________________
કળશ- ૨૦૧
૧૯૩
લેપ નિર્જરા દુની એ કહ્યું હતું ને? મૂઢ કર્મ કો કર્તા હોવે, ફળ અભિલાષ ફલે જબ જોવે, જ્ઞાની ક્રિયા કરે ફળ શૂન્ય' રાગ આવે છે, જાણે છે. એ હું નહિ, મારી ચીજ નહિ. લગે ન લેપ નિર્જરા દુનિ' દુનિ (શબ્દ) તો પદ્યની સાથે મેળવવા માટે કહ્યું. અસંખ્યગુણી નિર્જરા થઈ જાય છે. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે, તાદાસ્ય સંબંધ નથી, ગુણ-ગુણી સંબંધ નથી. ભગવાન આત્મા ગુણી એટલે ગુણવાળો અને રાગ તેનો ગુણ, આત્મા ગુણી અને શરીર તેનો ગુણ, આત્મા ગુણી અને કર્મ તેનો ગુણ, એમ નથી. આહાહા. ભગવાન આત્મા તો આનંદ અને જ્ઞાન તેનો ગુણ છે. એ ગુણ અને આત્મા ગુણીને તાદામ્ય સંબંધ છે. એ ગુણ-ગુણીનો ભાવ છે. આહાહા.! કર્મની સાથે ગુણ-ગુણીનો ભાવ નથી. છે?
લક્ષ-લક્ષણ ભાવ. લક્ષણ રાગ અને લક્ષ આત્મા, એમ નથી. આહાહા. “આલાપ પદ્ધતિમાં છે. સમજાય છે કાંઈ? દયા નામનો વિકલ્પ એ લક્ષણ અને આત્મા લક્ષ, એમ નથી. જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ, એમ છે. આહાહા...! એમ કર્મ લક્ષણ અને આત્મા લક્ષ, એમ નથી. આહાહા! લક્ષ-લક્ષણ ભેદ છે. સમજાય છે કાંઈ?
બીજું લખ્યું છે, વાચ્ય-વાચક ભાવ. અચેતન શબ્દ એ વાચક છે અને તેનું વાચ્ય ચેતન છે, એમ નથી. જેમ સાકર બોલે છે ને સાકર ત્રણ અક્ષર છે. તેનું વાચ્ય શું? સાકર પદાર્થ. પણ ઝેર શબ્દનું વાચ્ય સાકર છે? ઝેર શબ્દનું વાચ્ય તો ઝેર છે. એમ રાગ વાચક છે અને આત્મા તેનું વાચ્ય છે, એમ નથી. આહાહા.. સમજાય એટલું સમજવું, પ્રભુ તારામાં તો શક્તિ તો અનંતગુણી અનંત છે, પ્રભુ એક ક્ષણમાં કેવળજ્ઞાન ત્યે એટલી તાકાત પડી છે અંદર. એક ક્ષણમાં કેવળજ્ઞાના આહાહા...! પરમાત્મા થઈ જાય, પ્રભુતું એટલો છો પણ તને તારી પ્રતીતિ, વિશ્વાસ નથી. બહારના વિશ્વાસ આવે. આ શું તમારે કહેવાય? ક્વિનાઈન ક્વિનાઈન થોડી લે તો તાવ મટી જશે, એનો વિશ્વાસ (આવે). ક્વિનાઈન કહે છે ને? ભાઈ એ ત્યે તો તાવ મટી જાય. એનો એને વિશ્વાસ આવે.
બીજી રીતે લઈએ. મોટો કોળિયો અહીં સલવાય જશે એની શંકા એને પડતી નથી. એમાં નિઃશંક છે કે, આ લઈએ છીએ એ બરોબર અંદર ચાલ્યું જશે. અંદર જોયું નથી કે ક્યાં જાય ને શું જાય છે? કોળિયો લે છે ને? આહાર... આહાર. ક્યાં જાય છે ને કેમ જાય છે? એમાં નિઃશંક છે. એ તો નીચે જશે અને બરાબર પચી જશે. પણ આ કાણુંબાણું હશે ને આટલો મોટો લોચો પડે છે અંદર સલવાય જશે કે નહિ? કરવા લાયક કર્યું નહિ અને નહિ કરવા લાયક કરીને ચોરાશી લાખ યોનિમાં રખડે છે. આહાહા...! સમજાય છે કાંઈ? વાચક-વાચ્ય કહ્યું ને?
વિશેષ-વિશેષણ ભાવ. વિશેષ-વિશેષણ શું કહે છે? વિશેષ આત્મા અને વિશેષણ રાગ, એમ પણ નથી. વિશેષ-વિશેષણ કહે છે ને? જેમ દ્રવ્ય વિશેષ છે તો ગુણ તેનું વિશેષણ