________________
કળશ-૨૦૧
આ તો સંતોની વાણી છે, પ્રભુ! આ તો અધ્યાત્મની વાણી, નાથ! એક એક શબ્દમાં અનંત આગમ ભર્યાં છે. એક એક ગાથામાં નહિ પણ એક એક પદમાં! શું કહ્યું? અનંત આગમ! ‘શ્રીમદ્’ કહે છે ને, જ્ઞાનીના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આહાહા..! કેટલી એમાં ગંભીરતા અને અપેક્ષિત વાતું કેટલી છે એ જ્ઞાની જાણી શકે, અજ્ઞાનીને પત્તો લાગતો નથી. સમજાય છે કાંઈ? આહાહા..!
૧૯૯
“અનુભવો—આસ્વાદો. શા કારણથી?” શા કારણથી ૫૨નો અકર્તા દેખવો અને આત્માનો અનુભવ કરવો? આહાહા..! યત: ત્સ્ય વસ્તુનઃ અન્યતા સાર્ધ સ॰લોવિ સમ્બન્ધઃ નિષિદ્ધઃ ” ‘કારણ કે...' પુત્સ્ય વસ્તુનઃ’ ‘શુદ્ધ જીવદ્રવ્યનું... ‘અન્યતરેળ સાર્ધ’ પુદ્ગલદ્રવ્ય સાથે...’ અને રાગાદિ સાથે લેવું. સમજાય છે કાંઈ? સતઃ અપિ’ ‘દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ...' સમ્બન્ધઃ' ‘સમ્બન્ધઃ’ની વ્યાખ્યા ‘એકત્વપણું.... સમજાય છે કાંઈ? અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જ્ય છે.' કાલે લીધું હતું ને? કે, આત્મા અને રાગને તાદાત્મ્ય સંબંધ નથી. એ ‘કર્તા-કર્મ અધિકાર'ની પહેલી ગાથામાં આવ્યું છે. ૬૯ અને ૭૦ (ગાથા). ‘કર્તા-કર્મ’ની પહેલી ૬૯ અને ૭૦ ગાથામાં તાદાત્મ્ય સંબંધ નથી (એમ લીધું છે). ભગવાનને જ્ઞાન અને આનંદની સાથે તાદાત્મ્ય સંબંધ છે પણ રાગની સાથે તાદાત્મ્ય સંબંધ નથી એમ લીધું છે. ત્યાં છે ને, ૬૯-૭૦? આહાહા..! એમ અહીંયાં આત્મામાં...
મુમુક્ષુ :– ક્ષણિક તાદાત્મ્ય છે એમ આપ કો'ક કો'ક વાર કહેતા.
ઉત્તર ઃ- એ ક્ષણિક તો સમજાવવા માટે કહેતા હતા. અનિત્ય તાદાત્મ્ય. કહ્યું હતું, ખબર છે. એક પર્યાય છે ને, એક પર્યાયમાં તાદાત્મ્ય છે, અજ્ઞાનીને, હોં! પણ એ અહીંયાં લેવું નથી. ત્યાં ‘કર્તા-કર્મ'માં એ વાત નથી લેવી. ત્યાં તો તાદાત્મ્ય સંબંધ છે જ નહિ એમ કહ્યું છે. મૂળ સંસ્કૃત છે, “અમૃતચંદ્રાચાર્ય’ની વાત (છે). સમજાય છે કાંઈ? સંબંધ જ સંયોગસિદ્ધ સંબંધ કહ્યો. પાઠ જ એમ લીધો છે. રાગ અને ભગવાન સ્વભાવ સાથે સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ છે જ નહિ. આહાહા..! એવો પાઠ છે. એ વાત તો અહીંયાં ઘણી વાર ચાલી છે. આહાહા..! આહાહા..! પછી તો ખુલાસો કરવા કહ્યું કે, એ પર્યાય જડમાં નથી. રાગ છે તો અનિત્ય સંયોગ છે પણ તેને પરમાર્થે સંયોગ સંબંધ ત્યાં કહ્યો છે. આહાહા..! ‘કર્તા-કર્મ’ ૬૯-૭૦ (ગાથા). ૬૯ કહે છે ને? ૭૦ માં એક ઓછી. પહેલી શરૂઆતની ગાથા.
અહીં કહે છે કે, તાદાત્મ્ય સંબંધ નથી. સર્વ સંબંધ કહ્યું ને? કાલે ચાર બોલ કહ્યા હતા. તાદાત્મ્ય સંબંધ નથી, ગુણ-ગુણી ભાવ નથી. ગુણી આત્મા અને રાગ તેનો ગુણ, એમ નથી. આહાહા..! વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ એ આત્માનો ગુણ અને આત્મા ગુણી, એમ નથી. સર્વ સંબંધ છે ને? આ સંબંધ પણ નહિ. તાદાત્મ્ય સંબંધ નહિ, ગુણ-ગુણી સંબંધ નહિ. બે (થયા). ત્રીજું, લક્ષણ-લક્ષ સંબંધ નહિ. રાગ લક્ષણ અને આત્મા લક્ષ એમ પરમાર્થ