________________
કળશ-૨૦૧
વાત છે? આહાહા..!
પ્રભુ અહીં તો એ કહે છે, જુઓ! ચેતનવસ્તુ એ અચેતનની પર્યાયની કર્તા કેવી રીતે હોય? એમ કહે છે. આહાહા..! સમજાય છે કાંઈ? આ ભાષા જે થાય છે ત્યાંના રજકણ ૫રમાણુમાં શબ્દ વર્ગણા, શબ્દની વર્ગણા નામ પરમાણુનો સમૂહ, તેમાં તે સમયે શબ્દ થવાની પર્યાયનો સ્વકાળ છે તો શબ્દ થાય છે, આત્માથી થાય છે અને આ બે હોઠથી પણ શબ્દ થાય છે એમ નથી.
૧૮૭
મુમુક્ષુ :– જીભથી તો થાય ને?
ઉત્તર ઃધૂળમાંય જીભથી થાય નહિ. આ તો મેં નામ ન લીધું. આહાહા..! પ્રભુ! વાત શું કરીએ? વસ્તુ ભિન્ન ભિન્ન. ભિન્ન ચીજનો ભિન્ન કર્તા થાય તો ભિન્ન ચીજ રહી શકે નહિ. અનંત તત્ત્વ છે. આત્માઓ અનંત છે અને અનંત રજકણો છે. જો અનંત અનંતપણે પોતાની અવસ્થા-પર્યાયનો કર્તા થાય તો અનંતપણે રહી શકે. પણ અનંત છે તેમાં આ એનો કર્તા અને પેલો આનો કર્તા હોય તો અનંત રહી શકે નહિ. આહાહા..! સૂક્ષ્મ વાત છે. ભાઈ! આ ધર્મની વાત તો બહુ સૂક્ષ્મ છે. આ તો હજી સાધારણ વાત છે. સ્થૂળ સ્થૂળ વાત કરીએ છીએ. આહાહા..!
અહીં કહે છે કે, ભેદ અનુભવતાં,...' આહાહા..! જેને જડની પર્યાય અને પોતાની ચૈતન્યની અવસ્થા, પર્યાય એટલે અવસ્થા, એ ભિન્ન ભિન્ન ભાસે છે. પોતાનો ભિન્ન અનુભવ કરતા થકા. આહાહા..! Íર્મઘટના” જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ' એવો વ્યવહા૨ સર્વથા નથી.’ આહાહા..! બહુ ઝીણું, બાપુ! આ તો ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે ને! આત્મામાં તો ચૈતન્ય સ્વભાવ ભર્યો છે ને! એ અનાદિઅનંત ચૈતન્યસ્વભાવથી ભરપૂર ભરેલો પરિપૂર્ણ છે. બીજી ભાષા કહીએ તો, શાસ્ત્રભાષાથી કહીએ તો સર્વજ્ઞ સ્વભાવથી જ આત્મા ભરેલો છે. સર્વ શબ્દ ન લઈએ તો શ’ સ્વભાવથી ભર્યો છે. જ્ઞ સ્વભાવ એ પરિપૂર્ણ, પરિપૂર્ણ અખંડ અભેદ પડ્યો છે. જ્ઞ’ સાથે સર્વ’ શબ્દ લાગુ પાડીએ તો સર્વજ્ઞ થાય છે. એ સર્વશ સ્વભાવી આત્મા છે. આહાહા..!
રાગનો કર્તા કે પોતાની પર્યાયનો કર્તા કહેવો એ પણ હજી ઉપચાર છે. નિર્મળ પર્યાયનો કર્તા કહેવો એ પણ ઉપચાર છે. આહાહા..! કેમ ઉપચાર છે? કે, નિર્મળ પર્યાય કાર્ય અને આત્મા કર્તા એવો એમાં ભેદ પડી ગયો. એ પણ ઉપચારથી (કહ્યું). નિર્મળ પરિણતિનો કર્તા, નિર્મળનો, હોં! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ–અવસ્થા, ત્રિકાળના અવલંબનથી થાય છે છતાં કહે છે કે, તે પર્યાયનો કર્તા તે દ્રવ્ય નથી, વસ્તુ નથી. વસ્તુ પર્યાયની કર્તા એ તો ઉપચારથી, વ્યવહા૨થી કહેવામાં આવે છે. તો પછી રાગનો કર્તા આત્મા થાય અને જડની પર્યાયનો કર્તા આત્મા થાય એ માન્યતા મોટો મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે. આહાહા..! સમજાય છે કાંઈ? આહા..!