________________
૧૯૪
કલશામૃત ભાગ-૬
છે. આત્મા દ્રવ્ય વસ્તુ છે એ વિશેષ છે અને વિશેષણ એટલે જ્ઞાનગુણ વિશેષણ છે. એમ આત્મા વિશેષ છે અને રાગ વિશેષણ છે, એમ નથી. આહાહા. સમજાય છે કાંઈ? તે દિ ઉતારી લીધું છે. ઓલા “આલાપ પદ્ધતિમાંથી. આ સંબંધ નથી એમ કહ્યું ને? તો ત્યાં સંબંધ લીધા છે. ‘આલાપ પદ્ધતિ છે ને? બહુ સૂક્ષ્મ. આહાહા!
વિશેષ-વિશેષણ. ભગવાન આત્મા વિશેષ છે અને તેનું વિશેષણ શું? કે, જ્ઞાન, દર્શન, આનંદ એ તેના વિશેષણ છે. જાણન, દેખન, આનંદ એ વિશેષણ છે અને વિશેષ આત્મા છે. એમ આત્મા વિશેષ છે અને રાગ વિશેષણ છે એમ નથી. આહાહા! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ છે પણ થોડું થોડું તો કહીએ છીએ. આ તો આખો સંસાર ઉથલાવી નાખે, ભાઈ! અનંત કાળનું પરિભ્રમણ એ તે કંઈ સાધારણ વાત છે? આહાહા...! નવમી રૈવેયક જૈન સાધુ થઈને અનંતવાર ગયો છતાં સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નહિ. આહાહા...! હજારો રાણી છોડી, હજારો રાણી, રાજપાટ છોડ્યા, કુટુંબ છોડી એકલો જંગલમાં રહ્યો. પંચ મહાવ્રત લીધા પણ આત્મા આનંદકંદ પ્રભુ છે, રાગથી ભિન્ન છે એવો અનુભવ ન કર્યો. કર્તાબુદ્ધિ ત્યાં રહી ગઈ. આહાહા..! વિશેષ કહેશે, લ્યો! (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પોષ વદ ૧૪, સોમવાર તા. ૬-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૧, ૨૦૨ પ્રવચન–૨૨૫
૨૦૧ (કળશ), અહીંયાં સુધી આવ્યું છે. ફરીને થોડું લઈએ. “તત્ વસ્તુમેરે ર્રર્મવદના ન સ્તર સિદ્ધાંત. વસ્તુમાં ભિન્નતા છે ત્યાં કર્તા-કર્મપણું ઘટતું નથી. બે ભિન્ન વસ્તુમાં કર્તા-કર્મપણું (અર્થાતુ) આ કર્તા અને આ તેનું કાર્ય, એમ ઘટતું નથી. કેમકે દરેક પદાર્થ સ્વતંત્ર પોતાની પર્યાયનું પરિણમન કરનારા (છે). તેનું કાર્ય બીજો પદાર્થ) કરે એવી વસ્તુની સ્થિતિ નથી. વસ્તુનો નિયમ જ નથી. એ કહ્યું. કહ્યું ને?
જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્ગલદ્રવ્ય અચેતનસ્વરૂપ એવો ભેદ અનુભવતાં.” એવી ભિન્નતાને જાણતા અને અનુભવતાં. આહાહા...! “ર્ફવર્મપદના “જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ એવો વ્યવહાર સર્વથા નથી.” વ્યવહાર સર્વથા નથી. આહાહા.. કેમકે પરની સાથે સંબંધ