________________
કળશ- ૨૦૧
૧૯૫ કહ્યો ને (એટલે) વ્યવહાર થઈ ગયો ને? કર્તા આત્મા અને પદ્રવ્યની પર્યાય કાર્ય, તો એ તો વ્યવહાર થઈ ગયો. પરદ્રવ્ય થઈ ગયું ને એટલે વ્યવહાર. એ વ્યવહાર પણ સર્વથા નથી. આહાહા.! સમજાય છે કાંઈ? વ્યવહાર પણ નથી. વ્યવહાર ક્યાંથી આવ્યો? ઝીણી વાત છે, બાપુ
અનંત પદાર્થ પોતાની સ્વયં પર્યાયપણે, ષકારકપણે વર્તમાન પર્યાય પરિણમે છે. પર્યાય ષકારકપણે પરિણમે છે, હોં! ચાહે તો વિકાર હો કે ચાહે તો અવિકાર હો. અહીં વિકારનો તો નિષેધ કરશે, સ્વભાવની અપેક્ષાએ. જગતમાં છએ દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય એ ષકારકરૂપે વિકારના કે અવિકારના ષકારકરૂપે પરિણમન સ્વતંત્ર એ સમયની સ્થિતિ છે. એમાં બીજો એને કરે, એના દ્રવ્ય અને ગુણ પણ કરે નહિ તો બીજો કરે એવું ક્યાંથી આવ્યું? એમ કહે છે. આહાહા.. કેમકે પર્યાય એક સમયની પણ સત્ છે, અહેતુક છે. તેનો કોઈ હેતુ નથી). છે એનો હેતુ શો? ચાહે તો વિકૃત અવસ્થા હો કે ચાહે તો અવિકૃત હો. એ પોતાના ષકારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકારણ તેનાથી પરિણમે છે એ વસ્તુનું સ્વરૂપ છે તો એ વ્યવહાર સર્વથા નથી. પરકર્મનું કાંઈ કરે, અહીં તો કર્મની વાત લેવી છે, કર્મ જે નજીકના સંબંધમાં છે તેનો પણ કર્તા નથી તો દૂર ક્ષેત્રે રહેલી ચીજનો, એની પર્યાયનો કર્તા આત્મા નથી. આહાહા...!
તો કેવો છે?” “મુનય: બના: “કરૂં પશ્યન્તુ અહીંયાં “મુનઃ નનાનો અર્થ એટલો લીધો છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ લીધું છે અને આપણે “સમયસારમાં મુનય? એટલે સંતો, સાચા મુનિ અને જનો એટલે કર્તા માનનારા જન. બે અર્થ લીધા છે. સમજાય છે કઈ? મુનય: બના: મુનિ અને જન. જે લૌકિક વૈષ્ણવ કર્તા માને છે એ જીવો પણ પદ્રવ્યનો કર્તા ન માનો. સમજાય છે કાંઈ? અહીં એક અર્થ કર્યો-“મુન: નના: ન્યાં જયચંદ્રજી પંડિતે બે અર્થ કર્યા છે. અને બે અર્થ છે એ બરાબર છે. કારણ કે એ વિષ્ણુ કર્તાનું ચાલ્યું આવે છે ને.
સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે જીવસ્વરૂપને “કર્તા નથી આહાહા...! કર્મનો કર્તા તો નથી પણ નિશ્ચયથી તો રાગનો કર્તા પણ નથી. એ માટે પહેલું કહ્યું હતું તે પહેલા? કે, જીવદ્રવ્ય તો ચેતનસ્વરૂપ છે એમ કહ્યું હતું. રાગરૂપ છે કે (જડ)રૂપ છે એમ નહિ), એ તો ચેતનસ્વરૂપ છે. જ્ઞાયક સ્વભાવ છે. એ જ્ઞાયકભાવ પરને કેવી રીતે કરે? આહાહા. તો “વા પશ્યન્ત “ પશ્યન્તની વ્યાખ્યા “કર્તા નથી એવું અનુભવો–આસ્વાદો.” આહાહા.! પરનો, રાગનો કર્તા પણ નથી એ તો ચેતનસ્વરૂપ છે, એવી દૃષ્ટિવંત હે જીવો. અકર્તા જોઈને “પશ્યન્તુ (અર્થાતુ) પોતાના સ્વરૂપને અનુભવો. આહાહા! સમજાય છે કઈ? સૂક્ષ્મ વાત છે, ભગવાના વાત તો એવી છે, શું થાય એમાં? “કરૂં પશ્યન્તની વ્યાખ્યા કે, રાગનો પણ અકર્તા દેખો. એનો અર્થ કે આત્મા આનંદ સ્વરૂપ છે તેનો આસ્વાદ લો. આહાહા.! સમજાય છે