________________
કળશ- ૨૦૧
૧૯૧
અને પુણ્ય-પાપ ને શરીરના કૂચા ભિન્ન છે. આહાહા...! કૂચા કહે છે ને? આહાહા...!
“વÇ પશ્યન્ત' પ્રભુ! તું પરદ્રવ્યનો કર્તા થઈ શકતો નથી. તેની સાથે અમે તો એમ પણ કહીએ છીએ કે, તારો રાગ પણ તારી ચીજ નથી. આહાહા...! જેમ પરનો કર્તા થઈ શકતો નથી, એ તો સ્થૂળ વાત થઈ, પણ અંદરમાં પુણ્ય-પાપના ભાવ છે તેની પણ ખરેખર રચના કરનારો તું નહિ. તું (કર્તા) માન તો અજ્ઞાન છે. આહાહા! “ઝવેરૂં પશ્યન્ત આહાહા.! સંતોની વાણી તો જુઓ! પ્રભુ! તું અકર્તા છો. એ શુભ-અશુભભાવને રચનારો પણ નથી. પરની ક્રિયા કરનારો નથી (એમ) એકવાર “પશ્યન્ત તું અંદરમાં દેખ તો ખરો. આહાહા...! અંદર આનંદકંદ પ્રભુ છે. શુદ્ધ ચિદાનંદ આત્મા છે. આહાહા.! સમજાય છે કાંઈ?
આસ્વાદો” છે ને? “પશ્યન્ત આહાહા.! અનુભવો. “પશ્યન્ત અનુભવો. “પશ્યન્તુ આ સ્વાદો. આહાહા...! ઝીણી વાત છે, પ્રભુ! એકવાર ખ્યાલમાં તો વાત લ્યો. આહાહા...! કહે છે કે, તું એક ચીજ છો કે નહિ? છે તો એની કોઈ શક્તિ-સામર્થ્ય છે કે નહિ? વસ્તુ છે તો વસ્તુનો કોઈ સ્વભાવ છે કે નહિ? જેમ વસ્તુ ત્રિકાળી છે તો તેનો સ્વ-ભાવ, ભાવવાનનો સ્વભાવ, સ્વભાવવાનનો સ્વભાવ. જેમ ત્રિકાળી સ્વભાવવાન છે એમ સ્વભાવ ત્રિકાળ છે. તેમાં જ્ઞાન, સચ્ચિદાનંદ, આનંદ, શાંતિ આદિ ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવમાં દૃષ્ટિ કરીને કબુદ્ધિ છોડીને અકર્તાપણાનો અનુભવ કરો તો તને શાંતિ મળશે, ધર્મ થશે અને જન્મ-મરણ મટશે, નહિતર જન્મ-મરણ મટશે નહિ. આહાહા...! આવી વાતું છે. સમજાય છે કાંઈ? આહાહા..!
“qશ્યન્ત' ઓહોહો...! ગજબ વાત કરે છે ને દેખો દેખો એટલે આ દેખો. અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન છે તેને વર્તમાન દશામાં જે રાગને તું જોવે છે અને કર્તા માને છો, એ છોડી દે અને તારી વર્તમાન દશામાં દશાવાનને દેખ. આહાહા.! ધીરાના કામ છે, બાપુ આ તો. આ કાંઈ કોઈ પંડિતાઈ ભણી જાય ને મોટા વ્યાખ્યાન આપતા આવડે માટે... એ ચીજ નથી. આહાહા! સમકિતીને-જ્ઞાનીને વ્યાખ્યાન દેતા ન પણ આવડે, એટલો ક્ષયોપશમ ન હોય તો ન પણ કરી શકે. એની સાથે સંબંધ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! આ તો અંદર માલની વાત છે.
પ્રભુ આ મનુષ્યપણું તને મળ્યું, આ એક એક પળ જાય છે. પ્રભુ! મહાકિંમતી જાય છે. આવું મનુષ્યપણું મળવું અનંત કાળે મુશ્કેલ છે. એમાં આ કર્તાપણું છે. પરના કર્તાપણાનો અભાવ અને પોતાની અનુભૂતિની પયયનું કર્તાપણું, એ તારું કાર્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...! છે?
“શા કારણથી?” “યત: અન્ય વસ્તુનઃ મન્યતરે સાર્ધ સંવરનો સમ્પન્ય: નિષિદ્ધ: વર શું કહે છે? એક ચીજમાં બીજી “કન્યતરે'. બીજી ચીજ સાથે “સવનોદવિ સમ્પન્યા. એમાં જરી સૂક્ષ્મ વાત છે. શું? કે, ભગવાનઆત્મા અને પુણ્ય-પાપના ભાવ અને કર્મ, આત્મામાં