________________
૧૮૮
કલશામૃત ભાગ-૬
જુઓ! અહીંયાં આવ્યું ને? ‘તો કેવો છે?“મુનય: બના: તત્ત્વમ્ પુરતુ મુનય: બના: આમાં અર્થ એક જ કર્યો છે. ઓલામાં બે કર્યા છે. મુનિઓ અને જન. જન એટલે જે કોઈ જગતનો કર્તા માને છે, હું આને કરું છું, આને કરું છું એ જનમનુષ્યો. અને “મુન: જૈનના મુનિ કે સમકિતી. એ બેય લીધા છે, અહીંયાં એક લીધો છે. “સમયસારમાં અર્થમાં બે લીધા છે. “મુન: બના: શબ્દ છે ને? “મુન: નામ સમ્યગ્દષ્ટિ જીવ. આહાહા...!
ના. એટલે જીવ એમ લીધું છે અને મૂળ “સમયસારમાં, મૂળ તો જરૂર તો બેની જરૂર છે-“પૂનઃ ગના: કારણ કે ત્યાં પાઠ એવો છે ને કે, આ કર્તા છે. ઈશ્વર જગતનો કર્તા છે એમ માનનારા જનો તમે આમ ન માનો, છોડી દ્યો. એમ કહે છે. અને “મુનય' નામ જેનના માણસો તમે પરના કર્તા છો એમ ન માનો. એવી વસ્તુની સ્થિતિ નથી. આહાહા.! સમજાય છે કાંઈ?
મુનયઃ બના: “સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે જીવસ્વરૂપને “ર્તા નથી એવું અનુભવો.” આહાહા...! આ જરી સૂક્ષ્મ વાત છે. શું? કે, ભગવાન આત્મા એ રાગનો કર્તા પણ નથી એમ અનુભવો. અનુભવો નામ ચૈતન્ય જે આનંદ સ્વરૂપ ભગવાન છે, જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેને અનુસરીને થાવ. જે ચૈતન્ય ભગવાન આનંદ સચ્ચિદાનંદ પ્રભુ તેને અનુસરીને ભવો, અનુભવો. પણ રાગને અનુસરીને રાગના કર્તા ન થાવ. આહાહા..! “દેવીલાલજી વાત આવી ઝીણી, બાપુ! શું કહીએ? દરેકનું સ્પષ્ટીકરણ કરી શકાય છે પણ આ થોડું થોડું (કહીએ છીએ). આટલું બધું સ્પષ્ટીકરણ) કરવા જઈએ તો લાંબુ ચાલે નહિ. આહાહા...! વસ્તુસ્થિતિ એવી છે.
આત્મા સ્વતંત્ર છે અને પરમાણુ પણ સ્વતંત્ર છે. એક એક પરમાણુ-Point. આહાહા...! પક્ષઘાત થાય છે તો આત્મા હલાવી શકે છે? શરીરને હલાવી શકે છે? ડોક્ટરા આ પક્ષઘાત થાય છે ને? આત્મા તો છે અંદર. એ આત્માનું કાર્ય છે જ નહિ. આહાહા. પણ અજ્ઞાની માને છે કે હું આમ પગ ચલાવું, આમ ચલાવું ને આમ ચલાવું.
મુમુક્ષુ :- પગમાં ખાલી ચડે ત્યારે હલાવી શકતો નથી.
ઉત્તર :- ખાલી ચડે તોય હલાવી શકતો નથી. આ ખાલી સમજ્યા? આ પગ (શૂન્ય થઈ જાય). જરીક આમ ચાલી શકે નહિ. અમારે અહીંયાં ખાલી કહેવાય છે. એ પણ જડની દશા છે, ભગવાના આહાહા.! તારાથી થઈ નથી ને તારાથી રોકાતી નથી અને તારાથી થતી નથી. આહાહા...! વસ્તુ આવી છે. આ તો સર્વજ્ઞથી, લોજીક-યુક્તિથી પણ એ સિદ્ધ થઈ શકે છે. ન્યાયમાં ‘નિ ધાતુ છે. નિ જાય. લઈ જવું, દોરી જવું. જેવી વસ્તુની મર્યાદા છે તે રીતે જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય કહેવાય છે અને એ ન્યાય લોકોત્તર નીતિ છે. લોકોત્તર નીતિ! આ જગતની નીતિ, લૌકિક સજ્જનતા એ બીજી ચીજ છે. આહાહા.!
અહીંયાં કહે છે કે, લોકોત્તર નીતિ એવી છે કે પોતાની આત્મ ચીજ એ કર્મ, અંદરની