________________
કળશ- ૨૦૧
૧૮૯
વાત અહીં તો લીધી છે, જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં ત્યાં કર્મની અવસ્થા થાય. છતાં એ કર્મની અવસ્થાનો કર્તા આત્મા નથી. તો પછી નજીકમાં આવું બને છે તેનો પણ કર્તા નથી તો દૂર શરીર, વાણી, મન તેનો આત્મા કર્તા થાય, હલાવી શકે, બોલી શકે છે, બીજાને પૈસા આપી શકે છે, હું બીજાને આપી શકું છું અને રાખી શકું છું, મિથ્યાદૃષ્ટિ અજ્ઞાનીનો ભ્રમ છે. સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! હૈ?
મુમુક્ષુ :- કર્મ તો દેખાતા નથી.
ઉત્તર :- કર્મ દેખાતા નથી પણ આ દૃષ્ટાંત ન આપ્યું? દેખાતા નથી પણ દષ્ટાંત આપ્યું ને કે, બુદ્ધિ સાધારણ હોય છતાં પાંચ લાખ પેદા કરે. તેમાં) શું દેખાય છે? અમને તો ઘણા અનુભવ છે. અમારા ભાઈ હતા ને? ભાગીદાર. સાધારણ બુદ્ધિ (છતાં) બે-બે લાખ પેદા કરતા હતા. અમારા કુંવરજીભાઈ ભાગીદાર હતા ને? ફઈના દીકરા. દુકાન હતી ને? પાલેજમાં અમારી બે દુકાન હતી. મેં પાંચ વર્ષ દુકાન ચલાવી હતી પણ નાની ઉંમર, ૧૭ થી ૨૨. સત્તર વર્ષે મોટી દુકાન ચલાવી. બે દુકાન છે, હજી દુકાન છે, મોટી દુકાન છે, અત્યારે મોટી દુકાન છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણ-ચાર લાખની પેદાશ છે. બેય દુકાન છે. પાલેજ ભરૂચ અને વડોદરાની વચ્ચે. અમારા ભાગીદાર હતા એ બુદ્ધિવાળા કેવા હતા ઈ અમને ખબર છે. હૈ?
મુમુક્ષુ :- ઈ તો મોટા શેઠ.
ઉત્તર – અમારા “રામજીભાઈએ એક ફેરી મશ્કરી કરી હતી. કુંવરજીભાઈ અહીં આવતા હતા. તમને કેટલી વાર શેઠ કહે? ભાઈ ત્યારે કહે, પાંચસો વાર કહે. આ કહે. હજાર વાર કહે. આવા, જવાબેય દેતા આવડે નહિ અને બે-બે લાખ વર્ષમાં પેદા કરે. બે લાખા એ વખતે, હોં! અગિયાર-બાર વર્ષ પહેલા ગુજરી ગયા. અત્યારે છોકરાઓ છે. વધારે પેદા કરે છે, ત્રણ-ચાર લાખ પેદા કરે છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. અમારી બે દુકાન હતી. ધૂળમાંય કોઈની દુકાન નથી ને પૈસા પણ નથી. અરર....આવી વાત છે.
અહીં તો કહે છે કે, એક રજકણને પણ એક આત્મા ચલાવી શકે એ ત્રણકાળમાં બનતું નથી. આહાહા.! આવો માર્ગ છે). “મુન: બના: “એવું અનુભવો...” એટલે શું કહે છે કે, રાગનો અને પરની ક્રિયાનો કર્તા નથી. તું અકર્તા છો તો એવા જ્ઞાનસ્વરૂપને અનુભવ. આહાહા.! પરનો કર્તા નથી તો પરના કર્તાપણાથી બુદ્ધિ ઉઠાવી લે અને અકર્તા ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં દૃષ્ટિ લગાવી દે અને તેનો આસ્વાદ લે. આહાહા.! તેને આસ્વાદો–આત્માના આનંદનો સ્વાદ લો. રાગના કર્તાપણામાં તો મિથ્યાત્વનો સ્વાદ, આકુળતાનો-દુઃખનો સ્વાદ છે. આહાહા.! ભારે આવી વાતું, ભાઈ સમજાય છે કાંઈ? રાગનો અને કર્મનો કર્તા માનવામાં મિથ્યાશ્રદ્ધાનો, આકુળતાનું–દુઃખનું વેદન છે. આહાહા.! આવી વાતું છે.