________________
૧૯૬
કલશામૃત ભાગ-૬
કાંઈ? આ તો કાલે ચાલી ગયું છે આપણે, આ તો “ચંદુભાઈ આવ્યા છે એટલે ફરીને શરૂ કર્યો.
સમ્યગ્દષ્ટિ જીવ અનુભવો. અકર્તા દેખો. “પશ્યન્ત દેખો. અર્થાત્ રાગનો પણ કર્તા નથી, અકર્તા દેખો. અર્થાત્ આત્મા રાગનો અકર્તા છે તો આત્માના આનંદનો આસ્વાદ લો. આહાહા...! સમજાય છે કાંઈ? થોડા શબ્દોમાં તો બહુ ભર્યું છે, ભગવાના આ સંતોની વાણી એટલી સૂક્ષ્મ છે. અધ્યાત્મ વાત. આહાહા...! જ્યારે રાગનો અકર્તા દેખો એમ કહ્યું) એનો અર્થ એ કે પોતાની દૃષ્ટિમાં સ્વભાવ આવ્યો તો સ્વભાવની દૃષ્ટિથી પોતાના અકર્તાપણાનો અનુભવ કરો. અર્થાત્ આનંદનો... આહાહા.! રાગ છે તે આકુળતા હતી, એ આકુળતાનો અકર્તા દેખો. ત્યાં એનો અર્થ કે આનંદનું વેદન કરો. આહાહા.! “ચંદુભાઈ! આવી વાત છે. આ દુનિયા સાથે કાંઈ ચર્ચા-વાદે પાર પડે એવું નથી. એ તો કાલે કહ્યું હતું ને? સમયસારમાં આવ્યું ને? સ્વયં સ્વ અને પરસમય સાથે વાદવિવાદ કરીશ નહિ પ્રભુ માર્ગ એવો છે, નાથા કે, ક્યાંય શબ્દ પાર પડે એવું નથી. આહાહા.! સ્વસમય અને પરસમય સાથે વાદ, વચનવિવાદ કરીશ નહિ. આહાહા...
ભગવાન આત્મા જ્યારે ચેતનસ્વરૂપ છે તો રાગનો અકર્તા જોયો તો એનો અર્થ એમ થયો કે પોતાના આનંદનો કર્તા થાય અને કર્તાનું કર્મ આનંદ હો. એ પણ ઉપચારથી કહેવામાં આવે છે. એમાં એટલો ભેદ પડ્યો ને કે આત્મા કર્તા અને આનંદનો સ્વાદ લેનારું કર્મ. આહાહા.! એ પહેલા આવી ગયું છે, પહેલા કળશમાં આવી ગયું છે. ઉપચારથી કર્તા, પહેલામાં આવી ગયું છે. પોતાની પરિણતિનો કર્તા પણ ઉપચારથી છે. ભેદ પડ્યો ને? (એટલે). એ પહેલા આવી ગયું છે. આહાહા.. આવી વાતું છે. આ તો એકલો ભગવાન પરમાનંદ સ્વરૂપી પ્રભુઆહાહા...!
એ ચીજ સ્વાભાવિક ત્રિકાળી આનંદ ચીજ એ વિકૃત અવસ્થાને કેમ કરે? આહાહા...! અને વિકૃત અવસ્થાને ન કરે તો આનંદ અવસ્થા પ્રભુ (એને કરે). પર ઉપર તો દૃષ્ટિ રહી નહિ. રાગ, દયા, દાન, વ્રતાદિનો પણ કર્યા નથી. આહાહા. એના ઉપરથી દૃષ્ટિ ઉઠી ગઈ. હું તેનો) રચનારો છું, એ દૃષ્ટિ તો ઉઠી ગઈ તો દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર આવી. ભગવાન તો ચેતન અને આનંદ સ્વરૂપ છે પ્રભુ તો. તો આનંદનો અનુભવ કરો. આહાહા...! દેવીલાલજી! સૂક્ષ્મ છે પણ પ્રભુ! માર્ગ તો આ છે. આહાહા...! આમાં કોઈ માટે નાનામોટા શરીરની કે નાના-મોટા આયુષ્યની કંઈ જરૂર નથી. હૈ? આહાહા..! તેમ ભણતર ઘણું છે તો આ સમજાય એવી કોઈ આ ચીજ નથી. આહાહા...! આ તો ભગવાન... ઓલું આવે છે ને? “શિવભૂત” અણગાર, નહિ? “શિવભૂતિને? મા-રૂષ અને મા-તુષ, એટલું યાદ નહોતું રહેતું. ગુરુએ એનો અર્થ એટલો કહ્યો કે, વીતરાગ તાત્પર્ય. પ્રભુ! કોઈ પ્રત્યે રોષ નહિ, કોઈ પ્રત્યે સંતોષ નહિ, રાગ નહિ. મા-રૂપ, મા-તુષ. એટલા શબ્દ પણ યાદ ન રહ્યો. પણ