________________
કળશ-૨૦૧
૨૦૩
ત્રણ બોલ છે, ખબર છે ને. આહાહા...! ૭૩, ૭૩ ગાથા, “કર્તા-કર્મ. આહાહા!
અહીં (કહે છે), સર્વ સંબંધ. સંબંધનો અર્થ શું કર્યો “એકત્વપણું....” સંબંધનો અર્થ આ કર્યો. આહાહા. સમજાય છે કાંઈ છે ને? સામે પુસ્તક છે કે નહિ? તેથી સામે પુસ્તક રાખીએ છીએ. નહિતર નીચે પુસ્તક અને ઉપર બેસવું એ બરાબર ઠીક ન કહેવાય. પંડિતજી! એ પ્રશ્ન થઈ ગયો છે. પણ બાપા એને વધારે સમજવા માટે એમાં વિનય છે એ માટે નીચે છે. એ પુસ્તકના (અવિનય) માટે નથી. શબ્દનો શું અર્થ થાય છે એ સમજાય તો એને બહુ માન આવે. એ માટે આમ છે. સમજાય છે કઈ? નહિતર નીચે પુસ્તક અને ઉપર બેસવું એ બરાબર નહિ). બધી ખબર છે, બાપુ ખબર નથી કાંઈ પણ વાંચનારને વધારે વિનય ત્યારે પ્રગટે કે, આ શબ્દનો આવો ભાવા એવું એને ખ્યાલમાં આવતા એને સીધું બહુમાન આવે છે. એ ખરો વિનય છે. આહાહા.! છે ઈ છે, બાકી શું થાય? ઈ હમણાં સાધુ આવ્યા હતા છે એમ કહેતા હતા કે, તમે પુસ્તક નીચે મૂકો તો અમે સાંભળવા નહિ આવીએ. હમણા હતા ને, ભાવનગર ગયા ને? હવે એને શું કહેવું? કઈ અપેક્ષા છે? બાપા! સમજાય છે કાંઈ? હૈ?
મુમુક્ષુ :- અંધારામાં રહી ગયા.
ઉત્તર – રહી ગયા. બાપુ અનાદિથી અંધારુ છે. એક એક બોલમાં પૃથકતા છે ને કેમ વિવેક છે, એને સમજવું કઠણ છે, ભાઈ! આહાહા...!
એકત્વપણું અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જયું છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન” અનાદિનિધન એટલે? અન-આદિ અને અનનિધન, એમ. આદિ નહિ અને નિધન એટલે અંત નહિ. અનાદિનિધનનો એમ અર્થ કરવો. અનાદિ એટલે આદિ નહિ, નિધન એટલે નાશ નહિ નિધનનો અર્થ નાશ થાય છે. “અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે....પરની સાથે કોઈ સંબંધ છે જ નહિ, એમ. અને દ્રવ્ય પણ જેવું છે તેવું જ છે. આહાહા..! ખરેખર તો દ્રવ્યને પણ રાગ સાથે કાંઈ સંબંધ નથી. આહાહા...! થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી વાતું લાંબી લાંબી કરે એમાં સત્ય નીકળે નહિ એ કંઈ વસ્તુ કહેવાય? પ્રભુ આહાહા..! આ તો પરમાત્માનો વીતરાગનો માર્ગ છે.
અન્ય દ્રવ્ય સાથે મળતું નથી, તેથી જીવદ્રવ્ય પુદ્ગલકનું અકર્તા છે. અહીંયાં પુગલની વ્યાખ્યા કહી છે તો હવે સ્પષ્ટ કરવા રાગ-દ્વેષની વ્યાખ્યા કરે છે. હવેની ગાથામાં. મૂળ તો ત્યાં પુગલ કહ્યું. પણ પુદ્ગલનો કર્તા થાય છે તે રાગ-દ્વેષનો કર્તા થાય જ છે. તે જ પુદ્ગલનો કર્તા માને છે. સમજાય છે કાંઈ પણ રાગ-દ્વેષનો કર્તા માને એ પુદ્ગલનો કર્તા નિમિત્તથી માને છે. એ સિદ્ધ કરવા હવે રાગ-દ્વેષ કહેશે. અહીંયાં એકલા કર્મ લીધા છે તો હવે રાગ-દ્વેષના ભાવ નાખશે. ૨૦૨.