________________
૧૯૨
કલશામૃત ભાગ-૬
એ બેનો તાદામ્ય સંબંધ છે જ નહિ. તાદાભ્ય સંબંધ એટલે? જેમ અગ્નિ અને ઉષ્ણતા એ તાદાભ્ય સંબંધ છે. સાકર અને મીઠાશ એ તાદાભ્યતદ્દ-આત્મ તત્ સ્વરૂપ સંબંધ છે. એમ આત્માનો અને પુણ્ય-પાપના ભાવનો અને કર્મનો તાદાભ્ય-તત્ સ્વરૂપ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? ભાઈ! ભાષા તો સાદી છે પણ ભાવ તો આ તો અલૌકિક છે. જેમ અગ્નિ અને ઉષ્ણતા એ તાદાભ્યતત્ સ્વરૂપ છે. ઉષ્ણતા અને અગ્નિ બેય એક છે, તાદાભ્ય સંબંધ છે. એમ આત્મામાં અને આત્માના આનંદમાં તાદાભ્ય સંબંધ છે પણ આત્માને અને રાગને ને કર્મને તાદામ્ય સંબંધ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે. યશપાલજી! આહાહા...! ઘણા પ્રેમથી સાંભળે છે. વાત તો આવી છે, ભગવાના આહાહા.! કહે છે?
પ્રભુ! તને આવું મનુષ્યપણું અનંત કાળે મળ્યું. મનુષ્યની વ્યાખ્યા તો “ગોમ્મદસારમાં એમ કહે છે, જ્ઞાયતે ઇતિ મનુષ્ય. જાણવું, આત્માનો અનુભવ કરવો એ મનુષ્ય છે. આહાહા...! નહિતર મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતિ. મનુષ્યરૂપે મૃગલા-હરણિયા છે. હરણ કહે છે? મૃગલા. આપણે નથી આવતું? મનુષ્યરૂપે મૃગા ચરતિ. મનુષ્યરૂપે મૃગલા-હરણિયા છે. આહાહા...!
અહીંયાં તો ભગવાન આત્મા, આહાહા! અને તેનો જ્ઞાન અને આનંદનો આત્મા સાથે તાદાસ્ય તદ્દરૂપ સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતાની પેઠે, સાકર અને મીઠાશની પેઠે. સોનામાં સુવર્ણ અને પીળાશ, ચીકાશની પેઠે તાદામ્ય સંબંધ છે. એમ ભગવાનઆત્મામાં જ્ઞાન અને આનંદનો તાદામ્ય સંબંધ છે, તસ્વરૂપમાં. રાગ પુણ્ય-પાપના ભાવનો અને કર્મનો, શરીરનો આત્મા સાથે તાદામ્ય સંબંધ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એક વાત.
‘આલાપ પદ્ધતિમાં એ આવ્યું છે. આલાપ પદ્ધતિ એક શાસ્ત્ર છે ને? એમાં આવ્યું છે. મેં એમાથી લખ્યું છે. તે દિ વાંચતા વાંચતા થોડું લખ્યું છે. તાદાભ્ય સંબંધ ગુણગુણી ભાવ. શું કહે છે? કે, આત્મા ગુણી છે અને રાગ એનો ગુણ છે એમ નથી. આહાહા.! જેમ સાકર ગુણી છે, મીઠાશ ગુણ છે. તેમ એમાં મેલ છે, એ ગુણી સાકર છે, મેલ તેનો ગુણ છે એમ નથી. ન્યાય સમજાય છે? લોજીકથી તો વાત ચાલે છે. ન્યાયમાં નિ ધાતુ છે. નિ (એટલે) લઈ જવું. વસ્તુની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને અંદર દોરી જવું. આહાહા...! ઝીણી વાત તો છે, ભાઈ! એણે અનંતકાળથી કર્યું નથી. આ બહારની હોળીમાં મેં કર્યું... ઓલામાં એક આવે છે. મેં કર્તા મેં કિનહી કૈસી, કબ લો કહે જો ઐસી' એ આવે છે, સમયસાર નાટકમાં આવે છે. સમજ્યા? હું કર્તા, મેં આવું કર્યું, આમ કરીશ, આમ કરીશ. પણ ભાઈ! શું કર્યું તેં? કોનું કરીશ? “કાંતિભાઈ! મેં કર્તા મેં કિનહી કૈસી, કબ લો કહે જો ઐસી.’ શબ્દ ભૂલી જવાય છે, શબ્દ યાદ રહે નહિ. પહેલા બહુ વાંચતા ત્યારે યાદ રહેતું. “સમયસાર નાટક' તો સંપ્રદાયમાં વાંચતા. આહાહા...! સમજાય છે કાંઈ? ઘણા શબ્દો છે, અંદરથી આવી જાય. “સમયસાર નાટકમાં હતું. “જ્ઞાની ક્રિયા કરે ફળ સુની લગે ન