________________
૧૮૪
કલામૃત ભાગ-૬
પોષ વદ ૧૩, રવિવાર તા. ૫-૦૨-૧૯૭૮.
કળશ-૨૦૧ પ્રવચન–૨૨૪
કળશટીકા' ૨૦૧ કળશ. કાલે કળશ બોલાય ગયો છે, એનો શબ્દાર્થ. “તત વરસ્તુમેન્ટે સ્કૂર્મપદના ન તિ’ શું કહે છે? તે કારણથી જીવદ્રવ્ય.” આ જીવવસ્તુ છે તે ચૈતન્ય વસ્તુ છે. જાણન સ્વભાવથી ભરેલો ચૈતન્ય છે. જેમ સાકર મીઠાશથી ભરી છે, અફીણ કડવાશથી ભર્યું છે એમ આ ભગવાન આત્મા જીવદ્રવ્ય એ ચૈતન્ય સ્વભાવથી ભર્યો છે, એ ચૈતન્ય સ્વભાવ છે. જ્ઞાયક જાણન-દેખન એવો ત્રિકાળી એનો જ્ઞાયક ધ્રુવ સ્વભાવ, એ ચૈતન્ય અને “પુગલદ્રવ્ય અચેતન...” કર્મ જે કર્મ અંદર જડ છે, વાત એ જડની લેવી છે. શુભઅશુભભાવ કરે છે ને એટલે પુણ્ય-પાપના રજકણો કર્મમાં કર્મપર્યાય થઈને બંધાય છે. એ કર્મ છે તે અચેતન છે. આ શરીર અચેતન છે, વાણી અચેતન છે.
કહે છે કે, ચેતન અને અચેતન એવું સ્વરૂપ, એવો ભેદ અનુભવતાં, શું કહે છે? બેના પૃથકુપણાના ભેદને અનુભવતાં. બેય ભિન્ન છે તો બેય ભિન્ન છે એમ અનુભવતાં. આહાહા.! “જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિડ કર્મ એવો વ્યવહાર સર્વથા નથી.” આહાહા.! જીવ ક ...
મુમુક્ષુ :- વ્યવહાર તો છે, નિશ્ચય નથી. ઉત્તર :- વ્યવહાર પણ જૂઠો છે એમ અહીં તો કહે છે. એવું છે, ભગવાના
વસ્તુ એક છે એમાં બીજી વસ્તુનો અભાવ છે અને બીજી વસ્તુમાં આ આત્માનો પણ અભાવ છે. જેમાં) અભાવ છે તે બીજી ચીજનો કર્તા કેવી રીતે થાય? સમજાય છે કાંઈ? સૂક્ષ્મ વિષય છે. આ ડૉક્ટર છે મોટા, આ હોમિયોપેથી ડૉક્ટર છે. ભાવનગરથી આવ્યા છે. અરે.. ભગવાના અહીં તો કહે છે, “સમયસાર નાટકમાં એક આવ્યું છે, “મૂઢ કર્મ કો કર્તા હોવે, ફલ અભિલાષ ધરે ફલ જોવે, જ્ઞાની ક્રિયા કરે ફલ સુની, લગે ન લેપ નિર્જરા દુની આહાહા...! શું કહે છે? એનો અર્થ શું? “મૂઢ કર્મકો. હું શરીરની ક્રિયા કરું છું અને જડ કર્મ માટી અંદર છે તેને હું કરું છું, વાણી હું કરું છું અને હું લખી શકું છું અને હું બીજાને પૈસા, લક્ષ્મી આપી શકું છું... આહાહા.! એ મૂઢ જીવ કર્મ નામ એ કાર્યનો કર્તા થાય છે. “મૂઢ કર્મકો કર્તા હોવે, ફલ અભિલાષ ધરે...” અભિલાષા ધરીને. મેં એનું કામ કર્યું તો મને એનું ફળ કાંઈક મળશે. ભૂલ છે. કામ કરી શકતો નથી તો ફળ ક્યાંથી મળશે?