________________
કળશ- ૨૦૯
૨૯૫
નથી.” આહાહા...! બહુ સારી વાત લીધી છે. હું આહાહા...! એક પર્યાય કરે છે, બીજી ભોગવે છે, એ દ્રવ્ય કર્તા છે, એ દ્રવ્ય ભોક્તા છે એ વિકલ્પ તો સ્થાપવા લાયક છે જ નહિ, પણ આત્મા રાગનો અકર્તા છે અને રાગનો અભોક્તા છે એવા કોઈ વિકલ્પ અનુભવ માટે સ્થાપવા લાયક નથી. આહાહા...! ભાઈ! આ તો જેને આત્માની પડી છે એની વાત છે. એને દુનિયા શું માને ને દુનિયા શું કહે, એની સાથે કોઈ સંબંધ નથી. આહાહા...!
અહીંયાં કહે છે, “અનંત વિકલ્પો છે તો પણ તેમાંથી કોઈ વિકલ્પ). શુદ્ધવસ્તુમાત્ર છે જીવદ્રવ્ય તેમાં” “વ ” “કોઈ પણ કાળે ‘વ ’નો (અર્થ) કાળ લીધો છે. “વવિ’ એટલે કોઈ કાળે. આહાહા. “મનું ન વિય: “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” આહાહા...! કોઈ કાળે. પાપથી બચવા પુણ્ય આવ્યું પણ એ સ્થાપવા યોગ્ય નથી. આહાહા.! અનુભવ કરવામાં એ મદદ કરશે એમ નથી. સમજાય છે કાંઈ? “મનું શબ્દ પડ્યો છે ને? ભર્ત ન શય: એટલે કે “સ્થાપવાને સમર્થ નથી.” સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં આ વિકલ્પો મદદ કરશે એ સ્થાપવા લાયક નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ભાષા સમજાય એવી છે. આહાહા...!
મુમુક્ષુ :- ચિંતવન, મનન બધું ઊડાડ્યું.
ઉત્તર – એ ચિંતવન, મનન વિકલ્પ છે. જેવું ચિંતવન કહ્યું ને ઓલા નિયમસારમાં એ ચિંતવન તો વસ્તુની અંતર એકાગ્રતા (સ્વરૂપ છે). એ વિકલ્પ નહિ, એ નહિ. અંતર આનંદ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્ય વિજ્ઞાનઘન એમાં એકાગ્રતા એટલે આનંદની પર્યાય અને સમ્યકૂની પર્યાય પ્રગટ થાય તેને અહીંયાં ચિંતવન કહ્યું છે. આહાહા.! શબ્દો હોય પણ કયે ઠેકાણે ક્યા શબ્દનો અર્થ શું છે) એ જરી વિચારવો જોઈએ, એમ ને એમ પકડીને ચાલે એ ન ચાલે. આહાહા.! સમજાય છે કાંઈ?
“અનુભવરૂપ...” જોયું? “શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ સ્થાપવાને સમર્થ નથી.” આ તો સંસ્કૃત જોવા માટે જોયું, હોં! કેટલામું છે)? ૧૪૩? આહાહા...! મારામાં ફેર આવશે. ગુજરાતી છે આ? ક્યાં છે? કઈ બાજુ? (“સમયસાર) ૧૪૨ ગાથાના મથાળામાં) છે. જુઓ! આવ્યું. પણ તેથી શું?’ સંસ્કૃતમાં એ આવ્યું-“તઃ વિ. ઈ. “તઃ વિ' તેથી ? ભાઈ! તેથી શું? આહાહા...! નીચે અર્થ છે. તેથી શું? તું અહીંયાં સુધી આવ્યો કે, અબદ્ધ છે ને શુદ્ધ છે ને એકરૂપ છે તો તેથી શું? તેથી તને શું લાભ થયો? આહાહા...! સમજાય છે કાંઈ? “તઃ વિક આહાહા...! કેટલી ટીકા, કેટલું નાખ્યું છે. આહાહા...!
મુમુક્ષુ :- વિકલ્પની ચરમસીમાં આવી જાય પછી અનુભવ થઈ જાય.
ઉત્તર :- એને લઈને થાય નહિ. એ-વિકલ્પ રહિત એ એની સીમા. એ તો સ્પષ્ટ કરવા માટે પૂછ્યું. એ તો અહીં કહ્યું ને. અનંત વિકલ્પ છે એમાં કોઈ પણ સ્થાપવાને સમર્થ નથી કે, એનાથી મદદ મળશે, અહીંયાં સુધી) આવ્યો કે બહુ કષાયની મંદતા છે, ત્યાં