________________
૧૯૦
કલામૃત ભાગ-૬
અહીં આચાર્ય મહારાજ કરુણા કરીને કહે છે, આહાહા...! છે ને? “આસ્વાદો. આહાહા...! “પશ્યન્તુ “કરૂં પશ્યન્તની વ્યાખ્યા કરી. “વર્તી તમે જુઓ અર્થાત્ રાગ અને પરની પર્યાયનો કર્તા નથી એમ “વર્ણ દેખો. આત્મા અકર્તા છે તેમ અનુભવો. આહાહા.! સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત તો છે, ભાઈ! અમને તો બધાની ખબર છે ને આખી દુનિયામાં શું ચાલે છે (ખબર છે). આ તો ૮૮ વર્ષ થયા. અમારી તો આખી જિંદગી, ૭૦ વર્ષથી તો આમ જ ચાલે છે. નિવૃત્તિ, દુકાન ઉપર પણ અમે તો નિવૃત્ત જ રહેતા હતા. પિતાજીની દુકાન હતી. આહાહા.! અમે તો બહુ જોયું છે, આખું હિન્દુસ્તાન (ફર્યા છીએ). ધર્મ કહેનારા, બોલનારા ને સાંભળનારા ને કંઈક જોયા છે. આહાહા...! આ માર્ગભાઈ! શું કહીએ?
અહીંયાં કહે છે, “કરૂં પશ્યન્ત આહાહા.! સંતો આનંદને વેદનારા પ્રભુ, અતીન્દ્રિય આનંદના અનુભવીઓ. આહાહા.! “અનુભવને એટલું રે આનંદમાં રહેવું શરીરની નાની ઉમર હતી, દસ વર્ષની, અગિયાર વર્ષની હતી. સીત્તેર, બોંતેર, પંચોતેર વર્ષ પહેલાની વાત છે. અમારી જોડે–પાડોશી હતા. પાડોશી સમજ્યા ને? પડોસી. એ બ્રાહ્મણ હતા પણ અમારી માતાજીનું જે પિયર હતું ત્યાંના હતા એટલે મામા કહેતા હતા. મૂળજીમામા કહેતા હતા. એ જ્યારે હાય ત્યારે એટલું બોલતા હતા. દસ વર્ષની અમારી ઉંમર હતી ત્યારની વાત છે, આ તો ૭૫ વર્ષ પહેલાની વાત છે. “અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે....' આ તો આપણી ગુજરાતી ભાષા. “અનુભવીને એટલું...” આ શું કહે છે? કીધું, આ બોલે છે શું આ? મામા. આ તો પોણોસો વર્ષ પહેલાની વાત છે. એનેય ખબર ન મળે. ભાષા બોલે. ઓલા લૂગડા બદલે ને શું કહેવાય છે? કપડા. એને કપડાનું નામ હોય. ધાબળી નાની હોય. આ બોલતા હોય, “અનુભવીને.” આ કહે છે શું આ? “અનુભવીને એટલું....'
એ અહીં કહે છે, હે પ્રભુ! “ગવર્ની પશ્યન્ત આહાહા. એટલે? અર્થાત્ શુભ-અશુભરાગ આવે છે તેના ઉપરથી લક્ષ છોડી દે. એ તારી ચીજ નથી, તારામાં નથી, તું એમાં નથી. આહાહા...! આ તે કંઈ વાત છે! રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય છે, ભાવ વિકલ્પ ઊઠે છે, વૃત્તિ ઊઠે છે એ વૃત્તિ રાગ છે તેમાં તું નથી. કેમકે તેમાં તું હોય તો રાગ છૂટી જાય છે અને તું તો રહે છે. રાગ અને તું એક હોય તો રાગનો નાશ થઈ જાય છે અને તારો નાશ નથી થતો, તું તો અવિનાશી રહે છે. તો રાગમાં તું નથી અને તારામાં રાગ નથી. એમ “વરૂં પશ્યન્તુ. આહાહા.! સમજાય છે કાંઈ? વાત તો ગંભીર છે, પ્રભુ! શું થાય? આહાહા...! ભગવાન છે બધા, અંદર પ્રભુ છે. બહાર પર્યાયમાં–અવસ્થામાં ભૂલ છે, વસ્તુ તો વસ્તુ છે. શેરડીનો રસ. શેરડી સમજાય છે? ગન્નાનો રસ અને કૂચા બેય ભિન્ન ચીજ છે. પીલે તો રસ જુદો પડી જાય અને કૂચા જુદા પડી જાય છે. કૂચા કહે છે ને? પંડિતજી શું કહે છે? આ શેરડીના કૂચા. શેરડી–ગન્ના. એમ આત્મરસ, આનંદરસ