________________
કળશ- ૨૦૯
૨૯૩
મુમુક્ષુ :- વિચાર તો જ્ઞાનની પર્યાય છે.
ઉત્તર :- વિચાર સાથે વિકલ્પ છે નો એ લીધો છે. એ પહેલા આવી ગયું છે. વિચાર, મનન, ચિંતન બધું વિકલ્પ છે, એમ આવ્યું. એકલી જ્ઞાનની પર્યાયની સાથે ઓલો વિકલ્પ લીધો છે. આવી ગયું છે, પહેલા આવી ગયું છે. આહાહા.! અને એક અપેક્ષાએ નિયમસારમાં ચિંતનીય’ શબ્દ પડ્યો છે. ત્યાં એ ચિંતનીય નિર્વિકલ્પ છે. ભાષા કયે ઠેકાણે કઈ સમજાય છે કાંઈ? અહીંયાં જે કહ્યું હતું એ તો વિચાર વિકલ્પવાળો છે અને ત્યાં જે “ચિંતનીય શબ્દ છે, પ્રાયશ્ચિત અધિકાર માં લીધો છે, નિયમસાર'. આત્માનું ચિંતવન કરવું. ચિંતન એ વિકલ્પ નથી, ત્યાં ચિંતન એટલે એકાગ્રતા છે.
મુમુક્ષુ :- ચિંતનીય પ્રાયશ્ચિત.
ઉત્તર :હા, ખબર છે ને. બધું જ્ઞાનમાં અંદર વર્તે છે. આહાહા.. આહાહા. માર્ગ પ્રભુનો અલૌકિક છે, ભાઈ! આહા...!
કહે છે કે, આવો વિચાર કરવાથી પણ તને શું લાભ? આત્મા રાગનો કર્તા નથી અને ભોક્તા નથી એવો સ્વભાવ છે. છે તો એવો જ સ્વભાવ, પણ એવા વિકલ્પમાં રોકાવું એ તને કોઈ અનુભવનું કારણ નથી. આહાહા..! આવો માર્ગ છે. એવું વિચારતાં પણ) અનુભવ નથી, કારણ કે...” “પ્રોતા રૂ માત્મનિ વવિદ્ મતું ન વિય: કોઈ નવિકલ્પ...” “પ્રોતા? એટલે “કોઈ નવિકલ્પ, (તેનું વિવરણ–અન્ય કરે છે-અન્ય ભોગવે છે એવો વિકલ્પ, અથવા જીવ કર્તા છે-ભોક્તા છે એવો વિકલ્પ દ્રવ્યાર્થિક “અથવા જીવ કર્તા નથી. સ્વભાવ. ભોક્તા નથી એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે... આહાહા...! ગજબ વાત છે, ભાઈ! માર્ગ પ્રભુનો. આહાહા.! હવે આમાં એમ કહે, વિકલ્પથી લાભ ન થાય? આવા વિકલ્પથી લાભ ન થાય? તો આ વ્રત, તપ કરીએ, આટલું કરીએ, અપવાસ કરીએ, વ્રત કરીએ. દયા પાળીએ, બ્રહ્મચર્ય પાળીએ. બાપુ એ તો સ્થૂળ વિકલ્પ છે. જેને પુણ્ય-પાપના અધિકારમાં સ્થૂળ વિકલ્પ, સ્થૂળ કહ્યું છે. છે? સ્થૂળ સંક્લેશ પરિણામને છોડે છે પણ સ્થળ વિશુદ્ધ પરિણામને છોડતા નથી, એવો પાઠ છે. પુણ્ય-પાપ અધિકારમાં છે. આહાહા...! શુભભાવને સ્થૂળ કહ્યા, યશપાલજી'! આહાહા...! “પુણ્ય-પાપ અધિકારમાં આચાર્યે ગજબ (કહ્યું છે ! આહાહા.. સંતોએ તો કરુણાથી (કહ્યું), કરણાથી વિકલ્પ આવ્યો છે. અરે.રે.! તમે ક્યાં છો? પ્રભુ! ક્યાંથી ક્યાં ગયા? ને ક્યાં છો તમે? ભાઈ! આહાહા...! કરુણા કરીને ખેદ કરે છે. આહા. ખેદ છે કે તમે જ્યાં છો ત્યાં આવતા નથી અને નથી ત્યાં ફર્યા કરો છો. આહાહા...! સમજાય છે કાંઈ સમજાય છે કે નહિ? શેઠા શેઠ થોડું સૂક્ષ્મ છે પણ...
મુમુક્ષુ :- આપ જેવા સમજાવનારા છો તો કેમ ન સમજાય?
ઉત્તર :- અમારા શેઠ તો અહીંયાં ઘણા વખતથી પડ્યા છે, તમે તો કો'ક દિ થોડાક આવો, પંદર દિ કે આઠ દિ. પછી ઈ કહે કે, ભાઈ પાસે ભાગ લઈ લઈશું. પણ ભાગ