________________
કળશ- ૨૦૧
૧૯૭
તેનું તાત્પર્ય વીતરાગતા હતું એ અંદરમાં ભાવભાસન થઈ ગયું. સમજાય છે કાંઈ? એ શબ્દો પણ એટલા યાદ ન રહ્યા. અને એક સ્ત્રી અડદની દાળ અને શું કહેવાય છે? છીલકા! અમારે અહીંયાં આપણે શું કહેવાય છે દાળને? છડીદાળ કહે છે અમારે અહીંયાં. છડી. છડી, ધોળી. એ ફોતરા કાઢે પછી સફેદ રહે ને? એને છડીદાળ કહે છે. એક બાઈ આમ ઉપરના ફોતરા કાઢી નાખતી હતી. કોઈએ એને પૂછ્યું, શું કરો છો? બા! (એણે કહ્યું કે, ફોતરા કાઢું છું અને અડદને જુદા કરું છું. એટલું સાંભળ્યું. (અંદર ભાવનું) ભાસન તો હતું. સાંભળ્યું અને અંદર વિકલ્પ-ફોતરા થોડા હતા, ફોતરા આહાહા.! હું તો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન છું). અંદર ઊતરી ગયા (અને) કેવળજ્ઞાન થઈ ગયું. આહાહા...!
મુમુક્ષુ :- તો તો પછી આ અભ્યાસ કરવાની કાંઈ જરૂરિયાત જ નથી ને?
ઉત્તર :- પણ જેને ભાન નથી તેને તો પહેલા અભ્યાસ કરવો પડશે ને? જેને ઘણા શલ્ય છે, વિપરીત શલ્ય ઘણા છે, તેટલા પ્રમાણમાં તેને અભ્યાસ કરીને વિપરીત શલ્ય કાઢવા પડશે ને! એમને તો કોઈ વિપરીત શલ્ય હતા નહિ. સમજાય છે કાંઈ? અસંખ્ય પ્રકારના મિથ્યાત્વ ને ગૃહીત મિથ્યાત્વ અને અગૃહીત મિથ્યાત્વ અસંખ્ય પ્રકારના છે. સૂક્ષ્મપણે અનંત પ્રકારના છે. ક્યાં ક્યાં એની પકડ છે તેને છોડવા જ્ઞાન તો કરવું પડશે ને? જેને છૂટી ગયા છે તેને ખલાસ થઈ ગયું છે. આહાહા...! સમજાય છે કાંઈ?
અનાદિકાળથી તત્ત્વ શું ચીજ છે એનો અભ્યાસ તો અંતરમાં કર્યો નથી તો એણે સ્વલક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો, એમ પ્રવચનસારમાં ચાલ્યું છે. પ્રવચનસાર'. બીજો અધિકાર શરૂ કરતા, “શેય અધિકાર' શરૂ કરતા ૯૩ ગાથામાં (કહે છે). ૯૨ ગાથા (સુધી) જ્ઞાન અધિકાર છે પછી ૯૩ થી શેય અધિકાર છે. શેય અધિકારનો અભ્યાસ કરો, એ પણ સ્વલક્ષે કરવો, એમ કહ્યું છે. કહ્યું છે ને “ચંદુભાઈ? આહાહા...! અને એ શેય અધિકારમાં એમ લીધું છે કે, શેયનું સ્વરૂપ એવું છે, જોકે શેય અધિકાર કહ્યું છે પણ જયસેનાચાર્યે તો એને સમકિતનો અધિકાર કહ્યો છે. પહેલા ૯૨ ગાથા સુધી જ્ઞાનનો અધિકાર, પછી ૧૦૮ ગાથા સમકિતનો અધિકાર અને પછી ચરણાનુયોગ, એમ ત્રણ (અધિકાર) છે.
મારે તો બીજું કહેવું હતું કે, એ શેયના અધિકારમાં ૧૦૧ અને ૧૦૨ માં એમ લીધું કે, શેયનું સ્વરૂપ જ એવું છે કે જે ક્ષણે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે ઉત્પન થશે. એવું શેયનું સ્વરૂપ છે. કોઈ બીજાથી ઉત્પન્ન થાય, દ્રવ્ય-ગુણથી નહિ અને પરથી પણ નહિ. આહાહા..! એ શેય અધિકાર છે અને ગર્ભિત રીતે સમકિતનો અધિકાર છે. એ તો જયસેનાચાર્યે સ્પષ્ટ કરી દીધું છે કે, આ સમકિતનો જ અધિકાર છે. કેમકે જેવી વસ્તુ છે એવી જ્ઞાનમાં, ખ્યાલમાં પ્રતીત આવે તો સમ્યગ્દર્શન થાય છે. સમજાય છે કાંઈ? શેય અધિકારમાં એમ કહ્યું કે, જોય આવું છે. શેય પોતાથી એવું છે કે, ઉત્પાદના કાળે ઉત્પાદ, વ્યયને કાળે વ્યય. ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, વ્યયને ઉત્પાદની અપેક્ષા નથી, ઉત્પાદમાં