________________
૧૮૬
કલશમૃત ભાગ-૬
આ ફોટા પાડે છે કે નહિ? ભૈયા. આ અમારા ફોટા પાડે છે. ફોટો પાડે છે તો સામેથી રજકણ અહીંયાં આવે છે? પહેલા ન્યાય સમજો. ફોટા પાડે છે ને? અહીંયાં બરાબર ફોટા પડે છે તો ત્યાંથી અહીંયાં રજકણ આવે છે? અહીંયાં રજકણ છે તે પોતાની પર્યાયથી પરિણમે છે એમાં સામો પદાર્થ) તો નિમિત્ત છે પણ નિમિત્તથી અહીંયાં કંઈ થયું છે એમ નથી. સામેથી ફોટો પાડે છે. અમેરિકામાં સિંહ થાય છે. બસો-બસો સિંહ, આફ્રિકાના જંગલમાં એને ફિલ્મવાળા (ફિલ્મ) લેવા જાય છે. પાંચ-પાંચ લાખની મોટર હોય). લોઢાના સળિયા હોય. સિંહ આવે તો અંદર ન કરડી શકે. બસો-બસો સિંહના ફોટા પાડે. જો ત્યાંથી રજકણ આવતા હોય તો એના શરીર સૂકાય જાય. ઝીણી વાત છે, ભગવાન! અહીંયાં ફોટા પડે છે, અહીંયાં પરમાણુના ભરેલા રજકણ છે ત્યાં એ પરમાણુમાં એ રીતે પરિણમન થઈને ફોટો પડે છે. એ સામી ચીજમાંથી એ રજકણ આવતા નથી. સમજાય છે કાંઈ? આહાહા.! એમ... આ તો દૃષ્ટાંત થયો.
એમ આત્મા જ્યારે પુણ્ય અને પાપના ભાવ કરે છે, શુભભાવ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ (ક) એ વખતે સામે ત્યાં રજકણ છે એ પુણ્યરૂપે પરિણમી જાય છે. આણે શુભભાવ કર્યા તો ત્યાં પુણ્યરૂપે પરિણમવું થયું એમ નથી. આહાહા.! હવે આ વાત એવી છે, પ્રભુ! શું કરીએ? સમજાય છે કાંઈ? ફોટા પડે છે એ ત્યાંના રજકણને કારણે પડે છે. આને કારણે નહિ. આ વાત કોણ માને? પાગલ જેવી વાત છે.
ડૉક્ટર માટે એકવાર હમણા કહ્યું હતું કે, આ જમીન છે ને જમીન? પગ ચાલે છે તો જમીનને અડતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે. વિજ્ઞાનનું વિજ્ઞાન સૂક્ષ્મ છે. પગ જમીનને અડતા નથી અને પગ ચાલે છે. કેમકે પગના રજકણ ભિન્ન છે અને જમીનના રજકણ ભિન્ન છે તો એકબીજામાં અભાવ છે. અભાવ છે તો અડે એમ બની શકતું નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાના આ તો કોઈને દષ્ટાંત દઈએ છીએ, હોં! વાત તો ઘણી મોટી છે. આહાહા.! સમજાય છે કાંઈ?
અસ્તિ છે, જે તત્ત્વ અસ્તિ છે, છે અને બીજી ચીજ પણ છે તો છે એ છે, પોતાથી પરિણમન કરે છે, પલટે છે. પરથી પલટે તો પોતે પોતાની પર્યાય વિનાનો રહ્યો. પ્રત્યેક પદાર્થ પોતાનું અસ્તિત્વ રાખીને વર્તમાનમાં પલટે છે. એ પલટવું થવું પરને કારણે છે એમ ત્રણકાળમાં નથી. સૂક્ષ્મ છે, ભગવાના વિજ્ઞાનનું વિજ્ઞાન (છે). આ લોકો વિજ્ઞાન કહે છે એ નહિ આ તો સર્વજ્ઞનું વિજ્ઞાન છે. આહાહા...!
કોઈ અજ્ઞાની અહીંયાં જેટલા શુભભાવ કરે તો તેટલા પ્રમાણમાં શુભ શાતાપણે પુણ્યપણે પરિણમે, પણ પરિણમે છે તો રાગ તેનો કર્યા છે અને કર્મની પર્યાય થઈ તે તેનું કાર્ય છે એમ નથી. આહાહા...! આવી વાત હવે. નિશાળમાં મળે નહિ, ડૉક્ટરમાં ક્યાંય મળે નહિ, વેપારીમાં મળે નહિ. આ શેઠ મોટા રહ્યા. છે “સાગર”માં વાત તમારે? “સાગરમાં આ