________________
કળશ- ૨૦૧
૨૦૧
વ્યવહારશ્રદ્ધાને, નવ તત્ત્વની શ્રદ્ધા એમ લીધું છે, એ શ્રદ્ધા જ નવ તત્ત્વ છે. જેમ શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દજ્ઞાન છે, એમ નવ તત્ત્વની શ્રદ્ધા તે નવ તત્ત્વ છે, એમ કહ્યું છે. એ આત્મા નહિ ત્યાં લીધું છે, ત્રણ બોલ લીધા છે. બંધ અધિકાર માં આવ્યું છે. છે? હૈ?
મુમુક્ષુ :- ભેદની વાત.
ઉત્તર :- હા, પણ અહીંયાં એ બતાવવું છે ને કે, એ તારી ચીજ નહિ. તારી સાથે ગુણ-ગુણી, વિશેષ-વિશેષણ સંબંધ એની સાથે છે જ નહિ. આહાહા...!
ત્રીજી વાત. પહેલા તો એમ કહ્યું કે, આચારંગના જ્ઞાનને શબ્દજ્ઞાન કહે છે. એ આત્મજ્ઞાન નહિ. આહાહા...! નવ તત્ત્વની શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે. નવ તત્ત્વની શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે. જેમ આચારંગના જ્ઞાનને શબ્દજ્ઞાન કહે છે (એમ) નવના ભેદવાળી શ્રદ્ધાને નવ તત્ત્વ કહે છે, એ આત્મા નહિ. અને છ કાયની દયા ત્યાં લીધી છે. પંચ મહાવ્રતમાં એક જ લીધું છે. કેમકે એકમાં બાકીના) ચાર આવી જાય છે. એ વ્યવહાર ચારિત્ર કોણ? કે, છ કાય જીવ, એમ લીધું છે. વ્યવહાર ચારિત્ર કોણ? કે, છ કાય જીવ, એમ લીધું છે. આહાહા.! અરે.રે...! કેમકે એમાં એ નિમિત્ત છે તો નિમિત્તનો આશ્રય છે તો એને છ કાય કહી દીધું છે. વ્યવહાર ચારિત્ર જે રાગની મંદતા છે એ વ્યવહાર ચારિત્ર છ કાય જીવ છે, એમ કહ્યું છે. એ છ કાયનું લક્ષ છે ને તો એને છ કાય જ કહી દીધું છે. માટે તે હેય છે, એમ કહ્યું છે. આહાહા.! શું થાય? ભાઈ! માર્ગ તો આમ છે. આ તો ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. આહાહા.! સમજાય છે કાંઈ?
ત્યાં જેમ તેમ કહ્યું છે અને અહીંયાં એ લેવું કે, એ સંબંધ જ નથી. આહાહા...! વિશેષ-વિશેષણ સંબંધ જ નથી. રાગ વિશેષણ છે અને આત્મા વિશેષ છે એવો સંબંધ નથી. આહાહા! આવી વાત છે. પંચાસ્તિકાય”માં એમ કહે કે, ઉત્પાદ-વ્યય વિશેષણ છે અને ધ્રુવ વિશેષ છે. ત્યાં તો અસ્તિ સિદ્ધ કરવી છે એટલી વાત છે. અહીંયાં તો સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરી એને કાઢી નાખવું છે. દૃષ્ટિમાંથી તેનો આશ્રય કાઢી નાખવો છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ બોલ તો આવ્યો હતો.
એક આ રહી ગયો હતો. સ્વસ્વામીસંબંધ, એ કાલે નહોતો આવ્યો. ૪૭ શક્તિ છે ને? “સમયસારમાં ૪૭ કહે છે ને? ચાર અને સાત. એની છેલ્લી શક્તિ-સ્વસ્વામીસંબંધ (છે). સ્વસ્વામીસંબંધ કોની સાથે છે? કે, પોતાનું દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એ સ્વ અને તેનો એ સ્વામી. પણ રાગ તેનું સ્વ અને આત્મા તેનો સ્વામી, એમ અંદર નથી. આહાહા! વ્યવહાર રત્નત્રય સ્વ અને આત્મા તેનો સ્વામી, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? અહીંયાં એ કહ્યું, સ્વસ્વામી–રાગ સ્વ અને આત્મા સ્વામી એવો સંબંધ રાગ સાથે નથી. આહાહા...! અહીંયાં ધૂળરૂપે કથન કર્યું છે. કર્મ સ્વ અને આત્મા સ્વામી એવો સંબંધ નથી. એમાંથી કાઢીને કહ્યું કે, રાગ સ્વ અને આત્મા સ્વામી, એ સંબંધ પણ