિક માને છે તેને તો આવું રહેતું નથી. સમજાય છે કાંઈ? ક્ષણિક ઉપરની દૃષ્ટિ ઊઠાવી, દૃષ્ટિ તો પર્યાય છે, પર્યાયરૂપી દષ્ટિ તો રહેશે પણ દૃષ્ટિ પર્યાય ઉપરથી ઉઠાવી એ દૃષ્ટિ દ્રવ્ય ઉપર લગાવી. નિત્ય ભગવાન આત્મા છે, નિત્ય મિષિષ્ય એમ કહેશે. અભિષેક કરે છે. હું આનંદનો નાથ નિત્યાનંદ છું એમ અભિષેક થાય છે. શું કહ્યું સમજાયું? સમ્યગ્દર્શનમાં, પહેલા જે ક્ષણિક બુદ્ધિ હતી એ છૂટી ગઈ અને દ્રવ્યબુદ્ધિ ‘આનંદમ્ બ્રહ્મણો રૂપમ્ એવો અનુભવ થયો તો એ નિત્યનો અભિષેક થયો. અભિષેક નામ નિત્યની પ્રગટતા થઈ. જે ક્ષણિક ઉપર દૃષ્ટિ હતી ત્યાંથી હટીને નિત્ય ઉપર દૃષ્ટિ ગઈ. સમજાય છે કાંઈ? એ પર્યાય પલટતી હોવા છતાં વસ્તુ તો નિત્ય કાયમ છે. એ અહીંયાં કહે છે, જુઓ! “મયમ્ વિવેમર: તસ્ય વિમોડું કપટરતિ આહાહા...! ત્યાં આવ્યું છે, આવ્યું? ઝયમ્ વિવમIR: તર વિમોÉ પદરતિ આહાહા.. શું કહે છે? જેને પર્યાયબુદ્ધિ છે તેની પર્યાયબુદ્ધિનો નાશ ચિન્ચમત્કારબુદ્ધિ થતાં નાશ થઈ જશે. એ ચિત્યમત્કારિક ચીજ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કલશામૃત ભાગ-૬ અંદર છે. આવ્યું? “યમ્ વ્વિમIર: આહાહા.! “કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું...” ભાષા તો ચિન્ચમત્કાર એટલી છે. “જય આ ચિન્ચમત્કાર. આ પહેલા હતું તે જ આ છે, એટલું દૃષ્ટાંત આપીને સિદ્ધ કરવું છે. નહિતર આઝયમ્ વિવાર:. એટલું સિદ્ધ કરવું છે. તેને દૃષ્ટાંત આપીને કહે છે. કોઈ જીવે બાલ્યાવસ્થામાં કોઈ નગર જોયું હતું, કેટલોક કાળ જતાં અને તરુણ-અવસ્થા આવતાં તે જ નગરને જુએ છે, જોતાં એવું જ્ઞાન ઊપજે છે.” જોતાં એવું જ્ઞાન ઊપજે છે કે તે જ આ નગર છે.. આ તે નગર છે, મેં બાલઅવસ્થામાં જોયું હતું તે આ નગર છે. સમજાય છે કાંઈ? આહાહા.! જે નગરને મેં બાલ્યાવસ્થામાં જોયું હતું, બસ આવી છે જે અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ... આહાહા...! પહેલા જ્યારે હું રાગ કરતો હતો ત્યારે પણ આ આત્મા હતો, રાગરહિત થયો તે પણ હું જ આત્મા છું. તે આ છે, આ છે, આ છે, એવો ચિલ્ચમત્કાર, ચૈતન્યનો ચમત્કાર પર્યાયમાં અનુભવમાં આવ્યો. એ કહે છે, જુઓ! શું કહે છે? તચ વિમોë પતિ', “તચ વિમોë પતિ. “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ? વસ્તુ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ અંદર છે પણ પર્યાયમાં, રાગમાં અનાદિકાળથી બુદ્ધિ છે. જૈન સાધુ થયો, પંચ મહાવ્રતધારી (થયો) પણ ક્ષણિકબુદ્ધિમાં, પર્યાયબુદ્ધિમાં રહ્યો. અનંતવાર થયો. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો’ પણ એ બધું પર્યાયબુદ્ધિમાં હતું, તેને દ્રવ્યબુદ્ધિ આવી નહિ. આહાહા...! “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયા” એમાં આવે છે ને? એનો અર્થ એ કે, પંચ મહાવ્રત આદિ બધું દુઃખરૂપ છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” નિત્ય ઉપર દૃષ્ટિ પડ્યા વિના આનંદ આવ્યો નહિ. સમજાય છે કાંઈ? એ પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને પંચ મહાવ્રત શું હજારો રાણી છોડી, ત્યાગી થયો, જંગલમાં મુનિ થયો પણ એ ક્ષણિક પર્યાયથી છૂટી અંદર નિત્યાનંદ પ્રભુ ચિન્ચમત્કાર છે તેની દૃષ્ટિ થઈ નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! “શ્રીમદ્દ ૨૪ વર્ષે કહે છે ને? “શ્રીમદ્દા. “થમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લહ્યો, વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયો. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ યોગ પ્રયોગ સુતાર ભયો, જપ જપે તપ ત્યોંહિ તપે, ઉરસે હી ઉદાસી લહી સબપે, સબ શાસ્ત્રન કે નયે ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” યમ-નિયમ, યમ નામ પંચ મહાવ્રત, નિયમ નામ અભિગ્રહ. એવા અભિગ્રહ ધારણ કર્યા કે, હું ભિક્ષા લેવા જાઉં તો... સમજાયું? મોતી, એ બાઈએ મોતીનું શું કહેવાય? સાડલો. સાડલાને શું કહેવાય? સાડી. મોતીની સાડી હોય, મોતી અંદર હોય અને મોતીચુરના લાડવો ખાતી હોય. હં? મોતી એનું નામ હોય, Page #265 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૫૧ એ બધી વાત થઈ ગઈ છે. એના હાથે લેવું નહિતર ન લેવું, એવા અભિગ્રહ અનંત વાર ધારણ કર્યા. “યમ નિયમ સંયમ નિયમ એ અભિગ્રહમાં જાય છે. આવા નિયમ, હોં! આહાહા...! મોતી નામની બાઈ હોય. મોતીચૂરનો લાડવો ખાતી હોય, સાડલામાં મોતી રંગવાળા હોય, નામ ભૂલી ગયા આપણે? સાડલાનું નામ. એ હોય તો હું આ લઈશ નહિતર નહિ લઉં, એવા અભિગ્રહ અનંત વાર લીધા. યમ નિયમ સંયમ આપ કિયો' સંયમ લીધો. ઇન્દ્રિયદમન કર્યા, સંયમ–દ્રવ્યસંયમ પણ અનંત વાર લીધા. સમજાય છે કાંઈ? “યમ નિયમ સંયમ આપ કિયો આપ કિયો એટલે પુરુષાર્થથી કર્યા, એમ કહે છે. કર્મ મંદ પડ્યા એટલે કર્યા એમ નહિ, પોતે એવા શુભભાવ કર્યા છે. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લહ્યો’ ત્યાગ બહારનો અને વૈરાગ્ય અથાગ અથાગ... અથાગ... સમજાય છે કાંઈ? ‘ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો, વનવાસ રહ્યો વનમાં-ગલમાં એકલો રહ્યો. આહાહા.! પણ એ ચીજ શું છે? એ તો અનંતવાર થયું, એ કોઈ ચીજ નથી. સમજાય છે કાંઈ? મુખ મૌન રહ્યો દઢ આસન પદ્મ લગાય દિયો, સબ શાસ્ત્રનય ધારી હૈયે, મત મંડળ ખંડન વાર અનંત કિયે’ આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી. “સબ શાસ્ત્રનકે નય ધારી હૈયે આહાહા.! “મિત મંડન ખંડન ભેદ લિયે “શ્રીમદ્ કહે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું પછીની વાત છે. સમજાય છે કાંઈ? આત્માનો અનુભવ થયો પછી આ શ્લોક હિન્દીમાં બનાવ્યો. આ તો ગુજરાતી હતા). શ્રીમદ્ રાજચંદ્ર છે તો ગુજરાતી પણ હિન્દીમાં બનાવ્યું. અનુભવ પછી, સમ્યક અનુભવ થયા પછી આ બનાવ્યું છે. આવું બધું તો અનંતવાર કર્યું છે, પ્રભુ! “વહ સાધન વાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો ક્ષણિકબુદ્ધિ હતી, એમ કહે છે. આહાહા... “અબ ક્યોં ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધન સે” એ સાધન નહિ, બીજું કોઈ સાધન છે. આ સાધન-ફાધન નહિ સમજાય છે કાંઈ? નિત્યાનંદનો નાથ પ્રભુ અંદરમાં પ્રજ્ઞાછીણી સાધન છે. આપણે પ્રજ્ઞાછીણી આવી ગયું છે. પ્રજ્ઞાછીણીનો મૂળ અર્થ તો અનુભવ છે. પ્રજ્ઞાછીણી. અનુભવ કર્યો છે. અનુભવ જ સાધન છે. બાકી રાગની ક્રિયા ને ફલાણા ફલાણા સાધન એવા તો અનંતવાર કર્યા. ‘વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, અબ ક્યોં ન બિચારત હૈ મનસે કછુ ઔર રહા ઉન સાધનસે, બિન સગુરુ કોઈ ન ભેદ લહે આહાહા.! “બિન સશુરુ કોઈ ન ભેદ લહે. પછી શું ભૂલાઈ ગયું. “મુખ આગલ હૈ કહ બાત કહૈ અહીંયાં પ્રભુ અંદર પડ્યો છે. “મુખ આગલ હૈ કહ બાત કહે ભગવાન ચૈતન્ય આનંદમાં નિત્ય પડ્યો છે. અંદરમાં નિત્યની દૃષ્ટિ કરી નહિ તો નિત્યનો આનંદ આવ્યો નહિ તો એ પંચ મહાવ્રતના બધા Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કલામૃત ભાગ-૬ પાલન-ફાલન દુઃખરૂપ થયા. આહાહા.! એમાં છે કે નહિ? “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ એનો અર્થ શું થયો? કે, પંચ મહાવ્રત ને બાર વ્રત ને એ બધું રાગ અને દુઃખ છે. આહાહા...! અહીંયાં કહે છે કે, એ ક્ષણિકબુદ્ધિ જ્યાં ટળે છે... આહાહા..! ધારણામાં નહિ. ધારણામાં સમજાયું? આમ તો નિત્ય છે એવું જાણવામાં નથી આવ્યું? અગિયાર અંગમાં નથી આવ્યું? અહીંયાં એ કહે છે કે, ચિલ્ચમત્કાર. આહાહા...! છે ને? “અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ...” ધ્રુવ જ્ઞાન ભગવાન ધ્રુવ. ધ્રુવને ધ્યેય (બનાવી) ધ્યાનમાં લઈ ધીરજથી.... આપણા બોલ આવ્યા છે. ધીરજથી ધૂણી ધખાવ. એ ગુજરાતી ભાષા છે. પર્યાયને ધ્રુવ તરફ ઝુકાવી... આહાહા. ધીરજથી, શાંતિથી વિકલ્પથી રહિત થઈ અંતરમાં અનુભવમાં, દૃષ્ટિમાં લઈ પર્યાયમાં આનંદની ધૂણી (ધખાવ). આ બાવા ધૂણી નથી કરતા? એ અગ્નિની ધૂણી છે, આ આનંદની ધૂણી લગાવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અંદર ચિત્યમત્કાર થયો. જ્ઞાનનો ચમત્કાર. દુનિયાના ચમત્કારની વાતું કરે એ બધી ખોટી. ફલાણા ચમત્કાર ને ઢીકણા ચમત્કાર. “ડાહ્યાભાઈ! આ ચમત્કાર નથી? આહાહા...! હૈ? મુમુક્ષુ :- આ તો ગુપ્ત ચમત્કાર છે. ઉત્તર :- ગુપ્ત ચમત્કાર છે એ શક્તિમાં છે પણ અહીં તો પ્રગટમાં આવ્યો. એમ કહ્યું ને? ભાઈ! ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે એ કોને પ્રતીતમાં આવ્યો? સમજાય છે કાંઈ? આ છે, ભલે ગુપ્ત શક્તિરૂપે છે, પણ એ પ્રતીતિ, અનુભવ-વેદનમાં આવ્યા વિના આ ગુપ્ત છે એવી પ્રતીતિ ક્યાંથી આવી? ઝીણી વાત છે, ભાઈ! આહાહા.! વાત તો બૌદ્ધની કહે છે પણ ક્ષણિક પર્યાયબુદ્ધિવાળા બધા બૌદ્ધ જ છે. હૈ? મુમુક્ષુ :- અભિપ્રાયમાં તો એમ જ છે ને. ઉત્તર :- એનો અભિપ્રાય તો એક જ છે. આહાહા...! હૈ? મુમુક્ષુ :- બૌદ્ધમતિ તો ગૃહીત મિથ્યાદૃષ્ટિ હોય છે. ઉત્તર :- આ પણ ગૃહીત મિથ્યાષ્ટિ છે, પર્યાયબુદ્ધિમાં પોતાનું માને છે. સમજાય છે કાંઈ? સંપ્રદાયમાં સાંભળીને, હોં! અનાદિથી અગૃહીત છે એ તો છે, અનાદિથી અગૃહીત મિથ્યાત્વ છે એ તો છે જ, પણ સંપ્રદાયમાં આવીને પર્યાયબુદ્ધિની પુષ્ટિ કરી તો એ ગૃહીત મિથ્યાત્વ છે. અગૃહીત તો અનાદિનું છે જ. એમાં કંઈ નવું નથી પકડ્યું, પણ અગૃહીત ઉપરાંત જ્યાં સંપ્રદાયમાં જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં સંપ્રદાયની બુદ્ધિમાં રાગ અને પર્યાયબુદ્ધિ થઈ તો એ ગૃહીત મિથ્યાત્વ થઈ ગયું. સમજાય છે કાંઈ? આહાહા..! અહીં એ કહ્યું. તરચ વિમોહં અપહરતિ આહાહા.! “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે.' કોણ? ચિચમત્કાર. જે આ આત્મા પહેલા હતો તે જ હું છું. ભૂતકાળમાં હતો તે જ વર્તમાનમાં છું. વર્તમાનમાં છું તે જ ભવિષ્યમાં રહેશે, એવી વસ્તુની નિત્યતા પર્યાયમાં અનુભવમાં આવી Page #267 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૬ ૨૫૩ એ ચિત્રમત્કાર થયો. આહાહા...! હમણા કહ્યું હતું ને અહીંયાં? કે, ભઈ! આ પગ જમીન ઉપર ચાલે છે ને? તો પગ જમીનને અડતો જ નથી. આ ચમત્કાર નથી? બહારના ચમત્કારનું તારે શું કામ છે? અને જ્ઞાન જાણે છે કે, આ પગ છે એ નીચે જમીનને અડતો નથી, આત્મા હલાવતો નથી અને પગ પોતાની પરમાણુની પર્યાયથી ચાલે છે). એ પગનો આધાર જમીન પણ નથી. જમીનના આધારે ચાલે છે એમ પણ નથી. એ પરમાણમાં આધાર નામનો ગુણ છે તો પોતાના આધારે પર્યાયથી ત્યાં ગતિ કરે છે અને ત્યાં રહે છે. ત્યાં (જમીનના) આધારે રહ્યો જ નથી. હું મુમુક્ષુ :- બધા ઋદ્ધિધારી થઈ ગયા? ઉત્તર :- એમ જ છે. માને, ન માને એ તો સ્વતંત્ર છે. આ ચમત્કાર નથી? દુનિયાને બેસી શકે આ વાત. આ આંગળી આને અડતી નથી અને આ ઊંચું થાય છે. આહાહા...! આ ચમત્કાર નથી દ્રવ્યનો? વસ્તુ જ ચમત્કારિક છે. ચાહે તો ભગવાન હો આત્મા કે ચાહે તો રજકણ હો. આહાહા. એક સમયમાં રજકણ ચૌદ બ્રહ્માંડની ગતિ કરે છે. નીચે સાતમી નરકના તળિયે એક પરમાણુ હો, એક સમય (અર્થાતુ) એક “કનો અસંખ્યમો ભાગ, “ક” બોલે એમાં અસંખ્ય સમય જાય છે. એક સમયમાં નીચેથી પરમાણુ ગતિ કરે અને) સિદ્ધ છે ત્યાં ચાલ્યો જાય. કોઈની અપેક્ષા નહિ. કોઈનો આશ્રય નહિ. કોઈનો આધાર નહિ. ધર્માસ્તિકાયને કારણે પણ નહિ. ધર્માસ્તિકાય (ને કારણે) તો ત્યારે કહેવાય કે જ્યારે પોતાથી (ગતિ થાય છે ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કઈ? આ શરીર છે ઇ આ પાટને અડ્યું જ નથી. પાટને આધારે શરીર રહ્યું જ નથી. આ વાતા આ ચમત્કાર નથી? અને તે પણ આ ચીજને જાણનારનો ચમત્કાર છે. એ ચીજને તો ખબરેય નથી. હૈ? આહાહા.! જાણનારો નિત્ય પ્રભુ ચમત્કારી આહાહા.! પોતામાં રહીને પર્યાયના લક્ષમાં દ્રવ્ય લઈને પર્યાયમાં આનંદનું વદન ચિન્ચમત્કાર થયો એમાં ક્ષણિકવાદનો, મિથ્યાત્વનો, વિમોહનો નાશ કર્યો છે? તર વિમોટું અપહરતિ “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. આહાહા.! આવો માર્ગ ભારે આકરો. હે ભગવાન! તું પણ સાચો છો, પણ સાચો થા ને! તું પણ પ્રભુ છો, નાથા આહાહા...! તારામાં ખામી-કમી છે નહિ. પૂર્ણાનંદનો નાથ છો ને તું! પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સર્વજ્ઞતા, પૂર્ણ સર્વદર્શિતા, પૂર્ણ પૂર્ણ પૂર્ણ... પૂર્ણ. સર્વ ગુણથી પૂર્ણ પ્રભુ છે. આહાહા.. ચિત્યમત્કાર થઈને તેના વિમોહનો નાશ કરે છે. આહાહા...! આ ધારણાની વાત નથી. અંદર ચિન્ચમત્કાર જ્ઞાન ચમત્કાર. આહાહા.! પર્યાય પોતામાં રહીને દ્રવ્યને જાણે, ગુણને જાણે, પોતાને જાણે અને પરને જાણે. પરને અડ્યા વિના અને પોતાની પર્યાય પણ પોતાના દ્રવ્યને અડ્યા વિના... આહાહા...! પર્યાયમાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કલશામૃત ભાગ-૬ આનંદનું ચિત્ચમત્કારનું વેદન આવ્યું. આહાહા..! એ ચમત્કાર નથી? એ પર્યાય છે, સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન થયું એ પર્યાય દ્રવ્ય-ગુણને અડતી નથી. અને એ પર્યાયમાં પરનું જ્ઞાન થયું તો પરને પણ એ પર્યાય અડી નથી અને પર છે તો અહીંયાં જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. આહાહા..! પ્રભુ! તારી વાત તો જો, ભાઈ! આહાહા..! એ ચિત્ચમત્કારની દૃષ્ટિ થઈને ક્ષણિકવાદનો નાશ કરી ધ્યે છે. પર્યાયબુદ્ધિનો નાશ કરી દરે છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? અરે..! આહાહા..! કાલે ‘રજનીશ’નું આવ્યું છે ને, નહિ? અર.......! ભાષણ આપ્યું છે. કોઈ દરબારે અંગ્રેજીમાં મારી ઉપર લખ્યું છે કે, અહીં જૈન સાધુની નિંદા થઈ છે. માટે તમે કાંઈક પગલા ભરો. ભઈ! અહીં અમારે... અને એ બાઈ એમ બોલી કે, વ્યભિચારનો જે વિકલ્પ આવે છે તો વ્યભિચાર કરી લેવો. અર......! અને પાછા એમ માને છે કે મારી સિવાય કોઈ નથી. હિન્દુસ્તાનમાં ઓલા છે ને? ‘અરવિંદ’. ‘અરવિંદ આશ્રમ’ છે ને મોટો? એની પણ નિંદા કરી છે, એ પણ નહિ, કોઈનું નહિ. જૈનનું નહિ, એ નહિ બધા જૂઠા છે. અને વિકલ્પને દબાવવો નહિ. વિષયભોગનો વિકલ્પ આવ્યો તો દબાવવો નહિ. અર........! આવો માર્ગ પ્રભુ શું કરે છે તું આ? આહાહા..! અહીંયાં તો (કહે છે), ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ એ પણ પ્રભુ પાપ છે. એને ઠેકાણે આ વ્યભિચાર કરો તો નિર્વિકલ્પ થઈ જશો (એમ કહે છે). આહાહા..! અર........! આ તો પ્રભુ ચિત્ચમત્કાર નિર્વિકલ્પ ક્યારે થશે? કે, પર્યાય ઉપરનું લક્ષ છોડી ત્રિકાળ ઉપર દૃષ્ટિ કરવાથી ચિત્ચમત્કારમાં નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ નિર્વિકલ્પ દૃષ્ટિને કોઈ પરની અપેક્ષા નથી. આહાહા..! ભાવાર્થ આમ છે કે–જો જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો...' ક્ષણે ક્ષણે નાશ થાય. પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે..’ પૂર્વના જ્ઞાન સહિત વર્તમાનનું જ્ઞાન થાય છે એ જ્ઞાન તો ધ્રુવ રહ્યું. તે કોને થાય?” શું કહ્યું સમજાયું? ક્ષણવિનશ્વ૨ હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય?” સમજાયું કે નહિ? પ્રત્યભિજ્ઞાન કહે છે. આહાહા..! આહાહા..! પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય? માટે જીવદ્રવ્ય સદા શાશ્વત છે’ આહાહા..! ભગવાન તો ત્રિકાળી શાશ્વત બિરાજે છે. આહાહા..! પરમાણુ પણ પારિણામિકભાવે દ્રવ્ય શાશ્વત છે. પર્યાય પલટે. પરમાણુ દ્રવ્ય તરીકે તો શાશ્વત છે. આહાહા..! એ શાશ્વતની તો એને (–પરમાણુને) ખબર નથી. આ શાશ્વતની એને ખબર પડે છે. સમજાય છે કાંઈ? એ પરમાણુ પણ શાશ્વત છે એ ૫૨માણુને ખબર નથી. એ શાશ્વત છે એનો ખ્યાલ તો જ્ઞાનમાં આવે છે. કોને? કે, પોતે નિત્યને જાણ્યો, નિત્ય-કાયમ સદાય (છે) એ દૃષ્ટિએ જ્ઞાનમાં બધા પરમાણુ આદિ શાશ્વત છે એમ જાણ્યું. આહાહા..! પર્યાય પલટતી હોવા છતાં વસ્તુ તો શાશ્વત છે. આહાહા...! Page #269 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૬ ૨૫૫ એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે.' જુઓ! અહીં તો એ લીધું. આવું સાંભળવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય જ છે. હેં? પાંચમી ગાથામાં કહ્યું ને? ‘સમયસાર’. ‘નવિ વાખ્ખ”. આમ તો પહેલું એમ કહ્યું, “યત્તવિત્ત્ત' (અર્થાત્) સ્વભાવની એકતા અને વિભાવની પૃથકતા. તં યત્તવિાં વાદ્ન” દેખાડીશ હું, (એમ) કુંદકુંદાચાર્યદેવ' કહે છે. “વાર્દ અપ્પળો સવિવેળ એ મારા વૈભવથી દેખાડીશ. આહાહા..! એમાં પણ વિ વાખ્ખ પછી બીજો શબ્દ આવ્યો. પહેલું તો આવ્યું આવતું યત્તવિક્ત્ત વાર્દ અપ્પળો સવિવે હું સ્વભાવની એકતા અને વિકલ્પની પૃથકતા મારા વૈભવથી દેખાડીશ. તો ‘વાĒ” શબ્દ તો પહેલા આવ્યો હતો, ફરીને વાä” લીધું. પણ નવિ વાખ્ખ” જો હું દેખાડું તો ‘પમાનં’. “નવિ વાપુખ્ત” દેખાડું તો પ્રમાણ ક૨જે–અનુભવથી પ્રમાણ કરજે. આ વાત છે એમ નહિ. આહાહા..! “નવિર વાપુખ્ત પમાળ’. આ ત્રીજું પદ છે. ત્રીજા પદના બે કટકા. વિવાÇખ્ખ’ જો દેખાડું (તો) ‘પમાળ’. આહાહા..! અંતરના આનંદના અનુભવથી પ્રમાણ કરજે. આહાહા..! સમજાય છે કાંઈ? “વિ વાખ્ખ પમાળ સુન્ન છતું ન ઘેત્તવં' હું કોઈ વ્યાકરણના શબ્દમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન ફેરફાર બોલવામાં આવી જાય અને તને તેનો ખ્યાલ હોય તો એ ખ્યાલ ન રાખીશ. મારી અંતરની ચીજ અનુભવની કહું છું એ ખ્યાલ રાખજે. વિભક્તિમાં આમ ફેર પડ્યો ને આ ભાષા ને તને જ્ઞાનમાં હોય, એ તું ભણ્યો હોય, વ્યાકરણ (ખબ૨ હોય) અને તને જ્ઞાનમાં હોય કે આ ઠેકાણે શાસ્ત્રમાં શબ્દ આમ જોઈએ ને આ બોલ્યા, તો એવું ધ્યાન રાખીશ. વુન્ન છાં ન ઘેત્તવં આહાહા..! હું આત્માના આનંદનો અનુભવ રાગથી ભિન્ન પડીને જે બતાવું છું તેને તું પ્રમાણ કરજે. બીજી વાત લઈશ નહિ. અહીંયાં એ કહ્યું, જુઓ! એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. એ તો તરત... હૈં? આહાહા..! અહીંયાં તો એવી વાત લીધી છે. આહાહા..! કેવી છે જીવવસ્તુ” નિત્યામૃતૌધૈ: સ્વયમ્ અમિપિગ્ન આહાહા..! કેવો છે પ્રભુઆત્મા અંદર? ‘નિત્ય” “સદાકાળ અવિનશ્વર૫ણારૂપ...’ આહાહા..! છે... છે.. છે. છે.. છે.. છે... સદા કાળ અવિનશ્વર વસ્તુ અંદર છે. નિર્ણય થયો પર્યાયમાં પણ વસ્તુ છે અવિનશ્વર, એમ નિર્ણય થયો. અનિત્યએ નિત્યનો નિર્ણય કર્યો. સમજાય છે કાંઈ? નિત્યનો નિર્ણય નિત્ય કેવી રીતે કરે? સમજાય છે કાંઈ? એ “ચિદ્વિલાસ’માં લીધું છે ભાઈએ, ચિદ્વિલાસ'. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. “ચિદ્વિલાસ’માં બહુ સરસ વાત છે. અનુભવની ઘણી સારી (વાતો કરી છે). અનુભવ પ્રકાશ’માં, ‘ચિદ્વિલાસ'માં ભાઈએ-દીપચંદજી’એ (ઘણી વાત કરી છે). અહીંયાં કહે છે, આહા..! નિત્યામૃતૌધૈ: સ્વયમ્ અમિષિગ્વન્’. નિત્ય’ નામ સદા કાળ ભગવાનઆત્મા અંદર બિરાજે છે, અવિનશ્વર. અને ‘અમૃત’ જીવદ્રવ્યનું જીવનમૂળ,...' આનંદ સ્વરૂપ અમૃત ભગવાન અંદર છે એ જીવનું જીવનમૂળ એ છે. આહાહા..! અમૃત સિંચતિ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કલશમૃત ભાગ-૬ આહાહા...! “જીવદ્રવ્યનું જીવનમૂળ, તેનું...” “શોધૈ: નામ “સમૂહ વડે... આહાહા.! જીવદ્રવ્યનું કાયમી ટકવું, આનંદનું કાયમ રહેવું તેવો અમૃત સ્વરૂપ ભગવાન. અમૃતના બે અર્થ છે. કદી મરે નહિ એવું નિત્ય અને અતીન્દ્રિય આનંદ અમૃત પર્યાયમાં સીંચે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આત્માનો અભિષેક થાય છે, એમ કહે છે. જે નિત્યની માન્યતા અનુભવમાં નહોતી, ધારણામાં હતી, નિત્યનું ભાન થયું એ) અભિષેક થયો. રાજન અભિષેક થયો. આહાહા.! રાજાનો અભિષેક કરે છે ને? “મિષિષ્યન’નો અર્થ અભિષેક થાય છે. સંસ્કૃતમાં છે. સંસ્કૃત ટીકા છે ને? બધાની ટીકા છે, પરમઅધ્યાત્મ તરંગિણી' છે, સંસ્કૃત. એ શું કહ્યું? ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ વર્તમાન ક્ષણિક પર્યાયનો નાશ કરીને ત્રિકાળી ઉપર જ્યાં દષ્ટિ પડે છે ત્યાં નિત્યાનંદ અમૃત પ્રભુ, અમૃતનો ઓઘ... ઓહોહો...! ન નાશ પામે એવું અમૃત અને અસ્તિરૂપે અનંત અમૃત આનંદ, તેનો સમૂહ. આહાહા.. તેના દ્વારા “સ્વયમ્ ષિષ્ય'. કહે છે? રાગ નિમિત્ત હતો ને પરની અપેક્ષા આવી તો “મિષિષ્ય નિત્યનું ભાન થયું એમ નહિ. “સ્વયમ્ ગામગ્વિન આહાહા.! દેવીલાલજી'! આહાહા..! પોતાના નિત્યાનંદ પ્રભુના અનુભવમાં સ્વયં અભિસિંચન થાય છે. કોઈની વ્યવહાર-ફયવહારની અપેક્ષા એમાં નથી. વ્યવહાર આવો આવ્યો, બહુ સારો વ્યવહાર કર્યો તો આ અનુભવ થયો એમ બિલકુલ નથી. આહાહા...! આવી ભાષા છે. એના ભાવ આવા બહુ સૂક્ષ્મ છે. મુમુક્ષ - આપ તો ફરમાવો છો કે ધારણામાં નક્કી કરવું. ઉત્તર :- ધારણામાં વિકલ્પથી નિર્ણય કર્યો ત્યાં સુધી અનુભવ નથી. મુમુક્ષુ :- અનુભવ તો પછી કરવો પડે.” ઉત્તર :- પણ એ પછી... વિકલ્પમાં નિર્ણય કર્યો માટે અનુભવ થાય છે એમ નથી. પહેલા એવો નિર્ણય આવે છે. કેમકે વિપરીત બુદ્ધિ હોય છે એટલે વિકલ્પમાં એવો નિર્ણય આવે છે કે, આ આત્મા નિત્યાનંદ છે, ક્ષણિક પર્યાય છે, અનુભવ થાય છે તો આનંદનો થાય છે, આ રાગનું વેદન છે, પણ એ વિકલ્પ સહિત નિર્ણય વાસ્તવિક નથી. આહાહા...! વાસ્તવિક નિર્ણય તો અનુભવ કરીને જે નિર્ણય થયો તે યથાર્થ છે). અવગ્રહ, ઈહા, અવાય, ધારણા થઈને વસ્તુને પકડીને અવાય, અવગ્રહ–પકડી, ઈહા-વિચાર-જ્ઞાન કર્યું અવાય-નિશ્ચય થયો, ધારણા–ત્યારે આ આનંદ છે એવી ધારણા થઈ એ નિર્ણય યથાર્થ છે. મુમુક્ષુ :- નિર્વિકલ્પ ધારણા ઉત્તરઃ- (એ પહેલાની) ધારણાને ધારણા કહેતા નથી. મતિજ્ઞાનનો ભેદ છે ને? આહાહા.! મુમુક્ષુ :- જે આત્માનો નિર્ણય કર્યો છે જ આત્મા પછી અનુભવમાં આવશે ને? ઉત્તર :- પણ ઈ નિર્ણય વિકલ્પથી કર્યો માટે નહિ. એવો વિકલ્પ સહિત) પહેલા નિર્ણય આવે છે. અન્ય મતથી અને વિપરીત કહેનારથી, વિપરીતપણું કેવું હોય એ પલટવાને Page #271 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૬ ૨૫૭ કા૨ણે એવો વિકલ્પ આવે છે કે, ભગવાન તો આ કહે છે, અજ્ઞાની આ કહે છે, પણ વિકલ્પથી નિર્ણય થયો એ વાસ્તવિક નિર્ણય નથી. આહાહા..! વાસ્તવિક નિર્ણય નહિ. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'માં છે. મુમુક્ષુ :- પાકો નિર્ણય નથી. ઉત્તર :– હા, પાકો નિર્ણય નથી. અહીં આવ્યા હતા ને? ઘણું વાંચન કર્યું હતું, ઘણું વાંચન (હતું). અહીં આવ્યા ને એક શબ્દ કહ્યો, ભાઈ! વિકલ્પ જે રાગ ઊઠે છે ને ભગવાન, બેય ભિન્ન ચીજ છે. આહાહા..! ઘણા સાધુને મળ્યા હતા. તપ, જપ કર્યાં હતા. અન્યમતિની ક્રિયા હોય છે ને? શું કહેવાય? સમજાણું? યોગ. અન્યમતિનું ઘણું કર્યું હતું. શાસ્ત્ર વાંચેલા. એક જ વાત કરી, પ્રભુ! અંદર આનંદ સ્વરૂપ ભગવાન, રાગના વિકલ્પથી તદ્દન ભિન્ન છે. તો એક રાત.. આ રસોડામાં સાંજથી સવાર સુધી ધ્યાનમાં ઘોલન કરતા.. કરતા.. કરતા.. જ્યાં સવાર થયું ત્યાં અનુભવ કરીને ઊભા થયા, એક રાત્રિમાં સમ્યગ્દર્શન થયું. અહીંયાં. પછી આ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ (છપાણું). ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ તો પછી અમારા આ ભાઈએ બનાવ્યું, આ શશીભાઈ’એ અને લાલચંદભાઈ’એ બેએ ભેગા થઈને બનાવ્યું. એ પોતે કંઈ... આ શશીભાઈ’ વૈષ્ણવ છે, પછી એમણે બનાવ્યું. એ અને આપણા લાલચંદભાઈ’, બેયએ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ (બનાવ્યું). નીચે નામ છે. મુમુક્ષુ :– વૈષ્ણવ હોત તો એ આજે જૈન છું, એમ કહે છે. ઉત્તર ઃ- આ તો ઓળખાવવા માટે. કુળે વૈષ્ણવ હતા. મોઢ છે ને મોઢ? ગાંધીની નાતના છે. ‘ભાવનગર’માં એ જ વાંચે છે અને વાંચવા જાય છે, ‘કલકત્તા’ ને મુંબઈ’ ને.. વાંચવા જાય છે. આહાહા..! વૈષ્ણવ હોય કે હરિજન હોય, આત્માના અનુભવ માટે ક્યાં નાત નડે છે? હિરજન પણ પામે છે. આવ્યું ને? ‘રત્નકદંડ શ્રાવકાચાર’. જેમ અગ્નિ ઢાંકેલી છે તેમ બહારમાં તો ચંડાળ શરીર, કાળું, મેલું (હોય પણ) અંદર અનુભવ, સમ્યગ્દર્શન થયું છે. ઢાંકેલી અગ્નિ છે. ‘રત્નકદંડ શ્રાવકાચાર'માં (આવે છે). આહાહા..! હરિજન હોય તો શું થયું? તેના સમૂહ વડે પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી.' ભાષા જુઓ! ‘સ્વયમ્ અમિગ્વિન્” આહાહા..! આનંદની ધારાથી આત્માનો અભિષેક આત્મા કરે છે. હું નિત્ય છું, એવા આનંદના અનુભવમાં હું નિત્ય છું એવો અભિસિંચન–અભિષેક થયો. આહાહા..! સમજાય છે કાંઈ? ભાષા તો ભઈ સાદી છે પણ ભાવ તો જે છે તે છે. શું કરે? સમજાય છે કાંઈ? સ્વયમ્ અમિગ્વિન્ આહાહા..! ભાષા એમ છે કે, નિત્યનું ભાન થયું તો કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રની અપેક્ષા હતી તો થયું, કોઈ નિમિત્તની અપેક્ષાથી થયું, કોઈ રાગની મંદતા ઘણી કરી તો તેનાથી થયું? કે, ના. આહાહા..! સ્વયમ્ અભિવિન્ગ્વન્” પોતાની શક્તિથી...’ પોતાના સ્વભાવની ‘શક્તિથી પોતે પુષ્ટ થતી થકી.’ પોતાથી પોતે પુષ્ટ થતો થકો. અસ્થિરતા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કલશામૃત ભાગ-૬ હતી કે, એને જ–રાગાદિ પર્યાયને જ પોતાની માનતો હતો એ નાશ થઈ) પુષ્ટિ થઈ કે. નિત્યાનંદ પ્રભુ (છું) એમ પુષ્ટ થયું. આહાહા.! ચણો જેમ પાણીમાં પુષ્ટ થાય છે, ચણો... ચણો પાણીમાં પોઢો થાય છે ને? પણ એ તો પોલો પોઢો છે. શું શું કહ્યું? ચણો જેમ કઠણ હોય છે ને? ચણો છે પાણીમાં પોચો થાય છે, પણ એ પોચો પોલો છે, અંદર કઠણ નથી. આ તો કઠણ પુષ્ટ થાય છે. આહાહા.! જેમ દૂધ... દૂધ લ્યોને અગ્નિ નીચે હોય ને દૂધ પાંચ શેર હોય, ઉભરો આવે, ઉભરો તો કંઈ દૂધ વધી ગયું છે? એ તો પોલાણ છે. અગ્નિ ને આ દૂધ હોય છે ને? એમાં ઉભરો આવે છે. એ દૂધ વધ્યું નથી. એ ઘણું પોલું થઈ ગયું છે. એમ અજ્ઞાનીનું જ્ઞાન પોલું છે. જ્ઞાનીનું જ્ઞાન પુષ્ટ થયું છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે. છે? પોતાની શક્તિથી પુષ્ટ થતી થકી.” આહાહા...! પર્યાયમાં આત્મદ્રવ્ય ઉપર જોર લગાવી પર્યાયમાં પુષ્ટ થાય છે. શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા વગેરે શક્તિની વ્યક્તતા પુષ્ટ થાય છે. સમજાય છે કાંઈ? આહાહા! “વ” “નિશ્ચયથી આમ જ જાણજો.” એમ નિશ્ચયથી જાણો કે, સ્વયં પોતાના કારણે પુષ્ટ થાય છે. કોઈ રાગની મંદતા કરી ને વ્યવહાર ખૂબ કર્યો માટે નિશ્ચય થયો એ બિલકુલ મિથ્યાત્વનું શલ્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...! વ” “નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં.” બીજી રીતે આત્મા પ્રાપ્ત થતો જ નથી. નિરપેક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરની અપેક્ષા વિના થાય છે. એ નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું. પરમ નિરપેક્ષ. આહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે નિર્મળ પ્રગટ થયા એમાં પરની બિલકુલ અપેક્ષા નથી. સ્વનો આશ્રય (થઈ) નિત્યનું ભાન થયું. ૧૭-૧૮ ગાથામાં લીધું છે ને? ભાઈ! ૧૭-૧૮, “સમયસાર'. આત્માની શ્રદ્ધા થઈ, અનુભવ થયો) તો એ શ્રદ્ધા એવી થઈ, અનુભવ તો થયો પણ હવે હું એમાં સ્થિર રહીશ તેટલો કર્મનો નાશ થશે. છે? ૧૭-૧૮ ગાથા. ૧૭-૧૮માં છે. શ્રદ્ધામાં એમ આવ્યું કે, આ ચીજ આવી આનંદકંદ પ્રભુ છે, એમાં હું જેટલો અંદરમાં સ્થિર રહીશ તેટલો કર્મનો નાશ થશે. એ શ્રદ્ધામાં ચારિત્ર એવું આવ્યું. શ્રદ્ધામાં (એમ આવ્યું. આ વ્રત ને ફ્રત ને એ બધા કોઈ ચારિત્ર છે જ નહિ સમજાય છે કાંઈ? ૧૭-૧૮ ગાથામાં છે કે, જ્યારે આત્માનો અનુભવ થયો, પર્યાયમાં આબાળગોપાળને આત્મા જ જણાય છે, સર્વ જીવને પર્યાયમાં આત્મા જ જણાય છે, કેમકે પર્યાયનું જ્ઞાન સ્વપઐકાશક છે તો પર્યાયમાં સ્વ જ જણાય છે, પણ રાગને વશ થઈને દૃષ્ટિ આ બાજુ નથી માટે તેને અનુભવમાં આવતો નથી. અને જ્યારે અનુભવમાં આવ્યો અને શ્રદ્ધા થઈ તો એ શ્રદ્ધા એવી થઈ કે, આ આત્મા આનંદ સ્વરૂપ છે તેની અંદર હું જેટલો ઠરીશ એ ચારિત્ર છે, તેટલો કર્મનો નાશ થશે. આહાહા...! મુમુક્ષુ :- શ્રદ્ધાની પરિણતિ છે કે જ્ઞાનની પરિણતિ છે? ઉત્તર :- સ્થિરતાની પરિણતિ. આ તો શ્રદ્ધાની પરિણતિ છે) પણ શ્રદ્ધાની પરિણતિમાં Page #273 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૭ ૨૫૯ શ્રદ્ધાએ એમ માન્યું. મુમુક્ષુ :- શ્રદ્ધાનો વિષય તો એકાંત ધ્રુવ છે. ઉત્તર – વિષય ભલે ધ્રુવ હો પણ શ્રદ્ધાનું ભાન થયું તેની સાથે જ્ઞાન પણ થયું કે નહિ? શ્રદ્ધામાં તો સ્વ-પર ભેદ છે જ ક્યાં? પણ સાથે જ્ઞાન થયું એ જ્ઞાન એમ જાણે છે કે, આ વસ્તુને મેં જે જાણી એમાં અંદર આનંદમાં હું જેટલો લીન થઈશ તે ચારિત્ર છે. તેનાથી મારા કર્મનો નાશ થશે. હું સમજાય છે કાંઈ? તો એ માટે આ શબ્દ વાપર્યો છે–પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી. આમ જ જાણજો.” આમ જ જાણજો. એકાંત (કર્યું. “અન્યથા નહીં. બીજી રીતે છે નહિ. વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) (અનુષ્ટ્રપ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७। ખંડાન્વય સહિત અર્થ – ક્ષણિકવાદીને પ્રતિબોધવામાં આવે છે-“રૂતિ વાન્તઃ મા. વારતુ' (તિ એ રીતે વત્ત:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે” એમ કહેવું તે (મા વરતુ) ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો. એવું કેવું ? “જન્ય: રોતિ કન્ય: મુંવરુતે' (અન્ય: વરાતિ) અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, (અન્ય: મુંજને અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,–એવું એકાન્તપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે; પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ–અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે–આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે. જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કર્યું વિપરીતપણું? ‘ત્યન્ત વૃક્વંશમેવતઃ વૃત્તિમન્નાશવત્વના” Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કલશામૃત ભાગ-૬ (અત્યન્ત) દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? (વૃત્તિ) અવસ્થા, તેના વંશ) અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો (મેવત:) ભેદ છે અર્થાતુ કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદૃષ્ટિ જીવ (વૃત્તિમન્નાશવીનત) વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કહ્યું છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે. ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી. માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. ૧૫-૨૦૭. મહા સુદ ૬, સોમવાર તા. ૧૩-૦૨-૧૯૭૮. કળશ–૨૦૭ પ્રવચન–૨૩૧ કળશટીકા ૨૦૭. (અનુષ્ટ્રપ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात् । अन्यः करोति भुङ्क्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।।१५-२०७॥ ક્ષણિકવાદી પ્રતિબોધવામાં આવે છે-' અર્થાતુ એકાન્ત પર્યાયને જ માનવાવાળાને સમજાવવામાં આવે છે. “તિ કાન્તઃ મા વારંતુ “એ રીતે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકના ભેદ કર્યા વિના...' શું કહે છે? દ્રવ્યાર્થિકથી દ્રવ્ય નિત્ય છે અને પર્યાયથી અવસ્થા અનિત્ય છે. બે ભેદનો સ્વીકાર નહિ કરતાં એકાંતનો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ છે. આગળ લેશે. એકલા દ્રવ્યનો જ સ્વીકાર કરે અને પર્યાયનો સ્વીકાર ન કરે તો એ પણ મિથ્યાત્વ છે અને એકલી પર્યાયનો જ સ્વીકાર કરે અને ત્રિકાળને ન સ્વીકારે તો તે પણ મિથ્યાદૃષ્ટિ છે. કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો” આહાહા.! સ્વપ્નમાં પણ એવી કલ્પના ન હો કે હું એક પર્યાયમાત્ર છું અને ત્રિકાળી દ્રવ્ય નથી. દ્રવ્ય ત્રિકાળ રહેનારી ચીજ છે તે નથી, એવું સ્વપ્નમાત્રમાં પણ ન હો. આહાહા...! સમજાય છે કાંઈ? “એવું કેવું?” ‘ાઃ રોતિ કન્ય: મુફત્તે’ ‘અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જ છે, અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,-એવું એકાન્તપણું મિથ્યાત્વ છે.' Page #275 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૦૭ ૨૬૧ આહાહા..! ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે.’ એકલી પર્યાયરૂપ પણ નથી, એકલી દ્રવ્યરૂપ પણ નથી. ક્ષણિક બૌદ્ધમતિ આદિ અજ્ઞાની અનાદિથી પર્યાયને જ માને છે અને સાંખ્યમતિ જે વેદાંતી આદિ એકલા દ્રવ્યને જ માને છે, પર્યાયને નથી માનતા. એ કહે કે, આત્મા અને આત્માનો અનુભવ, એ તો બે થઈ ગયા. એમ. બે નથી. એક જ સર્વવ્યાપક છે. એ પણ ખોટું છે. અને પર્યાયમાત્ર માને છે એ દૃષ્ટિ તો અનાદિથી બૌદ્ધની તો છે પણ અનાદિ અજ્ઞાનીનું પણ પર્યાય ઉપર લક્ષ છે. કેમકે પ્રગટ પર્યાય છે. વસ્તુ પર્યાયની સમીપમાં પર્યાયની અપેક્ષાએ અપ્રગટ કહેવામાં આવે છે. પર્યાયની અપેક્ષાએ. તેની અપેક્ષાએ પ્રગટ છે. આહાહા..! સમજાય છે કાંઈ? અવ્યક્ત કહ્યું ને? પણ અવ્યકત્ તો પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યક્ત છે. આહા..! આવી વાત છે, ભાઈ! મુમુક્ષુ :– એક ને એક પદાર્થ વ્યક્ત અને એક ને એક પદાર્થ અવ્યક્ત. ઉત્તર ઃ– હા, એક ને એક પદાર્થ વ્યક્ત અને એક ને એક પદાર્થ અવ્યક્ત. આહાહા..! એ કહે છે, હમણાં બીજા શ્લોકમાં વિશેષ કહેશે. એ વ્યક્ત–પ્રગટ પર્યાયનો જ અનુભવ અનાદિથી છે ને. નવમી ત્રૈવેયક અનંત વાર દિગંબર જૈન સાધુ થઈને ગયો, પંચ મહાવ્રતાદિ પાળ્યા) પણ એની દૃષ્ટિ પર્યાય ઉપર જ છે. બહુ સૂક્ષ્મ વાત, ભગવાન! એ પર્યાયની સમીપમાં આખી અસંખ્ય પ્રદેશી વસ્તુ છે તેની ઉપર કદી દૃષ્ટિ કરી જ નથી. સમજાય છે કાંઈ? આહાહા..! રાત્રે થોડું કહ્યું હતું અને પહેલા પણ કહ્યું હતું. શું? કે, જે આ અસંખ્યપ્રદેશી આત્મા છે ને? તો જે પર્યાય છે તે દરેક પ્રદેશ ઉપર છે. હૈં? પ્રશ્ન :- ઉપરના ભાગમાં કે નીચેના ભાગમાં? ઉત્તર :- બધા ભાગમાં. બીજું કહેવું છે, એ વાત તો કાલે કહી હતી, પહેલા ખૂબ કહી હતી કે પર્યાય ઉપ૨ના પ્રદેશમાં જ છે, આ નહિ, અંદર પ્રદેશ અસંખ્ય (છે), એમ નથી. પર્યાય તો અંદરમાં જે આ છે ત્યાં અસંખ્યપ્રદેશનો પિંડ છે તો દરેક પર્યાય દરેક પ્રદેશ ઉપર પર્યાય છે અને આ જે પેટ છે અંદરમાં અસંખ્યપ્રદેશી જીવ છે, અસંખ્ય પ્રદેશનું દળ, તો ઉપરના પ્રદેશની પર્યાય છે એટલું નહિ પણ પ્રત્યેક પ્રદેશ ઉપર પર્યાય અંદરમાં છે. સમજાય છે કાંઈ? પ્રશ્ન :- દરેક પર્યાય પ્રદેશની ઉપર રહે? ઉત્તર ઃ- નવી નવી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન :- પ્રદેશની ઉપર રહે? ઉત્તર :– પ્રદેશની ઉ૫૨ ૨હે, અંદરમાં ન જાય. તે દિ' કહ્યું હતું, પર્યાય ઉ૫૨ છે તેનો અર્થ શું? કે, આ અસંખ્યપ્રદેશ છે, શરી૨-વાણી-મન એક કો૨ રાખો, કર્મ એક કોર Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ કિલશામૃત ભાગ-૬ રાખો, અસંખ્યપ્રદેશનો પિંડ છે તો ઉપર ઉપરના પ્રદેશમાં પર્યાય છે એમ નથી. અંતર જે અસંખ્યપ્રદેશનો પિંડ છે અંદર તે પ્રદેશમાં પણ પ્રદેશદીઠ ઉપર પર્યાય છે. આહાહા.! સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- અસંખ્ય પ્રદેશોમાં વ્યાપક. ઉત્તર :- વ્યાપક, ઉપર. પણ ઉપરનો અર્થ એટલા માટે કહ્યો. ઉપરનો અર્થ શું? કે, પ્રદેશ અસંખ્ય છે તો પ્રદેશદીઠ ઉપર પર્યાય છે અને અંદરમાં ધ્રુવતા છે. મુમુક્ષુ :- ઉપરથી પર્યાયનું આવરણ છે? ઉત્તર:- પર્યાય-ફર્યાયનું આવરણ નથી. પર્યાય છે. આવરણ-ફવરણ કંઈ નથી. સમજાણું કાંઈ? અહીંયાં તો પર્યાયને ઉપર છે એમ કહીએ છીએ તો ઉપરની વ્યાખ્યા શું એટલી વાત છે. આ શરીરને એક કોર રાખો, કર્મ એક કોર રાખો. અસંખ્ય પ્રદેશનો જે પિંડ છે તો ઉપર ઉપરના પ્રદેશ ઉપર પર્યાય છે એમ નથી, અસંખ્ય પ્રદેશનું અંદર દળ છે તો દરેક પ્રદેશની ઉપર પર્યાય છે. દરેક પ્રદેશની ઉપર પર્યાય છે તો એ પર્યાયને અંદર ઝુકાવવી. સૂક્ષ્મ વિષય છે, પ્રભુ! આહાહા. અહીંયાં પણ પ્રદેશ છે ને અંદર અસંખ્ય પ્રદેશનું દળ (છે), એ દરેક પ્રદેશની અંદર ઉપર ઉપર પર્યાય છે. ઉપર એટલે? આ અસંખ્ય પ્રદેશ અહીંયાં છે તેની ઉપર પર્યાય છે એમ નહિ. અંદર જે અસંખ્ય પ્રદેશનું દળ છે (એ બધા ઉપર પર્યાય છે). સમજાય છે કાંઈ? હૈ? મુમુક્ષુ :- સમજાતું નથી કાંઈ. ઉત્તર :- વધારે સ્પષ્ટ કરાવવા એમ કહે છે. આ ઉપર ઉપર છે એ જ પ્રદેશની પર્યાય છે એમ નહિ. અંદર પણ પ્રદેશ છે, આ પરમાણુ છે ને? એ પરમાણમાં તો ઉપર ઉપર પર્યાય છે. આવો વિષય. અહીં તો પર્યાય અને દ્રવ્ય બે ભિન્ન છે પણ કઈ રીતે છે? કે, આ ઉપર ઉપર પર્યાય છે એટલું જ નહિ, પણ અંદર પ્રત્યેક પરમાણુ ભિન્ન છે, એ પ્રત્યેક પરમાણુની પર્યાય ઉપર ઉપર છે. આની જ ઉપર છે એમ નથી. એમ પ્રત્યેક પ્રદેશ આત્મામાં છે એ પ્રત્યેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે, અંદરમાં ધ્રુવમાં પ્રવેશ કરતી નથી. એ તો આવે છે ને? પર્યાય ઉપર ઉપર રહે છે. અબદ્ધસ્કૃષ્ટમાં આવે છે). અબદ્ધસ્કૃષ્ટ શ્લોક આવ્યો ને? એ પર્યાય ઉપર ઉપર રહે છે, એવો પાઠ છે. અબદ્ધસ્કૃષ્ટ. ૧૪-૧૫ ગાથામાં લખ્યું છે. જયચંદ્રજી પંડિતે ઘણું સ્પષ્ટ કર્યું છે કે, એ બધી પર્યાય અનિત્ય છે તો એ ઉપર ઉપર રહે છે, સામાન્યમાં–ધ્રુવમાં પેસતી નથી. હવે આવો વિષય ઝીણો, શું થાય? હું મુમુક્ષુ :- બે ભાગલા પડ્યા. ઉત્તર :- બે ભાગ જ છે. એક પર્યાયનો ભાગ અને એક દ્રવ્યનો ભાગ, એવા બે ભાગ છે. બેયના ક્ષેત્ર પણ ભિન્ન છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૭ ૨૬૩ મુમુક્ષુ :- સમુદ્રમાં ઉપર ઉપર તરંગ ઊઠે છે તેની જેમ ઉત્તર :- પાણીનું તો ત્યાં દૃષ્ટાંત આપ્યું છે કે, જેમ જળમાં તેલ... તેલ કહે છે ને? (તેલનું) બિંદુ પડે તો એ તેલની અંદર પ્રવેશ કરતું નથી, ઈ ઉપર ઉપર રહે છે. પણ એ જળમાં ઉપર ઉપર રહે છે. એ સ્થૂળ દૃષ્ટાંતમાં શું કહેવું? બાકી જળના જે પ્રદેશ છે અંદરમાં એ ઉપર ઉપર પર્યાયના છે. સમજાય છે કાંઈ? ભાઈ! આ તો દ્રવ્યાનુયોગનો વિષય છે, સૂક્ષ્મ છે. આ અસંખ્ય પ્રદેશનું દળ આખો આત્મા છે. આ કર્મ, શરીર નહિ. એ ચીજ તો એમાં છે જ નહિ, તેનાથી તો ભિન્ન જ છે, પણ એ અસંખ્ય પ્રદેશ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે પ્રદેશ ઉપર પર્યાય છે, નહિ કે અસંખ્ય પ્રદેશ એટલે ઉપર ઉપરની પર્યાય તે જ એની પર્યાય છે, એમ નહિ. સમજાય છે કાંઈ? કાલે રાત્રે કહ્યું હતું ઘણું, એ પહેલા ઘણીવાર વ્યાખ્યાનમાં કહીએ છીએ કે, ભઈ! આ પર્યાય ઉપર છે અને દ્રવ્ય અંદર છે તેનો અર્થ શું? આહાહા.. તેનું ભાવભાસન થવું જોઈએ ને? એમ ને એમ માની લેવાનો અર્થ શું? ભાવમાં... આવે છે “મોક્ષમાર્ગ પ્રકાશકમાં ભાવભાસન. જ્ઞાનમાં આ આમ છે એમ ભાસન થવું જોઈએ ને? તો આ પર્યાય ઉપર છે તેનું ભાસન શું? અને અંદરમાં નથી એ શું? તો અસંખ્યપ્રદેશ પ્રભુ આત્મા આખો અંદર છે, શરીર, કર્મથી બધાથી ભિન્ન તો એ બધાથી ભિન્ન હોવા છતાં અસંખ્ય પ્રદેશ જે છે, દરેક પ્રદેશના પિંડમાં જે છે, એ અંદરના જે પ્રદેશ છે તેમાં પણ ઉપર પર્યાય છે. “ડાહ્યાભાઈ! આહા.! આવી વાતું છે. શું કીધું? મુમુક્ષુ :- કોઈ વસ્તુ હોય એને કાગળ વીંટીએ. ઉત્તર :- એમ નહિ. એમેય નહિ. એ તો ઉપર ઉપરથી થયું. એ માટે તો આ સ્પષ્ટ કરાય છે. આ લાકડીનું જેમ ઉપર ઉપર કહ્યું એમ નહિ. અહીં તો લાકડીમાં જે પ્રત્યેક પરમાણુ છે એ પ્રત્યેક પરમાણુ, આ માત્ર) ઉપરના પરમાણું નહિ, અંદરના પરમાણુમાં પણ ઉપર ઉપર પર્યાય છે. આહાહા.! આવી પ્રત્યક્ષ વસ્તુ છે. સમજાય છે કાંઈ અહીં તો બીજું કહેવું છે કે, ક્ષણિકવાદી અને બૌદ્ધમતિ ઉપર ઉપર જે પર્યાય છે તેને જ માને છે, પણ પર્યાયનો આધાર દ્રવ્ય અંદર પૂર્ણ ધ્રુવ બધા સ્થાનમાં છે તેની ખબર નથી. એમ અનાદિનો પર્યાયબુદ્ધિવાળો નવમી રૈવેયક અનંત વાર ગયો. જૈન સાધુ (થઈને) પંચ મહાવ્રત પણ કેવા પાળ્યા)? નિરતિચાર, મિથ્યાત્વભાવમાં. એની પણ પર્યાયબુદ્ધિ હતી. આહાહા.! ઉપર ઉપરની પર્યાયને જ માનતો હતો. એ ત્યાં લગી માનતો હતો કે, આ પ્રદેશમાં, દરેક પ્રદેશનું દળ છે તે પ્રદેશ ઉપર પર્યાય છે એમ પણ માનતો હતો પણ એ પર્યાય જેવડો જ હું છું, બસ! આહાહા...! ઝીણી વાત છે, ભઈ! આ એકલી ક્ષણિક બૌદ્ધની વાત નથી. મુમુક્ષુ - દ્રવ્યલિંગીનું આખુ જોર પર્યાય ઉપર જ હતું. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કલશામૃત ભાગ-૬ ઉત્તર :- પર્યાય ઉપર જ અનાદિનું અજ્ઞાનીનું બધું જોર છે. પંચ મહાવ્રત પાળીને આખું લક્ષ, રુચિ, પ્રેમ ત્યાં જામી રહે કે, હું આ કંઈક કરું છું. આ ચીજ જ હું છું. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં તો ક્ષણિકવાદને ન્યાયે, પર્યાય જે ક્ષણિક છે એ પર્યાયની પાછળ અંદર ધ્રુવતા પડી છે એ ધ્રુવ ઉપર પર્યાય તરે છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં આવી ગયું છે. ચૌદમી ગાથા છે. સામાન્ય ઉપર ઉપર તરે છે. અબદ્ધસ્કૃષ્ટ. આહા...! “સમયસાર’ તો દરિયો છે. એક એક શબ્દ દરિયો, હોં! એક એક શબ્દા આહાહા...! મુમુક્ષ :- દરિયામાં ડૂબકી ખાતા પાછું તરતા આવડવું જોઈએ ને ઉત્તર :- ડૂબકી મારે તોય એને–તરતાને ખબર છે, અંદર. આ સાંભળ્યું નહિ તમે? દરિયામાં મોતી લેવા જાય છે. દરિયામાં ઘણા પડ્યા હોય ને? કોઈકની બોટ ભાંગી હોય, પ્લેન તૂટી ગયું હોય. નીચે રત્ન પડ્યા છે, નીચે ઘણા પડ્યા છે. એ લેવા માણસ નીચે જાય છે ને? સાંભળ્યું છે ને? તો એ એક ભૂંગળી સાથે લઈને જાય. એ ભૂંગળી બહાર રહે. ત્યાંથી પવન અંદર આવે તો ત્યાં ઊંડો જઈ શકે, નહીંતર શ્વાસ લીધા વિના મરી જાય. શું કહ્યું એ? એ મોતી લેવા જાય છે ને ત્યાં એક તો અંદર જરી પ્રકાશ પણ જોઈએ. એટલે આંખમાં પણ અંદર થોડો પ્રકાશ રહે છે. જોવા માટે. અને હવા જોઈએ, હવા વિના તો મરી જાય. એક ભૂંગળી એવી રાખે કે ઉપરથી હવા અંદર આવે છે. ઉપરથી અંદર આવે છે અને અંદર જાય તો હવાને લઈને શ્વાસ લઈ શકે છે અને પ્રકાશને લઈને જોઈ શકે છે કે, આ મોતી છે, આ હીરા છે. સમજાય છે કાંઈ? અત્યારે થાય છે. અમે તો બધી વાત સાંભળી છે ને! એમ ભગવાનઆત્મા... આહાહા.! પોતાની પર્યાયને અંદર ઝુકાવવાથી હીરો હાથ આવે છે. દરિયો પડ્યો છે પ્રભુ અંદર. આહાહા. વર્તમાન પર્યાયને, આવડો જ હું છું એમ નહિ માનતા, પર્યાય જેની છે તેની સત્તાના અંતર્મુખ હોવાપણારૂપ ઉપર દૃષ્ટિ પડે તેને દ્રવ્યદૃષ્ટિ કહે છે, તેને સમ્યગ્દષ્ટિ કહે છે અને એને આનંદનો પત્તો લાગે છે. અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે, ત્યાં પર્યાયને અંદર ઝુકાવવાથી અતીન્દ્રિય આનંદનું તળ જે છે, તળ જે નીચે તળિયું છે, ધ્રુવ છે. આહાહા...! (તેનો) પત્તો લાગવાથી પર્યાયમાં પણ આનંદ આવે છે તો એ પર્યાયમાં આનંદ આવ્યો. કાલે તમારો પ્રશ્ન હતો ને? ચેતના કેમ કહ્યું? એમ કે, પહેલા જ્ઞાન કહ્યું, પછી દષ્ટિ કહ્યું, પછી ચારિત્ર કહ્યું પછી વળી ચેતના કેમ કહ્યું? કાલે કળશમાં આવ્યું હતું. ત્યાં આનંદ કહેવો છે. શું (કહ્યું? ત્યાં ચેતનાનો આનંદ કહેવો છે. જ્ઞાનચેતના, કર્મચેતના, કર્મફળચેતના પર્યાયના ત્રણ ભેદ છે ને પર્યાયમાં? જ્ઞાનચેતના (અર્થાતુ) સમ્યગ્દર્શનમાં સ્વરૂપની એકાગ્રતા થાય) એ જ્ઞાનચેતના. અંદર રાગમાં એકાગ્રતા (થાય) એ કર્મચેતના. કર્મ એટલે જડની અહીં વાત નથી અને રાગનું ફળ ભોગવવું એ કર્મફળચેતના. રાગનું ફળ કર્મફળચેતના. Page #279 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૭ ૨૬૫ સમજાય છે કાંઈ? આહાહા.! એક વાત તો બીજી પણ છે, ક્યાંનું ક્યાં આવી જાય મગજમાં. શુદ્ધ જ્ઞાનચેતના, શુદ્ધ કર્મચેતના અને શુદ્ધ કર્મફળચેતના એવા ત્રણ બોલ પ્રવચનસારમાં આવ્યા છે. ભાઈ! હૈ? છે ને? અંદરમાં આનંદસ્વરૂપ ધ્રુવમાં જાય છે ત્યારે પર્યાયમાં જે શુદ્ધ ઉપયોગ થયો એ શુદ્ધ ઉપયોગને કર્મચેતના કહેવામાં આવ્યું છે. શુદ્ધ કર્મચેતના. આહાહા.. પ્રવચનસારમાં છે. આહાહા..! શુદ્ધ કર્મચેતના! આહા..! છે તો પર્યાય પણ એ ધ્રુવ તરફ ઝુકવાથી જે આનંદની શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તેને પણ કર્મચેતના કહેવામાં આવે છે. રાગને કર્મચેતના કહ્યું એ તો અશુદ્ધ ચેતનાની ક્રિયા માટે કહ્યું છે. આ તો શુદ્ધકર્મચેતના. કર્મ નામ કાર્ય. શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે ધ્રુવ છે તેના અવલંબનથી, તેના આશ્રયથી, તેના ધ્યેયથી, તેના લક્ષથી પર્યાયમાં શુદ્ધતા જે પ્રગટ થઈ એ શુદ્ધતાને પણ શુદ્ધ કર્મચેતના કહેવામાં આવે છે. આહાહા...! યશપાલજી'! ઝીણી વાત છે, ભગવાના શું થાય? માર્ગ કોઈ એવો છે. કર્મફળચેતના. એ શુદ્ધ નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તે આનંદનું જે વેદન છે એ શુદ્ધ કર્મફળચેતના છે. છે તો પર્યાય. આહાહા.! કર્મ શબ્દ અહીંયાં રાગ પણ નહિ, જડ પણ નહિ. આહાહા.! ફક્ત પોતાનું કાર્ય શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિથી થયું એ કાર્યને અનુભવવું એ શુદ્ધ કર્મચેતનાનો અનુભવ છે, એમ કહેવું છે. આહાહા.. અને તેનું ફળ આનંદરૂપ ભોગવવું તેને શુદ્ધ કર્મફળચેતના કહેવામાં આવે છે. વાત એવી છે, બાપુ આ તો વીતરાગનો માર્ગ એવો સૂક્ષ્મ છે. આહાહા...! અને એ સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય છે નહિ. અંદરમાં કબુલાત આવે કે, આ ચીજ આવી છે. એ ચીજ બીજે ક્યાંય નથી. આહાહા.! સમજાય છે કાંઈ? કર્મચેતના, કર્મફળચેતનાના બે પ્રકાર થયા. સમજાય છે? રાગને વેદવું એ કર્મચેતના છે એ અશુદ્ધ કર્મચેતના છે. રાગનું, સુખ-દુઃખનું વેદન એ કર્મફળ ચેતના અશુદ્ધ ચેતના છે. આહાહા.. છે તો એ પર્યાય અને પર્યાય પાછળ ધ્રુવ પડ્યો છે. એ પર્યાય પણ ઉપર છે. આહાહા.! અસંખ્ય પ્રદેશના દળમાં ભિન્ન સ્વરૂપ છે). કર્મ છે જ નહિ, અડતા જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારેય ત્રણકાળમાં અડતા નથી. એ તો “સમયસાર ત્રીજી ગાથામાં આવી ગયું. પોતાના ધર્મને ચૂંબે છે, પરને ચૂંબતા નથી. એટલી વાત તો પરથી ભિન્ન કરવા માટે કહી. હવે પછી જ્યારે અંદરમાં રાગને કર્મચેતના કહેવામાં આવી છે તો એ કર્મચેતના પણ દ્રવ્યને સ્પર્શતી નથી. સમજાય છે કાંઈ? અને પછી એમ લ્યો કે, શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેનો અનુભવ થઈને જે શુદ્ધ પરિણમન થયું એ શુદ્ધ ચેતના, શુદ્ધ ઉપયોગરૂપી ચેતના-કર્મચેતના છે એ પણ ઉપર ઉપર પર્યાયમાં છે. માર્ગ બાપા (આવો છે). ભગવાન! તું કોણ છો? ભાઈ આહાહા.! આનંદનું વેદન (આવ્યું) એ શુદ્ધ કર્મફળચેતના એ પણ પર્યાય છે. એ પર્યાયની પાછળ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કલશમૃત ભાગ-૬ અંદરમાં પ્રત્યેક સ્થાનમાં, અસંખ્ય પ્રદેશમાં જ્યાં જ્યાં શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થાય છે એ પણ અસંખ્ય પ્રદેશમાં થાય છે), કંઈ ઉપરના પ્રદેશમાં થાય છે એમ નહિ, અંદર અંદર બધા પ્રદેશમાં ઉપર ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? આહાહા. એ પર્યાયની પાછળ અંદરમાં ધ્રુવ દળ પડ્યું છે. આહાહા.! તેને અહીંયાં દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્યદૃષ્ટિ કહે અહીંયાં આવ્યું ને? દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. અહીંયાં આવ્યું ને? દ્રવ્યાર્થિકપર્યાયાર્થિકના ભેદ કર્યા વિના “સર્વથા આમ જ છે એમ કહેવું તે ન પ્રકાશો અર્થાત્ કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો.” આહાહા...! અત્યારે એ વિષય ચાલે છે. આ તો પોતાના જાણવાની અપેક્ષાએ વાત છે, હોં! કથનમાત્ર “અંદર પર્યાય છે” એમ કહેવું એવી વાત નથી. એ તો વાચક છે પણ અંદરમાં પર્યાય અને દ્રવ્ય, બેની સ્થિતિ માનવી. એકને માનવું અને એકને ન માનવું એવી વસ્તુસ્થિતિ નથી. કેમકે પર્યાયમાં તો કાર્ય થાય છે અને દ્રવ્યમાં કાર્ય થતું નથી. કાર્ય પર્યાયમાં થાય છે. રાગનું હો કે શુદ્ધ પરિણતિ, નિશ્ચય શુદ્ધ કર્મફળ કે કર્મચેતના (હો) એ બધું પર્યાયમાં છે અને પર્યાયને જ માનવી, પણ જેને શુદ્ધ કર્મફળચેતના પ્રગટી છે અને તે તો પર્યાયને અને દ્રવ્યને બેયને માને છે. સમજાય છે કાંઈ પણ જેને એકલું રાગનું જ વેદન છે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય ત્યાં જ જે સંતુષ્ટ છે તેણે પર્યાયમાત્રને આત્મા માન્યો. આહાહા...! અંદર ભગવાન ધ્રુવ ચૈતન્ય છે. જે પર્યાયમાં રાગના કર્તુત્વરૂપ પરિણમન છે એ પર્યાય અંદર ન જઈ શકે. શું કહ્યું ઈ? જે પર્યાય ઉપર છે એ પર્યાયમાં રાગનો અને દયા, દાનના વિકલ્પનો કર્તા છે એ પર્યાય અંદરમાં ન જઈ શકે, એ તો ત્યાં રહી ગઈ. સમજાય છે કાંઈ? પછીની પર્યાય ઉત્પન્ન થઈને અને અંદર પ્રવેશ કર્યો બેયનો એક જ સમય છે. આહાહા.! શું કહે છે? સમજાય છે કાંઈ? શું કહ્યું? મુમુક્ષુ :- વ્યય અને ઉત્પાદ બેય એક જ સમયે છે. ઉત્તર :- એ તો બરાબર છે, પણ જે પર્યાય રાગ તરફ ઝુકીને કર્તાપણામાં પરિણમી છે એ પર્યાય હવે અંતર્મુખ ન થઈ શકે. કારણ કે એ પર્યાયનો તો વ્યય થઈ જાય છે. હવે વ્યય થાય છે અને જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે, દ્રવ્યના આશ્રયે એ ઉત્પન્ન થઈ અને અંદર ઝુકી બેયનો એક જ સમય કહેવામાં આવે છે. આહાહા.! શું કહ્યું છે સમજાયું? મુમુક્ષુ :- અંદરમાં ઝુકતી ઉત્પન્ન થાય છે? ઉત્તર :- અંદરમાં ઝૂકવાની જે પર્યાય છે એ રાગની પર્યાય (જી કર્તા છે એ પર્યાય અંદરમાં નથી ઝૂકી શકતી. હવે તે સમયે બીજી પર્યાય તો છે નહિ ત્યારે બીજી પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરવાથી આવે છે... આહાહા.... અને તે જ પર્યાય અંદર ઝુકી એમ કહેવામાં Page #281 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૦૭ ૨૬૭ આવે છે. એવું છે, બાપુ! ઝીણી વસ્તુ છે. તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહા૨થી કહ્યું છે. આહાહા..! અનંતકાળમાં એણે વાસ્તવિક સ્થિતિનું અંદર ભાસન કર્યું નથી. સમજાય છે કાંઈ ? અહીંયાં કહ્યું કે, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક બેય. પણ એ પર્યાયને એમ કહેવું કે, પર્યાયે ભૂતાર્થનો આશ્રય કરવો. પણ કઈ પર્યાયને? જે પર્યાય રાગના કર્તાપણામાં (પરિણમી છે), કર્મપર્યાય–કર્મચેતના છે એ પર્યાય તો અશુદ્ધ ત્યાં રહી. એ પર્યાય અંદર જઈ શકે નહિ. આહાહા..! પછીની પર્યાય ઉત્પન્ન થઈને અંદરમાં ઝુકી અને ઉત્પન્ન થઈ બેયનો એક જ સમય છે. આહાહા..! સમજાય છે કાંઈ? અહીં તો એ કહેવું છે કે, પર્યાયમાત્રને માનવું એ પણ એકાંત છે અને એકાંત દ્રવ્યને જ માનવું એવું વસ્તુનું સ્વરૂપ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ઇ આવ્યું ને? ૨૦૭. કોઈ પણ જીવને સ્વપ્નમાત્રમાં પણ એવું શ્રદ્ધાન ન હો.' આહાહા..! ‘એવું કેવું?” ‘અન્ય: રોતિ અન્ય: મુત્તે અન્ય પ્રથમ સમયનો ઊપજેલો કોઈ જીવ કર્મને ઉપાર્જે છે, અન્ય બીજા સમયનો ઊપજેલો જીવ કર્મને ભોગવે છે,–એવું એકાંતપણું મિથ્યાત્વ છે. ભાવાર્થ આમ છે કે–જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. (બેય છે) તેથી દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે;...' આહાહા..! કઈ શૈલી કરી જોઈ? ૧૦૨ ગાથામાં તો એમ કહ્યું કે, જે સમયે રાગનો કર્તા છે તે જ સમયે ભોક્તા છે. હવે અહીં બીજી રીતે કહેવું છે. અહીં તો સંયોગથી વાત કરવી છે. શું કહ્યું સમજાયું? ‘સમયસાર’ની ૧૦૨ ગાથામાં (એમ કહ્યું કે), જે સમયે રાગનો કર્તા છે તે જ સમયે ભોક્તા છે. તેમાં સમયભેદ નથી. હવે અહીંયાં તો સમયભેદ કહેશે. એ સત્ય છે. પેલું પણ સત્ય છે અને આ પણ સત્ય છે. આ કઈ અપેક્ષાએ? કર્મની અપેક્ષાએ. પેલું પોતાના ભાવની અપેક્ષાએ કહ્યું હતું. વિકારનું કરવું અને વિકારનું ભોગવવું બેયનો સમય એક છે. હવે અહીંયાં કર્મની અપેક્ષા લેવી છે. આહાહા..! છે? જુઓ! દ્રવ્યરૂપે વિચારતાં જે જીવ કર્મને ઉપાર્જે છે તે જ જીવ ઉદય આવતાં ભોગવે છે;...’ છે? જીવદ્રવ્યની અપેક્ષાએ એ (વાત છે). પર્યાયરૂપે વિચારતાં જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે,.. જોયું? જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં...’ એ જડ, હવે જડની અપેક્ષા અહીંયાં છે. જે જડ (કર્મ) બંધાયું તેનો સમય ભિન્ન છે અને તેનો ઉદય આવીને ભોગવવાનો સમય ભિન્ન છે. સમજાય છે કાંઈ? છે? જુઓ! પરિણામ–અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે;...' બીજી અવસ્થા ભોગવે છે. એ જડની અપેક્ષાએ અહીં વાત છે. જે સમયે કર્મ કર્યું તે કર્મનો ઉદય આવે અને ભોગવે છે એ તો કર્મની અપેક્ષાએ વાત Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કલશામૃત ભાગ-૬ છે, ભાઈ! આહાહા..! ઇ શું કહે છે? ૧૦૨ ગાથામાં કર્તા-કર્મ (અધિકારમાં) જે કહ્યું એ તો તે જ સમયે કર્તા અને તે જ સમયે ભોક્તા છે). એ ભાવની વાત છે. હવે અહીં તો જે સમયે કર્મ બંધાયું તે સમયે કર્મનો ભોક્તા થતો નથી. સમજાય છે કાંઈ? આ...! આવી અપેક્ષાઓનો પાર ન મળે. ભગવાનનો માર્ગ ઘણો સૂક્ષ્મ ગહન માર્ગ છે, પ્રભુ! લોકોએ ઉપ૨ ઉપ૨ ટપકે માની લીધું છે એવું નથી. આ તો ગહન વિષય છે, પ્રભુ! આહાહા..! મુમુક્ષુ :– કર્મનો ફળ તો ઉત્તર ઃ– એ વિષય નથી. અહીં તો કર્મ રજકણ પરવસ્તુ છે તેનું ફળ તે સમયે નથી એટલું બતાવવું છે. સમજાય છે કાંઈ? અહીંયાં આવ્યું ને? ક્યાં આવ્યું? જે પરિણામ-અવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે; તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે...' જે વખતે જડને કર્યું તે સમયે તો કર્તા છે, બસ! હવે પછી ઉદય આવ્યો ત્યારે જ્ઞાનાવ૨ણીને ભોગવે એ સમયભેદ થઈ ગયો. સંયોગને કરવું અને ભોગવવું એ સમયભેદ છે. પોતાના ભાવનું કરવું અને ભોગવવું તેમાં સમયભેદ નથી. આહાહા..! શું કહ્યું? એના ખ્યાલમાં તો સ્પષ્ટ આવવું જોઈએ ને? એમ ને એમ માનવું એ કોઈ ચીજ છે? આહાહા..! જ્ઞાનમાં પોતાની નિર્મળ પરિણતિ કરે અને ભોગવે તે એક જ સમય અને વિકારની પરિણતિ કરે અને ભોગવે એ પણ એક જ સમય. હવે જે અવસ્થાથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધાણું એ અવસ્થા કર્મના ઉદયકાળે રહી નહિ. ઉદયમાં બીજી અવસ્થા ભોગવે છે. એ ૫૨ દ્રવ્યકર્મની અપેક્ષાએ વાત છે. સમજાય છે કાંઈ? અહીં તો વાત એવી છે. થોડો ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય છે. વસ્તુસ્થિતિ સિદ્ધ થતી નથી. આહાહા..! અહીંયા તો કર્મની અપેક્ષા લીધી છે. એ જ આચાર્ય એમ કહે કે, જે સમયે કર્તા તે જ સમયે ભોક્તા. એ જ આચાર્ય એમ કહે, જે સમયે કર્મ બંધાયું તે સમયે તેનો ભોક્તા નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? સાંભળીને સાથે થોડો વિચાર પણ કરવો. વિચાર કરવો. ધીમે ધીમે કહીએ છીએ. યથાર્થપણે મેળવણી થવી જોઈએ ને. સમજાય છે કાંઈ? આહાહા..! જે સમયે અવસ્થાંતર કીધું ને? જે પરિણામ-અવસ્થામાં...’ એમ કહ્યું ને? જે પરિણામઅવસ્થામાં જ્ઞાનાવરણાદિ કર્મ ઉપાર્જે છે, ઉદય આવતાં તે પરિણામનું અવસ્થાન્તર થાય છે;...' જોયું? એ પરિણામ નથી રહેતા. ઉદય આવે ત્યારે ભોગવવાના પરિણામ તે નથી રહેતા, બીજા પરિણામ થાય છે. આહાહા..! ‘હીરાભાઈ’! આવી વાત છે. તેથી અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે...’ જુઓ! છે? જે અવસ્થાએ કર્મ કર્યું તે અવસ્થાએ ભોગવ્યું નહિ. તેનો ઉદય આવ્યો ત્યારે બીજી અવસ્થાએ ભોગવ્યું. સમજાય છે કાંઈ? ભઈ! અહીં તો જરી વિચા૨ કરીને અંદર ઉહાપોહ કરીને નિર્ણય કરવો જોઈએ. એમ ને એમ માની લેવું એ કોઈ ચીજ નથી. આહાહા..! એમ ઓઘેઓઘે તો અનંત વા૨ માન્યું છે. અગિયાર ... Page #283 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૭ ૨૬૯ અંગ પણ ભણી ગયો. આહાહા.! શું કહ્યું? અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે–આવો ભાવ ચાદૂવાદ સાધી શકે છે.' જોયું? “આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે? કથંચિતુ એ પર્યાય કરે છે અને કથંચિત બીજી પર્યાય ભોગવે છે. કર્મની અપેક્ષાએ. અને વિકાર અને અવિકારની અપેક્ષાએ, પોતાના ભાવની અપેક્ષાએ જે સમયે જે ભાવ કરે છે તે જ સમયે તેનો ભોક્તા છે. આહા...! “ચંદુભાઈ! આહાહા.! આવું છે, ભાઈ! હવે આવું (સમજવા) માણસને નવરાશ ક્યાં હોય? નિવૃત્તિ લ્ય તો સમજાય). શેઠા પ્રવૃત્તિ આખો દિ સંસારની, બીડી ને તમાકુ. આહાહા.! અહીંયાં તો પરમાત્મા ત્રણલોકના નાથ સર્વશદેવની આ તો વાણી છે. સંતો સર્વજ્ઞની વાણી આડતિયા થઈને કહે છે. આડતિયા સમજાય છે? આહાહા...! “આવો ભાવ સ્યાદ્વાદ સાધી શકે છે, જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે.” આહાહા.. જે પર્યાયે કર્યું અને બીજી પર્યાયે ભોગવ્યું, એ તો કહે છે કે, જીવ જ બીજો થઈ ગયો. જે પર્યાયે કર્યું તે જીવ અને બીજી પર્યાયે (ભોગવ્યું તેમાં) એ જીવ ન રહ્યો, એમ કહે છે. એમ નથી. પર્યાય બીજી થઈ છે. જીવદ્રવ્ય તો તે જ છે. આહાહા...! સમજાય છે કાંઈ જે પર્યાયે વિકાર કર્યો અવસ્થાંતર થઈને તે કર્મના ઉદયકાળે તો તે પર્યાય રહી નહિ. બંધકાળ વખતે તે અવસ્થા હતી. નવો બંધ પડે છે તે સમયે તે અવસ્થા છે. હવે બંધનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તો તે પર્યાય) નથી. બંધ નથી એટલે એ બંધરૂપ ન રહ્યો છે તો ઉદય આવ્યો. બંધરૂપ તો સત્તારૂપ વસ્તુ છે. ઉદય આવ્યો એ તો સત્તામાંથી પ્રગટ થયું. આહાહા.! સત્તાના એક અંશમાંથી પ્રગટ થયું. એ વખતે જે અવસ્થાથી બંધાયું હતું એ અવસ્થાથી તો અત્યારે છે નહિ. ઉદયકાળમાં તો બીજી અવસ્થા ભોગવે, જીવદ્રવ્ય તો તે જ છે. પરિણામ બીજું થયું પણ જીવદ્રવ્ય બીજું થઈ ગયો એમ ક્ષણિક મત કહે છે. કરવાના કાળનો જીવ બીજો અને ભોગવવા કાળનો જીવ બીજો, એમ કહે છે. આહાહા! હૈ? | મુમુક્ષુ :- જીવને ક્ષણિક માને છે. ઉત્તર :– ક્ષણિક જ માન્યું છે, પર્યાયમાત્ર જ માન્યું છે. વળી પાછું બૌદ્ધ એમ કહે કે, એક સમયનો જીવ છે તે બીજા સમયમાં સંસ્કાર નાખીને જાય છે. પણ સંસ્કાર નાખીને જાય છે તો સંસ્કાર શું છે? ખબર છે ને, એ તો એ લોકો કહે છે. સંસ્કાર છોડી જાય છે. છોડી જાય છે એટલે સમજ્યા? નાખે છે. પણ બે ભિન્ન છે એમાં નાખ્યું કેવી રીતે? આહાહા..! મુમુક્ષુ :- નાશ થનારી પર્યાય સંસ્કાર કેવી રીતે નાખે? ઉત્તર :એ એ લોકો માને છે. પહેલા સમયમાંથી બીજા સમયમાં સ્મરણમાં તો આવે છે કે નહિ? તો એ કહે, ક્યાંથી આવી? ભિન્ન ચીજ છે ને. તો કહે છે કે, પહેલાના Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કલશામૃત ભાગ-૬ સંસ્કાર નાખી ગઈ. પણ સંસ્કાર ક્યાંથી નાખી ગઈ? એ તો વ્યય થઈ ગઈ અને આ તો ઉત્પન્ન થઈ છે. સમજાય છે કાંઈ? જેવું બૌદ્ધમતનો જીવ કહે છે તે તો મહાવિપરીત છે. તે કયું વિપરીતપણું” “અત્યન્ત વૃક્વંશમેત: વૃત્તિમન્નાશવત્વના” “દ્રવ્યનું આવું જ સ્વરૂપ છે, સહારો કોનો? અવસ્થા, તેના અંશ અર્થાત્ એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો...” એક દ્રવ્યની અનંતી પર્યાય-અવસ્થા છે તો એક અવસ્થા જાય છે અને એક અવસ્થા ઉત્પન્ન થાય છે, એમાં દ્રવ્યમાં શું આવ્યું? દ્રવ્ય બીજું થઈ ગયું? સમજાય છે કાંઈ? એક દ્રવ્યની અનંત અનંત અવસ્થા. કોઈ અવસ્થા વિનશે છે...” જોયું અને અન્ય કોઈ અવસ્થા ઊપજે છે. પણ એ તો દ્રવ્યની પર્યાયની વાત છે. પર્યાય એક ઉત્પન્ન થાય અને એક નાશ થાય તો દ્રવ્ય ઉત્પન્ન થયું. નાશ થયું એમ ક્યાં આવ્યું? આહાહા..! “એવો અવસ્થાભેદ વિદ્યમાન છે; આવા અવસ્થાભેદનો છળ પકડીને.” જોયું? એ અવસ્થાભેદનો છળ પકડીને. અવસ્થા ભિન્ન થઈ ગઈને? ભિન્ન થઈ ગઈ એવો છળ પકડીને દ્રવ્ય અનેરું થઈ ગયું એમ માને છે. જેમ કે અહીંયાં આત્મા છે, દેહ છૂટે છૂટે પછી જ્યાં જાય ત્યાં પર્યાય ભિન્ન, ક્ષેત્ર ભિન, કાળ ભિન, ભાવ ભિન્ન થઈ જાય). અહીંયાંનું મનુષ્યપણું છે એમાં માને કે, હું આવો છું, ત્યાં જાય તો બીજો ભવ, ભવ જ બીજો થઈ ગયો, પર્યાય બીજી થઈ ગઈ, સંસ્કાર બીજા થઈ ગયા, આસપાસના દ્રવ્ય, ક્ષેત્ર, કાળના સંયોગ બીજા થઈ ગયા એટલે એમ માને કે હું જ બીજો થઈ ગયો. સમજાય છે કાંઈ? એ તો પર્યાયના સંયોગમાં બીજો થઈ ગયો, વસ્તુ તો વસ્તુ છે. આહાહા...! અહીં બંગલામાં, ચાલીસ-ચાલીસ લાખના, કરોડના બંગલામાં પડ્યો હોય. બ્રહ્મદત્ત' (ચક્રવર્તી) લ્યો. આહાહા. આમ હીરાના કહેવાય? પલંગ. હીરાના પલંગમાં પોઢ્યો હતો, “બ્રહ્મદત્ત'. અને છેલ્લે મૃત્યુકાળે સ્ત્રીને યાદ કરે છે. નામ શું? ભૂલી ગયા. હૈ? “કુરુમતિ'. “કુરુમતિ'. આહાહા.. સાતમી નરકે પાતાળમાં ગયો. તેંત્રીસ સાગર. હવે ક્યાં આ ક્ષેત્ર? ક્યાં સ્ત્રી? ક્યાં સંયોગ? કયાં શરીર? બધું પલટી ગયું. બધું પલટી ગયું એટલે દ્રવ્ય બીજું થઈ ગયું? આહાહા...! એક સમય પહેલા હીરાના પલંગમાં અને ચૌદ ચૌદ હજાર દેવ સેવા કરે), રક્ષકના દેવ હતા. આહાહા.! સાત રત્નના સાત હજાર ને એવા એક હજાર ને એના રક્ષક હતા. બધું પડ્યું રહ્યું. સાતમી નરક. આહાહા! સાતસો વર્ષ એની સ્થિતિ હતી. સાતસો વર્ષના શ્વાસ છે, શ્વાસ, એના શ્વાસ ગણો... ચક્રવર્તીના કિંઈ સાતસો વર્ષ નહોતા, એ તો પછી, પણ સાતસો વર્ષના શ્વાસ ગણો તો એક એક શ્વાસના ફળમાં સાતમી નરકમાં પલ્યોપમ, અનેક પલ્યોપમ અને દુઃખ થયા. શું કહ્યું સમજાયું? શું? “ધનજીભાઈને ખબર હશે. એ વાત કરી હતી, બધું યાદ રહે નહિ. અગિયાર લાખ છપ્પન હજાર... શું કહ્યું? સાતસો વર્ષ રહ્યા ને સાતસો વર્ષ તો એના જેટલા શ્વાસ છે Page #285 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૭ ૨૭૧ ને તો એક શ્વાસના ફળમાં અગિયાર લાખ છપ્પન હજાર પલ્યોપમના દુઃખ છે. એ વખતે કહ્યું હતું, પછી કાંઈ બધું યાદ રહે છે? આહાહા.! આખી વાત ફરી ગઈ. સ્થિતિ ફરી ગઈ. ભગવાન ધ્રુવ તો અંદર પડ્યો છે. હું બહારથી એટલો જ માનવો અને આખું દ્રવ્ય અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પડ્યો છે... આહાહા.. તેની ઉપર દૃષ્ટિ ન કરવી એ પર્યાયમૂઢ અજ્ઞાની છે. એ બૌદ્ધમતિ કહો કે પર્યાયમૂઢ અજ્ઞાની કહો. સમજાય છે કાંઈ? આહા...! “એવો અવસ્થાભેદ વિદ્યમાન છે;“એક દ્રવ્યની અનંત અવસ્થા, એવો ભેદ છે અર્થાત કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે...” નરકની અવસ્થા ઉત્પન્ન થઈ, ચક્રવર્તીની અવસ્થાનો નાશ થયો. આહાહા.! કોઈ અવસ્થા વિનશે છે, અન્ય કોઈ અવસ્થા ઊપજે છે–એવો અવસ્થાભેદ વિદ્યમાન છે.” એ તો અવસ્થાભેદ છે. દ્રવ્યના ભેદ છે એમ નથી. હું પણ એ બાપુ આકરું કામ ઘણું. દ્રવ્ય એ શું ચીજ છે અંદર? આહાહા...! જૈન સંપ્રદાયમાં અગિયાર અંગ ભણ્યો, પંચ મહાવ્રત પાળ્યા), હજારો રાણી છોડી, હજારો! અને મુનિપણું દીક્ષા લીધી અને નિરતિચાર પંચ મહાવ્રત પાળ્યા), હોં! અઠ્યાવીસ મૂળગુણ પાળ્યા). એને માટે કરેલું ભોજન હોય તો પ્રાણ જાય તોપણ ન લ્ય, એવી સખત ક્રિયા હતી પણ દ્રવ્ય સ્વરૂપ શું છે તે તરફનો ઝુકાવ નહિ. આહાહા...! દ્રવ્યાર્થિકનો વિષય દ્રવ્ય શું છે? શીખી તો ગયો, દ્રવ્યાર્થિકનય ને પર્યાયાર્થિકનય. હેં અગિયાર અંગ ભણ્યો તો એમાં એ વાત નથી આવી? પણ એ ચીજનો અંદર પત્તો ન લીધો. આહાહા.! છે? “આવા અવસ્થાભેદનો છળ પકડીને કોઈ બૌદ્ધમતનો મિથ્યાદૃષ્ટિ જીવ...” “વૃત્તિમન્નાશવજ્યના “વૃત્તિમાનનો અર્થાત્ જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કલો છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે;” શું કહે છે? અવસ્થાનો નાશ થવાથી સત્તાનો નાશ થઈ ગયો એમ એ માને છે. પર્યાયનો નાશ થવાથી જે મૂળ વસ્તુ છે તેનો નાશ થઈ ગયો એમ માને છે. મુમુક્ષુ :- દ્રવ્ય જ ક્યાં માને છે. ઉત્તર:- માને છે ક્યાં? દૃષ્ટિમાં મૂળ ધ્રુવ ભગવાનને માનતો નથી). આહાહા.! ધ્રુવને તારે વહાણ ચાલે. આગબોટ જોઈ છે દરિયામાં આ દરિયામાં ચાલે. ધ્રુવનો તારો એક સ્થાને રહે છે. એ ઉપરથી કેની કોર જાવું છે તે ખબર પડે). ધ્રુવનો તારો હોય છે. એમ આ ભગવાન છે એ ધ્રુવ છે અંદર. ધ્રુવને લક્ષ, ધ્રુવને આશ્રયે અંદર શુદ્ધ પરિણતિ થાય છે. આહાહા.! સમજાય છે કાંઈ? તો એમાં પણ પરિણતિ પલટે છે પણ ધ્રુવ તો એવો ને એવો રહે છે. આહાહા...! અર્થાત્ અક્ષરના અનંતમાં ભાગે નિગોદમાં ક્ષયોપશમ છે તોપણ દ્રવ્ય તો પૂર્ણ–પરિપૂર્ણ જેવું છે તેવું જ છે અને કેવળજ્ઞાન થાય છે, અનંત... અનંત... અનંત... અનંત... ત્રણકાળ ત્રણલોકને પર્યાય જાણે તોપણ દ્રવ્ય પર્યાયથી હીન થઈ ગયું છે, પર્યાય આટલી પ્રગટી થઈ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કિલશામૃત ભાગ-૬ તો દ્રવ્યમાં ઓછું થઈ ગયું છે એમ નથી. આહાહા.! એ દ્રવ્ય કોને કહેવું એ જરી.. અક્ષરને અનંતમે ભાગે નિગોદની પર્યાય છે તો ત્યાં અલ્પ વિકાસ છે (માટે) દ્રવ્ય વિશેષ પુષ્ટ છે એમ પણ નથી અને પૂર્ણ કેવળજ્ઞાન પૂર્ણ પ્રગટ થયું તો ત્યાં દશા, વસ્તુની સ્થિતિ હીન થઈ ગઈ, એમ નથી. વસ્તુ તો એવી ને એવી ત્રિકાળ છે. આહાહા.! સમજાય છે કાંઈ? વસ્તુમાં ઓછુવતું થતું નથી. પર્યાયમાં ઓછુંવત્ત થવાથી વસ્તુમાં ઓછુંવત્ત થાય છે એમ નથી. આહાહા! આ તે શું ચીજ છે આ તે? આ ચમત્કાર નથી? કેવળ પર્યાય ઉત્પન્ન થાય મહા, મહા તોપણ કહે છે, દ્રવ્ય તો કેવું છે તેવું છે. પર્યાય આવી ક્યાંથી? આટલી બધી બહાર આવી તોય દ્રવ્ય એવું ને એવું? અને અક્ષરના અનંતમા ભાગે (જ્ઞાન રહ્યું. તોય દ્રવ્ય એવું ને એવું તે શું આ? “દેવીલાલજી'! આહાહા.! એ ચમત્કારિક વસ્તુ છે. ચૈતન્ય ચમત્કારી, દ્રવ્ય ચમત્કારી, પર્યાય ચમત્કારી. વસ્તુ કોઈ અલૌકિક છે. કેમ હશે અંદરથી લ્યો? અંદરમાં અનંત ચતુષ્ટય શક્તિરૂપ ધ્રુવ છે એમાંથી અનંત વ્યક્તરૂપ થયું. કેવળીને અનંત જ્ઞાન, અનંત આનંદ વ્યક્ત (થયા) તો ત્યાં કંઈ ઓછું થયું છે? એમાંથી આટલી બધી પર્યાય આવી તોય એમાં ઓછું ન થયું? અને જેમાં અક્ષરના અનંતમા ભાગે અલ્પ પર્યાય રહી ગઈ તોય ત્યાં દ્રવ્યમાં પુષ્ટિ ન થઈ? ઘણું ભર્યું છે અને અલ્પ બહાર આવ્યું, ઘણું ભર્યું છે અને ઘણું બહાર આવી ગયું એટલે ઓછું થઈ ગયું. બાપુ એ દ્રવ્યનું સ્વરૂપ એવું છે નહિ. આહાહા.! આવા દ્રવ્ય ઉપર એણે કદી દૃષ્ટિ કરી નહિ. સમજાય છે કાંઈ એ “મૂળથી સત્તાનો નાશ માને છે...” જોયું? ઓલા ભાઈ કહેતા હતા ને? “બંસીધરજી'! સત્તા નાશ થઈ ગયો. પંડિતજી કહેતા હતા. પર્યાયની સત્તાનો નાશ થયો ત્યાં સત્તાનો નાશ માને છે. સત્યાનાશ નથી કહેતા? એનું સત્યાનાશ થઈ ગયું? એ કહેતા હતા. અહીં આવ્યા હતા ને? અહીં આઠન્દસ દિવસ રહી ગયા હતા. ત્યાં ગયા હતા ને? “સમેદશીખર'. પછી અહીંયાં આવી રહી ગયા હતા, પંદર દિવસ કે મહિનો રહી ગયા હતા. આ બૌદ્ધમતિ જીવ) પર્યાયનો નાશ થતાં આખી સત્તાનો નાશ માને છે. જેનો અવસ્થાભેદ થાય છે એવી સત્તારૂપ શાશ્વત વસ્તુનો નાશ કપે છે અર્થાત્ મૂળથી સત્તાનો નાશ માને છે; તેથી એવું કહેવું વિપરીતપણું છે.” એ માનવું વિપરીતાણું છે. પર્યાય બદલતા દ્રવ્યમાં ઓછુંવત્તું થઈ ગયું એમ નથી. સમજાય છે કાંઈ? અને આત્માની પ્રગટ પર્યાયમાં પણ ઓછુવતું થાય છે એ કોઈ કર્મને કારણે નહિ. સમજાય છે કાંઈ? જ્ઞાનની હિણી દશા થઈ તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું બહુ જોર છે માટે હિણી થઈ, એમ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી હિણી થઈ છે અને પોતાની પર્યાયની યોગ્યતાથી વૃદ્ધિ થઈ છે. આહાહા...! હવે એક કોર કર્મના નિમિત્તથી કાંઈ થાય નહિ એમ માનવું, વળી પર્યાયમાં ઓછુંવતું થાય તો દ્રવ્યમાં કંઈ ઓછુવતું થતું નથી એમ માનવું) આ શું ચીજ છે? હૈ Page #287 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૭૩ મુમુક્ષુ :- અભુત આશ્ચર્ય છે. ઉત્તર :- અદ્ભુત આશ્ચર્યકારી ચીજ એવી છે. આહાહા...! ભાવાર્થ આમ છે કે બૌદ્ધમતનો જીવ પર્યાયમાત્રને વસ્તુ માને છે.” બસ પર્યાય ઉપર દૃષ્ટિ છે તો પર્યાયમાત્રને જ માને છે. પર્યાય જેની છે, પર્યાય જેનો છે એવી સત્તામાત્ર વસ્તુને માનતો નથી.” આહાહા...! “માટે આવું માને છે તે મહામિથ્યાત્વ છે. આહાહા.! વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) (શાર્દૂલવિક્રીડિત) आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः ।।१६-२०८ । ખંડાન્વય સહિત અર્થ :- એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે. “શો પૃથુ: ઉષ: ગાત્મા યુતિઃ (ગદો) હે જીવ! (પૃથુ:) નાના પ્રકારનો અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદૃષ્ટિ જીવો છે તેમનાથી (: માત્મા) વિદ્યમાન શુદ્ધ ચૈતન્યવસ્તુ (ટ્યુતિઃ ) સધાઈ નહિ. કેવા છે એકાન્તવાદી ? “શુદ્ધસૂત્રે તૈઃ (શુદ્ધ) દ્રવ્યાર્થિકનયથી રહિત (ત્રટનુસૂત્રે) વર્તમાન પર્યાયમાત્રમાં વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ એકાંતપણામાં (તૈ:) મગ્ન છે. ચૈતન્ચ ક્ષળિવં પ્રવચ્ચે એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે, અન્ય જીવ મૂળથી ઊપજે છે–એવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી. તથા મતાન્તર કહે છે-“પર: તત્રાપિ વાનોપાધેિવનાત્ થi 1શુદ્ધિ મFા' (પરેડ) કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી એમ કહે છે–(ાનોપાધવનાત) અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી–એમ માની (તત્ર Sિ) તે જીવમાં (ધાં અદ્ધિ મત્વા) અધિક અશુદ્ધિ માને છે અર્થાતુ જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ–એવી પ્રતીતિ કરે છે જે જીવો, તેમને પણ વસ્તુની પ્રાપ્તિ નથી. મતાન્તર કહે છે-“કલ્પવૈ: તિવ્યાપ્તિ પ્રપદ્ય’ (ચૈવૈs:) એકાન્ત મિથ્યાદૃષ્ટિ જીવ કોઈ એવા છે કે જેઓ (તિવ્યાપ્તિ પ્રપદ્ય) કર્મની ઉપાધિને માનતા નથી, “ગાત્માને પરિશુદ્ધમ્ સુમ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કલશામૃત ભાગ-૬ જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે; તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી ? ‘નિ:સૂત્રમુત્તેક્ષિમિઃ” (નિઃસૂત્ર) સ્યાદ્વાદસૂત્ર વિના (મુવìક્ષિમિઃ) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દૃષ્ટાન્ત-હારવત્’ હારની જેમ ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી–હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮. મહા સુદ ૭, મંગળવાર તા. ૧૪-૦૨-૧૯૭૮. કળશ-૨૦૮ પ્રવચન-૨૩૨ ૨૦૮ છે ને? ‘કળશટીકા', ૨૦૮ (કળશ). प्रपद्यान्धकैः (શાર્દૂલવિક્રીડિત) परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः । ।१६-२०८ । : । ઘણા મત વાપરે છે. એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે.’ એ તો સૂત્ર કહ્યું. હવે એકાંતપણાની વ્યાખ્યા શું? અહો પૃથુ: ૫: આત્મા બુદ્ધિત:' હે જીવ!” ‘પૃશુઃ’ નામ ‘નાના પ્રકારનો’ વિપરીત અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદૃષ્ટિ જીવો...' અનેક પ્રકારના વિપરીત મિથ્યાત્વ ભાવ છે. એવો મિથ્યાદષ્ટિ જીવ અનેક પ્રકારમાં કેવી કેવી રીતે માને છે તે કહે છે. ‘પૃથુઃ’ છે ને? ‘પૃથુઃ”. એવું એકાંત માનવાવાળાને, એકાંત જ માને છે. કોઈ પર્યાય જ માને છે, કોઈ દ્રવ્ય જ માને છે, ત્રિકાળી આત્મા અશુદ્ધ છે એમ કોઈ માને છે, કોઈ ત્રિકાળ શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધિ નથી માનતા. (એવા) અનેક પ્રકારના અભિપ્રાય, વિપરીત મિથ્યાદષ્ટિ છે. સમજાય છે કાંઈ? आत्मानं ‘ષ: આત્મા’ ‘પૃષ: આત્મા’ આ આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ...’ છે. ‘વ્યષ્ચિતઃ’ ‘સધાઈ નહિ.’ એકાંત અભિપ્રાયવાળાને આત્મા શુદ્ધ વસ્તુ ચૈતન્ય છે તેને સાધી શક્યા નહિ. આહા..! Page #289 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૭૫ પ્રસિદ્ધ કરી શક્યા નહિ. આહા.! એમાં પહેલા એક દૃષ્ટાંત આપે છે. કેવા છે એકાન્તવાદી? “શુદ્ધષ્ણુસૂત્રે તૈઃ શું કહે છે? વર્તમાન પર્યાયને વિષય કરનારી ઋજુસૂત્રનય, બસ! એમાં જે રત છે, એ વર્તમાન પર્યાય (કે જી ઋજુસૂત્રનયનો વિષય છે એ જ ચીજ છે, બસ! (એમ માને છે). સમજાય છે કાંઈ? આગળ કહેશે. બીજો અર્થ કરશે અંદર. આ એક બીજો પણ અર્થ છે. એને વસ્તુને જે ઉપાધિ લગાવી ત્રિકાળ તો એ અશુદ્ધ થઈ જાય છે. વર્તમાન ઋજુસૂત્ર છે એ માને તો શુદ્ધ છે, એમ (કહે છે). ત્રિકાળ રહેનાર છે એમ કહેવું તે અશુદ્ધ છે. ત્રિકાળની ઉપાધિ લાગુ પડી ગઈ. શું કહ્યું સમજાયું? અહીંયાં અર્થ બીજો કર્યો છે પણ અર્થકારમાં-મૂળ “સમયસારમાં એ અર્થ છે, અહીંયાં બીજો અર્થ છે. ત્રણ કાળ માનવા જાય તો અશુદ્ધ જ રહેશે. આત્મા અશુદ્ધ જ છે, કદી શુદ્ધ થયો નથી. પર્યાય જેટલી અશુદ્ધ છે તે જ છે પણ અર્થમાં-સંસ્કૃત ટીકામાં બીજું લીધું છે અને “કળશટીકામાં બીજો અર્થ લીધો છે). છે. એક વર્તમાન ઋજુત્ર બસ, એ જ ચીજ છે. એને ત્રિકાળ લાગુ પાડશો તો ઉપાધિ થઈ ગઈ. સમજાય છે કાંઈ? એક વર્તમાન છે, બસ તેને માનવું. તેને ત્રિકાળ માનવું એ તો ઉપાધિ થઈ ગઈ. ત્રણકાળ એ તો ઉપાધિ છે. એવો અજ્ઞાનીનો અંદર ઊંડે ઊંડે અભિપ્રાય છે. સમજાય છે કાંઈ? વર્તમાન પર્યાયમાં જેની રમત છે, જ્ઞાનાદિ કે રાગાદિની રમતમાં જે છે તેને આત્મા એવડો જ લાગે છે કે, આ આત્મા આવડો છે. એને ત્રિકાળી છે” એવી ધારણામાં વાત આવી ગઈ છે, પણ ત્રિકાળી વિષય છે તેને દૃષ્ટિમાં લીધો નહિ. સમજાય છે કાંઈઆત્મા નિત્ય છે એવું શાસ્ત્ર ભણ્યો છે, અગિયાર અંગ ભણ્યો તો એમાં આ બધું નથી આવ્યું? પણ એ વર્તમાન પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનું જે જ્ઞાન થવું જોઈએ, સન્મુખ થઈને પ્રતીતિ થવી જોઈએ), જ્ઞાનમાં ભાસ થઈને પ્રતીતિ થવી જોઈએ એ ચીજ ન થઈ, તો એણે ત્રિકાળી આત્માને માન્યો જ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઘણો વિષય ઊંડો છે). આહાહા...! રાત્રે તો થોડું કહ્યું હતું ને ઓલું? “ગુણપર્યાયવત્ દ્રવ્ય એકલી પર્યાયને માને તો દ્રવ્ય તો “TUJપર્યાયવત દ્રવ્ય છે. તો તેણે પણ આત્મા “ાિતઃ દૃષ્ટિમાંથી છોડી દીધો. અને એ પર્યાય છે એ પરથી થાય છે એમ માને તોપણ પર્યાયને એણે માની નહિ. પર્યાય સ્વતંત્ર એ સમયે મારી (થઈ છે), એ પર્યાય-ગુણ સહિત દ્રવ્ય છે તો એ પર્યાય એની છે, પરની નહિ, તો પરથી પર્યાય) માની તો તેણે પર્યાય માની નહિ સમજાય છે કાંઈ? એમ કે પોતાની પર્યાયમાં વિકાર થાય છે તો એ કર્મથી થાય છે, એમ માનનારને વર્તમાન પર્યાય છે, સ્વતંત્ર ઉત્પાદ (છે), એ ઉત્પાદ ને વ્યય સહિત, ગુણ સહિત દ્રવ્ય માન્યું નહિ. સમજાય છે કાંઈ? સૂક્ષ્મ છે, ભાઈ! આમ તો અનંતવાર ભણ્યો છે, અગિયાર અંગ ભણ્યો ત્યાં નથી આવ્યું)? અગિયાર અંગ ભણ્યો. “સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડળ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કલશામૃત ભાગ-૬ ખંડન ભેદ લિયે, વહ સાધન વાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો આહાહા...! એને પામવાની રીત કોઈ અલૌકિક છે. એ પર્યાયમાં બિલકુલ પર્યાય જેવડો માને એનો અર્થ કે, દ્રવ્ય ધ્રુવ છે એ તરફ તેનો ઝુકાવ થયો નથી. સમજાય છે કાંઈ? એ કહ્યું ને? ઋજુસૂત્ર-સીધો વર્તમાન પર્યાયને જ માને એ ઋજુ-સીધો, સરળ. એમ. છે? ઋજુસૂત્ર છે ને? “શુદ્ધર્નરસૂત્રે તૈ: “શુદ્ધીનો અર્થ ‘દ્રવ્યાર્થિકનયથી રહિત...” ત્રિકાળથી રહિત વર્તમાન પર્યાયમાં રત છે), એ ઋજુસૂત્રનયમાં રત છે), તેણે આત્માનું છોડી દીધો. સમજાય છે. કાંઈ? આહા.! ઋજુસૂત્રનય તો વર્તમાન પરિણામને જ માને છે ને? સમજાય છે કાંઈ? અને એકાંત પર્યાય, ઋજુસૂત્રનો વિષય સીધો લઈને તેને ત્રિકાળ લાગુ પાડવું, એ વર્તમાન પર્યાય છે એવી કોઈ ત્રિકાળી ચીજ છે એવી ઉપાધિ લગાવવી એ મિથ્યાત્વ, અજ્ઞાન છે એમ અજ્ઞાની માને છે. સમજાય છે કાંઈ? શુદ્ધષ્ણુસૂત્રે તૈ” આહાહા.! એ તો વર્તમાન પર્યાયમાં (કે ઋજુસૂત્રનો વિષય વર્તમાન પરિણામ છે, બસતેમાં જ રત છે. આહાહા.! પણ તે પર્યાયમાં સ્વલ્લેય જાણવાની તાકાત છે, એવી પર્યાયમાં વર્તમાન પર્યાય જેટલી જ માની પણ એ પર્યાયમાં ત્રિકાળીને જાણવાની તાકાત છે એનાથી સહિત પરિણામને માન્યા નહિ. સમજાય છે કાંઈ? આચાર્યને કહેવું છે, ઋજુસૂત્ર એટલે વર્તમાન સીધું દેખાય એટલું, બસ! આડુંઅવળું ઓલું ત્રિકાળ ને શુદ્ધ ધ્રુવ દ્રવ્ય છે ને એ બધી ઉપાધિ શું? એમ અજ્ઞાનીની અંતર માન્યતામાં આવું શલ્ય પડ્યું છે. સમજાય છે કઈ ઋજુસત્ર છે ને? “તૈઃ “વર્તમાન પર્યાયમાત્રમાં વસ્તરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં મગ્ન છે. એ ઋજુસૂત્ર. અને જેની પર્યાય છે એ ચીજ શું છે એ ઉપર એની દૃષ્ટિ નથી. સમજાય છે કાંઈ? અહીંયાં ઋજુસૂત્રનય વર્તમાન પર્યાયને જ જાણે છે, માને છે, બસ! મુમુક્ષુ - જુનો અર્થ દ્રવ્યાર્થિકનયથી રહિત એવો શુદ્ધનો અર્થ કર્યો છે. ઉત્તર :- એ કીધું ને, એ તો પછી અર્થ કર્યો કે, જુસૂત્ર દ્રવ્યાર્થિકનયથી રહિત. એકલો દ્રવ્ય સહિત ઋજુસૂત્ર માને તો તો યથાર્થ છે. ત્રિકાળી દ્રવ્ય સહિત પર્યાયને માને તો યથાર્થ છે, પણ ત્રિકાળી દ્રવ્યને ન માની, વર્તમાન પર્યાયને જ માની તો દ્રવ્યાર્થિકનયથી રહિત ત્રઋજુસૂત્ર એ પર્યાય (માની). સમજાય છે કાંઈ? માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! અલૌકિક વાત છે આ. આહાહા...! એણે કદી અંતરમાં પત્તો લીધો જ નથી. એણે વાસ્તવિક પર્યાયને પણ માની નહિ કેમકે વાસ્તવિક પર્યાયને માને તો પર્યાયનો વિષય દ્રવ્ય છે એ તો એના સ્વભાવમાં આવે જ છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જોય-દ્રવ્યનો પ્રકાશ અંદર થાય જ છે. પણ પર્યાયને જ યથાર્થ રીતે નથી માની. વર્તમાન અંશ છે, બસ એટલું. એ પર્યાય) અંશમાં અંદર જાણવાની તાકાત છે એ બધી વાત છોડી દીધી. સમજાય છે કાંઈ? તેથી તે ઋજુસૂત્રમાંવર્તમાન (અંશ) પૂરતું માને છે. વર્તમાન છે ને? જુઓને, ઋજુસૂત્રની વ્યાખ્યા કરી. “વર્તમાન Page #291 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૭૭ પર્યાયમાત્રમાં વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ.” એ જ વસ્તુ (છે), બસ! આહાહા.! અંદર ગુણ ત્રિકાળ છે કે દ્રવ્ય ત્રિકાળ છે, ગુણ પણ ત્રિકાળ છે ને? ગુણ અને દ્રવ્ય ત્રિકાળ છે અને આ તો એક સમયની પર્યાયમાત્ર છે અને માની પણ ત્રિકાળી ગુણ ધ્રુવ છે તેને ન માન્યું). ‘ચિવિલાસમાં એક પ્રશ્ન લીધો છે. “ચંદુભાઈ! ગુણ પરિણમે છે કે દ્રવ્ય પરિણમે છે? એવો પ્રશ્ન લીધો છે. ચિવિલાસમાં, ભાઈ! વાત થઈ ગઈ હતી. ગુણ નહિ, દ્રવ્ય પરિણમે છે. ગુણ તો અનંત છે તો એક એક ગુણ પરિણમે અને દ્રવ્ય ન પરિણમે તો એવી ચીજ નથી. દ્રવ્ય પરિણમતા ગુણ પરિણમે છે, એમ લીધું છે). અહીંયાં શું કહે છે? કે, પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય તો દ્રવ્ય પરિણમે છે તો ધ્રુવનું પણ જ્ઞાન થયું અને વર્તમાન પર્યાયનું પણ જ્ઞાન થયું તો એ તો નિર્વિકલ્પ જ્ઞાન થયું. આહાહા...! રાગના અવલંબન સિવાય એ પર્યાય અને ધ્રુવ, કાયમ રહેનારા ગુણ, એ ગુણ અને પર્યાય, પણ એ પરિણમે છે કોણ? ગુણ નહિ. સમજાય છે કાંઈ? દ્રવ્ય પરિણમતા ગુણ પરિણમે છે. આવ્યું છે ને ચિવિલાસમાં? બતાવ્યું હતું, ચિવિલાસમાં છે, ભાઈ દીપચંદજી કૃત છે એમાં છે, અહીંયાં ચર્ચા થઈ ગઈ છે. જેણે વર્તમાનને માન્યું તો આ પરિણમન કોનું છે? દ્રવ્ય પરિણમે તો પરિણમે છે એ દ્રવ્યને તેણે માન્યું નહિ. આહાહા...! “ડાહ્યાભાઈ! જેની ઉપર પર્યાય છે, કોની ઉપર છે તેને માન્યું નહિ. સમજાય છે કાંઈ? એ પર્યાયસત્તા, દ્રવ્યસત્તા ઉપર પર્યાય છે ને? તો એ પર્યાય કોની છે? અને કોનું પરિણમન થઈને આ પરિણમન થયું છે, એ દ્રવ્યને માન્યું નહિ. આહાહા.! પર્યાય ઋજુસૂત્ર, બસો વર્તમાન. પર્યાયના “એકાન્તપણામાં મગ્ન છે.” બસ! આહાહા.! એ તો વર્તમાન પર્યાયમાં (ભગ્ન છે). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પર્યાય છે, બસ! એમાં મગ્ન છે. આહા...! પણ એ પર્યાય જેનું પરિણમન છે, દ્રવ્યનું જ પરિણમન છે, એ દ્રવ્યની પર્યાય છે. ગુણપર્યાયવત્ દ્રવ્યમૂ” એ દ્રવ્યની પર્યાય છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ ન કરી. આહાહા.! સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- દ્રવ્યનું પરિણમન છે પણ દ્રવ્ય તો પરિણમતું નથી. ઉત્તર :દ્રવ્ય પરિણમે છે એ વ્યવહારનયથી પરિણમે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિકનયથી તો દ્રવ્ય છે, પણ પરિણમે છે એ દ્રવ્ય પરિણમે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્ય તો દ્રવ્ય છે, ધૃવરૂપ છે પણ પર્યાય છે એ દ્રવ્યની છે એટલા માટે દ્રવ્ય પરિણમે છે એમ કહેવામાં આવે છે. આહાહા...! કઈ અપેક્ષાએ, જે વાત ચાલતી હોય તે અપેક્ષાએ અહીં તો વાત ચાલે. હૈ? આહાહા...! આમ તો ગુણ પણ પરિણમતા નથી, એ તો ધ્રુવ છે. અને આમ કહે કે, દ્રવ્યમ્ ગચ્છઇ. દ્રવ્ય કોને કહીએ? કે, જે દ્રવે... પ્રવે. દ્રવે. દ્રવે. જેમ પાણી કોને કહીએ? કે, જેમાં તરંગ ઊઠે, દ્રવે. એમ દ્રવ્ય કોને કહીએ કે, જેમાંથી પર્યાય દ્વવે, ઊઠે. દ્રવ્ય સિદ્ધ કરવું હોય તો કેવી રીતે સિદ્ધ કરે? સમજાય છે કાંઈ? પર્યાય Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કલશામૃત ભાગ-૬ પોતે દ્રવ્યમાં એકમેક નથી. એ નિશ્ચયથી તો દ્રવ્યથી થઈ નથી. આહાહા...! આવી વાત. સમજાય છે કાંઈ? ૩૨૦ ગાથામાં લીધું છે ને? જયસેનાચાર્યદેવની ટકા, નહિ? કે, ધ્યાન જે છે એ દ્રવ્યથી અભિન્ન થાય તો ધ્યાનની પર્યાયનો નાશ થાય છે તો વસ્તુનો નાશ થઈ જાય. શું કહ્યું, સમજાણું? ૩૨૦, જયસેનાચાર્યદેવની ટીકા, ‘સમયસાર'. રાગ તો નહિ, આ તો ધ્યાન જે મોક્ષનો માર્ગ ધ્યાન, આહાહા.! એ ધ્યાનની પર્યાય પણ દ્રવ્યમાં અભેદ નથી. ભાઈ! સમજાય છે કાંઈ? જો અભેદ હોય તો ધ્યાનની પર્યાયનો તો નાશ થાય છે. પર્યાયનો નાશ થાય છે અને અભેદ હોય તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, ત્યાં તો એમ લીધું છે. ત્યાં એમ લીધું છે, કથંચિત્ ભિન્ન લીધું છે બાકી છે તો સર્વથા ભિન્ન, પણ જરી શિષ્યને વાત આકરી પડે. મુમુક્ષુ :- સર્વથા ભિન્ન? ઉત્તર :- હા. તેનું અસ્તિત્વ ભિન્ન છે. અસ્તિત્વ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે, કાળ ભિન્ન છે, ભાવ ભિન્ન છે. મુમુક્ષુ :- એક અપેક્ષાએ. ઉત્તર :- નહિ, એક અપેક્ષા નહિ, સર્વથા એમ જ છે. કથંચિત્ તો કેમ કહ્યું કે, એ પર્યાય એની છે એટલું બતાવવા કથંચિત્ ભિન્ન છે એમ કહ્યું. બાકી છે તો નિશ્ચયથી સર્વથા ભિન્ન. નહિતર બે ધર્મ સિદ્ધ નહિ થાય. સામાન્ય અને વિશેષ બેય સર્વથા ભિન્ન છે. વિશેષ વિશેષથી છે, સામાન્ય સામાન્યથી છે. એવી વાત એકબીજાની અપેક્ષા રાખશો તો સિદ્ધ નહિ થાય. મુમુક્ષુ :- એમ સિદ્ધ કરવા હોય ત્યારે. ઉત્તર :- અહીં સિદ્ધ કરવા છે ને. મુમુક્ષુ – એક વસ્તુ છે. ઉત્તર :- એક વસ્તુ પણ ક્યારે? કઈ રીતે? કે, એ તો પરથી જુદી પાડવા માટે એક વસ્તુ છે, એમ કહેવું છે. પણ એના બે ભાગ પાડવા હોય તો બેય ભિન્ન, સ્વતંત્ર છે. ઝીણી વાત છે. સમજાય છે કાંઈ? મુમુક્ષુ - સ્વરૂપ ભિન્નતાથી કામ ચાલી જાય છે તો પ્રદેશ ભિન્નતા કેમ કહીએ? ઉત્તર :- પ્રદેશ ભિન્ન છે. એ જરી સૂક્ષ્મ પડશે. પર્યાયનો અંશ જે છે એ જેટલા ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયો, તો એનું કોઈ ક્ષેત્ર છે કે નહિ? કે પર્યાય ક્ષેત્ર વિના થઈ છે? દ્રવ્યનું ક્ષેત્ર ધ્રુવ છે અને પર્યાયનું ક્ષેત્ર એટલું ભિન્ન અધ્રુવ છે. એ તો કહ્યું કે, સંવરનો અધિકાર છે, ત્યાં તો વિકાર લીધો છે. પણ ૮૯ ગાથામાં કહ્યું ને? ચિદૂવિલાસ' ૮૯ પાનું. પર્યાયનું ક્ષેત્ર પર્યાયથી છે. દ્રવ્યનું ક્ષેત્ર એ પર્યાયથી ભિન્ન છે. અરે. અરે.! આવી વાતું છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૭૯ મુમુક્ષુ :- એમ પણ આવે ને કે, પર્યાયનું ક્ષેત્ર છે એ દ્રવ્ય-ગુણનું છે, એ પર્યાયનું છે એમ પણ આવે શાસ્ત્રમાં. ઉત્તર :- એ કઈ અપેક્ષાએ? એ તો પરથી જુદું પાડવા માટે કહ્યું કે પહેલું? પરથી ભિન્ન પાડવા માટે, પણ આ બંને ભિન્ન પાડવા માટે એ નહિ. એવી વાતું છે, બાપુ આ તો ન્યાયના કાંટામાં એક પણ ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય છે. પૃથફ લક્ષણ છે એમ તો કહ્યું ને? પ્રદેશ જેના ભિન્ન છે તેને પૃથક લક્ષણે પદ્રવ્ય કહ્યું પરંતુ પોતાના ગુણ અને પર્યાય કે દ્રવ્ય અને પર્યાય બેમાં અતભાવરૂપ અન્યત્વ છે. એ કહ્યું ને? પ્રવચનસાર’ મૂળ શ્લોકમાં છે, ટીકા પણ છે. દ્રવ્ય તે ગુણ નહિ. એ તો પછી, વળી દ્રવ્ય-ગુણનું ઝીણુંસૂક્ષ્મ પડી જશે. પણ ગુણ તે પર્યાય નહિ અને પર્યાય તે દ્રવ્ય નહિ. ત્યાં તો ગુણ તે દ્રવ્ય નહિ અને દ્રવ્ય તે ગુણ નહિ, એવો પાઠ સંસ્કૃતમાં લીધો છે. કેમકે ગુણની સંજ્ઞા ગુણ છે, દ્રવ્યની સંજ્ઞા દ્રવ્ય છે. ગુણ અનંત છે, દ્રવ્ય એક છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન – ચારથી ગુણ અને દ્રવ્ય ભિન્ન છે. મુમુક્ષુ :- પ્રદેશથી અભેદ છે. ઉત્તર :- પ્રદેશથી અભેદ છે એ કહ્યું ને. મુમુક્ષુ :- સત્તાથી પણ અભેદ છે ને. ઉત્તર :- બેયની સત્તા એક છે, ગુણ અને દ્રવ્યની સત્તા તો એક જ છે. પણ લક્ષણ. સંખ્યા, પ્રયોજન, નામ, સંજ્ઞા (એટલે) નામથી તો ભિન્ન છે. આ તો વીતરાગનો સ્વાદુવાદ માર્ગ છે), બાપુ બહુ અલૌકિક છે. તો પછી પર્યાયનું નામ, સંજ્ઞા, લક્ષણ, સંખ્યા અને પ્રયોજન ભિન્ન છે. દ્રવ્ય અને ગુણની સત્તાના પ્રદેશ એક છે. દ્રવ્ય અને ગુણની સત્તાના પ્રદેશ એક છે. છતાં સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર અને ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા...! અરે.! ઝીણી વાત બહુ બાપુ! મૂળ અંદર તત્ત્વના ઊંડાણને પહોંચ્યા વિના એ સમ્યકુશાન એને થશે નહિ અને સમ્યકૂજ્ઞાન વિના અંદરમાં દષ્ટિ નિર્મળ નહિ થાય. આહાહા...! મુમુક્ષુ - દ્રવ્ય અને પર્યાયની લક્ષણ ભિન્નતા અને પ્રયોજનની ભિન્નતા શું? ઉત્તર :- દ્રવ્યનું પ્રયોજન ગુણાશ્રય છે. ગુણાશ્રય દ્રવ્ય છે, એમ કહ્યું ને? દ્રવ્યાશ્રયા ગુણા. પણ દ્રવ્યનો આશ્રય ગુણ એવું નથી. અને પર્યાયમાં એવું નથી, અપેક્ષાથી પર્યાય દ્રવ્ય આશ્રિત છે, એની અપેક્ષાએ પર્યાય પર્યાયના આશ્રયે છે. ષટ્કારક લીધા. એ તો કહ્યું ને? દરેક દ્રવ્યની એ સમયની પર્યાયમાં ષકારકનું પર્યાયનું સ્વયંસિદ્ધ પરિણમન પોતાથી છે. વાત તો થઈ હતી, નહિ? જાં, વર્ણાજી' સાથે. ૨૧ વર્ષ પહેલા. મોટી ચર્ચા થઈ હતી). બધા પંડિતો બેઠા હતા. પંચાસ્તિકાયની ૬ રમી ગાથા બતાવી. જુઓ. જીવની વિકૃત Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કલામૃત ભાગ-૬ અવસ્થા પણ પરના કારકની અપેક્ષા વિના નિરપેક્ષપણે વિકૃત અવસ્થા પર્યાયમાં ષકારકથી પોતાથી થાય છે. જેનું દ્રવ્ય-ગુણ કારણ નથી. કેમકે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. શુદ્ધ હોય તે) અશુદ્ધમાં કારણ કેમ થાય? અને પર્યાય છે એમાં પદ્રવ્ય કારક નથી, કેમકે) પરદ્રવ્ય ભિન્ન છે. આહાહા.! આવી વાતું છે. જ્યારે એક સમયની વિકૃત અવસ્થા પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા વગર થાય છે... એ તો ૧૦૧ ગાથામાં કહ્યું ને? ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. આહાહા. ૧૦૧ (ગાથા), પ્રવચનસાર'. ત્રણ અંશ સત્ છે ને? અને સત્ અહેતુ છે તેને સિદ્ધ કરવા માટે બીજાની જરૂર નથી. અહેતુ છે), એવી વાત છે. જ્યારે વિકૃત અવસ્થાને પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ષકારકથી છે તો નિર્મળ પર્યાયની વાત શું કરવી? આહાહા.. નિર્મળ પર્યાય પણ એક સમયમાં ષકારકના પરિણમનથી સમ્યગ્દર્શનની પર્યાય થઈ છે. આહાહા...! “ભૂસ્થાિતો કહેવામાં આવ્યું, ભૂતાર્થનો આશ્રય. પણ આશ્રયનો અર્થ પર્યાય એ તરફ ઝુકી છે. બીજા પદાર્થમાં તો એ ચીજ છે નહિ, અહીંયાં તો જ્ઞાનપ્રધાન કથન છે ને, તો પર્યાય દ્રવ્ય તરફ ઝુકી છે એ તાકાત તો પર્યાયની છે, કાંઈ દ્રવ્યની તાકાતથી અંદર ઝૂકી છે એમ છે નહિ. ઝીણું છે, બાપા! શું થાય? એ નિર્મળ પર્યાય પણ પોતાના ષટૂકારકથી (થઈ છે), તે પણ તે સમયે જે સમયે થવાની તે સમયે (થઈ છે), આઘીપાછી નહિ, આગળપાછળ નહિ. જે સમયનો જે પર્યાય (થવાનો હોય) તે કાળમાં ત્યાં ષટૂકારકથી પરિણમન થઈને થાય છે. આહાહા. કર્તા દ્રવ્ય છે એમ પણ એમાં નથી. એ તો પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ-સાધન, પર્યાય પર્યાયને રાખે, પર્યાયથી પર્યાય (થાય), પર્યાયના આધારે પર્યાય (છે). આવી વસ્તુની સ્થિતિ છે, ભાઈ! સમજાય છે કાંઈ અહીં કહે છે કે, એટલી પર્યાયને જ દ્રવ્ય માને છે એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઋજુસૂત્ર કહ્યું ને? પર્યાયમાત્રને અંગીકાર કરવારૂપ. પર્યાયમાત્રને વસ્તૃરૂપે અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં મગ્ન છે. પાઠ તો એટલો છે-“શુદ્ધર્નસૂત્રે તૈઃ. વર્તમાન પરિણામમાં રત, બસ! બીજું આઘુંપાછું જોવા જશું તો ઉપાધિ લાગશે. ત્રણે કાળ લાગુ પડશે તો ઉપાધિ લાગશે માટે આપણે તો એકલા વર્તમાન પરિણામ. એ મિથ્યાદૃષ્ટિનું એકાંત છે. “ચૈતન્ય ક્ષળિવં પ્રવચ્ચે બસ! એ પરિણામમાત્રમાં પોતાનું સ્વરૂપ જાણનારો (એમ માને છે કે, “એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે....” એ પર્યાય એ જ જીવ એ નાશ થાય છે. “અન્ય જીવ મૂળથી ઊપજે છે.” મૂળથી ઉત્પન્ન થાય છે. આહાહા..! એવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી.” લ્યો! આહાહા...! આ તો બૌદ્ધનો દૃષ્ટાંત આપ્યો છે, પણ જેની દૃષ્ટિ પર્યાયમાત્રની છે એ બધા બૌદ્ધ જ છે. આહાહા. પર્યાયની સાથે રહેલું આખું દ્રવ્ય, ભગવાન પૂર્ણાનંદ અનંત અનંત રત્નાકરનો દરિયો, ચૈતન્ય રત્નાકર એને કહ્યું ને? મોક્ષમાર્ગની પર્યાયને જ્યારે રત્નત્રય કહી તો આ તો ચૈતન્ય રત્નાકર છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૮૧ વસ્તુ ચૈતન્ય રત્નાકર છે. રત્નનો આકર-દરિયો છે એ તો. ઓહોહો! એ દૃષ્ટિ અજ્ઞાનીએ છોડી દીધી અને વર્તમાનને માન્યું. હવે બીજી વાત, બીજો મતાંતર (કહે છે). “પરેઃ તત્ર વાતોપાર્થિવનાત્ થi અશુદ્ધિ મત્વા આમણે એ અર્થ કર્યો છે, સંસ્કૃતમાં બીજો અર્થ છે. “કોઈ મિથ્યાદૃષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી...” એ તો ત્રણે કાળે અશુદ્ધ છે, બસ છે? “શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે.” “તોપવિતા” એનો અર્થ કર્યો. “તિ ઉપાધિ વતી’ એ ત્રણકાળની ઉપાધિના બળે એ અશુદ્ધ જ છે, એમ, શુદ્ધ નહિ. અને સંસ્કૃત ટીકામાં ભાઈ જયચંદ્રજીએ અર્થ કર્યો એમાં એમ કહ્યું કે, એક સમયમાં ત્રણ કાળ લાગુ પાડવા જાય છે એ ઉપાધિ છે. વર્તમાન સિવાય ત્રણ કાળ એમ કહે તો ભૂત અને ભવિષ્ય (કહેતા) ઉપાધિ આવી ગઈ, એમ અજ્ઞાની માને છે. ત્રણ કાળ એ તો કાળની અપેક્ષાએ વાત છે પણ વસ્તુ તો ત્રિકાળ ટકતી ચીજ છે, એમાં આ ભૂત અને ભવિષ્ય છે એવા ભેદ પણ તેમાં ક્યાં છે? એ તો ટકતું ધ્રુવ, ધ્રુવ ટકતું તત્ત્વ અનાદિઅનંત મુમુક્ષુ :- સ્વીકાર જ ક્યાં આવ્યો છે? ઉત્તર :- એ જ કહ્યું કે, ત્રણ કાળ એમ કહેવું એ ક્યાં અંદર છે? પણ સમજાવવા માટે શું કહેવું? પર્યાય એક સમયમાત્ર છે અને દ્રવ્ય ત્રિકાળી છે, એમ છે ને? દ્રવ્ય છે એ દ્રવ્યાર્થિકનયનું વિષય દ્રવ્ય ત્રિકાળી છે અને ઋજુસૂત્રનયનો વિષય વર્તમાન એક સમયની પર્યાય છે. સમજાવવું હોય તો કેમ સમજાવે? અરે.! સમજાય છે કાંઈ? અહીંયાં તો કહે છે, વર્તમાન સમયમાં જે વસ્તુ છે એ ભવિષ્યમાં રહેશે, પૂર્વે હતી એ ક્યાં? અહીં તો છે જ, બસ આ ધ્રુવ છે. ધ્રુવ છે. પછી એને સમજાવવા માટે એમ કહેવાય કે, આ ધ્રુવ ત્રિકાળી રહે છે. આહાહા.! સમજાય છે કાંઈ? આ ધ્રુવ છે તે ત્રણે કાળ રહે છે માટે તેની દૃષ્ટિ કરે, એમ એમાં છે? પર્યાય એક સમય રહે છે અને ધ્રુવ ત્રિકાળ રહે છે માટે ત્રિકાળ રહે છે માટે હું તેની દૃષ્ટિ કરે, એમ છે? એ તો વર્તમાન પર્યાય છે તે ત્રિકાળ ટકતી ધ્રુવ ચીજ છે તેનો આશ્રય લે છે, તેનું અવલંબન ત્યે છે, બસ! એને અહીંયાં ત્રણ કાળ રહેનારી ચીજ છે માટે ધ્રુવ છે એવા ભેદ ત્યાં નથી. આહાહા.! એવું છે, ભઈ! વાનોપાર્થિવનતિ’ કીધું ને? “વાનોપથિનીતરનો અર્થ આટલો કર્યો કે, ત્રણે કાળે રહેનારી આ શુદ્ધતા તે જ હું એમ અર્થ કર્યો. અને સંસ્કૃતમાં એવો અર્થ કર્યો કે, એક સમયની સ્થિતિને ત્રણ કાળ લાગુ પાડવા એ ઉપાધિ છે. “ડાહ્યાભાઈ. બેયમાં ન્યાયનો વાંધો નથી. “વાલોપાર્થિવનાત્ ધsi અશુદ્ધિ મા જોયું? “કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કલશામૃત ભાગ-૬ પ્રાપ્તિ નથી...' આહાહા..! કર્મના નિમિત્તનો ઝુકાવ એનો અશુદ્ધ છે એ નથી માનતો. અશુદ્ધતા ન માને તો અશુદ્ધતાની પાછળ શુદ્ધતા છે તેને તો માનતો જ નથી. સમજાય છે કાંઈ? પર્યાયમાં અશુદ્ધ છે એમ ન માને તો શુદ્ધતા ત્રિકાળી છે એવું તો એની માન્યતામાં ચાંથી આવે? આહાહા..! અબદ્ધસૃષ્ટના ભાવાર્થમાં જ્મચંદ્રજી પંડિતે’ લખ્યું કે, અબદ્ધસૃષ્ટ છે એમ છે પણ પર્યાય છે એવું જ્ઞાન લક્ષમાં રાખીને આ લક્ષમાં લેવું. છે, અર્થ, ભાવાર્થમાં છે, ૧૪મી ગાથા. અબદ્ધસૃષ્ટ. પાંચ બોલ છે ને? અને પંદરમી ગાથામાં પણ પાંચ બોલ છે. એમાં એમ લીધું છે કે, જ્ઞાનનો અર્થ કરીને બહુ સરસ અર્થ કર્યો છે. એણે જે ટીકા કરી છે એવી ટીકા તો.... જ્યાં જોઈએ ત્યાં, જે રીતે જોઈએ તે રીતે વસ્તુ સિદ્ધ કરી છે. એકદમ અબદ્ધસૃષ્ટને સામાન્ય કહેવામાં આવ્યું તો એને પર્યાય છે એટલું લક્ષ જ્ઞાનમાં હોવું જોઈએ પછી આ વાત. ભાઈ! અર્થમાં છે, ખબર છે? છે, હવે બધું કાઢવા ક્યાં જઈએ? બધી ખબર છે. ક્યાં છે, કેમ છે બધી ખબર છે). આહાહા...! અહીંયાં કહે છે, અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી–એમ માની તે જીવમાં...’ ‘અધિાં અશુદ્ધિ મા’ ‘અધિનાં અશુદ્ધિ મત્વા’ જોયું? ‘જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ...’ ‘અધિમાં અશુદ્ધિ’નો અર્થ આ. ‘અધિળાં’ એટલે અશુદ્ધતાને જ માનનાર, એમ. અને ૩૧મી ગાથામાં કહ્યું ને? ભાઈ! ૩૧. અધિકં. ‘બાળસત્તાવાધિયું” ત્યાં ‘અધિ’નો અર્થ ભિન્ન (છે). જ્યાં જે ઠેકાણે (જે હોય તે અર્થ થાય). ૩૧મી ગાથામાં એમ લીધું, “નો Íવિષે નિળિત્તા બાળસહાવાધિયું મુળવિ આવું ।’ જે ઇન્દ્રિયને જીતીને. જીતીનેનો અર્થ આ ઇન્દ્રિયને વશ કરવી ને બ્રહ્મચર્ય પાળવું) એમ નહિ. ઇન્દ્રિય નામ જડ, ભાવ અને ઇન્દ્રિયનો વિષય. સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર ને દેવ-ગુરુની વાણી એ બધું ઇન્દ્રિય છે. આહાહા..! એ ત્રણેને જીતીને એટલે ત્રણે તરફનું લક્ષ છોડીને. “નો Íવિયે નિળિજ્ઞાનો એટલો અર્થ થયો. પછી કહ્યું, બાળસદ્દાવાધિયું મુળવિ આતં એનાથી જ્ઞાનસ્વભાવ સ્વરૂપ એને ભિન્ન જાણવો. ત્યાં ‘અધિ”નો અર્થ ભિન્ન થાય છે). સમજાણું કાંઈ? બીજું પદ છે ઇ. આહાહા..! મુમુક્ષુ :- ‘અધિò' અર્થ પરિપૂર્ણ કર્યો હતો. ઉત્તર ઃ– એ પણ કીધું છે, પરિપૂર્ણ પણ કીધું છે. અહીં ભિન્ન જાણવાનો અર્થ કે આ જ્યારે અપૂર્ણ છે તો ભિન્ન છે એ પરિપૂર્ણ છે જ. પરિપૂર્ણ છે, અધિક છે, ભિન્ન છે એમ એનો અર્થ થાય છે. આહાહા..! અહીં તો બીજું કહેવું છે, અહીં ‘અધિö’ અશુદ્ધતાને ‘અધિ ં’ માની છે, ભિન્ન. ત્યાં જ્ઞાનસ્વભાવ ‘અધિö’. પર્યાયથી અને અશુદ્ધતાથી ભિન્ન આખું તત્ત્વ છે. તેને ત્યાં ‘બાળસત્તાવાધિય મુળવિ આતં' (કહ્યું). આહાહા..! સમજાય છે કાંઈ? કરે ઠેકાણે કઈ અપેક્ષાએ Page #297 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૮ ૨૮૩ વાત છે તે સમજવું જોઈએ. બાપુ! આ તો વીતરાગમાર્ગ છે. આહા.. સ્યાદ્વાદ માર્ગ છે, ફૂદડીવાદ નથી આ. પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે વ્યવહારથી પણ નિશ્ચય થાય અને નિશ્ચયથી નિશ્ચય થાય, નિમિત્તથી પણ ઉપાદાનમાં થાય, ઉપાદાનથી ઉપાદાનમાં થાય એમ સ્યાદ્વાદ નથી. હું આહાહા.! મુમુક્ષુ :- તો તો નિમિત્ત કહેવાય નહિ તો તો નિમિત્તે કીધું તે ખોટી વાત થઈ. ઉત્તર :- એ ખોટી વાત. આહા...! આ તો વસ્તુનો જેવો સ્વભાવ છે એ રીતે એને પર્યાયને, દ્રવ્યને સ્યાદ્વાદ તરીકે જાણવું તેનું નામ સ્યાદ્વાદ છે. સમજાય છે કાંઈ? “મતાન્તર કહે છે...” બીજું. “મન્ચ : તિવ્યાપ્તિ પ્રપદ્ય આહાહા..! “એકાન્ત મિથ્યાષ્ટિ જીવ કોઈ એવા છે કે “અતિવ્યહિં પ્રપદ્ય' “કર્મની ઉપાધિને માનતા નથી....” અશુદ્ધતા છે જ નહિ એમ માને છે. માત્માને પરિશુદ્ધમ્ રૂમ:' છે? “જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે;” એ પણ ખોટું છે. આહાહા! સમજાય છે કાંઈ? આ એક મતાંતર લીધો છે. સર્વ કાળ શુદ્ધ છે, પર્યાય પણ સર્વ કાળ શુદ્ધ છે એમ નથી. પર્યાય અનાદિથી સંસારમાં અશુદ્ધ છે. આહાહા...! દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે, પણ પર્યાય તો અનાદિથી અશુદ્ધ છે. આહાહા...! સમજાય છે કાંઈ છે? જીવદ્રવ્યને સર્વ કાળ...” અને “સર્વથા” સર્વથા. કથંચિત્ અશુદ્ધ અને કથંચિત્ શુદ્ધ માને એ બીજી વાત છે. દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે એ કથંચિત્ થયું. પણ આ તો સર્વથા અશુદ્ધ છે એમ માને છે). પર્યાય પણ શુદ્ધ જ છે, એમ માને છે. એ બિલકુલ ખોટી વાત છે. આહાહા. અહીંયાં તો હજી તેરમે ગુણસ્થાન સુધી અસિદ્ધભાવ કહ્યો. ત્યાં પણ એટલી મલિનતા (છે), એટલો ઉદયભાવ કહ્યો ને? ચૌદમે પણ અસિદ્ધભાવ કહ્યો ને? સિદ્ધભાવ નહિ હૈ આહાહા. ચૌદમે ગુણસ્થાને પણ હજી ઉદયભાવની એટલી મલિનતા છે. નહિતર અસિદ્ધ કહ્યું છે, ચૌદમે પણ અસિદ્ધ છે, સિદ્ધ નહિ. એટલી અંદર વિકૃત અવસ્થા પર્યાયમાં છે. આહાહા...! ચાર પ્રતિજીવી ગુણ ત્યાં નિર્મળ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કેવળજ્ઞાન, અનંત ચતુષ્ટય, ભાવમોક્ષ (છે) પણ હજી દ્રવ્યમોક્ષ થયો નથી. પર્યાયમાં હજી એટલી પ્રતિજીવી ગુણની વિકૃત અવસ્થા ચૌદમે સુધી પણ છે. આહાહા.! સમજાય છે કાંઈ? આ તો કહે, સર્વથા શુદ્ધ જ છે. આહાહા.! સમજાય છે કાંઈ ચૌદમા સુધી અશુદ્ધ છે. આહાહા...! પર્યાયની વાત છે. છે? “સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે, તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” આહાહા...! ભારે વાતું. અનેક નયની અપેક્ષા આવે, બાપુ! આહાહા. આત્મામાં અશુદ્ધતા ત્રણ કાળમાં નથી, એ દ્રવ્ય. પણ પર્યાયમાં અશુદ્ધતા ચૌદમાં ગુણસ્થાન સુધી છે. છે કે નહિ? અસિદ્ધભાવ કહ્યો ને? તો અસિદ્ધભાવ શું કરવા કહ્યું? સિદ્ધભાવ નહિ. નિર્મળ પર્યાય જે જોઈએ તે નથી. આહાહા...! સમજાય છે કાંઈ? Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કલામૃત ભાગ-૬ માર્ગ ગંભીર છે, ભાઈ! અંદર વાસ્તવિક તત્ત્વજ્ઞાન અને સમ્યગ્દર્શન એ ચીજ કોઈ અલૌકિક છે, એ કોઈ સાધારણ (વાત નથી). આહાહા...! બધે પડખેથી મિથ્યાત્વનો ભાવ છૂટીને સમ્યગ્દર્શન થાય છે). મિથ્યાત્વ અનંત પ્રકારનું છે. એમ લખ્યું છે ને ઓલા બંધ અધિકારમાં? હું આને જીવાડું છું, એક મિથ્યાત્વનો એક ભાગ છે, એમ લખ્યું છે. ભાઈ! છે ને? છે ને ખબર? એમ કે, આ જીવને જીવાડી શકું છું એ પણ એક મિથ્યાત્વનો ભાગ છે. આખા મિથ્યાત્વમાં તો ઘણા ભાગ છે. સમજાય છે કાંઈ? “સમયસાર “બંધ અધિકારમાં છે કે, આને હું જીવાડી શકું છું, જીવતર આપી શકું છું આને મારી શકું છું, આને અનુકૂળ સંયોગ દઈ શકું છું, સુખી કરી શકું છું એટલે અનુકૂળ સંયોગ. એ પણ એક મિથ્યાત્વનો ભાગ છે. આહાહા.. મિથ્યાત્વના પ્રકાર તો અનંત છે, એ માહેલો આ એક ભાગ છે. આહાહા...! સમજાય છે કાંઈ? છે, અંદર લખ્યું છે. આહા. તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી આહાહા.. અહીંયાં તો રાત્રે કહ્યું હતું ને? “ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતુ” પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સમયે સમયે છે. હવે પોતાનો ઉત્પાદ સમયે સમયે પોતાથી થાય છે ત્યારે તો એ દ્રવ્ય છે. હવે એ પર્યાય બીજાથી થાય તો તેમાં પર્યાય પરથી થઈ. તેમાં પર્યાય માની નહિ. આહાહા.! જેમ આ અશુદ્ધ પર્યાય માની નહિ, એમ એણે પર્યાય માની નહિ. પરને લઈને મને આવું થયું છે અથવા બીજા દ્રવ્યને પરને લઈને આમ થાય છે. તો એનું ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ રહ્યું નહિ. તો એણે પણ પર્યાય માની નહિ. આહાહા...! સૂક્ષ્મ છે, ભગવાનદાસજી'! જ્યાં ઓલા.... શું કહેવાય? મુમુક્ષુ :- સમજવું તો પડશે. ઉત્તર :- સમજવું પડશે, ભાઈ! ત્યાં ને ત્યાં ઘૂસીને... આમ તો અમે ઘણીવાર કહીએ છીએ ને? નોકરી કરે તો પંચાવન વર્ષે છોડી ધે છે. મુમુક્ષુ :- ઈ તો સરકારી નોકરી હોય તો... ઉત્તર :- આ તો સાંભળ્યું છે, આપણે તો ક્યાં..? સરકારમાં પણ વીસ વર્ષે નોકરી કરે અને પાંત્રીસ વર્ષ થઈ જાય... અને તમારે તો સાંઈઠ થાય, સીત્તેર થાય તોય મેળ નહિ મજૂરી કરવામાં. બધી રાગની મજૂરી છે ને? શેઠા એ પંચાવને નોકરી કરે છે ને? સાંભળ્યું છે. વીસ વર્ષની ઉંમરે નોકરીએ ચડે, પાંત્રીસ વર્ષ નોકરી કરે તો પંચાવન વર્ષે (છોડી ચે). આ વેપારીને કાંઈ મેળ છે કે કેટલા કાળ સુધી વેપાર કરવો ને પછી નિવૃત્તિ લેવી? આહાહા! આ તો આ નિર્ણય કરવા માટે નિવૃત્તિની વાત છે, હોં! હૈ? આહા...! કેવા છે એકાન્તવાદી નિઃસૂત્રમુવીમા “સ્યાદ્વાદસૂત્ર વિના.” “મુક્ષિમ સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે તેમને પ્રાપ્તિ નથી.” આહાહા.! યાદૂવાદ માર્ગ છે, પ્રભુ દ્રવ્ય શુદ્ધ છે, પર્યાયે અશુદ્ધ છે. પર્યાય એક સમય રહે છે, વસ્તુ ત્રિકાળ રહે Page #299 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૮ છે, એવો સ્યાદ્વાદ માર્ગ છે. એક સમયની પર્યાય છે તો દ્રવ્ય પણ એક સમય રહે છે અને દ્રવ્ય ત્રિકાળ છે તો પર્યાય પણ ત્રિકાળ રહે છે, અને અશુદ્ધ એક સમયની પર્યાય છે તો દ્રવ્ય પણ અશુદ્ધ છે. એ રતનચંદજી' કહે છે, હમણા છાપામાં આવ્યું હતું. પ્રવચનસા૨’માં નવમી ગાથામાં છે ને? શુભે પરિણમતા શુભ છે, અશુભે પરિણમતા અશુભ છે. આવે છે ને નવમી ગાથા? પ્રવચનસાર’. ત્યાં એમ કે, શુભે પરિણમે છે ત્યારે આખો આત્મા શુભરૂપે પરિણમી જાય છે. અશુભે પરિણમે ત્યારે આખો આત્મા અશુભરૂપે પરિણમી જાય છે. એમ કહેતા હતા. રતનચંદજી મુખત્યાર’ છે ને? એમ નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં શુભ થાય છે તો પર્યાયમાં તન્મય છે. શુભપણું પર્યાયમાં તન્મય છે. દ્રવ્ય સાથે તન્મય છે એમ નહિ. આહાહા..! લોકો અત્યારે ઘણા અર્થો ફેરવે છે, કંઈકના કંઈક. મિથ્યાત્વના અનેક પ્રકા૨ છે, એમાં ઘણા પ્રકારમાંથી કંઈને કંઈ કોઈ અટક્યા છે. આહાહા..! ૨૮૫ અહીં એક પ્રકાર કહ્યો. એવું સ્યાદ્વાદ... છે? સ્યાદ્વાદસૂત્ર વિના... એ સૂત્ર જેમ ઓલો હાર હોય ને હા૨? હા૨માં દોરો છે ને? આખો દોરો હોય ત્યારે દરેક મોતી રહે છે ને? મોતી મોતીના કાળે મોતી છે પણ દોરો તો બધામાં છે ને? એમ ધ્રુવ બધામાં છે. પર્યાય એક સમયની છે, મોતીની પેઠે. બન્નેને યથાર્થ માનવું જોઈએ. આહાહા..! સમજાય છે કાંઈ? ‘દાવત્” ‘હારની જેમ. ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી....' છે? આહાહા..! ૯૯ ગાથામાં આપ્યું છે ને? ભાઈ! પ્રવચનસાર’, ૯૯ ગાથામાં આ હારનું દૃષ્ટાંત આપ્યું છે. મોતીને સ્થાને મોતી છે. હા૨માં આમ દોરો સળંગ છે. બેય બરાબર માનવું જોઈએ. પર્યાયને સ્થાને પર્યાયને કાળે પર્યાય છે, આઘીપાછી નહિ. ત્યાં પ્રવચનસાર’ ૯૯ માં પાઠ છે—આગળપાછળ નહિ. જે સમયે પર્યાય થવાની છે તે સમયે થશે. એ હા૨માં જ્યાં મોતી છે ત્યાં જ મોતી છે, એ મોતી આઘાપાછા છે એમ નહિ અને જ્યાં જ્યાં મોતી છે ત્યાં ત્યાં મોતી છે. એમ પર્યાય પણ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં જ છે અને સૂત્ર એમાં સળંગ છે. એમ ધ્રુવ સળંગ છે, પર્યાયમાં. આહાહા..! સમજાણું કાંઈ? આ માટે તો ભઈ થોડી નિવૃત્તિ લઈને અમુક દૃષ્ટિ કરીને શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. પોતાની પક્કડ કરીને સ્વાધ્યાય કરે તો ઇ નહિ ભાસે. એ પ્રવચનસારમાં આવે છે ને? જ્ઞાન અધિકાર પૂરો થઈ અને જ્ઞેય અધિકા૨ લ્યે છે ત્યારે કળશમાં કહે છે કે, સ્વરૂપને લક્ષે આગમનો અભ્યાસ કરવો જોઈએ. આહાહા..! આ તો અભ્યાસ ન મળે અને ઉપરટપકે જરી કલાક નવરાશ લઈને જે સાંભળ્યું હોય, ધાર્યું હોય એ માનીને, થઈ રહ્યું જાણે! અરે..! બાપુ! મારગડા જુદા, નાથ! આહાહા..! ‘હારવત્’કીધું ને? ત્યાં ૯૯માં પણ એમ કહ્યું. જ્યાં જ્યાં મોતી છે ત્યાં ત્યાં મોતી છે, આઘાપાછા નથી. આઘાપાછા કરવા જઈશ તો હાર તૂટી જશે. એમ દ્રવ્યમાં પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે થશે, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કલશામૃત ભાગ-૬ આઘીપાછી નહિ. પહેલા થવાની હતી એ પછી થઈ (એમ નથી). આહાહા..! સમજાય છે કાંઈ? દ્રવ્ય તૂટી જશે, દ્રવ્યનો નાશ થઈ જશે, પર્યાય આઘાપાછી કરવા જઈશ તો. આહાહા..! આ ક્રમબદ્ધ, અહીંની સામે લોકોને, પંડિતોને પાંચ વાંધા છે. એક ક્રમબદ્ધનો, એક વ્યવહારથી નિશ્ચયથી થાય એનો, એક નિમિત્તથી ઉપાદાનમાં થાય છે, એવા પાંચ વાંધા છે. આહા..! પાંચે વાંધા એક ધડાકે ઊડી જાય છે. જે સમયે જે પર્યાય થવાની છે, તે મોતીના ઠેકાણે તે છે. એ ક્રમબદ્ધ થયું. ક્રમબદ્ધ થયું તો એ સમયે સામે જે નિમિત્ત છે એની પણ ક્રમબદ્ધમાં તેની પર્યાય ત્યાં રહી. નિમિત્તથી આમાં કાંઈ આવ્યું, એમ નથી. વ્યવહારના કાળમાં વ્યવહા૨ ક્રમમાં આવ્યો પણ વ્યવહારના કાળમાં વ્યવહા૨થી નિશ્ચય છે એમ નથી. ‘સુવિĒ પિ મોવવહેલું જ્ઞાળે પાછળવિ નં મુળી નિયમા” (બૃહદ્-દ્રવ્યસંગ્રહ, ગાથા–૪૭). ’જે સમયે આશ્રય લીધો એ નિશ્ચય થયું, એ સમયે વ્યવહા૨ બાકી છે તે વ્યવહા૨ થયો. એમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત રહી નહિ. નિમિત્તથી ઉપાદાનમાં થાય એ વાત રહી નહિ અને આઘીપાછી પર્યાય થાય છે એ પણ રહ્યું નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? ૯૯ ગાથામાં બહુ વિસ્તાર છે. ‘હારવત્” ‘હારની જેમ. ભાવાર્થ આમ છે કે સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી... જુઓ! છે ને? હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના... આહાહા..! ધ્રુવ અને પર્યાયની અપેક્ષાના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી...’ વિકૃત પર્યાય પ૨થી થાય છે એમ કહેવામાં વસ્તુ સિદ્ધ થતી નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કેમકે શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ તો દ્રવ્ય છે. અંદર દ્રવ્યમાં અશુદ્ધતા આવી નથી જતી પણ અશુદ્ધ બિલકુલ ન માને તેને મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે ઠેકાણે કહ્યું કે, શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ એ દ્રવ્ય છે, એમ કહ્યું. મોક્ષમાર્ગ પ્રકાશક’. કેમકે અશુદ્ધ પર્યાય જ્યારે અનાદિશાંત હતી એ પર્યાયને-અંશને ન માને તો આખું દ્રવ્ય જે છે એ તો પૂરું થતું નથી. પર્યાયને કાઢી નાખી તો સત્નો અંશ રહ્યો નહિ અને સત્ તો ત્રિકાળી પર્યાય-ગુણનો પિંડ એ દ્રવ્ય છે. સમજાય છે કાંઈ? ડાહ્યાભાઈ!’ ન્યાયથી વાત છે. આ તો ભગવાનનો માર્ગ છે, બાપુ! આ કાંઈ હઠ કરવાનો માર્ગ નથી. શું કહ્યું? સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથીઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી;...' આહાહા..! પર્યાય પણ છે, અશુદ્ધ પણ છે. પર્યાયથી પણ એકાંત શુદ્ધ જ માની લ્યે તો અશુદ્ધતા ટાળવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે. સમજાય છે કાંઈ? વેદાંત કહે છે ને કે, સર્વથા શુદ્ધ છે. તો કહે છે, સર્વથા શુદ્ધ છે તો તેને ઉપદેશ કેમ આપ્યો? એક વ્યાપક છે એમ નિર્ણય કરો. તો અશુદ્ધતા, વિપરીતતા એની પાસે છે. તમે ઉપદેશ આપ્યો એક વ્યાપક છે. અશુદ્ધતા ટાળી એવું તમારી દૃષ્ટિએ થયું. ત્યાં પણ પર્યાય સિદ્ધ થઈ ગઈ. સમજાણું કાંઈ? ત્યાં દ્વૈત સિદ્ધ થઈ ગયું, દ્રવ્ય અને પર્યાય દ્વૈત Page #301 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૦૯ સિદ્ધ થઈ ગયું. આહાહા..! તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે,..' આહાહા..! જુઓ! જેને આનંદની અભિલાષા છે... આહાહા..! અતીન્દ્રિય આનંદની જેને અભિલાષા છે... આહાહા..! તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું તેવું માનજો.' આહાહા..! ત્રિકાળ વસ્તુ પણ છે, વર્તમાન પર્યાય છે, ત્રિકાળ શુદ્ધ છે, વર્તમાન અશુદ્ધ છે, પર્યાય જેવડો આત્મા નથી અને ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાંય પર્યાયના કાળમાં છે, વસ્તુ ત્રિકાળમાં છે એમ જેવી વસ્તુની સ્થિતિ છે તેવી સુખના અભિલાષી જીવે, સાચા સુખના અભિલાષીએ આમ છે એવો સ્યાદ્વાદ માનવો પડશે, તો એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાશે. અને જે દૃષ્ટિ જશે એ દૃષ્ટિ પર્યાય છે. સમજાય છે કાંઈ? પર્યાયની પણ પ્રતીતિ થઈ ગઈ. તો જેવું છે તેવું માનવાથી અંતર સમ્યગ્દર્શન થશે અને સુખની પ્રાપ્તિ થશે. વિશેષ કહેશે...) (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) ૨૮૭ (શાર્દૂલવિક્રીડિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम् । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि - च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ।।१७-२०९ ।। ખંડાન્વય :– નિપુળ: વસ્તુ વ સગ્વિન્યતામ્’ (નિપુણૈઃ) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે (વસ્તુ વ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ (સગ્વિન્યતામ્) સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે. ‘વર્તુઃ = વેયિતુ: યુત્તિવશત: મેવ: અસ્તુ અથવા અમેવ: અસ્તુ (સ્તું:) કર્તામાં (વ) અને (વેવિયેતુઃ) ભોક્તામાં (યુત્તિવશતઃ) દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયનો ભેદ કરતાં (મેવઃ અસ્તુ) અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિકનયથી એવો ભેદ છે તો હો,—એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી; (અથવા) દ્રવ્યાર્થિકનયથી (અમેવ:) જે જીવદ્રવ્ય જ્ઞાનાવરણાદિ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કલશામૃત ભાગ-૬ કર્મને કરે છે તે જ જીવદ્રવ્ય ભોગવે છે એવું પણ છે (અસ્ત) તો એવું પણ હો,-એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી. “વા વાર્તા વ વેયિતા વા મા આવતુ (વા) કર્તુત્વનયથી (૦) જીવ પોતાના ભાવોનો કર્તા છે (૨) તથા ભોક્નત્વનયથી (વેવયિતા) જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે એવું છે તો એવું જ હો,એવું વિચારતાં શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી, કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે; (વા) અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે (1) તથા અભોક્નત્વનયથી જીવ (મા) ભોક્તા નથી, (મવત) કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો,-એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી, કારણ કે “પ્રોતા રૂર માનિ વર્િ ભર્તુ ન વય” (પ્રોતા) કોઈ નવિકલ્પ, તેિનું વિવરણ–અન્ય કરે છેઅન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે–ભોક્તા છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા નથી-ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ,] (રૂદ આત્મનિ) શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં (વરિત) કોઈ પણ કાળે (મનું ન વય:) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યું કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે ? સમાધાન આમ છે કે સમસ્ત નવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે “નઃ યમ્ થવા પિ વિવિખ્તામણિમાનિગ મતઃ વાસ્તુ પર્વ (7) અમને (સુર્ય) સ્વસંવેદનપ્રત્યક્ષ, (વા મ9િ) સમસ્ત વિકલ્પોથી રહિત, ચિત) શુદ્ધચેતનારૂપ (ચિન્તામળિ) અનંત શક્તિગર્ભિત (માનિBI) ચેતનામાત્ર વસ્તુની (મિત વેરતુ વ) સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. દૃષ્ટાન્ત આમ છે કે- સૂત્રે પ્રોતા રૂવ’ જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે, માળા ગૂંથતાં અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે; તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી; જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે, ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર સત્તા અનુભવ કરવાયોગ્ય છે, તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી. ૧૭–૨૦૯. Page #303 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૯ ૨૮૯ મહા સુદ ૯, ગુરુવાર તા. ૧૬-૦૨-૧૯૭૮. કળશ–૨૦૯ પ્રવચન–૨૩૩ “કળશટીકા ૨૦૯ કળશ છે, કે નહિ? ૨૦૮ થઈ ગયો ને? (શાર્દૂલવિક્રીડિત) कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्। प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचिच्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ।।१७-२०९।।) શું કહે છે કે, સમ્યગ્દષ્ટિ અથવા ધર્મદષ્ટિવંત પ્રાણીએ શું કરવું? અને ધર્મીને શું હોય છે? શરૂઆતમાં, હોં! “નિૌઃ વસ્તુ છવ સંગ્વિન્યતા “નિપુળે: “શુદ્ધસ્વરૂપ-અનુભવમાં પ્રવીણ છે એવા જે સમ્યગ્દષ્ટિ જીવો,... તેમને અહીંયાં નિપુણ કહેવામાં આવ્યા. શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ. અહીં વસ્તુ કીધી છે ને? વસ્તુ કહેશે. કેમકે એમાં વસ્તી, અનંત ગુણ વસ્યા છે. પરિપૂર્ણ. વસ્તુ, વસ્તી–વસ્તુ. વસ્તુમાં વસ્તી–અનંત ગુણ વસ્યા છે. એવી વસ્તુ, એને માટે કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવમાં નિપુણ છે. આહાહા.! પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન સૂક્ષ્મ સ્વભાવ પરિપૂર્ણ પ્રભુ, તેની સન્મુખ થઈને અનુભવમાં પ્રવીણ-નિપુણ છે જ. આહાહા...! સમજાય છે કઈ? એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તેમણે સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ...” વસ્તુની વ્યાખ્યા કરી. રાગના સર્વ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ ચીજમાત્ર વસ્તુ, જેમાં અનંત અનંત અનંત અનંત ગુણ વસેલા, રહેલા છે, એની વસ્તી છે. આહાહા.! એવી વસ્તુ “સગ્નિજ્યતા આહાહા.! છે? નિર્વિકલ્પ સત્તામાત્ર ચૈતન્યસ્વરૂપ...” “ગ્નિન્યતા આહાહા! “સબ્ધિન્યતા સમ્યક્ પ્રકારે પ્રત્યક્ષ આનંદનો અનુભવ કરવો એ મોક્ષમાર્ગ છે. સમજાય છે કાંઈ? લ્યો, આવું છે. ચેતન સ્વરૂપ વસ્તુ “શ્વિન્યતા. વસ્તુ તો પૂર્ણ સ્વરૂપ છે એમ “સગ્નિજ્યતા. સમ્યક્ પ્રકારે સંચેતન-વેદન કરો. આહાહા.! જે વેદનમાં રાગ ને નિમિત્તની પણ અપેક્ષા નથી એવી ચીજ જે ભગવાન આત્મા નિર્વિકલ્પ ચૈતન્ય પ્રભુ, એનું વેદન કરો. “ગ્નિન્યતામ'. આહાહા..! આ મોક્ષમાર્ગ એક છે. સમજાય છે કઈ? “અનુભવ કરવાયોગ્ય છે.” “સ્વસંવેદનપ્રત્યક્ષપણે અનુભવ કરવાયોગ્ય છે.” કોણ? વસ્તુ. કોણ? વસ્તુ. કોણ? ચૈતન્યસ્વરૂપ વસ્તુ. આહાહા..! એ “શ્વિન્યતા”. તેનો પ્રત્યક્ષ અનુભવ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કલશામૃત ભાગ-૬ ક૨વાયોગ્ય એ વસ્તુ છે. આહાહા..! લાખ વાત અને અનંત વાત ગમે તે પ્રકારે આવે પણ અંતે એનો સરવાળો તો આ છે. સરવાળો કહે છે ને? વસ્તુ ભગવાનઆત્મા એક સેકંડના અસંખ્ય ભાગમાં અનંત એક એક ગુણ પરિપૂર્ણ એવા અનંત ગુણથી ભરેલો પ્રભુ, અભેદ, નિર્વિકલ્પ, તેની સન્મુખ થઈને પ્રત્યક્ષ વેદન કરો. એ મોક્ષનો માર્ગ છે. સમજાય છે કાંઈ? વર્તુ: 7 વૈવયિતુ: યુત્તિવશત: મેવઃ અસ્તુ અથવા અમેવઃ અસ્તુ આહાહા..! શું કહે છે? પર્યાયનયથી જે રાગનો કર્તા છે, એ પર્યાય ભોક્તા નથી. જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી, અન્ય પર્યાય ભોગવે છે. અને દ્રવ્યનયે જે કર્તા છે તે ભોક્તા છે. હો, જાણપણા માટે હો એ વાત. સમજાય છે કાંઈ? આહાહા..! શું કહ્યું? ત્તું: ૬ વેયિતુ: યુક્તિવશતઃ' ન્યાયને વશ થઈને. પર્યાયનયે જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી. અને દ્રવ્યાર્થિકનયે જે દ્રવ્ય કર્યાં છે તે જ ભોક્તા છે. એવી યુક્તિવશે એવું હો. આહાહા..! ‘યુત્તિવશત: મેવ: અસ્તુ અથવા અમેવ: અસ્તુ આહાહા..! એ દ્રવ્ય છે તે કર્તા છે, તે જ ભોક્તા છે, એવું અભેદ હો, પણ એ બધા તો વિકલ્પ છે, એમ કહે છે. આહાહા..! ભગવાન આનંદ જ્ઞાનધામ, આનંદદળ પ્રભુ એમાં વૃત્તિ ઊઠે છે. વૃત્તિ ઊઠે છે, એમાં વિકલ્પનું ઉત્થાન થાય છે. આહાહા..! કહે છે કે, છે ને? દ્રવ્યાર્થિંકનય અને પર્યાયાર્થિંકનયનો ભેદ કરતાં અન્ય પર્યાય કરે છે, અન્ય પર્યાય ભોગવે છે, પર્યાયાર્થિંકનયથી એવો ભેદ છે તો હો, એવું સાધતાં સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી;...' આહાહા..! સાધ્ય જે ધ્યેય દ્રવ્ય છે તેની સિદ્ધિ તો એ કારણે થતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? ભગવાનઆત્મા ધ્યેય, સમ્યગ્દર્શનમાં ધ્યેય તો પ્રભુ પરિપૂર્ણ ૫રમાત્મા પોતે ધ્યેય છે. એ ધ્યેયમાં આ એક વિકલ્પ છે એનાથી કોઈ સાધ્ય સિદ્ધિ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? વ્રત ને તપ ને ભક્તિ ને એ તો મુક્તિનું કારણ નથી, પણ આ તો વસ્તુની સ્થિતિ જાણવામાં જે વિકલ્પ ઊઠે છે એ પણ મોક્ષનું કારણ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? માર્ગ ભાઈ! એવો છે. આહા..! અહીં તો કહે છે, યુક્તિ, ન્યાયને વશ થઈને, (જે) પર્યાય કરે છે તે પર્યાય નથી ભોગવતી, એ દ્રવ્ય કર્તા છે, એ દ્રવ્ય ભોક્તા છે એ બધી યુક્તિવશે અન્યમતિથી ભિન્ન જેવી ચીજ છે તેમ જાણવામાં વિકલ્પ આવે છે. સમજાય છે કાંઈ? પણ તેથી શું? આહાહા..! મુમુક્ષુ :- સાધ્યની સિદ્ધિ નથી. ઉત્તર ઃ- સાધ્યની સિદ્ધિ, દ્રવ્યસિદ્ધિ, તેમાં આત્માની સિદ્ધિ થતી નથી, મુક્તિ થતી નથી. આહાહા..! છે? અથવા દ્રવ્યાર્થિકનયથી જીવદ્રવ્ય કર્મનું કર્તા છે તે જ જીવદ્રવ્ય ભોક્તા છે. અભેદ છે ને? અભેદ આવ્યું. આહા..! એ ભેદ લીધો. જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી, બીજી ભોગવે છે. એ ભેદ થયો. અને દ્રવ્ય કર્તા છે તે જ દ્રવ્ય ભોગવે છે, એ અભેદ Page #305 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૯ ૨૯૧ આવ્યું. આહા.. એમ હો, વસ્તુ હો, ભલે. એ રીતે જ્ઞાન કરો. “તો એવું પણ હો,-એમાં પણ સાધ્યસિદ્ધિ તો કાંઈ નથી.” આહાહા...! જે દ્રવ્ય રાગનો કર્યા છે, તે જ દ્રવ્ય ભોક્તા છે, હો. અભેદનયથી એમ જ્ઞાનમાં જાણવામાં આવે છે પણ એ તો વિકલ્પ છે. આહાહા! સમજાય છે કાંઈ? વા વાર્તા વ વેવયિતા વા મા મવતુ’ આહાહા...! આત્મા રાગનો કર્તા નથી, અકર્તા છે અને રાગનો ભોક્તા નથી, અભોક્તા છે, હો. એ પણ જ્ઞાન કરવા માટે હો. આહાહા...! છે? “કર્તુત્વનયથી જીવ પોતાના ભાવોનો કર્તા છે તથા ભોક્તત્વનયથી જે-રૂપે પરિણમે છે તે પરિણામનો ભોક્તા છે” પરિણમે છે ને? એવું પણ હો. “એવું વિચારતાં... આહાહા...! શુદ્ધસ્વરૂપનો અનુભવ તો નથી....... આહાહા.. સમજાય છે કાંઈ? અકર્તા અને અભોક્તા. આત્મા રાગનો કર્તા નથી અને રાગનો ભોક્તા નથી, એવું હો. એ જાણવા માટે વિકલ્પ છે. આહાહા...! સમજાય છે કાંઈ? “કારણ કે આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે.” આહાહા! આવી વાત છે. આકરું પડે લોકોને, શું થાય? એકાંત કહીને માણસ તોફાન તોફાન પોતાની સાથે (કરે), અર...૨...! પ્રભુ તું કોણ છો? અહીં તો કહે છે કે, રાગનો કર્તા નથી, ભગવાન સ્વભાવની દૃષ્ટિએ અને ભોક્તા પણ નથી સ્વભાવની દૃષ્ટિએ, એવા વિકલ્પથી પણ તને શું લાભ છે? સમજાય છે કાંઈ? આહા.! રાગનો કર્યા છે અને ભોક્તા અન્ય છે અને દ્રવ્ય કર્તા છે અને એ દ્રવ્ય ભોક્તા છે, તેનાથી પણ તને શું લાભ થયો? અને આત્મા રાગનો કર્તા નથી–અકર્તા છે અને અભોક્તા છે તેનાથી પણ તને શું લાભ થયો? એ તો વિકલ્પ છે. આહાહા.! આવું વિચારવું અશુદ્ધરૂપ વિકલ્પ છે. આહાહા..! મુમુક્ષુ :- અહીં અશુદ્ધરૂપ વિકલ્પ કહ્યું તો કોઈ શુદ્ધરૂપ વિકલ્પ ખરો? ઉત્તર :– શુદ્ધ છું એ પણ એક વિકલ્પ છે. ૧૪૩ (ગાથામાં) ન આવ્યું? કર્તા-કર્મ અધિકારની ૧૪૩ (ગાથા). હું શુદ્ધ છું. ત્યાં તો એમ કહ્યું કે, વ્યવહારનયનો તો અમે નિષેધ કરતા આવ્યા જ છીએ. છે? અર્થમાં છે. છે ને, ખ્યાલ છે એને. ૧૪૩, “કર્તા-કર્મ અધિકાર', જયચંદ્રજી પંડિત લખે છે, વ્યવહારનયનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ પણ અહીંયાં તો આત્મા શુદ્ધ છે ને અબદ્ધ છે ને એક છે ને પવિત્ર છે એવા વિકલ્પોનો પણ અમે તો અહીંયાં નિષેધ કરીએ છીએ. છે? આહાહા.! ભાઈ! માર્ગ નિવૃત્તસ્વરૂપ અંદર જુદો છે. આહાહા..! સમજાય છે કાંઈ એકાંત લાગે પણ શું કરે? બીજો કોઈ માર્ગ નથી. માર્ગ તો આ છે. એકાંત કેમ લાગે છે? કે, વ્યવહારથી નિશ્ચય થાય તો અનેકાંત. અહીં તો કહે છે, આવા વિકલ્પથી પણ અનુભવ થતો નથી. આહાહા...! પ્રભુ પૂર્ણાનંદનો નાથ, જેમાં અનંત અનંત વીર્ય દળ પડ્યું છે. આહાહા.! વીર્ય નામનો ગુણ છે. વસ્તુ આવી ને? વસ્તુ-વસ્તી. વસ્તુમાં વસ્તી રહેલી છે. એ ભગવાનની વસ્તી છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કલામૃત ભાગ-૬ આહાહા...! મહારાજા ભગવાન, એની એ વસ્તી છે. “અધ્યાત્મ પંચ સંગ્રહમાં પરમાત્માની વ્યાખ્યા કરી છે, ત્યાં કરી છે. “અધ્યાત્મ પંચ સંગ્રહ છે ને? “દીપચંદજીનો કરેલો બહુ મોટો ગ્રંથ છે. “અધ્યાત્મ પંચ સંગ્રહમાં લખ્યું છે કે, ભગવાન પરમાત્માની અનંત આનંદ આદિ વસ્તી છે. એની રાજધાનીમાં એટલી વસ્તી છે. આહાહા.! “પરમાત્મ પુરાણ' આવે છે ને? હું લઈ ગયા હતા અહીંથી? મુમુક્ષુ :- “બહેનશ્રી’ કહે છે, પરિવાર, ઉત્તર :- આ પરિવાર છે. તમે વાંચવા લઈ ગયા હતા? અહીંથી લઈ ગયા હતા, ખબર છે, હમણા લઈ ગયા હતા. આહાહા! અહીંયાં કહે છે, પ્રભુ! તું તો વીતરાગ સ્વરૂપ છો ને, નાથા અને વીતરાગ સ્વભાવથી તું પરિપૂર્ણ ભરેલો છો. આહાહા.! એમાં આવા વિકલ્પથી તને વીતરાગનો અનુભવ થાય એ વસ્તુનું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? આહા.! “અશુદ્ધરૂપ વિકલ્પ છે; અથવા અકર્તુત્વનયથી જીવ અકર્તા છે. જુઓ એ પણ વિકલ્પ છે. સ્વભાવ અકર્તા છે, અકર્તા નામનો આત્મામાં એક ગુણ છે. અકર્તા નામનો એક ગુણ છે તો એ કારણે રાગનો અકર્તા છે. આહા...! અભોક્તા નામનો પણ આત્મામાં એક ગુણ છે. આહાહા...! એ કારણે રાગનો અભોક્તા હો. છે? “અકર્તુત્વનયથી જીવ અકર્તા છે તથા અભોıત્વનયથી...” જીવ અભોક્તા છે એટલે “ભોક્તા નથી...” એમ કહેવું તો એ છે. કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો...... આહાહા. એ અપેક્ષાએ ભગવાન આત્મા દયા, દાનના વિકલ્પ તો ઠીક પણ આ વિકલ્પ જે ઊઠે છે તેનો પણ કર્તા-ભોક્તા નથી. આહાહા...! આવો માર્ગ આકરો પડે માણસને. અનંત કાળનો અભ્યાસ બીજો અને આ આખો અભ્યાસ બીજો. આહાહા...! બહારના વિકલ્પમાં સંતોષાયને અનાદિથી પડ્યો છે, માળો એ શું કહ્યું? આવો વિકલ્પ આવે છે એમાં સંતોષ થઈ જાય છે કે, આપણે ખુબ કર્યું. આહાહા...! હૈ? આહાહા...! આપણે ક્યાં સંસારના વિકલ્પ કરીએ છીએ? આ તો આત્માના વિકલ્પ છે ને. અકર્તા છે ને અભોક્તા છે ને કર્યા છે ને ભોક્તા છે, જે પર્યાય કરે તે ભોક્તા નહિ, દ્રવ્ય જે કરે તે ભોક્તા, સ્વભાવષ્ટિએ અકર્તા અને અભોક્તા, અમે તો આત્માના વિચાર કરીએ છીએ ને. પણ એ પણ વિકલ્પમાં રોકાય જાય છે. મુમુક્ષુ :- અટકવાના સ્થાનો ઘણા. ઉત્તર :- ઘણા અટકવાના સ્થાન, ઘણા. આહાહા...! અભોક્નત્વનયથી જીવ ભોક્તા નથી, કર્તા-ભોક્તા નથી તો નહીં જ હો,-એવું વિચારતાં પણ શુદ્ધસ્વરૂપનો અનુભવ નથી... આહાહા.! એ પણ એક રાગની વૃત્તિનું ઉત્થાન છે. ઉત્થાન-ઉત્પન્ન કરે છે), અંદરમાં છે નહિ, પણ આ વિકલ્પની ઉત્પત્તિ-ઉત્થાન કરે છે, વસ્તુમાં નથી. તો કહે છે કે, એ વિકલ્પથી પણ આત્માનો અનુભવ થતો નથી. આહાહા...! Page #307 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૯ ૨૯૩ મુમુક્ષુ :- વિચાર તો જ્ઞાનની પર્યાય છે. ઉત્તર :- વિચાર સાથે વિકલ્પ છે નો એ લીધો છે. એ પહેલા આવી ગયું છે. વિચાર, મનન, ચિંતન બધું વિકલ્પ છે, એમ આવ્યું. એકલી જ્ઞાનની પર્યાયની સાથે ઓલો વિકલ્પ લીધો છે. આવી ગયું છે, પહેલા આવી ગયું છે. આહાહા.! અને એક અપેક્ષાએ નિયમસારમાં ચિંતનીય’ શબ્દ પડ્યો છે. ત્યાં એ ચિંતનીય નિર્વિકલ્પ છે. ભાષા કયે ઠેકાણે કઈ સમજાય છે કાંઈ? અહીંયાં જે કહ્યું હતું એ તો વિચાર વિકલ્પવાળો છે અને ત્યાં જે “ચિંતનીય શબ્દ છે, પ્રાયશ્ચિત અધિકાર માં લીધો છે, નિયમસાર'. આત્માનું ચિંતવન કરવું. ચિંતન એ વિકલ્પ નથી, ત્યાં ચિંતન એટલે એકાગ્રતા છે. મુમુક્ષુ :- ચિંતનીય પ્રાયશ્ચિત. ઉત્તર :હા, ખબર છે ને. બધું જ્ઞાનમાં અંદર વર્તે છે. આહાહા.. આહાહા. માર્ગ પ્રભુનો અલૌકિક છે, ભાઈ! આહા...! કહે છે કે, આવો વિચાર કરવાથી પણ તને શું લાભ? આત્મા રાગનો કર્તા નથી અને ભોક્તા નથી એવો સ્વભાવ છે. છે તો એવો જ સ્વભાવ, પણ એવા વિકલ્પમાં રોકાવું એ તને કોઈ અનુભવનું કારણ નથી. આહાહા..! આવો માર્ગ છે. એવું વિચારતાં પણ) અનુભવ નથી, કારણ કે...” “પ્રોતા રૂ માત્મનિ વવિદ્ મતું ન વિય: કોઈ નવિકલ્પ...” “પ્રોતા? એટલે “કોઈ નવિકલ્પ, (તેનું વિવરણ–અન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે-ભોક્તા છે એવો વિકલ્પ દ્રવ્યાર્થિક “અથવા જીવ કર્તા નથી. સ્વભાવ. ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે... આહાહા...! ગજબ વાત છે, ભાઈ! માર્ગ પ્રભુનો. આહાહા.! હવે આમાં એમ કહે, વિકલ્પથી લાભ ન થાય? આવા વિકલ્પથી લાભ ન થાય? તો આ વ્રત, તપ કરીએ, આટલું કરીએ, અપવાસ કરીએ, વ્રત કરીએ. દયા પાળીએ, બ્રહ્મચર્ય પાળીએ. બાપુ એ તો સ્થૂળ વિકલ્પ છે. જેને પુણ્ય-પાપના અધિકારમાં સ્થૂળ વિકલ્પ, સ્થૂળ કહ્યું છે. છે? સ્થૂળ સંક્લેશ પરિણામને છોડે છે પણ સ્થળ વિશુદ્ધ પરિણામને છોડતા નથી, એવો પાઠ છે. પુણ્ય-પાપ અધિકારમાં છે. આહાહા...! શુભભાવને સ્થૂળ કહ્યા, યશપાલજી'! આહાહા...! “પુણ્ય-પાપ અધિકારમાં આચાર્યે ગજબ (કહ્યું છે ! આહાહા.. સંતોએ તો કરુણાથી (કહ્યું), કરણાથી વિકલ્પ આવ્યો છે. અરે.રે.! તમે ક્યાં છો? પ્રભુ! ક્યાંથી ક્યાં ગયા? ને ક્યાં છો તમે? ભાઈ! આહાહા...! કરુણા કરીને ખેદ કરે છે. આહા. ખેદ છે કે તમે જ્યાં છો ત્યાં આવતા નથી અને નથી ત્યાં ફર્યા કરો છો. આહાહા...! સમજાય છે કાંઈ સમજાય છે કે નહિ? શેઠા શેઠ થોડું સૂક્ષ્મ છે પણ... મુમુક્ષુ :- આપ જેવા સમજાવનારા છો તો કેમ ન સમજાય? ઉત્તર :- અમારા શેઠ તો અહીંયાં ઘણા વખતથી પડ્યા છે, તમે તો કો'ક દિ થોડાક આવો, પંદર દિ કે આઠ દિ. પછી ઈ કહે કે, ભાઈ પાસે ભાગ લઈ લઈશું. પણ ભાગ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કલશામૃત ભાગ-૬ ન મળે, બાપા! આહાહા...! ભગવાન! તું ક્યાં અધુરો ને અપૂર્ણ છો કે તારી ચીજ પરથી લેવામાં આવે. એ ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ વીતરાગ પિંડ છે, અનંત ગુણનો પિંડ પણ નિર્વિકલ્પ અભેદ છે. આહાહા..! એવામાં આવા વિકલ્પથી તને શું લાભ છે? કહે છે. આહાહા..! છે? ‘(એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ.)” હું રાગનો કર્તા નથી, હું રાગનો ભોક્તા નથી એવા વિકલ્પથી પણ તને શું લાભ છે? સમજાય છે કાંઈ? એ પણ વૃત્તિનું ઉત્થાન છે. આહાહા..! એ વિષકુંભ છે. આહાહા..! ભગવાન અમૃતકુંભ છે, આનંદકંદ પ્રભુ છે) તેનાથી ઉલટો વિકલ્પ છે એ તો ઝેર છે. આહાહા..! અમૃતનો સાગર ભગવાન અંદર અનીન્દ્રિય છે), તેનાથી વિકલ્પ છે એ તો અનીન્દ્રિય અમૃતથી વિપરીત છે. ભગવાન જ્યારે અમૃત સ્વરૂપ છે તો રાગ છે તે ઝેર સ્વરૂપ છે. આહાહા..! આકરું લાગે. આકરી ભાષામાં..? કોઈ વખતે એમ કીધું હતું ને કે, પુણ્ય છે એ વિષ્ટા છે. એ... એની ટીકા. અરે..! બાપુ! વિષ્ટા તો જડ છે, કૂતરા પણ ખાય અને આ તો ઝેર છે. બાપુ! ભાઈ! આહાહા..! એની ટીકા કરે. ભગવાન ક્યાં પડ્યો છો? પ્રભુ! એ તો ઓલું ભૂંડનું દૃષ્ટાંત એકવાર આપેલું. ઉત્તરાધ્યયન’નું પહેલું અધ્યયન છે કે, જ્ઞાનીઓએ વિકલ્પ છોડી દીધા એ અજ્ઞાનીઓ પકડે છે. મનુષ્ય વિષ્ટા છોડી દીધી એ ભુંડ ખાય છે. ઘણા વર્ષ પહેલાની વાત છે. આહાહા..! અહીં તો વિષ્ટાનું તો ખાતરેય થાય છે. ખાતર સમજ્યા? ખાત.. ખાત. અને કાગની વિષ્ટાનું ખાતર પણ થતું નથી. એ આવ્યું ને? ઇન્દ્ર સરીખા ભોગ. ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, કાગવિટ સમ માનત હૈ જ્ઞાનીજન લોક.' કાગડાની વિષ્ટા તો ખાતરમાં પણ કામ નથી આવતી. કાગડો! મનુષ્યની વિષ્ટા, હાથી, ઘોડા, ગાય, ભેંસની વિષ્ટા ખાતરમાં કામ આવે. આહાહા..! ‘કાગવિટ સમ માનત હૈ’ ઇન્દૌર’માં છે. એ “ઇન્દૌર’માં કાચનું છે ને? ત્યાં છે, અમે બતાવ્યું હતું. કીધું, જુઓ! ભાઈ! આ શું લખ્યું છે? કાચના મંદિરમાં (લખેલું છે). ‘ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, કાગવિટ સમ માનત હૈ, જ્ઞાનીજન લોક' આહાહા..! કહો, શેઠ! આ તમારા પૈસાફૈસા ધૂળને કહે છે, કાગવિટ સમાન છે. નહિ? આહાહા..! એમ અહીંયાં તો વિકલ્પનું કહેવું હતું. વિકલ્પ છે એ પણ એક ઝેર છે. આહાહા..! આવે છે, જ્ઞાનીને પણ જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યારે અશુભથી બચવા, શુદ્ધની દૃષ્ટિ હોવા છતાં, શુદ્ધના ધ્યેયમાં અનુભવ હોવા છતાં અંતર સ્થિરતા જામે નહિ, પુરુષાર્થની નબળાઈને કારણે, હોં! તો ત્યાં અશુભથી બચવા શુભ આવે છે, પણ છે તો વિષકુંભ. આહાહા..! વિષકુંભ છે તો કરે છે કેમ? એ આવ્યા વિના રહે નહિ. સાંભળને! આહાહા..! અહીં કહે છે, ઇત્યાદિ અનંત વિકલ્પો છે...' જોયું? તોપણ તેમાંથી કોઈ વિકલ્પ. શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં કોઈ પણ કાળે શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ Page #309 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૯ ૨૯૫ નથી.” આહાહા...! બહુ સારી વાત લીધી છે. હું આહાહા...! એક પર્યાય કરે છે, બીજી ભોગવે છે, એ દ્રવ્ય કર્તા છે, એ દ્રવ્ય ભોક્તા છે એ વિકલ્પ તો સ્થાપવા લાયક છે જ નહિ, પણ આત્મા રાગનો અકર્તા છે અને રાગનો અભોક્તા છે એવા કોઈ વિકલ્પ અનુભવ માટે સ્થાપવા લાયક નથી. આહાહા...! ભાઈ! આ તો જેને આત્માની પડી છે એની વાત છે. એને દુનિયા શું માને ને દુનિયા શું કહે, એની સાથે કોઈ સંબંધ નથી. આહાહા...! અહીંયાં કહે છે, “અનંત વિકલ્પો છે તો પણ તેમાંથી કોઈ વિકલ્પ). શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં” “વ ” “કોઈ પણ કાળે ‘વ ’નો (અર્થ) કાળ લીધો છે. “વવિ’ એટલે કોઈ કાળે. આહાહા. “મનું ન વિય: “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” આહાહા...! કોઈ કાળે. પાપથી બચવા પુણ્ય આવ્યું પણ એ સ્થાપવા યોગ્ય નથી. આહાહા.! અનુભવ કરવામાં એ મદદ કરશે એમ નથી. સમજાય છે કાંઈ? “મનું શબ્દ પડ્યો છે ને? ભર્ત ન શય: એટલે કે “સ્થાપવાને સમર્થ નથી.” સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં આ વિકલ્પો મદદ કરશે એ સ્થાપવા લાયક નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ભાષા સમજાય એવી છે. આહાહા...! મુમુક્ષુ :- ચિંતવન, મનન બધું ઊડાડ્યું. ઉત્તર – એ ચિંતવન, મનન વિકલ્પ છે. જેવું ચિંતવન કહ્યું ને ઓલા નિયમસારમાં એ ચિંતવન તો વસ્તુની અંતર એકાગ્રતા (સ્વરૂપ છે). એ વિકલ્પ નહિ, એ નહિ. અંતર આનંદ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્ય વિજ્ઞાનઘન એમાં એકાગ્રતા એટલે આનંદની પર્યાય અને સમ્યકૂની પર્યાય પ્રગટ થાય તેને અહીંયાં ચિંતવન કહ્યું છે. આહાહા.! શબ્દો હોય પણ કયે ઠેકાણે ક્યા શબ્દનો અર્થ શું છે) એ જરી વિચારવો જોઈએ, એમ ને એમ પકડીને ચાલે એ ન ચાલે. આહાહા.! સમજાય છે કાંઈ? “અનુભવરૂપ...” જોયું? “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” આ તો સંસ્કૃત જોવા માટે જોયું, હોં! કેટલામું છે)? ૧૪૩? આહાહા...! મારામાં ફેર આવશે. ગુજરાતી છે આ? ક્યાં છે? કઈ બાજુ? (“સમયસાર) ૧૪૨ ગાથાના મથાળામાં) છે. જુઓ! આવ્યું. પણ તેથી શું?’ સંસ્કૃતમાં એ આવ્યું-“તઃ વિ. ઈ. “તઃ વિ' તેથી ? ભાઈ! તેથી શું? આહાહા...! નીચે અર્થ છે. તેથી શું? તું અહીંયાં સુધી આવ્યો કે, અબદ્ધ છે ને શુદ્ધ છે ને એકરૂપ છે તો તેથી શું? તેથી તને શું લાભ થયો? આહાહા...! સમજાય છે કાંઈ? “તઃ વિક આહાહા...! કેટલી ટીકા, કેટલું નાખ્યું છે. આહાહા...! મુમુક્ષુ :- વિકલ્પની ચરમસીમાં આવી જાય પછી અનુભવ થઈ જાય. ઉત્તર :- એને લઈને થાય નહિ. એ-વિકલ્પ રહિત એ એની સીમા. એ તો સ્પષ્ટ કરવા માટે પૂછ્યું. એ તો અહીં કહ્યું ને. અનંત વિકલ્પ છે એમાં કોઈ પણ સ્થાપવાને સમર્થ નથી કે, એનાથી મદદ મળશે, અહીંયાં સુધી) આવ્યો કે બહુ કષાયની મંદતા છે, ત્યાં Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કલશામૃત ભાગ-૬ સુધી આવ્યો કે અબદ્ધ છે, શુદ્ધ છે, એકરૂપ છે. પર્યાયથી વ્યવહારનો તો નિષેધ કરતા આવ્યા છીએ પણ સાથે હવે અમે નિશ્ચયનો નિષેધ કરીએ છીએ (અર્થાતુ) નિશ્ચયના પક્ષનો વિકલ્પ. પક્ષીતિક્રાંત ચીજ છે. આહાહા...! “તતઃ વિમ્' તેથી શું? અહીંયાં સુધી આવ્યો તોપણ તેથી શું? સમજાય છે કાંઈ? બાપુમારગડા પ્રભુના બહુ અલૌકિક છે. અત્યારે ફેરફાર થઈ ગયો છે. અત્યારે તો ચોર કોટવાલને દંડે એવું થયું છે. હું ઘણા ચોર ભેગા થાય પછી) કોટવાલને દંડે). બાપુ.! માર્ગ તો આ છે. હૈ? એમાં આવ્યું છે, “મોક્ષમાર્ગ પ્રકાશક”માં સાતમા અધ્યાયમાં શ્વેતાંબરનો અધિકાર છે ત્યાં આવ્યું છે. એ લોકો મારે છે. વિરોધ હોય એને મારવા આવે). અરે.! બાપુ ભગવાન વખતે ઇન્દ્રોને ખબર નથી કે આ બધા વિરોધી છે? કોઈને માર્યા છે? હૈ? એવું હોય? ભગવાન છે. એની પર્યાયમાં ભૂલ છે તો શું? એ પ્રત્યે વિરોધ અને દ્વેષ બિલકુલ નહિ. મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાને વિરોધ હિંસા કીધી છે. ઉત્તર :- કીધી છે, પણ કઈ અપેક્ષા? અંદર રાગ એવો આવે છે, વિરોધ કરનાર દુશ્મનને હું કરું, એવો. વિરોધીનો અર્થ) એ. વિરોધી એટલે વિરોધી છે એને મારવો, એવું છે ત્યાં? એ તો તેની લડાઈમાં મરે છે અને સમકિતી છે તેને રાગ એવો દ્વેષ આવે છે. એ અપેક્ષાએ તેને વિરોધી હિંસા થાય છે, એટલું. પણ વિરોધીને મારવો (એમ નથી). અંદર વિરોધનો વિકલ્પ આવ્યો છે, બસ! એ દોષ છે. પણ આવે છે, સમકિતીની ભૂમિકા છે. મોટું રાજ હોય છે, ચક્રવર્તીનું રાજ. આહાહા.! પણ એ ચક્રવર્તીની રાજ, ૯૬ હજાર સ્ત્રી, એ નવ નિધાન, એ ચૌદ હજાર દેવ એક ક્ષણમાં છોડી દીધું... ફડાક દઈને આહાહા...! એકલા ચાલ્યા ગયા, નગ્ન (થઈને) જંગલમાં ચાલ્યા ગયા. આહાહા.! અંતરના અનુભવ માટે, સ્થિરતા માટે). દૃષ્ટિ તો છે, સમ્યગ્દર્શન તો છે પણ વિશેષ અનુભવ માટે ચાલ્યા ગયા). આહાહા...! ૯૬ હજાર સ્ત્રી જંટિયા તાણે. જંટિયા સમજ્યા? વાળ તોડે. શાંતિનાથ પુરાણમાં આવે છે. “શાંતિનાથ પુરાણ' છે ને? એમાં ભગવાન જ્યારે દીક્ષા ત્યે છે ત્યારે રાણીઓ આવે છે, જંટિયા તાણે છે. મહારાજ! આ શું કર્યું તમે? ત્યારે કહે છે), અરે! સ્ત્રીઓ! હું ત્યાં રોકાણો હતો એ તમારે કારણે નહિ. મને રાગ હતો. એટલે એ રાગ હવે મરી ગયો છે. હવે તમારું સાંભળનાર કોઈ નથી. તમને એમ લાગે કે તમારા માટે હું ત્યાં રહેલો હતો, એમ નહોતું. પ્રભુ! મને રાગ હતો, મારી આસક્તિ હતી. આહાહા...! એ આસક્તિ મને નાશ થઈ ગઈ છે. હવે તમારું રોવું ને કકળવું કોણ સાંભળશે? બેન! આહાહા.! “શાંતિનાથ પુરાણમાં આ વાત આવે છે. આહાહા.! આચાર્યોના કથનો તો...! કોઈ કથા હોય પણ વસ્તુસ્થિતિનું વર્ણન છે ને હું ચારે અનુયોગમાં સનું વર્ણન છે ને. આહા..! અહીંયાં શું કહે છે? “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” એ વિકલ્પથી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કળશ-૨૦૯ અનુભવનો લાભ થશે ને સમિકત થશે (એમ) કોઈ રીતે સ્થાપી શકાય નહિ. આહાહા..! સમજાય છે કાંઈ? ત્યારે ત્યાં એમ કહ્યું ને, પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધન ભાવ. એ તો ભિન્ન સાધનનું જ્ઞાન કરાવ્યું, ભાઈ! અહીં તો કહે છે કે, આ વિકલ્પ પણ જ્યાં સ્થાપવા લાયક નથી ત્યાં વળી એમ કહે કે ભિન્ન સાધન, રાગ સાધન થાય અને નિશ્ચય વીતરાગભાવ સાધ્ય. એનો અર્થ એમ નથી. જેને પોતાના સ્વરૂપનું રાગથી ભિન્ન અનુભવનું સાધન પ્રગટ થયું ત્યાં આગળ જે રાગ બાકી છે તેને સાધનનો આરોપ આપ્યો. સાધનનો આરોપ આપ્યો. જેમ (જ્યાં) નિશ્ચય સમ્યગ્દર્શન છે ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તેને વ્યવહા૨ સમકિતનો આરોપ આપ્યો. આહાહા..! સમજાય છે કાંઈ? આવું છે, ભાઈ! આમાં વાદવિવાદ કર્યે કાંઈ પાર આવે એવું નથી. કોની સાથે વાદ કરીશ? બાપુ! અને તે પણ સામાને જૂઠો પાડવા માટે કાંઈ છે? આ તો વસ્તુની સ્થિતિ આવી છે, બાપા! સમજાય છે કાંઈ? કોઈ વિકલ્પ સ્થાપવાને સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે–કોઈ અજ્ઞાની એમ જાણશે કે આ સ્થળે ગ્રંથકર્તા આચાર્યે કર્તાપણું-અકર્તાપણું, ભોક્તાપણું-અભોક્તાપણું ઘણા પ્રકારે કહ્યું છે તો એમાં શું અનુભવની પ્રાપ્તિ ઘણી છે?” બહુ (સરસ) કળશ ચાલ્યો છે. ‘સમાધાન આમ છે કે સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી.’ હૈં? કથંચિત્ કાંઈક મદદ કરે. નવલચંદભાઈ’! ચરમસીમા રાગ. આહાહા..! આવું સ્વરૂપ જ છે, પ્રભુ! તને આગ્રહ થાય એટલે કાંઈ વસ્તુસ્થિતિ બદલાય જશે? આહાહા..! ‘સર્વથા નથી.’ ભાષા જુઓ! નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી.' આહાહા..! ‘તેને (સ્વરૂપને) માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે.’ તેનું જ્ઞાન કરાવવા બતાવ્યું છે. જે અજ્ઞાની બીજી રીતે કહે છે, વેદાંત કે સાંખ્ય કે, તેનાથી ભિન્ન યથાર્થ વસ્તુનું જ્ઞાન કરાવવા માટે આવું કર્યાં ને અકર્તા ને અભોક્તા બતાવ્યું છે. જ્ઞાન (કરાવવા), જાણવા માટે. અનુભવ માટે એ કોઈ વિકલ્પ કામ કરતા નથી. અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ સર્વશે કહેલા માર્ગથી બીજી રીતે કહે છે તેથી તેનું નિરાકરણ કરવા માટે કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તાની વ્યાખ્યા ભગવાને, આચાર્યોએ કહી છે. સમજાય છે કાંઈ? પણ એ વિકલ્પથી ત્યાં અનુભવ થશે (એમ નથી કહેવું). આહાહા..! આવો માર્ગ છે, પ્રભુ! સમસ્ત નયવિકલ્પોથી શુદ્ધસ્વરૂપનો અનુભવ સર્વથા નથી. તેને (સ્વરૂપને)માત્ર જણાવવા માટે જ શાસ્ત્રમાં બહુ નય-યુક્તિથી બતાવ્યું છે. તે કારણે...' નઃ યમ્ ા અવિ વિક્વિન્તામણિમાતિા અમિતઃ વાસ્તુ વ’ ‘અમને સ્વસંવેદનપ્રત્યક્ષ સમસ્ત નયવિકલ્પોથી રહિત,...’ આહાહા..! નાઃ” નામ “અમને’ છે ત્યાં, હોં! ન:” એટલે નકાર નહિ ત્યાં. ‘7:’ એટલે અમને. એમ શાસ્ત્રમાં આવે છે. નાઃ” એટલે અમને. આહા..! નાઃ' અમને સ્વસંવેદનપ્રત્યક્ષ...' પોતાનો આત્મા સ્વ, સં–પ્રત્યક્ષ વેદન. સ, સં, વેદન. પોતાનું પ્રત્યક્ષ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કલશામૃત ભાગ-૬ વેદન. એ “સ્વસંવેદનપ્રત્યક્ષ સમસ્ત વિકલ્પોથી રહિત...” “I પિ' છે ને? આહા. અમને તો સ્વસંવેદનપ્રત્યક્ષ, સર્વ વિકલ્પથી રહિત, વિવિગ્નામ'. આહાહા...! શુદ્ધ ચેતનારૂપ પ્રભુ પૂર્ણ ચિંતામણિ. આ ધૂળની ચિંતામણિ. ચિંતવે તે આપે, ચિંતામણિ જે ચિંતવે તે આપે એ તો બહારની ધૂળ આપે. આ ચિંતામણિ રત્ન હોય છે ને? એ શું આપે? આહાહા...! ઓલા કલ્પવૃક્ષ છે ને? કલ્પવૃક્ષ, જુગલિયાના. જે ઈચ્છે તે આપે એમ નથી ત્યાં. ત્યાં તો છે તે હોય. ત્યાં તો ક્યાં બધું હતું? દસ પ્રકારના કલ્પવૃક્ષ છે ને? જે છે તે આપે. એમાં હોય ઈ આપે ને. ઈ કહે, ફલાણું લાવો અહીંથી, એમ ન હોય). મુમુક્ષુ - એ કલ્પવૃક્ષની પાસે જઈને લાડવા માગે તો આપને? ઉત્તર :- ત્યાં ક્યાં લાડવા હતા? આહાહા..! એ કેટલાક કહે છે, ત્યાં જે ચિંતવે તે આપે. પણ શું? અંદર હોય ઈ ફળ આપે કે ન હોય ઈ ક્યાંથી આપે? એના પણ અર્થ કરવામાં ફેર મોટા, બહુ ફેર. આહાહા...! સમજાય છે કાંઈ? અહીં કહે છે, એ તો જણાવવા માટે કહ્યું હતું. અમને તો “અનંત શક્તિગર્ભિત...” જુઓ! ચિંતામણિ કહ્યું ને? “અનંત શક્તિગર્ભિત...” ભગવાન આત્મામાં ગર્ભિત અનંત શક્તિ પડી છે. એના પેટમાં, ભાવમાં. આહાહા...! સમજાય છે કાંઈ? ચિંતામણિ લીધું ને? એટલે અનંત શક્તિગર્ભિત...” “માતિવા' માળા એટલે “ચેતનામાત્ર વસ્તુ...” એમ. “ચેતનામાત્ર વસ્તુની...” “મિત: વાસ્તુ થવ’. આહાહા..! “અમૃતચંદ્રાચાર્ય જે ટીકા કરનાર. તીર્થંકર જેવું કામ કુંદકુંદાચાર્યદેવે પંચમઆરામાં કર્યું. “અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવું કામ પંચમઆરાની અપેક્ષાએ કર્યું છે). આહા...! એ કહે છે. આહાહા.! અનંત શક્તિગર્ભિત ચેતનામાત્ર વસ્તુ...” “મિત: વરતુ થવ” “સર્વથા પ્રકારે પ્રાપ્તિ હો. અહીં તો બસ એક જ વાત છે. આહાહા...! કથંચિત્ વિકલ્પ પણ પ્રાપ્ત હો અને કર્થચિતુ સ્વભાવ પણ પ્રાપ્ત હો એમ નહિ. આહાહા. કોઈ એમ કહે છે કે, “સર્વથા શબ્દ તો જૈનમાં હોય જ નહિ. કઈ અપેક્ષાએ? ઈ તો નિત્ય છે કે અનિત્ય છે, એક છે કે અનેક છે વસ્તુ, એમાં કથંચિત્ છે. પણ દ્રવ્યાર્થિકનયે નિત્ય છે એમાં કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે, એમ છે? દ્રવ્યથી તો નિત્ય જ છે. પર્યાયથી અનિત્ય જ છે. આહાહા. ત્યાં જ છે. એ તો આખા દ્રવ્યની વ્યાખ્યા કરવા માટે કથંચિત્ નિત્ય છે અને કથંચિતુ અનિત્ય છે એમ કહેવાય). અહીં એ કહ્યું, અમને સર્વથા આ જ પ્રાપ્ત હો. આહાહા..! જુઓ! આ દિગંબર સંતોની અંદરની ધખતી ધૂણી! હૈ? આહાહા..! અમે તો અંતર્મુખ પ્રભુ ભગવાન છે તેને અમે પ્રાપ્ત કરીએ, બસ! બાકી કોઈ ચીજ અમને છે નહિ. આહાહા...! ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પમાત્રનો અનુભવ ઉપાદેય છે... લ્યો, બહુ ટૂંકું કર્યું. નિર્વિકલ્પમાત્રનો અનુભવ તે આદરણીય છે. “અન્ય વિકલ્પ સમસ્ત હોય છે. આહાહા...! Page #313 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૦૯ ૨૯૯ ભારે (વાત)! વસ્તુસ્થિતિ વ્યવહાર વ્યવહારના સ્થાને છે, પણ છે હેય. વ્યવહારથી પણ નિશ્ચય થાય છે એમ છે નહિ, ભાઈ! આહાહા...! સમજાય છે કાંઈ? અમને તો નિર્વિકલ્પમાત્ર અનુભવ ઉપાદેય છે. આહાહા.! “અન્ય વિકલ્પ સમસ્ત હેય છે. અન્ય વિકલ્પ સમસ્ત. દયા, દાન, ભક્તિના વિકલ્પ તો હેય છે જ, પણ આ બદ્ધ, અબદ્ધ ને કર્તા-અકર્તાના વિકલ્પ પણ અમને હેય છે. આહાહા...! સમજાય છે કાંઈ? દૃષ્ટાંત આપે છે કે- “સૂત્રે પ્રોતા વ જેમ કોઈ પુરુષ મોતીની માળા પરોવી જાણે છે...” પરોવવું, પરોવવું. મોતીની માળાને સોયના દોરામાં, સૂતરના દોરામાં પરોવે. “માળા ગૂંથતા અનેક વિકલ્પો કરે છે. એ વખતે. છે ને? પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે....” આહાહા..! “વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી.” આહાહા...! એ માળા પહેરવાની શક્તિમાં શોભા છે. માળા કરવાના વિકલ્પની કોઈ શોભા નથી. આહાહા...! સમજાય છે કઈ? “માળા ગૂંથતા અનેક વિકલ્પો કરે છે, પરંતુ તે સમસ્ત વિકલ્પો જૂઠા છે, વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી.” વિકલ્પમાં, જે આ માળા પહેરીને જે શોભા દેખાય એ કંઈ વિકલ્પમાં શોભાની તાકાત નથી. આહાહા. સમજાય છે કાંઈ? “શોભા તો મોતીમાત્ર વસ્તુ છે... આહાહા...! સમજાય છે કાંઈ? ચક્રવર્તીનો એક હોય છે ને? ચક્રવર્તીનો મોટો હાર હોય છે, એને જ હોય છે, મોટો આખા શરીર પ્રમાણે હોય), અબજો રૂપિયાની કિંમતનો. કંઈ નામ આપે છે. ભૂલી ગયા. હાર હોય છે, હાર. એની શોભા છે. હાર કેમ ગૂંથ્યો ને કેમ થયો ને કેમ કર્યો, એની શોભા છે ત્યાં આહાહા. દાખલો આપ્યો છે ને? માલ લેવા ગયા, માલ. બરફી, પેંડા લેવા ગયા). ભાવ પૂક્યો શું ભાવ છે? કે, ચાર રૂપિયે શેર. અત્યારે તો ગમે તે હોય, ખબર નથી. પહેલા અમારે બે આના શેર પેંડા હતા. સાંઈઠ વર્ષ પહેલા. અત્યારે તો મોઘું હશે. અહીં તો ભાવ પૂછે. તોળે ને? બરાબર તોળ્યું છે? પૂછે, નક્કી કરે. કાંટો (હોય ને? આ બાજુ માલ હેઠે દગો કરે. આ બાજુ હેઠે લાખ રાખે એટલે એટલો માલ ઓછો તોળાય. પછી ઓલો તોળાવે બરાબર, સરખું છે? પણ ઈ ખાતી વખતે એ વિકલ્પ કામ ન કરે. એમ લેવા વખતે (વિકલ્પ) હો, ખાવા વખતે પછી ન હોય. એમ જાણતી વખતે આવા વિકલ્પ હો, પણ અનુભવ (વખતે), ખાવા વખતે અનુભવના વિકલ્પ નથી હોતા. સમજાય છે કાંઈ? આહાહા...! છે ને? “વિકલ્પોમાં શોભા કરવાની શક્તિ નથી, શોભા તો મોતીમાત્ર વસ્તુ છે તેમાં છે” મોતીમાં શોભા છે. તેથી પહેરનારો પુરુષ મોતીની માળા જાણીને પહેરે છે, ગૂંથવાના ઘણા વિકલ્પો જાણી પહેરતો નથી;... આહાહા...! છે? જોનારો પણ મોતીની માળા જાણીને શોભા જુએ છે.” જુઓ! જોનારો પણ મોતીની માળાની શોભા જુએ છે. એણે કેમ ગૂંચ્યું એમ ત્યાં જોવે છે? ગૂંથવાના વિકલ્પોને જોતો નથી; તેમ શુદ્ધ ચેતનામાત્ર” શુદ્ધ ચેતનામાત્ર ભગવાન પૂર્ણાનંદ મૂર્તિ પ્રભુ. આહાહા.! “સત્તા અનુભવ કરવાયોગ્ય છે...” એની ચૈતન્યમાત્ર સત્તા, એ જ અનુવભ કરવાયોગ્ય છે. તેમાં ઘટે છે જે અનેક વિકલ્પો.” આ કર્તા-અકર્તા, ભોક્તા આદિ. “તે બધાની સત્તા અનુભવ કરવાયોગ્ય નથી.” બહુ સરસ કળશ હતો. વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કલશામૃત ભાગ-૬ (રથોદ્ધતા) व्यावहारिकद्दशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।।१८-२१०।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી ? ઉત્તમ આમ છે કે-કહેવા માટે તો છે, વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે-“વ્યાવહારિશ રવ વને જૂઠી વ્યવહારદૃષ્ટિથી જ “ કર્તા “” તથા “ર્મ કરાયેલું કાર્ય વિભિન્ન પુષ્યતે ભિન્ન ભિન્ન છે. જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા–એવું કહેવા માટે સત્ય છે; કારણ કે યુક્તિ એમ છે કે રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં જ્ઞાનાવરણાદિરૂપે પુગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું. સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે; કારણ કે “વિ નિશ્ચયેન વિજ્યતે” (ર) જો (નિશ્ચયેન) સાચી વ્યવહારદૃષ્ટિથી (વિજ્યો) જોવામાં આવે, શું જોવામાં આવે? “વસ્તુ સ્વદ્રવ્યપરિણામ-પદ્રવ્ય પરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો “સેવા પ્રવ કરૂં ર્મ સ્વરમ્ કૃષ્યતે” (સવા વ) સર્વ કાળે (રૂં કર્તા અર્થાત્ પરિણમે છે જે દ્રવ્ય અને (ર્મ) કર્મ અર્થાત્ દ્રવ્યનો પરિણામ (ઈમ્ સુષ્યતે) એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય–વ્યાપકરૂપ પરિણમે છે તેથી કર્તા છે; અને તે જ કર્મ છે, કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;-એમ (3ષ્યત્વે) વિચારતાં ઘટે છે–અનુભવમાં આવે છે. અન્ય દ્રવ્યનું અન્ય દ્રવ્ય કર્તા, અન્યદ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ–એવું તો અનુભવમાં ઘટતું નથી, કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્યવ્યાપકપણું નથી. ૧૮-૨૧૦. Page #315 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૦ ૩૦૧ મહા સુદ ૧૦, શુક્રવાર તા. ૧૭-૦૨-૧૯૭૮. કળશ–૨૧૦ પ્રવચન–૨૩૪ ર૧૦, ૨૧૦ છે ને? રથોદ્ધતા) व्यावहारिकद्दशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते। निश्चयेन यदि वस्तु चिन्त्यते વર્ વર્ષ ૨ સફેવસ્થિતા૧૮-૨૧૦ | અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનો કર્તા જીવ છે કે નથી?” જે કર્મ બંધાય છે ને એ કર્મના પરિણામનો કર્તા જીવ છે કે નથી? કર્મ એ પરિણામ છે, પુગલ પરિણામ છે. કર્મ એક પરમાણુ જડની પરિણતિ-પર્યાય છે, તો કર્મ પરમાણુના પરિણામ જ્ઞાનાવરણાદિ, તેને આત્મા કરે છે કે નથી કરતો? એવો પ્રશ્ન છે. ઉત્તર આમ છે કે-કહેવા માટે તો છે...' કહેવામાત્ર છે. આહાહા.! “વસ્તુસ્વરૂપ વિચારતાં કર્તા નથી. વસ્તુની સ્થિતિની મર્યાદા વિચારતાં કર્મના પરિણામનો જીવ કર્તા નથી. આહા...! અહીંયાં રાગ-દ્વેષ થાય તે પ્રમાણમાં કર્મની અવસ્થા થાય છે તો નિમિત્તથી એમ કહેવામાં આવ્યું કે, જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા આત્મા છે. એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. આહાહા.! હેં? મુમુક્ષુ - ધર્મના કામમાં જૂહું શું કરો છો? ઉત્તર :- જૂઠું (એટલે) નિમિત્ત છે અને થાય છે એટલું જ્ઞાન કરાવવા કહ્યું. અહીંયાં જીવ રાગ-દ્વેષ કરે છે તો ખરેખર તો રાગ-દ્વેષના પરિણામ તેનું કર્મ છે અને અજ્ઞાની આત્મા તેનો કર્તા છે. એટલું નિમિત્ત પામીને કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. જ્ઞાનાવરણાદિ કર્મ છે એ પોતાની યોગ્યતાથી એ સમયે પર્યાય થવાને કારણે પોતાને કારણે એ પરિણમન કરે છે, પણ આ (જીવના પરિણામ) નિમિત્ત છે એટલે વ્યવહારથી, જૂઠા વ્યવહારથી કહેવામાં આવ્યું. આહાહા.! સમજાય છે કાંઈ? જેમ સ્થૂળ દૃષ્ટાંત લઈએ, વેલણ હોય છે ને? વેલણથી રોટલી થાય છે ને? તો એ વેલણના પરિણામ ભિન્ન છે અને રોટલીના પરિણામ ભિન્ન છે, પણ જૂઠી વ્યવહારદૃષ્ટિએ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કલશામૃત ભાગ-૬ એમ કહેવામાં આવે છે કે... વેલણ કહે છે ને? વેલણથી રોટલી થાય છે. એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? અહીંયાં તો મૂળ પાઠમાં દૃષ્ટાંત દીધો છે, એનો શ્લોક છે. શિલ્પી. કારીગર જે છે ને? કારીગર. સોની, લુહાર, સુતાર, વણકર. વણકર સમજ્યા? કપડા વણે છે. શું કહે છે? ઝૂલા. વણકર. સોની, લ્યોને! સોની દાગીના કરે છે, ઝવેરાત (કહે છે? ઝવેરાતના પરિણામ કરે છે એમ વ્યવહારથી તે નિમિત્ત છે એટલે કહેવામાં આવ્યું છે, જૂઠી દૃષ્ટિએ. આહાહા...! સમજાય છે કાંઈ? સોની દાગીના બનાવે છે એમ નિમિત્તનું લક્ષ કરાવવા, જ્ઞાન કરાવવા જૂઠી વ્યવહારદૃષ્ટિથી, સોની દાગીના કરે છે, વણકર કપડા વણે છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહેવામાં આવે છે). નિમિત્ત એ પર ચીજ છે અને પરના પરિણામ પરથી થાય છે, પોતાના પરિણામ પોતાથી થાય છે. એમ નિશ્ચયથી વિચારતાં તો પરથી પરિણામ થયા એ જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ મુમુક્ષુ - સોનીને મજૂરી આપવી કે નહિ? ઉત્તર :- ક્ષે કોણ? શેઠા એ પૈસા છે ને? પૈસાના પરિણામ છે, આમ જવાના, એ પરિણામનો કર્તા એ પૈસાના પરમાણ છે. તમે આપો છો એમ કહેવું એ તો જૂઠી દૃષ્ટિથી છે, એમ કહે છે. શેઠા એને બહુ વેપાર મોટો કરોડો (છે ને? તો બધાને ચે ને મજૂરી દે ને. આહાહા.! બીડ્યું વાળ ને... કોણ (વાળે ? મુમુક્ષુ :- મજૂરી તો દેવી જ જોઈએ ને, નહિતર શેનો કામ કરે? ઉત્તર :- કામ કોણ કરે? બાપુ! ભગવાન! બહુ ઝીણી વાત, બાપુ! આહાહા.! આ તમારે લાદી. લાદી છે ને તમારે શું કહેવાય એ? થાણા. થાણા', થાણામાં (કારખાનુ) છે. ત્યાં અમે ઉતર્યા હતા ને લાદીનો મોટો વેપાર છે. પોપટભાઈના દીકરા છે, પોપટભાઈ! બેય ભાઈઓ આવ્યા છે. કરોડોપતિ છે ઈ. ધૂળના પતિ આહાહા.! શું કહ્યું? મુમુક્ષુ :- ધૂળના ભલે, શાકભાજી ને રોટલા તો થાય છે ને? ઉત્તર :- શાકભાજી ને રોટલા એનાથી મળતા નથી. એ પરમાણુ પણ જેની પાસે આવવાના છે, “ખાનેવાલે કા નામ પરમાણુ મેં હૈ એમ આવે છે ને? એનો અર્થ કે, જે પરમાણુ એની પાસે આવવાના છે એ આવશે. તેની ઇચ્છા છે એટલે આવશે એમ નથી. આહાહા...! સૂક્ષ્મ વાત બહુ ભાઈ! સમ્યગ્દર્શન તો એથી સૂક્ષ્મ છે). અહીં તો હજી અજ્ઞાનપણાની વાત કરે છે. આહાહા...! અજ્ઞાનપણે પણ શિલ્પી પોતાના પાઠ એવો છે એટલે તકરાર કરે છે, પાઠમાં એમ છે ને કે, શિલ્પી કરે છે, એવો શબ્દ છે. પાઠ, મૂળ પાઠ છે). એ લોકો રતનચંદજીને એ કહે છે, જુઓ કરે તો છે, તન્મય થતો નથી. પાઠ એમ છે. પણ ઈ તો કરે છે એ તો વ્યવહારનય, જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવ્યું છે. પાઠ એમ છે, મૂળ પાઠ છે, હોં! શિલ્પી Page #317 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૦ ૩૦૩ કરે છે પણ તન્મય થતો નથી, એમ પાઠ છે. કુંદકુંદાચાર્યદેવનો મૂળ શ્લોક છે). આહાહા.! શું થાય? પ્રભુ! બહુ માર્ગ ફરી ગયો. આહાહા.! હજી સમ્યગ્દર્શન તો ક્યાંય રહી ગયું. હજી તો અજ્ઞાની કર્મના પરિણામ કરે છે, આત્મા બાંધે એવું ભોગવે. એમ કહેવાય છે કે નહિ? એ જૂઠી દૃષ્ટિએ કહેવામાં આવે છે. પરદ્રવ્યના પરિણામ આત્મા કેવી રીતે કરે? આહાહા...! સમજાય છે કાંઈ? એ વણકર કપડાને વણે છે, વણે છે કહે છે ને? એ કેવી રીતે વણે? આહાહા...! કેમકે પ્રત્યેક પદાર્થની તે તે સમયમાં જન્મક્ષણ-પરિણામની ઉત્પત્તિનો કાળ છે. આહાહા...! ત્યાં ત્યાં તે પરિણામ ઉત્પન્ન થાય છે. પૂર્વની પર્યાય પણ કેવી રીતે? અને પર તો કરે જ કેવી રીતે? આહાહા...! તત્ત્વનું વસ્તુ સ્વરૂપ આમ છે એવી સ્થિતિ વ્યવહારે પણ શ્રદ્ધામાં ન આવે... આહાહા.! વ્યવહારશ્રદ્ધા નિશ્ચયશ્રદ્ધા તો સમ્યગ્દર્શનમાં પરની શ્રદ્ધાનો અહીંયાં ખ્યાલ પણ નથી, પણ પહેલા શ્રદ્ધામાં, આ પરિણામ આ પરિણામનો કર્તા નથી, એક દ્રવ્યના પર્યાય-પરિણામનો કર્તા બીજું દ્રવ્ય નથી). શિલ્પી, હથોડો લ્ય. હથોડો કહે છે ને? હથોડો લીધો, એવો પાઠ છે. હથોડો ગ્રહણ કરે છે પણ તન્મય થતો નથી, એમ પાઠ છે, મૂળ પાઠ છે, તેનો શ્લોક છે. કારીગર ઉપકરણને ગ્રહણ કરે છે પણ તન્મય થતો નથી એનો અર્થ કે ગ્રહણ કરતો જ નથી. એ તો નિમિત્તથી કથન છે. આહાહા.! લીધું, કોણ લે? ભાઈ! આંગળીના પરિણામથી આ શીશપેન ઊંચી થઈ એમ કહેવામાં તો નિમિત્તનું જૂઠા વ્યવહારથી કથન છે. બાકી તેના પરિણામનો કર્તા તે દ્રવ્ય છે અને આંગળીના પરિણામનો કર્તા પરમાણુ છે. આહાહા...! આવી વાત છે). મુમુક્ષુ :- જીવે શું કર્યું? ઉત્તર – જીવે રાગ પરિણામ કર્યા. અહીં તો પહેલી અજ્ઞાનીની સમુચ્ચય વાત લેવી છે ને? અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે. આહાહા...! જ્ઞાની તો રાગનો કર્તા પણ નથી. એ વિકલ્પ આવે છે તે સમયે પોતાના સ્વભાવની દૃષ્ટિ છે તો સ્વનું જ્ઞાન કરવામાં પર્યાયમાં સ્વપર જાણવાના સામર્થ્યથી પરને જાણે છે એમ કહેવામાં આવ્યું. આહાહા.! રાગ જે આવ્યો તેનો અજ્ઞાનભાવે કર્તા આત્મા છે અહીંયાં તો પહેલા એ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? આહાહા. કેમકે એના પરિણામ છે. પરિણામી દ્રવ્યના પરિણામ છે. અહીં તો ત્યાં સુધી લ્ય છે, દ્રવ્ય પરિણમે છે, તેનું દ્રવ્ય પરિણમે છે. પરિણામ એના, પર્યાય એની છે એ બતાવે છે. આહાહા.. શું થાય? ભાઈ બધું છે, છે એમ છે. આહાહા.! એ સોની હથોડો ગ્રહણ કરે છે અને હથોડા વડે કરે છે એમ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! એ ગ્રહણ કરી શકતો જ નથી. હથોડો ઉપાડી શકતો જ નથી. ઓહોહો...! આમ (ઊંચું) થાય છે તો એ પરિણામનો કર્તા આંગળી પણ નથી, સોનીના આત્માના પરિણામ પણ નહિ. આહાહા. તે તે ક્ષણમાં તે તે પરમાણુની તે પર્યાય પોતાથી થાય છે તો કર્તા તે પરમાણુ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કલશામૃત ભાગ-૬ અને તે પરિણામ તેનું કર્મ, કર્મ નામ કાર્ય. આહાહા.! સમજાય છે કાંઈ ત્યાં શિલ્પી લીધો છે (પણ) બધું લેવું. શિલ્પી, કારીગર એમ પાઠ, મૂળ પાઠમાં છે. સોની હો, લુહાર હો, સુતાર હો. સુતાર લાકડા ઘડે છે તો એમ કહે કે, આ હથોડાથી ઘડે છે... હથોડો હોય, શું હોય? એમ કહેવું તે વ્યવહાર છે. બાકી તો સુતાર પોતાના રાગ પરિણામને કરે છે. આહાહા. અને રાગનું ફળ ભોગવે છે. નિશ્ચયમાં તો એમ છે. એમ શ્લોક છે. શિલ્પીનો શ્લોક છે કે, શિલ્પી પોતાના રાગને કરે અને શિલ્પી પોતાના રાગને, દુઃખને ભોગવે. પણ પરને કરે અને પરનું ફળ ભોગવે, જ્ઞાનાવરણીનો બંધ કરે અને જ્ઞાનાવરણીનું ફળ આત્મા ભોગવે એ તો વ્યવહારનું, જૂઠી દૃષ્ટિનું કથન છે. આહાહા...! સમજાય છે કાંઈ? દયા પાળવામાં પરની પર્યાય આત્મા કરે એ તો નિમિત્તથી જુઠા વ્યવહારથી કહેવામાં આવે છે. ફક્ત દયા પાળવાનો ભાવ છે એ તેના પરિણામ છે તો અજ્ઞાની તેનો કર્તા અને એ પરિણામ તેનું કર્મ છે. સમજાય છે કાંઈ? આવી વાતું છે, બાપુ! બહુ ઝીણું, ભાઈ! આહાહા.! અંતરના સમય સમયના પરિણામ ભિન્ન ભિન્ન પરિણામ થાય છે. આહાહા.! અહીંયાં એ કહે છે, “કહેવા માટે તો છે, વસ્તુ સ્વરૂપ વિચારતાં કર્તા નથી. તે કહે છે– “વ્યાવદિશા વ વત્ન એ તો વ્યવહાર કહેવામાં, કેવળ વ્યવહારથી કથન છે. જૂઠી વ્યવહારદષ્ટિથી જ.” “ “કર્તા... “ “કરાયેલું કાર્ય. કર્તા ભિન્ન અને કાર્ય ભિન્ન એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આત્મા રોટલી ખાય છે, એમ કહેવું એ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા.! બાકી રોટલીની પર્યાય પોતાથી થાય છે, એ ખાવાના પરિણામવાળાથી રોટલીની ટૂકડા થાય છે, એમ નથી. આહાહા...! આ તો ધીરાના કામ છે, બાપુ! આહાહા.! આ તો જેને આત્માનું હિત કરવું હોય... આહાહા. એની વાત છે. પહેલા તો અજ્ઞાનથી સિદ્ધ કરે છે. આહાહા.! છે ને? કર્તા અને કર્મ. વ્યવહારથી કાર્ય કર્યું એમ જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. પણ વિમિઝમ થતું જોયું? પણ ભિન્ન ભિન્ન છે. આહાહા.! એ સોની હથોડીથી ઘડે છે એમ કહેવું એ તો વ્યવહારથી, જૂઠા વ્યવહારથી છે, બાકી ભિન્ન ભિન્ન છે. હથોડીના પરિણામ અને ઘડતરમાં જે ચીજ હોય છે તેના પરિણામ, બેય ભિન્ન છે અને સોનીના પરિણામ પણ ભિન્ન છે. તો સોનીના પરિણામથી ત્યાં હથોડી ઉપડી અને ગ્રહણ કરી, એ સોનીના પરિણામ તેના કર્તા છે, એ તો વ્યવહારથી છે, નિશ્ચયથી એમ નથી. વિભિન્નમ્ પુષ્યતે'. સત્યદૃષ્ટિથી વિભિન્નમ્ સુતે. જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. આહાહા.. સમજાય છે કઈ? બહુ માર્ગ, બાપુ સમ્યગ્દર્શન જ હજી બહુ સૂક્ષ્મ ચીજ (છે), પ્રભુ આહાહા.! અહીંયાં તો હજી વ્યવહારથી પરપરિણામનો કર્તા વ્યવહારથી કહ્યું એ પણ નથી એટલું સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ? છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે ને? છ પ્રકારે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કળશ-૨૧૦ પંડિતજી છે. એને કંઠસ્થ છે. નિન્દવ (આદિ) છ બોલ આવે છે ને? એ છ બોલના પરિણામ થયા તો જ્ઞાનાવરણીય કર્મ બંધાયું એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું. નિશ્ચયથી એ છ બોલના પરિણામનો કર્તા અજ્ઞાની જીવ છે અને તેનું જ કર્મ–કાર્ય છે. છ પ્રકારે જે આવરણ બંધાય છે એ છ ભાવનું કાર્ય અજ્ઞાનીનું કાર્ય છે અને અજ્ઞાની જ તેનો કર્તા છે. કર્તા-કર્મ ‘વિભિન્ન પુષ્યતે' પરથી ભિન્ન જાણવું જોઈએ, એમ કહે છે. સમજાય છે કાંઈ? આહા...! આવી વાત છે, ભાઈ! આ તો સત્ય આવે તો સની જે વસ્તુસ્થિતિ છે એ તો પ્રસિદ્ધ થાય છે ને. જોયું? “વિમિત્રમ્ પુષ્યતે” “જીવ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો કર્તા–એવું કહેવા માટે સત્ય છે...” કહેવામાત્ર છે. આહાહા...! “કારણ કે યુક્તિ એમ છે... કેમ કહેવામાં આવે છે એ હવે લ્ય છે. “રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે....” રાગદ્વેષ, વિષયવાસના આદિના પરિણામ અજ્ઞાની પોતાના માનીને કરે છે એ બરાબર છે. બરાબરનો અર્થ એ પરિણામનો કર્તા અજ્ઞાની છે એમ બરાબર છે. સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- આ વ્યવહાર જૂઠો નથી? ઉત્તર :- નહિ. અજ્ઞાનીનો વ્યવહાર જ્ઞાનીની અપેક્ષાએ જૂઠો છે પણ તેની અપેક્ષાએ જૂઠો નથી. તેની અપેક્ષાએ અજ્ઞાનીના પરિણામ કર્તા, કર્મ તેના પોતામાં છે, એ વાત એ અપેક્ષાએ સિદ્ધ કરવી છે. જ્ઞાનીની અપેક્ષાએ ભિન્ન છે એ વાત જુદી છે. અહીંયાં તો અજ્ઞાની પોતાના રાગનો કર્તા છે, દયા, દાન, વ્રત, ભક્તિના જેવા પરિણામ કરે તેનો એ કર્તા અને તે તેનું કર્મ અને એ વખતે કર્મબંધન થાય તેનો આત્મા કર્તા અને કર્મ, એવો પરની સાથે સંબંધ નથી. આવું છે, પ્રભુશું થાય? સત્ય તો સત્ય રહેશે. એ કોઈનું ઊંધું માન્ય કંઈ સત્ય ફરી નહિ જાય. આહાહા.! અમે આ બધાના (કામ) કરી દઈએ... આહાહા.! કારણ કે યુક્તિ એમ છે કે રાગાદિ અશુદ્ધ પરિણામ...” જુઓ! એ પુણ્ય ને પાપના ભાવ અશુદ્ધ પરિણામ છે. આહા...! તે “જીવ કરે છે...” એ જીવના પરિણામ છે, એ કોઈ જડના પરિણામ નથી. આહાહા...! એક બાજુ જ્યાં સ્વભાવની દૃષ્ટિ ચાલે ત્યાં કહે કે, વિકારનો કર્તા કર્મ છે અને કર્મ વ્યાપક ને વિકાર પરિણામ વ્યાપ્ય. એ બીજી દૃષ્ટિ છે. એ તો સ્વભાવના જ્ઞાતા-દેણપણાના પરિણમનમાં), હું તો જ્ઞાન સ્વરૂપ છું, હું શું કરું? રાગ કરવાની મારામાં કોઈ શક્તિ નથી, ગુણ નથી, સ્વભાવ નથી તો એ રાગનો કર્તા હું નથી. સમ્યગ્દષ્ટિ એવી રીતે પોતાને જાણે છે. આહાહા. સમજાણું કાંઈ પણ અહીંયાં એ વાત સિદ્ધ નથી કરવી. ત્યાં સિદ્ધ કરતી વખતે એમ કહે કે, રાગ પુદ્ગલ છે, પુદ્ગલ કર્તા છે, પુદ્ગલ સ્વામી છે. આહાહા...! એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ, ભગવાન પૂર્ણાનંદનો નાથ જેની દૃષ્ટિમાં આવ્યો, આહાહા...! પૂર્ણ સ્વભાવ શુદ્ધ પવિત્રનો પિંડ પ્રભુ, એ જ્યાં દૃષ્ટિમાં આવ્યો ત્યાં વિકારી પરિણામનો Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કલશામૃત ભાગ-૬ કર્યાં એ આત્મા કેવી રીતે થાય? આહાહા..! સમજાય છે કાંઈ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં સમજવું તેહ’. અહીંયાં એમ કહે કે, કર્તા ઇ જ છે. તો પછી જ્ઞાની પણ રાગનો કર્તા છે? એમ સિદ્ધ ન થાય. આહાહા..! સમજાય છે કાંઈ? એ બપોરે આવશે. વ્યવહા૨ રત્નત્રયના વિકલ્પનો કર્તા પણ ધર્મી નથી. કરાવનાર નથી, અનુમોદન ક૨ના૨ નથી. આહાહા..! એ રાગ થાય છે પણ જ્ઞાનીના ધ્યેયમાં તો આત્મા છે. આહાહા..! જાગતો જીવ જ્ઞાયકભાવ પડ્યો છે ને પ્રભુ! આહાહા..! બેનની એ ભાષા છે ને? જાગતો જીવ ઊભો છે ને! વચનામૃતમાં છે. જ્ઞાયકભાવ ધ્રુવ છે ને! આહાહા..! એવી દૃષ્ટિ જ્યાં થઈ તો જરૂર તેને આત્મા પ્રાપ્ત થાય. આહાહા..! અને ચૈતન્યના પરિણામથી પ્રાપ્ત ન થાય એમ ત્રણકાળમાં બને નહિ. સમજાય છે કાંઈ? અને રાગથી પ્રાપ્ત થાય એમ ત્રણકાળમાં બને નહિ. આહાહા..! આવું સ્વરૂપ. ત્યાં તો બધા કારીગર લીધા છે. એ તો નામું લખનારેય કારીગર કહેવાય ને? કલમથી લખે છે. કલમ કર્તા અને અક્ષર તેના પરિણામ એમ પણ નહિ અને કર્મનો કરનારો જે પરિણામ રાગ અને રાગના પિરણામ કર્યાં અને એ કલમ ચાલે છે તે તેનું કાર્ય એમ છે નહિ. કલમ સમજાય છે? સમજાય છે કાંઈ? સુતાર, લુહાર, કુંભાર લ્યો, કુંભાર. કુંભાર પણ કારીગર છે ને? કુંભાર ઘડાને કરે છે એમ કહેવું એ જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે. અજ્ઞાની કુંભાર પોતાના પરિણામનો કર્તા છે. આહાહા..! ઘડાને બનાવવાનો ભાવ, એ ભાવનો કર્તા અજ્ઞાની છે. આહાહા..! જ્ઞાની કુંભાર હોય, સમિકતી કુંભાર હોય ને? તો એ ઘડાના પરિણામનો કર્તા તો નથી પણ રાગ આવે છે તે પરિણામનો કર્તા પણ ધર્મી નથી. આહાહા..! આ તો વસ્તુની સ્થિતિની મર્યાદા એવી છે. આ કોઈ ભગવાને કરી છે, એમ છે? ભગવાને તો જેવી છે તેવી જાણી, તેવી કહી, તેવી છે, બસ! આહાહા..! એ કહ્યું ને? એવું કેમ કહેવામાં આવે છે, એમ કહે છે. રાગાદિ અશુદ્ધ પરિણામોને જીવ કરે છે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોત...' સમયે વ્યવહાર કહેવામાં આ કારણ છે, એમ કહે છે. શું કહ્યું? કે, જ્ઞાનાવરણી કર્મ જીવ કરે છે એવો વ્યવહાર, જૂઠી દૃષ્ટિથી કહેવાનો હેતુ શો છે? કારણ શું? આહાહા..! કે, રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં...' સમયે, જોયું? તે સમયે. જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે...’ એ સમયે પુદ્ગલ પિરણમે છે. આહાહા..! પરિણમે છે પોતાને કારણે, આહાહા..! પણ સમય એક થયો ને? અહીંયાં રાગ કર્યો, ત્યાં જ્ઞાનાવરણીય બંધાયું, મોહનીય બંધાયું વગેરે. તો એ એક સમયે આમ સાથે છે. આહાહા..! થતી વખતે. જ્ઞાનાવરણાદિ, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય બધા લેવા. આહાહા..! પુદ્દગલદ્રવ્ય પરિણમે છે, તેથી કહેવા માટે એમ છે.' જોયું? કહેવા માટે કેમ છે? વ્યવહારથી કહેવા માટે કેમ છે? એ સિદ્ધાંત કહ્યો. આહાહા..! જ્યારે રાગાદિ પરિણામ, પુણ્ય-પાપ, દયા, દાનના પરિણામ થાય છે તે જ વખતે પુદૂગલ કર્મરૂપે પરિણમે છે તો એક સમય જોઈને Page #321 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૦ ૩૦૭ તેણે કર્યાં એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! સમજાય છે કાંઈ? કહ્યું ને? ‘કહેવા માટે એમ છે...’ જ્ઞાનાવરણીય કર્મ જીવે કર્યું. કહેવા માટે કેમ? કે, રાગાદિના સમયે પરમાણુ બંધાય છે, સમય તો એક છે. સમય એક છે. અહીંયાં રાગ કર્યો અને ત્યાં મોહનીય બંધાયું. અહીંયાં આવા પરિણામ થયા અને ત્યાં ભવિષ્યનું આયુષ્ય બંધાયું તો એટલું તે સમયે જોઈને તેણે કર્યાં એવા જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! એમ કહેવામાં હેતુ શો? એટલો કે, એક સમય છે ને? બેયનો સમય તો એક જ છે. આહાહા..! જે સમયે એને જ્ઞાનાવરણીય બંધાય એવા ભાવ કર્યાં, ભાવનો કર્તા થઈને અજ્ઞાનીએ (ભાવ કર્યા) તે જ સમયે જ્ઞાનાવરણીય બંધાય છે. ભલે એ ૫૨માણુ પોતાની પર્યાયની યોગ્યતાને કાળે બંધાય છે, ત્યાં પોતાનો સ્વકાળ છે. પણ આ સમય અને આ સમય બેય એક હોવાને કા૨ણે તેણે બાંધ્યા એવું નિમિત્તથી જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા..! જુઓ તો ખરા માર્ગ પ્રભુનો! પરમાગમ શું કહે છે? સમજાય છે કાંઈ? ૫૨માગમ વ્યવહાર કોને કહે છે અને નિશ્ચય કોને કહે છે? પરમાર્થ નિશ્ચય કોને કહે છે? અશુદ્ધ નિશ્ચય કોને કહે છે? આહાહા..! શુદ્ધ પરિણામનો કર્તા-કર્મ એ પણ ઉપચારથી છે. એ પહેલા આવી ગયું છે. કર્તા અને કર્મ એવા બે ભાગ પડી ગયા ને? શુદ્ધ પરિણામનો કર્તા આત્મા છે, એ પણ ઉપચારથી છે. વ્યાખ્યાનમાં પહેલા આવી ગયું છે. ક્યાં છે? કહ્યું છે પહેલું? આ બાજુ છે ક્યાંક, આ બાજુ છે, આ પાને. ખબર છે પણ પાના કંઈ યાદ રહે છે, બાપુ! કેટલામું? પચાસ પાને છે, હિન્દી. (કળશ–૪૯) તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે એ ઉપચારમાત્રથી છે. આહાહા..! જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી....' આહાહા..! છે? હિન્દીમાં પચાસમે પાને છે, છઠ્ઠી-સાતમી લીટી છે, વચ્ચે છઠ્ઠી-સાતમી લીટી છે. મારા ગુજરાતી પુસ્તકમાં) તો અહીંયાં છે. જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે,...' જોયું? એ પણ કર્તા ઉપચારથી અને તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી...’ પોતાના પરિણામનો કર્તા આત્મા છે એમ કહેવું એ ઉપચાર છે, પણ ૫૨નો કર્તા તો ઉપચારથી પણ નથી. આહાહા..! આવી વાત છે, ભાઈ! શું થાય? (અહીંયાં કહે છે, અશુદ્ધ પરિણામો થતી વખતે) કર્મ જીવે કર્યું, સ્વરૂપ વિચારતાં એવું કહેવું જૂઠું છે;...' આહાહા..! ‘કારણ કે... વિ નિશ્ચયેન વિન્સ્યતે”, “વિ નિશ્ચયેન વિન્યતે” જો.... નિશ્ચય નામ સાચી. નિશ્ચયનો અર્થ કર્યો પાછો. સાચી વ્યવહારદૃષ્ટિ. ઓલી જૂઠી વ્યવહારસૃષ્ટિ હતી. આહાહા..! નિશ્ચય નામ સાચી વ્યવહા૨દૃષ્ટિથી જોવામાં આવે, શું જોવામાં આવે? સ્વદ્રવ્યપરિણામ-પરદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો...’ ‘સવા વ Í ર્મ મ્ ષ્યતે” જોયું? સાચી વ્યવહારષ્ટિ. એટલો ભેદ થયો ને? પરિણામ જીવે કર્યા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કલામૃત ભાગ-૬ અને પરિણામ જીવનું કાર્ય, એ પણ વ્યવહારદૃષ્ટિથી છે, સાચી વ્યવહારદષ્ટિથી. ઓલી જૂઠી વ્યવહારદૃષ્ટિ હતી. આહાહા...! શું કહ્યું કે, આત્મા પોતાના પરિણામનો કર્તા અને પરિણામ આત્માનું કર્મ. ચાહે તો શુદ્ધ હો કે અશુદ્ધ હો. અશુદ્ધ અજ્ઞાનીના, શુદ્ધ જ્ઞાનીના, પણ એ પણ ઉપચારમાત્રથી છે. આહાહા! ઉપચાર નામ આરોપ. એ પણ વ્યવહારનયથી છે. પણ એ કેવી વ્યવહારનય? સાચી વ્યવહાર. આહાહા...! નિશ્ચયનો અર્થ એ કર્યો. આવી વાત છે. નિશ્ચયેન' “સાચી વ્યવહારદૃષ્ટિથી જોવામાં આવે, શું જોવામાં આવે? સ્વદ્રવ્યપરિણામપદ્રવ્યપરિણામરૂપ વસ્તુનું સ્વરૂપ, તો...” “વા કવ ર્ ર્મ વિમ્ પુષ્યતે” સ્વદ્રવ્યના પરિણામ અને પદ્રવ્યના પરિણામ, પોતપોતાના કર્તા-કર્મ છે, પરની સાથે તો કાંઈ સંબંધ છે નહિ છે? “સતા વ સર્વ કાળે... આહાહા...! ત્રણે કાળ, ત્રણ લોકમાં સર્વ કાળ. આહાહા...! પરિણમે છે જે દ્રવ્ય આ નિશ્ચય એટલે સાચી વ્યવહારદષ્ટિ. પરિણમે છે જે દ્રવ્ય.. જુઓ! પરિણમે છે જે દ્રવ્ય. દ્રવ્ય પરિણમે છે. પર્યાય લેવી છે એ અપેક્ષાએ. આહાહા...! પરિણમે છે જે દ્રવ્ય અને કર્મ અર્થાતુ દ્રવ્યનો પરિણામ.” “અમે પુષ્યતે” “એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે.... લ્યો, શું કહ્યું ઈ? આવું કેમ કહ્યું કે, સાચી વ્યવહારદૃષ્ટિથી કે એ પરિણામ, કર્મ વ્યાપ્ય અને આત્મા વ્યાપક અથવા પુદ્ગલાદિ દરેકમાં, અહીંયાં આત્મા લેવો. આત્મા વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય છે, એવો વ્યાપ્ય-વ્યાપક સંબંધ પોતામાં છે, એમ સાચી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? નિશ્ચયથી તો વસ્તુ વસ્તુ છે. આહાહા..! પરિણામનો કર્તા કહેવો એ સાચી વ્યવહારદૃષ્ટિ છે. આહાહા...! પરના પરિણામનો કર્તા કહેવો એ જૂઠી વ્યવહારદષ્ટિથી છે. આહાહા.! આવી વાત હવે ક્યાં છે? મૂળ ચીજની મર્યાદા શું છે તે બતાવે છે. એ કોઈએ કલ્પી હોય ને માની હોય એ પ્રમાણે કંઈ વસ્તુની મર્યાદા હોય? સર્વ કાળ પરિણમે છે જે દ્રવ્ય... જુઓ સિદ્ધાંત આ. જે પરિણમે છે તે દ્રવ્ય કર્તા અને પરિણમન થયું તે તેનું કર્મ, બસ! ત્રણે કાળ સિદ્ધાંત આ. પરમાણુમાં, આત્મામાં, એ દ્રવ્યમાં જે પલટે છે, પરિણમે છે, બદલાય છે એવું દ્રવ્ય કર્યા છે અને બદલાયું, પરિણામ થયા તે તેનું કર્મ, કાર્ય, બસ! આ સિવાય કોઈ પરની સાથે કોઈ સંબંધ છે નહિ. સમજાય છે કાંઈ? પોતામાં પણ આટલો ભેદ પાડવો એ સાચી વ્યવહારદૃષ્ટિ છે. આહાહા...! નિશ્ચયથી તો પરિણામ પરિણામનો કર્તા છે. દ્રવ્યને કર્તા કહેવો તે સાચી વ્યવહારષ્ટિ છે. આહાહા...! એવી વાત છે, બાપુ! બહુ સૂક્ષ્મ, ભાઈ તત્ત્વની દૃષ્ટિ. હજી તો પરથી ભિન્ન, પરના પરિણામ તે સમયે થાય છે. આ હાથ જુઓ આમ હલે છે તો અહીંયાં તે સમયે તેનો વિકલ્પ છે અને એ સમયે આ હાથ આમ થયો તો જૂઠી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવ્યું કે, તેણે આંગળી હલાવી. Page #323 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૦ ૩૦૯ સાચી વ્યવહારદૃષ્ટિથી જુઓ તો આંગળીના પરિણામપણે પરિણમનાર પરમાણુ છે અને પરિણામ તેનું કર્મ છે. આ લખવાની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? ઓહોહો. મોટી ઉથલપાથલ થાય એવું છે. આ કહે, આપણે વ્યવહાર રત્નત્રય કરીએ તો નિશ્ચય પામીએ. આહાહા...! હજી તો નિશ્ચય જેને આત્માનો અનુભવ છે, આનંદનો સ્વાદ આવ્યો હોય, એવી દૃષ્ટિમાં આખો આત્મા આનંદમય છે, જ્ઞાનની પર્યાયમાં ભાન થયું, પર્યાયનું વદન થયું) તો આખો આત્મા જ્ઞાનમય છે એવું અનુભવમાં આવે છે. સમજાય છે કાંઈ? આહાહા.... એ પણ નિશ્ચયથી તો એ દ્રવ્ય પરિણામનો કર્તા નથી, પરિણામ પરિણામનો કર્તા છે. સમજાય છે કાંઈ? ષટૂકારકની તો કાલે વાત ચાલી ને? દરેક દ્રવ્યના એક સમયના પરિણમનમાં ષટૂકારકનું પરિણમન થવાથી પર્યાય થાય છે. પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું કરણ-સાધન પર્યાય, પર્યાય પોતામાં રાખી, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયના આધારે પર્યાય થઈ. એક સમયની પર્યાયમાં ષકારક છે. આહાહા.! વિકૃત કે અવિકૃત સમજાય છે કઈ? આહાહા...! એ વિકૃત પરિણતિ કર્મથી થઈ નથી, દ્રવ્ય-ગુણથી થઈ નથી. હવે અવિકૃત પરિણમન, સમ્યગ્દર્શન પરિણામ. એ દર્શનમોહનો અભાવ થયો તો એ પરિણામ થયા એમ પણ નહિ. આહાહા...! અને સમકિતના પરિણામ દ્રવ્ય કર્યા એમ પણ નિશ્ચયથી નથી. સમજાય છે કાંઈ? એવા સમ્યગ્દર્શનના કાળમાં વ્યવહાર, રાગ આવે છે તો તેનો પણ કર્તા નથી. તેને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો એ સંબંધી પોતાનું જ્ઞાન છે તેને જ જાણે છે. આહાહા...! સમજાય છે કાંઈ વ્યવહાર ને નિશ્ચયના ગોટા મોટા. ક્યાંય પત્તો લાગે નહિ. આહાહા.! છે ને? “સુષ્યને “એક છે અર્થાત્ કોઈ જીવ અથવા પુદ્ગલદ્રવ્ય પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે...” શું કહે છે? કોઈપણ જીવ અથવા પુદ્ગલ પોતાના પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપક છે. આહાહા. પરિણામો દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપક છે, પર સાથે કોઈ વ્યાપ્ય-વ્યાપક છે જ નહિ. આહાહા...! શાસ્ત્રમાં એમ આવે, ઇસમિતિમાં જોઈને ચાલવું. આવે ને? એ બધા વ્યવહારના કથન છે. વાત તો એ છે કે, એમને પ્રમાદના પરિણામ નથી એટલું બતાવવું છે. આહાહા...! પગના પરિણામ આત્મા કરી રાગના પરિણામનો કર્તા પણ જ્ઞાની નથી તો પછી પગ આમ ઊંચા-નીચા કરવાનો કર્તા આત્મા છે એ તો છે જ નહિ. આહાહા.! શું થાય? આ તો બાપુ વીતરાગનો માર્ગ છે. આહાહા. અનંત તીર્થકરોએ પરમાગમમાં આ કહ્યું. પરમાગમની દૃષ્ટિ શું છે? અને પરમાગમનો હુકમ શું છે? એ એણે જાણવું જોઈએ ને? સમજાય છે કાંઈ? આમાં કોઈની સફારશ કામ ન આવે કાંઈ. સફારશને શું કહે છે? આહાહા...! વસ્તુસ્થિતિ આમ છે ત્યાં... આહાહા..! એક એક દ્રવ્ય પોતપોતાના પરિણામમાં વ્યાપ્ય-વ્યાપક છે તેથી કર્તા છે. ક્યા કારણે? Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કલશામૃત ભાગ-૬ પોતામાં પરિણામ સાથે વ્યાપ્ય-વ્યાપક હોવાને કારણે, માટે કર્તા છે. વ્યાપક કર્તા, પરિણામ કર્મ. તેથી કર્તા. શા માટે કર્તા છે? કે, પોતપોતાની સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે પરિણમે છે માટે કર્તા. વ્યાપક અને વ્યાપ્ય પોતામાં છે તે કારણે કર્તા કહેવામાં આવે છે અને તે જ કર્મ. પોતાના વ્યાપ્ય-વ્યાપકરૂપી કર્તા અને તે જ કર્મ. વ્યાપક એ કર્તા અને વ્યાપ્ય એ કર્મ. કર્મ એટલે કાર્ય. આહાહા.. કેમ કે પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે; આહાહા...! આહાહા.! આ ભાષા બોલવામાં આવે છે, ભાષા, તેની પર્યાયનો કર્તા એ ભાષા છે. ભાષાવર્ગણા વ્યાપક છે અને પરિણામ-પર્યાય થઈ તે વ્યાપ્ય છે. આહાહા...! આત્મા તેનો કર્તા છે જ નહિ. અરેરે.! આહાહા.! કહો, આ વકીલો કોર્ટમાં દલીલો કરતા હશે ને? રામજીભાઈએ દલીલ નહિ કરી હોય ત્યાં? આ જજ છે, જજ હતા, “અમદાવાદમાં જજ (હતા), રિટાયર થઈ ગયા. રિટાયર છે ને હવે તો? “અમદાવાદમાં કોર્ટમાં જજ હતા. બધા વ્યાખ્યાનમાં આવતા ત્યાં “અમદાવાદમાં જ-બજ, વકીલો બધા મોટા મોટા વ્યાખ્યાનમાં બધાય આવે, પણ આ વાત બહુ ઝીણી પડે, સૂક્ષ્મ. શું થાય? આહાહા...! અભ્યાસ નહિ. હૈ? મુમુક્ષુ :- જજને પણ ઝીણી પડે? ઉત્તર :- જજને શું, જજ તો લૌકિકના જજ છે કે અહીંના? “ડાહ્યાભાઈ'! આહાહા.! ઈ ડૉક્ટર છે. એનો દીકરો થયો છે? ‘તારાચંદભાઈ જજ હતા? એમ. એના બાપ હતા ને ત્યાં આવતા. વ્યાખ્યાન એવું સરસ આવે તો આંખમાંથી આસું ચાલ્યા જતા. ‘તારાચંદભાઈને. ખબર છે ને. વ્યાખ્યાનમાં એવી શૈલી આવતી હોય, અંદરથી જ્યારે ધારા આવતી હોય). બેઠા હોય આમ. થાંભલાની ઓથે ત્યાં બેસતા. આસુંની ધારા ચાલતી. રોવે. આહાહા.! આ શું ચીજ છે ને કેમ પ્રાપ્ત થાય? “તારાચંદને પ્રેમ હતો. આહાહા.! જજ હતા? શું આપણને ખબર નથી. વેપારી હશે એમ હતું). અહીંયાં કહે છે કે, દરેક પરમાણુ, એક એક પરમાણુ અને એક એક આત્મા, નિગોદના એક શરીરમાં અનંત આત્માઓ, એમાં એક આત્માના પરિણામ અને બીજા આત્માના પરિણામ વચ્ચે કર્તા-કર્મ નથી. અને આટલામાં અનંત તૈજસ, કાર્મણના રજકણ પડ્યા છે તો એક એક તૈજસ-કાર્પણ પરમાણુના પરિણામ, એ પરમાણુના પરિણામ પરમાણુ વ્યાપક થઈને કરે છે. એ જીવ વ્યાપક થઈને કરતો નથી. આહાહા.! આવું છે, બાપુ ઝીણું બહુ લોકોને એવું લાગે... પરિણામ તે દ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ છે;-એમ વિચારતાં ઘટે છે. જોયું? યથાર્થ જ્ઞાન કરવાથી વ્યાપ્ય-વ્યાપકપણું એક એક દ્રવ્યમાં પોતામાં છે, પરની સાથે વ્યાપ્ય-વ્યાપકપણું છે નહિ. આહાહા...! ભાષા બોલી શકે નહિ, આત્મા ખાય શકે નહિ, આહાહા...! આત્મા અક્ષર લખી શકે નહિ. શું? મુમુક્ષુ :- ચોપડી ઉઘાડી શકે નહિ. Page #325 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૦ ૩૧૧ ઉત્તર :– ઉઘાડી શકે નહિ, પાના આમ ઊંચા કરી શકે નહિ. આહાહા.! એ બધા જજ છે. અભિમાની હતા. એ ડાહ્યાભાઈ !? મુમુક્ષુ :- કરવાનું અભિમાન. ઉત્તર :- અભિમાન. ઘણાંમાં મોટા જજ હતા, ત્યાં “અમદાવાદમાં ઘણી કોર્ટ છે ને? કોર્ટના ઘણા વકીલો વ્યાખ્યાનમાં આવતા. અરે! બાપુ! મારગડા પ્રભુ! જુદા છે, ભાઈ! આહાહા...! કોઈ વ્યક્તિના અનાદર માટે નથી. આ તો વસ્તુની સ્થિતિ આ છે. હૈ? આહાહા...! | ‘અનુભવમાં આવે છે.” જુઓ! શું કહે છે? દરેક પદાર્થ વ્યાપક વિસ્તાર પામીને પરિણમે છે અને એ પરિણામ તેનું કર્મ અને એ કર્તા, એમ વિચારમાં, અનુભવમાં આવે છે. અનુભવ નામ જ્ઞાનમાં એમ ભાસે છે. સમજાય છે કાંઈ? અનુભવનો અર્થ તો ઘણો ચાલે છે. બે પરમાણુ, ચાર પરમાણુ એકરૂપ થાય છે ને? એક, બે, ચાર એ અનુભવે છે એમ શાસ્ત્રમાં પાઠ છે. એને પણ અનુભવે છે એવો પાઠ છે. શું કહ્યું? એક પરમાણુમાં બે ગુણ ચીકાશ છે, બીજામાં ચાર ગુણ ચીકાશ છે તો અહીંયાં ચાર ગુણ થયા, પોતાથી થયા છે, પણ બે એકરૂપ થયા એમ અનુભવે છે. “સમયસારમાં પહેલા આવે છે. જડની અનુભૂતિ, નહિ? જડમાં પણ અનુભૂતિ છે. એ અનુભૂતિ નામ તે રૂપે થવું. આહાહા..! ભગવાન આત્માની અનુભૂતિમાં આનંદનો સ્વાદ આવવો તે અનુભૂતિ છે. આહાહા.! અને ઓલું અનુભૂતિ નામ થવું, બસ! આહાહા.! એવી ચીજ છે. “ઘટે છે–અનુભવમાં આવે છે. એનો અર્થ જ્ઞાનમાં જાણવામાં આવે છે, એમ. પરના પરિણામ તેનું કર્મ અને તે તેનો કર્તા એમ અનુભવમાં આવે છે એનો અર્થ મારા જ્ઞાનમાં એમ આવે છે. આહાહા.! સમજાય છે કાંઈ? પોતાના પરિણામ કર્મ અને પોતાના પરિણામનો આત્મા કર્તા એમ જ્ઞાનમાં આવે છે. આહાહા. “અન્ય દ્રવ્યનું અન્ય કર્તા, અન્ય દ્રવ્યનો પરિણામ અન્ય દ્રવ્યનું કર્મ” કર્મ એટલે કાર્ય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય અને બીજું દ્રવ્ય તેનું કર્તા “એવું તો અનુભવમાં ઘટતું નથી; આહાહા...! એમ તો અમારા જ્ઞાનમાં આવતું નથી, એમ કહે છે. આહાહા..! અમારા જ્ઞાનમાં એમ તો અમને ભાસતું નથી. આહાહા...! સમજાય છે કાંઈ? એ ૩૭રમાં કહ્યું કે, કુંભાર ઘડો કરે છે એમ અમને તો દેખાતું નથી. ઘડો તો માટીથી થાય છે એમ અમને તો દેખાય છે. આહાહા! સમજાય છે કાંઈ? એ અજ્ઞાની) કહે, એકાંત થઈ જાય છે. કથંચિત્ કર્તા પણ કહો, કથંચિત્ અકર્તા કહો. એમ નથી. સ્વના પરિણામ રાગનો કર્તા કથંચિત્ છે એ પણ અજ્ઞાનભાવમાં. એ પહેલા આવી ગયું ને, આપણે આવી ગયું. “મેવાવવોઘ’ ભેદજ્ઞાન પહેલા, ભેદજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયા પહેલા રાગ મારું કાર્ય અને રાગ કર્તા એમ જાણો. અજ્ઞાનભાવે જાણો. આહાહા...! અને ભેદજ્ઞાન ઊર્ધ્વ કરો, પછી જ્યારે ભેદજ્ઞાન થયું, રાગથી ભિન્ન પડ્યો, વ્યવહાર રત્નત્રયના વિકલ્પથી પણ સમ્યગ્દર્શનમાં ભિન્ન પડ્યો ત્યારથી તું... આહાહા.! અકર્તા જાણ. પહેલા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કલામૃત ભાગ-૬ આવી ગયું છે. સમજાય છે કાંઈ ભેદજ્ઞાન પહેલા, જો તું જૈનનું માનતો હોય તો, એમ લીધું ને? જૈનને માનનારો સ્યાદ્વાદ માનો. અર્થાત્ ભેદજ્ઞાન થયા પહેલા વિકારનો કર્તા તું છો એમ જાણ. વિકાર કર્મથી થાય છે એમ ન જાણો. આહાહા.! અને ભેદજ્ઞાન થયા પછી “á', “á' શબ્દ પડ્યો છે, પછી... આહાહા.. સમકિતીને વ્યવહાર, રાગની ક્રિયા આવે છે. તેને જ વ્યવહાર કહે છે, અજ્ઞાનીને વ્યવહાર છે ક્યાં? નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. આહાહા.! નિશ્ચય છે તેને વ્યવહારનો અકર્તા માનો, ભેદજ્ઞાન થયા પછી. આહાહા...! જૈનના મતવાળા, માનનારા, જૈનની આજ્ઞા માને છે તો આ આજ્ઞા છે, એમ કહે છે. આહાહા. સમજાય છે કાંઈ? માસ્તર છોકરાને ભણાવી શકે છે. નહિ? પંડિતજી! સારો માસ્તર હોય તો છોકરાને સારું જ્ઞાન થાય. સાધારણ માસ્તર હોય તો ઓછું થાય એમ છે? મુમુક્ષુ :- ગુરુ તો ઉપદેશ આપે છે. ઉત્તર :- કોણ આપે છે? ઉપદેશ ઉપદેશથી ચાલે છે. આહાહા...! અને તેને જ્ઞાન થાય છે તે તેની પર્યાયથી થાય છે, વાણીથી થાય છે? વાણીના પરિણામ અને તેના જ્ઞાનના પરિણામ બેય ભિન્ન ચીજ છે. આહાહા...! અન્ય દ્રવ્યનું પરિણામ અન્ય દ્રવ્યનું કર્મએવું તો અનુભવમાં ઘટતું નથી.” જુઓ! જ્ઞાનમાં તો આવતું નથી. અમારા જ્ઞાનમાં તો (આવતું નથી). આહાહા. કારણ કે બે દ્રવ્યોને વ્યાપ્ય-વ્યાપકપણું નથી. આહાહા.... આત્મા વ્યાપક થઈને કર્મની પર્યાયનું વ્યાપ્ય કરે એમ થતું નથી. કર્મ વ્યાપક થઈને જીવના પરિણામ વ્યાપ્ય કરે એમ થતું નથી. આહાહા.. સમજાય છે કાંઈ? એ વ્યાપ્ય-વ્યાપકપણે બે દ્રવ્યમાં ઘટતું નથી, એક દ્રવ્યમાં ઘટે છે. એ ઉપચારથી. દ્રવ્ય કર્તા અને પરિણામ કર્મ, એ પણ ઉપચારથી છે. યથાર્થમાં તો પરિણામ પરિણામનો કર્તા (છે). દ્રવ્ય તો ધ્રુવ તરીકે છે. આહાહા.! સમજાય છે કાંઈ પણ જ્યારે એમ લેવું હોય, અહીંયાં તો આવ્યું ને, પરિણમે છે આવ્યું ને? પરિણમે છે જે દ્રવ્ય” એમ આવ્યું ને? પર્યાય તેની છે એ અપેક્ષાએ. ધ્રુવ તો ધ્રુવ છે, ધ્રુવ પરિણમે ક્યાં પરિણમે છે તો પર્યાય. તો પર્યાયનો કર્તા પર્યાય છે નિશ્ચયથી તો. આહાહા.. એમ અમારા જ્ઞાનમાં આવે છે, એમ અહીંયાં આચાર્ય કહે છે. (જેવું) આવે છે એવું અમે કહીએ છીએ. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #327 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૧ (નર્દટક) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः । ।१९-२११।।* ૩૧૩ શ્લોકાર્થ :- નનુ વિત” ખરેખર ‘રામ: વ” પરિણામ છે તે જ વિનિશ્ચિયતઃ’ નિશ્ચયથી ર્મ” કર્મ છે, અને સઃ પરિગામિનઃ વ મવેત્, અપરણ્ય ન મવતિ” પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે, અન્યનો નહિ. (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો); વળી “ર્મ Íશૂન્યં દ ન મવતિ" કર્મ કર્તા વિના હોતું નથી, ‘શ્વ” તેમ જ વસ્તુન: પુતયા સ્થિતિ: રૂદ ન વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધારહિત છે); ‘તતઃ’ માટે ‘તત્ વ ર્દૂ ભવન્તુ' વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (–એ નિશ્ચયસિદ્ધાંત છે). ૧૯–૨૧૧. મહા સુદ ૧૧, શનિવાર તા. ૧૮-૦૨-૧૯૭૮. કળશ-૨૧૧ પ્રવચન-૨૩૫ કળશટીકા' ૨૧૧ કળશ છે. (નર્દટક) ननु परिणाम एव किल कर्म विनिश्चयतः स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः । ।१९-२११।।* * પંડિત શ્રી રાજમલ્લજીની ટીકામાં આત્મખ્યાતિ'ના આ શ્લોકનો ભંડાન્વય સહિત અર્થ’ નથી, તેથી ગુજરાતી સમયસારના આધારે અર્થસહિત તે શ્લોક અહીં આપવામાં આવ્યો છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૬ શું કહે છે? નનુ નિ’ ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે...' શું કહે છે? વાત તો એ ચાલી આવે છે કે, જીવ કર્મના પરિણામને કરતો નથી. જીવ રાગને કરે. એ રાગ તેનું પરિણામ અને તેનું તે કર્મ. તે વખતે કર્મ જે બંધાય છે એ કર્મ ૫૨માણુઓનું એ કર્મ પરિણામ છે. એ પરિણામ એટલે કર્મ. પુદ્ગલના રજકણો છે તે જ્ઞાનાવરણાદિ રૂપે થાય છે તે પરિણામ તે પરમાણનું પરિણામ-કર્મ છે. આવી વાત. અહીં તો એ અંદરનો દૃષ્ટાંત આપ્યો. એ રીતે બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. જે અહીંયાં રાગના પરિણામ જીવ કરે એ પરિણામ એ જીવનું કર્મ છે. કર્મ એટલે કાર્ય. એ વખતે કર્મ બંધાય તે પરિણામનું કાર્ય જીવનું નથી. આહાહા..! તે જ સમયે જે સમયે રાગ અને દ્વેષાદિ પરિણામ થયા તે જ સમયે ત્યાં સામે કર્મ બંધાય પણ તે કર્મના પરિણામ પુદ્ગલના પિરણામ કર્મરૂપે થયા એ કર્મરૂપે પર્યાય થઈ, પરિણામ (થયા) એ પુદ્ગલનું કાર્ય છે, આત્માનું કાર્ય નહિ. આ...! આવી વાતું. સમજાય છે કાંઈ? જ્યારે અંદરમાં આ પ્રમાણે છે તો બહારની વાત તો શું કરવી? એમ કહે છે. છે? ૨૧૧. ખરેખર પરિણામ...' પરિણામ એટલે કર્મની પર્યાય એ પરિણામ. અહીં જીવનો રાગ એ જીવની પર્યાય એ પરિણામ. એ પરિણામ તે જ વિનિશ્ચિયત:' નિશ્ચયથી કર્મ છે...’ કર્મ એટલે કાર્ય. આહાહા..! સમજાણું કાંઈ? જીવે અહીંયાં રાગ કર્યો કે દ્વેષ કર્યો માટે કર્મ બંધાણા (એમ નથી). એ કર્મના પરિણામનું કાર્ય પુદ્ગલ કર્મનું છે, આત્માનું નહિ. બીજી રીતે, જીવ જે ધર્મ પરિણામ કરે છે, સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ એ જીવનું કાર્ય છે. તે વખતે કર્મનો અભાવ થાય છે એ કાર્ય જીવનું નહિ. સમજાય છે કાંઈ? દર્શનમોહનો કે ચારિત્રમોહનો (અભાવ થયો તે જીવનું કાર્ય નહિ). દર્શન, જ્ઞાનના પરિણામ જીવે પોતાના આશ્રયે કર્યાં તો એ પરિણામ સમ્યગ્દર્શન, જ્ઞાન એ આત્માનું કાર્ય છે, પણ તે સમયે કર્મનો અભાવ થયો એ આત્માનું કાર્ય નહિ. આહાહા..! એ કર્મનો અભાવ (થયો) એ પુદ્ગલનું કાર્ય છે. આહા..! આવી વાત છે. સમજાણું કાંઈ? પરિણામ-પરિણામ એટલે કોઈપણ નિર્મળ પરિણામ કે સમળ પરિણામ, કર્મ પરિણામ કે શરીરના પરિણામ. આ શરીર છે, જુઓ! તો શરીરના આ જે પરિણામ થાય છે એ કર્મ છે, કર્મ એટલે કાર્ય. કોનું? એ પરમાણુનું, આત્માનું નહિ. સમજાય છે કાંઈ? આત્માનું (કાર્ય) તો ઇચ્છા કરી તે તેનું કાર્ય અથવા તે કાળે ઇચ્છાનું જ્ઞાન કર્યું તે તેનું કાર્ય ,પણ આ શરીરની ક્રિયા (થઈ) તે કાર્ય આત્માનું નહિ. આહાહા..! આખો દિ' આ બધા કરે છે ને? તમારા લાદીનું ને શું નાખે છે? શું કહેવાય ઓલું, નહિ? લાદીમાં. હેં? રંગ છાંટે ને બીજું કાંઈક કહેવાય છે ને ઇ? ભાત પાડવા માટે. ડિઝાઈન, ભાત પાડવા માટે નાખે છે ને કાંઈક? બધું જોયું હતું ને એક ફેરી જામનગ૨’માં. ‘જામનગ૨’માં એક મોટો આપણો ‘વઢવાણ’નો? લાદીનો મોટો ધંધો. કારખાનું છે). ત્યાં દૂધ પીધું હતું, ત્યાં બધી લાદી આમ ૩૧૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૧૫ ભિન્ન ભિન્ન જાતની હતી. છાપેલી આમ અમુક જાતની. “વઢવાણના છે કોઈક આપણા સ્થાનકવાસી, પણ આમ પ્રેમી એટલે ત્યાં દૂધ પીધું હતું. હું જામનગર, એ અહીં કહે છે, આહાહા... એ છાંટ આમ જે પડે અંદરમાં એ પરિણામ-કાર્ય એ પરમાણુનું છે. આ તમારા ઘરની વાતું ચાલે છે. આહા.! મોટું કારખાનું છે ત્યાં-જામનગર, ભિન્ન ભિન્ન જાતની લાદીમાં અહીં બીજી છાંટ, અહીં બીજી છાંટ, અહીં બીજી છાંટ (એવી) સાત-આઠ જાત બધી જોઈ હતી ત્યાં. આહાહા.! અહીં કહે છે કે, કોઈપણ પરમાણુ કે કોઈપણ આત્મા તે સમયના જે પરિણામ પરમાણુ કે આત્મામાં થાય તે પરિણામ જ તે જીવનું અને જડનું કાર્ય છે. આહાહા.! સમજાણું કાંઈ? એ પહેલો સિદ્ધાંત કીધો. મુમુક્ષુ :- કામ કરવું કે હાથ જોડીને બેસી રહેવું? ઉત્તર:- કોણ હાથ જોડે અને હાથ છોડે કોણ? હાથ જોડવાની આ સ્થિતિના પરિણામનો કર્તા તો પરમાણુ છે. આહાહા.! મુમુક્ષુ :- એ વાત તો સિદ્ધાંતની છે અમલમાં મૂકવી કઈ રીતે? ઉત્તર :- સિદ્ધાંત જે રીતે છે એ રીતે અમલમાં મૂકાય કે બીજી રીતે અમલમાં મૂકાય? એમ કે, એ તો સિદ્ધાંત થયો કે, આત્મા પોતાના પરિણામ કરે, પરના નહિ. પણ હવે એનું કાર્ય શું? પણ બીજું કયું કાર્ય છે? અજ્ઞાની રાગ અને દ્વેષના કાર્યને કરે, જ્ઞાની જ્ઞાતા-દષ્ટાના પરિણામને કરે, બસ! એ જ એનો સિદ્ધાંત છે. આહાહા.! સમજાણું કાંઈ? આવો માર્ગ છે, ભાઈ! આહાહા...! અહીં પરિણામ (એટલે) નિશાળના છોકરાઓનું પરિણામ આવે છે એ નહિ. પરિણામ એટલે તે તે દ્રવ્યના તે ક્ષણના પર્યાયરૂપી ભાવ તેને અહીંયાં પરિણામ કહે છે. તે પરિણામ તે તે દ્રવ્યનું કર્મ નામ કાર્ય છે. આહાહા...! સમજાય છે કાંઈ? હું મુમુક્ષુ :- કાલે તો આપ કહેતા હતા ઉપચારથી છે. ઉત્તર :- એ તો એક ને બેની વચ્ચે કહેવું હોય ત્યારે. આ તો પરથી જુદું પાડતી વખતે એના પરિણામનો કર્તા ઈ છે, એમ કહેવું છે. પછી એના બેના ભેદ પાડવા હોય તો પરિણામ કર્મ અને આત્મા કર્તા એ પણ ઉપચાર છે. ધર્મના પરિણામનો આત્મા કર્તા અને પરિણામ ધર્મ એનું કાર્ય, એ પણ ઉપચાર છે. અહીં તો અત્યારે પરથી ભિન્ન પાડવાની છે. આહાહા.... ક્ષણે ને પળે હું કરું. હું કરું... કરું... આહા.! સમજાય છે કાંઈ? આ શેવ થાય, શેવ, પાપડ, વડી. બાઈયું બહુ હોંશિયાર હોય છે એમ માને કે મારા હાથે વડી બહુ સારી થાય. મુમુક્ષુ :- એ તો હળવો હાથ હોય તો થાય. ઉત્તર – ધૂળેય હળવો નથી, હાથ ક્યાં એના બાપનો હતો? અભિમાન કરે કે, અમારે હાથે તો વડી સારી થાય. વડી કહે છે ને? પાપડ, શેવ. શેવ. શેવ કરે છે ને? ઓલા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ કલશામૃત ભાગ-૬ પાટીયા ઉપર વણીને (ક). ખાટલા ઉપર પાટીયું નાખ્યું હોય. બહુ હોશિયાર હોય. ધૂળેય થાય નહિ એમ કહે છે અહીં તો. આહાહા...! મુમુક્ષુ :- અમારી એકેય વાત આપ નહિ માનો. ઉત્તર :- તમારી એકેએક વાત બધી જોઈ છે. બધી નજરે જોઈ છે ત્યાં પરીક્ષા પણ કરી છે, હોં! આહાહા...! અહીં કહે છે કે, અહીં ઈ કહે છે, જુઓ! પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે...” કર્મ એટલે કાર્ય. દરેક પરમાણુ ને દરેક આત્મામાં તે ક્ષણે થતા તેના પરિણામ-પર્યાય તે કર્મ નામ કાર્ય કહેવામાં આવે છે. તે તે દ્રવ્યનું તે કાર્ય છે એમ સિદ્ધાંત છે. આહાહા...! ભાષા તો સાદી છે પણ ભાવ (ગંભીર છે. આ ભાવ તો ઘણી વાર આવી ગયેલા છે, આ કાંઈ બહુ સૂક્ષ્મ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હવે આવે છે, અને “ર: પરિમિન: વ ભવેત, પરસ્થ ન મવતિ એ “પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે........ આહાહા.! જુઓ! વિકારનો આશ્રય આત્મા છે એમ અહીં કહે છે. મુમુક્ષુ :- અશુદ્ધનિશ્ચયનયે કહેવાય. ઉત્તર :- વસ્તુસ્થિતિ છે ને એ? પુણ્ય-પાપના પરિણામનો આશ્રય જીવ છે. એ જીવ પરિણામિન એ પરિણામી જીવ એનો એ પરિણામ છે. કેમકે પરિણામીને આશ્રયે પરિણામ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? છે ને? “સ: પરિણામિનઃ વ મ એ તો પરિણામ પોતાના આશ્રયભૂત.” દેખો...! વિકારને પણ પરિણામ ગણીને જીવના આશ્રયથી થાય તેમ કહ્યું છે. આહાહા... કર્મને લઈને નહિ. જીવમાં વિકાર થાય તે પરિણામ પરિણામીનું છે. પરિણામી એટલે પદાર્થ, તે તેનું પરિણામ છે. કેમ? એ પરિણામ પરિણામીને આશ્રયે થયેલ છે. નિમિત્તને આશ્રયે થયેલ નથી. આહાહા.! પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ, ક્રોધ ભાવ થાય કે હિંસા, જૂઠું આદિ આ કામ કરું એ ભાવ, પરિણામ પરિણામીનું પરિણામી એટલે દ્રવ્ય, તે તે દ્રવ્યને આશ્રયે તે પરિણામ થાય છે. આહાહા.. સમજાય છે કાંઈ? હવે અહીં કહે છે કે, તમે બે ભેગા માનો તો તમારું અનેકાંત કહેવાય. એક જ માનો તો એકાંત કહેવાય, એમ એ લોકો કહે છે. અહીં કહે છે, એકાંત છે એ જ સમ્યફ છે. આહાહા.! સમ્યક્ એટલે સત્ય. “: પરિણામિનઃ ઇવ મત’ જોયું? એ પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ.” “વ” છે ને? “વ મવે. આહાહા...! વિકારના પરિણામ પરિણામી આત્માને આશ્રયે જ છે. આહાહા...! એમ ધર્મના પરિણામ સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ ધર્મના પરિણામ પરિણામી નામ આત્માને આશ્રયે જ છે. આહાહા...! સમજાણું કાંઈ? આની મોટી તકરાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. હમણાં એક ઓલી આર્જિક છે ને? એ પણ અહીંના વિરુદ્ધનું ખૂબ Page #331 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૧૭ નાખે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ નહિ. એકાંત છે. કરે. એ પણ સાંભળનારા પણ કેવા દિગંબરના સાંભળનારા એના જેવા. કાંઈ વિચાર કરે છે કે, આ શું કહે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. ન કરે તો આ કર્મને લઈને વિકાર થાય છે, એમ કહે છે. કર્મના પરિણામનો આશ્રય પરમાણુ. કર્મની અવસ્થા થવામાં તે પરિણામનો આશ્રય તે પુગલ તેનો આશ્રય છે), રાગ આશ્રય નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...! છ કારણે જ્ઞાનાવરણીય બંધાય. એ જ કારણના પરિણામનો કર્મ કર્યા પરિણામી. એ છ પ્રકારના પરિણામ જે જ્ઞાનાવરણીય બંધનમાં નિમિત્ત છે) એ પરિણામનો આશ્રય આત્મા અને તે કાળે જ્ઞાનાવરણીય જે બંધાય તો એ જ્ઞાનાવરણીયના પરિણામનો આશ્રય તેના પરમાણુ (છે). આહાહા.! આ તો સીધીસાદી ભાષા છે, એમાં કંઈ બહુ ઝીણું નથી. બે વાત થઈ. કઈ બે વાત? કે, પરિણામ તે કાર્ય છે–એ એક વાત. અને તે પરિણામ પરિણામીને આશ્રયે છે, એ બે વાત. બે સિદ્ધાંત થયા. આહાહા..! એ બીડી વાળે છે ને? શેઠા બીડી. બીડી. તો કહે છે કે, એ પરિણામ જે આમ થયા બીડીના પરિણામ, એ તેનું કાર્ય છે, બીડીના રજકણનું અને તે પરિણામ તે રજકણને આશ્રયે થયેલા છે. એ આંગળીના આશ્રયે થયા છે એમ નથી. આહાહા. હવે આ દાક્તરો ઇંજેક્શન આપે ને? નાડ જોવે ને આ નાડ? ઓલી રગ આવે રગ, નાખવા માટે. એ.ઈ.! તપાસે કે નહિ? કહે છે કે, આમ જે ખાડો પડ્યો એ પરિણામ એ પરમાણુનું કાર્ય છે, આંગળીનું નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! ભારે કામ. મુમુક્ષુ :- ધંધા કેમ ચાલશે? ઉત્તર :ધંધો કોણ કરે છે? અભિમાન કરે છે. શેઠા અમે કરીએ છીએ. બહુ કર્યું છે ને અભિમાન. સાયકલમાં ફરી ફરીને પછી પૈસા ભેગા કર્યા છે, એમ સાંભળ્યું છે. એ પોતે સાયકલ ઉપર જાતા હતા. પૈસાના પરમાણુઓ અહીંયાં આવે એ પરિણામ એ પૈસાનું કર્મ છે અને તે પરિણામ તે પૈસાના રજકણને આશ્રયે થયેલ છે. બીજાએ ત્યાં પૈસા પેદા કર્યા ને લાવ્યો છે ને મૂક્યા છે એ વાતમાં માલ કાંઈ નથી. આહાહા.! હૈ? પણ એ તો દરેકને અનાદિથી છે ને આહાહા...! આવો માર્ગ. બે બોલ થયા. ક્યા બે બોલ થયા? ક્યા બે બોલ થયા? બોલાય ગયા, હમણા બોલાય ગયા. એ નહિ. નહિ. નહિ. એનું ધ્યાન નથી. વાત કરી હમણા કહી ગયા કે, એક પરિણામ જે દરેક દ્રવ્યનું છે તે તેનું કાર્ય છે–એક વાત. અને તે પરિણામ પરિણામીને આશ્રયે છે તે બીજી વાત. એમ ને એમ ચાલ્યું આવે છે, ભાષા તમે સમજો કે, જાણે આપણે સમજીએ છીએ ને એમ ને એમ ચાલ્યું આવે છે. એમ નથી. મુમુક્ષુ :- એ ભાવ પકડે છે, કહેતા ન આવડ્યું. ઉત્તર :- આ બચાવ કરે છે તમારો. આહાહા.. સ્ત્રી છે એનો જે આત્મા છે એને Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કલામૃત ભાગ-૬ જે રાગ થયો તે રાગનું પરિણામ તે કર્મ છે અને તે રાગનું પરિણામ કર્મ તે તેના આત્માના આશ્રયે થયેલ છે. એના પતિના આશ્રયે રાગ થયેલો છે એમ છે નહિ, એમ કહે છે. આહાહા... સમજાણું કાંઈ? આ તો બે સિદ્ધાંત છે. આહાહા. આ કારખાના બધા ચલાવે છે ને? એ કારખાનાની જે પર્યાય થાય છે એ પરિણામ તે કારખાનાના રજકણનું કર્મ નામ કાર્ય છે. કહો, “વજુભાઈ! આ “વજુભાઈનું કારખાનું યાદ આવ્યું. આવ્યા હતા ને ત્યાં આહાહા...! કહો, સમજાણું કાંઈ? માથું ભારે, આમ સંચો ચાલે, પેલો માણસ ઊભો હોય તે આમ ચલાવે તો કહે છે કે, એ સંચો ચાલવાના પરિણામ છે એ કાર્ય છે. કોનું કે, એ પરમાણુના આશ્રયે થયેલ છે. બીજાની આંગળીને આશ્રયે થયેલ નથી. આહાહા...! આવું સ્વરૂપ જ તત્ત્વનું છે. હવે એને જ્યાં-ત્યાં અભિમાન... અભિમાન... અભિમાન... હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે... આહાહા...! બે બોલ થયા. અહીંયાં વિકારનો આશ્રય પણ આત્મા લીધો. આત્મા તો દ્રવ્ય-ગુણે શુદ્ધ છે. પણ એનો અર્થ છે કે, એ દ્રવ્યની પર્યાય દ્રવ્યને આશ્રયે થયેલ છે, એટલું. એ કોઈ પરને આશ્રયે થયેલ છે એમ નથી. એટલું. શું કીધું છે? વિકાર છે એ દ્રવ્ય-ગુણમાં તો છે નહિ. ત્યારે દ્રવ્ય-ગુણને આશ્રયે વિકાર થાય એ શી રીતે? પણ એનો અર્થ કે એ દ્રવ્ય-ગુણનું લક્ષ તો એને ત્યાં છે નહિ, એનું લક્ષ પર ઉપર છે, પણ છતાં એ દ્રવ્યના પરિણામ દ્રવ્યથી–એનાથી થયેલા છે, એમ. શું કીધું સમજાણું કાંઈ? દ્રવ્ય-ગુણ જે છે એ તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ છે. હવે એમાંથી રાગ ઉત્પન્ન થાય એ તો દુઃખ છે. દુઃખનો આશ્રય કોણ? કે, આત્મા. આત્મા તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. મુમુક્ષુ :- એ તો અજ્ઞાનીને. ઉત્તર – પણ છતાં અજ્ઞાનીને પણ એ દુઃખનો આશ્રય છે એમ કહેવું છે. જેમાં આનંદ છે એ આત્મા. એટલે એ એની ચીજ છે ને અખંડ? એમ ગણવું છે. આહાહા...! ખરેખર તો એ પરિણામ જે રાગના કે દુઃખના થાય તેનો કર્તા અને આશ્રય તે પરિણામ જ છે, પણ અહીંયાં એ પરિણામ પરદ્રવ્યને આશ્રયે નથી થયેલા એટલું સિદ્ધ કરવા પોતાના આશ્રયે થયેલા છે એમ કીધું છે. આહાહા...! સમજાણું કાંઈ? મુમુક્ષુ :- અધિકરણ. ઉત્તર :- આધાર. નહિતર અધિકરણ તો પર્યાય પોતે જ છે. આહાહા..! બે. ‘(અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો);” દેખો આત્માના રાગના ને ધર્મના પરિણામનો આશ્રય પર નથી. આહાહા...! દેવ-ગુરુ ને ધર્મની વાણી એ આત્માના ધર્મના પરિણામ અને આશ્રયે થયા, એમ નથી. આહાહા.! સમજાય છે કાંઈ સાંભળતા શબ્દ કાને પડતાં એને જે જ્ઞાનના પરિણામ થાય તે પરિણામ તે તે આત્માનું કર્મ છે, Page #333 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૧૯ એ વાણીનું કાર્ય નથી. આહાહા...! આવી વાતું છે. સમજાણું? એ વાણીની પર્યાય કાને પડી માટે ત્યાં જ્ઞાનના પરિણામ થયા એમ નથી. એ પરિણામનું કાર્ય તે તે આત્માનું છે અને તે આત્માને આશ્રયે થયેલા પરિણામ છે, વાણીને આશ્રયે કે ભગવાનને દેખ્યા માટે એમને આશ્રયે એ પરિણામ થયા એમ નથી. ભગવાનના પ્રતિમાના દર્શન થતાં જે શુભભાવ થાય તે શુભભાવ એ જીવનું કર્મ છે અને તે શુભભાવ જીવને આશ્રયે થાય છે, એ પ્રતિમાના આશ્રયે નહિ. મુમુક્ષુ :- નિમિત્ત તો થાય ને? ઉત્તર :- પણ નિમિત્તનો અર્થ જ ઈ છે કે, કાર્ય એનાથી થતું નથી. એનો અર્થ ત્યારે નિમિત્ત કહેવાણું. મુમુક્ષુ :- ગુરુને આશ્રયે થાય. ઉત્તર :- ગુરુને આશ્રયે પણ એના ધર્મના પરિણામ ન થાય, એમ અહીં તો કહે છે. ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજતા હોય, દેવો ચામર ઢાળતા હોય પણ એને આશ્રયે એના શુભ ભક્તિના પરિણામ થાય? ના, ના. આહાહા.. એવી વાત છે. ત્યારે પણ પોતાને આશ્રયે જો શુભભાવ થાય તો આ પછી આ મંદિર-બંદિર કરાવો છો શું કરવા? એમ કોઈક કહે. પુસ્તકને આશ્રયે પણ જ્ઞાન થાતું નથી એમ અહીં કહે છે. મુમુક્ષુ :- તો પછી તમે વાંચો છો શું કરવા? ઉત્તર- કોણ વાંચે છે? એ ભાષાના પરિણામ તો ભાષાને કારણે થયા અને અહીંયાં પરિણામ જે થાય એ આત્માને આશ્રય થયા, આને “પુસ્તકને) આશ્રયે થયા નથી. આહાહા... આ પુસ્તક છે એનાથી અહીંયાં જ્ઞાનના પરિણામ થયા નથી. એ જાણવાના પરિણામ એ આત્માનું કર્મ છે અને એ પરિણામ પરિણામીનું છે, આનું નહિ. આહાહા.! સમજાણું કાંઈ? બે (બોલ) થયા. ત્રીજો બોલ. “વળી.” “ર્મ રૂ ન મતિ’ ‘કર્મ કર્યા વિના હોતું નથી...” કાર્ય-પરિણામ કર્યા વિના હોતું નથી. ત્રીજો બોલ. બે બોલ થયા ને? કે, પરિણામ, દરેક આત્માના વર્તમાન પરિણામરૂપી પરિણામ તે તેનું કાર્ય છે અને તે કાર્ય તેના દ્રવ્યના આશ્રયે થયેલ છે-બે વાત. અને ત્રીજી વાત-હવે એ પરિણામ કર્યા વિના હોતા નથી. સમજાણું કાંઈ? આહાહા.! છે? “ર્મ સ્કૂશૂન્ય રૂ ન મવતિ એ કર્મ નામ પરિણામ કર્યા વિના હોતા નથી. આહાહા! કર્તા એના દ્રવ્યને ઠરાવવું છે ને? ખરેખર તો એની પર્યાય જ કર્તા છે. રાગાદિની પર્યાય જ કર્તા છે, ગુણ-દ્રવ્ય ક્યાં કર્તા છે? પણ એનું અવલંબન છે ને ત્યાં? દ્રવ્યનું અવલંબન છે ને એને પોતાને વિકારમાં એટલું બસ. આશ્રય કરવો એટલે ત્યાં દ્રવ્ય-ગુણનો આશ્રય કરે છે તો વિકાર (થાય છેએમ અહીં લેવું નથી, પણ એની પર્યાયમાં એને અવલંબે થાય છે એટલે દ્રવ્યને અવલંબે થાય છે. એની પોતપોતાની પર્યાયનું Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ખરેખર તો અવલંબન છે. મુમુક્ષુ : ખરેખર' શબ્દ... ઉત્તર :– ઇ ખરેખર એનો અર્થ છે. ઇ આ કહેવું છે, તે માટે તો ખુલાસો કર્યો. એની સત્તાનું ત્યાં અવલંબન છે, ૫૨સત્તાનું અવલંબન નથી, એટલી વાત. હૈં? એ અપેક્ષા છે. આહાહા..! આ તો લોજીક–ન્યાય છે. એક પણ ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય. આ તો સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ એણે જોયેલા ન્યાયો છે બધા. આહાહા..! હોશિયાર માણસ હોય માટે આ દુકાનનું બધું કામ વ્યવસ્થિત કરી શકે છે એ વાત તદ્દન જૂઠી છે, એમ કહે છે. હૈં? કલામૃત ભાગ-૬ મુમુક્ષુ :– નોકર ઠોઠ રાખવો. ઉત્તર :- નોકર ઠોઠ હોય તોય કામ નથી થતું, એ ઠોઠ છે માટે નથી થતું એમ નથી. પ૨નું કામ સારું નથી થતું, એ આ ઠોઠ નોકર છે માટે સારું નથી થતું, એમ નથી. આહાહા..! મુમુક્ષુ :– રાખવો કેવો? ઉત્તર ઃ– કોને રાખે ને કોણ મૂકે? આહાહા..! આકરી વાતું, બાપા! આ તો બધા સિદ્ધાંતો છે. એકદમ સિદ્ધાંત છે). આહાહા...! દરેક પદાર્થની વર્તમાન દશા તે તે તેનું પરિણામ, તે તેનું કાર્ય અને તે કાર્ય તેના દ્રવ્યને આશ્રયે થાય અને તે પરિણામના કર્તા વિના પરિણામ હોઈ શકે નહિ. આહાહા..! Íશૂન્યં દ ન મવતિ દરેક પદાર્થના પરિણામમાં કર્મ એ પોતે કાર્ય હોવા છતાં એ પરિણામ કર્યાં વિના ન હોય. આહાહા..! સમજાણું કાંઈ? ત્રીજો બોલ થયો ઇ. ચોથો બોલ. આ ગાથા મુદ્દાની ૨કમની છે. ચોથો બોલ. ‘વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી...' ઇ શું કહે છે? કે, માણસને એમ લાગે કે આ અગ્નિ આવી એટલે આ પાણી ઊનું થયું. તો કહે છે, ના. એ ઊના પાણીના પરિણામ એ કર્મ છે અને એ કર્મ કાર્ય છે તે પાણીને આશ્રયે થયેલ છે, અગ્નિને આશ્રયે નહિ. એક વાત. અને તે પરિણામ કર્યાં વિના હોય નહિ માટે એ પાણીના પરમાણુ જ એના કર્તા છે, બે વાત. ત્યારે (કોઈ) કહે કે, (પાણી) પહેલા એકદમ ઠંડું હતું અને અગ્નિ આવીને એકદમ ઊનું થયું. પહેલી ઠંડી અવસ્થા હતી, અગ્નિ આવીને ઊનું થયું. (તો કહે છે), વસ્તુની સ્થિતિ એકરૂપ રહેતી નથી માટે ઊનું થયું છે. અગ્નિ આવી માટે ઊનું થયું છે એમ નથી. સમજાણું કાંઈ? વસ્તુની સ્થિતિ-અવસ્થા એકરૂપ રહેતી નથી. સ્થિતિ-અવસ્થા ક્ષણે ક્ષણે બદલે છે માટે તે પાણી ઊનું થયું એમ દેખાય છે, પણ અગ્નિને લઈને પાણી ઊનું થયું, એમ અમે દેખતા નથી અને એમ છે નહિ. આહાહા..! સમજાણું કાંઈ? લાકડી છે, એક લાકડી. હવે એને આમ બીજો વાળે છે. ત્યારે કહે કે, એ અવસ્થા Page #335 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૨૧ છે એ શું છે? એ પરિણામ છે, કાર્ય છે. કોને આશ્રયે (થયા)? એ લાકડીને આશ્રયે (થયા). આમ આંગળી કરી માટે નહિ. બે (વાત થઈ. ત્રીજું, કર્યા વિના એ પર્યાય થઈ નથી. ત્રણ. ત્યારે કહે કે, પહેલી સીધી અવસ્થા હતી અને આમ થઈ એ કેવી રીતે થઈ? એની સ્થિતિ એકરૂપ ન હોય માટે. બીજે સમયે બીજી થવાનું કાર્ય હોય માટે એ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ આ લાકડી છે, જુઓ! હવે આ નીચે હતી અને આમ ઊંચી થઈ. તો કહે છે કે, એ પરિણામ છે એના એ એનું કર્મ છે, એ પરમાણને આશ્રયે કર્મ છે અને કર્યા વિના એ પરિણામ હોય નહિ અને એ પરિણામ થયા પહેલા નહોતા અને આમ થયા એનું કારણ શું? કે, વસ્તુની સ્થિતિ એકરૂપ ન હોય. ભિન્ન ભિન્ન સ્થિતિ હોય માટે ભિન્ન ભિન્ન સ્થિતિ દેખાય છે. એ પરના નિમિત્તથી ભિન્ન ભિન્ન સ્થિતિ છે એમ નથી. સમજાણું કાંઈ? કહો, “ચીમનભાઈ ! આ શું તમારું બધું સ્ટીલનું કારખાનું..? મુમુક્ષુ :- ગુરુદેવા અહીંયાં કોઈ ના નહિ પાડે. ઉત્તર :- પણ એણે નિર્ણય કરવો પડશે કે નહિ? એમ કહે છે કે, અહીં કોઈ ના નહિ પાડે, પણ ત્યાં જાય ત્યાં... ક્યાં જાય ને કોણ આવે? આહાહા..! આવી વાત એણે નક્કી કરવી પડશે, ભાઈ! મુમુક્ષુ - ધ્યાન રાખવા માટે તો મુંબઈથી આવ્યા છે અને આપ તેની ના કહો છો તો કરવું શું અમારે? ઉત્તર :- તે તે વખતના તે પરિણામ અત્યારે થાય છે, તે પરિણામ તે તે દ્રવ્યનું કાર્ય છે અને તે પરિણામ તે દ્રવ્યને આશ્રયે થયેલા છે અહીંના સાંભળવાને આશ્રયે થતા નથી અને તે પરિણામ કર્યા વિના હોતા નથી, એનો આત્મા એ પરિણામનો કર્યા છે. ત્યારે કહે કે, જ્યાં સ્થિતિ બીજી હતી અને અહીં બીજી) થઈ એનું શું? તો કહે છે, એ તો એની સ્થિતિ એકરૂપ રહે નહિ માટે બીજા પરિણામ થયા. સમજાય છે કાંઈ? ત્યાં “મુંબઈમાં હતા ત્યારે બીજા પરિણામ હતા અને અહીં બીજા પરિણામ છે, માટે અહીંને લઈને કાંઈ અસર છે? અહીંની કાંઈ અસર ન્યાં છે? કે, એ કર્મ અહીંનું છે કે, ના. કારણ કે સ્થિતિ એકરૂપ રહેતી નથી, બીજી સ્થિતિ થઈ છે. માટે બીજી સ્થિતિ થઈ માટે પરના નિમિત્તે થઈ એ વાતમાં માલ નથી કાંઈ. સમજાણું કાંઈ? આહાહા! ઘરે બેઠા (ત્યારે) પરિણામ કંઈક હતા અને મંદિર આવ્યા ને ભગવાનના દર્શન થયા ને પરિણામ બીજા થયા. ત્યારે કહે છે કે, એ પરિણામમાં કાંઈક કારણ ખરું કે નહિ એ? ના. એની સ્થિતિ એકરૂપ ન હોય એટલે બીજી સ્થિતિ, બીજા પરિણામ થયા છે. આહાહા...! કહો, હીરાભાઈ'! આવી વાતું છે. હું મુમુક્ષુ :- પરિવર્તન થયું છે. પર્યાયમાં થયું કે દ્રવ્યમાં? Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કલશામૃત ભાગ-૬ ઉત્તર :- પર્યાયમાં થયું. એ દ્રવ્ય કર્યું એમ કહેવાય. છે તો પર્યાયનું. પર્યાયમાં જ કર્તા બધું છે. એ તો વાત થઈ ગઈ ને. મહા સિદ્ધાંત આ કે, દરેક છ દ્રવ્ય છે તે દ્રવ્ય ને ગુણ તો કૂટસ્થ ધ્રુવ છે. હવે એની પર્યાય જે સમયે સમયે થાય છે એ પર્યાય પર્યાયની કર્તા, પર્યાય તેનું કાર્ય, પર્યાય પર્યાયનું કાર્ય. એક સમયમાં છ બોલ પર્યાયમાં લાગુ પડે છે. આ સિદ્ધાંત જો નક્કી કરે તો પરની સાથે કાંઈ સંબંધ ન રહે, એને લઈને થાય છે એ વાત છે નહિ. દ્રવ્ય-ગુણને લઈને પણ પર્યાયનું ષકારકનું પરિણમન નથી. આહાહા.! સમજાણું કાંઈ? વર્ગીજી સાથે એ જ મોટી ચર્ચા થઈ હતી નો મોટા વાંધા ઊઠ્યા. કારણ કે એ લોકો તો એમ માને કર્મને લઈને થાય, કર્મને લઈને વિકાર થાય. ત્યાં એકદમ મૂક્યું. એક ભાઈએ પકડ્યું બરાબર, ફૂલચંદજીએ. બધાય સાંભળનારા હા પાડતા હતા. “ફૂલચંદજી એ કહ્યું, સ્વામીજી એમ કહે છે, આત્મામાં વિકૃત અવસ્થા થાય તે કર્મને લઈને નથી. નિશ્ચયથી ષકારકરૂપે પરિણમન પર્યાયનું છે માટે પરના કારકની અપેક્ષા નથી માટે થયેલા છે. સમજાણું કાંઈ? શેઠિયાને ક્યાં ભાનેય હતું? જય નારાયણા માથે બેઠા હોય એની હા પાડે. નિર્ણય કરવાની ક્યાં નવરાશ છે ? પૈસામાં ના પાડે છે, તમારા બાપને મારા બાપે ઓલા ભવમાં પાંચ લાખ આપ્યા છે. તો કહે), નહિ. શેઠા હૈ? મુમુક્ષુ – નિર્ણય કરાવવાવાળા ન મળે તો કેવી રીતે કરીએ? ઉત્તર :- અહીં તો એ કહે છે કે, નિર્ણયના પરિણામ તો પોતાના છે, બાપા! આહાહા...! નિર્ણય કરવાના પરિણામનું કાર્ય તો એનું પોતાનું છે. કહો, “નવરંગભાઈ'! આહાહા...! આવું મુમુક્ષુ :– ડૉક્ટરે દર્દીને જોવો કે ન જોવો? ઉત્તર :- આ ડૉક્ટર રહ્યા. આહા. ભાવ કરે, ઈ ભાવનું કર્મ તો એ જીવનું છે. આહાહા.! મુમુક્ષુ :- આમ બે દ્રવ્યની ભિન્નતા કરે એને સમ્યગ્દર્શન થાય કે નહિ? ઉત્તર – એટલી ભિન્નતાથી એક મિથ્યાત્વમાં એક ભાગનો અભાવ થાય. મિથ્યાત્વના ઘણા પ્રકાર માંહેલો. મુમુક્ષુ :- પ્રવચનસારમાં કહે છે કે, બે દ્રવ્યના બે સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન જાણે એને સમ્યગ્દર્શન થાય. ઉત્તર :- એમાંથી એક જ પ્રકાર નહિ, પાછો રાગથી લાભ થાય એવી માન્યતા અંદર રહે (તો) શલ્ય રહી ગયું. એમાં કહ્યું છે, “બંધ અધિકારમાં, “સમયસારમાં. આ જીવને હું બચાવી શકું છું, મારી શકું છું એ મિથ્યાત્વ છે. ત્યારે ત્યાં લખ્યું છે કે, એક મિથ્યાત્વનો આ એક ભાગ છે. એમ લખ્યું છે. “સમયસાર, જયચંદ્રજી પંડિતે અર્થ કર્યો છે. આખું Page #337 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૨૩ મિથ્યાત્વ છે. એમાં મિથ્યાત્વના તો ઘણા પ્રકાર છે એ માંહેલો આ એક ભાગ છે. સમજાણું કાંઈ યથાર્થપણે રાગથી ભિન્ન પડી જાય તો થઈ રહ્યું, તો એને બધું છૂટી ગયું. આહાહા...! મુમુક્ષુ – રાગથી ભિન્ન પડ્યો ક્યારે કહેવાય? ઉત્તર:- અંદરથી અનુભવનો આનંદ આવે ત્યારે કહેવાય. રાગનો સ્વાદ છે તે પલટીને આનંદનો સ્વાદ આવે ત્યારે ભેદજ્ઞાન થયું કહેવાય, ત્યારે એનું કાર્ય થયું. છતાં એ પરિણામ એનું કર્મ છે અને તે પરિણામ-ભેદજ્ઞાનના પરિણામનો કર્તા જીવ છે, એના આશ્રયે થયેલ છે. આહાહા...! સમજાણું કાંઈ? ગંભીર વાત છે, બાપુ! આ તો. સંપ્રદાયમાં તો આ દયા પાળો, કરો આ, વ્રત કરો, જાઓ! ગોટેગોટા છે બધા ઊંધા. આહાહા.! શું થયું છે ચોથો બોલ? વસ્તુની એકરૂપે સ્થિતિ અર્થાતુ કૂટસ્થ સ્થિતિ હોતી નથી. પરિણામ બદલ્યા, આ સંયોગ નિમિત્ત આવ્યો અને અહીં પરિણામ બદલ્યા માટે તમને એમ લાગે કે આ નિમિત્તથી બદલ્યા છે, એમ નથી. એની સ્થિતિ એકરૂપ રહેતી નથી માટે તે બદલ્યા છે. સમજાણું કાંઈ લ્યો! તાણીને બોલો, હળવેથી બોલો. કહે છે કે, એ હળવેથી બોલો જે ભાષા નીકળી છે એ પર્યાય પરમાણુને આશ્રયે નીકળી છે. ત્યારે કહે કે, પહેલી પર્યાય એવી નહોતી ને આ થઈ માટે હળવેથી બોલો એ આત્માએ જાણ્યું માટે થઈ કે નહિ? કે, ના. એ પરમાણુની સ્થિતિ બીજે સમયે બીજી થવાની હતી, સ્થિતિ ફેરફાર થવાની છે માટે થઈ છે. આહાહા...! જુઓ તો ખરા સિદ્ધાંતા મુમુક્ષુ :- એ લોકો દલીલ કરે છે કે પરિણમન સ્વભાવની અમે ક્યાં ના પાડીએ છીએ? પરિણમે છે. ગુણ પરિણમે છે એ નિમિત્તકૃત છે. ઉત્તર :- ઈ વાત જ જૂઠી છે, શું કહે છે અહીં. માટે કહે છે. મુમુક્ષુ :- પરિણમનમાં અમને વાંધો નથી. ઉત્તર :– પરિણમન પર્યાય સ્થિતિ બદલી એ સ્થિતિ બદલવાને કારણે બદલી છે. મુમુક્ષુ :- પરિણામનો નિયામક નિમિત્ત છે. ઉત્તર :- નિયામક આત્મા છે. મુમુક્ષુ :- તો પરિણામ સાપેક્ષ થયું, નિરપેક્ષ ન રહ્યું. ઉત્તર :- નહિ, નહિ, નહિ. નિરપેક્ષ છે). નિમિત્તની અપેક્ષા છે જ નહિ. હો નિમિત્ત. મુમુક્ષુ - ~ શકોરું બનાવું. ઉત્તર :- બની શકે નહિ ત્રણકાળમાં. શાકોરું કોણ બનાવે? ને ઘટ કોણ બનાવે? મુમુક્ષ :- દલીલ એમ કરે છે. ઉત્તર :- કહે છે ને, કહે છે. માટીનું કોરું બનાવવું હોય તો બનાવી શકાય, ઘટ બનાવવો હોય તો બનાવી શકાય. એ તો આપણે ખાણીયા ચર્ચામાં છે. ખાણીયા ચર્ચા. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કલામૃત ભાગ-૬ કપડું લાવ્યું પણ દરજી હમણા ન સીવે તો કપડું પડયું રહે. સીવવાનો ભાવ થાય ત્યારે કપડાનું કાર્ય થાય. જુઓ! એને લઈને થાય કે નહિ? એ વાત જ ખોટી છે. કપડાનું ડગલો આદિ કાર્ય જ્યારે થવાનું હતું ત્યારે તે કાર્ય તે કપડાના પરમાણુથી થયેલું છે. સોયથી નહિ, સંચાથી નહિ. એ ખાણીયા ચર્ચામાં નાખ્યું છે. ઓલા સામા વતી. ફૂલચંદજીની સામે. જુઓ! આ કપડું સીવવા આપ્યું પણ ઓલો હમણા લગ્નના કામમાં હતો તો કપડું પડ્યું રહે. એ ક્યારે થાય? કે, એનો ભાવ થાય ત્યારે કપડાનો ડગલો થાય. એ વાત તદ્દન જૂઠી છે. એ કપડામાંથી ડગલો કે પહેરણ થવાનો જે સમય હતો તે સમય આવ્યે પોતાથી થાય છે. આહાહા...! મુમુક્ષુ:- જે સમયે થવાનો હતો એ સમયે એ જ થાય એ આ સિદ્ધાંતમાં ક્યાં આવે છે? ઉત્તર :- એમાંથી નીકળ્યું. એક જ સમયે થાય, તે સમયે થાય. મુમુક્ષુ :- પરિણામ થાય. ઉત્તર :- પરિણામ કહો. મુમુક્ષુ :- આ જ પરિણામ થાય. ઉત્તર :-- આ જ પરિણામ થાય. મુમુક્ષુ :- ઈ આમાં ક્યાં આવ્યું? ઉત્તર :- આ કર્મ એનું છે માટે. મુમુક્ષ :- એ તો કર્મ એક, પણ એ ઉત્તર :- એ જ આવે. મુમુક્ષુ :- ઈ આ સિદ્ધાંતમાંથી એમ નીકળે છે? ઉત્તર :- નીકળે છે. સ્થિતિ ફેર કેમ કીધો કે, એનો પરિણામનો જે કાળ છે તે પ્રકારે બીજો આવ્યો. એ સ્થિતિના ફેરે આવ્યો છે, પરને કારણે નહિ. મુમુક્ષુ - એ જ પરિણામ...... ઉત્તર :- એક જ પરિણામ થાય, એ જે થવાને કાળે જે થવાનું તે છે આમાં નીકળે છે. સ્થિતિ’ શબ્દ છે માટે વાપર્યો છે. બદલ્યું કેમ? કે, તે તે કાળે સ્થિતિ થવાની નહોતી અને સ્થિતિ ફરી તે કાળે ... ત્યારે ફર્યું. આહાહા...! આકરું (છે). દુનિયાથી તો આકરું છે, ભઈ! આખી વાત જ. મોટી શ્રદ્ધા ફેર, ઉગમણી-આથમણી. આહાહા..! જોયું? “વસ્તુની એકરૂપે સ્થિતિ નથી માટે પલટ્યું છે અને પલટવાનો કાળ એનો એ જાતનો એ સમયનો હતો માટે પલટ્યું છે. આહાહા...! જન્મક્ષણ ગણી છે. શેયનો સ્વભાવ-૧૦૨ ગાથામાં. શેય નામ છ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે તેની પર્યાય તેને જન્મક્ષણે ઉત્પત્તિને કાળે જ તે ઉત્પન્ન થાય. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! કેટલા નિયમો મૂક્યા છે! આહાહા.! Page #339 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૧ ૩૨૫ અહીં તો કહે છે, એણે એક દયાના ભાવ કર્યાં અને ત્યાં શાતા વેદનીય બંધાણી. તો કહે, આ પરિણામથી શાતા વેદનીય બંધાણી કે એ શાતા વેદનીયના પરિણામનું કર્મ છે ઇ ૫૨માણુનું છે કે આ દયાના ભાવનું છે? આહાહા..! ફોટો પાડે છે સામે લ્યો! સામે સિંહ ચાલ્યો જાય છે. સિંહના ફોટા પાડે છે, સેંકડો સિંહ હોય છે ને પાડે છે. તો ઇ ફોટાના રજકણ ન્યાંથી આવે છે? અને અહીંયાં રજકણમાં એ નિમિત્ત થયા માટે અહીં ફોટો પડ્યો છે? કે, ના. આ વાત! એ રજકણો ત્યાં છે તેના ફોટા પડવાના પરિણામ-કર્મ તે રજકણના ૫૨માણુ છે એને આશ્રયે થયેલ છે, સામાને આશ્રયે નહિ. એવું જ પડે છે એ તો પોતાના ૫૨માણુની પર્યાયની યોગ્યતાથી એમ પડે છે. સામાને કારણે નહિ. હવે આ વાત ક્યારે બેસે! આહાહા..! ઓલો જરી આમ કરે તે અંદર દેખાય છતાં એને કા૨ણે ત્યાં ફોટો નથી પડ્યો, કહે છે. આહાહા..! એ ક્ષણના તે પરમાણુ તે રૂપે પિરણામરૂપી કર્મને કર્યાં તેથી તે ફોટો તે રીતે પડ્યો છે. લ્યો, શેઠ! તમારો દીકરો છે ને ફોટો પાડનાર? આહાહા..! પણ એને સાંભળવાનો પ્રેમ થયો છે. ફોટો પાડે છે. આહાહા..! અને ત્યાંના રજકણ (અહીં) આવે તો તો ઓલો સૂકાય જાય. શું કહ્યું? ‘આફ્રિકા'માં સિંહના ટોળા હોય છે, સેંકડો સિંહ, સેંકડો. એટલે ફોટો, ફિલ્મ પાડવા જાય. એ પાંચ-પાંચ, દસ-દસ લાખની એક મોટી મોટર હોય અને લોઢાના આડા સળિયા હોય. અહીં કાચ હોય. એટલે ઓલો સિંહ આવે તો સળિયા સુધી આવી શકે, અંદર ન ગી શકે. અંદર ન આવી શકે. એવી મોટી (મોટર હોય). સેંકડો સિંહ અને નાના બચ્ચા ચાલ્યા જતા હોય. ત્યાં તો સેંકડો પડે. ત્યાંથી પરમાણુ આવે છે? અને તેને લઈને અહીં ફોટાના પરમાણુ ફિલ્મ પડે છે? ત્યાં તો બહુ ફિલ્મ પાડે. ઓલા ભાગે તોય આમ પાડે. મોટી ફિલ્મ. એક સેંકડમાં શું કહે છે? આપણે અહીં પાડીએ છીએને હમણા? ત્રણ મિનિટમાં નહિ કાંઈ કીધું? આઠસોનો ખર્ચ. અહીં ફિલ્મ પાડીને? ભાઈએ. ‘કાંતિભાઈ મોટાણી’. એક કલાક ૬૯ મિનિટ, એમ કાંઈક કીધું. હમણાં વીસ હજાર ખર્ચ્યા. મોટાણી’. મેં પૂછ્યું, ત્રણ મિનિટ ફિલ્મ પાડ્યું તેનો ખર્ચ) કેટલો? કે, આઠસો રૂપિયા. ત્રણ મિનિટના આઠસો. ફિલ્મના. તો અહીંના પરમાણુ ત્યાં પડે છે? આહાહા..! ભારે ગજબ વાતું છે. આ તો નિમિત્ત છે. નિમિત્ત છે એટલે ન્યાં કાંઈ એને લઈને થાતું નથી. ત્યારે તો નિમિત્ત કહેવાય છે. આહાહા..! ન્યાંના પરમાણુઓ એ વખતે તે પરિણામ એકરૂપ રહેવાની સ્થિતિ નહોતી એટલે પહેલી સ્થિતિ બીજી હતી, બીજી સ્થિતિ તે કાળે થવાની તે સ્થિતિ બદલીને થઈ છે. આહાહા..! દુનિયા સાથે તો વાંધા ઊઠે બધા. પંડિતો પણ વાંધા ઊઠાવે છે ને? કોઈ પદ્રવ્યનું કાંઈ કરે નહિ (એમ માને) એ દિગંબર જૈન નથી, જાઓ! ઠીક બાપા! આહા..! એ ઇન્દૌર’માં પંડિતો વચ્ચે ચર્ચા થઈ હતી. પચાસ પંડિત વચ્ચે. પરદ્રવ્યનું કરી શકાય નહિ એમ માનનારા દિગંબર જૈન નથી. કરી શકાય છે. લ્યો, ઠીક! અહીં ના પાડે છે. દિગંબર ધર્મ એ ના Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કલશમૃત ભાગ-૬ પાડે છે. એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યથી થાય નહિ. આહાહા...! એવી વાત છે. હોતી નથી.” શું કીધું? “વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે);” એ બદલે છે. એ નિત્ય વસ્તુ છે એ બદલે છે એ બદલવાનો પરિણમન સ્વભાવ છે. નિત્ય તો નિત્ય જ છે. આહાહા. પણ પરિણમનમાં બદલવાનો પોતાને લઈને, પર્યાયના સ્વભાવને લઈને બદલે છે. માટે નિમિત્ત આવીને બદલતું તને દેખાય એ તને જૂઠું દેખાય) છે. અહીં એક જણો કહેતો હતો કે, અમે અહીંયાં બેઠા છીએ એમાં આવા પરિણામ થાય છે, જ્યાં ભગવાનની જાત્રા કરવા જોઈએ ત્યાં અમારા પરિણામ કેવા થાય અને તમે કહો કે, પરથી કાંઈ થાય નહિ. સમજાણું? બાપા! પણ ત્યાં તુ ગયો, ત્યાં જે પરિણામ થયા એ પરિણામનો એનો કાળ હતો, એ સ્થિતિનો. તે કારણે એ પરિણામ થયા છે, ભગવાનથી નહિ. આહાહા...! આવું આકરું કામ પડે. આ પુસ્તક છે. કીધું ને? પુસ્તકને પગે લાગે, લ્યો. એ પુસ્તકને પગે લાગવાના પરિણામ એને લઈને થયા છે? પુસ્તકને લઈને (થયા છે? પુસ્તક પુસ્તકના પરિણામનો કર્તા છે. ઓલો જે પગે લાગે છે એના પરિણામનો કર્તા તો એ જીવ છે. એ પુસ્તક તો નિમિત્ત છે. એટલે પુસ્તકથી એને વંદન કરવાના પરિણામ થયા છે, બિલકુલ નહિ. આહાહા.! આ ભણતર બીજી જાતનું છે, શેઠા આ બીજી જાત છે. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, આહાહા..! સર્વશદેવની નિશાળ છે આ તો. સર્વજ્ઞદેવની આ તો નિશાળ છે. એણે બીજું બધું ભણતર ભૂલીને આ કરવું પડશે. આહાહા. મુમુક્ષુ – વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય... ઉત્તર :- એકરૂપે ન જ રહે. શું કહ્યું? મુમુક્ષુ :- વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય તો ધ્યેય કોને બનાવે? ઉત્તર – કોને બનાવવું છે? પર્યાય પર્યાયનું ધ્યેય છે. પર્યાયને પરમાર્થે તો દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નથી. બહુ ઝીણી વાત, બાપ! ધર્મની પર્યાય થાય તેનું ધ્યેય ભલે દ્રવ્ય (હો) પણ એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ધ્યેયનો અર્થ ફક્ત આમ લક્ષ કર્યું એટલું. પણ લક્ષ ફર્યું એ પણ પર્યાયની તાકાતથી કર્યું છે, દ્રવ્યની તાકાતથી નહિ. ઝીણી વાતું બહુ બાપુ! આહાહા...! વીતરાગમાર્ગ, જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્માનો માર્ગ ક્યાંય છે નહિ એવો. કોઈ સ્થાનમાં, ઠેકાણે (નથી). અત્યારે બધો ફેરફાર ફેરફાર થઈ ગયો. આહાહા...! પરિણામનો એનો તે તે કાળ છે, જન્મક્ષણ છે) તેથી તે પરિણામ થાય છે. પરનું લક્ષ કર્યું માટે ત્યાં પરિણામ થયા એમ નહિ. સમજાણું કાંઈ? ઘરે પરિણામ હતા સ્ત્રીના લક્ષે અને ભગવાનના દર્શનમાં ગયો ત્યારે બીજા પરિણામ થયા. માટે પરિણામ ભગવાનને લઈને થયા છે એમ નથી. અને સ્ત્રી વખતે જે રાગના Page #341 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૧ ૩૨૭. પરિણામ થયા તે સ્ત્રીને લઈને થયા છે, એમ નથી. આહાહા.! સમજાણું કાંઈ વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા હિત છે); માટે....” “તત પ્રવ ર્ મવતુ' “વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ.” આહાહા! આ સરવાળો. દરેક વસ્તુ પોતે સ્વય. સ્વયં પોતાના પરિણામ એટલે પર્યાયરૂપ કર્મની કર્તા છે. કર્મ એટલે કાર્ય. પોતાના પર્યાયરૂપી કાર્યની કર્તા છે એ નિશ્ચય સિદ્ધાંત છે). આહાહા...! આ તો ગુજરાતી સમજાય એવું છે, આ તો સાદી ભાષા છે. આહા...! ચાર સિદ્ધાંત કહ્યા કે, દરેક દ્રવ્યનું જે પરિણામ છે તેને કર્મ-કાર્ય કહેવામાં આવે છે–એક વાત. તે કાર્ય તે દ્રવ્યના આશ્રયે છે, પરને આશ્રયે નહિ–બે વાત. તે કાર્ય કર્તા વિના હોતું નથી માટે કરનારું તે તેનું દ્રવ્ય છે–એ ત્રીજી વાત. અને તે ફેરફાર લાગે છે, નિમિત્ત આવીને તને ફેરફાર લાગે છે તો એ તો એની સ્થિતિનો ફેરફાર છે માટે ફેરફાર થાય છે. આ તો સમજાય એવું છે. આ તમારી લાદી-ફાદીનું કાંઈ કરી શકતો નથી એવું બધું આમાં આવે છે. આહાહા.! એ એક શ્લોક થયો. એક શ્લોકમાં કેટલું ભરી દીધું છે! આહાહા...! ઓલા કહે કે, જ્ઞાનાવરણીયનો ક્ષય થાય માટે કેવળજ્ઞાન થાય. શાસ્ત્રમાં નથી કહેતા? ચાર કર્મનો નાશ થતા કેવળજ્ઞાન થાય. અહીં ના પાડે છે. એને લઈને નહિ. કેવળજ્ઞાનના પરિણામ થવાને કાળે પોતાને કારણે એ પોતાનું કર્મ અને કાર્ય છે. એનો કેવળજ્ઞાનનો બહુ આશ્રય લેવો હોય તો એ આત્મા છે. કર્મનું ખસવું થયું માટે કેવળજ્ઞાન થયું, એમ નથી. આહાહા...! આ તે કાંઈ (વાત છે). જ્ઞાનની અંદર જે હિણી અને વૃદ્ધિ દશા દેખાય છે એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે માટે હિણી દશા દેખાય છે અને જ્ઞાનાવરણીયનો કાંઈક ક્ષયોપશમ છે માટે અહીં ક્ષયોપશમ વિશેષ દેખાય છે એમ નથી. આહાહા...! આ મોટી ચર્ચા તે દિ “વર્ણીજી સાથે થઈ હતી. અને એમાંય લખ્યું છે ને કે, ઓછુંવતું જ્ઞાનાવરણીય કર્મ વિના પોતાથી થાય છે, એમ કાનજીસ્વામી કહે છે. નહિ. જ્ઞાનાવરણીય કર્મને લઈને ઓછુંવત્તું થાય છે. અહીં ના પાડે છે. જ્ઞાનનું ઘટવું કે વધવું એ પરિણામ પોતાનું કાર્ય છે, એના કાર્યનો કર્તા દ્રવ્ય છે. એકરૂપે સ્થિતિ નથી માટે તે થાય છે. આહાહા.! અને કર્યા વિના થતું નથી એનો કર્તા પોતે છે, હિણી કે અધિકનો, કર્મ નહિ. જ્ઞાનાવરણીય કર્મ ખસ્યુ માટે અહીં ક્ષયોપશમ થયો અને અંદર ઉદય વિશેષ રહ્યો માટે અહીં ક્ષયોપશમ ઘટ્યો, એમ નથી). આહાહા! આવી વાત છે. વિશેષ કહેશે, લ્યો! (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કલશામૃત ભાગ-૬ પૃથ્વી) बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते।।२०-२१२।।) ખંડાન્વય સહિત અર્થ :- જીવનો સ્વભાવ એવો છે કે સકળ શેયને જાણે છે. કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપણું ઘટતું નથી, જીવવસ્તુનો એવો જ સ્વભાવ છે કે સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-“ સ્વમાનનાનેઃ મોહિતઃ ફ્રિ વિજયતે' (૩૬) જીવ સમસ્ત શેયને જાણે છે એમ દેખીને (સ્વભાવ) જીવના શુદ્ધ સ્વરૂપથી (વનન) અલિતપણું જાણી (શાન:) ખેદખિન્ન થતો મિથ્યાષ્ટિ જીવ (મોતિ:) મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ હર્ષિ વિત્તશ્યતે) કેમ ખેદખિન્ન થાય છે ? “યતઃ સ્વમાનિયત સનમ્ વ વરંતુ વૃષ્યતે” (યત:) કારણ કે (સવ વ વરંતુ) જે કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય ઇત્યાદિ છે તે બધું (સ્વમાનિયાં) નિયમથી પોતાના સ્વરૂપે છે એવું () અનુભવગોચર થાય છે. આ જ અર્થ પ્રગટ કરીને કહે છે-“યદ્યપિ ટનન્તવિક્તઃ સ્વયં વર્તુિતિ” (યદ્યપિ, જોકે પ્રત્યક્ષપણે એવું છે કે ( ત) સદાકાળ પ્રગટ છે (ઝનન્તશવિત્ત:) અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય (વયં વહિઃ સુતિ) સ્વયં સમસ્ત શેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે–એવો જીવનો સ્વભાવ છે, તથાપિ સચવન્તર' (તથાપિ, તોપણ (અન્યવેત્ત્વન્તરમ) એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય “AYRવસ્તુન: વિણતિ કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત શેયવસ્તુને જાણે છે એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન શેયરૂપ થતું નથી, જોય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી–એવી વસ્તુની મર્યાદા છે. ૨૦-૨૧૨. Page #343 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૨ ૩૨૯ મહા સુદ ૧૨, રવિવાર તા. ૧૯-૦૨-૧૯૭૮. કળશ–૨૧૨ પ્રવચન–૨૩૬ કળશટીકા ૨૧૨ છે. પૃથ્વી) बहिर्जुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ।।२०-२१२।।) શું કહે છે? જીવનો સ્વભાવ એવો છે કે આ જીવ જે છે આત્મા, એનો સ્વભાવ જાણવું-જ્ઞાન, જ્ઞાન છે. જ્ઞાન એનો સ્વભાવ છે. આ જડમાં એ સ્વભાવ નથી. આ શરીર તો માટી છે. એ જીવનું સ્વરૂપ અને સ્વભાવ, સ્વ-ભાવ જાણવું-પ્રજ્ઞા એ એનો સ્વભાવ છે. એ પરને સકળ શેયને જાણે છે. જાણવામાં આ જાણવામાં તો વસ્તુ આવે. સર્પ છે, આ વીંછી છે, આ કોલસા છે. જ્ઞાન પરને જાણે એથી કંઈ અશુદ્ધ થઈ જાય છે, એમ નથી. આહાહા.! જ્ઞાન જ્ઞાનમાં રહીને પરને જાણે છે એ અશુદ્ધ નથી. પરને જાણવાથી અશુદ્ધ થઈ જાય છે એમ કેટલાક અજ્ઞાની માને છે. પરને જાણવું, પોતાને મૂકીને પરને (જાણવું) એ તો અશુદ્ધ થઈ ગયું. પરને અને સ્વને જાણવાનો એનો સ્વભાવ છે, એ અશુદ્ધતા નથી. સમજાણું કાંઈ? કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ એવું જાણશે કે શેયવસ્તુને જાણતાં જીવને અશુદ્ધપણું ઘટે છે.' આપણે પરને જાણવું એ તો આત્મામાં મલિનતા થઈ જાય છે, એમ માને છે. એમ નથી, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. આહાહા...! દૃષ્ટાંત આપશે, આપ્યો છે. ખડીનો દૃષ્ટાંત છે, ખડીનો. ખડી સમજાય છે? શેઠા ખડી. ખડી. સેટિકા. ખડી હોય છે ને? ભીંત ઉપર ધોળી કરે છે. “સેટીકા' શબ્દ છે, આપણે આમાં સેટીકા છે. એ ખડી ભીંતને ધોળી કરે છે એમ કહેવું એ કહે છે કે વ્યવહાર છે. ભીંત તો ભીંતરૂપે રહેલી છે. ખડીની ધોળપ જે છે એ ધોળપ ધોળામાં રહેલી છે. એ ધોળપથી ભીંત ધોળી નથી થઈ. ધ્યાન રાખજો, ન્યાય આવે છે ને, હળવે. હળવે. એ ખડી છે એ ધોળી છે તે ધોળી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કલશામૃત ભાગ-૬ થઈ એ ખડીમાં રહીને ધોળી થઈ છે. એ ખડીની ધોળપ ભીંતમાં પેઠી નથી. ભીંતની દશા એ ખડીની પર્યાયમાં આવી નથી અને ખડીની પર્યાય ભીંતની પર્યાયમાં પેઠી નથી. પર્યાય સમજાય છે? એની વર્તમાન દશા. તો ખડીની જે દશા છે એ ધોળી થઈ છે, તો દુનિયા એમ કહે કે, ભીંત ધોળી થઈ છે. જો ભીંત ધોળી થઈ હોય તો ધોળી જ્યારે નાશ થઈ જાય ત્યારે ભીંતનો નાશ થવો જોઈએ. ભીંત ધોળી નથી, ધોળી તો ખડી થઈ છે ત્યાં. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...! અગ્નિ પાણીને ઊનું થવામાં નિમિત્ત થાય છે તો એ અગ્નિ પાણીને અડ્યું નથી. આ વાત કઠણ પડે). વસ્તુસ્થિતિ કોઈ એવી છે. પાણીના બિંદુના રજકણોને અગ્નિના રજકણો અડતા નથી. આહાહા...! કેમકે એ પાણી વસ્તુ અને અગ્નિ છે એ બે ચીજ છે તે પોતપોતાની વસ્તુમાં રહેલી છે અને એ ચીજની દશા પરને અડતી નથી. અડે ક્યારે કહેવાય? કે, બે એક થઈ જાય. તો બે તો એક થતા નથી. આહાહા.. બેય એક થયા નથી. આહાહા...! આવું છે. હું મુમુક્ષુ :- આ વાત બધાને બેસવી જોઈએ નો ઉત્તર :- બેસાડવી પડશે. બધા હેરાન થઈને મરી જાય છે. એમ ને એમ. શેઠા ત્યાં તમારા કરોડ-ફરોડ રૂપિયા મદદ નહિ કરે. મુમુક્ષ :- ત્યાં મદદ નહિ કરે, બીજે ક્યાંક મદદ કરશે ને? ઉત્તર:- ધૂળમાંય મદદ કરતા નથી. રૂપિયાની પર્યાય રૂપિયામાં રહી. અહીં આ શરીરની પર્યાય શરીરમાં રહી, આત્માની પર્યાયમાં શરીરની પર્યાય આવતી નથી અને શરીરની પર્યાયમાં આત્માની પર્યાય જાતી નથી. આ બે આંગળી છે, જુઓ! તો આ આંગળીની અવસ્થા, એમાં આ આંગળીની અવસ્થામાં એ અવસ્થા જતી નથી. ત્યારે આ સ્વપણે છે અને પરપણે નથી. ત્યારે એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. ન્યાયથી, લોજીકથી તત્ત્વ શું છે એને સમજવું પડશે કે નહિ? સમજાણું કાંઈ આ આંગળી આ આંગળીને અડતી નથી, સ્પર્શતી નથી. કેમકે આની જે પર્યાય-અવસ્થા છે એ એના અસ્તિત્વમાં છે અને આની પર્યાય છે એ એના અસ્તિત્વમાં છે. એનું અસ્તિત્વ આ અસ્તિત્વને અડતું નથી અને આનું અસ્તિત્વ એને અડતું નથી. આહાહા.! આવું છે, ભઈ! તત્ત્વ-પદાર્થ વિજ્ઞાન કોઈ અલૌકિક છે. આ વિજ્ઞાન અત્યારે સરકાર જે કહે છે એ જુદું આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ કહે છે કે, જેમ એ સેટિકા છે. આહાહા...! એ ભીંતને ધોળી કરતી નથી. એ તો પોતાની ધોળાપની અવસ્થાનો આમ વિસ્તાર દેખાય છે. ભીંત તો ભીંતરૂપે રહી છે. ભીંતની પર્યાયની અવસ્થામાં ધોળી પર્યાય ગરી ગઈ નથી–પ્રવેશ નથી કર્યો. આહાહા...! સમજાણું કાંઈ? એમ અહીંયાં આત્મા પરને જાણે છે ત્યાં પરની જાણવાની પર્યાયમાં આ Page #345 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૨ ૩૩૧ પર્યાય પેઠી નથી. આહાહા. એને તત્ત્વની ખબર નથી કે, શું તત્ત્વ છે. જાણવાની પર્યાય પરને જાણતા પરને જાણવાની પર્યાયમાં પેસતી નથી. આહાહા...! મુમુક્ષુ :- આ પર્યાય' શબ્દ જ અમે સાંભળ્યો નથી. ઉત્તર :- પર્યાય એટલે અવસ્થા. પરી-આય, પરી-આય. પરી ઉપસર્ગ છે. સમસ્ત પ્રકારે બદલવું, પલટવું. વસ્તુ છે તે કાયમ રહીને વર્તમાન દશામાં પલટો ખાવો એનું નામ પર્યાય કહેવામાં આવે છે. આહાહા...! સમજાણું કાંઈ? આ તો બધી ભઈ અધ્યાત્મ વાતું છે, અનંતકાળમાં એણે સાંભળી નથી. બાકી બધું આ કર્યું ને તે કર્યું. આહાહા...! સોનું છે ને સોનું? સોનાની સાંકળી, સાંકળી, ચેન કહે છે ને? આખા સોનાની સાંકળી છે એ સોનું છે. હવે એનામાં જે મકોડા છે એ મકોડાદીઠ સોનું છે, તો એ પીળો એનો ગુણ છે. સોનું કાયમ રહીને, પીળું પણ કાયમ રહીને એની અવસ્થા જે બદલાય છે, સોનામાંથી કડી થાય, કુંડળ થાય, કડી, કુંડળ, વીંટી (થાય) એ બધી એની અવસ્થાઓ કહેવાય. અવસ્થા નામ પર્યાય કહેવાય. પર્યાય નામ બદલતી દશા કહેવાય. મુમુક્ષુ :- સોની એની મરજી પ્રમાણે એમાંથી જે આકાર કરવા હોય તે કરે. ઉત્તર:- બિલકુલ જૂઠી વાત છે. આવી વાત છે. સોનીની મરજી પ્રમાણે સોનાના દાગીનો કરે. ના, બિલકુલ જૂઠી વાત છે. એ સોની પોતાની વર્તમાન અવસ્થામાં ત્યાં રહે. આત્મા આત્માની પર્યાયમાં, શરીર શરીરની અવસ્થામાં રહે. એ પરની ઘડવાની અવસ્થામાં એની પર્યાય પેસતી નથી કે તે પરને ઘડે. આહાહા.! આવી વાત. નહિતર એનું સ્વયં ભિન્ન અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એનું હોવાપણું, પદાર્થનું હોવાપણું પરથી ભિન્ન સ્વયં અસ્તિત્વ છે એ સિદ્ધ થતું નથી. પરને લઈને થાય તો પોતાનું અસ્તિત્વ ક્યાં ગયું? આહાહા..! લોજીકથી, ન્યાયથી કંઈ સમજશે કે નહિ? ઝીણી વાત છે, ભઈ! દુનિયાથી તો બીજી જાત છે. ઈ તો બધી દુનિયાની ખબર નથી? આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં કહે છે, જુઓ “સમસ્ત જ્ઞેયવસ્તુને જાણે છે. અહીંથી શરૂ કરીને એવો ભાવ કહે છે-' “ સ્વમાવતનાપુનઃ મોહિતઃ વિ વિનશ્યતે” “જીવ સમસ્ત શેયને જાણે છે એમ દેખીને જીવના શુદ્ધ સ્વરૂપથી અલિતપણું જાણી...” શું કહે છે? ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞા, ચૈતન્યબિંબ, ચૈતન્યપ્રકાશનું બિંબ છે. જેમ આ સૂર્ય પરમાણુના પ્રકાશનો બિંબ છે એમ આ ચૈતન્યપ્રકાશનું બિંબ છે. એ પરને જાણતા એને–અજ્ઞાનીને શંકા પડી જાય છે કે, પરને જાણવું થાય) ત્યાં મને અશુદ્ધતા થઈ જાય છે. પણ પરને જાણવાની પર્યાય તારામાં રહે છે, એનામાં જાતી નથી અને એ ચીજ છે એ તારી જાણવાની પર્યાયમાં આવતી નથી. જ્ઞાને અગ્નિ છે એમ જાણ્યું. જ્ઞાનની અવસ્થાએ અગ્નિ છે એમ જાણ્યું, તો અગ્નિની પર્યાયમાં જ્ઞાનપર્યાય પેઠી છે? અગ્નિની પર્યાયમાં જ્ઞાનપર્યાય પેઠે તો જ્ઞાનપર્યાય ઊની થઈ જાય અને અગ્નિની પર્યાય ઊની છે એ જ્ઞાનની પર્યાયમાં આવી ગઈ છે? જ્ઞાન આવ્યું Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કલશામૃત ભાગ-૬ છે. એ સંબંધીનું જ્ઞાન એ તો પોતાનું છે. ઝીણી વાત છે, બાપુ... આહાહા...! મુમુક્ષુ :- ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ કેવી રીતે? ઉત્તર :- કાંઈ છે નહિ ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ. ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ પોતામાં જ છે, પરની સાથે કાંઈ છે નહિ. નિમિત્ત-નિમિત્ત સંબંધ છે એટલે કાંઈ સંબંધ નથી એમ. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! તત્ત્વનો વિષય. આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપ છે. અહીં એ કહે છે કે, એ જ્ઞાનમાં પર જાણવામાં આવે માટે એ જ્ઞાનની પર્યાય ત્યાં અંદરમાં ગઈ છે? સમજાણું કાંઈ? અને પર જાણવામાં આવ્યું તેથી તે અવસ્થા અહીં જ્ઞાનમાં આવી ગઈ છે? આહાહા. ઝીણી વાતું છે, બાપુ આ તત્ત્વ છે, આ તો તત્ત્વજ્ઞાનનો વિષય છે. તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે. લોકોને મળ્યું નથી. સ્થૂળરૂપે બધું મળીને... આહાહા...! આ જડ લક્ષ્મી છે અને જ્ઞાન જાણે તે જ્ઞાનની પર્યાયમાં લક્ષ્મી આવી ગઈ છે અંદર? અને લક્ષ્મીની પર્યાયમાં આ જ્ઞાનની પર્યાય ત્યાં પેઠી છે? જ્ઞાનની પર્યાયમાં તે શેયની અવસ્થાનો અભાવ છે અને શેયની અવસ્થામાં જ્ઞાન અવસ્થાનો અભાવ છે. આરે...! સમજાણું કાંઈ? સ્વપણે છે અને પરપણે નથી. મહાસિદ્ધાંતો છે બાપા આ તો. દુનિયાથી જુદી જાત છે આખી. આહાહા.! એ અહીં કહે છે, “જીવ શુદ્ધ સ્વરૂપથી અલિતપણું જાણી ખેદખિન થતો મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વરૂપ અજ્ઞાનપણાને આધીન થઈ કેમ ખેદખિન્ન થાય છે?” અરે.! શું કરે છે તું આ? આહાહા...! ભગવાન! તારો સ્વભાવ તો જાણવું છે ને જેમ અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, મીઠાનો-લવણનો સ્વભાવ ખારો છે, ખડીનો સ્વભાવ ધોળો છે એમ તારો સ્વભાવ જાણવું છે. આહાહા.. તો એ જાણતા, પરને જાણતા તારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે એ ભ્રમ કયાંથી તને થઈ ગયો? એમ કે, આ પર આવ્યું ને જાણવામાં? પર આવ્યું ને? એમ. પર આવ્યું નથી, જાણવું તારું તારાથી થયું છે. એમાં ઓલાને અશુદ્ધતા કેમ લાગે છે કે, આ પર અહીં આવ્યું ને? અગ્નિ અહીં જણાણી માટે અગ્નિ અહીં આવી ગઈ. અગ્નિ ક્યાં (આવી છે? અગ્નિ અગ્નિમાં છે. જાણવું તારે જાણવામાં છે. આહાહા...! હેં? મુમુક્ષુ :- તાવ જણાય છે ત્યારે દુઃખ થાય છે. ઉત્તર :- તાવ જણાય છે માટે નહિ. તાવનું જાણવું કરવું એ તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, પણ એ ઠીક નથી એમ એને લાગે છે એનું એને દુઃખ છે, એ તો દ્વેષનું દુઃખ છે. તાવની દશા તો આ શરીરમાં, જડમાં થઈ, આત્મામાં થઈ છે? આત્મા ઊનો છે? આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાની અરૂપી ચીજ છે. નિરંજન નિરાકાર અરૂપી ચૈતન્ય ભગવાન છે. એમાં આ રૂપી તાવ એમાં પેસી જાય છે? તાવ. તાવના પરમાણુની પર્યાયને જ્ઞાન જાણે અને જ્ઞાન (તેને) જાણતા જ્ઞાન અશુદ્ધ થઈ ગયું એમેય નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૨ ૩૩૩ બીજી વાત, એ તાવના પરમાણુને જાણતા જ્ઞાન દુઃખને વેદે એમેય નથી. એ તો તાવની પર્યાય દેખતા એને થઈ જાય કે, મને આ ઉષ્ણ થઈ ગયું? હું ઊનો થઈ ગયો? એમ કરીને એને દુઃખ લાગે છે. આહાહા.! ઝીણી વાત, બાપુ લોજીક, ન્યાય. ન્યાયમાં નિ-ધાતુ છે. વાય છે ને? એમાં નિ ધાતુ છે. નિ એટલે? જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાન, નિ એટલે જ્ઞાનને દોરી જવું. એ રીતે વસ્તુને નક્કી કરવી–નિર્ણય (કરવો). આહાહા...! નવરાશ ક્યાં? આખો દિ સંસારની હોળી. રળવું ને ભોગ... આહાહા..! મુમુક્ષ – ખાવું જોઈએ ને? ખાવા માટે તો કરીએ છીએ. ઉત્તર :- કોણ ખાવાનું કરે છે? એ તો ખાવાની ક્રિયા જડની છે. આહાહા...! અહીં તો કહે છે, જીભને એ ચૂરમાનો લાડવો કે મોસંબી, એ પાણી જીભને અડતું નથી. જીભ પાણીને અડતી નથી. આહાહા.! બાપુ! વતનું અસ્તિત્વ પોતાથી છે પરને લઈને નહિ અને પરનું અસ્તિત્વ આનાથી નહિ, એનું અસ્તિત્વ એને લઈને છે. આહાહા..! ત્રીજી ગાથા આવે છે ને? ભાઈ! ઝીણી વાત છે, બાપુ! આ તો બધી નિર્ણય થઈ ગયેલી વસ્તુની સ્થિતિ છે, પણ અત્યારે બહુ ગડબડ થઈ ગઈ છે. સંપ્રદાયમાં ગડબડ થઈ ગઈ છે તો પછી બીજે તો ક્યાં છે? આહાહા...! હું મુમુક્ષુ - ઈ ગડબડ આપે મટાડી દીધી. ઉત્તર :- ત્રીજી ગાથા છે ને? “સમયસાર'. ત્યાં એમ કહ્યું છે, દરેક પદાર્થ પોતામાં રહેલા ગુણ અને પર્યાયરૂપી ધર્મ, ધર્મ નામ એણે ધારી રાખેલી ચીજ છે, વસ્તુએ ધારી રાખેલા ગુણ અને પર્યાય છે, એને ધર્મ કહીએ. ધર્મ એટલે આ કલ્યાણ થાય એ અત્યારે પ્રશ્ન નથી. એ ગુણ અને પર્યાયને ધારી રાખેલું જે દ્રવ્ય, તે પોતે પોતાના ધર્મને ચૂંબે છે, સ્પ છે, અડે છે પણ તે દ્રવ્ય બીજા દ્રવ્યના ધર્મને ચુંબતું નથી. આહાહા...! ગજબ વાત છે. પાણી ઊનું આમ શરીરમાં નાખે તો કહે છે કે, ઊના પાણીની પર્યાય શરીરને સ્પર્શી જ નથી, અડી જ નથી. એ.ઈ....! હૈ? મુમુક્ષુ – ચામડી દાઝી જાય. ઉત્તર :- ચામડી પોતાની પર્યાયથી (ઊની) થાય છે, પાણીથી નહિ. આ ડૉક્ટર બધા ઇંજેક્શન આપે છે, એ ઇંજેક્શન શરીરને અડતુંય નથી, એમ કહે છે અહીં તો. પણ બધા અભિમાની ડોક્ટર જાણે, આમ આપું, આમ કરે. ઇંજેક્શન આપે ત્યારે લોહી કાઢે. આ લોહી કાઢવા અમારે અહીં આવે છે ને? કે, આ ઠેકાણે રગ છે. આ ફેરે આકરું પડ્યું લાવ્યા ત્યારે. બે-ત્રણ વાર નાખ્યું તોય લોહી ન નીકળ્યું. ભાઈ, બાપુ! ઝીણી વાત બહુ ભાઈ! તત્ત્વદૃષ્ટિ એવી ઝીણી છે કે, એ ઇંજેક્શન એને અડતુંય નથી. આહાહા..! મુમુક્ષુ :- સોય તો અડી ને? ઉત્તર:- સોય અડતી નથી. સોયનું અસ્તિત્વ પોતામાં રહેલું છે અને લોહીનું અસ્તિત્વ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ લોહીને કા૨ણે પોતાથી રહેલું છે. આહાહા..! મુમુક્ષુ :તો લોહી નીકળ્યું કેમ? = ઉત્ત૨ :– અંદર છે ઇ પોતાની પર્યાયપણે એ રીતે થવાનું હતું તો નીકળ્યું છે. આહાહા..! ભારે, દુનિયાથી આકરું પડે. બધા એલ.એલ.બી. ને એમ. એ. ના પૂંછડા ભણ્યા હોય, આ ડૉક્ટરો, એમાંય હાથ ન આવે ત્યાં. રામજીભાઈ’ એલ.એલ.બી. અને એમ. એ. આ. એમાં કાં આ આવ્યું હતું તમારે ત્યાં? આહાહા..! કહે છે, આ લૂગડું નાકને અડતું નથી. કેમકે લૂગડાનું હોવાપણું એમાં રહેલું છે અને આનું હોવાપણું એમાં રહેલું છે. આના હોવાપણામાં આનું હોવાપણું અડતું નથી આહાહા..! અને આનું હોવાપણું આને અડતું નથી. આહાહા..! આ તે કંઈ... તત્ત્વની અસ્તિત્વતા, મોજૂદગી, હયાતી કઈ રીતે છે તેની આ વાત છે, પ્રભુ! આહાહા..! અરે..! દુનિયાથી જુદી જાત છે, દુનિયાની ખબર નથી? આ તો સર્વજ્ઞ પરમેશ્વર આત્માનો સ્વભાવ જ શ’ છે, શ’ કહો, શાયક કહો, સર્વશ કહો એ એનું સ્વરૂપ જ ત્રિકાળ છે. એના અંતરના અવલંબે પર્યાયમાં–અવસ્થામાં સર્વજ્ઞપણું આવે છે. જે અંદરમાં હતું એ બહાર આવે છે. એ પણ એક વ્યવહાર છે, પણ એ પર્યાય અંદરમાં હતી તે આવે છે, શક્તિ હતી એમાંથી પ્રગટ થાય છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરેલી છે તો એને ઘૂંટતા એ ચોસઠ પહોરી જે ભરેલી છે એ બહાર આવે છે. આ લીંડીપીપર ઘસે છે ને? એ ચોસઠ એટલે રૂપિયો. રૂપિયે રૂપિયો, સોળ આના. એ પી૫૨માં સોળ આના, રૂપિયે રૂપિયો તીખાશ, ચરપાઈ ભરી છે. એ ચ૨૫૨ાઈ ઘૂંટવાનું નિમિત્ત અને ચ૨૫૨ાઈ બહાર આવે છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, એ છે એમાંથી આવે છે. કૂવામાંથી અવેડામાં આવે છે. એમ અંદરમાં છે તે બહાર આવે છે. આહાહા..! મુમુક્ષુ :- તો પછી આપે વ્યવહા૨ કેમ કહ્યો? ઉત્તર ઃ- એ વ્યવહાર છે. એમ કેમ કહ્યું? કે, દ્રવ્યથી પર્યાય થઈ ઈ વ્યવહા૨ છે, એમ કહેવું છે. ઝીણી વાત છે, બાપુ! બધી ખબર છે. એ દ્રવ્યમાંથી પર્યાય આવી, શક્તિમાંથી આવી એમ કહ્યું ને? એ વ્યવહાર છે. એ પર્યાયની સ્વતઃ તાકાતથી પોતે પર્યાય થઈ છે. શક્તિ તો એકસરખી છે, છતાં પર્યાય ભિન્ન ભિન્ન જાતની થાય છે એનું કારણ શું? જો દ્રવ્ય અને ગુણ છે એ તો અંદર એકરૂપ ત્રિકાળ છે, હવે તેમાંથી તેને લઈને આવે તેમ જો કહો તો બધાની પર્યાય સરખી આવવી જોઈએ. ન્યાય સમજાય છે કાંઈ? વસ્તુ છે એ તો શક્તિ અનંત ગુણથી ભરેલું તત્ત્વ છે. એ શક્તિવાળું તત્ત્વ છે એમાંથી પર્યાય આવે તો શક્તિવાળું તત્ત્વ તો એકરૂપ પૂર્ણ છે અને પૂર્ણમાંથી પર્યાય આવે તો એના જેવી સરખી પૂરી આવવી જોઈએ અને ઓછીવત્તી આવે છે એનું કારણ શું? એ શું કીધું તમે? એમ કે જે બીજા ચા૨ ધર્માસ્તિ, અધર્માસ્તિ આદિ (દ્રવ્ય) છે કે ૫૨માણુ છે એની પર્યાય કલામૃત ભાગ-૬ Page #349 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૨ ૩૩૫ થાય છે તો એ પર્યાય તો એમાં સરખી થાય છે માટે એ તો દ્રવ્યમાંથી સરખી આવે છે. એમ કહેવું એ પણ વ્યવહાર છે. મુમુક્ષુ - દ્રવ્યમાંથી આવે તો ત્યાં શુદ્ધ આવે અને અહીં અશુદ્ધ આવે એનું શું કારણ? ઉત્તર :- એ બધું સ્વતંત્ર છે. અહીં પર્યાય આવે એ સ્વતંત્ર, ત્યાં આવે એ સ્વતંત્ર. અહીં તો એમ કે, ભિન્ન ભિન્ન આવે છે માટે દ્રવ્ય-ગુણમાંથી નહિ, તો ત્યાં તો સરખી આવે છે, એમ કહે છે એ. છે ને, એ તો ખ્યાલ છે ને, તમારા પ્રશ્ન મને ખબર નથી? સમજાણું કાંઈ? તે દિ દલીલ આપી હતી. અહીં બધા પંડિતો ભેગા થયા હતા ને? (સંવત) ૨૦૦૩ની સાલમાં ૩૩ મોટા પંડિતો બહારથી આવ્યા હતા. બનારસના ભણેલા ને બધા (આવેલા). વિદ્વત પરિષદ ભેગી કરી હતી. તે એક “મહેન્દ્ર છે એ નહોતો માનતો, સર્વજ્ઞને ન માને તો એને કહ્યું હતું કે, જુઓ! ભઈ! એક પરમાણુમાં આ જે ભિન્ન ભિન્ન જાત આવે છે એ પોતાથી પર્યાય આવે છે, પરથી નહિ. જો પરથી હોય, દ્રવ્યથી હોય તોપણ નહિ. કેમકે દ્રવ્ય છે એ વસ્તુ સામાન્યરૂપ એક સ્થિતિ છે અને એક સ્થિતિમાંથી પર્યાય તો એકસરખી આવવી જોઈએ. એકસરખી સ્થિતિ નથી એટલા સિદ્ધાંતથી સમજો કે એ પર્યાય પર્યાયથી થાય છે. તે દિ ચર્ચા ચાલી હતી. ૨૦૦૩ની સાલ. ૩૧ વર્ષ થયા. ઘણા પંડિતો અહીં ભેગા થયા હતા ને? બોલાવ્યા હતા. વિદ્વત પરિષદ બોલાવી હતી. અમે ક્યાં બધે બહાર ફરવા જઈએ, બધાને અહીં બોલાવ્યા હતા. આહાહા.! ઈ એક સર્વજ્ઞને નહોતા માનતા. એ તો વર્તમાનમાં જે કંઈ હોય એની વિશેષતા જેને વિશેષ હોય તે સર્વજ્ઞ. એમ નથી. ભગવાન આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે. જેમ પીપરમાં ચોસઠ પહોરી તીખાશ ભરેલી છે. ચોસઠ પહોરી એટલે રૂપિયો સોળ આના પૂરી. પ્રગટ થતાં પણ પૂરી ચોસઠ પહોરી તીખાશ પ્રગટ થાય. એમ ભગવાન આત્મામાં જ્ઞાનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ પૂરો ભર્યો છે. એને જ્ઞાયકભાવ કહો, જ્ઞ-સ્વભાવી કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો એ એક જ વસ્તુ છે. એવા સર્વજ્ઞ સ્વભાવમાં અંતર એકાગ્ર થતાં, જેમ ઓલી ચોસઠ પહોરી શક્તિ લીંડીપીપરમાં છે, એને ઘૂંટવાના નિમિત્તથી બહાર આવે છે. એમ અહીંયાં અંતરમાં શક્તિ છે તેમાં અંતર એકાગ્રતા થવાથી બહાર આવે છે. આહાહા...! આવી વાત. વાતે વાતે ફેર બધો દુનિયાથી. સમજાણું કાંઈ? આખી દુનિયાની ખબર નથી? ભગવાન તો આમ કહે છે, સર્વજ્ઞ પરમાત્મા એમ કહે છે. આહાહા. પર્યાય દ્રવ્યમાંથી આવે છે. દ્રવ્યમ્ ગચ્છતિ, ન આવ્યું? “સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર માં આવે છે ને? ક્રમબદ્ધમાં. દ્રવ્ય છે તે દ્રવે છે, તે પર્યાય તે તે તત્ત્વની છે એમ કરીને ક્રમબદ્ધ સિદ્ધ કર્યું છે. પણ એ તો એની પર્યાયને સિદ્ધ કરતાં એની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. જીવની પર્યાય જીવની છે, અજીવની પર્યાય અજીવની છે. દ્રવે છે, દ્રવ્ય દ્રવે છે એ એની પર્યાય છે એમ કીધું છે, પણ દ્રવે છે એ પર્યાય પણ સ્વતંત્ર છે. દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ પણ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ભેદથી વાત છે. આહાહા..! ઝીણું બહુ આમાં. સ્વતંત્ર દ્રવ્યની પર્યાય અને ગુણ-દ્રવ્યને જ્યાં સુધી જાણે નહિ ત્યાં સુધી એની પરાધીનતા મટે નહિ અને સ્વતંત્ર પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તો તેના દ્રવ્ય ઉપર લક્ષ જાય તે પણ પર્યાયના જોરે લક્ષ જાય, એ પર્યાયના જોરથી જાય એ પર્યાય નિર્મળ થાય, પોતાને કારણે. આહાહા..! પ્રવચનસાર’ ૧૦૧ ગાથાનું કહ્યું નહિ? ચૈતન્યવસ્તુ ભગવાન પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ. આ તો ઘણા વર્ષથી ચાલે છે. ૪૩ વર્ષ તો અહીં થયા. ચાલીસ અને ત્રણ. પીસ્તાળીશ વર્ષે અહીં આવ્યા હતા, ૮૮ થયા. આહાહા...! મુમુક્ષુ :– ગુરુદેવ! વાત અટપટી લાગે છે કે, અંદ૨માંથી બહાર આવે અને પાછો કહો કે વ્યવહાર, તો પછી નિર્ણય શું કરવો? ઉત્તર ઃ- એ બહાર આવવાનો અર્થ શું? કે, અંદર શક્તિ હતી તે આવી છે, એમ એટલું બતાવવા. પણ આવી છે પોતાને કારણે. આહા..! ભાષા તો એમ જ આવે ને? કે, પર્યાય નહોતી ને થઈ ચાંથી? એમ. કે, દ્રવ્યમાં શક્તિરૂપે હતી. ઝીણી વાત છે. ચાંનું ક્યાં ચાલ્યું જાય છે! એ આત્મા વસ્તુ છે એમાં આ જ્ઞાનગુણ સ્વભાવ છે એમાં આ પર્યાય આવવાની છે એવી યોગ્યતા અંદર પડી જ છે. ભગવાન તો જાણે છે કે આ પર્યાય બહાર આવશે. ત્યાં તો ગુણરૂપ છે પણ એનો એક અંશ છે એ આ બહાર આવશે, એવું ભગવાનના જ્ઞાનમાં જણાય છે. અરેરે..! આવો ધર્મ મોંઘો. ઓલું દયા પાળવી ને વ્રત કરવા સહેલુંસટ હતું. મરી જઈશ, રખડશે. તત્ત્વની વસ્તુ જેવી છે તેનું હજી જ્ઞાન અને યથાર્થ પ્રતીતિ નહિ કરે ત્યાં ધર્મ ક્યાં હતો? ધૂળમાં. ભક્તિ કરે ને મંદિરો બનાવે, કરોડો રૂપિયા ખર્ચે એમાં ધર્મ ક્યાં હતો ત્યાં? આહાહા..! કલશામૃત ભાગ-૬ ધર્મ એટલે આત્માનો સ્વભાવ ભગવાન શાન, આનંદ એ સ્વભાવ પર્યાયમાં આવે છે એમ કહેવું એક અપેક્ષિત વાત છે. કેમકે એ જાતની (પર્યાય) આવી એટલે એમાંથી આવી એમ કહેવામાં આવ્યું, બાકી પર્યાય સ્વતંત્ર છે, ધ્રુવની પણ અપેક્ષા નથી. ઓહોહો..! મુમુક્ષુ :- દ્રવ્ય-ગુણમાંથી નથી આવતી, પર્યાયશક્તિમાંથી પર્યાય આવે છે. ઉત્તર ઃ- પર્યાયશક્તિ ક્યાં લીધી છે? એ જ પર્યાયમાંથી પર્યાય, એ જ પર્યાયમાંથી પર્યાય (થાય). આહાહા..! બહુ લાંબુ કરવા જઈએ તો.. દુનિયાવાળાને પાગલ જેવું લાગે. બધી ખબર છે. આહાહા..! અમારી દુકાન ત્યાં હતી. સત્તર વર્ષની ઉંમરથી બાવીસ વર્ષ, પાંચ વર્ષ ધંધો કર્યો હતો. ઉઘરાણી માટે જાતા તો અમને તો એ વખતે નાની ઉંમર પણ દુકાન અમારી એટલે શેઠ.. શેઠ કહે, અમને બધાને નાની સત્તર વર્ષની ઉંમરથી શેઠ કહેતા. દુકાનનો ધંધો હતો, પિતાજીની દુકાન હતી. માલ લેવા જઈએ તો (એમ કહે), આવો શેઠ, આવો શેઠ, આવો Page #351 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૨ ૩૩૭ શેઠ. હવે શેઠનું શું હતું? આહાહા. એ બધા ધંધા-બંધા પાપના ભાવ હતા. સમજાણું કાંઈ? આહાહા.. તે દિ પછી પૈસા આવતા ને? તો એ વખતે કોઈ વખતે એકલા જ ગયા હોઈએ અને રસ્તામાં કોઈ ચોર મળે તો? પછી ઓલી છત્રી હોય ને? છત્રી. રૂપિયા હોય એને સળિયામાં ઉપર નાખીએ. શું કીધું? આ છત્રીના સળીયા હોય ને? આમ સાધારણ તડકો હોય તો ઉઘાડી રાખીએ પણ ઓલા સળિયા હોય ને? એમાં રાખીએ એટલે કોઈ ચોર આવી જાય તો ખબર ન પડે). ગુંજા-બુંજા તપાસે તો એમાં હોય નહિ હોય ત્યાં ઉપર સળિયામાં). પણ કોઈ દિ એવું કોઈ મળ્યું નથી. અમારી છાપ બધી એવી જ હતી ને! તે દિ રૂપિયા જ હતા ને, તે દિ ક્યાં નોટું-બોટું હતી? રોકડા હતા. માથે નાખી દઈએ, સળિયામાં ઉપર નાખી દઈએ. એટલે છત્રી રાખીએ આમ ને આમ કહે છે, એ બધી ખોટી વાત છે. છત્રી ઉપર રહ્યું છે એ રૂપિયો ખોટો. રૂપિયાની પર્યાય છત્રીને આધારે રહી છે એ ખોટું. આહાહા...! “નિયમથી પોતાના સ્વરૂપે (દરેક ચીજ છે....” આમ લેવું. જોયું? પરમાણુ કે આત્માઓ દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી છે. પરસ્વરૂપથી નથી અને પરસ્વરૂપપણે થતી નથી. આહાહા.! આ સિદ્ધાંત આખો મોટો. “સ્વમાનિયાં' છે ને? “નિયમથી પોતાના સ્વરૂપે છે એવું અનુભવગોચર થાય છે.” જુઓ! જ્ઞાનમાં તો એમ પ્રત્યક્ષ જણાય છે કે, દરેક વસ્તુ પોતાને લઈને છે. આહાહા...! આ પુસ્તક છે એ આને આધારે છે એમ અમને દેખાતું નથી, એમ કહે છે. એનો પોતાનો જ આધારનો સ્વભાવ છે માટે પોતાને આધારે ત્યાં રહ્યું છે. પાગલ કહે કે નહિ? દુનિયા પાગલ છે, દુનિયાને તત્ત્વની ખબર નથી. સમજાણું કાંઈ? શું કહ્યું આ? જે કોઈ જીવદ્રવ્ય..” અને પુદ્ગલ વસ્તુ ઈત્યાદિ છે તે બધું... “સ્વમાનિયત આહાહા નિયમથી પોતાના સ્વરૂપે છે એવું.” જ્ઞાનમાં જણાય છે. અનુભવગોચર એટલે ઈ. આહાહા.! કુંભાર ઘડાને અડતો નથી અને ઘડો થાય છે એ માટીથી થાય છે. કુંભારનો હાથ માટીને અડ્યોય નથી. આહાહા.! આ તે કંઈ વાત! એકના અસ્તિત્વમાં બીજાનું અસ્તિત્વ ત્યાં આવતું નથી. આવ્યા વિના અડે છે એ ક્યાંથી થયું? આહાહા! દરેક દ્રવ્યનો સ્વભાવ નિયમ છે કે પોતાના દ્રવ્યરૂપે છે, શક્તિરૂપે છે). શક્તિરૂપે–ગુણરૂપે છે અને એની વર્તમાન પર્યાયરૂપે છે, બસ. આ સ્વભાવનિયમ છે. સ્વભાવની નિશ્ચય સ્થિતિ જ આ છે. આહાહા.! કહો! આ કપડુ છે, જુઓ! આમ થાય છે. કહે છે, એને આંગળીએ કર્યું નથી. આંગળી એને અડી જ નથી. કેમકે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે છે તો એના સ્વરૂપે એ છે, આના સ્વરૂપે આ છે. આને લઈને આમ થયું છે એમ વાત છે નહિ. “ઝાંઝરીજી આવી વાતું છે. આ તો પદાર્થવિજ્ઞાનનું વિજ્ઞાન છે, બાપા આહાહા.! અને એ સ્થિતિ એવી રીતે સ્વતંત્ર છે એમ જ્યાં સુધી ન માને ત્યાં સુધી ભ્રમણા છે. આહાહા...! Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કિલશામૃત ભાગ-૬ આ શબ્દમાં બધું આવી જાય છે-“સ્વમાનિયત ફ9તે અહીંથી લેવું. જગતના બધા પદાર્થોમાં જે તેનો-ગુણ-પર્યાયનો સ્વભાવ છે તે પ્રમાણે “પુષ્યતે' નામ જાણવું જોઈએ. અનુભવગોચર થાય છે એમ જ છે. આહાહા...! આ તો ખડીની ગાથા પછીનો શ્લોક છે. ખડી ભીંતને ધોળી કરતી નથી. એ તો પોતે ધોળી થઈ છે આમ. ભીંત તો ભીંતરૂપે રહી છે. ભીંતના અસ્તિત્વમાં ધોળાપણાનું અસ્તિત્વ-હયાતી અંદર પેઠી નથી. લોજીકથી. ન્યાયથી તો પકડાય એવું છે. આહાહા..! આ તો જુદી જાતની નિશાળ છે. એમ.એ.ના ને મેટ્રીકના ભાષણ કરવા આવે તો એક કલાક ચાલ્યો જાય. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલું, અનુભવથી સિદ્ધ થયેલું, લોજીકથી સિદ્ધ થઈ શકે એવું (તત્ત્વ છે). આહાહા...! મુમુક્ષુ :- ખડી તો ખડીમાં રહી પણ ભીંત ન હોય તો ફેલાય કેવી રીતે? ઉત્તર :- કોણ ફેલાયું છે? ફેલાઈ છે, પોતાથી ફેલાણી છે. એ રીતે ફેલાણી છે પોતાને કારણે. ધોળાપણું રહ્યું છે એ પોતાને કારણે ત્યાં રહ્યું છે. ભીંતને લઈને ત્યાં ધોળાપણું રહ્યું છે એમ નથી. કહો! મુમુક્ષુ - થાંભલાને અડીને રહ્યું છે ને? ઉત્તર – બિલકુલ નહિ. આ થાંભલાને અડીને ઉપરનું રહ્યું છે, બિલકુલ જૂઠું. તે તે પરમાણુ પોતામાં અધિકરણ નામનો ગુણ છે, આધાર નામનો ગુણ છે) એ આધાર ગુણને કારણે પોતે પોતાથી ત્યાં રહ્યું છે. બાપુ જુદી જાત છે. અનંત તત્ત્વો ક્યારે કહેવાય? કે, અનંત તત્ત્વ પોતાના સ્વભાવ ને ગુણ-પર્યાયમાં હોય, પરના આધારે નહિ ત્યારે તો એનું પોતાનું સ્વરૂપ પોતાથી સિદ્ધ થાય. આહાહા.! કહો, ‘ચીમનભાઈ! સ્ટીલ-ફીલને અડતા નથી. વાં સ્ટીલ થાય છે બધું. કળશા થાય ને ઢીકણા થાય ને ફીકણા થાય. એક ફેરી ન્યાં એના ઓલા કારખાને ગયા હતા. મોટું સ્ટીલનું કારખાનું છે, “કાંપમાં. સ્ટીલનો લોટો લઈ જાઓ. અમારે શું કરવો છે? મુમુક્ષુ :- આપનો હાથ અડે તો અમારો માલ ઝટ વેંચાઈ જાય, કમાણી ઘણી થાય એટલા માટે, આપ લઈ જાવ માટે નહિ. ઉત્તર :- લોકોને એવું છે કે મહારાજના પગલા થાય પછી પૈસાવાળા થઈ જાય. ધૂળેય નથી. આહાહા.! કોની પર્યાય કયાં આવવી જવી એ તો પોતાના સ્વતંત્ર તેના સ્વભાવના નિયમ અનુસાર થાય છે. આહાહા...! મુમુક્ષુ - નજરે દેખાય છે ને ખોટું માને? ઉત્તર :- ઈ નજરે આ દેખાય છે, એમ કહે છે અહીં તો. ઘડો કુંભારથી થતો નથી એમ અમને નજરે તો એમ દેખાય છે, એમ આચાર્ય તો કહે છે. આવે છે? ૩૭૨ ગાથા. ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટી છે એ બદલીને પોતાના અસ્તિત્વમાં પર્યાયમાં ઘટરૂપે થઈ છે, એ કુંભારના અસ્તિત્વથી ત્યાં એ ઘટરૂપે થઈ છે એમ અમે તો જોતા નથી. આહાહા...! Page #353 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૨ ૩૩૯ સાધારણ માણસને તો એવું લાગે, બિચારાએ કોઈ દિ' સાંભળ્યું હોય નહિ. શું કહે છે આ? આ કઈ જાતની વાત? મૂળ અત્યારે સત્ય પદાર્થનું વસ્તુસ્વરૂપ બધું ગોટે ચડી ગયું છે. ધર્મને નામે જ ગોટે ચડી ગયું. પરની દયા પાળી શકું, પરને મારી શકું એ બિલકુલ જૂઠી વાત છે. સમજાણું કાંઈ? ૫૨ને મારવાની પર્યાય થઈ છે તેને આ પર્યાયે ત્યાં કરી છે? પર્યાય તો ત્યાં અડતી નથી. આહાહા..! દયાનો ભાવ, રાગ આવ્યો તેથી ત્યાં જીવની દયા પળાય જાય? એની પર્યાય તો ત્યાં છે. એની અવસ્થા એને કારણે ત્યાં થઈ છે. દયાનો ભાવ, રાગ અહીં થયો છે ઇ એને લઈને થયો નથી, તેમ આને લઈને ત્યાં જીવ બચ્યો નથી. ઇ તો એનું આયુષ્ય હતું તે પ્રમાણે ત્યાં બચે છે. આહાહા..! ભારે, વાતે વાતે ફેર ભઈ આ તો. આ શબ્દ છે (એમાં) આખા શ્લોકનો સાર છે. તે બધું...’ ‘સ્વમાવનિયતં યતે”. દરેક પરમાણુ અને દરેક આત્મામાં, રજકણ કે આત્મામાં, દરેક સ્વમાનિયતં’ પોતાના સ્વભાવમાં રહેલ છે એમ અનુભવગમ્ય થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! અમે દુકાન ચલાવી શકીએ ને દુકાન બરાબર ચલાવીએ, બિલકુલ જૂઠ વાત છે, એમ અહીં તો કહે છે. કહો, ચીમનભાઈ’! આહાહા..! દરેક ક્ષણની અવસ્થા એટલે હાલત, જડ કે ચૈતન્યની, સ્વતંત્ર સ્વયંસિદ્ધ પોતાથી થાય છે. તે પર્યાયને અવસ્થાને બીજી અવસ્થા અડતી નથી. આ અવસ્થા એને અડતી નથી. આહાહા..! નહિતર તો પોતાનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ તે થયેલું રહી શકે જ નહિ. આહાહા..! આવું પદાર્થનું જ્ઞાન છે. છે? એવું અનુભવગમ્ય થાય છે, એમ ભાષા છે. અમે તો આમ જાણીએ છીએ એમ આચાર્ય કહે છે. ખડી ધોળી થઈને રહી છે એ પોતામાં રહી છે, ભીંતને અડી નથી. આહાહા..! શાકનું-મરચાનું તીખાપણું એ જીભને અડતું નથી અને તીખાશ દેખાય છે. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે આ શું ચીજ છે એમ જાણે છે, બસ. એ તીખાશને જ્ઞાન અડતું નથી. જ્ઞાન પોતામાં રહીને આ તીખાશ છે તેમ જાણે છે. જાણે છે માટે જ્ઞાન મલિન થઈ ગયું એમ નથી. તેમ એ તીખાશ છે માટે તીખાશનું અહીં જ્ઞાન થયું એમ નથી. અહીં જ્ઞાન થયું છે એ પોતાથી થયું છે, તેની તીખાશ છે એ એનાથી ત્યાં રહી છે. આહાહા..! આકરું કામ બહુ, બાપુ! તત્ત્વની દૃષ્ટિમાં આવવું.. આહાહા..! સત્ય છે એને સત્યરૂપે જાણવું, અસત્યપણે માન્યું છે એને છોડી દેવું.. આહા..! ત્યારે તો એ તત્ત્વના, સત્ત્વના સત્યને યથાર્થ માન્યું કહેવાય. આહાહા..! સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો આત્મામાં જે કંઈ રાગ-દ્વેષ થાય છે એ કર્મને અડતા નથી અને કર્મ છે તે રાગ-દ્વેષને અડતા નથી. એવો વસ્તુનો નિયમ છે એમ અમે જાણીએ છીએ એમ અહીં તો કહે છે. સમજાણું કાંઈ? બે આવ્યું ને? બે આવ્યું કે નહિ? ‘કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય...' ૫૨માણુ. પોતાના પર્યાય ને દ્રવ્ય-ગુણમાં રહેલું અસ્તિત્વ છે એમ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ કલશામૃત ભાગ-૬ અમને જણાય છે, એનું અસ્તિત્વ ક્યાંય બહારમાં બીજામાં પેઠું છે એમ અમે તો જોતા નથી. એ ખડી ભીંતને ધોળી કરે એમ અમે તો જોતા નથી. મુમુક્ષુ – એક પરમાણુ બીજા પરમાણુને મળે તો પુદ્ગલાસ્તિકાય કહેવાય ને ઉત્તર :- બિલકુલ નહિ. મુમુક્ષુ :- પુગલાસ્તિકાય કેમ કહ્યું? ઉત્તર :- અસ્તિત્વ છે એના ઘણા પણ વ્યવહાર અસ્તિકાય કીધા છે. નિશ્ચયથી તો એક પરમાણુ તે દ્રવ્ય છે. એક પરમાણુ તે નિશ્ચય પુદ્ગલ છે. ઝાઝા પરમાણુનો પિંડ તે વ્યવહાર પુદ્ગલ છે. આવે છે? નિયમસારમાં આવે છે. નિયમસારમાં આવે છે. આ પ્રમાણે આવે છે, બધી ખબર છે ને એક એક પરમાણુ તેને નિશ્ચયથી પુદ્ગલ કહીએ. પુરાય, ગળાય અવસ્થા માટે. ઝાઝા પરમાણુના પિંડને વ્યવહાર પુગલ કહીએ. આહાહા...! મુમુક્ષુ - જ્ઞાની કહે છે, અમને કોઈ સ્કંધ દેખાતો જ નથી. એક એક પરમાણુ દેખાય છે. ઉત્તર :- એક એક પરમાણુ અને એની પર્યાય પોતાથી ભિન્ન જણાય છે, એમ કહે છે. આહાહા...! ઘણો વખત જોઈએ, થોડો અભ્યાસ જોઈએ ભાઈ આ તો. આ તો અનંતકાળમાં કર્યું નથી એવી ચીજ છે. આહાહા.... બાકી અભિમાન કરી કરીને મરી ગયો. આનું કર્યું ને મેં આનું કર્યું, આનું કર્યું. આહાહા. સ્ત્રીના શરીરને ઇન્દ્રિય અડતી નથી, એમ કહે છે. આહાહા...! પ્રભુ! શું કહે છે આ? આહા! આ શરીરની ઇન્દ્રિયો એના અસ્તિત્વમાં રહેલા અવસ્થા, દ્રવ્ય-ગુણ, એની અવસ્થા શરીરની અવસ્થામાં જતી નથી કે શરીરને અડે. આહાહા...! મુમુક્ષુ :- સ્પર્શ ઇન્દ્રિયનું જ્ઞાન કોઈને અડે તો થાય છે? ઉત્તર :- બિલકુલ ખોટી વાત છે. કીધું ને, સ્વભાવનિયમં. એ જ્ઞાન જ્ઞાનથી થયું છે એવો સ્વભાવનિયમ જડ અને પુદ્ગલનો છે. આહાહા.. થોડું ઝીણું છે, બાપુ શું થાય? તત્ત્વદૃષ્ટિ વાસ્તવિક પદાર્થનું જ્ઞાન બહુ અલૌકિક છે. અત્યારે તો બધી ગડબડ ચાલી છે. આહાહા.! વિજ્ઞાનવાળાએ ગડબડ કરી દીધી. અહીંથી આમ લઈ ગયા ને સૂર્યમાં લઈ ગયા ને ચંદ્રમાં લઈ ગયા ને ત્યાંથી માટી લાવ્યા ને ઢીંકણું લાવ્યું ને. કહે છે ને ત્યાંથી માટી લઈ આવ્યા. જ્યાં ભાન છે એને કંઈ? શું છે એની ખબરું ન મળે. આહાહા....! અહીં કહે છે, “આ જ અર્થ પ્રગટ કરીને કહે છે – શું કહે છે? યદ્યપિ ઊદનન્તવિક્તઃ સ્વયં વરિર્નતિ જોકે પ્રત્યક્ષપણે એવું છે કે સદાકાળ પ્રગટ છે અવિનશ્વર ચેતનાશક્તિ...' અહીં હવે જીવ લીધો છે ને? પરને જાણવા ટાણે ચૈતન્યશક્તિ પોતામાં રહીને પરને જાણે છે એ કંઈ મેલપ નથી. એ તો પરને અને પોતાના જાણવાના સ્વભાવથી પોતે પરને જાણે છે એમ કહેવામાં આવે છે. બાકી ખરેખર તો એ પોતાની જાણવાની પર્યાયને જાણે છે. આહાહા...! અરે.વાતે વાતે ફેર, બાપા! Page #355 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૨ ૩૪૧ મુમુક્ષુ :– ખરાબ સમાચાર સાંભળતા જ જ્ઞાન બગડી જાય છે. ઉત્તર :- વસ્તુ એવી છે, બાપુ! જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા એ પ૨ને જાણે છે માટે ૫૨માં પ્રવેશ કર્યો માટે જાણે છે એમ નથી. એ પ્રશ્ન (સંવત) ૧૯૮૪માં થયેલો. ૧૯૮૪ની સાલ ‘રાણપુર’ ચોમાસુ હતુ. એક છે, ભાવસાર હતો? ખત્રી.. ખત્રી. ‘નારણભાઈ’ના ઘરની આ બાજુ. હેં? ‘રૂગનાથ ખત્રી’. એ વ્યાખ્યાનમાં આવે. ૧૯૮૪ની વાત છે. કેટલા વર્ષ થયા? હૈં? પચાસ થયા. વ્યાખ્યાનમાં અમારી તો પહેલેથી પ્રસિદ્ધિ છે ને! એણે પ્રશ્ન મૂક્યો હતો કે, મહારાજ! તમે કહો છો કે ૫૨ને જાણે. તો પ૨માં પ્રવેશ કર્યા વિના કેવી રીતે જાણે? આ પ્રશ્ન કર્યો હતો. એને તો વેદાંત સિદ્ધ કરવું હતું ને? વેદાંત. એક જ વસ્તુ છે એમ એને સિદ્ધ કરવું હતું. વેદાંત એક જ આત્મા વ્યાપક કહે છે ને? બિલકુલ જૂઠ છે. એટલે એમ કે આ આત્મા પરને જાણે તો ૫૨માં પ્રવેશ કર્યા વિના કેમ જાણે? એમ પ્રશ્ન હતો. કીધું, પ્રવેશ કર્યા વિના જાણે. અગ્નિને આત્મા જાણે તો શાને અગ્નિમાં પ્રવેશ કર્યો છે? આ અગ્નિ છે એને જ્ઞાન જાણે તો શાને અગ્નિમાં પ્રવેશ કર્યો છે? છતાં અગ્નિનું જ્ઞાન પોતાથી પોતે જાણે છે. એમાં પ્રવેશ કરે તો જ એને જાણે, એવું કાંઈ છે નહિ. આહાહા..! આ તો ઘણા પ્રશ્નો ઉઠેલા ને ઘણા માણસો (આવે). સંપ્રદાયમાં તો આ સત્ય ચીજ છે નહિ. વાડા બાંધીને બેઠા. ઓલો કહે દયા પાળો, ઓલો કહે વ્રત કરો, ઓલો કહે ભગવાનની ભક્તિ કરો. જાઓ, મરીને સ્વતત્ત્વની શી સ્થિતિ છે? પરની સ્થિતિ શું છે એને વાસ્તવિક જાણ્યા વિના સમ્યજ્ઞાન થાય જ નહિ અને સમ્યજ્ઞાન વિના સ્વરૂપની રમણતા–ચારિત્ર હોય નહિ. આહાહા..! છે? એક બીજી વાત છે કે, એનામાં અનંત શક્તિ છે. સમજાય છે? આત્મામાં અનંત શક્તિ છે પણ એવી કોઈ શક્તિ નથી કે પરને સ્પર્શે, એમ કહેવું છે. આત્મામાં અનંત શક્તિ છે પણ કોઈ એવી શક્તિ નથી કે પરને કરે. સમજાણું કાંઈ? આહાહા..! અનંત શક્તિ છે. અવિનશ્વર ચેતનાશક્તિ જેની એવું જીવદ્રવ્ય...' જ્ઞાન ભગવાન જ્ઞાનસ્વરૂપ ૫૨માં પ્રવેશ કર્યાં વિના સ્વયં તે શેયનું સ્વરૂપ જેવું છે તેના સ્વરૂપે પોતે શાન પોતાથી પરિણમે અને જાણે છે. આહાહા..! આમાં તો તમારા ત્યાં લોઢામાં હાથ આવે એવું નથી. લાદીમાં છે ક્યાંય? આખો દિ'... લાદીમાં લાદી છે, પથરા. આહાહા..! ત્રણલોકનો નાથ ચૈતન્યપ્રભુ અંદર, કહે છે કે, ૫૨ને જાણતા તેની પર્યાય જાણવાની પર્યાય પરમાં પેઠી છે? અને જે જણાય છે તે જ્ઞેય અહીં જ્ઞાનમાં પેઠુ છે? આહાહા..! ૫૨માં પેસે અને જાણે તો તો અનંત છે તે અનંતપણે રહે જ નહિ. આહાહા..! પોતે પોતામાં રહી અને ૫૨ને અડ્યા વિના પરનું જ્ઞાન કરે એ પરનું જ્ઞાન નથી, ખરેખર તો સ્વનું જ્ઞાન છે. આહાહા..! છે? સ્વયં સમસ્ત જ્ઞેયને જાણીને શેયાકારરૂપે પરિણમે છે.’ જેવું તે શેય છે તેના સ્વભાવરૂપે Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કલશામૃત ભાગ-૬ પોતે પોતાપણે પરિણમે છે. જેમ અગ્નિ હોય તો અહીં જ્ઞાન અગ્નિને જાણવાપણે પરિણમે. અગ્નિને જાણવાપણે એટલે અગ્નિ જે શેય સ્વરૂપ છે તેનું અહીં જ્ઞાન પોતાથી પોતારૂપે પરિણમે. એ અગ્નિને કા૨ણે અહીં જ્ઞાનનું જાણવું થાય એમ બનતું નથી. આહાહા..! ભારે આકરું કામ. ‘વાડા બાંધીને બેઠા રે, પોતાનો પંથ કરવાને સહુ,' પણ તત્ત્વ શું છે એની મર્યાદા ન જાણે ત્યાં સુધી એને ધર્મ ન થાય. આહાહા..! છે? ‘તથાપિ અન્યવક્ત્વન્તરમ્’ ‘તોપણ એક કોઈ જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય...’ ‘અપરવસ્તુન: ન વિશતિ” કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી;..' જોયું? આહાહા..! એક ૫૨માણુ બીજા પરમાણુમાં પ્રવેશ કરતો નથી ત્યારે પોતાનું અસ્તિત્વ ભિન્ન રાખે છે. એમ આત્માનું જ્ઞાન પરમાં પ્રવેશ કરતું નથી અને એ જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશ કરતું નથી ત્યારે જ્ઞાન અને શેયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આહાહા..! છેલ્લું કહેશે. જુઓ! કોઈ અન્ય દ્રવ્યમાં પ્રવેશ કરતું નથી; વસ્તુસ્વભાવ એવો છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સમસ્ત શેયવસ્તુને જાણે છે...’ જોયું? બધાને જાણે, હોં! ત્રણકાળ, ત્રણલોકને. એવો તો સ્વભાવ છે, પરંતુ જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી....' આ સરવાળો આવ્યો. જાણનાર શેયને જાણે છતાં જ્ઞાન શેયરૂપે થતું નથી અને જ્ઞેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી...' છે? શેય દ્રવ્યરૂપ પરિણમતું નથી. આહાહા..! શેય પણ જ્ઞાનદ્રવ્યરૂપ પરિણમતું નથી...' આહાહા..! વીંછીને જાણતા વીંછી છે એ કાંઈ આ જ્ઞાનરૂપે થતો નથી, જ્ઞાનમાં પેસતો નથી અને છતાં વીંછીનું જ્ઞાન પોતાને એને અડ્યા વિના જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન જ્ઞેયમાં જતું નથી અને જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. આહાહા..! હવે એક કલાકમાં આવા બધા સિદ્ધાંતો (આવે). એવી વસ્તુની મર્યાદા છે.’ લ્યો! આ રીતે વસ્તુનો નિયમ અને મર્યાદા છે. કોઈ કોઈને અડતું નથી અને પોતાનું અસ્તિત્વ રાખે છે. એ રીતે જ્યાં સુધી જ્ઞાન ન કરે ત્યાં સુધી એનું જ્ઞાન જુદું છે. વિશેષ કહેશે...) (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) Page #357 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩૪૩ (રથોદ્ધતા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य क: किं करोति हि बहिर्जुठन्नपि।।२१-२१३।। ખંડાન્વય સહિત અર્થ – અર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે–પેન રૂઢ વિમ્ વસ્તુ કન્યવરંતુનઃ નર (ચેર) જે કારણથી (૩૬) છ દ્રવ્યોમાં કોઈ (કમ્ વસ્તુ) જીવદ્રવ્ય અથવા પુગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે તે (કન્યવરતુનઃ ૧) અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે, “તે હલુ વરંતુ ત વતુ' (તેન) તે કારણથી (રવતુ) નિશ્ચયથી (વરતું) જે કોઈ દ્રવ્ય છે (તત વરસ્તુ) તે પોતાના સ્વરૂપે છે–જેમ છે તેમ જ છે; લયમ્ નિશ્ચય: આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યો છે, અનુભવગોચર પણ થાય છે. વ: પર: વરિ: નુતનું માપ પર િવરાતિ' (વ: પર:) એવું કર્યું દ્રવ્ય છે કે જે (વરિઃ સુન્ પિ) યદ્યપિ શેયવસ્તુને જાણે છે તોપણ (પરચ વિ રાતિ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. ભાવાર્થ આમ છે કે–વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી. આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે શેયવસ્તુને જાણે; એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી; જીવદ્રવ્ય શેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે. ૨૧-૨૧૩. મહા સુદ ૧૩, સોમવાર તા. ૨૦-૦૨-૧૯૭૮. કળશ–૨૧૩ પ્રવચન–૨૩૭ રથોદ્ધતા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरो परस्य कः किं करोति हि बहिर्जुठन्नपि।।२१.२१३।। Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કલશામૃત ભાગ-૬ અર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે – “વેન ફ૬ ક... વરંતુ જોવસ્તુનઃ ન જે કારણથી છ દ્રવ્યોમાં...? છ દ્રવ્ય છે ને? છ દ્રવ્ય છે. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિ, એક અધમસ્તિ, એક આકાશ. એ “મ્ વસ્તુ છે દ્રવ્યોમાં એક વસ્તુ. “જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે.” પોતાની સત્તાથી તેની હયાતી છે. દરેક દ્રવ્યની પોતાની સત્તાથી હયાતી છે. પરની પર્યાયની સત્તાથી પોતાની હયાતી નથી. એટલે કે પરદ્રવ્યની સત્તાથી એની હયાતી છે. એને બીજો દ્રવ્ય એની સત્તાની હયાતીમાં કરે શું? આહા...! આત્મા પરવસ્તુની કોઈપણ પર્યાયને કરે નહિ. કેમ કે, વસ્તુ સત્તામાત્ર પોતામાં છે એ સત્તાનો પ્રવેશ, એક સત્તાનો બીજામાં થતો નથી તો કરે શું? આહાહા.! બોલવાનું કરે શું? હાલવાનું કરે શું? ખાવાનું કરે શું? પીવાનું કરે શું? એ બધી જડની પર ચીજ છે. એની સત્તામાં એ બધી છે. એની સત્તામાં જીવની સત્તાનો પ્રવેશ નથી તો એ ખાવા-પીવાની ક્રિયાને આત્મા કેમ કરે? એમ કહે છે. હૈ? આહાહા...! આ તો હું કરું, હું કરું બધે ઠેકાણે છે ને? અમે વેપાર કર્યો, અમે આમ કર્યું, અમે આ કર્યું. ધંધામાં થડે બેઠો હોય ત્યારે... કેટલાક એમ કહે કે, અહીંયાં હા પાડવી પડે પણ ત્યાં દુકાને જઈએ ત્યારે તો કરવું પડે ને? પણ કરી શકે છે જ ક્યાં? આહાહા...! અહીં તો છ દ્રવ્યમાં એક વસ્તુ એમ ભિન્ન પાડ્યું. છે ને? છ દ્રવ્ય છે, એમાં પ્રત્યેક એક એક વસ્તુ, એમ કહ્યું. જોયું ને? આહાહા.! “અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી....” પ્રત્યેક વસ્તુ સત્તારૂપ વિદ્યમાન છે. આહાહા.! દ્રવ્ય, ગુણ ને પર્યાયની સત્તાથી દરેક વસ્તુ હયાતી ધરાવે છે. એની હયાતીમાં બીજાની હયાતીવાળું તત્ત્વ, બીજાની સત્તાની હયાતીમાં કાંઈક ભેળવે, પલટાવે એવું કાંઈ બની શકતું નથી. આહાહા.! હવે આ પંડિતોના મોટા વાંધા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ દિગંબર જૈન નહિ, એમ એ લોકો કહે છે. હૈ મુમુક્ષુ :- વ્યવહારને ઊડાવે છે એમ કહે છે.. ઉત્તરઃ- વ્યવહારને ઊડાવે છે, પણ વ્યવહાર કયો? એ કહેવા માત્ર છે. વ્યવહારે અહીંયાં રાગ થાય એ કંઈ કર્મને લઈને થાય છે એમ નહિ. તેમ રાગ થાય તેથી અહીં ધર્મની પર્યાય થાય એમ નહિ પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે, કાં પરદ્રવ્યની ક્રિયા વખતે રાગ કરી અને રાગનું અભિમાન કરે કાં પરદ્રવ્યની ક્રિયા વખતે રાગ ન કરતાં જ્ઞાતા થઈને જાણે, તો એ જાણવાની ક્રિયાનો કર્તા ખરો અને અજ્ઞાનભાવે પરને જાણતા રાગ કરે તો રાગનો કર્તા એ ખરો, અજ્ઞાનભાવે. આહાહા.! વ્યવહાર ઊડાવે છે. વ્યવહાર કહેશે કે, એ તો કહેવામાત્ર છે. આહાહા. ગામનો મુસલમાન મોસાળમાં હોય એને મામો કહે. એ તો કહેવામાત્ર છે ને કે મામો મુસ્તગી? આ ઉંદરને મામો કહે, નથી કહેતા? ઉંદરમામો. Page #359 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩૪૫ શું કરવા મામો થઈ જતો હશે ? ઓલા લૂગડા કાપે નહિ એમ કરીને ઉંદરમામા કહે લોકો. કહેવામાત્ર છે, કહે છે. છ દ્રવ્યમાં એક દ્રવ્ય, એમ ભાષા છે ને? “વમ્ વતુ’ આહાહા...! કોઈપણ એક પરમાણુ કે એક આત્મા. આહા...! “અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી... આહાહા...! ઠીક! સર્વથા’ શબ્દ વાપર્યો છે. પાસે આ છે અને એ છે, એ રીતે તો મળતો છે કે નહિ? પણ એમ નહિ. આ છે માટે પરમાં કાંઈક થાય છે, પરિણમાવે છે, એમ નહિ. એ સર્વથા મળતું એટલે પરિણમાવી શકતો નથી. છે આ ને આ છે એ રીતે તો સત્તા મળતી છે. સમજાણું કાંઈ? પણ આ છે એ બીજી સત્તાને કાંઈક કરે એમ મળતું નથી, એમ કોઈ દિ મેળ ખાતો નથી. આહાહા...! ગજબ વાતું છે ને બળખો અહીંયાંથી નીકળે એને આત્માના પ્રદેશનું સહચરપણું છે માટે અહિં કરીને બળખો નીકળે, એમ નહિ એમ કહે છે. આહાહા.. એ રજકણની પર્યાય તે વખતે પોતાની સત્તાથી તે પર્યાય નીકળવાની થઈ છે. એને બીજાની સત્તા એમાં પ્રવેશ કરતી નથી કે જેથી એ બળખો કાઢી શકે. આહાહા...! આવો માર્ગ અહીં તો આખો દિ અમે કરીએ, અમે કરીએ. અમે કરીએ અને વળી નામ ધરાવે અમે જૈન છીએ. જૈન ક્યાં રહ્યા? સમજાણું કઈ? મુમુક્ષુ :- ડૉક્ટરના ટકા ખરા કે નહિ? ઉત્તર :– ડૉક્ટરના ટકા ડોક્ટરના ઘરમાં. એના રાગમાં ને કાં પરભાવની પર્યાયમાં એન. પરમાં એ કાંઈ કરી શકે નહિ. રોગ મટાડી શકે એમ છે નહિ). "પ્રાણભાઈ ડૉક્ટર નહિ? જામનગરવાળા”. ઈ ડૉક્ટર હતા? ડૉક્ટર નહિ? ઈ કહેતા હતા કે, અમે જોવા જઈએ તો ખ્યાલ આવી જાય કે આ થોડા વખતમાં પતી જશે. પણ અમે ડંફાસ કરીએ કે વાંધો નહિ. કરવા દો. ઘરે જાઈએ ત્યાં સાંભળીએ કે ઊડી ગયો છે. કહેતા ઈ પ્રાણભાઈ. છે ને હમણાં અહીં ક્યાંક “મુંબઈ' છે. હૈ? જામનગરવાળા' પણ હમણાં બીજે છે ક્યાંક. મુંબઈ આવ્યા હતા, “મુંબઈ. આહાહા...! કોણ કરે? ભાઈ! આહાહા! એક સમયમાત્રની દરેક દ્રવ્યની ઉત્પાદ-વ્યયની સત્તા એની સત્તામાં બીજાના ઉત્પાદ-વ્યયની સત્તાનો ક્યાં પ્રવેશ છે? આહાહા....! આ કપડું છે એ મેં ઓઢ્યું છે એમ નથી અહીં તો કહે છે. એ પરમાણુની પર્યાયે ત્યાં એ જાતની પોતાની સત્તાથી ત્યાં આવી છે. આહાહા.! આવી વાતું જગતને (આકરી લાગે). કહો, શેઠા શું તમે તો આ બધું ઘણું કરો છો, તમાકુનું ને મોટરું રાખે છે ને પચાસ પચાસ મોટરું... શું કીધું? મુમુક્ષુ :- માલ મોટર વિના લાવવો ક્યાંથી? ઉત્તર :- કોનો માલ? ક્યાં? માલ છે એ એના દ્રવ્યની સત્તા નથી? અને એની સત્તાનું Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કલશામૃત ભાગ-૬ કાર્ય બીજી સત્તા કરે? ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્. હવે ઉત્પાદ છે એ એનો પોતાનો પોતે કરે. હવે એ ઉત્પાદ, પરના ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતુ નથી? એ એના પર્યાયનો ઉત્પાદ શું કરે. આહાહા.. આકરું કામ બહુ. પંડિતોને આ ભારે આકરે પડે છે. ઈ કહે કે, “સોનગઢવાળાએ કાર્યું. આ ક્યાંનું છે? આ “સોનગઢનું છે? મુમુક્ષુ :- “સોનગઢવાળાએ કહ્યું તે સાચું છે. ઉત્તર :એણે આવું કાઢ્યું એમ કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહિ. વ્યવહારથી તો કરી શકે કે નહિ? ભલે નિશ્ચયથી કરી શકે નહિ. વ્યવહારથી કરી શકે જ નહિ. કથન વ્યવહારથી ભાષા બોલાય, આ માણસ હતો ને આ મકાન થયું, આ માણસ હતો ને આ પુસ્તક થયું. આહાહા! | મુમુક્ષુ – આટલું કથન તો ગુરુદેવ બેસે કે પોતાની પર્યાય પોતાના ઘરની ચીજ છે તો કરે, પણ પોતાની પર્યાયને પણ કરે નહિ ઈ કેવી રીતે? ઉત્તર :- ઈ વળી પછી વાત. ઈ અત્યારે અહીં નથી. અહીં તો એક દ્રવ્યની સત્તાના ત્રણ પ્રકાર-ઉત્પાદ-વ્યય-ધ્રુવ. એને બીજા દ્રવ્યના ઉત્પાદ-વ્યય ને ધ્રુવમાં એનો ઉત્પાદ કાંઈ કરી શકે નહિ. વળી પર્યાય દ્રવ્યની કર્તા નથી એ તો અંદરમાં ભેદ પાડતાં (કહેવાય). અહીં તો હજી પરદ્રવ્યથી ભેદ પાડતાં આ વાત છે. આહાહા...! હજી પરદ્રવ્યની સત્તા ભિન્ન છે એની પર્યાય કર્તાપણાનું અભિમાન ટળે નહિ, એને પર્યાય અને દ્રવ્ય ભિન્ન છે એ વાત કેમ બેસે? આહાહા.! પર્યાયનું દ્રવ્ય પણ કર્તા નથી. આહાહા...! અહીંયાં તો ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્ત સત્તા અને પરની પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્તા, એમાં ઉત્પાદ ન્યાં છે, એને આ ઉત્પાદ નાં ઉત્પાદ શી રીતે કરે? એમ કહે છે, એટલું. આહાહા. સમજાણું કાંઈ? દવાના રજકણોની ઉત્પાદ-વ્યયની સત્તા તો દવામાં છે. હવે સામે શરીરનો રોગ મટાડવામાં એનું શું કારણ છે? આહાહા.! એના રોગના રજકણો જે રોગરૂપે થયા હતા એના ઉત્પાદવ્યય ને ધ્રુવની સત્તા એનામાં છે. એની ઉત્પાદની સત્તામાં બીજાનો ઉત્પાદ ગરીને અંદર મટાડી દયે? આર. આર. આવી ભારે વાત. સમજાણું કાંઈ? અહીં તો એકદમ છ દ્રવ્ય લીધા છે અને એમાંથી એક, કોઈપણ એક. આહાહા.! આ શું કહેવાય આ પાથરવાનું? ઈ આમ સંકેલેલું હતું અને બે ખૂણેથી આમ પહોળું કર્યું. શું કીધું? અટલસ આવે છે ને અટલસ? કાપડીયા. અટલસની ઘડી આવે, જેને) આવડે ઈ વાળે, હોં! બીજાને ન આવડે. (જેને) આવડે ઈ વાળે આવડે છે એના જ્ઞાનમાં પર્યાય રહી. અટલસ થાય છે ને અટલસ? ઘડ્યુંવાળા. માણસ એમ કહે કે, જેને આવડતું હોય એ આ વાળે. પણ અહીં તો કહે છે કે, આવડતવાળો પણ વાળી શકે નહિ, એમ કહે છે. આહાહા..! બહુ માર્ગ વીતરાગનો... Page #361 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩૪૭ એક એક સત્તા પોતાથી જ્યાં બિરાજી રહી છે... આહાહા.! બિરાજી એટલે શોભિત છે, સહિત છે. આહાહા...! શરીરના રજકણોની આ અવસ્થા... આહાહા...! એની ઇન્દ્રિયની અવસ્થાઓ જે થાય ઉત્પાદ-વ્યય એની સત્તામાં, આત્માની સત્તા એનો ઉત્પાદ કેમ કરી શકે? આહાહા...! સમજાણું કાંઈ? આકરી વાતું, બાપુ! આમ જીભ વળે છે એ કહે છે કે, એને લઈને હોઠમાં આમ બોલવાનું થાય છે એમ નથી. કારણ કે જીભની સત્તાના ઉત્પાદવ્યય ભિન્ન છે, આના ઉત્પાદ-વ્યય ભિન્ન છે. એના ઉત્પાદ-વ્યયને બીજો કેમ કરી શકે? આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ! ભાષાથી અંદર બેસવું કઠણ. ભાષાથી આમ સાંભળ અને હા પાડે પણ અંદરમાં બેસવું જોઈએ. આહાહા.... કેમકે દ્રવ્ય છે કે નહિ? જો અનંત છે તો અનંતપણે અનંત ક્યારે રહે? કે, અનંત અનંતના ઉત્પાદ પોતામાં રહે અને એના ઉત્પાદને લઈને બીજામાં ઉત્પાદ ન થાય, ત્યારે તો એ અનંત અનંતપણે રહે. નહિતર તો અનંતનો નાશ થઈ જાય છે. આહાહા! સમજાણું કાંઈ? આ શેઠે તો બહુ મહેનત કરી હતી, પૈસા મેળવવા માટે. આપણે તો શેઠનો દાખલો, મોટા માણસનો આપીએ. આહાહા.... અમારે કુંવરજીભાઈ હતા, નહિ? ફઈના દીકરા ભાગીદાર. અમે કરીએ. અમે કરીએ. અમે કરીએ. પણ શું છે આ? તમે શું કરો છો? મેં તો (સંવત) ૧૯૬૬ની સાલમાં કહ્યું હતું. ૬૮ વર્ષ થયા. શું તમે આ માંડી છે? ગામમાં કોઈ સાધુ આવે તો સાંભળવાનો વખત નહિ, આખો દિ સામું જોવે નહિ. રાત્રે આઠ વાગે જાય. સાધુ બિચારા સવારે આવ્યા હોય, એની મેળાએ હોય. આ લૌકિક સંપ્રદાયમાં.... મુમુક્ષુ :- આપ જતા હતા પછી ક્યાં વાંધો હતો? ઉત્તર :- હું તો એ વખતે દુકાન છોડી દેતો. ગામમાં સાધુ આવે ત્યારે દુકાન છોડી દેતો. “શીવલાલભાઈ અમારા ભાગીદાર હતા એ કર્યા કરે. આપણે તો એને આહાર-પાણી હોરાવવું બધું કરતા. પણ એ કરી દઈએ છીએ ને આહાર-પાણી હોરાવી દઈએ છીએ ને એમ માનતા ને એ વખતે આહાહા...! કોને કોણ વ્હોરાવે ને કોને કોણ ઘે? આહાહા..! મુનિને આમ આહારના રજકણો જાય છે, કહે છે કે એ તો એની સત્તાના ઉત્પાદથી ત્યાં એ ગયા છે. દેનારે આમ કર્યું માટે ગયા છે એમ છે નહિ. આહાહા...! અનંત દ્રવ્યનો અહંકાર ઊડાવવો અને પછી તો રાગનો અહંકાર ઊડાવવો. આ તો એને રાગ થાય (એ) પરને લઈને નહિ. આમાં તો એ પણ આવ્યું કે, કર્મના ઉદયની સત્તા કર્મમાં છે અને રાગની સત્તા જીવની પર્યાયમાં છે તો એ કર્મની સત્તાનો ઉદય રાગને કરે એ ત્રણકાળમાં નથી. અત્યારે મોટો વાંધો આ છે. હેં? કર્મને લઈને વિકાર થાય, મોટો વાંધો. ઠેઠ એકે એક સંપ્રદાય, ત્રણેમાં. કર્મનો ઉદય છે તો વિકાર થાય, કર્મનો ઉદય છે તો વિકાર થાય. અહીં તો ના પાડે છે. કર્મના ઉદયની સત્તા એની સત્તામાં રહી અને રાગ છે ઈ આત્માની પર્યાયની સત્તામાં છે. હવે આ સત્તાની પર્યાયને એ સત્તાની પર્યાય કરે શી રીતે? આહાહા.! છે Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કલશામૃત ભાગ-૬ મોટો વાંધો છે, જૈનના ત્રણે સંપ્રદાયને. સ્થાનકવાસીમાં હતા તોય વાંધો ઉઠ્યો, શ્વેતાંબરમાં વાત ગઈ તો વાંધો ઉઠ્યો, આ દિગંબરમાં આવ્યા તો વાંધો ઉઠ્યો. નહિ, કર્મથી વિકાર ન થાય? મોટી ભૂલમાં પડ્યા. આહાહા...! અહીં તો કહે છે, કર્મના રજકણો દ્રવ્ય છે કે નહિ? તો કર્મનો એક એક પરમાણુ સત્તા–પોતાની સત્તાથી ત્યાં રહ્યો છે કે નહિ? વિદ્યમાન એટલે ઉત્પાદથી ત્યાં રહ્યો છે કે નહિ? અને અહીં રાગના ઉત્પાદમાં આ સત્તા અહીં રહી છે. હવે ઈ કર્મના ઉદયની સત્તા આ રાગની સત્તાને કરે શી રીતે? સમજાણું કાંઈ આ મોટો અત્યારે વાંધો ઈ છે સંપ્રદાયમાં આખો પંડિતોમાં, સાધુઓમાંઆહા! મુમુક્ષુ :- કોઈ એમ કહે છે કે, જેવા બાંધ્યા હશે એવા ભોગવવા પડશે. ઉત્તર :- કોણ બાંધે ને કોણ ભોગવે છે તો આવે છે. “અનાથિમુનિનું આવે છે, સ્થાનકવાસીમાં આવે. “અખા કર્તા વિકર્તા હૈ દોહાણીયો સોહાણીયો ઈ આવે છે. અનાથિમુનિનું વસમું અધ્યયન છે ને. આત્મા કર્તા અને આત્મા ભોક્તા. કોણ? કર્મનો કર્તા એમ કહે છે. મુમુક્ષુ – ઈ પણ ભાવકર્મ. ઉત્તર :– ભાવકર્મ કરે અને એને એ ભોગવે અજ્ઞાનભાવે. આહાહા. ભાનભાવે તો જ્ઞાનને કરે અને જ્ઞાનના આનંદને ભોગવે. આ સત્તાનું સ્વરૂપ છે. કેમકે નિજસત્તામાં વિકૃત થવાનો ગુણ નથી. એથી વિકૃત થવાની અવસ્થા પર્યાયદૃષ્ટિમાં જે છે, એ દૃષ્ટિ જેને છૂટી ગઈ અને દ્રવ્યદૃષ્ટિ સ્વભાવ શુદ્ધ ચૈતન્યશક્તિવાળું તત્ત્વ એવું ભાન, અનુભવ થયો તો એની કોઈ શક્તિ વિકારને કરે એવો કોઈ ગુણ, શક્તિ નથી. આહાહા.! પર્યાયમાં એ વિકૃત સ્વતંત્ર થાય તેને શાતા તરીકે જાણે. આહાહા.! એક દ્રવ્યની સત્તામાં અનંત શક્તિઓની કોઈ એવી સત્તા નથી કે વિકૃત કરે. આહાહા.! પર્યાયમાં વિકૃત થવાની યોગ્યતાને કારણે પર્યાયમાં થાય. એ અજ્ઞાની હોય તો એનો કર્તા થાય, જ્ઞાની હોય તો તેનો જ્ઞાતા થાય, બસ, આ ફેર. આહાહા...! આ મોરપીંછી પડી, લ્યો એની મેળાએ ઉપડતી હશે? એમ કરીને એક જણો કહેતો હતો. આ મોરપીંછી હોય ને? એની મેળાએ ઉપડે? હા, હા. એની મેળાએ ઉપડે, સાંભળને (બનેલો બનાવ છે). હે ઈ પૂછ્યું હતું, કીધું નહિ? મોરપીંછી ઉઠાવો તમે તો ઉઠશે. પણ એ ઉઠવા વખતે એના ઉત્પાદની પર્યાયથી ઉભી થઈ છે. એ આ આંગળીને લઈને નહિ. આ તે વાત! આહાહા! દરેક દ્રવ્ય પોતાના સમયના ઉત્પાદ-વ્યયરૂપે થાય એ ઉત્પાદવ્યયને બીજું દ્રવ્ય શી રીતે કરે? આહાહા. આકરું કામ છે, ભાઈ! આ કર્મના સિદ્ધાંતનું આકરું કામ છે. શ્રીમદ્ તો કહ્યું કે, મુનિઓ તો એમ કહે છે કે, તારા દોષને લઈને તારે રખડવું થયું. તારો દોષ એટલો કે તે એ દોષને પોતાના માન્યા ને અભિમાન, અજ્ઞાન Page #363 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩૪૯ કર્યું. એ પરને લઈને દોષ થયા, કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. આહાહા.! અંદર શાતાવેદનીયનો ઉદય છે એથી આ પૈસા આવે છે, આના રાગને લઈને આવે છે એ તો નહિ પણ એને પૂર્વની શાતાવેદનીયનો ઉદય છે તેથી તેને પૈસા ને સામગ્રીનો સંયોગ આવે છે, એમ નહિ. કેમકે શાતાવેદનીયના પરમાણુના ઉત્પાદ-વ્યય-ધ્રુવની સત્તા વિદ્યમાન ભિન્ન છે અને આ પૈસો આવે એની ઉત્પાદ-વ્યય-ધ્રુવની સત્તા વિદ્યમાન એનામાં છે. એ પૈસાને લાવે કોણ? આહાહા.! બોલાય એમ વ્યવહારે કે, આના પુણ્ય હતા તો પૈસા આવ્યા. બોલાય, પણ એ વસ્તુ એમ નથી. આહાહા...! એણે રાગનો વ્યવસાય કર્યો માટે પૈસા આવ્યા એ વાત તો તદ્દન ખોટી જ છે. એમ હશે? “ચીમનભાઈ. આહાહા...! અહીં તો છ દ્રવ્યમાં એક દ્રવ્ય સાથે “સર્વથા મળતું નથી” ભાષા જોઈ? હું એક તો એ લીધું છે ઓલામાં નહિ પરમાર્થ વચનિકા'. જીવના એક પરિણામની સાથે બીજા જીવના પરિણામનો મેળ નથી ખાતો. છે એમાં પરિણામ, હોં પાછા આવે છે ને? અપૂર્વકરણ ને અધિકરણ ને આવે છે. આહાહા. એક એક જીવના પરિણામ અને બીજા જીવના પરિણામનો મેળ નથી. પરિણામ કરે તો નહિ પણ એના બેના પરિણામ સરખા ન હોય. પરિણામ પણ સ્વતંત્ર સત્તા. આહાહા...! સમજાણું કાંઈ? આવી વાતું છે, ભાઈ! શું થાય? દુનિયાને ન બેસે એથી કાંઈ સત્ય ચાલ્યું જાય? મુમુક્ષુ :- અનિવૃત્તિકરણમાં પરિણામ સરખા હોય. ઉત્તર :- એ સરખા હોય તોય પણ અમુકમાં બધા સરખા ન હોય. એ અમુક જાતના પરિણામ સરખા હોય. આહાહા. એવી વાત છે. ત્યાં આવે છે. પરમાર્થ વચનિકામાં આવે છે). એના બધા પરિણામ સરખા ન હોય, કોઈ જીવના. કારણ કે સત્તા ભિન્ન છે. તો કેવળજ્ઞાનીની સત્તા સરખી છે ને? તોય એને કાંઈક ફેર હોય. શરીરની આકૃતિમાં, વ્યંજનપર્યાયમાં... આહાહા...! “સર્વથા મળતું નથી એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે.” આહાહા...! હાથ બાંધીને બેસી રહો, એની મેળાએ થાશે, એમ કહે છે. પણ હાથ બાંધીને બેસી પણ કોણ રહે અને હાથ હલાવે પણ કોણ? એમ કે, એની મેળાએ થાશે? એની મેળાએ જ ત્યાં થાય છે. તે ત્યાં આગળ ઊભો છો એટલે વ્યવસ્થા મારાથી થાય છે એ તો તારું અભિમાન છે, અજ્ઞાન છે. આહાહા...! સમજાણું કાંઈ? “એવી દ્રવ્યોના સ્વભાવની મર્યાદા છે...” એમ કીધું. જોયું? એક દ્રવ્યની મર્યાદામાં બીજા દ્રવ્યનું સંક્રમણ થતું નથી. એ ૧૦૩ ગાથામાં આવ્યું ને? “સમયસાર'. એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનું સંક્રમણ થતું નથી. સંક્રમણ થતું નથી તો પરને શી રીતે કરે? આહાહા...! ૧૦૩ (ગાથામાં આવે છે. આહાહા...! તેન હજુ વસ્તુ તત્ વસ્તુ' આહાહા...! “તે કારણથી નિશ્ચયથી જે કોઈ દ્રવ્ય છે.” પરમાણુ કે આત્મા તે પોતાના સ્વરૂપે છે-જેમ છે તેમ જ છે... આહાહા! એ તો આપણે Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કલશામૃત ભાગ-૬ આવી ગયું નહિ પહેલા? ચાર બોલ ન આવી ગયા? ચાર બોલ. દરેક દ્રવ્યના પરિણામ તે કર્મ છે. થયું? એ કર્મ પરિણામીને આશ્રયે છે. અત્યારે તો પરથી ભિન્ન પાડીને વાત છે). પરિણામી જે પરિણમનાર છે તેને આશ્રયે તે કર્મ છે. બે (વાત). તે કર્મ કર્યા વિના હોતું નથી. ત્રણ (વાત). અને તે પરિણામ એકરૂપ રહેતા નથી. પહેલા વાત આવી ગઈ છે. ૨૧૧ (શ્લોક). આહાહા.! એક એક શ્લોકા જે રીતે ભિન્ન વસ્તુ છે તે રીતે ભિન્નની સત્તાનો અહીં સ્વીકાર કરાવે છે. આહાહા...! તારા પર્યાયમાં તને રાગ આવ્યો માટે આ શરીરને એમ કે આમ ચલાવું કે શરીરની ઇન્દ્રિયોને આમ કરું, એ ત્રણકાળમાં બને એવું નથી. આહાહા...! પાંચ ઇન્દ્રિયોના પરમાણુઓની પર્યાય એને કાળે ઉત્પાદપણે થાય એમાં આત્મા રાગ કરે તો તે ઇન્દ્રિયોનો પર્યાય થાય, એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આવી ભ્રમણા એકદમ થઈ જાય છે. ઇન્દ્રિય, ઇન્દ્રિય છે તે પર્યાયમાં જાગૃત થાય તો એને આત્માએ જાગૃત કરી છે, એમ નથી કહે છે. આહાહા...! ભારે ગજબ વાત છે ને સમજાણું કાંઈ તારી સત્તામાં તે કામ લીધું. હવે પરની સત્તામાં લેવા ક્યાં ગયો? આહાહા...! ગળે ઉતારવું, બાપુ! આ તો અંદરની વાત છે, હોં! શ્રદ્ધા કરવાની વાત છે. એમ ને એમ ભાષામાં ભલે એમ કહે કે, અમે કરી શક્તા નથી પણ અંદરમાં કરી શકવાનો અભિપ્રાય છૂટતો નથી. આહાહા...! મહાસિદ્ધાંત તો આમાંથી આટલો લેવો છે કે, કર્મનો ઉદય છે એની સત્તા ભિન્ન છે અને રાગ કરનારનો રાગનો પર્યાય તે ભિન્ન છે. એક સમયે ભલે હો, પણ છતાં તે કર્મને લઈને અહીં રાગ થયો છે કે ત્યાં વેદનો ઉદય આવ્યો એ જડ છે, અજીવ છે માટે અહીં વેદવાસના થઈ, એમ નથી. આહાહા.! લ્યો તે પોતાના સ્વરૂપે છે–જેમ છે તેમ જ છે; તે તે વસ્તુનો તે સમયનો જે પર્યાય જેમ છે તેમ જ છે. આહાહા...! “ઝયમ નિશ્ચય: “આવો તો નિશ્ચય છે. એક વાત. પરમેશ્વરે કહ્યો છે.......બે વાત. આવો તો નિશ્ચય છે, પરમેશ્વરે કહ્યું છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્માએ પણ એમ કહ્યું છે. આહાહા! ભગવાન પણ એમ કહે છે કે, આ વાણી નીકળે છે એ મારાથી નહિ. એ મોટી ચર્ચા ચાલી હતી. પાલીતાણા. પાલીતાણા. “રામવિજય હતા ત્યાં. પહેલા (સંવત) ૧૯૯૫ માં જ્યારે ગયા ત્યારે. ભગવાન પહેલે સમયે પરમાણુ ગ્રહે, બીજે સમયે છોડે. આહાહા.! મુમુક્ષુ :- “ભગવતી’ શાસ્ત્રમાં એમ લખ્યું છે. ઉત્તર :- એ બધા એના લખાણ છે. કલ્પિત લખાણ છે બધા. આહાહા.! સત્ય સિદ્ધાંત તો જે હોય એ પ્રમાણે હોય તો સિદ્ધાંત કહેવાય ને? વિપરીત વાતું કરે એ સિદ્ધાંત કહેવાય? આહાહા...! ભગવાન પણ એમ કે પરમાણુને ગ્રહે અને બીજે સમયે છોડે. આહાહા...! Page #365 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩પ૧ અહીં તો કહે છે કે, આત્મામાં એક... શુકનલાલજી' ક્યાંક ગયા લાગે છે. હા, એને ઠીક નહોતું. આત્મામાં ત્યાગઉપાદાન નામની એક શક્તિ છે. પરનું ગ્રહણ અને પરના ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. પરનો ત્યાગ કરવો કે ગ્રહણ કરવું એ એનું સ્વરૂપ જ નથી. આહાહા.! કહો! આ રોટલો ઉપાડવો, ગ્રહણ કરવો અને ઘૂંકી નાખવું, કહે છે એ ગ્રહણત્યાગ આત્મામાં છે જ નહિ. અજ્ઞાનીના આત્મામાં પણ નથી. આહાહા...! એ તો માને છે. શ્રીમદ્ એકવાર એમ કહ્યું, તણખલાના બે કટકા કરવાની અમારામાં તાકાત નથી. ત્યારે લોકો એમ કહે કે, નબળાઈને લઈને છે? એક તણખલું સમજ્યા? તીનકા... તીનકા. એના બે કટકા કરવાની અમારામાં તાકાત નથી એટલે કે આત્મા કરી શકતો નથી. આહાહા...! મુમુક્ષુ :- એક વાકયમાં આખો કર્તા-કર્મ અધિકાર' લખી નાખ્યો. ઉત્તર :- બધું આવી જાય. વિસ્તારથી સમજાવવું તો પડે ને ઘણા પ્રકાર પડે. ત્યાં તો કહ્યું કે, વિકારભાવ એ સંયોગીભાવ છે. એ સંયોગીભાવ જીવ કેમ કરે? જ્ઞાની સ્વભાવભાવને કરે. આહાહા...! અહીં તો સંયોગીભાવ સિદ્ધ નથી કરવો. એનો ભાવ એનામાં છે એમ સિદ્ધ કરવું છે. આહાહા.! “કર્તા-કર્મમાં તો એ લીધું કે, પુણ્ય ને પાપનો, દયા, દાન, વ્રતનો વિકલ્પ જે ઊઠે છે રાગ, તે સંયોગી ચીજ છે, એની સ્વભાવની ચીજ નથી. આહાહા...! માટે તે સંયોગીભાવનો કર્તા થાય તે અજ્ઞાની છે. એ અત્યારે અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો એની સત્તામાં જે ભાવ થાય તે પરની સત્તાને લઈને નહિ અને પરની સત્તામાં જે ભાવ થાય તે બીજી સત્તાને લઈને નહિ. આહાહા...! આવું સાંભળવા પણ મળતું નથી, કહે છે. હૈ? આહાહા.! જ્યાં-ત્યાં ગોટેગોટા, શેઠિયાઓને રાજી રાખે, પૈસા ખર્ચે. એને થાય કે, ઓહોહો! તમે તો બહુ કામ કર્યા. તમે તો આમ કર્યા છે, તેમ કર્યા છે. ઢીંકણાય કર્યા નથી. આહાહા.! પરના કામ કર્યા છે એમ માન્યતા મનાવવી છે એ મિથ્યાત્વ છે, મહાપાપ છે. આહા! કહો, શેઠા મુમુક્ષુ :- અનાદિનો અભ્યાસ છે. ઉત્તર :- ઇ માટે તો કહે છે, એ છોડાવે છે. અનાદિનો અભ્યાસ છે અને એ જાતના એને પ્રરૂપકો મળી ગયા છે. એ વાત એને ચે, ગોઠે છે. આહાહા.! અહીં તો ભગવાન પરમેશ્વરે એમ કહ્યું છે. આમાં આવ્યું ને? હૈ? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથે એમ ફરમાવ્યું છે કે, એક દેહની આ ચાલવાની ક્રિયા છે એ આત્માથી થતી નથી. એની સત્તામાં આત્માની સત્તાનો પ્રવેશ નથી. આહાહા.! આવી વાત છે. એક શાકના બે કટકા, ઘીંસોડો આખો હોય, (એના) કટકા કરવાની પર્યાય છે એ જીભે કરી નથી, દાંતે કરી નથી. કારણ કે દાંતની સત્તાના રજકણ ભિન્ન છે અને શાકની જે સત્તા છે એના રજકણ ભિન્ન છે. બીજાના રજકણના ઉત્પાદમાં એનું વિદ્યમાનપણું છે પણ બીજાની પર્યાયના વિદ્યમાનપણામાં આનું વિદ્યમાનપણું જાય અને ઉત્પન્ન કરે એમ છે નહિ. આહાહા...! આમાં Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ કલામૃત ભાગ-૬ તો એ જ થયું, પરની દયા પાળી શકતો નથી, એમ કહ્યું. પરને મારી શકતો નથી, પરની દયા પાળી શકતો નથી, પરને સગવડતા આપી શકતો નથી કે ભઈ! આને ક્ષુધા છે માટે આહાર આપું. તૃષા છે માટે પાણી આપું, ટાઢ છે માટે કપડા આપું. કે, ના. કોઈ દ્રવ્યની કોઈ સત્તા કોઈને આપી શકે ને લઈ શકે એ છે જ નહિ. આહાહા...! મુમુક્ષુ :- શેઠિયાઓ તો કપડા આપે છે ગરીબ માણસોને. ઉત્તર :- કોઈ આપતું નથી, કોણ આપે છે? એ જવાના રજકણમાં ક્રિયાવતી નામની શક્તિ છે એથી ક્રિયાવતી શક્તિને કારણે એ રજકણ ત્યાંથી બીજે જાય છે. એના પોતાના ઉત્પાદની પર્યાયને કારણે ત્યાં જાય છે. બીજાએ એની જવાની ક્રિયા કરી કે આ પૈસા લ્યો, હાથે ગણીને આપ્યા. આ પૈસા, આ અનાજ, આ દાળ, આ ભાત, આ શાક. એ કહે છે કે, એક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યની સત્તામાં કાંઈ કરી શકે નહિ. આહાહા.. એકદમ અનંત શક્તિ છે એની દરેકમાં, પણ કોઈ એવી શક્તિ નથી કે પરની સત્તાનું કરી શકે. આહાહા..! સમજાણું કાંઈ? એ એક ઠેકાણે આવ્યું છે કે, ભઈ! આત્મામાં અનંત શક્તિ છે તો એક શક્તિ એવી પણ લ્યો કે, કર્મને કરે, પરને કરે, એવી શક્તિ લ્યોને. એને નમાલો કેમ ઠરાવી નાખો છો? અનંત શક્તિ છે તો એ માહેલી કોઈ એક શક્તિ એવી પણ છે કે પરનું કાંઈ કરી શકે. આહાર ક્ય, પાણી ધે, ફલાણું (ક). આહાહા...! ગજબ વાત છે. આવું સાંભળવા મળતું નથી કેટલાકને. એટલે બિચારા શું કરે? ઠરે નહિ ક્યાંય. આહાહા..! છે? પરમેશ્વરે કહ્યો છે. બે વાત. “અનુભવગોચર પણ થાય છે. જોયું ત્રીજી વાત. જ્ઞાનમાં પણ એમ જણાય છે. કહે છે. કાલે આવ્યું હતું ને? ભાઈ! “ચંદુભાઈ! નહિ? “પુષ્યતે આવ્યું હતું ને? હૈ? જ્ઞાનમાં એમ જણાય છે, એમ કાલે આવ્યું હતું. ૨૦૧ પાને પણ ક્યાં આવ્યું? વચ્ચોવચ્ચ. “પુષ્યતે' બસ, ઈ. “નિયમથી પોતાના સ્વરૂપે છે એવું અનુભવગોચર થાય છે.” છે. “ષ્યતે' કાલે આવ્યું હતું. વચમાં (છે). “રવમાનિયત', “સ્વમાનિયતં પુષ્યતે”. આહાહા.! અમારા જ્ઞાનમાં પણ એમ જણાય છે. ઓલો એક જણો આવ્યો હતો. (ઈ કહે) પાણી અગ્નિથી ઊનું થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે અને એને તમે ના પાડો છો, એ દૃષ્ટિનો વિરોધ છે. દેખાય છે ને? પણ દેખાતું નથી, એમ કહે છે. તું સંયોગથી દેખે છો. એક આવ્યો હતો, એક પંડિત હતો. આહાહા...! દૃષ્ટિ પણ આ દેખાય છે, એમ છે. પાણી ઊનું થયું છે એ પોતાથી થયું છે એમ દેખાય છે. તેની તે સમયની ઊની પર્યાયનો ઉત્પાદ પોતાના ગુણને લઈને થયેલ છે અથવા પર્યાયની સ્વતંત્રતાને લઈને થયેલ છે. આહાહા...! આહા..! આત્મામાં. કેટલાક એમ કહે છે કે, આત્મા તો શુદ્ધ છે તો એમાં વિકાર આવ્યો ક્યાંથી? એક ચિદાનંદજી' (નામના) ક્ષુલ્લક હતા. નથી ઓલા ચિદાનંદજી? બે ચોમાસા હતા. છ દિ સુધી ખૂબ ચર્ચા ચાલી. કારણ કે એ લોકો આખા સંપ્રદાયમાં બધે કર્મને Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ લઈને વિકા૨ થાય, કર્મને લઈને વિકાર થાય, બસ! એ પ્રશ્ન કરતા હતા કે, આત્મા તો શુદ્ધ સ્વરૂપ છે એ વિકાર કેમ કરે? અને વિકાર તો છે માટે વિકા૨ ૫૨થી થાય છે. આત્મામાં કોઈ દ્રવ્ય-ગુણ એવો નથી કે અશુદ્ધ છે. ત્યારે હવે પર્યાયમાં અશુદ્ધતા આવી ક્યાંથી? અહીં દ્રવ્ય-ગુણમાં નથી તો અહીં અશુદ્ધતા આવી ક્યાંથી? એટલે ૫૨ને લઈને અશુદ્ધતા થાય છે એમ બધાની આખી લાઈન જ એવી છે. આહાહા..! તે દિ' મોટી ચર્ચા ચાલી હતી. વિકા૨ કર્મને લઈને નિમિત્તથી થાય છે. નહિતર તો વિકા૨ સ્વભાવ થઈ જશે, એમ પ્રશ્ન હતો. પણ પર્યાયમાં વિકાર થવાનો સ્વભાવ જ છે. આહાહા..! સ્વસ્ય ભવનં સ્વભાવ. પોતાની પર્યાયમાં થાય છે એવો સ્વભાવ છે એવો જ એનો ભાવ છે. દ્રવ્ય-ગુણનો (નથી) પણ પર્યાયનો સ્વતંત્ર એવો સ્વભાવ જ છે. આહાહા..! કળશ-૨૧૩ અહીં કહે છે, ૫રમેશ્વરે એમ કહ્યું છે. એ લોકોની બધાની શ્રદ્ધા એવી હતી. ‘વર્ણીજી’ની બધાની, બધા પંડિતોની આખી શ્રદ્ધા (એવી હતી). ત્યારે મોટી ચર્ચા થઈ હતી. વિકાર પોતાથી થાય કર્મથી નહિ. એ વાતથી તો એમને બહુ થઈ પડ્યું, એવું થયું કે, આહાહા..! આ લોકો તો ભૂલ્યા તે કેવા ભૂલ્યા! ન્યાં ‘કલકત્તા’ કાગળ આવ્યો. ગજરાજજી’ને ન્યાં. “સાહૂજી’ શેઠ લાવ્યા. આ વિકાર છે એ કોનાથી થાય? કર્મથી થાય એમ લખે છે અને તમે કહો છો કે કર્મથી નહિ. જો કર્મથી ન થાય તો એનો અર્થ એમ થઈ ગયો કે એ વિકાર તો સ્વભાવ થઈ ગયો. માટે કર્મથી થાય તો એ વિકાર કહેવાય. ‘સાહૂજી” (કાગળ) લઈને આવ્યા. ગજરાજજી’ને ત્યાં આહાર હતો. કીધું, ત્યાં ‘સમેદશીખર’ જવાબ અપાય ગયો છે. વિકારના કા૨ણોમાં ૫૨ કાકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાય’ની ૬૨મી ગાથા. પાઠ જુઓ આ. ભગવાનનો કહેલો પાઠ છે. ત્રણે સંપ્રદાયમાં પહેલેથી જ આ છેવિકા૨ કર્મથી થાય, વિકાર કર્મથી થાય, બસ! ‘રામવિજય’ તો ચોખ્ખું એ જ કહે છે, ચર્ચા કરતા હતા ત્યારે. જેઠાભાઈ’ છે ને એક? જેઠાભાઈ” ખેડાવાળા’ પચાસ પ્રશ્ન કાઢ્યા હતા. પછી કહે કે, આપણે ચર્ચા કરીએ. જેઠાભાઈ’ કહે. પહેલી ચર્ચા કરી એટલી તમને માન્ય છે? કે, કર્મથી વિકાર થાય એ પહેલું માન્ય છે? પછી આપણે ચર્ચા કરીએ. રામવિજ્ય’ કહે. આ કહે, એ અમારે માન્ય નથી. પણ આ શેઠિયાઓને પણ ક્યાં ખબર હતી ત્યાં? જ્ય નારાયણ! માથે કહે ઇ હા. મુમુક્ષુ :– આપના જેવું કોઈએ કીધું નહોતું. ઉત્ત૨ :– એ તો શેઠ એમ કહે છે. શેઠ તો એમ કહે છે કે, અમને સંભળાવવા ન મળ્યા. આવું સ્વરૂપ આકરું છે, વસ્તુસ્થિતિ એવી છે. એમને પણ કેમ નહોતું બેસતું? કે કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે અને પર્યાયમાં વિકાર અધ્ધરથી થાય એ શેને લઈને થાય? ચિદાનંદજી’ સાથે છ દિ' ચર્ચા ચાલી. અહીં ચોમાસુ હતું ને? બે ચોમાસા હતા. ચિદાનંદજી’ નહિ ઓલા હાથ આવો છે, ગુજરી ગયા. બહુ અભ્યાસી હતા. ‘ચિદાનંદ’. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કલશામૃત ભાગ-૬ દ્રોણગિરી'. અહીં ખૂબ ચર્ચા થઈ. છેવટે અંદર ખાનગી આવી એણે મને કહ્યું કે, તમે કહો છો એ પ્રમાણે તો અમે ક્ષુલ્લક છીએ નહિ. હવે અમારે કરવું શું? મેં કીધું, અમે કોઈને કાંઈ કહેતા નથી. તત્ત્વ છે ઈ સમજો. બાકી તમે છોડી દ્યો ને ગ્રહણ કરો ને ઢીકણું કરો (એમ કહેતા નથી. અહીં આવ્યા હતા, બિચારા બે વાર આવ્યા હતા. શું કરવું? શું કરવું? તમે જે કહો છો એ શૈલીએ તો ક્ષુલ્લકપણું અમારામાં નથી. હવે અમે ક્ષુલ્લક થઈને બેઠા, કરવું શું? ભઈ! અમે કંઈ કહેતા નથી કે, તમે ક્ષુલ્લકપણું છોડી દ્યો. આહાહા..! એ તો કીધું ને, ઓલા આવ્યા હતા, શ્વેતાંબર સાધુ આવ્યા હતા એ અહીં ચોમાસુ રહ્યા હતા. બ્રાહ્મણ હતા. વાંચેલું ઘણું ચોમાસુ અહીં રહ્યા. સાંભળવા કાયમ આવે. એણે પણ મને ખાનગી કીધું, તમે કહો છો એ વાત સોળસોળ આના છે પણ અમારે કરવું શું હવે ત્યારે એમ કે, તમે કહો કે છોડો, અમે અહીં નભાવશું. અમે તો ભઈ કોઈને કંઈ કહેતા નથી. હું અભ્યાસ જ એ હતો. એનું નામ શું હતું? “કુમુદવિજય'. બ્રાહ્મણ હતા. શ્વેતાંબર સાધુ. ચાર મહિના રહ્યા. સવાર-બપોર આવે. ઉતર્યા હતા ત્યાં ઓલા શ્વેતાંબરનું છે ને? “ચારિત્રવિજય” સાંભળવા અહીં આવે. બેઠા. એક તો પછી ચાલ્યો ગયો, છોડી દીધું. આ કહે, વાત તો સાચી સોળસોળ આના વાત છે. અમારે શું કરવું? હવે ક્ષુલ્લક લઈને પડ્યા છીએ. આહાહા...! બાપુ! ક્ષુલ્લકપણું એ ચીજ શું છે? અગિયાર પડિમા, બાપા! એ વસ્તુ, ભાઈ! આહાહા...! જેને હજી રાગના રજકણની પરની ક્રિયા, હું હોઉં તો આ થાય, એવી માન્યતાવાળાને બે દ્રવ્યની એકતાબુદ્ધિ છે અને એથી આગળ જતાં રાગના દયા, દાનનો રાગ પણ મારો છે એને પણ સ્વભાવ ને વિભાવની એક્તાબુદ્ધિ છે. આહાહા...! સમજાણું કાંઈ? આવો માર્ગ છે પ્રભુનો પરમેશ્વરે એમ કહ્યું છે, અહીં આવ્યું અને જ્ઞાનમાં એમ આવે છે અને વસ્તુની સ્થિતિ એમ છે. આહાહા! “અનુભવગોચર પણ થાય છે. એમ કહે છે. “વ: પર: વરિ તુન્ પિ મરચું વિ૬ રોતિ “એવું કહ્યું દ્રવ્ય છે કે જે યદ્યપિ શેયવસ્તુને જાણે છે.” એ બાહ્ય લુટુંતિ, એમ. શેયને જાણે છે પણ શેયથી બાહ્ય લુટેતિ. શેયથી ભિન્ન છે. શેયને આત્મા જાણે છે પણ શેયથી આત્મા ભિન્ન લુટંતિ. બહાર રહે છે. આહાહા.! સમજાણું કાંઈ? “જોયવસ્તુને જાણે છે તોપણ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે? અર્થાત્ કોઈ દ્રવ્ય કરી શકે નહિ. આહાહા.! આ ઓલા બાવા નથી આવતા? અંદર લોલક અને હેઠે લાકડું હોય. આમ ફેરવે ત્યાં લોલક ખખડાટ થાય. માંગવા આવે ને? અમારી દુકાને તો ઘણું જોયેલું હોય ને? એ આવે છે, બાવા, નહિ? એવા કાંઈક નામ બોલાય છે. આમ પૈસો દેતા વાર લાગે તો એની પાસે લાકડું હોય છે. તે આમ આમ ફેરવે તો અંદર લોલક ફરે. પણ ખરેખર તો લાકડું એને અડવું નથી. અરે...! આવે છે ને આ? શું કહેવાય? અંદર આમ લોલક હોય. હૈ? Page #369 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૩ ૩૫૫ મુમુક્ષુ :- હવે કોઈ એવા આવતા જ નથી. ઉત્તર :- તે દિ' બહુ હતા. એ બધા બાવા દુકાને બહુ આવતા. થોડીક વાર લાગે ઓલા ઘરાક આવ્યો હોય તો પછી આમ ફેરવે. એમ કે, સંભળાવે, ઝટ લાવો. લાકડું એવું હોય કે આમ આમ હલે ત્યાં અંદર લોલક ઊંચુંનીચું થાય. એ પણ અહીં તો કહે છે કે. એને અડ્યું નથી ને એને કારણે થયું છે. આહાહા...! કોને વાત બેસે? એકાંત જ લાગે ને. આહાહા.! કહો, ‘શ્રીપાલજી આવી વાત છે. પછી સામે કેટલાક વિરોધ કરે (કે), એકાંત છે, એકાંત છે, એકાંત છે. આ સમ્યફ એકાંત જ છે. | મુમુક્ષુ :- આપ કહો છો સમ્યફ એકાંત. તે લોકો મિથ્યા એકાંત કહે છે. તે જ મોટો ફેર છે. ઉત્તર :- ઇ જ કહે છે. આહાહા...! “એવું ક્યું દ્રવ્ય છે કે જે યદ્યપિ શેયવસ્તુને જાણે છે. એટલા સુધી લીધું. ‘તોપણ શેયવસ્તુ સાથે સંબંધ કરી શકે?’ આહાહા.! આ કાગળને જાણે છે, અક્ષરને, છતાં જ્ઞાન શેયનો સંબંધ કરે એવું ક્યાં છે? આહાહા...! ખરેખર તો જ્ઞાન એને જાણે છે એમેય નથી. કારણ કે એને અડતું નથી. એનો પર્યાય જ્ઞાન છે એને અડે છે, સ્પર્શે છે તો જ્ઞાન જ્ઞાનની પર્યાયને જાણે છે. આહાહા.! ઈ આવે છે ને? કળશમાં નહિ? જ્ઞાન, શેય ને જ્ઞાતા. જ્ઞાન પણ આત્મા, શેય પણ પોતે જ પોતાનું. પરણેય નહિ આહાહા.. પોતે જ્ઞાન, પોતે જ્ઞાતા. પોતે શેય. આહાહા.! એવી પોતાની સત્તાનો ઉત્પાદ, શેયનો, જ્ઞાન પોતાને જાણે. આહાહા...! અહીં સુધી જાવું અંદર, બાપુ! આહાહા.! એ ધીરજના કામ છે. આ કાંઈ કોઈ ભણતર ભણી જાય માટે થઈ જાય એમેય નથી. આહાહા...! અંદર વસ્તુ આ રાગને જોય જાણે છે, રાગને શેય તરીકે જ્ઞાન જાણે છે એ પણ વ્યવહાર છે, કહે છે. અને રાગ છે માટે અહીં જ્ઞાનમાં એના સંબંધીનું જ્ઞાન થયું એમેય નથી. એ સમયના જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વતઃ ઉત્પાદ સ્વપરપ્રકાશના સામર્થ્યથી થયો છે. રાગ થયો એનું જ્ઞાન પણ રાગ છે માટે થયું છે એમેય નહિ. આહાહા.! અહીં તો પદ્રવ્યની સાથે સંબંધ કહે છે, પણ અંદરમાં ભેદ પાડે તો અહીં સુધી ભેદ છે. આહાહા...! આવું ખેંચીને ખેંચીને બહુ આઘુ લઈ ગયા, એમ લોકો કહે છે. ખેંચીને નહિ, વસ્તુ જ એવી છે. ન કીધું માથે? “આવો તો નિશ્ચય છે...... છે ને? “યમ્ નિશ્ચયઃ'. શું? વસ્તુ વસ્તુરૂપે છે તેવો નિશ્ચય છે. આહાહા.... દરેક આત્મા ને દરેક પરમાણુ પોતપોતાની પર્યાયમાં રહેલું છે એ પરને લઈને નહિ અને પરને પોતે કરે નહિ એવી વસ્તુ છે એવો નિશ્ચય કરો. આહાહા...! પરમેશ્વરે એમ કહ્યું છે અને જ્ઞાનમાં પણ એ જ રીતે જણાય છે. આહા...! યવસ્તુ સાથે સંબંધ કરી શકે?’ કેનહિ. “ભાવાર્થ આમ છે કે-વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે એકરૂપ થતું નથી.” આહાહા.! કર્મના રજકણો Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ કિલશામૃત ભાગ-૬ અને આત્માના પ્રદેશ એક ક્ષેત્રે છે છતાં કર્મના પરમાણુઓ આત્માને જડ બનાવી શકતા નથી અને ચૈતન્ય જ્ઞાન છે તે કર્મને બાંધી શકતા નથી. આહાહા...! સમજાણું કાંઈ? “આ ઉપરાંત જીવનો સ્વભાવ છે કે શેયવસ્તુને જાણે;” એ તો પોતાનો સ્વભાવ છે, શેયને લઈને નહિ. આહા. “એવો છે તો હો, તોપણ હાનિ તો કાંઈ નથી.” પરને જાણવાનો સ્વભાવ છે. (તો કહે છે) હો, એમ કહે છે. એ તો પરને જાણવાનો સ્વભાવ પોતાનો છે. એમાં કાંઈ વિરોધ નથી. “જીવદ્રવ્ય શેયને જાણતું થકું પોતાના સ્વરૂપે છે.’ લ્યો. સામી ચીજ છે તેવું અહીં જાણતું થર્ક પોતે પોતાના સ્વરૂપમાં રહીને જાણે છે, એના સ્વરૂપમાં ગયું છે એમ નથી. આહાહા.સમજાણું કાંઈ? આવી વસ્તુની મર્યાદા અનાદિ પરમેશ્વરે કહી છે, વસ્તુની મર્યાદા એવી છે અને જ્ઞાનમાં પણ એ રીતે જ નિશ્ચય છે તેમ જણાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम् । व्यावहारिकद्दशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात् ।।२२-२१४।। ખંડાન્વય સહિત અર્થ :- કોઈ આશંકા કરે છે કે જેનસિદ્ધાંતમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે-જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘તુ યત્ વસ્તુ સ્વયમ્ પરિમેનઃ વસ્તુનઃ વિશ્વન પિ તે” () એવી પણ કહેણી છે કે (ય વસ્તુ) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (રવયમ રામન: કન્યવરંતુન:) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (વિશ્વન પિ તે) કાંઈ કરે છે એમ કહેવું, “તત્ વ્યાવહારિશ' (તત) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (વ્યાવહારિકશા) જૂઠી વ્યવહારદષ્ટિથી છે. “નિશ્ચયીત્વ વિક્રમ પિ નાસ્તિ રૂદ મત’ (નિશ્ચયીત) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (મ્િ પ નાસ્તિ) એવો વિચાર-એવો અભિપ્રાય કાંઈ નથી;ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે;– (૩ માં) એવો સિદ્ધાંત સિદ્ધ થયો. ૨૨-૨૧૪. Page #371 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૪ ૩પ૭ મહા સુદ ૧૪, મંગળવાર તા. ૨૧-૦૨-૧૯૭૮. કળશ- ૨૧૪, ૨૧૫ પ્રવચન–૨૩૮ આ “કળશટીકા' છે. “સમયસાર જે કુંદકુંદાચાર્યદેવ” સંવત ૪૯માં ભરતક્ષેત્રમાં થયા તેઓ ભગવાન પાસે ગયા હતા. “સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે અને તેની ટીકા “અમૃતચંદ્રાચાર્યદેવે” (કરી) એમના કળશ છે. ૨૧૪. લ્યો, શેઠા આજે હિન્દી ચાલશે. ૨૧૪. હિન્દી છે ને? ૨૧૪. |રથોદ્ધતા) यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः किञ्चनापि परिणामिनः स्वयम् । व्यावहारिकद्दशैव तन्मतं नान्यदस्ति किमपीह निश्चयात्।।२२-२१४।। શું કહે છે? કોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે.' આ મૂળ ચીજ છે. મુમુક્ષુ :- “ગોમ્મદસારમાં લખ્યું છે. ઉત્તર :- હા, લખ્યું છે. ઈ કહે છે, એ વ્યવહારિક જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધાય છે એ તો પોતાની પર્યાયથી બંધાય છે, આત્મા એને બાંધે છે એવી વાત છે જ નહિ. એક દ્રવ્યની પર્યાય-અવસ્થા બીજા દ્રવ્યની પર્યાય ક્યારેય કરતી નથી. આવી ચીજ છે. વીતરાગ પરમેશ્વરે પોતાના જ્ઞાનમાં જાણ્યું એવું વસ્તનું સ્વરૂપ કહ્યું. જૈન સિદ્ધાંતમાં એમ આવે છે કે, જ્ઞાનાવરણીય (આદિ આઠ કર્મ જીવ બાંધે. બાંધે કહે છે ને? અને જ્ઞાનાવરણીય કર્મને આત્મા ભોગવે, એમ આવે છે ને? એ તો વ્યવહારિક જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. આહાહા... એમ જ્ઞાનાવરણીય કર્મ છે એ પોતાની જ્ઞાનની પર્યાયને હિણી કરે એ પણ વ્યવહારથી જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યું છે. પરદ્રવ્યની પર્યાયને. પર્યાય નામ અવસ્થા, પરદ્રવ્ય પરિણમન કરે છે તેની અવસ્થાને પરદ્રવ્ય કરી શકે છે એવું કાંઈ નથી. આહાહા.! સમજાય છે કાંઈ જે છે પ્રકારે જ્ઞાનાવરણીય બંધાય છે. જ્ઞાનાવરણીય (કર્મ) બાંધવાના છ પ્રકાર છે ને? અતપ્રદોષ, નિન્દવ આદિ છ બોલ છે. જ્ઞાનાવરણીયના બંધનમાં નિમિત્ત રૂપે છ બોલ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કલશામૃત ભાગ-૬ છે તેનો પણ કર્યાં આત્મા અજ્ઞાની છે. આહાહા..! પોતાની પર્યાયમાં પણ જે પુણ્ય-પાપના દોષ ઉત્પન્ન થાય છે એ વિકાર છે અને આત્મા નિર્વિકારી સ્વભાવ છે, તો જેની દૃષ્ટિ સ્વભાવ ઉ૫૨ થઈ તે, જે છે પ્રકારે) જ્ઞાનાવરણીય બંધાય તે છ કા૨ણનો પણ તે કર્તા થતો નથી. આહાહા..! દેવીલાલજી'! આવી ઝીણી વાત છે, પ્રભુ! એક દ્રવ્ય–એક વસ્તુ બીજી વસ્તુને કંઈ પણ કરે એ ત્રણકાળમાં જૈનદર્શનમાં એવી વાત છે નહિ. આહાહા..! જેમ આત્મા ઇચ્છા કરે તો શરીર ચાલે કે વાણી બોલે એ વાત ત્રણકાળમાં સાચી નથી. કેમકે પરદ્રવ્યની પર્યાયને પદ્રવ્યની પર્યાય કરે, એ પરિણમનારું દ્રવ્ય છે તો પોતાથી પરિણમે છે તેને બીજો પરિણામે એમ થતું નથી. કહો, શેઠ! હેં? મુમુક્ષુ :– હોવામાત્ર ઉત્ત૨ :એ તો કહે છે, અજ્ઞાની જૂઠી દૃષ્ટિથી જોવે છે. અમે તમાકુ વેંચીએ છીએ ને તમાકુ લઈએ છીએ, તમાકુના પૈસા અમે લઈએ છીએ એ બધી પદ્રવ્યની ક્રિયા આત્મા કરે એમ ત્રણકાળમાં નથી, એમ કહે છે. આહાહા..! આ તો વીતરાગમાર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવ જેણે ત્રણકાળ ત્રણલોક એક સમયમાં જોયા. પરમાત્મા મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ‘સીમંધર’ ભગવાન પાસે ‘કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા અને આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. ભગવાનનો આ સંદેશ છે. આહાહા..! ... આત્મા, જે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ બંધાય છે તેનો આત્મા કર્તા નથી. તો શાસ્ત્રમાં આવે છે ને, એ કહ્યું ને? જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે...' જુઓ! લોકો તો કહે છે પણ જૈન સિદ્ધાંતમાં એમ કહ્યું છે, એમ કહે છે. એમ કહ્યું ને? જૈનસિદ્ધાન્તમાં પણ...’ એમ. લોકો તો કહે છે પણ જૈન સિદ્ધાંતમાં પણ એમ કહ્યું છે કે, જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે,...’ અને આત્મા જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે.’ આહાહા..! શું કહ્યું ઇ? સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે, જ્ઞાનાવરણીય કર્મના પરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનાવરણીયના પરિણામથી પોતાની પર્યાયમાં જે હિણી દશા થાય છે તે તેનાથી થાય છે, તો જ્ઞાનાવરણીય કર્મનો ભોક્તા પણ આત્મા છે. એમ જૈન સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે. છે? આહાહા..! તેનું સમાધાન આમ છે કે જૂઠા વ્યવહારથી કહેવા માટે છે...' શેઠ, છે? શું કહ્યું? ક્યાં છે? નથી ખબર. ઇ એના ઓલા ચોપડા જોવે એ પ્રમાણે આ ધ્યાનમાં બહુ નથી રાખતા. જૂઠા વ્યવહારથી કહેવા માટે છે,...’ છે? છે. જૂઠા વ્યવહા૨થી કહેવા માટે છે.’ આ ચોપડા વાંચ્યા નથી, પૈસાના ચોપડા વાંચ્યા છે. શેઠ! જ્ઞાનાવરણીય કર્મને આત્મા કરે છે અને તેને ભોગવે છે એ વ્યવહાર જૂઠી દૃષ્ટિથી કહેવામાં આવ્યો છે. સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- આત્મા કરે છે તે જૂઠી દૃષ્ટિથી કેવી રીતે? ઉત્તર :- એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે (કે) નિમિત્ત શું છે? નિમિત્ત છે ને? તેનું Page #373 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૪ ૩૫૯ જ્ઞાન કરાવ્યું છે. તેનાથી પરમાં કાંઈ થાય છે એમ નથી. આહાહા...! ઝીણી વાત, ભાઈ! આત્મા પરની દયા પાળી શકે એમ છે નહિ, એમ કહે છે. પરદ્રવ્યની પર્યાય જે છે એ પર આત્મા કરી શકે એમ ત્રણકાળમાં નથી. આહાહા...! પરને જીવાડી શકે, પરને મારી શકે, પરને સગવડતા -અનુકૂળતા દઈ શકે, આહાર-પાણી આપી શકે એ આત્મા ત્રણકાળમાં કરી શકતો નથી. આહાહા.! અરે.. જૈનદર્શન શું છે એની ખબર નથી. પોતાની કલ્પનાથી જિંદગી અનંતવાર ગાળી. આહાહા.! અહીંયાં કહે છે, આવ્યું? જ્ઞાનાવરણી આદિ આઠે કર્મ. આત્મા આયુષ્ય બાંધે છે એમ કહેવું એ જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે. આત્મા તો, જે આયુષ્ય બંધાય એ કર્મની પોતાની પર્યાયથી બંધાય છે, આત્માએ તો આયુષ્ય બંધાય એવો ભાવ, ભવિષ્યનું આયુષ્ય બંધાય એવો ભાવ કર્યો, એ ભાવનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે તો વ્યવહારથી કહેવામાં આવે છે કે આત્માએ આયુષ્ય બાંધ્યું. પણ એમ છે નહિ. આહાહા..! મુમુક્ષુ :- પહેલા કહેવું કે આમ છે અને પછી કહેવું કે વ્યવહારથી છે. ઉત્તર :- ખુલાસો નિમિત્તથી એમ લખ્યું છે, જુઓને છે? જેનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે.' એમ લખ્યું છે. લોકો તો કહે છે કે, અમે કરીએ છીએ, આવા કામ કરીએ છીએ, આવા કામ કરીએ છીએ, દુકાનના ધંધા ચલાવીએ છીએ, માલ-પૈસાને લઈએ છીએ, દઈએ છીએ, માલ લઈએ છીએ, દઈએ છીએ. અમે ખાઈએ. પીઇએ છીએ. એ તો જડની ક્રિયા છે. લોકો કહે છે કે, અમે આમ કરીએ છીએ. તો જૈન સિદ્ધાંતમાં પણ આવે છે ને? એમ કહ્યું. હું પણ છે ને? સમજાય છે કાંઈ? જૈનધર્મ સૂક્ષ્મ બહુ છે, પ્રભુ એ પરનો તો કર્તા નથી પણ પોતામાં જે વિકાર થાય છે, શુભ-અશુભ, દયા, દાન ભાવ આદિ, તેનો પણ આત્મા સ્વભાવની દૃષ્ટિથી કર્તા નથી. અજ્ઞાનભાવે એ વિકારનો કર્તા થાય છે. આહાહા...! આવી વાત છે, બહુ ઝીણી, બાપુ આહાહા...! અનંતકાળથી રઝળે છે. મુનિવ્રત ધાર અનંત ઐર શૈવેયક ઊપજાયો” “છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' આત્મા આનંદસ્વરૂપ (છે). આહાહા...! પંચ મહાવ્રત પાળ્યા પણ એ તો રાગ છે. અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહના મહાવ્રતના ભાવ તો આસવ છે. “તત્ત્વાર્થસૂત્ર' છઠ્ઠા અધિકારમાં ઉમાસ્વામીએ લીધું છે. તો આસવ પાળ્યા, એ તો દૃષ્ટિ મિથ્યાત્વ છે. મુમુક્ષુ :- મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા તો લીધી હતી. ઉત્તર:- એ પ્રતિજ્ઞા તો અશુભને ટાળવા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. બાકી તો પુણ્ય, વતનો વિકલ્પ છે, ભગવાનની ભક્તિનો ભાવ છે એ છે શુભ, પણ એ શુભ મારી ચીજ છે અને હું કર્તા છું, ત્યાં સુધી એ મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની છે, આહાહા.! આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વાત છે બહુ વીતરાગમાર્ગ અને એ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કલશામૃત ભાગ-૬ જૈનદર્શનનું તત્ત્વ અંતરમાં સમજ્યા વિના એના જન્મ-મરણ ક્યારેય મટશે નહિ અને આવી વાત જૈનધર્મ સિવાય બીજામાં છે જ નહિ. આહાહા..! અહીંયાં કહે છે કે, અન્ય લોકો તો કહે છે જ, એમ કહે છે. પણ’ છે ને? પણ’. જૈનસિદ્ધાન્તમાં પણ...’ એમ. છે? શેઠ! ક્યાં છે? અન્યમતિ તો કહે છે કે, ૫૨નો કર્તા પરનું કરે, એમ લોકો પણ કહે છે કે, અમે પ૨નું કરીએ છીએ, તો જૈન સિદ્ધાંત પણ એમ કહે છે તો એમાં તમારે શું ફેર પડ્યો? એમ કહે છે. હેં? વાંધો તમે શા માટે કાઢો છો? શેઠ! જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે..’ આત્મા આઠ કર્મ બાંધે, આઠ કર્મ ભોગવે એમ શાસ્ત્રમાં આવે છે ને? તો કહે છે, એ બધા કથન જૂઠી વ્યવહારદૃષ્ટિથી કહેવામાં આવ્યા છે. આહાહા..! આવી વાત હવે. નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે. મુમુક્ષુ :ઉત્તર ઃ– કોણ ભોગવે? નિવ્રુત અને નિકાચિત કર્મ પડ્યા હોય તો આત્માએ ભોગવવા જ પડે એ વાત જૂઠી. કર્મ જડ છે. ભગવાનઆત્મા તો અરૂપી ચૈતન્ય છે. એ જડની પર્યાય ભોગવે કે પોતાની પર્યાયને ભોગવે? આહાહા..! શું કરે પણ તત્ત્વની ખબર ન મળે. ઇ કહે છે, કર્તા છે અને ભોક્તા છે. તેનું સમાધાન આમ છે કે જૂઠા વ્યવહારથી કહેવા માટે છે,...' આહાહા..! કહો, શેઠ! આ તમાકુના ઓરડા ભરી રાખીએ છીએ ને પછી પૈસા ઊપજાવીએ છીએ અને આ શું કહેવાય? તમાકુની બીડી લઈને મોટર.. મોટર.. મોટરનું ઓલું અમથું શું કહે છે સાધારણ? મોટર વિના સાધારણ શું કહેવાય? જીપગાડી. શેઠને બધું છે. જી... જીપગાડી. એકવાર તમે દેખાડવા લઈ ગયા હતા ને? મલ્હારગઢ’. એના ઘરે ચાલીસ તો મોટર છે. ગૃહસ્થ છે ને એ તો બીડીવાળો મોટો વેપારી છે. કહે છે કે, એ જીપથી મેં કામ લીધું, આત્મા જીપને ચલાવે છે એ વાત તદ્દન ખોટી છે, એમ કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ ? લોકો તો કહે છે પણ તમે જૈન સિદ્ધાંતમાં કેમ કહો છો ? એમ પૂછે છે. કે, ભઈ! અમે કહીએ છીએ એ જૂઠા વ્યવહા૨થી કહીએ છીએ. એ સાચો વ્યવહાર છે જ નહિ. આહાહા..! સાચો વ્યવહાર તો એ છે કે, આત્મા પોતાના પરિણામને કરે. વિકારી કે અવિકારી પર્યાય-પરિણામને કરે, એ સાચો વ્યવહાર છે. નિશ્ચયમાં તો આત્મા વિકારનો પણ કર્તા નથી. ધર્મી જીવ છે, જે સમ્યગ્દષ્ટિ છે, જેને ધર્મનું ભાન થયું છે કે હું તો ચૈતન્ય આનંદ સ્વરૂપ છું, એવો સમકિતી જીવ, ધર્મની પહેલી સીડીવાળો એ પુણ્યના પરિણામનો પણ કર્યાં થતો નથી. આહાહા..! સમજાય છે કાંઈ? આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! શું થાય? જોયું? એ જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં...’ દ્રવ્ય નામ પદાર્થ. આત્મા અને આ પુદ્ગલ પરમાણુ જડ, તેનું સ્વરૂપ વિચારતાં. છે? પદ્રવ્યનો કર્તા જીવ નથી.’ આહાહા..! પરદ્રવ્યનો આત્મા કર્તા નથી. કેમકે પદ્રવ્ય પોતાથી પરિણમે છે તેને Page #375 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૪. ૩૬ ૧ બીજો કેમ પરિણમાવે? આહાહા.. સમજાણું કાંઈ? આ લાકડી ચાલે છે તો આત્મા એને ચલાવી શકે, એની ભગવાન ના પાડે છે. કેમકે જડ પરમાણુ છે તેની પર્યાય જડથી થાય છે. આત્મા એમ કહે કે, આ મારાથી થઈ છે (તો એ) મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. જૈનના તત્ત્વની એને ખબર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “ક જીવ નથી.” શેઠા વાત તો સમજાય એવી છે, સાદી ભાષા છે, વળી હિન્દી છે. શું કહે છે? મુમુક્ષુ :- આત્મા લાકડી નથી ચલાવતો પણ હાથ તો ચલાવે છે ને? ઉત્તર :- હાથને ચલાવી શકતો નથી. એ તો (કહે છે). આ તો જડ માટી છે. આમ જે થાય છે એ તો જડની પર્યાય છે, જડથી થાય છે. મુમુક્ષુ :- આત્મા હાથ તો ઊંચો કરી શકે ને? ઉત્તર:- ઊંચું કરી શકે નહિ. કીધું ને આત્મા આ ઊંચું કરી શકતો નથી. એ હાથથી ઊંચું થાય છે એમ પણ નથી. ઝીણી વાત છે, પ્રભુ! એક તત્ત્વ બીજા તત્ત્વના કોઈ પરિણામ કરે એ ત્રણકાળમાં જૈન સિદ્ધાંતમાં નથી. આહાહા...! સમજાય છે કઈ છે? “વિચારતાં.” સત્યને વિચારતાં, પ્રભુ મુનિ એમ કહે છે કે, એક જીવદ્રવ્ય પદ્રવ્યનો કર્તા નથી. આહાહા.! આહાર અને પાણી ખાય છે એની ક્રિયા આત્મા કરે એમ છે નહિ, એમ કહે છે. આહા.! એ તો જડની ક્રિયા છે, માટી–ધૂળ છે એ તો. દાળ, ભાત, રોટલા બધા પુદ્ગલ અજીવ છે તો અજીવનું પરિણમન આત્મા કરે? ખાવાની પર્યાય કરે? અજ્ઞાની રાગ કરે કે, હું ખાઉં છું, હું પીઉં છું, એવો રાગ કરે. એ અજ્ઞાની (કરે). સમજાય છે કાંઈ? ધર્મી એ જડની ક્રિયા તો કરે નહિ, પણ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆતવાળો એ દયા, દાનના પરિણામ છે એ પણ મારા નથી, એ વિભાવ છે, વિકાર છે તેનો પણ કર્તા હું નથી એમ માને છે). આહાહા...! સમજાય છે કાંઈ? શ્લોકનો (આધાર) આપ્યો હતો. કર્તા-કર્મનો નહિ? કરે કર્મ નો હી કરતારા, જો જાને સો જાનમહારા, જાણે સો કર્તા નહીં હોઈ, કર્તા સો જાને નહીં કોઈ આ “અમૃતચંદ્રાચાર્ય મહારાજના શ્લોકમાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક” એમણે બનાવ્યું એમાં કહે છે). કરે કર્મ સો હી કરતારા પરના પરિણામ હું કરી શકું છું અને મારા રાગના પરિણામ પણ હું કરી શકું છું, એ કરવાવાળો જાણનાર રહી શકતો નથી. અને જાને સો કર્તા નહીં હોઈ હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ જ્ઞાતા છું, એમ જે જાણનારો છે એ રાગ ને પરદ્રવ્યનો કર્તા થતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઓહો. આ તો બધાથી લોલો થઈ ગયો, લોલો! પરનું કાંઈ કરી શકે નહિ. આહાહા.! હું મુમુક્ષુ :- પાંગળો. પાંગળો. ઉત્તર :- પાંગળો છે. આહાહા..! સ્ત્રી, કુટુંબ, પુત્ર બધાને હું નભાવી શકું છું, એ મારી ચીજ છે એ મારી માન્યતા મિથ્યાત્વ છે). પર વસ્તુ જડ અને આત્મા તો પર છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કલશામૃત ભાગ-૬ આ આત્માથી પણ આ આત્મા પર છે અને શરીર પર છે. તો હું પરનું કાંઈક કરું છું, હું એની સંભાળ કરું છું, એની રક્ષા કરું છું... આહાહા.! એ બધી માન્યતા મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે, એ જૈન નથી, એને જૈનની ખબર નથી. આહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર, તેમની વાણીના ન્યાય, સાર બહુ અલૌકિક છે. આહાહા.! હૈ? તુ ચત્ વરંતુ વયમ્ પરિણામિનઃ રચવરંતુનઃ વિશ્વન પ ત’ શું કહે છે હવે? “એવી પણ કહેણી છે કે એમ પણ કહેવત છે કે જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય...” ભગવાન આત્મા તો ચેતનાલક્ષણ છે. એ તો જાણવા-દેખવાના લક્ષણથી જાણવામાં આવે છે. એ ચેતનાલક્ષણ પરનું કાંઈ કરે એ તો છે નહિ. આહાહા..! છે? “ચેતનાલક્ષણ જીવદ્રવ્ય....” કેટલાક લોકો આમ કહે છે, એમ કહે છે. “સ્વયમ્ પરિમેન અન્ય વસ્તુને પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે.” આહાહા.! શું કહે છે? કે, આત્મામાં જે રાગાદિ પરિણામ થયા, પરિણમે છે, તો એ પરિણમે છે એટલે થાય છે, તો કર્મને પણ પરિણમાવે છે, એમ અજ્ઞાની લોકો કહે છે. છે? પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું.” “ વિશ્વન પિ ત’ ‘કાંઈ કરે છે એમ કહેવું.” આહાહા...! “તત વ્યાવરિશ' જે કાંઈ એવો અભિપ્રાય છે. જેનો આવો અભિપ્રાય છે તે બધો જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે.' બે વાર આવ્યું, જૂઠી... જૂઠી. આહાહા.! સમજાય છે કઈ? હું આત્મા પોતાના પરિણામ, પરિણમન કરું છું તો સાથે બીજાને પણ હું પરિણમાવી શકું છું, એમ માનનારા જૂઠી વ્યવહારદષ્ટિ માને છે, એ સાચી દૃષ્ટિ નથી. આહાહા.! ભારે કામ આકરું. આ બધું આખો દિ કામ ચલાવવું (એ) કાંઈ કરી શકતો નથી. મુમુક્ષુ – જ્યાં સુધી શુદ્ધ દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપિત નથી કરી ત્યાં સુધી તો કર્યા છે ને? ઉત્તર :- ત્યાં સુધી રાગનો કર્તા છે. મુમુક્ષુ – પરનો નહિ? ઉત્તર :- પરનો તો બિલકુલ નહિ, અજ્ઞાની પણ. ધંધા-બંધા, તમારી દુકાનના ધંધાનો તો અજ્ઞાની પણ કર્તા નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પોતાના પુણ્ય-પાપના વિકારી ભાવનો કર્તા થાય છે, બસ આટલી મર્યાદા છે. પણ પરને અજ્ઞાનભાવે પણ કરે, એમ ત્રણકાળમાં થતું નથી. સમજાય છે કાંઈ? કેમકે પરપદાર્થ પોતાના પરિણમનથી પરિણમે છે. પરવસ્તુ પોતાની પર્યાયથી પરિણમે છે એમાં બીજો તેને શું કરે? આહાહા...! જ્યાં સુધી અજ્ઞાની છે, મિથ્યાદૃષ્ટિ છે, મૂઢ છે ત્યાં સુધી પણ રાગ અને પુણ્ય-પાપનો કર્તા છે પણ પરનો કર્તા તો બિલકુલ નથી. કેમકે પરદ્રવ્ય સ્વતંત્ર ભિન્ન છે. સમજાય છે કાંઈ? આહાહા.! બહુ આકરી વાતું છે ભઈ આ. બંધ અધિકારમાં તો એમ લીધું છે Page #377 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૪ ૩૬ ૩ ને કે, હું પરની દયા પાળી શકું છું, જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને હું આહારપાણી, ઔષધ, દવા, સગવડતા આપી શકું છું એમ માનનારો) જીવ મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. સમજાય છે કઈ? ગાંધીજી અમારા વ્યાખ્યાનમાં આવ્યા હતા ને? “ગાંધીજી', “રાજકોટ’. (સંવત) ૨૦૦૫ ની સાલ, હોં! ઘણા વર્ષ થઈ ગયા. ૩૯ વર્ષ થયા. ગાંધીજી વ્યાખ્યાનમાં આવ્યા હતા. મોહનલાલ ગાંધી”. એ વખતે આ વાત ચાલી હતી. ૩૯ વર્ષ પહેલા રાજકોટમાં ચોમાસુ હતું. કહ્યું, પરની દયા હું પાળી શકું છું એ તો મૂઢ અને મિથ્યાદૃષ્ટિ છે. એને એમ લાગ્યું, પોતે દુનિયાનું એવું બધું કામ કરતા હતા ને? મુમુક્ષુ :- દેશનું કલ્યાણ કરતા હતા. ઉત્તર :- કોણ દેશના કલ્યાણ કરી શકે? દેશનું કલ્યાણ કરી દઉં, સગવડતા આપી શકું એ બધી માન્યતા જૂઠી મિથ્યાદૃષ્ટિની છે. આવી વાત છે, ભાઈ! મુમુક્ષુ :- એમ માને એ મૂઢ છે, એમ કહ્યું હતું. ઉત્તર :- મૂઢ છે અને અજ્ઞાની છે, એમ કહ્યું. “બંધ અધિકાર માં. મુમુક્ષુ :- આપે વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે, મૂઢ છે. ઉત્તર :- મૂઢ છે, કીધું હતું. પણ પાઠમાં છે એ કહ્યું હતું ને? પછી) એક જણાને કહે, એક મહારાજ મને મૂઢ કહેતા હતા ઈ ક્યાં છે? મેં તો સિદ્ધાંતની વાત કરી હતી. મુમુક્ષુ :- એણે ટોપી ઓઢી લીધી. ઉત્તર :- ટોપી ઓઢી લીધી. અહીં તો વીતરાગમાર્ગ છે એ વાત ચાલે છે. કોઈ વ્યક્તિનું અહીં કામ નથી. આહાહા.! લોકોનું કલ્યાણ કરું, દેશની સેવા કરી શકું, એ તદ્દન મિથ્યાષ્ટિ મૂઢની માન્યતા છે. આહાહા.! પરદ્રવ્યની કોઈપણ પર્યાય હું કરી શકું છુંઆહાહા.! એને ભગવાન આત્મા શું છે તેની ખબર નથી. સમજાય છે કાંઈ? એ કહે છે, જુઓ! જીવ પરિણમે છે તો બીજાને પણ પરિણમાવે. એમ છે ને? એ વ્યવહારષ્ટિથી કહેવામાં આવે છે. આહાહા! નિશ્ચય મિ પિ નાસ્તિ ૩૬ મત આહાહા. “વસ્તુનું સ્વરૂપ વિચારતાં એવો વિચાર- ટીકામાં તો એમ લીધું છે, ટીકામાં કે, હું પરને જાણી શકું છું, પરને દેખી શકું છું, પરને છોડી શકું છું... સમજાય છે કાંઈ? ચાર બોલ છે, એક બોલ ભૂલી ગયા. ટીકામાં છે, સંસ્કૃત ટીકા છે ને? ૨૧૪ (શ્લોક) છે ને? હું પરને જાણું છું, પરને દેખું છું, પરને છોડું છું અને પરને શ્રદ્ધ છું. (એમ) સંસ્કૃતમાં ચાર બોલે છે. પરને શ્રદ્ધ છું એ વાત ખોટી છે, કહે છે. પરને છોડું છું, આહાર-પાણી છોડી શકું છું, આહાર છોડી દઉં છું. પરને શું છોડે? એ તો પરની અવસ્થા જાવાવાળી જશે, છૂટવાવાળી છૂટશે. આહાહા.! એ સંસ્કૃત ટીકામાં છે. છોડું છું, હું પરને શ્રદ્ધ છું. પરને શું શ્રદ્ધ? પોતે પોતાની શ્રદ્ધા કરે છે. હું આત્મા આનંદસ્વરૂપ જ્ઞાન છું, હું તો સચ્ચિદાનંદ પ્રભુ, અનંત ગુણનો Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કલશામૃત ભાગ-૬ સાગર હું આત્મા છું. લ્યો, શેઠા આ સાગર આવ્યું, તમારું “સાગર” (ગામ) નહિ. અનંત ગુણનો સાગર છે. આહાહા...! એવી અંતર સમ્યક દૃષ્ટિ થાય ત્યારે પરનો કર્તા તો અજ્ઞાની પણ નથી, પણ જ્ઞાની થયા પછી રાગ આવે છે, હજી ધર્મી થયો તોપણ ભક્તિ આદિનો ભાવ આવે છે કે નહિ? છતાં કર્તા થતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે. છે? નિશ્ચયમાં આ વ્યાખ્યા આવી છે. નિશ્ચયથી હું પરને દેખું છું કે પરને જાણું છું કે પરને છોડું છું, પરને શ્રદ્ધે છું એમ છે નહિ. વ્યવહારથી કહેવામાં આવે છે), જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા...! અરે..! અનંતવાર મુનિપણું લીધું, પંચ મહાવ્રત ધારણ કર્યા પણ અંદરમાં રાગનો કર્તા (રહ્યો). હું આત્મા ભિન્ન આનંદ સ્વરૂપ છું તેની દૃષ્ટિ ક્યારેય કરી નહિ. એ દૃષ્ટિ વિના મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો' નવમી રૈવેયક છે. ગ્રીવાના સ્થાને રૈવેયક છે). પુરુષના પ્રમાણમાં લોક છે ને? તો ગ્રીવાના સ્થાનમાં અનંત વાર ઊપજ્યો અને ત્યાં કોણ ઊપજી શકે? કાં સમકિતી ઊપજી શકે અને કાં મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી પંચ મહાવ્રતના ધારણ કરનારા જઈ શકે. આહાહા...! પણ હું રાગથી ભિન્ન મારી ચૈતન્યક્રિયા છે, એ “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' એ પંચ મહાવ્રતના પરિણામ છે એ પણ દુઃખ છે, આસવ છે. આહાહા.! એ “આત્મજ્ઞાન બિન” ભગવાન આનંદપ્રભુ ચૈતન્યમૂર્તિ, એવા આત્માના જ્ઞાન વિના લેશ સુખ ન પાયો. એક અંશે સુખ ન મળ્યું. પંચ મહાવ્રત અનંત વાર પાળ્યા તોપણ. કેમકે એ તો આસવ છે, દુઃખ છે. આહાહા.. સમજાય છે કાંઈ? અહીં તો હજી અંદર પરનું કર્તાપણું છૂટવું મુશ્કલે પડે છે. અમારે તો દુકાન સરખી ચાલે છે, લ્યો! આમ ધ્યાન રાખે, દુકાન ઉપર બેઠો હોય તો નોકરચાકર બરાબર કામ કરે, અમે ઘરે જઈએ તો પછી પાછળ ગોટા વાળે. મુમુક્ષુ :- શેઠને દેખતા કામ બરાબર કરે.. ઉત્તર:- ધૂળમાંય કરતા નથી. આહા...! ત્યાં “રાયચંદ ગાંધીનું હતું, “બોટાદમાં “રાયચંદ ગાંધીની મોટી દુકાન. એ શેઠ આવે ત્યારે માણસ ધ્યાન રાખે નહિતર તો લાંબા પગ કરીને પડ્યા હોય નોકરો. મોટી શેરી એટલે શેઠ આવે (ત્યારે બોલે) શેઠ નીકળ્યા. ત્યાં એકદમ સરખા બેસી જાય. રાયચંદ ગાંધી” હતા. પચાસ હજારની પેદાશ હતી. તે દિ', હોં. તે દિ. આ તો ઘણા વર્ષની વાત છે. અત્યારે પચાસ હજાર એટલે કાંઈ ન મળે. આહાહા...! ધુળેય નથી કાંઈ, બાપા! કોણ પેદા કરે ને કોણ ટાળે? બાપુ. એ પૈસા તો પૂર્વના પુણ્ય નિમિત્ત છે અને પૈસા આવવાના હોય તો આવે છે. તે કહે કે, ધંધો, વ્યવસાય કર્યો રાગનો તો પૈસા મળ્યા, એ વાતમાં કાંઈ માલ નથી. આહાહા...! અહીં કહે છે, “વસ્તુનું સ્વરૂપ વિચારતાં એવો વિચાર–એવો અભિપ્રાય કાંઈ નથી...” કાંઈ નથીનો અર્થ એ અભિપ્રાય જૂઠો છે. આહાહા.! હું પરને છોડું છું, પરનો ત્યાગ કરું Page #379 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૪ ૩૬ ૫ છું, પરની શ્રદ્ધા કરું છું, પરને જાણું છું, પરને દેખું છું એ અભિપ્રાય જૂઠો છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ પરને કાળે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે અને દેખે છે. આહાહા...! સમજાય છે કાંઈ? લ્યો, છે “રતિભાઈ છે કે નહિ એમાં? તો પછી આ કારખાનામાં કોણ કરે છે બધું? અત્યારે તો એમ કહે છે કે, “રતિભાઈ કર્તા-હર્તા છે એમ કહે છે. મુમુક્ષુ :- રતીભાઈ અહીં બેઠા છે ને કારખાનું તો ચાલે છે. ઉત્તરઃ- કારખાનાને ચલાવે કોણ? પ્રભુ! આહાહા.! એ રજકણ છે, અજીવ છે. અજીવની પર્યાય થાય છે તે અજીવથી થાય છે. જીવથી અજીવની પર્યાય થાય? આહાહા.! અરે.રે....! સત્ય વાત સાંભળવા મળે નહિ એ સત્ની ક્યારે શ્રદ્ધા કરે ને ક્યારે જ્ઞાન કરે? આહાહા.! ચોરાશીના અવતાર કરી કરીને દુઃખી દુઃખી દુઃખી થઈ ગયો. આહાહા...! એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ કરે. આહાહા..! લસણ, ડુંગળી–પ્યાજની એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ. આહાહા...! એવા લસણમાં, ડુંગળીમાં એક શ્વાસમાં અઢાર ભવ કરે. આહાહા.! એવા અનંત વાર કર્યા. પરની કર્તબુદ્ધિ છોડી નહિ. સમજાય છે કાંઈ? અભિમાન (ક્ય), મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. દુકાન આમ ચલાવી, વધારી દીધી, મેં પૈસા ભેગા કર્યા. આહાહા...! એ બધા મિથ્યા અભિપ્રાય છે એમ કહે છે. છે ને? એવો અભિપ્રાય કાંઈ નથી;” કાંઈ નથીનો અર્થ એ અભિપ્રાય સાચો નથી, એમ. મેં જ્ઞાનાવરણીય કર્મ કર્યા. “આપા કર્તા–વિકર્તા તે શ્વેતાંબરમાં આવે છે. આત્મા કર્મનો કિર્તા ને આત્મા કર્મનો ભોક્તા. બસ! ઈ એમ માને બરાબર. એ જૂઠી વાત છે. પરદ્રવ્યની પર્યાય કોણ કરે ને કોણ ભોગવે? આહાહા.! પોતાની પર્યાયમાં પણ વિકાર કરે, રાગ કરે ને રાગને ભોગવે એ પણ દૃષ્ટિ મિથ્યાત્વ છે. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ અનાકુળ આનંદનો કંદ, ચિદૂકંદ, આનંદકંદ પ્રભુ આત્મા છે. આહાહા. જે સુખનો સાગર, સુખનો સાગર ભગવાન આત્મા છે, આનંદનો સાગર છે. એ દૃષ્ટિ કરવાથી આનંદનું કરવું અને આનંદનું ભોગવવું (થાય છે) એ વાત બરાબર છે. સમજાય છે કાંઈ? આહાહા. એ “કઈ નથી;.” આહાહા.! એ અભિપ્રાય સાચો નથી. હું પરનું કરી શકું છું, છોડુ છું. અરે...! પરને છોડું છું એ અભિપ્રાય સાચો નથી, એમ કહે છે. સ્ત્રી, કુટુંબ છોડી દીધા, દુકાન છોડી દીધી, આહાર છોડી દીધો. શું છોડે? એ ચીજ ગ્રહણ કે દિ કરી હતી કે છોડે? આત્મામાં એક ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. ભગવાને આત્મામાં અનંત શક્તિ જોઈ છે. ગુણ, શક્તિ કહો કે ગુણ કહો. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત. એમાં એક ગુણ એવો છે–ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ એમ કહે છે કે, પરના ત્યાગ અને પરના ગ્રહણથી શૂન્ય એવી આત્મામાં એક શક્તિ પડી છે. આહાહા...! શક્તિ શૂન્ય નથી, હોં પરના ત્યાગગ્રહણથી શૂન્ય. હૈ? શક્તિ તો અસ્તિ છે. આહાહા.! શક્તિ કોને કહેવી? ગુણ કોને કહેવા? એમ ને એમ આંધળે આંધળા અનાદિથી ચાલે છે. ભવભ્રમણનો નાશ કેમ થાય Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ કલશમૃત ભાગ-૬ એની ખબર નથી અને આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરો, ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી. એ તો રાગ છે. આહાહા...! ધર્મ તો રાગથી ભિન્ન થઈને પોતાના શુદ્ધ સ્વભાવનું વેદન કરવું અને ભોગવવું એનું નામ પરમાત્મા ધર્મ કહે છે. આહાહા...! વ્રતાદિ, તપાદિ ભાવ છે એ શુભરાગ છે. રાગ છે એ તો બંધનું કારણ, દુઃખનું કારણ છે. આહાહા...! કહેવામાં તો આવે છે. તો કહે છે, એ તો કહેવામાં આવે છે એ બધું ખોટું છે. આહાહા...! છે? ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી,... કાંઈ જ વાત નથી ભૂળથી જૂઠું છે.” પરને છોડું છું, પરને માનું છું, પરને જાણું છું, પરને દેખું છું (એ) મૂળથી જૂઠું છે. આહાહા..! છે? “મૂળથી જૂઠું છે. જેનું મૂળ જ બધું જૂઠું છે. આહાહા.! મેં આમ છોડ્યું, મેં આમ ત્યાગ કર્યો, આમ ત્યાગ કર્યો. કોનો ત્યાગ કરે? પરવસ્તુ તેં કે દિ ગ્રહણ કરી હતી તો ત્યાગ કરે? આહાહા.! આકરી વાત, ભાઈ! આ “અમૃતચંદ્રાચાર્યદેવનો કળશ છે. દિગંબર સંત હજાર વર્ષ પહેલા થયા અને કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા. એમના શ્લોકની આ ટીકા છે. આહાહા...! અરેરે...! મનુષ્યપણું પામીને પણ જૈનદર્શન શું છે, વસ્તુ સ્વરૂપ શું છે એવી દષ્ટિ અને જ્ઞાન ન કર્યા તો મનુષ્યપણું મળ્યું એ ન મળ્યા બરાબર છે એ તો. આહાહા....! અહીંયાં એ કહે છે, “મૂળથી જૂઠું છે.” શું? પરનો કર્તા ને પરનો ભોક્તા ને પરને છોડનાર ને પરનું શ્રદ્ધાન કરનાર મૂળથી જૂઠું છે. “રુદ માં “એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો.” લ્યો! એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો કે પરનો ત્યાગ કરવો ને પરને પાળવું ને પરને બચાવવું ને પરને મારવું ને પરને સુખ-દુઃખ દેવા એ બધા અભિપ્રાય જૂઠા છે. એવો સિદ્ધાંત સિદ્ધ થયો. મુમુક્ષુ :- ગુરુદેવ ! બે સિદ્ધાંત આવ્યા. એક કર્મને કરે અને એક કર્મને ન કરે. ઉત્તરઃ– કર્મને કરે એ સિદ્ધાંત જૂઠું બોલવામાં આવ્યા છે. એ તો પહેલું કહ્યું. અપસિદ્ધાંત છે. આહાહા...! એ કહ્યું ને આઠમી ગાથામાં વ્યવહારથી કહેવામાં આવે છે કે, આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. અંતર અનુભવ, હોં! તે પણ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ભેદ પાડીને કહ્યું ને? કે, આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. આઠમી ગાથામાં આવ્યું છે. એ અનાર્યભાષાથી-વ્યવહારભાષાથી કહ્યું. આહાહા...! સમજાય છે કાંઈ? શ્રોતાજને પણ દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય એવા ભેદ ઉપર લક્ષ ન કરવું. આહાહા.! અને કહેનારે પણ વ્યવહારનયને ન અનુસરવું. ભાષા આવે છે, વિકલ્પ આવી જાય છે પણ અનુસરણ ન કરવું. આહાહા.! છે ને? “નાનુર્તવ્ય . વ્યવહારને અનુસરવો નહિ. આહાહા.! પુણ્ય-પાપના, દયા, દાન, વ્રતના ભાવ તો રાગ છે, એની વાત તો શું કરવી? પણ એક ચીજ ભગવાનઆત્મા ત્રણપણે કહેવી, દર્શન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહા. એ વ્યવહારને અનુસરવું નહિ. આહાહા! અને Page #381 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૫ ૩૬ ૭ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. સમજાવવામાં વ્યવહારથી ભેદ પાડીને સમજાવવું પડે, બીજી તો કોઈ ચીજ નથી. પણ એ વ્યવહાર આદરણીય નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “એવો સિદ્ધાંત સિદ્ધ થયો.” લ્યો. હવે ૨૧૫ (શ્લોક). ૨૧૫ છે ને? (શાર્દૂલવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२३-२१५।। ખંડાન્વય સહિત અર્થ :- “બના: તત્ત્વી વિ વ્યવન્ત' (બના:) નો અર્થાત્ સમસ્ત સંસારી જીવો (તસ્વાત) “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” એવા અનુભવથી (વિઃ વ્યવન્ત) કેમ ભ્રષ્ટ થાય છે ? ભાવાર્થ આમ છે કે-વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? “ટ્રવ્યાન્તરવુqનાથિય: (દ્રવ્યાન્તર) “સમસ્ત શેયવસ્તુને જાણે છે જીવ તેથી (ગુન્ડન) અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને (માનધિય:) શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. “તુ તેનું સમાધાન આપે છે કે-“વત્ જ્ઞાનં શેયમ્ તિ તત્ ય શુદ્ધત્વમાવો: (યત) જે એમ છે કે (જ્ઞાને શેયમ અનૈતિ) “જ્ઞાન શેયને જાણે છે એવું પ્રગટ છે (તત્ ચં) તે આ (શુદ્ધસ્વમાવોદય:) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છે–એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; વિશેષ સમાધાન કરે છે–] કારણ કે “જિમ પિ દ્રવ્યાન્તરં દ્રવ્યાપ્ત ન વાતિ (વિક્રમ પિ દ્રવ્યાન્તરું) કોઈ શેયરૂપ પગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (દ્રવ્ય) શુદ્ધ જીવવસ્તુમાં (વાત) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (ન વસ્તિ ) શોભતું નથી. ભાવાર્થ આમ છે કે-જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-“શુદ્ધ વ્યનિપાર્ષિતમને.” (શુદ્ધદ્રવ્ય) સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (નિરુપા) પ્રત્યક્ષ અનુભવમાં (કર્ષિત મતે:) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને ? “તત્ત્વ સમુત્પશ્યત: સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કિલશામૃત ભાગ-૬ છે-“જીવ સમસ્ત શેયને જાણે છે, સમસ્ત શેયથી ભિન્ન છે, એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. ૨૩-૨૧૫. (શાર્દૂલવિક્રીડિત) शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः ।।२३-२१५।।) આહાહા...! શું કહે છે? અરે “નના: તત્ત્વ વુિં વ્યવન્ત' અરે....! જનો અર્થાત્ સમસ્ત સંસારી જીવો જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધરસ્વરૂપ છે...આહાહા..! ભગવાન આત્મા તો શુદ્ધ પવિત્ર આનંદસ્વરૂપ છે. આહાહા! એ પરને જાણવામાં અશુદ્ધ થઈ જાય છે એમ નથી. ત્યાં સુધી વાત લઈ ગયા. પરને જાણવું-દેખવું એ પણ પોતાનો સ્વભાવ છે. એ પરને જાણે-દેખે એટલે પર સંબંધીનું જ્ઞાન પોતાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? તો પરને જાણવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. આહાહા.! અવગુણ જોવાથી, કોઈ અવગુણી પ્રાણીને જોવાથી અહીંયાં અશુદ્ધ થઈ જાય છે, અવગુણ આવી જાય છે એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “નના: હે જીવો. “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” સમસ્ત શેય-રાગ, શરીર, વાણી બધું જોય છે તેને જાણે. આહા. અહીં તો સિદ્ધ કરવું છે ને એટલે (એમ કહ્યું. નહિતર તો... “એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? અરે.રે... આહાહા.! એ જાણવું-દેખવું તો પોતાનો સ્વભાવ છે. પરચીજ સંબંધી જ્ઞાન અને પરસંબંધીના દર્શન એ પોતામાં પોતાને જાણવું દેખવું તો સ્વભાવ છે. તો પર ચીજ જોવાથી આત્મા અશુદ્ધ થઈ જાય છે એમ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? હૈ? મુમુક્ષુ :- ગુરુદેવા પરશેયને જાણે છે એમ લખ્યું છે. ઉત્તર :- વ્યવહાર કહ્યો છે ને. જાણે છે એટલે એમ કહેવાનો આશય છે કે જાણે છે છતાં અશુદ્ધ થયો નથી. છે સિદ્ધ કરવા માટે આ વાત કરી છે. મુમુક્ષુ :- જાણે છે એ જૂઠી દૃષ્ટિ થઈ. ઉત્તર :- એને જાણે છે એ વ્યવહાર થયો પણ અહીં જ્ઞાન જાણે છે ને? એમ અહીં નિશ્ચય સિદ્ધ કરવું છે. પણ એને જાણે છે માટે અહીં અશુદ્ધ થઈ ગયું, એમ નથી. એટલું સિદ્ધ કરવું છે. મુમુક્ષુ :- વ્યવહાર તો જૂઠો છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૫ ૩૬ ૯ ઉત્તર – પણ છે ને વ્યવહાર? કેવળી લોકાલોક જાણે છે એમ કહેવાય ને? એ જૂઠી વાત છે. ભાષા શું આવે? લોકાલોક પરવસ્તુ છે અને જાણવા ક્યાં જાય? એ તો પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. આહાહા...! લોકાલોક તો કેવળજ્ઞાનમાં નિમિત્ત છે, પણ લોકાલોકથી અહીંયાં લોકાલોકનું જ્ઞાન થાય છે, એમ નથી. આહાહા...! પોતાની પર્યાયમાં જે કેવળજ્ઞાન થયું એમાં લોકાલોક જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. એ લોકાલોક સંબંધી અને પોતા સંબંધી સ્વપર જ્ઞાન થાય છે તેને જાણે-દેખે છે. ઝીણી વાતું બહુ આહાહા...! (સંવત) ૧૯૮૬માં મોટી ચર્ચા થઈ હતી. “દામનગર'. એમ કે, આ લોકાલોક છે તો કેવળજ્ઞાન થાય છે ને? લોકાલોક તો) અનંતકાળથી છે. મોટી ચર્ચા થઈ હતી. (સંવત) ૧૯૮૩ની સાલ. કેટલા વર્ષ થયા? પ૧ વર્ષ પહેલા. એક દામોદર શેઠ હતા, પૈસાવાળા. તે દિ દસ લાખ તો બહુ કહેવાતા ને? હવે અત્યારે દસ લાખ એટલે કાંઈ નહિ. તે દિ. દસ લાખ રૂપિયા, ચાલીસ હજારની પેદાશ હતી અને દસ હજારનું એક ગામ હતું. ઘરે ગામ હતું. વાણિયા અમારા દશાશ્રીમાળી, મોટા શેઠ. ઘરે ઘોડા, એક-બે ઘોડા એમ નહિ. પાંચ-સાત-દસ ઘોડા. ઘોડાની મોટી હાર કરેલી. એને આ વાત તે દિ બેઠી નહોતી. એ કહે કે, આ લોકાલોક છે તો જ્ઞાન થાય છે. એ ‘વિરજીભાઈ સાથે વાત થઈ હતી. વિરજીભાઈ વકીલ હતા ને? “વિરજી વકીલ હતા, જામનગરવાળા”. એમની સાથે ઉપર ચર્ચા કરતા હતા પછી મારી પાસે આવ્યા. આ કેમ છે? કીધું. લોકાલોક છે તો જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. આવી ચર્ચા તો અમારે પચાસ-પચાસ વર્ષથી ચાલે છે આ બધું. મુમુક્ષુ :- દીક્ષા લીધા પહેલા ચાલતું હતું. ઉત્તર :- દીક્ષા લીધા પહેલા પણ ચાલતું હતું. કીધું, આહાર-પાણી કરે, સાધુ માટે મકાન કરેલા હોય અને સાધુ વાપરે તો નવ કોટિમાંથી કઈ કોટિ તૂટે? એ દીક્ષા લીધા પહેલા, ૬૫ વર્ષ પહેલાની વાત છે. સંવત ૧૯૬૯ની સાલ, સંવત ૧૯૬૯. ઓગણસીત્તેરને શું કહે છે? સીત્તેરમાં એક ઓછો. એ પ્રશ્ન અમારા ગુરુને કર્યો હતો. કીધું, આ મકાન જે સાધુ માટે બનાવ્યું હોય અને સાધુ વાપરે તો નવ કોટિમાંથી કઈ તૂટે? મન, વચન ને કાયા. કરવું, કરાવવું, અનુમોદન. એ તો બચાવ કરતા હતા. ખરેખર તો એને માટે બનાવેલું કે, એ નવ કોટિમાંથી અનુમોદનની કોટિ તૂટે છે, એક કોટિ સાચી રહેતી નથી. આહાહા. ૬૫ વર્ષ પહેલા, શેઠા અહીં તો ધંધો જ આ છે ને પહેલેથી. શું કહ્યું? મુમુક્ષુ :- વિદેહક્ષેત્રથી લઈને આવ્યા છો ના ઉત્તર :- આહાહા...! પૂછ્યું હતું કે, સાધુ એને માટે બનાવેલા આ મકાન વાપરે છે. આહાર-પાણીનો પ્રશ્ન એ સમયે નહોતો. કેમકે એ અમારા સંપ્રદાયના ગુરુ હતા. એને માટે બનેલા આહાર-પાણી બિલકુલ લે નહિ. એને માટે ચોકા કરીને કંઈ બને છે ત્રણકાળમાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કલામૃત ભાગ-૬ લે નહિ. એવી એની શક્તિ. એ તો મહાપાપ છે. એને માટે બનાવેલું દે અને લે એ તો બધા પાપી છે. આહાહા.! એ ચર્ચા તો ત્યાં સંવત ૧૯૬૯માં (થઈ હતી). કીધું, ભઈ! જુઓ મેં તો જવાબ નહોતો આપ્યો. મોટી ઉંમરના ને મેં હજી દીક્ષા લીધેલી. મારા મનમાં એ વખતે હતું કે, જેને માટે બનાવ્યું હોય એ વાપરે, ભલે કર્યું ન હોય, કરાવ્યું ન હોય પણ એ એનું અનુમોદન છે. એની નવ કોટિ તૂટી જાય છે. આહાહા.! મન, વચન ને કાય, કરવું, કરાવવું, અનુમોદવું એમ) નવ. તો એમાં નવ કોટિમાં તેનું અનુમોદન થાય છે. શેઠ! આ તો ૬૫ વર્ષ પહેલાની વાત છે. આહાહા...! મુમુક્ષુ :- દિગંબર અને શ્વેતાંબરમાં ફરક હોય. ઉત્તર – બધી માન્યતા તો એક જાતની છે, આ જાતની હોય તો. એને માટે કરેલા ચોકા, આહાર લે એ મહાપાપ છે. આહાહા...! મુમુક્ષુ :- પંચમકાળ છે.... ઉત્તર :- પંચમકાળમાં શેરો-હલવો બનાવે છે તો લોટને બદલે ધૂળથી બને છે? શેઠ! ખોટા રૂપિયા હલાવતા હશે અત્યારે પહેલા તો એવું હતું, શેઠા સારા સાવકારને કોઈ ખોટા રૂપિયા આવે તો ત્યાં (-ઊંબરામાં) જડી દયે. ચાલવા ન દયે. એને ખતવે નહિ અને લાકડાનું હોય ને મોઢા આગળ, શું કહેવાય? ઊંબરો. ઊંબરો...! ઊંબરાને શું કહે છે? ત્યાં જડી દયે. સાવકારની રીત હતી કે ખોટો રૂપિયો આવે તો ગણતરીમાં લ્ય નહિ, ચાલવા દયે નહિ. બહાર ચાલવા ન ધે. જડી દે. એમ વીતરાગનો માર્ગ એવો છે કે ખોટું ચાલવા શ્વે નહિ, ખોટું હોય તેને ખોટું સિદ્ધ કરીને ત્યાં ને ત્યાં જડી દે કે, ખોટું છે, આ માર્ગ સાચો નથી. સમજાય છે કાંઈ? અહીં કહે છે... આહાહા...! કેવા છે જન? “વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે?’ આહાહા.! પરને જાણવાથી તું અશુદ્ધ થઈ જાય છે એવો ભ્રમ કેમ કરે છે? તારું સ્વરૂપ જ જાણવું દેખવું છે, રાગને જાણવાથી શું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે? રાગ આવે છે, ધર્મીને પણ રાગ (આવે છે) પણ રાગને જાણે છે કે, આ રાગ છે, મારી ચીજ નહિ. શું રાગને જાણ્યો તો જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? આહાહા! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! આહાહા.! એ કહે છે, જુઓ! કેવા છે જનો?” આહાહા.! શું પરને જાણવાથી ભ્રષ્ટ થાય છે? “વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? સમસ્ત શેયવસ્તુને જાણે છે જીવ તેથી અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે.’ આહાહા...! એમ કે આ શેયને જાણવું એ કેમ છૂટે? પણ કેમ છૂટે? જાણવાનો તો તારો સ્વભાવ છે. આહા! રાગથી તો છૂટવા ચાહે છે, પરથી તો છૂટવા ચાહે છે પણ પરના દેખવા અને જાણવાથી છૂટવા માગે છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત, બાપુ વીતરાગનો માર્ગ. Page #385 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૫ ૩૭૧ સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ છે. હજી ધર્મની પહેલી સીડી, મોક્ષમહેલની પહેલી સીડી. એ છ ઢાળામાં આવે છે. સમ્યગ્દર્શન, હોં! એ તો બાપુ અપૂર્વ વાત છે અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન ને વ્રત ને ચારિત્ર બધા નિરર્થક છે. આહાહા.! સમજાય છે કાંઈ? સમ્યગ્દર્શન એટલે આત્મા આનંદસ્વરૂપ પ્રભુ અને જ્ઞાનનો સાગર પરમાત્મા, પોતે પરમાત્મસ્વરૂપ છે, જિન સોહી આત્મા, એની અંતર અનુભવમાં પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા. એ વિના બધા ક્રિયાકાંડ નિરર્થક છે, સંસાર ખાતે છે. દિગંબર દર્શન, જૈનદર્શન સૂક્ષ્મ છે. આહાહા.! આકુળિત થાય છે. જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે બુદ્ધિ. પરને જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું માટે પરને જાણવું છૂટી જાય તો હું શુદ્ધ થઈ જાઉં, એવી તારી માન્યતા જૂઠી છે. જ્ઞાતા-દષ્ટા તો સ્વભાવ છે. પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો પરને જાણે-દેખે છે, એમ વ્યવહારે કહેવામાં આવે છે અને પોતાને જાણે-ખે છે એ નિશ્ચય છે. આહાહા.. તો આકુળિત થઈને દુઃખી કેમ થાય છે કે, અરેરે...! હું પરને જાણું છું તો અશુદ્ધ થઈ જાઉં છું). જેમ કસાયખાને ઘેંટા કાપતા હોય. આહાહા.! એ શું છે? એ જોયું તો જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? એ તો જોવાનો સ્વભાવ છે. અરે.! શું છે તને? કે, અરે.રે...! બોકડો લટકે એને કાપી નાખે. કસાયખાનામાં મરી ગયેલા લટકાવે. જોયા છે ને? કસાયખાનામાં આમ લટકાવી રાખે, મડદાં. અને ઓલો માણસ નીકળ્યો ને જોવે આમ... આહા...! શું છે? જોવામાં આવ્યું તો તારામાં મલિનતા થઈ ગઈ? સમજાય છે કાંઈ? એકવાર તો અમે “મુંબઈ નીકળ્યા હતા, “મુંબઈ'. ગૃહસ્થાશ્રમમાં પાલેજથી માલ લેવા ગયેલા તો એક મુસલમાન હશે, તો આ કુકડા... કુકડા હોય ને? આટલા નાના નાના બચ્ચા. પચીસ-પચાસ હતા. એના ભજીયા કરતા હતા. મેં નજરે જોયું છે. એ કૂકડાના નાના નાના (બચ્ચા) ફરતા હતા. ચણાનો લોટ, અને હું આમ બજારમાં નીકળ્યો. આ તો ૬૪-૬૫ સાલની વાત છે. એ લઈ પગ કાપી, ચણામાં બોળી તેલમાં ભજીયાને તળતા હતા. પંચેન્દ્રિયનું એકનું એક ભજીયું. આહાહા...! કાળા કેર છે. ભાવમાં. એ ક્રિયા કરી શકતો નથી પણ ભાવ એના મહાક્લેશ અને પાપ. પણ એ જોવાથી શું આત્મા-જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? એમ કહે છે. એ તો દેખે છે, દેખવાનો સ્વભાવ છે. કારખાના દેખે. કેવળજ્ઞાનમાં તો બધા કસાયના કારખાના જોવે છે. હું જેટલા કષાયના કારખાના છે એ બધા નથી દેખાતા? જોવાથી અશુદ્ધ થઈ જાય છે? પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્વપ»કાશક જાણવાની શક્તિ છે તો જાણે. માટે પરને જાણવાથી અશુદ્ધ થાય છે એમ પણ નહિ અને પરનું કાંઈ કરી શકે છે એમ પણ નથી. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કલામૃત ભાગ-૬ મહા વદ ૧, ગુરુવાર તા. ૨૩-૦૨-૧૯૭૮. કળશ–૨૧૫ પ્રવચન-૨૩૯ કળશટીકા' ૨૧૫ કળશ, ફરીને થોડું લઈએ. “નનાઃ તત્ત્વત વિ ચેવત્તે અરે.. સંસારી જીવો...” આચાર્ય કરુણા કરીને કહે છે કે, અરે.. જીવો! આહાહા.! “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે,” શું કહે છે? ભગવાનઆત્મા તો શુદ્ધ સ્વરૂપ જ છે. પરનો એ કર્તા પણ નથી. દયા, દાનના ભાવને કરે એમેય નથી. પરને તો કરે નહિ.. આહાહા...! પણ દયા, દાનના ભાવને કરે એવું નથી. એ તો શુદ્ધ ચીજ–વસ્તુ છે. આહાહા. “સમસ્ત શેયને જાણે છે એટલે કે, અંદર રાગ આવે એને એ સ્પર્યા વિના જ્ઞાન જાણે એવો એનો સ્વભાવ છે. શું કહ્યું સમજાણું? આહાહા...! ભગવાન જ્ઞાનસ્વરૂપ આત્મા એને કોઈ દયા, દાન આદિનો રાગ આવે પણ એથી પરની દયા કરી શકે એ તો પ્રશ્ન છે જ નહિ... આહાહા! આવી ચીજ છે. પણ એ ભાવ આવ્યો અને જ્ઞાન સ્વભાવ સ્પર્શતો નથી. શું કહ્યું? એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તો ચૈતન્યજ્યોત ચેતના એ રાગાદિ અચેતન સ્વભાવને સ્પર્શતો નથી. આહાહા...! એ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. એમ જેના જ્ઞાનમાં જણાય એ આત્મા રાગ અંદર થાય તો રાગને સ્પર્યા વિના રાગને જાણે છે. આહાહા...! સમજાણું કાંઈ પરની દયા પાળવી કે મારવો એ તો કરી શકતો નથી કેમકે પરને અડી શકતો નથી. પણ અંદરમાં રાગ આવે એ પણ શુદ્ધ જીવના સ્વભાવમાં રાગનું અડવું અને ચુંબન કરવું એટલે સ્પર્શવું, ચુંબન એટલે સ્પર્શવું (એ પણ નથી). આહાહા.! એ ચૈતન્યઘન ભગવાન આત્મા એની સત્તા ચેતન જાણવા-દેખવાની છે, આ જાણવા-દેખવામાં જે રાગ આવે એને પણ સ્પર્યા વિના તે પોતાના ક્ષેત્રમાં, ભાવમાં રહી અને એને જાણે છે. આહાહા.! છે? કેમ ભ્રષ્ટ થાય છે? અરે એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? એટલે રાગને જાણતા એને એમ થઈ જાય છે કે અરે...! હું રાગરૂપ થઈ ગયો અથવા રાગ મારા જ્ઞાનસ્વરૂપે થઈ ગયો એમ જીવ કેમ ભ્રષ્ટ થાય છે? આહાહા..! બહુ ઝીણી વાતું છે, બાપા આહા...! જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે. લોકોએ કહ્યો છે એ બધી વાત બહારની છે. આહા.! અહીંયાં તો શુદ્ધ જીવ સ્વરૂપ છે તે રાગને જાણતા રાગને અડતો નથી. એ પરણેય છે. અને ખરેખર એ રાગ છે એ ચેતનથી ભિન્ન જાત છે માટે અચેતન છે. એ અચેતનને ચેતન અડતો નથી. આહાહા...! હૈ? મુમુક્ષુ - અડે તો વાંધો શું છે? Page #387 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૫ ઉત્તર :– અડે તો વાંધો (છે) એ મિથ્યાદૃષ્ટિ મલિન માને. અડે નામ સ્પર્શ કરતો નથી. કેમકે રાગ અને જ્ઞાયકભાવની વચ્ચે અત્યંત અભાવ છે. આહાહા..! રાગતત્ત્વ એ પુણ્યતત્ત્વ છે, મલિન તત્ત્વ છે, અચેતન તત્ત્વ છે, ભગવાન ચેતન તત્ત્વ છે, નિર્મળ તત્ત્વ છે, જ્ઞાયક સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. એ રાગને અડ્યા વિના જ્ઞાન રાગને પોતાના ભાવમાં રહી, ક્ષેત્રમાં રહી અને રાગને જાણે. પણ આ લોકો રાગને જાણતા હું રાગને જાણું છું એટલે સ્પર્શ કરું છું, એમ ભ્રષ્ટ કેમ થઈ જાય છે? એમ કહે છે. આહાહા..! છેલ્લી ગાથાઓ (છે). ૩૦૩ મુમુક્ષુ :– રાગને જ્ઞાન અડે તો બન્ને એક થઈ જાય. ઉત્તર :– બે વસ્તુ તદ્દન ભિન્ન છે અને ભિન્નને ભિન્ન અડી શકતું નથી. બહિલુંટતી, આવી ગયું છે ને ઇ? પહેલા આવી ગયું, નહિ? આહાહા..! એ રાગથી ભગવાનઆત્મા બહિલુંટતી–બહાર ફરે છે અને આત્માના સ્વભાવથી પણ રાગ હિલૂંટતી. આહાહા..! એક દ્રવ્ય બીજા દ્રવ્યને તો અડતું નથી.. આહાહા..! ગજબ વાત છે! એ તો દાખલો આપ્યો હતો ને, ચાલવાનો? આ પગ ચાલે છે એ જમીનને અડતો નથી. અરે......! આ વાત ક્યાં...? કેમકે જમીનની પર્યાય અને આત્માની પર્યાંય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવમાં ભાવ સ્પર્શરૂપે કેમ હોઈ શકે? આહાહા..! આવું છે. વીતરાગમાર્ગ, સત્ય બહુ અલૌકિક છે. સાંભળવા મળે નહિ, બિચારા ક્યાં જાય? આહાહા..! એ રખડપટ્ટી ચોરાશીમાં કાગડા, કૂતરાના અવતા૨ કરી કરીને મરી જાય, અનંતવાર. આહાહા..! અહીંયાં તો આચાર્ય મહારાજ એમ કહે છે કે, વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે,...' શું પ્રગટ છે? કે, રાગને સ્પમાં વિના, પરદ્રવ્યને અડ્યા વિના જ્ઞાન એને જાણે એવું વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. આહાહા..! સમજાય છે? ભાવ બહુ ઊંડા છે, ભાષા તો સાદી છે. આહાહા..! આ બીડી પીવે છે કહે છે કે, બીડીને હાથ અડતો નથી. તેમ હોઠને આત્મા અડતો નથી. આહાહા..! તેમ રાગ થયો તેને આત્મા અડતો નથી. અરે..! પ્રભુ! જો તો ખરો! એ.. શેઠ! તમારું લીધું, બીડીનું. દાખલો, દાખલા વિના સમજાય શી રીતે? આહાહા..! મુમુક્ષુ :– અડતી નથી તો પીવામાં શું વાંધો છે? ઉત્તર ઃ– પણ પીવું ક્યાં રહ્યું ન્યાં? બીડીને અડતો નથી ને હોઠ અડતો નથી, આત્મા હોઠને અડતો નથી. આહાહા..! આવી વાત છે, ભાઈ! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો સાંભળવા મળતો નથી એવી ચીજ થઈ ગઈ છે. શું થાય? આહાહા..! જુઓ! હવે આવે છે. જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે?” જોયું? આહાહા..! હું રાગને રાગમાં પેઠા વિના મારામાં રહીને રાગને જાણું છું. આવા સ્વભાવનો અનુભવ, એનાથી જીવ કેમ ભ્રષ્ટ થાય છે કે Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કલશામૃત ભાગ-૬ હું રાગને અડું છું, રાગને સ્પર્શ છું, શરીરને સ્પર્શ છું, એમ રાગને જાણનારો ભિન્ન છે એવા અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? આહાહા...! સમજાણું કાંઈ? કેવા છે જનો? અરે.. કેવા છે જીવો જગતના આહાહા.! “દ્રવ્યાન્તરવુqનાવુધિયઃ પોતાના દ્રવ્યથી અનેરી “શેયવસ્તુને જાણે છે તેથી...” જુમ્હન' જાણે મેં સ્પર્શ કર્યો એટલે અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને.... આહાહા! શરીર ને વાણીને જ્ઞાન જાણે છતાં જ્ઞાન શરીર, વાણીને સ્પર્શે નહિ એવો તો જ્ઞાનનો સ્વભાવ છે એનાથી જનો અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? કે, હું આ શરીરને અડું છું. આહાહા..! આ શરીરની જે ઇન્દ્રિયો છે એને પણ આત્મા અડતો નથી. આહાહા.! છતાં એ જ્ઞાનના અનુભવમાં તો શરીરને સ્પર્યા વિનાનું જ્ઞાન (છે) એવો વસ્તુનો અનુભવ છે. પણ એને ઠેકાણે હું શરીરને સ્પર્શ છું, આ સુંવાળું શરીર છે એને હું અડું છું એવી રીતે જીવને પરદ્રવ્ય સાથે ચુંબન નામ સ્પર્શ કેમ માને છે? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ આહાહા.! જન્મ-મરણના અંત લાવવાની વાતું બાપુ આકરી બહુ. એના ફળ પણ કેટલા! અનંત આનંદ. આનંદ. આનંદ. આહાહા...! જીવતત્ત્વ જ્ઞાનસ્વરૂપે સ્થિત છે). એ પરતત્ત્વ જે છે જડ શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ-પરિવાર આદિ બધાને પોતામાં રહીને જાણવાનો સ્વભાવ છે પણ છતાં એને આ થાય કે, હું આને અડું છું, આને સ્પર્શ છું એમ માનીને) જ્ઞાનના સ્વરૂપથી ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહા...! સમજાણું કાંઈ? ચુંબનનો અર્થ અહીં અશુદ્ધ કર્યો, પણ ચુંબનનો અર્થ સ્પર્શવું થાય છે. આહાહા...! આ ચુંબન નથી લેતા શરીરને ને બાળકને? એ હોઠેય ત્યાં અડતો નથી. કહે છે. આહાહા.. આત્માનું જ્ઞાન તો હોઠને શેનું અડે પણ હોઠ એના છોકરાનું ચુંબન લેતો હોઠ એના શરીરને અડતો નથી. અરે.! આવી વાતા કેમકે તત્ત્વ તત્ત્વ ભિન્ન છે. શરીર, વાણી, મન એ અજીવ તત્ત્વ છે. દયા, દાનના, વ્રતના ભાવ છે તે આસવ તત્ત્વ અથવા પુણ્ય તત્ત્વ છે. ભગવાન છે તે જ્ઞાયક તત્ત્વ છે. આહાહા...! આવી વાત છે. એ જ્ઞાયક તત્ત્વ પરને અડ્યા વિના જાણવાનું સ્વરૂપ જ એનું એવું છે. છતાં આ શું થયું? જીવો, જગતના પ્રાણી શું કરે છે? આહાહા.. કે, અમે આ રાગને જાણતાં રાગને સ્પર્શીએ છીએ? આહાહા...! તેથી અમે અશુદ્ધ થઈ જઈએ છીએ. આહા..! એમ આ ભ્રમણા કેમ થઈ જગતને? આહાહા...! સમજાણું કાંઈ? એક તત્ત્વ બીજા તત્ત્વને સ્પર્શે તો બે તત્ત્વ એક થઈ જાય છે, ભિન્ન રહેતા નથી. આહાહા...! આ તો ધીરાના કામ છે, ભાઈ! આ કઈ બહારથી કોઈ વ્રત કર્યા ને અપવાસ કર્યા ને એથી થઈ ગયો ધર્મ, એ તો ક્યાંય ત્રણ કાળમાં નથી. પણ એ વતનો વિકલ્પ ઊઠ્યો... આહાહા.! એને પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતામાં રહીને એને સ્પર્યા વિના જાણે છતાં આને હું સ્પર્શ છું, અડું છું અને તેથી હું પરને જાણતા અશુદ્ધ થઈ જઉં છું, આવો ભ્રમ અજ્ઞાનીને કેમ થાય છે? આહાહા.! બહુ સૂક્ષ્મ વાત છે. સમજાય છે કાંઈ? છે? Page #389 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૫ ૩૭૫ ‘દ્રવ્યાન્તરદ્યુમ્નના તધિયઃ’ ‘આનધિયઃ’ શું? પરને સ્પર્શીને શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે...' પરનું સ્પર્શવું, જાણે અડું છું એ કેમ છૂટે? અથવા પ૨નું જાણવું મને થાય છે, એ તો ૫૨નું જાણવું થયું એ તો અશુદ્ધતા થઈ. માટે ૫૨નું જાણવું કેમ છૂટે? એમ અજ્ઞાની ભ્રમ કરે છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! એને ઘણે ઠેકાણેથી પાછો વાળવો પડશે. હેં? આહા..! આ કંઈ વાતે વડા થાય એવું નથી. વડા માટે અનાજ ને તેલ ને ઘી જોઈએ. એમ આ અંદરનો માલ છે. આહાહા..! ચૈતન્ય તત્ત્વ તે અચેતન તત્ત્વને કેમ અડે? અચેતન જડ તો ઠીક પણ રાગેય અચેતન છે એને કેમ અડે? આહાહા..! એટલે કે એને કેમ સ્પર્શે? એટલે કે જ્ઞાનને એમ થઈ જાય કે આ રાગને જાણું છું માટે હું સ્પર્યો છું અને તેથી એનું મને જ્ઞાન થાય છે તે અશુદ્ધ છે. એથી એનું જ્ઞાન છૂટે તો હું શુદ્ધ થાઉં, એ ભ્રમ છે. સમજાય છે કાંઈ? આહાહા..! અહીં તો હજી ૫૨ની દયા પાળે તો ધર્મ થાય (એમ માને). અર........! કાળા કેર કરે છે ને! આત્માને હણી નાખે છે. મરણતુલ્ય કરે છે, નથી આવ્યું? ‘કળશ ટીકા’માં આવ્યું છે. આહાહા..! હૈં? મુમુક્ષુ :- સમાધિ શતકમાં એમ કહ્યું, હણાય જાય છે. ઉત્તર ઃ- આ તો જગત હણાય છે, પણ અહીં તો પોતે મરણતુલ્ય થઈ જાય છે. પોતાને મરણતુલ્ય કરી નાખે છે. આહાહા..! એટલે કે જાણે હું જાગતી જ્યોત ચૈતન્ય જ્ઞાન, દર્શન, આનંદના સ્વભાવવાળી છું એમ નથી માનતો. એ તો જાણે કે રાગને કરું છું ને રાગને સ્પર્ષં છું એ જીવના સ્વરૂપને એણે મરણતુલ્ય કરી નાખ્યું. જાણનાર-દેખનારના સ્વભાવને તેણે હણી નાખ્યો. આહાહા..! પ૨ને તો હણી શકતો નથી... આહાહા..! પણ પોતાને આ રીતે વ્યવહા૨ રત્નત્રયનો રાગ આવે એને હું અડું છું, ઇ તો ઠીક, ઇ તો વળી વ્યવહાર રત્નત્રયથી મને નિશ્ચયમાં લાભ થાય છે, અરે..! પ્રભુ! તું જ્ઞાન અને આનંદનો ધણી છો, એ રાગના વિકારથી તને અવિકારીનો લાભ થાય (એમ કેમ બને) અવિકારી તું છો એમાંથી અવિકારી લાભ થાય. આહાહા..! સમજાણું કાંઈ? આવો ધર્મ હવે. મુમુક્ષુ :- અપરાધભાવથી નિરપરાધભાવ કેમ થાય? ઉત્તર ઃ– હા, પણ અત્યારે તો ઇ ચાલ્યું છે. અહીં તો ઇથી આગળ જઈને એને જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું. તો એ તો એનું જાણવું અને પોતાનું જાણવું એ તો પોતાના સ્વભાવમાં રહીને જાણી શકવાનો સ્વભાવ છે. ૫૨નું જાણવું થઈ ગયું માટે અશુદ્ધ થઈ ગયો. પ૨વસ્તુ છે ને? એને જાણ્યું તો અશુદ્ધ થઈ ગયો માટે સ્વને જાણું તો શુદ્ધ, એ પ૨ને જાણવું છોડી દઉં. તો પ૨નું જાણવું તો તારો સ્વપપ્રકાશક સ્વભાવ છે. એને છોડવા જઈશ તો તારી વસ્તુ છૂટી જશે. આહાહા..! અરે..! ચોરાશીના અવતા૨માં રખડી મર્યો છે અનંતકાળ. આવી ભ્રમણા ક્યાંક ક્યાંક એવી (રીતે Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કિલશામૃત ભાગ-૬ કરી છે). અટકવાના સાધન અનંત, છૂટવાનું સાધન એક–સ્વસ્વરૂપ તરફ જવું તે. આહાહા.! સમજાણું કાંઈ? મુમુક્ષ – દીપક વિષ્ટાને પ્રકાશે છે છતાં દુર્ગધ પેસતી નથી. ઉત્તર :- દીવો એને અડતો નથી. અડે કોને? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં તો અભાવ છે. અડે કોને? ભાવ થઈ ગયો. આહાહા...! આકરું કામ. અરે! પગ જમીનને અડે નહિ. છતાં નીચે કાંકરી હોય તો વાગે એમ દેખાય. આહાહા.! ઈ વાગ્યું પણ નથી, કાંકરી શરીરને અડી પણ નથી. આહાહા.! અને એ શરીરમાં કાંઈ થયું અને જ્ઞાન અડ્યું નથી. આહાહા.! અરે. તેમાં એના તરફનો જરી અણગમાનો વિકલ્પ આવ્યો અને જ્ઞાન અડ્યું નથી. જ્ઞાનનો સ્વભાવ એવો ક્યાં છે? કે પરને અડે. આહાહા...! એ તો ભગવાન પોતાના સ્વભાવમાં રહી અને તેનું જ્ઞાન કરે એમ કહેવું એ વ્યવહાર છે. એ સંબંધીનું પોતાનું જ્ઞાન એને એ જાણે છે. એને સ્પર્શીને જાણે છે. રાગને સ્પર્શીને રાગને જાણતું નથી. આહાહા...! કહો, “ચીમનભાઈ...! આવું ક્યાં તમારા લોઢામાં હતું ત્યાં? આહાહા..! અને ન્યાયથી એના ખ્યાલમાં આવી શકે. આહાહા.! અરે..! મારું શું થશે? હું ક્યાં જઈશ? અને હું શું છું? એ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. એ ક્યાં જાય? આહાહા...! બેનનો શબ્દ આવ્યો છે એ બધાને બહુ મીઠો લાગ્યો છે. “જાગતો જીવ ઊભો છે ને ઘણા કહે છે, લખો. એટલું બધું ક્યાં લખવું? ૐ કરીએ છીએ માંડ, બસલખી લ્યો! (એમ કહે છે). 5 બસ છે. જાગતો જીવ ઊભો છે તો તે ક્યાં જાય? એ જાણક સ્વભાવી ભગવાન ધ્રુવ છે નો એ પરિણમે તો જાણવારૂપે પરિણમે પણ પર છે માટે પરને જાણવાપણે પરિણમે છે એમેય નથી. આહાહા...! એ તો પોતાનો સ્વભાવ જ સ્વપર જાણવાનો સ્વભાવ એ આત્મજ્ઞપણું, એ તો સ્વપણું છે. આહાહા.! પણ અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે હું પરને જાણું છું તો બહાર ચાલ્યો ગયો. પરને જાણું છું માટે હું બહાર ગયો એમ થઈ જાય છે. આહાહા...! આવી વાત છે. પરને જાણવાનું કહેવું એ પણ ઉપચાર વ્યવહાર છે. આહાહા...! આવી વાત છે, ભાઈ! ચૈતન્ય સ્વરૂપી ભગવાના “સ્વપપ્રકાશક શક્તિ હમારી તાતેં વચનભેદ ભ્રમ ભારી, શેયશક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરરૂપા ભાસી એ રાગ ને શરીર, વાણી પરણેય (છે) એને જ્ઞાનમાં પોતામાં રહીને તેને જાણવું એમ વ્યવહારથી કહેવાય પણ એને અડે છે અથવા એને જાણે છે માટે જ્ઞાન અશુદ્ધ થઈ ગયું, એ જ્ઞાન બહારમાં ચાલ્યું ગયું. આહાહા.! બહારને જાણે છે માટે જ્ઞાન પોતાના સ્થાનથી, ભાવથી છૂટીને બહારમાં ગયું એવો અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે. આહાહા...! હૈ? મુમુક્ષુ – જ્ઞાન સર્વગત તો છે. ઉત્તરઃ- સર્વગત નહિ, એ વ્યવહારથી કહ્યું છે. એ તો પ્રવચનસારમાં (કહ્યું, “જ્ઞાનઅટ્ટા” Page #391 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૫ ૩૭૭ અર્થો જ્ઞાનમાં છે. એટલે કે એનું જ્ઞાન છે, ત્યાં એનો અર્થ એ છે). અર્થો જ્ઞાનમાં છે એમ કહ્યુંનો અર્થ અર્થ સંબંધીનું જ્ઞાન જ્ઞાનમાં છે, એમ કહેવું છે. અર્થ તો અર્થમાં છે. આહાહા.... ત્યાં તો સર્વગત કહ્યું. “પંચાધ્યાયી”માં સર્વગત માને એને નિશ્ચયાભાસ કીધો છે. “પંચાધ્યાયીમાં સર્વગતને એમ કીધું). અપેક્ષિત જાણવું જોઈએ ને આહાહા.! સર્વગત તો ૪૭ નયમાં એક સ્વભાવ છે. કઈ અપેક્ષાએ? પોતાને અને પરને સર્વને જાણવાનું સ્વરૂપ છે માટે સર્વગત છે, પણ પરને જાણવું એથી તે પરને જાણતાં જ્ઞાન બહાર ચાલ્યું ગયું છે, પોતાના અસ્તિત્વમાંથી એક પ્રદેશ પણ ભિન્ન દૂર થઈ ગયું એમ નથી. આહાહા...! પોતાના ઘરમાં રહીને જેમ લશ્કર નીકળે એને જોવે, એ લશ્કરમાં છે આંખ ગઈ નથી અને લશ્કર આંખમાં આવ્યું નથી. ઘરમાં ઊભો ઊભો જોવે આ બધું નીકળે એને. વરઘોડો નીકળે, રથ નીકળે, હાથી નીકળે. આહાહા. એમ ભગવાન જ્ઞાનસ્વરૂપી પોતામાં બેઠો છે. આહાહા...! એમાં આ બધા જડના અને રાગના પ્રકારો લશ્કરો નીકળે એ વખતે તેને તેનો તે સંબંધીનો સ્વભાવ તેનું જ્ઞાન થવાનો તે કાળે પોતાનો સ્વભાવ પોતાથી છે. એ અશુદ્ધ નથી. આહાહા...! અને પરને જાણ્યું માટે જ્ઞાન બહારમાં ચાલ્યું ગયું છે એમ નથી). આહાહા.! ઈ કહ્યું હતું ને તે દિ? “રાણપુર” (સંવત) ૧૯૮૪ના ચોમાસામાં. (એક) વેદાંતી ભાવસાર હતો. ખત્રી... ખત્રી. રૂગનાથ. મહારાજા તમે કહો છો. વ્યાખ્યાનમાં બધા આવે, વેદાંતી. પણ અંદરમાં પેઠા વિના, આ આને જાણવું અંદરમાં પેઠા વિના શી રીતે જાણે એમ પ્રશ્ન કર્યો હતો. ખત્રીએ. ભાઈ! આહાહા...! આ અગ્નિને જ્ઞાન જાણે છે તે જ્ઞાન અગ્નિમાં પેઠું છે? જણાય છે કે નહિ? આ અગ્નિ છે એમ જણાય છે કે નહિ? આ ૧૯૮૪ની વાત છે. કેટલા થયા? ૫૦ વર્ષ. “રાણપુર ચોમાસુ હતું ને. માણસો ઘણા બધા આવે, નામ પ્રસિદ્ધ ખરું ને આવે, અન્યમતિઓ પણ આવે, દેરાવાસી સાંભળવા આવે. પણ પોતાનો પક્ષ અંદરથી મૂકવો કઠણ પડે. આહાહા..! આ વાડામાં હજી પક્ષ લઈને બેઠા એમાંથી એને ખસવું આકરું પડે. આહાહા....! અહીં કહે છે, “શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે?” એમ અજ્ઞાની માને છે. જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય” એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે. તેનું સમાધાન આમ છે. અહીં સુધી આવ્યું છે. અહીં સુધી કાલે આવ્યું હતું. પરમ દિ, કાલે તો સર્જાય હતી. “યત્ જ્ઞાન ઝુંયમ્ અતિ તત્ ય શુદ્ધસ્વમાવોય. આહાહા. જો એમ છે કે જ્ઞાન શેયને જાણે છે. આહાહા.! “એવું પ્રગટ છે.” જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા શરીર, વાણી, કુટુંબ-કબીલો બધા પરણેય છે. દેવ-ગુરુશાસ્ત્ર પણ પરશેય છે અને અંદરમાં દયા, દાનનો રાગ આવે એ પણ પરશેય છે. આહાહા.! એ એને જાણે એ પ્રગટ છે. - “તે આ....” “શુદ્ધત્વમાવોદય: એ તો “શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે.” ઉદય-પ્રગટ છે, એમ કહે છે. “શુદ્ધરમાવો: એ તો શુદ્ધ જીવ સ્વભાવનું પ્રગટપણું છે. સ્વપપ્રકાશક એ તો શુદ્ધ જીવનું ઉદય છે–પ્રગટ છે. આહાહા...! ભારે કામ આકરું. આ તો આખો દિ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ કલશામૃત ભાગ-૬ જાણે ધંધામાં પડ્યો ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. આહાહા.! મારી નાખ્યો જીવને. મરણતુલ્ય કરી નાખ્યો છે. એ આવે છે, પહેલા આવી ગયું છે. મરણતુલ્ય કર્યું છે. આહાહા.! ચૈતન્ય જાગતી જ્યોત સ્વપપ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે એને પરના શેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે, કહે છે. એ તો શુદ્ધ જીવનો સ્વભાવ, ઉદય થયેલો સ્વભાવ જ છે. પરનું જાણવું એ કંઈ અશુદ્ધતા છે અને પરને અડે છે માટે પરને જાણે છે, એમ નથી. મુમુક્ષુ :- પર સામું જોઈને જાણે છે...? ઉત્તર :- પર સામું જોઈને જાણે છે એમ નહિ. જાણે છે પોતામાં, પોતાથી. મુમુક્ષુ :- ઉપયોગ ત્યારે ક્યાં? ઉત્તર :- ઉપયોગ ભલે પર તરફ છે પણ એ જાણે છે પોતાને પોતામાં રહીને. મુમુક્ષુ :- ઉપયોગને પરનો આશ્રય... ઉત્તર :- આશ્રય-ફાશ્રય કાંઈ ન મળે. મુમુક્ષુ :- ઉપયોગ પરમાં છે એટલે... ઉત્તર :- પરમાં નથી, પરને જાણવામાં છે. આહાહા...! ઝીણી વાત છે. ઉપયોગ ભલે વિકલ્પમાં આવ્યો પણ છતાં એ વિકલ્પને ઉપયોગ જાણે છે, એવું એનું સ્વરૂપ છે. મુમુક્ષુ :- ઉપયોગ સ્વમાં જ જાય એવો નિયમ નહિ. ઉત્તર :- ના, ના. મુમુક્ષુ :- જ્ઞાનનો ઉપયોગ બહારમાં હોય... ઉત્તર :- બહારમાં નથી. એ અંદરમાં પોતામાં છે. મુમુક્ષુ :- અંદરમાં છે પણ મોટું બહાર છે. ઉત્તર :- ના, મોઢું પણ બહાર નથી. મોટું પણ અંદર છે. આહાહા...! મુમુક્ષુ :- તો સ્વસમ્મુખ અને પરસમુખમાં ફેર શું રહ્યો? ઉત્તર :- એ સ્વસમ્મુખ દૃષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. આહાહા...! મુમુક્ષુ :- તો તો ઉપયોગ અંદરમાં છે. ઉત્તર :- અંદર જ છે છે, ભલે રાગાદિમાં હોય, વિષયકષાયમાં હોય) છતાં એના જાણનારમાં પોતે છે, રાગમાં નથી. આવું આકરું કામ છે. આહાહા...! અરે.. જિંદગી ચાલી જાય છે. મરણને તુલ્ય થઈ જશે. મરણનો એક સમય આવશે ત્યાં છૂટી જશે આમ. જુવાન અવસ્થા હશે તોય છૂટી જશે. આહા.! કારણ કે એ છૂટું તત્ત્વ છે એની સાથે એક ક્યાં રહેલો છે? આહાહા...! એક ક્ષેત્રે પણ ભેગો નથી. પોતાના અને પરના ક્ષેત્ર, આકાશની અપેક્ષાએ કહેવાય. આહાહા...! શરીર ને કર્મ. અરે. અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન Page #393 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૫ ૩૭૯ ગણ્યું છે. સંવ૨ અધિકાર'. દયા, દાન, ભક્તિના પરિણામ થાય.. ભાઈ! એ વિકલ્પ છે એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને, ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને, સ્વમાં રહીને જાણવું સ્વપપ્રકાશક એ તો શુદ્ધજીવનો ઉદયભાવ-સ્વભાવ છે, એમ કહે છે. આવ્યું ને? ‘શુદ્ધસ્વમાવોવયઃ’. મુમુક્ષુ :- સ્વચ્છતાનો ઉદય છે. ઉત્તર :- એ પોતાનું પ્રગટપણું છે. પોતાનો સ્વભાવ છે એ તો સ્વભાવ જ છે, એમ કહે છે. ઉદય એટલે સ્વભાવ છે. ‘શુદ્ધસ્વમાવોવયઃ’ એ તો શુદ્ધ સ્વભાવનું પ્રગટપણું છે. આહાહા..! હવે આવી વાતું પકડાય નહિ, બિચારા શું કરે? આવી જાય છે પછી બહારમાં ક્રિયાકાંડમાં દોરાય જાય. વ્રત કરો ને અપવાસ કરો ને આંબેલ કરો ને... ધર્મ થઈ જશે. અરે....! જીવને ક્યાં રખડાવી માર્યો છે! ભ્રમણામાં ને ભ્રમણામાં. અહીં તો એ સિદ્ધ કરે છે કે, શુદ્ધ જીવનો સ્વભાવ તો સ્વપ૨ને જાણવું એ અપેક્ષાએ પરને કહ્યું છે. જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાનમાં ૫૨ જણાય છે તે તો જ્ઞાન છે અને જ્ઞાન સિવાય પોતાના બીજા અનંત ગુણને જાણે એ પણ પપ્રકાશક છે... આહાહા..! છતાં તે જ્ઞાન અનંત ગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. આહાહા..! આવું છે. મુમુક્ષુ :- તાદાત્મ્ય સંબંધ હોવા છતાં સ્વરૂપ જુદું ને જુદું રહ્યું. ઉત્તર ઃ- તાદાત્મ્ય સંબંધ જ્ઞાનને આત્મા સાથે છે. રાગને સંયોગીસંબંધ નથી કીધું? સંયોગી ભાવ છે. એ સંયોગીભાવને અડતોય નથી. હૈં? મુમુક્ષુ :- રાગને ક્ષણિક તાદાત્મ્ય કહેવાય છે. ઉત્તર :– એ અપેક્ષાથી. એની પર્યાયમાં છે ને, એ અપેક્ષાએ. બાકી ૫રમાર્થે તો એ સંયોગીભાવ છે તો એની સાથે સંબંધ છે જ નહિ. તાદાત્મ્ય સંબંધ નથી એટલે સંબંધ નથી, એમ. ત્રિકાળની સાથે સંબંધ નથી, એમ. છતાં એ પર્યાયમાં છે એને જાણતાં જ્ઞાન રાગમાં અડીને જાણે છે, એમ નહિ. એ તો એની પર્યાયમાં છે એ તો અશુદ્ધતા બતાવવી હોય માટે. પણ અહીં તો એની પર્યાયમાં છે તેની જ પર્યાય તે કાળે તેને અને પ૨ને જાણે એવો પોતામાં રહીને રાગને જાણે એવો સ્વભાવ છે. રાગરૂપ તે વખતે પણ જ્ઞાન થયું નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ તો ‘શુદ્ધસ્વમાવોવયઃ'. શુદ્ધ જીવસ્વભાવ ઉદય એટલે સ્વરૂપ જ છે એમ કહેવું છે. આહાહા..! ભાવાર્થ આમ છે કે—જેમ અગ્નિનો દાહક સ્વભાવ..’ જોયું! દૃષ્ટાંત આપ્યો. સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે,...’ અગ્નિનો દાહક સ્વભાવ છે એ બધી વસ્તુને બાળે છે. છતાં.. આહાહા..! છે? બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે,...' બધાને બાળવા છતાં અગ્નિ અગ્નિ સ્વરૂપે બાળ્યું છે. એ અગ્નિ કંઈ ૫૨ સ્વરૂપે લાકડારૂપે થઈને બાળ્યું નથી. આહાહા..! Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કલામૃત ભાગ-૬ મુમુક્ષુ : બાળે છે? : ઉત્તર ઃ– બાળે છે એમ કહેવું એ વ્યવહાર કીધો ને! આહા..! (અગ્નિનો) દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે...’ સમજાવવું હોય તો શી રીતે સમજાવવું? આહાહા..! લાકડા, અડાયા છાણા, આ છાણા અમથા બનેલા એ અગ્નિ એ રૂપે થાય છે, પણ એ અગ્નિ પોતાના સ્વરૂપે જ થઈ છે. એ છાણાને સ્વરૂપે નથી થઈ. આહાહા..! પોતાનું અસ્તિત્વ કેવડું ને કેટલું છે ને કહ્યાં છે, એમ અહીં સિદ્ધ કરવું છે. આહાહા..! પોતાના અસ્તિત્વમાં અગ્નિ પણ પોતાના અસ્તિત્વમાં રહીને બાળે છે એમ કહેવું પણ એ તો અગ્નિરૂપ થઈને છે. એમ ૫૨ને જાણે છે એ પોતાના સ્વરૂપે એ રૂપે થઈને જાણે છે, પરૂપે થઈને જાણે છે એમ છે નહિ. આહાહા..! અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે...’ જોયું? શુદ્ધ સ્વરૂપે ભાષા લીધી. અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ...' એ દૃષ્ટાંતનો સિદ્ધાંત. જ્ઞાનસ્વરૂપ છે...’ છે? જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે એમ જીવનો જ્ઞાન સ્વરૂપ છે. અગ્નિ જેમ બધાને બાળે છે, એમ (જ્ઞાન) સમસ્ત શેયને જાણે છે...' ઓલામાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે. એમ જાણતો થકો પોતાના સ્વરૂપે છે...’ આહાહા..! સર્વજ્ઞ ને સર્વદર્શી શક્તિમાં પણ લીધું નથી? કે, સર્વજ્ઞ છે એ આત્મજ્ઞપણું છે. સર્વ છે આમ જાણે છે એમ નહિ, એ આત્મજ્ઞ છે એ સર્વજ્ઞપણું છે. આત્મશનો જ સર્વજ્ઞ સ્વભાવ છે, એ પોતે પોતાને જાણે છે. સર્વજ્ઞ કહ્યું છતાં એ આત્મજ્ઞ છે. સર્વજ્ઞ, સર્વદર્શી શક્તિ. આહાહા..! ઝીણું છે, ભાઈ! શું થાય? અનંતકાળ જન્મ-મરણ કરી કરીને.. એને મટાડવાનો ઉપાય અલૌકિક છે. આહાહા..! ચૈતન્યસત્તા એટલે કે જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે, જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે એને પકડીને અનુભવ કરવો.. આહાહા..! એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. જેનું હોવાપણું, સત્તા એટલે જ્ઞાનપણે જેનું હોવાપણું છે, એ રાગપણે કે શરીરપણે જેનું હોવાપણું નથી. એથી એ જ્ઞાન બધાને જાણતું હોવા છતાં પોતાના જ્ઞાનસ્વરૂપે જ થઈને રહ્યું છે. ૫૨ને જાણતાં ૫૨ સ્વરૂપે થઈને રહ્યો છે, એમ નથી. આહાહા..! ‘એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો.’ આહાહા..! ૫૨ સંબંધીનું જ્ઞાન થતાં હું પરને અડી ગયો છું અથવા પર મારામાં આવી ગયું છે એમ ન માનો. આહાહા..! હવે આવી વ્યાખ્યા ઝીણી. હૈં? બહુ આકરું પડે. સંપ્રદાયમાં તો જાણે આ વ્રત ને તપ ને ભક્તિ ને આ પૂજા, ભક્તિ, પૂજા કરે, જાત્રા-બાત્રામાં ધર્મ ભાને), આ વળી દયા ને સામાયિક ને પોષા ને ડિકમણા(માં ધર્મ માને). બધી રાગની ક્રિયાઓ છે. આહાહા..! કહે છે કે, એ વખતે પણ રાગ થયો પણ જીવનો સ્વભાવ તો જાણવું જ છે. એ રાગ કાળે પણ જીવ રાગને અને પોતાને જાણે છે એ તો પોતાનો સ્વભાવ છે. એ તો શુદ્ધ જીવનું સ્વરૂપ જ છે. આહાહા..! પરનું કરવું એ તો ન મળે પણ રાગનું Page #395 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૫ ૩૮૧ કરવું એ તો ન મળે પણ રાગનું જાણવું એ પણ રાગમાં જઈને જાણે એમેય ન મળે. આહાહા..! દેવીલાલજી’! આવો માર્ગ છે). વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવ ત્રિલોકનાથનો ગણધરો અને ઇન્દ્રોની વચ્ચેનો પોકાર આ છે. આહાહા..! માર્ગ આ છે. ભાઈ! તેં સાંભળ્યું ન હોય માટે કંઈ બીજી ચીજ થઈ જાય? આહાહા..! મુમુક્ષુ :– જ્ઞાન રાગને તો અડીને ન જાણે પણ જ્ઞાન નિર્મળ પર્યાયને અડીને તો જાણે ને? ઉત્તર :- એ પર્યાયને પોતાને જાણે, એમાં શું છે? સ્વજ્ઞેય છે ને એ તો. પોતાને જાણે છે ને! પોતાની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે, પણ એ અનંતી પર્યાયને અડીને જાણતો નથી. ઝીણું બહુ, આહાહા..! એક જ જ્ઞાનનો પર્યાય એટલી તાકાતવાળો છે કે એક પર્યાયમાં છ દ્રવ્યના ગુણ-પર્યાય જણાય અને પોતાના ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય. એવી એક સમયની પર્યાયની તાકાત છે. એ પર્યાય પરને તો અડતી નથી.. આહાહા..! અહીં એથી આઘું નથી કહેવું.. પણ એ પર્યાય દ્રવ્યને પણ અડતી નથી. અહીં તો ૫૨ની અપેક્ષાની વાત છે. આહાહા..! પર્યાય દ્રવ્યરૂપે થઈ જાય તો પર્યાય એક ક્ષણની છે અને વસ્તુ ત્રિકાળ છે. આહાહા..! ત્રિકાળને અડીને પર્યાય કામ કરતી નથી. આહાહા..! કેમકે બે વચ્ચે પણ અભાવ છે. અતભાવ છે). છે? પ્રવચનસાર’ અતભાવ છે. આહાહા..! જે પર્યાયભાવ છે તે દ્રવ્યમાં અતભાવ છે. દ્રવ્યભાવ છે તે પર્યાયમાં અતદ્ભાવ છે. આહાહા..! પર્યાયમાં સ્વ૫૨ જાણવાનો સ્વભાવ સ્વતઃ સ્વતઃ છે એમાં રાગને અને શરીરને જાણવું એથી મારું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું કે ૫૨માં ચાલ્યું ગયું એમ નથી. એ ભ્રમણા અજ્ઞાની અનાદિથી (કરી રહ્યો છે). આહાહા..! જીવનો જ્ઞાનસ્વભાવ ત્યાં દયા, દાનના વિકલ્પનું કરવું એ એનું સ્વરૂપ નથી. આહાહા..! પણ તેને અડીને જાણવું એવું એનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન રહીને પોતાને જાણતા એ જણાય જાય છે, એ તો જીવના સ્વપર જ્ઞાનસ્વભાવનો ઉદય છે. આહાહા..! સમજાણું કાંઈ? એ તો સ્વપ૨ પ્રકાશવું એ જ્ઞાનનું અસ્તિત્વ છે. એ જ્ઞાનનું અસ્તિત્વ છે, એ રાગનું અસ્તિત્વ નથી. આહાહા..! સમજાણું કાંઈ? મુમુક્ષુ :– જ્ઞાનમાં ૫૨નો પ્રતિભાસ થાય.. ઉત્તર :– પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહા૨ છે. મુમુક્ષુ :– જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે? ઉત્તર :- નહિ, નહિ, નહિ. પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પણ જેવું સ્વરૂપ ત્યાં છે એવું અહીંયાં જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. મુમુક્ષુ :– ત્યારે સ્વચ્છત્વ શક્તિનું કઈ રીતે? ઉત્તર :– એ જ, પોતાને પૂર્ણ જાણે. દૃષ્ટાંત તો શું કરે? સ્વચ્છમાં તો એ કીધું છે, દર્પણનો દાખલો આપીને. સ્વચ્છત્વ શક્તિમાં છે ને? પણ દર્પણમાં જે કાંઈ ચીજ જણાય Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કલશામૃત ભાગ-૬ છે એ કાંઈ દર્પણની થઈ નથી. અગ્નિ છે અહીં અગ્નિ, એ દર્પણમાં જણાય છે. તે દર્પણમાં જણાય છે તે અગ્નિ છે. એ તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને આમ હાથ લગાડો તો ઊનું લાગશે, અહીં (દર્પણમાં) જે અગ્નિ આમ આમ દેખાય છે એ અગ્નિ છે ત્યાં? અરીસાની અવસ્થા છે. ત્યાં હાથ અડાડશો તો ઊનું લાગશે ત્યાં? આહાહા...! આવું ઝીણું છે, શેઠ! આ જાણવું પડશે આમાં, હોં નહિતર આ બધા ઘોદા, ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે. મુમુક્ષુ :- જાણવામાં તો આ એ, બી, સી, ડી છે. ઉત્તર :- જાણવાની એ, બી, સી, ડી કક્કો છે આ તો. વાત સાચી છે. આહાહા...! ઈ શું કીધું જોયું? જાણતો થકો પોતાના સ્વરૂપે છે–એવો વસ્તનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; આહાહા.! વિશેષ સમાધાન કરે છેછે કારણ કે...” “મ્િ પ દ્રવ્યાન્તરં પદ્રવ્યક્તિ ન વસ્તિ ’ આહાહા.! જુઓ “કોઈ શેયરૂપ પગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય શુદ્ધ જીવવસ્તુમાં એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી. આહાહા.! એ બીજા છ દ્રવ્યો શુદ્ધ જીવવસ્તુમાં એક દ્રવ્યરૂપે આવે છે એમ નથી. આહાહા.! “જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે...” આહાહા...! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ તો જ્ઞાનરૂપ છે એનું. આહાહા.. બધાને જાણે છે પણ એ તો જ્ઞાનનું રૂપ છે, કહે છે. એ તો જીવનું સ્વરૂપ છે. આહાહા...! સમજાણું કાંઈ? આજે તો બધું ઝીણું બહુ આવ્યું, હોં! આવું સાંભળવું તો ક્યારે મળે? બાપા! આહાહા...! લોકો માને ન માને પણ વસ્તુસ્થિતિ આ છે. આહા...! પરમસત્યનો પોકાર પ્રભુનો તો આ છે. આહા.! અહીં તો ત્યાં સુધી છે, કે રાગના અસ્તિત્વમાં તારું જ્ઞાન ગયું માટે રાગને જાણે છે એમ નથી). આહાહા. અગ્નિને જાણે છે માટે તારું અસ્તિત્વ અગ્નિમાં જઈને જાણે છે (એમ નથી). તારા જ્ઞાનમાં રહીને તે અગ્નિનું આમ સ્વરૂપ છે તેવું જણાય તે તારા જ્ઞાનમાં રહીને પોતાના અસ્તિત્વમાં રહીને જણાય છે. આહાહા...! પરનું અસ્તિત્વ તો અહીંયાં કદી આવતું નથી. પર સંબંધીનું જ્ઞાન એ ખરેખર પરસંબંધીનું નથી. એ જ્ઞાન પોતાનું જ છે. આહાહા...! સમજાણું કાંઈ પાછળના શ્લોકો બહુ ઝીણા છે. આમ સાધારણ ભાષા છે પણ ભાવ ઘણા ઊંડા છે. આહાહા...! હવે આમાં ચર્ચા કોની સાથે કરવી? આવ્યા હતા ને? “ચંદ્રશેખર'. કહે, ચર્ચા કરીએ. શ્વેતાંબર. જીવા પ્રતાપના ભત્રીજાએ શ્વેતાંબર દીક્ષા લીધી ને ભઈ! અમે તો ચર્ચા કરતા નથી, બાપુ શું કહીએ? તમે સિંહ છો તો અમે સિંહના બચ્યા છીએ, કહે. ભઈ! હું તો સિંહ છું મેં તો એ કીધું નથી. છેવટે ઊભા થતા કહે, જુઓ! આ ચશમા વિના જણાય? Page #397 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૫ ૩૮૩ ચર્ચા થઈ ગઈ, બાપા! આ ચમાનું અસ્તિત્વ ભિન્ન છે અને જાણનારનું અસ્તિત્વ ભિન્ન છે. એ ચરમાથી જાણે છે એમ છે નહિ. ઈ તો જ્ઞાનના અસ્તિત્વથી જાણે છે. જીવા પ્રતાપ છે, હમણા ગુજરી ગયા. કરોડપતિ શ્વેતાંબર, એના ભત્રીજાએ દીક્ષા લીધી. લીમડી આવ્યા હતા. તમે હતા ત્યાં, નહિ? ચર્ચા કરવા આવ્યા હતા. રામવિજયે’ ત્યાં જામનગર મોકલ્યા હતા, ઘણાને. આ લોકોની ભૂલ થાય છે. વ્રત ને તપ ને ભક્તિ ધર્મ નથી. તો મોટી ગલતી ઉભી થાય છે. ભઈ! માર્ગ તો આ છે, બાપુ કીધું. તમને ખોટું લાગતું હોય તો એમ માનો, બાકી વસ્તુ તો આ છે. બાકી આથી વિરુદ્ધ માને છે એ બધા જૂઠા છે. એટલે અમારે ચર્ચા કોની સાથે કરવી? આહાહા.! અહીં તો ત્યાં લગી લઈ ગયા... આહાહા.. કે જે કાળે જે પ્રકારનો... એ તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન આવ્યું છે ને? ઈ એનો અર્થ આ સ્પષ્ટ કરે છે. તે કાળે દયા, દાન, વ્રતાદિનો જે રાગ આવ્યો તેટલા પ્રકારનું, તે પ્રકારનું જ અહીંયાં જ્ઞાન પોતાના સ્વપપ્રકાશક સામર્થ્યને લઈને થાય છે, એ રાગ આવ્યો એને કારણે નહિ. એ કાળે આનો સ્વભાવ પર્યાયમાં સ્વપપ્રકાશક, આનું અને આનું બેયનું જેટલું સ્વરૂપ છે તેવું જાણવાનો પર્યાય પ્રગટ થાય છે. આહાહા...! મુમુક્ષુ :- પર સંબંધીનું પોતાનું જ્ઞાન... ઉત્તર - પર સંબંધીનું કહેવું એ વ્યવહાર છે, એ પણ નહિ. એ પોતાનું છે. મુમુક્ષુ :- જ્ઞાનમાં વળી પરનો સંબંધ ક્યાં નાખવો? ઉત્તર :- પણ કોણે કીધો સંબંધ પર છે તેટલા સંબંધનું સ્વરૂપ પોતામાં જાણપણાની શક્તિ છે તેથી પોતામાં જાણે છે. લોકાલોકને જાણે છે એ લોકાલોકને લઈને નહિ. આહાહા...! એ જ્ઞાનની પર્યાયનું એટલું સ્વપપ્રકાશક સામર્થ્ય છે, એ સ્વસ્વરૂપ જ છે. સ્પશેયનું એટલું સ્વરૂપ છે એનું. આહાહા.! સમજાણું? ઝીણું પડ્યું આજે બધું, એક કલાક. આ અધિકાર એવો છે, ગાથા એવી છે. આહાહા! મુમુક્ષુ :- એવા શુદ્ધ સ્વરૂપનો ઉદય ત્રિકાળ છે? ઉત્તર – સમય સમયનો પર્યાય એવડો છે. ત્રિકાળ તો ધ્રુવ છે, પણ અહીં પોતાની સ્વપર પર્યાય પ્રગટ થાય છે એટલું જેટલું સામે શેયનું પ્રમાણ છે તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પ્રગટ થાય છે, પૂરી પ્રગટ છે, અત્યારે એ પ્રશ્ન નથી. સમજાણું કાંઈ? આહાહા.... જે સમયમાં જે શેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપઐકાશકરૂપ સ્વથી પ્રકાશે છે. આવું છે. એક અક્ષર ફરે તો ફરી જાય એવું છે બધું આ તો. આહાહા...! આ વાત હતી જ નહિ એટલે લોકોને નવું લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢ્યો. નવો નથી, બાપુ! અનાદિનો તું છો જ. સ્વપપ્રકાશકનું સામર્થ્ય સ્વથી–પોતાથી પોતામાં અનાદિનું છે. આહાહા...! એ ચેતન ચેતન. ચેતન. ચેતન. એ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કલશામૃત ભાગ-૬ અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. અચેતનમાં રાગ ને શરીર બધું અચેતન આવી ગયું. આહાહા. અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ શેય તેટલું છે માટે તેટલું અહીંયાં જ્ઞાન સ્વપપ્રકાશક એને લઈને પ્રગટ્યું એમેય નથી. તે સમયનો એનો સ્વપપ્રકાશકનું જેટલું સામર્થ્ય છે એથી તે પ્રગટ્યું છે તે સ્વ છે. આહાહા.. પકડાય એટલું પકડવું, બાપુ! આહાહા.. તારી લીલા તો અપાર છે. આહાહા..! આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહાહા...! આ તો અંતરના સ્વભાવના નાદની ચીજ છે. હું આહા! મુમુક્ષુ :- જુદી જાતનું ભણતર છે. ઉત્તર - જુદી જાતનું છે. વાત સાચી. આહાહા...! એટલી વાત કાને પડે છે એ ભાગ્યશાળી છે ને આવી વાત, પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાત છે. આહા.. સમજાણું કાંઈ જુઓ ધનપાળજી'! ક્યાંય “મુંબઈમાં પણ નહોતું ને ક્યાંય નહોતું. આહાહા.! પ્રભુ! તું કોણ છો? કયાં છો? કેવડો છો? સમયે સમયે તું કેવડો છો? કે પર જે શેય છે તેટલું જ અહીં જ્ઞાન થાય અને સ્વનું જ્ઞાન થાય તેવડો તે સમયમાં તેવડી તારી પર્યાય છે, તારાથી છે. આહાહા..! મુમુક્ષુ - આજે તત્ત્વને બહુ લડાવ્યું, ગુરુદેવા ઉત્તર :- આ શ્લોક એવો છે. અહીં તો વધારે તો ચુંબનમાંથી આવ્યું. ચુંબન છે ને? એણે અર્થ કરી નાખ્યો છે–અશુદ્ધપણું. પણ ચુંબનનો અર્થ સ્પર્શવું છે. જે ત્રીજી ગાથામાં કહ્યું ને? કે, પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શે છે પણ પરને સ્પર્શતો નથી. એનો આ બધો વિસ્તાર છે. આહાહા...! આ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાનમાં ઠરે એની વાતું છે, બાપા! આહાહા...! જેવી જેની સત્તા એટલે હોવાપણે છે તેમાં તે ઠરે. આહાહા...! સમજાણું કાંઈ? એ વસ્તુ છે. આહાહા...! જીવવસ્તુમાં એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી.” રાગરૂપે આત્મા પરિણમે છે કે આત્મા રાગરૂપે થાય છે કે શેય આત્માપણે થાય છે, એમ શોભતું નથી. આહાહા...! “જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-' આહાહા...! “શુદ્ધદ્રવ્યનિરુપાર્ષિતમતે: “સમસ્ત વિકલ્પથી રહિત શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના...” નિરુપ' એટલે પ્રત્યક્ષ અનુભવ...... આહાહા! જોયું? કથન છે એનું વાચ્ય છે અને અહીં લીધું પછી. નિરુપ' અને વાચ્ય છે એને નિરૂપ' શબ્દથી કહ્યું. આહાહા...! એ તો “પ્રત્યક્ષ અનુભવમાં સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને.” આ હોય છે. આવો અનુભવ એને હોય છે, એમ કહે છે. આહાહા. જેણે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી, એમાં બુદ્ધિને સ્થાપીને જ્ઞાનનો અનુભવ કર્યો અને આ વાત હોય છે. આહાહા..! અજ્ઞાનીને એ વાત હોતી નથી. ચાહે તો સાધુ થયો હોય, પંચ મહાવ્રત પાળતો હોય પણ અજ્ઞાની છે એને Page #399 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૩૮૫ આ વાત શોભતી નથી, એને હોતી નથી. આહાહા...! “સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે.” જોયું? “સમુFશ્યતઃ', “સમુFશ્યતઃ'. સમ્યક પ્રકારે ઉગ્રપણે “પયતઃ એટલે આસ્વાદે છે “એવા જીવને. આહાહા...! આવા જીવને આ હોય છે. વસ્તુનું સ્વરૂપ છે તેવું તેને પ્રગટ છે કે જે પરને જાણતાં પરથી જ્ઞાન થયું નથી અને જ્ઞાન પરમાં ગયું નથી. આહાહા.! “જીવ સમસ્ત શેયને જાણે છે, સમસ્ત શેયથી ભિન્ન છે એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. લ્યો. (વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!) (ભન્દાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२४-२१६।।) ખંડાન્વય સહિત અર્થ:- “સતા જ્ઞાન યે નયતિ ચ ોયું ન ગતિ થવ' (સવા) સર્વ કાળ (જ્ઞાનું) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (ત્તેય) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને ( યતિ) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ(ચ) જ્ઞાનના સંબંધથી જોયું ન તિ) શેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, (4) નિશ્ચયથી એમ જ છે. દૃષ્ટાંત કહે છે-“જ્યોતનારૂપ મુવે નપતિ તરચ ભૂમિ: ન રિત થવ” (ષોનાપુ) ચાંદનીનો પ્રસાર (મુવં નાયતિ) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-(તરચ) ચાંદનીના પ્રસારના સંબંધથી (ભૂમિ: ન ગતિ) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાડે છે“શુદ્ધદ્રવ્યસ્વરરામવન” શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો “મારા શેષ ”િ (સ્વમાવરચ) સત્તામાત્ર વસ્તુનું (શેષ %િ) શું બચ્યું ? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. “રિ વા’ જો કદી “ચંદ્રવ્ય મવતિ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો “ચ સ્વમાવ: વિ ચાત’ (તસ્ય) પહેલાં સાધલી સત્તારૂપ વસ્તુનો (સ્વભાવઃ વિ ચાત) સ્વભાવ શું રહ્યો અર્થાતુ જો પહેલાનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું ? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતના સત્તારૂપ છે, નિર્વિભાગ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કિલશામૃત ભાગ-૬ છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે ? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬. મહા વદ ૨, શુક્રવાર તા. ૨૪-૦૨-૧૯૭૮ કળશ-૨૧૬ પ્રવચન-૨૪૦ કળશટીકા ૨૧૬ છે ને? (ભન્દાક્રાન્તા) शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२४-२१६।। શું કહે છે? જુઓ! “સતા જ્ઞાનં શેયં વનતિ કરી રૅય ન મસ્તિ વ’ આત્મા સ્વરૂપે સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મ સ્વરૂપ છે. એ પરને જાણે, કહે છે. “સર્વ કાળ જ્ઞાન અર્થાતુ અર્થગ્રહણશક્તિ...” એનો સ્વભાવ તો પદાર્થને જાણવું (એ છે). ગ્રહણ એટલે જાણવું. અર્થગ્રહણ-સ્વ અને પર, એવા અર્થનું ગ્રહણ, પદાર્થનું જાણવું એની શક્તિ છે. આહાહા.! ભગવાન આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ, એને તો સ્વ અને પર પદાર્થને જાણવાની શક્તિ છે. આહાહા.! પરનું કંઈ કરવું એ તો છે નહિ. પરને જાણવું એથી જ્ઞાનના પર્યાયનું જે અસ્તિત્વ છે એનો અંશ કંઈ શેય તરફ અંદર જાય છે? જ્ઞાનસ્વરૂપ જે અસ્તિત્વ સત્તા છે, જ્ઞાનસ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા પોતે એમ એની સત્તાનું સિદ્ધ થવું, એની સત્તાનો કોઈ અંશ જાણવાના પદાર્થમાં પેસે છે? સમજાણું કાંઈ? આહાહા...! અર્થગ્રહણશક્તિ...” શેયના બે પ્રકાર. “સ્વપરસંબંધી સમસ્ત શેયવસ્તુ...” સ્વ પણ જોય. આહાહા...! જ્ઞાનની પર્યાયમાં જાણવાની શક્તિ છે એ સ્વ નામ જ્ઞાયકભાવ પરિપૂર્ણ પ્રભુ Page #401 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૬ ૩૮૭ તેને પણ જાણે અને પોતાથી પરશેય છે એને જાણવાનો સ્વભાવ પોતાનો છે. એને જાણે એમ કહેવું એ વ્યવહાર છે, પણ પોતે સ્વપ૨ને જાણે. એવા એના અસ્તિત્વના પર્યાયનો સ્વભાવ છે. શેય જાણે છે માટે શેયનું જ્ઞાન છે અહીં, એમ નથી. જ્ઞાન એને જાણે છે માટે શેય જ્ઞાનમાં આવી જાય છે એમ નથી. આહાહા..! ભારે, ભાઈ! છે? એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે.' જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પર્યાયમાં પણ એવો સ્વભાવ છે કે સ્વ ને ૫૨ જે પદાર્થ છે તેને એક સમયમાં પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાય બેયને એક સમયમાં જાણે તેવું તેનું સ્વરૂપ છે. આહાહા..! સમજાણું કાંઈ? એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ સહિત... પાછું, એમ. દરેક દ્રવ્ય દ્રવ્યરૂપે છે, ગુણ ગુણરૂપે, પર્યાય પર્યાયરૂપે છે) એમ ભેદ જેવો છે એ રીતે જાણે. અસ્તિપણે સત્તાપણે સિદ્ધ થયેલ છે એ સ્વ ને પ૨ને જાણવું આહાહા..! અંદર તો ભગવાન પરમાત્મસ્વરૂપ છે, આ આત્મા. શ-સ્વભાવી પરમાત્મ સ્વરૂપ છે. એ સર્વ એમાં આવ્યું છે એટલે જરી સ્વ અને ૫૨ ભેગા એમાં નાખ્યા. સમજાણું કાંઈ? ૫૨ અને સ્વ જાણવાની સત્તામાં રહીને પોતાના જાણવાના અસ્તિત્વમાં રહીને પોતાના જાણવાની મોજૂદગીમાં રહીને દ્રવ્ય-ગુણમાં પેસતું નથી અને દ્રવ્ય-ગુણને જાણે. હેં? મુમુક્ષુ :- ક્યા આત્માની વાત છે? ઉત્તર ઃ- આ આત્માની વાત અંદર તમારો છે એની. શેઠ! તેથી પહેલું કહ્યું ને કે, દરેક આત્મા સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ જ છે. આહાહા..! અરે..! કેમ એને બેસે? ... સ્વ અને પ૨ને પરિપૂર્ણ રીતે જાણે એવો જ એનો સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ છે. દરેક આત્માની વાત છે આ. અરે..! એણે જોયું નથી. પર્યાય જે છે, સ્વ અને ૫૨ને જેવું જેવું જેટલું સ્વરૂપ તેવું તેનું તે બરાબર જાણે. આહાહા..! એક સમયમાં જાણે, અહીં લીધું છે. ભલે શ્રુતજ્ઞાન હોય પણ એક સમયમાં જાણવાની તાકાત છે એની. આહાહા..! પોતાના સ્વભાવ સિવાય પદ્રવ્યનું કાંઈ કરવું, એક પર્યાયનું ફેરવવું એમાં નથી. આહાહા..! અહીં તો ઇ કહેશે. દાખલો આપશે. જ્ઞાનના સંબંધથી જ્ઞેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી...' શું કીધું ઇ? જે જાણવા યોગ્ય પદાર્થ છે, અરે..! સ્વ અને ૫૨ બેય. આહાહા..! એ જ્ઞાનના સંબંધથી શેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી... આહાહા..! શેય તો બે પ્રકારે કહ્યા ને? હૈં? મુમુક્ષુ :– પરની સાથે સંબંધ નથી, પર્યાય સાથે તો સંબંધ છે. ઉત્તર :– અહીં એ નથી. સ્વપર સાથે જાણે છે, બપોરે એમ આવ્યું હતું. મુમુક્ષુ ઃપોતામાં તન્મય થઈને નથી જાણતું. ઉત્તર ઃ- તન્મય છે નહિ, ભિન્ન જ છે પર્યાય. ઝીણી વાતું બહુ, બાપા! મુમુક્ષુ :- પ્રદેશથી તો તન્મય છે ને? Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કલશામૃત ભાગ-૬ ઉત્તર :- એ પ્રદેશ પણ ભિન્ન છે અને ભાવ પણ ભિન્ન છે. અહીં તો એને જાણવાનો પર્યાયનો સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવી તો શક્તિ છે, સ્વભાવ છે પણ પર્યાયમાં સર્વ જાણવું એવો પર્યાયનો સ્વભાવ છે. એ જાણવું એવી પર્યાયની સત્તામાં સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય પોતે, પર્યાય પર્યાયને જાણે એ તો અડીને-સ્પર્શીને પણ દ્રવ્ય-ગુણ અને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય એની સત્તાને જાણતા તે પર્યાય તે રૂપે–પરરૂપે થતી નથી. આહાહા.! શેય તો બે પ્રકારે કહ્યાને અહીંયાં? હું શું કહ્યું? “સ્વપરસંબંધી સમસ્ત શેય...” એમ લીધું ને? આહાહા...! ભગવાન આત્મા સર્વજ્ઞ પ્રભુ છે. આહાહા.! એ તો ત્રિકાળી સ્વભાવ એનો પરમાત્મ સ્વરૂપ જ છે. એની દૃષ્ટિ કરતાં, એ સર્વજ્ઞ સ્વભાવની દૃષ્ટિ કરતાં દૃષ્ટિમાં એ શેય આવતું નથી, પણ શેયનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. તો ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ-પર જાણવાની છે એ જ્ઞાનની અવસ્થાને એનો દ્રવ્યગુણનો સંબંધ નથી. આહાહા.! એ વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્ય-ગુણને જાણે છતાં તે પર્યાય શેય સાથે સંબંધરૂપ નથી. ઝીણી વાત છે, બાપુ! આ તો મારગડા ઝીણા બહુ પ્રભુ! આહાહા. એક સમયની પર્યાયની સમીપે પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાયની પાસે-પાસે – જોડે ભગવાન બિરાજે છે. આહા.! એના એણે દર્શન ન કર્યા. સમજાણું કાંઈ? અહીં તો કહે છે કે, એ પર્યાયનો સ્વભાવ જ એવો છે. એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતાં તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે સ્વગ્નેય અને પરશેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. ધીમેથી સમજવું. આ તો છેલ્લા શ્લોકો છે ને બહુ ઊંચા છે. “સર્વવિશુદ્ધ જ્ઞાન” છે આ. આહાહા...! અરે. આવશે દાખલો. મુમુક્ષુ – એનું નામ જ્ઞાયક જ પડ્યું છે ઉત્તર :- જાણે છે કીધું કે, પર્યાય જાણે છે. કોને જાણે છે કે સ્વ ને પર બેયને. જાણવાની પર્યાય સ્વ-પર બેયને જાણે છે, એ જ્ઞાયક છે. દ્રવ્ય-ગુણ તો જ્ઞાયક છે પણ પર્યાય પણ જ્ઞાયક છે. “ચંદુભાઈ! આવું છે જરી. આહાહા...! ભગવાન મોટો દરિયો, ગંભીર દરિયો પડ્યો છે અંદર. આહાહા...! એવું હોવા છતાં એ સ્વોય છે એને પણ પર્યાય જાણે. અર્થગ્રહણ આવ્યું ને? અર્થગ્રહણ એટલે અર્થ નામ પદાર્થને જાણવું એવી શક્તિ. એક વાત. હવે અર્થ બે પ્રકારના-સ્વ અને પર. એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત, જ્ઞાયકની પર્યાયમાં તાકાત છે. આહાહા...! હૈ મુમુક્ષુ - સ્વને અને પરને જાણે તો સ્વમાં કેટલું દ્રવ્ય ઉત્તર :- સ્વમાં આખું દ્રવ્ય-ગુણ બધું લેવું. કીધું ને આ? છતાં એ શેય ને જ્ઞાનને સંબંધ નથી. એ જ્ઞાનને શેયને સંબંધ નથી એટલે જ્ઞાન શેયરૂપે થયું નથી. તેમ તે શેય દ્રવ્ય-ગુણ છે તે જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. આહાહા. એ સંબંધીનું જ્ઞાન આવ્યું પણ એ ચીજ જે દ્રવ્ય-ગુણ છે, જાણવાની પર્યાયમાં દ્રવ્ય-ગુણ આવ્યા નથી. તેમ પરવસ્તુને જાણતા Page #403 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૬ ૩૮૯ એ તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. એમાં પરવસ્તુ શેય અહીંયાં આવી છે એમ નથી. આહાહા...! બહુ ઝીણું, બાપુ! તત્ત્વ જ અલૌકિક છે. આહાહા...! મુમુક્ષુ - સ્વને જાણે અને પરને તો પરશેય તરીકે જાણે છે ને? ઉત્તર :- બેયને જાણે છે. સ્વ સ્વ તરીકે, પરને પર તરીકે. પર્યાય બેયને જાણે છે. અર્થગ્રહણશક્તિ કીધી ને? તો અર્થગ્રહણશક્તિમાં શેય બે પ્રકારે કહ્યા. એમ કહ્યું છે? સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુ...” એમ કીધું ને? કે પર જ કીધું? ઝીણી વાત છે, ભાઈ! આ તો માર્ગ અલૌકિક છે. આહાહા...! ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી. શક્તિ છે એની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય-અસ્તિત્વ સ્વ અને પર બેય પદાર્થને બરાબર જાણે છે, છતાં તે શેયરૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. એટલે જાણવાની પર્યાય દ્રવ્ય-ગુણને જાણે છતાં દ્રવ્ય-ગુણની થતી નથી. જાણવાની પર્યાય પરને જાણે છતાં તે પર્યાય પરની થતી નથી. આરે...! આવી વાતું છે. “ચીમનભાઈ! ઝીણી વાતું, બાપા! આ તો મારગડા. પ્રભુ સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. પ્રભુ પોતે સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવા આહાહા.! પોતે દેવાધિદેવ છે. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! એ તો પહેલું આવ્યું હતું. કીધું ને (સંવત) ૧૯૬૩ની સાલમાં. ‘તું હી દેવનો દેવ છો. ૧૯૬૩ની સાલ. આહા...! બધા લગ્નમાં ગયા હતા અને હું ને નોકર બે રહ્યા હતા. બે દુકાન હતી. બે જણા ક્યાં બેસે? દુકાન બંધ રાખીએ પણ ધ્યાન રાખીએ. દુકાનની સામે મોટી રામલીલા આવી હતી. તે એ લીલા જોવા ગયા. એમાંથી આ આવ્યું. પ્રભુ! તું કોણ છો? “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ તું છો'. કેટલા વર્ષ થયા? ૬૩, ૬૩. કેટલા વર્ષ થયા? ૬૩, ૬૩. તમારા જનમ પહેલા. આહાહા.! “તું હી દેવનો દેવ” એમ આવ્યું હતું. અને આ સ્ત્રીનું રમણ તને ન હો. તું તો શિવરમણી રમનારો છો ને, પ્રભુ! આ શું છે આ? એવું અંદરથી આવ્યું હતું. આહાહા...! અહીં કહે છે, પ્રભુ! ઓહોહો...એને જ્ઞાનની વર્તમાન પર્યાયની જાણવાની તાકાત સ્વ ને પર શેયોને જાણવાની તાકાત, એમ કીધું છે ને? કે પરને જાણવાનું એકલું નથી લીધું. અને શેય બે પ્રકારના લીધા છે–સ્વ અને પર. આહાહા.! એ પર્યાય પર્યાયને જાણે, પર્યાય દ્રવ્ય-ગુણને જાણે, પર્યાય પર દ્રવ્ય-ગુણને જાણે છતાં પર દ્રવ્ય-ગુણરૂપે અને સ્વના દ્રવ્ય-ગુણરૂપે એ પર્યાય થતી નથી. આહાહા.! શેયરૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી, એનો અર્થ શું થયો? કે સ્વગ્નેય રૂપે પણ, પર્યાય સ્વલ્લેય છે તે પર્યાયરૂપે થઈ છે, પણ દ્રવ્યગુણરૂપે પર્યાય થતી નથી. આહાહા.! માર્ગ બહુ બાપુ, જન્મ-મરણના અંતની વાતું બહુ ઝીણી, ભાઈ! અનંતકાળથી એને એ વાત અંદર બેઠી નથી. આહાહા...! એ રાગને જાણતા રાગરૂપ થઈને જાણ્યું નથી. જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. તો Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કલશામૃત ભાગ-૬ એ શેયરૂપે જ્ઞાન થયું નથી અને તે જ્ઞેય રાગ તે જ્ઞાનરૂપે આવ્યું નથી. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠે છે તેને જ્ઞાનની પર્યાય પરશેય તરીકે જાણે છે, છતાં તે જાણવાની પર્યાયનો અંશ તે રાગના શેયમાં ગયો નથી. તેમ તે રાગનો અંશ છે, અહીં એ જણાણો છે, તે જણાણો છે એ તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ જ્ઞાનમાં કંઈ રાગ આવ્યો નથી, શેયનો અંશ અહીં આવ્યો નથી. આહાહા..! મુમુક્ષુ :– જ્ઞાનીની વાત છે? ઉત્તર ઃઅહીં તો જ્ઞાનીની વાત છે, વસ્તુના સ્વભાવની વાત છે. વસ્તુનો સ્વભાવ આવો છે. માને અજ્ઞાની ગમે તે રીતે. સમજાણું કાંઈ? આહાહા..! મુમુક્ષુ :– પોતાના આનંદ સ્વભાવમાં આનંદની પર્યાયને શું કહેશો? ઉત્તર :– આનંદની પર્યાય પણ પ૨ તરીકે જ્ઞેય છે. મુમુક્ષુ :- પરશેય તરીકે? ઉત્તર :– હા, છે ને. મુમુક્ષુ :- દ્રવ્ય, ગુણ ને પર્યાય.. ઉત્તર :– હા, એ પોતાની પર્યાય સિવાય બધી પર્યાય પરશેય તરીકે છે. આહાહા..! ઝીણું બહુ પડશે. આહાહા..! એનું હોવાપણું કેવડું ને કેટલું ને કેમ છે એ વાત (છે). શું કહ્યું? ‘સવા’ નામ ‘સર્વ કાળ...’ ‘જ્ઞાનં’ નામ ‘અર્થગ્રહણશક્તિ...' અર્થ નામ પદાર્થને જાણવાની શક્તિ. જુઓ! ગ્રહણનો અર્થ જાણવું. ભાઈએ કહ્યું છે ને કે, વ્યવહારને ગ્રહવો એટલે કે જાણવું. ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ સાતમો અધિકાર. એ અર્થગ્રહણશક્તિ જ્ઞાન, એ જ્ઞાનની વ્યાખ્યા કરી. હવે શેય? ‘સ્વપ૨સંબંધી સમસ્ત શેયવસ્તુ...' એ શેયની વ્યાખ્યા કરી. આહાહા..! એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે.’ આહાહા..! એ તો ‘નિયમસાર’માં આગળ નથી આવ્યું ઇ? નિશ્ચયથી જ્ઞાન પોતાને જાણે છે અને નિશ્ચયથી ૫૨ જે ગુણો છે એને પણ જાણે છે. એ નિશ્ચયથી કહેવામાં આવે છે, સ્વના છે માટે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! અમૃતનો સાગર ભગવાન પડ્યો છે આખો, પણ જેણે કહે છે કે, એને જાણ્યો... આહાહા..! એ જાણવાની પર્યાંય પોતે શેયરૂપે, સ્વ અને ૫૨ શેયરૂપે થતી નથી, છતાં તે જાણ્યા વિના રહેતી નથી, છતાં તે શેયનો અંશ જ્ઞાનમાં આવતો નથી અને જ્ઞાનનો અંશ શેયમાં જતો નથી. આહાહા..! આવું સ્વરૂપ છે. હવે અહીં તો હજી બહારમાં તોફાન.. આ કર્યું ને આ કર્યું ને આ કર્યું... આહાહા..! વિપરીત માન્યતા, કહે છે, વસ્તુના સ્વરૂપથી વિપરીત છે. ‘સંબંધરૂપ નથી.... ‘વ”. છે? વ’ નિશ્ચયથી એમ જ છે.’ ‘વ’ એટલે નિશ્ચય. Page #405 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૬ ૩૯૧ નિશ્ચયથી એમ જ છે. આહાહા...! દૃષ્ટાંત કહે છે–' “જ્યોનારૂપ મુવં રનપતિ તી ભૂમિઃ મસ્તિ ” “ચાંદનીનો પ્રસાર.” આ ચંદ્ર, ચંદ્રનો ચાંદનીના પ્રકાશનો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી.” ચાંદનીના પ્રકાશથી ભૂમિ ચાંદનીરૂપ થઈ નથી. તેમ ચાંદનીનો પ્રકાશ ભૂમિરૂપે થયો નથી. આહાહા...! તેમ ચાંદનીનો પ્રકાશ ભૂમિને સ્પર્ધો-અડ્યો નથી. મુમુક્ષુ :- શ્વેત કરે છે એમ તો લખ્યું છે. ઉત્તર :- લોકો ભાળે છે એ અપેક્ષાએ કહ્યું છે. એ તો અંદર પહેલું આવ્યું હતું. લોકો એમ કહે ને જુઓ આ ધોળું થયું. શું પણ ધોળું થયું? ધોળી તો ચાંદની થઈ છે. ધોળી પૃથ્વી થઈ નથી. આહાહા.! ધોળારૂપનું પરિણમનનું અસ્તિત્વ એ તો ધોળારૂપે પોતે ચાંદની છે એ થઈ છે. એ ચાંદની પૃથ્વીને ધોળી કરે છે એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. પૃથ્વી ચાંદનીરૂપે થઈ નથી, ચાંદની પૃથ્વીરૂપે થઈ નથી. દરેક પોતાના અસ્તિત્વમાંસત્તામાં રહેલાં છે). પ્રકાશ પરને કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહા...! હું શું કીધું? મુમુક્ષુ :- ખડીના દૃષ્ટાંતે કીધું છે. ઉત્તર :- ખડી... ખડીનો દાખલો... ખડી ભીંતને અડતી નથી. ખડી ખડીમાં રહીને ધોળપને પ્રસરે છે. એ ભીંતને ખડીએ ધોળી કરી નથી. તેમ ભીંત ધોળારૂપે થઈ નથી એટલે ધોળાની અવસ્થામાં ભીંત આવી નથી. આહાહા.! આવું છે. મૂળ તત્ત્વદૃષ્ટિનો વિષય ઘણો સૂક્ષ્મ છે. એ વિષય અત્યારે આખો પડ્યો રહ્યો. બહારમાં બધું હાલમહોલ... આહાહા...! અરે.રે. આવી જિંદગી મળી ને આવું મનુષ્યપણું મળ્યું) એમાં વાસ્તવિક તત્ત્વની વ્યવસ્થા ને અવસ્થા, એનું જ્ઞાન યથાર્થ ન થાય તો એના જન્મ-મરણ નહિ મટે. આહાહા.! શું? મુમુક્ષુ :- બધાને લાગુ પડે એવું છે. ઉત્તર :- બધાને લાગુ પડે. ન સમજે એને (બધાને). આહાહા.! કહ્યું? “શ્રીમદ્દે આ દાખલો આપ્યો છે, એના પુસ્તકમાં. ચાંદનીનો પ્રકાશ પૃથ્વીને ધોળી કરે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ચાંદની પૃથ્વીને અડી નથી અને પૃથ્વી ચાંદનીના પ્રકાશમાં આવી નથી અને અડી નથી. આહાહા.! એમ ભગવાન જ્ઞાનનો પર્યાય... આહાહા...! શેયને જાણતા શેયરૂપે થયો નથી. તેમ તે શેય જ્ઞાનરૂપમાં આવ્યું નથી. આહાહા.ખરેખર તો જ્ઞાન (જે શેયને જાણે છે તે શેયને અડતું નથી. આહાહા.! પોતે સ્વદ્રવ્ય અને ગુણ. આહાહા..! એની જ્ઞાનપર્યાય સિવાયની બધી પર્યાયો છે એને પણ એ અડતું નથી એવો જેનો સ્વભાવ, ચૈતન્યનું સ્વપપ્રકાશક અસ્તિત્વ અનંતી પર્યાયને શેય તરીકે જ્ઞાન જાણે છે પણ તે પર્યાય પર અનંત પર્યાયરૂપે થઈ નથી અને એ અનંતી પર્યાયો જે છે તે જાણવાની Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કલશામૃત ભાગ-૬ પર્યાયમાં આવી નથી. આહાહા...! મુમુક્ષુ :- જ્ઞાન આનંદ વિનાનું થઈ જશે. ઉત્તર :- આનંદવાળું થાય છે અહીં. મુમુક્ષુ :- એકનું રૂપ બીજામાં આવે છે ને. ઉત્તર :- એકનું રૂપ આવે છે, શું કહેવું હતું. રાત્રે નહોતું કહ્યું? આત્મામાં અનંત સામાન્ય ગુણ છે, અનંત વિશેષ ગુણ છે. એક ગુણનું અનંતમાં રૂપ છે અને અનંત ગુણનું એક ગુણમાં રૂપ છે. આહાહા...! બીજો ગુણ બીજા ગુણમાં આવે નહિ, પણ બીજા ગુણનું સ્વરૂપ ને રૂપ, રૂપ તરીકે આમાં હોય છે. આહાહા! જ્ઞાનગુણમાં અસ્તિત્વ ગુણ આવે નહિપણ અસ્તિત્વ ગુણનું રૂપ-જ્ઞાન છે એ પોતાના રૂપે છે એવું અસ્તિત્વ આવે. આહાહા.! અને તે જ્ઞાનગુણ અસ્તિત્વને. આહાહા.! અતભાવ છે ને? એક ગુણ ગુણમાં અતભાવ છે. આહાહા.. એક ગુણ બીજા ગુણરૂપે નથી. સર્વ ગુણ અસહાય (છે). આહાહા.! અરે.! એ તત્ત્વજ્ઞાનનો વિશાળ ભાવ છે. હૈ? લોકો બહારથી અટકી ગયા), આ વાત તો સમજવી નથી અને બહારથી કરીને જિંદગી કાઢી નાખે છે. આહાહા.! માણસને માણસપણું મળ્યું અને છતાં જ્ઞાયક તે શું ચીજ છે એને અનુભવે, જાણે નહિ તો તો એ મનુષ્યપણું મળ્યું ન મળ્યું, ઢોરને મળ્યું નથી અને આને મળ્યું છે, બેય નકામાં ગયા. આહાહા.! ધજાને પવન અડતો નથી અને ધજા હલે છે. એ હલે છે એ પવનને અડતી નથી, પવન એને અડતો નથી. એકબીજાના અભાવ સ્વભાવ સ્વરૂપ છે. આહાહા..! મુમુક્ષુ :- દવાનું શું કામ? ઉત્તર :- દવાનું શું... ધૂળેય થતી નથી. દવા દવાની પર્યાય. આ તમારા ડૉક્ટરનું પૂછે છે. દવાનો એક રજકણ બીજા રજકણને અડતો નથી. એ દવાનો એક રજકણ શરીરના રજકણને અડતો નથી. આહાહા...! આવું તત્ત્વ છે. હું શું કહે છે? મુમુક્ષુ :- દવા ખાવી કે નહિ? ઉત્તર :- કોણ ખાય છે? તમારે તો મોઢા આગળ બહુ દવા હોય છે. છ લાખનું મકાન છે એમનું. ત્યાં અમારો ઉતારો હતો તે હું ખાયને આમ ફરતો હતો, જ્યાં એનું સૂવાનું હતું ત્યાં ઘણી દવાઓ પડી હતી. છ લાખનું રહેવાનું મકાન છે એને. ભાઈનું જુદું છે, એ પણ મોટું મકાન છે. “શોભાલાલ! કોના મકાન? બાપા! આહાહા...! અહીં તો કહે છે કે, મકાનને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. આહાહા...! જ્ઞાન જ્ઞાનને જાણે છે, એમાં સ્પર્શીને–અડીને જાણે છે તે જ્ઞાન. પરને અડતું નથી માટે પરને શી રીતે જાણે? પર સંબંધીનું જ્ઞાન પોતાનું છે તેને તે જાણે. આવા નિયમ આકરા ભારે. આહાહા...! લ્યો. ખડીએ ભીંતને ધોળી કરી નથી. હવે દૃષ્ટિઈષ્ટ એમ ઘણા કહે છે. દેખાય છે એને તમે ના પાડો છો. અરે ! પ્રભુ તું સાંભળ તો ખરો. એક પંડિત આવ્યો Page #407 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૩૯૩ હતો. એ કહે, પાણી અગ્નિથી ઊનું થાય એની તમે ના પાડો. દેખાય છે પાધરું. પણ બાપુ! પાણીની પર્યાયને અગ્નિની પર્યાય અડી જ નથી. આહાહા...! કહો, “રજનીભાઈ! આવું છે. કોઈ દિ સાંભળ્યું છે ક્યાંય? બધી ધમાધમ... આહા...! “પોપટભાઈના દીકરા છે. એક ફેરી કાર્યું હતું. મોટું... શું કહેવાય? જાત્રા નહોતી કાઢી? કાંતિભાઈ ધ્રાંગધ્રાવાળા'. આહાહા.! થોડા પૈસા ખર્ચે, પાંચ-પચીસ હજાર, ત્યાં એમ થઈ જાય કે આહાહા.! આપણે તો મોટી જાત્રા (કાઢી) ને ધર્મ કર્યો. આહાહા...! અરે. અહીં તો કહે છે, પરનું તો કરી શકતો નથી પણ પરને જાણવામાં જ્ઞાન પર છે માટે જાણે છે એમેય નથી. આહાહા...! મુમુક્ષુ :- પરને જાણે તો છે.. ઉત્તર :- પરને જાણે છે એટલે એ સંબંધીનું જ્ઞાન થયું, એટલે જાણે છે એમ કહેવાય છે. આહાહા.. બાકી જ્ઞાન જ્ઞાનને જાણે છે. આહાહા.. જેને અડીને જાણે તેને જાણ્યું કહેવાય. પરને અડીને જાણતો નથી એટલે પરને નિશ્ચયથી ખરેખર જાણતો નથી. આવો ભેદ, જ્ઞાન છે. ઝીણી વાત. આહાહા.! ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે જેમ ચાંદની પ્રસરે છે. ધોળી થાય છે. સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી.” સંબંધ નથી. આહાહા.! ચાંદનીની ધોળી પર્યાયને અને પૃથ્વીને એને સંબંધ નથી. આહાહા.! મુમુક્ષુ :- પૃથ્વી ધોળી થઈ તો છે. ઉત્તર :- ક્યાં કરી છે? ઈ તો બતાવ્યું, લોકો કહે છે ઈ. ધોળી પોતે પોતાપણાના અસ્તિત્વમાં ધોળી થઈ છે. એ પૃથ્વીના અસ્તિત્વમાં ધોળી થઈ નથી. પોતાનું અસ્તિત્વ ત્યાં જરી ગયું છે? આહાહા..! ચાંદનીનું ધોળાનું હોવાપણું એ પૃથ્વીના હોવાપણામાં એ ધોળાપણું ગયું છે? આહાહા...! આવું છે. ધીરેથી સમજે નહિ, સાંભળે નહિ અને પછી એ... એકાંત છે, એકાંત છે, એકાંત છે એમ કહે નિશ્ચયને જ માને છે, વ્યવહારને (માનતા નથી. પણ વ્યવહાર એટલે શું? આ પરને ધોળું કરે એમ જાણવું એ વ્યવહાર પણ એ વ્યવહાર અભૂતાર્થજૂઠો છે. આહાહા.! આવો માર્ગ છે. છે? ‘તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે.” સમસ્ત શેય લીધા ને? સ્વ-પર બધાને. “તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી;...” આહાહા...! જાણનાર પર્યાય... આહાહા...! એની તાકાત તો જુઓ! પોતાના દ્રવ્ય-ગુણને જાણે છતાં એની સાથે સંબંધ નથી. આહાહા. પોતાની સિવાય અનંતી પર્યાયો છે એને જાણે છતાં એની સાથે સંબંધ શું? સ્વતંત્ર પર્યાય છે ત્યાં એને પરની સાથે સંબંધ શું? આહાહા.! “ચંદુભાઈ ! આહાહા. કેમકે એક સમયની જ્ઞાનની પર્યાયમાં ષકારક પોતે પોતાથી થયેલ છે. આહાહા.! એ દ્રવ્ય-ગુણને લઈને નહિ, બીજી પર્યાયને લઈને નહિ. આહાહા. ભગવાન એક સમયના Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કલામૃત ભાગ-૬ જ્ઞાનની દશા એ પોતે જ કર્તા છે, એ જ્ઞાનની દશા તે કર્મકાર્ય છે, તે જ સાધન છે, તેનાથી પર્યાયથી પર્યાય થઈ છે, પર્યાય થઈને પર્યાયે રાખી છે, પર્યાયને આધારે પર્યાય થઈ છે. આહાહા...! જેને દ્રવ્ય અને ગુણની પણ અપેક્ષા નથી. આહાહા! એમ અજ્ઞાની અહીંયાં પરમાં સુખબુદ્ધિ કહ્યું છે. આહાહા.! એ તો મિથ્યા ભ્રમ છે પણ તેને જાણે છે એમ કહેવું એ પણ જ્ઞાન કંઈ પરના શેયમાં અડ્યું નથી. આહાહા...! આવી વાતું છે. ત્યાં લાદી-બાદીમાં કયાંય મળે એવું નથી. આમને બીડીનું મોટું તોફાન છે. તમાકુના મોટા ભરેલા શું કહેવાય? મોટા ગોડાઉન, એની આખી લાઈન છે. કોના પણ? એ ચીજ ક્યાં એની છે? એણે ક્યાં ભર્યું છે ને રાખ્યું છે? આહાહા.! એને જાણે છે એમ કહેવું એ પણ એ જ્ઞાન કંઈ પરમાં પેઠું નથી ને જાણે. આહાહા...! આહાહા. તત્ત્વજ્ઞાનનો વિષય ઘણો ઓછો થઈ ગયો, ફેરફાર થઈ ગયો એટલે લોકોને આ એવું લાગે કે, આ શું પણ આવું? અમારે શું કરવું આમાં સૂઝ પડતી નથી. તારે કરવું છે શું? તું કોણ? એને જાણવું યથાર્થ રીતે એ કરવાનું છે. આહાહા...! “ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી;” આહાહા...! એક કોર સ્વપર શેય કહે, એક કોર સ્વપર શેયને પણ જ્ઞાન જાણે છતાં સ્પર્શતો નથી. આહાહા.! સમજાણું કાંઈ? મુમુક્ષુ :- જ્ઞાન અને આત્માનો સંબંધ જ ન રહે તો આત્મામાં જડપણું થઈ જાય. ઉત્તર :- સંબંધ છે જ નહિ, ભિન્ન ચીજ છે. પર્યાયનો સંબંધ ને દ્રવ્ય-ગુણનો ભિન્ન સંબંધ છે. અતભાવ છે. પર્યાયમાં દ્રવ્ય-ગુણ નથી અને દ્રવ્ય-ગુણમાં પર્યાય નથી. અતભાવરૂપે અન્ય છે. અન્યત્વરૂપે અન્ય નહિ. અન્યત્વરૂપે અભાવ નહિ, અતભાવરૂપે અભાવ છે. આહાહા...! “પ્રવચનસારમાં આવે છે. આહાહા...! જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે, એટલો સ્વભાવ છે કે એ પર્યાય એટલી જ છે એમ કહીએ તો પણ બસ... આહાહા...! કેમકે એ પર્યાયમાં અનંતી પર્યાયનું, અનંતા દ્રવ્યનું ગુણનું અને અહીંનું બધું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવી જાય છે. એ જ્ઞાન, હોં એ શેય આવતું નથી. દ્રવ્ય-ગુણ અહીં આવતા નથી. બીજી પર્યાયો એ પર્યાયમાં આવતી નથી, પણ પર્યાય-જાણવાની પર્યાય.... આહાહા.! એ બધાને જાણતા પણ પરની થઈ નથી અને પર સાથે સંબંધ નથી. આહાહા....! આ તો વીતરાગનો માર્ગ, બાપા! જિનેશ્વર... સંતો, દિગંબર સંતો. આહાહા.! પરમેશ્વરના પુત્રો છે. આહા...! ગણધરને પુત્ર કહ્યા છે ને ભગવાનના પુત્ર કહ્યા છે. આગમ... શું કહેવાય ઈ? “ધવલ... ધવલધવલજયધવલ એમાં કહ્યું છે. આહાહા! લોકો કહે છે ને, ઈસુ પરમેશ્વરનો પુત્ર છે. ઇસુ... ઇસુ કહે છે ને ઈ. ઈ તો બધું ગપ છે. ગણધર આદિ છે એ સર્વજ્ઞના પુત્ર છે. એ પણ એક અપેક્ષાથી. આહાહા...! જ્ઞાનની એક પર્યાય સર્વજ્ઞ પર્યાયને પણ... પરદ્રવ્ય છે ને ? પરદ્રવ્યનું સર્વશપણે એનો Page #409 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૩૯૫ અનંત આનંદ, એની અનંત શાંતિ એવા પર્યાયને, એના ગુણને, દ્રવ્યને જ્ઞાનની પર્યાય એને જાણે છે છતાં એ જાણવાના અસ્તિત્વનો અંશ પરના શેયને જાણવામાં અસ્તિત્વનો અંશ જાતો નથી. તેમ પરના અસ્તિત્વનો અંશ જાણવાના જ્ઞાનમાં આવતો નથી. આહાહા...! અસ્તિત્વનો અંશ આવતો નથી. આહાહા...! આવો મોટો ભગવાન એને પામર તરીકે માન્યો. આહાહા.! એણે જીવને મરણતુલ્ય કરી નાખ્યો. આવું સ્વરૂપ જીવનજ્યોતિ, હયાતી ધરાવતું આવું તત્ત્વ એને આવી હયાતીવાળું નથી. આહાહા.. અને અલ્પ હયાતીવાળું માને એ તો એની હયાતીનું એણે મરણ કરી નાખ્યું. આહાહા...! છે? (જ્ઞાનનો અને શેયનો સંબંધ નથી એવી વસ્તુનો સ્વભાવ છે. એ તો વસ્તુનો આવો સ્વભાવ છે, ભાઈ! આહાહા...! એ કોઈએ કર્યો નથી ને કોઈથી તે થયો નથી. આહાહા...! એ વસ્તુનો જ્ઞાનનો પર્યાયનો સ્વભાવ સ્વ-પરને જાણે છતાં સ્વ-પરમાં જાય નહિ અને પર આમાં આવે નહિ. આહાહા...! આવી વાતું ઝીણી પડે એટલે માણસ પછી (એમ કહે), એ. નિશ્ચય છે, નિશ્ચય છે. પણ નિશ્ચય છે એટલે સાચું છે, એમ કહે. આહાહા! “આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે–' આ રીતે કોઈ ન માને તો ન્યાય દ્વારા હવે એને સિદ્ધ કરે છે. “શુદ્ધદ્રવ્યરસ્વરસમવનાત “શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો...” “સ્વભાવરી શેષ વિ સ્વભાવનો કયો બાકી શેષ (અંશ) રહ્યો તે પરમાં જાય? આહાહા..! “સત્તામાત્ર વસ્તુનું શું બચ્યું?” જ્યારે સિદ્ધ કર્યું કે જ્ઞાન છે એમ અસ્તિત્વ સત્તા સિદ્ધ કરી તો એ જ્ઞાનનો અંશ પરમાં જાય તો અહીં સત્તા સિદ્ધ થઈ એ રહી ક્યાં? હૈ? આહાહા...! અસ્તિત્વ-જ્ઞાનનું અસ્તિત્વ આટલું છે કે જે સ્વ-પરને જાણે છે એ સ્વ-પરને અડ્યા વિના આટલી સત્તા સિદ્ધ કરી, હવે એ સત્તા પરમાં જાય તો આ સત્તાનું રહ્યું શું? સત્તા રહી ક્યાં? સત્તા બચી ક્યાં? આહાહા.! પોતાની સત્તા તો સિદ્ધ કરી, હવે એ સત્તા આટલી છે, જ્ઞાનની સ્વ-પર જાણવાની સત્તાનું અસ્તિત્વ એ તો સિદ્ધ કર્યું. હવે એ જો અંશ પરમાં જાય તો અહીં બાકી શું રહ્યું? સત્તાનો એક અંશ પણ પરમાં જાય તો સત્તા જે પૂરી સિદ્ધ છે એમાં રહ્યું શું? બચ્યું શું? આહાહા.! બહુ ઝીણું. આવું તો તમારે ક્યાંય (સાંભળવા મળતું નહિ હોય). આહાહા...! પાંચ, પચાસ હજાર ખર્ચે, પછી આ કરે ને જાણે થઈ ગયો ધર્મ. આ શેઠે ત્રણ લાખની એક ધર્મશાળા બનાવી છે. “સાગરમાં. બીજા ઘણાય. આપે છે. પણ એ બધી ક્રિયાઓ પોતે કરી શકે છે એ વાત જ જૂઠી છે, અહીં તો કહે છે. શેઠ! મુમુક્ષુ :- આપે જ એમ કહ્યું કે ધર્મશાળા શેઠે બનાવી છે. ઉત્તર :- ભાષા બીજી શું થાય? આહાહા...! તેથી નિર્જરા અધિકાર’માં કહ્યું ને? જ્ઞાની સચેત, અચેતને ભોગવે છે. એમ તો પાઠ આ આવ્યો અને એક કોર કહે કે, પરને ભોગવે નહિ. પણ લોકો કહે છે એ ભાષાએ કરીને એને સમજાવે છે. આહાહા! આવે છે ને? Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ કલશામૃત ભાગ-૬ ધર્મીજીવ સમ્યગ્દષ્ટિ સચેત, અચેતને ભોગવે છે તો એને નિર્જા હેતુ છે, એમ કહે છે. સચેતને અડે છે તે ભોગવે છે? અચેતને અડે છે તે ભોગવે છે? પણ દુનિયા એમ કહે કે, જુઓ! આ સચેતને ભોગવે છે, ફલાણાને ભોગવે છે, આ શાકને ખાય છે, સ્ત્રીને ભોગવે છે, પૈસા ભોગવે છે, મોટા મકાન પાંચ-પચાસ લાખના કરીને એ.. હિંડોળે હિંચકે છે. લોકો એમ માને છે (એટલે) એ ભાષાએ વાત કરી છે. આહાહા..! હવે આવી વાત ન સમજાય એટલે પછી કાઢી નાખે, માળા..! એ તો નિશ્ચય છે, એકાંત છે, એકાંત છે. વ્યવહા૨ જોઈએ. પણ વ્યવહા૨ એટલે શું? એ તો કહેવામાત્ર વ્યવહાર છે, કથનીમાત્ર. આગળ આવશે. આહાહા..! નિયમસા૨’માં આવશે. વ્યવહાર રત્નત્રય કથનમાત્ર છે, એ અનંતવા૨ કર્યાં છે, કહે છે. આહાહા..! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવ્રત, ભક્તિ એ તો અનંતવા૨ કર્યું છે. એ નવી ચીજ ક્યાં છે? આહાહા..! ‘સ્વમાવસ્ય શેત્રં ”િ શું કીધું? શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો સત્તામાત્ર વસ્તુનું શું બચ્યું” જો ૫૨માં અંશ જાય તો સત્તા જે સિદ્ધ કરી છે એમાં રહ્યું શું? એનું હોવાપણું જે રીતે છે એ તો રહ્યું નહિ. આહાહા..! પવનની સત્તા સિદ્ધ કરી કે, પવન છે. એક દાખલો (લઈએ). હવે એનો અંશ જો ધજામાં જાય તો અહીં જે સત્તા ભિન્ન સિદ્ધ કરી એ રહી ક્યાં? ધજાને પવન અડતો નથી અને ધજા હલે છે. આહાહા..! જે સત્તા સિદ્ધ કરી કે આ વસ્તુ છે, પવન વસ્તુ છે, પાણી વસ્તુ છે. હવે પાણીની સત્તા સિદ્ધ કરી, હવે એની પર્યાયમાં ઉષ્ણતા આવી એ અગ્નિથી આવી તો અહીં સત્તા જે સિદ્ધ કરી છે એ સત્તાનો અંશ ક્યાં ગયો? આહાહા..! સમજાણું કાંઈ? આવી ધર્મકથા ઝીણી છે. આહાહા..! હૈં? શું કહે છે? મુમુક્ષુ :- દૃષ્ટિ સ્થિર થયા વગર ભિન્ન જણાય. ઉત્તર ઃ- જ્ઞાન સ્થિર જ છે. માન્યું છે અસ્થિર. અહીં તો સ્થિરની જ વાત છે. જ્ઞાનસ્વભાવ જ એનો એવો છે. અહીં તો સિદ્ધ ઇ કરવું છે. આહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન એનો સ્વભાવ જ એવો છે કે સ્વ-૫૨ને જાણવું, બસ. એ સ્વપરની અપેક્ષાથી સ્વપ૨ને જાણે એમેય નહિ. આહાહા..! એ પરનું અને સ્વનું જ્ઞાન (જે થયું) એ ૫૨ અને સ્વની અપેક્ષા વિના પોતાથી જાણે છે. એ જાણવાનું અસ્તિત્વ જે છે એ પરની અપેક્ષા રાખતું નથી. આહાહા..! આ તો કાલેય ઝીણું આવ્યું ને આજેય ઝીણું આવ્યું. ‘ચંદુભાઈ’ કાલે બહુ બોલ્યા હતા, આજે આવ્યું એવું બધું આવવા દેજો. એ તો આવે અંદરથી. આહાહા..! મુમુક્ષુ :- દુઃખને જાણે છે ત્યારે તો દુઃખી છે ને? ઉત્તર ઃ– ના, ના. દુઃખને જાણે છે ક્યાં? દુઃખને અડતો નથી ને. અને દુઃખનો ભાવ છે માટે અહીં દુ:ખનું જ્ઞાન થયું છે એમેય નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે કે સ્વપ૨ને જાણે. એ તો પોતાની સ્વપર પ્રકાશક) શક્તિ છે, એ તો પોતાની તાકાત છે. આહાહા..! Page #411 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૩૯૭ આકરું બહુ લાગે આવું. ત્રણલોકના નાથે આવા પોકાર કર્યા છે. આહાહા...! દિવ્યધ્વનિ દ્વારા. આવી વાણી ક્યાં છે? ભાઈ! આહાહા...! આવું પરમસત્ય તો સાંભળવા મળે એ ભાગ્યશાળી છે. એવી વાત છે, બાપુ! શું કરીએ? શું કહ્યું આ છેલ્લું? જે કંઈ ચીજની સત્તા સિદ્ધ કરી છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ સત્તા-હોવાપણું સિદ્ધ કર્યું છે. હવે જો એનો અંશ પણ પરમાં જાય તો આ સત્તા છે એમાં રહ્યું શું? આહાહા! સમજાય છે કાંઈ? પરને જાણતાં જ્ઞાન પરમાં જાય તો પોતાની સત્તા જે ભિન્ન સિદ્ધ કરી છે એ સત્તા રહી ક્યાં? આહાહા.! કહો, પંડિતજી! આ લોજીકથી તો વાત છે. આહાહા...! વાણિયા બહારના ધંધામાં આખો દિ રચ્યાપચ્યા (રહેતે એની એ પંગુ જેવી ભાષા. એને કંઈ નવું શીખવું છે. આ ભાવ આ, આ ભાવ આ. એનું એ કરે, આખો દિ'. નવા તર્ક એમાં ન આવે), વકીલોને તો તર્ક કરવા પડે. આ તો એનું ઈ. આનો આ ભાવ છે ને લાદીનો ભાવ છે ને ઢીકણાનો ભાવ છે, ઈનું છે શીખ્યો. પાંચ મણ જોઈતું હોય, દસ મણ જોઈતું હોય, પણ ઈના ઈ શબ્દો. આહાહા...! અમારા માસ્તર હતા, “હીરાચંદ' માસ્તર. એ એમ કહેતા કે, અમે બધા માસ્તરો પંગુ.. શું કહેવાય? પંત. પંત. પંતુ છીએ. કારણ કે અમારે ઈનું ઈ શીખવવું, નવું કાંઈ નહિ. પહેલી ચોપડીમાં આ, બીજીમાં આ. હીરાચંદ માસ્તર હતા. રતિભાઈ રહે છે ને એના દિકરા. “રતિભાઈ ત્યાં “મુંબઈમાં રહે છે. અહીં માસ્તર હતા. આહાહા...! શું કહે છે? મુમુક્ષુ :- આપ પણ ભાવ બતાવો છો નો ઉત્તર :- કોણ બતાવે છે? એવી વાતું, બાપા! ઝીણી, ભાઈ! ભાષા ભાષાને કારણે નીકળે. ભાષાને જ્ઞાનનો અંશ અડે છે? અને ભાષાનું જે અસ્તિત્વ છે, સત્તા, એ રીતે જે સિદ્ધ કરી છે કે આ પર્યાય ભાષાની છે, હવે એને જ્ઞાનને કારણે આ ભાષા થાય તો આની સત્તા જે સિદ્ધ કરી એ તો રહેતી નથી. આહાહા.! આવું ક્યાંય મળે એવું છે ત્યાં મુંબઈ? રજનીભાઈ! આવી વાત. આહાહા..! આ તો વસ્તુની સ્વયંસિદ્ધ સત્તાની સિદ્ધતા કરવી છે. આહાહા.. અને તે પણ અહીં તો જાણવાની પર્યાયની સત્તાને સિદ્ધ કરી છે. આહાહા.! સ્વપરને જાણવાની તાકાતવાળી એ શક્તિ છે એની શક્તિનો એક અંશ પરમાં, શેયમાં જાય તો અહીં સત્તાનું જે સામર્થ્ય સિદ્ધ કર્યું છે એ રહ્યું ક્યાં? આહાહા.. સમજાય એવું છે, હોં ભાષા કઈ એવી આકરી નથી. ભાષા તો સાદી છે. આહાહા...! અરે.! શેના અભિમાન એને, બાપુ? આહાહા...! થોડાઘણા જાણપણા જ્યાં ધારણાના થાય તો એને એમ થઈ જાય કે, આહાહા..! જાણે હું તો ક્યાં વધી ગયો! આહાહા...! અહીં તો જ્ઞાનની પર્યાય આવી, સ્વપરને પૂરું જાણે તોપણ તે સત્તાનું અભિમાન નથી. કારણ કે એ તો એનો એટલો સ્વભાવ જ છે. હૈ? આહાહા...! અને સર્વજ્ઞ થાય તોપણ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ કલામૃત ભાગ-૬ એ તો જે સ્વભાવ હતો તે સ્વભાવ આવ્યો છે, એ કંઈ નવો નથી, એ તો એનું સ્વરૂપ જ-સ્વભાવ જ છે. આહાહા...! સર્વજ્ઞ પરમાત્મા પોતે ભગવાન સ્વરૂપે ભગવાન છે આત્મા. આહાહા.. એની શક્તિમાંથી વ્યક્તતા સર્વજ્ઞની આવી એ પણ કંઈ નવી વાત નથી. એ તો એનું સ્વરૂપ એવડું હતું એવું એક પર્યાયમાં જાણવામાં આવ્યું. આહાહા.! નવા માણસને એવું લાગે કે, શું કહે છે આ? પકડાતું કાંઈ નથી આમાં. અરે! ભાઈ! તારા ઘરની વાતું છે, પ્રભુ તારું ઘર કેવડું છે એની વાત છે. તારું ઘર એવડું છે કે એક સમયની પર્યાયમાં તારું એવડું મોટું ઘર છે કે તારા પર્યાયનું તે તરફ લક્ષ કર્યા વિના, એને અડ્યા વિના... આહાહા.. તે જ્ઞાનમાં પોતાના સ્વભાવના સ્વપપ્રકાશકના સામર્થ્યથી પ્રકાશી રહ્યું છે. આહાહા.! એની સત્તાને પર સત્તાની સહાયની જરૂર નથી. આહાહા.! અરે.રે. એ જ્ઞાનની પર્યાયની સત્તાને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી, કહે છે. આહાહા.! સ્વભાવસ્થ શેષ વિ છે? સ્વભાવમાં શું બચ્યું? એમ કહે છે. “સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ.” નિર્વિભાગ એટલે ભાગ પડ્યા વિનાની વસ્તુ “એકરૂપ છે...” એમ. એમાં થોડો ભાગ પરમાં જાય અને થોડો ભાગ અહીં રહે, એમ છે એમાં? એમ. “નિર્વિભાગ એકરૂપ છે. જ્ઞાનનો પર્યાય નિર્વિભાગ એકરૂપ છે. જેના બે ભાગ થતા નથી.” આહાહા...! જો કદી.” “અચૂદ્રવ્ય મતિ” “અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય.” બીજાના અસ્તિત્વમાં થોડું એનું પોતાનું અસ્તિત્વ જાય તો એનું અસ્તિત્વ રહ્યું ક્યાં? જેવડું છે એટલું તો રહ્યું નહિ. એટલે ખરેખર એ રહ્યું જ નહિ. આહાહા.! “તરી રવમાવ: વિરું રચા પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો સ્વભાવ શું રહ્યો...... આહાહા.! જોયું? પહેલી સત્તા સિદ્ધ કરી છે. જ્ઞાનપર્યાય સ્વપરને જાણવાના સ્વભાવવાળી તાકાતવાળી પર્યાય છે. એવી તો એની સત્તા સિદ્ધ કરી છે. હવે એમાંથી કોઈ અંશ પરમાં જાય તો એ સત્તા રહી ક્યાં? આહા...! પરને જાણવા પરમાં જાય, પરને જાણવા પરમાં જાય. અરેરે! દ્રવ્ય-ગુણને જાણવા દ્રવ્ય-ગુણમાં જાય. આહાહા! વીતરાગ વીતરાગ માર્ગ. આહાહા.! પરમેશ્વર ત્રિલોકનાથના વિરહ પડ્યા. આહાહા...! અને પાછળ આ વાત આવી રહી ગઈ છે. વિશેષ કહેવાશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #413 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૩૯૯ મહા વદ ૩, શનિવાર તા. ૨૫-૦૨-૧૯૭૮. કળશ-૨૧૬, ૨૧૭ પ્રવચન-૨૪૧ કળશટીકા ૨૧૬નો ભાવાર્થ. છેલ્લે છે ને? થોડો સૂક્ષ્મ વિષય છે, અનાદિનો અભ્યાસ નથી અને એમાં આ વાતો ઘણી સૂક્ષ્મ. આહાહા...! ભાવાર્થ છે? ડોક્ટર ભાવાર્થ છે? “ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે...” શું કહે છે? આ ભગવાન આત્મા જે જીવ છે–આત્મા, એ તો ચેતના સ્વરૂપે છે. જાણન-દેખન સ્વરૂપ એનું છે. આહા...! તેનું સ્વરૂપ પરરૂપ નથી અને તેનું સ્વરૂપ રાગ-દ્વેષરૂપ નથી. આહાહા. ભગવાન અંદર ચૈતન્ય સ્વરૂપ જે આત્મા એ તો ચેતન-જાણન-દેખન સ્વરૂપ એનું છે. બીજી રીતે કહીએ તો જ્ઞાતા-દષ્ટાનો સ્વભાવ-સૂર્ય ચૈતન્યસૂર્ય છે. આહાહા.! જેમ પાણીનું પૂર ચાલે છે એમ અંદરમાં ચેતનાજાણન-દેખનનું પૂર-સ્વભાવ એનો ભર્યો છે. આહા.! સૂક્ષ્મ વાત છે. અનેક પ્રકારે અત્યારે તો વાત ચાલે છે, પણ આ વાત તો કોઈ બીજી જાતની છે. ચેતના સ્વરૂપ છે. છે? “ચેતનાસત્તારૂપ છે....” આવ્યું હતું કાલે? ભાઈ! એ તો ચેતનાસત્તારૂપ-હોવાપણે છે. જાણન-દેખન સ્વભાવ અકૃત્રિમ અણકરેલ અનાદિઅનંત ચેતનાસત્તા સ્વરૂપ વસ્તુ છે. આહા! એ નિર્વિભાગ છે” શું કહે છે? કે, ચેતના સ્વભાવ સ્વરૂપ છે એમાં ભાગ નથી, નિર્વિભાગ છે. ભાગ નથી પડતા કે ચેતનાસત્તા પોતામાં રહે અને થોડી ચેતનાસત્તા પરમાં પણ જાય. આ શરીર, વાણી, મન તો જડ, ધૂળ છે એમાં પણ થોડી ચેતના જાય અને પોતામાં પણ રહે એવી ચેતના ભાગરૂપે નથી, એ તો નિર્વિભાગ છે. પોતામાં રહીને પોતાની સત્તામાં રહીને, પોતાને અને પરને પોતાની સત્તામાં રહીને જાણે છે પણ એ નિર્વિભાગ છે, એમાં કોઈ ભાગ નથી. આહાહા.! આવું ઝીણું તત્ત્વ. અભ્યાસ ન મળે, ડૉક્ટરા આ બધા બહારના અભ્યાસ કરી કરીને... આહાહા.! અંદર અસ્તિ છે ને? મોજૂદગી ચીજ છે ને? ચેતના-જાણન-દેખન હયાતી મોજૂદગી ચીજ છે. એ ચીજ નિર્વિભાગ છે, નિર્ભાગ-ભાગ નથી. શેના? કે, એ પોતાના સ્વરૂપમાં પણ રહે અને થોડું સ્વરૂપ આ શરીર, વાણી, મનમાં પણ જાય. જાણવા માટે પરમાં જાય, એવો ભાગ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! આહા. અત્યારે તો આખી વાત ધર્મને નામે બીજી ચાલે છે. આ કરો ને આ કરો ને વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો. આહા..! અહીંયાં તો પરમાત્મા સર્વજ્ઞ સ્વરૂપી આત્મા. આત્મા સર્વજ્ઞ સ્વભાવીશ-સ્વભાવી કહો, Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ કલશામૃત ભાગ-૬ સર્વજ્ઞ સ્વભાવ કહો, પૂર્ણ જ્ઞાન કહો. આહા.! એકરૂપ અભેદ જ્ઞાનસ્વભાવી પ્રભુ, એની અનાદિથી ખબર નથી. એ ચેતનાસત્તા નિર્વિભાગ છે, એના બે ભાગ પડે એમ નથી. આહા...! છે? તે ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતના સત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે છે ને? આહા.! શું કહે છે? પોતાની સત્તા ચેતન છે, એમાં આ શરીર, વાણી પુદ્ગલ જડ છે એ તો એમાં છે નહિ, તો એ ચેતનાસત્તા જો અચેતન જડમાં જાય તો પોતાની ચેતનાસત્તાનો તો નાશ થઈ જાય છે. સમજાય છે કાંઈ? જેમ આંખમાં જાણવાનો ભાવ છે, અંદર જ્ઞાનમાં, એ પરને જાણે પણ એ પરને જાણવા આંખનો જ્ઞાનનો ભાગ પરમાં જાતો નથી. પરમાં પ્રવેશ કરતો નથી. આહાહા.! પોતામાં રહીને પોતાનું અને પરનું જાણપણું પોતાના સ્વભાવમાં રહે છે. બહુ સૂક્ષ્મ. આહાહા.! કદી અભ્યાસ કર્યો નથી. અનંતકાળમાં આ ચેતનસત્તા ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પૂર્ણમ્ ઇદમ્ એ તો આવે છે ને? તમારા વૈષ્ણવમાં પણ આવે છે. પૂર્ણમ્ ઇદમ્ પૂર્ણ વસ્તુ, અંદર પૂર્ણ સ્વભાવ, પરિપૂર્ણ જ્ઞાન, આનંદ એવી સત્તાથી–હોવાપણાથી પરિપૂર્ણ પ્રભુ અંદર છે. એની એને ખબર નથી. આહાહા...! એવી ચેતનસત્તા પુદ્ગલનો-અચેતનને જાણે પણ જો જાણવામાં જ્ઞાન અચેતન થઈ જાય તો ચેતનનો નાશ થઈ જાય છે. આહા! શું કહે છે? ચેતનસત્તા જ્ઞાનસ્વરૂપ ભગવાન એ જો આ શરીરને જાણવામાં શરીરમાં પેસી જાય તો ચેતન અચેતન થઈ જાય. આ તો જડ છે. આહાહા...! પોતાની સત્તામાં રહીને સ્વને અને પરને જાણવું એ તો પોતાનો સ્વપપ્રકાશક સ્વભાવ છે, પણ પરનો પ્રકાશ કરવામાં પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાની પૂર્ણતા છે તેના તો ભાગ પડી જાય. “ચંદુભાઈ! આવું ઝીણું છે. કોઈ દિ અભ્યાસ ન મળે, ધર્મને નામે અભ્યાસ ન મળે. બહારના કડાકૂટ. આહાહા..! પ્રભુ ચેતન જાણન-દેખન સ્વભાવથી પરિપૂર્ણ ભાગ પાડ્યા વિના નિર્વિભાગપણે બિરાજે છે. આહાહા.! એ ચેતનસત્તા પરને જાણવા કાળે પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાની પૂર્ણ સત્તા છે તેના ભાગ પડી જાય, તો નાશ થઈ જાય. આહાહા...! આ નિયમ આકરા પડે. ઓલું તો આ વ્રત કરો ને ધ્યાન કરો. પણ શેના ધ્યાન? વસ્તુ સમજ્યા વિના! વસ્તુ શું ચીજ છે અને કેવી રીતે છે એ જાણ્યા વિના ધ્યાન કોનું? આહાહા.! અહીં કહે છે કે, ચેતન ભગવાન અચેતન થઈ જાય. જો અચેતનને જાણવામાં અચેતનપણામાં પેસે તો. “ચેતનાસત્તા જો કદી પુદ્ગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? આહાહા...! પોતાની ચેતના સત્તાના હોવાપણામાં, પોતાનું હોવાપણું, જડને જાણવામાં પોતાના હોવાપણાનો ભાગ જો એમાં જાય તો આ ચેતનસત્તાનો તો નાશ થઈ જાય. પરિપૂર્ણ ચેતનસ્વભાવ સ્વ-પર જાણવાની સત્તા રાખે છે Page #415 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૬ ૪૦૧ એ પરને જાણવામાં પરમાં પ્રવેશ કરે તો પોતાની ચેતનસત્તાનો નાશ થઈ જાય છે. આહાહા...! પરનું કરી શકતો તો નથી. ચેતનસત્તા ભગવાન આત્મા. ભગનો અર્થ સંસ્કૃતમાં લક્ષ્મી થાય છે. ભગ-આનંદ અને જ્ઞાન જેની લક્ષ્મી, વાન નામ રૂ૫. જ્ઞાન અને આનંદ જેનું રૂપ છે. ભગવાન, ભગવાન, ભગ નામ જ્ઞાન ને આનંદ જેની લક્ષ્મી, વાન નામ એનું સ્વરૂપ છે. આહાહા. પણ અનાદિકાળથી એની એને ખબર નથી. આ પરનું આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. સમજાય છે કાંઈ? આ દવા કરી ને ફલાણું કર્યું. એ કરી શકતો નથી, એમ કહે છે. ડૉક્ટરા દવાબવા કરી શકતો નથી, એમ કહે છે. આહાહા.! જાણી શકે છે. થાય છે તેને જાણી શકે છે, પોતામાં રહીને. પરમાં પ્રવેશ કર્યા વિના જે કાંઈ ક્રિયા થાય છે તેને પોતામાં રહીને, પરને સ્પર્શ કર્યા વિના પરને જાણે છે અને જાણવામાં પોતાની દશા પરમાં એકે અંશે જાતી નથી. આહાહા.! આવી વાત છે. એટલામાં એ કહ્યું છે . છે ને? આહાહા...! પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી,.” આહા.! શું કહે છે? કે, ચેતન ભગવાન ચેતના સ્વરૂપ, એ પરને જાણવામાં પોતાનો અંશ પરમાં જાય છે એવું તો વસ્તુનું સ્વરૂપ છે નહિ. આહાહા.. જ્ઞાન આમ અગ્નિને જાણે છે, પણ જ્ઞાન અગ્નિમાં પ્રવેશ કરતું નથી. જ્ઞાન અરૂપી ચૈતન્ય અગ્નિમાં પ્રવેશ કરે તો તો રૂપી થઈ જાય. જાણવું પોતાની ચેતનસત્તામાં– પોતાનો આત્મા આનંદ છે, જ્ઞાન છે અને આ અગ્નિ છે એમ પોતાની સત્તામાં રહીને સ્વપરનું જાણવું થાય છે, પણ પરને જાણવામાં પોતાનું જ્ઞાન પરને સ્પર્શતું નથી. પરનેઅગ્નિને સ્પર્શે તો તો અરૂપી જ્ઞાન બળી જાય. બહુ ઝીણી વાત છે, બાપુ! આ તો લોજીક, સર્વજ્ઞના કુદરતના નિયમોના બધા લોજીક છે. કાયદા બહુ ઝીણા, એણે અનંતકાળમાં કદી સાંભળ્યા નથી. સાંભળ્યા હોય તો અંદર રુચિ કરી નથી, શું ચીજ છે અંદર? દેહમાં બિરાજે છે. આ તો દેહદેવળમાં ભગવાન અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ, પૂર્ણ જ્ઞાનશક્તિથી ભરેલો એવી શક્તિ પરને જાણવામાં પોતાનો અંશ જો ત્યાં ચાલ્યો જાય તો આત્માની ચેતનસત્તાનો ભાગ પડી જાય. ભાગ પડી જાય તો આખી અખંડ (વસ્તુ) છે તેનો નાશ થઈ જાય. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા..! વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, દ્રવ્ય એટલે વસ્તુ. જેમ ચેતનદ્રવ્ય ચેતન છે, જડ જડરૂપ છે, જેવું દ્રવ્ય જેવું છે, જે રીતે છે...” જે દ્રવ્ય જેવું છે, જે રીતે છેઆહાહા. ચેતના, ચેતનારૂપ છે. એ ચેતના જે રીતે છે કે પોતાના જાણન-દેખન સ્વભાવરૂપ છે અને જડ જડરૂપ છે. તો જડ કેવું છે? પોતાને અને પરને જાણતું નથી ઈ જડ છે, માટી–ધૂળ છે. એ બને ભિન્ન સત્તા છે. આહાહા...! સમજાય છે કાંઈ? આવું છે. ધર્મને બહાને પણ આ વસ્તુ લોકોને સમજાતી નથી. ‘દ્રવ્ય જેવું છે,” છે ને? આત્મા અને જડ જેવા છે અને જે રીતે છે,... આહાહા...! Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કલશામૃત ભાગ-૬ આ તો મહાસિદ્ધાંત છે, આ કાંઈ કથા-વાર્તા નથી. આ તો મહાસિદ્ધાંત છે. સિદ્ધ-વસ્તુ સિદ્ધ થઈ ચૂકેલી ચીજ છે. આહાહા.! સમજાય છે કાંઈ? “શશીભાઈ! “તે તેવું જ છે, અન્યથા થતું નથી.” આહાહા! ભગવાન આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, જેવું છે, જે રીતે છે એ જ્ઞાન પ્રકારે છે, આનંદ પ્રકારે છે. તેવું જ રહે છે. આહાહા..! “અન્યથા થતું નથી.” એ ચેતનસત્તા શરીરરૂપે નથી થતી, રાગરૂપે નથી થતી. આહાહા. રાગ આવે છે પણ રાગ છે, વિકલ્પ છે એ અચેતન છે અને ભગવાન ચેતનસ્વરૂપ આત્મા છે, તો એ ચેતનસત્તા રાગને જાણે છે પણ રાગરૂપ થતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ તે તેવું જ છે, અન્યથા થતું નથી.” ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે અન્યથા થતું નથી. આહાહા...! પરના પ્રવેશમાં જાય છે, એમ થતું નથી. આહાહા. એ તો પરથી ભિન્ન રહીને પોતાની સત્તામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે તો પરને જાણે છે, પણ પરમાં પ્રવેશ કરીને જાણે છે એમ નથી. આહાહા...! ભાષા સમજાય છે? ભાવ તો બહુ સૂક્ષ્મ છે. આખી જિંદગીમાં સાંભળ્યા નથી એવા છે. આહાહા...! માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે...” છે. એટલે અહીં સિદ્ધ કરવું છે. જીવનું જ્ઞાન, વસ્તુ જ્ઞાનસ્વરૂપ ભગવાન, એ બધા શેયને જાણે છે “તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે.” એ પરરૂપે કદી થતો નથી. આહાહા.! આ આંગળી છે. સ્વપણે છે. આ આંગળીપણે બીજી આંગળીપણે) નથી. પોતાપણે છે, પરપણે નથી. તો એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. શું કહ્યું? ફરીને, આ આંગળી છે તે પોતાથી છે, આ બીજી આંગળીથી નથી. પોતાથી છે અને પરપણે નથી, તો પોતાની સત્તા પરથી ભિન્ન ટકી રહી છે. મુમુક્ષુ – આંગળી જુદી છે પણ એક ડૉક્ટરને બીજો ડૉક્ટર પણ... ઉત્તર :- એ એક ડૉક્ટર બીજા ડૉક્ટરપણે થતા નથી અને એનો આત્મા શરીરપણે થતો નથી. એક ડૉક્ટરના આત્મામાં બીજા ડૉક્ટરના આત્મારૂપનો અભાવ છે. એ માટે તો દૃષ્ટાંત દઈએ છીએ. ડોક્ટર “ગાંગુલીમાં આ ડોક્ટરભાઈનો અભાવ છે. મુમુક્ષુ :- “ગાગુંલી'માં આ ડૉક્ટરનો અભાવ છે અને આ ડૉક્ટરમાં “ગાંગુલીનો અભાવ છે. ઉત્તર :- બેયમાં અભાવ છે. એનો એમાં અભાવ છે, એમાં એનો અભાવ છે. તો તો પોતાની સત્તા પરથી ભિન્ન રહી શકે છે. આહાહા. પોતાથી પણ છે અને પરથી પણ છે તો પરમાં પેસી જાય, પોતાની સત્તા ભિન્ન રાખી શકે નહિ. લોજીક છે, આ જરી સૂક્ષ્મ છે. સમજાય છે કાંઈ? આહાહા... દુનિયા તો કેમ ચાલે છે બધી વાતું ઘણા વખતથી ખબર છે ને, બાપા આહાહા.! આ આખો વિષય જ જુદો છે કોઈ. અંતરનો વિષય અપૂર્વ અનંતકાળમાં કદી સાંભળ્યો નથી, સમજ્યો નથી. ચોરાશી લાખમાં રખડી મર્યો છે એમ ને એમ. આમ કર્યું ને તેમ કર્યું કરતા કરતા ચોરાશી લાખ યોનિ, એક એક યોનિમાં Page #417 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૦૩ અનંત વાર જન્મ ધારણ કર્યા છે. આહાહા.! આ કંઈ નવું મનુષ્યપણું નથી. કેમકે આત્મા તો છે તે છે. છે તો અનાદિનો છે. તો રહ્યો ક્યાં? પોતાના સ્વરૂપની તો ખબર નથી, તો ચાર ગતિમાં ચોરાશી લાખ અવતારમાં રખડવામાં રહ્યો. મુમુક્ષુ :- જુદા જુદા આત્મા જુદા જુદા. ઉત્તર :- આત્મા જુદા જુદા છે. આત્મા જુદા છે, બધા એક નથી, સર્વવ્યાપક નથી. એ માટે ડૉક્ટરે ખુલાસો કરાવ્યો ને કે, ભઈ! બધા એક આત્મા છે? એક આત્મામાં બીજા આત્માનો અભાવ છે. એમ એક આત્મામાં બીજા જડનો પણ અભાવ છે. અને જડમાં પણ આત્માનો અભાવ છે અને બીજા જડનો પણ જડમાં અભાવ છે. એ માટે આ દાખલો જડનો આપ્યો. ઝીણી વાત. આહાહા.! મુમુક્ષુ :- જન્મ જન્મમાં સુધરતો જાય તો આત્મા... ઉત્તર :- ઈ પણ હજી ભાન વિના કયાંથી કરશે? પહેલા ભાન કર્યું હોય તો પછી ભાન એમ ને એમ રહેશે. બીજ ઊગી હોય, બીજ. બીજ–બીજ કહે છે ને? ચંદ્રની બીજ. બીજ થાય તો પૂનમ થશે, પણ બીજ નથી તો પૂનમ થશે ક્યાંથી? એમ પહેલેથી આત્મા ચિદૂર્ઘન આનંદકંદ, હું રાગથી અને પરથી ભિન્ન છું એવી દૃષ્ટિ અને અનુભવ થયો હોય તો પછી પણ ભિન્ન પડશે. મુમુક્ષુ :- આગળના કલાસમાં વધશે. ઉત્તર :- એ વિશેષ આગળ વધશે. સમજાય છે કાંઈ પણ એ ક્લાસમાં આવ્યો જ નહિ તો વધશે કેવી રીતે? આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં એ કહ્યું, ‘તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે.’ લ્યો, એ પૂરું થયું. હવે ૨૧૭. એમાં જરી વિશેષ (વાત છે). (ભન્દાક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२५-२१७।। ખંડાન્વય સહિત અર્થ – “તત્ રાષય તાવત્ ૩યતે” (ત) વિદ્યમાન, (RTI) ઈષ્ટમાં અભિલાષ અને (૬) અનિષ્ટમાં ઉગ એવા (દ્વયમ) બે જાતિના અશુદ્ધ પરિણામ (તાવ ૩યતે) ત્યાં સુધી થાય છે “યાવત્ જ્ઞાનં જ્ઞાનં ર મવતિ' (યાવત) જ્યાં સુધી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (જ્ઞાને ન મતિ) પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ કલામૃત ભાગ-૬ [ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી. “પુન: વોä વધ્યતાં યાવત્ ન યાતિ” (પુન:) તથા (વોટ્ય) જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ (વધ્યતાં યાવત્ જ યાતિ) શેયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. “તત્ જ્ઞાનું જ્ઞાન મવતુ' (તત) તે કારણથી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ (જ્ઞાન ભવતુ) શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો. કેવું છે શુદ્ધ જ્ઞાન ? “ચવતીજ્ઞાનમા’ (ચવત) દૂર કરી છે (જ્ઞાનમાd) મિથ્યાત્વભાવરૂપ પરિણતિ જેણે એવું છે. આવું થતાં કાર્યની પ્રાપ્તિ કહે છે-“ન પૂર્ણ સ્વમાવ: મવતિ' (ચેન) જે શુદ્ધ જ્ઞાન વડે પૂસ્વમાવ: મવતિ) પૂર્ણ સ્વભાવ અર્થાત્ જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ ? “માવામાંવ તિરય ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થયું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. ૨૫-૨૧૭. (ભન્દાક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२५-२१७।। આહાહા...! શું કહે છે? જુઓ! “Sત રાગદ્વેષદ્વયં તાવત્ ૩યતે” પ્ત નામ વિદ્યમાન, ઈષ્ટમાં અભિલાષ...” ઇષ્ટ પદાર્થ જોઈને અભિલાષ, રાગ (થવો) અને “અનિષ્ટમાં ઉદ્વેગ એવા બે જાતિના અશુદ્ધ પરિણામ...” આહાહા...! આત્મામાં અજ્ઞાનભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ઈષ્ટમાં (રાગ થાય છે). અહીં તો એક લીટી, બે લીટી ચાલે એકદમ પૂરું ચાલતું નથી. એક-બે લીટીમાં ઘણું ભર્યું છે. શું કહે છે? જુઓ! “તત', “તત’ (અર્થાતુ) વિદ્યમાન ઈષ્ટમાં અભિલાષ...' આત્મામાં જ્યાં સુધી અજ્ઞાનપણું છે ત્યાં સુધી ઇષ્ટ પદાર્થ જોઈને રાગ થાય છે અને અનિષ્ટને જોઈને દ્વેષ થાય છે. એ અજ્ઞાનપણે છે. પોતાના સ્વરૂપમાં રાગ-દ્વેષ નથી. પણ અજ્ઞાન જ્યાં સુધી છે અને સ્વરૂપનું ભાન નથી તો ઇષ્ટ જોઈને રાગ (થાય છે) અને અનિષ્ટ જોઈને દ્વેષ (થાય છે). એવા રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે, પણ પોતાના જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થતી નથી. Page #419 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૦૫ આહાહા.! એક એક શબ્દમાં ઘણો ફેર છે, બાપુ અહીંયાં તો કહે છે, ઈષ્ટમાં અભિલાષ-રાગ, અનિષ્ટમાં દ્વેષ એ બે જાતિના મલિન પરિણામ–અશુદ્ધ પરિણામ (થાય) એ બેય અશુદ્ધભાવ છે. આહાહા.! એ વિકલ્પ ઊઠે છે, વૃત્તિ આ કર, આ કરું, આ મૂકું એ બધી વૃત્તિ રાગ છે અને વિકાર છે. વિકાર છે એ વિકારના બે પ્રકાર છે–એક રાગ અને એક ષ. તો કહે છે કે, રાગ અને દ્વેષ ક્યાં સુધી ઉત્પન્ન થાય છે? કે, જ્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી અને રાગથી ભિન્ન પોતાનું ભાન નથી ત્યાં સુધી ઈષ્ટ પદાર્થને જોઈને રાગ, અનિષ્ટને જોઈને દ્વેષ ઉત્પન્ન કરે છે. એ આનંદ અને જ્ઞાનની ઉત્પત્તિ કરતા નથી અને વિકારની ઉત્પત્તિ કરે છે. આહાહા.! હૈ? મુમુક્ષુ :- પદાર્થમાં ઇષ્ટ-અનિષ્ટપણું છે? ઉત્તરઃ- રાગમાં ઇષ્ટપણું નથી, વસ્તુમાં ઈષ્ટપણું નથી, વસ્તુમાં ઇષ્ટપણું નથી. અજ્ઞાની માને છે. વસ્તુમાં ઇષ્ટપણું શું? વસ્તુ વસ્તુ છે, શેય છે. એ ઈષ્ટ-અનિષ્ટ છે ક્યાં? એ તો શેય છે, જાણવા લાયક છે, જડ આદિ બધા. પણ અજ્ઞાની આ ઠીક છે, એવો ઈષ્ટ પદાર્થમાં આરોપ કરીને રાગ ઉત્પન્ન કરે છે. પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ છે નહિ, એ તો જડ છે, માટી છે, જ્ઞાનમાં તો જોય છે, જાણવા લાયક છે. એમાં બે ભાગ ક્યાંથી લાવ્યો? કે, આ ઠીક છે અને આ અઠીક છે. એ અજ્ઞાનપણે ઉત્પન્ન કરેલા રાગ-દ્વેષના ભાવ છે. આહાહા...! મુમુક્ષુ :- દર્દી સાજો થાય ને ડૉક્ટર ... ઉત્તર :- ધૂળેય નથી. સાજો કોણ થાય? શું કહ્યું? મુમુક્ષુ :- મનુષ્ય જન્મ થાય ત્યાર પહેલા આત્મજ્ઞાન થાય? ઉત્તર – હા, પહેલા થાય છે. તિર્યંચમાં-પશુમાં થાય છે. થાય છે, અંદર શક્તિ છે ને, આત્મા પડ્યો છે ને પશુમાં થાય છે. આ મનુષ્યક્ષેત્ર છે, આ મનુષ્યક્ષેત્ર જેટલામાં મનુષ્ય છે ને એ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર કહે છે. એ ૪૫ લાખ યોજનમાં છે. ૪૫ લાખ યોજનમાં આ મનુષ્યક્ષેત્ર છે. પછી અનંત ક્ષેત્ર છે, અસંખ્ય યોજન છે, ત્યાં એકલા તિર્યંચ છે. ગાય, ભેંસ, સિંહ, વાઘ, માછલા, પાણીમાં મોટા મોટા માછલા થાય છે, હજાર યોજનના. બહુ લાંબી વાત છે. એમાં મચ્છ છે એ પણ આત્મજ્ઞાન પામે છે. આત્મા છે ને અંદર? પહેલા અહીંયાં જ્ઞાનીએ કહ્યું હતું તો સાંભળ્યું હતું પણ સમજ્યો નહિ, ત્યાં જઈને અંદર (ભાન થાય છે કે, ઓહો...! આ ચીજ શું જ્ઞાની કહે છે કે, તું તો ભિન્ન છો. રાગથી, પુણ્યથી, શરીરથી ભિન્ન છો, એવું ભાન થઈને તિર્યંચમાં પણ આત્મજ્ઞાન થાય છે. અરે..! નરકમાં પણ થાય છે. નીચે નરક છે. આ ઝીણી વાત છે. આ માંસ ખાય છે, માંસ, માછલા, ઇંડા ખાય છે તો એ નરકમાં જાય છે. નીચે નરક છે. નરકમાં એટલું દુઃખ છે કે અહીંયાં જેટલી પ્રતિકૂળતા પપ્રાણીને આપી એથી અનંતગુણી પ્રતિકૂળતા ત્યાં છે. ત્યાં એનો જન્મ થાય છે. જેટલી પ્રમાણમાં આત્માએ પરને પ્રતિકૂળતા નામ દ્વેષ આદિ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ કલશમૃત ભાગ-૬ આપ્યા કે રાગ કર્યો, એટલા પ્રમાણમાં પ્રતિકૂળ સ્થાન ત્યાં નરકમાં છે, ત્યાં એ ઊપજે છે. ત્યાં અનંત વાર ઊપજ્યો છે. અનાદિકાળ છે. અનાદિ કાળમાં અનંતવાર ઊપજ્યો છે. ત્યાં પણ કોઈ આત્મજ્ઞાન પામે છે. આહા...! મુમુક્ષુ :- મોક્ષે જાય? ઉત્તર :- મોક્ષ ન જાય. મોક્ષ નહિ, આત્મજ્ઞાન પામે છે. મોક્ષ તો આ મનુષ્યપણામાં આવીને પામે. મનુષ્યપણા વિના મોક્ષ થતો નથી. અંદર પૂર્ણાનંદની પ્રાપ્તિ થવી એ મોક્ષ. એ દશા મનુષ્યપણામાં જ થાય છે, તિર્યંચમાં અને નરકમાં થતી નથી. સ્વર્ગના દેવ છે. આ ચંદ્ર, સૂર્ય છે ને? પથ્થર. એ દેવ છે. દેખાય છે એ તમારા ઓલા કહે છે ને. શું? વિજ્ઞાનવાળા ચંદ્રમાં લઈ ગયા ને ફલાણું લઈ ગયા. કહે છે, બધી ખબર છે. ચંદ્ર, સૂર્ય દેખાય છે એ તો પથ્થર છે. પ્રકાશ અનાદિનો છે, એમાં દેવ છે. જ્યોતિષના દેવ છે. એ દેવ પણ આત્મજ્ઞાન પામે છે. આહાહા...! આમ તો અનંતવાર બધામાં જન્મ્યો છે પણ આત્માના જ્ઞાન વિના ચોરાશીના અવતાર પરિભ્રમણ મચ્યું નહિ. આહાહા....! મુમુક્ષુ :- આત્મા તો શુદ્ધ છે તો એને નીચે કેમ જવું પડે છે? ઉત્તર :- ભાવ ભૂંડા કરે છે, રાગ-દ્વેષ કરે છે તો જાવું પડે છે. છે તો શુદ્ધ પણ ભાન નથી ને. રાગ-દ્વેષ કરે છે, આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. મુમુક્ષ :- આત્માએ તો એ કંઈ કર્યું નથી. ઉત્તર :- માને છે. માને છે ને? માને છે કે, મેં આમ કર્યું ને આમ કર્યું ને આમ કર્યું. તો એટલા પ્રમાણમાં પાપ બાંધે છે. પાપને કારણે એ ગતિમાં જાવું પડે છે. જેમ લોઢું હોય લોઢું, ભારે, પાણીમાં મૂકો ઉપરથી તો અંદર ચાલ્યું જાય છે. કેમ કે બોજો થયો ને. એમ આત્મામાં બોજો થયો ને? લોઢાની જેમ. પાણીમાં નીચે ચાલ્યું જાય છે. એમ આત્મામાં પાપ કરે છે, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ આત્મા પર્યાયમાં-દશામાં કરે છે. પોતાના સ્વભાવને ભૂલીને, એ પાપના બોજાથી નીચે ચાલ્યો જાય છે. જેમ લોઢું પાણીના તળિયે નીચે ઊતરી જાય છે એમ નીચે ગતિ છે. સૂક્ષ્મ વાત છે. બધી સિદ્ધ કરવા જઈએ તો તો. લોજીકથી બધું સિદ્ધ કરી શકાય છે. સમજાય છે કાંઈ પણ એક એક વાત સિદ્ધ, કરવા જઈએ તો બીજી વાત પડી રહે. આહાહા..! અહીંયાં તો આત્મા જ દોષ કરે છે. એ વસ્તુની પોતાની ચીજની ખબર નથી તો દોષ એ જ કરે છે. આ વિષયભોગ, વાસના, રાગ, દ્વેષ કરે છે એ કોણ કરે છે? એ આત્મા પર્યાયમાં કરે છે. પર્યાય એટલે અવસ્થા–હાલત, હાલત, દશા. ત્રિકાળમાં નહિ, ત્રિકાળ તો શુદ્ધ છે. પણ હાલતમાં, વર્તમાન દશામાં એ રાગ-દ્વેષ કરે છે. આહાહા.! એ તો કહ્યું ને? ઈષ્ટ જોઈને રાગ કરે છે, અનિષ્ટ જોઈને દ્વેષ કરે છે. ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ નથી, પણ કલ્પના કરે છે કે, આ ઠીક છે. આ સ્ત્રી ઠીક છે, પૈસા ઠીક છે, આબરૂ ઠીક છે એમ Page #421 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૦૭ માનીને અજ્ઞાની રાગ-દ્વેષ કરે છે અને રોગ આવે છે, નિર્ધનતા થાય છે તો અહહં. આ ઠીક નથી એમ દ્વેષ કરે છે. તો એ રાગ-દ્વેષ કરે છે તેટલા પ્રમાણમાં તેને ચાર ગતિમાં રખડવું પડે છે. આહાહા...! ચાર ગતિ છે તેને લોજીકથી સિદ્ધ કરી શકાય છે બધી વાત, પણ એકસાથે કરવા જઈએ તો પાર ન આવે. નીચે નરકયોનિ છે, ઉપર સ્વર્ગ યોનિ છે, મનુષ્ય યોનિ અને તિર્યંચ યોનિ બે તો અહીંયાં દેખાય છે. આ તિર્યંચ કહે છે ને? ગાય, ભેંસ, સિંહ, વાઘ તિર્યંચ છે ને તિર્યંચઃ તિર્યંચ કેમ કહે છે? તિર્યંચ-તિરછા, તિરછા. આ મનુષ્ય આમ (સીધા) છે ને? તો ગાય, ભેંસ, સિંહ, વાઘ આડા છે. શરીર આડા થઈ ગયા. કેમ? પૂર્વે આડોડાઈ બહુ કરેલી. માયા, કપટ, કુટીલતા બહુ કરી હતી, આડોડાઈ બહુ કરી હતી તો તેનું શરીર પણ આડું થઈ ગયું છે. આ મનુષ્ય આમ (સીધા) છે, ગાય, ભેંસ આમ (આડા) છે. આડા છે ને? ગાય, ભેંસ, સિંહ, વાઘ, નોળ, કોળ (આડા છે). તે બધાએ પૂર્વે આડોડાઈ કરેલી તેનું ફળ છે. આહાહા...! ઝીણી વાતું ઘણી, બાપુ! શું કરે? કોઈ દિ અભ્યાસ નહિ. હું કેમ રખડ્યો? ચાર ગતિમાં આ રખડું છે એ ભવ કેમ થયા? હું તો અરૂપી આનંદકંદ છું ને આ શું છે? આ કલંક શું? આ શરીર ને આ...? એનું કારણ શું? અજ્ઞાનપણે રાગ-દ્વેષ કર્યા તેના ફળમાં આ ચાર ગતિ મળી. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...! જીવદ્રવ્ય.” છે? “વાવત જ્ઞાનું જ્ઞાન ન મવતિ શું કહે છે? “વાવત જ્ઞાનું જ્ઞાન ન મવતિ જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં રહેતું નથી ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. છે? “થાવત્ જ્ઞાનું જ્ઞાન ન મતિ જ્યાં સુધી જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી;.” આહાહા.! એનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, પણ પર્યાયમાંઅવસ્થામાં શુદ્ધરૂપે થતો નથી ત્યાં સુધી રાગ ને દ્વેષની ઉત્પત્તિ થાય છે. આહાહા. સમજાય છે કાંઈ? આ તો અધ્યાત્મની વાત છે, ભાઈ! ભગવાના સૂક્ષ્મ છે. કદી અનંતકાળમાં અભ્યાસ કર્યો નથી અને એ અભ્યાસ વિના અંતરમાં જઈ શકે નહિ. આહાહા...! પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી.” શું કહે છે? જ્યાં સુધી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ક્યાં સુધી? કે, જ્યાં સુધી આત્મા જ્ઞાનસ્વરૂપનો અનુભવ કરતો નથી ત્યાં સુધી રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. સમકિતીને ઉત્પન્ન થતા નથી, એમ કહે છે, ભાઈ! આહાહા...! આત્મજ્ઞાન થયું, હું તો જ્ઞાતા-દષ્ટા આનંદકંદ પ્રભુ, સચ્ચિદાનંદ, સત્ સત્ –શાશ્વત ચિદાનંદ, સચ્ચિદાનંદ, સતુ શાશ્વત ચિત્ આનંદ, જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું એમ અંતરમાં અનુભવ ન કરે ત્યાં સુધી અજ્ઞાનપણે પરના નિમિત્તમાં જાય છે તો રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. નિમિત્ત ઉપર લક્ષ જઈને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્માનો અનુભવ ન કરે ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. અને જ્યારે જ્ઞાનનું ભાન થયું પછી Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ કલશામૃત ભાગ-૬ થોડા રાગ-દ્વેષ થાય છે પણ તેનો કર્તા થતો નથી, તેનો જ્ઞાતા-દૃષ્ટા રહે છે. આહાહા...! શું કહ્યું? એ કહ્યું ને? જ્ઞાનું જ્ઞાન ન મતિ જ્ઞાન એટલે આત્મા. આત્મા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય છે એવો અનુભવ ન કરે ત્યાં સુધી તેને રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગ-દ્વેષની ઉત્પત્તિથી ચાર ગતિમાં દુઃખ સહન કરવા પડે છે. એ રાગ-દ્વેષ ઉત્પન્ન થયા એ દુઃખ છે. આહાહા...! હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ, વાસના એ પાપરૂપી દુઃખ છે. દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તપ એ પુણ્યરૂપી દુઃખ છે. બેય દુઃખ છે. બેય રાગ ને દ્વેષ વિકલા છે, વૃત્તિઓ ઊઠે છે. આહાહા.! આકરું કામ. મુમુક્ષુ :- જીવ કર્મ નહિ કરે તો કેવી રીતે...? ઉત્તર :- નહિ કરે તો જ્ઞાનમાં રહેશે. કરે તો મરી જશે. મુમુક્ષુ :- કર્મ તો કરવા જોઈએ. ઉત્તર :- નથી કરવા. અહીં ના પાડે છે. કર્મ રાગ-દ્વેષ કરે તો મરી જશે એ આત્મા. એ આત્માની શાંતિને મારી નાખે છે. ઝીણી વાત છે. હું કરે કર્મ સો હી રે. કરતારા, જો જાને સો જાનમહારા. જાને સો કર્તા નહિ હોઈ, કર્તા સો જાને નહિ કોઈ.” જે કર્તા (થાય છે, તે જાણતો નથી. હું કરું, કરી શકું છું એમ માનનારો આત્મા જાણનારો રહેતો નથી અને જાણનારો રહે છે તે રાગનો કર્તા થતો નથી. આહાહા...! કર્મ-રાગનું કર્મ કરવું એ જ મિથ્યાષ્ટિ માને છે, એમ અહીં તો કહે છે. આહાહા.! આ પરની સેવા-બેવા કરવી એ બધું મિથ્યાત્વ, ભ્રમ, રાગ છે. કારણ કે એ તો બ્રહ્મચારી છે, પરણ્યો નથી. ત્યાં બધા પૈસા આવે એ નાખી ધે. બેયમાં રાગ છે. મુમુક્ષુ :- ગરીબોને દવા ફ્લે... ઉત્તરઃ- દવા કોણ આપી શકે છે? વિકલ્પ ઊઠે છે. ઝીણી વાત છે, ભાઈ! ચૈતન્યજ્યોત ભગવાન અંદરમાં રાગની ઉત્પત્તિ થાય એ સ્વભાવ નથી. મુમુક્ષુ :- ખાવાનું કેવી રીતે મળશે? ઉત્તર :- ખાવાનું તો આપણે સાંભળ્યું નથી? આપણે ગુજરાતીમાં આવે છે, તમારે હિન્દીમાં પણ હશે. ખાનેવાલે કા નામ દાને દાને હૈ. આવે છે? શું આવે છે હિન્દીમાં એ કેમ? કે, જે રજકણ આવવાના છે તે આવશે. આપણે કહેવત છે–ખાવાવાળાનું નામ દાણે છે. દાણા સમજ્યા? દાળ, ભાત કંઈ પણ. નામ તો છે નહિ, પણ જે રજકણ ત્યાં આવવાના છે એ આવશે, નહિ આવવાવાળા નહિ આવે. એના પ્રયત્નથી, રાગથી આવશે એ બિલકુલ ખોટી વાત છે. આહાહા...! મુમુક્ષુ :- જે દાન કરે છે તેને કંઈ પુણ્ય નહિ? ઉત્તર :- દાન કરે છે તો અંદર રાગની મંદતા છે એ પણ બંધનનું કારણ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૦૯ મુમુક્ષુ :- તેનું પુણ્ય નથી થતું? ઉત્તર - પુણ્ય થાય છે, બંધન થાય છે. બંધન દુઃખ છે. આ તો જાત જુદી છે. આહા...! દાનમાં રાગ મંદ થાય તો, મંદ કરતો હોય તો પુણ્ય બંધાય). આબરૂ માટે ને પોતાની બહારમાં પ્રસિદ્ધિ માટે કરે તો તો પાપ છે, પણ મંદ હોય તો પુણ્ય છે, એ પણ દુઃખરૂપ છે. વિકલ્પ છે ને, રાગ વૃત્તિ ઊઠે છે કે, હું આમ દઉં. એ વિકલ્પ દુઃખ છે. મુમુક્ષુ :- પુણ્ય છે તો ડૉક્ટર છે, આટલી બધી કમાણી છે... ઉત્તર – ધૂળમાંય કાંઈ નથી. એમાં કમાવાનું શું હતું ત્યાં અબજોપતિ કેટલાય છે, બિચાર મરી ગયા ક્ષણમાં. કીધું નહિ? આ ગોવાવાળા નહિ? હૈ? બે અબજ ચાલીસ કરોડ. શાંતિલાલ ખુશાલ હતા. ગોવા” છે ને? “ગોવા”. “દીવ, દમણ ને ગોવા”, નહિ? “દીવ', દમ” ને “ગોવા” નથી કહેતા? “ગોવા” ગામ. ત્યાં એક ગૃહસ્થ છે. હમણા ગુજરી ગયા. ગોવા”. “દીવ, દમણ', ગોવા”. “પોર્ટુગીઝ'નું ગામ છે ને? નકશામાં આવતું હતું. નકશામાં આવતું. એક વાણિયા હતા, વાણિયા. બે અબજ ચાલીસ કરોડ, બે અબજ ચાલીસ કરોડ રૂપિયા. મરી ગયો પાંચ મિનિટમાં. એની સ્ત્રીને આ થયેલું... શું કહેવાય તમારે? હેમરેજ. હેમરેજ થયેલું. ગોવામાં ચાલીસ લાખનું મકાન છે. ચાલીસ લાખનો બંગલો છે. દસ દસ લાખના બે છે. સાંઈઠ લાખના (બંગલા છે). મોટો ગૃહસ્થ છે, હમણા દોઢ-બે વર્ષ પહેલા ગુજરી ગયા. એની સ્ત્રીને હેમરેજ થયું હતું તે મુંબઈ આવ્યા હતા. બે-ચાર દિવસ પછી રાત્રે દોઢ વાગે ઊભો થયો, મને દુઃખે છે. બોલાવો ડૉક્ટરને. ડૉક્ટર આવ્યા પહેલા દેહ છૂટી ગયો. તારી ધૂળ શું કામ કરે? ડૉક્ટરા બે અબજ ચાલીસ કરોડા મુમુક્ષુ :- ડૉક્ટર આવ્યા પહેલા... ઉત્તર :- નહિતર ડૉક્ટર કરી દેત, આ એમ કહે છે. ડૉક્ટર બોલે એમ, બે ઘડી મોડું થઈ ગયું. મને પહેલા બોલાવ્યા હોત તો... ધૂળેય કરે નહિ ડૉક્ટર કોણ કરતો હતો? બે ઘડી પહેલા બોલાવ્યો હોત તો મેં બરાબર સંભાળ્યું હોત. હવે તો કાંઈ થાય નહિ. એ ડોક્ટરના અભિમાન છે. ડોક્ટરા મુમુક્ષુ - જીવને એકવારમાં તો આત્મજ્ઞાન થતું નથી, કોઈ કર્મ કરતા કરતા, ઠોકર ખાતા ખાતા. ઉત્તર :- લસણ ખાતા કસ્તુરીનો ઓડકાર આવે? મુમુક્ષુ :- એકસાથે આત્મજ્ઞાન ન આવે.. ઉત્તર :- એકસાથે આવે છે. પાપ ને પુણ્યને છોડે છે અને આત્મામાં જાય છે તો એકસાથે આનંદ અને જ્ઞાન આવે છે. એવી બહુ સૂક્ષ્મ વાત છે. બહુ ફેરફાર થઈ ગયો. મોટો માણસ રહ્યો હોય, પૈસા ખૂબ આપીએ, દાન આપીએ એટલે આપણને પછી લાભ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ કલશામૃત ભાગ-૬ થાય. ધૂળેય નહિ થાય. પૈસા જડ છે, ધૂળ છે. એ ક્યાં તારી ચીજ હતી? મારી હતી એમ માનીને આપ્યા તો એ પાપ છે અને રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. બેય દુખ છે. આત્મા જ્ઞાતા-દેણ છે એમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી દુઃખી છે, ચાર ગતિમાં રખડશે. અમે તો બધાને જાણીએ છીએ ને. અહીં તો ૮૮ વર્ષ થયા, ડૉક્ટરા ૮૮, ૮૯, ગર્ભના તો ૮૯ ચાલે છે. સવા નવ મહિના માતાના પેટના. અહીંનું આયુષ્ય છે ને. લોકો જન્મ પછી ગણે છે, પણ શાસ્ત્રકાર તો માતાના ઉદરમાં–પેટમાં ઓલા ભવમાંથી આવે છે ત્યારથી અહીંનું આયુષ્ય છે. ૮૯ આ વૈશાખ સુદ ૨ બેસશે, જન્મના. ૮૯, વૈશાખ સુદ ૨. આમ તો ગર્ભના તો ૮૯ ચાલે છે. સવા નવ તો થઈ ગયા છે. બહુ જોયું છે, બહુ સાંભળ્યું છે, બધું કર્યું છે. દુકાનમાં પાંચ વર્ષ વેપાર પણ કર્યો હતો. પાપ. પાંચ વર્ષ વેપાર કર્યો હતો. ૧૭ વર્ષની ઉંમરથી ૨૨ સુધી). ૧૭ સમજ્યા? ૧૦ ને ૭. ત્યાંથી ૨૨. પાંચ વર્ષ. બાવીસ વર્ષે દુકાન છોડી દીધી. પાલેજ છે ને? “ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજ છે. ત્યાં પારસીનું મોટું જીન હતું. હવે તો ભાગીદારે લઈ લીધું, મોટું મકાન બનાવ્યું છે. કોણ કરે છે? અહીં તો કહે છે, આહાહા... મુમુક્ષુ – નિષ્કામ ભાવે દાન કરે તો... ઉત્તર :- નિષ્કામ ભાવ રહેતો નથી, એમાં રાગ જ છે. અનાસક્તિ ભાવે કરવું, એમ કહે છે. ખબર છે ને, અમને ખબર નથી? નિષ્કામ ભાવે કરવું એ વાત જ ખોટી છે. એ વૃત્તિ ઊઠી એ નિષ્કામ છે નહિ. આત્મા જ્ઞાતા-દષ્ટા સ્વરૂપમાં રહે પછી વૃત્તિ ઊઠે તો એનો જાણનાર રહે છે, પણ હજી જ્ઞાતા-દષ્ટાની ખબરેય ન મળે. હું રાગનો કર્તા નથી અને પરનો કરવાવાળો હું નથી. આહાહા.! હું તો સ્વપરને પોતામાં રહીને જાણનારો છું, બસ! એવી દૃષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો રાગ-દ્વેષ ઉત્પન્ન કર્યા વિના રહે જ નહિ. આહાહા...! મુમુક્ષુ :- એકસાથે તો આત્મજ્ઞાન થતું નથી, .. ઉત્તર :- એકસાથે થાય છે, એક ક્ષણમાં. મુમુક્ષુ :- કંઈ કર્મ . ઉત્તર :- કર્મ છોડીને આત્મધર્મ એક ક્ષણમાં થાય છે. આહાહા.! પુણ્ય અને પાપના રાગના ભાવ છે એની રુચિ છોડીને, આત્મા આનંદ સ્વરૂપ છે એની દૃષ્ટિ કરે (તો) એક ક્ષણમાં થઈ જાય છે. આહાહા...! પાણી શીતળ છે તો એક ક્ષણમાં ઉષ્ણ થઈ જાય છે નો અને ઉષ્ણ છે તે ક્ષણમાં શીતળ થઈ જાય છે. એનો સ્વભાવ છે. એમ આત્મા રાગદ્વેષ કરે છે તો ઉષ્ણ છે, દુઃખી છે. એને છોડીને હું તો આત્મા આનંદ સ્વરૂપ છું એમ થાય તો એ સુખી છે. એ જ્ઞાતા-દષ્ટા કર્મનો કર્તા થતો નથી. ઝીણી વાત બહુ છે. આ બધાને ઇ જ થઈ ગયું ને? સૌને આમ કરીએ. કરીએ... કરીએ... Page #425 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૭ મુમુક્ષુ :- નિષ્કામ દૃષ્ટિએ... ઉત્તર :- નિષ્કામ દૃષ્ટિ જ નથી. નિષ્કામ દૃષ્ટિ તો એને કહીએ, હું તો જ્ઞાતા-દષ્ટા છું, હું કોઈનો કર્તા નથી. રાગનો પણ કર્યાં નથી તો પરની લેવા-દેવાની ક્રિયાનો હું કર્તા નથી. ૪૧૧ એના પિતાજી ‘સોગાની' હતા ને? એમનું પુસ્તક છે-દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’, તમને મળ્યું છે? હિન્દી.. હિન્દી. મળ્યું છે? તે દિ' આપ્યું હતું? તે દિ’ આપ્યું હતું, ઠીક! એમના પિતાજીમાં ઘણી શક્તિ હતી. આત્મજ્ઞાન થયું હતું, અહીંયાં, આ ગામમાં. પહેલા આવ્યા. સાધુ,. બાવાનો ઘણો પરિચય કર્યો હતો. યમ, નિયમ ને આમ ધ્યાન બધા ગપ્પેગપ્પ. પછી અહીંયાં આવ્યા, એટલું કહ્યું, ભૈયા! આ વિકલ્પ ઊઠે છે ને રાગ, ચાહે તો દયા, દાનનો હો. એ બધા રાગથી પ્રભુ અંદર ભિન્ન છે.’ એટલું કહ્યું. ધ્યાનમાં ચાલ્યા ગયા. આપણે રસોઈ છે ને, ૨સોઈ? રસોઈખાનું.. શું કહેવાય છે આપણે? સમિતિ છે ને? ત્યાં જન્મ્યાને કાલે? સાંજે ત્યાં જમ્યા. એ સમિતિમાં ગયા અને સાંજથી સવા૨ સુધી ધ્યાનમાં બેઠા. એમના પિતાજી. અને અંદરમાં ઘોલન કરતા કરતા રાગથી ભિન્ન ચૈતન્યનો અનુભવ અહીંયાં સમિતિમાં થયો હતો. આખી જિંદગી બહુ સારા સંસ્કાર લઈને સ્વર્ગમાં ગયા. આહાહા..! બહુ શક્તિ..! ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ આપ્યું હતું ને? એમાં ઘણું છે. અને બેનનું તમને આપ્યું ને? વચનામૃત આપ્યું કે નહિ? મુમુક્ષુ :– સ્વર્ગમાં ગયા પછી જીવનું શું થાય? ઉત્ત૨ :– એ ન્યાંથી નીકળીને બીજા ભવમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. મુમુક્ષુ :- સ્વર્ગમાં ગયા પછી જીવ કઈ પ્રકૃતિમાં ઠરે છે? ક્યાં ઠરે છે? ઉત્તર ઃ- ત્યાં પણ એ તો આત્મામાં ઠરે છે. સ્વર્ગમાં પણ. પણ થોડો રાગ છે તો મનુષ્યભવ પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી રાગનો નાશ કરી મોક્ષમાં જશે. મુમુક્ષુ :– એમાં કંઈ રૂપ છે? ઉત્તર ઃસ્વર્ગ છે એ તો. અરૂપી વસ્તુ છે ને પદાર્થ છે, ચૈતન્ય આનંદકંદ વસ્તુ. મુમુક્ષુ :– સ્વર્ગમાં જીવનું રૂપ કેવું હોય? ઉત્તર :- સ્વર્ગમાં દેવ હોય. જેવા આ મનુષ્ય હોય એવો દેવ છે. દેવનો દેહ છે. એ બહુ સુંદર દેહ ને બહુ રૂપાળા (હોય). પણ એ પણ બધી ધૂળ છે. મુમુક્ષુ :– આંખ, કાન હોય? ઉત્તર :- હા. બધું છે. દેવને આંખ, કાન છે? મુમુક્ષુ : ઉત્તર :- પાંચે ઇન્દ્રિયો છે. મોટો દેહ છે. પાંચ ઇન્દ્રિયો છે. ઘણા પુણ્ય છે પણ એ બધું રાગનું ફળ હતું. દયા, દાન, ભક્તિના ભાવ કર્યાં હતા તો એ પુછ્યું હતું, એના Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કલશામૃત ભાગ-૬ ફળમાં સ્વર્ગ મળ્યું. જ્ઞાની તો એ પણ જાણતા હતા કે આ દુઃખ છે. સ્વર્ગમાં પણ દુઃખ છે. અનંત આત્મા પોતામાં છે, એવા અનુભવમાં છે. આહાહા..! મુમુક્ષુ :– પુણ્ય કરીને સ્વર્ગમાં જાવું એ જ મોક્ષ.. ઉત્તર :- ના, ના. ધૂળમાંય ત્યાં મોક્ષ નથી. સ્વર્ગ પણ એક ગતિ છે. મોક્ષ તો સર્વથા રાગથી અને ગતિથી છૂટી જાય તેનું નામ મોક્ષ છે. મુમુક્ષુ :– સ્વર્ગમાં જાય તો થોડું નજીક થાય ને! અહીંથી દેવ પછી મનુષ્ય ને પછી મોક્ષ. ઉત્ત૨ :– એમ નથી, નથી, નથી. એણે પહેલું સમ્યગ્દર્શન પ્રગટ કરવું પછી પુણ્ય અને પાપના વિકલ્પથી મારી ચીજ અંદર ભિન્ન છે, એવો અનુભવ થાય તો એ પ્રથમ ધર્મની શરૂઆત છે. પછી રાગનો ભાવ છે એને છોડીને સ્વરૂપમાં લીનતા, આનંદમાં જમાવટ થઈ જવી તે ચારિત્ર છે. પણ એ પહેલા સમ્યગ્દર્શન થયું હોય તો પછી ચારિત્ર થશે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ નથી. અંદરમાં રમવું, આનંદમાં જામી જવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એ ચારિત્ર છે. આહાહા..! અહીં એ કહે છે, જ્યાં સુધી જ્ઞાનં જ્ઞાનં ન મતિ” છે ને? પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; (ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદૃષ્ટિ છે...)’ જુઓ..! આહાહા..! એ રાગ મારું કર્તવ્ય છે (એમ માને છે) ત્યાં સુધી એ મિથ્યાદૃષ્ટિ, મિથ્યા નામ જૂઠી સૃષ્ટિ છે, સત્ય દૃષ્ટિ નથી. આહાહા..! કેમકે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમાં રાગનું કર્મ એ તેનું કર્તવ્ય છે જ નહિ. આહાહા..! દયા, દાન, વ્રતના ભાવ પણ રાગ છે, અનુકંપાનો ભાવ પણ રાગ છે. આહાહા..! એ રાગ મારો છે એ મિથ્યાદષ્ટિ થઈને કરે છે. આહાહા..! ‘મિથ્યાસૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).' જુઓ! જ્યાં સુધી રાગ મારી ચીજ છે અને રાગથી મને લાભ થશે ને મારે રાગ કરવો જ પડશે (એમ માને છે) ત્યાં સુધી તેને મિથ્યાર્દષ્ટિપણું છે, એ જૂદી દૃષ્ટિ નહિ છૂટે. આહાહા..! છે? ‘મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).' આહાહા..! હું શરીરનું કાંઈક કરી શકું છું, પરનું કરી શકું છું, દેશની સેવા કરી શકું છું, ૫૨ની સેવા કરી શકું છું, જ્યાં સુધી આવી માન્યતા મિથ્યાદૃષ્ટિની છે ત્યાં સુધી તેને રાગ-દ્વેષ છૂટતા નથી. આહાહા..! આકરું કામ છે, ભઈ! ‘મિથ્યાદૃષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી).’ ‘પુન: વોર્ધ્વ વોધ્યતાં યાવત્ ન યાતિ” તથા જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ...' પુણ્ય-પાપના ભાવ. એ જ્ઞેયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી.' આહાહા..! શું કહે છે? રાગાદિ છે એ જ્યાં સુધી શેયરૂપ ન થાય અને આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે એનો રાગથી ભિન્ન અનુભવ ન થાય ત્યાં સુધી મિથ્યાદષ્ટિ રાગ-દ્વેષનો Page #427 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૭ કર્તા છે. આહાહા..! પણ જ્યારે રાગ-દ્વેષ જ્ઞેયરૂપે રહે અને હું જ્ઞાનરૂપે છું, એવું ભાન થયું ત્યારે રાગ-દ્વેષનો સ્વામી થતો નથી. આહાહા..! રાગ-દ્વેષ થાય છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી થાય છે, પણ એનો હું સ્વામી છું અને મારું કર્તવ્ય છે એમ માનતો નથી. આહાહા..! દુનિયાથી જુદી જાત છે ભઈ આ તો. અત્યારે તો બધું ઘણું ચાલે છે, અનાસક્તિથી કરવું, અનાસક્તિ યોગ છે. નિષ્કામ વૃત્તિથી કરવું. બધું ગપ્પેગપ છે. મુમુક્ષુ :– સાધારણ સંસારી જીવે સવારથી રાત સુધી શું કરવું? ઉત્તર :– રાગને છોડવો પડે, કલ્યાણ કરવું હોય તો. મુમુક્ષુ :શું ક૨શે, સાધારણ જીવ છે. ઉત્તર ઃ– જ્ઞાન કરશે, અંદરમાં રહેશે. અંદરમાં જ્ઞાનમાં રહેશે. મુમુક્ષુ :કોઈ કામ નહિ કરે? ઉત્તર ઃ- કામ કરી શકતો જ નથી ને. થાય છે તેને એ જાણે છે. અજ્ઞાની છે તે કર્તા થાય છે. ફેર છે. ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૫ ની સાલમાં રાજકોટ’માં આવ્યા હતા. મોહનલાલ ગાંધી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા અને તેમની સ્ત્રી ‘કસ્તુરબા’, એ બાર વખત વ્યાખ્યાનમાં આવ્યા હતા અને જોડે હતો ને કોણ બીજો? મહાદેવ દેસાઈ’. ‘ગાંધીજી’ સાથે બધા વ્યાખ્યાનમાં આવ્યા હતા. ત્યાં તો એ વખતે અમે તો કહ્યું હતું કે, પરની દયા પાળી શકું છું અને પરને હું સુખી કરી શકું છું એવી માન્યતા અજ્ઞાની મૂઢ જીવની છે. તમે હતા ત્યારે? ત્યારે નહોતા. ૩૯ વર્ષ થયા. ૩૯, ચાલીસમાં એક ઓછો. વ્યાખ્યાનમાં બધા આવ્યા હતા. ગાંધીજી’ને કમિટી ભરવાની હતી, દેશ વિશે કરવા આવ્યા હતા તો અડધો કલાક, પાંત્રીસ મિનિટ વ્યાખ્યાનમાં આવ્યા હતા. માર્ગ તો આ છે. દેશની સેવા કરું છું ને ૫૨ને સુખી કરી શકું છું બધી અજ્ઞાનીની ભ્રમણા છે. એ.....! ૫૨ને જીવાડી શકું છું, પ૨ને મારી શકું છું, પરને અનુકૂળ સગવડતા આપી શકું છું એ બધી મિથ્યાદૃષ્ટિની ભ્રમણા છે. આહાહા..! એ જ્યાં સુધી મિથ્યાસૃષ્ટિ છે ત્યાં સુધી રાગ-દ્વેષનો કર્તા થાય છે. મુમુક્ષુ :બીજાને ઉપયોગી થવાનું.. ઉત્તર ઉપયોગી ત્રણ કાળમાં કોઈ દિ થઈ શકતો નથી. બીજાને હું ઉપયોગી થઈ = ૪૧૩ શકું. કોણ ઉપયોગી થઈ શકે? પદ્રવ્યનો ઉપયોગી કોણ થઈ શકે? મુમુક્ષુ :- નિમિત્ત થાઉં. ઉત્ત૨ :– નિમિત્તનો અર્થ શું? ત્યાં તો તેનું કાર્ય થાય છે ત્યારે તો નિમિત્ત કહેવામાં = આવે છે, પણ નિમિત્તે કર્યું શું ત્યાં? આહાહા..! આ વકીલાત કરી હશે નહિ “રામજીભાઈ’એ? ઉપયોગી થઈ પડ્યા હશે બીજાને! પૈસા પેદા કરવા માટે ત્યાં બેઠા હતા. પાપ.. પાપ. મુમુક્ષુ :– વકીલોની વાત જુદી છે, ડૉક્ટરો.. ઉત્તર :- ડૉક્ટર પણ પાપ છે, ડૉક્ટર શું, ધૂળમાં ડૉક્ટર.. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ કલામૃત ભાગ-૬ મુમુક્ષુ - તમે તો એકદમ મોક્ષના કલાસ લ્યો છો. ઉત્તર :- મોક્ષના ક્લાસની શરૂઆત આ છે. મુમુક્ષુ :- આ મોક્ષના ક્લાસ છે. એની પહેલા જે નીચેવાળા ક્લાસ .... ઉત્તર :- એનાથી નીચેવાળા ક્લાસ એ તો બધા સંસારમાં રખડવાના ક્લાસ છે. ચાર ગતિમાં રખડવાના નીચેના ક્લાસ છે. મુમુક્ષુ – એમાં પાસ થાય તો. ઉત્તર:- એવું તો અનંત વાર કર્યું, એમાં શું થયું? એ કાંઈ કરી શકતો નથી. આહાહા..! પરની દયાનો ભાવ થવો, દયા તો પાળી શકતો નથી કેમકે પરવસ્તુ છે, પણ પરની દયાનો ભાવ થવો એ પણ રાગ છે ને હિંસા છે. આવી વાત છે, બાપુ બહુ આકરું કામ છે, બાપુ! મુમુક્ષુ :- એમાં હિંસા ક્યાં ? ઉત્તર :- રાગ એટલે હિંસા. ભગવાન સ્વરૂપ પ્રભુ આત્મા આનંદકંદ છે તેની હિંસા થાય છે. આહાહા.! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય છે ને? અમૃતચંદ્રાચાર્યનું. મુમુક્ષુ :- રાગ બરાબર છે. કોઈને મારી નાખ્યો હોય તો હિંસા, આને તો જીવાડ્યો છે. ઉત્તર :- એને જીવાડ્યો છે ક્યાં? રાગ કર્યો ને, હું જીવાડું. તો જીવાડી શકતો નથી, એ તો એના આયુષ્યથી જીવે છે. મેં એને આયુષ્ય આપ્યું તો જીવાડી દીધો? એનું રહેવાનું આયુષ્ય છે. એક ટૂકડો આપી દીધો અભિમાન કર્યું કે, હું પરને જીવાડી શકું છું. હું પરના રોગ મટાડી શકું છું. મુમુક્ષ – ડૉક્ટરે રોગ મટાડી દીધો. ઉત્તર :- ધૂળેય મટાડતા નથી, એનો પોતાનો મટાડી શકતા નથી). મુમુક્ષુ – એકસાથે મોક્ષનો આઈડ્યા મળતો નથી. ઉત્તર :- પહેલેથી આ મળે છે. પહેલે દરજે હું રાગનો કર્તા નથી. હું તો જ્ઞાતા છું એવો અનુભવ થવો એ પહેલા દરજ્જાની વાત છે. બીજા દરજ્જાની વાત-એમાં સ્થિર થવું, આનંદમાં લીન થવું એ બીજી દરજ્જાની વાત છે. મુમુક્ષુ :- પહેલા જીવ ખરાબ કામ કરતો હતો, હવે શુભ કામ કરે. ઉત્તર – બિલકુલ નહિ. એ બધું અજ્ઞાન છે. સદાચરણ શુભરાગ છે એ પણ અજ્ઞાનભાવ છે. આકરી વાત, ડોક્ટરા હૈ? મુમુક્ષુ - ઈ આપનો ડૉક્ટર નથી, આપ એના ડૉક્ટર છો. ઉત્તર :- દવા તો આ છે. મુમુક્ષુ :- અમે જડના ડૉક્ટર છીએ અને આપ આત્માના છો. Page #429 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૧૫ ઉત્તર :- વાત તો એવી છે. કોઈ કોઈનું શું કરી શકે? એની લાયકાત છે તો પકડી શકે એ તો એને કારણે છે, આ તો નિમિત્ત છે. આહાહા...! અહીં બે વાત કરી, ભાઈ! “ચંદુભાઈ! જ્યાં સુધી જ્ઞાનસ્વરૂપી ભગવાન, હું જ્ઞાન છું રાગનો કર્તા પણ નથી, એવો અનુભવ ન થાય ત્યાં સુધી અજ્ઞાની રાગ-દ્વેષ કરે છે. એ મિથ્યાદૃષ્ટિ છે. શુભભાવ કરે, દયા, દાનના ભાવ કરે અને એ મારું કર્તવ્ય છે એ બધું મિથ્યાદૃષ્ટિ – જૂઠી દૃષ્ટિ છે. એ ચાર ગતિમાં નીચે ઊતરવાનો રસ્તો છે. આહાહા. મુમુક્ષ :- જે કરે ઈ બધું ખોટું, એકાદું તો સાચું કહો. ઉત્તર :- એકાદું સાચું પણ સાચું કરે તો સાચું કહે કે આ રાગ કરે છે સાચું કયાં હતું? સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાનસ્વરૂપી પ્રભુ, એ જ્ઞાનનું જાણવાનું કાર્ય કરે એ સત્ય છે. બાકી રાગનું કાર્ય કરે એ તો અસત્ય છે, જૂઠી દૃષ્ટિ છે. આહાહા.! દુનિયાથી જુદી જાત છે, ભાઈ! હું છે? જોયમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. આહાહા.! શું કહ્યું? કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” રાગનું કરવું આત્માની તાકાત નથી. આહાહા.! એ તો અજ્ઞાનથી કર્યું છે. પરનું કોણ કરે? આહાહા...! પરનું તો કોણ કરે પણ રાગનો કર્તા એ પણ પોતાના કાર્યનો કર્તા માને છે તો એ મૂઢ છે. આહાહા. એ પહેલાના દરજ્જાનું નહિ, એ તો છેલ્લા દરજ્જાનું પાપ છે. એમ કે, પહેલા સત્કર્મ કરીએ પછી આગળ વધીને ધર્મ કરીએ તો શુદ્ધ થાય. એ સત્કર્મ મેં કર્યા અને મારું કાર્ય છે એ માન્યતા છે મહાપાપ છે. મુમુક્ષુ – થોડું ઓછું પાપ... ઉત્તર :- નહિ, ઓછું પાપ નથી, મિથ્યાત્વનું મોટું પાપ છે. જૂઠી દૃષ્ટિ છે. અહીંયાં અમારી પાસે તો ઘણા આવી ગયા છે. ૪૩ વર્ષ તો અહીંયાં થયા. ફાગણ વદ ૩ અહીંયાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૧. આજે ત્રીજ થઈ ને? એક મહિનો બાકી છે. ફાગણ, ફાગણ સમજ્યા? ફાગણ વદ ૩ અહીંયાં આવ્યા છીએ. આજે મહા વદ ૩ છે ને? એક મહિનો રહ્યો. ૪૩ વર્ષ અહીંયા થશે. ૪૩, ચાલીસ અને ત્રણ. આ તો આખું જંગલ હતું. પછી તો કરતા કરતા વસ્તી વધી ગઈ. અમે તો એકલા આવ્યા હતા. આહાહા...! ૪૩ તો અહીંયાં પણ અમે તો નાની ઉંમરથી શાસ્ત્ર (વાંચતા હતા). પિતાજીની ઘરની દુકાન હતી. પૂર્વના સંસ્કાર હતા તો અમે તો વાંચતા હતા–શાસ્ત્ર વાંચતા હતા. દુકાનનું કામ પણ કરતા હતા, થોડી વાર બેસતા હતા, બાકી તો શાસ્ત્ર વાંચતા હતા. ૧૮-૧૯ વર્ષની ઉંમર. ૨૦ વર્ષની અંદર. ૧૮-૧૯ વર્ષની ઉંમરથી શાસ્ત્રનો અભ્યાસ છે. ૭૦ વર્ષથી છે. ૮૮ થયા ને? ૭૦ને શું કહે છે? આહાહા...! આવા પ્રશ્નો તો ઘણીવાર આવ્યા. માર્ગ આ છે, ભાઈ! Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કલશામૃત ભાગ-૬ જ્યાં સુધી તે શુભરાગનો પણ કર્તા માનશે, ત્યાં સુધી મિથ્યા–જૂઠી દૃષ્ટિ છે. ત્યાં સુધી રખડવું પડશે. રાગ મારી ચીજ જ નથી, હું કર્તા છું જ નહિ, હું તો જ્ઞાતા-દૃષ્ટા છું, એવી દૃષ્ટિ થાય ત્યારે તેની ધર્મની પહેલી સીડીમાં શરૂઆત થાય છે. પછી આગળ જઈને સ્થિર થાય તો વિશેષ સિદ્ધિ થાય છે. વિશેષ કહેશે.) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા) મહા વદ ૪, રવિવાર તા. ૨૬-૦૨-૧૯૭૮. કળશ- ૨૧૭, ૨૧૮ પ્રવચન-૨૪૨ “કળશટીકા ૨૧૭ વચમાં ભાવાર્થ છે, ભાવાર્થ. બતાવો, ભાઈ! ૨૧૭નો ભાવાર્થ હિન્દી હિન્દી. થોડું સુક્ષ્મ છે. અનંતકાળથી આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં પોતાની ચીજને જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. એ અંદરમાં રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ ભાવ ઉત્પન્ન થાય છે એ ખરેખર તો પરણેયમાં જાય છે. એમ નહિ માનીને એ પુણ્ય ને પાપના ભાવ મારા છે અને એ મારી ચીજ છે, એ ભૂલ આત્માની દશામાં આત્મા કરે છે. દશામાં (ભૂલ કરે છે. વસ્તુ તો તો શુદ્ધ ધ્રુવ છે પણ પર્યાયમાં જે એની હાલત, વિચાર બદલાય છે ને? એ બદલતી દશામાં આત્મા પોતાના સ્વરૂપનું ભાન નથી, એ પુણ્ય ને પાપના ભાવને પોતાના માનીને દુઃખને વેદે છે. આહાહા.! સમજાય છે કાંઈ? મુમુક્ષુ :- આત્મામાં વિકાર આવે છે? ઉત્તર :- પર્યાયમાં વિકાર આવે છે. વિકાર ન હોય તો દુઃખ કેમ હોય? દુઃખ કેમ છે? દુઃખ ભોગવે છે ને? દુઃખ વેદ છે એ અને સુખ વેદ છે એ. સુખ નામ આત્માની શાંતિ. સૂક્ષ્મ વિષય છે. પોતામાં ભૂલ ન હોય તો પછી એને આનંદ હોવો જોઈએ. તેની પર્યાયમાં–દશામાં ભૂલ છે. “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા'. પોતાની ચીજ જે આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે), એમ આત્મા પોતાને એવો નહિ જાણીને પોતાની પર્યાયમાં– અવસ્થામાં નિજ સ્વરૂપથી વિરુદ્ધ એવા પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થાય છે એ મારા છે એવી ભૂલ આત્મા જ કરે છે. આહાહા.! ભૂલ કરે જડ અને વેદન આત્મા કરે એમ કેમ બને? ભૂલ આત્મા કરે છે. આહાહા...! ત્રિકાળમાં નહિ, વર્તમાનમાં. આહાહા...! ચિદાનંદ ચૈતન્યઘન આનંદ ધ્રુવ એ તો ધ્રુવ છે જ પણ વર્તમાન પર્યાય છે, અવસ્થા Page #431 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૧૭ છે, હાલત–દશા છે એ પણ એની છે. એ હાલત–દશામાં વિકાર પોતાથી કરે છે. અને પોતાથી માને છે કે મારા છે. એ મિથ્યાશ્રદ્ધા, ભ્રાંતિ અજ્ઞાન છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ કહે છે, જુઓ! ભાવાર્થ. “જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે....... આહાહા.! શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે. આ તો વાત જ તદ્દન જુદી છે. જગતને અભ્યાસ જ ન મળે. ધર્મને નામે પણ બહારની ક્રિયાકાંડમાં રોકાયો, સંસાર પરિભ્રમણમાં. આહાહા...! અહીંયાં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ–સત્યદૃષ્ટિ જીવ અર્થાત્ જેનો આત્મા આનંદ અને જ્ઞાયકમૂર્તિ પ્રભુ છે એમ સ્વસમ્મુખ થઈને દૃષ્ટિ થઈ છે અને રાગ ને પુણ્ય-પાપના ભાવથી પોતાના ભાવને ભિન્ન કર્યો છે, આહાહા...! અનાદિથી એ વિકારભાવને પોતાનો માનીને દુઃખ અને ભ્રાંતિમાં પડ્યો છે. એ આત્મા જ ભ્રાંતિ કરે છે. આહાહા...! એ સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યકુ નામ સત્યદૃષ્ટિ જીવ. સત્યદૃષ્ટિ જીવનો અર્થ હું પુણ્ય-પાપના ભાવ વર્તમાન વિકૃત છે તે હું નહિ. આહાહા...! તો શરીર-બીર, કર્મ તો પર ધૂળ બહાર રહી ગયા. હું તો શુદ્ધ ચૈતન્ય અનાકુળ આનંદના રસથી ભર્યો પડ્યો પ્રભુ છું.. આહાહા.! અને અતીન્દ્રિય જ્ઞાનની હું તો મૂર્તિ છે. એવી સત્યદૃષ્ટિ અંતરમાં થાય તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ–ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલી શરૂઆત કહે છે. શબ્દોની શરતું બહુ છે. “સોગાની. આહાહા.! સમજાય છે કાંઈ? જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે...” શું કહે છે? આહાહા...! પોતાનું શુદ્ધ ચૈતન્ય રાગથી, પુણ્યભાવથી ભિન્ન થઈને પૂર્ણ સ્વરૂપનું વદન થયું એ અનાદિથી પુણ્ય અને પાપના રાગનું, દુઃખનું આકુળતાનું વદન હતું એ બધી ભ્રાંતિ હતી અને એ બધા સંસારમાં રખડવાના ભાવ હતા. આહાહા...! આ સમ્યગ્દષ્ટિ–સત્યદૃષ્ટિ તો સત્ય સ્વરૂપ જે ત્રિકાળ જ્ઞાયક ને આનંદ છે એ તરફ સન્મુખ થઈને તે હું છું એમ વેદનમાં–અનુભવમાં આવવું તેનું નામ ધર્મની પહેલી સીડી, સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા.! સમજાય છે કાંઈ? છે? સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, એ શું કહે છે? પછી જરી રાગ-દ્વેષ થાય છે. આત્માનો અનુભવ, સમ્યકુ ચૈતન્યનું ભાન થવા છતાં રાગ-દ્વેષ થાય છે પણ એ જાણવા લાયક છે, બસ! એ ય તરીકે જાણવા લાયક છે, મારા નથી. આહાહા.! સમજાય છે કાંઈ છે? આ તો અધ્યાત્મની વાત છે, ભાઈ! અનંતકાળમાં કદી કર્યું નથી, સાંભળ્યું નથી. બહારની ગડબડી બધી કરી કરીને મરી ગયો. આહાહા...! સમ્યગ્દષ્ટિ જીવ પર્યાયબુદ્ધિ નામ રાગ ને પુણ્ય-પાપના જે ક્ષણિક ભાવ ઉત્પન્ન થાય છે તેની દૃષ્ટિ છોડીને ત્રિકાળી આનંદ સ્વરૂપ જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય અનાદિઅનંત સ્વભાવનો પિંડ પ્રભુ, એ તરફની દૃષ્ટિ થઈ તો સત્યદૃષ્ટિ થઈ. સત્યષ્ટિ થયા પછી થોડા રાગાદિ થાય છે પણ એ રાગને જાણનારો રહે છે. ધર્મી રાગ આવે છે તેને જાણનારો રહે છે, કરનારો નથી રહેતો. આહાહા.! આવો Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કલામૃત ભાગ-૬ ફે૨. બધી વાતમાં ફેર. ડૉક્ટર તમારા દવાખાનામાં આવી વાત કોઈ દિ નહિ આવી હોય. ધર્મને બહાને અત્યારે ફેરફાર બહુ, શું કહીએ હવે એને? બહુ ફેર થઈ ગયો. આહાહા..! ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ પોતાને ભૂલીને.. આહાહા..! એ પુણ્ય ને પાપના ભાવના રાગભાવનો કર્તા રચનાર થાય છે એ મિથ્યા ભ્રાંતિ, અજ્ઞાન ને સંસાર છે. સમજાય છે કાંઈ? એ ભ્રાંતિ જેણે પોતાના શુદ્ધ સ્વરૂપ પવિત્ર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા જ પોતાનું સ્વરૂપ છે, આહાહા..! સર્વજ્ઞ-સર્વને જાણવું. પરિપૂર્ણ જ્ઞાન, જે જ્ઞાનમાં બધાને જાણવું, બસ! કોઈને કરવું એવો એનો રાગાદિનો સ્વભાવ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? એવા અજ્ઞાનનો નાશ કરીને પુણ્ય-પાપના ભાવ મારા છે અને મારી ત્રિકાળી ચીજ છે એમાં એને ખતવતો હતો, ખતવતોને શું કહે છે? ભેળવતો હતો. એ ભેળવવાનું ધર્મી જીવે છોડી દીધું. આહાહા..! શરીર તો મારું નહિ, વાણી મારી નહિ પણ અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે એ પણ મારી ચીજ નહિ. એ તો મારા જાણવામાં આવે છે કે, છે, બસ! એ શેય તરીકે જાણવામાં આવે છે. અજ્ઞાનમાં મારા છે એમ જાણવામાં આવતું હતું. આહાહા..! દૃષ્ટિ ફે૨ે મોટો ફેર છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એની દૃષ્ટિ રાગ અને પુણ્યના પ્રેમથી છૂટીને સ્વભાવ પ્રત્યે ત્રિકાળી આનંદના નાથ પ્રત્યે પ્રેમ થયો, અંત૨માં એકાગ્રતા થઈ તો એ સમ્યગ્દષ્ટિને ભલે થોડા રાગાદિ થાય છે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી થાય છે). સર્વશ દશામાં પૂર્ણ ન થાય ત્યાં સુધી અલ્પજ્ઞ પ્રાણીને રાગ થાય છે પણ એ રાગ જાણવા લાયક રહે છે. આહાહા..! સમ્યગ્દષ્ટિ ધર્મીને રાગ જાણવા લાયક રહે છે. છે, બસ! વાત તો એવી છે, ભગવાન! આહા...! પ્રભુ! તું કોણ છો? ભગવંત! તારી ચીજ શું છે? આહાહા..! તારામાં તો પ્રભુ ભગવંત તારામાં તો અનંત અતીન્દ્રિય આનંદ પડ્યો છે. આહાહા..! અતીન્દ્રિય જ્ઞાન પ્રભુ તારામાં પડ્યું છે, ભગવંત! આહાહા..! એ ચીજને જાણે નહિ અને કૃત્રિમ પુણ્ય અને પાપના વિકારને જાણીને ત્યાં રોકાય જાય એ મોટી ભ્રાંતિ-ભ્રમણા છે. આહાહા...! કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.' શું કહે છે? કર્મનો ઉદય આવે છે, રાગ આવ્યો પણ એ રાગ પોતામાં આત્મામાં છે એમ ક૨વાને એ સમર્થ નથી. રાગ આવે છે પણ રાગની તાકાત નથી કે આત્મામાં (એ રાગ) પોતાનો છે, એમ માનવાનું કરે. હું તો જ્ઞાતા-દૃષ્ટા સાક્ષી ચિદાનંદ સ્વરૂપ છું. રાગ થાય છે તો એને હું જાણનારો છું. આહાહા..! ઝીણી વાત બહુ, બાપુ! આહાહા..! ધર્મદૃષ્ટિ કોઈ અલૌકિક છે. સાધારણ લોકોએ માની લીધો છે એવો ધર્મ નથી. ઈશ્વર ભક્તિ કરવી ને ફલાણું કરવું એ તો બધો રાગ છે, ભગવાન! આહાહા..! અહીંયાં તો કહે છે, પ્રભુ! સર્વજ્ઞ ૫રમેશ્વર ત્રિલોકનાથ, જેણે એક સેકંડના અસંખ્યમાં ભાગમાં પોતાની જ્ઞાનની પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણે એવી પર્યાય-અવસ્થા પ્રગટી કરી. Page #433 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૧૯ ત્રણકાળ ત્રણલોક જાણવાની જેની તાકાતા એ પરમાત્મા એમ ફરમાવે છે.. આહાહા.. જેના પંથમાં સર્વજ્ઞ પરમાત્મા નથી તો એણે ત્રણકાળ ત્રણલોક જોયા નથી, તો એની વાતમાં સત્ય વાત હોતી નથી. સમજાય છે કાંઈ? કેમ? કે, આ આત્માનું સ્વરૂપ જ સર્વજ્ઞ–શસ્વરૂપ-પૂર્ણ સ્વરૂપ જ આત્મા છે. એ જ્ઞ-સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ છે એનું અંતર એકાગ્રતામાં ધ્યાન કરતા કરતા રાગથી ભિન્ન કરતા કરતા સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ તો સર્વજ્ઞ પર્યાય પ્રગટ થઈ ગઈ. જે શક્તિરૂપે સર્વજ્ઞ સ્વભાવ હતો એ વ્યક્તરૂપે દશા થઈ ગઈ એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવામાં આવે છે. શબ્દ શબ્દમાં એક અક્ષર આઘોપાછો થાય તો ભૂલ થાય એવી વાત છે. આ તો સિદ્ધાંત છે. મુમુક્ષુ :- આત્મા પરમાત્મામાં આ ફેર છે. ઉત્તર :- ફરક આ છે. માનતો નથી ઈ. છે તો પરમાત્મ સ્વરૂપ જ. મુમુક્ષુ :- આત્મામાં વિકાર આવી શકે છે, પરમાત્મામાં વિકાર નથી. ઉત્તરઃ- પરમાત્માને પર્યાયમાં વિકાર ખલાસ થઈ ગયો. અહીંયાં પર્યાયમાં–અવસ્થામાં વિકાર છે, વસ્તુમાં નથી. વસ્તુ તો પરમાત્મ સ્વરૂપ જ આત્મા છે. પણ પર્યાય એની દશા છે એમાં વિકાર છે. પરમાત્મા થઈ ગયા એમની દશામાં વિકાર પણ નથી. ત્રિકાળમાં પણ નથી અને દશામાં પણ નથી. અને અહીંયાં તો આત્મામાં ત્રિકાળ વસ્તુમાં વિકાર નથી પણ એની વર્તમાન દશા-હાલતમાં–પર્યાયમાં વિકાર છે. આહાહા...! “શશીભાઈ ! આહાહા...! કહે છે કે, એ રાગનું સામર્થ્ય નથી કે આત્માને રાગનો કર્તા બનાવી ચે. આહાહા.! શું કહે છે, સમજાયું? એ શબ્દ છે અહીંયાં. છે? કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” આહાહા.! જ્યાં પોતાનું સ્વરૂપ રાગ અને પુણ્યથી ભિન્ન જાણ્યું એવી દૃષ્ટિ જ્યાં ચૈતન્ય તત્ત્વ ઉપર આવી ગઈ. આહાહા...! તો પછી રાગનું સામર્થ્ય નથી, રાગની તાકાત નથી કે આત્માને રાગનું કર્તુત્વ મનાવી ચે. એવું રાગમાં સામર્થ્ય નથી. આહાહા...! ઝીણી વાત, બાપુ દુનિયાની વાત બધી જાણીએ છીએ. ઘણા પ્રકારો છે. આ વાત કોઈ જુદી જ છે. આહાહા..! અત્યારે તો સાંભળવા મળવી કઠણ થઈ ગઈ છે. આહાહા...! સન્યાસ કોને કહે છે? લ્યો, ડૉક્ટર! સન્યાસી થવું છે? પહેલા રાગ ને પુણ્ય-પાપના ભાવ એ મારી ચીજ નથી, મારી ચીજ આનંદ સ્વરૂપ છે એવો અનુભવ થવો એ મિથ્યા રાગનો ત્યાગી–સન્યાસી છે. ત્યારે એ રાગનો ત્યાગી થાય છે. અને પછી અસ્થિરતા જે થાય છે તેને પણ સ્વરૂપમાં સ્થિરતા કરીને, આનંદમાં જામીને રાગનો અભાવ થાય છે તો એ પૂર્ણ સન્યાસી થયો. બાકી બહારના ત્યાગ, બાયડી, છોકરા છોડે એ સન્યાસી-ફન્યાસી છે જ નહિ, બધા ભોગી અને રોગી છે. મુમુક્ષુ :- આત્મા પરમાત્મામાં કેટલો ફેર છે? ઉત્તર :- એ પર્યાયમાં ફેર છે, વસ્તુમાં ફેર નથી, શક્તિ-સ્વભાવમાં ફેર નથી. સ્વભાવ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કલશામૃત ભાગ-૬ તો બેયનો સરખો છે). જેમ ઘઉંનો દાણો હોય છે ને? ઘઉં. ઘઉં... ઘઉં કહે છે ને? એ ઘઉં છે એવા બીજા છે, ઘઉંમાં ફેર નથી. પણ એની પર્યાયમાં ફેર છે. એક લોટ થઈ ગયો છે, એક લોટ થયો નથી, કાચો છે. સમજાયું? એક. શું કહે છે? ભૂલી ભૂલી કહે છે ને? થુલીને શું કહે છે? ઘૂલી કહે છે? લોટની ભૂલી થાય છે. એક ઘઉંની... શું કહેવાય? ભૂલી જવાય છે તમારા નામ. ઓરમું... ઓરમું! ઓરમું નથી કરતા? ફાડા... ફાડા. ઘઉં તો ઘઉં છે પણ એનો પ્રકાર, પર્યાયમાં ફેર થઈ ગયો. સમજાય છે કાંઈ? એમ ભગવાન આત્મા અને પરમાત્મા થઈ ગયા એ વસ્તુ તરીકે તો એકસરખા છે પણ અંદર દશામાં ફેર છે. આહાહા! સમજાય છે કાંઈ? કોઈ પોતાના કર્મનો ઉદય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” આહાહા...! શું કહે છે? જેણે પોતાના આનંદ અને જ્ઞાનના સામર્થ્ય, પૂર્ણ શક્તિનો અનુભવ-પ્રતીતિ થઈ તો એના સામર્થ્યમાં રાગ એને કર્તા બનાવે એવું રાગમાં સામર્થ્ય નથી. આહાહા. ભારે વાતું, ભાઈ! આવા સિદ્ધાંતો ઝીણા. ઓલું તો સહેલુંસટ હતું. વ્રત કરો, શરીરથી બ્રહ્મચર્ય પાળો, જાઓ ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી, સાંભળને હવે શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું એમાં શું છે? એ તો રાગ છે. બ્રહ્મ નામ ભગવાન આનંદનો નાથ, એમાં ચરવું-રમવું અને રાગથી ભિન્ન થઈ જવું ત્યારે તો સમ્યગ્દષ્ટિરૂપી બ્રહ્મચર્ય કહે છે. પછી ચારિત્રમાં સ્વરૂપમાં ખૂબ જામી જવું, રમવું ત્યારે રાગનો ત્યાગ અને રાગનો સન્યાસ થયો એમ કહેવામાં આવે છે. એ વિના બધું થોથાં છે. બહારથી તો અનંત વાર સાધુ થયો, નગ્ન થયો, હજારો રાણી છોડી, હજારો રાણી છોડીને બ્રહ્મચારી થયો અને નગ્ન થયો પણ અંતરમાં રાગથી ભિન્ન ભગવાન છે (એમ અનુભવ ન કર્યો. એ રાગની ક્રિયામાં જ પોતાપણું માનીને) સંતોષમાં આવી ગયો, પણ એનાથી ભિન્ન મારી ચીજ પૂર્ણાનંદ છે એનું આત્મજ્ઞાન અને વેદન કર્યું નહિ. એ વિના એના ભવભ્રમણ મટશે નહિ. આહાહા.! એક “નરસિંહ મહેતા થયા છે ને? વૈષ્ણવમાં. નહિ? જૂનાગઢ', “નરસિંહ મહેતા થયા છે. ભગત નથી કહેતા? એ પણ એની દૃષ્ટિ પ્રમાણે એમ કહેતા હતા. હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” અજ્ઞાની એમ માને છે કે હું શરીરનું કરી દઉં, પરનું કરી દઉં, દેશનું કરી દઉં, પણ્ય-પાપના ભાવને કરી દઉં, એમ હું કરું, હું કરું એવા અજ્ઞાનમાં. હું કરું, હું કરું. હું એટલે મેં કર્યું. એવું અજ્ઞાન છે. આહાહા...! શકટનો ભાર. શકટ નામ ગાડું. કૂતરો નીચે હોય. ગાડું ગાડાથી ચાલે છે, નીચે કૂતરો હોય એનું ઠુંઠું નીચેથી અડતું હોય તો એ એમ જાણે કે આ ગાડું મારાથી ચાલે છે. એમ કૂતરા જેવો અજ્ઞાની અનાદિથી આ પરની ક્રિયા હું કરું છું, શરીરની ક્રિયા હું કરું છું, રાગને હું કરું છું એ કૂતરા જેવો પ્રાણી અજ્ઞાની મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતી. છે મનુષ્યનું સ્વરૂપ પણ મૃગલા જેવા છે. હરણ સમજાય છે ને? Page #435 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૭ ૪૨૧ અહીં કહે છે કે, સ્વરૂપ રાગથી, પુણ્યની ક્રિયાથી પણ ભિન્ન (છે) એવો સમ્યક્ અનુભવ થયો તો તાકાત નથી કે રાગ પોતાને કરાવી દે કે આત્મામાં રાગનું કાર્ય થઈ જાય એવી રાગમાં તાકાત નથી. જ્ઞાનમાં એવી તાકાત પ્રગટ થઈ કે સ્વને પણ જાણે અને રાગ છે તેને જાણે, ૫૨ તરીકે જાણે, પણ રાગ મારું કાર્ય છે એવી રાગમાં તાકાત નથી અને જ્ઞાનમાં તાકાત નથી કે રાગનો કર્તા થઈ જાય. આહાહા..! આવી વાત છે. શશીભાઈ’! ભાઈ આવી ગયા છે? ‘હસમુખ’! આવી ગયા. સવારે પૂછ્યું હતું. ડૉક્ટરને મૂકવા ગયા હશે. આહાહા..! અરે..! પ્રભુ! શું કહીએ? આ વાત કેવી છે ને કેમ છે? પ્રભુ! અલૌકિક વાતું છે, નાથ! આહાહા..! તારી ચીજને તેં જાણી નહિ અને તારી ચીજમાં જે ચીજ છે, પર્યાયમાં છે પણ ત્રિકાળી સ્વરૂપમાં નથી. તેને પોતાના માનીને ચાર ગતિમાં રખડવાના ભ્રાંતિ ભાવ ઉત્પન્ન કર્યાં. આહાહા..! એકવાર પ્રભુ, એકવાર સાંભળ તો ખરો, એમ કહે છે. પોતાનું ચૈતન્ય, અનંત વીર્ય, અનંત જ્ઞાન નીચે કહેશે. નીચે કહે છે. છેલ્લી લીટી છે. અનંત ચતુષ્ટયસ્વરૂપ છે...’ અનંત ચતુષ્ટયસ્વરૂપ. શું કહે છે? આહાહા..! અંતરમાં તો ભગવાન સ્વરૂપમાં, આત્મામાં તો અનંત જ્ઞાન, જાણન સ્વભાવ બેહદ છે, અપરિમિત છે, મર્યાદા રહિત એનો અનંત જ્ઞાન સ્વભાવ ભગવાનઆત્માનો છે. એવો અનંત દર્શન સ્વભાવ છે, એવો અનંત આનંદ સ્વભાવ છે, એવો અનંત બળ–વીર્ય આત્માનું વીર્ય, હોં! આ વીર્ય શરીરથી પુત્ર થાય છે એ નહિ, આત્મામાં એક બળ એવું છે કે અનંત વીર્ય છે, અનંત બળ છે. આહાહા..! એ અનંત ચતુષ્ટય જે શક્તિરૂપે હતું તેનો અનુભવ કરીને પ્રતીતિમાં પહેલા આવ્યું. આહાહા..! શ્રીમદ્’ તો એમ કહે છે કે, આત્માનું ભાન થયું, સમ્યગ્દર્શન, તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ થયા છે. ઘણી શક્તિ હતી, નાની ઉંમરમાં ૩૩ વર્ષે દેહ છૂટી ગયો. ૩૩ વર્ષ ને ચાર માસ. પણ શક્તિ ઘણી લઈને આવ્યા હતા. નાની ઉંમ૨માં એમને ૨૨ વર્ષે તો આત્મજ્ઞાન થયું હતું, ૨૨ વર્ષે અનુભવ થયો. ૩૩ વર્ષે દેહ છૂટી ગયો. ઝવેરાતનો ધંધો હતો. મુંબઈ’! લાખો રૂપિયાનો ઝવેરાતનો ધંધો હતો પણ એમને કંઈ નહિ. જેમ નાળિયેરમાં ગોળો છૂટો હોય ને? નાળિયેરમાં ખળ ખળ ખળ ખળ (થાય). એમ આત્મા રાગથી અંદર ભિન્ન છે. આહાહા..! અહીંયાં ભિન્નનું ભાન થયું તો પોતાની તાકાત એવી પ્રગટ થઈ કે રાગને જાણવામાં રહે એવી તાકાત પ્રગટ થઈ અને રાગની તાકાત એવી નથી કે આત્માને કર્તા બનાવે, એ રાગમાં તાકાત નથી. આહાહા..! શેય-જ્ઞાન, ઝીણી વાત છે, પ્રભુ! શું કહીએ? આહાહા..! અરે..! ભાઈ! ધર્મની રીત બાપુ! અલૌકિક ચીજ છે, ભાઈ! શું કરીએ? આહાહા..! એ કોઈ બહારની પ્રવૃત્તિથી દયા, દાન ને ભક્તિ ને વ્રત ને તપ ને એનાથી એ પ્રગટ થતો નથી. આહાહા..! કેટલી વાત કરી છે, જુઓને! શું કહ્યું? Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કલશામૃત ભાગ-૬ સમ્યગ્દષ્ટિ જીવે પોતામાં એ પુણ્ય અને પાપના મેલથી ભગવાન નિર્મળાનંદ ભિન્ન છે એવો અનુભવ કર્યો તો એના જ્ઞાનમાં તાકાત નથી કે રાગનો કર્તા થાય અને રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનને રાગનું કર્તા બનાવી દે. એ રાગમાં તાકાત નથી. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! આહાહા...! અંદરમાં ચૈતન્યના સ્વભાવનું ભાન, દેહ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન છે એવું ભાન થયું તો કહે છે કે, એ જ્ઞાનમાં એવી તાકાત ઉત્પન્ન થઈ, દશામાં કે રાગ થાય છે તેનો કર્તા ન બને, એવી તાકાત ઉત્પન્ન થઈ. આહાહા.! અને રાગની એવી તાકાત રહી કે આત્માને રાગનો કર્તા બનાવી દે એવી રાગમાં તાકાત ન રહી. શેય બનાવીને રહે. આહાહા.! ધર્મીને રાગ આવે છે, જ્યાં સુધી વીતરાગ સર્વજ્ઞ ન હો ત્યાં સુધી રાગ આવે છે પણ એ રાગની તાકાત નથી કે આત્માને રાગનો કર્તા બનાવી દે. રાગનો કર્તા આત્માને બનાવી દે એવી તાકાત નથી અને આત્માની તાકાત નથી કે રાગનો કર્તા થાય. એ તો જાણનાર રહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? શું નામ તમારું નરેન્દ્ર? પ્રવીણભાઈ! ઠીકા આવી વાત ન્યાં ક્યાંય મળે એવું નથી. શું કહેવાય તમારું ઇ? લાદી. લાદી તો અહીં થાનમાં, ત્યાં તમારે બીજું હશે કે નહિ? ગામમાં તો ધંધો બીજો હશે કે નહિ? આડતનો. આહાહા...! મુમુક્ષુ :- આત્મા, જ્ઞાન અને રાગ એ જે ત્રણ ચીજ છે. ઉત્તર :- આત્મા જ્ઞાનસ્વરૂપી છે. સાકર અને મીઠાશ એવા બે નામ આવે છે. સાકર છે ને સાકર પણ મીઠાશ અને સાકર બેય એક જ ચીજ છે. મુમુક્ષુ :– જ્ઞાન અને આત્મા એક જ ચીજ છે? ઉત્તર :– જ્ઞાન અને આત્મા એક ચીજ છે. જ્ઞાન અને આત્મા બે એક ચીજ છે. જ્ઞાન ગુણ છે, ભગવાન આત્મા ગુણી છે. જ્ઞાનનો ધરનારો આત્મા છે અને જ્ઞાન તેમાં રહે છે. એ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. બે ચીજ એમાં નથી. એની દશામાં બે ભિન્ન છે. હાલતમાંવર્તમાન દશામાં રાગાદિ છે એ ભિન્ન ચીજ છે. મુમુક્ષુ :- રાગને મટાડનાર તો જ્ઞાન છે. ઉત્તર :- જ્ઞાનસ્વરૂપમાં અંદર દૃષ્ટિ જાય તો હટી જાય. મુમુક્ષુ :- રાગને મટાડનાર જ્ઞાયક છે. ઉત્તર :- જ્ઞાયક છે, જ્ઞાન છે. મુમુક્ષુ :- આત્મા તો જુદો રહે છે જ્ઞાનથી. ઉત્તર :- નહિ, નહિ. જ્ઞાનસ્વરૂપી જ આત્મા છે. એ જ્ઞાયક પોતે જ આત્મા છે. છે ઝીણી વાત છે. એ જ્ઞાયક આત્મા જ્યાં રાગથી ભિન્ન થયો તો પર્યાયમાં જ્ઞાયક થયો. વસ્તુમાં તો હતો. ઝીણી વાત બહુ બહુ મુશ્કેલ. પર્યાય ન માને ને એ લોકોને પર્યાયની ખબર નથી. વસ્તુ છે ઇ ત્રિકાળ છે અને એમાં બદલતી પર્યાય છે, અવસ્થા છે. જેમ સુવર્ણ Page #437 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૭ ૪૨૩ છે ને સુવર્ણ? સોનું. ચેન થાય છે ને? એને ચેન કહે છે ને શું કહે છે? ઇ ચેન આખા સોનારૂપે છે. એ મકોડાદીઢ સોનું છે અને આખી ચીજ સોનું છે પણ એમાંથી કડા, કુંડળ, વીંટી થાય છે એ એની અવસ્થા છે, દશા છે. સોનું સોનારૂપે રહીને અવસ્થા પલટે છે. કડાનું કુંડળ થાય છે, કુંડળના બાજુબંધ થાય છે, વગેરે. એ બધી પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય સોનાની છે. એમ આત્મા અને જ્ઞાન બે એક હોવા છતાં એની પર્યાયમાં વિચા૨ બદલાય છે, અલ્પજ્ઞપણું, રાગપણું, સર્વજ્ઞપણું એ બધી પર્યાય છે. ઝીણી વાતું બહુ, બાપુ! વસ્તુનું જ્ઞાન જ અત્યારે ઘટી ગયું આખું. બહારની માથાકૂટમાં મરી ગયો. આહાહા..! અંત૨ ભગવાન એ જ્ઞાન અને આત્મા બેય એક જ ચીજ છે. જેમ સાકરની મીઠાશ અને સાકર એક જ ચીજ છે. મીઠાશ કાઢી નાખો સાકર રહે ક્યાં? સાકર કાઢી નાખો તો મીઠાશ રહે ક્યાં? મીઠાશનો પિંડ જ સાકર છે, એમ જ્ઞાન અને આનંદનો પિંડ જ આત્મા છે. આહાહા..! શશીભાઈ’! ભાષા તો સાદી થાય છે. આહાહા..! પ્રભુ! અંદર એવો છે. અહીં તો કહે છે. આ બે બોલમાં તો ગજબ કર્યો છે! હૈં? પ્રભુ! તારી ચીજ તેં જ્યારે અંદરમાં જાણી કે રાગ અને પુણ્યના, દયા, દાન, વ્રત, ઈશ્વરની ભક્તિ એ બધા રાગથી ભિન્ન મારી ચીજ છે. એવા આત્માને જાણ્યો ત્યારે એની દૃષ્ટિ સત્ય થઈ અને સત્ય દૃષ્ટિ થઈ તો રાગનો કર્તા થાય એવું સત્ય દૃષ્ટિમાં રહેતું નથી અને રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનમાં રાગનું કર્તાપણું કરાવી દે, એવી રાગમાં તાકાત ન રહી. રાગ જ્ઞેયરૂપ રહે છે, આત્મા જ્ઞાનરૂપ જાણે છે. જ્ઞાનની તાકાત નથી કે રાગને કરે. રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનને રાગનો કર્તા બનાવે. મુમુક્ષુ :આત્માનો અનુભવ કેવી રીતે થાય છે? રાગની તાકાત નથી તો કેવી રીતે ઉપરથી પડી જાય છે? ઉત્તર :– અજ્ઞાનપણે માને છે. એ તો કહ્યું ને? પોતાના આત્માનું અજ્ઞાન કરે છે, પોતે આત્મા. અપને કો આપ ભૂલકર' રાગનો કર્તા થાય છે. એ ખબર નહિ, આખી ચીજ ફેર છે. ભૂલ એની દશામાં છે. ભૂલ આત્મા કરે છે. હેં? મુમુક્ષુ :– બે વસ્તુ માનવાની નહિ ને. ઉત્તર :– દ્વૈત છે, વસ્તુ દ્વૈત છે. અહીંયાં ઘણી ચર્ચા થાય છે. એક પરમહંસ આવ્યો હતો. તમારા મોતીલાલ', નહિ? તે દિ'. (સંવત) ૧૯૯૫ ની સાલ, આઠસોનો પગાર હતો. રેલ.. રેલ. ત્યાં વ્યાખ્યાનમાં કાયમ આવતા હતા, વેદાંતી. પછી પરમહંસ થઈ ગયા. પછી અહીંયાં આવ્યા હતા. ચર્ચા ખૂબ થઈ. એ દ્વૈત માને નહિ, અદ્વૈત માને. અદ્વૈત ન માને તો અનુભવ શું? આત્મા અને આત્માનો અનુભવ, એ તો દ્વૈત થઈ ગયું. અને ભૂલ જો ન માનો તો ભૂલ કાઢવાનો જે વેદાંતે (ઉપદેશ) કર્યો કે, ભૂલ કાઢો. તો ભૂલ છે કે નહિ? Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કિલશામૃત ભાગ-૬ છે તો કાઢવી છે કે નહિ? છે તો એમાં છે કે પરમાં છે? મુમુક્ષુ :- ઇ માયા છે. ઉત્તર :- માયા. યામા તે નહિ પણ, તે નહિ ત્રિકાળી તે નહિ. પણ વર્તમાન છે કે નહિ? એ તો બધાની ખબર છે. માયા, યા-મા. યા – તે નહિ. પણ એ “તે નહિ એ તો ત્રિકાળી તે નહિ. પણ એની વર્તમાન દશામાં, આત્માની વર્તમાન પર્યાયમાં વિકાર થાય છે, અજ્ઞાની કરે છે. આહાહા! સમજાય છે કાંઈ? અહીંયાં તો બેને ભિન્ન કરી દીધા. હવે શું કહે છે? જુઓ. “તત જ્ઞાનં જ્ઞાનં મવત' તે કારણથી જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ...” જુઓ ઠીક જ્ઞાનનો અર્થ જ જીવવસ્તુ એ જ્ઞાન. જ્ઞાનસ્વરૂપી જીવવસ્તુ. પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ. પ્રજ્ઞાનો ઢગલો એ જીવ. એટલે જ્ઞાનનો અર્થ કર્યો, ભાઈ! જ્ઞાન એટલે જીવવસ્તુ. છે? “જ્ઞાન ભવતુ “શુદ્ધ પરિણતિરૂપ થઈને... આહાહા..! શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો.” આહાહા...! ભગવાન તું તો આનંદ અને શુદ્ધ છો ને! તો તારી અનુભૂતિમાં શુદ્ધનો અનુભવ કરો, ત્યારે શુદ્ધ છે એવી તને પ્રતીતિ અને અનુભવ થશે. આહાહા.. એ રાગનો અનુભવ છે તે મલિનતાનો અનુભવ છે), એ તારી ચીજ નહિ. ભ્રાંતિમાં તું પડ્યો છો. આહાહા..! શુદ્ધનો અનુભવ કરો. રાગના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચીજ જે ભગવાન આત્મા, જીવવસ્તુ એનો અનુભવ કરો. એટલે શુદ્ધ પરિણતિ પ્રગટ કરો. એટલે? જે શક્તિરૂપે શુદ્ધ છે અને વર્તમાન દશારૂપે પ્રગટ કરો. આહાહા.! સમજાય છે કાંઈ છે? ભાષા તો સાદી છે, કઠણ, પણ અનંતકાળમાં અભ્યાસ ન મળે. આ ડૉક્ટરનો અભ્યાસ કરવા જાય તો દસ વર્ષ કાઢે છે. આ વકીલાતનો અભ્યાસ કર્યો હશે ત્યારે “રામજીભાઈએ દસ-પંદર વર્ષ મજૂરી નહિ કરી હોય? આ તો સમજવા માટે. એલ.એલ.બી. થવું હોય તો કેટલાય વર્ષ ગાળે છે કે નહિ? કેટલા વર્ષ ગાળે એટલે એટલા વર્ષ અભ્યાસમાં રોકાય છે ને ડૉક્ટરમાં પણ થોડા વર્ષ અભ્યાસ કરે છે કે નહિ? તો આ તો અનંતકાળમાં કદી અભ્યાસ જ કર્યો નથી. તો એને માટે થોડો કાળ તો જોઈએ. આહાહા! અજ્ઞાનપણે પણ કેટલો કાળ અભ્યાસમાં ગાળે છે તો આ તો સમ્યજ્ઞાન કરવાની ચીજમાં તો કાળ કાઢવો જોઈએ. આહાહા...! વર્તમાનમાં તો ઘણો ફેરફાર થઈ ગયો કંઈક કંઈક લોકોએ માન્યું છે. કોઈ કહે કે, આત્મા તદ્દન શુદ્ધ જ છે. કોઈ કહે કે, આત્મા ત્રિકાળી અશુદ્ધ જ છે, કોઈ કહે કે, આત્મા સર્વવ્યાપક છે, આ બધું થઈને. બધી ભ્રાંતિ છે. કોઈ કહે પુણ્યથી ધર્મ થાય છે. કોઈ કહે, પાપ કરતા કરતા પછી નિર્વિકલ્પ થઈ જાય છે. આહાહા.! એમ કહે છે ને? ઓલો રજનીશ. રજનીશ” છે. એ કહે પહેલા ખૂબ દાંત કાઢો, ખૂબ દાંત કાઢો પછી નિર્વિકલ્પ થઈ જશો. ખૂબ રડો. રૂદન કર્યા પછી નિર્વિકલ્પ થઈ જશો. આહાહા.! અરે. પ્રભુ એ ચીજ એવી નથી. “રજનીશનું સાંભળ્યું છે? એક રજનીશ” છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૭ ૪૨૫ મુમુક્ષુ :– એ રાગનું અધ્યયન કરે છે. - ઉત્તર ઃ– એટલું પકડ્યું. એ મુંબઈમાં હતો પછી ત્યાંથી કાઢ્યો. અત્યારે પહેલા પુના’માં હતો, હવે પુના’માંથી પણ કાઢ્યો. કારણ કે એ એમ કહે છે કે, અંદર કોઈપણ વ્યભિચારનો રાગ આવ્યો તો વ્યભિચાર સેવવો. તો નિર્વિકલ્પ થવાય છે. અર........! બધી ગડબડ છે. બધું ખોટું છે. હવે ‘કચ્છમાં પણ તકરાર થઈ છે. હવે ‘કચ્છ’ ગયો છે તો ત્યાં જમીન લીધી છે. યુવરાજ રાજકુમા૨ છે... મુમુક્ષુ :– ઉપરના આત્માને નીચે કેવી રીતે લઈ જવો તેની વાત કરે છે. ઉત્તર = નીચે લઈ જવાની વાત છે. આહાહા..! વિષયની વાસનાનો વિકલ્પ આવ્યો પણ એથી વિષય ભોગવો તો રાગનો નાશ થશે એ વાત તદ્દન પાખંડ છે. આહાહા..! એ તો ત્યાં સુધી કહેતો હતો કે, આત્માનો જે જ્ઞાનાનંદ છે એ ભોગાનંદમાં પણ આનંદ આવે છે. અરે.....! પ્રભુ! શું કરે છે આ? ભોગમાં પણ આનંદ આવે છે એ આત્માના આનંદનો એક નમૂનો છે. અર.........! મુમુક્ષુ :- જેમ દારૂ પીને મસ્ત થઈ જાય છે. ઉત્તર ઃ– મસ્ત થાય છે, એવું દુઃખ છે. ભોગમાં તો પાપનો ભાવ છે. અર......! આહાહા..! વિષયસુખમાં બુદ્ધિ, એ સુખબુદ્ધિ મહાપાખંડ અજ્ઞાન છે. ભગવાન આનંદ સ્વરૂપની બુદ્ધિ છોડીને વિષયમાં સુખ છે એ મહાપાપ છે. એવી હિંદની વિદ્યા જ નથી, હિન્દુસ્તાનની વિદ્યા જ જુદી જાતની છે. આહાહા..! ‘શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો.’ જુઓ! ભગવંત! તું આનંદનો નાથ છો ને, પ્રભુ! આહાહા..! તો રાગથી ભિન્ન થઈને શુદ્ધ સ્વરૂપની દશા પ્રગટ કરો. આહાહા..! એ ધર્મ છે. ‘કેવું છે શુદ્ધ જ્ઞાન?” ‘ન્યતાજ્ઞાનમાવું” “દૂર કરી છે મિથ્યાત્વભાવરૂપ પરિણિત જેણે...' આહાહા..! કેવા સ્વરૂપનું ભાન ત્યાં થયું? કે જેમાં ભ્રાંતિનો નાશ થઈ ગયો. વિષયમાં સુખ છે, પૈસામાં સુખ છે, પુણ્યભાવમાં સુખ છે એવી ભ્રાંતિ હતી, એ આત્માનું જ્ઞાન થયું તો ભ્રાંતિનો નાશ થઈ ગયો. આહાહા..! આનંદ તો મારી ચીજમાં છે. મૃગની નાભિમાં કસ્તુરી. મૃગ હોય છે ને, મૃગ? (એની) નાભિમાં કસ્તુરી (છે) પણ કસ્તુરીની કિંમત નથી. મૃગ હોય ને, મૃગ? હરણ. નાભિમાં કસ્તુરી છે. સુગંધ આવે છે તો બહારથી આવે છે એમ લાગે છે, પણ આ અંદરમાં છે એની ખબર નથી. એમ અજ્ઞાનીનો આત્મા ૫૨માં સુખ છે એવી બુદ્ધિ, એમ માનતો મૃગલા જેવો છે. પોતાના ભગવાનઆત્મામાં આનંદ છે એવી દૃષ્ટિ કરતો નથી અને પુણ્ય કરતા કરતા મને ધર્મ થશે એ પણ બધી ભ્રાંતિ છે. આહાહા..! સમજાણું કાંઈ? સદાચરણ વ્યવહાર કરો, સદાચરણ કરો પછી લાભ થશે. ધૂળેય નહિ થાય, સાંભળને! અહીં તો કહે છે, ‘ચવત્તાજ્ઞાનમાવું” દૂર કર્યો છે અજ્ઞાનભાવ જેણે. આવું થતાં કાર્યની Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કિલશામૃત ભાગ-૬ પ્રાપ્તિ કહે છે-' હવે શું થયું? કહે છે, જ્યારે પોતાના સ્વરૂપની દૃષ્ટિ, અનુભવ થયો તો પુણ્ય-પાપમાં ધર્મ છે, પુણ્યમાં સુખી છે એવી ભ્રાંતિનો નાશ થયો. નાશ થઈને કેવું કાર્ય થયું? કાર્ય કેવું થયું? આહાહા..! છે? “થેન પૂરૂમાવ: મવતિ' જે શુદ્ધ જ્ઞાન વડે પૂર્ણ સ્વભાવ અર્થાત્ જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયરૂપ છે...” શું કહે છે કે, આત્મામાં અનંત બેહદ આનંદ, જ્ઞાન છે એ અંતરમાં એકાગ્ર થઈને એ શક્તિરૂપે જે અનંત આનંદ હતો એ દશામાં અનંત આનંદ પ્રગટ થયો. જેમ લીંડીપીપરમાં, છોટીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ અંદર ભરી છે, ઘૂંટવાથી બહાર આવે છે, પણ પ્રાપ્તની પ્રાપ્તિ છે. છે તે મળે છે. એમ આત્મામાં અતીન્દ્રિય આનંદ છે તેનું ધ્યાન કરવાથી, તે તરફનું લક્ષ કરવાથી વ્યક્તિ નામ પ્રગટ, અનંત આનંદ પ્રગટ થાય છે. એ કાર્ય પોતાનું છે. આહાહા...! બાકી થોથા છે. આહાહા...! આવી વાત સાંભળતા અજાણ્યા માણસને આકરું પડે. આ શું કહે છે? પાગલ જેવી વાત. બાપુ! સાંભળ, ભાઈ! આહાહા...! અંતર પ્રભુ ચૈતન્ય સ્વરૂપ શક્તિરૂપે સ્વભાવરૂપે અનંત આનંદ, જ્ઞાન છે તેનો રાગથી ભિન્ન પડીને અંતરમાં ધ્યાન કરતા કરતા કરતા પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જશે. સર્વજ્ઞ જ્ઞાન પ્રગટ થશે, અનંત આનંદ પ્રગટ થશે, તેનું નામ મુક્તિ છે. આહાહા.! છે? “જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે. વસ્તુનો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન એવું સ્વરૂપ અંદરમાં છે. કળી છે ને, કળી? ફૂલની કળી, મોગરાની કળી ખીલે છે તો આમ અંદર શક્તિ છે તો ખીલે છે. એમ આત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ શક્તિરૂપ છે તેને રાગથી ભિન્ન પડીને અંતર શુદ્ધનો અનુભવ કરતા કરતા પર્યાયમાં–અવસ્થામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ખીલી નીકળશે. એ મુક્તિ થઈ. બીજું કોઈ કાર્ય આત્મામાં છે નહિ. આહાહા.! આ કાર્ય ઉત્પન્ન થાય છે, કહે છે. તેવું પ્રગટ થાય છે.' “ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે.” એમ કહે છે. અનંત આનંદ સ્વરૂપ ભગવાન, અનંત ચતુષ્ટય શક્તિરૂપ સ્વરૂપ એને રાગથી ભિન્ન કરી, અનુભવ કરતા કરતા, અનુભવ કરતા કરતા પૂર્ણ આનંદની દશા પ્રગટ થશે, પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થશે એનું નામ મુક્તિ છે. પછી તેને અવતાર નથી, સંસાર નથી, ભવભ્રમણ નથી. અનંત આનંદનું વેદન, બસ! એ મુક્તિ. આહાહા.! અતીન્દ્રિય અતીન્દ્રિય અનંત આનંદ, તેનું વેદન અને અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન, એ પર્યાય એમાં છે એ જાણે છે, દેખે છે, અનુભવે છે, બસએનું નામ મુક્તિ છે. આવું છે. સંસારમાં શું કરે છે? બહુ તો રાગ ને દ્વેષ કરે છે અને રાગ-દ્વેષને ભોગવે છે, બસા પૂર્ણ થયો ત્યાં વીતરાગ દશાને કરે છે અને વીતરાગ દશાને ભોગવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ?” “માવામાવી તિરય આહાહા.! “ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થકું.” ભાવ-અભાવ. જે ગતિનો ઉત્પાદ Page #441 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૭ ૪૨૭ છે, આ મનુષ્ય ગતિ, સ્વર્ગ ગતિ, ઢોર ગતિ એ ઉત્પાદ છે, એનો અભાવ. જે ભાવ છે તેનો અભાવ કરીને. આહા...! સમજાય છે કાંઈ? ભાવ-અભાવ. જે આ સંસારમાં રાગથી મનુષ્ય ગતિ મળે છે, મનુષ્ય ગતિ એટલે) આ શરીર નહિ. આ તો જડ છે. અંદર મનુષ્યપણાની યોગ્યતા છે. એ ગતિનો ઉદય છે. એ ભાવ છે. એ ભાવનો અભાવ કરી નાખે છે. આહાહા...! ચાર ગતિમાં ઉત્પન્ન થવું અને ચાર ગતિમાં વ્યય થવું, ચાર ગતિ છે ને? મનુષ્ય, તિર્યંચપશુ, નીચે નરક છે, ઉપર સ્વર્ગ છે (એમ) ચાર ગતિ છે. ચારે ગતિ પરિભ્રમણનું કારણ છે. એ ભાવ જે ઉત્પન્ન થતા હતા તેનો અંતર અનુભવ કરતા કરતા પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ તો ભાવ જે ચાર ગતિના હતા તેનો અભાવ થઈ ગયો. અતીન્દ્રિય આનંદનો ભાવ પ્રગટ થયો ત્યારે ચાર ગતિના ઉત્પાદના ભાવનો અભાવ થઈ ગયો. અસ્તિ-નાસ્તિ. આહાહા...! સમજાય છે કાંઈ? “ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા.” ઝીણી વાત છે. વસ્તુનું સ્વરૂપ ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્ત સત્ છે. નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, જૂની અવસ્થાનો વ્યય થાય છેઅભાવ થાય છે, ધ્રુવપણે કાયમ રહે છે. એવી વસ્તુની સ્થિતિ છે. તો જ્યારે આત્માનો રાગથી ભિન્ન પડીને અનુભવ કર્યો, અનુભવ કરતા કરતા જ્યાં પૂર્ણ આનંદ પ્રગટ થયો, એ ભાવ પ્રગટ થયો. તો સંસારની ગતિનો જે ભાવ હતો એનો અભાવ થઈ ગયો. અંદરનો ભાવ હતો એ ભાવ પ્રગટ થયો અને ગતિનો ઉત્પાદ ભાવ હતો તેનો અભાવ થઈ ગયો. આહાહા..! મુમુક્ષુ :- ભાવઅભાવ, અભાવઅભાવ. ઉત્તર :– એ જુદી. એ ષટુ શક્તિ છે ને? એ જ્યારે ચાલે ત્યારે વાત, ભઈ! અહીં તો એટલી જ વાત કરી કે, આત્માના અંતર સ્વભાવમાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, બેહદ શાંતિ ને વીર્ય પડ્યું છે. એ અંતર ધ્યાનથી જે ભાવ અંદરમાં હતો એ પર્યાયમાં ભાવરૂપે આવ્યો, દશા પ્રગટ થઈ. એક વાત. અને જે ચાર ગતિનો ભાવ હતો, ઉત્પાદ ભાવ હતો એનો અભાવ કર્યો. આ ભાવનો ભાવ કર્યો અને આ ભાવનો અભાવ ભાવ કર્યો. આહાહા...! ફરીને, જે અંદરમાં ભાવ હતો-અનંત ચતુષ્ટય શક્તિ, એનો શક્તિરૂપ ભાવ હતો, સ્વભાવરૂપ ભાવ હતો, સ્વરૂપરૂપ ભાવ હતો તેને પ્રગટ પર્યાયમાં ભાવ કર્યો, અવસ્થામાં અનંત જ્ઞાન, અનંત દર્શન ભાવ આવ્યો. એ ભાવનો ભાવ થયો. અને જે ચાર ગતિનો ભાવ હતો તેનો અભાવ થયો. આહાહા.! શબ્દ શબ્દ ન્યાય ભર્યા છે. નિ ધાતુ છે. નિ ધાતુ (અર્થાતુ) લઈ જવું. જ્ઞાનને સત્ય તરફ લઈ જવું એનું નામ જાય. ન્યાય કહે છે ને? ન્યાયમાં નિ ધાતુ છે. ધાતુ કહે છે ને? નિ નામ લઈ જવું, દોરી જવું. જ્ઞાનને ત્યાં લઈ જવું. જેવું સત્ય છે ત્યાં લઈ જવું તેનું નામ જાય. લોજીક છે, ન્યાય છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કલશામૃત ભાગ-૬ અહીંયાં કહે છે, જે શક્તિરૂપ પરમાત્મા હતો. પ્રત્યેક આત્મા શક્તિરૂપે તો પરમાત્મા જ છે. તો પ્રગટરૂપ જ્યારે થયો, એનલાર્જ થયો. આહાહા...! અંતરના ભાવ ઉપર દૃષ્ટિ કરી અને સ્થિરતા થઈને અનુભવ કરતા કરતા અંદર શક્તિરૂપે જે ભાવ પૂર્ણ હતો, એ અવસ્થારૂપે–દશારૂપે બહાર પ્રગટ) થઈ ગયો. ભાવનો ભાવ થઈ ગયો. અને ચાર ગતિનો જે ભાવ હતો, ઉત્પાદ હતો, ઊપજવું હતું એનો અભાવ થઈ ગયો. આહાહા..! કહો, દેવીલાલજી! સમજાય એવું છે, નથી સમજાય એવું નથી. ભાષા તો બહુ સાદી છે. પણ ક્યારેય દરકાર કરી નથી. પૈસા ને બાયડી ને છોકરા ને ધંધા ધમાલ... ધમાલ... ધમાલ. મુમુક્ષુ :- જલ એક જ સમયે ગરમ પણ છે અને ઠંડું પણ છે, બેય વાત બરાબર બેસતી નથી. ઉત્તર :- જલ ઠંડું પણ છે એ સ્વભાવે ઠંડું છે. પર્યાયમાં ઉષ્ણ છે. અગ્નિનું નિમિત્ત છે. ઉષણ પોતાથી છે. જો ઉષ્ણ ન હોય તો પીવામાં ઉણતા કેમ લાગે છે? ગરમ છે. પર્યાયમાં ગરમ છે. મુમુક્ષુ - તે જ સમયે ઠંડું કેવી રીતે? ઉત્તર – શક્તિએ ઠંડું છે. સ્વભાવમાં ઠંડું છે, પર્યાયમાં નહિ. આહાહા.! જેમ પાણી ઉષ્ણ છે એમ આત્મા અજ્ઞાનપણે રાગ-દ્વેષમાં આકુળતામય દુખ છે. આત્માને દુઃખ છે. આનંદનું ભાન થયું ત્યારે આનંદ જે સ્વભાવમાં હતો એ પર્યાયમાં આનંદ આવ્યો તો દુઃખનો અભાવ થઈ ગયો. આહાહા.! ભાવનો અભાવ અને ભાવનો ભાવ. આહાહા...! આવું ત્યાં મુંબઈમાં મળે એવું નથી, રખડવાનું છે બધું. કાલે કો'ક આવ્યો હતો, કહેતો હતો, પોપટભાઈની દુકાનની જોડે અમારી દુકાન છે. કોક કહેતું હતું. હું કોક આવ્યું હતું કાલે. મને ઓળખાણ આપતા હતા, પોપટભાઈની દુકાનની જોડે અમારી દુકાન છે. હશે, આપણને કંઈ ખબર નથી. અહીં તો દુકાન આની–આત્માની છે. આહાહા..! ભાવનો અભાવ કરતું થકું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. જુઓ. ચાર ગતિ ઉત્પન્ન થવાનો અભાવ કરીને પોતાના સ્વભાવને પ્રગટ કરે છે. આહાહા.! શક્તિરૂપ તો છે. જેમ લીંડીપીપરમાં તીખાશ સોળ આના, ચોસઠ પહોર એટલે સોળ આના, રૂપિયે રૂપિયો અંદર ભરી છે. એ ઘૂંટવાથી બહાર આવે છે. અંદર શક્તિ છે એ વ્યક્તરૂપે થાય છે. એમ આત્મામાં આનંદ અને અનંત જ્ઞાન શક્તિરૂપે તો છે. પણ એનું ધ્યાન કરવાથી, શુદ્ધમાં રમણતા કરવાથી પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્યારે પૂર્ણ આનંદ પ્રગટ થયો એ મુક્તિ અને ચાર ગતિનો ભાવ હતો તેનો અભાવ થયો, એ દુઃખનો અભાવ થયો અને સુખની પ્રાપ્તિ થઈ. આ કેમ કહ્યું? ભાઈ! સમજાણું? આ ભાવ-અભાવનું કેમ કહ્યું? મોક્ષ-મુક્તિ છે ને? મુક્તિ છે એમાં મૂકાણો એવો શબ્દ છે. મુક્તિ છે ને? મુક્તિ. તો મૂકાણો, છૂટ્યો. એ માટે ભાવનો અભાવ કહ્યો. જે દુઃખનો ભાવ હતો, ચાર ગતિનો Page #443 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૨૯ ભાવ હતો એનો અભાવ કર્યો એટલે મુક્તિ તથઈ) અને જે ભાવ અંદરમાં હતો એ બહાર આવ્યો એ ભાવનો ભાવ થયો. આહાહા...! મુમુક્ષુ - રાગની સ્તુતિ છોડીને આત્માની સ્તુતિ કરવાની છે. ઉત્તર :- એ આવશે. બાકી બધું થોથા છે. એ આત્મા અંદર કેવો છે એની હજી ઓળખાણ નથી. શક્તિ શું છે, શક્તિવાન કોણ છે, એની દશા શું છે? એનું પહેલા જ્ઞાન કરવું પડે, ભાઈ! પછી એની યથાર્થ પ્રતીતિ થાય છે. આહાહા.. ભાવભાસન થવું જોઈએ નો ભાવમાં ખ્યાલ આવવો જોઈએ ને? કે, આ સાકર છે, આ કાળીજીરી છે. કાળીજીરી સમજાણું? કાળીજીરી કડવી હોય છે, કડવી. કડવાશ હોય છે. ચા બનાવે છે ને? કાળીજીરીની ચા બનાવે છે. કડવી, કફ છૂટો પાડવા માટે. અમે પહેલા પીતા હતા, બહુ કફ થતો હતો. કાળીજીરીની ચા. પછી ચા છોડી દીધી. ચા બિલકુલ નહિ. ૭૦ વર્ષથી ચા નથી પીધી. પહેલા પીતા હતા, કાળીજીરીની. કફ રહેતો હતો. કાળીજીરી સમજાણું? ગાંધીની દુકાને મળે છે. કડવા કડવા દાણા, એની ચા કરતા હતા. આહાહા...! એમ અહીંયાં ચાર ગતિ કાળીજીરીનો ભાવ હતો એનો અભાવ કરી નાખ્યો અને ભાવમાં જે ભાવ નહોતો, પર્યાયમાં–અવસ્થામાં ભાવ નહોતો એ ભાવનો ભાવ પ્રગટ કર્યો. આહાહા...! જુઓ તો અસ્તિત્વા સતુને સિદ્ધ કરવાની રીત. આહાહા. પૂર્ણાનંદના નાથ ઉપર દૃષ્ટિ પડતાં રાગની ક્રિયાથી ભિન્ન થઈને પ્રથમ તો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી સ્વરૂપમાં ઠરતા... ઠરતા... ઠરતા... ઠરતા ચારિત્ર પ્રગટે છે. સર્વથા ભાવ જે શક્તિરૂપે છે એ પ્રગટ થઈ જાય છે એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. અને મોક્ષ થયો તો કહે છે કે, સંસારનો દુઃખનો ભાવ હતો એનો અભાવ થયો તો મોક્ષ થયો. આહાહા.! લ્યો! ૨૧૭ (શ્લોક પૂરો) થયો. બે મિનિટ છે. (મંદાક્રાંતા) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितर्दशा दृश्यमानौ न किञ्चित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वद्दष्ट्या स्फुटन्तौ ज्ञानज्योतिर्खलति सहजं येन पूर्णाचलार्चिः ।।२६-२१८।। ખંડાન્વય સહિત અર્થ – “તઃ સચવૃષ્ટિ: યુરં તત્ત્વા તૌ ક્ષયા' (તા:) તે કારણથી (સીષ્ટિ:) શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ, (૮ તત્ત્વયા ) પ્રત્યક્ષરૂપ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ કલામૃત ભાગ-૬ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે (તો) રાગ-દ્વેષ બંનેને (ક્ષપયત) મૂળથી મટાડીને દૂર કરો. “ન જ્ઞાનજ્યોતિઃ સદનં વનતિ (મેન) જે રાગ-દ્વેષને મટાડવાથી (જ્ઞાનજ્યોતિઃ સદi qનતિ) જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “પૂર્ણાવતાર્વિઃ (પૂર્ણ) જેવો સ્વભાવ છે એવો અને (વન) સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો (ગર્વ) પ્રકાશ છે જેનો, એવી છે. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે–રિ જ્ઞાનનું જ્ઞાનમાં વાત ફદ રાગદ્વેષ મવતિ' (રિ) જે કારણથી (જ્ઞાનY) જીવદ્રવ્ય (અજ્ઞાનમાવાવ) અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ, તેને લીધે () વર્તમાન સંસાર–અવસ્થામાં (RTI મવતિ) રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય વ્યાપકરૂપ પોતે પરિણમે છે. તેથી તૌ વરસ્તુત્વપરિતદ્દશા દૃશ્યમાનો વિશ્વ” (તૌ) રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ પરિણામ (વરતુત્વપ્રદિશા દૃશ્યમાનૌ) સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં ન શિશ્ચિત) કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી, જીવની વિભાવપરિણતિ છે. તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે. આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે, શુદ્ધ પરિણતિ થાય છે. ૨૬-૧૧૮. (મંદાક્રાંતા) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटन्तौ જ્ઞાનજ્યોતિર્ધ્વતિ સન્ન ન પૂર્ણાવતાર્વિશારદ-૨૧૮ાા) અરે...! સમ્યગ્દષ્ટિ જીવો આહાહા...! જુઓ! છે? સમ્યગ્દષ્ટિ નામ સાચી દૃષ્ટિવંત જીવો. એટલે? “શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ... આહાહા.! જે અનાદિનું રાગના ને પુણ્યના ભાવનું વેદન છે, એ જ હું છું, એ તો મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહાહા. સમ્યગ્દષ્ટિ જીવ... આહાહા...! શું? “શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ... આહાહા.! સત્ય દૃષ્ટિવંત સમકિતી એને કહીએ. આહાહા.! શુદ્ધચૈતન્ય અનુભવશીલ. અનુભવ એકલું નથી લીધું, અનુભવશીલ. અનુભવ સ્વભાવ થઈ ગયો એનો. આહાહા..! શુદ્ધ ચૈતન્યના અનુભવશીલ. અનુભવશીલ સ્વભાવ થઈ ગયો. આહાહા! જેમ રાગનો અનુભવ હતો એમ શુદ્ધનો અનુભવ થઈ ગયો. અંતર્મુખ દૃષ્ટિ કરવાથી, રાગથી ભિન્ન થવાથી. આહાહા...! આવી વાતું છે, એમાં ક્યાંય હાથ આવે Page #445 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૮ નહિ. છે? પ્રત્યક્ષરૂપ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ...' આહાહા..! આનંદના નાથનો અનુભવ કરતા કરતા.. આહાહા..! અનુ-ભવ. ત્રિકાળી આનંદ છે એને અનુસરીને થવું, રાગને અનુસરીને થવું એ તો સંસાર છે, દુઃખ છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપને અનુસરીને થવું એ સમ્યગ્દષ્ટિનો અનુભવ તેના વડે રાગ-દ્વેષ બન્નેને મૂળથી મટાડીને દૂર કરો.' આહાહા..! એ પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન પડ્યો અને સમ્યગ્દષ્ટિ થયો. હવે સ્વરૂપમાં રમણતા કરીને એ રાગ-દ્વેષનો ત્યાગ કરે છે. આહાહા..! ત્યારે તને વીતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે. એનું નામ ધર્મનું ફળ મોક્ષ છે. એ આ ધર્મ અને આ ધર્મનું ફળ મોક્ષ. વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!) ૪૩૧ મહા વદ ૫, સોમવાર તા. ૨૭-૦૨-૧૯૭૮. કળશ-૨૧૮ પ્રવચન-૨૪૩ કળશટીકા’૨૧૮. ફરીને. તતઃ સમ્યવૃત્તિ: પુષ્ટ તત્ત્વવૃદ્યા તૌ ક્ષપયતુ' ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ ચાલે છે. કહે છે કે, હે સમ્યગ્દષ્ટિ! વસ્તુનો સ્વભાવ જેણે દૃષ્ટિમાં લીધો છે. ચૈતન્ય રત્નાકર ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, અચળ અને પૂર્ણ, એ પૂર્ણ છે અને અચળ નામ ધ્રુવ છે, ચળતું નથી એવી વસ્તુને જેણે અનુભવમાં લીધી છે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આહાહા..! એ સમ્યગ્દષ્ટિ જીવો, એમ કહે છે. શુદ્ધચૈતન્યઅનુભવશીલ જીવ,...' એમ. સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન્ય અનુભવશીલ જીવ. ત્રિકાળી જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરમ પવિત્ર અને આનંદ સ્વરૂપ, એનો અનુભવશીલ. એના અનુભવનો જેનો સ્વભાવ છે. આ ધર્મીની પહેલી સીડી. સમ્યગ્દષ્ટિ. આહાહા..! ‘શુદ્ધચૈતન્ય...’ ત્રિકાળી પરમ પવિત્ર પ્રભુ, ધ્રુવ સ્વભાવ જે છે એનો અનુભવશીલ છે. એ પર્યાય થઈ. શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ સત્તા, અસ્તિત્વપણે જે મહાપ્રભુ એનો અનુભવશીલ. એને અનુસરીને ભવવું નામ અનુભવ કરવો અને એ અનુભવ જેનો શીલ નામ સ્વભાવ છે.. આહાહા..! એ જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આહાહા..! સમજાણું કાંઈ? દં’ પ્રત્યક્ષરૂપ છે...' આહાહા..! ‘શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે...’ એ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ કલામૃત ભાગ-૬ “ તત્ત્વકૃત્ય “પુનો અર્થ પૂર્ણ આનંદ સ્વરૂપ, તેનો પ્રત્યક્ષ વર્તમાન અનુભવ. આહાહા...! એ અનુભવ “શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે.” એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવ વડે રાગ-દ્વેષને મટાડો, રાગ-દ્વેષને ટાળો. આહાહા.! સમજાણું કાંઈ? શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ... આહાહા. ‘તેના વડે રાગ-દ્વેષ બંન્નેને મૂળથી મટાડીને દૂર કરો.” આહાહા...! હૈ? બે વાત. એક તો ચૈતન્યસત્તા પૂર્ણ અચળ વસ્તુ જે છે, સત્તાપણે-હોવાપણે કાયમ એવો જે નિત્યાનંદ પ્રભુ, એનો અનુભવશીલ પ્રત્યક્ષ તેને આનંદના વેદનના અનુભવથી, એને રાગ ને દ્વેષ જે મલિન પર્યાય છે એને મટાડો. આવી વાત છે. પહેલા એનો જ્ઞાનમાં નિર્ણય તો કરે કે વસ્તુ તો આ છે. ધર્મ-સમ્યગ્દર્શન કેમ થાય અને સમ્યગ્દષ્ટિ હોય એ શું કરે? એમ વાત છે. આહાહા. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, જેનું તત્ત્વ અતિરૂપે મહાપ્રભુ પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાનાદિ એકરૂપ જેનું સ્વરૂપ, એવી સત્તાનો અનુભવ કરીને... આહાહા...! રાગ-દ્વેષને મટાડો. આહાહા.! રાગ-દ્વેષ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. પ્રથમ એણે શું કરવું? કે, એણે તત્ત્વ મહાસત્તા પ્રભુ છે ચૈતન્યજ્યોત, ચૈતન્ય રત્નાકર. ચૈતન્ય ચિંતામણિ વસ્તુ છે એની દૃષ્ટિ કરીને અનુભવ કરવો. આહાહા.! અને તે અનુભવી જીવે અનુભવ દ્વારા રાગ-દ્વેષને મટાડવા. આવી વાત છે. તો પછી આ ભક્તિ ને પૂજા ને મંદિર ને એ બધું ક્યાં ગયું? એ બધા રાગના નિમિત્તો છે. રાગને મટાડવો છે એને તો પહેલા રાગ વિનાની ચીજ જે શુદ્ધ ચૈતન્યઘન છે, અનંત અનંત ચતુષ્ટય શક્તિથી બિરાજમાન વસ્તુ છે, આહાહા...! આનંદનો બાદશાહ છે, પ્રભુ અતીન્દ્રિય આનંદનો રાજા છે તેને અનુભવવો). આહાહા.! મુમુક્ષુ :- રાજા મોટો કે બાદશાહ મોટો ઉત્તર :- બાદશાહ કહો કે રાજા કહો, અહીં તો એક જ છે. રાજ્યતે ઈતિ રાજા. પોતાના સ્વભાવની શોભાથી શોભે એ રાજા. આહાહા...! એ બાદશાહ છે, જગતનો જાણનારદેખનાર. જાણનાર-દેખનાર, હોં! આહા! એવા ભગવાનઆત્માને જેને હિત કરવું હોય એણે હિત સ્વરૂપે ભગવાન છે તેનો આશ્રય લઈને અનુભવ કરવો. આહા...! આવી વાત છે. અનુભવ કરીને “રાગ-દ્વેષ બંનેને મૂળથી મટાડીને દૂર કરો.” આહાહા...! કેમકે રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ એ દુઃખરૂપ છે. મટાડવા લાયક છે, રાખવા લાયક નથી. આહાહા.! ચાહે તો વ્યવહાર રત્નત્રયનો રાગ હો પણ એ મટાડવા લાયક છે, ટાળવા લાયક છે. એનાથી લાભ થાય નહિ, એને રાખવા લાયક છે નહિ. આહાહા.! એવી રીતે તેને સ્વરૂપના અનુભવથી મટાડો, એમ કહે છે. મુમુક્ષુ :- મહાવ્રત તો કુંદકુંદ ભગવાને પોતે પાળ્યા હતા. ઉત્તર :- મહાવ્રત પાળ્યા હતા ક્યાં? વિકલ્પ હતો તેને જાણતા હતા. પાળ્યા હતા Page #447 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૩૩ ઈ તો વ્યવહારનયથી કથન છે. પાળે કોણ? આહાહા. અહીં તો એ રાગ છે તેને પણ આત્માના અનુભવ દ્વારા ટાળો. એ મહાવ્રતના પરિણામ પણ સંસાર છે, રાગ છે. આહાહા...! જગપંથ છે. માર્ગ બહુ ઝીણો, બાપુ આહાહા...! અને પોતે તો મહાપ્રભુ છે. આહાહા...! જેના ચૈતન્ય રત્નાકર-દરિયા, રત્નો, ચૈતન્યના રત્નના દરિયા ભર્યા છે. આહાહા...! એ અતીન્દ્રિય રત્નનો દરિયો છે, પ્રભુઆહાહા...! ધ્રુવ, હોં! પૂર્ણ અચળ. કહેશે હમણા. પૂર્વનાર્વિ:” છે એ તો. પૂર્ણ સ્વરૂપ અને અચળ નામ પલટે નહિ એવી “ર્વિ' નામ જેનો પ્રકાશ છે. આહાહા...! આવી વાત છે. આ કાંઈ... જે રાગ-દ્વેષને મટાડવાથી...” “જ્ઞાનજ્યોતિઃ સદનં વનંતિ આહાહા.! “જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ...” જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જીવસ્વરૂપ. ત્રિકાળી ચૈતન્ય શુદ્ધ જીવસ્વરૂપ. રાગ-દ્વેષ મટાડવાથી. આહાહા.! છે? “શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું” જેવું છે, જેવું છે તેવું પ્રગટ થાય છે. આહાહા.! આવી વાતું. ઓલા રાડેરાડ પાડે, અરે...! આ તો વ્યવહારનો તો લોપ કરે છે. પણ વ્યવહારનો લોપ એટલે રાગનો લોપ કરવા માટે તો આ વસ્તુ છે. આહાહા...! મુમુક્ષુ :- નિશ્ચય વિના વ્યવહાર આવ્યો ક્યાં? ઉત્તર :- પણ એ માને છે. શું થાય? ભાઈ! પ્રભુ પ્રભુ... પ્રભુ! એને ક્યાં જાવું? ભાઈ તારે. તું તો પૂર્ણ અચળ “ર્વેિ પ્રભુ છો ના આહાહા.! પૂર્ણ ચળે નહિ એવી ચીજ ધ્રુવ, એવો તારો પ્રકાશ છે ને આહાહા...! એવા સ્વરૂપની રમણતા કરતા રાગ-દ્વેષને મટાડ. આહાહા..! કેવી છે એ ચીજ પ્રગટ થતાં? આહાહા.! જ્ઞાનજ્યોતિ “સહજ પ્રગટ થાય છે.” છે ને? સ્વભાવિક વસ્તુ છે તે પ્રગટ થાય છે. આહા...! કેવી છે જ્ઞાનજ્યોતિ?” એટલે કે શુદ્ધ જીવસ્વરૂપ. એમ. આહા.! શુદ્ધ જીવસ્વરૂપ કેવી છે જ્યોતિ એ? છે? “પૂવનર્વેિ જેવો સ્વભાવ છે એવો.” પૂર્ણનો અર્થ એમ કર્યો, જોયું? જેવો સ્વભાવ છે પૂર્ણ. આહાહા...! એક સમયની પર્યાય સિવાય તેનો સ્વભાવ તો પૂર્ણ (છે). જેવો સ્વભાવ છે એવો...” એની વ્યાખ્યા એવી કરી. પૂર્ણ એનો સ્વભાવ છે. એવો એનો અનુભવ કરતાં એ પર્યાયમાં સ્વભાવ પ્રગટ થાય છે. એ રાગ-દ્વેષ મટાડતાં તે પર્યાય પ્રગટ થાય છે. આહાહા...! મૂળ તાકાત એનામાં છે એની પ્રતીતિ આવતી નથી. બહારના ભપકાના આશ્ચર્યકારી દેખાવમાં રોકાઈ જતાં આશ્ચર્યકારી ચીજ અંદર છે તેમાં એને જાવું ફાવતું નથી. આહાહા.. સમજાય છે કાંઈ? આ બહારના બધા ભપકા તો મસાણના હાડકાના ફાસફૂસ છે. આહાહા...! અંદર તો ભગવાન અમૃતનો સાગર ડોલે છે. એવા પૂર્ણ અચળ “ર્વિ. પૂર્ણનો અર્થ કર્યો કે જેવો છે તેવો, એમ. વસ્તુ જેવી છે તેવી. આહાહા...! સત્તા–જેનું હોવાપણું જેવું છે તેવું. આહાહા...! પૂર્ણ જેવો સ્વભાવ છે એવો...” “અવન'. એ તો પૂર્ણનો અર્થ જેવો છે તેવો Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ કલશામૃત ભાગ-૬ કર્યો. હવે અચળનો અર્થ શું કર્યો? સર્વ કાળ પોતાના સ્વરૂપે છે...’ પોતાના સ્વરૂપે સર્વ કાળ ભગવાન પૂર્ણાનંદથી છે. આહાહા..! સર્વ કાળ એ તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંત સ્વરૂપ ત્રિકાળ છે. આહાહા..! આવી વાત. સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો..' જેવો સ્વભાવ છે એવો અને સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો. એમ. આહાહા..! શું કહ્યું ઇ? કે, પૂર્ણ નામ જેવો સ્વભાવ છે તેવો અને સદા કાળ પ્રકાશમાન રહે છે તેવો. આહાહા..! સમજાણું? પોતાના સ્વરૂપે છે.. છે. અચળ નામ એ સ્વરૂપે જ છે. આહાહા..! એવી ‘અર્નિ' પ્રકાશ છે જેનો....' એવી જ્ઞાનજ્યોતિ ભગવાનઆત્મા છે. આહાહા..! બહારની ચીજો એને ખેંચે છે, રાગ-દ્વેષ કરવા. અંદરમાં ખેંચાણ એનું થાતું નથી. આહાહા..! બહારની ચીજોમાં આકર્ષાય જાય છે, જેથી સ્વરૂપની પ્રતીતિ એને આવતી નથી. સ્વરૂપના સામર્થ્યનો ભરોસો, સ્વરૂપના સામર્થ્યનો ભરોસો વિસ્મયકારી, આશ્ચર્યકારી છે તે ભરોસો આવતો નથી. આહાહા..! સમજાણું કાંઈ? આવું છે, ઝીણું બહુ ભાઈ! આહા..! માણસે તો આ બહારની ક્રિયા કરો ને આ કો ને એમાં ને એમાં.. એ તો બધો રાગ છે, અહીં રાગને તો મટાડવાની વાત છે, રાખવાની વાત નથી. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે–' ઓલું પોતાનું સ્વરૂપ પહેલું કહ્યું. ‘પૂર્ણાવતાર્ત્તિ:’, પૂર્ણ જેવો સ્વભાવ છે તેવો, અચળ નામ ત્રણે કાળે એવો ને એવો જેનો પ્રકાશ છે એવો એ ભગવાન છે. આહાહા..! સમજાણું કાંઈ? દવા કાંઈ લ્યે, આ તાવ ઉપર, ઇ શું કહેવાય? ક્વીનાઈન. ક્વીનાઈન લ્યે તો એને ભરોસો કે આ તાવ મટાડશે. ભરોસો, જડનો ભરોસો (છે) એને. આહાહા..! મુમુક્ષુ :– ઇ ભરોસો સાચો છે. ઉત્તર ઃસાચો નથી. ઇ તો કેમ થાય છે એની ખબર નથી. આહાહા..! કોળિયો લાડવો આવડો નાખીને એને ભરોસો છે કે હેઠે ઊતરી જશે. એમ. અહીં શું છે? પોલાણ કેટલું છે? ક્યાં જાય છે એની ખબરું ન મળે. રોટલીનું બટકું, રોટલાનો કટકો ચાંક સલવાઈ જશે તો? એની શંકા નથી ત્યાં. પાણી પીવે તો ત્યાં... સલવાણો હોય, અટક્યો હોય ઇ પાણીમાં બહાર નીકળી જાય. આહાહા..! અહીં તો કહેવું છે કે, જગતના બાહ્ય પદાર્થના કારણ-કાર્યનો ભરોસો છે કે આનાથી આમ થાશે ને આનાથી આમ થાશે. રોટલા ખાઉં તો ભૂખ મટશે ને પાણી પીઉં તો તૃષા મટશે ને દવા ખાઉં તો રોગ મટશે, એ બધા ભરોસા. આહા..! એ ભરોસા કરનારો તો આત્મા જ છે, ઊંધો. તેં? આહાહા..! પણ એનું સ્વરૂપ એવું નથી. આહાહા..! સ્વરૂપ તો પૂર્ણાનંદથી ભરેલો અચળ એવી ને એવી જ્યોતિ સત્તા સદા કાળ ચૈતન્યના રત્નના ભરેલા દરિયાથી સમુદ્રથી ભર્યો પ્રભુ (છે). આહા..! એવા પ્રકાશને અનુભવ દ્વારા રાગ-દ્વેષને મટાડ. હવે એ રાગ-દ્વેષ કેવા છે એ કહેશે. ઓલું પહેલું સ્વરૂપ કહ્યું, હવે રાગ-દ્વેષ કેવા છે એ કહે છે. આહા..! Page #449 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૩૫ દિ જ્ઞાનમ્ અજ્ઞાનમાવા રૂદ રાષો મવતિ' આહાહા.... જે કારણથી જીવદ્રવ્ય....” વસ્તુ, ભગવાન આત્મા વસ્તુ. “અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે...... કર્મના સંયોગે તે પરિણમ્યું છે. એ વસ્તુ તો છે ઈ છે, પણ કર્મના સંયોગે અનાદિથી વિકારરૂપે પરિણમ્યો છે. આહાહા..! સમજાણું કાંઈ? આવું સ્વરૂપ છે, કહે છે. મુમુક્ષુ :- મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે કારણ હોય જ નહિ. ઉત્તર :- કારણ ન હોય, કારણ તો ના જ પાડે છે. કારણ ક્યાં કહે છે? અહીં તો કહે છે કે, અનાદિથી રાગની ઉત્પત્તિ એણે કરી છે કર્મના સંયોગથી. બસ એટલી વાત છે. સંયોગ એ તો બતાવ્યો. એનાથી થયું એમ અહીં કહ્યું નથી. એની સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી ને સંયોગ ઉપર દૃષ્ટિ છે તો એને લક્ષે રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. એ કર્મના સંયોગથી થઈ એમ કહેવામાં આવે છે. આહાહા. “અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે....' એ તો છે એટલી વાત સિદ્ધ કરવી છેઅહીં કર્મસંયોગ છે એટલું. અને પરિણમ્યો છે પોતે પોતાના ભાવને ભૂલીને. વિભાવપરિણતિમિથ્યાત્વરૂપ... આહાહા.. એ મિથ્યાત્વરૂપ પોતે પરિણમ્યો છે. કર્મના સંયોગને લક્ષે પોતે પરિણમ્યો છે. આહા.! કમેં એને રાગ-દ્વેષપણે પરિણમાવ્યો છે એમ નથી. આહાહા... મુમુક્ષુ :- કર્મસંયોગ એ અનાદિથી છે. ઉત્તર :- છે, વસ્તુ છે એના ઉપર લક્ષ છે, બસ! લક્ષ છે માટે રાગ-દ્વેષ કરે છે, પરિણમે છે. આહાહા.. ઈ કંઈ કર્મ પોતે રાગ-દ્વેષ કરાવતું નથી. કર્મને કર્મની ખબર નથી કે હું કોણ ચીજ છું? આહાહા.! અજ્ઞાનીને પોતાની ચીજ કોણ છે તેની ખબર નથી. આહાહા.! કર્મ ને શરીરને ખબર નથી કે અમે કોણ છીએ? એમ જેને અજ્ઞાન છે અને આત્મા કોણ છે, એવું અજ્ઞાનીને પણ ખબર નથી. આહાહા. માર્ગ બહુ બાપા એવો ઝીણો છે. લોકોને પછી નિશ્ચયાભાસ છે, વ્યવહારથી થાય નહિ એમ માને છે, માટે વ્યવહારને માનતા નથી એમ કહે છે. વ્યવહાર છે પણ વ્યવહાર ટાળવા જેવો છે. મુમુક્ષુ :- નિશ્ચય હોય ત્યાં સાચો વ્યવહાર હોય જ. ઉત્તર :- હોય તો છે ને. પૂર્ણ વીતરાગ ન હોય તો. આહાહા...! ટાળવું છે તો છે છે કે નહિ? છે એને ટાળવું છે કે નથી એને ટાળવું છે? આહાહા...! અને આ છે એને માનવો છે કે ન હોય એને માનવો છે? આહાહા...! ભગવાન ચૈતન્ય સ્વરૂપ... આહાહા.! અચળ પૂર્ણ “ર્વિ-પ્રકાશની મૂર્તિ પ્રભુ છે. અરૂપી ચૈતન્યપ્રકાશની મૂર્તિ ધ્રુવ ભગવાન છે. એને અનુભવ્યે રાગ-દ્વેષ ટળે છે. એ રાગ-દ્વેષ કેવા હતા? કેમ હતા? કે, એ કર્મના સંયોગે વિભાવરૂપે જીવ પરિણમ્યો તેથી તે રાગ-દ્વેષ હતા. આહાહા..! માર્ગ આવો છે. વીતરાગમાર્ગ એવો છે. અત્યારે તો બહુ ગડબડ થઈ ગઈ છે. આહા. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પ્રભુ દિવ્યધ્વનિમાં આ રીતે ફરમાવ્યું પ્રભુએ, એ સંતો Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ કલશામૃત ભાગ-૬ આડતિયા થઈને વાત કરે છે. માલ પ્રભુનો છે. આહાહા.... આહાહા...! અહીં કહે છે કે, વસ્તુ છે એ તો આવી પૂર્ણ છે, પણ ત્યારે આ વિકાર કેમ થયો? એમ કહે છે. એ વિકાર બીજી ચીજના સંબંધે, સંબંધે વિકાર ઉત્પન્ન થયો. આહાહા...! અહીં સંબંધ તોડ્યો અને ત્યાં સંબંધ જોડ્યો. આહાહા.! આવી ચીજ હવે. આહાહા.! નાની નાની ઉંમરના ચાલ્યા જાય છે. જુઓ તો વીસ વીસ વર્ષના બિચારા. ન્યુમોનિયા ને આ... આહાહા....! ઓહો.. આવી સ્થિતિમાંય ચૂરમું કરે. આહાહા...! મોતીનું ચૂરમું ને આ બધું જુઓને...! કુંડલાની વાત કરી ને કો'ક દર્શન કરવા આવ્યા, એ કહે, અમે આને માનતા નથી, પણ અમારો ભાઈ માને છે. એમ કરીને એ ચાંદીનું ઉપરનું લઈ ગયો. શું કહેવાય? સિંહાસન. ચાંદીનું સિંહાસન લઈ ગયો. અર.૨.૨! આ કરે છે? “કુંડલામાં. ભાઈએ હમણા વાત કરી. શું કરે છે? જીવા ભગવાનની મૂર્તિ એમાં મૂકી હતી એને હેઠે મૂકીને લઈ ગયો. દર્શન કરવા આવ્યા હતા. શું કરે છે આ? એ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે અને આમાં જાણે કરીને કાંઈક મળી જશે. પણ પા કલાકમાં પાંચસો રૂપિયાનું સિંહાસન મળે. શું કરવા પાંચસો રૂપિયાનું હશે. એ વળી વેચે. આહાહા.! શું કરે છે ? ક્યાં જાવું છે પ્રભુ તારે? આહાહા...! તારી હોવાવાળી ચીજને તો કબુલતો નથી અને તારામાં નથી એવી ચીજને કબુલીને તું એવું કરે છે. શું કરે છે તું આ? પ્રભુ તને લાંછન છે આ. આ રાગ-દ્વેષ છે ઈ લાંછન છે, કલંક છે. આહાહા...! એવો નિષ્કલંક ભગવાન આત્મા, એને અનુભવ્યું તે રાગ-દ્વેષની ઉત્પત્તિ સંયોગે થાય તેનો નાશ કરી શકે છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવું છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આહાહા..! મુમુક્ષુ :- અનાદિથી કર્મસંયોગ છે. ઉત્તર :- અનાદિ છે ને, અનાદિ છે ને. છે અનાદિ એટલી વાત છે. એનાથી થયું છે ઈ પ્રશ્ન અહીં નથી. એ વસ્તુ અનાદિની છે, વિકારનો ભાવ એ સંયોગે અનાદિથી કરે છે, બસ એટલું. મુમુક્ષુ :- રાગ પહેલા થયો કે કર્મ પહેલા થયા? ઉત્તર :- કર્મ-ફર્મ બેય અનાદિથી સાથે છે. કર્મ ઉપર લક્ષ જાય છે તો કર્મ ચીજ છે ને? લક્ષ જાય છે ત્યારે રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે, બસા મુમુક્ષુ :- કર્મનો ઉદય તો અંતર્મુહૂર્ત પછી આવે છે. ઉત્તર :- ઉદય-હૃદયની કંઈ વાત નથી. ઉદય આવે જડમાં. અહીં તો એના ઉપર લક્ષ કરે છે ત્યારે રાગ-દ્વેષ થાય છે એટલી વાત છે. આહાહા...! કર્મથી થતા નથી. કમેં કરાવ્યા નથી. ફક્ત કર્મ નિમિત્તરૂપે સંયોગરૂપે છે એટલું સિદ્ધ કર્યું છે. આહાહા... રાગદ્વેષ કેમ થાય એની ઉત્પત્તિની વાત કરી છે કે, સંયોગના લક્ષે ઉત્પત્તિ થાય છે. અને Page #451 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૩૭ સ્વભાવના અનુભવે તેનો નાશ થાય છે. આહાહા..! આવી વાત છે ક્યાં? પરમેશ્વર વીતરાગ સિવાય... અને તે પણ દિગંબર સિવાય... આહાહા...! દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે તેવું ભગવાને જોયું તેવું કહ્યું, તેવું બતાવ્યું. આહાહા...! આવો માર્ગ, અરે ! જેને સાંભળવા ન મળે અરે.! શું થાય? ક્યાં જાય? સમજાણું કાંઈ અહીં તો બે વાત સિદ્ધ કરી. એક કોર ભગવાન પૂર્ણ અચળ “ર્વેિ બિરાજે છે. આહાહા.! એટલે? જેવો જેનો સ્વભાવ છે તે રીતે, પૂર્ણ રીતે પ્રકાશે છે. આહાહા. અને એક બાજુ કર્મના સંયોગે રાગ-દ્વેષની ઉત્પત્તિ કરે છે. એ પોતે પોતાના અપરાધથી કરે છે. કર્મથી વિકાર થાય છે અને કર્મ કરાવે છે એ વાતમાં એકેય દોકડો સાચો નથી. વાંધા અત્યારે આખા ઈ છે ને? કર્મને લઈને થાય, કર્મને લઈને થાય. આહાહા...! આ શ્લોક પણ ૩૭૨ ગાથા પહેલાનો છે. ૩૭૨ ગાથા છે ને કુંભાર ઘડો કરે છે એ અમે જોતા નથી. એમ ‘અમૃતચંદ્રાચાર્યદેવ પોકારે છે, એમ કુંદકુંદાચાર્યદેવ પોકારે છે. ઘડો કુંભારથી થયો એમ અમે જોતા નથી, અમને દેખાતું નથી. ઘડો માટીથી થયો એ અમે જોઈએ છીએ. આહાહા..! હું આવું છે. એના પહેલાનો આ શ્લોક છે. ૩૭૨ ગાથા છે ને? એના પહેલાના આ બે શ્લોક છે. આહાહા.! એના પછીનો ઓલો આવશે “ફિર ભવતિ |ષતોષપ્રસૂતિઃ આહાહા.. થોડું પણ સત્યને સત્ય રીતે એણે જાણવું જોઈએ. ગોટા વાળીને સત્ય જાણે ઈ સત્ય નહિ. આહાહા...! અહીં તો પ્રભુ એમ કહે છે, પ્રભુ તું પરમાત્મા મારી જાતની જાત છે તારી. આહાહા...! મારી નાતનો તું છો. સમજાણું કાંઈ? પણ તારી દશામાં તેં કર્મના સંયોગે વિકાર ઉત્પન્ન કર્યો તે તેં અપરાધ કર્યો છે. આહાહા... એ તો રાગ-દ્વેષની ઉત્પત્તિ છે એમ સિદ્ધ કર્યું, એટલું. હવે છે એને ટાળવાને માટે આ વાત ચાલે છે. આહા! આવી વાત તો સાંભળતા પણ કેટલાકને મુશ્કેલ પડે. શું કહે છે આ? કઈ વાત કરે છે આ? આહાહા...! બાપુ! મારગડા આ છે, ભાઈ! આહાહા.! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ વીતરાગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ અને દિગંબર સંતોએ જે વાત કરી છે (એ) ત્રિકાળ પરમસત્ય છે. આહા...! એને સમજતા લોકોને આવડતું નથી. વાડામાં પડ્યા એનેય ખબર નથી. આહા...! અહીં કહે છે કે, ભગવાન એક બાજુ પૂર્ણ છે. જેવો સ્વભાવ છે તેવો જ પૂર્ણ રીતે છે અને એક બાજુ રાગ-દ્વેષની ઉત્પત્તિ સંયોગને લક્ષે થાય છે. છે ને? એ મિથ્યાત્વરૂપ ભાવ છે, એમ કીધું, જોયું? “વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ....” છે. આહાહા.! સંયોગને લક્ષે વિભાવ થાય છે એ મારો છે એ માન્યતા જ મિથ્યાત્વ છે. આહાહા...! શું કહ્યું છે? કે, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તેને ભરોસે જાવું એ સમ્યક્ છે, પણ આ કર્મના સંયોગે વિભાવ થાય તે મારા, એમાં જાવું એ મિથ્યાત્વ છે. આહા...! હવે આમાં વાદવિવાદ મોટી ચર્ચા ચાલે, લ્યો. “વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી, ૨૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કલામૃત ભાગ-૬ વર્ષ પહેલા. નિમિત્ત-કર્મથી કાંઈ થતું નથી. તો એ કહે નહિ. જ્ઞાનાવરણીય કાંઈ કરતું નથી. તો કહે, કરે છે. અરે. પ્રભુ! શું છે? એનો વાંક નથી, એ પ્રથા હતી. એને પ્રથા હતી. આ પ્રથા એને ખ્યાલમાં જ આવી નહોતી. વિકાર પોતાથી સ્વતઃ પોતાથી અપરાધ કરે છે. આહાહા...! ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે, બસ એ નિમિત્ત કંઈ કરતું નથી. આહાહા...! એ તો હમણા કૈલાસચંદજી એ સિદ્ધ કર્યું. તે દિ તો નહોતું. “સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નહિ, પણ નિમિત્તથી પરમાં થાય છે એમ માનતા નથી. બે વાત હમણા કબુલ કરી છે. એક ક્રમબદ્ધની કબુલાત તે દિ નહોતી. ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ બરાબર છે, એમ માન્યું છે. આહા. બાપુ! આ તો માર્ગ વીતરાગનો (છે). આહાહા. ત્રિલોકના નાથે સીમંધર ભગવાને પ્રકાશ્યો છે તે આ માર્ગ છે. આહાહા...! અરે.. નયનને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ'. મારા સમ્યફ નેત્ર વિના મેં ચૈતન્ય-ભગવાનને જોયા નહિ, નિહાળ્યા નહિ અને મિથ્યાત્વને કારણે મેં રાગને જ પોતાનું સ્વરૂપ માન્યું. આહાહા.. કેમકે જે સત્તા પૂર્ણ શુદ્ધ છે એ સત્તા નજરમાં આવી નહિ અને રાગની સત્તા છે એમ નજરમાં આવી, આહાહા. એથી એને એમ થયું કે રાગ તે હું છું. તે મિથ્યાત્વભાવ છે. આહાહા...! મુમુક્ષુ :- અજ્ઞાનીને રાગનો કર્તા કહ્યો છે. ઉત્તર :- કહ્યો છે, કીધું નહિ કર્તા છે ઇ. મિથ્યાત્વી. અજ્ઞાન કર્તા છે, મિથ્યાત્વનો કર્તા ઈ છે. કર્મએ મિથ્યાત્વ કરાવ્યું છે એમ કંઈ છે નહિ. આહાહા...! રાગનો કર્તા અજ્ઞાની પોતે છે. અહીં પાઠમાં ઈ આવ્યું હતું ને? “જ્ઞાન” જ્ઞાનમાવાત’ છે ને? પહેલા પદમાં બીજો બોલ. “રા+Iષાવિદ દિ મતિ જ્ઞાનમજ્ઞાનમાવાત’ આહાહા.! ભગવાન જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ તે “અજ્ઞાનમાવીત રાગ-દ્વેષ કરે છે, અજ્ઞાનથી. આહાહા.! સમજાણું કાંઈ? એ મિથ્યાત્વભાવરાગ-દ્વેષ કર્મ કરાવે છે, કર્મ છે તો વિકાર મારામાં થાય છે. પણ તારામાં અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી માટે વિકાર થાય છે. સત્ય તો એ છે. આહાહા...! કોઈ દ્રવ્યને કોઈ દ્રવ્ય અડે છે ક્યાં? આહાહા...! કર્મનો સંયોગ કંઈ જીવને અડતો નથી. ફક્ત સંયોગ ચીજ છે. ત્યાં એનું લક્ષ જાય છે. એટલી વાત છે. એ લક્ષ જાય છે પણ રાગ કંઈ એને અડતું નથી. રાગ કરે ઈ રાગ કંઈ કર્મને અડતો નથી, તેમ કર્મનો ઉદય છે ઈ કંઈ રાગને અડતો નથી. આહાહા.! આવું છે, ભાઈ! દુનિયા ગમે તે માનો, ગમે તે કલ્પો પણ વસ્તુ તો આ છે. મુમુક્ષુ – ઈશ્વર કર્તા નથી તેથી જે જીવ જેવું કર્મ કરે તેવું ભોગવે. ઉત્તર :- એ અજ્ઞાની છે, મૂઢ છે. ઈશ્વર કર્તા માને અને આ કર્મ કર્તા માને. ઓલો ઈશ્વર ચૈતન્ય છે ઈ કર્તા માને અને આ કર્મ કર્તા માને, જડને કર્તા માને. મહામૂઢ છે. મુમુક્ષુ - ભગવાન ઉપર દોષ નથી નાખ્યો, કર્મ ઉપર દોષ નાખ્યો. ઉત્તર :કીધું ને કે, જડ અમને કરાવે. ઓલો ઈશ્વર અમને કરાવે. એ તો ચૈતન્ય Page #453 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૩૯ છે અને આ જડ માટી કર્મ છે ઇ અમને કરાવે. આહાહા.... વિભાવનું પરિણમન તો પોતાનું પોતાથી પારને લક્ષે પોતે અપરાધ કરે છે. પરથી બિલકુલ એક દોકડોય નહિ. આહાહા...! વિકારમાં કર્મનો એક દોકડાય નહિ. દોકડાને શું કહે છે? ટકા? એ મોટી ચર્ચા થઈ હતી, અહીં શેઠ આવ્યા હતા. પહેલાવહેલા આવ્યા ને શેઠ અહીં “હુકમીચંદજી'! (સંવત) ૨૦૦૫ની સાલ. ૨૯ વર્ષ થયા. ‘જીવણધર પંડિત સાથે હતા. ઈ કહે, નિમિત્તના પચાસ દોકડા રાખો અને પચાસ રાખો આની કોરના-ઉપાદનના. અમારે વળી દામોદર શેઠ હતા ઈ તો વળી કહે કે, તમે મહારાજ બહુ પુરુષાર્થની વાત કરો છો, આત્માથી જ ઊંધું થાય. તો એકાવન દોકડા પુરુષાર્થના રાખો અને ઓગણપચાસ ટકા રાખો કર્મના. આ તો ૧૯૮૩ ની સાલ પહેલાની વાત છે. કીધું. એકેય દોકડો નહિ. કર્મમાં કર્મના સો દોકડા અને વિકારમાં વિકારના સો દોકડા, પોતાથી. થોડો આનો ભાગ અને થોડો આનો ભાગ એમ છે નહિ કાંઈ. આહાહા...! અરે. એ ભૂલ શું કરે છે એની પણ જેને યથાર્થ પ્રતીતિ નથી. એ ભૂલ કરાવે છે કર્મ. આમાં તો આપણે આવે છે, સ્તુતિમાં નથી આવતું? ભગવાનની સ્તુતિમાં. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ આવે છે? “ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિ આવે છે. કર્મ બિચારે કૌન' હૈ “કમ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ આહાહા.! કર્મ જડ છે એ પરદ્રવ્યને અડતું નથી ને તને રાગ-દ્વેષ કરાવે? અર.૨.૨.! મુમુક્ષુ - જે નોકર્મમાં દોષ નાખે એ કરતા તો સારું ને ઉત્તર:- બધા સરખા આવશે હમણા અહીં. અહીં આવશે. એ આવશે જુઓ ઓલામાં. આઠ કર્મ, શરીર, પછીના શ્લોકમાં આવશે. ૨૧૯. ૨૧૯ની પાછળ છે, જુઓ! “આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઈત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી; છે? આહાહા...! આ વાત તો અમારે (સંવત) ૧૯૭૧થી ચાલે છે. સંપ્રદાયથી વિરુદ્ધ. ૧૯૭૧ની સાલ, કેટલા વર્ષ થયા? ૬૩. ત્યારથી ચાલે છે. ઓલો કહે, સંશય મિથ્યા ભ્રમણા કર્મથી થાય. બિલકુલ હરામ છે, કીધું ભ્રમણા કર્મથી થાય તો. ભ્રમણા પોતે ભગવાનને ભૂલીને ભ્રમણા પોતે ઉત્પન્ન કરે છે. આહાહા...! પછી આ એમ કહે, પચાસ દોકડા આ રાખો અને પચાસ આ રાખો. મુમુક્ષુ :- એકાવન રાખો આપણે. ઉત્તર – ઈ તો વળી શેઠ કહેતા હતા. એકાવન પુરુષાર્થના રાખો અને ઓગણપચાસ કર્મના રાખો. પંડિતો કહે, “કાનજીસ્વામી' કહે છે ઈ માનવું પડશે. આહાહા...! આ ચીજ બાપુ! આ તો પરમસત્યનો પ્રવાહ આવ્યો છે. આહાહા...! અહીં તો કહે છે, બેસે ન બેસે સ્વતંત્ર છે. માને ન માને, બીજી રીતે કહ્યું કે આ તો એકાંત છે, કર્મથી વિકાર ન થાય? શાસ્ત્રમાં કાર્યના બે કારણ કહ્યા છે. એક કારણને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ કલામૃત ભાગ-૬ તો ઔપચારિક નિમિત્તને દેખીને ઉપચાર કર્યો છે. ખરું કારણ તો પોતે જ છે. આહાહા...! અને મોક્ષના માર્ગ માટે પણ બે કહ્યા છે. બે નહિ, બાપુ એક જ મોક્ષનો માર્ગ છે. બે મોક્ષના માર્ગનું કથન તો નિરૂપણમાં છે. કથનમાં છે, વસ્તુ નહિ. વસ્તુ તો એક જ મોક્ષમાર્ગ છે. ભગવાન આત્માના અવલંબે દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા ઉત્પન્ન થાય એ એક જ મોક્ષમાર્ગ છે. વચ્ચે રાગ આવે એ મોક્ષમાર્ગનો આરોપ કરીને કથન કર્યું છે. એ છે બંધનો માર્ગ. આહાહા.આહાહા...! એક પીડા રાત્રે માથાની થાય કે શૂળ ચડે એ એક રાત્રિ જાવી મુકેલ પડે છે એને. હૈ? અરે.! એમ બોલે કે, આજે તો મોટી રાત થઈ પડી. બાપુ! રાત તો એ છે ઈ છે. આહાહા.! એવી પીડા ઉપડે. આહાહા...! ભગવાન! એ તો સાધારણ દુઃખ છે. એથી તો અનંતગુણા દુઃખો નરકમાં ભોગવ્યા, ભાઈ! આહાહા...! એ તારી દુખની દશા સાંભળીને લોકો રોવા મંડ્યા. એવા તારા દુઃખ છે, ભાઈ! આહાહા...! નરક ને નિગોદમાં બાપા તેં કાળ ગાળ્યા, ભાઈ! એ આ મિથ્યાત્વને લઈને છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ પડ્યા છે. આહાહા.! અહીં કહે છે. પણ એ મિથ્યાત્વ કર્યું કેમ? કે. કર્યું તેં. કર્મને લઈને મિથ્યાત્વ થયું. છે માટે ભૂલ થઈ છે એ વાતમાં એકેય દોકડો સાચો નથી. દોકડો એટલે ટકો. આહાહા...! આ તો જૈનમાં જન્મ્યા હોય છે પાધરા ઈ જ માને. કર્મને લઈને વિકાર થાય અને શુભભાવથી ધર્મ થાય. એટલે કર્મને લઈને ધર્મ થાય. આહાહા! કર્મને લઈને ભાવ શુભ થાય અને શુભભાવને લઈને મોક્ષ થાય, તો કર્મને લઈને મોક્ષ થયો. આહાહા...! મુમુક્ષુ – શાસ્ત્રમાં લખાણ તો એમ જ આવે કે, અંતરંગ-બહિરંગ વ્યાપ્તિથી કાર્ય થાય. ઉત્તર :- એ વ્યાપ્તિ-વ્યાપ્તિ વ્યવહાર, વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિનો અર્થ ૮૪ ગાથામાં કર્યો છે. બાહ્ય ચીજ છે એટલું. વ્યાપ્તિ પોતામાં છે, બસ વ્યાપ્ય-વ્યાપક પોતામાં , પરની સાથે વ્યાપ્તિ કાંઈ છે જ નહિ. એ ૮૪ ગાથામાં આવે છે એનો અર્થ ઊંધો કરે છે. બાહ્ય વ્યાપ્તિ છે. વ્યાપે કેવી રીતે? બાહ્ય ચીજ છે. આહાહા..! આત્મા વ્યાપક અજ્ઞાનભાવે અને વિકાર વ્યાપ્ય અજ્ઞાનભાવે. બસમાં વ્યાપ્ય એટલે કાર્ય, કાર્યનું કારણ પોતે અજ્ઞાનભાવ અને વિકાર તેનું કાર્ય. આહાહા.. એમાં કર્મનો કાંઈ દોષ જરીયે હરામ છે, કહે છે, બાપુ આહાહા..! તું અપરાધી થઈને વિકાર કર અને નાખ કર્મને માથે. કહ્યું છે આમાં-મોક્ષમાર્ગ પ્રકાશકમાં. ત્યાં કહ્યું હતું, તે દિ ત્યાં ૨૧ વર્ષ પહેલા. બધા બેઠા હતા, “વર્ણજીને બધા (બેઠા હતા). જૈનની આજ્ઞા માન તો આવી અનીતિ સંભવે નહિ. એવો પાઠ છે. એવી અનીતિ સંભવે નહિ. કર્મ વિકાર કરાવે એ તારી અનીતિ છે, પ્રભુ! તને ખબર નથી. આહાહા.! જિનાજ્ઞા માન ને વીતરાગને માનતો હો તો આ તો અનીતિ છે મોટી. પણ ઈ કયાં નવરાશ છે? જે વાડામાં પડ્યો ઈ પડ્યો ને એમાંથી જરી કલાક, અડધો કલાક ભાગ લ્ય એ પણ ઉપરટપકે Page #455 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૪૧ ઓલો કહેતો હોય છે માને ને ચાલ્યા જાય. આયુષ્ય પૂરું થઈ જાય. આહાહા. હૈ? શું? મુમુક્ષ :- કર્મના સંયોગથી પોતે પરિણમે છે. ઉત્તર :- સંયોગથી પરિણમે છે પોતે. સંયોગનું લક્ષ કરે છે માટે પરિણમે છે, એમ કહે છે. અડતો નથી. સંયોગ છે, સ્વભાવ નથી. સંયોગી ચીજ છે એટલું કહ્યું. સંયોગને લક્ષે, લક્ષ ત્યાં છે ને એનું? અહીં સત્તાનું લક્ષ તો છે નહિ. એ રીતે પરિણમે છે પોતે પોતાથી. જરીયે કર્મનો દોષ નથી. આહાહા.! જુઓ છે એમાં રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ” થાય છે. જુઓ! “શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે.” રાગ-દ્વેષ કેવો છે? વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ” છે. આહાહા...! સંયોગના લક્ષ, સંયોગથી નહિ. આહાહા.! અરે.રે.! ધર્મને બહાને પણ સલવાય છે ને સાધુ થાય છતાં ત્યાં એમ માને કે, કર્મને લઈને વિકાર થાય. એવું લખે છે. છાપામાં આવે છે. સોનગઢ વાળા કર્મથી વિકાર થાય એમ માનતા નથી. નહિ, ભૂલ છે. એવું છાપામાં આવે છે. અરે. પ્રભુભાઈ! તને ખબર નથી. એ અપરાધ પણ પોતે પોતાથી કરે છે. - આજે વળી બરાબર ઊંઘ નહોતી, કાલથી તે આ જ એવું ચાલ્યું કે, જુઓ! શાસ્ત્રમાં જુઓ તો ખરા. વિકારના પરિણામ ષકારકરૂપે પર્યાય પોતે કરે છે. વિકારના પરિણામ... આમ તો આપણે બધું કહ્યું. વિકારી કે અવિકારી પર્યાય થાય એ ષટૂકારકના પરિણમનથી પોતાથી છે. નિમિત્તથી નહિ, દ્રવ્ય-ગુણથી નહિ. આહાહા...! ષકારકનું પરિણમન પર્યાયમાં જે વિકૃતની અવસ્થા (થાય) એ પર્યાય પોતે કર્તા, પર્યાય પોતે કાર્ય, પર્યાય પોતે સાધન. કર્મ-બર્મ કાર્ય ને કર્મ સાધન-ફાધન નહિ, એમ અહીં તો કહે છે. આહાહા...! એ વિકૃત પર્યાયનો આધાર પર્યાય, વિકૃતથી વિકૃત થયું છે, કર્મથી નહિ. આહાહા! અને વિકૃત થઈને વિકૃતમાં રહ્યું છે. વિકાર કર્મમાં રહ્યો છે એમ નહિ. તેમ એ વિકાર દ્રવ્ય-ગુણમાં રહ્યો છે એમ નહિ. ન્યાયથી એણે પકડવું પડશે ને આ તો. આહા...! અરે. આવા વખત ક્યારે મળે? ભાઈ કહો. વીતરાગનો માર્ગ ક્યારે સાંભળવા મળે? એ તો મહા દુર્લભ ચીજ છે. વીતરાગ કહે છે એ પ્રમાણે હોય ત્યારે ને? આહાહા...! ‘તેને લીધે વર્તમાન સંસાર-અવસ્થામાં. “Iષ મવતિ’ જોયું? ‘રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે.” જોઈ ભાષા? આહાહા.... શું કીધું છે? પર્યાય એ જ વ્યાપક છે અને પર્યાય એ જ વ્યાપ્ય છે ખરેખર તો. દ્રવ્ય કંઈ વ્યાપક-લાંબુ થતું નથી. આહાહા.! એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષના પરિણામમાં વ્યાપક પણ પોતે અને વ્યાપ્ય પણ પોતે. કર્મ વ્યાપક અને વ્યાપ્ય આ વિકાર એમ છે જ નહિ. આહાહા.! અરે.. એને કેટલી ભૂલો ટાળવી અને ભૂલ ટાળવાનું સાધન શું? ઈ અંદર કહેશે. આહાહા.! વ્યાપ્ય-વ્યાપકરૂપે...” વ્યાપ્ય એટલે અવસ્થા–કાર્ય. વ્યાપક એટલે કારણ. કારણ-કાર્યરૂપે પોતે પરિણમે છે. આહાહા...! વિકારનું કારણ કર્મ અને કાર્ય વિકાર વ્યાપ્ય એમ છે નહિ. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કલશામૃત ભાગ-૬ આ ગોટો ત્રણે સંપ્રદાયમાં છે. ઓલામાં તો હોય. સ્થાનકવાસી શ્વેતાંબર તો વ્યવહાર પ્રધાન થઈને એણે શાસ્ત્રો બનાવ્યા. આ તો પરમ શાસ્ત્ર છે, ભગવાનના કહેલા છે. આ સંતોના કહેલા એ ભગવાનના જ કહેલા છે. આહાહા...! એનામાં પણ એ છે, આમાં પણ આવો જ અર્થ કરે છે માળા બધાય. મોટી તકરાર છે. (સંવત) ૨૦૧૩ની સાલ. નહિ, જ્ઞાનાવરણીય કર્મ આત્મામાં જ્ઞાનની દશા હિનાધિક કરે છે એ નહિ. પોતાથી હિનાધિક થાય છે. શું જ્ઞાનાવરણીય કંઈ કરતું નથી? નહિ. અગિયાર અંગ માનવાવાળો હોય તોય નહિ. જ્ઞાનાવરણીય કરે છે? જ્ઞાનની હિણી દશા જ્ઞાનાવરણીય વિના થાય છે? આહાહા.! મુમુક્ષુ :- શાસ્ત્રમાં લખાણ આવે કે, ભાવક કર્મ અને ભાવ્ય રાગ-દ્વેષ. ઉત્તર :- ઈ બીજી રીતે છે. એ તો સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ. સ્વભાવની દૃષ્ટિ થઈ, શુદ્ધ ચૈતન્ય ભગવાનને જોયો, માન્યો પછી વિકત અવસ્થા એનું વ્યાપ્ય નહિ. પછી જ્ઞાનનું શેય છે. માટે કર્મ વ્યાપક અને વિકાર વ્યાપ્યા. પછી જ્ઞાનનું શેય છે માટે કર્મ વ્યાપક અને વિકાર વ્યાપ્ય, પણ આ અપેક્ષાએ. કર્મથી થયું છે એમ નહિ. પણ સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ સમ્યગ્દર્શનમાં આવ્યો એટલે એનું વ્યાપ્ય હવે વિકાર કેમ હોય? વસ્તુ છે એ તો નિર્વિકાર છે, ગુણો નિર્વિકાર છે, એનું વ્યાપ્ય વિકાર કેમ હોઈ શકે? એ દૃષ્ટિની અપેક્ષાએ (વાત છે). આહાહા...! અહીં તો હજી તો મિથ્યાત્વ દશામાં જે વિકાર થાય છે એ વ્યાપ્ય ને વ્યાપક જીવ પોતે જ છે. પરનો એક લેશમાત્ર અંશ નથી. આહાહા.! સમજાણું કાંઈ? એ કહ્યું, જુઓ! રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે. જોયું? “તેથી.. તો વરસ્તુત્વપ્રળિદિશા દૃશ્યમાની વિશ્વત’ આહાહા...! રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ, પરિણામ...” “વસુત્વપ્રળિદિશા દૃશ્યમાનો ‘સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં.... આહાહા.! ભગવાન આત્માનું સત્તાનું કાયમનું હોવાપણું અસલી આનંદ અને જ્ઞાનના સત્તાના હોવાપણાથી વિચારતાં. આહાહા.! આવું છે. “વરસ્તુત્વ છે ને શબ્દ “વરસ્તુત્વપાદિત' “સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં કાંઈ વસ્તુ નથી.” રાગ વસ્તુમાં ક્યાં છે? એ તો અજ્ઞાનભાવે ઉત્પન્ન કરેલો વિકારભાવ છે. વસ્તુદૃષ્ટિએ જોતાં એ વસ્તુ છે જ નહિ. અંદરમાં પણ નથી, પર્યાયમાં કયાં આવી છે? આહાહા.! હવે આવું પર્યાય ને આ ને આ. ક્યારે સમજવું આમાં? અમારે બાયડી, છોકરા પકડ્યા છે એને નભાવવા કે આમાં આ ધંધો કરવો અમારે? પ્રવીણભાઈ'! આહાહા....! બાપુ! કરવાનું તો આ છે. એ પોપટભાઈ' કહીને નથી ગયા? હું કહી ગયા છે? કરવાનું તો આ છે. આહાહા.! “ચંદુભાઈ છે? નથી? ગયા, ઠીક! આહાહા.! શું કહ્યું? વસ્તુત્વ ઉપર દૃષ્ટિ દેતાં. વસ્તુ એટલે ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પૂર્ણ અર્ચિ એના ઉપર દૃષ્ટિ દેતાં એ રાગ-દ્વેષ કોઈ વસ્તુ છે જ નહિ. સમજાય છે કાંઈ? આહાહા.. કાંઈ વસ્તુ નથી.” ભાવાર્થ બાકી છે, વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #457 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૩ મહા વદ ૬, મંગળવાર તા. ૨૮-૦૨-૧૯૭૮. કળશ-૨૧૮, ૨૧૯ પ્રવચન-૨૪૪ ૨૧૮ કળશ, છેલ્લી પાંચ લીટી છે. ભાવાર્થ છે ને? ભાવાર્થ. “ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે.” શું કહે છે? આ આત્મા છે એ એક વસ્તુ છે. સત્તા અનાદિઅનંત વિદ્યમાન પદાર્થ છે આત્મા. “તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી.” આત્મામાં પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભભાવ થાય તે રાગ-દ્વેષ છે, એ કોઈ કાયમની ચીજ, રહેનારી કોઈ ચીજ નથી. જેમ ભગવાનઆત્મા ચિઠ્ઠન વિદ્યમાન પદાર્થ છે એમ પુણ્ય અને પાપના ભાવ થાય છે એ કોઈ કાયમ રહેનારી ચીજ નથી. આહાહા...! છે ને? રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી,” વસ્તુ નથી. એ તો “જીવની વિભાવપરિણતિ છે...” આત્માની એક વિકારી દશા છે. આહાહા.! શુભ કે અશુભભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ હોય, એ શુભરાગ વિકાર છે. અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના હો એ પાપરૂપી વિકાર છે, પણ બેય વિકાર છે. એ કોઈ કાયમની ચીજ રહેનારી નથી. આહાહા...! આત્મામાં આત્માની પર્યાયમાં ક્ષણિક ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? આહા...! જીવની વિભાવપરિણતિ છે...” આત્માની વિકારી વર્તમાન દશા છે. આહાહા... તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે... આહાહા. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ. આત્મા સચ્ચિદાનંદ છે. સત્-શાશ્વત, જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એ જો આત્મા પોતાના સ્વભાવપણે શુદ્ધ આનંદકંદ પ્રભુ, એવી રીતે જો પરિણમે તો રાગદ્વેષ ટળી જાય છે. આહાહા...! આ ઝીણી વાત છે. અહીં રાગ-દ્વેષને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતાં સ્વભાવિક ભાવ એનો છે એમ બતાવવું છે. સ્વભાવિક ભાવ એટલે પર્યાયનો એનો સ્વભાવ છે એ જાતનો. આહાહા.. એ પછીમાં આવશે. “સ્વસ્વમાન યરમાત’ ૨૧૯ માં આવે છે. “પવરવમાન કેટલાક એમ કહે છે ને કે, રાગ-દ્વેષ સ્વભાવ ક્યાં છે? છે વિભાવ. વિભાવ છે પણ છે એનો સ્વભાવ. પર્યાયનો એ સ્વભાવ છે. દ્રવ્યનો નહિ. વસ્તુ છે ત્રિકાળી પરમાત્મા પોતે આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ, એની દૃષ્ટિ કરતાં એ પુણ્ય અને પાપના વિકારી ભાવ ઉત્પન્ન ન થતાં નાશ થઈ જાય છે. પણ ઉત્પન્ન થાય છે ત્યારે તેની પર્યાયમાં–હાલતમાં ઉત્પન્ન થાય છે. આહાહા...! સમજાણું કાંઈ? આવી ઝીણી વાતું. શરીર, વાણી, મન તો ક્યાંય રહી ગયા. આ તો જડ છે, પર છે. અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદ, જ્ઞાનનો અને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે. એ પોતાની પર્યાયમાં સ્વરૂપને Page #458 -------------------------------------------------------------------------- ________________ ४४४ કલામૃત ભાગ-૬ ભૂલીને અથવા સ્વરૂપનું ભાન હોય છતાં પર્યાયમાં રાગ-દ્વેષની પરિણતિ ઉત્પન્ન થાય છે. આહાહા...! એ જો સ્વભાવની શુદ્ધ ચૈતન્યની મૂર્તિ, એનો આશ્રય લઈને શુદ્ધ પરિણમે તો રાગ-દ્વેષ નાશ થઈ જાય છે. એ કોઈ કાયમની ચીજ નથી. આહાહા...! મુમુક્ષુ - સ્વ-ભાવ એટલે પોતાનો ભાવ. ઉત્તર :- પોતાનો ભાવ. સ્વ, સ્વ, સ્વ. પછી કહેશે. પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે છે. આમ થવું સુગમ છે.” આહાહા...! એટલે? અનાદિથી પોતાની પર્યાય એટલે અવસ્થા–હાલતમાં એ મિથ્યા ભ્રમ અને રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે એ વિકૃત દશા એનામાં ઉત્પન્ન ઇ કરે છે. પણ જો આત્મા પોતાનો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, એની દૃષ્ટિ કરીને, એનો સ્વીકાર કરીને પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર છે એનો સ્વીકાર કરીને જો શુદ્ધપણે થાય, પરિણમે એટલે શુદ્ધ અવસ્થારૂપે થાય તો એ રાગ-દ્વેષ ટળી જાય છે. સમજાય છે કાંઈ? રાગ-દ્વેષ સર્વથા મટે.” જોયું? સર્વથા મટે છે. આહાહા.. કારણ કે એના સ્વરૂપમાં નથી. ત્રિકાળ જે સ્વરૂપ પ્રભુ આત્માનું એમાં એ વિકાર નથી, પર્યાયમાં વિકાર છે પણ એ છે એનાથી એનામાં છે, એમ અહીં સિદ્ધ કરવું છે. આહાહા...! “સર્વથા મટે. આમ થવું સુગમ છે.” આહાહા...! એટલે? આ શરીર, વાણી, મન આ તો જડ છે, પર છે એને તો કાંઈ સંબંધ નથી, પણ અંદરમાં પુણ્ય ને પાપના વિકૃત વિકારી ભાવ (થાય છે) એ એની દશામાં પોતે કરે છે ત્યારે પરિણમે છે. એને જો ટાળવા હોય તો... આહાહા..! જેને ધર્મ કરવો હોય ને સુખી થવું હોય એણે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેની અંદર સ્વીકાર કરી અને શુદ્ધપણે પરિણમવું, એથી રાગ-દ્વેષ સર્વથા મટી જાય છે. આરે.! ભારે આકરી વાતું. ઓલું તો વ્રત કરો, અપવાસ કરો, આ ભક્તિ કરો, પૂજા કરો થઈ ગયો ધર્મ. ધૂળેય નથી ધર્મ. એ તો બધા વિકલ્પ, રાગ છે. આહાહા.... અને તે રાગની ઉત્પત્તિ તેની પર્યાયમાં પોતાથી થાય છે, સ્વતંત્ર. સમજાણું કાંઈ? આહાહા.... ઈ કહેશે. આમ થવું સુગમ છે.' મુમુક્ષુ :- એમ આવે છે કે કઠણ છે. ઉત્તર :- એ તો પુરુષાર્થ ઉગ્ર માગે છે. એ માટે ત્યાં કઠણ કહ્યું છે. પણ અહીં સુગમ છે એમ કેમ કહ્યું કે, એ તો સ્વભાવ છે તેના તરફ જવું છે અને વળવું છે એમાં કઠણ શું? એમ. આહાહા.! આત્મા આનંદ જ્ઞાતા ચૈતન્ય પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનું ત્રિકાળી છે. આહાહા.! ભારે વાતું આકરી. એનો જો આશ્રય લ્ય અને એનો સ્વીકાર કરે તો એ પુણ્ય ને પાપના મેલ ભાવ, રાગ વિકાર દુઃખ સર્વથા મટી શકે છે. કારણ કે વસ્તુ કોઈ કાયમ રહેનારી નથી. કૃત્રિમ છે એ પરિણમન કરે છે એ સ્વભાવનો આશ્રય લેવા જાય તો એ છૂટી જાય છે. આહાહા! સમજાણું કાંઈ? Page #459 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૮ ૪૪૫ સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી;.” આહા. ચૈતન્ય જ્ઞાયક ચૈતન્ય પ્રભુ અનાદિઅનંત નિત્ય વસ્તુ અવિનાશી વસ્તુ આત્મા છે. કંઈ કોઈથી ઉત્પન્ન થઈ છે અને કોઈથી નાશ થશે એવી એ ચીજ નથી. આહાહા.! એવો જે ભગવાન આત્મા એની વર્તમાન દશામાં, વર્તમાન હાલતમાં, વર્તમાન પર્યાય એટલે અંશમાં વિકૃતભાવ જે ઊભો થયો છે એ જીવે પોતે કર્યો છે અને જીવની દશામાં થયેલ છે. આહાહા.! કોઈ કર્મે વિકાર કરાવ્યો છે કે પરદ્રવ્ય એને વિકાર કરાવ્યો છે એમ નથી. આહાહા..! પણ તે વિકારનું અસ્તિત્વ ક્ષણિક છે અને ભગવાન જીવદ્રવ્ય સત્તારૂપે ત્રિકાળ છે. આહાહા.! આવું ઝીણું. એ વિદ્યમાન ત્રિકાળ પ્રભુ ચૈતન્યજ્યોત છે એનો જો આશ્રય કરે અને વિકૃત અવસ્થા તરફનું લક્ષ છોડી દે તો એ વિકૃત અવસ્થા સર્વથા મટી શકે છે. આવું છે. કેવો ધર્મ આ? કઈ જાતનો? વસ્તુનો સ્વભાવ આવો છે, બાપુ જગતને હાથ આવતો નથી. આહાહા.! ઓલામાં કહ્યું છે ને “મોક્ષમાર્ગ પ્રકાશકમાં. અમે નિશ્ચયની શ્રદ્ધા કરીએ છીએ અને વ્યવહારની પ્રવૃત્તિ કરીએ છીએ. આવે છે ને? તો કહ્યું, નહિ. નિશ્ચયની નિશ્ચયરૂપે શ્રદ્ધા કરો અને વ્યવહારની વ્યવહારરૂપે શ્રદ્ધા કરો. આવે છે? એમ રાગ-દ્વેષ વ્યવહારે તારામાં થાય છે એની શ્રદ્ધા કરો. તારામાં થાય છે, વ્યવહારનયનો વિષય છે એ તારાથી થાય છે. આહાહા.! ભારે છે. નિશ્ચયનયના બે ભેદ લીધા છે ને? “આલાપ પદ્ધતિમાં. દ્રવ્ય અને પર્યાય. બે નિશ્ચય છે. નિશ્ચય એટલે કે છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. બેય છે તે નિશ્ચય છે. છે એ અપેક્ષાએ નિશ્ચય છે. પર્યાય છે. એને પર્યાય તરીકે માનવી જોઈએ. એકલો શુદ્ધનયનો વિષય માનવો અને પર્યાય ન માનવી એ તો મિથ્યાત્વ છે, એકાંત છે. સમજાણું કાંઈ? આહાહા...! અહીંયાં એ કહે છે કે, એ સ્વરૂપ પોતાનું જે શુદ્ધ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ નિત્યાનંદ નાથ આત્મા... આહાહા...! એની સામું જોઈ અને શુદ્ધ પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટી શકે છે. સર્વથા મટી શકે છે, એમ. કિંચિત્માત્ર રહી શકે નહિ. આહા...! “કાંઈ મુકેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે.” પરિણતિ એટલે અવસ્થા. અવસ્થા એટલે હાલત, હાલત એટલે દશા. એની મલિન પરિણામની વર્તમાન દશાને પરિણતિ કહેવામાં આવે છે. તે દશા ટળી શકે છે અને શુદ્ધ પરિણતિ પ્રગટ કરી શકે છે. આહાહા! આવી વાતું. ભાષા જ કોઈ ગ્રીક લેટિન જેવી લાગે. છે એવું, બાપા આહા...! એ ધર્મના વિષયમાં હજી આવ્યો નથી. જોવા ગયો નથી કે આ શું છે અને આ શું થાય છે? બહારની કડાકૂટમાં અનંતકાળથી મરી ગયો. આહા...! સમજાણું કાંઈ? ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ અવિનાશી વસ્તુ ભગવાન આત્મા છે. એવી ચીજની દૃષ્ટિ કર્યા વિના પર્યાય એટલે વર્તમાન દશામાં–હાલતમાં આ પુણ્ય-પાપ ભાવ, સુખ-દુઃખ કલ્પના Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ કલશામૃત ભાગ-૬ એ બધો વિકા૨ છે. આહાહા..! અને વિકાર છે તેને વિકાર રીતે માનવો એ વ્યવહારનયનો વિષય છે. આહાહા..! એને ન માનવો તો વ્યવહારનયનો વિષય છે તે વસ્તુ જ નથી અને વ્યવહારનય જ નથી એમ થયું. આહાહા..! સમજાણું કાંઈ? ત્યારે ઓલામાં શુદ્ધનય એક જ કીધી છે ને? અગિયારમી ગાથા. એ કઈ અપેક્ષાએ? ત્રિકાળ ધ્રુવની અપેક્ષાએ. પણ પર્યાય છે તે વિકાર છે, પર્યાય છે તે નિર્વિકાર પણ છે એને બરાબર એણે માનવી જોઈએ. સમજાણું કાંઈ? આહાહા..! નિશ્ચયના બે ભાગ પાડ્યા દ્રવ્ય અને પર્યાય. માટે તે મિથ્યાત્વ છે એમ નથી. સમજાણું કાંઈ? કા૨ણ કે ત્યાં શુદ્ધનય એક જ કીધી ત્યારે અહીં કહે છે કે, નિશ્ચયના બે પ્રકાર છે. તો એ તો પર્યાયનો સ્વીકાર કરાવે છે. અગિયારમી ગાથામાં વવારોડમૂવો” કીધું પણ એ તો ગૌણ કરીને કહ્યું છે. છે, વિકાર છે, પર્યાય છે. આહાહા..! એ પલટી શકે છે. ગુલાંટ મારે ને આત્માનો આશ્રય કરે તો વિકાર ટળી શકે છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. આ એને ધર્મ કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાતું છે. છે તો લોજીકથી પણ હવે ઝીણી (છે). કોઈ દિ' તપાસ કરી નથી, હું કોણ છું? આ શું થાય છે? એમ ને એમ ઓઘેઓઘે અનાદિથી ચાલ્યો છે. મુમુક્ષુ :– એકેક જીવને એમ કહેતા કે દોષને દોષ જાણો તો ગુણ પ્રગટે. ઉત્તર ઃ– દોષને દોષ તરીકે જાણો, પર્યાયમાં છે એમ જાણો. ઓલા મોક્ષમાર્ગ પ્રકાશક’માં તો ત્યાં સુધી કહ્યું કે, વ્યવહારને વ્યવહાર તરીકે શ્રદ્ધો. નિશ્ચયને એકલાને શ્રદ્ધો તો એકાંત મિથ્યાત્વ છે. આવે છે? સાતમાં અધ્યાયમાં આવે છે. આવે છે ને, બધી ખબર છે. એ તો જ્યાં શુદ્ધનય એક જ છે એ પ્રકા૨ કીધો એ દ્રવ્યની અપેક્ષાએ. ત્રિકાળના આશ્રયમાં જે નય છે તે એક જ પ્રકા૨ છે. અશુદ્ધનય એનો પ્રકાર નથી. પણ પર્યાય એમાં નથી એમ ત્યાં નથી કહેવું. સમજાણું કાંઈ? પર્યાય છે, વિકાર છે તે વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન છે એમ કહ્યું ને પછી? આહાહા..! જાણેલો પ્રયોજનવાન છે. જાણવાલાયક છે, માન્યતા કરવા લાયક છે. આહાહા..! અહીં તો બહુ સરસ વાત કરે છે, જુઓ! એ અશુદ્ધ પરિણતિ પર્યાયમાં છે એમ શ્રદ્ધા કરો. ત્રિકાળમાં નથી તેમ શ્રદ્ધા કરો. સમજાણું કાંઈ? આહાહા..! આવી વાત (સમજવા) ચાં નવરાશ મળે? આ દુનિયાના કામ આડે આખો દિ' હોળી સળગે. ધંધા ને વેપા૨ ને બાયડી ને છોકરા. એમાં આવો નિર્ણય કરવો, આવો આત્મા છે. બાપુ! જન્મ-મરણના ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે ઇ. ચોરાશી લાખના અવતાર ભાઈ! તને ખબર નથી. એ આ મિથ્યાત્વભાવ, પુણ્ય-પાપભાવ પરથી થાય છે કાં પુણ્યભાવથી ધર્મ થાય છે એવી માન્યતાથી તે ચાર ગતિમાં રખડી રહ્યો છે. આહાહા..! એ ૨૧૮ (કળશ પૂરો) થયો. ૨૧૯ કળશ. Page #461 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૯ ४४७ (શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्व द्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।।२७-२१९।। ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસાર-ભોગસામગ્રીબલાત્કારે જીવને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું રાગદ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે-“ વિષ્યન કપિ ચંદ્રવ્ય તત્ત્વ પષોત્પાવ ન વીક્યતે” ( વિશ્વન પિ ચંદ્રવ્ય) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન–નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પારદ્રવ્ય તે, (તત્ત્વયા ) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી ( ૨ષોત્પાદવ) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (વીક્યતે) જોવામાં આવતું નથી; [કહેલો અર્થ ગાઢો–દઢ કરે છે– “પરમાત્ સર્વદ્રવ્યોત્પત્તિઃ સ્વરમાવેન કાશ્ચારિત' (રમત) કારણ કે (સર્વદ્રવ્ય) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (ઉત્પત્તિ:) અખંડધારારૂપ પરિણામ સ્વસ્વમાન) પોતપોતાના સ્વરૂપે છે, (અન્ત: વરિત) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે, કેવી છે પરિણતિ ? “અત્યન્ત વ્યવI’ અતિશય પ્રગટ છે. ૨૭–૨૧૯. (શાલિની) रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात् ।।२७-२१९।। ષ્યિનાપનું પૂછ્યું, પણ ત્યાં “ગ્વિના'નો અર્થ જ છે. કોઈપણ દ્રવ્ય, એમ. કિચન એટલે કાંઈપણ નહિ. એમ નહિ. કોઈપણ દ્રવ્ય એને વિકાર કરાવી શકે એમ છે જ નહિ. આહાહા...! ઓલા કહે કે, વિકારને જો પોતાનો માને તો સ્વસ્વભાવ થઈ જશે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ કલામૃત ભાગ-૬ પણ પર્યાય સ્વભાવ જ છે. માટે કર્મો કરાવ્યો હોય તો એમ માનો તો એનો નહિ, એમ કહે છે. પણ પોતે જ કર્યો છે. “સ્વસ્થ ભવનું સ્વમાવ’ પોતાની પર્યાયમાં થયો માટે એનો સ્વભાવ, પર્યાયની અપેક્ષાએ એનો સ્વભાવ કહેવામાં આવે છે. આહાહા! આયે મોટા વાંધા હતા ને? ૨૧ વર્ષ પહેલા. ભાવાર્થ આમ છે...' કંઈ કીધા પહેલા પાધરો ભાવાર્થ ઉપાડ્યો છે. કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી...” જોયું? ભાઈ ‘ગાંગુલી' એમ વારંવાર પૂછતા હતા ને? વૈદ્ય. મોટા વૈદ્ય છે, હોમિયોપેથીના. કલકત્તા'. હોમિયોપેથી. એ વારંવાર પૂછતા હતા, આત્મા દોષ કરે? આત્મામાં દોષ થાય? પણ આત્મા ત્રિકાળમાં દોષ નથી. પણ એની વર્તમાન પર્યાયમાં) દોષ ન હોય તો વર્તમાન આનંદ હોવો જોઈએ. કારણ કે એ ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે. વસ્તુ હોય એ દુઃખરૂપ હોઈ શકે નહિ. વસ્તુ હોય એ અપૂર્ણ હોઈ શકે નહિ, વસ્તુ હોય તેને આવરણ હોઈ શકે નહિ. સમજાણું કાંઈ? આહાહા.! એ ત્રિકાળી વસ્તુ છે એ તો નિરાવરણ પૂર્ણ અને પૂર્ણ શુદ્ધ (છે). આહાહા.! પણ તેની વર્તમાન દશામાં એ વિકારીભાવ કરે છે તે દુઃખ છે. આહાહા...! એ દુઃખને ઉત્પન્ન કરનારો આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને ઉત્પન્ન કરે અથવા સ્વભાવમાં અસ્થિર થઈને ઉત્પન્ન કરે છે. સમજાણું કાંઈ? આહાહા..! મુમુક્ષુ :- આત્મ ન કરે, પર્યાય કરે. ઉત્તર :- પણ ઈ પર્યાય એની ગણવી છે કે અહીં અત્યારે? પર નહિ, અને એની પર્યાય એની છે એ પર્યાય આત્મા કરે છેએમ કહેવું છે અત્યારે. પર્યાય પર્યાયને કરે છે એ તો પરમાર્થિક (થયું. પણ અહીં તો પર કરતું નથી પણ આત્મા કરે છે એમ સિદ્ધ કરવું છે. આહાહા...! કોઈ કર્મ અને વિકાર કરાવે, કોઈ કર્મનું જોર આવે ને વિકાર કરવો પડે, પુણ્ય-પાપના ભાવ (કરવા પડે) એમ નથી, એ સિદ્ધ કરવા એ પર્યાયનો કર્તા આત્મા છે એમ કહ્યું). સમજાણું કાંઈ? આહા...! જીવનો સ્વભાવ રાગ અને પુણ્ય-પાપરૂપે થવાનો નથી. પરિણમવું એટલે દશામાં થવું. આત્મા તો પવિત્ર છે, એની પર્યાયમાં વિકાર થવો એ એનો સ્વભાવ નથી એમ કોઈ માને. આહાહા...! “પદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ... આહાહા.... એ તો કર્મ છે એ એને રાગ કરાવે છે, એમ અજ્ઞાની કહે છે. અમારે ક્યાં કરવાનો ભાવ છે. આહાહા...! જ્ઞાનાવરણાદિ છે ને જોયું જ્ઞાનાવરણીયનો ઉદય આવે છે એટલે આત્મામાં જ્ઞાનની દશા હિણી થાય છે. અમે એને કઈ કરતા નથી. કર્મને લઈને હિણી દશા થાય છે. એમ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આ જ્ઞાનનો વિકાસ કેમ નથી અવસ્થામાં અંતર સ્વરૂપ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. સર્વજ્ઞ જ્ઞાનસ્વભાવ પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા છે પણ એની દશામાં કોઈને ઉઘાડ ઓછો, કોઈને વધારે, આ બધો ફેર કેમ? કે, કર્મને લઈને એ બધો ફેર છે, એમ નથી. એ પોતાના Page #463 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૯ ૪૪૯ અપરાધને લઈને (છે). આહાહા.! સમજાણું કાંઈ? એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષ.” એટલે પુણ્ય-પાપ. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ તે પુણ્ય રાગ છે. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના એ પાપરાગ છે. અને પ્રતિકૂળ શેયને લક્ષમાં લઈને કે આ પ્રતિકૂળ છે એમ કરીને દ્વેષ કરે, એ રાગ અને દ્વેષનો કરનાર જીવ નથી એમ અજ્ઞાની કહે છે. સમજાણું કાંઈ? પરિણમવાનો નથી...” પરદ્રવ્ય એને કરે છે. આહાહા! આ શરીરને લઈને અંદર વિકાર થાય છે. જૂઠી વાત છે. શરીર જડ પર છે અને વિકાર તું તારી દશામાં કરે છે. શરીરને લઈને વિકાર થતો નથી. આહાહા...! “સંસાર-ભોગસામગ્રી.” એ શરીર, કર્મ અને સંસાર આખો ઉદયભાવ અને ભોગની સામગ્રી. આમ અનુકૂળ પૈસા, આબરુ, બાયડી, છોકરા અનુકૂળ દેખી અને એને લઈને અહીંયાં રાગ-દ્વેષ થાય છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ? અજ્ઞાની એમ માને છે એમ નથી. ભોગની સામગ્રી. આહાહા.! ખાવાપીવાના મેસૂબ, જોવાની રૂપાળી વેશ્યાઓ અને સૂંઘવાના ફૂલબાગ એ બધી ભોગસામગ્રીઓ આત્માને વિકાર કરાવે છે એમ અજ્ઞાની કહે છે. એ વાત જૂઠી છે. આહાહા! છે? બલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે.” જોયું? એ શરીર, ઇન્દ્રિયો... આહાહા.! શરીરમાં વિકત દશા થાય એથી એને લઈને આત્મામાં વિકાર થાય છે. આહા..! એ શરીરને લઈને વિકાર થાય છે, એમ નથી. એ તો પરવસ્તુ છે. આહાહા! સ્ત્રી બહુ અનુકૂળ અને રૂપાળી દેખીને અમને વિકાર થાય છે એટલે એને લઈને વિકાર થાય છે, જૂઠી વાત છે. એ તો જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે એને ઠેકાણે તેં માન્યું કે આ ઠીક છે. એ તો રાગ તેં કર્યો, વિકાર તારે કારણે થયો, એને કારણે થયો નથી. આહાહા. ન્યાયથી, લોજીકથી કંઈ સમજશે કે નહિ? આ તો તત્ત્વ એમ ને એમ માનવું એમ નહિ. અંદર ન્યાયના ભાવભાસન થાય કે સત્ય આ છે અને અસત્ય આમ છે. ત્યારે એને જ્ઞાનમાં યથાર્થ પ્રતીતિ થાય. આહાહા.! પણ એ નવરાશ ક્યાં? આહાહા.! જગતની હોળી સળગે આખો દિ. બાયડી, છોકરા, કુટુંબ, રળવું, ખાવું, પીવું, ભોગ, છ-સાત કલાક સૂવું. થઈ રહ્યું, જાઓ! જિંદગી બિરબાદ, બરબાદ. આહાહા.! અહીં કહે છે, “શરીર–સંસાર... સંસારની બધી સામગ્રીઓ. એ બાયડી, છોકરા, કુટુંબ. સગાવ્હાલા એ બધા બળાત્કારે જીવને રાગ-દ્વેષપણે પરિણાવે છે. આહાહા.કર્મનો ઉદય આવે નિમિત્ત એટલે આત્મામાં કરવો જ પડે. નિમિત્ત થઈને જ આવે, એમ કહે છે. તદ્દન જૂઠી વાત છે. આહાહા. પરંતુ એમ તો નથી...” જોયું? આત્માને વિકાર પરિણામ કર્મ, શરીર, સંસારભોગ સામગ્રી બળાત્કાર કરે છે એમ છે જ નહિ. આહાહા...! મુમુક્ષુ :- બિમારીમાં મગજ પાગલ થઈ જાય તો પાગલ નથી થવા માગતું કોઈ. ઉત્તર :- પાગલ થઈ ગયો છે, મૂઢતા પોતે પ્રગટ કરી છે. એ મૂઢતા પોતે કરી છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ કલામૃત ભાગ-૬ કર્મને લઈને નહિ પરને લઈને નહિ. એ પ્રશ્ન થયો હતો. “પંચાધ્યાયી'માં છે એ પ્રશ્ન અમારે થઈ ગયેલો. કર્મને લઈને એમ કહે, આ મૂઢતા થાય છે, બિલકૂલ જૂઠ છે. છે, એક શ્લોક છે, પંચાધ્યાયીમાં છે. (સંવત) ૧૯૮૩માં શેઠ સાથે ચર્ચા થયેલી. ઇ શ્લોક એવો છે કે, કર્મ લઈને આમ થાય, કર્મને લઈને આમ થાય. તો નિમિત્તથી કથન છે. એમ કે, આ દારૂ પીવે અને મગજ બગડે છે એ દારૂને લઈને બગડે છે, એમ નથી. પોતે બગાડે ત્યારે દારૂને નિમિત્ત કહેવામાં આવે છે. શું કીધું મુમુક્ષુ :- દારૂ પીવાનો ભાવ થયો. ઉત્તર :- ભાવ થયો એ જ બગાડ તેં કર્યો. પરને લઈને શું છે? મોટી ચર્ચા થઈ હતી. પંચાધ્યાયીમાં એક શ્લોક છે. એ એવો અર્થ કરતા હતા કે, જુઓ! કર્મને લઈને આમ થાય ને કર્મને લઈને આમ થાય. શું થાય? કીધું. આહાહા.! એક શ્લોક છે. ઘણી ચર્ચાઓ થઈ ગયેલી પહેલા. - “જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે. શું કહે છે? આત્મામાં વિકારપણે પરિણમવાની શક્તિ યોગ્યતા આત્મામાં છે. આહા.! જીવને વિકાર, વિભાવ એટલે વિકાર, પુણ્ય અને પાપનો વિકાર, વિષયવાસના, ક્રોધ, માન, માયા, લોભ, દયા, દાન, રાગ, દ્વેષ આદિ બધા વિકાર છે. એ વિભાવપરિણામશક્તિ જીવમાં છે. પર્યાયમાં વિભાવપણે પરિણમવું એવી એની યોગ્યતા છે. શક્તિની વાત કરી, છે તો નિમિત્ત એ. શક્તિ છે એ તો પોતે વર્તમાન પર્યાયમાં નિમિત્તને આધીન થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? આવા હવે એક એક બધી વાતમાં ફેર. નિર્ણય કરવો એને. “જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થકું...” જોયું? પોતે ભ્રમણારૂપે પરિણમે છે, થાય છે. આહાહા.! પંચાધ્યાયીમાં એક શ્લોક છે. કેટલામો ૨૬મો કે એટલામો કાંઈક છે, બીજા ભાગમાં. એ ચર્ચા થઈ હતી. મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. એ રાગ-દ્વેષ તે જ હું છું અને કર્મને લઈને ને પરને લઈને મારામાં વિકાર થાય છે એવો જે મિથ્યાત્વભાવ એ ભ્રમરૂપે પોતે થાય છે. કર્મ એને મિથ્યાત્વપણું કરાવે છે, એમ નથી). દર્શનમોહનો ઉદય એક કર્મ છે એને લઈને અહીં મિથ્યાત્વ થાય છે, એમ નથી. આહાહા...! વિપરીત ભ્રમરૂપે પરિણમતું થયું “રાગદ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે... આહાહા...! સ્વયં આત્મા રાગના વિકલ્પના પુણ્ય-પાપના વિકાર એ રૂપે, આનંદ સ્વરૂપી ભગવાન હોવા છતાં એની વર્તમાન દશામાં દુઃખરૂપનું પરિણમન એ પોતે કરે છે. આહાહા...! ભલે પર્યાય કરે છે પણ આત્મા કરે છે એમ કહે છે). પદ્રવ્યનો કાંઈ સહારો નથી.” દેખો! આત્મામાં રાગ-દ્વેષ અને વિષયવાસના આદિ થાય એમાં આત્મા સિવાય બીજા દ્રવ્યનો બિલકુલ સહારો નથી. આને લઈને મને આ થયું એમ નથી. આહાહા.! પરદ્રવ્ય એટલે આત્મા સિવાય શરીર, કર્મ, કુટુંબ, કબીલો, ભોગસામગ્રી, Page #465 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૯ ૪૫૧ આહા. એ કાંઈ એનો સહારો નથી. તે કહે છે...' ___ 'किञ्चन अपि अन्यद्रव्यं तत्त्वदृष्ट्या रागद्वेषोत्पादकं न वीक्ष्यते' छ? 'किञ्चन अपि ચદ્રવ્ય “ વિષ્યન” એટલે કોઈપણ અન્ય દ્રવ્ય એમ. આહાહા. આઠ કર્મ હો. આહાહા...! જ્ઞાનાવરણીય કર્મ એ જ્ઞાનની હિણી દશા કરે એ ત્રણકાળમાં બનતું નથી. કહો, સમજાણું કાંઈ? દર્શનમોહનો ઉદય છે એ મિથ્યાત્વ, વિપરીત માન્યતા કરાવે એ બિલકુલ નથી. અંદરમાં ચારિત્રમોહનો ઉદય છે માટે અહીં રાગની વાસના થાય છે, બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! આ મોટી તકરાર છે, જેનમાં. ઓલા કહે ઈશ્વરકર્તા છે, આ કહે મારા વિકારનો કર્મ કર્તા છે. કોઈ કર્તા (નથી), તું છો. કર્મ-બર્મ કોઈ કરતું નથી. ઈશ્વરે તને કર્યો નથી અને ઈશ્વર તને કરાવતો નથી. આહાહા.! સમજાણું કાંઈ આ મોટા કષાયખાના હોય છે). “અમેરિકામાં દોઢ માઈલમાં એક કારખાનું છે. મોટો અબજોપતિ છે. ચાંદીના રૂપાની ખુરશીએ બેસે. એ કષાયખાનુ ભગવાન કરાવતો હશે? ગાય કાપે, એકસાથે સો-બસો લાઈનમાં રાખી, ગમાણ હોય ને ગમાણ? ગાયું આમ ચરે. એમ ગમાણમાં મોટું રાખીને ઘાસ રાખ્યું હોય, ઉપરથી હથિયાર આવે. પચાસ-સો ગાય એકસાથે ધડ ને (શરીર) બે જુદા (થઈ જાય). મોટું કારખાનું છે. હૈ? આવા ભાવ ઈશ્વર કરાવતા હશે કે અમારી પ્રેરણા છે, તું કર. કર્મ પણ કરાવતું નથી અને ઈશ્વર પણ કરાવતું નથી, એમ કહે છે. આહાહા.! એવા ભાવ, દુઃખરૂપ વિકારીભાવ તું પોતે કરે છે, ભાઈ! આહા.! આઠકર્મ એટલે જોયું? જ્ઞાનાવરણીય આત્માના જ્ઞાનને હીણું કરે, દર્શનાવરણીય આત્માને નિદ્રા આપે, વેદનીય કર્મ અનુકૂળ સામગ્રી આપે અને સુખની કલ્પના કરાવે, આહાહા! મોહકર્મ દર્શન, ચારિત્રના ઉદયથી અહીંયાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ થાય, આયુષ્યકર્મને લઈને અહીંયાં આત્માએ શરીરમાં રહેવું પડે, આહાહા.! એમ નથી. કહે છે. તારી યોગ્યતાથી તું શરીરમાં રહ્યો, આયુષ્ય તો નિમિત્ત છે. આહાહા.! એવું છે. જેટલું આ શરીરનું આયુષ્ય લઈને આવ્યો છે પૂર્વનું તેટલું અહીં રહેશે, પણ એ કર્મને લઈને નહિ. કર્મ તો કર્મમાં રહ્યું. પોતાની શરીરમાં રહેવાની જેટલી યોગ્યતા–લાયકાત છે તેથી તે રહે છે. એ લાયકાત પૂરી થયે દેહ છૂટી જાય છે, બીજો દેહ ધારણ કરે). આહાહા...! એ આયુષ્યથી નહિ, નામકર્મને લઈને નહિ. આહાહા.! જશકીર્તિ ને એવી પ્રકૃતિ હોય ને? ગોત્ર, અંતરાય કર્મ. એ આઠ કર્મને લઈને આત્મામાં વિકાર થાય છે એમ જે અજ્ઞાની માને છે એ બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! અથવા શરીર કરાવે અથવા મન કરાવે, વચન કરાવે, આ વાણી જડ છે ને અવાજ? એ તો માટી છે. આત્મા આમાં ઉતરે? આત્મા તો અરૂપી છે. વાણી જડ છે. જડ આત્મામાં વિકાર કરાવે? આહાહા...! પ્રશંસાના શબ્દો આવે તો રાજી રાજી થઈ જાય. ઈ પ્રશંસાને લઈને અહીં રાગ થયો છે? તેં કર્યો તો થયો છે. નિંદા સાંભળી. ઈ ભાષા તો જડ છે. એને લઈને તેને અંદર દ્વેષ થાય છે? તને ગોડ્યું નથી માટે તને દ્વેષ થાય Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ કલામૃત ભાગ-૬ છે, નિંદાના શબ્દોથી નહિ. આહાહા.! વિકારી પર્યાય પણ સ્વતંત્ર કરે તો કર્તા થાય એ વાત પણ જેને ન બેસે એને નિર્વિકારી ત્રિકાળી ચીજ સ્વયંસિદ્ધ છે એ વાત એને કેમ બેસે? જે પ્રગટ પર્યાય છે એની વિકૃત અવસ્થા કે અવિકૃત અવસ્થા મારાથી થાય છે એટલું એ માને નહિ, એને આખો ભગવાન ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ, પર્યાયમાં–અવસ્થામાં આવતો નથી પણ અવસ્થામાં તેની શ્રદ્ધા થાય છે, તો એ શ્રદ્ધા કેવી રીતે કરી શકે? પર્યાયની સ્વતંત્રતાની શ્રદ્ધાના ઠેકાણા નહિ એને દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા શી રીતે થાય? આહાહા.! સમજાણું કાંઈ? આવો કઈ જાતનો ઉપદેશ આવો? વ્રત પાળવા, દયા પાળવી, સેવા કરવી, દેશસેવા (કરવી) એવું તો બધું સાંભળીએ છીએ. ધૂળેય કરી શકતો નથી. સાંભળના પક્ષઘાત થાય છે તો પગને હલાવી શકતો નથી. એટલી ખબર છે તને? શરીરને હલાવવા માગે તો હલતું નથી ઈ તો એને કારણે હલે. મુમુક્ષુ :- “અમુલખભાઈને . ઉત્તર:- “અમુલખભાઈને તો જરી પગ વાગ્યો. કો'ક માણસ સામો આવ્યો તો ભટકાઈ ગયો. પડી ગયો. કાલે આવ્યા હતા. એ તો ત્યાં જડની પર્યાય થવાની એથી ઓલું નિમિત્ત આવ્યું. પણ જડની એવી પર્યાય) થઈ માટે ત્યાં આત્મામાં દુઃખ થાય છે, એમ નથી. આહાહા...! પોતે અણગમો અંદર ઉત્પન્ન કરે છે, એવા વિકારને ઉત્પન્ન કરે છે તે પોતે કર્તા જીવ છે. આહાહા...આકરી વાતું છે. આમ છરા પડે શરીર ઉપર, માટે એને લઈને ત્યાં દ્વેષ થાય છે, એમ નહિ. આહાહા.! અંદર આત્માના સ્વભાવને ભૂલી અને પ્રતિકૂળ દેખી, માનીને એને દ્વેષ થાય છે. એ દ્વેષનો કરનારો જીવ સ્વતંત્ર છે. પરને લઈને દ્વેષ થયો નથી. આહાહા...! આવી પ્રગટ વિકૃત અવસ્થાની પણ સ્વતંત્રતા ન બેસે એને અવ્યક્ત આખો આત્મા અંદર... આહાહા.! અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, એ કેમ બેસે એને? અને એ બેઠા વિના એના જન્મ-મરણ કદી ટળે એવા નથી. આહાહા.! ક્રિયાકાંડ કરે ને વ્રત કરે ને તપ કરે ને... એ બધી રાગની ક્રિયાઓ છે. આહાહા.! સમજાણું કાંઈ? કોઈપણ દ્રવ્ય, એમ કહેવું છે. “ઇત્યાદિરૂપ છે જેટલું પારદ્રવ્ય તે,” એમ. “ વિષ્યન’ છે ને? એટલે જેટલું કોઈપણ પરદ્રવ્ય, એમ. કંઈપણ કરી શકે નહિ, એમ નહિ. “ વિષ્યન મપિ' કોઈપણ દ્રવ્ય, એમ. આહાહા! શું કહ્યું છે? આત્મામાં વિકાર કાંઈપણ ન કરી શકે, કાંઈપણ ન થાય, એમ નહિ. આત્મામાં વિકાર કોઈપણ દ્રવ્ય કરી શકતું નથી. આહાહા...! સમજાણું કાંઈ? મેસુબ આવ્યો, ચાર શેર ઘીનો પાયેલો. મેસૂબ... મેસૂબ. એટલે એને મીઠાશનો રાગ (આવ્યો. એ મેસૂબ) તો જડ છે, એ જડનો સ્વાદ એને નથી આવતો. કારણ કે પોતે તો પ્રભુ અરૂપી છે અને આ મેસૂબ તો જડ, માટી, ધૂળ છે. ફક્ત તેનું લક્ષ કરીને ઠીક Page #467 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૯ ૪૫૩ છે, એવો રાગ ઉત્પન્ન કરે છે. એ રાગને વેદે છે. મેસૂબને નહિ અને મેસૂબને લઈને રાગ થયો છે, એમ નહિ. રમણીકભાઈ ! આવી વાતું છે. આહાહા! વસ્તુનું સ્વરૂપ અને સ્થિતિની મર્યાદા જેટલી જેમ છે તેમ ન જાણે તો બધો મિથ્યા ભ્રમ છે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા...! મુમુક્ષુ :- ઘણા પડખા જાણવા પડશે. ઉત્તર:- ઘણે પડખે ઊંધો પડ્યો છે ને ઘણા પડખેથી ઊંધો પડ્યો છે, માળો એટલે ઘણા પડખેથી એની ઊંધાઈ જાણવી પડશે. આહાહા. જ્યાં હોય ત્યાં હું કરું, હું કરું, હું કરું. આ બધું મેં કર્યું છે, મેં કર્યું છે, આમ કર્યું, તેમ કર્યું. આહાહા.! મુમુક્ષુ :- તો કોણે કર્યું ઉત્તર :- કોણ કરે? જડની અવસ્થા જડથી થાય. આત્માથી થાતી હશે એ? આહા.! આ મકાન-બકાન થયા એ કોઈએ કરાવ્યા હશે? “રામજીભાઈએ? પ્રમુખ તો એ હતા. મિસ્ત્રી પણ કરતા નહોતા, મિસ્ત્રી રાગ કરતા. આહાહા...! પદ્રવ્યને કોણ કરે? અહીં તો કોઈપણ પદ્રવ્ય તને રાગ ઊપજાવે એમ નથી, એટલું કહેવું છે. આહાહા...! | ઇત્યાદિરૂપ છે જેટલું પદ્રવ્ય તે...” જેટલું પદ્રવ્ય છે. આહાહા.! સોનામહોર ને હીરા ને માણેક આમ નજરે પડે તેથી એણે અહીં રાગ ઉપજાવ્યો છે, જૂઠી વાત છે. તેને દેખીને તેં તારામાં રાગ ઉત્પન્ન કર્યો, એને લઈને નહિ. આહાહા.. દાખલો નથી આપ્યો ઓલો વેશ્યાનો? “સમ્યકૂજ્ઞાન દીપિકામાં. એક વેશ્યા મરી ગઈ. જુવાન અવસ્થા. એમાં એક મુનિ નીકળ્યા. આહા...! અરે.રે...આનું શરીર સારું હોત તો ધર્મ કરત. વિચાર એવા આવ્યા. એક કૂતરો આવ્યો. એને દેખીને આને ખાઉં એવો વિચાર આવ્યો). એક વ્યભિચારી આવ્યો કે, આ જો નીરોગ જીવતી હોત હું આમ કરત. વસ્તુ તો એની એ છે. કલ્પના કરનારા ભિન્ન ભિન્ન એ પોતાથી કરે છે, એને લઈને નહિ આહા.! સમજાણું કાંઈ છે, દાખલો છે ને? “સમ્યકજ્ઞાન દીપિકા'. વેશ્યા મરી ગઈ, જુવાન અવસ્થા, વીસ-પચીસ વર્ષની ઉંમર. મુનિ નીકળ્યા. આહાહા...! અરે.રે. આ શરીર મડદાં, એણે ભગવાન આત્માને ન જાણ્યો. એમ વૈરાગ્યે થયો. કૂતરો આવીને વિચારે છે), આ બધા ખસી જાય તો ખાઉં. વસ્તુ તો એની એ છે. એ ખાવાના ભાવ એણે કરાવ્યો છે? આહા. મુનિને વૈરાગ્ય થયો તો એનાથી થયો છે? એમ વ્યભિચારી આવીને કહે, આ જીવતી હોત તો હું વિષય લેત, તો એ મડદાએ કરાવ્યો છે? આહાહા..! એકની એક ચીજ છે એ આ રીતે પરને કરાવે? પર પોતે પોતાથી કરે ત્યારે ઓલાને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા. ન્યાય, લોજીકથી કંઈ તત્ત્વને સમજશે કે નહિ? આહા! આંધળે આંધળું ગાડું ચાલે છે. મુમુક્ષ:- નોકર્મ સાથે તો અવિનાભાવસંબંધ નથી પણ દ્રવ્યકર્મ સાથે તો અવિનાભાવસંબંધ છે ને? Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કલામૃત ભાગ-૬ ઉત્તર :- કોઈ સાથે સંબંધ નથી. કર્મ સાથે નહિ ને નોકર્મ સાથે પણ નહિ. બધા સરખા. ન આવ્યું? આઠ કર્મ, શરીર, મન, વચન અને નોકર્મ. નોકર્મ આવ્યું છે અંદર. છે? અથવા બાહ્ય ભોગસામગ્રી. બધું આવ્યું ત્યાં. દ્રવ્યકર્મ, નોકર્મ, સામગ્રી, કુટુંબ-કબીલા, બાહ્ય ચીજ એ કોઈપણ તને રાગ-દ્વેષ ઉત્પન્ન કરાવે એ ત્રણકાળમાં નથી. આહાહા...! મુમુક્ષુ - કરાવે નહિ પણ અવિનાભાવે થાય. ઉત્તર:- અવિનાભાવે બિલકુલ થાય નહિ કરે તો એને નિમિત્ત કહેવાય. અવિનાભાવનો અર્થ ઈ છે. કરવો જ પડે એમ અવિનાભાવ છે, બિલકુલ જૂઠ (વાત છે). આહાહા...! જ્ઞાનીને રાગ થાય, હોય છે, નબળાઈને લઈને રાગ હોય છે પણ છતાં તે રાગનો કર્તા થઈને જાણનારો રહે છે, કર્તા થતો નથી. હૈ? મુમુક્ષુ :- શરીર, કર્મ સાથે અવિનાભાવ સંબંધ છે? ઉત્તર :- ના, ના. કોઈની સાથે કંઈ સંબંધ છે નહિ. એ તો નિમિત્ત છે. આહાહા...! જ્ઞાનીને નબળાઈને લઈને સહન ન થઈ શકતું હોય તો એવો રાગ આવે, વિષય વાસના રાગ આવે). છતાં એ પોતે ઊભો કરે છે. છતાં તે ધર્માજીવ છે તેમાં એની સુખબુદ્ધિ નથી. સમજાણું કાંઈ? એમાં સુખબુદ્ધિ નથી અને એ પ્રમાણે થાય છે. અને અજ્ઞાનીને તો એમાં સુખબુદ્ધિ કરે છે. વિષયમાં, આબરુમાં, નિંદા સાંભળવામાં સુખ-દુઃખ બુદ્ધિ ઉત્પન્ન કરે છે, એ મિથ્યા ભ્રમ છે. આહાહા...! એને પરવસ્તુ સુખ-દુઃખની ભ્રમણા કરાવે છે એમ છે નહિ. આહાહા..! દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી...” જોયું દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દષ્ટિથી આહાહા.! સાચી દૃષ્ટિથી વિકાર પોતે કરે છે, એમ કહે છે. ઠીકા “અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષ પરિણામ તેમને ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી. સાચી દૃષ્ટિથી જોઈએ તો. આહાહા.! જીવમાં પુણ્ય ને પાપ ને અશુદ્ધ પરિણમનને સાચી દૃષ્ટિથી જોઈએ તો બીજા તેને અશુદ્ધ પરિણમન કરાવતા નથી. આહાહા.! જુઓ એ દૃષ્ટિા સમજાણું કઈ? વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે. કો'ક દિ' આવું સાંભળે તો લાગે લૂખું, જાણે આ શું કહે છે? બાપા મારગડા જુદા છે, બાપા! આહાહા.! તારી મલિનતાનો પણ સ્વતંત્ર કર્તા અને નિર્મળતાનો પણ સ્વતંત્ર કર્યા. આહાહા...! કર્મ કે કોઈ ચીજને લઈને મલિનતા કે નિર્મળતા થાય એ (છે) નહિ. વિશેષ કહેશે. જુઓજોવામાં આવતું નથી.’ ‘(કહેલો અર્થ ગાઢો–દઢ કરે છે–' શું કહે છે? “વરમ સર્વદ્રવ્યોત્પત્તિઃ સ્વસ્વમાવેન અન્નશ્ચાસ્તિ આહાહા..! “કારણ કે જીવ” સર્વદ્રવ્યનો અર્થ કરે છે). અનંત આત્માઓ, પુદ્ગલ, શરીર, ધર્માસ્તિ, અધર્માસ્તિ તત્ત્વ છે. ધર્મ એટલે આ ધર્મ એ નહિ જગતમાં એક તત્ત્વ છે. અધર્મ તત્ત્વ, કાળ અને આકાશ. આહાહા...! છએ દ્રવ્યમાં ઉત્પત્તિ “સ્વમાન' આહાહા...! એમ “ન્તકાસ્તિ આહાહા...! છએ દ્રવ્યમાં જે પર્યાય થાય છે તે એનાથી Page #469 -------------------------------------------------------------------------- ________________ કળશ- ૨૧૯ ૪૫૫ થાય તે રીતે પ્રકાશે છે. આહાહા.! સમજાણું કાંઈ? એનો અર્થ વિશેષ કર્યો. “વરમાત’ જીવ, પુદ્ગલ છ દ્રવ્ય. “ઉત્પત્તિઃ” “અખંડ ધારારૂપ પરિણામ...” ભાષા શું લીધી? દરેક દ્રવ્યમાં જે પર્યાય-અવસ્થા થાય, ધારાવાહી, એક પછી એક, એક પછી એક ધારાવાહી અવસ્થા થાય, એને “ઉત્પત્તિ નો અર્થ અહીં અખંડ ધારાવાહી ગણ્યો. આહાહા...! જીવમાં ધારાવાહી પર્યાય ઉત્પન્ન થાય-રાગ, દ્વેષ, પુષ્ય, પાપ આદિ અને કર્મમાં પણ કર્મની અવસ્થા ધારાવાહી થાય એ બધી કોઈ પરથી થતી નથી. આહાહા.! અખંડ ધારારૂપ પરિણામપરિણામ એટલે અવસ્થા. દરેક દ્રવ્યની ત્રિકાળ રહીને પણ વર્તમાન અવસ્થા, પલટતી અવસ્થા ધારાવાહી ઉત્પન્ન થાય છે. આ વિચાર બદલાય છે ને? જુઓને બદલાય છે એ દશા બદલાય છે, વસ્તુ તો ધ્રુવ ત્રિકાળ છે. પણ એની અવસ્થા વર્તમાન બદલાય છે. જેમ સોનું સોનાપણે કાયમ રહે છે, એના પીળાશ, ચીકાશ ગુણો પણ કાયમ રહે છે, તેમ એની કુંડળ, કડાંરૂપ અવસ્થા, કુંડળ, કડા, વીંટી અવસ્થા બદલે છે. તેમ આત્મામાં વસ્તુ અને એના ગુણો કાયમ રહીને તેની વર્તમાન અવસ્થા રાગદ્વેષ, પુણ્ય-પાપ, સમકિત, જ્ઞાનાદિ થયા કરે છે. એ એનો ધારાવાહી પરિણામ સ્વભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ? “અખંડ ધારારૂપ પરિણામ.” “ઉત્પત્તિની વ્યાખ્યા કરી. પરિણામ એટલે ઉત્પત્તિ. પણ કઈ રીતે? કે, અખંડ ધારા. એમ. ઉત્પન, ઉત્પન, ઉત્પન્ન... ઉત્પાદ, ઉત્પાદ, ઉત્પાદ.. ધારાવાહી. વિકારનો ઉત્પાદ પણ ધારાવાહી તે તે દ્રવ્યમાં તે તે દ્રવ્યના સ્વભાવથી થાય છે. આહાહા...! આવું તો કેટલું ચોખ્ખું લખાણ છે આમાં વાંચ્યું નહિ હોય? વાંચતા નહિ હોય? બધા પંડિતો ગોટા વાળે છે. કેટલાક આને માને નહિ. રતનચંદજીને છે ને? સુધારો કરવા માગતા હતા. કેટલો સુધારો કરે? હૈ? મુમુક્ષુ – ઈ કહે કે, આચાર્યનું કથન. ઉત્તર – આચાર્યનું કથન પણ ન્યાયનું કથન છે કે નહિ? આહાહા. બાળક હોય પણ સત્ય કહેતો હોય તો બરાબર છે અને મોટો પંડિત હોય ને અસત્ય કહેતો હોય તો જૂઠું છે. આહાહા ! એ પંડિત-ખંડિત નથી. પંડ્યા. પંડ્યા ફોતરા ખંડ્યા. ચોખા મૂકીને ફોતરા (ખાંડ્યા). ચાવલ છે ને ચાવલ? હોય ને શું કહેવાય છે? ડાંગર. ફોતરા ઉપરના ખાંડે એમાંથી ચોખા નીકળે? ચોખો તો અંદર પડ્યો છે જુદો. આહાહા. એમ બહારના વિકલ્પના ફોતરા ખાંડ્યા. આહાહા. ભગવાન અંદર આનંદનો નાથ પ્રભુ એ પોતે ભૂલીને વિકાર કરે છે અને ભૂલ ટાળીને પોતે નિર્વિકારી થાય છે એવી એને ખબર નથી. સમજાણું કાંઈ પવરસ્વમાન વજન અહીં છે, જુઓ વિકાર પણ “સ્વમાન'. આહાહા..! એ પ્રશ્ન હતો ને ત્યાં, તે દિ? વિકાર જો કર્મથી ન થાય તો તો એનો સ્વભાવ થઈ જાય. ભઈ! તો એનો સ્વભાવ થઈ જાય છે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કલશામૃત ભાગ-૬ સ્વભાવ જ છે, સ્વસ્ય ભવનમ્. પોતાની પર્યાયમાં–હાલતમાં થાય, સ્વપર્યાયમાં ભાવ માટે ‘સ્વમાવેન” એમ કહ્યું, દેખોને! છે? ‘સ્વસ્વમાવેન” પોતપોતાના..’ સ્વભાવ એટલે સ્વરૂપે છે,...’ આહાહા..! જે મિથ્યાત્વ ને રાગ-દ્વેષની વાસના કરે તે તે તેના સ્વરૂપમાં તે છે. ૫૨ને લઈને નહિ અને પ૨સ્વરૂપ નહિ. આહાહા..! ઉત્પત્તિ.. ઉત્પત્તિ.. ઉત્પત્તિ એમ ધારાવાહી થાય છે ને? જ્યાં સુધી વિકાર છે ત્યાં સુધી. વિકાર પલટ્યો ત્યારે પછી આ બાજુ વળ્યો. ધારાવાહી નિર્વિકારી દશા થઈ. અહીં તો અત્યારે વિકારનું સિદ્ધ કરવું છે ને. આહાહા! અનાદિથી વિકારની ધારાવાહી પ્રવૃત્તિ કરે છે એ જીવ પોતે કરે છે, એમ કહે છે. અરે......! આહાહા..! ચોરાશીના અવતાર. એક એક યોનિમાં ચોરાશી લાખ યોનિમાં અનંતા અવતાર કર્યાં. વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિની ખબર ન મળે. આહા..! માણસ મરીને ઢોર થાય. અહીં અબજોપતિ હોય ને બીજે દિ' ગાયને કુંખે વાછરડું થાય. અંદર ડુંખમાં. પછી ચાર, છ મહિના આવે. બકરાની કૂંખે (જાય). આ બકરાના બચ્ચા બહાર નીકળે છે ને? વિચાર આવે કે આ ક્યાંથી મરીને આવ્યો હશે? નાના નાના બચ્ચા મરીને (આવ્યા હોય). કોઈ માણસ મરીને, કોઈ ઢોર મરીને,.. આહાહા..! સ્વરૂપ શું છે અને વિકાર કેમ થાય છે એની કાંઈ ખબરું ન મળે. આંધળેઆંધળા અનાદિથી ચાલે છે. વિકા૨ કર્મ કરાવે? કર્મ તો નિમિત્ત થઈને જ આવે, વિકાર કરવો જ પડે, એમ કહે છે, લ્યો! આહાહા..! તદ્દન મિથ્યાદષ્ટિ છે. આહાહા..! મુમુક્ષુ :- કર્મ કરાવે નહિ. જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં વિકાર. ઉત્તર :- ઇ આવે એમાં. ‘આત્માવલોકન’માં આવે છે કે, કર્મ છે ત્યાં સુધી વિકાર અને કર્મ ન હોય ત્યારે વિકાર નહિ. પણ ઇ તો કઈ અપેક્ષા સિદ્ધ કરી? આહાહા..! એનું લક્ષ જ્યાં સુધી કર્મ ઉપર છે ત્યાં સુધી વિકાર કરે છે. એટલે કર્મથી થયું અને કર્મ હતું તો થયું એમ કહેવામાં આવ્યું. ‘આત્માવલોકન’માં બે-ત્રણ ઠેકાણે આવે છે. મુમુક્ષુ :– સિદ્ધમાં કર્મ નથી અને વિકાર પણ નથી. ઉત્તર ઃ- એમાં લખ્યું છે. કર્મ નથી અને વિકાર નથી. પણ કઈ અપેક્ષાએ? એ વિકા૨ કરતો હતો ત્યારે કર્મ નિમિત્ત હતું અને વિકાર છોડી દીધો ત્યારે કર્મનું નિમિત્ત ન રહ્યું, એ તો પોતાને કા૨ણે છે. આહાહા..! અહીં વધારે વજન અહીં છે. ‘સ્વસ્વમાવેન” પોતપોતાના સ્વરૂપે...' મિથ્યાત્વભાવ, રાગદ્વેષભાવ પોતાના સ્વરૂપે થાય છે. આહાહા..! સ્વસ્વમાવેન”નો અર્થ સ્વરૂપે કર્યો. સ્વસ્વભાવથી એટલે સ્વસ્વરૂપથી થાય છે એ. આહાહા..! એક બાજુ કહેવું કે વિકારનો સ્વામી પુદ્ગલ. કઈ અપેક્ષા છે? જેને વસ્તુની દૃષ્ટિ કરવી છે તેનો વિકાર એના સ્વભાવમાં નથી તો વિકારનો સ્વામી કર્મ છે, એમ કહ્યું. આહાહા..! એક જ પકડે એમ કંઈ ચાલે? ‘સ્વસ્વમાવેન અન્નશ્ચાસ્તિ જોયું? દરેક જીવ વિકાર ધારાવાહી કરે છે એ સ્વસ્વરૂપે એવું જ અનુભવમાં નિશ્ચિત થાય Page #471 -------------------------------------------------------------------------- ________________ કળશ-૨૧૯ ૪૫૭ છે.” “અન્નક્ષત્તિ છે ને? એની પર્યાયમાં થાય છે એમ અનુભવમાં આવે છે, એમ કહે છે. આહાહા...! એમ જાણવામાં આવે છે. આહાહા...! એમ જ વસ્તુ સધાય છે....” જોયું? વસ્તુની સ્થિતિ, દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્થિતિ એની એનામાં છે એ રીતે સધાય છે “અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ અતિશય પ્રગટ છે.” આહાહા...! વિકાર દશા અત્યંત પ્રગટ છે અને એ ધારાવાહીનો કર્તા જીવ જ છે, પર છે નહિ. એમ જો નિર્ણય કરે તો પછી એનો સરવાળો એમ લાગે કે મારા સ્વરૂપમાં આ નથી. તે સ્વરૂપની દૃષ્ટિ કરે તો તે વિકાર ટળે, ત્યારે એને ધર્મ થાય. આ વાત છે, એનો સરવાળો. વિશેષ કહેશે...) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ) Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ મોક્ષ દ્વાર છ કલામૃત ભાગ-૬ अग्य । સમ્યગ્દષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાસૃષ્ટિ જીવ ચોર છે. (દોહરા) जो पुमान परधन हरै, सो अपराधी जो अपनौ धन व्यौहरे, सो धनपति परकी संगति जौ रचै, बंध बढ़ावै जो निज सत्तामैं मगन, सहज मुक्त सो सरवग्य । । १८ ।। सोइ । होइ ।।१९।। દ્રવ્ય અને સત્તાનું સ્વરુપ (દોહરા) उपजै विनसै थिर रहै, यह तो वस्तु जो मरजादा वस्तुकी, सो सत्ता वखान । परवांन।।२०।। છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) लोकालोक मान एक सत्ता है आकाश दर्व, धर्म दर्व एक सत्ता लोक परमिति है । लोक परवान एक सत्ता है अधर्म दर्व, कालके अनू असंख सत्ता अगनिति है ।। पुद्गल सुद्ध परवानुकी अनंत सत्ता, जीवकी अनंत सत्ता न्यारी न्यारी छिति है। कोऊ सत्ता काहूसौं न मिलि एकमेक होइ, सबै असहाय यौं अनादिहीकी थिति है ।।२१।। છ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે. (સવૈયા એકત્રીસા) एई छहौं दर्व इनहीकौ है जगतजाल, Page #473 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ तामैं पांच जड़ एक चेतन सुजान है। काहूकी अनंत सत्ता काहूसौं न मिलै कोइ, एक एक सत्तामें अनंत गुन गान है ।। एक एक सत्तामैं अनंत परजाइ फिरै, एकमैं अनेक इहि भांति परवान है। यहै स्यादवाद यहै संतनिकी मरजाद, यहै सुख पोख यह मोखकौ निदान है ।।२२।। साधी दधि मंथमैं अराधी रस पंथनिमैं, जहां जहां ग्रंथनिमैं सत्ताहीको सोर है । ग्यान भान सत्तामैं सुधा निधान सत्ताही मैं, सत्ताकी दुरनि सांझ सत्ता मुख भोर है ।। सत्ताकौ सरुप मोख सत्ता भूल यहै दोष, सत्ताके उलंघे धूम धाम चहूं वोर है। सत्तकी समाधिमैं विराजि रहै सोई साहू, सत्तातैं निकसि और गहै सोई चोर है ।। २३ ।। આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. (સવૈયા એકત્રીસા) जामैं लोक वेद नांहि थापना उछेद नांहि, पाप पुन्न खेद नांहि क्रिया नांहि करनी । जामैं राग दोष नांहि जामैं बंध मोख नांहि, जामैं प्रभु दास न अकास नांहि धरनी । । जामैं कुल रीत नांहि जामैं हारि जीत नांहि, जामैं गुरु सीष नांहि वीष नांहि भरनी । आश्रम बरन नांहि काहूकी सरन नांहि, ऐसी सुद्ध सत्ताकी समाधिभूमि बरनी । । २४।। ૪૫૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ ४६० કલામૃત ભાગ-૬ જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાધી છે. (દોહરા) जाकै घट समता नहीं, ममता मगन सदीव । रमता राम न जानई, सो अपराधी जीव ।।२५।। अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध। परकौं मानै आतमा, करै करमको बंध।।२६।। झूठी करनी आचरै, झूठे सुखकी आस । झूठी भगति हिए धरै, झूठे प्रभुको दास ।।२७।। મિથ્યાત્વની વિપરીત વૃત્તિ (સવૈયા એકત્રીસા) माटी भूमि सैलकी सो संपदा बखानै निज, कर्ममैं अमृत जानै ग्यानमैं जहर है। अपनौ न रुप गहै औरहीसौं आपौ कहै, साता तो समाधि जाकै असाता कहर है।। कोपकौ कृपान लिए मान पद पान कियें, मायाकी मरोर हिय लोभकी लहर है। याही भांति चेतन अचेतनकी संगतिसौं, सांचसौं विमुख भयौ झूठमैं बहर है।।२८।। तीन काल अतीत अनागत वरतमान, जगमैं अखंडित प्रवाहको डहर है। तासौं कहै यह मेरौ दिन यह मेरी राति, यह मेरी धरी यह मेरौही पहर है।। खेहको खजानौ जोरै तासौं कहै मेरो गेह, जहां बसै तासौं कहै मेरौही सहर है। याहि भांति चेतन अचेतनकी संगतिसौं, सांचसौ विमुख भयौ झूठमैं बहर है।।२९।। Page #475 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ४६१ સમ્યગ્દષ્ટિ જીવોનો સવિચાર (દોહરા) जीन्हके मिथ्यामति नहीं, ग्यान कला घट मांहि । परचै आतमरामसौं, ते अपराधी नांहि ।।३०।। जिन्हकै धरम ध्यान पावक प्रगट भयौ, संसै मोह विभ्रम बिरख तीनौं डढ़े हैं। जिन्हकी चितौनि आगे उदै स्वान भूसि भागै, लागै न करम रज ग्यान गज चढ़े हैं।। जिन्हकी समुझिकी तरंग अंग आगममैं, आगममैं निपु अध्यातममैं कढ़े हैं। तेई परमारथी पुनीत नर आठौं जाम, राम रस गाढ़ करें यहै पाठ पढ़े हैं।।३१।। जिन्हकी चिहुंटि चिमटासी गुन चूनिबेकौं, कुकथाके सुनिबेकौं दोऊ कान मढ़े हैं। जिन्हको सरल चित्त कोमल वचन बोलै, सोमदृष्टिलिय डोलैं मोम कैसे गढ़े हैं।। जिन्हकी सकति जगी अलख अराधिबेकौं, परम समाधि साधिबेकौं मन बढ़े हैं। तेई परमारथी पुनीत नर आठौं जाम, राम रस गाढ़ करें यहै पाठ पढ़े हैं।।३२।। । यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतम् तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽधः किं नोर्श्वभूर्ध्वमधिरोहति निष्प्रमादः ।।१०।। Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ કલામૃત ભાગ-૬ सम. वानि. (हो२) - राम-रसिक अर राम-रस, कहन सुननकौं दोई। जब समाधि परगट भई, तब दुबिधा नहि कोइ।।३३।। शुभ लियासोनु, स्पष्टी.४२४. (Elsa) नंदन बंदन थुति करन, श्रवन चिंतवन जाप। पढ़न पढ़ावन उपदिसन, बहुविधि क्रिया-कलाप।।३४।। શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા) सुद्धातम अनुभव जहां, सुभाचार तहां नाहि । करम करम मारग वि, सिव मारग सिवमाहि।।३५।। वजी. - (यो ) इहि बिधि वस्तु व्यवस्था जैसी। ___ कही जिनंद कही मैं तैसी।। जे प्रमाद संजुत मुनिराजा। तिनके सुभाचारसौं काजा।।३६।। जहां प्रमाद दसा नहि व्यापै। तहां अवलंब आपनौ आपै।। ता कारन प्रमाद उतपाती। प्रगट मोख मारगको धाती।।३७।। जे प्रमाद संजुगत गुसांई। उठहिं गिरहिं गिंदुककी नाई।। जे प्रमाद तजि उद्धत हौंहीं। तिनकौं मोख निकट द्रिग सौंही।।३८।। Page #477 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ घटमैं है प्रमाद जब तांई । पराधीन प्रानी तब तांई ।। जब प्रमादकी प्रभुता नासै। तब प्रधान अनुभौ परगासै ।। ३९ ।। वणी - (होहरा) मारग ता कारन जगपंथ इत, उत सिव परमादी जगकौं धुकै, अपरमादि सिव जे परमादी आलसी, जिन्हकें होइ सिथल अनुभौविषै, तिन्हकौं जे परमादी आलसी, ते अभिमानी जीव । जे अविकलपी अनुभवी, ते समरसी सदीव ।। ४२ ।। भूचर - पुरुष ताहि लघु लग्गै । लखै ताकौं लघु, विकलप सिवपथ जे अविकलपी अनुभवी, सुद्ध चेतना युक्त । ते मुनिवर लघुकालमैं हौंहि करमसौं मुक्त । । ४३ ।। भूचर - पुरुष જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે. (કવિત્ત) जैसैं पुरुष लखै परवत चढ़ि, [] प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः कषायभरगौरवादलसत्ता प्रमादो यतः । जोर । ओर ।। ४० ।। अतः स्वरसनिर्भरे नियमितःस्वभावे भवन् भूरि । दूरि ।।४१।। मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।।११।। ૪૬૩ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ उतरि मिलें दुहुकौ भ्रम भग्गै । तैसैं अभिमानी उन्नत लग, और जीवकौं लघुपद दग्गै । अभिमानीकौं कहैं तुच्छ सब, ग्यान जगै समता रस जग्गै । ।४४ અભિમાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) करमके भारी समुझैं न गुनकौ मरम, परम अनीति अधरम रीति गहे हैं । हौंहि न नरम चित्त गरम धरमहूतें, चरमकी द्रिष्टिसौं भरम भूलि रहे हैं । । आसन न खोलें मुख वचन न बोलें, सिर नाये हू न डोलैं मानौं पाथरके चहे हैं । देखनके हाऊ भव पंथके बढ़ाऊ ऐसे, मायाके खटाऊ अभिमानी जीव कहे हैं ।। ४५ ।। જ્ઞાની જીવોની દશા (સવૈયા એકત્રીસા) धीरके धरैया भव नीरके तरैया भय, भीरके हरैया बर बीर ज्यौं उमहे हैं। मारके मरैया सुविचारके करैयासुख, કલશામૃત ભાગ-૬ ढारके ढरैया गुन लौसौं लह लहे हैं। रुपके रिझैया सब नैके समझैया सब, - हीके लघु भैया सबके कुबोल सहे हैं। बामके बमैया दुख दामके दमैया ऐसे, रामके रमैया नर ग्यानी जीव कहे हैं ।। ४६ ।। સમ્યકત્વી જીવોનો મહિમા (ચોપાઈ) Page #479 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ૪૬૫ जे समकिती जीव समचेती। तिनकी कथा कहीं तुमसेती।। जहां प्रमाद क्रिया नहि कोई। निरविकलप अनुभौ पद सोई।।४७।। परिग्रह त्याग जोग थिर तीनौं । करम बंध नहि होय नवीनौं।। जहां न राग दोष रस मोहै। प्रगट मोख मारग मुख सोहै।।४८।। पूरव बंध उदय नहि व्यापै। जहाँ न भेद पुन्न अरु पापै।। दख भाव गुन निरमल धारा। बोध विधान विविध विस्तारा ।।४९।। जिन्हकी सहज अवस्था ऐसी। तिन्हकै हिरदै दुबिधा कैसी।। जे मुनि छपक श्रेणि चढ़ि धाये। ते केवलि भगवान कहाये।।५०।। सभ्यष्टि वोन न. (होड२) इहि बिधि जे पूरन भये, अष्टकरम बन दाहि। तिन्हकी महिमा जो लखै, नमै बनारसि ताहि।।५१।। મોક્ષપ્રાપ્તિનો ક્રમ (છપ્પા છન્દ) भयौ सुद्ध अंकूर, गयौ मिथ्यात मूर नसि। । त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धौ भवन्मुच्यते ।।१२।। Page #480 -------------------------------------------------------------------------- ________________ ४६६ કલશમૃત ભાગ-૬ क्रम क्रम होत उदोत, सहज जिम सुकल पक्ष ससि।। केवल रुप प्रकासि, भासि सुख रासि धरम धुव । करि पूरन थिति आउ, त्यागि गत लाभ परम हुव ।। इह विधि अनन्य प्रभुता धरत, प्रगटि बूदि सागर थयौ । अविचल अखंड अनुभय अखय, जीव दरव जग मंहि जयौ।।५२।। આઠ કર્મો નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગટ થવું. (સવૈયા એકત્રીસા) ग्यानावरनीकै गर्यै जानिय जु है सु सब, दर्सनावरनकै गौतें सब देखियै । वेदनी करमके गौतें निराबाध सुख, मोहनीके गर्यै सुद्ध चारित विसेखियै ।। आउकर्म गर्यै अवगाहना अटल होइ, नामकर्म गौतें अमूरतीक पेखियै । अगुरु अलघुरुप होत गोत्रकर्म गर्यै, अंतराय गौतें अनंत बल लेखियै ।।५३।। । बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षप्यमेत न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१३।। Page #481 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ४६७ | 6 સર્વ વિશુદ્ધિ દ્વાર છે (१०) प्रतिशत (als) इति श्री नाटक ग्रंथमैं, कहौ मोख अधिकार | अब बरनौं संछेपसौं, सर्व विसुद्धी द्वार ||१|| સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) कर्मनिकौ करता है भोगनिको भोगता है, जाकी प्रभुतामैं ऐसौ कथन अहित है। जामैं एक इंद्री आदि पंचधा कथन नाहि, सदा निरदोष बंध मोखसौं रहित है।। ग्यानको समूह ग्यानगम्य है सुभाव जाकौ, लोक व्यापी लोकातीत लोकमैं महित है। सुद्ध बंस सुद्ध चेतनाकै रस अंस भरयौ, ऐसौ हंस परम पुनीतता सहित है।।२।। वणी (होड) जो निहचै निरमल सदा, आदि मध्य अरु अंत। सो चिद्रूप बनारसी, जगत मांहि जयवंत ।।३।। - नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः । शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुंजः ।।१।। Page #482 -------------------------------------------------------------------------- ________________ ४६८ કલશામૃત ભાગ-૬ વાસ્તવમાં જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી (ચોપાઈ) जीव करम करता नहि ऐसें। __रस भोगता सुभाव न तैसैं ।। मिथ्यामतिसौं करता हौई। गएं अग्यान अकरता सोई।।४।। અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા છે (સવૈયા એકત્રીસા) निहचै निहारत सुभाव याहि आतमाको, ___ आतमीक धरम परम परकासना। अतीत अनागत बरतमान काल जाकौ, केवल स्वरुप गुन लोकालोक भासना।। सोई जीव संसार अवस्था मांहि करमको, करतासौ दीसै लिए भरम उपासना। यहै महा मोहकौ पसार यहै मिथ्याचार, यहै भौ विकार यह विवहार वासना।।५।। જેમ જીવ કર્મનો અકર્તા છે તેમ અભોક્તા પણ છે (ચોપાઈ) यथा जीव करता न कहावै। तथा भोगता नाम न पावै ।। है भोगी मिथ्यामति मांही। गयें मिथ्यात भोगता नाही।।६।। । कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२।। अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरच्चिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभिः स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः ।।३।। Page #483 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ४६८ અજ્ઞાની જીવ વિષયનો ભોક્તા છે જ્ઞાની નથી, સવૈયા એકત્રીસા) जगवासी अग्यानी त्रिकाल परजाइ बुद्धी, सो तौ विषै भोगनिकौ भोगता कहायौ है। समकिती जीव जोग भोगसौं उदासी तातें, सहज अभोगता गरंथनिमैं गायौ है।। याही भांति वस्तुकी व्यवस्था अवधारि बुध, परभाउ त्यागि अपनौ सुभाउ आयौ है। निरविकलप निरुपाधि आतम अराधि, साधि जोग जुगति समाधिमैं समायौ है।।७।। જ્ઞાની કર્મના કર્તા-ભોક્તા નથી એનું કારણ. (સવૈયા એકત્રીસા) चिनमुद्राधारी ध्रुव धर्म अधिकारी गुन, रतन भंडारी अपहारी कर्म रोगको । प्यारौ पंडितनकौ हुस्यारौ मोख मारगमैं, न्यारौ पुदगलसौं उज्यारौ उपयोगकौ। जानै निज पर तत्त रहै जगमैं विरत्त, गहै न ममत्त मन वच काय जोगको। ता कारन ग्यानी ग्यानावरनादि करमको, करता न होइ भोगता न होइ भोगकौ ।।८।। भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्ताऽयं तद्भावादवेदकः ।।४।। अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।५।। Page #484 -------------------------------------------------------------------------- ________________ ४७० કલામૃત ભાગ-૬ (हो&l) निरभिलाष करनी करै, भोग अरुचि घट माहि। तातें साधक सिद्धसम, करता भुगता नांहि।।९।। અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એનું કારણ. (કવિત) ज्यौं हिय अंध विकल मिथ्यात घर, मृषा सकल विकलप उपजावत। गहि एकंत पक्ष आतमको, करता मानि अधोमुख धावत।। त्यौं जिनमती दरबचारित्री कर, __कर करनी करतार कहावत । वंछित मुकति तथापि मूढ़मति, विन समकित भव पार न पावत।।१०।। વાસ્તવમાં જીવ કર્મનો અકર્તા છે અને કારણ. त्योus) चेतन अंक जीव लखि लीन्हा। पुदगल कर्म अचेतन चीन्हा।। बासी एक खेतके दोऊ। जदपि तथापि मिलैं नहिं कोऊ।।११।। ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्सवभावम् । ज्ञानन्परं करणवेदनयोरभावा च्छुद्धस्वभावनियतः सहि मुक्त एव ।।६।। ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः । सामान्यजनवत्तेयां न मोक्षोऽपि मुमुक्षताम् ।।७।। Page #485 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ४७१ ail. - (हो२) निज निज भाव क्रियासहित, व्यापक व्यापि न कोइ। कर्ता पुदगल करमकौ, जीव कहांसौ होइ ।।१२।। અજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા અને જ્ઞાનમાં અકર્તા છે. (સવૈયા એકત્રીસા) जीव अरु पुदगल करम रहैं, एक खेत, जदपि तथापि सत्ता न्यारी न्यारी कही है। लक्षन स्वरुप गुन परजै प्रकृति भेद, । ___ दुहूंमै अनादिहीकी दुविधा है रही है।। एतैपर भिन्नता न भासै जीव करमकी, जौलौं मिथ्याभाव तौलौं ऑधि बाउ बही है। ग्यानकै उदोत होत ऐसी सूधी द्रिष्टि भई, जीव कर्म पिंडकौ अकरतार सही है।।१३।। al. - (होड) एक वस्तु जैसी जु है, तासौं मिलै न आन। जीव अकरता करमको, यह अनुभौ परवान।।१४।। અજ્ઞાની જીવ - અશુભ ભાવોનો કર્તા હોવાથી ભાવકર્મનો કર્તા છે. त्यो) । जो दुरमती विकल अग्यानी नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ||८ ।। एकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।९।। Page #486 -------------------------------------------------------------------------- ________________ ४७२ કલશામૃત ભાગ-૬ जिन्हि सुरीति पर रीति न जानी।। माया मगन भरमके भरता। ते जिय भाव करमके करता।।१५।। जे मिथ्यामति तिमिरसौं, लखै न जीव अजीव। तेई भावित करमके, करता होंहि सद्दीव ।।१६।। जे असुद्ध परनति धरै, करें अहं परवांन । ते असुद्ध परिनामके, करता होहिं अजान ।।१७।। આ વિષયમાં શિષ્યનો પ્રશ્ન (દોહરા) शिष्य कहै प्रभु तुम कह्यौ, दुबिधि करमकौ रूप। दरब कर्म पुदगल भई, भावकर्म चिद्रूप।।१८।। करता दरवित करमकौ, जीव न होइ त्रिकाल | अब यह भावित करम तुम, कहौ कौनकी चाल ।।१९।। करता याकौ कौन है, कौन करै फल भोग। कै पुदगल कै आतमा, कै दुहुंको संजोग ?।।२०।। । ये तु स्वभावनियमं कलयन्ति नेम मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वन्ति कर्म तत एव हि भावकर्म कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।।१०।। कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्धयो रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।११।। Page #487 -------------------------------------------------------------------------- ________________ નાટક સમયસારના પદ ४७३ આ વિષયમાં શ્રીગુરુ સમાધાન કરે છે. (દોહરા) क्रिया एक करता जुगल, यौँ न जिनागम माहि। अथवा करनी औरकी, और करै यौं नाहि ।।२१।। करै और फल भोगवै, और बनै नहि एम। जो करता सो भोगता, यहै जथावत जेम।।२२।। भावकरम करतव्यता, स्वयंसिद्ध नहि होइ। जो जगकी करनी करै, जगवासी जिय सोइ ।।२३।। जिय करता जिय भोगता, भावकरम जियचाल । पुदगल करै न भोगवै, दुविधा मिथ्याजाल ।।२४।। तातें भावित करमकौं, करै मिथ्याती जीव । सुख दुख आपद संपदा, भुंजै सहज सदीव ।।२५।। કર્મના કર્તા-ભોક્તા બાબતમાં એકાંત પક્ષ ઉપર વિચાર. (સવૈયા એકત્રીસા) केई मूढ़ विकल एकंत पच्छ गहैं कहैं, आतमा अकरतार पूरन परम है। तिन्हिसौं जु कोऊ कहै जीव करता है तासौं, फेरि कहैं करमकौ करता करम है।। ऐसै मिथ्यामगन मिथ्यातो ब्रह्मधाती जीव, जिन्हिकै हिए अनादि मोहको भरम है। तिन्हिकौं मिथ्यात दूर करिबैकौं कहैं गुरु, कमैवं प्रवितर्ण कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते ।।१२।। Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ स्यादवाद परवांन आतम धरम है ||२६|| કલશામૃત ભાગ-૬ स्याद्वाद्दमां खात्मानुं स्वरुप ( होहरा) चेतन करता भोगता, मिथ्या मगन अजान । नहि करता नहि भोगता, निहचै सम्यकवान ।। २७ ।। Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ વાંચકોની નોંધ માટે Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ કલશમૃત ભાગ-૬ વાંચકોની નોંધ માટે Page #491 -------------------------------------------------------------------------- ________________ ്ര്ര്ര്ര്ര്ര്