________________
૨૯૪
કલશામૃત ભાગ-૬
ન મળે, બાપા! આહાહા...! ભગવાન! તું ક્યાં અધુરો ને અપૂર્ણ છો કે તારી ચીજ પરથી લેવામાં આવે.
એ ભગવાન તો નિર્વિકલ્પ સ્વરૂપ વીતરાગ પિંડ છે, અનંત ગુણનો પિંડ પણ નિર્વિકલ્પ અભેદ છે. આહાહા..! એવામાં આવા વિકલ્પથી તને શું લાભ છે? કહે છે. આહાહા..! છે? ‘(એવો વિકલ્પ, ઇત્યાદિ અનંત વિકલ્પો છે તોપણ તેમાંથી કોઈ વિકલ્પ.)” હું રાગનો કર્તા નથી, હું રાગનો ભોક્તા નથી એવા વિકલ્પથી પણ તને શું લાભ છે? સમજાય છે કાંઈ? એ પણ વૃત્તિનું ઉત્થાન છે. આહાહા..! એ વિષકુંભ છે. આહાહા..! ભગવાન અમૃતકુંભ છે, આનંદકંદ પ્રભુ છે) તેનાથી ઉલટો વિકલ્પ છે એ તો ઝેર છે. આહાહા..! અમૃતનો સાગર ભગવાન અંદર અનીન્દ્રિય છે), તેનાથી વિકલ્પ છે એ તો અનીન્દ્રિય અમૃતથી વિપરીત છે. ભગવાન જ્યારે અમૃત સ્વરૂપ છે તો રાગ છે તે ઝેર સ્વરૂપ છે. આહાહા..! આકરું લાગે. આકરી ભાષામાં..? કોઈ વખતે એમ કીધું હતું ને કે, પુણ્ય છે એ વિષ્ટા છે. એ... એની ટીકા. અરે..! બાપુ! વિષ્ટા તો જડ છે, કૂતરા પણ ખાય અને આ તો ઝેર છે. બાપુ! ભાઈ! આહાહા..! એની ટીકા કરે. ભગવાન ક્યાં પડ્યો છો? પ્રભુ!
એ તો ઓલું ભૂંડનું દૃષ્ટાંત એકવાર આપેલું. ઉત્તરાધ્યયન’નું પહેલું અધ્યયન છે કે, જ્ઞાનીઓએ વિકલ્પ છોડી દીધા એ અજ્ઞાનીઓ પકડે છે. મનુષ્ય વિષ્ટા છોડી દીધી એ ભુંડ ખાય છે. ઘણા વર્ષ પહેલાની વાત છે. આહાહા..! અહીં તો વિષ્ટાનું તો ખાતરેય થાય છે. ખાતર સમજ્યા? ખાત.. ખાત. અને કાગની વિષ્ટાનું ખાતર પણ થતું નથી. એ આવ્યું ને? ઇન્દ્ર સરીખા ભોગ. ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, કાગવિટ સમ માનત હૈ જ્ઞાનીજન લોક.' કાગડાની વિષ્ટા તો ખાતરમાં પણ કામ નથી આવતી. કાગડો! મનુષ્યની વિષ્ટા, હાથી, ઘોડા, ગાય, ભેંસની વિષ્ટા ખાતરમાં કામ આવે. આહાહા..! ‘કાગવિટ સમ માનત હૈ’ ઇન્દૌર’માં છે. એ “ઇન્દૌર’માં કાચનું છે ને? ત્યાં છે, અમે બતાવ્યું હતું. કીધું, જુઓ! ભાઈ! આ શું લખ્યું છે? કાચના મંદિરમાં (લખેલું છે). ‘ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ, કાગવિટ સમ માનત હૈ, જ્ઞાનીજન લોક' આહાહા..! કહો, શેઠ! આ તમારા પૈસાફૈસા ધૂળને કહે છે, કાગવિટ સમાન છે. નહિ? આહાહા..!
એમ અહીંયાં તો વિકલ્પનું કહેવું હતું. વિકલ્પ છે એ પણ એક ઝેર છે. આહાહા..! આવે છે, જ્ઞાનીને પણ જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યારે અશુભથી બચવા, શુદ્ધની દૃષ્ટિ હોવા છતાં, શુદ્ધના ધ્યેયમાં અનુભવ હોવા છતાં અંતર સ્થિરતા જામે નહિ, પુરુષાર્થની નબળાઈને કારણે, હોં! તો ત્યાં અશુભથી બચવા શુભ આવે છે, પણ છે તો વિષકુંભ. આહાહા..! વિષકુંભ છે તો કરે છે કેમ? એ આવ્યા વિના રહે નહિ. સાંભળને! આહાહા..!
અહીં કહે છે, ઇત્યાદિ અનંત વિકલ્પો છે...' જોયું? તોપણ તેમાંથી કોઈ વિકલ્પ. શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં કોઈ પણ કાળે શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ