________________
૨૦૨
કલશામૃત ભાગ-૬
નથી. એ પછી કહેશે, સ્પષ્ટ કરશે. પછીના ૨૦૨ શ્લોકમાં (કહેશે). સમજાય છે કાંઈ? કોઈ કહે કે, અહીં તો કર્મની સાથે વાત છે પણ રાગ સાથે વાત ક્યાં આવી એમાં? કે, એ તો કર્મ સાથે વાત કરે છે એમાં રાગની સાથે વાત આવી ગઈ. સમજાય છે કાંઈ? આહાહા...!
સવઃ પિ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી એકપણાને “અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્યું છે. ત્રણે કાળ. આહાહા...! ત્રણે કાળ આત્માને કર્મની સાથે કાંઈ સંબંધ નથી. લોકો) એમ લગાવે છે, કર્મનો ઉદય આવે એટલે આત્માને વિકાર કરવો જ પડે. એ નિમિત્ત થઈને આવે છે, એમ કેટલાક લોકો કહે છે. કોણ કહે છે ખબર છે, સમજ્યા? એ નિમિત્ત થઈને આવે છે. નોકર્મ નિમિત્ત છે એ તો બનાવો તો બનાવો, પણ કર્મ તો નિમિત્ત થઈ જ આવે છે. ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે, એમ વાત નથી. હું ડિગ્રી ટુ ડિગ્રી. એ છે કે એક કહેતા હતા ને? કે, જેટલો ઉદય આવે એટલો ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે. ખબર છે. આહાહા...! પ્રભુ! એમ નથી. અહીં તો નકાર કરે છે. પરદ્રવ્યને પોતાના દ્રવ્ય સાથે સ્વસ્વામીસંબંધ છે જ નહિ. એ ભિન્ન ચીજ છે, એકબીજામાં અત્યંત અભાવ
છે. કર્મની ઉદય પર્યાયમાં અને રાગની પર્યાયમાં બેમાં અત્યંત અભાવ છે. આહાહા! અને નિશ્ચયમાં તો રાગની પર્યાયમાં અને સ્વભાવની પર્યાયમાં પણ અત્યંત અભાવ છે. સમજાય છે કાંઈ
ચાર સંબંધ (અભાવ) આવે છે ને? હૈ? પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યભાવ, અત્યંતઅભાવ. એ અત્યંત અભાવમાં આ રાગનો અભાવ નથી આવતો. ચારમાં આ નથી આવતો. આ તો અધ્યાત્મનો અભાવ છે. અધ્યાત્મની દૃષ્ટિમાં ચાર વ્યવહાર છે. ન્યાય ગ્રંથોમાં પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યભાવ અને અત્યંત અભાવ. એ અત્યંત અભાવ પર અને સ્વની વચ્ચેનો અભાવ છે અને સ્વભાવની સ્થિતિમાં રાગ અને સ્વભાવ વચ્ચે અત્યંત અભાવ છે. એ ચાર બોલમાં આ ન આવે. સમજાય છે કાંઈ આવે છે ને પેલું ૭૩ ગાથામાં, નહિ? “કર્તા-કર્મની ૭૩ (ગાથા). રાગનો સ્વામી કર્મ છે. આહાહા.! હૈ? શું
કીધું?
મુમુક્ષુ :- એમાં ને એમાં લખ્યું છે કે પછી આત્મા એનો સ્વામી છે.
ઉત્તર :- એ તો આત્મા સ્વામી અજ્ઞાનપણે છે. અજ્ઞાનપણે થઈને સ્વામી થાય છે, એમ. બે બોલ છે. પહેલા એક બોલ પછી બે બોલ છે. ચેતના પરિણામની વાત છે. છે ને એમાં? ભાઈ! બે બોલ આવે છે, ખબર છે. પહેલા એ બોલ આવે છે, પછી બીજા બે બોલ છે. એ ચેતનાના પરિણામ છે, એમ આવે છે. ત્યાં તો એની વસ્તુની સ્થિતિ કહેતા પહેલા સ્વામીપણે કહી દીધું, પણ બન્યું છે, ચેતન પોતે પરિણમ્યો છે એ અપેક્ષાએ ત્યાં ચેતનાના પરિણામ કહ્યા છે. પણ એ ચાલતો અધિકાર હોય તો વધારે ખુલાસો આવે.