________________
કળશ- ૨૦૧
૧૮૫
વસ્તુની સ્થિતિ માટે છે. એ કરુણાનો શબ્દ છે. વ્યક્તિ પ્રત્યે તો પ્રેમ છે, બધા આત્મા ભગવાન છે. સમજાય છે કાંઈ? એ પછી કહેશે. અરે. ખેદથી કહીએ છીએ, એમ કહેશે. અરે.! પ્રભુ તું આત્મા છો ને નાથા તારી ચીજમાં બીજી ચીજનો તો અભાવ છે નો અને બીજી ચીજમાં તારો અભાવ છે. અભાવ છે તો તું બીજાના ભાવનો કર્તા કેવી રીતે થાય? આહાહા! સૂક્ષ્મ વાત છે, ભગવાના
અહીંયાં તો કહે છે, અહીં તો કર્મ નજીક છે તેની વાત છે. શરીર, વાણીની વાત તો લીધી જ નથી. અહીંયાં તો જેટલા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આત્મામાં થાય છે તેટલા કર્મની પર્યાયમાં વર્ગણા રજકણની છે તે કર્મરૂપ પર્યાયરૂપે થાય છે તો તેનો પણ કર્તા આત્મા નથી. અજ્ઞાની રાગ કરે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ એ રાગ છે તેનો અજ્ઞાની કર્તા થાય. કેમકે સ્વરૂપમાં તો રાગ છે નહિ. સ્વરૂપ તો જ્ઞાન, આનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે તો એ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કાયમી અસલી ચીજ એ તો દયા, દાન, વ્રત, વિકલ્પ ઊઠે છે તેની પણ કર્તા નથી. આહાહાછતાં અજ્ઞાની તેનો કર્તા માને છે પણ છતાં રાગનો કર્તા માનતો હોવા છતાં નવા કર્મની રજકણની અવસ્થા બંધાય છે તેનો તો તે વ્યવહાર પણ કર્તા નથી. આહાહા.! સૂક્ષ્મ છે, ભાઈ! આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન સૂક્ષ્મ છે. ડોક્ટરને બરાબર એક કલાક મળે છે, ઠીકા હોમિયોપેથી. આહાહા...!
અહીંયાં કહે છે કે, એક ચીજ આત્મા ચૈતન્ય છે અને અંદર આ કર્મ, આ ધૂળ પડી છે ને અંદર? આ પુણ્યના રજકણ પડ્યા હોય ને અંદર? એનો ઉદય આવે છે તો બુદ્ધિ વિનાના માણસ હોય તો તેને પણ પાંચ-પાંચ લાખ પેદા થાય. અમે તો જોયા છે ને બુદ્ધિના બારદાન સમજ્યા? બારદાન નામ ખાલી ખોખા. બુદ્ધિ વિનાના હોય તોપણ પાંચપાંચ લાખ મહિને પેદા કરે છે. છે કે નહિ, બરાબર છે કે નહિ? તમારા આ ભાઈ નથી? “મલ્કચંદભાઈ નથી? “મલ્કચંદભાઈનો દીકરો. જુઓને પાંચ કરોડ, છ કરોડ રૂપિયા! હમણા મુંબઈ ગયા લાગે છે. ખુરશી ઉપર બેસતા. મલુકચંદભાઈ'. બુદ્ધિ કેવી છે ઈ બધી ખબર છે અમને. પણ પેદાશ મોટી. પાંચ-છ કરોડ રૂપિયાની પેદાશ. એક મહિનાની કેટલી? એક દિવસની દસ હજાર-પંદર હજારની પેદાશ, પેદાશ સમજાય છે? આમદાની. એમાં શું થયું? એ કોઈ બુદ્ધિથી (નથી આવતા). એ તો પૂર્વના પરમાણુ બંધાયા હોય), પૂર્વે કોઈ શુભભાવ થયા હોય, શુભભાવ તો એકેન્દ્રિયમાં પણ થાય છે, એમાં કોઈ નવી ચીજ નથી. એ શુભભાવ થયા હોય અને પુણ્યના રજકણ બંધાય ગયા હોય અને પુણ્ય રજકણનો પાક થઈને જ્યારે ખરવાની તૈયારી હોય તો નવા સંયોગમાં લક્ષ્મી આદિ દેખાય. એ કોઈ એના વર્તમાન પ્રયત્નનું ફળ લક્ષ્મી છે એમ નથી. શેઠા જુઓ! આ શેઠ રહ્યા, કરોડોપતિ. હૈ? વસ્તુની સ્થિતિ તો આવી છે ને, ભગવાના અહીં માનો કે બહાર માનો, વસ્તુ તો આમ છે. આહાહા...!
અહીંયાં તો કહે છે, જરી સૂક્ષ્મ વાત છે કે, અંતરના પરમાણુઓ જે રજકણ છે,