________________
૧૯૮
કલામૃત ભાગ-૬
ધ્રુવની અપેક્ષા નથી. એ શેયનું એવું સ્વરૂપ છે. આહાહા...! “ચંદુભાઈ! પરની અપેક્ષા તો કાઢી નાખી. આહાહા.! ભગવાન! આ તો શાંતિની વાત છે, પ્રભુ! આ કોઈ...
સમય સમયની પર્યાયમાં ઉત્પાદ થાય છે. શેય અધિકારમાં–સમકિતના અધિકારમાં જે સમયે જે પર્યાય જ્યાં ઉત્પન્ન થાય છે એ ઉત્પાદનો વ્યય અને ધ્રુવની અપેક્ષા નથી. પરની અપેક્ષા તો નથી... આહાહા! સમજાય છે કાંઈ? એક વાત. શેય અધિકાર ૧૦૧ ગાથામાં એ કહ્યું અને ૧૦૨માં એમ કહ્યું-જન્મક્ષણ. એ દ્રવ્યની પર્યાયનો જન્મ–ઉત્પત્તિનો કાળ છે. આહાહા..! કાલે વાત આવી હતી ને? ભાઈ! ઓલી પાંચ લબ્ધિ. એમાં એમણે કાળલબ્ધિ લીધી છે. અહીં આપણે આમ પાંચ લબ્ધિમાં ક્ષયોપશમ આવે છે, ક્ષયોપશમ. અને એમણે કાળલબ્ધિ લીધી છે. મારે બીજું કહેવું છે. કાળલબ્ધિમાં એ (વાત) છે કે, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે કાળલબ્ધિ છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં એમ લીધું છે, પાઠ છે. કાળલબ્ધિ એને કહીએ કે જે સમયે છએ દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થવાની છે, તે સમયે, હોં. તે સમયે આગળ-પાછળ નહિ પહેલા-પછી નહિ, ફેરફાર નહિ તેને કાળલબ્ધિ કહેવામાં આવે છે. એ છએ દ્રવ્યમાં કાળલબ્ધિ છે. “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં મૂળ ગાથા છે. છએ દ્રવ્યને કાળલબ્ધિ છે. આહાહા...!
મુમુક્ષુ :- એમાં બે ગાથા છે.
ઉત્તર :બે ગાથા છે, ખબર છે ને, બધું વંચાઈ ગયું છે, વ્યાખ્યાન થઈ ગયા છે. અહીં તો ૪૩ વર્ષ થયા.
કાળલબ્ધિ એમ લીધી છે. સમજાય છે કાંઈ? પાંચ લબ્ધિમાં ક્ષયોપશમ લબ્ધિના સ્થાને કાળલબ્ધિ લીધી છે. સવારે આવ્યું હતું ને? નિયમસારમાં. ત્યાં આગળ એનો અર્થ એ કર્યો કે, જે સમયે (થવાની હોય તે થાય, પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. ત્યાં તો એ લેવું છે ને? ચાર ભાવ છે પણ એ ભાવ દ્રવ્યમાં નથી. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીં કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવ “પશ્યન્ત આહાહા...! એ રાગનો રચનારો પણ નથી એમ દેખો તો એનો અર્થ એ થયો કે, તારી આનંદની પર્યાયને આસ્વાદો. આહાહા..! તેનો કર્તા થઈને આનંદની પર્યાયને તારું કાર્ય બનાવ. આહાહા...! આવો માર્ગ છે, ભગવાના પરની દયા તો પાળી શકતો નથી. પરની દયા પાળી શકું છું એ કાર્ય તો વ્યવહાર પણ નથી. નકાર કર્યો ને? કારણ કે પરની દયા તો પરની પર્યાય છે, તેને આત્મા કેમ પાળી શકે? આહાહા.! પણ પરની દયાનો ભાવ આવ્યો તેનો પણ કર્તા થાય તો એ આત્માનો સ્વભાવ નથી. આહાહા.! સમજાય છે કાંઈ એવા આત્માને રાગનો પણ અકર્તા દેખો. આહાહા.! અર્થાત્ ભગવાનઆત્માને આનંદમય જ્ઞાનમય દેખો હૈ આહાહા.! એ આનંદમય અને જ્ઞાનમય દેખવાથી તારી પર્યાયમાં આનંદનો સ્વાદ આવશે. આહાહા...! સમજાય છે કાંઈ?