________________
૨૦૦
કલામૃત ભાગ-૬
સંબંધ નથી. પરમાર્થ સંબંધ નહિ એમ કેમ કીધું કે, “પંચાસ્તિકાય'માં એમ આવ્યું છે, ચંદુભાઈ ચાહે તો ઉત્પાદ રાગનો થાય એને લક્ષણ કહ્યું છે અને દ્રવ્યને લક્ષ કહ્યું છે. સૂક્ષ્મ વાત છે થોડી, ભોઈ! ત્યાં તો અસ્તિકાય સિદ્ધ કરવું છે. પંચાસ્તિકાય છે ને? તો અસ્તિકાય સિદ્ધ કરવા છે. ત્યાં પહેલા એમ લીધું છે કે, ઉત્પાદ-વ્યય લક્ષણ છે, ધ્રુવ લક્ષ છે. તો ઉત્પાદ-વ્યય રાગાદિ ઉત્પાદ (થાય છે) એ પણ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. એ તો વસ્તુની સિદ્ધિ કરવા આમ છે, એમ સિદ્ધ કરવા કહ્યું છે. વાત સમજાય છે? આહાહા...!
એક બાજુ જ્ઞાન લક્ષણ છે અને પ્રભુ લક્ષ છે. બીજી બાજુ પંચાસ્તિકાયમાં અસ્તિ સિદ્ધ કરવા શરૂઆતમાં પહેલી ગાથાઓમાં એમ લીધું છે કે, રાગ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. આત્માની અતિ ત્યાં સિદ્ધ કરવી છે, એટલું. હજી અનુભવ પછી. આહાહા...! પંચાસ્તિકાયમાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવમાં ઉત્પાદ-વ્યય લક્ષણ (કહ્યા છે). તો રાગાદિનો ઉત્પાદ અને વ્યય એ પણ લક્ષણ અને ધ્રુવ તે લક્ષ, એમ લીધું છે. આહાહા.! આ વાત. અહીંયા એ વાત નથી. અહીંયાં લક્ષલક્ષણ સંબંધમાં રાગ લક્ષણ અને આત્મા લક્ષ એવો સંબંધ નથી. અહીં સ્વભાવદૃષ્ટિનું વર્ણન છે અને ત્યાં વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવા વર્ણન કર્યું છે. બસ! જેવું છે તેવું સમજાય છે કાંઈ? આહાહા. એ લક્ષલક્ષણ કર્યું.
વાચ્ય-વાચક ભાવ. વાચક રાગ છે અને વા ભગવાન છે, એવો એની સાથે કોઈ સંબંધ નથી. વાચ્ય-વાચક એ “આલાપ પદ્ધતિમાં છે. ‘આલાપ પદ્ધતિમાં સંબંધની આ વ્યાખ્યા લીધી છે. વાચ્ય-વાચક નહિ.
વિશેષ-વિશેષણ નહિ. આત્મા વિશેષ અને રાગ તેનું વિશેષણ અથવા આત્મા વિશેષ અને કર્મ તેનું વિશેષણ, એમ નથી. સમજાય છે? વિશેષણ સમજાય છે? જેમ જ્ઞાન વિશેષણ છે અને આત્મા વિશેષ છે. એ તો વિશેષ-વિશેષણ છે. પણ કર્મ વિશેષણ છે અને આત્મા વિશેષ છે, એમ નથી. અને રાગ વિશેષણ છે અને આત્મા વિશેષ છે, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? હૈ?
મુમુક્ષુ :- આગમજ્ઞાન પણ વિશેષણ નહિ?
ઉત્તર :- આગમજ્ઞાન પણ ખરેખર તો વ્યવહાર લક્ષણમાં આવે છે. સવારે કહ્યું હતું. હમણાં કહ્યું ને? રાગને લક્ષણ કર્યું અને આત્માને લક્ષ કહ્યું, એ અપેક્ષાએ કહ્યું. વસ્તુની સ્થિતિની અપેક્ષાએ આગમજ્ઞાન પણ જ્ઞાન નથી. એ કહ્યું ને? “બંધ અધિકારમાં. કે, આચારંગ આદિના જ્ઞાનને ત્યાં શબ્દજ્ઞાન કહ્યું છે. ભાઈ! “બંધ અધિકાર”માં. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ત્રણ બોલની વ્યાખ્યા છે. એમાં શું કહ્યું હમણાં? આચારંગ જ્ઞાનની વ્યાખ્યા–આચારંગ આદિના જ્ઞાનને શબ્દજ્ઞાન કહ્યું છે. વ્યવહાર. તો એ શબ્દજ્ઞાન છે. ચાહે તો શાસ્ત્રના જ્ઞાનને શબ્દજ્ઞાન કહ્યું છે. એ માટે નિષેધ છે, એમ કહ્યું છે. “બંધ અધિકારમાં છે. અને નવ તત્ત્વની શ્રદ્ધા... સમજાય છે કાંઈ? એ પણ પર છે. હમણાં કહ્યું ને? શું કહ્યું? શબ્દજ્ઞાન. એમ શ્રદ્ધાને